________________
૧૧૭
જ અપલાપ કરે છે. તેથી એ આત્માના ઘાતક કહેવાય. વળી શ્રી જિનવચન તો અનેકાંતપ્રતિપાદક છે, તેથી આત્માને કર્તાઅકર્તા ઉભય સ્વરૂપ માને છે. પછી ‘કર્તા નથી’ એમ કેમ કહેવાય ? એમ કહેવા જતાં તો ખુદ જિનવચનના વિરોધ કરનારા બનવું પડે ! વ્યવહારની આટલી બધી પ્રમાણ સિદ્ધતા અને ઉપયોગીતા હોવા છતાં, વ્યવહાર સામે બખાળા કાઢવા, એ નરી અજ્ઞાન દશા છે. જિનમત માનવો અને વ્યવહારને નિંદવો એ ‘માતા મારી વન્ધ્યા છે', કે ‘હું મૂંગો છું' એમ બોલવા જેવું છે. એને તો ‘વદતો વ્યાઘાત’ કહેવાય. જિનવચન સારી રીતે વ્યવહારને પોષે છે, કેમ કે એ જુએ છે કે બાહ્ય વ્યવહારથી જીવોમાં વિચિત્ર પરિણામો જન્મે છે; પછી એનો ઇન્કાર કેમ કરાય ? અલબત્ત, નિશ્ચયની વસ્તુ ખોટી નથી; પણ તે પદાર્થના મૂળ સ્વરૂપ, મૂળ સ્વભાવ પૂરતી સાચી છે. બાકી મૂળમાંથી જે વિકારભાવ થયો અને એના ઉપર લોકમાં બધી વાસ્તવિક રીતભાત ચાલે છે, માત્ર કલ્પનાની રીતભાત નહિ, તેનો ખુલાસો વ્યવહારનયથી જ મળી શકે. તેથી વ્યવહારનયનો વિષય પણ સાચો જ છે, કાલ્પનિક નથી. માટે જ વ્યવહારનય પણ સાચો જ છે. વ્યવહારને જે અસદ્ભૂતાર્થ કહ્યો છે, તે નિશ્ચયની અપેક્ષાએ સમજવાનું છે; બાકી લોક વ્યવસ્થાની અપેક્ષાએ તો સદ્ભૂતાર્થ જ છે.
(૧૯) ‘નિયમસાર’ની ગાથા ૫૩માં કહ્યું છે, ‘સમ્યગ્દર્શનમાં બાહ્ય નિમિત્ત જિનવાણી અને તજ્ઞ પુરુષ છે...' આ પણ શાનું કથન છે ? નિશ્ચયનું નહિ, વ્યવહારનું છે. નિશ્ચયનયે તો આત્મામાં સમ્યગ્દર્શન પડ્યું જ છે, તો એને ઉત્પન્ન જ ક્યાં કરવાનું છે કે જેથી બાહ્ય કે આત્યંતર નિમિત્તની જરૂર પડે ? છતાં અહીં સમ્યગ્દર્શન ઉત્પન્ન કરવા માટે જિનવાણી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org