________________
૬
જેવું કરે છે; તે ખોટું છે. એમને ખબર નથી કે જેમ નિશ્ચય મોક્ષમાર્ગ આરાધ્યા વિના મોક્ષપ્રાપ્તિ થાય નહિ, તેમ વ્યવહાર મોક્ષમાર્ગ આરાધ્યા વિના નિશ્ચય મોક્ષમાર્ગ અને મોક્ષ પ્રાપ્ત થાય નહિ. આની સાબિતિ આગળ કરીશું. પણ ખરી વાત તો પહેલી એ છે કે ‘નિશ્ચય ઉપયોગી, નિશ્ચય મુખ્ય' એમ કહ્યા કરવા છતાં નિશ્ચયને ચોક્કસ રૂપમાં કાં તો એ સમજી શકતાં નથી, અગર તો સમજવા-માનવા તૈયાર નથી. એમને પૂછીએ કે, આવા અમને અનેક પ્રશ્ન કરી
શકાય.
‘નિશ્ચય ઉપયોગી’ના કથનમાં ઉપયોગી તરીકે નિશ્ચયથી આત્મા લો છો, નિશ્ચયથી મોક્ષમાર્ગ લો છો ? નિશ્ચયથી આંતરદૃષ્ટિ લો છો કે નિશ્ચયથી ધર્મ લો છો ?
એ જો આમાં ‘નિશ્ચયથી આત્મા ઉપયોગી' આવો ભાવ લે.
તો એની સામે એમના મતે ‘વ્યવહારથી આત્મા નકામો, ગૌણ કે ઔપચારિક’-આવો અભિપ્રાય ઊભો થાય. આ અભિપ્રાયની સત્યતા વિચારવાનું બાજુએ રાખીએ, છતાં નિશ્ચય-નિશ્ચયની અજ્ઞાન રટણવાળાને પ્રશ્ન છે કે તમારા માનેલા નિશ્ચય આત્માને આરાધના સાથે શો સંબંધ છે ? આરાધના સાથે સંબંધ તો, ‘નિશ્ચયથી મોક્ષ માર્ગ ઉપયોગી...' એવું કાંઈક કહે, ત્યાં થાય. અને કદાચ જો એવું કહે. તો ત્યાં એ કહેવાનો ભાવ ‘વ્યવહારથી મોક્ષમાર્ગ અનુપયોગી, ગૌણ, હેય,' એવો નીકળે, તે ભાવ ખોટો છે. એ આગળ જોઈશું. બાકી નિશ્ચયથી આત્માને ગ્રહણ કરનારને તો શુદ્ધ પર્યાયનું લક્ષ રાખવાનું ય શું કામ ? કેમ કે નિશ્ચયથી આત્મા અનંતજ્ઞાનાદિમય છે જ. નિશ્ચયથી મોક્ષમાર્ગ ગ્રહે તો આરાધવાની વસ્તુ ઊભી થાય.
અહીં આપણી વાત આટલી છે કે વસ્તુએ વસ્તુએ નિશ્ચયવ્યવહાર જુદા છે. તેથી જ્યાં તે વસ્તુની વિવક્ષા હોય ત્યાં તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org