SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ આધીનતા માનવી જ પડશે. (૪૨) સમયસાર ગાથા ૧૯૩મીમાં કહે છે કે “સમ્યગ્દષ્ટિ ઈન્દ્રિયોથી ચેતન જડદ્રવ્યોના જે ઉપભોગ કરે છે તે બધા નિર્જરાનું કારણ છે.” આમાં પણ જુઓ કે ઇન્દ્રિયોથી દ્રવ્યોનો ભોગવટો એ આત્મધર્મ છે, એમાં અપેક્ષા રહી તે તે દ્રવ્યોની; એ પરદ્રવ્યની પરાધીનતા આવી ! કેમ કે જેવાં જેવાં દ્રવ્યો હશે તેવો તેવો ઉપભોગ થશે. સાકરથી મીઠાશનો અનુભવ અને કરીયાતાથી કડવાશનો ભોગવટો થશે. આમાં આત્મદ્રવ્યનું સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું? ભોગવટારૂપી કાર્ય પર નિમિત્ત કારણની મોટી અસર રહી, ત્યાં “નિમિત્ત નકામું ક્યાં રહ્યું ? વળી, આ સમ્યક્ત્વ સહિત ભોગવટાને કર્મક્ષયનું કારણ કહ્યું, ત્યાં પણ તેવું આત્મદ્રવ્ય પર એવા કર્મદ્રવ્યના નાશ પરિણામમાં નિમિત્ત કારણ જ બન્યું ! (૪૩) પંચાસ્તિકાયમાં કહ્યું છે કે “જીવ એ ચેતન છે, ઉપયોગ લક્ષણવાળો છે, પ્રભુ છે, કર્તા, ભોક્તા તથા દેહપ્રમાણ છે અને જ્યાં સુધી કર્મસંયુક્ત છે ત્યાં સુધી મુક્ત નથી.” આમાં આત્માને દેહપ્રમાણ કહ્યો. ત્યાં જેટલો નાનો-મોટો અને જેવી આકૃતિવાળો દેહ હશે, તેટલો અને તેવી આકૃતિવાળો આત્માનો પરિમાણ બનશે. આનું નામ આત્મદ્રવ્યની સ્વતંત્રતા કે પરતંત્રતા? કદાચ કહેશો કે, પ્ર૦ – પણ એ તો વ્યવહારથી ને ? ઉ0 - તો એ કહો કે શું એ અવાસ્તવિક સ્થિતિ છે? શું આત્મા ખરેખર દેહપ્રમાણવાળો નથી બનતો ? શું આ જુઠું કથન છે? ના, તો પછી આત્મા જ્યાં સુધી મોક્ષ પામી સર્વથા કર્મમુક્ત અને દેહમુક્ત નથી બન્યો, ત્યાં સુધી આત્મા પર બાહ્ય શુભ દ્રવ્યોની અસર કેમ ન હોય ? કેમ શુભક્રિયાઓ આત્મશુદ્ધિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004933
Book TitleNischaya Vyavahara
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy