________________
( ૨૦૧
આંતરદષ્ટિ દેખતાં અક્ષયપદ પાવે. પુદ્ગલ કમદિકતણો કત વ્યવહારે; કર્તા ચેતન કર્મનો નિશ્ચય સુવિચારે.”
આમાં સાફ કહી દીધું, બાહ્ય તપ સંયમ વગેરેના ગમે તેટલા કષ્ટ કરી શરીર ઓગાળી નાખો, પણ જ્ઞાનદશા વિના, નિશ્ચયતપ-નિશ્ચયસંયમ વિના જીવને દુઃખનો અંત નહિ આવે. માટે રાગદ્વેષ રૂપી આત્મમેલ હઠાવવા માટે ઉપશમ જળમાં સ્નાન કરો; પરપરિણતિને આત્મપરિણતિ દ્વારા કચરી નાખો. કેવળ વ્યવહાર અને બાહ્ય ક્રિયા તરફ જોતાં તો મન આત્માની બહાર ને બહાર દોડે છે. એ તો આંતરદષ્ટિએ જોઈએ તો એ આત્માની અંદર દૃષ્ટિવાળું બને, અને અંતે મોક્ષપદ મળે. વ્યવહારથી જીવ પુદ્ગલ ક્રિયાનો ભલે કર્તા કહેવાય, પણ નિશ્ચયથી તો આત્મા ચૈતન્યક્રિયા-જ્ઞાનક્રિયાનો કર્તા છે. તો પછી આત્માએ પરભાવનું મમત્વ મૂકી શુદ્ધ જ્ઞાનનો પક્ષ કેમ ન પકડવો ? આ કેવી સરસ નિશ્ચયની પુષ્ટિ ! આજ પ્રમાણે જુઓ;
(૧૭) પૂ. આચાર્યવર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી “ષોડશક' નામના ગ્રંથમાં લખે છે કે - "आशयभेदा ह्येते सर्वेऽपि हि तत्त्वतोऽवगन्तव्याः ।
भवोऽयमनेन विना, चेष्टा द्रव्यक्रिया तुच्छा ॥"
અર્થાત્ આ પ્રણિધાનાદિ સર્વ આશયોનો તાત્ત્વિક બોધ અવશ્ય કરવો જોઇએ. કેમ કે એના વિના તો કોરી ક્રિયાના ફળમાં સંસાર જ ઊભો રહે છે. એનું કારણ એ છે કે કોરી ક્રિયા એટલે કે દ્રવ્યક્રિયા અર્થાત્ પ્રણિધાનાદિ ભાવ વિનાની ક્રિયા એ તો તુચ્છ ચેષ્ટા માત્ર છે. ધર્મક્રિયાઓ શુભ ક્રિયા કહેવાવા છતાં પ્રણિધાન (કર્તવ્ય નિર્ણય, એકાગ્રતા, કર્તવ્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org