________________
નિશ્ચય અને વ્યવહાર
છેલ્લા કેટલાક વર્ષોથી એક નવીન ઢબનો નિશ્ચયનય ઉપદેશવામાં આવે છે. એમાં આગળ વધીને શ્રી સર્વજ્ઞ કથિત વ્યવહારયુક્ત નિશ્ચયનયને પ્રચારનારા શ્રુતકેવલી ભગવંત પૂ. ગણધરદેવને તથા મહાન તાર્કિક-શિરોમણિ પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજને વ્યવહારમૂઢ કહેવાની ધૃષ્ટતા કરવામાં આવે છે. તેથી એનો પ્રતિકાર આવશ્યક છે. એમાં પહેલું એ જુઓ કે “એ ઉપદેશનો મૂળભૂત મુખ્ય વિષય જે કહેવાતો નિશ્ચય છે, તે કેવો પોકળ છે ! અને જો એ પોકળ છે, તો એના જોર પર વ્યવહારમૂઢતાનો આક્ષેપ કરવો એ પણ કેવો પોકળ છે !' એમનો નિશ્ચયનય પોકળ છે માટે જ એને આપણે નવીન ઢબના નિશ્ચયનય તરીકે ઓળખવાનો છે. આ ઓળખાણ સપ્રમાણ છે. આ રહ્યા એના સચોટ પ્રમાણ –
આ નિશ્ચયનય નવીન ઢબનો અને પોકળ એટલા માટે છે કે, (૧) એને મોં માથું નથી. (૨) એ જૈનશાસન માન્ય અનેકાંતવાદની શૈલીથી તદ્દન વિરુદ્ધ જઈ
એકાંતવાદમાં ઠરી બેસે છે. (૩) એ મતવાળાના પોતાના જ શબ્દો પરસ્પરમાં વિરોધ કરે છે. (૪) એમતવાળાની પ્રવૃત્તિ પણ પોતાનામતના વિરોધમાં ઊતરે છે.
મુદો-૧ (૧) આ નવા મતને મોં-માથું નથી- અહીં પહેલી વાત જોઈએ. “એને મોં-માથું નથી' –એનો અર્થ એ છે કે વાતવાતમાં એ નિશ્ચય નિશ્ચય કહ્યા કરે છે. એ કહે છે કે “નિશ્ચય વિના વ્યવહાર હોય નહિ. નિશ્ચયના આશ્રયે જ મોક્ષમાર્ગની શરૂઆત છે. નિશ્ચયની દૃષ્ટિવિના બધું વ્યર્થ છે. નિશ્ચય મુખ્ય છે, વ્યવહાર ગૌણ છે. વ્યવહારને મુખ્ય માર્ગ માની લેનારા વ્યવહારમૂઢ છે...” વગેરે વગેરે. પણ આમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org