________________
૬૧
સમજણના બળ ઉપર શુદ્ધભાવમાં લઈ જશે. છતાં એટલું ચોક્કસ છે કે શુદ્ધભાવમાં જવાનું ત્યારે જ શક્ય છે કે જો અશુભ ભાવથી તદ્દન છૂટકારો મળે; અને બાળજીવને અશુભ ભાવથી બચવા માટે શુભ નિમિત્તો, શુભ આલંબનો અને અશુભ ભાવથી બચવા માટે શુભ નિમિત્તો, શુભ આલંબનો અને શુભ વ્યવહાર એ જ શરણ કરવા યોગ્ય છે, બીજો રસ્તો જ નથી. એ જ્યારે ઉંચી કક્ષાએ ચઢે પછી મહાયોગી બની જીવિત-મરણે સમપણું, ભવે-મોક્ષે સમવૃત્તિ કેળવવાની કક્ષા અને સામર્થ્ય આવે ત્યારની સાધના જાદી. બાકી નીચેની કક્ષાએ તો એને યોગ્ય જ આરાધનારીતિ રહેવી જોઈએ. નવા મતમાં પણ પોતાનું ઠસાવતા એવું જ કરાય છે. પણ ત્યાં એ ભાન ભૂલી જાય છે કે આ બધો વ્યવહાર શા માટે ?
(૭) સ્વસિદ્ધાન્ત વિરુદ્ધ સ્વપ્રવૃત્તિનો સાતમો દાખલો – ખરી વાત એવી છે કે એમનામાં અજ્ઞાન પણ મોટું પ્રવર્તે છે. તેથી નિશ્ચય મુખ્યની વાત કરનારા એથી વિરૂદ્ધ રીતે શુભ સંકલ્પોના વ્યવહારમાં દોડે છે. નહિતર એક બાજા વિકલ્પના આશ્રયે સમ્યગ્દર્શન નથી' એમ બોલવું અને બીજી બાજુ ચૈતન્યના વિકલ્પ જાતે કરવા અને બીજાને કરાવવા, શું એ વિરૂદ્ધ નથી? જુઓ ચૈતન્યનો વિકલ્પ કરવાનો આ રહ્યો. એ લખે છે કે “જીવ ચૈતન્યને પકડવા માટે એકાંતમાં વિચાર કરે છે કે અહો ! ચૈતન્યવહુનો મહિમા કોઈ અપૂર્વ છે. આ વિચાર એ જ વિકલ્પ-એ વિકલ્પને ઉંચે ચઢવામાં પગથીયાભૂત માની આદર્યો તેથી વિકલ્પરૂપી વ્યવહાર એમને પણ જરૂરી લાગ્યો. છતાં સિદ્ધાન્ત એ બાંધ્યો કે વિકલ્પના આશ્રયે સમ્યગ્દર્શન નથી. વળી એમાં ચૈતન્યને પકડવાનું બીજા મમત્વ મૂકી ચૈતન્યનો રાગ સૂચવે છે. આમ જો મમત્વ અને રાગના આશ્રયે મોક્ષમાર્ગની ભૂમિકા જ નથી, તો ચૈતન્ય ઉપર એ કરો છો શા માટે? એ જ સિદ્ધાન્ત વિરોધી પોતાની જ પ્રવૃત્તિ. એવી તો કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org