________________
હોય તો એમાં અનેકનું હિત સમાયેલું છે. માર્ગમાં સ્થિર કરનારને પણ સમ્યક્ત્વની નિર્મલતાનો લાભ છે.
XXXXI
આ
એક વસ્તુ છે. દિગમ્બર, સ્થાનકવાસી વગેરે પોતાના ધર્મમાં ચુસ્ત રહીને લડતા પણ હોય તે સારા છે; પણ ‘ધર્મ બધા સરખા’ એમ સર્વ ધર્મ સમાનવાદ સ્વીકારી એ એના ભ્રાતૃભાવ કેળવતા હોય તે ભયંકર છે, સૂક્ષ્મ બુદ્ધિગમ્ય છે. ગૌતમ ઈન્દ્રભૂતિ ગર્વથી લડવા આવ્યા હતા, પણ વીર પ્રભુના સુસમાગમે સત્ય તત્ત્વ પામી ગયા ! પૂર્વે કરેલું અનેક શાસ્ત્રોનું અવગાહન સભ્યજ્ઞાનમાં પરિણમી ગયું ! ઉપરાંત પ્રભુની ત્રિપદી પર મહાજ્ઞાની બની ગયા ! તેમ પ્રસ્તુતમાં પણ નિશ્ચયનયના પ્રતિપાદન માટે કરેલ ખેડાણ દૃષ્ટિ ફરતાં બધું સમ્યક્ષણે પરિણમે એમાં નવાઈ નથી. પછી તો મહામાર્ગની વફાદારી પૂર્વક અનેકાંત-શૈલીથી નિશ્ચયનયના નિરૂપણથી શાસનમાં મહાઆદર પામે એ સહજ છે.
પણ આ બધું ક્યારે બને ? વર્તમાન અનાધ્યાત્મિક-વ્યવહારોની મૂઢતા જાય તો. હજી નિશ્ચયમૂઢતા જવી સહેલી છે, પણ એ જવી બહુ કઠિન છે. આત્માર્થીપણું સાચું હોય તો તો એ ય સહેલું છે. ઝેરની કણી ખવાઈ, ને ઉપેક્ષા થઈ તો તે જીવલેણ બને છે. પણ ઝેરનું ડિકું ખવાયું, અને તરત સચોટ ઉપચાર લેવાયા તો બચી જવાય, એમ તે જ ભવના પાપની ઉપેક્ષા થાય તો તે ભવોભવ બગાડે છે. પરંતુ પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત અને શુદ્ધ રત્નત્રયીની આરાધના થાય તો ભવોભવના પાપ સાફ થઈ જાય છે. શુદ્ધિમાં આટલો બધો પાવર છે. તેથી એ આજ ભવમાં નિખાલસપણે તત્ત્વ સમજી માર્ગસ્થ બને એ શુભેચ્છા
કલકત્તા વીર સં. ૨૦૧૨
Jain Education International
(૫.) પ્રભુદાસ બેચરદાસ પારેખ
For Private & Personal Use Only
www.jainelibrary.org