________________
=૭૧
( ૭૧ = વ્યવહારના આશ્રયે...' એમ વ્યવહારની નિંદા કર્યે જવામાં ગર્ભિત રીતિએ
નજર સામે એટલું જ તરવરે છે કે – “વ્યવહાર એટલે શુભ વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નહિ. તેથી શુભ પવિત્ર વ્યવહાર બધો નકામો. અજ્ઞાનપણામાં એને અનંતવાર સેવ્યો. હવે સજ્ઞાન બની એને છોડી દેવાનો. સામાયિક, પ્રતિક્રમણ, વ્યવહારચારિત્ર, દેવગુરુભક્તિપૂજા, બાહ્યત્યાગ, તપસ્યા, ઇન્દ્રિયનિરોધ વગેરે ઘણું ઘણું કરી સંસારમાં આથડ્યા. તોબા એનાથી. હવે એમાં ફસાવું નહિ,' – નજર સામે આટલું જ તરવરે છે, તેથી તેનો ત્યાગ કરાય
પણ “વ્યવહાર' શબ્દથી એ ધ્યાનમાં નથી કે – “અશુભ પાપક્રિયાઓ પણ બધી નકામી છે. આરંભ-સમારંભ ઘર-દુકાન, કુટુંબકબીલા, સગાં-સ્નેહી, ખાનપાન, વિષય-પ્રવૃત્તિ, પૈસાટકા વગેરે ઘણું કર્યું, અનંત કાળ કર્યું. તેથી સંસારમાં ભટક્તા રહ્યા. તોબા એનાથી. ભલે અજ્ઞાનપણે એને આચરી, પણ હવે સજ્ઞાન બન્યથી, એ બધું છોડી દેવાનું. એમાં ફસાયા રહેવાનું નહિ.' – આવું નજર સામે નથી તરવરતું. શું વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ નહિ.' એમાં આ નથી આવતું? જો ત્યાગ, તપ, સામાયિકાદિના આશ્રયે મોક્ષમાર્ગ નહિ, તો શું આરંભ-સમારંભાદિનાય આશ્રયે મોક્ષમાર્ગ છે? ના, તો પછી તમારે તો જેમ ત્યાગ-તપસ્યાદિ ધર્મક્રિયાઓ ત્યાજ્ય, તેમ આરંભપરિગ્રહમય ઘર-દુકાન વગેરે પણ ત્યાજય બને છે. છતાં તમે ધર્મના ઘરની પવિત્ર ત્યાગ-તપ વગેરે આચરણા છોડી; પણ ઘર-દુકાન વગેરે કેમ અકબંધ ઊભા રાખ્યા ? ત્યારે તમારે કેવળ નિશ્ચયવાદીને શું ધર્મક્રિયાઓ તરફથી શુભરાગ થવાનો ભય છે અને પાપક્રિયાઓ તરફથી અશુભરાગ થવાનો ભય નથી? જો ભય હોય તો એનેય કેમ છોડો નહિ ? કેમ વારેવારે નિંદો નહિ? અથવા શું ધર્મક્રિયાઓ તમારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org