________________
XXI
આચરતા હતા, તેથી સંસ્કૃતિ ઉંચી હતી, પરંતુ તમે વગર સમજે ય ધર્મ કરો છો તેમાં સંસ્કૃતિનું અધ:પતન થઈ રહ્યું છે. માટે બધું સમજીને કરતા જાઓ. વચલા ગાળામાં પેસી ગયેલી કુરૂઢીઓને ફગાવી દ્યો. તો તમારા ધર્મ તરફ સમસ્ત વિશ્વ આકર્ષાશે.” આ એક જ મંત્રની ચારે તરફ અસર ફેલાવા લાગી અને તેનો આદર કરનારા લોકોને આડકતરી રીતે ઉત્તેજન મળ્યું. ખરું જોતાં આપણા શિષ્ટ પૂર્વજોએ જાળવેલા જીવન વ્યવહારની પાછળ શુદ્ધ વ્યવહારની યોગ્ય ભૂમિકા હતી, તેથી જ લોક મિથ્યાત્વથી બચતું હતું, ભ્રમણાઓ તથા ઉન્માર્ગગામી જીવનથી બચતું હતું. પણ બધાને સમજણની ભૂમિકા નથી હોતી. પૂરા નિશ્ચયનયની ઉંચામાં ઉંચી વાતો કરવા છતાં “આત્મા નથી,” ઈત્યાદિ વિજ્ઞાનના પાયા પર રચાયેલા સારા દેખાતા વ્યવહારો અને જીવન ધોરણો એકાદિવાર ધાર્મિક જીવનમાં સારી રીતે મદદગાર થવા છતાં પરિણામે શુદ્ધ વ્યવહારોને હઠાવી, મિથ્યાત્વને નીકટ લાવે છે, તેમજ ચાર પુરુષાર્થની આધ્યાત્મિક વિજ્ઞાનથી સમર્થિત રચનાવિચારણા-શાસ્ત્રો-સાધનો વગેરેનો નાશ કરે છે. ગમે તેવા જ્ઞાનીને પણ જન્મતાંની સાથે પહેલાં તો શુદ્ધ વ્યવહાર જીવનની પ્રણાલિકામાંથી પસાર થવુ પડે છે. તેથી જ તે નિશ્ચય-મોક્ષમાર્ગ સુધી પહોંચી શકે. “તતતત્ છેરી . પિથ્થરૂપતા તેષાં પાનાં પરિવર્તિતા ” પરંપરાગત શુદ્ધ વ્યવહારના છેદ કરનારા હોવાથી આત્મા નથી” વગેરે જસ્થાન મિથ્યા છે. નિસર્ગ (સહેજે) શિવાયની નિમિત્ત પામીને થયેલી ઉન્નતિ પામેલા જીવને વિકાસની શરૂઆત કોઈને કોઈ ભવમાં અવશ્ય શુદ્ધ વ્યવહારથી જ થયેલી હોય છે. માનવજન્મ, આર્યક્ષેત્ર, વગેરે દુર્લભ સંપત્તિ પણ શુદ્ધ વ્યવહારજન્ય પુણ્યથી મળે છે. નહિ તો જીવ દુર્ગતિઓમાં ભટકતો હોય છે.
એટલે “સમજીને કરો” એ ભૂતે સમજ પ્રાપ્ત થવા પૂર્વે આચારપાલન ઢીલું કરી નાખ્યું અને બીજી બાજુ સમ્યજ્ઞાનને ઠેકાણે પોતાની કેળવણીની સંસ્થાઓ ભારે જોરમાં આવી ગઈ “શુષ્ક ક્રિયાથી શું? જ્ઞાની શ્વાસોશ્વાસમાં કઠીન કર્મ કરે છેહ” વગેરે દલીલો આગળ કરીને ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં શાસ્ત્રો ભણવાને બદલે પશ્ચિમી જડવિજ્ઞાનના શિક્ષણનો પુરજોશમાં વેગ વધાર્યો. તેમાં નિષ્ણાત થનારને ઉંચી ડીગ્રીઓ, રાજ્યખાતા વગેરેમાં ઉંચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org