________________
( ૧૨૯
સમયસાર
પ્રબળ અસર કરી. “ભરતક્ષેત્રમાંથી બીજો કોઈ મહાવિદેહમાં જઈ આ રીતે ગ્રંથ ન રચી શક્યો, તે કાર્ય કુંદકુંદાચાર્યું કર્યું.' - એવી માન્યતા સૂચવે છે કે ગ્રંથની રચનામાં આચાર્ય મહાન નિમિત્ત બન્યા. એક બાજુ આટલા સ્પષ્ટ સૂચન કરવા અને બીજી બાજુ પાછું એમ લોચા વાળવા કે “એ તો સૌ સૌના સ્વતંત્ર પર્યાય જ્ઞાનીઓએ દીઠા હતા તેમ બની આવ્યા; એમાં ત્રણેય દ્રવ્યોના તે તે પર્યાયોનો કાળ સાથે આવી ગયો, તેથી આપણે ભ્રમમાં પડીએ છીએ કે અન્ય દ્રવ્યના પર્યાયને અન્ય દ્રવ્ય કે એના પર્યાય કર્યો.' - આ માનવું કેટલું બધું બેહુદું છે ? કેમ કે તો જો ભ્રમમાં પડવાનું જ થતું હોય તો શું કુંદકુંદાચાર્ય મહાવિદેહમાં સાંભળેલા સાક્ષાત્ પ્રભુવચનના આધારે સમયસાર રો' એવા એવા નવા પંથના કથન બધા ભ્રમરૂપ જ ને ? જાણી જોઇને ભ્રમ સેવવો એટલે પાગલતા કે બીજું કાંઈ ? જેમ પેશાબને કોઈ સ્પષ્ટ પેશાબ તરીકે જોવા-જાણવા છતાં “આ ચા છે, કે દૂધ છે' - એમ કહે, તો એ પાગલ નહિ તો કેવો કહેવાય ?
(૨) નૂતન પંથ કાઢનાર સમયસાર પર કહે છે કે દરેક ગાથા મહામુનિના આત્માનુભવમાંથી નીકળેલી છે.' - અર્થાત ગાથા બોલાતી શબ્દરૂપ છે, ને લખાતી મણીરૂપ છે. એને ઉત્પન્ન થવાના મુખ્ય પ્રબળ સાધન તરીકે પોતાનું ઉપાદાન ન કહ્યું પણ મુનિનો આત્માનુભવ કહ્યો. એટલે શું આવ્યું ? આત્માનુભવરૂપી નિમિત્તની ગાથારૂપી કાર્ય પર, જોરદાર અસર!
ક્યાં આત્માનો અનુભવ ! અને ક્યાં ગાથા પુદ્ગલ ! ગાથારૂપ પુદ્ગલ દ્રવ્ય ઉપર આત્મારૂપ પરદ્રવ્યની અસર !
(૩) સમયસારના અનુવાદકાર કહે છે કે “(૧) આ અનુવાદ કરવાનું મહાભાગ્ય મને પ્રાપ્ત થયું. (૨) સર્વશક્તિનું મૂળ
મ સેવવો એક કથન બધા જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org