SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ =૧૨૩૬ ( ૧ ૨૩ લોચ – છ આવશ્યક – અવસતા – અજ્ઞાન - ભૂમિશયન - દાતણ ન કરવું - ઊભા ઊભા (હાથમાં જ) ભોજન – દિવસમાં એક જ વાર ભોજન. સાધુના આ અઠ્ઠાવીસ) મૂળગુણ શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા છે. એમાં પ્રમાદ (ભૂલ) કરનારો સાધુ ચારિત્રપર્યાયના છેદ કરાવાપૂર્વક ફરી વ્રતમાં ઉપસ્થાપનીય બને છે. આમાં ક્યાં વ્યવહારની આવશ્યકતાની કમી રાખી છે ? તો શું આ લખનારા પ્રવચનસારકર્તા વ્યવહારમૂઢ છે ? અથવા શું આ બધું લખવા છતાં આ ન આદરવા કહે છે ? અને શું આના વિનાજ માત્ર નિશ્ચય સાધનાથી મોક્ષ મળે છે એવું કહે છે ? ના, મોક્ષ-માર્ગની વાસ્તવિક આવશ્યક સાધન તરીકે જ આ બધો વ્યવહાર જરૂર જરૂર આચરો, એમ કહે છે. એ વિના મોક્ષ નહિ થાય એમ કહે છે. એકલા નિશ્ચયની રટણાથી કશું નહિ વળે એમ કહે છે. તો પછી શ્વેતાંબર આચાર્યો પણ એમ જ વ્યવહારમાર્ગને વાસ્તવિક અને અવશ્ય આદરણીય કહે એમાં શું ખોટું કહે છે, કે જેથી એમને વ્યવહારમૂઢ કહેવા નવો પંથ કાઢનાર પ્રેરાય છે ? જુઓ કે, (૩૦) ઉપરની જ ગાથાની અમૃતચંદ્રીય ટીકામાં લખ્યું છે કે “નિર્વિકલ્પ અવસ્થાના અર્થીએ પણ તે અવસ્થા ન આવે ત્યાં સુધી સવિકલ્પ સામાયિકના આ ગુણો બરાબર પાળવા.” કેવું સુંદર વ્યવહારનું સમર્થન ! આ ગુણો કાંઈ અંદરથી પાળવાના અને બહારથી જુદું, એમ ઢોંગ નથી કરવાનો. ‘બહારથી ચૂલોદુકાન-ઘરકામ વગેરેના આરંભ-સમારંભ ભલે ચાલુ રહે, પણ અંદરખાને આત્માના નિશ્ચય શુદ્ધ પરિણામને ઓળખી અહિંસક ભાવમાં રહેવાનું; બહારથી ગમે તેમ ચાલવું-બોલવું-લેવું-મૂકવું, પણ અંદરખાને ઇર્યાસમિતિ ભાષાસમિતિનો ઉપયોગ રાખવાનો; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy