________________
( ૧૭૧
સાધુઓના અભ્યત્થાનાદિ (આવે ત્યારે ઊભા થવું વગેરે) વિનય ન સાચવે, એમાં અનુમત–સંમત ન હોય તે નષ્ટ ચારિત્રવાળો બને છે. તેનું ચારિત્ર નાશ પામી ગયું હોય છે.' આત્માના આંતરિક ગુણસાધુપણા પ્રત્યે અનિંદા અને વિનયાદિ બાહ્ય નિમિત્તની કેટલી બધી સચોટ કારણતા ભારપૂર્વક માની !!
પ્ર- પણ એ બધું કથન વ્યવહારથી છે ને ? નિશ્ચયથી ક્યાં પારમાર્થિક છે?
ઉ૦ - એમ? તો પહેલાં એ તો કહો કે તમારી આ બધી વ્યવહાર ઉડાવનારી જે ભાષણાદિ પ્રવૃત્તિ છે, એ નિશ્ચયધર્મ છે કે વ્યવહારધર્મ છે? જો કે અમે તો એને ધર્મ નહિ પણ નીતરતો અધર્મ જ માનીએ છીએ, જૈનદર્શન પણ એ બધાને અધર્મ જ કહે છે; છતાં તમારા મતે પણ તે માત્ર વ્યવહાર ઠરશે, નિશ્ચય નહિ. તો વ્યવહાર વિના તો તમારે ય ચાલતું નથી. તેમ તમારા શાસ્ત્ર પણ જ્યારે બાહ્ય નિમિત્ત અને વ્યવહારને આવશ્યક માને છે, તો પછી શા માટે એને તમે ઉડાવો છો ? નકામા ગણો છો ?
- પ્રવ - અમે તો એ વિચારવાનું કહીએ છીએ ને કે શુદ્ધનયથી મોક્ષમાર્ગ કયો ?
ઉ0 - એટલે શું અશુદ્ધનયનો મોક્ષમાર્ગ અનાચરણીય કહો છો ? કિંમત વિનાનો કહો છો ? તો પછી પ્રવચનસારમાં એવું શા માટે કહેત કે શાસનના પદાર્થોનું બહાર ઘસાતું બોલે કે સાધુનો બાહ્ય પણ વિનય સાચવવાની ક્રિયાને ન માને એનું ચારિત્ર નષ્ટ સમજવું. નિંદા કરવી કે વિનયને ન ગણવો, ન સાચવવો, એ તો બાહ્ય વ્યવહાર છે. એ વિનય આચરવા પર એટલો બધો ભાર કેમ મૂક્યો? કે એના વિના ચારિત્રનો નાશ ગણ્યો ! તો પછી એવા શુભ નિમિત્ત, શુભક્રિયા, શુભવ્યવહારનું મૂલ્યાંકન સહેજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org