________________
૧૨૦
(૨૩) વળી કહે છે કે ‘ઉત્તમદાન કર્યું ? શાસ્રદાન.' અરે! બંધનો આધાર તો પરિણામ ઉપર છે, ક્રિયા ઉ૫૨ નહિ. તો એમને વળી દાન શા ? ને શીલ શા ? પણ અહીં તો શાસ્ત્રદાનને ઉત્તમ ગણી આદરણીય માન્યું. એમાં તો શાસ્ત્રનું દાન કરનારનો ભણાવવા-સમજાવવા વગેરેનો વ્યવહાર, અને એ દાન લેનારથી શાસ્ર સાંભળવા, પ્રશ્ન શંકા પૂછવી વગેરે બાહ્ય ક્રિયાનો કરાતો વ્યવહાર એવો રીતસર વ્યવહાર માન્ય કર્યો.
1
(૨૪) એવા તો એમણે અવશ્ય આચ૨વાના અનેક વ્યવહાર માન્યા છે. દા.ત. મુનિએ બાહ્ય ઉપસર્ગ - પરિષહને સહવા જ જોઇએ. મુનિએ શહે૨માં રહેવું ન જોઇએ... રજસ્વલા સ્ત્રી મંદિરમાં ન જઇ શકે... લોચાદિ કષ્ટ અને બાહ્ય તપો આચરવા જ જોઇએ...
(૨૫) દિગંબરી યજ્ઞાનાર્ગવ' ગ્રંથમાં લખ્યું છે કે - 'अन्तर्बाह्यभुवोः शुद्धयोगाद् योगी विशुद्ध्यति । न ह्येकपत्रमालम्ब्य व्योम्नि पत्री विसर्पति ॥' આંતર અને બાહ્ય બેઉ ભૂમિકાના શુદ્ધ યોગથી યોગી શુદ્ધ બની શકે છે, (પણ બેમાંથી માત્ર એકના શુદ્ધ યોગથી નહિ.) જેમકે, પક્ષી એક પાંખથી ગગને ઊડી શકતું નથી.' બાહ્ય ભૂમિકાનો શુદ્ધ યોગ એટલે બાહ્ય શુદ્ધ આચાર - મર્યાદાઓનો વ્યવહાર; એની પણ પુરી આવશ્યકતા માની એ ય નવો પંથ કાઢનારના હિસાબે તો વ્યવહારમૂઢતા જ ઠરશે ને ?
Jain Education International
-
(૨૬) ‘પંચાધ્યાય’માં લખ્યું છે કે ‘જેમ જેમ વિશુદ્ધિની અંતઃપ્રકાશક વૃદ્ધિ થતી આવે છે, તેમ તેમ ઇન્દ્રિયોની વિષયો પ્રત્યે ઉપેક્ષા થાય છે.' અર્થાત્ આંતર નિશ્ચયની બાહ્ય વ્યવહાર પર અસર પડે છે. ઇન્દ્રિયો જે આજ સુધી વિષયો પ્રત્યે
For Private & Personal Use Only
www.jainelibrary.org