________________
( ૩૪ )
પ્ર. – “ફલેશ મળે છે, તે પણ ઔપચારિક છે.” તો,
ઉ. – સરાગચારિત્ર અને વૈભવ, એ બંને ઔપચારિક. તેમાં એક ઔપચારિક “સ.ચા. થી બીજાં ઔપચારિક “વૈભવ' નીપજ્યું; તો ભલે નીપજયું, તેમાં નિશ્ચયશુદ્ધઆત્માને શી ચિંતા? શા માટે એણે સરાગચારિત્રને વીતરાગચારિત્ર બનવાની મહેનત કરવી જોઈએ ? ઈન્દ્રાદિવૈભવના કલેશ મળવાનું પણ વ્યાવહારિક હોવાથી, ઔપચારિક હોઈને, જો મુખ્ય નથી, તો પછી એ કલેશ ન મળે અને અનંતજ્ઞાન સુખાદિમય મોક્ષ દશા જ મળે, એ માટે આત્માએ શા માટે પુરૂષાર્થ કરવો ? આત્મા તો નિશ્ચયથી સદા અનંત જ્ઞાનાદિમય છે જ.
ત્યારે, સરાગ ચારિત્ર પણ શું વસ્તુ છે ? શું એને શુદ્ધ નિશ્ચયનયને આત્માનું સ્વરૂપ કહી શકાય? જો ન કહેવાય, તો જે આત્માનું સ્વરૂપજ નથી એને દૂર કરવાની ચિંતા કે પ્રયત્ન પણ શા માટે જ કરવા જોઈએ ? જો કહો કે,
પ્ર. :- આત્માનું એ સ્વરૂપ જ છે, પણ અશુદ્ધ સ્વરૂપ છે. તો
ઉ. પ્રશ્ન એ થાય છે, કે શું શુદ્ધ નિશ્ચયનયે આત્મામાં રાગાદિ-સ્વરૂપ હોઈ શકે ? અશુદ્ધનયે જે રાગાદિ-સ્વરૂપ હોય તે મુખ્ય કે ઔપચારિક? મુખ્ય હોય તો સ્વાભાવિક થવાથી શાશ્વતિક કેમ નહિ ? ઔપચારિક હોય તો વ્યવહાર જેવું થયું. વ્યવહારમૂઢતાના સ્વવચનની વિરુદ્ધ પોતાનું જ વચન
આ બધાનું તાત્પર્ય એ છે, કે જેટલી નિશ્ચયનયની અગત્ય છે, તેટલી જ અગત્ય વ્યવહારનયની છે. શુદ્ધનિશ્ચયે પહોંચવાનો રસ્તો જ વ્યવહાર છે. આટલી પ્રમાણસિદ્ધ વસ્તુને અવગણી જયારે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org