________________
૨૬૩
મતને તો શુદ્ધનો ખપ હોવાથી આ બધું અનાવશ્યક લાગે છે. તેથી એમને એ લાભપ્રદ નથી લાગતું. તેથી એના વિના સમ્યક્ત્વપ્રકાશ ક્યાંથી પામે ?
શ્રાવકપણું દેશવિરતિ - સમ્યક્ત્વ પામીને આગળ વધતાં જીવ પ્રતિજ્ઞાપૂર્વક સ્થૂલ અહિંસાદિના પાલન માટે એના પાંચ અણુવ્રત સ્વીકારનારો બને છે. પ્રતિજ્ઞા એ તો મન ૫૨ બેડી છે; યથેચ્છ-પ્રવૃત્તિ ઉપર અંકુશ છે. પૂર્વે યમ-નિયમની વાત આવી તે તો ઇચ્છા મુજબ એમને એમ પાલન કરવાની વાત હતી. અહીં સમ્યક્ત્વના પાયા ઉપર પ્રતિજ્ઞાઓ કરીને વિશેષરૂપે પાળવાની વાત છે. એટલે અહીં પાંચ અણુવ્રતની સાથે ત્રણ ગુણવ્રત, અને ચાર શિક્ષાવ્રતની પણ પ્રતિજ્ઞાઓ કરાય છે; અને એનું અતિચારોના શક્ય પરિહાર સાથે પાલન કરાય છે. ગુણવ્રતમાં દિશાપરિમાણ, ભોગોપભોગનાં પરિમાણ અને અનર્થદંડની પ્રવૃત્તિથી વિરમણ (નિવૃત્તિ) કરવાનું આવે છે. શિક્ષાવ્રતમાં સામાયિક, દેશાવકાશિક, પૌષધ અને અતિથિસંવિભાગવ્રત આવે છે. આત્મામાં નિશ્ચયથી શ્રાવકપણાનો પરિણામ કેટલીકવાર વ્રતો લીધા પછીય આવે છે; અને વ્રતો લીધા પછી પડી ય જાય છે. તેથી એને જગાવવા-ટકાવવા માટે આ સાધના જરૂરી છે-(૧) વ્રતોનું નિત્યસ્મરણ, (૨) અધિકગુણીનું બહુમાન, (૩) હિંસાદિ પાપો ૫૨ જુગુપ્સા, (૪) સ્વ-પરિણતિની તપાસ, વ્રતોના સુપરિણામની વિચારણા, (૫) તીર્થંકર ભક્તિ, (૬) સાધુ-ભક્તિસમાગમ અને (૭) ઉત્તર ગુણો ૫૨ શ્રદ્ધા.
શ્રાવકની નિત્ય ચર્યા આ મુજબ છે - નવકા૨સ્મરણ સાથે નિદ્રાત્યાગ, આત્મ સ્મરણ, ચૈત્યવંદન, આવશ્યક પ્રતિક્રમણ, મંદિર ગમન, પૂજન, ગુરુવંદન, દેવગુરુ પાસે પચ્ચક્ખાણ, ગુરુને શાતા-પૃચ્છાપૂર્વક નિયંત્રણ, જિનવાણીશ્રવણ, તત્ત્વનિર્ણય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org