________________
XVII
અને પૂર્વાચાર્યો પ્રણીત સન્મતિતર્ક, અનેકાંત વ્યવસ્થા, ઉત્પાદાદિસિદ્ધિ, નયોપદેશ, આદિ ગ્રન્થોમાં પ્રમાણભૂત રીતે અને ખૂબ વ્યવસ્થિત રીતે નિશ્ચયનયનું પ્રતિપાદન ભર્યું પડ્યું છે. નિશ્ચયનયની દૃષ્ટિના મોક્ષમાર્ગનું, નિશ્ચયનયના આત્મધર્મનું, ઉપરાંત નિશ્ચયનય અને વ્યવહારનયની વ્યાખ્યાઓનું પ્રતિપાદન વ્યવસ્થિત થયેલું છે. પ્રામાણિક ઉપપત્તિઓ, વિશાળ પાયા પરની વિવિધ દૃષ્ટિ-બિંદુઓથી કરાયેલી તુલના, સમાલોચના અને નયોના તારતમ્યનું પ્રતિપાદન પણ એટલા જ વિસ્તૃત પ્રમાણમાં મળી આવે છે. સંખ્યાબંધ ગ્રન્થોના પાના ને પાનાઓ સુધી વિચારણાઓ અને ચર્ચાઓ ભરી પડી છે, કે-જેનું મૂળ ઠેઠ આગમ ગ્રન્થ સુધી સ્પષ્ટ અક્ષરોમાં છે ! વળી આ આગમ ગ્રન્થો વર્તમાન કોઈ પણ દિગમ્બર સંપ્રદાયના ગ્રન્થો કરતાં વધારેમાં વધારે પ્રાચીન છે ! શ્રી આચારાંગ સૂત્ર જેવા મૂળ આગમમાં તેનું સુંદર પ્રતિપાદન છે. અલબત્ તે વિસ્તૃત ને સુંદર સમજાવટવાળું છતાં સંક્ષેપમાં છે. તેથી એમ કહી શકાય કે—તે અપેક્ષાએ નિશ્ચયનયરૂપ એક જ વિષયનું લંબાણથી નિરૂપણ કરનાર ગ્રન્થ તરીકે સમયસાર વધુ વિસ્તૃત છે. છતાં તેમાં પણ કેટલુંક કવિતાની ષ્ટિએ અથવા સમજૂતી માટે ઘણી પુનરુક્તિઓ કરવામાં આવેલી છે. સમયસારનો મૂળ વિષય શ્રી આચારાંગસૂત્રની છાયારૂપે છે. પરંતુ, સમયસાર ગ્રન્થને એકાંતથી પકડીને, દિગમ્બર સંપ્રદાયના કેટલાક એકાંતવાદી થોડા વખતપૂર્વે થઈ ગયેલા વિદ્વાનોએ સમયસારની વ્યાખ્યાઓ ઉલટી સુલટી કરી મૂકી છે, અને જૈનશાસ્ત્રોની વ્યવસ્થાને ઘણી ગૂંચવણોમાં નાખી દીધી છે. પરંતુ એ નિમિત્તે શ્વેતામ્બર શાસનમાં તેનું યોગ્ય નિરસન કરનારૂં અને વિવિધ વ્યાખ્યાઓનું સ્પષ્ટીકરણ કરનારું સાહિત્ય વિશાળ પાયા પર ઉપસ્થિત થઈ ગયું છે. તેના એક સચોટ પ્રમાણ તરીકે આ પુસ્તક ઘણો જ સુંદર પ્રકાશ પાથરે છે.
નિશ્ચય અને વ્યવહારને વિષે લખેલા કેટલાક નાના-મોટા નિબંધો અમારી પાસે પણ છે. પરંતુ અહીં અમારે તેની ચર્ચા કરવી નથી. કેમકે, આ પુસ્તકથી તેનું કામ કેટલુંક સરી જાય છે. આ પુસ્તક એક એવી પ્રેરણા જાગૃત કરશે, કે આ વિષયમાં રસ વધતાં વખતો વખત જુદા જુદા અભ્યાસીઓ દ્વારા ભિન્નભિન્ન દૃષ્ટિબિંદુથી આ વિષયની છણાવટ કરતું સાહિત્ય બહાર પડ્યે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org