________________
૧૭૬
મિથ્યાત્વાદિ તો છે નહિ. તેથી જ આત્મા ઉપર પર એવા કર્મદ્રવ્યની પરતંત્રતા માનો જ.
(૧૩) પુણ્યની ઉપયોગિતા જુઓ કે નમસ્કાર મહામંત્રમાં “સબ પાવપ્પણાસણો' કહ્યું પણ “સલ્વ કમ્મપ્પણાસણો' ન કહ્યું. કેમ કે કર્મમાં પાપકર્મ તો પુરુષાર્થથી નાશ કરવા યોગ્ય છે; ત્યારે પુણ્યકર્મ દા.ત. મનુષ્યભવનું પુણ્ય સાધનાની અનુકૂળતા મેળવવા ઉપયોગી છે; તેથી પુણ્યના નાશનો ઉદ્યમ નથી કરવાનો. પછી વધેલાં પુણ્ય છેવટે મોક્ષ જવા પૂર્વે સહેજે સહેજે નાશ પામી જશે, ને મોક્ષ થશે.
(૧૪) પુણ્યની પ્રબળ ઉપકારકતા જુઓ કે (ક) મોક્ષ માત્ર મનુષ્યભવમાંથી જ થાય એવું શાથી ? એજ સૂચવે છે કે મોક્ષ માટે માનવભવની ને તેના યોગ્ય પુણ્યની જરૂર છે. (ખ) એટલું જ નહિ પણ ત્યાંય ક્ષપકશ્રેણિ માંડવા પૂર્વે આયુષ્ય પૂર્ણ થઈ જાય તો મોક્ષ જ અટકી જાય છે. એય સૂચવે છે કે દીર્ઘ આયુષ્યના પુણ્યથી પણ જરૂર છે. (ગ) એમાં પણ આંખકાન કામ ન કરતા હોય તો બિચારો ધર્મઉપદેશ વાંચી-સાંભળી શકતો નથી, તેથી આરાધનામાં ચઢી શકતો નથી. એ વસ્તુ પણ સાબિત કરે છે કે તે તે ઇન્દ્રિયોના પુણ્યની પણ જરૂર છે. (ઘ) એવા જ સ્વસ્થ અને ચિત્તભ્રમ વિનાના અમૂઢ મનના પુણ્યની પણ ખૂબજ આવશ્યકતા છે. નહિતર ગાંડો શું સાધે ? (ડ) આ બધું છે પણ શરીર જન્મથી ભારે રોગગ્રસ્ત છે; તો ગુરુયોગ, ચારિત્ર વગેરે ક્યાંથી પામશે ? એટલે આરોગ્યનું પુણ્યય જરૂરી છે. (ચ) મનુષ્યભવ, દીર્ધાયુષ્ય, પાંચેય ઇન્દ્રિયો, સ્વસ્થ મન અને આરોગ્ય તો મળ્યું પણ આફ્રિકાના જંગલ જેવા અનાર્ય દેશમાં જન્મ મળ્યો તો એ શું ધર્મસમજ અને ધર્મસાધના પામવાનો ? કંઈ જ નહિ. માટે આર્યદેશના જન્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org