SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ ) જરૂર છે. નહિતર તો સંસારના પ્રલોભક સંયોગો મનને ફેરવી નાખતાં વાર નથી લગાડતા. એ સાધનામાં યોગની પૂર્વસેવાદિની સાધના ઉપરાંત યમ, નિયમ, વ્રત પ્રતિજ્ઞાઓ વગેરે આદરવા સારા લાભકારી નીવડે છે. ત્યાં પૌગલિક આશંસા અને મિથ્યા અભિનિવેશન ન જોઇએ. શક્ય પ્રમાણમાં એ આદરવાથી એ લાભ થાય કે જીવ પરાપૂર્વની આહારાદિ સંજ્ઞાની લગની, ક્રોધ, લોભાદિની અશુભ લાગણી અને હિંસાદિની અસત્ પ્રવૃત્તિઓમાં એવો ન ફસાય કે જે મોક્ષદષ્ટિ જ ચૂકાવી નાખે. અહીં નૂતન મતનું અક્રિય જ્ઞાયકભાવનું સાયન્સ ચાલે એવું નથી. કોઇ પણ આર્યધર્મમાં - મોક્ષદષ્ટિની સાધનાની આ વસ્તુ ગમે તે આર્યધર્મના પંથમાં આવવાથી શક્ય બને છે. કેમ કે આર્યધર્મ અલગ આત્મતત્ત્વના હિમાયતી છે. એના પ્રણેતાઓ પોતપોતાના ગજા મુજબ મોક્ષનું સ્વરૂપ અને મોક્ષ પામવાની સાધનાનો પ્રકાર ઉપદેશે છે. પરંતુ સામાન્યથી સર્વ આર્યધર્મો આત્માને મુખ્ય કરતા હોવાથી, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને સેવનીય માને છે; સનાતન આત્માના સંસ્કાર સુધારી પરલોકહિતને કરે એવી ગુરુભક્તિ, દેવસેવા, સદાચાર, તપ વગેરે યોગની પૂર્વસેવા આચરવાનું માને છે. ત્યારે વિશેષત, શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવોના પ્રકારનું સ્વરૂપ પ્રત્યક્ષ જુએ છે, અને જગતને ઉપદેશે છે. વળી એના ઉપર એ ભગવાન સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોટિની અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનાં સ્વરૂપ દર્શાવે છે; અને સાથે એને યોગ્ય પંચાચારની ઉપાસનામય શુદ્ધ ચારિત્ર જીવનસરણીનો કાર્યક્રમ બતાવે છે. બાકી બીજાઓ અર્થાત્ અસર્વજ્ઞ ધર્મપ્રણેતાઓ ચૂલરૂપમાં અહિંસાદિનું વર્ણન કરે છે. એમ જ એ તપ-સ્વાધ્યાય વગેરેનું પણ પૂલરૂપે વર્ણન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy