________________
-
( ૨૭પ
-
ધૃતિ, બલ વગેરે પાંચ ‘તુલનાથી તોલવાનો હોય છે; વિશેષ કોટિની કડક સાધનાઓમાંથી પસાર કરવાનો હોય છે. તલના એટલે એવા પ્રકારનો અભ્યાસ કે જેથી પોતાના આત્માને તોળી શકાય કે હવે એ નિરપેક્ષ ધર્મ પાળી શકશે કે કેમ ? એ માટે વિવિધ પ્રકારના તપ, એમાં ઉપવાસો અને પારણે લખી નીવી અને અંતમાંત આહારના આયંબિલ સુધી; તે પણ અમુક અમુક અભિગ્રહો સાથે કરવાના. વળી ઉપાશ્રયમાં, બહાર તથા નિર્જન સ્મશાનાદિ સ્થલોમાં રાત્રિભર કાયોત્સર્ગ કરવાના. એવી રીતે કષાયો પરના પૂર્ણ વિજયનો અભ્યાસ=કષાયોની સંલેખના (કષાયોને ઘસી નાખવા) કરવાની; એમ શરીર સંલેખના; વળી શ્રુતજ્ઞાનના પરાવર્તનનો એવો અભ્યાસ કરવાનો કે જેથી પૂરી એકાગ્રતા અને ચોકસાઈના લીધે અમુક સૂત્રપાઠ-અર્થપાઠના આધારે જાણી શકે કે એમાં કેટલો સમય પસાર થયો. વળી પરીસહ-ઉપસર્ગમાં ટકવા માટે ધૃતિ, બળ કેળવવાના... વગેરેના અહીં વિસ્તારને અવકાશ નથી. પરંતુ તુલનાઓ સાધી ઉત્તીર્ણ (પાસ) થયા પછી ગુરુઆજ્ઞાથી નિરપેક્ષ યતિધર્મમાં પ્રવેશે છે. હવે સિંહની જેમ ગચ્છની સહાય વગેરેની અપેક્ષા વિના એકાકી વિચરે છે. અહીં શરીરની કોઈ માવજત નહિ. કોઈ ઔષધ નહિ. લગભગ કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેવાનું. માત્ર દિવસના ત્રીજા પહોરમાં આહાર, નિહાર (વડી નીતિ), વિહાર. ક્યાંય અપવાદનું સેવન નહિ; દા.ત. નિર્જીવ રસ્તે ચાલતાં સામેથી સિંહ-વાઘ આવતા દેખાયા તો પણ તે માર્ગ મૂકીને બાજુના કાચી માટી વનસ્પતિ વગેરેના માર્ગે જવાનું નહિ. અતિઅલ્પ ઉપકરણ, દિવસે રાત્રે નિદ્રાદિ ત્યજી ધર્મધ્યાનમાં લીનતા. વગેરે આરાધના કરતાં જો ધ્યાનનું બળ વધી ક્ષપકશ્રેણિ માંડી તો મોહનીય વગેરે ઘાતી કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન અને પછી આયુષ્ય વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org