________________
૧૫૯
‘અનિચ્છા એ અપરિગ્રહ છે. જ્ઞાની અશન ઇચ્છતા નથી તેથી અશનના અપરિગ્રહી છે. માત્ર અશનના જ્ઞાયક છે. અહીં પ્રશ્ન થાય કે મુનિ આહાર તો કરે છે તો ઇચ્છા છે કે નહિ? એનું સમાધાન એ છે કે (૧) અશાતા વેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉપજે છે. (૨) વીર્યંતરાયના ઉદયથી વેદના સહી શકાતી નથી. (૩) ચારિત્ર મોહનીયના ઉદયથી આહાર ગ્રહણની ઇચ્છા થાય છે. (૪) તે ઇચ્છાને શાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. (૫) રોગ સમાન જાણીને તેને મટાડવા ચાહે છે. ઇચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઇચ્છા જ્ઞાનીને નથી, માટે અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે.. આ શુદ્ઘનયની પ્રધાનતાથી કથન જાણવું.’
આ લખાણમાં પહેલું તો એ જુઓ કે પરસ્પર કેવો વિરોધ આવે છે. પહેલા કહે છે કે ‘મુનિ અશન ઇચ્છતા નથી તેથી અપરિગ્રહી છે.' પણ આગળ કહે છે કે ‘રોગ સમાન જાણી મટાડવા ચાહે છે !' આમાં ચાહવું એટલે ઇચ્છા આવી કે નહિ? વળી ત્યાં સ્પષ્ટ ઇચ્છા પણ લખે છે કે ‘ચારિત્ર મોહના ઉદયથી આહાર ગ્રહણની ઇચ્છા થાય છે !' કેવું આ અગડંબગડં? ‘ઇચ્છતા નથી’ ‘ચાહે છે, ઇચ્છા થાય છે' એ અન્યોન્ય વિરુદ્ધ છે. પાછું આ વિરોધનો બચાવ કરવા જાણે કહ્યું કે ‘પરંતુ અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે.' અરે ભલા ! તો તો પછી કેવલજ્ઞાનીને આહાર હોવામાં વાંધો શો આવ્યો ? ત્યારે જો કહે કે, ગમે તેવી જ્ઞાનમય ઇચ્છા પણ ચારિત્ર મોહનું કાર્ય છે', તો તો ચારિત્ર મોહના લીધે રાગ-અનુરાગ અવશ્ય થવાનો. તો પછી એમ કેમ કહો છો કે જ્ઞાનીને ઇચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઇચ્છા નથી ? મોહનીયનું કાર્ય અનુરાગ છે જ. ખેર ! પણ જેમ મુનિ આહારની ઇચ્છાને કર્મના ઉદયનું કાર્ય જાણે છે અને રોગ સમાન એવી તેને મટાડવા ચાહે છે તો એવી જ્ઞાનમય ઇચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org