________________
૫૭
જ પૂજાદિ સામાયિક-પૌષધ અવસ્થામાં કર્તવ્ય નથી; એટલું જ નહિ પણ સામાયિકમાં એ કરવા જાય, કે ‘પછી કરીશ' એવો વિચાર સ૨ખોય કરે તો દોષપાત્ર છે. એક અવસ્થાનું કર્તવ્ય બીજી અવસ્થામાં હેય પણ હોય. ‘કાચું પાણી, સચિત્ત ફૂલ વગેરેથી પૂજા કરવામાં હિંસા છે.' એમ માની મંદિરમાં પૂજા ન કરે તો ગુનેગાર છે, ત્યારે ‘શ્રાવકનું તો એ કર્તવ્ય છે ને', એમ માનીને સામાયિક અવસ્થામાં રહ્યો પૂજા કરે તો ગુનેગાર છે.
કર્તવ્યોના ભેદ :– આત્માને જાદી જાદી સાધક અવસ્થામાં શું શું કર્તવ્ય છે, અને શું શું ત્યાજ્ય છે, એ એની કક્ષા જોઈને શ્રી જિનેશ્વરદેવોએ પૃથક્ પૃથક્ નિયત કરેલું છે. એમાં ઉત્સર્ગ-અપવાદ સ્થાપ્યા છે, એમાં નિત્ય કર્તવ્ય, નૈમિત્તિક કર્તવ્ય અને કામ્ય કર્તવ્યોના સ્પષ્ટ વિભાગ દર્શાવ્યા છે.
નિત્યકર્તવ્યમાં દા.ત. ગૃહસ્થ શ્રાવકને શક્તિ અનુસાર શ્રી જિનેન્દ્રનો દ્રવ્યસ્તવ (દ્રવ્યપૂજા) રોજ અવશ્ય કરવા ફરમાવ્યું છે. ન કરે તો ગુનેગાર. નૈમિત્તિક કર્તવ્યમાં દા.ત. જો વ્રતભંગાદિ થઈ જાય તો તે નિમિત્તે ગુરુ આગળ આલોચના-પ્રાયશ્ચિત્ત કરવા જોઈએ છે. ન કરે તો પાપભાગી રહે છે. કામ્યકર્તવ્યમાં વિશેષ પ્રકારના દાન, તીર્થયાત્રા વગેરે સુકૃત આવે છે; તે પોતાની ભાવના અનુસાર કરાય છે. અર્થાત્ કોઈ રૂા. દસનું દાન કરે, કોઈ સોનું ય કરે. કોઈ મંદિર બંધાવે, તો કોઈ જ્ઞાનશાળા બંધાવે. એ સુકૃત પોતાની ભાવના મુજબ અને જે કાર્યમાં ઉત્સાહ વધે તે થાય છે. પરંતુ એમાં શક્તિ ગોપવે તો અંતરાયકર્મ ઊપાર્જે છે. આ થઈ નિત્ય-નૈમિત્તિકાદિ કર્તવ્યોની વાત.
ઉત્સર્ગ અપવાદમાં એવું છે કે શક્યતાએ ઉત્સર્ગ માર્ગે આરાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org