________________
૧૫ર
દ્રવ્યાન્નવો નવીન બંધના કારણે થાય.' એટલે કે દ્રવ્યાસૈવથી નવીન કર્મબંધ થાય ખરો, પણ જીવ જે પ્રકારે ભાવાગ્નવ કરે તે અનુસાર બંધ થાય. આમ કહેવામાં નિમિત્તકારણતાની ક્યાં બાકી રાખી ? કેમ કે કર્મપુદ્ગલનો બંધ થવામાં નિયામક તરીકે આત્માનો ભાવાગ્નવ-પરિણામ ગણ્યો. એ જ વસ્તુ સ્પષ્ટ કરીને પાછી કહી કે “ભાવાસ્રવ ન કરે તો બંધ ન થાય.” અરે ભલા ! બંધ એ તો કર્મપુલનો પર્યાય છે, જયારે ભાવથી આસ્રવ એ અશુદ્ધ જીવનો પર્યાય છે. જયાં તમારે તો એકાંતે નિયત ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત છે ત્યાં વળી “આત્મા ભાવાગ્નવ ન કરે તો કર્મ ન બંધાય”, એ શું ? ભાવાસ્રવ હોય તો બંધ થાય, ન હોય તો ન થાય. એનું નામ “અન્વય વ્યતિરેક છે; અને તે કારણતાનો નિશ્ચય કરાવનારા છે. માટે નિમિત્ત એ કારણ અવશ્ય છે.
(૨૧) કહે છે કે “જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખીને કર્મના ઉદયમાં જીવ પરિણમે છે ત્યાં સુધી જ જીવ કર્મનો કર્તા છે આમાં જીવને કર્મનો કર્તા માન્યો ! કર્મ પુદ્ગલ છે, એના બંધમાં જીવ કર્તારૂપે કારણ ગણ્યો; પછી ભલે જીવ કર્મના ઉદયમાં પરિણમે તો જ કારણ; પરતું એમેય કર્તા તો ખરો જ ને ? તો પછી કર્મદ્રવ્યનું સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું ? વળી જે કહ્યું કે “કર્મના ઉદયમાં જીવ પરિણમે છે એમાં પણ જીવને પરિણમવામાં કર્મપુદ્ગલનો ઉદય-પર્યાય કારણભૂત ગણ્યો; ભલે સ્વામીપણું રાખવાની અજ્ઞાનતાથી જીવ પરિણમ્યો, પણ જીવ પરિણમ્યો એમાં કર્મોદય કારણ બન્યો ને ? આમાં ના નહિ કહેવાય. કેમ કે જીવ પરિણામનો પર્યાય કર્મઉદયના અનુસાર થયો ને ? એનું જ નામ પરદ્રવ્યની કારણતા; એ જ નિમિત્તની અસર. અજ્ઞાનતા છતાં કર્મદ્રવ્યનો ઉદય ન હોય તો જીવદ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org