________________
(૫૫)
તત્ત્વદષ્ટિની નજીક આવી શકે, એમ એ કહે છે. પછીની કક્ષામાં એણે સમયસારાદિનું ખૂબ વાંચન કરવું જોઈએ. તે પછી ઉપરની કક્ષામાં એના પર મનન અને અવસરોચિત તર્કણપૂર્વક શ્રદ્ધાન કરવું જોઈએ. તે પછીની કક્ષામાં બીજા સાથે જરૂર પડે તો ચર્ચા કરે. પણ તે પૂર્વની કક્ષામાં ક્યાંય વિરૂદ્ધ મતવાળા સાથે ચર્ચા ન કરે. કેમકે એ એને તત્ત્વશ્રદ્ધાનમાંથી ચલિત કરી નાખે એવો પૂરો સંભવ છે, કહો કેવી કક્ષાઓ ગોઠવી છે? ત્યાં સૌથી પહેલી કક્ષામાં તર્કણ, ચર્ચા વગેરે નથી મૂક્યું. ઉલટું એને ઝેર સમાન ગણી એ અવસ્થામાં તો ત્યાજય માન્યું છે. યદ્યપિ મુખ્ય લક્ષ્ય તર્કયુક્તિ સહિત શ્રદ્ધા કરવાનું છે. છતાં એને પ્રાથમિક અવસ્થાનું લક્ષ્ય ન ગણ્યું. ત્યાં તો તર્ક-યુક્તિનો વિચાર ન કરતાં માત્ર સાંભળી મગજમાં બંડલ એમ જ ઉતારી દેવાનું લક્ષ્ય માન્યું.
કક્ષાબાહ્ય સાધનાના ઉપદેશથી ભાવ કતલ - છતાં મોક્ષસાધનાની વાત આવી ત્યાં અંતિમ કક્ષાએ મુખ્ય લક્ષ્ય જે વિતરાગ થવાનું, ને નિશ્ચય માત્રને અવલંબવાનું, તે લક્ષ્યને પ્રાથમિક અવસ્થામાં જ લક્ષ્ય માન્યું ! આ એમનો સિદ્ધાન્ત ઉપર કહેલી એમની જ પ્રવૃત્તિથી કેટલો વિરૂદ્ધ પડે છે? અથવા એમના સિદ્ધાન્તથી પ્રવૃત્તિ કેટલી વિરૂદ્ધ જ રહી છે? પ્રાથમિક અવસ્થામાં તો બાળ જીવને હૃદયમાં ભરી રાખેલા પ્રિયાના ગાઢ રાગને દૂર કરી પરમાત્માના રાગને કેળવવો પડશે. તો પછી ધીમે ધીમે એ પરમાત્માનરૂપી વીતરાગતા તરફ જઈ શકશે. નહિતર તો “રાગ ખરાબ” “રાગ ખરાબ” એમ કરી પરમાત્માના રાગથી આઘો રહેશે, અને પ્રિયાનો રાગ હૈયામાં રમ્યા કરવાનો. કેમકે નવાપંથે તો એવું શીખવ્યું છે કે ધર્મક્રિયાનો રાગ, પ્રભુનો રાગ એ બધા ભયંકર છે તેથી એનાથી અલગ રહેવાનું એ કરશે; પણ ધનરાગ, કુટુંબરાગ, કામરાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org