________________
૯૩
બનશે કે બધું સંગઠિત ચાલશે. અહીં એકલી ખૂબ મમતા વત્સલતા ખોટી. એથી તો સામા માથે ભાગે. એના પર કડક બીક જોઈએ. તેમ એકલી બીક કે ઝડપથી નિરુત્સાહી અને અકાર્યકર બની જાય; તેથી મૃદુ સ્વભાવ પણ જોઈએ. એમ એક ભાઈ ઉદાર હશે તો સારો ૫રમાર્થ કરી નામ કાઢશે; પણ સાથે બીજો વિવેકી કરકસરવાળો હશે તો ઉદારતાનો પ્રવાહ અયોગ્ય માર્ગે નહિ જવા દે. તેમ યોગ્ય માર્ગે જરૂર કરતાં વધારે પડતો નહિ જવા દે. ત્યારે શું એમ ન બને કે આ ગુણો એકજ વ્યક્તિમાં હોય ? આનો ઉત્તર એ છે કે બની શકે. પરંતુ નિશ્ચય-વ્યવહારની રીતભાત સમજાવવા માટે બે જુદી વ્યક્તિના ગુણ લીધા. નિશ્ચય-વ્યવહારમાં તો બંનેમાંથી એકેક નય બંને કાર્ય નથી કરી શકતો. નિશ્ચય નિશ્ચયનું કાર્ય કરે છે, વ્યવહાર વ્યવહારનું કાર્ય કરે છે. એટલા જ માટે મોક્ષનું મહાન અને અંતિમ કાર્ય જેને સાધવું હોય એને બંને નયની સહાય જોઈએ. બંને નયનું આલંબન જોઈએ.
·
નિશ્ચય-વ્યવહારમાં કોની અગત્ય ? :– પાછી એમાં ખૂબી એ છે કે કેવા ક્રમથી અને કેવી રીતે એ બે નયના ઉપદેશનો ઉપયોગ કરવો જોઈએ તે પણ આવડવું જોઈએ. નહિતર સંસારરોગ કાઢનારા આ બે નયરૂપ ઔષધને જ ઝેરરૂપ બનાવી દે. દા.ત. પૂર્વ કહેલ ભીમ-કાન્ત ગુણનો ઉપયોગ, ઉદારતા-વિવેકનો ઉપયોગ, બુદ્ધિ-મહેનતનો ઉપયોગ પદ્ધતિસર જોઈએ. તો કાર્ય સીઝે, લાભ થાય. નહિતર તો જ્યાં પહેલા કડકાઈની જરૂર હોય ત્યાં પ્રેમ બતાવે, તો કાર્ય ઉલટું બની જાય અને નુકસાન ઊભું થાય. જેમકે સમજુ થએલા બાળકને પ્રેમ એટલે કે એકલા લાડકોડ દેખાડાય તો એ ઉદ્ધત બની જશે. એમ તદ્દન નાના બાળક પર કડકાઈ દેખાડાય, તો એ બીકણ કે કઠોર સ્વભાવવાળું બની જશે. એટલે વધુ પડતા પ્રેમાળ અને છૂટ લેનારા આશ્રિત પર કડકાઈની વધારે અગત્ય રહે છે; તેમ વધુ પડતા ભયથી આજ્ઞાંકિત અને ડરપોક બનનાર ઉપર પ્રેમ દર્શાવવાની વધારે અગત્ય રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org