________________
( ૨૪૦
વગેરેની વાતોજ વાણીમાં ઊતરે છે. પછી કાયાથી દોડધામ શાની તરફ હોય ? એ આરંભ-સમારંભાદિની તરફ ! આમ,
લગની, લાગણીઓ અને હીલચાલ બધી જ મલીન વૃત્તિઓ, દુર્ગુણો અને દુષ્કૃત્યોની ચાલી રહી છે. અનંત અનંતકાળથી આજ સુધી એમ જ બનતું આવ્યું છે. તેથી જ પામર જીવને સંસારના ચોરાશી લાખના યોનિચક્રમાં ભટકવું પડ્યું છે !!
પણ નવીન મતને આ કાંઈ સૂઝતું નથી. તેથી નવીન મતીને એ ચાલુ રહે તો વાંધો નથી. એ તો કહે છે કે ‘પૂર્વે ધર્મક્રિયાઓ કરી, તપ-દાનાદિ પુણ્યક્રિયાઓ કર્યો ગયો, તેથી જીવ સંસારમાં રખડ્યો !” કેવું નવીન મતનું કારમું અજ્ઞાન ! એ કહે છે કે “એક જીવ બીજાની હિંસા કરે છે એમ માનવું મિથ્યાત્વ છે ! જીભરૂપી પુદ્ગલ દ્વારા જીવ અસત્ય ભાષણની ક્રિયા કરે છે, એમ માનવું મિથ્યાત્વ છે ! આરંભસમારંભાદિના નિમિત્તે જીવ જડકર્મ ઉપાર્જે છે, ને તે કર્મનાં ફળ ભોગવે છે, એમ નિમિત્ત કારણ અને પારદ્રવ્યની અસર માનવી એ મિથ્યાત્વ છે ! આવા આવા મિથ્યાત્વના લીધે જ મોક્ષ થયો નથી અને સંસારમાં ભટકવું પડે છે - આવું નવીન મત કહે છે. સંસારમાં વસ્તુગત્યા ભ્રમણની કારણભૂત ક્યાં પેલી આહાર-વિષય-પરિગ્રહનિદ્રાની લગનીઓ, ક્રોધાદિની લાગણીઓ ને હિંસાદિની હિલચાલી અને ક્યાં નવીન મતે કલ્પેલી વ્રત-તપ-દાનાદિ ધર્મક્રિયા પ્રત્યે અરુચિની અને કલ્પિત મિથ્યાત્વાદિની પોકળ વાતો ! કેવું એમનું જોરદાર મિથ્યાત્વ ! આનું પરિણામ એ આવે છે કે સંસારભ્રમણના જે વાસ્તવિક કારણો છે એને ટાળવા-રોકવાનું અને મોક્ષના સાચા ઉપાય સેવવાનું નવીન મતીઓને ઉત્તમ માનવભવમાંય બાજુએ રહી જાય છે, તેથી એમને સંસારભ્રમણના કારણો સેવાય જાય છે અને બીજી બાજુ ‘પુણ્ય ક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org