Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર
)
2 જ છે
કદ , be
S
અનેકાન્તમાં એકાંત છૂપાયેલું છે.
ત્રિકાળી આત્મા પરિણામનું કારણ નથી..
પ્રભૂતાર્થનયે નવને સાપેક્ષ પણ... જાણજે.
પરિણામને નિશયનચથી જો
SE
અભેદને જોતાં નવનાં ભેદ દેખાતા નથી.
નિરપેક્ષની શ્રધ્ધાપૂવર્ક સાપેક્ષનું
જ્ઞાન થાય છે.
નવ તત્ત્વને ભૂતાર્થનયથી જાણ.
સાપેક્ષ દષ્ટિએ મિથ્યા દષ્ટિ
-
જીવ થી જીવનું ભેદજ્ઞાન,
સ્વભાવના ત્યાગ વિના નૈમિત્તિકભાવનું ગ્રહણ થતું નથી. a
Poloisky
નિમિત્ત નૈમિત્તિક સંબંધ પરિણામમાં
મિથ્યાત્વને ભૂતાઈ નચે જાણતાં સંવર પ્રગટ થાય છે.
થવા યોગ્ય થાચ છે, જાણનારો જણાય છે
- ક્રિમિત્ત-નૈમિત્તિક સંબંધ પરસ્પર અકર્તાપણું બતાવે છે.
Pukker lan
www.Atma Dharma.com
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સદ્ગુરુદેવાય નમ: किंच पर्यायधर्माणो नवामी पदसंज्ञकाः उपरक्तिरुपाधि: स्यान्नात्र पर्यायमात्रत।
(શ્રી પંચાધ્યાયી, ઉત્તરાર્ધગાથા ૧૩૯)
આમ જ્યોતિ
ततोऽनन्तरं तेभ्यः किंचिच्छुध्दमनीदशम् शुद्धं नवपदान्येव तद्विकारादते परम्।
(શ્રી પંચાધ્યાયી, ઉત્તરાર્ધગાથા ૧૮૬)
શ્રી કહાનગુરુના અનન્ય ભક્તરત્ન;
શુદ્ધાત્મ સ્વભાવના અમર પ્રવચનકાર જ્યોતિર્માન પ્રજ્ઞા કરણથી સ્વાનુભૂતિના પિયુષ પી અને જ્ઞાનામૃત
સરિતા વહાવનાર-પૂ. “ભાઈશ્રી ” લાલચંદભાઈના સિદ્ધાંતિક સમયસાર ગાથા-૧૩ તથા સમયસાર કળશ-પ થી ૯
તથા કળશ ટીકા કળશ ૮ પરના ગહન પ્રવચનો.
પ્રકાશન તથા પ્રાપ્તિ સ્થાન શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કહાન
સ્વાધ્યાય હોલ, “સ્વીટ હોમ” જીમખાના રોડ,
જાગનાથ શેરી નં-૬ રાજકોટ- (સૌરાષ્ટ્ર)
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાન સંવત
વીર નિર્વાણ
ઈ.સ.
વિક્રમ સંવત
૨૦૫૭
૨૧
૨૫૨૭
૨૦૦૧
પ્રકાશન
પૂ. ગુરુદેવશ્રીની ૧૧૨મી જન્મજયંતિ સુઅવસરે
તેમજ પૂ. લાલચંદભાઈના ૯૨મા જન્મદિન સુઅવસરે
જેઠ સુદ-૯ તા. ૩૧/૫/૨૦૦૧
પ્રથમ આવૃત્તિ પ્રત ૧૫OO પડતર કિંમત રૂા. ૧૦૦ અંદાજીત
મૂલ્ય-નિત્ય સ્વાધ્યાય
પ્રાપ્તિ સ્થાન
શ્રી દિગંબર જૈન કુંદામૃત કહાન સ્વાધ્યાય હોલ
“સ્વીટ હોમ ” જાગનાથ શેરી નં.-૬
રાજકોટ fi
શાંતિભાઈ સી. ઝવેરી
૮૧, નિલામ્બર ૩૭, પેડર રોડ
મુંબઈ-૪૦૦૦૧૬ ટે.નં. ૨૪૯૪૯૬૩૬-૨૪૯૪૭૦૭૫
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been donated by Jyoti Rajesh Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Atmajyoti is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History Date
Changes
Version Number
001
|
26 May 2003
First electronic version.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકાશકીય...કલમે... (૧) પ્રારંભિક મંગલાચરણ -
“અહો ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો
જિનકુંદ ધ્વનિ આપ્યાં, અહો ! તે ગુરુ કહાનનો.” વર્તમાન ચોવીસીના ચરમ તીર્થંકર શાસન નાયક શ્રી વર્ધમાન સ્વામી તાત્વિક પુણ્યવંત ધરાને દીપાવતા જગત ઉદ્ધારક ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ થયા. તેમના દ્વારા પ્રણીત થયેલા પરમાગમો આપણને પ્રાપ્ત થયા. માંગલિકમાં જેમનું ત્રીજું નામ છે તે સાર્થક છે.
જગતચક્ષુ શ્રી સમયસાર પ્રાભૃત જેવા અદ્વિતીય શાસ્ત્રની મહાન અને ગંભીર ટીકા રચનાર આચાર્યવર શ્રી અમૃતચંદ્રસૂરિ થયા. તેઓ શ્રી દ્વારા આત્મખ્યાતી નામની રચના પ્રાપ્ત થઈ.
પરમાગમ આદિ શાસ્ત્રોમાં ગહન સિદ્ધાંતો રહેલાં હતાં, પરંતુ આ સૂક્ષ્મ રહસ્યોને સમજવાની આપણી પાસે દષ્ટિ ન હતી. અજ્ઞાન તિમિર યુગમાં સમ્યકદર્શન તો લુપ્તવત્ થઈ ગયું હતું. આવા કળિકાળે જ્ઞાન સુર્યોદયનો ઉદય થયો.
જેમ સમુદ્રને મળવા જતી સરિતાને પોતાના માર્ગમાં અનેક અવરોધો આવે છે. સરિતા આ સઘળી રૂકાવટતાઓને દૂર કરીને, અનેક સંઘર્ષોનો સામનો કરીને તે પોતાના નિયત સ્થાને પહોંચી જાય છે.
તેમ કુંદામૃતના હૃદયમાં સંસ્થિત ગૂઢ રહસ્યોને પોતાની ભગવતી પ્રજ્ઞા દ્વારા, શ્રતામૃત રસાસ્વાદન કરી, ઉછળતી જ્ઞાન તરંગાવલિમાં નવા નવા ઉન્મેષો ઉપદિષ્ટ પામ્યા. પૂ. ગુરુદેવશ્રીએ પણ અનેક સંઘર્ષોનો સામનો કરી જગત સમક્ષ સનાતન સત્યતાનો જયઘોષ કર્યો.
પંચમકાળે તેમના પ્રવચનોની આધ્યાત્મિક માળા અવિરતપણે પ્રવાહિત થઈ. આ અનવરત ધારા ભવ્ય જીવોના અંતરાલમાં હરિયાળી બની છવાઈ ગઈ. (૨) કુંદામૃત કેડાયત શ્રી કહાનગુરુદેવ
હે! ચિદ્રપધારી આત્માઓ! તમારી ચીજની મહિમાને કોઈ કાળ લાગુ પડતો નથી. તેમજ તમારી ચૈતન્યની મહિમાને કોઈ કાળ રોકી શકતો નથી.
ત્રિકાળી પરમાત્મા સર્વ કાળે અસ્મલિત એકરૂપ બિરાજમાન છે. કર્મના સંબંધની દષ્ટિથી જુઓ તો વર્તમાન દશામાં નવ તત્ત્વો છે. તે નવે પર્યાયો પર્યાયની યોગ્યતાથી પર્યાયમાં થાય છે. આ નવે પ્રકારની પર્યાયનું લક્ષ છોડી..ત્રિકાળી એકરૂપ ભગવાન તેની સમીપ જવાથી...નવેય તત્ત્વને જૂઠા કહ્યાં છે. (૩) શ્રી કુંદામૃત કહાન કેડાયત પૂ. લાલચંદભાઈ:શ્રી સમયસારનું ઊંડાણથી મનન કરે...સ્વભાવની મુખ્યતાથી વિચારે તો...
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસારનું હાર્દ ખ્યાલમાં આવે છે. અનાદિથી આત્માને નિરપેક્ષ નથી જાણ્યો અને પરિણામને પણ નિરપેક્ષ નથી જાણ્યા. જે આત્માને પરિણામની સાથે કર્તાકર્મ સંબંધ રાખીને જુએ છે અને પરની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી જુએ છે તે શુદ્ધ સ્વભાવથી શ્રુત થાય છે.
નિમિત્ત-નૈમિત્તિક સંયોગ સંબંધમાં પણ પરસ્પર અકર્તાપણું રાખીને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જો પરસ્પર અકર્તાપણું ન રહે તો તે કર્તાકર્મમાં કન્વર્ટ થઈ જાય છે. તો અજીવ જીવ થઈ જાય અને જીવ અજીવને પ્રાપ્ત થાય.
આ ગાથાનો મૂળ પાઠ છે. પર્યાયને નિરપેક્ષ જો ! નિરપેક્ષતાના જ્ઞાન વિના સાપેક્ષતાનું જ્ઞાન કદી સાચું થઈ શકતું નથી.
પર્યાયને ઉત્પન્ન કરવી તે પુરુષાર્થ નથી, પર્યાયને ફેરવવી તે પુરુષાર્થ નથી, પર્યાયને ટાળવી તે પુરુષાર્થ નથી,
પર્યાયને જાણવી તે પુરુષાર્થ નથી, જાણનારને જાણનારપણે જાણવો તે પુરુષાર્થ છે. થવા યોગ્ય થાય છે તે મહા સિદ્ધાંત છે. આ ભાવમાં અનંતો પુરુષાર્થ સમાયેલો છે. આ પર્યાયનો નિશ્ચય છે. (૪) પૂ. લાલચંદભાઈની ૯૨મી જન્મ જયંતિ સુઅવસરે -
જેમ કુદરતી દશ્યના પ્રેમીને કુદરતની પ્રકૃતિના વિધ વિધ રંગો, પ્રકૃતિનું સૌંદર્ય, પ્રકૃતિનું માધુર્ય વગેરેનું અવલોકન થતાં તે પ્રફુલ્લિત થાય છે. તેમ આ “આત્મજ્યોતિ” પુસ્તકમાં રહેલા વિધ-વિધ ન્યાયો દ્વારા ગાથાના રહસ્યનું ઉદ્ઘાટિત થવું, અન્યમતનું ખંડન, જૈનદર્શનનું મંડન, નવને સાપેક્ષપણે પ્રથમ જાણવાનો નકાર, નવ તત્ત્વને નિરપેક્ષ જાણવાનો હકાર, સાધક થયા પછી નિરપેક્ષના ભાનપૂર્વક સાપેક્ષનું જ્ઞાન વગેરે સિદ્ધાંતોનું મનોરમ્ય દર્શન થતાં ભેદજ્ઞાનની બંસરી ગર્જી ઊઠે છે. (૫) પુસ્તક પ્રકાશનના હેતુઓ
આત્મા કેવળ જાણક સ્વભાવી છે તેમ નક્કી થતાં ઘણો કચરો નીકળી જાય છે. જાણનાર સ્વભાવનો નિર્ણય થતાં પરિણામની કતંબુદ્ધિ અને સ્વામીત્ત્વબુદ્ધિ નીકળી જાય છે. આમ આ રચના ભેદજ્ઞાન જ્યોતિને ઉદિત કરનારી છે. પર મારામાં નિમિત્ત થાય છે, હું પરમાં નિમિત્ત થાઉં છું, તેવું માનનાર બહિદષ્ટિ છે. તેમાં સંસાર ઉભો થાય છે. જ્યારે સંસારના નાશનો કાળ આવે છે ત્યારે મારે પર પદાર્થની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો પણ અભાવ છે. અનાદિના અજ્ઞાનનું પ્રક્ષાલન કરાવનાર આ પ્રકાશન છે. ભેદથી જુઓ તો નવ તત્ત્વો વ્યવહારજ્ઞાનનો વિષય છે અને તે નવ તત્ત્વોને ભૂતાર્થથી જાણતાં સમ્યકદર્શન થાય છે. આ વિષય વસ્તુ વિસ્તૃત દષ્ટિકોણથી આ ગ્રંથમાં પ્રકાશિત થયેલ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મુમુક્ષુ જીવોને પ્રશ્ન છે કે સમ્યકદર્શન કેમ થતું નથી ? તેણે ક્યાંકને ક્યાંક કર્તાપણું ઉભું રાખ્યું છે માટે સમ્યફદર્શન થતું નથી. અકર્તબુદ્ધિ એ જ વીતરાગતા ઉત્પન્ન થાય છે. કર્તબુદ્ધિનો મૂળમાંથી પરિહાર કરાવનાર આ શાસ્ત્ર છે. નવ તત્ત્વના ભેદ ઉપરથી દષ્ટિને તેમજ જ્ઞાન બન્નેને સંકેલી લે. લાયક જીવ! શ્રીગુરુએ બતાવેલા ઉપાયને બરોબર સમજી લ્ય છે. નવ તત્ત્વોનું લક્ષ છોડી.એ શુદ્ધાત્માને જાણે ત્યારે નવ તત્ત્વોનું સાપેક્ષ જ્ઞાન પણ સહજ થઈ જાય છે. અના અગમ્ય માર્ગને ગમ્ય કરાવનાર ગ્રંથ છે. હે ! ભવ્ય પ્રાણી! તું એટલું નક્કી કર કે-ક્ષણિક ઉપાદાનમાં કર્તાપણું છે ત્યારે ત્રિકાળી ઉપાદાન નિષ્ક્રિય અકર્તારૂપ છે. બે પ્રકારના ઉપાદાન ખ્યાલમાં આવતાં અવશ્ય કર્તબુદ્ધિ છૂટે છે. જ્ઞાતા સ્વભાવમાં પદાર્પણ કરાવનાર આ મંગલ પ્રસાદી છે. પર્યાયને નિરપેક્ષ સ્વભાવથી જુએ છે ત્યારે પર્યાયનું બીજુ સાપેક્ષ પડખું છે તે પણ તેના ખ્યાલમાં છે. બન્ને ભાવોને સમજી તે જ્ઞાયક ઉપર ચાલ્યો જાય છે. સ્પષ્ટપણે અનુભવની વિધિ દર્શાવનાર આ પુષ્પ છે. આમાં સમ્યક્ પ્રકારે પાંચ લબ્ધિનો ઉપાડ થાય છે. નવ તત્ત્વો છે તે વ્યવહારનયથી પણ જાણવામાં આવે છે અને તે જ નવ તત્ત્વો છે તે ભુતાર્થનથી પણ જાણવામાં આવે છે. વ્યવહારનયથી જાણે તો તે સાપેક્ષ દેખાય છે. ભૂતાર્થનયથી જાણે તો તે નિરપેક્ષ દેખાય છે. જ્યાં નવ તત્ત્વોને નિરપેક્ષ જાણવા ગયો શું ને અકર્તા ઉપર આવ્યો શું? સમ્યક્દર્શનની સાથે સમ્યકજ્ઞાન થાય છે તેમાં નિરપેક્ષ સાપેક્ષનું જ્ઞાન એક સાથે થાય છે. જૈન દર્શનનું સર્વાગી નિરૂપણ કરનારી આ રચના છે. જેને જ્ઞાયક અકર્તાપણે સમજાય છે, તેને જ જ્ઞાયકનું જ્ઞાતાપણું સમજાય છે. તેથી અકર્તા આત્માને સમજવા માટે પણ તું પર્યાયનો નિરપેક્ષ સ્વભાવ સમજ. આ પ્રવચનોમાં સની સ્વાધીનતાનો ધ્વનિ ગર્જે છે. સમકિત કરવું છે તે વાત મીઠી લાગે છે, પણ એ ઝેર છે. કરવું તે આત્માનો કે જ્ઞાન
પર્યાયનો સ્વભાવ જ નથી. બધા શાસ્ત્રનો આ ટૂંકો સાર છે. (૬) સંસ્થાની ભાવના મૂર્તિમંતઃ
પૂ. લાલચંદભાઈના સમયસાર ગાથા-૧૩ના પ્રવચનો ઘણાં જ અપૂર્વ અને સિદ્ધાંતિક હોવાથી..આ પ્રવચનોને પ્રકાશિત કરવાનું અમારું સ્વપ્ન સાકાર થયું છે.
આ પ્રવચનોમાં પૂ. ભાઈશ્રીના વ્યક્તિત્વની અનેક લાક્ષણિકતાઓ ઝલકે છે. જેમકે ગાથાના ભાવોની અસ્મલિત પ્રવાહિતતા, ઉત્કૃષ્ટ આત્મમંથન, જ્ઞાનની વેધકતાની સાથે સંતુલિતતા, વિચારમાં સૂક્ષ્મતા, ભાષામાં માધુર્યતા વગેરે તથ્યોને ચિત્રિત કર્યા છે. આ પ્રવચનોમાં તેમના અનુભવ જીવનનું સત્ય ધ્વનિત થાય છે. નિઃશંકપણે કહી શકાય કે-તેર ગાથાનું ચિંતવન તેમનું સ્વોપાર્જિત છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭) ગ્રંથના સંકલન તેમજ સંપાદાન કર્તા, સહાયક કર્તાનો અભા૨:
સુદીર્ઘ વિચારવંત, ઊંડા આત્માર્થી બા.બ્ર. શોભનાબેન જે. શાહ કે જેમનું સમગ્ર જીવન દેવ-ગુરુ-શાસ્ત્રની ધર્મપ્રભાવનામાં સંલગ્ન છે તેઓશ્રી દ્વારા ‘આત્મજ્યોતિ ’ પુસ્તકનું સંકલન અને સંપાદન થયેલ છે. તેમણે અથાગ પરિશ્રમ લઈ આ કાર્ય પૂર્ણ કરેલ છે તે બદલ સંસ્થા તેમની ખૂબ ખૂબ ઋણી છે.
આ સંકલનને ઝીણવટતા પૂર્વક તપાસનાર તેમજ સમગ્ર પુસ્તકનું Proof Reading કરનાર, તદ્ઉપરાંત પુસ્તક પ્રકાશનનું કઠિન કાર્ય હોવા છતાં ખૂબ જ ઉત્સાહિત ચિત્તથી નિષ્પન્ન કરનાર, અનન્ય ગુરુ ભક્ત, આત્માર્થી ચેતનભાઈ સી. મહેતા દ્વારા પૂર્ણ થયેલ હોઈ સંસ્થા તેમની આભારી છે.
તેર ગાથા ઉપર પૂ. ભાઈશ્રીના સેંકડો વખત થયેલા પ્રવચનોમાંથી કુલ પચાસ કેસેટ અક્ષરસઃ ઉતારવામાં આવેલ. આ કેસેટને અક્ષ૨સઃ લખવામાં જેમનો અમુલ્ય ફાળો મળ્યો છે તેવા ડૉ. દેવેન્દ્રભાઈ દોશી, દેવશીભાઈ ચાવડા, ચેતનભાઈ મહેતા, ઈન્દુબેન જૈન, શૈલાબેન બોઘાણી, હંસાબેન ઝવેરી તેમજ બ્ર. દર્શનાબેન વારિયા. ઉપરોક્ત સર્વે આત્માર્થી ભાઈઓબહેનોનો વિના મૂલ્યે જે અમૂલ્ય સહયોગ સંસ્થાને મળ્યો છે તે બદલ સંસ્થા બધા પ્રત્યે ઋણી છે. અને આપ સર્વે પ્રત્યે ખૂબ ખૂબ આભાર દર્શાવે છે.
(૮) પુસ્તક પ્રકાશનમાં સહાયક દાતાઓઃ- પૂ. લાલચંદભાઈના સમયસાર ગાથા ૧૩ ઉપરના પ્રવચનોના પ્રકાશન અર્થે મુંબઈ નિવાસી આત્માર્થી શ્રી નિરૂપમાબેન કુમુદચંદ્ર સુતરીયા તરફથી રૂા. ૫૧,૦૦૦ ચિ. સ્વ. શિલ્પાબેનના કલ્યાણકા૨ી માર્ગની પ્રાપ્તિના શ્રેયાર્થે તથા ભીવંડી નિવાસી આત્માર્થી ઝવેરચંદભાઈ શામજી ગડ્ડા તરફથી તેમજ પ્રેમચંદભાઈ લંડનવાળા તરફથી સ્વ. વિજ્યાબેન ઝવેરચંદભાઈના આત્મોન્નતિના શ્રેયાર્થે રૂા. ૪૧,૦૦૦ સંસ્થાને મળેલા છે. આ બન્ને દાતાઓ તરફથી સંસ્થાને ઉદાર હૃદયે જે દાનરાશિ પ્રાપ્ત થઈ તેમજ અન્ય દાતાઓ તરફથી પણ આ પુસ્તક પ્રકાશન નિમિત્તે જે દાનરાશિ પ્રાપ્ત થઈ છે તે સર્વે પ્રત્યે સંસ્થા આભાર વ્યક્ત કરે છે.
(૯) આવકાર્ય:
શ્રી દિગમ્બર કુંદામૃત સ્વાધ્યાય હોલનું આ પાંચમું પુષ્પ છે-‘આત્મજ્યોતિ.' અમારા અગાઉ પ્રકાશિત થયેલા પુસ્તકોનો આત્માર્થતા પોષક સૂક્ષ્મ સ્વાધ્યાય થયા બાદ મુમુક્ષુ સમાજમાંથી સુંદર સહયોગ-પ્રાપ્ત થયેલ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૦) નમ્ર નિવેદન
આ પુસ્તક પ્રકાશનમાં અજાણતાં કોઈ ક્ષતિ રહી જવા પામી હોય તો તે માટે અમો ક્ષમાપ્રાર્થી છીએ. “આત્મજ્યોતિ' પુસ્તક અંગેના તમારા અભિપ્રાય વિચારો લખવા વિનંતી. આપના માર્ગદર્શનથી અમારા પુસ્તક પ્રકાશનના કાર્યને વેગ અને ઉત્સાહ મળશે.
સર્વેના અંતરંગમાં બિરાજમાન એકરૂપ આત્મજ્યોતિની વ્યક્તિમાં ઝળહળતી જ્ઞાન જ્યોતિની પ્રાપ્તિ થાઓ તેવી આત્મ ભાવના પૂર્વક જય-જિનેન્દ્ર.
શ્રી દિગમ્બર જૈન કુંદામૃત કહાન સ્વાધ્યાય મુમુક્ષુ મંડળ. “સ્વીટ હોમ” જાગનાથ શેરી નં-૬ સામે,
જીમખાના રોડ-રાજકોટ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
: શ્રી સમયસા૨જી-સ્તુતિ
IIIIIIIIIIII
(હરિગીત) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર ! તે સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
(અનુષ્ટ્રપ). કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા, ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
(શિખરિણી) અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂછ વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડ પરિણતિ.
(શાર્દૂલવિક્રિડિત). તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા). સુણે તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
(અનુષ્ટ્રપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી;
તથાપિ કુંદસૂત્રોનાં અંકાય મૂલ્ય ના કદી. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check
http://www.AtmaDharma.com for updates પ્રથમ તું આત્માને જાણ.
..
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ
WAWAS
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
•IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
શ્રી સદગુરુદેવ-સ્તુતિ
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
(હરિગીત) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ કહાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટ્રપ). અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી) સદી દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત) હૈયું “સત સત, જ્ઞાન જ્ઞાન' ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા). નિત્ય સુધાઝરણ ચંદ્ર ! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું.
- (સધુરા) ઊંડી ઊંડી, ઊંડથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, –મનરથ મનનો; પૂરજો શક્તિશાળી ! Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
“નવ તત્ત્વોમાં છૂપાયેલી એક આત્મજયોતિ બતાવે; નવ તત્ત્વોને સ્વાંગ બતાવી; ભિન્ન ચિદ્રુપ જગાવે.”
નવ તત્ત્વોના ભેદથી ભિન્ન, અભેદ ભૂતાર્થ સ્વભાવની ચિન્ગારી પ્રગટાવનાર
આધ્યાત્મ શિલ્પી, આધ્યાત્મમૂર્તિ, સત્પુરુષ શ્રી કાનજી સ્વામી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
IIIIIIIIIIIIIIIIIIIIIII
જિનજીની વાણી [ રાગ-આશાભર્યા અમે આવિયા]
સીમંધર મુખથી ફૂલડાં ખરે, એની કુંદકુંદ ગૂંથે માળ રે,
જિનજીની વાણી ભલી રે. વાણી ભલી, મન લાગે રળી, જેમાં સાર-સમય શિરતાજ રે,
જિનજીની વાણી ભલી રે......સીમંધર, ગૂંથ્યા પાહુડ ને ગૂંથ્ય પંચાસ્તિ, ગૂંચ્યું પ્રવચનસાર રે,
જિનજીની વાણી ભલી રે ગૂંથ્ય નિયમસાર, ગૂંથ્ય રયણસાર, ગૂંથ્યો સમયનો સાર રે,
જિનજીની વાણી ભલી રે.......સીમંધર, સ્યાદ્વાદ કેરી સુવાસ ભરેલો, જિનજીનો ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રે. વંદુ જિનેશ્વર, વંદું હું કુંદકુંદ, વડું એ ૐકારનાદ રે,
જિનજીની વાણી ભલી રેસીમંધર, હૈડે હુજો, મારા ભાવે હજો, મારા ધ્યાને હજો જિનવાણ રે,
| જિનજીની વાણી ભલી રે. જિનેશ્વરદેવની વાણીના વાયરા, વાજો મને દિનરાત રે,
જિનજીની વાણી ભલી રે....સીમંધર,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નવ તત્ત્વોથી ન્યારો જ્ઞાનમય, જ્ઞાયકભાવ સુહાવે; નવ તત્ત્વોની સંતતિ છોડી, આતમભાવને ધ્યાવે.”
કરજ,
Sાનાર છે
૨ ના
0 5 % જાણના
જી Jajo 5,
Ilણો જણાઈ
opulaill an au
છે ખરં શુધ્ધનયની પ્રધાનતાથી ભૂતાર્થ સ્વભાવને પ્રકાશમાન કરનાર, પર્યાય સ્વભાવની ચરમસીમાએ નિરપેક્ષતા દર્શાવનાર, અમૃતાસ્વાદી
પૂ. “ભાઈશ્રી લાલચંદભાઈ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
સંકલિત...કલમે...
પૂ. ગુરુદેવશ્રી એટલે આત્મજ્યોતિના અમર પ્રવચનકાર જીવંત આગમ..ધબકતું જિનશાસન. તેઓશ્રીની નિર્વિકારી તેજસ્વી નયનોમાંથી નિષ્કારણ કણાની-સંવેદનાની પ્રભા સદાય વરસતી. આ નિકૃષ્ટ યુગમાં તેમણે જે અધ્યાત્મની અલખ જગાડી છે તે અનંત ઉપકારો અવર્ણનીય છે.
જેમ કુદરતની મુક્ત પ્રકૃતિની રમ્યલીલાને શું બંધ ઓરડામાં રહીને માણી શકાય છે? જાણી શકાય છે? પ્રકૃતિની સુંદર લીલાને માણવા માટે તો કુદરતની ગોદમાં જવું પડે છે. તેમ અહીં સંતો કહે છે કે-સામાન્ય ધ્રુવનો પક્ષ હો...કે નવ તત્ત્વનો પક્ષ હો. નિરપેક્ષનો પક્ષ હો કે સાપેક્ષનો પક્ષ હો..! પરંતુ જ્યાં સુધી પક્ષમાં ઉભો છે ત્યાં સુધી જ્ઞાનાનુભૂતિને માણી શકાતી નથી....જાણી શકાતી નથી. સહજાનંદને અનુભવવા માટે સર્વ પક્ષથી રહિત નિષ્પક્ષ થવું જરૂરી છે.
તેમ કહાનલાલના આ પ્રવચનોમાં માધ્યસ્થ ભાવનો પ્રવાહ વહે છે. આ પ્રવચનોમાં શ્રદ્ધાનું તેમજ જ્ઞાનનું બેલેન્સ આગમ અધ્યાત્મ શૈલીનું સ્પષ્ટીકરણ એટલે એક જ સમયે સાધકને પરિણામનું નિરપેક્ષ જ્ઞાન અને તે જ સમયે સાપેક્ષતાનું જ્ઞાન અક્રમે કેવું વર્તે છે તેનાં સમતોલપણાની ધારા કેવી ઉછળે છે તે દષ્ટિગોચર થયા વિના નહીં રહે.
આ ગાથાનું સ્પષ્ટીકરણ એટલે અનુભવપૂર્વકનું નિરૂપણ. આ પ્રવચનોમાં થયેલું પ્રરૂપણ સ્યાદવાદના અનેક પડખાંઓને આવરી લ્ય છે. આ ગાથાની ટીકાના દરેક સૂત્ર પર તાત્વિક દષ્ટિકોણથી અદ્દભુતશૈલીમાં પ્રકાશ પાથર્યો છે.
આપશ્રીનું ગુણ સંપન્ન આકર્ષક વ્યક્તિત્વ આ પ્રવચનોમાં સ્વયં ખીલી ઊઠે છે. આ પ્રવચનોમાં દષ્ટિની વિશાળતા, ઊંડું મંથન, સરળ વિવરણ, અને પ્રૌઢ શૈલીના દર્શન થાય છે. પછી તે નિરપેક્ષતાનું વર્ણન હોય કે..નિરપેક્ષતાપૂર્વક સાપેક્ષતાનું હોય. દ્રવ્યનું હોય કે પર્યાયનું હોય. કોઈ પણ વર્ણન અકથ્ય સીમાએ સ્પષ્ટ કરેલ છે. વળી અનેક વિશેષતાઓની ઝાંખી કરાવતા આ પ્રવચનો નિરાળી શૈલીથી રોચક બન્યા છે. કુંદ અમૃતના પેટાળમાં રહેલાં ગૂઢ રહસ્યો ખૂલતાં એક આત્મજ્યોતિ મુખરિતપણે આલોકિત થાય છે. અંતરંગમાં તેવો ભાસ થાય છે કે-સમસ્ત સૃષ્ટિના જીવોને સ્વરૂપ પ્રાપ્તિનું આહવાનનું આપ્યું છે.
અધ્યાત્મરસના રસિયા જીવો માટે તત્ત્વજ્ઞાનની વિરલ ધારા પ્રવાહિત થઈ છે. તેરા ગાથાનો મર્મ જેના હૃદયમાં કોતરાય જાય છે તે જીવ અપ્રતિહતભાવે પ્રગતિમાન થાય છે. તેનું સમ્યક્દર્શન અવિચ્છિન્ન ધારાએ વર્તે છે.
જ્ઞાનીના એક એક વચનમાં અનંત આગમ ભર્યા છે તેની મહત્તા સમજાય છે. કુંદકુંદદેવની મૂળ ગાથા અને તેની ઉપર અમૃતચંદ્રદેવની ટીકાના એક એક શબ્દમાં એટલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
II
ગાગરમાં સાગર ભર્યો છે. એક-એક શબ્દ સાગર સમાન છે. માનો બિંદુમાં સિંધુ છલકાયછે.
આ ગાથા ઉપર કહાનલાલના સેંકડો વખત થયેલ જાહેર પ્રવચનો તેમાં દરેક વખતે કોઈને કોઈ નવા ન્યાયો જ નીકળે. તેઓશ્રીના મુખારવિંદમાંથી આ ઉદગારો અને સરી પડે છે. “હે ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.” આ પરથી એમ લાગે છે કે-જ્ઞાનીઓના જ્ઞાનમાં કેટલું આવતું હશે !? અમર્યાદિત ભાવોને કહેવા વાણી પણ મર્યાદિત પડે છે.
પૂ. ભાઈશ્રી ફરમાવે છે કે જેટલી વખત આ ગાથાનો સ્વાધ્યાય થાય છે ત્યારે આત્મા પરિણામનો જાણનાર જ દેખાય છે, આત્મા પરિણામનો કરનાર નથી દેખાતો. આત્મા પરિણામનો જાણનાર છે તેમ જણાય છે. પરિણામ પણ જણાય છે અને આત્મા પરિણામના અકર્તાપણે જ જણાય છે. થાય તેને વળી શું કરવું? અને ન થાય તેને શું કરવું? ઉલ્કાપાત છોડી દે!
વિપરીત ચાલવું તે પ્રગતિ નથી, સાચી દિશામાં ચાલવું તે પ્રગતિ છે. કંઈક કરવું તેનું નામ પ્રગતિ નથી, માત્ર જાણવું તેનું નામ પ્રગતિ છે. નવ તત્ત્વને જાણવું તે જ પ્રગતિ નથી,
જાનનારને જાણવું તે જ પ્રગતિ છે. જેમ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર ઘણું ગંભીર છે તેમ તેની આ તેર નંબરની ગાથા પણ ઘણી જ ગંભીર છે. જે નવ તત્ત્વને નથી માનતો એટલે તત્ત્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યકદર્શનને નથી સ્વીકારતો તે સર્વજ્ઞ ભગવાનના મતની બહાર છે–એટલે કે તે અન્યમતિ છે. આમ આ ગાથા નવ તત્ત્વને ન માનનારા તેવા અન્યમતનું ખંડન કરનારી છે.
હવે જૈનમતમાં આવીને પણ....નવ તત્ત્વના જ્ઞાનને જ સમ્યકજ્ઞાન માને તો તેનું પણ ખંડન કરનારી ગાથા છે. કારણકે તેણે નવ તત્ત્વને માત્ર સાપેક્ષથી જાણ્યા છે, નિરપેક્ષથી જાણ્યા નથી. એકાંતે સાપેક્ષનું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે. જ્યારે જૈનદર્શન તો નિરપેક્ષપૂર્વક સાપેક્ષનું જ્ઞાન કરાવે છે.
શ્રી પંચાધ્યાયીમાં કહ્યું છે કે સુવર્ણને શોધવું હોય તો તે સુવર્ણ પાષાણમાં રહેલું છે, પરંતુ અંધ પાષાણમાં સુવર્ણને શોધીશ નહીં. તેમ કોઈ નવ તત્ત્વને છોડી ધે તેને આત્મજ્યોતિ પ્રાપ્ત થતી નથી. અને જે નવ તત્ત્વના ભેદમાં જ અટકી જાય તેને પણ અભેદ આત્મજ્યોતિ પ્રાપ્ત થતી નથી. તે નવ તત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં..“નવતત્ત્વતત્વેf યત્વે ન મુખ્યતિ”
નવ તત્ત્વો કોઈ જ્ઞાનના શેયમાંથી પણ ઊડાડી દેતું હોય તો તેનું જ્ઞાન ખોટું છે. તો તો તેણે જ્ઞાન સ્વભાવ ઉપર બળાત્કાર કર્યો છે. જ્ઞાન ઉપર બળાત્કાર ન કરાય. પરિણામ છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
III
આત્મજ્યોતિ
તો સાધકને વ્યવહારે જ્ઞાનનું જ્ઞેય પણ થાય છે. જો તેને કાઢી નાખે તો તેનું જ્ઞાન ખોટું હોવાથી શ્રદ્ધા પણ સમ્યક્ નામ પામતી નથી. અને કોઈ નવ તત્ત્વને ઉપાદેય માને તો તેનું ધ્યાન ખોટું છે. કારણ કે ધ્યાનનું ધ્યેય નવ તત્ત્વો નથી. આ તો જિનેન્દ્ર ભગવાનનો રાજમાર્ગ છે...આમાં ક્યાંય એકાંત ન ચાલે.
ધર્માત્માને નવ તત્ત્વોને જાણવાની અભિલાષા છૂટી ગઈ છે તેમને શ્રદ્ધા-જ્ઞાનમાં એકરૂપ આત્મજ્યોતિ કેવી અનુભવાય રહી છે તેનો પ્રત્યક્ષ ચિતાર દર્શાવતી ગાથા એટલે તેરમીગાથા. આ પુસ્તક એકાકાર આત્મજ્યોતિને દર્શાવતું હોવાથી આ શાસ્ત્રનું નામ ‘ આત્મજ્યોતિ ’ રાખેલ છે.
શ્રી કુંદામૃત કહાન સંસ્થાએ આ આત્મજ્યોતિ પુસ્તકનું સંકલન તેમજ સંપાદન કરવાનું મને જે શ્રેય આપ્યું છે તે બદલ સંસ્થાની હું આભારી છું. અધ્યાત્મની જ્યોતિ પ્રગટ થવામાં આ શાસ્ત્ર મને ઉત્તરોત્તર ક્ષણે માર્ગદ્રષ્ટા બન્યું છે.
પુસ્તકનું કાર્ય કરવા માટે જેમની પ્રેરણા મને નિરંતર મળતી રહે છે તેવા આત્મરસિક...વડિલ શ્રી શાંતિભાઈ ઝવેરીની હું અંતઃકરણથી આભારી છું. તદ્ઉપરાંત આ પુસ્તકના પ્રકાશન માટે અક્ષરસઃ કેસેટ ઉતારવાનો જે મુમુક્ષુ ભાઈઓ-બહેનો તરફથી મને સુંદર સહકાર મળ્યો છે તે બધાની હું આભારી છું.
‘આત્મજ્યોતિ ’ પુસ્તકની આદિથી અંત સુધી...જેમનો મને નિઃસ્વાર્થ અને નિ૨પેક્ષભાવે અમૂલ્ય સહયોગ મળ્યો છે તેવા આત્માર્થી ચેતનભાઈ મહેતાની હૃદયવિભોર ભાવોથી આભારી છું. સાથે સાથે ત્વરિત અને ઉત્સાહપૂર્વક કાર્ય સંપન્ન કરવા બદલ તેમને ખૂબ-ખૂબ ધન્યવાદ અર્ધું છું.
અનંત ઉપકારી કહાનલાલ ! મારું અસીમ સૌભાગ્ય છે કે આપના ચરણોની ધૂલીને મસ્તકે ચઢાવવાનું ભાગ્ય ખુલ્યું. આપના ૫૨મ પવિત્ર પાવન ચરણોનું સાનિધ્ય સતત પ્રાપ્ત થતું રહ્યું. આપના પ્રવચનની પ્રસાદીરૂપ આ ‘ આત્મજ્યોતિ ’ પુષ્પ આપની અતીવ ભક્તિ સહિત આપના કરયુગલમાં અર્પણ કરું છું.
66
અમ ૫૨ કીધાં અસંખ્ય તમે ઉપકારો; ભાવમાં પોષી દીધાં ચૈતન્યનાં દિવ્ય વિચારો, ઋણી તમારા સદૈવ છીએ ભારી; અમ અંજલિ લેજો સહજ સ્વીકારી; આશિષ આપજો અમોને પાવનકારી.
અપૂર્વ તત્ત્વ નિધાનના સાનિધ્યમાં સૌ કોઈ ભવ્યાત્માઓ આત્મજ્યોતિને પ્રાપ્ત કરે તેવી મંગલ ભાવના પૂર્વક અલમ્...
બા. બ્ર. શોભનાબેન જે. શાહ ( છેડા ).
રાજકોટ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
IV
સંપાદકિય...કલમે...
“નવ તત્ત્વોની સંતતિ છૂટે..એક આતમ નિત ધ્યાઉં,
કરવું કંઈ પણ નવ રહે..બસ જ્ઞાતા દષ્ટા બની જાઉં.” આ જગત એક વિશાળ રંગમંચ છે. સૌ કોઈ આ વિરાટ રંગમંચ ઉપર પાત્રોની ભૂમિકા ભજવે છે. દરેક પાત્ર રંગમંચ ઉપર પ્રવેશ કરે છે અને પોતાની ભૂમિકા ભજવાઈ જતાં વિદાય લ્ય છે. પ્રવેશ અને વિદાય વચ્ચે ભૂમિકાઓ સતત ભજવાતી રહે છે.
જેમ નાટકમાં પાત્રો સ્ટેજ ઉપર આવે છે ને જાય છે, તે સ્થાયી રહેતા નથી. જ્યારે દર્શક છે તે કેવળ દેખનાર હોવાથી ટકનાર છે.
શ્રી સમયસારમાં આચાર્ય ભગવાન અધિકારની શરૂઆત કરતાં લખે છે કે-જીવઅજીવ તત્ત્વ, કર્તાકર્મ તત્ત્વ, પુણ્ય-પાપ આદિ તત્ત્વો રંગભૂમિમાં પ્રવેશ કરે છે. જેમ નૃત્યના અખાડામાં સ્વાંગ પ્રવેશ કરે છે તેમ-અધિકારની શરૂઆતમાં નવ તત્ત્વો સ્વાંગ ધારણ કરી પ્રવેશ કરે છે, અધિકારના અંતમાં તે સ્વાંગ નીકળી જાય છે અને સર્વ વિશુદ્ધજ્ઞાન રહી જાય છે.
આ નવ તત્ત્વો સ્વાંગ હોવાથી નીકળી જાય છે. જે આ નવ તત્ત્વો સ્વભાવ હોય તો નીકળે નહીં. નવ તત્ત્વોમાંથી ક્રમે-ક્રમે દરેક તત્ત્વ સ્વાંગ ધારણ કરી અખાડામાં પ્રવેશ કરે છે અને પછી તે સ્વાંગ નીકળી જાય છે. આ નવ તત્ત્વોના સ્વાંગને જે દેખનાર જ્ઞાન સ્વભાવ છે તે ટકનાર હોવાથી રહી જાય છે. અર્થાત્ જે દેખનાર છે તે સ્થાયી ભાવ છે અને જેનો પ્રવેશ તેમજ વિદાય થાય છે તે અસ્થાયી ભાવ છે.
જેમ સર્વ આગમોમાં....શ્રી સમયસારજી ગ્રંથાધિરાજને સમ્યકદર્શન થવામાં ઉત્કૃષ્ટ નિમિત્તે કહ્યું છે. તેમ સમયસાર તેર નંબરની ગાથા પણ ઊંચામાં ઊંચી છે. આવી ગાથા જિનાગમમાં અન્યત્ર જોવા મળતી નથી. જેમનો તેર ગાથામાં પ્રવેશ થયો તેમનો જિનશાસનમાં પ્રવેશ થયો.
- અજ્ઞાની પ્રાણીઓને એમ લાગે છે કે-થવા યોગ્ય થાય છે તેમાં જીવો સ્વછંદી થઈ જાય છે. પરંતુ પર્યાય થવા યોગ્ય થાય છે તેમ પર્યાય સ્વભાવ સમજતાં; પર્યાયના કર્તુત્વપણાના અહંકારનો બોજ દૂર થાય છે. અકર્તા દ્રવ્યને હું પણે ભજતી પર્યાય સ્વય નિર્ભર થઈ જાય છે-તે જ્ઞાતાભાવે પરિણમી જાય છે.
કંઈક કરવું તેવું શમણું ખૂબ નમણું લાગે છે; વિકલ પુરુષાર્થનું ભરણું થતાં તે બમણું લાગે છે.” Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
પરંતુ હવે તો જ્ઞાની મળ્યા.પછી કંઈ જ ન કરવું તે હવે ખૂબ હળવું લાગે છે; સાક્ષી ભાવે પરિણમવું તેજ તરવું લાગે છે;
શુદ્ધ નય એક જ હવે શરણું લાગે છે.” અનાદિથી અજ્ઞાનીઓનો પોકાર છે કે-કંઈક કરે તે આત્મા. તેની સામે જ્ઞાનીઓ કહે છે-કંઈ ન કરે તે આત્મા અર્થાત્ માત્ર જાણે તે આત્મા. અકર્તા જાણનાર...જાણનારી પર્યાયનો કર્તા નથી. પરિણામનું જરા જેટલું સૂક્ષ્મ કર્તુત્વ આવી પડશે તો કૃત્રિમતા થઈ જશે. સ્વભાવ સહજ અકૃત્રિમ હોવાથી અકર્તા-જ્ઞાતા સ્વભાવના લક્ષે કાર્ય સહજ થાય છે.
અનાદિનું કર્તા બુદ્ધિનું શલ્ય છે અને તેનું વિષ ચઢેલું છે. હવે તેની સામે તેનાથી અનંતગણું અકર્તાનું પ્રાબલ્ય આવે ત્યારે જ્ઞાયક પ્રગટ થાય છે. જ્યાં સુધી ખૂણે ખાંચરે પણ પર્યાયનું કર્તાપણું ભાસે છે ત્યાં સુધી સંસારનો અંત નહીં આવે.
આત્મા સ્વભાવથી સર્વાગ જ્ઞાનમૂર્તિ છે તેથી તેમાં કરવું ભાસતું નથી. આત્માના અસંખ્ય પ્રદેશથી જાણવાનો ભાવ ઊઠે છે, પરંતુ કરવાનો ભાવ ઊઠતો જ નથી. અનંત તીર્થકરોની દિવ્ય ધ્વનિનો સાર એ છે કે આત્મા અકર્તા-જ્ઞાતા છે. સ્વભાવમાં રક્ત મોક્ષ છે, વિભાવમાં ૨ક્ત બંધ છે. આ સિવાય તીર્થંકર પરમાત્માને બીજું કાંઈ જ કહેવું નથી.
ઘણાં જીવોને આવો પ્રશ્ન થાય છે કે-પર્યાયનો કર્તા પર્યાય છે તે વાત સ્વીકારી લીધી તો તેમાં વીતરાગતા શું આવી? ઉત્તર-આત્મા અકર્તા છે તેમ દષ્ટિમાં આવી ગયું તે જ વીતરાગતા છે. ક્ષણિક ઉપાદાન સક્રિય છે, ત્રિકાળી ઉપાદાન નિષ્ક્રિય છે.
પ્રશ્ન - જૂના કર્મને નવ તત્ત્વોનું નિમિત્તકર્તા કહ્યું તેમાં વીતરાગતા કેવી રીતે આવે છે?
ઉત્તર - ભગવાન આત્મા નિમિત્ત કર્તા નથી તેમ ખ્યાલમાં આવતાં જ દ્રવ્યદષ્ટિ થઈ જાય છે. (૧) ભગવાન આત્માને પરિણામનો ઉપાદાન કર્તા માને છે નેત્રિકાળી દ્રવ્યનો નાશ થઈ
જાય છે. (૨) ભગવાન આત્માને નવ તત્ત્વોનું નિમિત્ત કારણ માને તો આત્માને નિત્ય કર્તાપણું
આવી પડે અને આત્માને સંસારમાં રહેવાની સ્થિતિ કાયમી બની જાય. તેથી હે.. પ્રાણી ! તું ચેતજો! આત્માને કોઈપણ પ્રકારે કર્તા માનીશ તો અજ્ઞાન રહેશે.
ઉપરોક્ત વાતને બીજા દષ્ટિકોણથી જોઈએ તો...! (A) આત્મા પરિણામનો ઉપાદાન કર્તા હોય તો...! તો ત્રિકાળી સનું ખૂન થઈ જાય. (B) આત્મા પરિણામનું નિમિત્ત કારણ હોય તો...! ક્ષણિક સત્ ન રહેતાં, નવ તત્ત્વો
વિભાવ સ્વભાવ ન રહે. તેથી... આત્મા પરિણામનો ઉપાદાનકર્તા નથી તેમાં નેઅકર્તાની દષ્ટિ થાય છે. આત્મા પરિણામનું નિમિત્તકારણ નથી તેમાં અકારણ પરમાત્માનું શ્રદ્ધાન થાય છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
આત્મજ્યોતિ
અને પર્યાયનું કારણ પર્યાય છે તેવું જ્ઞાન થાય છે.
* આત્મા પરિણામને કરે તો →આત્મા ભૃતાર્થ ન રહે.
આત્મા પરિણામને કરે તો ક્ષણિક ઉપાદાન ન રહ્યું.)
*
*
*
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
*
*
→પરિણામ સત્ ન રહે. (પર્યાય પરાધીન થઈ જાય તો
તેથી ફલિત થાય છે કે...
આત્મા ત્રિકાળ અકર્તા છે તે→સ્વાભાવિક સિદ્ધાંત છે.
ભૂતાર્થને આશ્રયે સમ્યગ્દર્શન થાય છે તે→અફર સિદ્ધાંત છે.
નવ તત્ત્વો થવા યોગ્ય થાય છે તે )અબાધિત સિદ્ધાંત છે.
VI
નવ તત્ત્વને ભૃતાર્થનયે જાણતાં સમ્યક્દર્શન થાય જ છે તે→નિરપવાદ સિદ્ધાંત છે. આમ આ બધા સિદ્ધાંતો પ્રયોગાત્મક તેમજ સ્વાનુભવ ગમ્ય છે. પ્રયોગપદ્ધતિથી વાત પોતાની લાગે છે. જીવન સિદ્ધાંતિક બનતાં તેનાં ફળમાં અવશ્ય અનુભૂતિ થાય છે આજ મુક્તિ માર્ગનો પ્રક્રમ છે.
નવ તત્ત્વોને તેણે અનેકવાર જાણ્યા; કેવી રીતે જાણ્યા? સાપેક્ષતાથી જાણ્યા, આધાર આધેયથી જાણ્યા, કર્તાકર્મથી જાણ્યા, વ્યાપ્ય વ્યાપકભાવથી જાણ્યા, નિમિત્ત-નૈમિત્તિકથી જાણ્યા...પરંતુ તેણે કદી ભૂતાર્થ નયથી ન જાણ્યા. ભૂતાર્થનયમાં જ વીતરાગતા સમાયેલી છે.
“થવા યોગ્ય થાય છે” તે સૂત્રમાં હજારો શાસ્ત્રો લખી શકાય તેટલા ભાવો ભર્યા છે. જડ-ચેતન સમસ્ત દ્રવ્યોના પરિણામ થવા યોગ્ય થાય છે. મિથ્યાજ્ઞાનમાં તેમ ભાસે છે કેપરિણામને હું કરું છું તો થાય છે. જ્યારે સમ્યજ્ઞાનમાં મિથ્યાજ્ઞાનથી ૧૦૦% વિપરીત ભાસે છે કે-પરિણામ થવા યોગ્ય થાય છે. જ્ઞાની-અજ્ઞાનીના જાણપણામાં ૧૦૦% નું અંતર રહેલું છે. ‘ચૈતન્ય વિલાસમાં ’ આપે અકર્તા સ્વભાવ ખૂબ ખૂબ ઘુંટાવ્યો. હવે તેજ અકર્તા સ્વભાવને આપે ભિન્ન ભિન્ન ભાષાઓ દ્વારા ફરી-ફરી ધ્યાન ખેંચાવ્યું...ત્યારે એમ થાય છે કે શું ચૈતન્યનો ચમત્કાર છે! જેમ જેમ ચૈતન્યમાં ઊંડો ઉતરે તેમ તેમ નવું જ આવે છે. આ
વાતની પ્રતીતિ આપના પ્રવચનો કરાવે છે.
તેર ગાથાના પ્રવચનોની શૃંખલાનું પુસ્તક કર્તાપણાના એટલે વિપરીતતાના પરિહાર પૂર્વક અવિપરીતતાની સિદ્ધિ કરી; થવા યોગ્ય થાય છે તે ભાવની પ્રસિદ્ધિ કરી; જ્ઞાયકભાવની દૃષ્ટિ કરાવનાર છે.
સર્વે જીવો ! અકર્તાના લક્ષ પ્રબળતાપૂર્વક આત્મજ્યોતિમાં રંગાઈ જઈ આનંદમયી મોક્ષદશામાં વિચરો તેવી ભવ્ય ભાવના પૂર્વક અસ્તુ.
બા. બ્ર. શોભનાબેન જે. શાહ ( છેડા ). રાજકોટ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
VII
આત્મજ્યોતિ
“મંગલમ ભગવાન વીરો, મંગલમ્ ગૌતમો ગણી મંગલમ્ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ્”
આત્મ મંથન
પરમાર્થ પદના વંદક..આત્મજ્યોતિના જાણક, જાજ્વલ્યમાન જ્યોત્સનાના ગુંજારક..થવા યોગ્યપણાના સ્થાપક...એવા
પૂ. “ભાઈશ્રી ” લાલચંદભાઈના આત્મ મંથનમાંથી નીકળેલી રત્નાવલી.
ઉષ:કાળના ઉજાસમાં આકાશમાંથી રેલાતી સ્વર્ણિમ પ્રભાની સૌંદર્યતાની અનુભૂતિ કેવી હોય છે? તેનું વર્ણન શબ્દોમાં કેમ થઈ શકે ? છતાં પણ કોઈ પ્રબુદ્ધ કવિ તેની પ્રતિભા કલમ દ્વારા સાફલ્ય કરે છે.
તેમ હે.કહાનલાલ ! આપે ધ્રુવભાવની અટારીએથી અધ્યાત્મના નવલ ઓજસ પાથર્યા છે. નિરપેક્ષ સ્વભાવના અનંતતાના ગગનમાંથી વૈભવી જ્ઞાયકનું રસાનુભૂતિ પૂર્વકનું પ્રખર ચિંતન તેર ગાથાના માધ્યમ દ્વારા આપી જૈન સમાજને લાભાન્વિત કર્યો છે.
આપશ્રીએ પૂ. ગુરુદેવશ્રીના તત્ત્વજ્ઞાનને જીવંત તો રાખ્યું છે પણ વિશેષ કરીને પ્રજ્જવલિત પણ કર્યું છે. અનાદિની સાપેક્ષતાની માન્યતા, તેમજ તે પ્રકારની વૈચારિક રૂકાવટ, વિશાળ દષ્ટિકોણનો અભાવ વગેરેનું આમૂલ પરિવર્તન કરી અમારી મંદત્તર પ્રજ્ઞાને નિરપેક્ષતાના શિખર ઉપર આરૂઢ કરી છે.
આપશ્રીના મંગલ પ્રવચનોથી પ્રવાહિત વિશુદ્ધ ગામિની વાણીએ આત્મજ્યોતિમાં નિરંકુશપણે પ્રવેશ કરાવતી પોતાના નિજ વૈભવમાં અવ્યાબાધ વિશ્રાંતિ કરાવે છે. અનાદિના જડ દ્રવ્ય, ભાવાવરણોને તોડતી, ચીરતી નિસંગ મુક્તિમાર્ગની ધજા ફરકાવી રહી છે, અને સ્યાદવાદમયી જ્ઞાન સરોવરની સ્વૈર કરાવે છે.
શ્રી વીર સીમંધરના કેડાયત કુંદકુંદદેવે રંગોળીને આલેખી છે, શ્રી અમૃતદેવે તે રંગોળીમાં રંગ પૂર્યા છે. શ્રી કુંદામૃત કેડાયત કહાનગુરુએ..આ રંગોળીના વર્ણન કર્યા છે અને શ્રી કુંદામૃત કહાન કેડાયત લાલે...આત્મજ્યોતિમાં રંગાઈ જઈ અને રંગોળીની છોળો ઉછાળી આત્મજ્યોતિની જ્યોત્સનાને દીપાવી છે. આમ પંચમઆરામાં...ચતુર્થ આરાનો વિરહ ભૂલાવનાર કહાનલાલની યુગલબંધી ખરેખર જ્ઞાનીઓનો જન્મ અકર્તા જ્ઞાયક એવા સામાન્ય પડખાનું લક્ષ કરાવવા માટે જ થાય છે. જગતને જે ગુપ્ત પડખું છે તેને આપે વિધ વિધ લાક્ષણિક શૈલીમાં પ્રસિદ્ધ કર્યું છે.
આ તેર ગાથા અપૂર્વમાં અપૂર્વ છે. મંગલમાં મંગલ કરનારી મહામંગલમય ગાથા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
VIII
અનાદિના મિથ્યાત્વના ઝેર ઉતરી જાય તેવા મંત્રો આ ગાથામાં ભર્યા છે. આ ગાથાને સમસ્ત જિનાગમના આધાર આપી સિદ્ધ કરે તો પણ સ્થૂળતા જ લાગે. માત્ર સ્વાનુભવથી જ પાર પડે તેવા બ્રહ્માંડના અલૌકિક ભાવો ભર્યા છે.
(૧) તેર ગાથાની આલોચનાઃ
શ્રી સમયસારની બાર ગાથાઓ પીઠિકાની છે. સંક્ષેપ રુચિવંત જીવો માટે કાર્ય થવામાં પર્યાપ્ત છે. બાર ગાથા સુધી શ્રી સમયસારજીની વિષય વસ્તુનું નામકરણ ન થયું. જ્યાં તે૨ નંબરની ગાથા આવી ત્યાં શ્રી સમયસારની ખરેખર શરૂઆત થઈ અર્થાત્ નામકરણ વિધિ થઈ.
તેર ગાથાની ટીકા કરતા પહેલા અમૃતચંદ્ર આચાર્ય દેવ ચાર કળશોની રચના કરે છે. બાર ગાથા પૂર્ણ થતાં ચોથા કળશમાં ‘આ અતિશય ૫રમ જ્યોતિ' ને સ્થાપીને અમી છાંટણા કરે છે. પાંચમાં કળશમાં કહે-સાધક થયો છે પરંતુ હજુ પૂર્ણતા થઈ નથી, અપૂર્ણતા છે ત્યાં સુધી વ્યવહારનય હસ્તાવલંબ તુલ્ય છે. પરંતુ જ્યારે જ્ઞાયક પરમાત્માને અંતરંગમાં પ્રત્યક્ષ અવલોકે છે અને તેમાં તદ્રુપ થઈ ચારિત્રભાવને પ્રાપ્ત કરે છે તેમને આ વ્યવહારનય કાંઈ પ્રયોજનવાન નથી. આગળ ૬ઠ્ઠા કળશમાં કહે છે-આ નવ તત્ત્વની પરિપાટીને છોડીને શુદ્ધનયનો વિષય જે ધ્રુવ આત્મા તે અમોને પ્રાપ્ત થાઓ, અમે બીજું કાંઈ ઈચ્છતા નથી. એક અભેદના અનુભવની જ અમારી વીતરાગી પ્રાર્થના છે.
હવે તે ગાથાની ટીકા કરતાં પહેલાં સાત નંબરના કળશમાં આચાર્યદેવ તેર ગાથાના રહસ્યને ઉદ્દઘાટિત કરનારું મંગલાચરણ કર્યું. તેર ગાથાની ઉત્થાનિકા રૂપ સાતમો કળશ લખ્યો તે અમૃતચંદ્રદેવની કલમની કમાલ છે. “નવ તત્ત્વ તત્ત્વે અપિ પુત્યું ન મુખ્વતિ” નવ તત્ત્વમાં ભેદરૂપ થયેલો દેખાવા છતાં તે ચૈતન્યજ્યોતિ પોતાનું એકપણું છોડતી નથી. શાયક સામાન્ય એકપણે જ રહે છે.
અગિયાર ગાથામાં કહ્યું કે-જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ સભ્યષ્ટિ થાય છે. અને બાર ગાથામાં કહ્યું કે-સાધક થયો, તે સમયે હવે જેટલો રાગ બાકી છે તે જાણેલો પ્રયોજનવાન છે આમ અગિયાર અને બાર ગાથાનો સરવાળો તેર ગાથામાં કર્યો છે.
તેર ગાથા બાદ આઠમો કળશ અને તેના ઉપર ટીકા રચે છે. નવના ભેદની રુચિમાં જ્ઞાયકભાવ અનંતકાળથી તિરોભૂત થઈ ગયો છે. હવે તેને શુદ્ઘનય વડે બહાર કાઢી પ્રગટ કરવામાં આવે છે. આ જ્યોતિ પ્રતિક્ષણ ઉધોતમાન છે. ત્યાર બાદ નવમો કળશ છે તે મતાર્થના ખંડન માટે તો સત્યાર્થ જ છે, પરંતુ સાધક પણ વસ્તુને ગમે તેમ ન સાધતા સર્વજ્ઞ મત અનુસાર એટલે નવ તત્ત્વ પ્રમાણ, નય, અનુસાર સાધે છે. લાલબત્તી તો ત્યાં કરે છે કેવ્યવહાર અને પર્યાય ઉ૫૨ વજન જવાથી સાધન...સાધન રહેતું નથી, પરંતુ તે સાધ્ય થઈ જાય છે. જો વ્યવહા૨ નિશ્ચયના સ્થાને અર્થાત્ આશ્રયના સ્થાને આવી જાય તો તે વિપર્યાસ છે. તેથી વિપર્યાસ ન થાય અને પરમાર્થ પ્રગટ થાય તે માટે ભાવાર્થકા૨ે પ્રમાણપૂર્વક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
IX
આત્મજ્યોતિ નય અને નયપૂર્વક સમ્યક પ્રમાણજ્ઞાન દર્શાવી વ્યવહારના અભાવની રીત બતાવી છે. જે વિધિ શ્રેણી માટેની છે તેજ વિધિ સાધક થવા માટેની છે.
છેલ્લે દસ કળશમાં શુદ્ધનય ઉદય થયો તેનું વર્ણન છે અને તેર ગાથાની પૂર્ણાહૂતિ અને ચૌદ ગાથાના ઉપોદઘાતની શરૂઆત છે. (૨) અગિયાર અને તેર ગાથાની સંધિ :
અગિયાર અને તેર ગાથા તે જૈનદર્શનનો સાર છે. અગિયાર અને તેર ગાથા જોડકા રૂપ છે. અગિયારમાં ત્રિકાળી દ્રવ્ય કેવું છે તેની વાત છે. જ્યારે તેર ગાથામાં નવ તત્ત્વને ના કરે તેનું નામ ત્રિકાળી દ્રવ્ય છે. આ રીતે તેર ગાથા અગિયાર ગાથાને પૃષ્ટ કરનારી છે.
અગિયાર ગાથામાં એક માટે ભૂતાર્થ શબ્દ વાપર્યો, જ્યારે તેર ગાથામાં-નવ માટે ભૂતાર્થ શબ્દ વાપર્યો. વળી આ બન્ને ગાથાઓમાં આચાર્ય ભગવાને ક્યાંય પણ કર્તા શબ્દ લખ્યો નથી. ચારે બાજુથી આત્માનો સ્વભાવ જ્ઞાન જ નીકળે છે. પર્યાયને પ્રગટ કરું તેના લક્ષે અજ્ઞાન થશે, કારણ કે તેણે અકર્તાને કર્તા માન્યો. પર્યાય સત્ છે તેને પરાધીન માની. પર્યાયને પરાધીન માનતાં બે મહાદોષ ઉભા થયા. (૧) પર્યાયની સ્વાધીનતાનો (૨) દ્રવ્યના અકર્તાપણાનો-બન્નેનો નાશ તેણે કર્યો..
તેથી પ્રથમ પાઠ એ છે કે-આત્મા નિષ્ક્રિય છે માટે પર્યાયને કેવી રીતે કરે? આત્માના મૂળ સ્વભાવમાં જાણવું છે..કરવાનું નથી. જૈનદર્શનની શરૂઆત જ જ્ઞાયકભાવ જીવ છે, ત્યાંથી જ થાય છે.
અગિયાર ગાથામાં એમ લખ્યું કે-વ્યવહાર સઘળોય અભૂતાર્થ છે, ભૂતાર્થને આશ્રયે સમ્યકદર્શન થાય છે. જ્યારે તેર ગાથામાં પણ એ જ વાત કરી કે ભૂતાર્થને આશ્રયે સમ્યકદર્શન થાય છે. નવ તત્ત્વના ભેદનો આશ્રય છોડવા યોગ્ય છે. કારણ કે નવના આશ્રયે સમ્યક્દર્શન થતું નથી. શુદ્ધાત્માની દષ્ટિની સાથે સાથે નવ તત્ત્વોનું જ્ઞાન પણ કરાવવાનો હેતુ છે. એટલે કે દષ્ટિપૂર્વક સમ્યકજ્ઞાન થાય છે તે નવ તત્ત્વોને થવા યોગ્ય થાય તેમ જાણે છે.
બાર ગાથામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન લખ્યું છે, તેર ગાથામાં એમ લખ્યું કેપરિણામને તું નિરપેક્ષપૂર્વક સાપેક્ષ જાણજે. આ અગિયાર+બાર ગાથાનું ફળ તે તેર ગાથા છે. કારણ કે પર્યાયને નિરપેક્ષપૂર્વક સાપેક્ષ જાણે છે સાધક તો તેનું જ્ઞાતાપણું ટકે છે. એકાંતે સાપેક્ષ જાણવાથી નિયમથી કર્તબુદ્ધિ થાય છે.
તેર ગાથા અગિયાર ગાથાના ભાવોનો પુષ્ટ કરનારી છે. અગિયારમાં કોઈ જીવ સમ્યકત્વને ન પામ્યો હોય તો તેર ગાથામાં ભૂતાર્થથી નવ તત્ત્વને જાણતાં નિયમથી સમ્યકદર્શન છે. કેમકે દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય એક સમયમાં જાણવામાં આવતાં બેવડે દોરે કામ થાય છે. [ડબલ એન્જિન વાળી વાત છે તે દ્રવ્ય સ્વભાવ-પર્યાય સ્વભાવની ચર્ચામાંથી વાંચવું] અગિયાર ગાથામાં જ્ઞાયક ભાવને નિરપેક્ષ બતાવ્યો. તે તો નિરપેક્ષ જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
X છે. હવે અહીં પરિણામ પણ નિરપેક્ષ છે તેમ જ્ઞાનમાં લેજે-તે આ ગાથાની શરત છે. આચાર્યદવ કહે છે-હું સાપેક્ષથી પરિણામની વાત કહીશ પણ તું નિરપેક્ષ જાણજે. તેથી અગિયાર ગાથાની જેમ આ ગાથા પણ સમ્યકદર્શનની છે. (૩) તેર ગાથાની મહિમા
આ તેર ગાથા એટલે સ્વભાવિક વસ્તુ વ્યવસ્થાનું ઉદ્ઘાટન કરાવનારી ગાથા છે. પરિણામની કર્તા બુદ્ધિનું મૂળમાંથી ધ્વંસ કરાવી અનાદિનું કર્તાબુદ્ધિનું ઝેર ઉતારનારી છે. આ ગાથા સાક્ષાત અકર્તાની છે.
શ્રી કુંદકુંદદેવની તેરમી ગાથાનો યથાર્થભાવ ખરેખર અમૃતચંદ્રદેવ સમજી શક્યા છે. (૧) નવ તત્ત્વો થવા યોગ્ય થાય છે. (૨) નવ તત્ત્વો વિભાવ છે તેથી તેમાં શુદ્ધાત્મા નિમિત્ત નથી. આ ગુપ્ત રહસ્યને પ્રગટ કર્યું છે. પૂ. ગુરુદેવશ્રી દષ્ટાંત આપતા કોઈ બળુકી બાય હોય તે ગાયના આંચળમાંથી દૂધ ખેંચી શકે છે. શ્રી જયસેન આચાર્ય દેવની ૩૨૦ ગાથા કરતાં પણ ઘણાં ગૂઢ રહસ્યવાળી ગાથા છે. ૩૨૦ કરતાં ઘણું ગૂઢ રહસ્ય આ ગાથામાંથી નીકળ્યું. ૩૨૦ માં તો સંવર, નિર્જરા આદિનો કર્તા નથી માટે જાણનાર કહ્યું. જ્યારે અહીંયા તો નિરપેક્ષતાની ચરમ સીમા લીધી..રહસ્ય પૂર્ણ ચીઠ્ઠીમાં ટોડરમલ્લજી સાહેબ લખે છે કેઅધ્યાત્મ શ્રી સમયસારની આત્મખ્યાતિ ટીકામાં છે. તેમણે પણ આત્મખ્યાતિ ટીકાનાં નામનું સૂચન કર્યું છે.
વળી આ ગાથાની વિશેષતા એ છે કે-નવ તત્ત્વને ભૂતાર્થનથી જાણતાં સમ્યક્દર્શન થાય છે. નવ તત્ત્વનું શ્રદ્ધાન કરતાં સમ્યક્દર્શન થાય છે તેમ લખ્યું નથી. એટલે કે જે પરિણામને ભૂતાર્થ નયથી જાણે છે તેને સામાન્ય આત્મા જણાય જ જાય છે. જે પરિણામને અભૂતાર્થ નયથી જાણે છે તેને આત્મા જણાતો નથી, અને નવ તત્ત્વોનું જ્ઞાન પણ થતું નથી. અભૂતાર્થનવે નવ તત્ત્વને જાણવાથી અનાત્માની પ્રાપ્તિ થાય છે.
અગિયાર ગાથામાં કહ્યું કે-પર્યાયને આશ્રયે સમ્યક દર્શન થતું નથી. અહીં તેર ગાથામાં કહ્યું કે-પર્યાયને તું સાપેક્ષ માનીશ તો સમ્યક્દર્શન નહીં થાય. પર્યાયને નિરપેક્ષ જાણતાં દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે–આ સની પરાકાષ્ટા છે. પર્યાયની નિરપેક્ષતાનો સ્વીકાર પણ સર્વોત્કૃષ્ટતાએ છે. જે ધર્માત્મા પર્યાયને નિરપેક્ષ જાણે છે તે જ આ વાત કરી શકે છે. લાયક જીવ પણ પર્યાયને નિરપેક્ષ પડખાંથી જુએ છે ત્યારે આ વાત સમજી શકે છે.
આ ગાથાને સમજતાં આખા સમયસારનું હાર્દ સમજાય જાય છે. આ ગાથા સમ્યક એકાંતપૂર્વક અનેકાંત કેવી રીતે થાય છે તેની સંધિવાળી માર્મિક ગાથા છે. આમાં દષ્ટિ પૂર્વક જ્ઞાનની સંધિ છે. સમ્યક એકાન્ત ત્યારે જ સમ્યક કહેવાય કે તેની સાથે સમ્યક અનેકાંત હોય તો.
ભૂતાર્થનયથી નવ તત્ત્વોમાં એક જીવ જ પ્રકાશમાન છે. આમાં સમ્યક એકાંત એટલે કે સ્વ પ્રકાશક જ લીધું. પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ છે. પરિણામ દેખાતા જ નથી. નવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XI
આત્મજ્યોતિ પ્રકારના પર્યાય ધર્મોનું લક્ષ છૂટતાં, ભેદનું લક્ષ છૂટતાં વિકલ્પ છૂટી જાય છે...અને અભેદના લક્ષે અભેદ પરિણમન પ્રગટ થાય છે. જે આવા સર્વકાળે અસ્મલિત એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ ને અસત્યાર્થ છે.
કુંદકુંદદેવે મૂળ ગાથામાં કહ્યું કે-પર્યાયને તું ભૂતાર્થનયથી જાણ. ટીકાકારે બીજી લીટીમાં કહ્યું કે “તીર્થની પ્રવૃત્તિ અર્થે આ નવ તત્ત્વો અભૂતાર્થનથી કહેવામાં આવે છે.” અભૂતાર્થનયથી જાણવામાં આવે છે તેમ ન લખતાં-અભૂતાર્થ નથી કહેવામાં આવે છે. આમાં ઘણું ઊંડાણ સમાયેલું છે.
આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનયથી જાણે સમ્યકદર્શન જ છે. પ્રથમ નવ તત્ત્વોનું જ્ઞાન તે વ્યવહારધર્મ એટલે તીર્થની પ્રવૃત્તિ અર્થે છે. હવે નવ તત્ત્વોને નિરપેક્ષ જાણી. અકર્તા જ્ઞાયકને દૃષ્ટિમાં લીધો તો આત્માની પ્રસિદ્ધિ થઈ, કર્તબુદ્ધિ ગઈ, તે હવે ઉપેક્ષા પૂર્વક પર્યાય થવા કાળે થાય છે તેમ જાણે છે.
અમૃતચંદ્રદેવે નવ તત્ત્વને ભૂતાર્થથી જાણતાં સમ્યકદર્શન કહ્યું. જ્યારે જયસેન આચાર્યે નિશ્ચયથી સ્વ પરિણામ જ સમ્યકત્વ છે તેમ કહ્યું.'
શ્રી અમૃતચંદ્રદેવે પર્યાયને ભૂતાર્થ કહી તેમ સમયસાર ૧૦૨ ગાથામાં જયસેના આચાર્યદવે ક્ષણિક ઉપાદાન કહ્યું છે એટલે તેમણે પણ પર્યાયને ભૂતાર્થ કહી છે. (૪) થવા યોગ્ય થાય છે તે સૂત્રના ગર્ભમાં રહેલા સિદ્ધાંતો -
* થવા યોગ્ય” તે શબ્દ આત્માનું અકર્તાપણું તેમજ જ્ઞાતાપણું બતાવનાર શબ્દ
બ્રહ્મ છે. * “થવા યોગ્ય' થાય છે તે જૈનદર્શનની માસ્ટર “કી” છે. * “થવા યોગ્ય' થાય છે, જાણનારો જણાય છે તે અનાદિ અનંત મહામંત્ર છે. * “થવા યોગ્ય' શબ્દ ઘણો કિંમતી અને વજનીય છે. * “થવા યોગ્ય' થાય છે તેમાં ક્ષણિક ઉપાદાન કારણની પ્રશંસા છે. * “થવા યોગ્ય' થાય છે તેના પાયા ઉપર ભેદજ્ઞાનની દિવાલ રચાઈ છે. * “થવા યોગ્ય’ તે તેનાં સપણાનું કદી ઉલ્લંઘન કરતું નથી. * “થવા યોગ્ય' તે પર્યાયના સપણાની ચરમસીમા છે. * આપો આપ પ્રગટ થાય છે તેનો અર્થ જ થવા યોગ્ય થાય છે. * “થવા યોગ્ય” થાય છે તેનો ઉપાદાન કર્તા બીજો ન હોય. * “થવા યોગ્ય” થાય છે તેનું બીજું કોઈ ઉપાદાન કારણ ન હોય. * “થવા યોગ્ય” થાય છે તેવો વિચાર કર્તુત્વ બુદ્ધિને ઓગાળે છે. * થવા યોગ્ય પરિણામ તેમાં કંઈક કરવું તેવી વ્યવસ્થા નથી. * થનાર થાય છે તેને જ્ઞાનમાત્ર જાણે છે કે થનાર થાય છે. * “થવા યોગ્ય થાય છે એટલે ન થવા યોગ્ય કાંઈ પણ થાય છે તેમ નથી.
*
*
*
*
*
*
*
*
*
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
XII * કર્મનો ઉદય આવે છે માટે પરિણામ થાય છે તેમ પણ નથી. * આત્મા કરે છે માટે પરિણામ થાય છે તેમ પણ નથી. * એક સમયની પર્યાયની યોગ્યતાથી થાય છે માટે યોગ્યતા તે જ્ઞાતાપણાનો સૂચક
છે અને કર્તાપણાનો વિકલ્પમાત્રનો નાશક છે. થવા યોગ્ય' થાય છે તેમાં ક્રમબદ્ધ પર્યાય સિદ્ધ થાય છે. “થવા યોગ્ય ” માં આત્માનું અકર્તાપણું પ્રસિદ્ધ થાય છે. “થવા યોગ્ય' માં આત્મા તેનો જ્ઞાતા રહે છે તેમ સ્વીકાર થાય છે. “થવા યોગ્ય ” થાય છે તેનાં લક્ષ થવા યોગ્યનું જાણપણું થતું નથી. કાં તો પરિણામ મારાથી થાય છે અને કાં પર નિમિત્તથી થાય છે આમ નિમિત્તાધીન દષ્ટિ થઈ જાય છે. પરિણામ થવા યોગ્ય થાય છે તેની ઉપર આવતો નથી. થવા યોગ્ય થાય છે તે જૈનદર્શનમાં પ્રવેશ કરાવનાર દ્વાર છે. નિશ્ચય-વ્યવહારને ગૌણ કરીને અહીં પર્યાયની સ્વતંત્રતાની પરાકાષ્ટાની વાત કરે છેથવા યોગ્ય થાય છે. ભૂતાર્થનવે નવ તત્ત્વને જાણે સમ્યક છે આમાં નવનું અસ્તિત્વ રાખ્યું છે. જે થનાર છે તેને કોણ કરે? ન થનારને કોણ કરે? જે થનાર છે તેને કોણ ફેરવે ? થનાર છે તેને કોણ અટકાવે ? આમ ક્રમબદ્ધ ને જાણે તો અકર્તામાં આવી જાય. જે થવા યોગ્યનો અસ્વીકાર કરે છે તેને દ્રવ્યનો અસ્વીકાર છે. જેને ક્રમબદ્ધનો નકાર છે તેને દ્રવ્યના અકર્તા સ્વભાવનો નકાર છે. થવા યોગ્ય થાય છે તેમાં સત્ પણાની સિદ્ધિની સાથે અનાદિ અનંત જ્ઞયપણાની સિદ્ધિ થાય છે. નિશ્ચયથી ભગવાન આત્મા શેય થાય તો થવા યોગ્ય વ્યવહાર જ્ઞય થાય. સાધક આત્માનો...જ્ઞાતા રહેતાં રહેતાં થવા યોગ્ય થાય તેમ જ્ઞાનમાં જણાય છે. હું કરનાર છું તેમ હવે જણાતું નથી કારણ કે કર્તાબુદ્ધિ છૂટી ગઈ છે. થવા યોગ્ય થાય છે તે મહા સિદ્ધાંત જ્ઞાની-અજ્ઞાની બધા માટે છે. જે થવા યોગ્ય થાય છે તેનો સ્વીકાર કરે તે જ્ઞાની છે થવા યોગ્યને હું કરું છું તેમ માને છે તે અકર્તા સ્વભાવને ભૂલતો હોવાથી અજ્ઞાની છે. ભૂમિકાને અનુસાર પરિણામ જે થવાના હોય તે થાય જ. આમાં ક્ષણિક શુદ્ધ-અશુદ્ધ ઉપાદાન સિદ્ધ થાય છે. થવા યોગ્યની સન્મુખ રહીને થવા યોગ્ય થાય છે તેમ કહેનાર થવા યોગ્ય થાય છે તેમ થવા યોગ્યનો જ્ઞાતા તો નથી થતો, પરંતુ સમ્યક પ્રકારે કર્તાએ નથી થતો. પર્યાયનું થવા યોગ્યપણું-સપણે તે સનું સત્ત્વ છે. હવે આ પર્યાયનો રસ તૂટવો, અહંમ છૂટવું તે આત્માર્થપણું છે.
*
*
*
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
XIII
*
*
*
*
*
*
*
*
*
*
*
*
*
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
સર્વજ્ઞ ભગવાન એમ જાણે છે કે-બધું થવા યોગ્ય થાય છે. અજ્ઞાની માને છે કે–હું કરું છું તો થાય છે. તે સર્વજ્ઞ ભગવાનની સામે પડયો છે.
આ ભાવની એટલી બધી કિંમત છે કે-થવા યોગ્ય ભાવ જેને બેઠો તે જ્ઞાતાભાવે ઉભો (જાગૃત) થઈ જાય છે.
આ કાર્ય આમ કેમ થયું? તેવો પ્રશ્ન થાય તો થવા યોગ્ય ન રહ્યું. આ આમ કેમ થયું તેવો પ્રશ્ન જ ન ઊઠે તેને થવા યોગ્યનો સ્વીકાર છે. તેમાં સર્વ પ્રશ્નોનું સમાધાન છે. પરિણામ થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે તેમાં અનુભવ થાય છે. તમારાં જ્ઞાનમાં અનુકૂળ કે પ્રતિકૂળ જે શેય થયું તે થવા યોગ્ય જ થયું છે. બધું થવા યોગ્ય થાય છે તેમ નક્કી થતાં હું કરું છું તેવું અભિમાન રહેતું નથી. અજ્ઞાની થાકીને હારીને કહે છે બધું થવા યોગ્ય થાય છે.
કર્મના ઉદયથી ન થાય એટલે નિમિત્તથી ન થાય, ત્રિકાળી ઉપાદાનથી પણ ન થાય, ક્ષણિક ઉપાદાનથી થાય પર્યાય સત્ નિરપેક્ષ છે તેને કોણ કરે? તે થવા યોગ્ય તેના ષટ્કારકથી થાય છે.
નવને સાપેક્ષ જાણતાં વિષમતા થાય છે. નવને થવા યોગ્ય પણે જાણતાં દષ્ટિ અકર્તા ઉપર આવતાં સામ્યભાવ-જ્ઞાતાભાવ પ્રગટ થાય છે.
પર્યાયને ક્ષણિક ઉપાદાન થવા યોગ્ય તરીકે જોતાં, નિમિત્ત-નૈમિત્તિકની શૃંખલા દેખાતી જ નથી. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી તો પર્યાયમાં પર્યાયાર્થિકનયનો પારિણામિકભાવ સિદ્ધ થાય છે. આમ પર્યાયને સ્વતંત્ર સત્ જોતાં પર્યાયનો મૂળ સ્વભાવ ખ્યાલમાં આવે છે. સંસાર અવસ્થામાં નવ તત્ત્વો કેવી રીતે છે તેની પણ વ્યવહાર શ્રદ્ધા થાય છે.
પર્યાયનો વિશેષ સ્વભાવ ત્યારે જ ખ્યાલમાં આવે છે કે જ્યારે પર્યાયનું ભૂતાર્થપણું ખ્યાલમાં આવે તો! પર્યાયની નિરપેક્ષતા ખ્યાલમાં આવતાં ક્રમબદ્ધતા ખ્યાલમાં આવે છે, ક્રમબદ્ધ ખ્યાલમાં આવતાં સર્વજ્ઞ સ્વભાવી આત્માનો નિર્ણય થાય છે.
જેને થવા યોગ્યનો સ્વીકાર છે તેને જ દ્રવ્યનો સ્વીકાર છે. અને જેને દ્રવ્યનું શ્રદ્ધાન છે તેને નિયમથી સમ્યક્દર્શન થાય જ છે. એટલે પર્યાયનું થવા યોગ્યપણું-ક્રમબદ્ધતા સમજવી ઘણી જરૂરી છે. આ સત્ની પિરિધમાં આવ્યા વિના સત્ સમજાશે નહીં.
કોઈનો આત્મા પરિણામનો કરનાર નથી. પરિણમન થવા યોગ્ય થાય છે. જ્ઞાની મોક્ષમાર્ગ રૂપે પરિણમે છે માટે કર્તા નથી તેમ નથી. અજ્ઞાની બંધમાર્ગ રૂપે પરિણમે છે માટે કર્તા થાય છે તેમ નથી જ્ઞાની કે અજ્ઞાની કોઈ પણ જીવની પર્યાય થવા યોગ્ય થાય છે.
આ તેર ગાથા સમ્યદર્શનની છે. આત્માને અકર્તા કહ્યો છે. હું...કરનાર નથી થવા યોગ્ય થયા કરે છે, જાણના૨ જણાયા કરે છે. સમ્યક્દર્શન કરવાથી થાય છે કે થવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
આત્મજ્યોતિ
XIV
યોગ્ય થાય છે? થવા યોગ્ય થાય છે એમ સમજાય ત્યારે અકર્તા ઉપર દષ્ટિ આવે છે અને કર્તાબુદ્ધિ છૂટી જાય છે. થવા યોગ્ય થાય છે, જાણનાર જણાય છે તે સિદ્ધ સુધીની વાત છે. સિદ્ધમાં અનંતજ્ઞાન, અનંત દર્શન આદિ થયા જ કરે છે.
કરવું વસ્તુના સ્વભાવમાં નથી. પર્યાય આત્માના કરવાપણાની અપેક્ષા રાખતી નથી. પર્યાય શક્તિ નિરપેક્ષ છે તે તેનાં સ્વકાળે ઉદય પામે છે. તેનો કાળ પણ ફરે નહીં અને ભાવ પણ ફરે નહીં. ઉપશમ આવે ને જાય...ક્ષાયિક થાય કે ન થાય તે બધું પર્યાયની થવા યોગ્યતાથી થાય છે.
*
*
*
*
*
*
*
*
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
*
થવા યોગ્ય થાય છે ને જાણનાર જણાય છે–બે જ વાત છે. થવા યોગ્ય થયા જ કરે છે અનવરતપણે અને જાણનાર જણાય છે તન્મયપણે. તેમાં સમ્યક્દર્શનથી માંડીને કેવળજ્ઞાન થાય છે.
કઈ નયે થવા યોગ્ય થાય છે? પર્યાયના સ્વભાવથી થવા યોગ્ય થાય છે. આત્મા સ્વભાવથી અકર્તા જાણનાર રહે છે. તે એકલો જાણનાર છે હોં! તે ક્રિયાનો કરનાર નથી.
પર્યાય થવા યોગ્ય થાય છે...જાણનાર જણાય છે...આનો સ્વીકાર તેનું નામ પુરુષાર્થ છે.
આત્મા કષાયનો કરનાર નથી માટે કષાયનો ટાળનાર નથી. બધું થવા યોગ્ય થાય છે. સાધકને રાગ તેના સ્વકાળે પ્રગટ થાય છે, તેને તે રોકનાર નથી. તેમ તે રાગને પ્રગટ કરતો નથી, તેમ તે રાગ પ્રત્યે પ્રમાદી પણ નથી, તેમ રાગને જાણ્યા વિના રહેતો પણ નથી, તેમ તે રાગને ટાળવા સતત ઉધમી પણ રહે છે, સાપેક્ષથી જુઓ તો પુરુષાર્થની નબળાઈથી રાગ થાય છે. તેની ઈચ્છા નથી, તેમ ઉત્પન્ન કરતો નથી, છતાં ઉત્પન્ન થયા વિના રહેતો નથી. થોડું કાર્ય થયું છે તેમાં તે સંતોષાતો નથી પૂર્ણતા લેવા માગે છે.
કર્તાબુદ્ધિ વિના કાર્ય થાય છે. કાર્યની સામે ન જુએ ને કાર્ય થાય છે. કાર્યની સામે જુએ તો કાર્ય થતું નથી. સાધક કાર્યની સામે જોતો નથી, તેનાં પ્રત્યે તો તે ઉદાસ છે, તેનો તે સાક્ષી છે, થવા યોગ્ય થાય છે તેમ જાણે છે.
થવા યોગ્ય થાય છે તેવા જેને જ્ઞાન ચક્ષુ ઉઘડી ગયા છે તે નવ તત્ત્વને ભૂતાર્થનયે જાણે છે. અજ્ઞાની નવ તત્ત્વને ભૂતાર્થનયે જાણી શકતો જ નથી. અને જો ભૂતાર્થનયે જાણવા જાય તો તે અજ્ઞાની રહેતો નથી.
તીર્થંકરનો જીવ રાવણ અત્યારે નરકમાં છે. તેના ગણધર સીતાજીનો જીવ સ્વર્ગમાં છે...આમ કેમ ? આ પ્રશ્નનો ઉકેલ ગાથા તેરમાં છે. પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનાર જણાય છે. આમ થતાં તો કેવળજ્ઞાન થાય છે.
જે આપોઆપ પ્રગટ થાય છે તેને કોણ રોકી શકે? કોઈ કરનાર નથી માટે તેનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates XV
આત્મજ્યોતિ રોકનાર નથી. તેનો કોઈ ઉત્પાદક નથી માટે કોઈ રોકનાર નથી. નારકી જીવોને તેના ભવિષ્યની પર્યાયમાં આવવાવાળા દુઃખો અવધિજ્ઞાનથી જાણે છે છતાં તે તેને રોકી શકતો નથી. આ કાર્ય થવા યોગ્ય થયું કે ન થવા યોગ્ય થયું? અરે ! જે કાર્ય અનંતકાળથી નિશ્ચિત છે, સર્વજ્ઞ ભગવાને જેમ જોયું છે તેમ જ થયું છે. દા.ત. મુનિરાજ પાર્શ્વનાથ ઉપર ઉપસર્ગ થયો તો તેની તેવી યોગ્યતા હતી, કમઠના જીવે (દેવ પર્યાયમાં) ઉપસર્ગ કર્યો તો તેની તેવી યોગ્યતા હતી. પાર્શ્વમુનિ પ્રત્યે રાગ નથી, કમઠના જીવ પ્રત્યે દ્વેષ નથી, કેમકે જ્ઞાનમાં રાગ-દ્વેષ ન હોય. પ્રશ્ન-થવા યોગ્ય થાય છે તેવું જાણપણું જીવોને કેવી રીતે થાય છે? ઉત્તર-જ્યારે જ્ઞાની મળે છે ત્યારે તે કહે છે પરિણામ થવા યોગ્ય થાય છે. હવે આ વાત જેને અંદરથી સત્ય લાગે છે તેની કર્તબુદ્ધિ ગળે છે. હું તેનો કર્તા તે હવે
વિરોધાભાસ-વિપરીતતા લાગે છે. (૫) સાધકને બે ધારા
સાધકને પાપના પરિણામ જેવા કે આહાર...પાણીવેપાર વગેરેની ઈચ્છા થાય છે તે પાપના પરિણામ છે. તે કાળે તે જાણે પણ છે કે-પરિણામ થવા યોગ્ય થાય છે તો તેમાં તેને સ્વચ્છંદતા થતી નથી. થવા યોગ્ય થાય છે તેમ જાણવામાં પુરુષાર્થ રહેલો છે.
થવા યોગ્ય થાય છે તે કોના લક્ષે તેણે જાણું? તેણે જ્ઞાયકના લક્ષે જાણ્યું કે થવા યોગ્ય થાય છે. પાપના પરિણામને જાણ્યા તો પણ સ્વચ્છંદતા થતી નથી. કારણ કે જ્ઞાનીને હું જાણનાર છું કરનાર નથી તેવું પરિણમન ચાલુ છે.
જ્યારે કોઈ અજ્ઞાની જીવ પાપના પરિણામ થાય છે તેને અટકાવવાનો પ્રયત્ન કરે છે, તો અકર્તા સ્વભાવનો (દષ્ટિમાંથી) નાશ થતાં તેને મિથ્યાત્વનું પાપ લાગે છે.
હવે બીજો કોઈ અજ્ઞાની જીવ એવો છે કે તેને પાપના પરિણામની રુચિ પડી છે... અને થવા યોગ્ય થાય છે તે હથિયાર હાથમાં લે છે તો તે ખોટો છે..સ્વચ્છંદી છે. તે દેશનાલબ્ધિ સાંભળવાને લાયક નથી. પાપના પરિણામનું પોષણ કરવા માટે શાસ્ત્ર છે કે ભગવાન આત્માને જાણવા માટે શાસ્ત્ર છે?
આત્માર્થીને પાપના પરિણામ વખતે ખેદ છે.કેમકે તે છૂટવાનો કામી છે. તે પુણ્યપાપના તો ઠીક પણ સંવર-નિર્જરાના પરિણામમાં પણ તે અટકતો નથી. તેનું વલણ અભિપ્રાય જ્ઞાયકની સન્મુખતાવાળું વર્તે છે.
પુણ્યના પરિણામ તે ચારિત્રનો દોષ છે, મેં કર્યા તો મિથ્યાત્વનો દોષ છે. પુણના પરિણામને કરવા તે અધ્યાત્મમાં પાપ છે. પુણ્યને કરવું તે અજ્ઞાન, પાપને જાણવું તે વ્યવહાર અને જ્ઞાયકને જાણવું તે નિશ્ચય. સાધક થયા પછી પાપના પરિણામ થવા યોગ્ય થાય છે તેમ જાણવું તે નિશ્ચય-પૂર્વકનો વ્યવહાર છે. સવિકલ્પ દશામાં પુણ્ય પાપના પરિણામ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
XVI ઉભા થાય છે પરંતુ સાધક તેનાથી ઉદાસ છે. પુણ્ય-પાપને કરવાનો તો મારો સ્વભાવ નથી પરંતુ, પુણ્ય-પાપને જાણવાનો પણ મારો સ્વભાવ નથી. કેમકે પુણ્ય-પાપને જાણતાં ચારિત્રનો દોષ ઉભો થાય છે, શ્રેણી આવતી નથી. પુણ્યને ન કરે, એકાંત પુણ્યને ન જાણે તેવા આત્માને જાણ. (૬) નવ તત્ત્વો અવસ્તુ કેવી રીતે છે તેનું સ્પષ્ટીકરણ:
આજથી લગભગ 200 વર્ષ પૂર્વે પંડિત જયચંદજી થઈ ગયા તેમણે લખ્યું છે કે નિમિત્ત-નૈમિત્તિક જેવી કોઈ વસ્તુ જ નથી. નવ તત્વ અવસ્તુ છે તે ટોપમોસ્ટ વાત છે. જ્ઞાનીના હૃદયની છેલ્લામાં છેલ્લી વાત છે. નવ તત્ત્વના ભેદો છે તે ભિન્ન છે ત્યાં પૂર્ણ વિરામ નથી, પરંતુ અમી નો દE: સ્થ: ત્યાં પૂર્ણ વિરામ છે. અંતરદૃષ્ટિ વડે જોનારને એ બધા દેખાતા નથી; માત્ર એક સર્વોપરી તત્ત્વ જ દેખાય છે. નવ તત્ત્વ અવસ્તુ છે તેમ જેને બેસશે તેને અલ્પકાળમાં શુદ્ધાત્માનો પક્ષ આવી અને પક્ષીતિક્રાંત થશે.
જેમ આકાશમાં ફૂલ નથી તો પછી ફૂલ ઘણાં સુગંધી છે તે ક્યાંથી આવ્યું? વળી આકાશને જોતાં ફૂલ નથી તો ક્યાંથી દેખાય ? તેમ શુદ્ધાત્મામાં નવ તત્ત્વો છે જ નહીં તો શુદ્ધાત્માને અવલોકતાં નવ તત્ત્વો દેખાય કેવી રીતે ? તેમ અવસ્તુનું જ્ઞાન કેવી રીતે થાય? સર્વોપરી પરમાર્થ તત્ત્વને જાણતાં, ભેદ છે તે અવસ્તુ છે તેવી રીતે જ્ઞાન થાય છે. અમે ભેદને જોવા અસમર્થ છીએ. જે નથી તેને દેખવું અશક્ય છે. વળી ભેદ કલ્પનાનો તો નાશ થયો છે જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થયો છે. પરિણામમાં પરિણામ દેખાતા નથી પરિણામમાં અપરિણામી દેખાય છે. અનુભવના કાળે અભેદમાં ભેદ દેખાતો નથી માટે અવસ્તુ છે.
પ્રશ્ન- અવસ્તુને અવસ્તુ તરીકે જાણવી કે નહીં? તો પછી વસ્તુને ક્યારે જાણીશ? ન જણાય તેનું નામ અવસ્તુ છે. જ્ઞાનનું જ્ઞય નથી થતું તેનું નામ અવસ્તુ છે. જે પરિણામમાં આનંદ આવ્યો તે પરિણામ ભેદરૂપે નથી જણાતાં પરંતુ અભેદ થઈને જણાય છે.
શ્રી ૩૭ કળશમાં કહ્યું કે-ગુણસ્થાનાદિ ભેદો આત્માથી ભિન્ન છે માટે દેખાતા નથી. શિષ્ય કહે તો એકાંત થશે. શ્રી ગુરુ કહે–અમને તો આનંદ આવે છે. કેમકે આત્મામાં
સ્યાદવાદનો અભાવ છે પરંતુ આત્મજ્ઞાનમાં સ્યાદવાદનો અભાવ છે. તેથી ધ્યેયપૂર્વક યા કહો કે સમ્યક એકાન્તપૂર્વક અનેકાન્ત કહો તે બધું એક જ છે.
વ્યવહાર એટલે અવસ્તુ શા માટે ? શુદ્ધોપયોગ જ્યારે આત્મામાં જોડાય છે ત્યારે કોઈ પણ પ્રકારના ભેદ દેખાતા નથી માટે તેને અવસ્તુ કહી. નવ ભેદનું લક્ષ છોડીને એકલા અભેદ ટંકોત્કીર્ણ પરમાત્માને જુએ છે એટલે અનુભવના કાળે જુદા-જુદા નવ તત્ત્વો કાંઈ દેખાતા નથી–માટે તે અવસ્તુ છે.
અભેદ ધ્યેયમાં ગુણભેદ દેખાતો નથી...એકલો ગુણી પરમાત્મા દેખાય છે માટે ગુણભેદ અવસ્તુ છે. શેયમાં આ શુદ્ધાત્મા અને આ તેની અનુભૂતિ તેવો ભેદ દેખાતો નથી માટે ભેદ અવસ્તુ છે. તેમજ જ્ઞાન, ય, જ્ઞાતા તેવા ત્રણ ભેદ અભેદ જ્ઞયની અનુભૂતિમાં અવસ્તુ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XVII
આત્મજ્યોતિ
શp n 13
વળી નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી નવ તત્ત્વો ઉભા થાય છે અનુભવના કાળે નિમિત્તનૈમિત્તિક બન્નેનું લક્ષ છૂટે છે માટે નવ તત્ત્વ અવસ્તુ છે..તે વસ્તુ નથી. નવ તત્ત્વમાં કેવળજ્ઞાન આવી ગયું તે અવસ્તુ છે. (ધ્યેય પૂર્વક જ્ઞય પેજ નં. ૯)
શ્રી સમયસાર ગાથા ૫૮, ૧૯, ૬૦ ભાવાર્થનો બીજો પારો છે તેમાં પંડિતજી લખે છે કે-આત્માની અંતરદૃષ્ટિ કરતાં એક અભેદ દ્રવ્યની દૃષ્ટિમાં તેઓ પ્રતિભાસતા નથી–જણાતા નથી. શુદ્ધનયમાં મુખ્ય ગૌણ ન હોય. પ્રમાણ જ્ઞાનમાં મુખ્ય-ગૌણ હોય.
ભેદને જાણતાં જ્ઞાન નથી અને સુખ પણ નથી. તેથી તે જ્ઞાનનો વિષય નથી. અભેદને જાણતાં જ્ઞાન પણ છે ને સુખ પણ છે તેથી તે જ્ઞાનનો વિષય પણ છે. તેથી ભેદનું કરવું ગયું. ભેદનું જાણવું ગયું અને અભેદ જણાય ગયો. ભેદને કરવાની ને જાણવાની રુચિ સમકક્ષી અધ્યવસાન છે.
સામાન્ય ઉપર દૃષ્ટિ પડે છે ત્યારે સામાન્યમાં વિશેષ નથી. હવે વિશેષમાં ઉપાધિરૂપ નવ ભેદો તો છે પણ તે દેખાતા નથી. આ સામાન્ય આ વિશેષ તેવા ભેદ દેખાતા નથી. ભેદ હો તો ભલે હો ! પરંતુ અભેદની દષ્ટિમાં ભેદ દેખાતો નથી. શુદ્ધોપયોગમાં જ ખરેખર ધ્યાતા, ધ્યાન, ધ્યેયની અભેદતા
માટે ભેદ નિર્વિકલ્પમાં તો ભેદ નથી દેખાતા પરંતુ સવિકલ્પ દશામાં ભેદથી અમારું જ્ઞાન પરાડમુખ છે. સાત તત્ત્વોથી અમારું જ્ઞાન વિમુખ છે તેમ ચારિત્રવંત પદ્મપ્રભમલધારિદેવ શ્રી નિયમસારની ૩૮ ગાથામાં લખે છે. ભેદ છે તે મનનો વિષય છે. ભેદના લક્ષે સવિકલ્પદશા રહે છે. ચારે બાજુથી પરિણામને જાણવાનો લોભ સંતોએ છોડાવ્યો છે. સામાન્ય તરફ ઉપયોગ જાય છે ત્યારે કોઈ પરિણામ દેખાતા નથી માટે અવસ્તુ છે. નવ તત્ત્વોનું વિશ્લેષણ:
તેર ગાથાની વિશેષતા એ છે કે-નવ તત્ત્વને કેવળ જાણવાથી સમ્યકદર્શન થતું નથી, પરંતુ ભૂતાર્થનવે નવ તત્ત્વને જાણવાથી સમ્યકદર્શન થાય છે. નવ તત્ત્વના સ્વરૂપને ધારણામાં છે, તેનો અર્થ પણ ખ્યાલમાં લ્ય છે, પરંતુ આ નવતત્ત્વની વચ્ચે છૂપાયેલી એકરૂપ આત્મજ્યોતિ તેને શુદ્ધનય દ્વારા બહાર કાઢવી સત્ય પુરુષાર્થ છે. આ નવ તત્ત્વો તીર્થની પ્રવૃત્તિ અર્થે કહ્યા છે, અનુભવ અર્થે નહીં. કારણ કે અનુભવ તો ભૂતાર્થને આશ્રયે જ થાય છે. વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે કહેલા નવ તત્ત્વને ક્રમે ક્રમે જાણવામાં ઉપયોગને જ્યારે રોકે છે ત્યારે તેને નિર્વિકલ્પ ધ્યાન હોતું નથી. વિકલ્પ જ હોય છે. નવ તત્ત્વ શુદ્ધ ઉપયોગનો વિષય તો નથી પણ શુદ્ધ પરિણતીનો વિષય પણ નથી. નવ તત્ત્વોની સન્મુખ થાય તો નવ તત્ત્વો ન જણાય. જ્ઞાયકની સન્મુખ થાય તો નવ તત્ત્વો સહજમાં જણાય જાય છે. નવ તત્ત્વો વ્યવહારનયે જીવનો વિસ્તાર છે નિશ્ચયનયે તે અજીવનો વિસ્તાર છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
*
આત્મજ્યોતિ
XVIII * જે આત્માને નવ તત્ત્વથી સહિત માને છે તે આત્માને કર્તા માને છે. તે પરિણામનો
જ્ઞાતા થઈ શકતો નથી. * નવ તત્ત્વોને આગમમાં સમ્યકદર્શનનું (અભેદ ઉપચારથી) નિમિત્ત કારણ કહ્યું છે
એટલે ઉપાદાન કારણ નથી. શુદ્ધાત્માનો અનુભવ થતાં આ નવ તત્ત્વો મારામાં નથી તેમ નવ તત્ત્વોનું જ્ઞાન પણ થઈ જાય છે. પરિણામ પરિણામમાં હોવા છતાં તે અપરિણામમાં નથી. ભેદ ભેદમાં
હોવા છતાં અભેદનો આશ્રય લેતાં અભેદમાં ભેદ દેખાતો નથી. * આત્મા નવ તત્ત્વોને કરતો નથી તે સર્વોત્કૃષ્ટ પ્રકારની વાત છે. * નવ તત્ત્વોનો પર્યાયમાં સંયોગ સંબંધ હોવા છતાં ચિદાનંદ ભગવાન આત્મા પોતાના
એકત્વને છોડતો નથી. * જ્યાં સુધી નવ તત્ત્વોને જાણે છે ત્યાં સુધી નવતત્ત્વોમાં છૂપાયેલી આત્મજ્યોતિને
જાણી નહીં, કેમકે તેને વ્યવહારનો નિષેધ નથી આવતો. નવ તત્ત્વો ધ્યાનનું ધ્યેય તો નહીં પણ જ્ઞાનનું જ્ઞય તો ખરું ને? વ્યવહાર જાણેલો પ્રયોજનવાન તેનો નિષેધ નથી આવતો. જ્ઞાની નવ તત્ત્વોને ભિન્ન જાણે છે માટે કર્તા નથી. ભિન્ન જાણે છે તો નવ તત્ત્વને
જાણ્યા કહેવાય. અભિન્ન જાણે તો અજ્ઞાન છે. * આ ગાથામાં નવ તત્ત્વોને જાણવાની રીત બતાવી?ભૂતાર્થનયે જાણ. * નવ તત્ત્વને અભૂતાર્થનયે જાણતાં સમ્યકદર્શનનો નિયમ રહેતો નથી અને
વ્યભિચારનો દોષ લાગે છે. * નવ તત્ત્વોને શ્રદ્ધાન થતાં સમ્યક્દર્શનનો નિયમ રહેતો નથી.
નવ તત્ત્વને ભૂતાર્થનયે જાણવાથી સમ્યક દર્શન થાય છે તે નિયમ કહ્યો. એકરૂપ આત્મજ્યોતિને જાણવાથી વ્યભિચાર રહેતો નથી. નવ તત્ત્વો અભૂતાર્થનયથી જ્ઞાનનું જ્ઞય પણ છે...પણ તેમાં અહંબુદ્ધિ કરવા યોગ્ય નથી. જીવ નિમિત્ત-નૈમિત્તિકમાં જોડાય છે ત્યાં સુધી નવ સ્વાંગ ઉભા થાય છે. જીવ-અજીવ બન્ને એકલા-એકલા નવ તત્ત્વરૂપે પરિણમતા નથી. “પર સંગ સ્વ” થાય છે પરંતુ પરથી નહીં. નવ તત્ત્વો જીવના પરિણામ છે પણ તે જીવ નથી. તેથી તેને શ્રદ્ધામાં જીવ તરીકે રાખીશમાં. જ્ઞાનના શેયપણે પણ તે સવિકલ્પદશામાં છે. જ્યારે પરિપૂર્ણ લીનતા પ્રગટ થાય છે ત્યારે નવ તત્ત્વો કાંઈ વસ્તુ નથી. આ ગાથામાં નવ તત્ત્વોને જીવના વિકારો-વિશેષ કાર્યો કહ્યો છે. અહીં એક સમયના નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી આ નવ તત્ત્વો ઉભા થાય છે તેનું જ્ઞાન કરાવી અને
નવ તત્ત્વોનું લક્ષ છોડાવી અભેદનું લક્ષ કરાવે છે. * સર્વજ્ઞમત અનુસાર સમ્યકદર્શનની પરિભાષા તત્ત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યકદર્શન છે તેમ
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XIX
આત્મજ્યોતિ માને છે ત્યારે તે વ્યવહાર શ્રદ્ધામાં આવે છે એટલે જ્ઞાનમાં આવે છે, નિશ્ચય શ્રદ્ધા જુદી છે. જેમ અન્યમતિ નવ તત્ત્વને પર્યાયને ઊડાડે છે તેમ નથી. જીવ નવ તત્ત્વરૂપ પણ છે-સર્વથા જૂઠ નથી. આશ્રય માટે સર્વથા જૂઠ છે તેમાં કથંચિત્ ન હોય. જાણવા માટે સર્વથા જુઠ નથી, કારણ કે આ નવ તત્ત્વો જ્ઞાનનો વિષય હોવાથી જ્ઞાનના જ્ઞયપણે છે એટલે જો કોઈ પર્યાયને જ ન માને તો બંધ-મોક્ષ ન રહે. તેથી નવ તત્ત્વની અતિ પણ છે અને તેનું જ્ઞાન પણ કરાવે છે. આ નવ તત્ત્વો એક સમયમાં નથી...ક્રમે છે. જ્યારે મિથ્યાત્વ છે ત્યારે સમ્યકદર્શન
નથી. જ્યારે અજ્ઞાન છે ત્યારે સમ્યકજ્ઞાન નથી. * આત્મ જ્યોતિને નવ તત્ત્વોરૂપ પર્યાયનું આવરણ છે. એટલે નવ તત્ત્વો દેખાય છે
તો એકરૂપ જ્યોતિ ઢંકાઈ જાય છે. જેમ વાદળા આડ સૂર્ય ઢંકાઈ જાય-તિરોભૂત થઈ જાય તેમ નવના ભેદની બુદ્ધિથી અભેદ દેખાતો નથી.
અનાદિથી મિથ્યાદષ્ટિ જીવને નવ તત્ત્વો કેવી રીતે છે તે પ્રશ્ન થાય. વળી આ નવ તત્ત્વોનો અનુભવ તે મિથ્યાત્વ કહ્યું છે તો કેવી રીતે છે?
મિથ્યાત્વના કાળે સમ્યકદર્શન આદિની પ્રકૃત્તિઓ આવતી રોકાઈ જાય છે તે સંવર છે. અમુક પ્રકારના કર્મોની પ્રકૃત્તિ ઉદયમાં આવ્યા વિના નિર્જરા થાય છે તે નિર્જરા છે. અમુક કર્મની પ્રકૃત્તિનો ક્ષય થાય તે મોક્ષ છે. આમ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ તેમાં સંવર, નિર્જરા, મોક્ષ તે નામ નિક્ષેપે આ રીતે અનાદિ મિથ્યાદષ્ટિ જીવને હોય છે.
સાધકને નવ તત્ત્વો કેટલાક શુદ્ધરૂપ અને કેટલાક અશુદ્ધરૂપ હોય છે મિથ્યાષ્ટિને બધા અશુદ્ધરૂપ હોય છે.
ઝવેરી સાચું પાણીદાર મોતી જોઈને બોલી ઊઠે છે. અરે ! આ મોતીમાં તો સમુદ્ર ઊછળે છે. ત્યારે ગામડિયો પટેલ કહે છે-મારી પછેડીનો છેડો જરા ભીનો કરી બતાવો. જેમ સાચા મોતીમાં ઝવેરીને સમુદ્ર ઉછળતો દેખાય છે તેમ જ્ઞાનીઓને ગાથા.. ગાથામાં વિરાટ ભાવોના દર્શન થાય છે.
કૃપાળુદેવ મોક્ષમાળામાં લખે છે કે- “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.” આ મણકો પૂ. ભાઈશ્રીનાં આંતરિક જીવનની ઝાંખી કરાવે છે. સંતોની વાણી અમોઘ રામબાણ છે તેની સફળતા સાથે કુદરત બંધાયેલી છે. નહીંતર ચૌદ બ્રહ્માંડને શૂન્ય થવું પડે.
હે ! પૂજ્યશ્રી આપે...પર્યાયની નિરપેક્ષ ભૂમિ ખ્યાલમાં અપાવી કર્તા બુદ્ધિના કષાયના ભવતાપથી દૂર કરી આત્માના અકલુષ ઉન્મુક્ત પથ પર અભય-નિર્ભય બનાવ્યા છે. જ્ઞાનમયી દિવ્ય ચેતના વિસ્તર્ષીત કરી મુમુક્ષુજીવોને સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવાનો માર્ગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XX
આત્મજ્યોતિ
બતાવ્યો છે.
નેપોલિયન કહેતો કે મારી ડાયરીમાં અશક્ય શબ્દ નથી તેમ આપની જીવન ડાયરીમાં...હું કરનાર છું તેવું દ્રવ્ય વચન અને ભાવવચન અશક્ય દેખાય છે. જગતના જીવોનું સૌભાગ્ય છે કે-આ ગાથાની વિષય વસ્તુ અસીમપણે અમૃત રસનું આસ્વાદન કરાવી રહી છે.
“મને હવે સાગરને પી જવાની પ્યાસ જાગી છે, નિજ આતમ રસને પી જવાની લગન લાગી છે, બે-ચાર છાંટાથી છીપે એવી નથી મારી તરસ;
તારે વરસવું હોય તો (કહાનલાલ) મન મૂકીને વરસ.” નિજ પદ વિહારી ચૈતન્ય શ્રેયસ ધારી..
નિજ સુખ રાશીભવથી ઉદાસી તેવા પૂ.ભાઈશ્રી લાલચંદભાઈ જયવંત વર્તો... જયવંત વર્તો...!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XXI
આત્મજ્યોતિ (૧) પૂ. “ભાઈશ્રીની નિશ્રામાં થયેલાં પ્રકાશનો
* ઇન્દ્રિયજ્ઞાન....જ્ઞાન...નથી. * દ્રવ્ય સ્વભાવ-પર્યાય સ્વભાવ
* ભેદજ્ઞાન ભજનાવલી (૨) કુંદામૃત કહાન સ્વાધ્યાય હોલનાં પ્રકાશનો
* જ્ઞાનથી...જ્ઞાનનું ભેદજ્ઞાન.. * દ્રવ્યસ્વભાવ-પર્યાયસ્વભાવની ચર્ચા, * જાણનારો જણાય છે
ચૈતન્ય વિલાસ * આત્મજ્યોતિ (૩) કુંદામૃત કહાન સ્વાધ્યાય હોલનું હવે પછીના પુસ્તક પ્રકાશનનું કાર્ય ચાલુ છે.
*
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
XXII
અનુક્રમણિકા
૮
| | |
|
૧૩.
પ્રવચન નં. | તારીખ
વિષયવસ્તુ
સ્થળ
પેઈજ નંબર સમયસાર શાસ્ત્ર” ગાથા ૧૩ તથા કળશ ૫ થી ૯ તથા કળશ ટીકા કળશ-૮ મુળ ગાથા તથા શ્લોક
૧ થી ૮ ૨૪/૧૮૯ સ.સાર ગાથા-૧૩
રાજકોટ ૨. | ૨૫/૧૮૯
સ.સાર ગાથા-૧૩
રાજકોટ ર૬/૧૮૯ સ.સાર ગાથા-૧૩
રાજકોટ ૪. | ૧૯૭૮૯ સ.સાર કળશ નં. ૫
રાજકોટ ૧૯૭૮૯
સ.સાર કળશ નં. ૬ રાજકોટ ૨O૭૮૯
સ.સાર કળશ નં. ૭ રાજકોટ O૭૮૯ સ.સાર ગાથા-૧૩ રાજકોટ
૭૪ ૨૨/૭૮૯ સ-સાર ગાથા-૧૩
રાજકોટ ૧/૧૨૮૯ સ.સાર ગાથા-૧૩ શ્રવણબેલગોલા
૯૯ ૨/૧ર/૮૯ સ.સાર ગાથા-૧૩ શ્રવણબેલગોલા
૧/૮ ૩/૧૨/૮૯ સ.સાર ગાથા-૧૩ શ્રવણબેલગોલા
૧૨૨ ૪/૧૨ ૮૯ સ.સાર ગાથા-૧૩ શ્રવણબેલગોલા
૧૩૩ ૨૪/૭૮૯ સ.સાર કળશ નં. ૮ રાજકોટ
૧૪૧ ૧૪. ૧૯૯૧ સ.સાર કળશ નં. ૭ રાજકોટ
૧૪૮ તેમજ ૧૩ ગાથા ૨૯૯૧ સ.સાર ગાથા-૧૩ રાજકોટ
૧૫૬ ૩૯૯૧ સ.સાર ગાથા-૧૩ રાજકોટ
૧૭) ૧૭. ૪૯૯૧
સ.સાર ગાથા-૧૩ રાજકોટ
૧૮૨ ૫૯૯૧ સ.સાર ગાથા-૧૩ રાજકોટ
૧૯૪ ૧૯. ૬૯૯૧
સ.સાર ગાથા-૧૩
રાજકોટ ૭/૯૯૧ સ.સાર ગાથા-૧૩ રાજકોટ
૨૨૦ ૮૯૯૧ સ.સાર ગાથા-૧૩ રાજકોટ
૨૩૭ તથા કળશ નં. ૮ ૯૯૯૧
સ.સાર કળશ નં. ૮ રાજકોટ
તથા તેની ટીકા ૨૬/૭/૮૯ સ.સાર કળશ નં. ૮ની | રાજકોટ
ર૬O ટીકા તથા શ્લોક-૯ ૨૪. ૧૯૯૧ કળશટીકા-૮ કળશ રાજકોટ
ર૬૭ ૨૫. ૫/૨/૮૯ પરિશિષ્ટ-૧ ગાથા ૧૩ રાજકોટ પંચકલ્યાણક
૨૮૧ ૨૩/૧૨/૮૯ પરિશિષ્ટ-૧ ગાથા ૧૩ | દેવલાલી પંચકલ્યાણક | ૨૯૦ ૨૯/૧૨/૮૯ પરિશિષ્ટ-૧ ગાથા ૧૩ | દેવલાલી પંચકલ્યાણક
૩૦૧ | આ બધા પ્રવચનો વિડીયો કેસેટ તથા ઓડિયો કેસેટમાંથી ઊતારેલા છે.
૧૫. ૧૬.
૧૮.
૨૦૬
૨૪૭
૨૩.
ર૬.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
[માનિની] व्यवहरणनयः स्याद्यद्यपि प्राक्पदव्यामिह निहितपदानां हन्त हस्तावलम्बः । तदपि परममर्थ चिच्चमत्कारमात्रं
परविरहितमन्तः पश्यतां नैष किञ्चित्।।५।। હવે આચાર્ય શુદ્ધનયને પ્રધાન કરી નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે. અશુદ્ધ-નયની (વ્યવહારનયની) પ્રધાનતામાં જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે તો અહીં એ જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમ્યકત્વ થાય છે એમ કહે છે. ત્યાં ટીકાકાર એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે તેમાં પહેલાં શ્લોકમાં એમ કહે છે કે વ્યવહારનયને કથંચિત્ પ્રયોજનવાન કહ્યો તોપણ તે કાંઈ વસ્તુભૂત નથી:
શ્લોકાર્થ:- [ વ્યવદર-ન:] જે વ્યવહારનય છે તે [યદ્યપિ] જો કે [ફુદ પ્રવિવ્યાં] આ પહેલી પદવીમાં (જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી) [ નિહિતાવાનાં] જેમણે પોતાનો પગ માંડેલો છે એવા પુરુષોને, [7] અરેરે ! [સ્તાવનગ્ધ: ચાત] હુસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, [તર્-] તોપણ [વિ- ISમાત્ર પર-વિરહિતં પરમં અર્થ સત્ત: પશ્યતાં] જે પુરુષો ચૈતન્ય-ચમત્કારમાત્ર પરદ્રવ્યભાવોથી રહિત (શુદ્ધનયના વિષયભૂત) પરમ “અર્થ” ને અંતરંગમાં અવલોકે છે, તેની શ્રદ્ધા કરે છે તથા તરૂપ લીન થઈ ચારિત્રભાવને પ્રાપ્ત થાય છે તેમને [N:] એ વ્યવહાર [વિન્વિત ન] કાંઈ પણ પ્રયોજનવાન નથી.
ભાવાર્થ – શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધનય કાંઈ પણ પ્રયોજનકારી નથી. ૫. હવે પછીના શ્લોકમાં નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે:
[ શાર્દૂનવિદ્રોહિત ] एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक्। सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं
तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमात्मायमेकोऽस्तुनः।।६।। શ્લોકાર્થ:- [ મર્ચ માત્મનઃ] આ આત્માને [ફુ દ્રવ્યાન્તરે૫: પૂથ વર્શનમ] અન્ય દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો) [તત વ નિયમત સવર્ણનમ] તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. કેવા છે આત્મા? [ વ્યાપ્ત:] પોતાના ગુણ-પર્યાયોમાં વ્યાપનારો છે. વળી કેવો છે? [ શુદ્ધનયતઃ પુરુત્વે નિયતW] શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. વળી કેવો છે? [પૂર્ણ-જ્ઞાન-ઘનશ્ય] પૂર્ણજ્ઞાનઘન છે [૨] વળી [તાવાન કર્યા માત્મા]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨
મૂળગાથા તથા કળશ
જેટલું સમ્યગ્દર્શન છે તેટલો જ આ આત્મા છે. [તત્] તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે “[ ફમાન્ નવ-તત્ત્વ-સન્તતિ મુન્ત્યા] આ નવ તત્ત્વની પરિપાટીને છોડી, [અયમ્ આત્મા પુ: અસ્તુ ન: ] આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો.”
ભાવાર્થ:- સર્વ સ્વાભાવિક તથા નૈમિત્તિક પોતાની અવસ્થારૂપ ગુણપર્યાયભેદોમાં વ્યાપનારો આ આત્મા શુદ્ઘનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો-શુદ્ધનયથી જ્ઞાયકમાત્ર એક-આકાર દેખાડવામાં આવ્યો, તેને સર્વ અન્યદ્રવ્યો અને અન્યદ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. વ્યવહારનય આત્માને અનેક ભેદરૂપ કહી સમ્યગ્દર્શનને અનેક ભેદરૂપ કહે છે ત્યાં વ્યભિચાર (દોષ) આવે છે, નિયમ રહેતો નથી. શુદ્ઘનયની હદે પહોંચતાં વ્યભિચાર રહેતો નથી તેથી નિયમરૂપ છે. કેવો છે શુદ્ઘનયનો વિષયભૂત આત્મા ? પૂર્ણજ્ઞાનવન છે-સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાનસ્વરૂપ છે. એવા આત્માના શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન છે. તે કાંઈ જુદો પદાર્થ નથી-આત્માના જ પરિણામ છે, તેથી આત્મા જ છે. માટે સમ્યગ્દર્શન છે તે આત્મા છે, અન્ય નથી.
અહીં એટલું વિશેષ જાણવું કે નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે તેથી શુદ્ઘનય પણ શ્રુતપ્રમાણનો જ અંશ થયો. શ્રુતપ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે કારણ કે વસ્તુને સર્વજ્ઞનાં આગમનાં વચનથી જાણી છે; તેથી આ શુદ્ધનય સર્વ દ્રવ્યોથી જુદા, આત્માના સર્વ પર્યાયોમાં વ્યાપ્ત, પૂર્ણ ચૈતન્ય કેવળજ્ઞાનરૂપ-સર્વ લોકાલોકને જાણનાર, અસાધારણ ચૈતન્યધર્મને પરોક્ષ દેખાડે છે. આ વ્યવહારી છદ્મસ્થ જીવ આગમને પ્રમાણ કરી, શુદ્ઘનયે દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાન કરે તે શ્રદ્ધાન નિશ્ચય સમ્યગ્દર્શન છે. જ્યાં સુધી કેવળ વ્યવહારનયના વિષયભૂત જીવાદિક ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય સમ્યગ્દર્શન નથી. તેથી આચાર્ય કહે છે કે એ નવ તત્ત્વોની સંતતિને (પરિપાટીને) છોડી શુદ્ઘનયનો વિષયભૂત એક આત્મા જ અમને પ્રાપ્ત હો; બીજું કાંઈ ચાહતા નથી. આ વીતરાગ અવસ્થાની પ્રાર્થના છે, કોઈ નયપક્ષ નથી. જો સર્વથા નયોનો પક્ષપાત જ થયા કરે છે તો મિથ્યાત્વ જ છે.
અહીં કોઈ પ્રશ્ન કરે કે-આત્મા ચૈતન્ય છે એટલું જ અનુભવમાં આવે, તો એટલી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે કે નહિ? તેનું સમાધાનઃ- ચૈતન્યમાત્ર તો નાસ્તિક સિવાય સર્વ મતવાળાઓ આત્માને માને છે; જો એટલી જ શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવામાં આવે તો તો સૌને સમ્યક્ત્વ સિદ્ધ થઈ જશે. તેથી સર્વજ્ઞની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું શ્રદ્ધાન થવાથી જ નિશ્ચય સમ્યક્ત્વ થાય છે એમ સમજવું. ૬.
હવે, ‘ત્યાર પછી શુદ્ઘનયને આધીન, સર્વ દ્રવ્યોથી ભિન્ન, આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય છે' એમ આ શ્લોકમાં ટીકાકાર આચાર્ય કહે છે:
[ અનુટુમ્ ]
अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत् । नवतत्त्वगतत्वेऽपि यदेकत्वं न मुञ्चति ।। ७ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
હવે, “ત્યાર પછી શુદ્ધનયને આધીન, સર્વ દ્રવ્યોથી ભિન્ન, આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય છે” એમ આ શ્લોકમાં ટીકાકાર આચાર્ય કહે છે:
cोर्थ:- [अतः] त्या२. ५६ [शुद्धनय-आयत्तं] शुद्धनयने साधीन [प्रत्यग्ज्योतिः] से भिन्न सामन्योति छ [तत्] ते [चकास्ति] प्र2 था छ [ यद्] ४ [नव-तत्त्व-गतत्वे अपि] नव तत्पमा प्राप्त थ। छतi [ एकत्वं] पोतान। मे:५९॥ने [न मुञ्चति] छोऽती नथी.
ભાવાર્થ- નવ તત્ત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે; જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય-ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો નથી. ૭.
भूदत्थेणामिगदा जीवाजीवा य पुण्णपावं च। आसव संवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ।।१३।।
भूतार्थेनाभिगता जीवाजीवौ च पुण्यपापं च।
आस्रवसंवरनिर्जरा बन्धो मोक्षश्च सम्यक्त्वम्।।१३।। अमूनि हि जीवादीनि नवतत्त्वानि भूतार्थेनाभिगतानि सम्यग्दर्शनं सम्पद्यन्त एव, अमीषु तीर्थप्रवृत्तिनिमित्तमभूतार्थनयेन व्यपदिश्यमानेषु जीवाजीवपुण्यपापासवसंवरनिर्जराबन्धमोक्षलक्षणेषु नवतत्त्वेष्वेकत्वधोतिना भूतार्थनयेनैकत्वमुपानीय शुद्धनयत्वेन व्यवस्थापितस्यात्मनोऽनुभूतेरात्मख्यातिलक्षणायाः सम्पद्यमानत्वात्। तत्र विकार्यविकारकोमयं पुण्यं तथा पापम्, आस्राव्यास्रावकोमयमास्रवः, संवार्यसंवारकोमयं संवरः, निर्जर्यनिर्जरकोमयं निर्जरा, बन्ध्यबन्धकोमयं बन्धः, मोच्यमोचकोमयं मोक्षः,
स्वयमेकस्य पुण्यपापानवसंवरनिर्जराबन्धमोक्षानुपपत्तेः। तदुभयं च जीवाजीवाविति। बहिर्दष्टया नवतत्त्वान्यमूनि जीवापुद्गलयोरनादिबन्पर्यायमुपेत्यैकत्वेनानुभूयमानतायां भूतार्थानि, अथ चैकजीवद्रव्यस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थानि। ततोऽमीषु नवतत्त्वेषु भूतार्थनयेनैको जीव एव प्रद्योतते। तथान्तर्दृष्टया, ज्ञायको भावो जीवो, जीवस्य विकारहेतुरजीवः। केवलजीवविकाराश्च पुण्यपापासवसंवरनिर्जराबन्धमोक्ष-लक्षणाः, केवलाजीवविकारहेतव: पुण्यपापानवसंवरनिर्जराबन्धमोक्षा इति। नवतत्त्वान्य- मून्यपि जीवद्रव्यस्वभावमपोह्य स्वपरप्रत्ययैकद्रव्यपर्यायत्वेनानुभूयमानतायां भूतार्थानि, अथ च सकलकालमेवास्खलन्तमेकं जीवद्रव्यस्वभावमुपेत्यानुभूयमानतायामभूतार्थानि। ततोऽमीष्वपि नवतत्त्वेषु भूतार्थनयेनैको जीव एव प्रद्योतते। एवमसावेकत्वेन द्योतमान: शुद्धनयत्वेनानुभूयत एव। या त्वनुभूतिः सात्मख्यातिरेवात्मख्यातिस्तु सम्यग्दर्शनमेव। इति समस्तमेव निरवद्यम्। એ પ્રમાણે જ શુદ્ધનયથી જાણવું તે સમ્યકત્વ છે એમ સૂત્રકાર ગાથામાં કહે છે:
ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને
भास.२५, सं५२, निई, बंध, मोक्ष. ते सभ्यत्व छ. १3. Auथार्थ:- [भूतार्थेन अभिगताः ] (भूतार्थ नयथा ॥ [ जीवाजीवौ] ७५, २५५ [च] 4जी [ पुण्यपापं] पुष्य, ५५ [च] तथा [ आस्रवसंवरनिर्जराः ] सय, सं१२, नि, [बन्धः ] बंध [च ] भने [ मोक्षः ] मोक्ष [ सम्यक्त्वम् ] - न4 तत्त्व सभ्यत्व छे.
ટીકાઃ- આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનયથી જાણે સમ્યગ્દર્શન જ છે (-એ નિયમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળગાથા તથા કળશ કહ્યો); કારણ કે તીર્થની (વ્યવહારધર્મની) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ (વ્યવહાર) નયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો-જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે-તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરી, શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ-કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે-તેની પ્રાપ્તિ હોય છે. (શુદ્ધનયથી નવ તત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો.) ત્યાં, વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર-એ બન્ને પુણ્ય છે, તેમ જ એ બન્ને પાપ છે, આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનાર–એ બન્ને આસ્રવ છે. સંવરરૂપ થવા યોગ્ય (સવાય) અને સંવર કરનાર (સંવારક)-એ બન્ને સંવર છે, નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર–એ બન્ને નિર્જરા છે. બંધાવા યોગ્ય અને બંધન કરનાર-એ બન્ને બંધ છે. અને મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર-એ બન્ને મોક્ષ છે; કારણ કે એકને જ પોતાની મેળે પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ (સિદ્ધિ) બનતી નથી. તે બન્ને જીવ અને અજીવ છે (અર્થાત્ તે બબ્બેમાં એક જીવ છે ને બીજાં અજીવ છે).
બાહ્ય (સ્થૂલ) દૃષ્ટિથી જોઈએ તો - જીવ-પુદ્ગલના અનાદિ બંધપર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે; (જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી;) તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતરદૃષ્ટિથી જોઈએ તો-જ્ઞાયક ભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે; વળી પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ જેમનાં લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે અને પુણ્ય, પાપ, આસ્રવ, સંવર નિર્જરા, બંધ અને મોક્ષ-એ વિકારહેતુઓ કેવળ અજીવ છે. આવાં આ નવ તત્ત્વો, જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે અને સર્વ કાળે અસ્મલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. તેથી આ નવે તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એમ તે, એકપણે પ્રકાશતો, શુદ્ધનયને અનુભવાય છે. અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ ( આત્માની ઓળખાણ ) જ છે, ને આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન જ છે. આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે-બાધા રહિત છે.
ભાવાર્થ – આ નવ તત્ત્વોમાં, શુદ્ધનયથી જોઈએ તો, જીવ જ એક ચૈતન્યચમત્કારમાત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે, તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતાં નથી. જ્યાં સુધી આ રીતે જીવતત્ત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહારદષ્ટિ છે. જુદાં જુદાં નવા તત્ત્વોને માને છે. જીવ-પુદ્ગલના બંધાર્યાય દષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે, પણ
જ્યારે શુદ્ધનયથી જીવ-પુગલનું નિજસ્વરૂપ જાદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી; નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં તે નિમિત્ત
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ નૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ-પુદ્ગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ (પદાર્થ) સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે તથા નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા જુદા નવ પદાર્થો જાણે, શુદ્ધનયથી આત્માને જાણે નહિ ત્યાં સુધી પર્યાયબુદ્ધિ છે. અહીં, એ અર્થનું કલસરૂપ કાવ્ય કહે છે:
[માલિની] चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं कनकमिव निमग्नं वर्णमालाकलापे। अथ सततविविक्तं दृश्यतामेकरूपं
प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम्।।८।। (શ્લોકાર્થ-) “ [તિ] આ રીતે [ વિરમૂ-નવતત્ત્વ-છન્નમ રૂમ માત્મળ્યોતિ:] નવ તત્ત્વોમાં ઘણા કાળથી છુપાએલી આ આત્મજ્યોતિને, [વર્ણમાના-નાપે નિમનું વેનમ રૂ] જેમ વર્ગોના સમૂહમાં છુપાએલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ, [૩નીયમાનં] શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે. [મથ] માટે હવે હે ભવ્ય
જીવો! [ સતતવિધિવત્ત] હંમેશા આને અન્યદ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિત્તિક ભાવોથી ભિન્ન, [ ૫] એકરૂપ [દશ્યતાન] દેખો. [પ્રતિપમ ઉદ્યોતમાનમ] આ (જ્યોતિ), પદે પદ અર્થાત્ પર્યાયે પર્યાયે એકરૂપ ચિચમત્કારમાત્ર ઉદ્યોતમાન છે.
ભાવાર્થ – આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધવિધ રૂપે દેખાતો હતો તેને શુદ્ધનયે એક ચૈતન્યચમત્કારમાત્ર દેખાડ્યો છે; તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો, પર્યાયબુદ્ધિનો એકાંત ન રાખો-એમ શ્રીગુરુઓનો ઉપદેશ છે. ૮
ટીકાઃ- હવે, જેમ નવ તત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો તેમ, એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે, તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે (કારણ કે જ્ઞય અને વચનના ભેદોથી પ્રમાણાદિ અનેક ભેદરૂપ થાય છે). તેમાં પહેલાં, પ્રમાણ બે પ્રકારે છે–પરોક્ષ અને પ્રત્યક્ષ. ૧ઉપાત્ત અને અનુપાત્ત પર (પદાર્થો) દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. (પ્રમાણ જ્ઞાન છે. તે જ્ઞાન પાંચ પ્રકારનું છે-મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ. તેમાં મતિ અને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે, અવધિ ને મન:પર્યય એ બે વિકલ-પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકલ-પ્રત્યક્ષ છે. તેથી એ બે પ્રકારનાં પ્રમાણ છે.) તે
૧. ઉપાત્ત = મેળવેલા. (ઇન્દ્રિય, મન વગરે ઉપાત્ત પદાર્થો છે. ) ૨. અનુપાત્ત = અણમેળવેલા. (પ્રકાશ, ઉપદેશ વગેરે અનુપાત્ત પર પદાર્થો છે.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળગાથા તથા કળશ બન્ને પ્રમાતા, પ્રમાણ, પ્રમેયના ભેદને અનુભવતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને જેમાં સર્વ ભેદો ગૌણ થઈ ગયા છે એવા એક જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.
નય બે પ્રકારે છે-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. ત્યાં દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય છે અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાયાર્થિક નય છે. તે બંને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી (ભેદથી, ક્રમથી) અનુભવ કરતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહિ આલિંગન કરાયેલા એવા શુદ્ધવસ્તુમાત્ર જીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.
| નિક્ષેપ ચાર પ્રકારે છે-નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. વસ્તુમાં જે ગુણ ન હોય તે ગુણના નામથી (વ્યવહાર માટે) વસ્તુની સંજ્ઞા કરવી તે નામ નિક્ષેપ છે. “આ તે છે” એમ અન્ય વસ્તુમાં અન્ય વસ્તુનું પ્રતિનિધિત્વ સ્થાપવું (–પ્રતિમારૂપ સ્થાપન કરવું) તે સ્થાપના નિક્ષેપ છે. વર્તમાનથી અન્ય એટલે કે અતીત અથવા અનાગત પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે. વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે ભાવ નિક્ષેપ છે. એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણભેદથી (વિલક્ષણરૂપે-જુદા જુદા રૂપે ) અનુભવ કરવામાં આવતાં તેઓ ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને ભિન્ન લક્ષણથી રહિત એક પોતાના ચૈતન્યલક્ષણરૂપ જીવસ્વભાવનો અનુભવ કરતાં એ ચારેય અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. આ રીતે આ પ્રમાણ-નય-નિક્ષેપોમાં ભૂતાર્થપણે એક જીવ જ પ્રકાશમાન છે.
ભાવાર્થ – આ પ્રમાણ, નય, નિક્ષેપોનું વિસ્તારથી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણવું; તેમનાથી દ્રવ્યપર્યાયસ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે. તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર્થ જ છે કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે. તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપર્યય થઈ જાય છે. અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ રીતિ છે: પહેલી અવસ્થામાં પ્રમાણાદિથી યથાર્થ વસ્તુને જાણી જ્ઞાનશ્રદ્ધાનની સિદ્ધિ કરવી; જ્ઞાન-શ્રદ્ધાન સિદ્ધ થયા પછી શ્રદ્ધાન માટે તો પ્રમાણાદિની કાંઈ જરૂર નથી. પણ હવે એ બીજી અવસ્થામાં પ્રમાણાદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે અને રાગ-દ્વેષ-મોહકર્મના સર્વથા અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે; તેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળજ્ઞાન થયા પછી પ્રમાણાદિનું આલંબન રહેતું નથી. ત્યાર પછી ત્રીજી સાક્ષાત્ સિદ્ધ અવસ્થા છે ત્યાં પણ કાંઈ આલંબન નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપોનો અભાવ જ છે.
કળશ ટીકા શ્લોક-૮ ખંડાન્વય સહિત અર્થ:- “માત્મળ્યોતિ: દરયતામ” [માત્મળ્યોતિઃ] આત્મજ્યોતિ અર્થાત જેવદ્રવ્યનું શુદ્ધ જ્ઞાનમાત્ર, [ દશ્યતામ] સર્વથા અનુભવરૂપ હો. કેવી છે આત્મજ્યોતિ? “રિમિતિ નવતરૂછન્ન, અથ સતત વિવિત્ત” આ અવસરે નાટયરસની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ પેઠે એક જીવવસ્તુ આશ્ચર્યકારી અનેક ભાવરૂપ એક જ સમયે દેખાય છે, એ જ કારણથી આ શાસ્ત્રનું નામ નાટક સમયસાર છે.
તે જ કહે છે-[વિરમ] અમર્યાદ કાળથી [ રૂતિ] જો વિભાવરૂપ રાગાદિ પરિણામપર્યાયમાત્ર વિચારવામાં આવે તો જ્ઞાનવસ્તુ [ નવતઋનં] પૂર્વોક્ત જીવાદિ નવ તત્ત્વરૂપે આચ્છાદિત છે. ભાવાર્થ આમ છે કે જીવવસ્તુ અનાદિ કાળથી ધાતુ અને પાષાણના સંયોગની પેઠે કર્મ-પર્યાય સાથે મળેલી જ ચાલી આવે છે અને મળી થકી તે રાગાદિ વિભાવપરિણામો સાથે વ્યાય-વ્યાપકરૂપે સ્વયં પરિણમે છે. તે પરિણમન જોવામાં આવે, જીવનું સ્વરૂપ ન જોવામાં આવે, તો જીવવસ્તુ નવ તસ્વરૂપ છે એમ દષ્ટિમાં આવે છે; આવું પણ છે, સર્વથા જૂઠું નથી, કેમ કે વિભાવરૂપ રાગાદિ પરિણામશક્તિ જીવમાં જ છે.
ગથહવે “અથ' પદ દ્વારા બીજો પક્ષ બતાવે છે:- તે જ જીવવસ્તુ દ્રવ્યરૂપ છે, પોતાના ગુણ-પર્યાય વિરાજમાન છે. જો શુદ્ધ દ્રવ્યસ્વરૂપ જોવામાં આવે, પર્યાયસ્વરૂપ ન જોવામાં આવે તો તે કેવી છે? “સતતવિવિવેત્તમ” (સતત) નિરંતર [વિવિવાં] નવ તત્ત્વના વિકલ્પથી રહિત છે, શુદ્ધ વસ્તુમાત્ર છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધસ્વરૂપનો અનુભવ સમ્યકત્વછે.
વળી કેવી છે તે આત્મ-જ્યોતિ? “વાના નાતે નવનિ નિમ” “વર્ણમાલા” પદના બે અર્થ છે-એક તો બનવારી, અને બીજો ભેદપંક્તિ; ભાવાર્થ આમ છે કે ગુણ-ગુણીના ભેદરૂપ ભેદપ્રકાશ; “કલાપ” નો અર્થ સમૂહુ છે.
–આથી એમ અર્થ ઊપજ્યો કે જેમ એક જ સોનું વાનભેદથી અનેકરૂપ કહેવાય છે તેમ એક જ જીવવસ્તુ દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપે અનેકરૂપ કહેવાય છે. “મથ' હવે “અથ” પદ દ્વારા ફરીને બીજો પક્ષ બતાવે છે:- “પ્રતિપમ રુપ” [ પ્રતિપમ] ગુણ-પર્યાયરૂપ અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ અથવા દષ્ટાંતની અપેક્ષાએ વાનભેદરૂપ જેટલા ભેદો છે તે બધા ભેદોમાં પણ [ ૫] પોતે (એક) જ છે. વસ્તુનો વિચાર કરતાં ભેદરૂપ પણ વસ્તુ જ છે, વસ્તુથી ભિન્ન ભેદ કોઈ વસ્તુ નથી. ભાવાર્થ આમ છે કે સુવર્ણમાત્ર ન જોવામાં આવે, વાનભેદમાત્ર જોવામાં આવે તો વાનભેદ છે; સોનાની શક્તિ એવી પણ છે; જો વાનભેદ ન જોવામાં આવે, કેવળ સુવર્ણમાત્ર જોવામાં આવે, તો વાનભેદ જૂઠા છે;
તેવી રીતે જો શુદ્ધ જીવવસ્તુમાત્ર ન જોવામાં આવે, ગુણ-પર્યાયમાત્ર કે ઉત્પાદ-વ્યયધ્રવ્યમાત્ર જોવામાં આવે, તો ગુણ-પર્યાયો છે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે; જીવ વસ્તુ આવી પણ છે; જો ગુણ-પર્યાયભેદ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યભેદ ન જોવામાં આવે, વસ્તુમાત્ર જોવામાં આવે, તો સમસ્ત ભેદ જૂઠા છે; આવો અનુભવ સમ્યકત્વ છે. વળી કેવી છે આત્મજ્યોતિ? હનીયમને” ચેતનાલક્ષણથી જણાય છે તેથી અનુમાનગોચર પણ છે. હવે બીજો પક્ષઉદ્યોતમાનમ” પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. ભાવાર્થ આમ છે કે ભેદબુદ્ધિ કરતાં જીવવસ્તુ ચેતનાલક્ષણથી જીવને જાણે છે, વસ્તુ વિચારતાં એટલો વિકલ્પ પણ જૂઠો છે, શુદ્ધવસ્તુમાત્ર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળગાથા તથા કળશ છે. આવો અનુભવ સમ્યકત્વ છે. ૮. એ અર્થનો કલશરૂપ શ્લોક કહે છે,
[માતિની] उदयति न नयश्रीरस्तमेति प्रमाणं ककचिदपि च न विद्मो याति निक्षेपचक्रम्। किमपरमभिदध्मो धाम्नि सर्वडकषेऽस्मि
न्ननुमवमुपयाते भाति न खेतमेव।।९।। શ્લોકાર્થ:- આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરી કહે છે કે- [સ્મિન સર્વષે ઘાનિ અનુમવન ઉ૫યાતે] આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્યચમત્કારમાત્ર તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં [ નયશ્રી: ૧ ૩યતિ] નયોની લક્ષ્મી ઉદય પામતી નથી, [પ્રમાણે સ્તન તિ] પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે [] ૨] અને [નિક્ષેપવન ઉજિત યાતિ, ન વિવા:] નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. [ ક્રિમ સપરમ મિલE:] આથી અધિક શું કહીએ ? [ વૈતમ વ ન માલિ] દ્વત જ પ્રતિભાસિત થતું નથી.
ભાવાર્થ:- ભેદને અત્યંત ગૌણ કરીને કહ્યું છે કે પ્રમાણ, નયાદિ ભેદની તો વાત જ શી? શુદ્ધ અનુભવ થતાં વૈત જ ભાસતું નથી, એકાકાર ચિન્માત્ર જ દેખાય છે.
અહીં વિજ્ઞાનાતવાદી તથા વેદાંતી કહે છે કે-છેવટ પરમાર્થરૂપ તો અદ્વૈતનો જ અનુભવ થયો. એ જ અમારો મત છે; તમે વિશેષ શું કહ્યું? એનો ઉત્તર:- તમારા મનમાં સર્વથા અતિ માનવામાં આવે છે. જે સર્વથા અદ્વૈત માનવામાં આવે તો બાહ્ય વસ્તુનો અભાવ જ થઈ જાય, અને એવો અભાવ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે. અમારા મતમાં નયવિવક્ષા છે તે બાહ્ય વસ્તુનો લોપ કરતી નથી. જ્યારે શુદ્ધ અનુભવથી વિકલ્પ મટી જાય છે ત્યારે આત્મા પરમાનંદને પામે છે તેથી અનુભવ કરાવવા માટે “શુદ્ધ અનુભવમાં બૈત ભાસતું નથી” એમ કહ્યું છે. જો બાહ્ય વસ્તુનો લોપ કરવામાં આવે તો આત્માનો પણ લોપ થઈ જાય અને શૂન્યવાદનો પ્રસંગ આવે. માટે તમે કહો છો તે પ્રમાણે વસ્તુસ્વરૂપની સિદ્ધિ થઈ શકતી નથી, અને વસ્તસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના જે શુદ્ધ અનુભવ કરવામાં આવે તે પણ મિથ્યારૂપ છે; શૂન્યનો પ્રસંગ હોવાથી તમારો અનુભવ પણ આકાશના ફૂલનો અનુભવ છે. ૯
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
પ્રવચન નં. ૧
ગાથા-૧૩ તા. ૨૪-૧-૮૯ “(ટીકા-) આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનયથી જાણ્યે સમ્યક્રદર્શન જ છે.” અગિયારમી ગાથામાં કહ્યું કે શુદ્ધનયથી એક જ્ઞાયકભાવને જાણે ત્યારે સમ્યકદર્શન થાય છે, આંહી ભૂતાર્થનયથી નવ તત્ત્વો જાણે ત્યારે સમ્યકદર્શન છે-એમ કહ્યું છે. કેમ કે જીવાદિ નવ તત્ત્વોને પણ નિરપેક્ષદષ્ટિથી તું જાણ, જેમ નિરપેક્ષપણે-પર્યાયથી રહિત શુદ્ધાત્માને જાણે...તો સમ્યકદર્શન થાય ( આંહી તો કહ્યું કે:) શુદ્ધાત્માથી રહિત, નવ તત્ત્વોને પણ ભૂતાર્થનયથી તું જાણ...ત્યારે સમ્યકદર્શન થાય એમ કહ્યું. (એ નિયમ કહ્યો );
શું કહે છે? “તીર્થની પ્રવૃત્તિ અર્થે-વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે ” અભૂતાર્થ (-વ્યવહાર) નયથી કહેવામાં આવે છે–શું કહે છે? કે એક જીવ અને બીજો અજીવ, ઈ બેના સંબંધથી, જીવનાં જે નવ (પ્રકારનાં) પરિણામ પ્રગટ થાય છે–આંહીયાં જીવનાં નવ પરિણામ
ત્યાં નિમિત્તપણે અજીવના નવ (પ્રકારે) પરિણામ છે તો કહે છે કે-ઈ અભેદ ઉપચારથી સમ્યક્દર્શનના હેતુભૂત છે નવ તત્ત્વો.
જેવી રીતે મોસંબી રસનું નિમિત્ત છે, પણ મોસંબી પોતે રસ નથી. એમાં (મોસંબીમાં) રસ છુપાએલો છે. તો મોસંબીયે લેવી પડશે, પછી એમાંથી ( પ્રક્રિયા કરી) રસ કાઢવો પડશે, અને રસ (એક જ) ઉપાદેય છે, બાકી બધું ય હેય (છોડવાલાયક) છે. એવી રીતે જીવ નામનો પદાર્થ, અનાદિકાળથી પરના સંગે પ્રવૃત્તિ કરે છે, એમાં નવ તત્ત્વો ઊભા થાય છે, એ નવ તત્ત્વોથી અભેદ એવો આત્મા છે. “અભેદ ઉપચારથી” એને સમ્યકદર્શનનો તુ-નિમિત્ત કહુવામાં આવે છે.
અભૂતાર્થનયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો”, જીવ છે એ પોતે પોતાના સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપ-આસ્રવ-બંધરૂપે પરિણમે છે. ભેદજ્ઞાનનો અભાવ હોય ત્યાં સુધી અજ્ઞાન-રૂપે પરિણમે છે. ભેદજ્ઞાનનો સદ્દભાવ થાય..તો સંવર-નિર્જરાને મોક્ષરૂપે પરિણમે છેએ સ્વસમય અને પરસમય એમ બે પ્રકારે બંધ-મોક્ષની રચના છે.-જેમનાં લક્ષણ જીવ. અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે” એવાં આ નવ તત્ત્વો,
જીવ' એટલે જીવનાં પરિણામ, જીવ એટલે દશ પ્રકારનાં ભાવપ્રાણથી જીવે તેને જીવ કહેવાય, અથવા નર-નારકાદિપણે વિશેષરૂપે પરિણમે એને જીવ કહેવાય.... અજીવ, અજીવના વિકલ્પને અજીવ કહેવાય, પુણ્ય-પાપ-આસ્રવને બંધ એ વિકારી કષાયભાવો છે. સંવરનિર્જરાને મોક્ષ એ અકષાય ભાવ છે એ નવ તત્ત્વો છે (તે) પરિણામનાં ભેદો છે. (આ) પરિણામનાં ભેદોમાં પણ અભેદ રહેલો છે. કેમકે એ પરિણામથી જીવને “અભેદ ઉપચાર” નિમિત્તે કહ્યું-જેમકે ખાણમાંથી સોનું નીકળે.એ પાષાણને સુવર્ણ-પાષાણ કહેવાય, સુવર્ણપાષાણમાં સોનું છે, એનાં સિવાયનાં ચાલૂ પથ્થરામાં સોનું ન હોય (પરંતુ ) ખાણમાંથી સોનું નીકળે પાણીમાં (સુવર્ણ–પાષાણમાં) એ પથ્થરામાં સોનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦
પ્રવચન નં. ૧ હોય, તો સુવર્ણપાષાણને સોનાની પ્રાપ્તિનું નિમિત્ત કારણ કહેવાય...એમ આ નવ તત્ત્વને અભેદ-ઉપચારથી, જે જીવ કહ્યો, એમાં આ નવપ્રકારની પર્યાયો થાય છે એ પર્યાયો–તેમનામાં (એટલે કે) એ ભેદમાં, અભેદ રહેલો છે. જેમ સુવર્ણ-પાષાણમાં સોનું રહેલું છે-મોસંબીમાં રસ રહેલો છે. એમ આ નવપ્રકારનાં. પરિણામનાં ભેદમાં.. એકપણું પ્રગટ કરનાર એ ભૂતાર્થનય...એ ભૂતાર્થનય કોને લાગુ પડે છે? ત્રિકાળી દ્રવ્યને. પર્યાયને પછી લાગુ પડશે.
-એવાં એ જે નવ તત્ત્વો છે એમાં હોવા છતાં-વિશેષોમાં (સામાન્ય) હોવા છતાં, વિશેષો, તેનાથી પાર નવનાં ભેદ-પરિણામો નવ પ્રકારનાં છે એમાં આત્મા રહેલો છે, પણ તે-મય એ થયો નથી. એટલે અભૂતાનયથી તો એ બધું જીવ દેખાય છે ભૂતાર્થનથી.... નવેય તત્ત્વો અજીવમાં જાય છે ને એકલો ધ્રુવ, ધ્રુવ, શુદ્ધાત્મા ઈ એકલો જીવતત્વમાં આવે છે. વિશેષોમાંથી એકપણું-નવમાંથી એક “તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી (એકપણું પ્રાપ્ત કરી),” નવેયના જે ભેદ કહ્યા એ અભૂતાર્થનયથી છે નવેય ભેદો (-નવ તત્ત્વો), અભેદ-ઉપચારથી એને જીવના પરિણામ કહેવાય, જીવ કહેવાય જે કહો એ...પણ એમાંથી એક, શુદ્ધનય વડ-નિશ્ચયનય વડે એક શુદ્ધ આત્માને (જ્ઞાયકને) શોધી કાઢો તો એકપણું પ્રાપ્ત કરી એ નવમાંથી -નવને ગૌણ કરી-નવનું લક્ષ છોડી, નવ પર્યાયો છે..પણ એ નવપર્યાય તે ઉપાદેય નથી, આશ્રય કરવા યોગ્ય નથી, એ સમ્યકદર્શનનો વિષય (-ધ્યેય) નથી ખરેખર....સમ્યકદર્શનનો વિષય (ધ્યેય ) તો નવમાંથી એક શુદ્ધાત્મા, એ શુદ્ધનય વડે (નવમાંથી) કાઢવો જોઈએ, એ કાઢતાં સમ્યકદર્શન નિયમથી થાય છે. ઓમાં નિયમ ન રહ્યો, (શમાં?) નવ તત્ત્વનું શ્રદ્ધાન એમાં સમ્યકદર્શનનો નિયમ નથી.
આ નવમાંથી એક શુદ્ધાત્માનું શ્રદ્ધાન (એમાં) સમ્યકદર્શન થાય, થાય ને થાય જ. એ અફર...નિયમ છે. (શ્રોતા ) એનો વિષય તો તે જ છે ને ? (ઉત્તર:) હા, સમ્યકદર્શનનો એક (શુદ્ધાત્મા જ વિષય છે, ) નવ (ના ભેદ) એનો વિષય નથી. પણ એને “અભેદઉપચારથી' નિમિત્ત કહેવાય, જીવ એમાં હતો એટલે...એકલા નવેય પરિણમે તે નિમિત્ત ન કહેવાય. નવરૂપે જે આત્મા પરિણમે છે એ નિમિત્ત છે, એકલા પરિણામને જુદા કરો (એકએક પરિણામને જુઓ) તો એમાં જીવ (આત્મા) નથી. પરિણામીમાં જીવ છે. (જેમ કે) મોસંબીમાં રસ છે, એકલી છાલમાં રસ નથી. એટલે એને નિમિત્તકારણ કહ્યું, નિમિત્ત કારણ કેમકે એમાં ભગવાન આત્મા રહેલો છે. (જેમ કે) અંધપાષાણમાં સોનું નથી તેથી અંધપાષાણ સોનાનું નિમિત્ત નથી, સુવર્ણપાષાણ સોનાની પ્રાપ્તિનું નિમિત્ત કારણ છે. પણ સુવર્ણપાષાણ સોનું નથી પાછું...સોનું એમાં રહેલું છૂપાએલું જુદું છે (એમાંથી સોનાના કણ) અગ્નિ વગેરે તાપ આપતા (પ્રક્રિયા કરતાં) સોનું એમાંથી બહાર નીકળે છે.
“શુદ્ધનયપણે થપાયેલા આત્માની અનુભૂતિ-કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે.” સમ્યકદર્શન, આત્માની પ્રાપ્તિ-આત્માની ખ્યાતિ (-પ્રસિદ્ધિ ) -તેની પ્રાપ્તિ હોય છે. લ્યો !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૧ આ સમ્યફદર્શન થયું.
હવે જ્યારે સમ્યકદર્શન થાય છે...નવના ભેદમાંથી એક ને ઉપાદેયપણે જાણો...નવના ભેદને હેય પણે જાણ્યા ત્યારે નવના ભેદો તો છેદેખાય છે-જણાય છે. વિકલ્પ તો છે તો કહે છે કે એ નવના ભેદમાંથી એકને જુદો કાઢયો એ સમ્યકદર્શનનો વિષય છે એટલે નવથી નિરપેક્ષ જીવતત્ત્વ સમ્યક્દર્શનનો વિષય છે. હવે એ જે નવ છે..ભેદો-પર્યાયના એ શુદ્ધાત્માથી નિરપેક્ષ છે. શુદ્ધાત્મા, નવથી નિરપેક્ષ અને આ નવ ભેદો શુદ્ધાત્માથી નિરપેક્ષ-રહિત છે. નવા છે ખરા! એને તું ભૂતાર્થનયથી જાણ એક-એકને...અભૂતાર્થનયે તો એ પરિણામી હતું-પર્યાય સાપેક્ષ (આત્મ) દ્રવ્ય હતું, હવે ઈ પર્યાયોને પણ દ્રવ્યથી નિરપેક્ષ સ-અહેતુક જાણ.-એમ (આચાર્યદેવ) કહે છે.
ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર-એ બન્ને પુણ્ય છે”, એક ભાવપુર્ણ છે ને એક દ્રવ્યપુણ્ય છે. તેમ જ એ બન્ને પાપ છે–એમાં એક ભાવ પાપ છે ને એક દ્રવ્યપાપ છે.-અજીવપાપ-દ્રવ્યપાપ..ભાવ અને દ્રવ્ય (પણ) બે ભેદ છે. ભાવ પુણ્યનું ભાવપાપ છે આંહીયાં..એ જીવની બહિરમુખ પર્યાયમાં થાય છે...એનું નામ ભાવપુર્ણ ને ભાવપાપ છે. અને એમાં નિમિત્ત છે પુગલ-અજીવ એ દ્રવ્યપુણ્ય ને દ્રવ્યપાપ કહેવાય છે. હવે કહે છે કે ‘વિકારી થવાયોગ્ય’ અને ‘વિકાર કરનાર' આ બે શબ્દ છે. એનો શું અર્થ ? વિકારી થવાયોગ્ય એટલે એ પરિણામ આત્માથી થતા નથી આત્માથી નિરપેક્ષ છે. દ્રવ્ય છે તે પરિણામથી નિરપેક્ષ છે અને પરિણામ છે તે પોતાના શુદ્ધાત્માથી નિરપેક્ષ છે. (પરિણામ) સત્-અહેતુક છે-થવાયોગ્ય થાય છે, એનો કરનાર આત્મા નથી. એનો એ જાણનાર છે, પણ ઈ કેવી રીતે જાણે છે સમ્યક્દષ્ટિ? કે ઈ પરિણામ પરિણામથી થાય છે પરિણામશક્તિથી પરિણામ થાય છે...મારાથી એ પરિણામ થયા નથી. ભૂતકાળમાં થયા નહોતા-વર્તમાનમાં થતા નથી–ભવિષ્યમાં પુણ્ય-પાપનાં પરિણામ કદાચ બે-ચાર ભવ બાકી હોય તે આવશે....એ પરિણામનો હું કર્તા થઈશ નહીં એમ તે નિરપેક્ષ જાણે છે.
અને.(સાધક પોતે) આત્માને જાણતાં-જાણતાં એ પરિણામને જાણે છે કેમકે બારમી ગાથામાં સંધિ છે કે “વ્યવહાર જાણેલો પ્રયોજનવાન” કરેલો પ્રયોજનવાન નથી એટલે આંહીયાં પણ “કરવું” આવતું નથી. સમ્યકદર્શન થતાં એને કર્તા બુદ્ધિ રહેતી નથી.અને
જાણવું” છૂટતું નથી. જે જે પરિણામ આવે એને જાણે જ્ઞાન....જ્ઞાન કેમ જાણે? કે “સ્વય થાય છે ....મારાથી થાય છે તો “જાણપણું” ન રહ્યું અજ્ઞાન થઈ ગયું.
બારમી ગાથામાં “વ્યવહારનય. “ જાણેલો” પ્રયોજનવાન” લખ્યું છે કરેલો નહીં આદરેલો નહીં. ઈ જે સમ્યકદર્શન (અગિયારમી ગાથામાં) થયું પછી બારમી ગાથામાં લખ્યું એનો જ આંહી વધારે ખુલાસો છે (આ તેરમી ગાથામાં) ( જ્ઞાની) જાણે-થવાયોગ્ય થાય છે એમ જાણે. મારાથી થાય છે-આત્માથી થાય છે, આ પુણ્યને પાપનાં પરિણામ..આહા! તીવ્રકષાય-મંદકષાય, અવ્રતના અને વ્રતનાં ભાવ...એ મારાથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
પ્રવચન નં. ૧ થતાં નથી થવાયોગ્ય થાય છે.
અને..એને ભૂતાર્થનયે હું જોઉં છું, તો મારી અપેક્ષા વિના એ (પરિણામો) થાય છે માટે ભૂતાર્થનય છે. પરિણામ સ્વતંત્ર સ...અહેતુક છે...એની જન્મક્ષણ છે...ઉત્પાદ સત્ અને વ્યય સત્ છે એનાથી (સ્વતંત્રપણે) થાય છે...મારાથી નહીં.-એ “ક્ષણિક ઉપાદાન” સિદ્ધ કર્યું. “ક્ષણિક ઉપાદાન” કહો એટલે કોઈથી ન હોય, સ્વશક્તિને ક્ષણિક ઉપાદાન કહેવાય અને પરયોગને નિમિત્ત કહેવાય.આંહી ઉપાદાન કહ્યું એ “ક્ષણિક ઉપાદાન” ની સિદ્ધિ કરી એ સ્વતંત્ર-સત્-અહેતુક થઈ ગયો-એનું નામ ભૂતાર્થનય.
(શું કહ્યું?) જીવ પરિણમે છે ને જીવમાં ( પરિણામ) થાય છે તો તો અભૂતાર્થનય થઈ ગઈ...પુણ્ય-પાપનાં પરિણામ..એમ જ્ઞાની હવે જોતો નથી. અજ્ઞાની જેમ જુએ છે એમ ( જ્ઞાની) પરિણામને પણ જોતાં નથી..અજ્ઞાની, પરિણામ આત્માથી (-પોતાથી) થાય છે એમ જુએ છે (–માને છે.) જ્ઞાની, પરિણામ..પરિણામશક્તિથી (સ્વતંત્રપણે) થાય છે એમ જુએ છે (–માને છે )...બન્નેના પરિણામને જવાજવામાં બહુ ફેર છે. એટલે (સમ્યકષ્ટિ) પરિણામને ભૂતાર્થનયથી જાણે છે ને (આત્મ) દ્રવ્યને ભૂતાર્થનયથી જાણી લીધું છે.
(આશ્ચર્ય તો જુઓ!) અજ્ઞાની કહે છે કે મારાથી થાય છે, જ્ઞાની કહે છે કે એ પરિણામ એનાથી થાય છે. એ પુણ્ય-પાપ જે થાય છે એને ભૂતાર્થનયથી જાણ..એમ આ ક્ષણિક ઉપાદાન' કહ્યું. કેમ કે આ પુણ્ય-પાપનાં પરિણામ છે એ તો સ્વાંગ છે, આત્માનો સ્વ-ભાવ નથી...એ વિભાવભાવ છે તે અગુરુલઘુગુણની માફક એ સ્વભાવપર્યાય નથી... એટલે વિભાવપર્યાય છે-વિકાર છે. તો એમાં નિમિત્ત પણ હોય...તો નિમિત્ત કોણ? કર્મનો ઉદય એમાં નિમિત્ત કર્યા છે. જુનાં કર્મને નિમિત્ત લેવાં નવાં કર્મ નહીં.
કેમ કે (જ્ઞાનીને) નવાં કર્મની હારે સંધિ તૂટી ગઈ છે અને જૂનાં કર્મ પણ ખરવા (-નિર્જરવા) માટે આવે છે-નિર્જરા થાય છે-નિર્યો થકો નિર્જરે છે તે હવે બંધાતો નથી. આહા..હા! પુણ્ય-પાપના પરિણામ હો? સાધકને...અને..ચોથા ગુણસ્થાને...છઠે તો એકલા પુણ્યના પરિણામ એ સમ્યકદર્શન થયું છે ને તો સમ્યક્દષ્ટિની વાત કરી. એક ભાવ ને દ્રવ્ય, એમ બેની વાત કરી, “આસ્રવ થવાયોગ્ય અને આસવ કરનાર”-
મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ.....( જ્ઞાનીને) મિથ્યાત્વ તો હવે છે નહીં. અવત-કષાય ને યોગ છે. એને ભૂતાર્થનયથી જાણે છે કે એ તો) એનાથી થાય છે, અને એમાં નિમિત્ત જૂનાં કર્મો છે. એ બન્ને આસ્રવ છે. આન્સવમાં ભાવ આસ્રવ અને દ્રવ્યઆસ્રવ...દ્રવ્યઆસવ નવાં કર્મ આવે ઈ દ્રવ્યઆસ્રવ નહીં, એ જૂનાં (કર્મ) નો ઉદય આવે છે એને દ્રવ્યઆસ્રવ કહેવાય, નિમિત્તપણે...એ જૂનાં કર્મ નિમિત્ત અને આ નૈમિત્તિક થાય છે. નવાં કર્મની હારે હવે કોઈ સંબંધ રહ્યો નહીં. આસ્રવબંધમાં પણ ( નિમિત્તપણે) જૂનાં કર્મ લીધાં, સંવર-નિર્જરા ને મોક્ષમાં તો જૂનાં કર્મની નિર્જરા લાગૂ પડે-દ્રવ્યનિર્જરા થાય જૂનાંની...એમાં તો નવાં (કર્મનો) પ્રશ્ન જ નથી..જુઓ મર્મની વાત. કે સંવરને નિર્જરાના પરિણામ થાય, એ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
૧૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ ભાવસંવર અને જૂનાં કર્મ રોકાય જવા એનું નામ દ્રવ્યસંવર અને નિર્જરામાં શુદ્ધિની વૃદ્ધિ તે ભાવનિર્જરા અને જૂનાં કર્મનું ખરવું એ દ્રવ્યનિર્જરા, એમાં જૂનાં કર્મનો સંબંધ છે...ત્રણેમાં પણ પુણ્ય-પાપ, આસ્રવ-બંધમાં પણ જૂનાં છે, નવાં નહીં...નવાં એનાંથી બંધાય છે એમ લાઈન નથી અહીં...નવામાં એ નિમિત્ત થતું નથી...જૂનાં આને નિમિત્ત થાય છે. આત્મા નિમિત્ત થતો નથી માટે જૂનાં (કર્મ) નિમિત્ત થાય છે.
આત્મા....એનું ઉપાદાન કારણ તો નથી..અને નિમિત્તકારણ પણ નથી. આન્સવનું નિમિત્ત કારણ આત્મા નથી. આમ્રવનું ઉપાદાન કારણ ક્ષણિક ઉપાદાન પર્યાય અશુદ્ધ, અને નિમિત્ત કારણ જૂનાં કર્મનો ઉદય (હોય છે.) આસ્રવ થાય માટે નવાં કર્મનો બંધ થાય એમ હવે નથી રહ્યું.-આખા સંસારનો છેદ થઈ ગયો, દષ્ટિપ્રધાન કથન છે આ.
આ ચરણાનુયોગને કરણાનુયોગની લાઈન નથી, (આ તો) દ્રવ્યાનુયોગની લાઈન છે. જૂના કર્મની હારે સંબંધ છે એ બધાનો....(પુણ્ય-પાપ-આસવ-બંધનો) જે આપણે ગજજાબહેનને કહ્યું 'તું એ વાત જ આવી.
શ્રોતા: નૈમિત્તિક હૈ નિમિત્ત નહીં હૈ
ઉત્તર: હા, નિમિત્ત નહીં હૈ..નૈમિત્તિક હૈ. જૂનાં કર્મ નિમિત્ત, આંહી (જીવમાં) ભાવ થાય એ નૈમિત્તિક...પણ નિમિત્ત નામ નથી એનું હવે.
શ્રોતાઃ ક્યોંકિ ઉસે ભૂતાર્થસે જાના હૈ ન હોને યોગ્ય હોતા હૈ ઔર વો પરિણામ મેરે સે હોતા હૈ ઐસા લગે તો વો પરિણામ નિમિત્ત હોતા હૈ નયે કર્મ બંધનમેં. પરંતુ પર્યાયદષ્ટિ તો છૂટ ગઈ છે, કે મેરે સે તો હોતા નહીં.
ઉત્તરઃ ઉસકા સ્વામી-કર્તા મેં નહીં હૈં. શ્રોતા. સ્વામી નહીં હું તો ભી વો પરિણામ તો હોતા હૈ! ઉત્તરઃ પરિણામ હોતા હૈ. શ્રોતાઃ ઇસલિએ મેં કર્તા નહીં હૂં વો તો કર્મકા કાર્ય હૈ મેરા-આત્માકા કાર્ય નહીં હૈ
ઉત્તર: મેરા આત્માકા કાર્ય નહીં હૈ...થોડા આસ્રવ ઉત્પન્ન હોકર ચલે જાતા હૈ અહી અસ્થિરતાની વાત નથી...દષ્ટિપ્રધાનની વાત છે.
શ્રોતા: દષ્ટિપ્રધાન કી બાત હૈ! ઉત્તરઃ આંહી ભૂતાર્થનયથી જાણ તું ઈ શબ્દ (વજની) છે ભૂતાર્થનથી.. શ્રોતા: સાહેબ, ભૂતાર્થનથી જાણે તો રાગનો પ્રશ્ન રહેતો જ નથી.
ઉત્તરઃ નહીંતર તો રાગની પરંપરા ચાલુ જ રહે. સમ્યક્દર્શન થયા પછી સંસારની પરંપરા કપાય ગઈ હવે સમ્યદૃષ્ટિને કર્મનો બંધ થતો જ નથી. એ આવે છે ને ઈ આ સમ્યક્દષ્ટિ થયા પછી નવો....કર્મનો બંધ એને થતો જ નથી આહા..! કેમ કે મિથ્યા અભિપ્રાયપૂર્વકનો આસ્રવ નથી હવે એને..
શ્રોતા: આસ્રવમાં એકત્વ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪
પ્રવચન નં. ૧ ઉત્તર: આસ્રવમાં એકત્વ નથી આમ્રવનો સ્વામી નથી-કર્તા નથી કે તો થાય તો છે.. તો કોનાથી? કે એક તો એનાથી થાય છે એમાં નિમિત્ત કારણ કોણ કે નિમિત્ત જૂના કર્મ છે બસ. હું તો એનો સાક્ષી છું–જૂનાં કર્મનો પણ સાક્ષી ને આસ્રવ થાય એનો પણ સાક્ષી છું જ્ઞાતા છું આહા..હા !
એને એમ થાય કે આસ્રવ તો..નવાં કર્મમાં-બંધમાં નિમિત્ત થાય, બાંધવામાં નિમિત્ત થાય એની નજર કર્મ ઉપર ગઈ...એણે તો જૂનાં (કર્મની) હારે ય નિમિત્ત-નૈમિત્તિક રાખ્યું અને નવાં (કર્મની) હારે ય નિમિત્ત-નૈમિત્તિક રાખ્યું તો એને પરંપરા ચાલુ રહે છે અને (સમ્યક્દષ્ટિને તો) પરંપરા તૂટી ગઈ છે. સમ્યકષ્ટિને સમ્યકદર્શન થયા પછી જ્ઞાની, ભૂતાર્થનયથી નવને જાણે છે એ વાત ચાલે છે.
શ્રોતા: ભૂતાર્થનથી જાણે પછી નવાં કર્મનો પ્રશ્ન રહેતો જ નથી.
ઉત્તર: રહેતો જ નથી. એ આસ્રવ જે ઉત્પન્ન થઈને વ્યય થાય છે તે નવાનું કારણ થયાં વિનાં અભાવ થાય છે. નવાનું કારણ થયા વિના એ પર્યાયનો વ્યય થઈ જાય છે.
શ્રોતા: એકદમ સહી બાત હૈ.
ઉત્તર: જૂનાનું કાર્ય છે, પણ નવાનું કારણ થતું નથી. રાગ છે તે જૂનાનું કાર્ય તો થયું પણ નવાનું કારણ નથી. સંવર-નિર્જરા ને મોક્ષ તો નવાં (કર્મનું) કારણ નથી, પણ આપણ નવાનું કારણ નથી. (જો એમ ન હોય તો) સંસારની શૃંખલા ચાલુ જ રહે તો તો પછી સંસારનો અભાવ ક્યાંથી થાય?
શ્રોતા. એટલા માટે તો સમયસારમાં આ નવ તત્ત્વોનો ક્રમ છે ને એમાં આસ્રવ પછી બંધ નહીં પણ સંવર લીધો છે.
ઉત્તરઃ સંવર લીધો છે. શ્રોતા કેમ કે આસ્રવના નિરોધપૂર્વક સંવર થાય.
ઉત્તર: હા, હા સંવર જ થાય, બંધ હવે ન થાય. બંધ ક્યાંથી થાય? આસ્રવ પછી બંધ ન આવે...આસ્રવ પછી બંધ આવે એ તો અજ્ઞાનીને લાગૂ પડ...આસ્રવ પછી સંવર આવે એ જ્ઞાનીને લાગૂ પડે, તો પછી આસ્રવ બંધનું કારણ ન થયું.
શ્રોતાઃ એ ક્રમ બરાબર છે.
ઉત્તર: એ પ્રમાણે જ દમ લીધો છે ને! “તત્ત્વાર્થસૂત્ર' માં આસ્રવપૂર્વક બંધ છે અને આંહીયાં આસ્રવના અભાવપૂર્વક સંવર થાય..જુઓ, આમ્રવનો તો સમયે-સમયે ઉત્પાદ થાય છે પણ એનો અભાવ થઈ જાય છે. જેટલો આસવનો અભાવ થાય છે એટલો સંવર થાય છે આહાહા! આસ્રવ રોકાય છે અંશે...ચાલીશ ડીગ્રીનો આસ્રવ હોય ઈ બીજા સમયે ઓગણચાલીશ ડીગ્રીનો આસ્રવ હોય, એટલે એક ડીગ્રી સંવરની વધી (આ પ્રોસેસ છે!) ગજબની વાત છે.
આસ્રવ કરનાર લખ્યું છે-કર્મનો કરનાર એમ નથી લખ્યું, આસવનો કરનાર કોણ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫
આત્મજ્યોતિ એમ લખ્યું છે નવાં કર્મ થાય એ તો આસ્રવને કરે નહીં, કેમ કે નવા તો બંધાય ને હજુ ઉદયમાં ય આવ્યાં નથી તો તે કરે ક્યાંથી ? તો કરે છે કોણ? જૂનાં. એટલે એમાં પણ એ ન્યાય આવ્યો કે જૂનાં કર્મ કરે છે એમ મારું કહેવાનું આ છે. એમાં ઈ ક્રમ આવ્યો કે નવાં (કર્મ) નું કારણ નથી...જૂનાનું છે કાર્ય છે. કરનાર લખ્યું છે ને? આસ્રવ થવાયોગ્ય અને આસ્રવ કરનાર...‘કરનાર' લખ્યું છે.
નવાં કર્મ એ કાર્ય ને એનો કરનાર આસ્રવ તેમ લખ્યું નથી આસ્રવ થયા યોગ્ય અને કરનાર ભગવાન આત્મા એનો કરનાર નથી. તો અશુદ્ધ ઉપાદાન છે-ક્ષણિકઉપાદાન છેસ્વાંગ છે તો એનો કોઈ નિમિત્ત કારણ જોઈએ, કે.નિરપેક્ષથી તો આસવ, આસ્રવથી થાય છે ક્ષણિક ઉપાદાન એ ભૂતાર્થનય, નિરપેક્ષ-નિશ્ચયથી, એની હારે વ્યવહારનું જ્ઞાન? કે-હા, જૂના કર્મના ઉદયથી થાય છે નવાં કર્મ બંધનું કારણ હવે નથી.-આસવના અભાવપૂર્વક સંવર થાય છે. આસ્રવપૂર્વક બંધ નથી થતો. (શ્રોતા ) ભૂતાર્થનયસ જાના ને આસ્રવકો....(ઉત્તર) હા, પરંપરા તૂટી ગઈ. (શ્રોતા ) તૂટ ગઈ. (ઉત્તર) સંસારની આખી પરંપરા તૂટી ગઈ. (ઓહોહો !)
સમયસાર તો સમયસાર છે! જેટલી વખત સ્વાધ્યાય કરો એટલી વખત નવું નવું ( રહસ્ય નીકળ્યા જ કરે !) તો-પણ ખૂટે નહીં ભંડાર (અખૂટ રહસ્યો ભર્યા છે!) “હું ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો...બ્રહ્માંડના ભર્યા ...એ આસ્રવની વાત થઈ લ્યો!
સંવરરૂપ થવા યોગ્ય (સંવાર્ય) અને સંવર કરનાર (સંવારક)', સંવરનો કરનાર બીજો છે આત્મા નથી એમ. સંવર કરનાર કોણ છે, સંવર તો થાય છે. સંવર થાય છે એ ભૂતાર્થનયે પર્યાયનું કારણ પર્યાય છે. પણ એનું નિમિત્ત કારણ કોણ છે આત્મા છે કે આત્મા નથીસમ્યકદર્શન થાય તે આત્માથી થાય? કે ન થાય, એમ સમ્યકદર્શનની પર્યાય પરિણામશક્તિથી થાય છે...એમ જ્ઞાન જાણે છે. કેમકે ભૂતાર્થનએ સત્ છે એ પર્યાય..અને એનો કરનાર (નિમિત્ત) કોણ? કે કર્મનો અનુદય તે સંવરનું નિમિત્ત કારણ છે. જૂના કર્મનો અનુદય, ઓમાં (નિર્જરામાં) જૂનાં કર્મનું ખરવું આવશે.
આંહી (સંવરમાં) જૂનાં કર્મનો અનુદય, ઓમાં જૂનાં કર્મનું ખરવું આવશે, નિર્જરામાં એમ. આ કરનાર, કરનાર એટલે જૂનાં કર્મનો અનુદય, એ વખતે (સંવર વખતે ) પ્રતિબંધ કારણનો અભાવ હોય...સંવર હોય ને એ વખતે..જેમ સમ્યકદર્શન થાય ત્યારે દર્શનમોહનો અનુદય હોય તો એને સ્વભાવ નિમિત્ત કહેવાય..સ્વભાવને પણ નિમિત્ત પણે કહેવાયઅનુદયને પણ નિમિત્ત કહેવાય. પ્રતિબંધ કારણનો અભાવ, એને નિમિત્ત કહેવાય.
પવનનું વાવું..સમુદ્રનું મોજું ઊડે ત્યારે પવન હોય છે, એ પવનનું વાવું સમુદ્રનાં મોજાંને નિમિત્ત કારણ કહેવાય. હવે એ મોજું શાંત થઈ ગયું....મોજું તો રહ્યું નહીં, તો એમાં નિમિત્ત કારણ કોણ? પવનનું ન વાવું ( અર્થાત્ ) પ્રતિબંધ કારણનો અભાવ..તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬
પ્રવચન નં. ૧ સદભાવને નિમિત્ત કહેવાય ને અભાવને પણ નિમિત્ત કહેવાય...આ પ્રશ્ન ઊઠ્યો તો ઘણાં વરસ પહેલાં...એ શાસ્ત્રમાં છે. લ્યો ! એ સંવરની વાત થઈ. સંવર એટલે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ. શુદ્ધઆત્માનો અનુભવ-પ્રત્યક્ષ, એનું નામ સંવર છે. સંવરને ભૂતાર્થનયથી જોતાં આત્મા એનો કર્તા નથી–સંવરની પર્યાયનો કર્તા પર્યાય છે, પરિણામશક્તિથી સંવર થયો છે. સંવર એટલે શુદ્ધિની પ્રગટતા..નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ...સંવર એટલે શુદ્ધિની પ્રગટતાશુદ્ધઆત્માની ઉપલબ્ધિ-શુદ્ધપર્યાયનો ઉત્પાદ એનું નામ સંવર, સંવર કરનાર કોણ? કે કર્મનો અનુદય...એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી બતાવ્યું છે.
“નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર”-( એ બન્ને નિર્જરા છે.) શુદ્ધિની વૃદ્ધિ થવાયોગ્ય થાય છે, આત્મા શુદ્ધિની વૃદ્ધિનો કરનાર નથી. ત્યારે એ નિર્જરાને કોણ કરે છે? કે જૂના કર્મની નિર્જરા થાય છે ઈ એનો કરનાર છે. હવે આંહીયા (જીવની પર્યાયમાં) શુદ્ધની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યાં કર્મની નિર્જરા થઈ જાય છે કર્મનો એમાં ઉદય લાગૂ પડતો નથી તેથી ત્યાં નિર્જરાને આંહીં પણ નિર્જરા..આખો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તૂટી જાય છે. તથા પ્રકારનો જેટલા પ્રકારમાં આંહી (ભાવ) નિર્જરા થાય તેટલા પ્રકારે ત્યાં દ્રવ્યકર્મની નિર્જરા થાય છે–એને કરનાર કહેવામાં આવે છે–આત્મા કરનાર નથી. ઉપાદાનપણે કર્તા નથી ને નિમિત્તપણે પણ કર્તા નથી. ઉપાદાન કર્તા ક્ષણિક ઉપાદાન-પર્યાય ને નિમિત્ત કર્તા, જૂનાં કર્મનો ઉદય અનુદય, બસ ! આહાહા! નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર-એ બને નિર્જરા છે.
(અહીં હવે કહે છે) “બંધાવા યોગ્ય અને બંધન કરનાર” (એ બન્ને બંધ છે.) જરા અટકે છે ને ભાવ બંધ છે ને ભાવબંધ એની સામે દ્રવ્યબંધ-એ જે ભાવબંધ થયો છે એ તો ઉપાદાન કારણ પણ એનું નિમિત્ત કારણ કોણ...? કર્મનો ઉદય...જૂનાં કર્મનો ઉદય. ઉદયનું કાર્ય છે ભાવબંધ. ઈ અસ્થિરતા નો ભાવબંધ છે આ.ભાવબંધ છે ને ઈ અસ્થિરતાનો છે... સમ્યક્દષ્ટિને...અસ્થિરતાનો (ભાવબંધ) હોય છે. કેમ કે સંવર-નિર્જરા હોય અને પૂર્ણમોક્ષ ન થાય ત્યારે થોડો (અસ્થિરતાનો ) બંધ હોય તો જ સંવર-નિર્જરાની સિદ્ધિ થાય અને ત્યારે મોક્ષ થતો નથી એવું જ્ઞાન પણ થાય-બંધ છે માટે મોક્ષનો સદ્ભાવ નથી એમ, બંધનો સર્વથા અભાવ થાય તો મોક્ષ થાય એમ, એ ન્યાય છે. તો બંધન થવા યોગ્ય પર્યાયનો, એટલો ભાવબંધ છે. જેથી યથાખ્યાતચારિત્ર ન થતું હોય, ને રાગ ઉત્પન્ન થયો એનું નામ ભાવબંધ છે. યથાખ્યાતચારિત્ર થાય, તો ભાવમોક્ષ કહેવાય. આ (પૂર્ણ) ભાવમોક્ષ ન થાય ત્યાં સુધી ભાવબંધ હોય જ.
| સર્વથા ભાવબંધ મિથ્યાદષ્ટિને હોય છે, સાધકને અંશે ભાવબંધ છે, અંશે મોક્ષ છે. (સાધકને) જ્ઞાનધારા અને કર્મધારા બેય સાથે-સાથે (વર્ત) છે ને! “બંધાવાયોગ્ય અને બંધન કરનાર-એ બન્ને બંધ છે”-ભાવબંધ અને દ્રવ્યબંધ એ બધાંય જૂનાં (કર્મની) હારે, નવાની હારે કાંઈ લાગુ પડતું નથી.
અને.... “મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર” મોક્ષનો કરનાર આત્મા નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ આહા...હા! કેવળજ્ઞાનનો કરનાર આત્મા છે ને? કે; નહીં....તત્ સમયની પર્યાયથી મોક્ષ થાય છે-જ્ઞાનની પર્યાયનો મોક્ષ-દર્શનની પર્યાયનો મોક્ષ-ચારિત્રની પર્યાયનો મોક્ષ (એમ અનંતગુણોની પર્યાયનો મોક્ષ )...પર્યાયનો મોક્ષ થાય છે. કેમ કે પર્યાયમાં બંધ હતો એ બંધનો આત્યાંતિક અભાવ તેનું નામ મોક્ષ છે. (આત્મ) દ્રવ્યનો સ્વભાવ તો..ત્રિકાળ મુક્ત છે એ તો ત્રણેકાળ મુક્ત છે એને બંધેય થતો નથી ને એનો મોક્ષ પણ થતો નથી. “જે બંધાય તે મુકાય ”—એ ભાવમોક્ષ અને દ્રવ્યમોક્ષ (તેમાં) ભાવમોક્ષ તો જીવનાં અનંત ચતુષ્ટય-અનંત જ્ઞાન-અનંત દર્શન-અનંત સુખ ને અનંત વીર્ય, સામે આઠ કર્મનો અભાવ-આઠેય કર્મ લઈ લેવાં અહીંયાં, મોક્ષની પર્યાય છે ને એટલે....ચાર લ્યો તો અરિહંતને પણ ભાવમોક્ષ છે, દ્રવ્યમોક્ષ નથી.-એ બન્ને મોક્ષ છે ભાવમોક્ષ અને દ્રવ્યમોક્ષ.
કારણ કે ” હવે કારણ આપે છે. કારણ કે એકને જ”_જીવ એકલો એકલો સાત તત્ત્વરૂપે પરિણમે નહીં, અને અજીવ પણ એકલું એકલું સાત તસ્વરૂપે પરિણમતું નથી. જીવ..
એકલાને આ બંધ-મોક્ષની સિદ્ધિ ન થાય, બેનાં સંબંધથી જ બંધ-મોક્ષ સિદ્ધ થાય..જીવ, મિથ્યાત્વરૂપે પરિણમે ત્યારે પણ દર્શનમોહનો સંબંધ થાય છે, એ છે એની લાયકાતથી, પણ એમાં (દર્શનમોહ) નિમિત્ત કારણ છે. થવાયોગ્ય ને કરનાર....એ જે સિદ્ધ કર્યું હતું એનો ખુલાસો કરે છે હવે...(જેમ કે) સ્ફટિકમણિ પરિણમન સ્વભાવવાળો હોવા છતાં એકલોએકલો (પોતાની મેળે-મળે) લાલરંગરૂપે પરિણમતો નથી. એ લાલાશરૂપના પરિણમનમાં લાલફૂલ જ નિમિત્ત હોય, બીજું કોઈ નિમિત્ત ન હોય, એમ...આખોય નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી ભગવાન આત્મા ભિન્ન છે. અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધમાં પણ.ભૂતાર્થનયથી પર્યાયને જાણ...કે પર્યાયનો કર્તા પર્યાય છે. ત્યારે નિમિત્તકર્તાનું જ્ઞાન સાચું થશે..પર્યાયનો કર્તા આત્મા છે? ને પર્યાયનો કર્તા કર્મ છે? (તે બન્ને અભિપ્રાય મિથ્યા છે, તેથી તેનું જ્ઞાન ખોટું છે. કર્મથી, રાગ ન થાય તેમ આત્માથી પણ ન થાય-મોક્ષ આત્માથી ન થાય તેમ કર્મથી પણ ન થાય..મોક્ષની પર્યાય, મોક્ષની પર્યાયથી થાય છે ત્યારે એમાં કર્મનો અભાવ નિમિત્તકારણ હોય છે બસ એટલું જ.-એને નિમિત્ત-નૈમિત્તિક કહેવાય, નિમિત્ત-નૈમિત્તિક સંબંધ..બે દ્રવ્યની વચ્ચે કર્તા-કર્મ સંબંધ તો નથી કરતો...તેમ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થયો માટે આત્મા એનો કર્તા બની જાય છે એમ પણ નથી...એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વખતે એની કર્તબુદ્ધિ થાય તો અજ્ઞાન...નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો જ્ઞાતા થાય તો જ્ઞાન શું કહ્યું મીઠાભાઈ ? સમજાણું?
નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે...દાખલા તરીકે રાગ થાય, એનાં સ્વકાળે થાય છે... એનો કર્તા તો આત્મા નથી...અને નિમિત્તકારણ કર્મનો ઉદય છે એમાં પરિણામ જોડાય છે. હવે એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જે બન્યો..એનિમિત્ત-નૈમિત્તિક સંબંધને...કર્તા-કર્મમાં ખતવી નાખે ની કોરથી...કે કર્મ કર્યા છે ને રાગ તેનું કર્મનું કાર્ય છે તોય ખોટો અને હવે આ બાજુથી ખતવે (–માને) આત્મા કર્તાને રાગ તેનું કાર્ય તો ય ખોટો મિથ્યાજ્ઞાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
પ્રવચન નં. ૧ છે. છે જરા આ વાત સમજવા જેવી..થોડી સમજવા જેવી વાત છે. કે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ આંહી જ્ઞાન કરાવે છે...છતાં અકર્તાપણું કાયમ રાખે છે અને પર્યાયનું ભૂતાર્થપણું કાયમ રાખે છે. હવે જો એ નિમિત્ત-નૈમિત્તિક સંબંધને વિચારો નિમિત્ત-નૈમિત્તિક સંબંધને જનિમિત્ત-નૈમિત્તિક સંબંધને આની કોરથી કન્વર્ટ કરો કર્તા-કર્મમાં (એટલે કે) કે આત્મા કર્તા ને રાગ આત્માનું કાર્ય તો અજ્ઞાન...અને કર્મનો ઉદય કર્તા અને રાગ એનું કાર્ય...તો ભૂતાર્થનયે....રાગ રહ્યો નહીં સ્વતંત્રપણે થાય છે–થવાયોગ્ય થાય છે એમ રહ્યું નહીં કર્મથી થાય છે તેમ ગયું, કર્તા-કર્મ નથી બેય વખતે નિમિત્ત-નૈમિત્તિક છે. એ કોઈ જગ્યાએ કર્તાકર્મ લીધું હોય તો તે જુદો વિષય છે આંહી આ વિષય છે. આંહી જુદો વિષય છે, કન્વર્ટ કરીને કર્તા-કર્મમાં નાખી દ્યો અને આત્મા અકર્તા છે એમ લઈ લ્યો, એ વિષય જુદો... આંહીયાં જુદું કહે છે.
નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું આંહી (આચાર્યદવ યથાર્થ) જ્ઞાન કરાવે છે. એમાં શું કહે છે...કે ભૂતાર્થનયથી તું પર્યાયને જાણ.તો પર્યાયનો કર્તા આત્મા છે એ ભ્રાંતિ નહીં રહે... પર્યાય પરથી થાય છે-નિમિત્તથી પર્યાય ઉપાદાનમાં થાય છે એમ નહીં થાય અશુદ્ધ ઉપાદાન ભલે ને હો...(ક્ષણિક ઉપાદાન ) એ અશુદ્ધઉપાદાન તો એનાથી છે ને ! દર્શનમોહના ઉદયથી ક્યાં છે–ચારિત્રમોહના ઉદયથી ( એ ક્યાં થઈ છે.) જરા સૂક્ષ્મ વાત છે.
શ્રોતાઃ એ કર્તા-કર્મ ઈધર ભી નહીં લેના, ઉધર ભી નહીં લેના...
ઉત્તરઃ જ્ઞાતા હૈ ઈધર તો (આત્મા તો) જો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બનતા હૈ ઉસકા ભી વો તો જ્ઞાતા રહતા હૈ, વો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કો કર્તા-કર્મમેં ખતવવા નહીં હૈ, જો કર્તા-કર્મમેં ખતવે તો ક્યા હુઆ ? કે વો જો થવાયોગ્ય રાગ છે એ ભૂતાર્થનય ન રહ્યો ઓનાથી થયું એ તો અભૂતાર્થનય થઈ ગઈ. સત ન રહ્યું.
શ્રોતાઃ સ્વતંત્ર સત્ ન રહ્યું
ઉત્તરઃ કર્મના ઉદયથી રાગ ન થાય...તેમ આત્માથી પણ ન થાય. દાક્તર સાહબ? ઐસી બાત હૈ, સૂક્ષ્મ હૈ થોડી.
ફીરસે મેં બોલતા હૈં...યે જો નવ તત્ત્વ હૈ ઉસમેં એક રાગ આસ્રવ તત્ત્વ હૈ, રાગ ઉત્પન્ન હુઆ, હોને યોગ્ય ઉત્પન્ન હોતા હૈ એવો પાઠ છે રાગ થવાયોગ્ય થાય છે એમ પાઠ છે. થવાયોગ્ય થાય છે અને જૂનાં કર્મના ઉદયને નિમિત્ત કહેવામાં આવે છે...તો કહે છે કે જો જૂનાં કર્મના ઉદયને..ઉપાદાનપણે કર્તા કહો તો થવાયોગ્ય થાય છે એ રહેતું નથી. તો પર્યાય સત્ (અહેતુક ) રહેતી નથી..તો તો ઉદયમાં આવે એ પ્રમાણે જીવે પરિણમવું જોઈએ તો જીવ પરાધીન થઈ જાય છે જીવનું સ્વતંત્રપણું-પરિણમનનું ન રહ્યું અને...આત્મા કરે છે ને રાગ થાય છે તોય અજ્ઞાન, કર્મ કરે છે ને રાગ થાય છે તોય..અજ્ઞાન...આત્મા અકર્તા છે ને કર્મ નિમિત્તકર્તા છે.એવો જ્ઞાતાસ્વભાવ છે.
(શું કહ્યું?) ત્રિકાળી ઉપાદાન અકર્તા...ક્ષણિક ઉપાદાન કર્તા...ષકારકથી અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
- ૧૯
આત્મજ્યોતિ નિમિત્તકર્તા કર્મનો ઉદય આ છે બસ...એવું જ્ઞાતા જાણે છે. મેં રાગકા કર્તા હૈં ઐસા નહીં જાનતા હૈ..અને કર્મસે રાગ હોતા હૈ ઐસા ભી નહીં જાનતા હૈ વો શ્વેતાંબર મતમે આતા હૈ કર્મકા ઉદય ડીગ્રી ટુ ડીગ્રી ઉદય આવે! હું, ઈલાબેન ના પાડે છે. કે તો તો આત્મા પરાધીન થઈ જાય...કર્મ જે પ્રમાણે આવે છે જ પ્રમાણે પરિણમવું પડ આત્માને બળાત્કારે..તો તો પરાધીન થઈ ગયો આત્મા..ક્રોધનો ઉદય આવે તો ક્ષમા (ભાવ) ન થાય...ક્ષમામાં રહી ન શકાય રહેવું છે મારે પણ શું થાય કર્મનો ઉદય (છે.) કર્મનો ઉદય એનામાં રહ્યો (ક્રોધનો ) પોતે (આત્મા) ક્ષમા (ભાવ) માં આવી જાય. તો કર્મ ખરી જાય.....ક્ષમામાં આવી જાય, સ્વતંત્રતા છે. દ્રવ્ય સત્-ગુણ સત્ ને પર્યાય સત્-બધુંય સછે.
શ્રોતા નિમિત્તેય કર્તા નથી ને આત્માએ (ઉપાદાને ય) કર્તા નથી.
ઉત્તરઃ હા...તો કર્તા કોણ છે એનો? કે એનું ક્ષણિકઉપાદાન-પર્યાયનો કર્તા પર્યાય છે. પર્યાયકા કર્તા પર્યાય, સમજ મેં આયા? ઝીણું છે, ગાથા જ ઝીણી છે. થવાયોગ્ય છે ને ! તેની વ્યાખ્યા છે પરિણામ છે ને! એનો કોઈ કરનાર નથી, આત્માએ કરનાર નથી અને કર્મ ને નોકર્મથી એ ક્રોધ થતો નથી. કોઈએ અપમાન કર્યું માટે આંહી ક્રોધ થયો.ખોટી વાત છે. તું ક્ષમામાં ન રહ્યો માટે ક્રોધ થયો...અહાહા ! જૈનદર્શન સૂક્ષ્મ છે.
જુઓ મીઠાભાઈ ! સમયસારમાં આવે છે કે-જૂનાં કર્મની સાથે રાગને વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે. કર્તા-કર્મ સંબંધ છે જૂનાં કર્મને અને રાગને આત્માને કર્તા-કર્મ સંબંધ નથી... એવું વાક્ય આવ્યું એમાં એક સાંખ્યમતીએ એકાંત પકડી લીધું-શ્વેતાંબરે ય એકાંત પકડયું... શું કહ્યું? કે જૂનાં કર્મની સાથે રાગને વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે તેમ આવે છે ને? તો એમાં... એક સાંખ્યમત નીકળી ચૂક્યો... (તેઓ માને છે કે) જેટલો દોષ થાય જીવમાં એ કર્મ (પ્રકૃત્તિ) કરાવે છે આત્મા (પુરુષ) તો અકર્તા છે (પુરુષ) સર્વથા અકર્તા-એમ એણે પકડયું કે અપરિણામી (નિત્યકૂટસ્થ છે.) શ્વેતાંબરે એ વાક્યથી શું પકડયું? હા....બરાબર, કર્મના ઉદયે રાગ થાય છે માટે કર્મની પૂજા કરો-છૂટવું હોય તો પૂજા કરે છે (એ લોકો) કર્મની.. કેમકે ( સંસારમાં) રખડાવે છે એ કર્મ રખડાવે છે.
કર્મ, કાંઈ રખડાવતું નથી...તારા (પોતાના) અજ્ઞાનથી તું રખડી રહ્યો છો “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ ' અગ્નિ સહે ઘનઘાત, લોહકી સંગ પાઈ અગ્નિ લોઢાનો સંગ કરે તો એનાં ઉપર ઘા પડે, અગ્નિ એકલી હોય ને લોઢાનો સંગ ન કરે તો અગ્નિ ઉપર કોઇ ઘણ મારે? (ન મારે) લોઢું લાલ ઘૂમ થાય ને ત્યારે પણ મારે..અગ્નિ એકલી એકલી રહે તો માથે ધણ ન પડે. એટલે કહે છે કે એમાં સાંખ્યમત નીકળ્યો...અને બીજામાં શ્વેતાંબર મત નીકળ્યો. (શ્વેતાંબર મત માને છે કે, ડીગ્રી ટુ ડીગ્રી કર્મનાં ઉદય પ્રમાણે જીવને વિકાર કરવો પડે છે. ખોટું છે. સો ટકા.
ગુરુદેવનાં ઉદય પછી...અનેક પ્રકારનાં વિરોધો ઊયા અને જેમ જેમ વિરોધો આવે એમ એમ (પૂજ્ય) ગુરુદેવશ્રી ખીલે..કહે, જેમ જેમ વિરોધ આવે ને આપણે સ્પષ્ટ થાય...
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
પ્રવચન નં. ૧ એમાં વાંધો શું છે! આપણે...વધારે સ્પષ્ટ થાય-એમ કહે (કરુણાસાગર ગુરુદેવ!) એ ટીકા ન કરે કોઈની....એ બિચારાં જાણતા નથી ને (તેથી આમ કરે છે, એમ કહે...તેની પાસે અજ્ઞાન છે તેથી તેને સૂઝે એમ કહે...!
આંહીયાં નિમિત્તકર્તા, કર્મને કહેવું છે. ઉપાદાનકર્તા, પરિણામને કહેવું છે. અને આત્માને, જ્ઞાતા કહેવો છે, લ્યો! આટલી વાત છે. (શું?) કર્મને નિમિત્તકર્તા કહેવો છે, પરિણામ ક્ષણિક થાય પોતાથી એને ક્ષણિક ઉપાદાન કહેવો છે અને ભગવાન આત્મા છે એને જ્ઞાતા કહેવો છે. ભગવાન આત્મા નાટક બધું જુએ છે બસ! ક્ષણિકપર્યાય ઉત્પન્ન થાય અને પણ જાણે...એમાં નિમિત્ત હોય કર્મ, એને પણ જાણે..જાણનારને જાણતાં-જાણતાં આવા નિમિત્ત-નૈમિત્તિક સંબંધને જાણે છે બસ! જાણવારૂપે પરિણમે છે-આહા! ઉપાદાન કર્તા ય થતો નથી ને નિમિત્તકર્તા ય કોઈનો થતો નથી. આહાહા! અકાર્ય-કારણ શક્તિ છે આત્મામાં..( તે શક્તિને કારણે ) કોઈનું કાર્ય ને કોઈનું કારણ ન થાય..એવો ભગવાન આત્મા...અંદર બિરાજમાન છે...ચૈતન્યસ્વરૂપ ! આહાહા !
- થોડું લઈ લઈએ...આહાહા! “કારણ કે એકને જ પોતાની મેળે ”_એકને જ પોતાની મેળે એટલે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વગર, એકલો-એકલો આત્મા-પોતાની મેળે-આપ મેળે “પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉત્પત્તિ-સિદ્ધિ બનતી નથી. તે બન્ને જીવ અને અજીવ છે”_એક જીવનાં પરિણામ ને એક કર્મનાં પરિણામ બે વચ્ચે નિમિત્તનૈમિત્તિક સંબંધ હોય.( “અર્થાત્ તે બબ્બેમાં એક જીવ છે ને બીજું અજીવ છે.”) લ્યો! આ રીતે પહેલો પારો...આજે પૂરો થયો. હવે કાલે બીજા પારો આવશે. બે જ પારા છે મોટા... પછી ભાવાર્થ આવશે.
“અભેદ ઉપચાર' લીધો છે એ બરાબર લીધો છે-કેમકે સુવર્ણપાષાણમાં સોનું છે. અભેદનયે એને સોનું કહેવાય....(શ્રોતા ) અભેદ ઉપચારથી સોનું કહેવાય...(ઉત્તર) હા... અભેદ ઉપચારથી એને સોનું કહેવાય. સોનું એમાં જુદું છે એમ..મોસંબી એક લાકડાની (આબેહૂબ મોસંબી) બને છે લાકડાની-રમકડાંની મોસંબી, સફરજન, કેળાં...( અંગૂર વગેરે) મહુવામાં બને છે લાકડાનાં રમકડાં...એ મોસંબી છે એને અભેદઉપચારથી રસનું નિમિત્ત ન કહેવાય..કારણ કે એમાં રસ નથી. સાચી મોસંબીને રસનું નિમિત્તકારણ કહેવાય..પણ એ રસ' ન કહેવાય.જો એને રસ માને તો તો બધું ય (આખીય મોસંબી) ખાઈ જવું જોઈએ....( પરંતુ ) એમાંથી “રસ' (બહાર) ખેંચી લેવો ને બાકીનું ફેંકી દેવું..શેરડીને રસનું નિમિત્તકારણ કહેવાય પણ શેરડીને “રસ' ન કહેવાય..શેરડી પોતે રસ નથી એમાં રસ ( ભિન્ન) છે.
એટલે અભેદ ઉપચારથી ધર્મની-તીર્થની-વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નયેવ્યવહારનયે પણ જાણવાલાયક છે કેમકે એ (નવ તત્ત્વો ) જાણીને એમાંથી આત્મા નીકળશે. તું કહે કે મારે નવ તત્ત્વ જાણવા જ નથી (તે તો) વ્યવહારનયનો વિષય છે–તે નવ તત્ત્વ તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૧ સમ્યકદર્શનનું કારણ નથી..એકલો આત્મા જ સમ્યકદર્શનનું કારણ છે મારે તો એનું જ કામ છે...પણ આત્મા જ આ નવ તત્ત્વોમાં રહેલો છે. તું નવ તત્ત્વોને હેય કહે નહીં. એ તો આત્મા ઉપાદેય થાય છે ત્યારે આ (નવ તત્ત્વો) હેય થાય છે. જો (પહેલા) અભેદ ઉપચારને આખાય ને હેય કહીશ તો મોસંબી જ ચાલી જશે તો રસ” નહીં આવે હાથમાં (માટે ) મોસંબી તો રાખ, એમાંથી “રસ” ખેંચી લે! છોતાને ફેંકી દે! (આત્માનુભૂતિ થયા પછી) નવ તત્ત્વો ને નવ ભાવો હોય બહિરભાવો (આપોઆપ થઈ જશે.) એમાં અંત:તત્ત્વ એક આત્મા જ ઉપાદેય છે. ત્યાં આંહીયાં જીવાદિ તત્ત્વ હેય કહ્યાને ત્યાં પર્યાય લીધી છે, ને તત્ત્વાર્થસૂત્રમાં નવ તત્ત્વોને શ્રદ્ધાન તે સમ્યકદર્શન કહ્યું-એમાં અભેદઉપચારથી (ક) છે. એમાં આત્મા છે.(તેથી) નિમિત્ત છે એ. સુવર્ણપાષાણ છે એ સુવર્ણ માટે નિમિત્ત છે. (શ્રોતા:) એ તો અભેદ ઉપચારેય વ્યવહાર થઈ જાય છે. (ઉત્તર) એકલા પરિણામ એકલા પરિણામમાં ક્યાં હોય એકલાં...છોતામાં રસ ન હોય..એમ મોસંબી (આખી) પણ ઉપાદેય નથી. જો મોસંબીને ઉપાદેય કહેશો (-માનશો) તો તો બધું ય (છાલ-છોતરાં) બધું ખાવું પડશે.
ભેદજ્ઞાન છે-અભેદ ઉપચારમાં પણ...ભેદજ્ઞાન રહેલું છે. મુનિરાજનું કથન છે હોં ! અભેદ-ઉપચાર..નવ તત્ત્વને અભેદ-ઉપચારથી સમ્યક્રદર્શનનો હેતુ કહ્યો.....આહા ! સમ્યકદર્શનનો હેતુ! આહાહા! નવ તત્ત્વને છોડી ધે તો આત્મા હાથમાં (–અનુભવમાં) નહીં આવે. આહા...હા ! જુઓ ! જૈનદર્શન!
દાક્તર સાહેબ કહે કે આ તો બધુંય ઝીણું ઝીણું લાગે છે. નિરપેક્ષ ને સાપેક્ષને! (શ્રોતા:) પણ સમજમાં આવે એવું છે. (ઉત્તર) આવે..સમજણમાં ન આવે એવું છે નહીં... થોડું થોડું આવે, બિલકુલ સમજમાં ન આવે એવું નથી, શરૂઆત થઈ જવી જોઈએ થોડાથોડાની બસ..આવે..ન આવે શું? આ દષ્ટાંત બધા આપીએ છીએ તે ખ્યાલમાં આવે ને! આવી જાય (સમજણમાં )
કે એ નવ તત્ત્વના ભેદ છે પર્યાયમાં એની અંદર ભગવાન આત્મા બિરાજે છે. આત્મા ઉપાદેય થાય ત્યારે નવના ભેદ હેય થાય...જ્યાં સુધી આત્મા ઉપાદેય નથી થતો....ત્યાં સુધી નવ ઉપાદેયપણે ભાસે છે.. હેયપણે ભાસે નહીં. (જેમ કે, જ્યારે મોસંબીમાંથી રસ ખેંચી લ્યો...ત્યારે ઓલું (છાલ-છોતરાં-કૂચો) હેય થાય. કેરી....રસ ખેંચી લ્યો-ચૂસી લ્યો....પછી બાકીનું ફેંકી ઘો....એમને એમ કેરી ફેંકી દેવાની નહીં, ઘરમાં રાખવાની કેરી. કેરી ઘરમાં રાખવાની-સંભાળવાની કેરી, કેમકે એમાં “રસ” છે. (શ્રોતા ) ફેંકી દેશે તો રસ નહીં મળે... (ઉત્તર) કેમકે એમાં (કેરીમાં) રસ છે.
જુઓને ! કોઈ માણસે મોસંબી ખરીદી..અને પાછો ગયો મોસંબીવાળા પાસે ને કહે કે મેં બે રૂપિયા મોસંબીના આપ્યા છે તું મને એક રૂપિયો પાછો દે.કેમ ? કે આટલો જ રસ નીકળ્યો..એક રૂપિયા જેટલો જ...(બાકી તો મેં છોતરા ફેંકી દીધા) અરે! રસના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૨
પ્રવચન નં. ૧
જ પૈસા બેરૂપિયા લીધા છે. મેં છોતરાના (છાલનાં) ક્યાં પૈસા લીધા છે. ત્યાં તો યઉપાદેય કરે છે આંહી (આત્મામાં ) હૈય-ઉપાદેય નથી કરતો...હું તો રાગથી ભિન્ન છું માત્ર જાણનાર છું...ઉપાદેય છે રાગ? રાગ ઉપાદેય નથી હૈય છે. (છાલ-છોતરાં-કૂચામાં ) મમતા થતી નથી એમ રાગમાં મમત્વ કરવા જેવું નથી.
(શ્રોતાઃ ) સોનાની પ્રાપ્તિ થયા વિના સુવર્ણપાષાણ ફેંકી દેવા જેવું નથી. (ઉત્ત૨:) નહીં, ફેંકી દેવા જેવું નથી. ફેંકી દેશો તો સોનાની પ્રાપ્તિ નહીં થાય...અને સુવર્ણપાષાણને ઉપાદેય કરશે તો દાગીનો નહીં થાય (-આભૂષણ નહીં થાય), સુવર્ણ ક્યાં છે (સુવર્ણ પાષાણ ?)
હૈય–ઉપાદેય તો દ્રવ્ય-પર્યાય વચ્ચે જ છે ને! પર્યાયો નવ થઈને...એમાં હૈય-ઉપાદેય એમાંને એમાં છે...બહાર ક્યાં છે?! પ્રમાણજ્ઞાનના વિષયમાં હૈય ઉપાદેય છે અંદર...મર્મ છે એમાં ભૂતાર્થનયથી રાગને જાણ...અમૃતાર્થનયે રાગને જાણે તો અજ્ઞાન છે. કેમકે (રાગનો ) આત્મા કર્તા છે એમ માને અને કાં કર્મ કરે છે (એમ માને છે.) એથી અજ્ઞાન થઈ જાય છે બેન. તું રાગ ને ભૂતાર્થનયથી જાણ. તો તું જ્ઞાતા રહીશ. નહિતર કાં તો ઓલું કર્તા ભાસશે તો સ્વચ્છંદી થઈશ...અને તું એનો કર્તા થઈશ, તો વ્યવહારાભાસી થઈ જઈશ.
(શ્રોતાઃ ) રાગનું કર્તા કર્મ રાગમાં જ છે. (ઉત્ત૨:) બસ, રાગનું કર્તા કર્મ રાગમાં જ છે. એક સમયના પર્યાયમાં ષટ્કારક છે. પરિણામશક્તિથી પરિણામ થાય છે...દ્રવ્યથી (-આત્માથી ) નહીં ને નિમિત્તથી પણ નહીં...સ્વયં પોતાની ઉપાદાનશક્તિથી રાગ ઉત્પન્ન થાય છે.-એવું જ્ઞાન જાણે છે, એમાં કોઈ દોષ આવતો નથી...એ કથન નિર્દોષ છે...એકદમ નિર્દોષ છે.
શ્રોતા: એમાં નિશ્ચયાભાસી કે વ્યવહારાભાસી થતો જ નથી.
ઉત્ત૨: હા...એમાં ( એમ માનવાથી ) નિશ્ચયાભાસી પણ નહીં ને વ્યવહા૨ાભાસી પણ નહીં. કર્મથી (રાગ ) થાય છે તો નિશ્ચયાભાસી થઈ જાય છે...આત્માથી (રાગ ) થાય છે તો વ્યવહારાભાસી થઈ જાય છે.
એવું હોય છે ઠીક, આ બાજુ...આત્માથી રાગ થાય છે તો વ્યવહારાભાસી...કર્મથી રાગ થાય તો નિશ્ચયાભાસી એ બરાબર...ઠીક છે...કર્મથી રાગ થાય છે...હું તો કાંઈપણ કરતો નથી...કર્મ, રાગ કરાવે છે તે નિશ્ચયાભાસી છે...આમાં તો મધ્યસ્થતા છે...પરિણામશક્તિથી કાર્ય થાય છે...હું તો સાક્ષી-જ્ઞાતાદ્રષ્ટા છું. આહા...હા !
(જિજ્ઞાસા ) પણ રાગ ઉત્પન્ન થાય ત્યારે ય અકર્તા રહી શકે? ક્રોધ ઉત્પન્ન થાય... ત્યારે અકર્તા રહી શકે! હા, આટલી તો પક્કડ આવી ગઈ...બહેનજી! આટલી તો પક્કડ આવી ગઈ...રહી શકે છે એમાં શું છે...કેમકે મે કર્યું હોય તો ને? ક્રોધ થાય તેનો તો હું તો જાણનાર છું...એ તો એનાથી જુદો છું હું એવું નથી કે-ક્રોધ થયો તો કરવો જ પડે...હું કર્તા થઈ જાઉં–એવું છે નહીં. એ પણ આત્મા છે ને! આવી સત્ની વાત (બીજે ક્યાંય )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૩
સાંભળવા મળતી નથી. એણે મને એક વાર કહ્યું, કે આવી વાત બીજે ક્યાંય છે જ નહીં...( શ્રોતાઃ ) સાચી વાત.
પ્રવચન નં. ૨ તા. ૨૫-૧-૮૯
(
આ સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. એમાં પ્રથમ જીવ નામનો અધિકાર છે. તેર નંબરની ગાથા ચાલે છે. (તેમાં) પહેલો પારો (–પેરેગ્રાફ) પૂરો થયો, હવે બીજો પારો... (લેવામાં આવે છે.) અગિયારમી ગાથામાં કહ્યું કે [વ્યવહારનય અભૂતાર્થ છે અને શુદ્ઘનય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે; જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યક્દષ્ટિ છે.)] અગિયારમી ગાથામાં એકલો આત્માના સ્વભાવનું અવલંબન લઈને તેને જાણતાં સમ્યક્દર્શન થાય છે–એમ કહ્યું...અને એમાં નવ તત્ત્વનો અભાવ છે-એ નવ તત્ત્વથી નિરપેક્ષ એવા એક શુદ્ધાત્માને જાણ...તો સમ્યક્દર્શન થાય...એમ કહ્યું. નવ તત્ત્વનું શું સ્વરૂપ છે-નિશ્ચયથી સ્વરૂપ શું...વ્યવહા૨ે સ્વરૂપ શું-એ વાત ત્યાં ઊખેડી જ નથી. ત્યાં તો એક જ વાત કરી...વ્યવહારનય સઘળો ય અભૂતાર્થ છે...ને શુદ્ધનય એક જ ભૂતાર્થ છે. અને એ શુદ્ઘનયના આશ્રયે જ સમ્યક્દર્શન થાય...ત્યાં...એ નવ તત્ત્વનું શું સ્વરૂપ છે, જાણવા માટે... એ જાણવા માટેનો પ્રકાર પણ ત્યાં ઉત્પન્ન કર્યો નથી. ત્યાં એમ જ કહ્યું...ભગવાન આત્મા પરિણામમાત્રથી રહિત છે અનાદિ-અનંત...એને પર્યાય થાય એમાં ને ભૂતાર્થનયે સત્ છે ને અભૂતાર્થનયે કર્મ નિમિત્ત છે-વ્યવહા૨-એ સાપેક્ષ. પર્યાયનું નિરપેક્ષ ને સાપેક્ષપણું ... અગિયારમી ગાથામાં યાદ નથી કર્યું. પર્યાય છે જ નહીં-આત્મામાં અભેદમાં ભેદ દેખાતો જ નથી, એટલે શું એનું વર્ણન કરીએ ?
આહાહા! જેવી રીતે ( પૂજ્ય ) ગુરુદેવશ્રીએ ૮૧' ના માર્ચમાં-ઘણે ભાગે માર્ચ છે, એમાં એમ કહ્યું કે ‘આત્મા ખરેખર પરને જાણતો જ નથી' તો પછી પર તરફ ઉપયોગ મૂકવાની વાત જ ક્યાં રહી!–એટલે એ ચર્ચ જ બંધ. એમ ૧૧ મી ગાથામાં પર્યાયની ચર્ચા જ બંધ કરો! કેમ કે પર્યાય જ આત્મામાં નથી...પર્યાયના નવ ભેદ છે એ પ્રશ્ન જ ન રહ્યો. સમજાય છે?
જ્યાં એ જીવને પરિણામ જ નથી...પરિણામ વિનાની વસ્તુ છે...તો બે પરિણામ થાય કે પાંચ થાય કે નવ થાય એ પ્રશ્ન જ રહેતો નથી, એક વાત. એ પરિણામનો કર્તા કોણ છે? ઉપાદાનકર્તા અને નિમિત્તકર્તા...એ-પણ પ્રશ્ન રહેતો નથી..ન્યાં તો એક સીધીસપાટ વાત કરી કે વ્યવહાર સઘળો ય અભૂતાર્થ છે. ત્રિકાળી સામાન્યમાં વિશેષનો અભાવ...બસ ! એવો જે સ્વભાવ તારો (છે. ) એનો અનુભવ કર તો સમ્યગ્દર્શન થશે.-એવી ઊંચામાં ઊંચી વાત એમણે ત્યાં કરી દીધી. હવે એ દષ્ટિપ્રધાન કથન છે. અને આંહીયાં (તેરમી ગાથામાં ) દૃષ્ટિ પૂર્વક...જ્ઞાનપ્રધાન કથન છે. અને એ...જ્ઞાનપ્રધાન ક્થન પણ...જેમ દષ્ટિનો વિષય નિરપેક્ષ છે...દ્રવ્ય...તેમ પર્યાયને જે જ્ઞાન જાણે છે...એ પણ નિરપેક્ષપણે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪
પ્રવચન નં. ૨ જાણે છે પર્યાયને.. દ્રવ્યને નિરપેક્ષપણે જાણે...અને પર્યાયને પણ નિરપેક્ષપણે જાણે છે. ઓને (દ્રવ્યને) ત્રિકાળ સત્ જાણે ને આને (પર્યાયને) ક્ષણિકસ જાણે....જ્ઞાન હો...આંહી હવે શ્રદ્ધા નહીં. કેમકે પર્યાય છે એ શ્રદ્ધાનો વિષય નથી પણ જ્ઞાનનો વિષય છે એ જ્ઞાન પણ અતીન્દ્રિયજ્ઞાન...એ અતીન્દ્રિયજ્ઞાનનો વિષય પણ ભૂતાર્થનય...પર્યાયને જાણનારું જ્ઞાન તે વ્યવહારનય એમ નહીં...( અનુભવ કાળે) એક જ્ઞાન એવું પ્રગટ થાય...નિશ્ચયનય એ જ્ઞાનની પર્યાય નિશ્ચય છે કેમકે એનો વિષય નિશ્ચય છે. એનો વિષય સત્-અહેતુક છે ને પર્યાય... એ જ્ઞાનની વાત આંહીયાં તેરમી ગાથામાં કરી. (–ધ્યાનકાળે બે નય પ્રગટે છે.)
૧૧ મી ગાથામાં પર્યાયથી નિરપેક્ષ શ્રદ્ધાનો વિષય (ધ્યેય), આંહીયાં વ્યવહારથી નિરપેક્ષ-એકલી પર્યાય, સ્વતંત્ર સત્-અહેતુક તે જ્ઞાનનો વિષય છે. જો તમે સાપેક્ષપણું રાખો પર્યાયમાં...તો વ્યવહાર થઈ જાય છે.
આહાહા! શ્રદ્ધા નિરપેક્ષ શ્રદ્ધાનો વિષય (-ધ્યેય) નિરપેક્ષ...જ્ઞાનની પર્યાય નિરપેક્ષ... જ્ઞાનનો વિષય પર્યાય, એ-પણ નિરપેક્ષ....આ પર્યાય-આસ્રવ રાગ આંહીથી થાય છે કે આંહીથી થાય છે કે આનાથી થાય છે કે નહીં “છે'...જ્ઞાન એમ કહે છે (જાણે છે) કે રાગની પર્યાય “છે'...આસ્રવ “છે'.બંધ છે.સંવર “છે'.નિર્જરા “છે...છે પણે બસ! કેમ છે...એ કોણ છે..ક્યાંથી થઈકોણ એને કરે છે. તેવા વિકલ્પ કાંઈ નહીં-બસ તે સત્ છે.
દષ્ટિનો વિષય ત્રિકાળ સત્ છે...જ્ઞાનનો વિષય ક્ષણિક સત્ છે. એટલું ઊમેર્યું ૧૧ મી ગાથા કરતાં વિશેષતા આવી કે જેને સમ્યક્દર્શન થાય તેને સમ્યકજ્ઞાન થાય....થાય ને થાય જ...એ સમ્યકજ્ઞાન પર્યાયને કેવી રીતે જાણે છે. એનો કોઈ બીજો કરનાર છે એમ જાણે છે?
કે ઈ દ્રવ્યથી સાપેક્ષ છે..એમ જાણે છે? કે એમ નહીં..કર્મથી સાપેક્ષ થાય છે એમ જાણે છે? કે એમ નહીં...પર્યાયને સ-અહેતુક જાણે છે..આહાહા ! એનું નામ જ્ઞાનએ ભૂતાર્થ નય....એ સત્યાર્થ નય..એ નિશ્ચય નય.(આ પ્રગટયા) પછી..સાપેક્ષનું જ્ઞાન કરે પર્યાય...તો એ જ્ઞાનની પર્યાયનો વ્યવહાર ઊભો થયો પાછો...આ પર્યાયો જે છે એ નિરપેક્ષપણે પણ છે અને સાપેક્ષપણે પણ છે..(છતાં) પહેલું નિરપેક્ષપણે જાણે છે જ્ઞાન પર્યાયને, અને નિરપેક્ષપણે જાણ્યા પછી સાપેક્ષનું જ્ઞાન પણ થાય છે-ઈ પ્રમાણ જ્ઞાન, પર્યાયમાં પ્રમાણજ્ઞાન થાય છે.
નિલમે પૂછયું ” તું...એક સમયની જે પર્યાય છે એને જાણનારું જ્ઞાન તે પ્રમાણ જ્ઞાન? કે કહે હા. એ પર્યાયને....રાગને ભૂતાર્થનયથી જાણે (તો નિરપેક્ષ) છે અને અભૂતાર્થનથીવ્યવહારથી જાણે તો સાપેક્ષ (દખાય ) જણાય છે...એમ-(શ્રોતા:) પર્યાય કા પ્રમાણજ્ઞાન! (ઉત્તર) પર્યાયમાં પ્રમાણજ્ઞાન-કેમકે એ પર્યાય, નિરપેક્ષપણે પણ જણાય છે અને એ જ પર્યાય સાપેક્ષપણે પણ જણાય છે. સાપેક્ષ એટલા માટે છે કે-એ સ્વાંગ છે..માટે સાપેક્ષનું જ્ઞાન પણ (યથાર્થપણે ) જોઈએ. નવેય પર્યાય વિભાવ છે...અગુરુલઘુની માફક તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૫
સ્વભાવપર્યાય નથી. વૈભાવિક પર્યાય છે. બહિતત્ત્વ છે એ...માટે એમાં કર્મનો ઉદય આદિ નિમિત્ત હોય...હોયને હોય જ. એનું પણ જ્ઞાન...જ્ઞાનીને હોય છે.-ત્રિકાળનું જ્ઞાન...ક્ષણિકનું સત્-અહેતુક જ્ઞાન...અને સહેતુક જ્ઞાન પર્યાયનું પણ છે...એ લીધું ને ( આચાર્ય દેવે ) થવાયોગ્ય અને કરનાર...(દરેક પર્યાયમાં ) થવા યોગ્ય અને કરનાર...લીધું.
આપણે તો જે ગાથા ચાલતી હોય...અને જે એ આપણને સમજાવવા માગતા હોય, આચાર્યદેવને એ ભાવ આવ્યો તો આપણે એ સમજવાનું...આગળ-પાછળ...કાંઈ જાણે આપણે ભણ્યા નથી...કાંઈ સાંભળ્યું જ નથી...કાંઈ વાંચ્યું નથી...એમ સમજીને એ ગાથામાં... ઉપયોગને એકાગ્ર કરો તો એ ગાથામાંથી ઘણો માલ ( –ભાવ) નીકળે જો તમે ઉપયોગને ભમાવો (તમારી પૂર્વ જાણકારીમાં) આંહી આમ લખ્યું છે ને આંહી આમ લખ્યું છે...તો થઈ રહ્યું !
લ્યો, બે વાતની (ગાથાની ) સંધિ કરી, ૧૧ (ગાથાની ) અને ૧૩ (ગાથાની ) (શ્રોતાઃ) બહુત કલીયર હો ગયા...( ઉત્તરઃ) કલીયર હો ગયા ને!? (બહુ જ સ્પષ્ટ) કારણસહિત. સમ્યજ્ઞાન પ્રગટ થાય છે...એટલે તો એણે કહ્યું કે ભૂતાર્થનયે નવ (તત્ત્વોને ) જાણે તો સમ્યક્દર્શન થાય...અભૂતાર્થનયે જાણે તો સમ્યક્દર્શન ન થાય...જો...પર્યાયને સત્ (અહેતુક) નથી જાણતો...તો તે દ્રવ્યને સત્ જાણતો નથી.-સંધિ છે બેયની...બેયને સત્ જાણે જ-જ્ઞાન જેમ છે તેમ જાણે જ...ન જાણે એ તો પ્રશ્ન જ નથી...પણ આ કેમ જાણે છે જ્ઞાન ? એની વાત કરે છે, ન જાણે એ તો પ્રશ્ન જ નથી...આહાહા! અરીસો (નિર્મળદર્પણ ) થઈ ગયો, દીવા જેવું બધુંય દેખાય આહા....પ્રત્યક્ષ જાણે (દેખે ) આ દ્રવ્ય, આ પર્યાય સત્...આ નિરપેક્ષ...આ સાપેક્ષ...બધુંય આમ જ્ઞાનમાં ( જણાય ) દર્પણમાં જેમ જણાય એમ બધું ય (પ્રત્યક્ષ ) જણાય...( અતીન્દ્રિય જ્ઞાનમાં !)
(કહે છે કે) “ બાહ્ય-સ્થૂલ દષ્ટિથી જોઈએ તો ”...શું કહે છે? અજ્ઞાનીની વાત કરે છે. જીવ-પુદ્દગલના “ અનાદિ બંધપર્યાયની સમીપ જઈને ”-અનાદિથી જીવની ને પુદ્દગલની એક મિથ્યાત્વરૂપે બંધપર્યાય-ચાલી આવે છે. કર્મ તો નિમિત્તમાત્ર છે. બંધપર્યાય, ભાવબંધ અને દ્રવ્યબંધ “સમીપ જઈને એકપણે ”–જુદાપણે નહીં...જીવને પુદ્ગલ જુદા છે એમ દેખાતું નથીબાહ્ય-સ્થૂલ દષ્ટિમાં...જીવ અને પુદ્ગલ એક જ દેખાય છે, એને બે તત્ત્વ જુદા દેખાતા નથી. છે બેય જુદા...પણ દેખાય છે એક...“ એકપણે અનુભવ કરતાં ” એટલે એકપણે જાણતાં... ‘આ નવ તત્ત્વો ભૂતાર્થ છે સત્યાર્થ છે.”
แ
શું કહે છે? કે આ નવનાં ભેદ...ઉત્પન્ન કેમ થાય છે? કે (બન્નેના ) એકત્વથી થાય છે. જો જીવ અને પુદ્દગલ (બન્ને ) અનાદિથી વિભક્ત જ હોત તો નવ તત્ત્વનો જન્મ જ ન થાત...તો તો સ્વસમય ને પ૨સમયની વાત જ (ઊભી) ન થાત...તો ભેદજ્ઞાનનો ઉપદેશ જ ન હોત. તો બંધમાર્ગ, મોક્ષમાર્ગ કે મોક્ષની વ્યવસ્થા જ ન હોત. એકત્વ છે અનાદિનું એમ ( આચાર્યદેવ ) કહે છે. અને એ બેયનાં સંબંધથી નવનાં ભેદ ઊભાં થયાં છે.–(જો ) બેય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬
પ્રવચન નં. ૨ જુદાં જ હોત તો નવનો (નવ તત્ત્વનો-સંસાર-મોક્ષનો) જન્મ જ ન થાત. ઉપરમાં આવી ગયું છે કે જીવ (કે પુગલ) એકલા એકલા પરિણમે તો આ નવનો જન્મ ન થાય..(તેથી) જીવ ને પુદ્ગલ (નો સંબંધ) એમાં છે. પહેલા પેરેગ્રાફમાં છેલ્લી બે લીટીમાં આવ્યું ને [ કારણ કે એકને જ પોતાની મેળે પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ-સિદ્ધિ બનતી નથી. તે બન્ને જીવ અને અજીવ છે (અર્થાત્ તે બન્નેમાં એક જીવ છે ને બીજું અજીવ છે.)].
હાં...તો એક જીવ છે ને બીજું અજીવ છે. હવે આંહી કહે છે કે...બાહ્ય સ્થૂલ દષ્ટિથી જોવામાં આવે તો..લખનારની સ્થૂલદષ્ટિ નથી..પણ લખનારને પૂર્વે ચૂલદષ્ટિ હતી..એટલે પૂર્વનું પણ એને જ્ઞાન થઈ જાય...અજ્ઞાનનું ય જ્ઞાન થાય (સમ્યક ) જ્ઞાન થયા પછી. અજ્ઞાન ટળી જાય અને જ્ઞાન થાય તો...જેમકે ભૂતકાળમાં-પહેલાં ગરીબ હતો ને અત્યારે રાજા થઈ ગયો...તો એ એને ભૂલી જાય કદી..એને જ્ઞાન અત્યારે હોય છે એમ....(અજ્ઞાનનું પણ જ્ઞાન થાય છે.) શું આ લખનારને સ્થૂલદષ્ટિ નથી. પણ, મિથ્યાષ્ટિ અનાદિકાળનો જે છે એ એકત્વપણે પરિણમે છે અનાદિથી તો કહે છે કે બંધાર્યાયની સમીપ જઇને એકપણે અનુભવ કરતાં આ નવતત્ત્વો ભૂતાર્થ છે ને સત્યાર્થ છે.-આ નવના ભેદો ઉત્પન્ન થાય છે, બેયની એકત્વબુદ્ધિથી એ વાત સાચી છે. વિભક્ત થાય એ પછી નવનું જ્ઞાન થાય છે. એ નવ તત્ત્વો આત્માથી ભિન્ન છે એમ જ્ઞાન થાય છે. હવે નવમાં એકત્ર થતું નથી. નિરપેક્ષ કહ્યું કે નહીં? (શ્રોતાઃ) હા, ભાઈ ! જરા સૂક્ષ્મ તો છે. દ્રવ્યથી પર્યાય નિરપેક્ષ...(કહી) અગિયારમી ગાથામાં..અને (આ) તેરમી ગાથામાં પર્યાયથી...દ્રવ્ય નિરપેક્ષ (કહ્યું છે.) એટલે જ્ઞાન તો થયું કે નહીં..અનુભવ થયા પછી જેમ છે તેમ જ્ઞાન થાય છે. અનુભવ પહેલાં એકત્વ છે.... એકત્વ છે એમાં આ નવનાં ભેદ ઊભાં (–ઉત્પન્ન) થાય. નવનાં ભેદ એટલે સંવર-નિર્જરા ને મોક્ષ એને છે એમ નહીં સંવરને નિર્જરા...યથાર્થ એને (અજ્ઞાનીને) ક્યાં ઉત્પન્ન થયાં છે? પણ સંવર-નિર્જરા ને મોક્ષ એ પણ અનાદિનાં છે એક અપેક્ષાએ..એમાં ગુરુદેવે ખુલાસો કર્યો કે સંવર કેવી રીતે? કે બધી કર્મની પ્રકૃત્તિ રોકાતી નથી અને નિર્જરામાં બધી ખરતી નથી અને મોક્ષમાં કો'ક કો'ક ખરે બધું એકદમ ખરતું નથી...એ પણ કર્મની અપેક્ષાએ સંવર નિર્જરાને મોક્ષ (તત્ત્વ) કહ્યા..અજ્ઞાનીને અને આંહીયાં એની યોગ્યતા લીધી તથા પ્રકારની થોડી લીધી. એવા નવ ભેદ પડે છે. “નવ તત્ત્વનો અનુભવ તે મિથ્યાત્વ.' તો મિથ્યાદષ્ટિ કહે કે-અમને નવ તત્ત્વનો અનુભવ તો છે નહીં...કળશટીકાએ કહ્યું ને-નવ તત્ત્વરૂપ આત્માનો અનુભવ” એવો શબ્દ છે. નવ તત્ત્વરૂપ જીવવસ્તુ પરિણમી છે તેવો અનુભવ મિથ્યાત્વ છે. તો એ અનાદિથી પુણ્ય-પાપ-આસ્રવ-બંધરૂપે તો પરિણમે છે! પણ સંવર-નિર્જરા-મોક્ષરૂપે પરિણમતો નથી?! (તો) ગુરુદેવ કહે, ના...ના. કર્મની અપેક્ષાથી જુઓ તો થોડો ફેરફાર છે... બધી કર્મની પ્રકૃત્તિનો બંધ થતો નથી.બધી પ્રકૃત્તિ એકદમ નિર્જરતી નથી થોડીક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭
આત્મજ્યોતિ
નિર્જરે છે એમ....થોડી આવે છે થોડી નથી આવતી-થોડી કર્મની પ્રકૃત્તિ આવે છે થોડી કર્મની પ્રકૃત્તિ નથી આવતી કેમકે તીર્થંકરનામાનામ પ્રવૃત્તિ ક્યાં આવે છે? નથી આવતી મિથ્યાષ્ટિ ને! એવી રીતે...વિસ્તાર કર્યો. આ નવ તત્ત્વો ભૂતાર્થ ને સત્યાર્થ છે. એટલે જીવ અને અજીવની એકત્વબુદ્ધિથી...નવનાં ભેદો પ્રગટ થાય છે...પછી જ્યારે એનું ભેદજ્ઞાન થાય..... ત્યારે એ નવ તત્ત્વો જીવથી ભિન્ન છે એવું ભાન પણ થાય છે. ત્યાં સુધી એકત્વ છે. જીવ અને પુદ્ગલની એકત્વબુદ્ધિથી નવ તત્ત્વો ઊભાં થાય...એ નવ તત્ત્વોથી આત્મા ભિન્ન છે એમ તો જાણતો નથી મિથ્યાષ્ટિ, એટલે એકત્વ થઈ ગયું કે નહીં?
જીવવસ્તુ નવ તત્ત્વરૂપે પરિણમી ગઈ એમ ! આટલી વાત કરી (અજ્ઞાનની) “બાહ્યસ્થૂલ દષ્ટિમાં' (શ્રોતા ) ઉસકો વ્યવહાર દષ્ટિ નહીં કહુ સકતે? (ઉત્તર) ના, વ્યવહારનય નહીં હૈ.ઈધર જો કહા હૈ ન પહલા પારા મેં (શૂમેં ) વો મિથ્યાટિકા (સ્વરૂપકા) કથન
અને..જુઓ અભેદ-ઉપચારથી છે, એ અભદઉપચારથી..એ નિમિત્તે કહ્યું....ઈ અભેદઉપચારથી એટલે શું? ઈ આ, મિથ્યાષ્ટિનું અભેદ-ઉપચાર શબ્દ વાપર્યો ને! અભેદ થઈ ગયો એવો શબ્દ વાપર્યો નથી...તો એની અંદરથી-અભેદ-ઉપચારમાંથી, ઈ અભેદ-ઉપચારને નિમિત્ત ક્યારે કહેવાય? કે શુદ્ધ આત્મા એમાંથી તારવીને જુદો કાઢે (–અનુભવે) તો એને નિમિત્ત કહેવાય, પણ શુદ્ધઆત્માને કાઢે નહીં અને નવ તત્ત્વરૂપે પરિણમ્યો આત્મા એને જ ઉપાદેય માને તો તો મિથ્યાત્વ છે, તો નિમિત્તેય ન કહેવાય. સમ્યક્દર્શન થાય પછી નિમિત્ત કહેવાય-સુવર્ણપાષાણમાંથી સોનું કાઢે, ત્યારે સુવર્ણપાષાણને નિમિત્તનો ઉપચાર આવે. ( સુવર્ણ-પાષાણમાંથી) સુવર્ણ કાઢે નહીં તો? એ સુવર્ણપાષાણને નિમિત્તનો ઉપચારેય આવે નહીં.
એમ અનંતકાળથી નવ તત્ત્વરૂપે અભેદ-ઉપચારથી આત્મા પરિણમ્યો છે..એ તો મિથ્યાત્વ છે. મિથ્યાત્વ હોવા છતાં પણ...એ નવ તત્ત્વ, સમ્યકનો હેતુ થાય છે....જો એમાંથી (એક જ્ઞાયકભાવ) કાઢે તો !...કાઢે તો હેતુ કહેવાય. દેશનાલબ્ધિ સાંભળી સમ્યકદર્શન પ્રગટ થયું.હવે સમ્યકદર્શન પ્રગટ થયા પછી (એ) દેશનાલબ્ધિને નિમિત્ત કહેવાય.ભૂતનૈગમનયે. નવ તત્ત્વના લક્ષ, સમ્યક્દર્શન ન થાય...અને નવ તત્ત્વને ઊડાડે તો પણ સમ્યફદર્શન ન થાય..કેમકે નવમાં (નવ તત્ત્વોમાં) આત્મા છુપાએલો છે. મોસંબીમાં રસ છે, મોસંબી હેય નથી. મોસંબી હેય નથી ભાઈ ? કેમકે મોસંબી તો જ્ઞય છે. મોસંબી હેય પણ નથી ને ઉપાદેય પણ નથી તે તો ય છે. હું? તેમ આ જે અભેદ-ઉપચાર કહ્યો એ જ્ઞય છે. (શ્રોતા:) એમાંથી ધ્યેય કાઢવું જોઈએ. (ઉત્તર) હા, એમાંથી ધ્યેય (-ઉપાદેય) કાઢવું જોઈએ.
ઈ....જે શેય કહ્યું છે...પ્રમાણનું દ્રવ્ય-આખું (દ્રવ્ય-પર્યાયસ્વરૂપ), પ્રમાણનો વિષય છે ને “એમાંથી શુદ્ધનિશ્ચયનય કાઢે તો તે જિનવચનમાં એ કુશળ છે” -અભેદઉપચારમાંથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮
પ્રવચન નં. ૨
કાઢવો જોઈએ ને આત્મા! એમ...બરાબર સમજાણું? (અભેદ-ઉપચાર) કહેવાનો હેતુ છે સમ્યક્દર્શનનો..આંહી નવ તત્ત્વોનું ભૂતાર્થનયે જાણે સમ્યક્રદર્શન જ છે એમ કહ્યુંતત્ત્વાર્થસૂત્રમાં નવ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યક્રદર્શન છે એ કહ્યું એ અભેદ-ઉપચારથી છે. તત્ત્વાર્થસૂત્રમાં જે કહ્યું એ-પણ મુનિરાજ ભાવલિંગી સંતનું કથન છે. સમ્યકદર્શન...કેમ થાય? કે જીવાદિ નવતત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યદર્શન....જીવાદિ નવ તત્ત્વોને શ્રદ્ધાન તે સમ્યકદર્શન... (આ જે કથન છે તે) અભેદ-ઉપચારથી કહ્યું છે. એ નિશ્ચય સમ્યક્દર્શનની વાત નથી. સમ્યક્દર્શનના નિમિત્તની વાત છે એટલે વ્યવહારે એ સૂત્રે ય સાચું છે. કેટલીક વાત એવી ગૂઢ મૂકેલી હોય છે કે ( એનો ભાવ) કાઢનારો કાઢી શકે-જેમ બળુકી બાઈ હોય ઈ (ગાય કે ભેંસના) આવમાંથી દૂધ કાઢી શકે એમ ! એમ આ બધા ગૂઢ...મંત્રો છે એમાંથી (રહસ્ય ) કાઢવું જોઈએ.
અભેદ-ઉપચાર' છે એ માર્મિક વાત છે. એકલા પરિણામ તે નિમિત્ત ન થાય સમ્યક્દર્શનમાં કેમ કે પરિણામમાં આત્મા જ નથી. પરિણામીમાં અપરિણામી છે. પરિણામમાં..અપરિણામી છે? ના.પરિણામ લ્યો એકસમયનો-ઉત્પાદ–વ્યય, ઉત્પાદ-વ્યય એમાં ધ્રુવ ક્યાં છે? (નથી.) “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્” એમાં ધ્રુવ છે. થોડો અભ્યાસ હોય ને તો સમજાય ને બહુ મઝા આવે.ઉત્પાદ-વ્યય ધ્રૌવ્ય સત્ કહ્યું છે ને? (ઉત્તર) હાં, એમાંથી ધ્રુવ કાઢવો જોઈએ. ઉત્પાદ-વ્યય..માં ધ્રુવ નથી..ઉત્પાદ-વ્યય તો ધ્રુવ નથી...ઉત્પાદ કે વ્યયમાં ધ્રુવ નથી...ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ એમાં ધ્રુવ છે. (શ્રોતા:) પરિણામીમાં અપરિણામી છે. (ઉત્તર) પરિણામમાં અપરિણામી હોય, પરિણામમાં-નાશવાનપરિણામ, એમાં અવિનાશી તત્ત્વ હોય? નિત્યાનિત્યમાં નિત્ય હોય..અનિત્યમાં નિત્ય ન હોય. નિત્યાનિત્યમાંથી નિત્ય નીકળે...( આહાહા ! જુઓ તો ખરા !) ન બેસે તો પૂછવું મને !
(જુઓ!) પ્રમાણની બહાર જાવું નહીં કેમકે પ્રમાણની બહાર તો તમારો આત્મા છે જ નહીં.પ્રમાણમાં આત્મા છે...અને પ્રમાણમાં...અટકવું નહીં. એમાંથી (પોતાને) ખેંચી લેવો એમ....નવ તત્ત્વોમાં છુપાયેલી આત્મજ્યોતિ છે. નવ તત્ત્વોમાં...છુપાયેલી આત્મજ્યોતિ છે એ અભેદ-ઉપચાર બતાવે છે. નવ તત્ત્વોમાં છુપાયેલી કહ્યું ને! અભેદ-ઉપચાર આવ્યો કે નહીં? પરિણામી એમ! આહાહા ! (શ્રોતા ) યુક્ત નું રહસ્ય સારું છે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્. ઉત્પાદ-વ્યયમાં ધ્રુવ નથી. બરાબર (ઉત્તર) અનિત્યમાં નિત્ય ક્યાંથી હોય...નિત્યાનિત્યમાં નિત્ય છે. નિત્યાનિત્ય જોઈએ પ્રમાણનો વિષય...અનિત્ય, વ્યવહારનો વિષય છે. પ્રમાણનો વિષય નથી અનિત્ય...બેન? અનિત્યપર્યાય છે એ વ્યવહારનયનો વિષય છે પ્રમાણનો વિષય નથી.-પ્રમાણમાં તો બે અંશ આવવા જોઈએ નિત્ય અને અનિત્ય, બેય-(શ્રોતા ) સહી હૈ, નિત્યાનિત્યમાં નિત્ય રહેલું છે. (ઉત્તર:) હા..માટે અભેદ-ઉપચાર એ બરાબર છે. બેસી જાય હોં ! આમ (એકની એક
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૯ વાત) બે-ચાર વાર કહીએ ને એટલે...ખ્યાલ આવી જાય. અનિત્યમાં નિત્ય ન હોય, નિત્યાનિત્ય વસ્તુ છે“ગુણપર્યાયવત્ દ્રવ્ય” એમાં ભગવાન આત્મા બિરાજમાન છે. પણ
આ પર્યાયમાં આત્મા ક્યાં છે? પર્યાય તો ક્ષણભંગૂર-નાશ થાય છે (સમયે-સમયે )...નાશ (વાન) તત્ત્વમાં અવિનાશી તત્ત્વ ન હોય..આહાહા ! જૈનતત્ત્વ ગૂઢ ઘણું.
એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને ” એક વિશેષણ લગાવ્યું...“એક ' વિશેષણનો ખુલાસો ઈબ્દોપદેશમાં સારો આવ્યો છે. (શું કહ્યું છે?) પૂર્વાપર પર્યાયની વચ્ચે રહેલો અન્વય જે ધ્રુવ એનું અપર (નામ) એક, એકાગ્રનો અર્થ કર્યો છે એક નો આ અર્થ કર્યો છે ને અગ્રનો અર્થ કર્યો છે અગ્ર એટલે આત્મા-એક એટલે પૂર્વાપર પર્યાયની વચ્ચમાં રહેલો-મધ્યમાં રહેલો (અન્વય) રૂપ એ “એક” છે. એક ઉપાદેય છે અને એક ને અગ્ર કરો તો એનું નામ આત્મા છે એમ....બાકી ગૌણ થઈ ગયું. પૂર્વાપર પર્યાય છે એ ગૌણ થઈ ગઈ..એમાં “એક આત્મા” બસ ! “એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને”, સ્વભાવ એટલે ત્રિકાળી સ્વભાવ...પરિણામિક સ્વભાવ-નિત્ય સ્વભાવ ધ્રુવસ્વભાવ અવિનાશી સ્વભાવ-નિત્યનિરાવરણ સ્વભાવ-નિત્યાનંદ સ્વભાવ..એની સમીપ જઈને-એની નજદિક જઈને (ઓહોહો !) એની નજીક જ જઈને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે. આહાહા ! આ નવેય તત્ત્વો દેખાતા નથી..અભેદમાં ભેદ દેખાતો નથી.
અભેદમાં ભેદ ન દેખાય ત્યારે અભેદ દેખાય...અભેદને જાણતાં પાછો ભેદ જ દેખાયા કરે...તો અભેદ નહીં દેખાય, પર્યાયાર્થિકચક્ષુ સર્વથા બંધ કરવી પડશે..એનું લક્ષ જ છૂટી જાય છે..પર્યાયો છે પણ પર્યાયનું લક્ષ છૂટી જાય છે લોકો સમજતા નથી..(અને કહેવા માંડે) કે પર્યાયને ઉડાડે છે!? તો કે-ના...પર્યાયનું લક્ષ છૂટી જાય છે...પર્યાય તો છે, ઉત્પાદ-વ્યયની કોણ ના પાડે છે! પર્યાય તો છે; પણ ઉત્પાદ-વ્યયનું લક્ષ છૂટી જાય છે...પર્યાયના ભેદો પરથી લક્ષ છૂટીને અભેદ ઉપર આખો ઉપયોગ ચાલ્યો જાય છે. વિશેષનું લક્ષ છોડીને..સામાન્ય ઉપર લક્ષ જાય છે. હવે, સામાન્યને જાણનાર વિશેષ અને વિશેષનું લક્ષ સામાન્ય ઉપર છે. વિશેષનું લક્ષ વિશેષ ઉપર નહીં...લક્ષણનું પણ લક્ષ નથી. ઉપયોગનું પણ લક્ષ નથી..પણ એનું-ઉપયોગનું લક્ષ તો ત્રિકાળી ઉપર જાય છે...એનું નામ શુદ્ધ ઉપયોગ છે. ઉપયોગ વિષય કરે છે આત્માને (ધ્રુવને) ઉપયોગ ઉપયોગનો વિષય નથી. ઉપયોગનો વિષય ત્રિકાળી (ધ્રુવજ્ઞાયક-એકભાવ) છે. તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, (કૌંસ કર્યો છે સરસ જુઓ!) “જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી.” નવ તત્ત્વો એમાં (એકાકારમાં) નથી. નવ તત્ત્વ નવ તત્ત્વમાં ભલે હો હો હો હો !..મારામાં નવ તત્ત્વો નથી. પ્રમત્ત-અપ્રમત્ત મારામાં નથી. પર્યાય મારામાં નથીબંધ-મોક્ષ મારામાં નથી.
“તેથી આ નવ તત્ત્વોમાં”.આવ્યું ને! આ નવ તત્ત્વોમાં..ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે.” –આ સમ્યકદર્શનનો વિષય પાછો આવ્યો..ઓલો-જ્ઞાનનો વિષય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩)
પ્રવચન નં. ૨ પૂરો થઈ ગયો ઉપર...ઓલો નિરપેક્ષજ્ઞાનનો વિષય કહ્યો 'તો ને પર્યાયનો એ પૂરો થઈ ગયો ને પાછો સમ્યકદર્શનનો વિષય આવ્યો....નવમાં એક આત્મા જ ભૂતાર્થ છે એટલી વાત અનાદિકાળનાં એકતાબુદ્ધિવાળા જીવને..( આચાર્યદવે) ઉપદેશ આપ્યો...(ઉપદેશ ગ્રહણ કરીને ) એકતાબુદ્ધિવાળો અનાદિથી છે એ વિભક્ત થઈને સમ્યક્રદૃષ્ટિ થઈ જાય છે. હવે સમ્યક્રદૃષ્ટિ થયા પછી શું છે? ઉપરની જે વાત છે એમાં એકત્વબુદ્ધિવાળો મિથ્યાદષ્ટિ જીવ હતો...તેને સમજાવવા માટે વાત બધી કરી (અને ઉપાય બતાવ્યો કે) આ નવ તત્ત્વોમાંથી એક (આત્માને જુદો તારવીને) કાઢે તો તને સમ્યકદર્શન થશે. (એમ કહ્યું.) અનુભવ થશે...( એ ભૂતાર્થનથી) એક જ પ્રકાશમાન છે, નવ (ભેદ) દેખાતા નથી. તે સમ્યક્દર્શનનો વિષય કહ્યો..હવે સમ્યક્દર્શનની સાથે સમ્યકજ્ઞાન પણ તેજ સમયે પ્રગટ થાય છે. (પહેલા) તે બાહ્યદષ્ટિ-સ્થૂલદષ્ટિ-મિથ્યાદષ્ટિ હતો...હવે અંતરદૃષ્ટિ જેને પ્રગટ થઈ ગઈ છે-સાધક થયો હવે...એ સાધકની (અંતરદષ્ટિવાળાની) વાત કરે છે.
અંતરદૃષ્ટિથી જોઈએ તો”–ભેદજ્ઞાન થઈ ગયું...ઓલું ભેદજ્ઞાન કરાવવું હતું...હવે ભેદજ્ઞાન થઈ ગયું...ઓલામાં મિથ્યાષ્ટિને સમ્મદષ્ટિ બનાવવાનો ઉપદેશ હતો. હવે સમ્યક્દર્શન-સમ્યકજ્ઞાન પ્રગટ થઈ ગયું..એ અંતરદૃષ્ટિથી કેમ જુએ છે? એ વાત (હવે લ્ય છે.એ વાત પહેલા પારામાંય લીધી હતી. પર્યાયને કેમ જુએ છે?! ભૂતાર્થનયથી જુએ છે. એ આવ્યું હતું.
(એવી રીતે અંતરદૃષ્ટિથી જોઈએ તો:-) “જ્ઞાયકભાવ જીવ છે.” માં જીવપુગલના અનાદિ બંધ પર્યાય...આમાં જ્ઞાયકભાવ લીધો....જીવ ન લીધો (ન કીધો) કેમ કે જીવને અને પુદ્ગલને બંધ હોય...જ્ઞાયકને અને અજીવને બંધ ન હોય. શું કહ્યું? જીવદ્રવ્ય અને અજીવદ્રવ્ય એ બે વચ્ચે બંધ થાય..પણ જે જ્ઞાયકભાવ ત્રિકાળીશુદ્ધ આત્મા છેએને બંધ ન થાય....જીવદ્રવ્યમાં “ગુણપર્યાયવત્ દ્રવ્યમ્’ આવે છે.
એક જીવદ્રવ્ય છે...એક જીવતત્ત્વ છે. જીવદ્રવ્ય જે છે ને તે પ્રમાણજ્ઞાનનો વિષય છે. એમાં બધું છે-શુદ્ધ-અશુદ્ધ પર્યાયનો પિંડ તેને જીવ દ્રવ્ય કહે છે. બધુંય-દ્રવ્ય-ગુણ-પર્યાય બધુંય અંદરમાં છે. સમજી ગયા ? તો (જીવદ્રવ્યમાં) બધું છે એમાં..એ સામાન્ય-વિશેષ આખો આત્મા આખો પદાર્થ...(છે.) અને જીવતત્ત્વ તે જ્ઞાયકતત્ત્વ છે, એ...એકલું સામાન્ય... ઓલું (જીવદ્રવ્ય) બેય-સામાન્ય-વિશેષ બેય..આ જીવતત્ત્વ એકલું પર્યાયથી રહિત...એકલું સામાન્ય તત્ત્વ...જ્ઞાયકતત્ત્વ પર્યાયથી રહિત અને જીવ દ્રવ્ય પર્યાયથી સહિત...( શું કહ્યું ?) જીવદ્રવ્ય, પર્યાયથી સહિત એમ. જીવદ્રવ્ય પર્યાયથી સહિત અને જીવતત્ત્વ જ્ઞાયકભાવ પર્યાયથી રહિત..( શ્રોતા:) આમાં તો ગોટાળો થાય (ઉત્તર) કાંઈ ગોટાળો ન થાય, ભાઈ? ચોખ્યું છે ચોખું!
છ દ્રવ્ય છે ને! (વિશ્વમાં) તો એ છ દ્રવ્યમાંથી કોઈ પણ એક જીવદ્રવ્ય લ્યો, તો તમે જીવદ્રવ્યની કોઈપણ પર્યાય તમે એમાંથી કાઢી ન શકો. મિથ્યાત્વની પર્યાય જો બાદ કરો તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
|
31
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ જીવદ્રવ્યનો નાશ થઈ જાય. તો તો (પર્યાય વિના) પદાર્થની જ સિદ્ધિ ન થાય. અને જો પર્યાયને ઉપાદેય માનો તો મિથ્યાદષ્ટિ રહી જાઓ..જીવદ્રવ્ય ઉપાદેય નથી. જીવદ્રવ્યને પ્રમાણજ્ઞાનનો વિષય જાણવો. જીવદ્રવ્ય, મોસંબીના સ્થાને છે (જ્ઞય છે.) તો મોસંબી (આખી) ખવાય નહીં, (પરંતુ, તેમાંથી રસ લેવાય. જેમ મોસંબીમાંથી રસ ખેંચ્યો, એમ જીવદ્રવ્યમાંથી જીવતત્ત્વ ખેંચવું જોઈએ....જીવમાંથી જીવ ખેંચવો જોઈએ-જીવ (દ્રવ્ય) થી જીવ (તત્ત્વનું) ભેદજ્ઞાન...જીવદ્રવ્ય અને જીવતત્ત્વ.. (સમજાણું?) જીવતત્ત્વમાં એકલું સામાન્ય.. અનાદિ-અનંત ધ્રુવ પરમાત્મા અનંતગુણનો પિંડ એમાં આ રાગાદિની પર્યાય નહીં, સમજી ગયા? જ્ઞાયકભાવ એક જીવદ્રવ્યમાં તો (એક ) અનેકપણું (સાથે) આવે. પર્યાય (સહિત) આ તો એક-એકાકાર-એક ( જ્ઞાયકભાવ).
તો પણ જીવદ્રવ્યના સ્વભાવની સમીપે આવે, ત્યારે સમજવું કે ત્રિકાળીની વાત છે. આંહીં પણ...“જીવદ્રવ્ય સ્વભાવની સમીપે જઈને.' આંહીયાં ભલેને જ્ઞાયકભાવ લખ્યો ન હોય, તો પણ સમજવું કે આ ત્રિકાળસ્વભાવ કહ્યો છે. આહિસ્તા આહિસ્તા સબ સમજ મેં આ જાયેગા...ગભરાના નહીં.ગભરાના મત. (શ્રોતા:) સમજ મેં આતા હૈ. (ઉત્તર:) જીવદ્રવ્ય એક, એમાંથી જ્ઞાયકભાવ જુદો કાઢીને હવે વાત ચાલે છે. પહેલાં જીવદ્રવ્યની વાત ચાલતી હતી. પહેલાં ખીચડીની વાત ચાલતી હતી હવે અત્યારે મગની દાળ અને ચોખા જુદા જુદા કરીને વાત ચાલે છે. હવે સમજમાં આવ્યું કે નહીં ? અધ્યાત્મનો વિષય એકલો છે.આ વાત દિગમ્બરોયમાંય ચાલતી નથી..(શ્રોતાઃ) આપને જીવદ્રવ્ય ઔર જીવતત્ત્વ અલગ અલગ કિયા દોનોં એક નહીં હૈ. (ઉત્તર) હા, એવું છે. જીવદ્રવ્ય નિત્યાનિત્યનો પિંડ એને જીવદ્રવ્ય કહેવાય અને જીવતત્ત્વ તો એકલો નિત્ય છે. એમાં અનિત્ય આવતું ય નથી.
એવી રીતે અંતરદૃષ્ટિથી જોઈએ તો જ્ઞાયકભાવ જીવ છે..” અંતરદૃષ્ટિથી એનો અનુભવ કરીને જોયું તો જ્ઞાયકભાવ જીવ છે. તે ઉપાદેય તત્ત્વ છે. દષ્ટિનો વિષય છે જે શુદ્ધનયનો વિષય (-ધ્યય) છે. હવે એની સાથે....જ્ઞાનની વાત કરે છે. એમાં તો અભૂતાર્થ જ કહ્યું હતું. નવ પર્યાય છે જ નહીં. ત્યાં તો એકલો દૃષ્ટિનો વિષય જ આપવો હતો ત્યાં તો ૧૧ મી ગાથામાં) હવે, દષ્ટિની સાથે જ્ઞાન પ્રગટ થાય છે એ પરિણામને (સાધક-સમ્યક્રદૃષ્ટિ) કેવી રીતે જાણે છે? જેમ ઉપરમાં પણ નવને.ભૂતાર્થનયે જાણતાં સમ્યકદર્શન થાય...એ મૂળ વાત રાખીને...ભગવાન (આચાર્યદવ ) હવે ફરીથી જ્ઞાનનો વિષય હ્યું છે. બેન!
હવે જ્ઞાનનો વિષય શરૂ થાય છે. જ્ઞાયકભાવ જીવ છે, અને જીવના વિકારનો( વિકારનો) એટલે વિશેષ કાર્યનો હેતુ...એટલે જીવ આ વિકારને કરે છે એમ નહીં. પણ...એ જીવના વિકારો છે. એક જીવના વિકારો છે ને એક અજીવના વિકારો છે.-બેય વિકારો જુદાજુદા છે. વિકાર એટલે રાગ-દ્વેષ નહીં (અહીં વિકાર એટલે) વિશેષ કાર્ય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર
પ્રવચન નં. ૨ પર્યાયમાં કાર્ય થાય છે. જીવ તત્ત્વમાં કાર્ય નથી થતું એ કૂટસ્થ હોય છે–નિષ્ક્રિય, જીવ ધ્રુવતત્ત્વ છે ને એ નિષ્ક્રિય, (તેમાં) ક્રિયા થતી નથી (–પારિણામિકભાવ છે.) અને પરિણામમાં ક્રિયા થાય છે. તો એમાં જીવના વિકારનો (હેતુ અજીવ છે.) આ સાપેક્ષ લીધું જીવના વિકારો લીધા. જીવના વિકારનો હેતુ અજીવ છે. નિમિત્ત બતાવ્યું.-એક ત્રિકાળી ઉપાદાન બતાવ્યું, વિકાર-ક્ષણિક ઉપાદાન બતાવ્યું, અને નિમિત્ત-બીજું કર્મ છે અજીવ (બતાવ્યું)-(આમાં) ત્રણ વાત મૂકી દીધી. જીવના...વિકારનો હેતુ-જીવ એટલે ત્રિકાળી સામાન્ય...એનાં વિશેષ કાર્યો થાય છે પર્યાયમાં-પર્યાયમાં કાર્ય થાય છે? કે: હા, થાય છે. કાર્ય થાય છે તો (એનો) હેતુ કોણ? કે-અજીવ...બસ !
જીવના...વિકારનો..હેતુ એમાં બધું આવી ગયું...! સંક્ષેપ રુચિવાળાને તો બધો ખ્યાલ આવી ગયો ! એ વિકારમાં નવેય (તત્ત્વો પર્યાયના) લઈ લીધા-વિકારમાં બધાય લઈ લીધા. હવે એક-એકની વાત ખોલે છે કે કયા-કયા પ્રકારના વિશેષ કાર્યો થાય છે જીવના પરિણામમાં..એવા એનાં (કાર્ય પ્રમાણેના) નામ જુદા જુદા આપે છે. વિકાર કહીને સામાન્યસમુચ્ચય કહી દીધું, એનો હેતુ અજીવ કહી દીધું...
વળી “પુણ્ય, પાપ, આસવ, સંવ૨, નિર્જરા, બંધ અને મોક્ષ-એ જેમનાં લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે.” ધ્યાન રાખજો ! એ જીવ નથી. એવા તો કેવળ જીવના વિકારો છે. -વિશેષ કાર્યો છે. એ જ પુણ્ય, પાપ, આસ્રવ, બંધ સંવર, નિર્જરા ભિન્ન ભિન્ન લક્ષણ છે. આ જે લક્ષણ છે એ તો જીવનું લક્ષણ નથી. એ તો પરિણામનાં લક્ષણ દેખાયા છે. એને માની લીધા જીવના લક્ષણ....જીવ પુષ્યવાળો છે પાપવાળો છે એવું છે જ નહીં. એ તો પર્યાયનું લક્ષણ બતાવ્યું છે. પર્યાયનું લક્ષણ તું જીવમાં ખતવી દે તો તે ખોટું થઈ ગયુંતને દોષ લાગી ગયો...તારી ભૂલ છે. (શ્રોતા ) એ તો વિકારના લક્ષણ છે, જીવનું લક્ષણ નથી. (ઉત્તર) એ તો વિકારનું લક્ષણ છે જીવનું લક્ષણ નથી. જીવના વિકારના આ બધા લક્ષણો છે. જીવના લક્ષણ નથી...
આહાહા! આ તો કોઈ શાસ્ત્ર છે! જંગલમાં રહીને કેવું કાર્ય કર્યું અને જ્ઞાનમાં કેટલું આવ્યું હશે? ઘણું આવ્યું હશે! એમાંથી આ થોડું લખાણું. જેટલું અનુભવમાં આવે તેટલું તો લખી શકાય નહીં. એમની વિદ્વતા ઉપર આપણું મસ્તક નમી જાય. શાસ્ત્રમાં ગૂંથણી કરી છે બરાબર.
વળી પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ..જેમનાં..લક્ષણ છે” કેનાં લક્ષણ છે? વિકારના, વિકારના લક્ષણ છે-જીવના નહીં. એ જીવનાં લક્ષણ નથી. જીવનું લક્ષણ, પુષ્ય, પાપ હોય તો ખલાસ થઈ ગયું....તો તો આત્મા અજીવ થઈ ગયો! એવું છે નહીં, જીવનું લક્ષણ તો ચેતના છે...ઉપયોગ લક્ષણ છે...જ્ઞાન લક્ષણ છે. પુણ્ય-પાપ લક્ષણ જીવનું છે? ( શ્રોતા:) નહીં. (ઉત્તર) પુણ્ય-પાપ લક્ષણ જીવને પ્રસિદ્ધ કરતા નથી, જ્ઞાન લક્ષણ પ્રસિદ્ધ કરે છે. પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૩૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ મોક્ષ એ વિકારને પ્રસિદ્ધ કરે છે, જીવને પ્રસિદ્ધ કરતા નથી. મોક્ષની પર્યાય વિકારને પ્રસિદ્ધ કરે છે, જીવને ( એક જ્ઞાયકભાવને) નહીં..સાંભળજો બધાં...સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રનાં જે પરિણામ પ્રગટ થાય છે એ જીવને પ્રસિદ્ધ નથી કરતાં..એ જીવનાં વિકારને પ્રસિદ્ધ કરે છે. આહા..! (શ્રોતા:) વો તો વિકારકા હી લક્ષણ હું ને!? તો લક્ષણ, લક્ષ્યકો હી પ્રસિદ્ધ કરેગા....(ઉત્તર) એ લક્ષણનું લક્ષ્ય વિકાર છે અને પ્રસિદ્ધ કરે કે નહીં! જીવને પ્રસિદ્ધ નથી કરતા (એ લક્ષણો) જીવ તો એક જ્ઞાયકભાવ છે. જ્ઞાયક...વો તો જ્ઞાયકલક્ષણવાલા જીવ હૈ. પુણ્ય-પાપ વો તો ઉસકા લક્ષણ હી નહીં હૈ જ્ઞાયકકા..(શ્રોતાઃ) જે જેનું લક્ષણ હોય એને જ પ્રસિદ્ધ કરે ને!?
હવે આંહીયાં તો આટલું આવે છે વાં કેટલું આવશે એ ખબર નથી...કદાચ ઓછું ય પણ આવે એમે ય બને! કદાચ વધારે પણ આવે...અહીયાં તો ખૂબ આવે છે. ઓહોહો! આમાં લખેલું છે–ચોખ્ખું લખેલું છે-જેમનાં લક્ષણ એટલે વિકારના લક્ષણ છે. જીવનું લક્ષણ નથી. (શ્રોતા:) જિસકા લક્ષણ હૈ ઉસીકો પ્રસિદ્ધ કરતા હૈ..( ઉત્તર:) હાં...પુણ્ય-પાપ કોને પ્રસિદ્ધ કરે? જીવને કે વિકારને ? ( શ્રોતા:) વિકારને...(ઉત્તર) એ અજીવનો વિકાર નથી... જીવનો વિકાર છે જીવનું જ કાર્ય (વિશેષ કાર્ય) છે. –જીવનું વિશેષ કાર્ય છે અજીવનું વિશેષ કાર્ય તો હજી બાકી છે (કહેવાનું).જીવના પરિણામ છે ઈ (બધાય ) પણ જીવ નથી. જીવનું લક્ષણ પણ નથી. એ વિકારના લક્ષણ છે બધા...પણ શબ્દ વાપર્યા છે શું? “કે જીવનમાં વિકારો...અજીવના વિકારો જુદા બતાવશે ને આ જીવના વિકારો વિશેષ કાર્ય થાય છે બેય ઠેકાણે વિશેષ કાર્ય થાય છે.
ભાઈ !.બહુ શાંતિથી..ધીરજથી મધ્યસ્થ થઈને...જે જ્ઞાની જ્યાં જે સમજાવવા માગતા હોય તે સમજવું જોઈએ..પરિણામ છે...વિકાર થાય છે બે જગ્યાએ થાય છે. (શ્રોતા ) અહીં પુ લના પરિણામ નથી કહેવા...(ઉત્તર) નહીં...પુદગલના પરિણામ આ નથી. જીવના (વિકાર) પરિણામ છે...પુદગલના પરિણામ જુદા છે એનાથી...જીવના પરિણામથી પુગલના પરિણામ જુદા છે. એ બતાવશે (-કહેશે આચાર્યદેવ) હમણાં. અહીંયા આ અજીવના કે પુદ્ગલના પરિણામ નથી. મેં વાત કરી કે દષ્ટિપૂર્વક જ્ઞાન થાય છે, તે હવે જ્ઞાનનો વિષય શરૂ થાય છે... જાણવાનો વિષય છે, ઉપાદેય નથી.
ઓહો ! “સમયસાર લગે હમકો પ્યારા..આજે સમયસારની ભક્તિ બોલજો...આ પૂરું થઈ જાય ને..બહુ સારી ભક્તિ છે સમયસારની..નહીં સાંભળી હોય તમે..આજ સાંભળજો બહુ સરસ છે.
ઓહો ! એવું સમયસાર છે...સમયસાર એટલે શુદ્ધાત્માએ શુદ્ધાત્માને બતાવનાર એ આ સમયસાર ( ગ્રંથાધિરાજ) છે. સમયસાર બે પ્રકારના (સમજવાના છે) એક નિશ્ચય ને એક વ્યવહાર..એક સમયસાર તો ઈધર સબકે [ભીતર] હૈ, ઉસકો દિખાનેવાલા ભી સમયસાર” ચાહિએ.પ્રવચનસાર નહીં. સમયસારકો બતાનેવાલા હી સમયસાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
પ્રવચન નં. ૨ ચાહિએ..પ્રવચનસાર નહીં..ઔર નિયમસાર બતાતા હૈ નિશ્ચય રત્નત્રયકો...વો એક શુદ્ધઆત્માકો બતાનેવાલા સમયસાર હી હૈ. (શ્રોતા ) સમયસાર કા અર્થ-જ્ઞાન કો ભી સમયસાર કહા હૈ ન? (ઉત્તર) હા, એક જ્ઞાનસમય, શબ્દસમય, કાલસમય ઐસા સમય આતા હૈ...સમયકા બહુત અર્થ હોતા હૈ. (આંહી) સમયસાર એટલે શુદ્ધઆત્મા,...અને આ શુદ્ધાત્માને બતાવનાર આ સમયસાર શાસ્ત્ર.બસ એટલું જ લેવું (–સમજવું) આંહી આટલી જ વાત છે. પેલી જાણવાની વાત અત્યારે નથી. નહિ તો..વિષયથી વિષયાંતર થઈ જશે... અત્યારે તો આ વાત ચાલે છે..ભૈયા, ઉપયોગ તો ચાલે છે ને, તો ત્યાં જ ચાલે છે અત્યારે જ્ઞાનસમય-શબ્દસમય મને યાદ જ નથી આવતા. છે બધું છે આમાં જ છે. (શ્રોતાઃ) એ બાદમાં (ઉત્તર:) એ વાત પછી (જાણવાની છે.)
ઓહો! આ જીવના વિકાર...આહા..વિકારો છે. “જેમના લક્ષણ છે એવા તો કેવળ જીવના વિકારો છે” –જીવના વિકારના લક્ષણો આ બધાં તમને બતાવ્યાં, જુદા-જુદા લક્ષણો કે જે છે. વિકાર જુદાં જુદાં તો (દરેકના) લક્ષણ પણ જુદા જુદા (છે). એક વિકારનું લક્ષણ બંધ ને એક વિકારનું લક્ષણ મોક્ષ એમ નથી....એક વિકારનું લક્ષણ બંધ અને બીજા વિકારનું લક્ષણ મોક્ષ..બેય વિકાર જુદાં છે-વિશેષકાર્ય જુદાં જુદાં છે. વિકારો બધાંય સામાન્ય કોટિમાં લીધા.પણ લક્ષણ બધાયના જુદાં જુદાં છે. શુદ્ધપર્યાયનું લક્ષણ જુદું.અશુદ્ધપર્યાયનું લક્ષણ જુદું છે. વિકાર કોમન લીધાં.લક્ષણ (દરેક વિકારના) જુદાં-જુદાં (છે.)
“જીવના વિકારના હેતુ” –હેતુ એટલે નિમિત્ત કારણ કોણ છે? નિમિત્ત કારણની વાત કરે છે. હવે અજીવના વિકારો આવશે..જીવના વિકારો કહી દીધા. જીવના વિકાર (પહેલાં) કહ્યા હવે અજીવના વિકારો (કહેશે.) કેમ કે જીવના વિકાર કેમ કહ્યા? જીવના વિકાર કહેવાનું કારણ પણ ઈ છે કે આ જે પર્યાયો છે એવભાવિક પર્યાયો છે-વિભાવ છે. માટે એમાં નિમિત્ત હોવું જોઈએ બીજું..(એથી) નિમિત્તનું જ્ઞાન કરાવે છે. નિમિત્ત કોણ છે એ બતાવે છે. નહિં તો સ્વભાવ થઈ જાય અગુરુલઘુની પર્યાય...એ જીવનો વિકાર છે સમજી ગ્યા? પણ એ વિકારનો હેતુ કોઈ નથી, કેમકે એ સ્વાભાવિકપર્યાય છે. અસ્તિત્વ નામનો ગુણ.એની પર્યાય શુદ્ધ..એ વિકાર છે (વિશેષ કાર્ય છે) પણ એનો હેતુ (નિમિત્તકારણ) બીજો કોઈ નથી...કેમકે એ વૈભાવિકપર્યાય નથી.. સ્વાભાવિકપર્યાય છે. આ નવેય ભેદ વૈભાવિક પર્યાયો છે. ઓલી સ્વભાવપર્યાય છે ભાઈ ! એ નૈમિત્તિક નથી..આ નવેય ભેદ નૈમિત્તિક છે. નૈમિત્તિકમાં. નિમિત્તની અપેક્ષા આવે..સ્વાભાવિક-પર્યાયમાં-અગુરુલઘુગુણની પર્યાયમાં કોઈ નિમિત્ત ન હોય...એ અશુદ્ધપરિણામિક છે નવેય તેથી એમાં નિમિત્ત છે. અને અગુરુલઘુગુણની પર્યાય પર્યાયાર્થિકનયનો શુદ્ધપરિણામિક છે તેથી અગુરુલઘુગુણની પર્યાયમાં...નિમિત્ત નહોય. (ઓહોહો હો !) કેટલું ક યાદ રાખવું ગુરુદેવશ્રી કહે આમાં?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
૩૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
ભાઈ ! કાંઈ યાદ રાખવાની જરૂર નથી હું તો જાણનાર છે..બસ, ઈતના તો યાદ રહે કે નહીં ?! મેં તો જ્ઞાતા હું એટલાથી જ કામ બની જશે...! આહા! એવા તો કેવળ જીવના વિકારો છે-શબ્દ તો જુઓ! “કેવળ” શબ્દ વાપર્યો છે-મિશ્ર નહીં. આ “કેવળ ” જીવના વિકારો અને ઓલા “કેવળ ' અજીવના વિકારો (છે.) કેવળ એટલે ઓલી-ફક્ત-માત્ર જુદા જુદા બેય..બેયના પરિણામ જુદા (જુદા ) છે.
અને પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ વિકાર હેતુઓ..” જુઓ! એ વિકાર એટલે જીવમાં જે વિશેષ કાર્ય થાય...એમાં વિકાર હેતુઓ આ અજીવના પરિણામ છે. જીવના પરિણામને અને અજીવના પરિણામને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બને છે. સ્વભાવદષ્ટિમાં એ (સંબંધ) નથી. વ્યવહારનયની દ્રષ્ટિથી જોવામાં આવે પરિણામને ત્યારે એ (નિમિત્ત-નૈમિત્તિકસંબંધ) બતાવે છે.
એ વિકાર હેતુઓ “કેવળ' અજીવ છે.” –આ પુણ્યઅજીવ, પા૫ અજીવ, આસ્રવ અજીવ, સંવર અજીવ, નિર્જરા અજીવ, બંધ અજીવ ને મોક્ષ અજીવ..અને ઓમાં (જીવમાં) પુણ્ય જીવ, પાપ જીવ, આસ્રવ જીવ, સંવર જીવ, નિર્જરા જીવ, બંધ જીવ અને મોક્ષ જીવ, એ બધાં જીવના પરિણામ છે માટે એને જીવની સંજ્ઞા આપી એમઆહા! “આવાં આ નવા તત્ત્વો, જીવદ્રવ્યના સ્વભાવને” -જુઓ આંહી જીવદ્રવ્ય કહ્યું પણ...આગળ કહ્યું છે સ્વભાવ (એટલે કે) ત્રિકાળ જ્ઞાયકભાવ-જીવતત્ત્વ...“ આવાં જીવદ્રવ્યના સ્વભાવને છોડીને”, કહે છે કે જીવદ્રવ્યનો જે સ્વભાવ છે...અને જીવના જે વિકારો થાય છે. એ વિકારોમાં કેવળ.... અજીવનું નિમિત્તપણું છે અને જીવસામાન્ય ( જ્ઞાયકભાવ) તો રહેલો છે પણ આ જે પરિણામમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બને છે. એમાં આ ત્રિકાળીની જરાય મદદ કે સહારો નથી (એ તો) જુદો ને જુદો જ રહી જાય છે...એકલા પરિણામને..પર પરિણામ નિમિત્ત થાય...પણ જીવ એમાં આહા ! જુદોને જુદો જ છે. જે આમાં બતાવ્યું છે જુદો...જુઓ !
“જીવદ્રવ્યના સ્વભાવને છોડીને”.ત્રિકાળ સ્વભાવની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ન હોય...ક્ષણિકપર્યાયની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે. પર્યાયની સાથે યા
જ્યારે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય ત્યારે ભગવાન આત્મા...આહા! એ તો જુદો ને જુદો રહે છે...જ્ઞાતાપણે જુએ છે નાટક! આહા....! જેની દષ્ટિમાં જ્ઞાયક આવ્યો છે એ બધું જુએ છે કે-આ બધુંય નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું નાટક ભજી રહ્યું છે. હું તો એનાથી ભિન્ન(અલાયદો ) જુદો છે..અંતરદૃષ્ટિ વડે જુએ છે એ..( ઉદાસીન છે!)
(હવે કહે છે, “પોતે અને પર જેમનાં કારણ છે” –પોતે એટલે પર્યાય-વિકાર અને પર એટલે અજીવ....એ જેમનાં કારણ છે. એક પોતે કારણ-ક્ષણિક ઉપાદાન...એ ક્ષણિક ઉપાદાન છે પોતે એટલે ક્ષણિક ઉપાદાન-પર્યાય, નવેય ક્ષણિક ઉપાદાન છે, એ નવેય (તત્ત્વો) સમજી લેવા..અને પર એટલે અજીવ-નિમિત્ત બસ ! જેમનાં કારણ છે. એમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
૩૬
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૨ લીધું તું ને! થવાયોગ્ય અને કરનાર..એ જ વાત છે. “પોતે અને પર જેમનાં કારણ છે એવાં એક દ્રવ્યના “પર્યાયોપણે ” અનુભવ કરવામાં આવતાં...ભૂતાર્થ છે” એ એક દ્રવ્યના પર્યાયોપણે એટલે ? એક જીવના પરિણામપણે ને એક અજીવના પરિણામપણે એમ....બેયની એકતા નથી કરવી આંહીયા..અંતર-દષ્ટિથી વાત છે. આંહીયાં...બાહ્ય-સ્થૂલદષ્ટિ નથી આંયિાં...આમાં (લખ્યું છે) એક દ્રવ્યના પર્યાયોપણે, પણ સમજી લેવાનું કે બેય દ્રવ્ય (જીવ-અજીવની) વાત છે. એક દ્રવ્ય છે ને જીવદ્રવ્ય એનાં નવ (પરિણામ) અને એક અજીવના પરિણામ નવ (વિકાર) એમ બેયનાં વિકારની વાત છે, બેયની એકતા નથી આહીયા.
જીવદ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે એવા એકદ્રવ્યના પર્યાયોપણે-ઉપર એક દ્રવ્યના પરિણામ તો લઈ લીધા-જીવના પરિણામ લીધા, ને અજીવના પરિણામ નામ સહિત તો લઈ લીધા..
પોતે અને પર જેમનાં કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે..અનુભવ કરતાં આહા...! અનભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે. (શ્રોતાઃ) એને વ્યવહાર ન કહેવાય ? (ઉત્તર) વ્યવહાર જ છે. આ પણ એક દ્રવ્યના પરિણામ છે. જીવ અને અજીવ, મળીને એકદ્રવ્યના પર્યાય એમ નથી એનો (ભાવ).. એક જીવદ્રવ્યના પરિણામ છે અને બીજા અજીવ દ્રવ્યના પરિણામ છે. આ એક દ્રવ્યના પરિણામ છે...એક દ્રવ્યના પરિણામ આંહીયાં છે ને ઓના એકદ્રવ્યના પરિણામ-નિમિત્તના ન્યાં છે. “એક દ્રવ્યના પરિણામ’ કહ્યું છે–એ બેયને (જીવ-અજીવ બેયને) લાગુ પડે છે. જીવ એક અને અજીવ પણ એક એમ! ... એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરતા-એટલે જ્ઞાન કરતા-એવું જ્ઞાન કરવામાં આવતાં ભૂતાર્થ છે. ભૂતાર્થ છે એટલે આ જીવના વિકારો એ છે અને અજીવના વિકારો અજીવપણે પણ જણાય છે. ભૂતાર્થ, સત્યાર્થ છે એટલે એનું હોવાપણું છે. અહીં તો અતિ સિદ્ધ કરે છે વિકારની..વિકાર બિલકુલ થતો જ નથી–વિશેષ કાર્ય..એમ નથી અને વિકાર થાય છે તો આત્માથી થાય છે...એમ પણ નથી.
જીવની સાત પર્યાય અને અજીવની સાત પર્યાય-ઈ એકદ્રવ્યપણું છે...આંહી એક દ્રવ્યપણું છે ત્યાં એકદ્રવ્યપણું એનું છે જુદુ..બેય અલગ જ છે...જીવ અને અજીવ અલગ જ છે-જીવના પરિણામ અલગ અને અજીવના પરિણામ પણ અલગ છે. બેયને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે..પણ કર્તા-કર્મ સંબંધ નથી. તો અજીવ હેતુ ન રહે..જો કર્તા-કર્મ (સંબંધ) હોય તો હેતુ ન કહેવાય-નિમિત્ત ન કહેવાય...નિમિત્ત, જુદાઈ બતાવે છે...નિમિત્ત-વિકારના હેતુઓ કહ્યા ને! એટલે નિમિત્તે કહ્યું, એટલે જુદાપણું બતાવે છે. આંહીયા ભાવપુર્ણને ત્યાં દ્રવ્યપુણ્યબેય જુદાં છે. આંહીયાં ભાવસંવર ને ત્યાં દ્રવ્યસંવર જુદા જુદા છે. બેય.
“અને સર્વ કાળે જુઓ! સર્વ કાળે અસ્મલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૩૭ અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ છે” –અભેદમાં ભેદ દેખાતો નથી. આહાહા! પાછા (આચાર્યદવ) ત્રિકાળી ઉપર લઈ ગયા. આનું (નવ તત્ત્વોનું) જ્ઞાન કરાવી...જ્ઞાન કરાવીને પાછું આની કોર લઈ ગયા ત્રિકાળી ઉપર..સામાન્ય તરફ. વિશેષનું માત્ર જ્ઞાન કરાવે છે...વિશેષનું જ્ઞાન સાથે-સાથે કરાવતા આવે છે–પણ વિશેષમાંથી પાછું સામાન્યમાં લઈ જાય છે એમ ! અભૂતાર્થ ક્યારે કહેવાય કે એનું લક્ષ છૂટી જાય તો! અને ભૂતાર્થ કેમ કહેવાય એ “છે'... છે” માટે ભૂતાર્થ...એ (વિકાર) સસલાનાં શિંગડાં નથી. બંધ-મોક્ષનાં પરિણામ છે' ..પરંતુ મારામાં નથી.
એની-નવની અતિ પણ મારામાં એની નાસ્તિ ...એની અતિ છે...એ પરિણામ નથી એમ નહીં. પણ પરિણામનું લક્ષ છોડી દે-પરિણામમાંથી આત્મબુદ્ધિ છોડી દે..એ અનિત્ય છેસાપેક્ષ છે-નાશવાન છે (બદલે છે-ક્ષણિક છે) એમ નૈમિત્તિક છે. આંહીયા નૈમિત્તિક સિદ્ધ કરવું છે. એમાં પહેલાં ક્ષણિક ઉપાદાન સિદ્ધ કરવું હતું...થવાયોગ્યમાં થવાયોગ્યમાં બે વાત કરી 'તી સાત-અહેતુક ક્ષણિકઉપાદાન છે. અને પછી કરનાર-એ નિમિત્ત, એટલું લીધું 'તું આંહીયાં ચોખ્ખું નિમિત્ત-નૈમિત્તિક લીધું છે. આંહી ક્ષણિકઉપાદાન નથી લીધું. (છતાં પણ) છે તો ક્ષણિક ઉપાદાન જ છે. (પરંતુ) ઉપાદાનના સેન્સમાં નથી. નૈમિત્તિકના સેન્સમાં છે આ. હેતુ તો અજીવ છે ને! નિમિત્ત, તો આના બધાંના નામ નૈમિત્તિક થઈ ગયાં....સાપેક્ષ... આપણે વાત એક થઈ 'તી કે ઈ જ્ઞાની, (સાધક) પર્યાયને અભૂતાર્થનયે પણ જુએ છે ને ભૂતાર્થનયે પણ જુએ છે. નિમિત્તથી નિરપેક્ષ જુએ તો ભૂતાર્થનય દેખાય છે ક્ષણિકઉપાદાન. અને નિમિત્ત સાપેક્ષથી નૈમિત્તિક જુએ.તો વ્યવહાર થઈ ગયો.નિશ્ચયપૂર્વક વ્યવહાર થયો.
અહીંયાં વિકારના હેતુઓ અજીવ છે.. નૈમિત્તિક છે આ...ભલે ક્ષણિકઉપાદાન છે... સમજી ગયા.પણ એની અત્યારે અહીંયા પ્રધાનતા ન લીધી....(શ્રોતા ) ઈધર તો નિમિત્તનૈમિત્તિકકી મુખ્યતાસે બાત હૈ...(ઉત્તર) કાળને નિમિત્ત બે શબ્દ આવ્યા 'તા ને એ કાળ છે ને એ ક્ષણિક ઉપાદાન છે (કળશ ટીકામાં) કાળ નિમિત્ત સાપેક્ષ લ્ય એટલે નૈમિત્તિક થઈ ગયું.
આ જે અત્યારે ચાલે છે...એ એક નિમિત્ત છે ને બીજું નૈમિત્તિક છે. ક્ષણિક ઉપાદાનપણે તો છે પણ ઉપાદાનની પ્રધાનતા ન લેતાં.. નૈમિત્તિકની પ્રધાનતા લે છે. કેમ કે આ નવેય તત્ત્વો બહેન, વૈભાવિક છે..અગુરુલઘુની માફક સ્વાભાવિક નથી. એમાં નિમિત્ત સ્થાપે છે નહિતર સ્વભાવ થઈ જશે....આહા! નહિંતર કાયમી સ્વભાવ થઈ જશે..(એમ તો નથી તેથી) નિમિત્તનો યોગ છૂટે છે ને આંહી નૈમિત્તિકનો ય નાશ-અભાવ થઈ જાય છે. અને આત્મા સિદ્ધ-પરમાત્મા બની જાય છે.
આ જે કર્મની રચનાની સાથે સંકલન છે એ-પણ સમજવા જેવું છે. વા (કર્મપ્રકૃત્તિમાં) કર્મ છૂટી જાય છે (અર્થાત્ કર્મરૂપે પરિણમેલ પુદ્ગલ સામાન્યરૂપે પરિણમે છે) છેલ્લે છેલ્લે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮
પ્રવચન નં. ૩ આવશે આપણે કર્તા-કર્મ અધિકારમાં આત્મા આત્મા ભવતિ...પુદ્ગલ પુદ્ગલ ભવતિ...એ ભાઈના પિતાજી બહુ બોલતા બહુ સરસ છે. જુઓ ! કર્તા-કર્મ અધિકાર, છેલ્લો નવાણુંમો શ્લોક છે. કર્તા-કર્મની પૂર્ણાહુતિ હો? પછી તો એનો અભાવ જ થાય છે ને; નિમિત્તનૈમિત્તિક ક્યાં રહ્યું? (જુઓ ! ૯૯ શ્લોકમાં શું કહે છે?) “જ્ઞાનં જ્ઞાનં ભવતિ વ યથા પુતિ પુનોfu'-થઈ રહ્યું, જ્ઞાન જ્ઞાનરૂપે રહે છે ને પુલ પુગલરૂપે થઈ જાય છે. (એટલે કે) નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નીકળી ગયો આખો...એટલે? એટલે નવ તત્ત્વ છે...એ જ્યાં સુધી સંસાર છે ત્યાંસુધી છે...ત્યાં સુધી કર્મનો ઉદય, અનુદય છે. પણ જ્યાં મોક્ષ થઈ ગયો ખલાસ! નિમિત્ત-નૈમિત્તિક સંબંધ (સઘળોય) છૂટી જાય છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એ સંસાર છે એક અપેક્ષાએ...ઓહોહો ! કોઈ અદભૂત રચના છે !
આ એક દ્રવ્યપણે જે આવ્યું ને....એ સમજવા જેવું છે. એમ ભલે કહ્યું એકદ્રવ્યપણે પણ બે દ્રવ્યોની વાત છે-બેયની ભિન્ન ભિન્ન પર્યાયો છે. જીવના વિશેષ કાર્યો ને અજીવના વિશેષ કાર્યો બેયના ભિન્ન ભિન્ન કાર્યો છે બેયને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે...જીવદ્રવ્યના
સ્વભાવથી જોવામાં આવે તો..એ (ભેદ) કાંઈ દેખાતા નથી....અંતર્દષ્ટિ વડે જોનારને જ્ઞાયકભાવ જીવ છે.
પ્રવચન નં. ૩
તા. ૨૬-૧-૮૯ સમયસારની અદભૂત રચના છે. (સમ્યક ) દષ્ટિની પ્રાપ્તિ અને જ્ઞાનની નિર્મળતા... (આ ગાથાથી તો) દૃષ્ટિની પ્રાપ્તિ ને જ્ઞાનની નિર્મળતા થાય છે. જ્ઞાન જેમ છે એમ જાણે છે. ક્ષણિક ઉપાદાનને એ રીતે. નૈમિત્તિકને એ રીતે...નિમિત્ત ને એ રીતે...ત્રિકાળને એ રીતે (જેમ છે તેમ જાણે ) ત્યારે જ જ્ઞાન કહેવાયને! જેમ છે તેમ જાણે તો જ્ઞાન કહેવાય ને! જ્ઞાન, આડું-અવળું ન જાણે....જેની જે સ્થિતિ હોય મર્યાદા, એ મર્યાદારૂપ જ જાણે પાછું જ્ઞાન..જેમ છે એમ જાણે.
પર્યાયને જાણે કે મેં પૂછયું 'તું...કે પર્યાયને જાણે તો પર્યાયદષ્ટિ કહેવાય? તો કહે નહીં. અહીંયા આ પર્યાયનું તો જ્ઞાન કરાવે છે. એમાં શું છે! અહં કરે તો ભૂલ..જાણે તો ક્યાં ભૂલ છે! અહં તો દ્રવ્યમાં છે ને પર્યાયને જેમ છે એમ જ્ઞાન જાણે. શિકોહાબાદમાં બહેનને પૂછયું તું મેં કહ્યું દ્રવ્ય દષ્ટિ, થયા પછી પર્યાયને જ્ઞાન જાણે...તો પર્યાયદષ્ટિ થવાય કે નહીં? ન થાય..નહીં સાહેબ! વૈસે તો પૂછને કી આદત મેરી નહીં હૈ–એમ કહ્યું તું. (શ્રોતા:) મેરી પૂછને કી આદત નહીં હૈ તો ભી પૂછતા હૂં...(ઉત્તર) દ્રવ્યદૃષ્ટિ વખતે પર્યાયનું જ્ઞાન થાય છે....થાય જ છે-જે પર્યાય જે રીતે છે અને એ રીતે જાણે..વિકારને વિકાર (રૂપ), અવિકારને અવિકાર (રૂપ )-આત્મિકસુખને આત્મિકસુખદુઃખને દુઃખ જેમ છે તેમ જાણે છે... જાણવું જ ધરમ છે. “કરવાનું” જ્ઞાનમાં કરવાનું છે જ નહીં. “કેવળ” “જાણનાર” છે...જ્ઞાતા છે... કેવળ જાણનાર..જ્ઞાનના ગર્ભમાં જાણવું છે.કરવું નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૩૯ એ “જાણવાથી” છૂટયો ને “કરવામાં આવ્યો સંસાર છે..ખલાસ! મિથ્યાદષ્ટિ થઈ જાય છે. આ સમયસારજી શાસ્ત્ર, પરમાગમ.એનો જીવ નામનો અધિકાર એમાં તેર નંબરની ગાથા ચાલે છે. તેર નંબરની ગાથામાં અત્યારે ભગવાન (આચાર્યદવ ) ફરમાવે છે..“ આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનયથી જાયે સમ્યક્રદર્શન જ છે.” -નવ તત્ત્વને જાણવાથી સમ્યકદર્શન છે...એમ ન લખતાં...ભૂતાર્થનયથી જ્યારે જાણે ત્યારે સમ્યક્દર્શન થાય. –આમાં અભૂતાર્થનથી તો નવ તત્ત્વને...સમ્યકદર્શનનું નિમિત્તકારણ જાણીને અનાદિથી વ્યવહારે નવા તત્ત્વના ભેદોને અનંતવાર જાણ્યા....પણ “ભૂતાર્થન' જાણ્યા નથી. એ ભૂતાર્થનયે જાણવાથી... આત્માને-એને જાણવાથી સમ્યકજ્ઞાન થાય છે એમ ન લખતાં...સમ્યકદર્શન જ છે (એમ આચાર્યદેવે ટીકામાં લખ્યું, નહિતર નવ તત્ત્વો, ભૂતાર્થનયે જાણે...તો-પણ સમ્યકજ્ઞાન થયું કહેવાય..જ્ઞાનનો વિષય છે એ...પણ...જ્યાં ભૂતાર્થ શબ્દ લગાડ્યો એ નિશ્ચયજ્ઞાનનો વિષય થઈ ગયો..નવેય (તત્ત્વો)...નિરપેક્ષ..એમ જાણે એટલે એનાં ફળમાં સમ્યકદર્શન થાય છે એમ (આચાર્યદવ) કહે છે.
જ્યાં સુધી અભૂતાર્થનયે નવ તત્ત્વને જાણે જીવ ત્યાં સુધી સમ્યક્દર્શન થતું નથી. કેમકે અભૂતાર્થનયે એટલે નવેય તત્ત્વો સાપેક્ષપણે જણાય...(એટલે કે) આ જીવનાં પરિણામ છે-આ પરિણામને જીવ કરે છે અથવા આ પરિણામ આના સંગે ઉત્પન્ન થાય છે-કર્મનો સભાવ અને અભાવ થતાં એ પરિણામનો જન્મ થાય છે એ બધું સાપેક્ષ કથન છે. –એમ (આચાર્યદવ) કહે છે કે એમ તો એણે અનંતવાર આ (નવ તત્ત્વો સાપેક્ષપણે જાણ્યા) દ્રવ્યલિંગી મુનિ થયો..ત્યારે સાપેક્ષ નવ તત્ત્વને તો જાણ્યા...પણ...નિરપેક્ષ નવ તત્ત્વને જાણ્યા નથી. એટલે નિરપેક્ષ આત્માને પણ જાણ્યો નથી. (જે) નિરપેક્ષ નવ તત્ત્વને જાણે છે એ જ જીવ નિરપેક્ષ ભગવાન આત્માને જાણી શકે છે. સમજમાં આવ્યું?
ત્યાં....અગિયારમી ગાથામાં તો સીધી વાત હતી..આંહીયા (આ તેરમી ગાથામાં) થોડી બુદ્ધિ ચલાવવાની વાત ચાલે છે. ત્યાં તો સીધું હતું કે નવ તત્ત્વનો શુદ્ધ આત્મામાં ત્રિકાળ અભાવ છે. રહિત છે-નવ તત્ત્વથી રહિત એવો શુદ્ધાત્મા એ જ ઉપાદેય છે. –એનું લક્ષ કરતાં સમ્યક્દર્શન-શાન થાય છે (આત્મ) અનુભવ થાય છે...કેમ કે એનો આશ્રય કરતાં વિકલ્પ ઉત્પન્ન થતો નથી...( નિર્વિકલ્પ તત્ત્વના લક્ષે) નિર્વિકલ્પ ધ્યાન આવે છે. ત્રિકાળ સામાન્યને જાણતાં...વિકલ્પની ઉત્પત્તિ ન થાય...નિર્વિકલ્પ ધ્યાનની ઉત્પત્તિ થઈ જાય! સમ્યક્દર્શન થાય !
અહીંયા એ જ વિષયને જુદી રીતે કહે છે (આચાર્યદિવ).નવને પણ તું ભૂતાર્થનયે જાણ....તો નિર્વિકલ્પ ધ્યાન આવશે...જો અભૂતાર્થન-સાપેક્ષથી જાણીશ તો...વિકલ્પ ઉત્પન્ન થશે... વિકલ્પ ઉત્પન્ન થશે તો (નિર્વિકલ્પ આત્માનો ) અનુભવ નહીં થાય..અનુભવ નહીં થાય તો સમ્યકદર્શન નહીં થાય-બેય બાજુથી નિશ્ચય (-નિરપેક્ષ) આવવો જોઈએ...એક બાજુથી નિશ્ચય ને બીજી બાજુથી વ્યવહાર...શું કહ્યું? કે ત્રિકાળીદ્રવ્ય છે તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
પ્રવચન નં. ૩
નિશ્ચયનયનો વિષય (-ધ્યય) છે એને નિશ્ચયનયથી જાણતો સમ્યફદર્શન થાય..અને નવા તત્ત્વોને વ્યવહારનયથી જાણ તો સમ્યકદર્શન થાય એમ નથી.બેયને (દ્રવ્ય અને પર્યાયને) બેય તત્ત્વો-અંત:તત્ત્વ અને બહિતત્ત્વ-બેયને નિશ્ચયથી જાણ નિશ્ચયથી એટલે નિરપેક્ષ !
પર્યાય, રાગની થાય છે અને આત્માનો આધાર નથી...આત્માના આધાર વિના... અદ્ધરથી થાય....અને એને ચારિત્રમોહના ઉદયનો આધાર નથી..કર્મને આધારે રાગ થતો નથી. જીવને આધારે રાગ થતો નથી...રાગ, થાય છે એ હકીકત છે. રાગ થાય.છતાં તેને કોઈનો આધાર નથી. એમ તું રાગને જાણ..પછી વીતરાગભાવને પણ એ રીતે જાણ.. સમ્યક્દર્શનને પણ તું એ રીતે જાણ..મોક્ષને પણ એ રીતે જાણ...(પર્યાયો બધીને) નિરપેક્ષ જાણ-સત -અહેતુક છે. એને નૈમિત્તિકભાવથી ન જાણ...એને ઉપાદાનથી જાણ...ત્રિકાળી સ્વભાવ તો ઉપાદાન પણ ક્ષણિકપર્યાય પણ ઉપાદાન...બેય પ્રકારનાં ઉપાદાન છે ને ઉપાદાન હોય છે અને કોઈ પ્રકારની અપેક્ષા ન હોય તે..નિરપેક્ષ હોય-ઉપાદાન નિરપેક્ષ હોય (છે.)
નૈમિત્તિક (ભાવ) હોય એમાં ( નિમિત્તની) અપેક્ષા આવે...નૈમિત્તિક ક્યાં શબ્દ કહો ત્યાં અપેક્ષા આવી જાય..પણ (એને જ) ક્ષણિકઉપાદાન કહો તો અપેક્ષા ન આવે... નિમિત્તના પકારકથી નિરપેક્ષ એવો પર્યાય પ્રગટ થાય છે. એ પર્યાયને તું નિરપેક્ષ જાણ... (ઓહો !) ત્રિકાળીદ્રવ્ય પણ નિરપેક્ષ અને પર્યાય પ્રગટ થાય છે એ પણ નિરપેક્ષ! ધ્રુવ પણ નિરપેક્ષ, ઉત્પાદ-વ્યય પણ નિરપેક્ષ....ઉત્પાદને ધ્રુવની અપેક્ષા નથી.ઉત્પાદને વ્યયની અપેક્ષા નથી..ઉત્પાદ, ઉત્પાદથી સ્વયં થાય છે. –એમ નવેય તત્ત્વો....સ્વયં ઉત્પન્ન થાય છે. (કોઈ પણ પર્યાય) કોઈના આધારે ઉત્પન્ન થતો નથી..એમ ભૂતાર્થનવે નવ તત્ત્વોને જાણે તો કર્તબુદ્ધિ છૂટી જાય છે...અને સાપેક્ષથી જાણે તો કર્તા બુદ્ધિ રહી જાય છે. અને (જીવે) સાપેક્ષથી જાણ્યે-અનંતકાળથી જાણ્યું-શાસ્ત્રથી જ્ઞાન થાય એમ જાણું, દેવ-ગુરુ-શાસ્ત્રનું શ્રદ્ધાન તે સમ્યકદર્શન, એમ જાણું, નવ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યકદર્શન એમ જાણું, પણ.... સમ્યકદર્શનમાં નવ તત્ત્વો ય નિમિત્ત નથી ને આત્માય નિમિત્ત નથી. સમ્યક્દર્શનની પર્યાય નિરપેક્ષ છે. તેમ ક્યારેય જાણું નહીં કે સમ્યકદર્શન છે ઈ આત્માના પરિણામ છે એમ જાયું..પણ ઈ પરિણામ છે એમ ન જાણું! પર્યાયનો દ્રવ્યની સાથે સંબંધ રાખ્યો..(તેથી) સાપેક્ષ થઈ ગયું (શ્રોતા:) નિરપેક્ષ નહીં દેખા....(ઉત્તર) પહેલાં નિરપેક્ષપણે જાણ બાદમાં સાપેક્ષ કે આ પરિણામ કોનું છે કે આત્માનું છે. આ પરિણામમારી નિર્મળતાના પરિણામ છે...બસ! (શ્રોતા ) બાદમેં જાનના...(ઉત્તર) બાદમાં જણાય છે હા..પહેલાં નિરપેક્ષ પછી સાપેક્ષ...નિરપેક્ષને છોડીને સાપેક્ષમાં આવ્યો છે અનંતવાર આનાથી આ થાય ને આનાથી આ થાય..(જુઓ !) આ ચશ્મા છે ઈ આને (નાક-કાન ને) આધારે છે...(એ અભિપ્રાયવાળો) મિથ્યાષ્ટિ છે. સમજી ગ્યા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
૪૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
આ ચશ્મા એને આધારે રહ્યા જ નથી. ( શ્રોતા ) ચશ્મા, ચશ્માને આધારે છે. (ઉત્તર) કેમકે નાક-કાનનો આધાર એને નથી..જ્યાં સુધી રહેલ છે ત્યાં સુધી તો એનો આધાર છે ને નહિતર પડી જાય...( એમ લોકો માને છે.) એમ છે નહીં...(કેમ છે?) આધાર નામની દરેક પરમાણુમાં શક્તિ છે.આને આધાર કોઈનો છે જ નહીં..આધાર લીધો (–માન્યો) તો બે દ્રવ્યોની એકતા થઈ ગઈ...( અભિપ્રાયમાં)...ક્રોધ, ક્રોધ છે તો ક્રોધનું જ્ઞાન થયું..તો બેય ભાવની એકતા થઈ ગઈ શું કહ્યું? ક્રોધ છે-ક્રોધ આવ્યો તો ક્રોધનું જ્ઞાન થયું, માન આવ્યું તો માનનું જ્ઞાન થાય છે. દુઃખ આવ્યું તો દુઃખનું જ્ઞાન થાય છે, નેમિનાથ ભગવાન સામે છે તો નેમિનાથ ભગવાન છે સામે એવું જ્ઞાન થયું...સીમંધર ભગવાન હો તો સીમંધર ભગવાન છે એવું જ્ઞાન થયું એવું છે નહીં.જ્ઞાન, જ્ઞાનથી થાય છે. તેપણ નિરપેક્ષ થાય છે, બાદમાં સાપેક્ષ કહો-વ્યવહારનયે...શું કહ્યું? ભાઈ ? સમજ્યા!
- આ એક વાત એણે (આચાર્યદવે) કરી છે..તે અજબ ગજબની કરી છે વાત.. ભૂતાર્થનયે નવને જાણ...ભૂતાર્થનયે એકને જાણ ને...નવને પણ ભૂતાર્થનથી જાણ (ભૂતાર્થનયે એટલે ) નિરપેક્ષ જાણ ! સાપેક્ષની વાત કરે તો વ્યવહાર કહેવાય..નિરપેક્ષ છોડી અને સાપેક્ષમાં ગયો...અજ્ઞાની બની ગયો ! જીભ ઉપર લીંબુ આવ્યું તો ખટાશનું જ્ઞાન થયું....શક્કર આવી તો ગળપણ (મીઠાશનું) જ્ઞાન થયું એવું છે જ નહીં. (શ્રોતા ) ઐસા હૈ હી નહીં (ઉત્તર) અરે! જીભ ઉપર લીંબુ છે ત્યારે પણ લીંબુ (કે ખટાશનું) જ્ઞાન થતું નથી, લીંબુ છે તો-પણ લીંબુનું જ્ઞાન નથી. જ્ઞાન તો નિરપેક્ષ જ્ઞાનનું જ્ઞાન થાય છે. લીંબુથી નિરપેક્ષ જ્ઞાનનું જ્ઞાન થાય છે. એ નિરપેક્ષ (જ જ્ઞાન છે.) બાદમાં કહો કે આ લીંબુ નિમિત્ત છે તો નિમિત્ત લીંબુનું જ્ઞાન કહેવામાં આવે છે.
જ્ઞયથી જ્ઞાન થતું નથી ને જ્ઞયનું જ્ઞાન થતું નથી..આત્માનું જ્ઞાન નથી થતું જ્ઞાનતો જ્ઞાનનું થાય છે...આ વિષય પંચાધ્યાયીએ લીધો છે બહુ સારો છે...પંચાધ્યાયીએ. આહાહા! ઊંડાણ..ઊંડાણ...ઊંડાણ...ઊંડાણ...દરિયાના (તળિયે) પાતાળમાં જાય ત્યારે રત્નો હાથમાં આવે...એમ આ કુંદકુંદભગવાનનું નામ (મંગલાચરણમાં) ત્રીજું છે એ યથાર્થ છે. અગિયારમી ગાથામાં કહ્યું ભૂતાર્થને આશ્રયે સમ્યકદર્શન થાય...ત્રિકાળી દ્રવ્યને આશ્રયે...જિ. એ તો બરાબર છે-એ નિશ્ચય છે...અને વ્યવહારે નવનું જ્ઞાન થાય-નિશ્ચયે એકનું જ્ઞાનને વ્યવહારે....નવનું તેમ નહીં.નિશ્ચયે નવનું જ્ઞાન થવું જોઈએ.
જેમ દષ્ટિનો...દષ્ટિનો વિષય નિરપેક્ષ છે એમ જ્ઞાનનો વિષય નિરપેક્ષ છે. -બે.. નિરપેક્ષ એકસમયમાં ભેગાં થાય છે ત્યારે અનુભવ થાય છે. એકમાં નિરપેક્ષ અને બીજામાં સાપેક્ષ (કરવાથી) પહેલું નિરપેક્ષ ખોટું થઈ ગયું. આહા! દ્રવ્ય ય સત્ ને પર્યાય પણ સત દ્રવ્ય સત, ગુણ સત, ને પર્યાય સ-ઈ આ..કે નિરપેક્ષ જો તું નિરપેક્ષ તે નિશ્ચય છે, સાપેક્ષ તે વ્યવહાર છે. (ઓહોહો !) દષ્ટિનો વિષય તો નિરપેક્ષ પણ જ્ઞાનનો વિષય પણ નિરપેક્ષ (જ છે.) જ્ઞાનના નવ વિષય છતાં નિરપેક્ષ...કેમકે એક સને જાણે છે નિરપેક્ષ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
પ્રવચન નં. ૩ એટલે તેણે નવેય સને નિરપેક્ષ જાણી લીધાં....નવને જાણવા માટે એ નવમાં ઉપયોગ નથી ફેરવવો પડતો....તો વ્યવહાર થઈ જાય છે પાછો એક જ પર્યાયને નિરપેક્ષપણે જ્યારે જાણે ને સત્ છે પર્યાય...કોઈપણ પર્યાય..પર્યાયમાત્ર સત્ છે એક પર્યાય સત્ તો....અનંતગુણની અનંતપર્યાય પણ સત્ પણે ભાસે છે. આહાહા! સપણે ભાસતાકતંબુદ્ધિ છૂટી જાય છેઅકર્તા એવા...જ્ઞાયકમાં દષ્ટિ થાય છે ને નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ થાય છે. ઈ એકને નિરપેક્ષ જાણે તો..નવેયને નિરપેક્ષ.જાણે..આહાહા !
“આવાં આ નવ તત્ત્વો, જીવદ્રવ્યના સ્વભાવને છોડીને ”, એટલે કે નવ તત્ત્વો જે પ્રગટ થાય છે..એમાં...ત્રિકાળી ભગવાન આત્મા...જુદોને જુદો રહે છે. નવની ઉત્પત્તિમાં જીવ, કારણ નથી. શું કહે છે? નવ તત્ત્વો ઉત્પન્ન થાય છે, તે વાત સાચી છે. પણ જીવને...કારણે આ નવ તત્ત્વો ઉત્પન્ન થતા નથી. નવ તત્ત્વના ભેદો...ઉત્પન્ન થાય છે, પણ જીવદ્રવ્યના સ્વભાવને છોડીને...એટલે “જીવ” એમાં કારણ નથી..એનાં ઉત્પાદમાં (જીવ) કારણ નથી. એનો કર્તા તો નથી નવનો...પણ એનું કારણ પણ નથી. અકારણ છે પરમાત્મા તો...કોઈનું કાર્ય પણ નહીં ને કોઈનું કારણ પણ નહીં – (એવો અકાર્યકારણ છે.)
(ઓહોહો !) “જીવદ્રવ્યના સ્વભાવને છોડીને ”, હવે કારણ કોણ છે કાર્ય તો થાય છે જો કાર્ય થાય છે તો કારણ તો જોઈએ, કાર્ય થાય છે એનું કારણ પણ છે..પણ આત્મા કારણ નથી.તો બીજું કોઈ કારણ હોવું (જ) જોઈએ....તો એ કારણ બતાવે છે.
પોતાના પરિણામ, પરિણામનું કારણ છે. “પોતે અને પર જેમનાં કારણ છે”.. અજીવનાં પરિણામનું કારણ અજીવનાં પરિણામ છે...અજીવ (કારણ) નથી. જો..અજીવના પરિણામનું કારણ અજીવ કહેશો...તો જીવના પરિણામનું કારણ જીવ થઈ જશે...(આમ માનવાથી...) જીવ તો કારણ છે નહીં તારી દષ્ટિ વિપરિત થઈ ગઈ જા..આ શ્રવણ બેલગોલામાં આ વાત નીકળી 'તી...સમજ્યા? પર્યાયનું કારણ પર્યાય છે. પુદ્ગલના પરિણામનું કારણ પુદ્ગલ (દ્રવ્ય ) નથી. ઘડાનું કારણ કુંભાર તો નથી...પણ ઘડાની ઉત્પત્તિનું કારણ માટી (દ્રવ્યો નથી. માટીથી કોઈ ઘડો અત્યાર સુધીમાં ઉત્પન્ન થયો નથી! (કોઈ કહે..) માટીથી ન થયો તો કુંભારથી તો થયો ને? અરે, પ્રભુ! ક્યાં તું ચાલ્યો ગયો...(પ્રમાણની ય બહાર ચાલ્યો ગયો !) આંહીયાં તો તને..એરકન્ડીશનમાં-અંદરમાં લઈ જવો છે ભગવાન આત્મામાં અંદર જ્યાં (અતીન્દ્રિય આનંદને) શાંતિ...શાંતિ..શાંતિ...છે. નિરપેક્ષ જ ! ઘટની પયાર્યને કુંભારથી પણ નિરપેક્ષ અને માટીથી પણ નિરપેક્ષ..( જો તું જો!) માટી છે તો ઘડો થાય છે? તો માટી તો પ્રથમથી જ હતી...ઘડો કેમ થતો નથી? જો માટી કારણ હોય નિશ્ચયથી તો તો ઘડા...ઘડા...ઘડા જ થવા જોઈએ (બીજા ઘાટ ન થવા જોઈએ.) પણ... કુંભાર આવ્યો તો ઘડો બન્યો...એવું તો છે નહીં. માટી છે તો ઘડો થયો એવું પણ છે નહીં. નિરપેક્ષ ઘડાની પર્યાય છે તો પર્યાય પર્યાયથી છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૪૩ બસ! નિરપેક્ષ જો ! બાદમાં એ પરિણામ કોનું છે? કે માટીનું છે તો એ વ્યવહાર થઈ ગયો. -એમ બધામાં લગાવી લેવું. (-સમજવું).
આ જે અજીવના પરિણામ છે...એનું કારણ અજીવ છે, એમ નથી. જીવના આ પરિણામ થાય તો જીવ એમાં કારણ છે, એમ નથી. એટલે? પરિણામનું કારણ પરિણામ છે. પરિણામનો કર્તા પરિણામ છે. –આમાં ચોખ્ખી વાત છે. “પોતે અને પર જેમનાં કારણ છે.” -પર્યાયનું કારણ પોતે પર્યાય-ભાવપુણ્યનું કારણ પોતે ભાવપુર્ણ...( આત્મદ્રવ્ય) નહીં. એક પર્યાયને સપણે જોઈ લે ને તો તને આખું વિશ્વ સત્ દેખાશે. ઘડો મારાથી તો થતો નથી પણ માટીથી થાય છે એમ જુએ છે તેણે ઘટની પર્યાયને અભૂતાર્થનયે જોઈ, ભૂતાર્થનયે ન જોઈ..એટલે બેની (બે દ્રવ્યોની) એકતા થઈ ગઈ...એટલે બે સતનું ખૂન થઈ ગયું...બે સત્ એના જ્ઞાનમાં ન રહ્યા...એટલે પર્યાયનો કર્તા દ્રવ્ય...ત્યાં જોયું તો આંહીયાં પર્યાયનો કર્તા આત્મા થઈ ગયો (અભિપ્રાયમાં-શ્રદ્ધામાં) ત્યાં જોયું એવું અહીયાં જોયું (માન્યું!) ત્યાં નિરપેક્ષ જોયું જેણે તેવું આંહીયાં જોયું, એવું ત્યાં જોયું અરે! પરિણામનો કર્તા હું નથી....તો ત્યાં પણ એમ થઈ ગયું કે માટીથી ઘડો થતો નથી..( –એમ આખું વિશ્વ જોયું !)
આંહીયાં જેવું દેખાય છે ને! એવું જ સર્વ ઠેકાણે દેખાય છે...આંહીથી વિરુદ્ધ બીજું કાંઈ દેખાતું નથી. અહીયાં કાંઈ દેખાય અને બીજે કાંઈ દેખાય એમ છે નહીં. આ તો ગૂઢ મંત્રો છે. ઝેર ઉતરી જાય ને જ્ઞાતા થઈ જાય...( સ્વભાવે ) છે તો જ્ઞાતા પણ સાક્ષાત્ જ્ઞાતા (પર્યાયમાંય) થઈ જાય-જ્ઞાતા હોય તે જ જ્ઞાતા થાય. કર્તા હોય એ જ્ઞાતા થઈ શકે જ નહીં. એ તો (આત્મા તો) પ્રથમ થી જ (સ્વભાવથી જો જ્ઞાતા છે. આ હું જ્ઞાતા છું ને કર્તા નથી ત્યાં જ્ઞાતા થઈ જાય છે...દષ્ટિ વિપરીત ( હતી તે) મટી જાય છે.
(શું કહે છે?) “પોતે અને પર જેમનાં કારણ છે.” આત્મા તો એમાં...કારણ નથી. એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં” –જીવનાં પરિણામ ઈ એક દ્રવ્યનાં પરિણામ છે. અજીવના પરિણામ ઈ અજીવદ્રવ્યના પરિણામ છે. બેય દ્રવ્ય જુદાં જુદાં છે-બેયનાં પરિણામ જુદાં જુદાં છે. અને એ એક અપેક્ષાએ બેય ઉપાદાન છે..એક અપેક્ષાએ એક નિમિત્ત છે ને બીજું નૈમિત્તિક છે.
શું કહ્યું? કે જીવના જે પરિણામ છે એ એક અપેક્ષાએ ક્ષણિક ઉપાદાન છે અને અજીવ ના પરિણામ પણ નિરપેક્ષપણે ઉપાદાન છે-એક અપેક્ષાએ (બન્નેને) નિરપેક્ષથી જુઓ તો..અને સાપેક્ષથી જુઓ તો..જૂનાં કર્મને નિમિત્ત કહેવાય ને આ પરિણામ જે થયાભાવપુર્ણ વિગેરે એને નૈમિત્તિક કહેવામાં આવે છે. નિમિત્તથી જુઓ તો નૈમિત્તિક, વ્યવહાર થઈ ગયો, અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વિના જુઓ, ઉપાદાન-નિરપેક્ષ એ સત્ થઈ ગયું. -પહેલાં (સર્વ) સંબંધથી તોડીને જો-કોઈને કોઈની હારે કોઈ સંબંધ નથી. માટીથી ઘડો થતો નથી...તો કર્મના ઉદયથી-અસતાવેદનીયથી જીવ દુઃખી થાય એ વાત ક્યાં રહી?
(કહે છે) “પોતે અને પર જેમનાં કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૩ કરવામાં આવતાં. ભૂતાર્થ છે”..એટલે શું કે...આવું જ જ્ઞાન કરવામાં આવે...કે એક દ્રવ્યના પરિણામ આંહીયાં થાય છે ને બીજાં દ્રવ્યના પરિણામ ત્યાં થાય છે–એવું જાણવા માટે, જાણવાની વાત કરો તો એ ભૂતાર્થ છે-પર્યાયો છે. નવના ભેદો–ભૂતાર્થ એટલે એનું હોવાપણું એમ. ભૂતાર્થ એટલે એનો આશ્રય કરવા ( લાયક છે ) એમ વાત નથી.
“અને સર્વ કાળે” –હવે એ પરિણામને જોવાનું બંધ કરીને જો તો..“સર્વકાળે અસ્મલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપે જઈને ”જો જીવ, પર્યાયનું કારણ હોય તો કારણ વિનાનો જીવ દેખાય નહીં-અકારણ ન દેખાય, (તો તો) કારણવાળો દેખાય અને કારણવાળો આત્મા (જે) દેખે છે એને (આત્માનો) અનુભવ ન થાય..અકારણ (આત્માને જે) દેખે તેને અનુભવ થાય. કેમકે કારણવાળો આત્માને કહેશો તો એનું કાર્ય હોવું જોઈએ... તો સંધિ રહેશે દ્રવ્ય-પર્યાય વચ્ચે..કર્તા-કર્મની...(અને) નિરપેક્ષ નહીં થાય...માટે (સર્વ કાળે) અસ્મલિત-અસ્મલિત એટલે કોઈ દિ 'સ્મલના ન થાય.દ્રવ્ય પોતાના નિજભાવને (કદી) છોડે નહીં..એને અસ્મલિત કહેવામાં આવે છે.
એક જીવદ્રવ્યના સ્વભાવની...સમીપ જઈને-નજદિક જઈને, અનુભવ કરવામાં આવતાં (એટલે) જ્ઞાન કરવામાં આવતાં....તેઓ” -તેઓ એટલે નવના ભેદો જે એક જીવદ્રવ્યના પરિણામ હતા, એમ કહેવામાં આવતું હતું તેઓ અભૂતાર્થ છે, આત્માના એકરૂપ સ્વભાવમાં તેઓ નથી. આહા..હા ! સામાન્યના વિશેષનો...અભાવ છે. તેઓ અભૂતાર્થ છેપર્યાયને પર્યાય તરફથી જુઓ તો પર્યાય છે, અને દ્રવ્ય તરફ નજર કરો.તો દ્રવ્યમાં પર્યાય નથી.
પર્યાય તરફથી જુઓ...તો પર્યાયમાં પર્યાય જ જણાય છે..પર્યાયમાં દ્રવ્ય જ જણાતું નથી.દ્રવ્ય તરફથી જુઓ તો.દ્રવ્યમાં પર્યાય જણાતી નથી. મીઠાભાઈ, સમજાણું? પર્યાયથી જુઓ તો નવના ભેદો..પર્યાયના ભેદો પર્યાય તરીકે જણાય છે...પણ..એ દ્રવ્ય તરીકે જણાતા નથી અને એમાં દ્રવ્ય છે જ નહીં...પરિણામમાં અપરિણામી ક્યાં છે? હવે કહે છે કે એ તરફથી જોતાં...દ્રવ્યનાં દર્શન થતાં નથી. પરિણામ તરફ જોતાં..પરિણામના દર્શન થાય છે...પણ ભગવાન આત્માનાં દર્શન થતાં નથી. ચાલો....એ તો ઠીક છે...પણ દ્રવ્ય તરફ જોતાં... દ્રવ્યનાં પરિણામ દેખાય કે ન દેખાય? ન દેખાય, કેમકે દ્રવ્યમાં પરિણામ નથી. –જેમા પર્યાયમાં દ્રવ્ય નથી એમ દ્રવ્યમાં પર્યાય નથી..માટે (પરિણામ) જણાતા નથી. હોય તો જણાય ને નવના ભેદો..
(કેટલાક કહે છે ને) દ્રવ્યના પરિણામ તો એમાં છે પણ હું ગૌણ કરીને દ્રવ્યને જોઉં છું...આહાહા! રહેવા દે! પરિણામ જ એમાં નથી પછી ગૌણ કે મુખ્યની ક્યાં વાત જ રહી. એ તો પ્રમાણમાં મુખ્ય-ગૌણ હોય...નયનો વિષય તો એકલો સામાન્ય શુદ્ધ આત્મા! ટંકોત્કીર્ણ પરમાત્મા છે...એમાં પરિણામ નથી માટે પરિણામ દેખાતા નથી. નથી દેખાતા–એમાં છે નહીં માટે એનો આશ્રય પણ આવતો નથી. આહા..હા ! એકલો ચિદાનંદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૪૫ ભગવાન આત્મા..નિત્યાનંદ પ્રભુ (એક જ્ઞાયકભાવ) એનાં દર્શન થાય છે. આહા...! એને તો....ઓલા નવ તત્ત્વો અભૂતાર્થ છે–દેખાતા નથી. કેમકે એમાં નથી. ઠીક ! અને પર્યાયને જુએ એકલી તો દ્રવ્ય દેખાતું નથી...કેમકે પર્યાયમાંદ્રવ્ય (–આત્મદ્રવ્યો નથી. અને (આત્મ) દ્રવ્યને જુએ છે તો પર્યાય દેખાતી નથી...બેયને યુગપ૬ જુએ તો દ્રવ્ય-પર્યાય પ્રમાણથી દેખાય છે...એ પછી....( શ્રોતા:) અભી તો નિરપેક્ષ દેખતે હૈં (ઉત્તર) હા.બેયને નિરપેક્ષ જુએ છે. (શ્રોતા:) કળશ ટીકામાં આવે છે આ જ ગાથાનો કળશ છે એમાંય લીધું છે...કે પર્યાયને દેખે તો દ્રવ્ય સ્વભાવ નથી દેખાતો...(ઉત્તર) નથી દેખાતો...નહીં દેખાય ક્યાંથી દેખાય પણ દ્રવ્યને દેખે તો પર્યાય ન દેખાય ને પર્યાયને જુએ તો દ્રવ્ય દેખાય નહીં. પર્યાયની રાગની સામે જોતાં જ્ઞાયકભગવાનનાં દર્શન થતાં નથી !
પર્યાયદષ્ટિથી દ્રવ્યદષ્ટિ થતી નથી...અને જ્યાં દ્રવ્ય દૃષ્ટિ કરે છે (દષ્ટિમાં) ત્યાં પર્યાય દેખાતી નથી કેમકે દ્રવ્યમાં પર્યાયનો અભાવ છે. પર્યાય, પર્યાય તરીકે કહેલ છે આમાં... ભૂતાર્થ છે એટલે પર્યાય, પર્યાયને જોતા પર્યાય છે. પણ દ્રવ્ય સામે જોઉં છું તો પર્યાયો એમાં છે નહીં. એટલે કે અભેદમાં ભેદ દેખાતો નથી. આહાહા !
આહાહાહા ! વસ્તુદર્શન છે હો ! વસ્તુદર્શન કહો કે જૈનદર્શન કહો...એકાર્થ જ છે. એકાર્યવાચક છે. વસ્તુદર્શન કહો કે જૈનદર્શન કહો.એટલે વસ્તુ જેવી છે એવું જ જૈનદર્શન પ્રતિપાદન કરે છે...સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવ્યું કે માટીથી ઘડો થતો નથી. મુંબઈમાં વાત કરી..જાહેર વ્યાખ્યાનમાં ત્યારે બેઠા 'તા મીઠાભાઈ સામે...મીઠાલાલ..યુગરાજીના દીકરા, યે કયા કહતે હૈં આપ? કીધું: કુંભારથી તો (ઘડો) થતો નથી ઈ તો માંડ માંડ નક્કી કર્યું એણે..માંડ માંડ સમજ્યા? (શ્રોતા:) હા, મુશ્કિલસે (ઉત્તર) મુશ્કેલથી અહીં સુધી તો અમે આવ્યા કે (ઘડો કુંભારથી થતો નથી !) પણ માટીથી ઘડો થતો નથી. તેમાં મર્મ છે.
(ઘડો કુંભારથી થતો નથી...) એ બે દ્રવ્યોની ભિન્નતાની વાત છે...આ દ્રવ્યપર્યાયના ભેદજ્ઞાનની અંદરની વાત છે. બેય ભેદ-જ્ઞાન. કુંભારથી ઘડો થતો નથી એ બે દ્રવ્યોની ભિન્નતા બતાવે છે. માટીથી ઘડો થતો નથી...એ દ્રવ્ય-પર્યાયની ભિન્નતા બતાવે છે.... દેશનાલબ્ધિથી સમ્યક્દર્શન થતું નથી એ બે દ્રવ્યોની ભિન્નતા છે...અને આત્માથી સમ્યકદર્શન થતું નથી....એ દ્રવ્ય, પર્યાયની ભિન્નતા છે-બે ભાવની ભિન્નતા છે. હાં..સમ્યક્દર્શન થાય છે તો એનું લક્ષ આત્મા ઉપર છે એનાં આશ્રયથી સમ્યક્દર્શન થાય છે...અને એ આત્માનું જ પરિણામ છે એમ કહેવામાં આવે છે. માટીનું જ આ (ઘડારૂપ) પરિણામ છે, કુંભારનું એ પરિણામ નથી...ઘડો છે એ માટીનું પરિણામ છે એમ કહેવું એ વ્યવહાર છે.
આહાહા ! ઓમાં બે દ્રવ્યની ભિન્નતા આવી-કુંભારથી ઘડો ન થાય..અને માટીથી ઘડો થતો નથી એમાં અંદર દ્રવ્ય-પર્યાયનું ભેદજ્ઞાન આવી ગયું! –બેય સત્ થઈ ગયા.. માટીથી ઘડો થતો નથી.ઘડો ઘડાથી થાય છે...તો બે સની સિદ્ધિ થઈ. અને માટીથી...
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬
પ્રવચન નં. ૩ ઘડો થાય છે...તો બે સનું ખૂન થઈ ગયું! અને કુંભારથી ઘડો થાય છે...તો માટીનો જ નાશ થઈ ગયો-બે દ્રવ્યોની એકતા...માટી કુંભારમય થઈ ગઈને કુંભાર માટીમય થઈ ગયોબેય એક થઈ ગયા...બે દ્રવ્યો ભિન્ન ન રહ્યો.
એમ બે પ્રકારનાં ભેદજ્ઞાન છે, એક બે દ્રવ્યો વચ્ચે ભેદજ્ઞાન અને દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદજ્ઞાન! બે જ વાત છે-ભેદજ્ઞાનના પ્રકાર બે છે. દાક્તર સાહેબ? સમજ મેં આયા કુછ? (શ્રોતા) થોડા-થોડા (ઉત્તર) થોડા-થોડા આવે તોય બસ છે...એવું તો નથી આવતું ને કે સમજમેં નહીં આતા હૈ ઐસા તો તુમ નહીં કહતે હોયે બાત અચ્છી હૈ સમજણમાં આવી જશે.આજે થોડું થોડું આવે છે...
એ તો બેઠા 'તા સામે મુંબઈમાં નજદિક જ સામે બેઠા 'તા...મીઠાભાઈ ? શું થઈ ગયું? (કહેવા લાગ્યા આશ્ચર્યથી) યે ક્યા બાત હૈ! વહાં તક તો મુશ્કિલસે આયા...! એય મુશ્કેલ છે...કુંભારની હાજરીમાં કુંભાર વિના ઘડો થાય છે. ઓહોહો ! અને કુંભારને અહંકાર થયો છે ઘડો કરવાનો..ત્યારે ય કુંભાર વિના (ઘડો) થાય છે. એ નમસ્કાર મંત્ર ભણતો હોય કુંભાર...એ એમાં નિમિત્ત નથી..(પરંતુ) એની (ઘડો બનાવવાની) ઇચ્છા હોય એ એમાં નિમિત્ત કહેવાય....પણ..નિરપેક્ષપણે ઘડો થાય છે. આહાહા ! કુંભારનો હાથ એને અડતોય નથી.કુંભારની ઇચ્છા (યોગ-ઉપયોગ) કુંભારના આત્માને અડતી નથી...એની ઇચ્છા હાથને અડતી નથી...હાથ માટીને અડતો નથી...બધુંય નિરપેક્ષ છે. બધું ય સત્ છે (આમ...જોનાર) જ્ઞાતા થઈ જાય છે..બસ! કુતર્ક પણ નહીં (કોઈ વિકલ્પ નહીં)...એ શું બની જાય છે? .. ( શ્રોતા ) જ્ઞાતા હો જાતા હૈ... (ઉત્તર) જ્ઞાતા બની જાય છે બસ!
તો...જ્ઞાતા બનવાનો મંત્ર આ તેરનંબરની ગાથામાં દીધો કે નવ તત્ત્વોનેય તું ભતાર્થનયે જાણીશ તો તને સમ્યકદર્શન થશે જા! પણ સાહેબ! એકને. જાણતાં સમ્યક થાય.કે નવને જાણતા? કે નવને નિરપેક્ષપણે જાણે...એ એકને નિરપેક્ષપણે જાણે! નવને સાપેક્ષપણે જાણે એ એકને પણ નિરપેક્ષપણે જાણી શકે નહીં...એક સતને સાપેક્ષ જાણું...તો અનંત સત્ એને સાપેક્ષપણે ભાસશે.એક પર્યાયના સને નિરપેક્ષ જાણીશ..તો દ્રવ્ય નિરપેક્ષપણે અનુભવમાં આવી જશે. એક સનો જ નિર્ણય કરવાનો છે. એક સત” નો નિર્ણય કર તું! એના ઉપર છ મહિના ભલે લાગે....( વિચારે ચઢ.) કે ભઈ આ માટીથી ઘડો થાય કે કુંભારથી ઘડો થાય કે માટીમાંથી થાય કે પિંડની વ્યય પર્યાય થઈ એમાંથી ઘડો થાય...વ્યયમાંથી ઉત્પાદ થયો કે શું થાય છે.....એનો તું વિચાર તો કર ! આહા...હા!
માટીથી થતો હોય તો કાયમ ઘડો જ થવો જોઈએ, એમ તો નથી પરંતુ (માટીના) પિંડનો વ્યય છે ને એ પિંડનો વ્યય તે કારણ ને ઘડાની ઉત્પાદપર્યાય કાર્ય...એવું પણ છે નહીં..ઘડાના ઉત્પાદનું કારણ ઉત્પાદ જ છે ધ્રુવ પણ નથી ને વ્યય પણ નથી કેમકે કુંભારની વાત તો એનાં પર દેશમાં ગઈ એની વાત સ્વદેશમાંનથી. એનો સ્વદેશ તો દ્રવ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
४७
ક્ષેત્ર-કાળ-ભાવ એમનો સ્વદેશ છે...(વિશ્વના સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયો સત્-અહેતુક છે એમ દર્શાવી) ગુરુદેવે કોઈ અનંતો ઉપકાર કર્યો છે. શાસ્ત્રો તો હતાં. કોઈ ઉકેલી શક્યા નહીં. સંસ્કૃત ટીકા આખી મોઢે સમયસારની પણ એનો મર્મ એ સમજી શક્યો નહીં એ જીવ બિચારો! ત્યાગી હતા...કષાયની મંદતા...સજ્જન...પ્રસિદ્ધ હતા બધાંય બહારનાં ગુણો... સજ્જન...લૌકિક! લૌકિક ગુણોય આજે ક્યાં છે? લૌકિક સજ્જન...હતાં બોલો! નિમિત્તાધીન દૃષ્ટિ રહી ગઈ-સાપેક્ષ દષ્ટિ રહી ગઈ...સાપેક્ષદષ્ટિ મિથ્યાદષ્ટિ છે...નિરપેક્ષદષ્ટિ સમ્યક્દષ્ટિ છે. એ...દિગમ્બર હતા...તેમનું નામ લેતો નથી. (શ્રોતાઃ) દ્રવ્યદષ્ટિ તે સમ્યક્દષ્ટિ-નિરપેક્ષદષ્ટિ તે સમ્યક્દષ્ટિ! સાપેક્ષદષ્ટિ તે મિથ્યાદષ્ટિ!
( કહે છે કેઃ ) “ અને સર્વ કાળે અસ્ખલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તેઓ ” ( એટલે કે)– નવના ભેદો-પર્યાયના ભેદો...અભૂતાર્થ છે...
તેમાં છે નહીં અસત્યાર્થ છે. અવિધમાન છે એમાં છે નહીં.
“તેથી આ નવે તત્ત્વોમાં” સરવાળો મારે છે. તેથી આ નવે તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે..એમ તે, એકપણે-નવપણે હવે નહીં...એકપણે પ્રકાશતો-અનેકપણે નહીં પ્રકાશતો એકપણે પ્રકાશતો, શુદ્ઘનયપણે અનુભવાય છે-આ શુદ્ઘનયનો વિષય (–ધ્યેય ) શુદ્ધ છે એમ અનુભવાય છે. અને “જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ ‘ જ’ છે.” ( એટલે કે) આત્માની ઓળખાણ...આ જે આત્માનો અનુભવ થયો એ જ આત્માની ખ્યાતિ થઈ... આહાહા ! “ ને આત્મખ્યાતિ તે સમ્યક્દર્શન જ છે.” ઓલી અનુભૂતિ થઈ એ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે સમ્યક્દર્શન જ છે એમ...નામ જુદા વસ્તુ એક છે “એમ આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે-બાધા રહિત છે.”
આહાહા! તે આત્મખ્યાતિ તે સમ્યક્દર્શન જ છે-આત્માની ઓળખાણ કરી આત્માનું જ્ઞાન ને આત્માનું શ્રદ્ધાન સમય એક...થાય છે. જાણેલાનું શ્રદ્ધાન...આહા ! “ ભાવાર્થ આ નવે તત્ત્વોમાં ”...( શ્રોતા: )જાણેલાનું શ્રદ્ધાન (તે જ સાચું છે. ) (ઉત્તર:) જાણેલાનું શ્રદ્ધાન જાણવામાં આવ્યો આત્મા તો જે જાણવામાં આવ્યો તે જ હું છું એવી પ્રતીતિ પણ પ્રગટ થાય છે ( સાથે-સાથે )...“ આ નવે તત્ત્વોમાં ભૂતાર્થનયથી જોઈએ તો ”...આ નવ તત્ત્વોમાં શુદ્ઘનયથી જોઈએ તો...આહાહા! શુદ્ધનયનો વિષય એક શુદ્ધ આત્મા જ છે. તો જીવ જ– સમ્યક્ એકાંત...“ જીવ ‘ જ ’ એક ચૈતન્યચમત્કારમાત્ર પ્રકાશમાન-પ્રગટ થઈ રહ્યો છે.” એમાં ક્યાં રાગ છે, એ તો ચૈતન્યબિમ્બ છે...ઝળહળ જ્યોતિ છે!
**
દ્રવ્ય ચેતન...ગુણો ચૈતન્ય અને એની જ્ઞાનની દશા-ચેતના આહાહા! એ ત્રણેયમાં ચેતના વ્યાપક છે. ચેતન વ્યાપે છે-ચૈતન્ય વ્યાપે છે-ચેતના વ્યાપે છે.. આહાહા ! એકરૂપ છે ઈ તો ચેતન...મૂર્તિ! “એક ચૈતન્યચમત્કારમાત્રરૂપ પ્રકાશમાન-પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતાં નથી.” આહાહા ! –એ નવ તત્ત્વો છે એમ કહ્યું – ભૂતાર્થ એમ કહ્યું...પણ શુદ્ઘનયથી જુઓ તો ! ...શુદ્ધ આત્માની તરફ જુઓ તો એ નવતત્ત્વો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
४८
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન . ૩ (કાંઈ) દેખાતા નથી. આહાહા...નવ તત્ત્વોને ઊડાડતા નથી...નવ તત્ત્વોનું લક્ષ છોડાવે છે. પર્યાયને કોણ ઊડાડે ! પર્યાયનું લક્ષ છોડાવે છે. દ્રવ્યનું લક્ષ કરાવે છે.
(કહે છે કે, “જ્યાં સુધી આ રીતે જીવતત્ત્વનું જાણપણું જીવને નથી” –સાપેક્ષ જીવને જાણ્યો પણ નિરપેક્ષ જીવને જાણ્યો નહીં..આહાહા! જીવ, બંધ-મોક્ષરૂપે પરિણમે છે... સાપેક્ષકથન છે. જીવ, પરિણમતો જ નથી.એ નિરપેક્ષ કથન છે. “જ્યાં સુધી આ રીતે જીવતત્ત્વનું જાણપણું જીવને નથી, જીવને નથી ત્યાં સુધી તે વ્યવહારદષ્ટિ-મિથ્યાદષ્ટિ છે.” વ્યવહારદષ્ટિ કહો કે મિથ્યાષ્ટિ કહો..સાપેક્ષદષ્ટિ કહો કે મિથ્યાષ્ટિ કહો-વ્યવહારદષ્ટિ કે સાપેક્ષદષ્ટિ બન્ને એક જ છે. એમાં કાંઈ ફેર નથી. શબ્દ નવો બાકી વાત તો એકની એક જ છે.
જુદાં જુદાં નવ તત્ત્વોને માને છે.” જીવ, અનેકરૂપે પરિણમે છે એમ માને છેજીવ-પુગલના બંધપર્યાયરૂપ દૃષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે, પણ જ્યારે શુદ્ધનયથી જીવ-પુદ્ગલનું નિજસ્વરૂપ જુદુ જુદુ જોવામાં આવે” એમ. બેય લીધાં છે-જીવ ને પુદ્ગલ બેયને જુદાં જો એમ. એક જીવને પરિણામથી જુદો જોયો તો પુદ્ગલ પણ જુદું છે એમ જણાય છે. “જીવ-પુદ્ગલનું નિજસ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે..એ પુણ્ય-પાપ આદિ સાત તત્ત્વો...કાંઈ પણ વસ્તુ નથી.”..કંઈપણ વસ્તુ નથી? કે-ના...જીવની દષ્ટિ કરતાં નવ તત્ત્વો દેખાતા નથી. આહાહા! એમ કરતાં જો ઠરી જાય મોક્ષ થાય તો નવ તત્ત્વ દેખાતાં નથી. આહા ! પહેલાં દષ્ટિમાંથી નવ તત્ત્વનો નિષેધ અને પછી કેવળજ્ઞાન જ્યાં થયું-મોક્ષ થઈ ગયો-અશરીરી પરમાત્મા-પછી નવ તત્ત્વના પરિણામ રહેતાં નથી..એક શુદ્ધ આત્મા રહી જાય છે...અભેદ! મોક્ષતત્ત્વ પણ જીવદ્રવ્યરૂપે જણાય છે. મોક્ષની પર્યાય પ્રગટ થઈને...તે જીવ છે–અનુભૂતિ તે આત્મા છે તો મોક્ષ તો આત્મા હોય જ ને! અભેદન-શૈયપ્રધાન-આખું જ્ઞય!
“નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં” લ્યો! એમ કહે છે કે જીવને અજીવના સંબંધથી નવના ભેદ ઉત્પન્ન થયાં હતાં...(હવે) જીવ અને પુદગલ બેને જુદાં પાડી નાખ્યાંએનો સંબંધ તોડી નાખ્યો, સંબંધ તોડી નાખ્યો તો પછી નવ ક્યાં રહ્યાં? સિદ્ધિ જ નથી થતી-જીવનાં પરિણામને અને અજીવનાં પરિણામને તમે જ્યાં સુધી સંબંધથી જુઓ છો...તો નવના ભેદ દેખાય છે. જીવનાં ત્રિકાળસ્વભાવને જુઓ અને અજીવના ત્રિકાળ સ્વભાવને જુઓ....બેયને ભિન્ન પાડો તો નવતત્ત્વો દેખાતો નથી.
નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં તે નિમિત્ત-નૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ-પુદ્ગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ (પદાર્થ) સિદ્ધ થઈ શકતી નથી.” -નવ પદાર્થ સિદ્ધ થઈ શકતા નથી. બેયને સંબંધથી જુઓ તો નવ તત્ત્વો દેખાય છે....બેયને જુદાં પાડીને જુઓ, જીવ-પુદ્ગલને...તો આહાહા! બહુ ઊંચા પ્રકારની વાત છે.
એકલા જીવ સામાન્યને જુઓ તો અનાદિ-અનંત જીવ..સામાન્ય...જીવ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૯
આત્મજ્યોતિ સામાન્યપણે જણાય છે. એ જીવનું વિશેષ અજીવમાં જોડાતું તું...જીવ તો જોડાતો નહોતો... જીવ તો નિરાલંબી છે અને કર્મનું આલંબન ત્યે ને કર્મનું આલંબન છોડે એવું જીવન સ્વભાવમાં જ નથી..એ વિભાવમાં વિશેષભાવમાં છે. એમ કહે છે કે જીવસામાન્યને જોતાંભૂતકાળમાંય જીવને પરિણામ હતાં એમ જોવામાં આવતું નથી...વર્તમાનમાં જોવામાં આવતાં નથી...ભવિષ્યમાંય જીવને પરિણામ હોય એમ જવામાં આવતું નથી...( આ રીતે) પ્રતિક્રમણપ્રત્યાખ્યાન ને આલોચના છે.
જીવ પૂર્વે મિથ્યાદષ્ટિ હતો...અને વર્તમાન સમ્યક્દષ્ટિ થયો.વર્તમાનમાં બંધ છે ને ભવિષ્યમાં મોક્ષ થશે.. આહા! એ જીવનું સ્વરૂપ નથી. એ પરિણામનું સ્વરૂપ છે.. સ્વરૂપ છે. એ પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી. વર્તમાનમાં જેવો જીવ જણાય છે ભરતભાઈ ! વર્તમાનમાં પર્યાયથી નિરપેક્ષ જે જીવ જણાય છે એ ભૂતકાળમાંય એવો હતો... એવું વર્તમાનમાં જ્ઞાન થાય છે અત્યારે..અને અનંતકાળ પણ હું એવો જ રહેવાનું છું...એવું જ્ઞાન થઈ જાય છે-ત્રણકાળનું જ્ઞાન થઈ જાય છે. આત્મા ત્રણેકાળે એક સરખો છે..આહા! કહે છે પુદ્ગલને અને જીવને જુદા પાડીને જો...તો બેય સામાન્ય છે. સામાન્યને જોતાં નવ તત્ત્વના ભેદ દેખાતાં નથી. સામાન્યને છોડીને વિશેષને જો તો નવ તત્ત્વનાં ભેદ દેખાય છે. આ જીવતત્ત્વ સંબંધેનું પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના છે. ભૂતકાળમાં બંધાણો 'તો ને વર્તમાનમાં મૂકાણો....એમ નથી. એને બંધન થયું જ નહોતું...અત્યારે નથી ને ભવિષ્યકાળે બંધન થશે નહીં..એ તો ત્રણેકાળ મુક્ત પરમાત્મા છે. આહા...હા !
મુક્તને જુઓ તો દષ્ટિ મુક્ત થઈ જશે !...બહુ માલ ભર્યો છે. આમાં! આહાહા ! હવે એનો ખુલાસો કરે છે. “વસ્તુ તો દ્રવ્ય છે. તે દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે.”
પ્રવચન નં. ૪
કળશ નં-૫ તા. ૧૯-૭-૮૯ આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનો પ્રથમ જીવ નામનો અધિકાર છે. કળશ પાંચમો છે. તેનું મથાળું- “આ રીતે બાર ગાથાઓમાં પીઠિકા (ભૂમિકા) છે.” આની પૂર્વે ચોથો કળશ પણ મૂક્યો. કેમકે ૧૧ મી ગાથામાં પર્યાયને વ્યવહારનયનો વિષય કહ્યો તેમજ અભૂતાર્થ કહ્યો હતો. (તે વ્યવહારનયના વિષયને) બારમી ગાથામાં જાણેલો પ્રયોજનવાન છે (તેમ કહ્યું છે. પર્યાય સર્વથા નથી તેમ નથી. (પર્યાય) ત્રિકાળ સ્વભાવમાં નથી, પરંતુ પર્યાયનું અસ્તિત્વ પર્યાયમાં છે. (હવે જેને) દ્રવ્યદૃષ્ટિ થાય તેને પર્યાયનું જ્ઞાન તે સમયે જ થાય છે.
દ્રવ્ય સામાન્યનું લક્ષ થતાં દ્રવ્યદષ્ટિ થઈ ત્યારે સામાન્યના આશ્રયે સમ્યકદર્શન-જ્ઞાનચારિત્રના પરિણામ, જે અનંત કાળથી નહીં પ્રગટ થયેલા પ્રગટ્યા. એ (પ્રગટ થયેલ ) વિશેષ સામાન્યને તો જાણે છે પણ વિશેષ-વિશેષને પણ જાણે છે. એટલે સામાન્ય વિશેષ બન્નેને યુગપદ જાણે છે. આવું પ્રમાણજ્ઞાન અનુભવમાં કાળમાં પ્રગટ થાય છે. જૈનદર્શન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
૫O
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૪ પરિપૂર્ણ છે. સમ્યફ એકાંત પૂર્વ અનેકાન્તની સિદ્ધિ કરી.
(સામાન્ય) દ્રવ્યનો આશ્રય કર્યો તેથી દ્રવ્ય જ જણાય છે અને પર્યાયમાં આનંદ આવ્યો તે જણાતો જ નથી-તે કેવળી જાણે તેમ ન હોય. દ્રવ્ય-પર્યાય બન્ને યુગપ એક સમયમાં પોતાને જણાય છે. પર્યાયને જાણે છે એમ નહીં, તે પર્યાયને જાણવા જતો નથી. પર્યાય સહેજે જણાય જાય તેવી સ્થિતિ છે.
બારમી ગાથામાં જાણેલો પ્રયોજનવાન છે. તેનો અર્થ કર્યો કે “જણાયેલો પ્રયોજનવાન.' સોગાનીજીએ એમ કહ્યું કે- “પરિણામ જનીત જાતા હૈ” પરિણામ જણાય જ જાય છે-એટલે તેનું લક્ષ નથી. પર્યાયના આશ્રયપૂર્વક પર્યાય ન જણાય, અને દ્રવ્ય તો દ્રવ્યના આશ્રયપૂર્વક જ જણાય. દ્રવ્યનું અવલંબન ત્યે ત્યારે દ્રવ્ય જણાય અને પર્યાય તો (પર્યાયના) અવલંબન વિના જણાય-એ રહસ્ય છે. દ્રવ્યની સન્મુખ થયેલું જ્ઞાન દ્રવ્યને તો ઉપાદેયપણે જાણે જ છે પણ જે પર્યાય પ્રગટ થાય તેને ઉપેક્ષાપણે જાણે છે. -એટલે પર્યાય જણાય જ જાયછે.
હવે આચાર્ય શુદ્ધનયને પ્રધાન કરી નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે. વ્યવહાર સમ્યકત્વનો વિષય નવ તત્ત્વ, દેવ-ગુરુ-શાસ્ત્ર તે તો હજારો જગ્યાએ છે. પણ સમ્યકત્વ શું છે અને તેનો વિષય શું? એ તો દ્રવ્યાનુયોગના કોઈ કોઈ શાસ્ત્રમાં હોય છે. એટલે હવે આચાર્ય ભગવંત શુદ્ધનયને મુખ્ય કરે એટલે વ્યવહારનય ગૌણ થઈ જાય છે. એક મુખ્ય અને બીજું ગૌણ થઈ જાય. “શુદ્ધનયને મુખ્ય કરી નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ કહે છે” –એટલે આત્માનો અનુભવ એનું નામ સમ્યકદર્શન છે. “અશુદ્ધનયની પ્રધાનતામાં” વ્યવહારનયની પ્રધાનતામાં “ જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે.” સર્વજ્ઞ ભગવાનના આગમમાં કહ્યું છે કે-નવ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યકત્વ છે પણ એ સમ્યક્દર્શન સાચું નથી. વ્યવહાર છે, વિકલ્પ છે, રાગ છે. તે નવ તત્વ સંબંધીનો રાગ છે–વીતરાગભાવ નથી.
“જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે.” એમ શુદ્ધનયથી નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ અહીંયા કહેવામાં આવે છે. અને અશુદ્ધનયની પ્રધાનતાથી જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે.
અહીં એ જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમ્યકત્વ થાય છે એમ કહે છે.” જુઓ ! આ તેરમી ગાથાની પીઠિકા લખે છે. અહીં શુદ્ધાત્માને શુદ્ધનય વડે જાણવાથી સમ્યકત્વ થાય છે એમ લખ્યું નથી. “નવ તત્ત્વને શુદ્ધનય વડ જાણવાથી...' (પ્રશ્ન) સાહેબ! એક બાજુ એમ કહો છો કે શુદ્ધાત્માને આશ્રયે, શુદ્ધાત્માને જાણવાથી સમ્યકત્વ થાય. અને હવે આપ એમ કહો છો કે-નવ તત્ત્વોને વ્યવહારનયથી નહીં પણ શુદ્ધનયથી જાણતાં સમ્યકત્વ થાય. આ તેરમી ગાથા અલૌકિક છે. આપણે બે વાત કરી.
“શુદ્ધનયને પ્રધાન કરી નિશ્ચય સમ્યકત્વ કહે છે. અશુદ્ધનયની પ્રધાનતામાં જીવાદિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૫૧ તત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે.” એટલે આ બીજી લીટીમાં નવ તત્ત્વોને તો કાયમ રાખ્યા. પણ (અનંતકાળથી) તું વ્યવહારનયથી જાણતો હતો, તેને હવે તું નિશ્ચયનયે જાણ. આ બે લીટીમાં લખેલું છે. બીજી લીટીમાં એમ કહ્યું-અશુદ્ધનયથી પ્રધાનતામાં-વ્યવહારનયની પ્રધાનતામાં જીવાદિ તત્ત્વોના શ્રદ્ધાનને સમ્યકત્વ કહ્યું છે. કોણે કહ્યું છે!? સર્વજ્ઞ ભગવાને કહ્યું છે હોં ! નિશ્ચય વ્યવહાર બને એની વાણીમાં આવ્યા છે.
આ સમયસારમાં અને સમયસારની તેરમી ગાથામાં જે નવ તત્ત્વોનો વિસ્તાર આવવાનો છે, તેના નામકરણની વિધિ આ તેર ગાથામાં કરી. અને છઠ્ઠી ગાથામાં આત્માનું નામ “જ્ઞાયક' કહ્યું. આ નવ તત્ત્વના નામ તેરમી ગાથામાં શરૂ થઈને તે છેક ૪૧૫ ગાથા સુધી આવશે. નવ તત્ત્વના નામ અને ભાવ તો આવશે, પણ તે વખતે તું વ્યવહારનયથી તેને જાણીશ નહીં. ત્યારે ભૂતાર્થનયથી નવ તત્ત્વને જાણજે.
અહીં ઉપર કહ્યાં તેજ જીવાદિ તેને તું વ્યવહારનયથી જાણી રહ્યો છે તેને તું શુદ્ધનયથી જાણ! જે વ્યવહારનયનો વિષય છે તેને નિશ્ચયનયથી કેમ જાણવું? વ્યવહારનય પરિણામને સાપેક્ષતાથી પ્રતિપાદન કરે છે, નિશ્ચયનય નિરપેક્ષ પ્રતિપાદન કરે છે. પરિણામ પરિણામથી થાય છે, આત્માથી એ નહીં અને કર્મના સદ્ભાવ કે અભાવથી પણ નહીં. મિથ્યાત્વનો પરિણામ ઉત્પન્ન થાય છે તે આત્માથી થતો નથી અને દર્શનમોહના ઉદયથી પણ થતો નથી.
જીવાદિ' શબ્દમાં તો આસ્રવ, બંધ, સંવર બધું આવી જાય છે. એ જીવાદિ તત્ત્વોને શદ્ધનય વડે'..અશદ્ધનયનો વિષય તેને શુદ્ધનય વડ જાણ. ઉપર બીજી લીટીમાં અશદ્ધનયનો વિષય કહ્યો કે નહીં!? એટલે જે અશુદ્ધનયનો વિષય છે તે શુદ્ધનયનો વિષય પણ છે. પણ તેને તે વ્યવહારનયથી જાણ્યે-સાપેક્ષ જાણ્યું. પરિણામને સાપેક્ષ જાણવા તે વ્યવહાર છે. અને પરિણામને નિરપેક્ષ જાણવા તે નિશ્ચય છે તથા સમ્યકદર્શનની પર્યાયને વ્યવહારનયથી જાણી પણ સમ્યકદર્શનની પર્યાયને ભૂતાર્થનયે નિશ્ચયનયે ન જાણી. વ્યવહારનયે સમ્યકદર્શનને જાણ્યું એટલે શું? આત્મા સમ્યકદર્શનનો કર્તા છે એમ જાણું પણ આત્મા સમ્યક્રદર્શનનો કર્તા નથી સમ્યક્દર્શનની પર્યાયનો કર્તા સમ્યકદર્શનની પર્યાય જ છે એના પકારકથી નિરપેક્ષ થાય છે એમ તે પર્યાયને નિરપેક્ષ જાણી નથી. આ સમયસારતો કોઈ કોઈ એવી પળે લખાણું છે.
અહીં એ જીવાદિ તત્ત્વોને શુદ્ધનય વડે જાણવાથી સમ્યકત્વ થાય છે.” ઓહો! શુદ્ધાત્માને જાણવાથી તો સમ્યકત્વ થાય છે એમ તો સાંભળ્યું-વાંચ્યું, જાણ્યું, માન્યું. પણ, હવે કહે છે–શુદ્ધનય વડે જે નવ તત્ત્વને જાણે તેને સમ્યક્દર્શન થઈ જાય છે. પરિણામ થવા યોગ્ય થાય છે તેમ જાણ. હું કરું છું-તેવી કર્તાબુદ્ધિ છોડી દે તું. જે સ્વયંકૃત હોય તેને પરના કરવાપણાની અપેક્ષા હોતી નથી. પરિણામ નૈસર્ગિક છે-તે આપોઆપ પ્રગટ થાય છે. ૧૪૧ કળશમાં આવે છે-“સ્વયં ઉચ્છલંતિ” આપોઆપ સ્વયં ઉત્પન્ન થાય છે-તે નૈસર્ગિક,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર
પ્રવચન નં. ૪ સ્વયંકૃત પ્રગટ થાય છે.
તેણે પરિણામને સ્વયંકૃત માન્યા નથી. કાં મારાથી થાય અને કાં પરથી થાય. કાં રાગાદિ મારાથી થાય અને કાં રાગાદિ પુદ્ગલથી થાય. કાં સંવર-નિર્જરાને મોક્ષ મારાથી થાય અને કાં કર્મના અભાવથી થાય માટે કર્મકૃત છે. પરિણામ કર્મકૃત નથી અને જીવકૃત પણ નથી. પર્યાય પર્યાયકૃત છે-તેમ તે નવ તત્ત્વને જાણ્યા નથી એટલે કર્તબુદ્ધિ રહી ગઈ. કાં તો ઉપાદાનપણે કર્તા માને અને કાં તો સંવર-નિર્જરામાં હું નિમિત્ત છું તેમ નિમિત્તકર્તા માને. આમ કોઈ પણ પ્રકારે કર્તાનું શલ્ય રહી જાય છે-માટે દષ્ટિ નિર્મળ થતી નથી. તે ગમે તેટલા માથા પછાડે પણ તેને સમ્યક્દર્શન થાય નહીં. આમાં જે લખેલું છે તેનો હું અર્થ કરું છું. વ્યવહારનયના વિષયને નિશ્ચયનયથી જાણ તેમ આમાં લખ્યું છે.
બીજી લીટીમાં એમ લખ્યું છે-નવ તત્ત્વને અશુદ્ધનયથી એટલે વ્યવહારનયથી જાણતાં સમ્યકત્વ ન થાય. પણ તેને ને તેને શુદ્ધનયથી જાણે તો સમ્યકત્વ થાય. વિષય તો નવ તત્ત્વ જ રાખ્યા. પણ તેને ભૂતાર્થનયથી જાણો. પૂ. ગુરુદેવશ્રી ફરમાવે છે કે-પર્યાયના પકારક પર્યાયમાં છે-પર્યાયનો કર્તા પર્યાય છે. પર્યાયનો કર્તા સ્વદ્રવ્ય કે પરદ્રવ્ય નથી-તે યથાર્થ વાત છે. આવું સ્વીકારે ત્યારે અકર્તા એવો જ્ઞાયકભાવ દષ્ટિમાં આવતાં કર્તાબુદ્ધિ છૂટી જાય છે અને અનુભવ થઈ જાય છે.
અહીં એ જ “જીવાદિ' જે વ્યવહારનયથી કહ્યાં હતાં ને તે વિષય બદલાવતા નથી. વિષય નવે નવ રાખ્યા, પણ જાણવા-જાણવામાં મોટો ફેર. તેને સાપેક્ષ જાણે તો સંસાર મિથ્યાત્વ. તે વાત કળશટીકામાં ૬ઠ્ઠા શ્લોકમાં કહ્યું છે-“નવ તત્ત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ એટલે કર્તબુદ્ધિ થઈ. અને તે નવ તત્ત્વોને ભૂતાર્થનયથી-નિરપેક્ષ જાણે તો સમ્યફદર્શન થાય છે. ૧૩ મી ગાથાનો પાઠ બે હજાર વર્ષ પહેલાંનો છે.
એ જીવાદિ તત્વોને શુદ્ધનય વડે” ( ત્રિકાળી) એકલા જીવને તો શુદ્ધનય વડે જાણી શકાય, અહીં તો નવને પણ તું શુદ્ધનય વડે જાણ. આ કોઈ વિશિષ્ટ અને અદભૂત પ્રકાર છે. તમને શું કહ્યું બેન! મધ્યસ્થ જ્ઞાનથી જે વિચારે તો તેને અંદરમાંથી આવે કે આ શાસ્ત્રની રચનામાં તો સીમંધર ભગવાનની વાણી કુંદકુંદભગવાન દ્વારા અહીં આવી છે. કુંદકુંદ ભગવાનની તેર ગાથા ઉપરથી ખાત્રી થાય કે-નવ તત્ત્વને ભૂતાર્થનયે જાણવાથી સમ્યક્દર્શન તે કોઈ શાસ્ત્રમાં નથી. શુદ્ધાત્માને જાણતાં સમ્યફદર્શન એ તો ઘણી જગ્યાએ આવશે.
ભૂતાર્થનયે નવ તત્ત્વને જાણતાં સમ્યકદર્શન થાય તે કોઈ અલૌકિક વાત છે. આ રાજકોટનો બનેલો બનાવ કહું છું. આ બ્ર. ગુણીબેન હાજર બેઠા છે. તેમનો શું બનાવ બન્યો તે કહું છું. આ સમજવા જેવી વાત છે. તે તો સ્થાનકવાસી હતા. દીક્ષા પણ લેવાના હતા અને સાથે શાંતાબેન જે થાણાવાળા ચીનુભાઈની બા. તેમાં એમના ગયણીજીએ કહ્યું કે-આ “અબદ્ધ સ્પષ્ટ' સમજ્યા. તો ગુણીબેને પૂછયું કે-અબદ્ધ સ્પષ્ટ કઈ જગ્યાએ આવે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
પ૩ છે? તો મહાસતીજીએ કહ્યું નહીં કે-સમયસારમાં છે. કારણકે એમણે તો આ બન્નેને દીક્ષા આપવી હતી. તેમાં કુદરતી યોગાનુયોગ તેમના બહેનના ઘરે આવ્યા. મારું વ્યાખ્યાન તે વખતે રાજકોટ જિનમંદિરમાં ચાલતું 'તું. ત્યારે હજુ સ્વાધ્યાય હોલ થયો નહતો. ત્યારે તેરમી ગાથા ચાલતી હતી. તેમને થયું કે-અરે ! આ તો બધું સમયસારમાં છે, અને મારા ગયણીજી એ નામ પણ ન બતાવ્યું. થોડા દિવસ સાંભળ્યું, સાંભળ્યા પછી પરિણામમાં પલટો તો આવે ને?! તેને થયું કે આ વાત કોઈ અપૂર્વ છે. એમના માતા-પિતા ગુરુદેવના અનુયાયી, તેમને સમજાવે પણ, આ તો કહે-મારે દીક્ષા લેવી છે. પર્યાયની ત્યારે યોગ્યતા તેવી હતી.
થોડા દિવસ અહીં સાંભળ્યા પછી મને મંદિરમાં પૂછયું; કે ભાઈ ! તમારી સાથે થોડી ચર્ચા કરવી છે. ટાઈમ આપો તો તમારી પાસે આવવું છે. મેં કહ્યું ભલે ! બીજા કોઈ બહેનને સાથે લઈને આવજો. તે એક બહેનને સાથે લઈને આવ્યા. પછી મેં કહ્યું; નવ તત્ત્વનું શ્રદ્ધાના તે સમ્યક્દર્શન-તે વાત બરોબર!? તો તે કહે-હા, બરાબર છે. પછી મેં કહ્યું ! ભૂતાર્થનયે નવા તત્ત્વને જાણે તો સમ્યક્દર્શન તે વાત તમારા ગુરુએ કરી છે? તે કહે-ના, ભાઈ ! આ વાત તો હું પહેલા વહેલી સાંભળું છું. નવ તત્ત્વનું શ્રદ્ધાન સમ્યક્દર્શન તે તો ચાલતી વાત છેદિગમ્બરોમાં, શ્વેતામ્બરોમાં, સ્થાનકવાસીમાં. પણ અહીં “ભૂતાર્થનયે” તે એક શબ્દ આગળ લગાડયો છે તે તમે સાંભળ્યું છે? તો કહે-ના, આ નથી સાંભળ્યું. પછી તેરમી ગાથાની વાત તેમને કરી.
પછી તેમનામાં પલટો આવ્યો એટલે મેં કહ્યું-અમારા ગુરુ પાસે સોનગઢ જાવ. હેડ ઓફિસ ત્યાં છે. ત્યાં ગયા, ગુરુદેવે, બહેનશ્રીએ ખૂબ જ આવકાર આપ્યો. કેમકે–તેમના માતા પિતા તો ગુરુદેવના શિષ્યો, એટલે ગુરુદેવને ખબર હતી કે બેનને દીક્ષા લેવી છે. આમ કાળ પાક્યો ત્યાં પલટો આવી ગયો.
(ગુણીબેન-“ભૂતાર્થનયે' તે શબ્દ તો મને જાગૃત કરી દીધી 'તી. ભાઈ ! આપનો અનંત ઉપકાર છે. આઠ દિવસમાં તો આખો પલટો થઈ જાય તેવું આપે તત્ત્વ આપ્યું.)
અલૌકિક સમયસાર અને તેનું સ્પષ્ટીકરણ જે ગુરુદેવે કર્યું તે ખલાસ. તેમનો જન્મ આપણા માટે જ અહીં થયો હતો.
ત્યાં ટીકાકાર એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે; તેમાં પહેલા શ્લોકમાં એમ કહે છે કે વ્યવહારનયને કથંચિત્ પ્રયોજનવાન કહ્યો તો પણ તે કાંઈ વસ્તુ નથી:” એટલે તે અવસ્તુ છે. વસ્તુ તો એક જ્ઞાયકભાવ છે. અને વ્યવહારનયનો વિષય તો ભેદ છે, માટે તે કાંઈ કાયમી ચીજ નથી–માટે તે કાંઈ વસ્તુ નથી. કેમકે એક પર્યાયમાં અનંતગુણ નથી માટે તે વસ્તુ નથી. જેમાં અનંતગુણ વસે તેને વસ્તુ કહેવાય. જેમાં પારિણામિકભાવ વસે તેને જીવ કહેવાય જેમાં ઉદયાદિભાવ વસે તેને જીવ ન કહેવાય. પર્યાયમાં ઉદયભાવ હોય, પર્યાયમાં ક્ષાયિકભાવ હોય, તે જીવ નથી. મોક્ષની પર્યાયમાં જીવનું લક્ષણ નથી, બેન!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪
પ્રવચન નં. ૪ આ તો હવે ૧૩ મી ગાથા આવે છે ને એટલે ત્યાં ટીકાકાર એની સૂચનારૂપે ત્રણ શ્લોક કહે છે. વ્યવહારનયને કથંચિત્ પ્રયોજાવાન કહ્યો, જાણવા માટે પ્રયોજનવાન કહ્યો છે, પણ તે શ્રદ્ધવા માટે નથી. શ્રદ્ધાનો વિષય નથી એટલે કે તે કાંઈ વસ્તુ નથી.
જે વ્યવહારનય છે તે” વ્યવહારનય છે ખરી પણ તે “જો કે આ પહેલી પદવીમાં” એવો એનો એક અર્થ છે. બીજો અર્થ રાજમલ્લજીએ કર્યો છે તે પછી કરીશું. આ પહેલી પદવીમાં અર્થ-ચતુર્થ ગુણસ્થાને એમ કેમ લીધો?! વ્યવહારનયનો જન્મ નિશ્ચયપૂર્વક જ થાય છે. એટલે કે-જ્ઞાનીને જ વ્યવહારનય હોય છે અજ્ઞાનીને વ્યવહારનય ન હોય.
“જે વ્યવહારનય છે તે જો કે આ પહેલી પદવીમાં (જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી)” એટલે કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી “જેમણે પોતાનો પગ માંડેલો છે” આહા! પગ તો માંડ્યો છે આત્મામાં દ્રવ્યમાં પગ માંડેલો છે. પગ ઉપાયો છે એમ નહીં, ઉપાડીને માંડ્યો છે–સ્થાપ્યો છે આત્મામાં. હું આ જ્ઞાયક છું એવો અનુભવ થયો.
“એવા પુરુષોને અરેરે! હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, તોપણ” એ વ્યવહારનો સંયોગ છે ખરો! દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ સ્વરૂપમાં લીન ન રહી શકાય ત્યાં સુધી ધ્યાન અને અધ્યયન એ બે ભાવ હોય. મુનિરાજને ધ્યાન પણ હોય અને અધ્યયન પણ હોય. નીચે પાંચમે ગુણસ્થાને હોય અને ચોથે ગુણસ્થાને પણ હોય છે. સ્વરૂપમાં લીન થાય ત્યાં સુધી વ્યવહાર હોય છે. તે એટલો ટેકો લ્ય છે, કે, લાવ આ શાસ્ત્રમાં આમ કહ્યું છે એ જોઈ લઉં. તેમ ટેકો લ્ય છે. એ ટેકો ક્યાં સુધી !? સ્વરૂપમાં ન જાય ત્યાં સુધી છે. સ્વરૂપમાં જાય એટલે એ કાંઈ વસ્તુ નથી-એટલે વ્યવહાર કાંઈ નથી તેમ કહેવા માગે છે.
જે પુરુષો ચૈતન્ય ચમત્કાર માત્ર, પરદ્રવ્ય ભાવોથી રહિત (શુદ્ધનયના વિષયભૂત) પરમ “અર્થ’ ને. પરમ પદાર્થને-પૂજનિક પદાર્થને; “અર્થ” એટલે આત્મા. “અંતરંગમાં અવલોકે છે”, જ્યારે દેવ-ગુરુ-શાસ્ત્રનું લક્ષ છોડીને અંતરમાં અવલોકે છેઉપયોગને ભગવાન આત્મામાં જોડી દે છે. સાધક આત્મા અંતરાત્મા થયા પછી પણ એને વ્યવહાર હોય છે. દેવ-ગુરુ-શાસ્ત્રનાં તત્ત્વનું ચિંતવન વગેરે બધું હોય છે.
તેની શ્રદ્ધા કરે છે તથા તરૂપ લીન થઈ ચારિત્રભાવ ને પ્રાપ્ત થાય છે તેમને એ વ્યવહારનય કાંઈ પ્રયોજનવાન નથી.” આદરેલો તો (વ્યવહાર) મૂળમાંથી પ્રયોજનવાન નથી, પણ હવે એ જાણેલોય પ્રયોજનવાન નથી. એટલે તે હવે જ્ઞાનના શેયમાંથી પણ નીકળી ગયું, દેવ-ગુરુ-શાસ્ત્ર શય થતા 'તા તે પણ નીકળી ગયું અને તેના સંબંધે થતો શુભભાવ પણ જ્ઞાનના યમાંથી નીકળી ગયો. અને જ્યાં ધ્યેયનું ધ્યાન કર્યું તો ધ્યાતા થયો તો એ જ્ઞાનનું ય થયો.
- આ કળશમાં છેલ્લે એમ પણ લખ્યું કે-કોઈપણ પ્રયોજનવાન નથી. (વ્યવહાર) હોય તો જાણેલો પ્રયોજનવાન લખેને!? કોઈ કોઈ ને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે એ તો સવિકલ્પદશાની વાત છે. પંચાધ્યાયીમાંથી આપણે કાઢીને જોયું તું કે-નિર્વિકલ્પ ધ્યાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫
આત્મજ્યોતિ વાળાઓને હોય નહીં. “સવિકલ્પવાળાઓની માફક નિર્વિકલ્પવાળાઓને તે હોય નહીં.” પંચાધ્યાયી ૬૩૯ ગાથામાં આ છે.
સવિકલ્પ દશામાં નિર્મળ પર્યાય અને રાગ સાધકને છે. છે તેને જાણે છે. જાણેલો પ્રયોજનવાન, પછી જ્યાં એ ભેદ ઉપરથી લક્ષ છૂટયું અભેદમાં ગયો એટલે અભેદ થઈ ગયો. અભેદ ઉપર દષ્ટિ હતી, અભેદ ઉપર પરિણતી હતી, પણ ઉપયોગ અભેદમાં જતો નહોતોએટલે ભેદ પડતો હતો. ઉપયોગ અભેદમાં જાય એટલે ભેદ ન પડે. ભેદ ન પડે એટલે વ્યવહાર ઉભો ન થાય. વ્યવહાર ઉભો ન થાય એટલે નિશ્ચય થઈ જાય. અનુભવની વાત કોઈ અપૂર્વ હોય છે.
સવિકલ્પ દશામાં વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કહ્યો, જ્યાં અંદરમાં ગયો તો વ્યવહાર કાંઈ વસ્તુ જ નથી. હોય તો જાણે ને!? દેવ-ગુરુ-શાસ્ત્ર જણાતા નથી એટલે એના તરફના લક્ષે જે રાગ હતો-તેની ઉત્પત્તિ જ થતી નથી. ઉત્પત્તિ થાય તો જણાય ને!? શુભભાવ થાય તો જણાય ને!? ત્યાં શુભભાવ તો છે નહીં, ત્યાં તો શુદ્ધોપયોગ છે. એટલે લખ્યું કે- “વ્યવહારનય કાંઈ પણ પ્રયોજનવાન નથી.” આ એક અર્થ આપણે સાધકનો કર્યો.
હવે બીજો અર્થ-આ કળશની ટીકા શ્રી રાજમલજી સાહેબે કરી છે. તેમણે આ પ્રકારનો અર્થ કર્યો છે. વ્યવહારનય છે કે જ્યાં સુધી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી થઈ; સમ્યફદર્શન નથી થયું ત્યાં સુધી છે. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા તેવો ભેદરૂપ વ્યવહાર વચ્ચે આવી જાય છે. પણ જ્યાં અભેદમાં ચાલ્યો જાય છે ત્યાં જ્ઞાન તે આત્મા તેવો વિકલ્પ છૂટી જાય છે.
પહેલી પદવીમાં જેમણે પોતાનો પગ માંડેલો છે” –એટલે જે જીવ સમ્યકત્વની સન્મુખ હોય તેને આ પ્રકારનો વ્યવહાર આવે છે. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, જાણે તે આત્મા, દેખે તે આત્મા. કળશટીકામાં એમ લખ્યું છે કે-ગમે તેવો બુદ્ધિમાન હોય ગણધર જેવા, તો પણ બીજાને સમજાવવા માટે-અભેદમાં એટલો ભેદ કરીને સમજાવ્યા વિના સામો જીવ સમજી શકતો નથી.
અનુભવ પહેલાં, પોતાને અનુભવ ન થયો હોય, અને અનુભવનો કાળ પાક્યો હોય ત્યારે, પણ ભેદ ઉપર આવી જાય છે પણ ભેદને છોડી ધે છે અને પછી અભેદમાં ચાલ્યો જાય છે. ત્યારે ભેદ કાંઈ વસ્તુ નથી.
જેમણે પોતાનો પગ માંડેલો છે, એવા પુરુષોને હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે-જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, જાણે તે આત્મા–ઉપયોગ લક્ષણ. જીવનું લક્ષણ ઉપયોગ છે–એટલે લક્ષ અને લક્ષણના ભેદથી વિચારે છે. હવે જ્યાં લક્ષ્યનું લક્ષ થયું ત્યાં લક્ષણનો ભેદ પોતે અભેદ લક્ષ રૂપ આત્મા થઈ જાય છે. ત્યારે ગુણ-ગુણીના ભેદનો વ્યવહાર રહેતો નથી.
વ્યવહારને હસ્તાવલંબ તુલ્ય કહ્યો છે, તો પણ જ્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં ચૈતન્ય ચમત્કાર માત્રની સન્મુખ થઈને “અભિગચ્છતિ' આત્માને જુએ છે (ત્યારે ભેદને જાણતો નથી.) આ સમયસારમાં તો માલ ભર્યો છે. આ બદામનો મેસુબ છે હોં ! લોટનો મેસુબ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬
પ્રવચન નં. ૪ આમાં ન હોય. બદામના મેસુબમાં એલચી, કેસર, પીસ્તા ઊંચામાં ઊંચો માલ.
શ્રી સમયસાર ૯/૧૦ ગાથા છે તેમાં કહે છે-“જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાન વડે ‘રૂમ' આ અનુભવ ગોચર કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈને જાણે છે “અભિગચ્છતિ” તેને લોકને પ્રગટ જાણનારા ઋષિશ્વરી શ્રુતકેવળી કહે છે.”
જે એક શુદ્ધાત્માને જ અભિમુખ થઈને જાણે છે, દેવ-ગુરુ-શાસ્ત્રને જાણતો નથી, છે દ્રવ્યને જાણતો નથી, આમ પરને જાણવાનું સર્વથા બંધ થાય છે. આત્માનો અનુભવ કરવાનું બધા કહે છે-પણ ઉપાય કોઈ બતાવતું નથી. પરને જાણવાનું બંધ કરો ત્યારે આત્માનો અનુભવ થાય એમ આમાં લખ્યું છે.
આત્માની સન્મુખ થઈને આત્માને જાણે છે ત્યારે પરનું જાણવું સર્વથા બંધ થાય છે. રહસ્યપૂર્ણ ચીઠ્ઠી છે, તેમાં ટોડરમલજી સાહેબ લખે છે કે-જ્યારે સાધક નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે, ત્યારે બહાર શું થાય છે તે કાંઈ દેખાતું જ નથી. બહાર શું થાય છે તે કાંઈ જાણતા જ નથી-આવી ધ્યાનની સ્થિતિ છે.
જે જીવ નિશ્ચયથી શ્રુતજ્ઞાન વડે-એટલે અતીન્દ્રિય જ્ઞાન વડે, ઈન્દ્રિયજ્ઞાન વડે નહીં. (ભાવશ્રુતજ્ઞાનથી) “આ અનુભવ ગોચર કેવળ એક શુદ્ધાત્માની સન્મુખ થઈને આત્માને જાણે છે” “પદ્રવ્યથી પરામુખ” નિયમસારમાં આવે છે ને ? આત્માની સન્મુખ થઈને જાણે છે તેને લોકને પ્રગટ જાણનારા ઋષિશ્વરો એટલે તેને કેવળી પરમાત્મા, સર્વજ્ઞ દેવાધિદેવશ્રુતકેવળી કહે છે.
એમ કહે છે કે-જ્ઞાન તે આત્મા એટલો વ્યવહાર આવ્યો, પણ એ જ્ઞાયકની સન્મુખ થયો જ્યાં “અભિગચ્છતિ” ત્યાં જ્ઞાન તે આત્મા એવો જે ભેદ ઉઠતો હતો, અને ભેદના લક્ષે વિકલ્પ ઉઠતો હતો તે છૂટીને તે નિર્વિકલ્પ ધ્યાનમાં ચાલ્યો જાય છે. વિકલ્પ પણ ગયો અને વિકલ્પનો વિષય ભેદ પણ ગયો. એમાં (આત્મામાં) લીન થાય છે ત્યારે વ્યવહારનય કાંઈ પ્રયોજનવાન નથી. ભેદ નીકળી ગયો-ભેદનું લક્ષ છૂટી ગયું. જ્ઞાન તે આત્મા એવો ભેદરૂપ વ્યવહાર તે હવે કાંઈ પ્રયોજનવાન નથી.
આ બે અર્થ થયા. એક સાધક થવા પહેલાનો અને એક સાધકનો.
ભાવાર્થ- “શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ થયા બાદ અશુદ્ધનય કાંઈ પણ પ્રયોજનકારી નથી.” લ્યો ! કેવળજ્ઞાન થાય પછી કાંઈ પણ પ્રયોજનકારી નથી. અને નિર્વિકલ્પ ધ્યાનમાં ગયો ત્યારે કાંઈ પ્રયોજનવાન નથી. ઉપકારી ગુરુ બિરાજમાન છે પણ ગુરુ દેખાતા નથી. નિશ્ચયગુરુ દેખાય છે ત્યારે વ્યવહાર ગુરુ ન દેખાય. પછી સવિકલ્પદશામાં આવે ત્યારે ગુરુના પગમાં પડી જાય કે-આપે મને આત્મા આપ્યો. હું કાંઈ જાણતો ન હતો. આપે જ આજે મને આત્મા આપ્યો. આપે આત્માનું દાન આપ્યું. લાયક શિષ્ય એમ ન કહે કે કાર્ય મારા ઉપાદાનથી થયું અને નિમિત્ત અકિંચિત્થર છે તેમ ન બોલે. લાયક જીવ ઉપકાર ઓળવે નહીં. આપે જ મને મોક્ષ આપ્યો-હું કાંઈ જાણતો ન હતો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૫૭
પ્રવચન નં. ૫
કળશ-૬ તા. ૧૯-૭-૮૯ શ્લોકાર્થ:- “આ આત્માને અન્ય દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો) તે જ નિયમથી સમ્યકદર્શન છે. એક માત્ર ટંકોત્કીર્ણ ભગવાન આત્મા છે તે સ્વદ્રવ્ય છે-બાકી બધા પરદ્રવ્યો છે. ચૌદમાર્ગણાસ્થાન, ગુણસ્થાન, જીવ સમાસ એ પરિણામ બધા અન્ય દ્રવ્યમાં જાય છે. સ્વદ્રવ્ય તો એક જ્ઞાયકભાવ છે-બાકી બધા અન્ય દ્રવ્યો છે. નવ તત્ત્વોના ભેદ તે પરદ્રવ્ય છેતેનાથી જુદો દેખવો એમ! જુદો દેખવો એટલે જુદો શ્રદ્ધવો-તે નિયમથી સમ્યકદર્શન છે. તેમાં કોઈ અપવાદ નથી.
હવે તેજ સમ્યક્દર્શનનો વિષય કેવો છે તે બતાવે છે. આ કળશમાં સમ્યક એકાંતપૂર્વક અનેકાન્ત ઉતારશે. “કેવો છે આત્મા?” એટલે ત્રિકાળી દ્રવ્ય કેવું છે. કહે – “પોતાના ગુણપર્યાયોમાં વ્યાપનારું છે.” એટલે કે પોતાના દ્રવ્ય-ગુણને પર્યાયમાં રહેલો છે. ઉત્પાદ-વ્યય ની વચ્ચે ધ્રુવ અન્વયરૂપે રહેલો છે.
પંચાધ્યાય કર્તાએ લખ્યું છે કે-અજ્ઞાનીઓને એના સર્વ વિશેષોમાં પણ એનું સામાન્ય અન્વયરૂપ-શુદ્ધાત્મ તત્ત્વ બિરાજમાન છે. પણ અજ્ઞાનીઓને તે દષ્ટિ ગોચર થતું નથી. એટલે (પર્યાયમાં) અન્વયપણે વ્યાપી રહેલો તો છે. સોનાના બધા ઘાટમાં સોનું રહેલું છે. પણ જેને ઘાટ ઉપર દષ્ટિ છે અને સોનું હોવા છતાં દેખાતું નથી. વ્યાપનારો છે એટલે એમાં રહેલો છેનવ તત્ત્વમાં છૂપાયેલી આત્મજ્યોતિ છે. આત્મજ્યોતિ નવ તત્ત્વની બહાર નથી.
વળી કેવો છે? શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે” આત્મા અનેકરૂપે છે નહીં. બંધ ને મોક્ષ એ તો સ્વાંગ છે. અશુદ્ધનયથી આત્મા અનેકરૂપ દેખાય છે, પણ શુદ્ધનયથી જોતાં આત્મા એકરૂપે દેખાય છે. આત્મા એકરૂપે છે ને એકરૂપે દેખાય છે. શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો છે. આત્મા એકપણે જ રહેલો છે અને શુદ્ધનયથી એકપણું જ દેખાય છે.
“વળી કેવો છે? પૂર્ણજ્ઞાનઘન છે.” આહાહા! અપૂર્ણ મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય છેત્યારે ભગવાન આત્મા પૂર્ણજ્ઞાનઘન રહેલો છે. રાગનો તો પ્રવેશ નથી પણ અલ્પજ્ઞ અવસ્થાનો એમાં પ્રવેશ નથી. આહા...હા! પૂર્ણજ્ઞાનઘન એટલે નિબિડ વસ્તુ છે. જેમ લોઢામાંઘન પદાર્થમાં કાંઈ ખૂંચી ન શકે તેમ પૂર્ણજ્ઞાનઘન આત્મામાં પર્યાયનો પ્રવેશ થતો નથી. પર્યાયથી સહિત કહેવાય ત્યારે પણ પર્યાય અંદર જતી નથી. પર્યાય પોતે ધૃવરૂપે પણ થતી નથી-એ તો ઉત્પાદરૂપે ઉપર-ઉપર રહેલી છે,–કેમકે આત્મા પૂર્ણજ્ઞાનઘન છે. નિત્યમાં અનિત્યનો પ્રવેશ નથી. પૂર્ણજ્ઞાન આત્મા છે તે દષ્ટિના વિષયની વાત છે.
વળી” શબ્દ મૂકીને વિષય બદલાવ્યો. “વળી” શબ્દ કહીને ખ્યાલ આપ્યો કે વિષય બીજો આવે છે ધ્યાન રાખજો. આત્માનું અવલંબન લીધું તો સમ્યકદર્શન થયું ? કહેઠા,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮
પ્રવચન નં. ૫ નિયમથી સમ્યકદર્શન થાય. “વળી' કહીને કહ્યું કે સમ્યકએકાંતપૂર્વક અનેકાન્ત અનુભવનાં કાળમાં થાય છે. અનુભવના કાળમાં અનેકાન્તનો-સ્યાદ્વાદનો, જન્મ થાય છે. ધ્યેયનું પડખું બતાવ્યું હવે ય થાય છે તે પડખું બતાવે છે. એકજ શ્લોકમાં ધ્યેય બતાવ્યું અને જ્ઞય થાય છે એ પણ બતાવ્યું. પેલું અનાદિનું શેય છે તે નહીં. આ તો આખું ય બદલી ગયું. પહેલાં મિથ્યાત્વથી સહિત હતો તે આત્મા હવે સમ્યકદર્શનથી સહિત થયો.
વળી જેટલું સમ્યક્રદર્શન છે તેટલો જ આ આત્મા છે.” એટલે જેટલી શુદ્ધતા છે તે બધી લઈ લેવી-જ્ઞાનની, દર્શનની, ચારિત્રની આત્માશ્રિત જેટલી શુદ્ધતા પ્રગટ થાય, સંવરનિર્જરા તે બધી. જેટલું સમ્યકદર્શન છે તેટલો જ આત્મા છે. (પ્રશ્નો પણ સાહેબ! તમે પર્યાયને આત્મા કહો છો !? (ઉત્તર) અમે અભેદ કરીને કહીએ છીએ અને ભેદથી સમજાવીએ છીએ. અમે ભેદને આત્મા નથી કહેતા. કથંચિત્ નિર્મળ પર્યાય આત્માથી અભેદ થાય છે-સર્વથા અભેદ નથી થતી.
પર્યાય અડે છે. દ્રવ્યના ધર્મો દ્રવ્યને ચૂંબે છે-સ્પર્શે છે. જેટલો સમ્યક-દર્શન-જ્ઞાનચારિત્ર નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો તેટલો જ આત્મા છે–આ અન્નય થઈ ગયું. આ વ્યયધ્રૌવ્યયુક્તસતું આવ્યું.
પ્રશ્ન- એક જ સમયે ધ્યેય પણ જણાય અને તેજ સમયે ય પણ જણાય? ઉત્તર- હા, બન્નેનો જણાવાનો સમય એક જ છે. પ્રશ્ન- તો સત તો એ છે! દ્રવ્યને પર્યાય. ઉત્તર- હા, બે છે. પ્રશ્ન- તો છબસ્થનો ઉપયોગ કાં દ્રવ્યને જાણે અને કાં પર્યાયને જાણે?
ઉત્તર- ભાઈ ! સાંભળ! દ્રવ્ય ઉપર લક્ષ જતાં પર્યાય દ્રવ્યરૂપ થઈ જાય છે. ત્યારે એક શેય થાય છે, બે શેય નથી રહેતા. જો બે ય તને જણાતા હોય દ્રવ્ય ભિન્ન અને પર્યાય ભિન્ન તેમ જ્ઞાનના વિષયમાં બે જણાય તો અનુભવ નથી. જ્ઞાનમાં પણ આખો અભેદ એક શેય છે. દ્રવ્યથી પર્યાય એ સમયે “તકાલ તન્મય” તે કાળે તો તન્મય છે. આનંદની નિર્મળ પર્યાયથી ભગવાન નિર્મળાનંદ આત્મા તન્મય છે. તે આખું એકાકાર એક ય છે માટે છદ્મસ્થનો ઉપયોગ એક સમયે એક શેયને જાણે તે સિદ્ધાંત બરોબર રહ્યો.
દ્રવ્યને પર્યાય બે છે તો છદ્મસ્થનો ઉપયોગ જ્યારે દ્રવ્યને જાણે ત્યારે પર્યાયને જાણે? એવો મેં પ્રશ્ન પૂછેલો.
પ્રશ્ન - અનુભવના કાળમાં આનંદની પર્યાય પ્રગટ થાય તેને જ્ઞાન જાણે તો પર્યાયદષ્ટિ થઈ જાય કે નહીં? | ઉત્તર - પર્યાયદષ્ટિ ન થાય.
આ કળશમાં જે લખ્યું છે તેનો અર્થ ચાલે છે. આમાં એમ કહ્યું કે –સમ્યક દર્શન જે નવું પ્રગટ થયું-નિશ્ચય સમ્યક્દર્શન તેટલો જ આત્મા છે. ધ્યેયભૂત આત્માનું ધ્યાન કર્યું તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૫૯ ધ્યાતા થઈ ગયો તો જ્ઞયભૂત આત્માનું જ્ઞાન થયું. ધ્યેય પણ એક અને જ્ઞય પણ એક. એકમ” અનંતધર્મથી આત્મા એકરૂપ-એકમ જણાય છે એમ પરિશિષ્ટમાં લખ્યું છે.
આ વિષય એવો છે કે-શાંતિથી, ધીરજથી, પક્ષપાતથી રહિત સમજે તો સમજાય નહીંતર વિરોધ લાગે. ચોથા કળશમાં આવી ગયું ઉભયનય વિરોધ ધ્વસિની એટલે અનુભવ વિરોધને ટાળી દે છે. વિરોધ તો અજ્ઞાનીને ઊઠે છે-જ્ઞાનીને ક્યાં વિરોધ છે.
વળી જેટલું સમ્યકદર્શન તેટલો જ આત્મા” આમાં “વળી” શબ્દ શું કામ મૂક્યો કેધ્યેય પૂર્વક જ્ઞય થાય છે એમ કહેવું છે. “વળી કહી વિષય બદલ્યો. પહેલો શ્રદ્ધાનો વિષય આપ્યો હવે “વળી ' કહીને જ્ઞાનનો વિષય આપે છે. બધું આમાં લખેલું છે. આચાર્ય મહારાજની લખવાની શક્તિ કેટલી !? એક જ શ્લોકમાં સમ્યક્દર્શનનો વિષય ત્રિકાળી શુદ્ધાત્મા આપ્યો અને જ્યાં અનુભવ થયો ત્યાં જ્ઞાનનો વિષય પણ આપી દીધો. શ્લોક એક, સમય એક ધ્યેય એક અને શેય પણ એક.
એકજ શ્લોકમાં પૂર્વાર્ધમાં સમ્યકદર્શનનો વિષય ત્રિકાળી શુદ્ધ આત્મા આપ્યો અને ઉતરાર્ધમાં પર્યાય સહિત કહ્યો. પહેલા પર્યાય રહિત અને પછી પર્યાય સહિત. પર્યાયથી રહિત છે? તો કહે-હા, પર્યાયથી સહિત છે? તો કહે...હા. (પ્રશ્ન) બન્નેમાં હા? (ઉત્તર) બન્નેમાં હા, પણ તું વિવિક્ષા સમજી લેજે. રહિત કહ્યું ત્યાં શ્રદ્ધાનો વિષય છે. સહિત કહ્યું ત્યાં જ્ઞાનનો વિષય છે. એક શ્લોકમાં બન્ને વાત કરી. જે એકાંત પકડે ને તેને આ વાત નહીં બેસે. પર્યાયને આત્મા કહે તે દષ્ટિના વિષયના પક્ષપાતી જીવને નહીં બેસે. પક્ષપાત છોડી દે! પર્યાય તે આત્મા છે. પર્યાયનો ભેદ તે અનાત્મા છે, પણ અભેદ થાય તો આત્મા છે.
અભેદમાં ભેદ દેખાતો નથી, છતાં ભેદ-ભેદરૂપ છે. ધ્રુવ-પ્રૂવરૂપે અને ઉત્પાદું ઉત્પાદરૂપે છે. ભેદ હોવા છતાં પણ ભેદ દેખાતો નથી. કપડું કાપ્યું, અને પછી સાંધ્યું, પણ સાંધ દેખાતી નથી. એવું ઝીણું સીવ્યું કે સાંધો દેખાય નહીં. તેમ દ્રવ્યને પર્યાયનો અંદરમાં તો ભેદ છે પણ, ભેદ દેખાતો નથી. ભેદ દેખાય તો નિર્વિકલ્પ અનુભવ રહેતો નથી. ધ્યેય અનંતગુણથી અભેદ અને જ્ઞય તે સમયની નિર્મળ પર્યાયથી અભેદ. તે-તે સમયની પર્યાયથી અભેદ થતું આવે છે. અભેદ થતાં થતાં પૂર્ણ થઈ જાય છે. કેવળજ્ઞાન થાય ત્યારે પૂર્ણ.
તેથી આચાર્ય પ્રાર્થના કરે છે કે-આ નવ તત્વની પરિપાટીને છોડીને, આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો.” “એક જ પ્રાપ્ત હો” તેમાં બે ભાવ આવી ગયા. અમે પરિણમીને પ્રાપ્ત કરીએ છીએ એમ. પરિણમીને, પરિણામ અભેદ થઈને એને પ્રાપ્ત કરીએ છીએ. આવો આત્મા અમને પ્રાપ્ત હો! અમને આવો આત્મા પ્રાપ્ત થઈ ગયો છે એટલે-ધ્યેયભૂત પ્રાપ્ત થયો છે અને જ્ઞયભૂત પ્રાપ્ત થઈ ગયો છે. આ..હા...હા! સમયસાર તો સમયસાર છે.
આ વાત એવી છે કે મધ્યસ્થ થઈ, પક્ષપાત છોડી, આત્માર્થી થઈને સમજે તો સમજાય તેવું છે. વળી શબ્દ કહી ને ઘણું સ્પષ્ટીકરણ કર્યું-એટલે કે હું વિષય બદલાવું છું. અબી બોલાને અબી ફોક” તેવું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬)
પ્રવચન નં. ૫ દષ્ટિનો વિષય કાયમ રાખીને તને જાણવાનો એક બીજો વિષય આપું છું. એ જાણવા જેવો છે. તને અનુભવ થશે એટલે જણાશે. તને જણાશે કે સમ્યકદર્શન તે આત્મા છે. તને જણાશે એમ કહે છે. તેરમી ગાથાના મથાળામાં કેટલું આવ્યું! તેરમી ગાથા જ કોઈ અદભૂત છે.
ભૂતાર્થનયે નવ તત્ત્વને જાણવાંતે વાત બીજા શાસ્ત્રમાં છે કે નહીં? તેના માટે મેં બહુ મહેનત કરેલી. તત્ત્વાર્થસૂત્રની ત્રણ ટીકા જોઈ. (૧) અકલંકદેવની (૨) વિધાનંદ આચાર્યની (૩) પૂજ્યપાદ આચાર્યની. ત્રણેય ટીકા જોઈ પણ ક્યાંય ભૂતાર્થનયે જાણવાનું કહ્યું નથી. કેમકે તત્ત્વાર્થસૂત્ર પર્યાયાર્થિક નયનો ગ્રંથ છે-વ્યવહારનયનો ગ્રંથ છે. આમ તો એમાં પણ “નવ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યક્દર્શન” તેમાં એક વચન છૂપાયેલું છે. તેમાં એકવચન છે પણ તે કાઢે કોણ!? કાઢે તો એમાં લખેલું છે.
પંચાધ્યાયે તત્ત્વાર્થસૂત્રનો ખુલાસો કર્યો છે-નવ તત્ત્વનું શ્રદ્ધાન” તેમાં ખુલાસો કરતાં એકમ' શબ્દ વાપર્યો છે. એટલે એકવચન છે તેથી નવનું શ્રદ્ધાન નહીં. નવમાંથી શુદ્ધનય વડ એકને કાઢવું તે ખુલાસો ગુરુદેવે પણ કર્યો છે. બધા ગ્રંથ સાચા છે-બધા જ્ઞાનીઓ હતા.
આહા..હા! સાહેબ! તમે કહો છો-પર્યાયથી રહિતનું શ્રદ્ધાન કર, અને વળી આ પર્યાયને તમે આત્મા કહો છો ? પર્યાયથી સહિત આત્મા એમ ન કહ્યું; પર્યાય તે આત્મા. વળી” શબ્દ મૂક્યો છે તો ધ્યાન રાખજે વિષય બદલાવું છું. હવે જ્ઞાનનો વિષય આપું છું. કેમકે સમ્યક્દર્શન પ્રગટ થાય એટલે જ્ઞાન પ્રગટ થાય જ–તે પરિણામને અભેદ કરીને આત્માપણે જાણે. અપરિણામી તો આત્મા પણ પરિણામી આત્મા. પર્યાય સાપેક્ષ કહ્યું તેથી જ્ઞાનનો વિષય થયો. પર્યાય નિરપેક્ષ તે દષ્ટિનો વિષય.
હવે તેનો ભાવાર્થ:- “સર્વ સ્વાભાવિક તથા નૈમિત્તિક પોતાની અવસ્થારૂપ ગુણપર્યાય ભેદોમાં વ્યા૫નારો.” એટલે કે તે અન્વયરૂપે-સળંગપણે તેનો તે..તેનો તે..તેનો તે રહેલો છે. “આ આત્મા શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો.” વ્યવહારનયથી જોવામાં આવે તો આ આત્મા સ્વાભાવિક પર્યાયરૂપે જણાય છે-અને નૈમિત્તિક પર્યાયરૂપે જણાય છે. વ્યવહારનયથી જોવામાં આવે તો અનેકપણે જણાય છે, પરંતુ વ્યવહારનયના વિષયને ગૌણ કરી એનું લક્ષ સર્વથા છોડી; એટલે પર્યાય હોવા છતાં જાણે ન હોવા બરાબર છે તેવી અંતરમુખ દશા થાય તેને શુદ્ધનય કહે છે.
એ “શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો” એટલે નિર્ણય કરવામાં આવ્યો; નક્કી કરવામાં આવ્યું; અનુભવમાં આવ્યું કે-હું આવો જ છું.
શુદ્ધનયથી જ્ઞાયકમાત્ર એક-આકાર દેખાડવામાં આવ્યો”, એક આકાર એટલેઆત્મા એકરૂપ છે. જ્ઞાયકભાવ માત્ર આત્માનું સ્વરૂપ છે. અનંતગુણનો પિંડ ચૈતન્ય પરમાત્મા જ હું છું—એમ જ્યારે દેખાડવામાં આવ્યું, “તેને સર્વ અન્ય દ્રવ્યો અને અન્ય દ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો”,-જુદો દેખવો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૬૧ સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય ત્યાં “ન્યારો' શબ્દ છે, અને અહીંયાં ન્યારો' શબ્દ છે. ન્યારો એટલે જુદો. સર્વ અન્ય દ્રવ્યો એનાથી ભિન્ન અને અન્ય દ્રવ્યના સભાવ અને અભાવ સંબંધથી ઉત્પન્ન થતા સ્વભાવિક અને આ નૈમિત્તિક ભાવો, તેના ભાવોથી પણ ન્યારો-જુદો દેખવો-શ્રદ્ધવો. “તે નિયમથી સમ્યકદર્શન છે.” આ સમ્યક્દર્શનની ઉત્પત્તિનો આ નિયમ કહ્યો.
“વ્યવહારનય આત્માને અનેક ભેદરૂપ કહી સમ્યકદર્શનને અનેક ભેદરૂપ કહે છે” હવે બીજી પ્રતિપક્ષનય વ્યવહારનય છે. દસ પ્રકારના વ્યવહારપ્રાણનું શ્રદ્ધાન, અજીવનું શ્રદ્ધાન, પુણ્ય-પાપનું શ્રદ્ધાન, આસ્રવનું શ્રદ્ધાન, બંધનું શ્રદ્ધાન, સંવરનું શ્રદ્ધાન, નિર્જરાનું શ્રદ્ધાન, મોક્ષનું શ્રદ્ધાન. એમ શ્રદ્ધાનના વિષયો અનેક પ્રકારે ન હોવા છતાં એક પ્રકારે હોવા છતાં અનેક પ્રકાર કહે છે. આત્મા તો એકરૂપ છે તો પણ વ્યવહારનય તેના વિષયને ભેદરૂપ-અનેક જ કહે છે.
“સમ્યક્રદર્શનને અનેક ભેદરૂપ કહે છે ત્યાં વ્યભિચાર (દોષ) આવે છે, નિયમ રહેતો
નથી.”
અનંતકાળમાં અનંતવાર તેણે વ્યવહારનયના વિષયને શ્રદ્ધા જ્ઞાનમાં લીધો તેથી મિથ્યાશ્રદ્ધા અને મિથ્યાજ્ઞાન રહ્યું.
“શુદ્ધનયની હદે પહોંચતાં વ્યભિચાર રહેતો નથી.” નવ તત્ત્વના ભેદને ગૌણ કરી, તેનું સર્વથા લક્ષ છોડી; અને શુદ્ધનયની હદે પહોંચતાં-એટલે સ્વભાવની સન્મુખ થઈને આત્માને જાણતાં વ્યભિચાર રહેતો નથી. કાંઈ દોષ લાગતો નથી. નિર્દોષતા પ્રગટ થાય છે એટલે (શુદ્ધનયમાં) આમાં નિયમ છે. નવના આશ્રયે સમ્મદર્શન થાય નહીં, અને એકના આશ્રયે જ સમ્યફદર્શન થાય તે નિયમ છે.
કેવો છે શુદ્ધનયનો વિષયભૂત આત્મા?” શુદ્ધનય કેવી છે તેમ ન કહેતાં-શુદ્ધનયનો વિષયભૂત આત્મા કેવો છે. આત્મા જ્યારે દષ્ટિમાં આવે છે ત્યારે શુદ્ધનય નવી પ્રગટ થાય છે. આત્મા તો છે..છે...ને છે. પણ આત્માનું અનેક પ્રકારે ખોટું જ્ઞાન અને શ્રદ્ધાન હતું તેને, હવે શુદ્ધનયથી આત્મા એકરૂપ જ છે. (તેમ શ્રદ્ધા જ્ઞાનમાં આવે છે.)
શુદ્ધનયનો વિષયભૂત આત્મા એટલે ? જ્ઞાનનો વિષયભૂત આત્મા, શ્રદ્ધાનો વિષયભૂત આત્મા, સમ્યક્રદર્શનનો વિષયભૂત આત્મા.-તે કેવો છે? જેનું લક્ષ કરતાં અવશ્ય-નિયમથી સમ્યકદર્શન થાય છે. જેનું ધ્યાન કરતાં ધર્મધ્યાન પ્રગટ થાય છે. સમ્યફદર્શન ધ્યાનમાં જ પ્રગટ થાય છે. ધ્યાનના કાળમાં સમ્યકદર્શનનો જન્મ થાય છે. આત્માનું જ્યારે ધ્યાન આવે છે અને એ વખતે આત્માનો અનુભવ થયો, એ અનુભવનું નામ સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્ર છે.
શુદ્ધનયનો વિષયભૂત આત્મા કેવો છે?? “પૂર્ણ જ્ઞાનઘન છે.” તેનું જ્ઞાન પરિપૂર્ણ છે. વર્તમાનમાં એ ધન છે. તેમાં રાગાદિનો કે દુ:ખને બિલકુલ પ્રવેશ નથી.
પૂર્ણજ્ઞાન ઘન છે સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાનસ્વરૂપ છે.” હવે એ પૂર્ણજ્ઞાનઘન છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨
પ્રવચન નં. ૫
તેનો વધારે ખુલાસો કરે છે. એકલું પૂર્ણજ્ઞાન ધન છે; તેમાં લોકો સમજી ન શકે એટલે એનો ખુલાસો કરે છે. સ્વ અને પર લોકાલોકને જાણનાર-જ્ઞાનમય આત્મા-જ્ઞાનસ્વરૂપ જ છે. આત્મા પૂર્ણજ્ઞાનઘન છે” તેમાં જીવો સમજી શકે નહીં એટલે કોઈને કોઈ જ્ઞયનો આશ્રય (સહારો) લઈને સમજાવે છે. એ તો સમજાવવા માટે શેયનો આશ્રય-(સહારો) લેવામાં આવે છે.
એ વાત પંચાધ્યાય કર્તાએ કહી છે. જ્ઞાન જાણે યાશ્રિત જેવું હોય એમ માલૂમ પડે છે; પણ એમ છે નહીં. સમજાવવા માટે બીજો કોઈ ઉપાય નથી. પૂર્ણજ્ઞાનઘન તેનું સ્વરૂપ શું? એ જે પૂર્ણજ્ઞાનઘન છે એ તો નિરપેક્ષ છે. પણ લોકાલોકને જાણનાર છે તેવી સાપેક્ષતાથી સમજાવે છે. તો જગતને એમ થઈ ગયું કે-લોકાલોકને જાણે તો જ્ઞાયક અને લોકાલોકને ન જાણે તો જ્ઞાયક નહીં.
વ્યવહાર દ્વારા પરમાર્થ સમજાવ્યો તો વ્યવહારનું જ અનુસરણ કરવા લાગ્યો. પૂર્ણજ્ઞાનઘન એટલે શું? લોકાલોકને જાણે તે આત્મા તે જ્ઞાન જ્ઞયાશ્રિત જેવું માલુમ પડે છે. (પંચાધ્યાય ૫૪૨-૫૪૩) જ્યાં નિરપેક્ષજ્ઞાનની વાત કરી છે ને-ત્યાં એક બોલ સરસ લીધો છે. પ્રમાણજ્ઞાનને અસત્ લક્ષણ કહ્યું છે. ત્યાં આ બહુ સારો ખુલાસો છે-“એ જ્ઞાન જાણે શેયાશ્રિત જેવું હોય” (તેમ માલુમ પડે છે.) સ્વને જાણે તો જ્ઞાન, પરને જાણે તો જ્ઞાન; પરંતુ જ્ઞાનનું જ્ઞાન તે ખ્યાલ જીવોને આવતો નથી. તેને એમ લાગે છે કે-જ્ઞાનની પર્યાય જાણે પરાશ્રિત હોય, પરાધીન હોય તેવું ભાસે છે. પર્યાય સત-અહેતુક છે એમ ભાસતું નથી.
અહીંયા પૂર્ણજ્ઞાનઘન કોને કહ્યું છે? કે-સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાન સ્વરૂપ છેજ્ઞાન સ્વરૂપ છે. આત્મા બસ. સ્વને જાણે ને પરને જાણે તે સાપેક્ષતા ગૌણ કરી નાખ અને નિરપેક્ષ ઉપર નજર કર. સ્વભાવથી જ જ્ઞાન સ્વરૂપ છે, સ્વભાવથી જ જ્ઞાયક છે. આત્મા લોકાલોકને જાણે છે માટે જ્ઞાયક છે તેમ નથી આત્મા સ્વભાવથી જ જ્ઞાયક છે. સ્વભાવ હંમેશાં નિરપેક્ષ હોય, સાપેક્ષતાથી સમજાવવામાં આવે છે.
એવાં આત્માના શ્રદ્ધાનરૂપ સમ્યકદર્શન છે. તે કાંઈ જુદો પદાર્થ નથી.” સમ્યક્દર્શન પર્યાય પ્રગટ થઈ એ કાંઈ જુદો પદાર્થ નથી–તે આત્માના જ પરિણામ છે-તેથી આત્મા જ છે. અભેદનયે પરિણામને આત્મા કહેવાય, ભેદનયે પર્યાય કહેવાય; અભેદનયે તેને ને તેને આત્મા કહેવાય. એ સમ્યક દર્શન જ્ઞાન-ચારિત્રના પરિણામ, પરિણામ પણે ન જણાય તે આત્માપણે જણાય-અનુભવનાં કાળમાં, તેમ કહેવા માગે છે. ભેદથી જુઓ તો અભેદનો અનુભવ થાય જ નહીં અને અભેદના લક્ષે પર્યાયનો ભેદ દેખાતો નથી–તેવો અભેદ થઈ જાય છે. હવે તે ભેદનયે આત્માના પરિણામ કહેવાય પણ અભેદનયે જુઓ તો આત્મા જ છે.
હવે આ જે વસ્તુ છે તે ગુરૂગમ સિવાય સમજાય નહીં. કેમકે જ્યારે દષ્ટિના વિષયની વાત આવે ત્યારે-પર્યાય માત્રથી ભિન્ન આત્મા છે. પર્યાય ધ્રુવને અડતી નથી. કેવળજ્ઞાનની પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી; અને જ્યારે જ્ઞાનનો વિષય આવે ત્યારે એમ કહે કે- (નિર્મળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૩
આત્મજ્યોતિ પર્યાય તે આત્મા છે.)
આહા! દષ્ટિનો વિષય જ્યારે દષ્ટિમાં આવે ત્યારે દષ્ટિ અભેદ થાય છે–ત્યારે સમ્યકદર્શન થાય છે. દષ્ટિ જુદી રહે તો સમ્યક્રદર્શન ન થાય-એટલે આત્મા ન થાય. આમ (અનુભવનાં કાળે ) ધ્યેયપૂર્વક જ્ઞય થાય છે. સમ્યક એકાંતપૂર્વક અનેકાન્ત થાય છે. આમાં જ એનો ખુલાસો છે જુઓ.
એવાં આત્માના શ્રદ્ધાનરૂપ સમ્યક્રદર્શન છે. તે કાંઈ જુદો પદાર્થ નથી-આત્માના જ પરિણામ છે, તેથી આત્મા જ છે.” “આત્મા છે' એમ ન લખતાં- “તેથી આત્મા જ છે.” આ જ્ઞયભૂત આત્મા કહેવાય. દ્રવ્ય-ગુણ-પર્યાયની એકતા હવે આ દ્રવ્યને આ ગુણને આ પર્યાય એવાં કાંઈ ભેદ રહેતા નથી. ધ્યેયમાં ગુણભેદ દેખાતો નથી અને જ્ઞયમાં પર્યાયભેદ દેખાતો નથી-આનંદનો ભેદ દેખાતો નથી. આહા...હા ! આવું અભેદ એકાકાર જ્ઞાનમાં જ્ઞય થઈ જાય છે.
માટે સમ્યકદર્શન છે તે આત્મા છે; અન્ય નથી.” અહીં અત્યારે સમ્યક્દર્શનની પર્યાયને પરદ્રવ્ય નહીં જાણજે તું. ભેદ અપેક્ષાએ તેને પરદ્રવ્ય કહેવાય પણ અભેદ અપેક્ષાએ આત્મા છે. ભેદ અપેક્ષાએ કર્મકૃત છે, ભેદ અપેક્ષાએ ય છે, અભેદ અપેક્ષાએ આત્મા છે.
આ શ્લોક હતો તેનો અર્થ પૂરો થયો હવે પંડિતજી ઉપરથી વિશેષ સમજાવે છે.
“અહીં એટલું વિશેષ જાણવું કે નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે, તેથી શુદ્ધનય પણ શ્રુતપ્રમાણનો જ અંશ થયો. શ્રુત પ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે કારણ કે વસ્તુને સર્વજ્ઞનાં આગમનાં વચનથી જાણી છે.”
સામાન્ય તો મેં કહી દીધું પણ અહીં એટલું વિશેષ જાણવું કે પ્રમાણ શ્રુતજ્ઞાન છે તે અવયવી છે, અને તેનો એક અંશ-ભાગ તેને નય કહેવાય છે. આજે તત્ત્વાર્થસૂત્રમાં આવે છે કે- “આઘે પરોક્ષ ” એટલે મતિ-શ્રુત પરોક્ષ છે. શ્રુત પ્રમાણ તે પરોક્ષ પ્રમાણ છે.
તેથી આ શુદ્ધનય સર્વ દ્રવ્યોથી જુદા, આત્માના સર્વ પર્યાયમાં વ્યાપ્ત, પૂર્ણ ચૈતન્ય કેવળજ્ઞાનરૂપ-સર્વ લોકાલોકને જાણનાર, અસાધારણ ચૈતન્યધર્મને પરોક્ષ દેખાડે છે.”
શુદ્ધનય આત્માના સ્વભાવને પરોક્ષ દેખાડે છે. વસ્તુને સર્વજ્ઞનાં આગમનાં વચનથી જાણી છે. “વ્યવહારી છદ્મસ્થજીવ આગમને પ્રમાણ કરી”, યથાર્થ-સાચુ માનીને-“શુદ્ધનયે દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાન કરે છે-તે શ્રદ્ધાન નિશ્ચય સમ્યક્રદર્શન છે.” આગમમાં નવા તત્ત્વથી ભિન્ન શુદ્ધ આત્મા. અનંતગુણથી અભિન્ન એકત્વ, પરિણામમાત્રથી વિભક્ત એવાશુદ્ધનયે દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાન કરવું તે નિશ્ચય સમ્યક્દર્શન છે.
જ્યાં સુધી કેવળ વ્યવહારનયના વિષયભૂત જીવાદિક ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય સમ્યક્રદર્શન નથી.” કેટલો સરસ ખુલાસો કર્યો છે. વ્યવહારનયના વિષયભૂત-જીવાદિક એટલે પર્યાયના ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય સમ્યકદર્શન નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૪
પ્રવચન નં. ૫ તેથી આચાર્ય ભગવાન કહે છે કે –એ નવ તત્ત્વોની સંતતિને (પરિપાટીને) છોડી.” નવ તત્ત્વ હો તો હો ! નવ તત્ત્વને લક્ષમાં ન લે; તેને ગૌણ કરી તેનું લક્ષ છોડી દે; આહા ..તેને જાણવાનું સર્વથા બંધ કરી દે. કેમકે નવ તત્ત્વના ભેદને જાણીશ ત્યાં સુધી સમ્યક્દર્શન નહીં થાય, એટલે ત્યાં સુધી વિકલ્પ ઉઠશે અને મિથ્યાત્વ થશે. હવે નવ તત્ત્વના ભેદને લક્ષમાંથી છોડી દે. હુતા નહોતા એકવાર કરી દે ને! કેમકે મારા સાધ્યની સિદ્ધિ નવા તત્ત્વના લક્ષે થતી નથી. નવ તત્ત્વનું લક્ષ છોડાવવું છે, નવ તત્ત્વ છોડાવવા નથી. તે પર્યાય તો સત્ અહેતુક છે. પર્યાયને પર્યાયનું લક્ષ છે ત્યાં સુધી પર્યાય દષ્ટિ છે. પર્યાયનું લક્ષ છૂટયું ને દ્રવ્યનું લક્ષ થયું ત્યાં દ્રવ્યદષ્ટિ થઈ. દ્રવ્યદષ્ટિ તે સમ્યક્રદૃષ્ટિ છે. “નવ તત્ત્વોની પરિપાટીને છોડીને' એટલે નવનું લક્ષ છોડીને-તેને આત્મા માનવાનું છોડીને.
“શુદ્ધનયનો વિષયભૂત એક આત્મા જ અમને પ્રાપ્ત હો.” જુઓ! બે જ વાત છે. (૧) વ્યવહારનયનો વિષય (૨) શુદ્ધનયનો વિષય. એક (વ્યવહારનયના) વિષયનું જ્ઞાન કરાવે છે અને લક્ષ છોડાવે છે. અને બીજું (શુદ્ધનયના વિષયનું) જ્ઞાન કરાવી અને લક્ષ કરાવે છે. આ વર્તુળમાં બસ બે જ વાત છે, ત્રીજી વાત તો છે જ નહીં.
વ્યવહારનયના વિષયમાં નવ હતા ને! અહીં શુદ્ધનયના વિષયભૂત એક આત્મા જ અમને પ્રાપ્ત હો. અમારી દષ્ટિમાં શુદ્ધાત્મા જ આવો. “બીજું કાંઈ ચાહતા (ઇચ્છતા) નથી. આ વીતરાગ અવસ્થાની પ્રાર્થના છે.”
“કોઈ નય પક્ષ નથી.” વીતરાગી પ્રાર્થનામાં કોઈ વિકલ્પ પક્ષ નથી. અમારે આત્મા જોઈએ તે ભાષામાં આવ્યું તેવું કાંઈ વીતરાગી પ્રાર્થનામાં નથી. પણ બીજા જીવોને સમજાવવું શી રીતે!? તેને પક્ષીતિક્રાંતની વિધિ બતાવે છે. વીતરાગી અવસ્થાની પ્રાર્થના છે–અપૂર્વ અવસર એવો ક્યારે આવશે !
જો સર્વથા નયોના પક્ષપાત જ થયા કરે તો મિથ્યાત્વ જ છે.” “સર્વથા ' શબ્દ વાપર્યો. વ્યવહારનયનો પક્ષ તો છોડાવતા આવીએ છીએ, પણ સર્વથા જો નિશ્ચયનયના પક્ષમાં આવી જાય તો પણ મિથ્યાત્વ જતું નથી. કેમકે તેને આખું ધ્યેયપૂર્વક ય થવું જોઈએ ને !? ઉપર કહ્યું કે-સમ્યક્દર્શન તે આત્મા છે-તેમ કહી દીધું છે.
કોઈ સર્વથા એકાંત નયપક્ષમાં ખેંચાય કે-પર્યાયથી રહિત છે, પર્યાયથી રહિત છે; રહિત છે તે વાત સાચી છે પણ (અનુભવના કાળે) પર્યાયથી સહિત પણ થાય છે-તેમ તું જ્ઞાનમાં રાખજે. જો એ સહિતનું પડખું જ્ઞાનમાં ન આવે તો; શુદ્ધનયનો પક્ષ આવ્યો તેને પણ પક્ષમાં કાંઈ આનંદ નથી-આકુળતા છે. ત્યાં તો રાગ-દ્વેષ થાય છે કે આવો છું ને આવો નથી. વિકલ્પ આવે છે તે રાગ-દ્વેષ છે. જેવો છે તેવો વિચારે તો પણ રાગ-દ્વેષ છે. શુદ્ધ છે ને, અશુદ્ધ નથી. જ્ઞાયક છું. ને જડરૂપ નથી એવો વિકલ્પ છે ત્યાં સુધી નયપક્ષ છે. જે જીવ વ્યવહારનયના વિકલ્પને તો છોડે છે પણ નિશ્ચયનયના વિકલ્પને આદરે છે તે જીવ અનુભૂતિને પામતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૬૫ આ તો વીતરાગ થવાની પ્રાર્થના છે. કોઈ નવપક્ષ નથી, કોઈ ખેંચતાણ નથી. જો સર્વથા નયોનો પક્ષપાત થયા કરે-આવો છું..આવો છું....આવો છું ને આવો નથી–તો મિથ્યાત્વ જ છે, સમ્યકત્વ નથી. સમ્યકદર્શનમાં પક્ષ ન હોય. પક્ષ તો અજ્ઞાન છે. જ્ઞાનમાં પક્ષ ન હોય. જ્ઞાનમાં પક્ષ હોય ? પક્ષ ન હોય તેને જ્ઞાન કહેવાય.
અહીં કોઈ પ્રશ્ન કરે કે-આત્મા ચૈતન્ય છે એટલું જ અનુભવમાં આવે, તો એટલી શ્રદ્ધા તે સમ્યક્દર્શન છે કે નહીં?”
કોઈ કહે કે-આત્મા તો ચૈતન્ય ચૈતન્ય ચૈતન્ય.ચિચમત્કાર માત્ર છે. એટલું જ અનુભવમાં આવે એટલે એવો જ વિકલ્પ કર્યા કરે, એવું જ અનુમાન કર્યા કરે એવું જ ઈન્દ્રિયજ્ઞાન કર્યા કરે તો એટલી શ્રદ્ધા તે સમ્યકદર્શન છે કે નહીં?
તેનું સમાધાન - ચૈતન્યમાત્ર તો નાસ્તિક સિવાય સર્વ મતવાળાઓ આત્માને માને છે; તેથી આવું ન માનનાર અન્યમતી એટલે નાસ્તિક છે. તે આત્માને નથી માનતા બાકી તો આસ્તિક છે તે માને છે. આત્મા જ્ઞાનસ્વરૂપી છે. જાણનાર છે, ચૈતન્ય છે એ તો માને છે એટલે પોતાને તેવો અનુભવે છે. જાણનાર..જાણનાર.જાણનાર એ તો અનુભવ છે ને!? તો અહીં કહે છે-જાણનાર છું એટલા માત્રથી અનુભવ ન થાય. નાસ્તિક સિવાય બધાયા (મતાર્થીઓ) આત્માને ચૈતન્યજ્ઞાનસ્વરૂપી માને છે. જો એવી શ્રદ્ધાને સમ્યકદર્શન કહેવામાં આવે તો સૌને સમ્યકદર્શન થઈ જશે. આહા...હા! સાચા દેવ-ગુરુ-શાસ્ત્ર ને માને તે સમ્યકદર્શન. તેનાથી આગળ આત્મા ચૈતન્ય છે તેમ માને તેને સમ્યફદર્શન તો તો બધા જ સમ્યક્દષ્ટિ થઈ ગયા. પણ એ સમ્યક્દર્શન નથી. સમ્યક્દર્શન તે કોઈ જુદી–અપૂર્વ વસ્તુ છે.
“તેથી સર્વજ્ઞની વાણીમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે” અન્યમતમાં સર્વજ્ઞ ભગવાન જ નથી અને ચૈતન્ય આત્માને માને છે તો તેને સમ્યકદર્શન થતું નથી. ચૈતન્યનું જેવું સ્વરૂપ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં-સમ્યક એકાંત અને સમ્યક અનેકાન્ત તેવી વાત બીજે ક્યાંય નથી. બન્ને પડખાંવાળું સ્વરૂપ સર્વજ્ઞની વાણીમાં જ આવ્યું છે. તેથી સર્વશની દિવ્યધ્વનિમાં જેવું પૂર્ણ આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું જ શ્રદ્ધાન થવાથી જ નિશ્ચય સમ્યકદર્શન થાય છે એમ સમજવું.
હવે ત્યાર પછી શુદ્ધનયને આધીન” એમ આવે છે ને કે ભગવાન ભક્તને આધીન છે. તેમ અહીંયા કહે છે કે આત્મા શુદ્ધનયને આધીન છે. જ્યાં અંતર સન્મુખ ઉપયોગ થયો છે ત્યાં ભગવાનના દર્શન થાય...થાય ને થાય જ એમ કહે છે. આમ બહાર જોયા કરે તો એ ભક્ત નથી તેથી ભગવાનના દર્શન ક્યાંથી થાય !? ભગવાન ભક્તને આધીન છે. તેમ શુદ્ધનયને આધીન ભગવાન છે. એટલે કે-અતીન્દ્રિયજ્ઞાનમાં જણાય, ઈન્દ્રિયજ્ઞાનમાં આત્મા ન જણાય.
શુદ્ધનયને આધીન સર્વ દ્રવ્યોથી ભિન્ન આહા..હા! સર્વ દ્રવ્યો જે ભિન્ન છે; –તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૬
પ્રવચન નં. ૬ ભિન્નને જાણા કરે તો સ્વદ્રવ્ય ન જણાય. કર્તા બુદ્ધિમાં ન જણાય અને જ્ઞાતાબુદ્ધિમાં સ્વદ્રવ્ય ન જણાય. તે તો જ્ઞાયકનો જ્ઞાતા છે અને ગાયકના જ્ઞાતા પણે જ સદા પરિણમે છે. છતાં જે આત્માથી ભિન્ન છ દ્રવ્યો છે તેને હું જાણું છું એ અધ્યવસાન મિથ્યાત્વ છે. કરું છું (છ દ્રવ્યને) તેમાં તો અધ્યવસાન છે જ, પણ તેને જાણું છું તે પણ અધ્યવસાન છે-છ દ્રવ્યને જાણતાં આત્મા નહીં જણાય. નવ તત્ત્વના ભેદને જાણતાં આત્મા નહીં જણાય. ગુણભેદને જાણતાં ગુણી નહીં જણાય.
શુદ્ધનયને આધીન સર્વદ્રવ્યોથી ભિન્ન આત્મ જ્યોતિ પ્રગટ થઈ જાય છે. “શુદ્ધનયને આધીન એમ ચોથા શ્લોકમાં ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે.”
પ્રવચન નં. ૬
કળશ નં-૭ તા. ૨૦-૭-૮૯ આ આત્માનું સત્યાર્થ, ભૂતાર્થ સ્વરૂપ શું છે? અને તેની પ્રસિદ્ધિ એટલે અનુભૂતિ કેમ થાય? તે બતાવનારી આ આત્મખ્યાતિ નામની ટીકા છે.
શુદ્ધાત્માના ભાન-જ્ઞાન-અને આચરણ વિના અનંત-અનંત કાળ વીત્યો. અનંતકાળથી આત્મા ચારગતિના દુ:ખને ભોગવે છે. તે દુ:ખથી મૂકાવાનો નાસ્તિથી આમાં ઉપાય બતાવ્યો છે. (અતિથી) આત્મિક સુખની ઉપલબ્ધિ કેમ થાય તેનો ઉપાય આ (શાસ્ત્રમાં ) બતાવે છે.
નવ તત્ત્વના ભેદથી ભિન્ન અભેદ સામાન્ય આત્મા એક સમયમાત્ર પણ તેને દષ્ટિમાં લીધો નથી. નવ તત્ત્વને જાણ્યા અનંતવાર પણ નવ તત્ત્વના પરિણામની મધ્યમાં છુપાયેલી આત્મજ્યોતિ છે તેની અંતર્સન્મુખ થઈ ને શુદ્ધાત્માનો અનુભવ તેણે સમયમાત્ર પણ કર્યો નથી.
તે શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે અને તેનો અનુભવ કેમ થાય તે બતાવનારું આ શાસ્ત્ર છે-તેની તેરમી ગાથા પૂર્વે ઉત્થાનિકાનો આ શ્લોક છે.
હવે, “ત્યાર પછી શુદ્ધનયને આધીન”, શુદ્ધનય એટલે ભાવશ્રુત જ્ઞાન, અતીન્દ્રિયજ્ઞાન તેના દ્વારા આત્મા પ્રસિદ્ધ થાય છે. રાગથી આત્માનો અનુભવ થતો નથી. જેમ રાગ દ્વારા આત્મા જણાતો નથી તેમ પુણ્યના પરિણામ દ્વારા ભગવાન આત્મા પ્રસિદ્ધ થતો નથી, અને શાસ્ત્રજ્ઞાન એટલે ઈન્દ્રિયજ્ઞાન દ્વારા પણ આત્મા જાણી શકાતો નથી. અતીન્દ્રિયજ્ઞાન દ્વારા શુદ્ધાત્માનો પ્રત્યક્ષ અનુભવ થઈ શકે છે–તેથી શુદ્ધનયને આધીન આત્મા છે.
સર્વ દ્રવ્યોથી ભિન્ન આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય છે.” સર્વ દ્રવ્યોથી ભિન્ન એટલે જુદો છે આત્મા. તે દેહ, મન, વાણીથી ભિન્ન, આઠકર્મથી ભિન, ભાવકર્મ એટલે મિથ્યાત્વ, અવિરત, કષાય, યોગ તે ચાર પ્રકારના વિભાવભાવ તેનાથી પણ આત્મા અંતરમાં જુદો છે. તેવી આત્મજ્યોતિ પ્રગટ થઈ જાય છે-એમ કહે છે; થશે એમ નહીં.
જ્યાં બહિર્મુખ દશા છોડીને, જ્યારે આત્મા અંતર્મુખ થાય છે ત્યારે તેને, “હું એક જ્ઞાયક ભાવ છુંતેમ તેને અનુભવમાં આવે છે. તેવી અનુભવની દશાને સમ્યકદર્શન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
આત્મજ્યોતિ પ્રગટ થઈ તેમ કહે છે. “ આમ આ શ્લોકમાં ટીકાકાર આચાર્ય કહે છે. ”
แ
શ્લોકાર્થ:- “ ત્યારબાદ શુદ્ધનયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે, ” નવ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યક્દર્શન છે. હવે અહીંયા તો કહે છે-નવ તત્ત્વમાં, નવતત્ત્વથી ભિન્ન આત્મા છે તેને જાણે તો સમ્યક્દર્શન છે. જે ભિન્ન આત્મજ્યોતિ છે તે-દ્રવ્યકર્મ ભાવકર્મ, નોકર્મથી રહિત, જે પરિણામ માત્રથી ભિન્ન આત્મજ્યોતિ છે. વર્તમાનમાં નવ તત્ત્વના ભેદ ભલે હો ! ઉત્પાદ-વ્યયના ભેદ ભલે હો ! પરંતુ ઉત્પાદ્-વ્યયથી ધ્રુવ ભિન્ન છે. ધ્રુવ-ધ્રુવપણે રહેલો છે તે ઉત્પાદ-વ્યયમાં આવતો નથી. ઉત્પાદ્-વ્યયમાં રહેવા છતાં તે રૂપે થતો નથી. ‘તરૂપો ન ભવિત.’
૬૭
“જે ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે.” એટલે અંતસન્મુખ થઈને−‘હું જ્ઞાનાનંદ આત્મા છું' એવાં વિકલ્પ એટલે અનુમાન જ્ઞાનને પણ છોડીને; સાક્ષાત અંતર્સન્મુખ થાય ત્યારે તેને આત્મા પ્રગટ અનુભવમાં આવે છે. પંચમકાળમાં આત્મા પ્રગટ થાય છે બોલો! પંચમકાળમાં આત્મા વર્તમાનમાં અનુભવથી અનુભવમાં પ્રગટ થાય છે. શુદ્ઘનયને આધીન જે (નવ તત્ત્વથી) ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે-પ્રગટ અનુભવમાં આવે છે એટલે કે પ્રત્યક્ષ થાય છે–દષ્ટિમાં આવે છે.
આત્મા તો છે...છે...ને...છે, તે શુદ્ધાત્માને એક સમય માત્ર પણ શ્રદ્ધા-જ્ઞાનમાં લેતો નથી. દૃષ્ટિમાં લેતો નથી, અનુભવ કરતો નથી. જે આત્મજ્યોતિ પ્રગટ છે, પણ પાછું ‘પ્રગટ ’ થાય છે–એટલે અનુભવમાં આવે છે. બે શબ્દ છે-‘પ્રગટ’ છે અને ‘પ્રગટ’ થાય છે.
ભગવાન આત્મા વર્તમાનમાં અસ્તિરૂપે છે...છે...ને છે. હવે પર્યાયની રુચિમાં–પ્રેમમાં પડેલાને તે આત્મા દૃષ્ટિગોચર થતો નથી. હવે તેને જ્યારે આત્મજ્ઞાની ગુરુ મળે છે. ગુરુ ઉપર અનન્ય શ્રદ્ધા રાખી અને દેશનાલબ્ધિ સાંભળી; આત્માનું સ્વરૂપ લક્ષમાં લેવાનો પ્રયોગ કરે છે-ત્યારે તે આત્માને, જે પ્રગટ-વિધમાન ભગવાન છે તે પ્રત્યક્ષ થાય છે.
ભગવાન આત્મા અનાદિનો હતો-વર્તમાનમાં છે...છે ને...છે. જે દષ્ટિમાં નહોતો આવતો તે અંતસન્મુખ થઈને, તેને ભગવાન આત્મા દષ્ટિ ગોચર થાય છે-એટલે પ્રગટ થાય છે.
પ્રગટ થાય છે એટલે જે આત્મા દૃષ્ટિમાં-અનુભવમાં નહોતો આવતો તે આવ્યો તે આવ્યો, તેને પ્રગટ થાય છે-તેમ કહેવામાં આવે છે. “તે પ્રગટ થાય છે કે જે નવ તત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં ” કે-જે પ્રગટ થાય છે તે આત્મજ્યોતિ કેવી છે?!
આત્મજ્યોતિ નવ તત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં પણ, તે નવ રૂપે પરિણમે છે છતાં પણ તે પરિણામરૂપે જ્યોતિ થતી નથી. તે પારિણામિકભાવે પોતે કાયમ રહે છે અને વિશેષ અપેક્ષાએ ચારભાવપણે પરિણમે છે, અથવા વિશેષ અપેક્ષાએ નવ તત્ત્વરૂપે પરિણમે છે-તો પણ આત્મજ્યોતિ તેનો સામાન્ય સ્વભાવ છોડતી નથી. ‘ન મુંચતિ' વિશેષોની વચ્ચમાં પણ સામાન્યભાવને છોડતી નથી. આહા...હા ! આત્મા નવ તત્ત્વની બહાર નથી છતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
६८
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૬ નવ તત્ત્વની બહાર છે. પરિણામની મધ્યમાં રહેલો હોવા છતાં તે પરિણામથી ભિન્ન રહે છે. તે પરિણામને સ્પર્શતો નથી, પરિણામમય થતો નથી; પરિણામથી અનન્ય થતો નથી. આત્મા પરિણામનો કર્તા નથી, પરિણામનો ભોક્તા નથી, અને પરિણામનો જ્ઞાતા નથી.
આહા..હા...! કેવી સુંદર વાત કરે છે. “નવતત્ત્વતત્વે ઓf યવેત્ત્વ ન મુખ્યતિ”_ આત્મજ્યોતિ એકપણું છોડતી નથી. પર્યાયથી જુએ તો અગ્નિ અનેકાકારરૂપે પરિણમે છે, ત્યારે અગ્નિ તેનું એકપણું છોડતી નથી-સ્વભાવથી જુએ તો એજ વખતે તે એકાકાર દેખાયછે.
નવ તસ્વરૂપે આત્મા પરિણમે છે, પરિણમતો હોવા છતાં પર્યાયમાં જાણવામાં આવતો નહોતો. દેહ મારો, રાગ મારો તેવી અજ્ઞાનની પ્રસિદ્ધિ હતી. હવે તેના ઉપરથી લક્ષ છોડીને એટલે ખંડખંડરૂપ, ભાવેન્દ્રિયનો ઉપયોગ સર્વથા બંધ થઈ જાય છે–લબ્ધરૂપ થઈ જાય છે. ચોથા ગુણસ્થાને ભાવેન્દ્રિયનો અભાવ થતો નથી પણ લબ્ધરૂપ થાય છે, તેની સાથે એક નવું અંતર્મુખ થયેલું અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું જ આ હું જ્ઞાયક છું–તેમ શ્રદ્ધા-જ્ઞાનમાં લેતું પરિણમે છે. હવે પર્યાયમાં આત્મા પ્રસિદ્ધ થયો તેને ભગવાન સંવર તત્ત્વ કહે છે.
હવે કહે છે-જે આત્મા શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યો તે આત્મા, “નવ તત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં” –નવ તસ્વરૂપે કવચિત્ પરિણમે છે. કવચિત્ પુણ્ય-પાપ રૂપે પરિણમે છે, કવચિત્ આસ્રવ, બંધ રૂપે પરિણમે છે, કવચિત્ સંવર, નિર્જરા, મોક્ષરૂપે પરિણમે છે. (આત્મ જ્યોતિ) તે પર્યાયોરૂપે પરિણમવા છતાં પણ તે પોતાના એકપણાને છોડતી નથી.
ભગવાન આત્મા એકપણું છોડતો નથી અને તે નવરૂપે થતો નથી. નવરૂપે પરિણમવા છતાં તે નવરૂપે થતો નથી. સોનું કાયમ સામાન્યરૂપે રહે છે અને તેના નવ પ્રકારના ઘાટ થાય છે. એક ઘાટનો વ્યય થાય અને બીજો ઘાટ થાય, પાછો ત્રીજો, ચોથો એમ અનેક પ્રકારે પરિણામથી જોઈએ તો પરિણમે છે.
તેમ ઉપલકદષ્ટિથી, વર્તમાન દષ્ટિથી, પર્યાયદષ્ટિથી, વ્યવહારદષ્ટિથી, નવરૂપે પરિણમે છે તેમ દેખાય છે. પણ અંતષ્ટિથી જોવામાં આવે તો ભગવાન આત્મા નવરૂપે થતો નથી. એકપણું છોડીને એકનો બે ન થાય, તો એકનો નવ તો ક્યાંથી થાય? સમાજમાં વાંધો પડ્યો હોય અને કોઈ તેને સમજાવે અને પેલો માણસ સમજે નહીં, તો કહે-અમે બહુ સમજાવ્યો પણ તે એકનો બે થતો નથી.
તેમ અનંતકાળથી તે ભગવાન આત્મા, એકનો બે થઈ ગયો, એકનો ત્રણ થઈ ગયો, એકનો ચાર થઈ ગયો તેમ માને તો માને–તેની શ્રદ્ધા ખોટી થાય છે, પણ વસ્તુ નવરૂપે થતી નથી. અજ્ઞાની માને પણ આત્મા નવરૂપે થતો નથી. અજ્ઞાની માને અને આત્મા નવરૂપે થતો હોય તો તો સમ્યક્દષ્ટિ –સમ્યકજ્ઞાની કહેવાય.
આત્મજ્યોતિ એકપણું છોડતી નથી. “નિજ ભાવને છોડે નહીં અને પરભાવરૂપે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૯
આત્મજ્યોતિ ત્રણકાળમાં ન થાય.” શ્રી પ્રવચનસારમાં વ્યવહારનયથી, જ્ઞાનની પ્રધાનતાથી વાત કરી. આત્મા અશુભરૂપે પરિણમે ત્યારે અશુભ થઈ જાય છે, શુભરૂપે પરિણમે ત્યારે આત્મા શુભરૂપ થાય છે, અને શુદ્ધરૂપે પરિણમે ત્યારે શુદ્ધરૂપે થાય છે. આ બધી વ્યવહારનયથી વાત કરી ભાઈ! બાપુ! પણ તેં નિશ્ચયનયથી એક સમયમાત્ર આત્માને જોયો નથી. હવે તેને નિહાળ-જો ! તે ભગવાન આત્મા એકનો બે થતો નથી તો એકનો નવ તો ક્યાંથી થાય?
એ જ્ઞાયકભાવ તો અનાદિ અનંત એકરૂપે ટંકોત્કીર્ણ રહેલો છે. તે ખરેખર આત્મા છે અને તે ઉપાદેય છે-નવ તત્ત્વના ભેદ હેય છે, અથવા તે ઉપેક્ષા કરવા યોગ્ય છે. જ્ઞાની નવા તત્ત્વના ભેદ પ્રત્યે ઉદાસ છે. નવ તત્ત્વના ભેદમાં તેને આત્મબુદ્ધિ થતી નથી. અને અભેદમાંથી તેને આત્મબુદ્ધિ છૂટતી નથી. નવ તત્ત્વને (હેય) પણે જાણે પણ તે નવ તત્ત્વનું અવલંબન લેતો નથી. એકનું અવલંબન છૂટે નહીં અને નવને જાણ્યા વિના રહે નહીં.
થવાયોગ્ય થાય છે તેમ જાણે પણ તે મારું સ્વરૂપ છે તેમ માને નહીં. જાણે અને માને નહીં. નવ તત્ત્વના ભેદને જાણે કે-થવા યોગ્ય થાય છે પણ આત્માપણે માને નહીં.
આત્મજ્યોતિ નવ તત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં તે પોતાના એકપણાને છોડતી નથી. તે વાત ચાલે છે. જ્ઞાયકભાવ શુભાશુભરૂપે થતો નથી-જડરૂપે થતો નથી. આત્મા પુણ્ય-પાપ રૂપે થતો નથી-એમ કહે છે. પુણ્યનું ફળ વર્તમાનમાં આકુળતા-દુઃખ-તે રૂપે થતો નથી. સુખમય આત્મા સુખમયપણાને છોડતો નથી અને દુઃખમય થતો નથી. પરિણામમાં દુઃખ છે, ત્યારે પણ ભગવાન આત્મા સુખમય રહેલો છે. ભ્રાંતિથી-પર્યાયદષ્ટિથી તેને લાગે છે કે હું દુઃખમય થઈ ગયો, દ્રવ્યદષ્ટિથી દુ:ખમય થયો નથી.
ભાવાર્થ:- “નવ તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે;” અનેકરૂપ થાય છે તેમ લખ્યું નથી. અને પર્યાય ધર્મથી જુઓ તો આત્મા અનેકરૂપ દેખાય છે. “નવ તત્ત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા’ એટલે અનંતકાળથી નવ તત્ત્વરૂપે પરિણમે છે. અજ્ઞાનદશામાં તે અનેકરૂપ દેખાય છે, અનેકરૂપ છે નહીં. વ્યવહારનયથી જુઓ તો અનેકરૂપ દેખાય છે.
જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો” વિચારવામાં આવે એટલે જાણવામાં આવે તો-અનુભવ કરવામાં આવે તો...! “તે પોતાની ચૈતન્ય ચમત્કાર માત્ર જ્યોતિને છોડતો નથી.” એટલે કે આત્મા પુણ્ય-પાપ રૂપે થતો નથી. પુણ્ય-પાપ રૂપે થયો તેવી ભ્રાંતિ થાય તેથી આત્મા પુણ્ય-પાપ રૂપે થાય? થઈ શકતો નથી અશક્ય છે. કળશટીકામાં આનું દિષ્ટાંત-અગ્નિનું અને ઇંધનનું બહુ સારું આપ્યું છે. આ દષ્ટાંત પંચાધ્યાય કર્તાએ પણ આવ્યું છે. જેમ દર્પણનું દૃષ્ટાંત બહુ સૂક્ષ્મ છે તેમ આ દૃષ્ટાંત બહુ સારું છે.
શ્રી સમયસાર ગાથા ૨૦ થી ૨૨ માં આવે છે કે- “ઇંધનની અગ્નિ નથી, અગ્નિ ઇંધન નથી. ઇંધન બંધન છે અને અગ્નિ તો અગ્નિ છે. કહેવાય લાકડાની અગ્નિ પણ અગ્નિ અગ્નિ છે અને લાકડું-લાકડું છે. અગ્નિ લાકડાને અડતી નથી. લાકડું બળે છે તેમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭)
પ્રવચન નં. ૬ અગ્નિ નિમિત્ત નથી. તેની વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી.
અત્યારે આ વાત ઉપાદાનની ચાલે છે. અગ્નિ અગ્નિ છે, લાકડું લાકડું છે. લાકડું અગ્નિ નથી–અગ્નિ લાકડું નથી. અગ્નિથી લાકડું બળતું તો નથી પણ લાકડું સ્વયં પોતાની યોગ્યતાથી જ્યારે બળે છે ત્યારે તેમાં અગ્નિ નિમિત્ત નથી. બે દ્રવ્યો વચ્ચે તમે નિમિત્તનૈમિત્તિક સંબંધ જાણ્યો તો શુદ્ધનયનો વિષય ગયો હાથમાંથી (એટલે કહેવાનો આશય એ છે કે-પ્રથમ નિરપેક્ષ જાણો.)
અગ્નિથી લાકડું બળતું નથી-કારણ કે બે પદાર્થ સ્વતંત્ર છે. લોકોને થાય કે વાહ! કર્તાકર્મનો કેવો સરસ નિષેધ કરાવે છે. અમે ક્યાં કહીએ છીએ કે-અગ્નિથી લાકડું બળે છે, પણ અમે એમ કહીએ છીએ કે-લાકડું બળે ત્યારે અગ્નિના નિમિત્ત વિના બળે નહીં. બે વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે-સમજી ગયા.
અહીં કહે છે કે-અગ્નિની પર્યાય નિમિત્તથી નિરપેક્ષ જ થઈ છે. અગ્નિની પર્યાય અગ્નિથી નિરપેક્ષ છે તો પછી લાકડાથી સાપેક્ષ ક્યાંથી હોય. નિમિત્ત-નૈમિત્તિક સંબંધના નામે વ્યવહારનો પક્ષ જીવને જીવતો રહી જાય છે. ત્રિકાળી વસ્તુમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ન હોય. ત્રિકાળી દ્રવ્યને કોઈ પદાર્થ સાથે કાંઈ સંબંધ ન હોય. હા, પર્યાય સંબંધ કરે છે, અને પર્યાય સંબંધ છોડે છે, તે પર્યાય આત્માથી ભિન્ન છે. એ તો એનું સ્વરૂપ જ નથી.
કળશ ટીકા- “અહીંથી હવે તે જ શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ શબ્દો દ્વારા યુક્તિથી કહેવામાં આવે છે. કેવી છે વસ્તુ? વસ્તુમાત્રને આધીન છે. ત્યાં સમયસારમાં- “શુદ્ધનયને આધીન જે શબ્દ હતો તેને બદલે અહીં “વસ્તુમાત્રને આધીન છે” એમ. શુદ્ધનય તેને (વસ્તુને) પ્રસિદ્ધ કરે કે ન કરે-વસ્તુ તો વસ્તુમાત્રને આધીન છે. જ્ઞાયક આત્માને અજ્ઞાની જાણે કે ન જાણે ! શુદ્ધનય પ્રગટ કરે કે ન કરે-જ્ઞાયક તો જ્ઞાયક છે.
(સમયસારમાં) શુદ્ધનયથી તો આત્માનો અનુભવ થાય છે એટલે શુદ્ધનય તેને પ્રગટ કરે છે. “શુદ્ધનયને આધીન કહ્યું ત્યાં.” અહીંયા ( રાજમલજીએ) એમ લખ્યું કે શુદ્ધનયનો અર્થ કર્યો-“વસ્તુમાત્રને આધીન.” પર્યાય મને પ્રગટ કરે કે પર્યાય મને પ્રગટ ન કરે હું તો પરમાત્મા છું. કોઈ મને જાણે કે મને ન જાણે-પરિણામ અને પ્રસિદ્ધ કરે કે ન કરે-હું તો શુદ્ધ પરમાત્મા છું.
જુઓ! અહીં “વસ્તુમાત્રને આધીન” તેમ કહ્યું. શુદ્ધનયને આધીન તે વ્યવહાર થઈ ગયો. અશુદ્ધનય આત્માનો અનુભવ નથી કરી શકતી અને શુદ્ધનય આત્માને પ્રગટ કરે છે. શુદ્ધનય દ્વારા જ આત્મા અનુભવમાં આવે છે એટલે શુદ્ધનયને આધીન કહ્યું. પણ વસ્તુ જુઓ તો !? વસ્તુ તો વસ્તુમાત્રને આધીન છે–સત્ અહેતુક છે. જ્ઞાયકભાવ જે છે તે શુદ્ધનયને આધીન નથી, વસ્તુમાત્રને આધીન છે.
દ્રવ્યસ-ગણસ-પર્યાયસત; સની હદે પહોંચતા; કોઈ કોઈને પ્રગટ કરે તો છે ને પ્રગટ ન કરે તો નથી એમ છે નહીં.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૭૧
66
‘ભાવાર્થ આમ છે-જેને અનુભવતાં સમ્યક્ત્વ થાય છે તે શુદ્ધ સ્વરૂપને કહે છે.” જેને અનુભવતાં સમ્યક્ત્વ થાય છે એવો જે શુદ્ધાત્મા તેનું સ્વરૂપ શું છે તે કહે છે. “ જે શુદ્ધ વસ્તુ શુદ્ધપણાને નથી છોડતી.” શુદ્ધ વસ્તુ તેના શુદ્ધત્વને છોડતી જ નથી. કેમકે સ્વભાવને છોડે તો વસ્તુનો નાશ થાય. શુદ્ધત્વને છોડે તો વસ્તુ ન રહે. શાયકભાવ-જ્ઞાયકભાવને છોડે, પારિણામિકભાવને છોડે તો વસ્તુ ન રહે. “યવેત્તું ન મુશ્રુતિ યત ” તેનો અર્થ કર્યો એકત્વનો અર્થ શુદ્ધપણાને છોડતી નથી. એક કહો કે શુદ્ધ કહો-એકપણું છૂટતું જ નથી.
કોઈ શુદ્ધાત્માને ન અનુભવે તો અશુદ્ધ થઈ જતો હશે? નહીં, તારા અનુભવની તેને અપેક્ષા નથી. હું તો સ્વભાવથી જ શુદ્ધ છું; શુદ્ધ પર્યાય પ્રગટ થાય તો હું શુદ્ધ છું એમ નથી. શુદ્ધાત્મા તો નિરપેક્ષ શુદ્ધ છે.
હવે એક પ્રશ્ન થાય છે સારો-જે અત્યારે સમાજમાં ચાલતો પ્રશ્ન છે.
66
,,
‘અહીં કોઈ આશંકા કરશે કે જીવવસ્તુ જ્યારે સંસા૨થી છૂટે છે ત્યારે શુદ્ધ થાય છે. સંસાર એટલે મિથ્યાત્વના પરિણામથી જ્યારે છૂટે છે; એટલે કે મિથ્યાત્વનો જ્યારે અભાવ થાય ત્યારે શુદ્ધ થાય છે. જ્યાં સુધી પર્યાયમાં મિથ્યાત્વ-અશુદ્ધતા છે ત્યાં સુધી આત્મા શુદ્ધ ન હોય–તેમ કેટલાકને આશંકા થાય છે.
પાણી ઉષ્ણભાવને છોડે ત્યારે શીતળ થાય છે–એમ નથી. ઉષ્ણતાના કાળમાં શીતળ છે. મલિનતાના કાળમાં નિર્મળ છે. પદાર્થના બે પડખાં છે. એક પડખું બીજા પડખાંનો ઘાત કરી શકતું નથી. બન્ને જુદાં છે-નિરપેક્ષ છે. એકબીજાને અડતાં નથી. પદાર્થ એક, તે–સામાન્ય વિશેષ બે પડખાંવાળો છે. એક જ પદાર્થ સામાન્યરૂપે અને વિશેષરૂપે બે પડખાંવાળો છે. એ જો તેને ખ્યાલમાં આવી જાય તો-ભેદજ્ઞાન સહેલું થઈ જાય. મૂંઝવણ ટળી જાય. ભલે ! પર્યાયમાં અશુદ્ધતા છે કાંઈ વાંધો નહીં, હું તો શુદ્ધ છું-તેમ આવે.
ઘણાં વર્ષો પહેલાંની વાત છે. જ્યારે શરૂઆતમાં હું જામનગર ગયો ત્યારે (અગિયાર ગાથાના આધારે ) સામાન્ય વિશેષ બે પડખાંની વાત કરેલી. મુંબઈમાં અધ્યાત્મ સ્ટડી સર્કલની જે વ્યાખ્યાન માળા કરે છે તેમાં શ્વેતામ્બર-સ્થાનકવાસી-દિગમ્બર બધા આવે એમાં
જ્યારે સામાન્ય વિશેષ સ્વરૂપ વસ્તુ છે અને તેનાં આ બે પડખાં છે તે વાત કરી તો-કેટલાક કહે–જૈનદર્શન આવું છે, અમે તો કોઈ દિ 'સાંભળ્યું નથી. કારણ કે દિગમ્બર સિવાય અન્યમતમાં દ્રવ્ય-પર્યાયની ચર્ચા ચાલતી જ નથી. ખરેખર સત્યબોધ મળતો નથી સત્યબોધ મળે ને તો અપનાવી લ્યે.
આહા...હા ! ગરમ પાણીમાં ધૂમાડા નીકળતા હોય, ઉકળતું હોય ત્યારે પાણી ઠંડુ છે?! ઉભા રહો હું આંગળી બોળું. એ...શીતળતાના માપ આંગળીથી ન નીકળે, પણ શીતળ પાણીનું માપ સ્વભાવગ્રાહી જ્ઞાનથી નીકળે. જ્ઞાનથી જો તો એ જ વખતે પાણી શીતળ છે. આ બીજું પડખું દૃષ્ટિમાં આવ્યું તેનું નામ સમ્યક્દર્શન. જે સામાન્ય પડખાંને ગ્રહણ કરે છે તેને સમ્યક્ થઈ જાય છે. ભલે વિશેષમાં ધુમાડા નીકળતાં હોય તેને દેખવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર
પ્રવચન નં. ૬ જાણવાનું બંધ કરી દે-એટલે વિશેષ પડખાનું લક્ષ છોડી દે. કેમકે તે પાણીનું ખરું સ્વરૂપ જ નથી. ઉષ્ણતા તો અગ્નિની છે–તેમાં પાણીનું લક્ષણ નથી. તેને પાણી ક્યારે કહીએ કે તેમાં પાણીનું લક્ષણ હોય તો? લક્ષણભેદે ભેદ છે ભાઈ !
ઉત્તર આમ છે-જીવવસ્તુ દ્રવ્યદષ્ટિએ વિચારતાં ત્રણે કાળ શુદ્ધ છે.” જુઓ! અહીં અનુભવ કરતાં શુદ્ધ છે તેવો જવાબ નથી આપ્યો. દ્રવ્યદૃષ્ટિથી તું વિચાર કર તો શુદ્ધ છે એમ માનસિક જ્ઞાનમાં ખ્યાલમાં આવશે-પછી અનુભવ થશે. દ્રવ્યદષ્ટિએ વિચારતાં ત્રણે કાળ શુદ્ધ છે. ત્રણેકાળ શુદ્ધ છે તો કાળની ઉપાધિ આવશે અને અશુદ્ધ થઈ જશે ?! તારી વાત ખોટી છે; તને કાંઈ ખબર નથી. પાઠ છે ને? “ત્રણે કાળ શુદ્ધ છે.'
આહા...હા ! દ્રવ્યદૃષ્ટિએ વિચારતાં હોં! અનુભવે તો-તો શુદ્ધ છે જ. પણ વિચાર દશામાં લ્ય તો એ શુદ્ધ છે–તેવું અનુમાન થશે. અને આવો પક્ષ આવતાં પક્ષીતિક્રાંત થઈને સાક્ષાત અનુભવ થઈ જશે.
ત્રણેય કાળ શુદ્ધ છે, એટલે વર્તમાનમાં ભલે નિગોદમાં બેઠો હોય તે જીવ તો પણ શુદ્ધ છે. આત્મા કહેવો અને અશુદ્ધ કહેવો તે વિપરીત વાત છે. પાણી કહેવું અને ઉનું કહેવું તે વિપરીત વાત છે પાણી ઉનું હોય જ નહીં. ભલે મિથ્યાત્વના પરિણામ હોય, પણ પરિણામ બગડ્યા છે, આત્મા ક્યાં બગડ્યો છે? પરિણામ અશુદ્ધ થાય છે. આત્મા અશુદ્ધ થાય છે તે વખતે ?
આત્મા કહેવો અને અશુદ્ધ કહેવો તે વિપરીત વાત છે. પાણી કહેવું અને ઊનું કહેવું વિપરીત વાત છે પાણી ઊનું હોય જ નહીં.
તે જ કહે છે-જીવ-અજીવ-આસવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષ-પુણ્ય-પાપ તે રૂપ પરિણમી છે તો પણ શુદ્ધ સ્વરૂપ છે.” જીવ વસ્તુ પર્યાય અપેક્ષાએ પરિણમી છે તો પણ શુદ્ધ સ્વરૂપે છે-અશુદ્ધ થઈ નથી. આમાં મિથ્યાત્વનું પરિણમન આવી ગયું. પુણ્ય-પાપ રૂપે પરિણમે છે ત્યારે પણ વસ્તુ તો શુદ્ધ જ છે. કારણ કે એ રૂપે થતી નથી. પરિણમે છે તો પણ તે રૂપે થતી નથી. પર્યાય અપેક્ષાએ પરિણમે છે પણ તે ઉદય ભાવરૂપ આત્મા થતો નથી. શુદ્ધતાને છોડતો નથી અને અશુદ્ધતાને ગ્રહણ કરતો નથી. આત્મામાં એક ‘ત્યાગ ઉપાદાન શૂન્યત્વ' શક્તિ છે. તે શુદ્ધતાનો ત્યાગ કરે નહીં અને તે અશુદ્ધતાને ગ્રહે નહીં.
' હવે દષ્ટાંત આપે છે- “ભાવાર્થ આમ છે-જેમ અગ્નિ દાહક લક્ષણ છે” – બાળનાર છે. દાહક-બાળે તેવું એક અગ્નિનું લક્ષણ છે. “તે કાષ્ટ, તૃણ, છાણાં આદિ સમસ્ત દાહ્યને દહે છે”, બળવા યોગ્ય પદાર્થને બાળે છે એમ કહેવામાં આવે છે. દાંતમાં તો એમ જ હોય ને બીજું શું કહે!? “દહતો થકો અગ્નિ દાહ્યાકાર થાય છે.” બાળતો થકો અગ્નિ દાહ્યાકાર થાય છે. છઠ્ઠી ગાથામાં આવ્યું ને દાહ્યાકાર થાય છે. “પરંતુ તેનો વિચાર છે કે જો તેને કાષ્ટ, તૃણ અને છાણાંની”, કાષ્ટ એટલે લાકડું, તૃણ એટલે ઘાસ-પાંદડાં અને છાણાંની આકૃતિમાં જોવામાં આવે, –એટલા નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી જોવામાં આવે તો “કાષ્ટનો અગ્નિ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૭૩ તૃણનો અગ્નિ, છાણાનો અગ્નિ એમ કહેવું સાચું જ છે”, જુઓ! બીજું પડખું વિશેષ તેનું જ્ઞાન કરાવી, તેનો નિષેધ કરાવીને સામાન્યમાં લઈ જાય છે. વિશેષનું-વ્યવહારનું જ્ઞાન કરાવતા આવે છે.
નવ તસ્વરૂપે પરિણમે છે તો પણ તે રૂપે થતી નથી. તેમ અગ્નિ તૃણ-છાણાં રૂપે પરિણમે છે, તો પણ તે રૂપે થતી નથી એજ કહેવું છે. નૈમિત્તિક ભાવથી જુઓ તો છાણાં આદિ નિમિત્ત છે અને આ નૈમિત્તિક છે–એ એની અવસ્થા છે. અવસ્થા દષ્ટિથી અગ્નિ એવી છે, પણ દ્રવ્યદષ્ટિથી જુઓ તો સામાન્ય પડખેથી જુઓ, તો “અગ્નિની ઉષ્ણતામાત્ર વિચારવામાં આવે તો ઉષ્ણમાત્ર છે.” અગ્નિ ઉષ્ણ છે તેમ ઉષ્ણતાથી જવાબ આપ્યો છે બાકી અગ્નિ તો અગ્નિ છે.
કાષ્ટનો અગ્નિ, તૃણનો અગ્નિ અને છાણાનો અગ્નિ એવાં સમસ્ત વિકલ્પ જૂઠા છે;” અગ્નિ તે રૂપે થઈ જ નથી. “તેવી જ રીતે નવ તસ્વરૂપ જીવના પરિણામો છે, તે પરિણામો કેટલાક શુદ્ધરૂપ છે, કેટલાક અશુદ્ધરૂપ છે;” એટલે કે-એ નવે પરિણામોમાં દ્રવ્યને ન જુએ અને પરિણામને જ જોવામાં આવે તો; “જો નવ પરિણામોમાં જ જોવામાં આવે તો નવે તત્ત્વ સાચાં છે.” તે જ્ઞાનનું જ્ઞય છે. જ્ઞાનના જ્ઞયપણે અતિ છે. “અને જો ચેતનામાત્ર અનુભવ કરવામાં આવે તો નવે વિકલ્પ જૂઠા છે.” વિશેષનું લક્ષ છોડીને-પર્યાયનું લક્ષ છોડીને, ભેદનું લક્ષ છોડીને; એકલા સામાન્ય સ્વભાવથી અનુભવ કરવામાં આવે તો તે નવે વિકલ્પ ભેદ બધા જૂઠા છે. એટલે તે આત્માપણે નથી. આત્મા એકરૂપે છે નવરૂપે થયો નથી. આહા..! આવું વસ્તુનું સ્વરૂપ છે.
સમયસાર કર્તાએ સમજાવવા માટે ખૂબ મહેનત કરી છે. વિશેષનું-વ્યવહારનું જ્ઞાન કરાવતા આવે છે, અને નિષેધ કરાવે છે-એકલા સામાન્ય તરફ લઈ જાય છે-એટલે નિશંક થઈ જાય છે. વિશેષનું જ્ઞાન કરીને અંદરમાં જાયને તો જ્ઞાન સાચું રહી જાય છે. અને ઓલું -(વિશેષનું) જ્ઞાન કરાવે નહીં અને આમ છે...આમ છે...તેમ લ્ય તો નિર્ણયમાં કચાશ રહી જાય છે. એટલે જેમ છે તેમ જણાવી અને તેનો નિષેધ કરાવીને સામાન્ય પડખાં તરફ લઈ જાય છે. વિશેષ છે ખરું! પણ વિશેષમાં તું નથી. તારું સ્વરૂપ સામાન્ય છે. સામાન્યમાં વિશેષનો અભાવ છે. વિશેષ-વિશેષપણે ભલે હો...પ્રમત્ત-અપ્રમત્તપણે ભલે હો! પણ આત્મામાં તે નથી.
બે પડખાંવાળો આત્મા છે–સામાન્ય અને વિશેષ તે પદાર્થનું અનાદિ-અનંત સ્વરૂપ છે. “ઉત્પાદવ્યયધ્રુવયુક્તસત્”, “ગુણપર્યાયવત્ દ્રવ્યમ્” તેવું પદાર્થનું સ્વરૂપ છે. તો પણ.... વિશેષને લક્ષમાંથી છોડી દે. વિશેષ અનાત્મા છે-વિભાવ છે, પરદ્રવ્ય છે છોડી દે લક્ષમાંથી. સામાન્ય તે જ હું છું તેમ સામાન્યની દૃષ્ટિ પડતાં નિર્વિકલ્પ ધ્યાન થાય છે. વિશેષની દષ્ટિ રહે છે ત્યાં સુધી સંકલ્પને વિકલ્પરૂપ મિથ્યાત્વના પરિણામ ઉત્પન્ન થયા જ કરે છે. અનંત કાળથી વિશેષને જોયું. વિશેષથી ભિન્ન સામાન્ય ભગવાન આત્મા છે તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪
પ્રવચન નં. ૭ એકવાર જો! તને દેખાશે. પણ શરત એટલી છે કે વિશેષને જોનારી ચક્ષુ બંધ કરવી પડશે. આત્મા ને જોવાનો આ ઉપાય છે.
ઉપદેશ તો બધા આપે છે, પણ ઉપાય બતાવવો દુર્લભ છે. પછી પોતે લખે છે આ આત્મા પરને જાણતો જ નથી-એવો નિષેધ આવતાં અંતર્મુખ થાય એ જ ઉપાય છે. હું પરને જાણું છું એવો પક્ષ છે માટે નિષેધ કરાવે છે. ઉપાય કોણ બતાવે? અનુભવી જ બતાવી શકે છે. ઉપદેશતો બધા આપે...પણ ઉપાય બતાવવો દુર્લભ છે. અરે ! વાહુ રે વાહ! શું લખી નાખ્યું !? ઘણાં જીવો તત્ત્વનો અભ્યાસ કરતા થઈ ગયા છે. આવી ભેદજ્ઞાનની વાત કોઈ જાણતાં ન હતા. આ ગુરુદેવના પ્રતાપે-જ્ઞાનના-પ્રમાણના વિષયમાંથી દષ્ટિનો વિષય જુદો પાડી હથેળીમાં આપ્યો. તું તો...આ છો. ત્રિકાળ, આ વિશેષ પલટતી, અનિત્ય, નાશવાન પર્યાય તે તું નહીં. નિત્ય ધ્રુવ તે તું છો. આખા ભારતને હલાવનાર એક વીર્યવાન પુરુષ નીકળ્યો.
પ્રવચન નં. ૭
ગાથા-૧૩ તા. ૨૦-૭-૮૯ ગાથાર્થ:- ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપ તથા આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ તત્ત્વ સમ્યકત્વ છે.
[ ભૂતાર્થેન મિતા:] એટલે ભૂતાર્થથી જાણેલ. ભૂતાર્થનયથી શું જાણું? કે-જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવતત્ત્વ સમ્યકત્ત્વ છે. આમાં પણ લોકો વાદવિવાદ કરે છે કે એક જગ્યાએ આચાર્ય ભગવાને સાત તત્ત્વ કહ્યા છે અને એક જગ્યાએ નવ તત્ત્વ કહ્યાં છે. પણ ભાઈ ! એકજ આચાર્ય સાત તત્ત્વો પણ કહ્યાં છે અને નવ તત્ત્વો પણ કહ્યાં છે કુંદકુંદભગવાનની ૧૩ નંબરની મૂળગાથામાં નવ તત્ત્વ (લખ્યું) છે. અને તેમણે નિયમસાર (ગાથા ૩૮ માં) સાત તત્ત્વો તેમ લખ્યું છે એક જ આચાર્ય! છે કે નથી? તો આમાં વાદ વિવાદ ક્યાં છે. બિલકુલ (ચોખ્ખી વાત છે).
બીજું પુણ-પાપ ને આસ્રવ, બંધમાં અંદર ગર્ભિત કરી દીધા અલગથી ન લખ્યાં તો સાત અને જ્યાં પુણ્ય-પાપને અલગ લખ્યાં તો નવતત્ત્વો કહો કે નવપદાર્થો કહો.(એકાર્થ છે.આપણે કહીએ નવતત્ત્વો તો તેઓ કહે નહીં નવપદાર્થ બોલો, પણ....આ કુંદકુંદ ભગવાને નવતત્વ લખ્યાં છે. તેમણે તત્ત્વ શબ્દ લખ્યો છે, પદાર્થ શબ્દ નથી લખ્યો. હવે તમે આ ભાષા ઉપર ક્યાં જાવ છો ! ભાષા ઉપર જાય તેને (શબ્દ) મલેચ્છ કહેવાય છે. કારણકે તે ભાષા ઉપર જાય છે ભાવ ઉપર નહીં. નવતત્ત્વો કહો કે નવપદાર્થ કહો કે સાતતત્ત્વોકહો તેમાં કોઈ વિરોધનથી–એક જ વાત છે.
હવે આ ગાથામાં નવ તત્ત્વોને ભૂતાર્થનયથી જાણવાં તેમઆવ્યું ને?! જ્યારે અગિયારમી ગાથામાં એમ આવ્યું કે વ્યવહાર સઘળોય અભૂતાર્થ છે-અને ભૂતાર્થને આશ્રયે સમ્યક્દર્શન થાય છે અગિયાર ગાથામાં ત્યાં “ભૂતાર્થ ને આશ્રયે' તેમ શબ્દ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૫
આત્મજ્યોતિ
ગાથા ૧૧ - વ્યવહારનય અભૂતાર્થ છે. કોઈપણ પર્યાય, પર્યાયમાત્ર આત્મામાં નથી. શુદ્ધનય ભૂતાર્થ છે-ત્રિકાળી શુદ્ધાત્માં તે ભૂતાર્થ છે-વિદ્યમાન છે-છતો પદાર્થ છે તેમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. ત્યાં વ્યવહાર અભૂતાર્થ અને શુદ્ધનય ભૂતાર્થ બે શબ્દ વાપર્યા છે. હવે શું કરવું? કે જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે; નવને જાણે છે તે કાઢી નાખ્યું. અહીં એકને ઉપાદેયપણે જાણે છે–આશ્રય કરે છે, અવલંબન લ્ય છે તે જીવ નિશ્ચયથી સમ્યક્દષ્ટિ છે. એટલે (અગિયાર) ગાથામાં એમ કહ્યું કે-એકલા ભૂતાર્થને આશ્રય સમ્યકદર્શન થાય છે.
અહીંયાં કહ્યું કે-ભૂતાર્થનયે નવને જાણે તો સમ્યકદર્શન થાય છે તો બન્ને ગાથા સમ્યક્દર્શનની જ ભૂતાર્થનયે નવને જાણે તો સમ્યકદર્શન થાય તેમ મૂળમાં છે. આમ બને ગાથા સમ્યકદર્શનની જ છે; પરંતુ આ તેર ગાથામાં એક વિશેષતા છે–શું વિશેષતા છે તેનો આપણી શક્તિ પ્રમાણે સ્વાધ્યાય કરીએ.
ટીકા- “આ જીવાદિ નવતત્વો” જેમ મૂળમાં કુંદકુંદભગવાને નવતત્ત્વો શબ્દ રાખ્યો છે; તેમ ટીકાકારે પણ નવપદાર્થ ન લખતાં નવ તત્ત્વો લખ્યું છે. “આ જીવાદિ નવતત્ત્વો,' જુઓ! એક શુદ્ધાત્મા (તેમ ન લખ્યું.) નવ તત્ત્વો અને તેને ભૂતાર્થનયે (જાણવાં) નવતત્વ કહીએ તો તે અભૂતાર્થનયનો વિષય થઇ જાય છે એમ નથી (કહેવું છે. ગાથાનો મર્મ જ આ છે.
“આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણે સમ્યક્રદર્શન જ છે (-એ નિયમ કહ્યો) ” હવે એ નવને ભૂતાર્થનમે કેમ જાણવા? કહે છે - દ્રવ્યથી પર્યાય નહીં અને પર્યાયથી દ્રવ્ય નહીં તેમ બે સત્ અલગ-અલગ છે તેમ જાણવું. બે વચ્ચે કર્તાકર્મ સબંધ નથી. આ અત્યારે ભૂતાર્થનાથી વાત ચાલે છે હોં ! વ્યવહારનયથી કર્તાકર્મ સંબંધ પછી આવશે.
ત્રિકાળી જે ભગવાન આત્મા છે એ બંધ અને મોક્ષના પરિણામ જે થવા યોગ્ય થાય છે તેનો કરનાર નથી, અકર્તા છે. ત્રિકાળી દ્રવ્ય અકર્તા છે. તે પરિણામનો કર્તા નથી, પરિણામને કરે તો અભૂતાર્થ થઇ ગયો. અને જે ક્રિયા થાય છે તે સત્ છે- માટે તેને દ્રવ્યના કર્તાપણાની અપેક્ષા નથી માટે તે પણ ભૂતાર્થ છે. બન્નેને નિરપેક્ષ જુઓ તો ભૂતાર્થ લાગુ પડશે. આનાથી આ અને આનાથી આ એમ નહીં. ત્રિકાળી દ્રવ્ય અને નવતત્ત્વ વચ્ચે કર્તાકર્મ સંબંધનો અભાવ છે. બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો પણ અભાવ છે.
શ્રોતા-(૧૧ ગાથા-૧૩ ગાથા) બન્નેમાં ભૂતાર્થ શબ્દ વાપર્યો છે તો તેમાં મર્મ શું છે?
ઉત્તરઃ અગિયાર ગાથામાં એક માટે ભૂતાર્થ શબ્દ વાપર્યો છે અને તેમાં નવતત્ત્વો માટે ભૂતાર્થ શબ્દ છે. અગિયાર ગાથામાં એક માટે તો ભૂતાર્થ છે તેમાં તો કોઈ પ્રશ્ન નથી. પરંતુ નવતત્ત્વને ભૂતાર્થ કેમ કહ્યું? આ વાત પચ્ચીસ વર્ષ પહેલાંથી ડીપોઝીટ હતી..પછી તેનો ઉકેલ આવી ગયો. અહીં તે પહેલી લીટીનો અર્થ ચાલે છે. આમાંથી ઘણું નીકળશે.. ઘણું નીકળશે..(શ્રોતા- જેટલું કાઢી શકો તેટલું કાઢો..).
આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થથી જાણે સમ્યકદર્શન જ છે. એ લીટીનો અર્થ ચાલે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૬
પ્રવચન નં. ૭ તો એ નવને ભૂતાર્થનયથી કેમ જાણવા? કહે છે – ત્રિકાળી દ્રવ્ય છે એ ત્રિકાળી ઉપાદાન છે અને પર્યાય છે તે ક્ષણિક ઉપાદાન છે. બે ઉપાદાન વચ્ચે કર્તાકર્મ સંબંધ ન હોય અને બે ઉપાદાન વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ન હોય. કેમકે અહીંયા નિમિત્તપણે કર્મ પ્રકૃતિને કહી છે. અહીં નિમિત્ત તરીકે કર્મને સ્થાપવું છે. તો બે સત્ (નિરપેક્ષપણે) સિદ્ધ થાય છે. ત્રિકાળીને અકર્તાપણે જો અને પર્યાયનો કર્તા પર્યાય છે એમ જો ! પર્યાયનો કર્તા દ્રવ્ય છે એમ ન જો. દ્રવ્યથી પર્યાય થાય છે તેમ ન જો !
પર્યાયથી પર્યાય થાય છે તે ક્યાં કહ્યું છે? તેમણે કહ્યું કે “થવા યોગ્ય અને કરનાર” એક લીટીમાં બધું ભરી દીધું..એનો વિસ્તાર પછી કરશે. થવા યોગ્ય થાય છે તેનો કરનાર તું કેવી રીતે છો? જો આત્મા (પરિણામનો) એનો કર્તા હોય તો ત્રિકાળી દ્રવ્ય ભૂતાર્થ ન રહ્યું, અને આત્મા પર્યાયને કરે તો પર્યાય સત્ ન રહી–તે ઉપાદાન ન રહ્યું તે પરાધીન થઈ ગઈ.. તો તે પણ વ્યવહારનયનો-અભૂતાર્થનયનો વિષય થઈ ગયો. ભૂતાર્થનયનો વિષય ન રહ્યો. પર્યાય પર્યાયથી થાય છે એ ન રહ્યું. પરિણામ શક્તિથી પરિણામ થાય છે દ્રવ્યની શક્તિથી પરિણામ થતા જ નથી–કેમકે પરિણામના ષકારક પરિણામમાં રહેલા છે. પર્યાયનો કર્તા પર્યાય છે, દ્રવ્ય છે જ નહીં. દ્રવ્યને કર્તા કહેવો તે અભૂતાર્થનય-વ્યવહારનય થઈ ગયો.
ત્રિકાળી દ્રવ્ય સત્ છે અને પર્યાય પણ ક્ષણિક સત્ છે. ઉપાદાન એટલે સ્વશક્તિ. દ્રવ્યને ત્રિકાળી ઉપાદાન કહેવાય અને પર્યાયને ક્ષણિક ઉપાદાન કહેવાય. પોતાની સ્વશક્તિ તેમાં એક દ્રવ્ય શક્તિ અને એક પરિણામ શક્તિ. દ્રવ્યશક્તિ નિષ્ક્રિય છે. અને પરિણામ શક્તિ સક્રિય છે. દ્રવ્ય પર્યાયથી નિરપેક્ષ છે માટે દ્રવ્ય ભૂતાર્થ છે, પર્યાય દ્રવ્યથી નિરપેક્ષ છે. માટે પર્યાય ભૂતાર્થ છે. સાપેક્ષ કહો તો વ્યવહાર થઈ ગયો. અત્યારે વ્યવહારની વાત નથી. દ્રવ્યને પર્યાય અડતી નથી, આલિંગન કરતી નથી એ (વાત છે.) પચ્ચીસ વર્ષથી ડીપોઝીટ હતું – ઘણી વખત આ ગાથાનો સ્વાધ્યાય કર્યો છે પરંતુ આવો ભાવ આ વખતે આવ્યો.
બે સત્ છે તેથી કોઈને કારણે કોઈ નથી. દ્રવ્યને કારણે પર્યાય નથી અને પર્યાયને કારણે દ્રવ્ય નથી – બે સત્ અલગ-અલગ છે. ત્રિકાળી દ્રવ્ય પણ પોતાથી છે અને ક્ષણિક સત્ પણ પોતાથી છે. બે સત્ વચ્ચે કર્તાકર્મ કે આધાર-આધેય કાંઈ નથી. ( જો સંબંધ સ્થાપે તો) વ્યવહાર થઈ જાય છે. કર્તા-કર્મ કહો તો વ્યવહાર થઈ ગયો (આત્મા) અકર્તા ન રહ્યો. પર્યાયનો કર્તા પર્યાય છે. દ્રવ્ય પર્યાયનો કર્તા નથી. પર્યાયથી દ્રવ્ય રહિત છે અને દ્રવ્યથી પર્યાય રહિત છે. બન્નેનો એકબીજામાં અભાવ છે. બન્ને નિરપેક્ષ છે-નિરપેક્ષ હોવાથી નિશ્ચય છે. નિશ્ચય કહો કે ભૂતાર્થ કહો. પહેલી લીટીનો આટલો અર્થ થયો.
આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણે સમ્યક્દર્શન છે. તેમ (જાણવાના) ફળમાં સમ્યકદર્શન આવ્યું. (આત્મા) અકર્તા (રહ્યો) માટે સમ્યકદર્શન જ આવવું જોઈએ ને! પર્યાયનો કર્તા દ્રવ્ય છે તો સમ્યદર્શન ન થાય. આનાથી આ અને આનાથી આ (માને) તો સમ્યકદર્શન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ ન થાય-કબુદ્ધિ થાય. તેને કર્તાનો વ્યવહારેય ન આવે. જેને અકર્તાનો નિશ્ચય હોય તેને કર્તાનો વ્યવહાર લાગુ પડે. જેની દષ્ટિમાં અકર્તા નથી આવતો તેને કર્તાનો વ્યવહાર ન હોય પણ કર્તાબુદ્ધિ-એકત્વબુદ્ધિ થાય.
આત્મા જ્ઞાન સ્વભાવી છે તેમ પ્રથમ નિર્ણય કર. શ્રુતજ્ઞાન દ્વારા સૌ પ્રથમ એમ નક્કી કર કે-હું જ્ઞાનસ્વભાવી આત્મા છું. જ્ઞાન સ્વભાવી આત્મા છું તેમ કહ્યું તેમાં જાણવું રહી ગયું અને કરવું નીકળી ગયું. શું રહી ગયું અને શું નીકળી ગયું? હું જ્ઞાન સ્વભાવી છે તેમ જાણવું રહી ગયું અને કરવું નીકળી ગયું-એ વચનનું વાચ્ય છે.
હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એટલે હું જાણનાર છું, હું કરનાર નથી. ડોકટર સાહેબ! આપે આજ સુધી કંઈ કર્યુ? આજ સુધી જાણ્યું, પરંતુ કર્તા માન્યો તે અજ્ઞાન-અભિમાન હતું. (શ્રોતા-બિલકુલ સાચી વાત છે અત્યાર સુધી આવું કોઈએ સમજાવ્યું નથી.) સાચી વાત છેકોઈએ સમજાવ્યું નથી. દિગમ્બર શાસ્ત્રોમાં બધું છે પણ સમજાવનાર કોઈ નથી. એક પુરૂષ પાક્યો આત્મા અકર્તા છે તે પરાકાષ્ટા કહી. આ એનો જ વિસ્તાર છે.
સૌ પ્રથમ શ્રુતજ્ઞાન દ્વારા હું જ્ઞાન સ્વભાવી આત્મા છું તેવો નિર્ણય કર. હું તો જાણનાર છું..હું તો જાણનાર છું...હું તો જાણનાર છું. કવળ જાણનારદ્રવ્યથી–ગુણથી ને પર્યાયથી પણ જાણનાર છે. ત્રણેયમાં હું જાઉં છું તો કરનાર મને ક્યાંય દેખાતું નથી–કારણ કે કરવું આત્મામાં છે નહીં, આત્મા જ્ઞાનમય છે.
(શ્રોતાઃ ભૂતાર્થ કહે છે કે આત્મા નિરપેક્ષ અર્જા છે માટે સમ્યકદર્શન થાય છે.) કારણકે અકર્તા વિના તો સમ્યકદર્શન થાય નહીં ને? અકર્તા તો સમ્યક્દર્શનનું મૂળ છે. જે પર્યાય સ્વયં થાય છે તેને કર્તાની અપેક્ષા નથી. દ્રવ્ય કહે કે હું પર્યાયને કરું; પર્યાય કહે છેતારી અપેક્ષા વિના હું થાઉં છું બોલ મારા પકારકથી થાઉં છું. તું મને કોણ કરનાર? પર્યાય સામી થાય છે હોં? પર્યાય નાની (એક સમયની) હોવા છતાં સિંહનું બચ્યું છે. તે સત્ છે ને? હવે દ્રવ્ય પર્યાય ને કહે છે-શાબાસ તે તારું અસલી સ્વરૂપ બતાવ્યું છે તે મને મંજૂર છે. સમ્યકજ્ઞાની કહે છે કે-તારું એ જ સ્વરૂપ છે. તારો કર્તા કોઈ નથી, તું ક્ષણિક ઉપાદાન છો. ગુરુદેવ કહે છે-પર્યાય સત્ અહેતુક છે. સત્ હોય તેને કોણ કરે?
પરિણામ શક્તિથી પરિણામ થાય છે તેવો પાઠ છે. દ્રવ્યની શક્તિથી પરિણામ થાય જ નહીં. જે દ્રવ્યથી થાય તો તો પરિણામ એક સરખા થવા જોઈએ. તો પછી તેમાં પણ (જુદાજુદા) નવતત્ત્વો જ ન બને. હવે આ નવતત્ત્વો કેવી રીતે બને છે તેમાં પણ રહસ્ય છે. વ્યવહારનયથી જોવામાં આવે તો આ નવતત્ત્વો છે તેની સિદ્ધિ પણ કોઇ અપૂર્વ આવશે.
આ ગાથામાં એકદમ ગૂઢ ભાષામાં વાત કરી છે. અગિયારમી ગાથામાં ખુલ્લી વાત કરી છે. જ્યારે આમાં (તેર ગાથામાં) ગૂઢ વાત કરી છે. નવતત્ત્વને ભૂતાર્થનયથી જાણોએટલે કે નિરપેક્ષ જાણો. નવતત્ત્વને નિરપેક્ષ જાણતાં નિરપેક્ષ તત્ત્વ તેની દષ્ટિમાં આવી જશે. સમ્યકદર્શન થઈ જશે. જો નવ તત્ત્વને નિરપેક્ષ નહીં જાણે તો દ્રવ્ય નિરપેક્ષપણે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮
પ્રવચન નં. ૭ દષ્ટિમાં તેને આવશે નહી. પર્યાય સત્ છે તેમ જાણવા જાય ત્યાં અકર્તા દ્રવ્યમાં આવી જાય છે, કર્તાબુદ્ધિ જતા-જ્ઞાતા થઈ જાય છે. કર્તાબુદ્ધિ છૂટે તો ક્યાં જાય ? જ્ઞાતા જ થાય.
કબુદ્ધિ જાય તો જ્ઞાતા જ થાય, અને જ્ઞાતા થાય તો કર્તા બુદ્ધિ જાય. આ બાજુથી લ્યો કે...આ બાજુથી લ્યો બન્ને એક જ વાત છે. હું કરું..“હું કરું એજ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.” આ બધો વહીવટ જાણે મારાથી ચાલે છે. મીઠાલાલ પેલેસે મારાથી ચાલે છે..એ તો ક્યાંય ગયું પ્રમાણની બહાર જતાં રહ્યા તમે. પર્યાય સત્ છે એતો પ્રમાણેનો એક અંશ છે-તેનો હું અકર્તા છે. હાથ-પગને તો હુલાવી શકતો જ નથી એ તો દૂર રહો પણ પોતાનામાં ઉત્પન્ન થતાં પરિણામને જાણે પણ કરે નહીં. જાણે પણ કરે નહીં આ હા હા !
(૧) આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ જાણવું છે. (૨) આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે છે...પહેલામાં જાણવું કોમન રાખ્યું હતું. બીજામાં આત્માને જાણે તો સમ્યકદર્શન થાય. આત્માને આત્માપણે–જાણે જાણનારપણે તો પરિણામને હું કરું છું તે અજ્ઞાન જ ઉભું ન થાય-જ્ઞાની થઈ જાય બસ.
આપણે ઘણી વખત વાત થતી કે – કોઇ કોઇ પોઇન્ટ એવાં હોય છે કે છ મહિને વર્ષે, બે વર્ષે, તેનો ઉકેલ આવી જ જાય છે. આજથી પાંત્રીસ વર્ષ પહેલાં ૨૦૧૦ની સાલમાં સોનગઢના સંતને મેં જ્યારે ગુરુદેવને ધારાવાહીક અપનાવ્યા ત્યાર પછી આ ગાથાનો મેં સ્વાધ્યાય કર્યો તો કે નવને ભૂતાર્થનયે કેવી રીતે જાણવા? કેમકે નવ છે તે તો વ્યવહારનયનો વિષય છે તેને ભૂતાર્થનયે કેવી રીતે જાણવું?!
નવના ભેદો છે તે પર્યાય છે-તે દ્રવ્ય નથી. તે વ્યવહારનયનો વિષય તો છે પણ તેને ભૂતાર્થનમે કેવી રીતે જાણવું? કહે–પર્યાયનો કર્તા પર્યાય છે એમ જાણવું તે ભૂતાર્થ થઇ ગયું. અને વ્યવહાર શું? ભેદજ્ઞાનનો અભાવ હોય ત્યારે આત્મા રાગાદિનો કર્તા થાય છે-વિશેષ અપેક્ષાઓ. આ વ્યવહારે આવ્યું કે પુણ્ય-પાપ, આસ્રવ, બંધ (છે.) ભેદજ્ઞાનના અભાવમાં સંવર, નિર્જરાને મોક્ષનો કર્તા થાય છે. આ જે છે તે વ્યવહાર થયો. આ વ્યવહાર (સાચો લાગશે તો) કર્તબુદ્ધિ થશે. અકર્તામાં આવશે તો કર્તાનો વ્યવહાર થશે પણ કર્તબુદ્ધિ નહી થાય. તે સંવર, નિર્જરા, મોક્ષનો ઉપચારથી કર્તા થશે. કર્તાબુદ્ધિ છૂટયા પછી, અકર્તામાં આવતાં કર્તાનો વ્યવહાર આવશે. અકર્તાને છોડશે તો કર્તાબુદ્ધિ થશે તો સંવર નિર્જરા ને મોક્ષ પ્રગટ નહી થાય પરંતુ મિથ્યાત્વ ઉભું થશે. આત્માનો જ્ઞાન સ્વભાવ છે. આત્મા જાણનાર. જાણનાર..જાણનાર જાણનાર છે, કરનાર નથી. પરમ દિવસે રાત્રે ધૂન ચઢી હતી ને ! કરનાર નથી જાણનાર છે બસ.
જુઓ! હવે વ્યવહારની વાત આવશે. હવે સમય અને પરસમયની સ્થાપના કરશે. સ્વસમય અને પરસમયની સ્થાપ્ના કરતાં તેને વ્યવહાર સ્થાપવો છે ને? એટલે એકલા જીવથી નવ તત્ત્વોની ઉત્પત્તિ થતી નથી અને એકલા અજીવથી નવ તત્ત્વોની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૭૯
ઉત્પત્તિ થતી નથી. જીવ અને અજીવ બન્નેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી નવ ઉત્પન્ન થાય છે-તે વ્યવહાર છે. સ્વસમય અને પરસમય બન્ને વ્યવહાર છે.
શ્રી સમયસાર બારગાથામાં આચાર્યદેવ........કળશનો આધાર આપે છે. જો તું જિનમતને પ્રવર્તાવવા એટલે કે તને સમ્યક્દર્શન-જ્ઞાન પ્રગટ થઈ ચૂકયું છે....જ્ઞાની છો તો વ્યવહાર અને નિશ્ચય તે બન્ને નયોને ન છોડો' બે નયો છે અને તે બે નયોના વિષય પણ છે તેને જાણવાનું છોડીશ નહીં.
હવે તેનો દોષ બતાવે છે કે-જો નિશ્ચયનો પક્ષપાતી થઈ અને આત્માને એકાંતે નિષ્ક્રિય, શુદ્ધ, અભેદ, અને સર્વથા અકર્તા, સર્વથા અભોક્તા એમ એકાંતના પક્ષમાં જો રહીશ તો એ નિશ્ચયનયનો પક્ષ છે-તે પક્ષપાત રહિત થઈ મધ્યસ્થ નથી થયો. અને જો પક્ષપાતી થઈ વ્યવહારને છોડીશ એટલે નિશ્ચય રત્નત્રયના પરિણામનું શું કામ છે! આત્મા તો અપરિણામી છે. નિશ્ચય રત્નત્રયના પરિણામને અહીં વ્યવહારનય કહેવું છે. નહીંતર રત્નત્રયરૂપ ધર્મતીર્થનો અભાવ થશે. જેનાથી તરાય તે તીર્થ. કોનાથી તરાય ? સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રાણી મોક્ષમાર્ગઃ તે નિશ્ચય રત્નત્રય તરવાનું સાધન છે. વ્યવહાર રત્નત્રય એ તો બંધનું સાધન છે, મોક્ષનું સાધન નથી.
જેનાથી તરાય તે તીર્થ. તો...તરાય તો રત્નત્રયથી તરાય છે, તે વ્યવહાર છે. તે વ્યવહા૨ને છોડીશ એટલે કે-પર્યાય છે જ નહીં, તેને ઉડાડીશ કે પર્યાય છે જ નહીં તો તેને અહીંયા પક્ષપાતી લખ્યો છે. નિશ્ચયનો પક્ષપાતી પર્યાયને ઉડાડે છે. તો પછી ધર્મ તીર્થનો અભાવ થશે.
હવે કહે છે અને જો વ્યવહારનો પક્ષપાતી થઈ, વ્યવહારનો જ્ઞાતા નહીં પણ પક્ષપાતી થઈશ કે-આ પર્યાય છે તે જ આત્મા છે, પર્યાય જેટલો જ આત્મા છે, એટલી પર્યાયને જ આત્મા માનીશ અને ત્રિકાળી દ્રવ્ય સામાન્યને લક્ષમાંથી છોડી દઈશ અને સ્વીકાર નહીં કર તો...શુદ્ધ તત્ત્વ સ્વરૂપનો અનુભવ નહીં થાય. કેમકે તેણે અનુભવના વિષયને ઉડાડયો અને અનુભવને આત્મા માન્યો, અને અનુભવનો જે વિષય છે તેને ઉડાડી દીધો.
તેથી તેમાં વ્યવહાર-નિશ્ચયને બરોબર જેમ છે તેમ જાણી...પછી યથા યોગ્યપણે તેને અંગીકાર કરવા. આશ્રય માટે દ્રવ્યને અને જાણવા માટે પર્યાયને.
યથા યોગ્ય પણે અંગીકાર કરવા એટલે શું? દ્રવ્યને ઉપાદેયપણે જાણવું અને પર્યાયને શેયપણે જાણવી. બે નયને જાણવાં તેને બે નયને અંગીકાર કર્યા કહેવામાં આવે છે. દ્રવ્યને દ્રવ્યરૂપ, પર્યાયને પર્યાયરૂપ અંગીકાર કરવા. પક્ષપાતી ન થવું તે ઉત્તમ શ્રોતાનું લક્ષણ છે.
શ્રી સમયસારની બારમી ગાથાની અમૃતચંદ્ર આચાર્યની ટીકામાં આ આધાર લીધો છે. તેનો ખરેખરો અર્થ પુરુષાર્થ સિદ્ધિમાં નાખ્યો છે.
આચાર્ય કહે છે કે–ભવિ જીવો જો તમે જિનમતને પ્રવર્તાવવા ચાહતા હો તો વ્યવહાર અને નિશ્ચય તે બન્ને નયોને ન છોડો. કારણ કે વ્યવહારનય વિના તો તીર્થ એટલે વ્યવહાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦
પ્રવચન નં. ૭ માર્ગનો નાશ થઈ જશે. વ્યવહારમાર્ગ એટલે સમ્યક્દર્શન-જ્ઞાન ચારિત્રના પરિણામ, નિશ્ચય રત્નત્રયના પરિણામ-તે તીર્થ છે. તે સદ્દભૂત વ્યવહાર છે. ભેદ કર્યો માટે સદભૂત વ્યવહાર થઈ ગયો-તે આત્મા ન રહ્યો.
તીર્થ એટલે વ્યવહારમાર્ગનો નાશ થશે. જેનાથી તરાય તે તીર્થ. નિશ્ચયનય વિના ત્રિકાળી સામાન્ય શુધ્ધાત્મા-જ્ઞાયક ભાવ વિના તત્ત્વનો નાશ થઈ જશે. એટલે પક્ષપાતી ન થવું. બે નયોના વિષયને જ્ઞાન જાણે છે તેમ જાણવું. એક ઉપાદેયરૂપે અને એક યરૂપે. એક ધ્યેયરૂપ અને એક શેયરૂપ. ત્રિકાળી દ્રવ્ય ધ્યેય છે અને નિશ્ચય રત્નત્રયના પરિણામ પ્રગટ થાય ત્યારે તે વ્યવહાર કહેવાય. મોક્ષમાર્ગ પ્રગટયો નથી તો તેને નિશ્ચય પણ નથી અને વ્યવહાર પણ નથી.
મિથ્યાષ્ટિ પાસે નિશ્ચય પણ નથી અને વ્યવહાર પણ નથી. જેને ધ્યેયપૂર્વક જ્ઞયની સંધિ થાય તે જ ઉત્તમ શ્રોતા છે. તે જ પક્ષપાતથી રહિત છે. તે બે નયનું સ્વરૂપ જેવું છે તેવું જાણે છે દ્રવ્યને દ્રવ્યરૂપ અને પર્યાયને પર્યાયરૂપ જાણે છે બસ! એકનો આશ્રય અને એનું જ્ઞાન થાય છે. તેર ગાથામાં પણ તીર્થની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનયથી કહેવામાં આવે છે. બારમી ગાથામાં પણ તીર્થનો અર્થ શુદ્ધ રત્નત્રય લીધો.
હવે ટીકામાંથી લઈએ. “તીર્થની પ્રવૃત્તિ અર્થે”, તીર્થ કોને કહેવાય કે જેનાથી તરાય તેને તીર્થ કહેવામાં આવે છે. તીર્થ એટલે મોક્ષનો માર્ગ. નિશ્ચય રત્નત્રયના પરિણામ તેને તીર્થ કહેવામાં આવે છે. જેનાથી તરાય તે તીર્થ અને તીર્થનું ફળ મોક્ષ; તેમાં સંવર, નિર્જરા ને મોક્ષ ત્રણ તત્ત્વ આવ્યા. હવે જે સંવર, નિર્જરા ને મોક્ષ પ્રગટ થાય છે તેની પહેલા એ અજીવના સંબંધે પુણ-પાપ, આસ્રવ, બંધ સિદ્ધ થાય છે, અને તેના અભાવથી સંવર, નિર્જરા મોક્ષ થાય છે માટે નવ તત્ત્વો વ્યવહારનયથી આવી ગયા. નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી બનેલા આ નવ તત્ત્વો તે વ્યવહારનયનો વિષય થઈ ગયો-અભૂતાર્થનયનો વિષય થઈ ગયો. કેમકે જીવને અજીવ તે બેનો સંબંધ રાખ્યો ને તે વાત આમાં જ છે. કોઈ એકથી નવની ઉત્પત્તિ ના થાય. નવની ઉત્પત્તિમાં બે કારણ જોઈએ.
જીવને અજીવ બે કારણ છે. જીવ એટલે જીવની પર્યાય પરંતુ ત્રિકાળી દ્રવ્ય નહીં. અજીવ એટલે અજીવની કર્મની પર્યાય નિમિત્તરૂપે. આ બેના સંબંધથી નવ તત્ત્વો ઉભા થાય છે તે વ્યવહારનયનો વિષય છે–તે જણાવા યોગ્ય છે.
તીર્થની પ્રવૃત્તિ અર્થે આ નવ તત્ત્વો અભૂતાર્થનયથી કહેવામાં આવે છે.” નવે તત્ત્વોને અભૂતાર્થનમાં નાખ્યા. નવે તત્ત્વોને અભૂતાર્થનમાં કેમ નાખ્યા? કે તેઓ નિમિત્તનૈમિત્તિક સંબંધથી થયા છે. તેમાં ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન ન લેવું. જ્યાં નિમિત્ત-નૈમિત્તિક કહ્યો ત્યાં વ્યવહાર ઉભો થઈ ગયો-તે અભૂતાર્થનયનો વિષય છે.
આ નવે તત્ત્વોમાં આપણે નિશ્ચય અને વ્યવહાર ઉતારવાનું છે. નિશ્ચય અને વ્યવહાર એ (બન્ને) પોતે જ કહે છે. એકલા જીવથી નવ તત્ત્વો ઊભા ન થાય, તે જીવને અજીવના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ સંબંધથી થાય.
૮૧
તીર્થની પ્રવૃત્તિ અર્થે એટલે વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે ” એ નિશ્ચય રત્નત્રયના પરિણામ એવો વ્યવહાર એ ઉત્પન્ન કેમ થાય છે? અનંતકાળથી આગ્નવ, બંધ ઉત્પન્ન થાય છે તેનો તેને અભાવ થઈને સંવર, નિર્જરા, મોક્ષ ઉત્પન્ન થાય છે. તો નવેની સિદ્ધિ થઈ ગઈ. અહીંયા નવની સિદ્ધિ કરવી છે.
અભૂતાર્થનવે નવ તત્ત્વની સિદ્ધિ કરવી છે. કેમકે જો નવની સિદ્ધિ કરે તો મોક્ષમાર્ગની સિદ્ધિ થાય, નહીંતર મોક્ષમાર્ગની સિદ્ધિ નહીં થાય. કેમકે અજ્ઞાન હોય તે ટળી ને જ્ઞાન થાય ને? મિથ્યાત્વ હોય તો મિથ્યાત્વ ટળે ને સમ્યક્દર્શન થાય. આસ્રવ, બંધ હોય તો એ ટળીને સંવર, નિર્જરા ને મોક્ષ થાય. ઓના વ્યયપૂર્વક આનો ઉત્પાદ થાય.
એક તો વ્યયપૂર્વક ઉત્પાદ થાય તે સમજાતિમાં, અને એક વ્યયપૂર્વક ઉત્પાદુ થાય વિષમ જાતિમાં જાય છે. સમજાતિ શું અને વિષમજાતિ શું? મિથ્યાત્વનો ઉત્પાદું તે મિથ્યાત્વનો વ્યય થઈને ફરી પાછો મિથ્યાત્વનો ઉત્પાદુ; મિથ્યાત્વનો વ્યયને ઉત્પા...વ્યયને ઉત્પાદ એવો પ્રવાહુ અનાદિકાળથી ચાલ્યો આવે છે, આ સમજાતિના પરિણામમાં ઉત્પા વ્યય છે.
હવે મિથ્યાત્વનો વ્યય અને સમ્યક્દર્શનનો ઉત્પાદુ થાય છે તે વિષમજાતિના ઉત્પા વ્યય છે. તેથી વ્યવહારનયે નવ તત્ત્વો સિદ્ધ થાય છે હોં ! વ્યવહારનયે આ નવ તત્ત્વો છે ખરાં. જો તમે તેને જાણવામાંથી ઉડાડશો તો નિશ્ચય રત્નત્રય નહીં થાય. કેમકે આસ્રવના અભાવપૂર્વક સંવર અને બંધના અભાવપૂર્વક મોક્ષ થાય છે, તે અભાવની અપેક્ષા રાખે છે. મોક્ષ એટલે મૂકાવું. મોક્ષની સિદ્ધિ કરતાં બંધની સિદ્ધિ થઈ જાય છે. બંધની સિદ્ધિ થાય છે તો આ નવ તત્ત્વોની સિદ્ધિ થઈ ગઈ. નવ તત્ત્વોની સિદ્ધિ જો વ્યવહાર કરે તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ લેવો પડે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નહોતો લીધો–બન્નેમાં ઉપાદાન લીધા'તા ત્યારે ભૂતાર્થનય થયું. નિમિત્ત-નૈમિત્તિક કહો તો અભૂતાર્થનયે નવ તત્ત્વો ઉભા થાય છે.
પોતે જ નિમિત્ત-નૈમિત્તિક લીધું છે. આમાં આવશે...આમાં બધું જ છે. આહાહા ! વ્યવહાર પણ કોઈ સિદ્ધ કરે છે ને અપૂર્વ. ભૂતાર્થ તો સિદ્ધ કરે છે પણ વ્યવહારની સિદ્ધિ જેમ છે એમ કરે છે. શું કહ્યું? “તીર્થની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનયથી કહેવામાં આવે છે એવાં,” અભૂતાર્થનયથી શું કહેવામાં આવે છે? આ નવ તત્ત્વો કહેવામાં આવે છે. જુઓ! ભૂતાર્થનયથી જાણેલ જીવાદિ નવ તત્ત્વો. ભૂતાર્થનયનો વિષય થયો નવ અને અભૂતાર્થનયનો પણ વિષય થાય.
(શ્રોતા પહેલા ભૂતાર્થનયથી જાણ્યું પછી અભૂતાર્થનયથી !?) હા, પછી અભૂતાર્થનય લીધી. કેમકે ભૂતાર્થનથી જાણતાં સમ્યક્રદર્શન થયું. જ્યારે સમ્યફદર્શન થાય છે, તેને અભૂતાર્થનયે ખ્યાલ આવે છે. આહાહા ! આ તો અભૂતાર્થનયથી ઉત્પન્ન થયા છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨
પ્રવચન નં. ૭ મારો સ્વભાવ નથી. પહેલા નિશ્ચય સિદ્ધ કર્યું પછી વ્યવહાર. પહેલા નિરપેક્ષ પછી સાપેક્ષ.
પહેલા પર્યાયને કર્મથી નિરપેક્ષ અને આત્માથી પણ નિરપેક્ષ જોવી તે નિશ્ચયનય. પછી નવ તત્ત્વની સિદ્ધિ કરે છે ત્યારે શું કરે છે.દ્રવ્યથી નિરપેક્ષ અને કર્મથી સાપેક્ષ. દ્રવ્યથી સાપેક્ષ (ક્યાંય ) નહીં ત્યે તે ધ્યાન રાખજો. આ સૂક્ષ્મ છે.
પહેલા નિરપેક્ષ સિદ્ધ કરી અને વ્યવહાર પણ સિદ્ધ કરે છે. જો એ પ્રકારનો વ્યવહાર જ ન હોય સર્વથા તો તો અનાદિકાળથી જે અજ્ઞાન ચાલ્યું આવે છે તે સિદ્ધ ન થાય. અને વ્યવહાર સિદ્ધ કરવો હોય તો અજ્ઞાન ટળે તો નિશ્ચય (પ્રગટ્યો તે) પણ વ્યવહાર. અશુદ્ધ પર્યાય પણ વ્યવહાર અને શુદ્ધ પર્યાય પણ વ્યવહાર. એ બન્નેમાં સાપેક્ષતા છે. કર્મની અપેક્ષા છે માટે વ્યવહાર થઇ ગયો. ઉપાદાનમાં નવમાં કર્મથી નિરપેક્ષ લીધું હતું. રાગ પણ નિરપેક્ષ લીધો હતો-અશુદ્ધ ઉપાદાન લીધું 'તું આ (વ્યવહારમાં) અશુદ્ધ ઉપાદાન નથી લીધું પણ નૈમિત્તિક ભાવ લીધો છે.
રાગ અશુદ્ધ ઉપાદાન....અને તેને ને તેને કર્મથી સાપેક્ષ જુઓ તો તેનું નામ નૈમિત્તિકભાવ છે. નૈમિત્તિક ભાવ કહો તો વ્યવહાર થઈ ગયો અને તેને અશુદ્ધ ઉપાદાન કહો તો તે ભૂતાર્થનયનો વિષય થઇ ગયો રાગનું કોઇ કારણ નથી. તે નૈસર્ગિક સ્વેચ્છાએ આપોઆપ વિકલ્પની જાળ ઉભી થાય છે.
એક જ પરિણામને તમે બે દષ્ટિકોણથી જુઓ. પહેલા તમે નિરપેક્ષ-નિશ્ચયથી જુઓ. પરિણામનું કારણ પરિણામ છે. પરિણામનું કારણ ત્રિકાળી દ્રવ્ય પણ નથી અને પરિણામનું કારણ કર્મનો ઉદય આદિ પણ નથી. એમ (સ્વીકારે) ત્યારે જ્ઞાતા થઇ જાય. નિરપેક્ષથી જુએ અને પછી વ્યવહારથી જુએ તો એ બરોબર છે. (વ્યવહારમાં) કર્મનો સદ્દભાવ અને અભાવ બન્ને લેશે–તેમાં આત્માને તો લીધો જ નથી. તેને બિલકુલ અલગ રાખ્યો છે.
પર્યાય છે એ કર્મથી સાપેક્ષ છે વ્યવહારે તો પણ દ્રવ્યથી તો નિરપેક્ષ છે. (આત્મા) ઉપચારથી પણ કર્તા નથી તે આવ્યું. આ તો જંગલમાં મંગલ છે. (શ્રોતા-આત્મા કર્તા તો નથી કારણ પણ નથી.) તો કારણ કોણ છે? કર્મ. “થવા યોગ્ય અને કરનાર,' કરનારમાંનિમિત્તમાં કર્મ લીધું પણ..નિમિત્તમાં આત્મા ન લીધો. વ્યવહારમાં પણ પર લીધું સ્વ ન લીધું (શ્રોતા નવતત્ત્વો પરસંગથી થાય છે) નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પરની સાથે હોય સ્વની સાથે ન હોય. જેટલું જાણવામાં આવે છે એટલું શબ્દમાં ન આવે તેમ ગુરુદેવ કહેતા હતા. “હું ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા” આ તો સમુદ્ર છે. આ તો ઘૂંટાતું'તું..તેરમી ગાથા લઉં કે ન લઉં તેમ થતું હતું...કારણ કે લઉં તો આ બધું ખોલવું જોઇએ. પછી નિર્ણય કર્યો કે લઈ જ લઉં.
જ્યારે અભૂતનાર્થનયે નવતત્ત્વોને સિદ્ધ કરે છે. ત્યારે નિમિત્ત નૈમિત્તિકવાળો આખો પારી છે. નિશ્ચયની તો એક જ લીટી લખી અને બાકી બધો વ્યવહારનો વિસ્તાર કર્યો. (શ્રોતા:- વ્યવહાર તો સાપેક્ષ છે અને નિશ્ચય નિરપેક્ષ છે.) નિરપેક્ષ તત્ત્વ રાખીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ સાપેક્ષનું જ્ઞાન કરાવે છે. થવા યોગ્ય થાય છે તે નિરપેક્ષ છે. “કરનાર' તે સાપેક્ષ થઇ ગયું (શ્રોતા–એમાં પણ નિરપેક્ષ રાખીને...) હા, તેમાં પણ નિરપેક્ષપૂર્વક સાપેક્ષ એટલે વ્યવહાર. તેમાં પણ નિશ્ચયને ઉડાડીને વ્યવહાર નથી કહ્યો.
જુઓ! શું કલમ ચલાવી છે...“થવા યોગ્ય' એ નિરપેક્ષ નિશ્ચય તત્ત્વ થઇ ગયું. થવા યોગ્ય તે પોતાથી થાય છે અને પછી કરનારમાં કર્મનો સંબંધ એ સાપેક્ષ-વ્યવહાર. એક જ પર્યાયમાં નિશ્ચય અને વ્યવહાર બને છે. ડોકટર સાહેબ સૂક્ષ્મ તો છે, પરંતુ આત્માની વાત છે તો પ્રમોદ આવે તો પણ કામ થઇ જાય.
હવે સાપેક્ષનો વિસ્તાર આવે છે, નિરપેક્ષ તત્ત્વ ઉપર કહી દીધું. હવે તે નિરપેક્ષ રાખીને સાપેક્ષનું જ્ઞાન કરાવે છે. નિરપેક્ષને ઉડાડીને નહીં. નિરપેક્ષ વિના (એકલું) સાપેક્ષનું જ્ઞાન હોય જ નહીં. નિરપેક્ષ સમજ્યા વિના વ્યવહાર ક્યાં રહ્યો ! એ તો અજ્ઞાન થઇ ગયું આમાં “થવા યોગ્ય” તે નિશ્ચય રાખીને વ્યવહાર બતાવે છે. થવા યોગ્ય તે નિશ્ચય છે અને કરનાર નિમિત્ત કર્તા તે વ્યવહાર થઇ ગયો.
એવાં નવતત્વો જેમનાં લક્ષણ છે” , જેમના (નવના) લક્ષણ શું? (“જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવ૨, નિર્જરા, બંધ અને મોક્ષ.”) અહીંયા જે જીવ લેવો એ દસ પ્રકારના પ્રાણથી જીવે છે તે લેવો એટલે જીવની પર્યાય લેવી. “અજીવ” એટલે આ જીવ છે એવો જે વિકલ્પ ઉઠે છે એ જે અજીવ સબંધીનો વિકલ્પ ઉઠયો, એ જીવની પર્યાય અજીવતત્ત્વ ત્વ છે. “પુણ્ય' કષાયની મંદત્તા, વ્રતાદિના શુભભાવ તે પુણ્ય તત્ત્વ. “પાપ”, ખાવું, પીવું. રળવું, કમાવું વગેરે પાપતત્ત્વ-તીવ્રકષાય. “આસવ', બન્ને મળીને આસ્રવ.
હવે પુણ્ય-પાપ એ બે ઉપરાંત આસ્રવ કેમ લખ્યું? મિથ્યાત્વ, અવ્રત, કષાયને યોગ, યોગ છે તે આસ્રવ છે. પુણ્ય પાપની સાથે આસ્રવ શબ્દ જોડયો છે તે બરોબર છે. જો આસ્રવ શબ્દ કાઢી નાખે અને એકલા પુણ્ય, પાપ રાખે તો યોગની સિદ્ધિ ન થાય, તો કેવળજ્ઞાનની સિદ્ધિ ન થાય. દસમે ગુણસ્થાને પુણ્ય-પાપ તો ચાલ્યા જાય છે અને યોગ તો તેરમે ગુણસ્થાને છે, માટે આસ્રવમાં મિથ્યાત્વ, અવ્રત, કષાયને યોગ એ ચારેય આવી જાય છે. અને પુણ્ય-પાપને જુદા પાડી ધો તો નવ તત્ત્વ થઇ જાય.
“સંવર” શુદ્ધાત્માની ઉપલબ્ધિ, અનુભૂતિ તેનું નામ સંવર છે. “નિર્જરા”શુદ્ધિની વૃદ્ધિ તેનું નામ નિર્જરા છે. “બંધ', રાગની એકતા બુદ્ધિ કરવી તે બંધ અથવા અસ્થિરતાથી રાગ હોય એ પણ ભાવબંધ છે. “મોક્ષ'. બંધનો અભાવ. રાગનો સર્વથા અભાવ થતાં મોક્ષ થઇ જાય. હવે આ નવેય પર્યાય છે. હવે આ જે (નવેય) પર્યાય છે તેનો જન્મ કેમ થાય છે તેની વિધિ બતાવે છે.
તેમનામાં” નવમાં એકપણું બતાવ્યું, એટલે ત્રિકાળી દ્રવ્ય બતાવ્યું. કેમકે ત્રિકાળી દ્રવ્યને રાખીને નવનું જ્ઞાન થાય છે. તેમનામાં' એટલે નવમાં છૂપાયેલી આત્મ-જ્યોતિ બતાવી. “તેમનામાં એકપણું પ્રગટ કરનાર” આહા..હા! ભૂતાર્થનયથી એકપણું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૭ પ્રાપ્ત કરી, “શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે.” એ નવના ભેદનું લક્ષ છોડી એકલા સામાન્ય ચિન્માત્ર ભગવાન આત્માની અંતરષ્ટિ કરે ત્યારે તેને શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે. ત્યારે નવનું જ્ઞાન સાચું થાય છે. એકને જાણે ત્યારે નવને સાચા જાણે. હવે એ નવનું જાણપણું નિરપેક્ષ અને સાપેક્ષ બન્ને પ્રકારે છે. એક પર્યાયને બે પ્રકારે જાણે છે. તેવું જ્ઞાન પ્રગટ થાય છે.
જેનું લક્ષણ આત્મખ્યાતિ-આત્માની પ્રાપ્તિ આત્માની પ્રસિદ્ધિ હોય છે–તેની પ્રાપ્તિ હોય છે. હવે ઉપરની પહેલી લીટી જે લખી છે ને કસમાં ફરીથી જયચંદજી યાદ કરે છે. (શુદ્ધનયથી નવતત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો.) અથવા નવમાં એકને જાણે તો તે શુદ્ધનયનો વિષય છે એમ. જે ઉપર કહ્યું તેનો કોંસ કર્યો છે. શદ્ધનયથી નવતત્ત્વને જાણવાથી...એમ આમાં આવ્યું. નહીંતર નવતત્વમાં છપાયેલ આત્માને જાણે તો સમ્યક્દર્શન થાય, પરંતુ આમાં ઉપરની વાત સાથે સંધિ કરી.
પહેલી લીટીમાં નવતત્ત્વને જાણવાથી સમ્યક્દર્શન થાય તેની તે વાત ફરીથી કરી. ઉપરની ત્રણ લીટીમાં નવમાં એકને જાણવાનું કહ્યું, સાથે ભૂતાર્થનયે નવને જાણવાનું પણ
લીધું.
(શુદ્ધનયથી નવતત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો.) શું કહેવા માગે છે..કે જ્યારે ત્રિકાળી દ્રવ્યને અકર્તાપણે લક્ષમાં લે છે ત્યારે તેને પ્રગટ કરનારા એક પરિણામ પણ પ્રગટ થાય છે. એ પરિણામ પણ આત્માથી નથી થયા તેમ આત્મા જાણે છે. આત્મજ્ઞાનનો આત્મા કર્તા નથી તેવું પર્યાયનું (સ્વરૂપ) જેણે જાણી લીધું, તેને સમ્યકદર્શન થઇ ગયું. તેણે ત્રિકાળીદ્રવ્યને તો જાણું પણ ત્રિકાળી દ્રવ્યને જાણનાર જે શ્રતજ્ઞાન પ્રગટ થયું તેણે પણ એમ જાણ્યું કે-આ શ્રુતજ્ઞાનનો કર્તા હું નથી–હું અકર્તા છે. મારા વિના પર્યાય સ્વયં એના અકાળે પ્રગટ થઇ છે તેમ પણ જાણી લીધું. જાણી લીધું કે નહીં? (શ્રોતા-બિલકુલ જાણી લીધું.) તો તેણે નવેય તત્ત્વોને નિરપેક્ષ જાણી લીધા. ખલાસ એક પર્યાયને નિરપેક્ષ જાણે છે તે બધાયને નિરપેક્ષ જાણી લ્ય છે.
હવે જુઓ! એ નવેયના ભેદનો વિસ્તાર કરે છે. “ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર,” વિકારી થવા યોગ્ય એટલે વિશેષ કાર્યરૂપ થવા યોગ્ય, “તે બન્ને પુણ્યને પાપ છે.” વિકારી થવા યોગ્ય એટલે જીવની પર્યાયમાં વિકાર પુણ્ય-પાપ થાય તે પાપના પરિણામ પણ થવા યોગ્ય થાય છે. એ પણ નિરપેક્ષ છે. ત્યાં જે નૈમિત્તિકભાવ થાય છે તે આત્માના આશ્રયે થતા નથી, નહીંતર તો સ્વભાવ થઇ જાય. નિમિત્તના આશ્રયે થાય છે એ વિભાવ સ્વભાવ છે. વિભાવ સ્વભાવ એટલે પર્યાયનું તે સમયનું વિશેષ કાર્ય. પુષ્યને પાપ જે જીવની પર્યાયમાં થાય છે. એ તો એનું ક્ષણિક ઉપાદાનપણું છે. તે નિશ્ચયથી નિરપેક્ષ છે. વિભાવ પ્રગટ થાય તેમાં સ્વભાવ હેતુ ન હોય,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
તેમાં ૫૨ પદાર્થ હેતુ હોય-એટલે તેમાં કર્મ નિમિત્ત થાય છે.
આ (પારામાં ) કર્મની પણ સિદ્ધિ કરી. જો કોઇ કર્મને ઉડાડી દેતું હોય તો, નવ તત્ત્વ સિદ્ધ નહીં થાય. અને કર્મથી થાય છે એમ હોય તો પણ નવતત્ત્વની સિદ્ધિ નહીં થાય. નવતત્ત્વ આત્માથી થાય છે તો પણ નવતત્ત્વની સિદ્ધિ નહીં થાય.
જૈન દર્શન પરિપૂર્ણ દર્શન છે. જૈનદર્શનની અનન્ય શ્રદ્ધા થયા પછી ( તમને ) બીજું વાચવાનું કેમ સૂઝે છે? મને તો કાંઈ સમજાતું નથી. અહીંથી જાણી લઉં...અહીંથી જાણી લઉં... આમાં કાંઈક છે, આમાંય કાંઈક છે, અરે! ભાઈ! ક્યાંય કાંઈ નથી. સર્વજ્ઞ વીતરાગ ૫રમાત્માની વાણીમાંથી આવ્યું છે તે જિનવાણીમાં છે.
નિમિત્તના સંગ વગર જો આત્મા પોતે એકલો એકલો પુણ્ય...પાપરૂપે પરિણમે તો સ્વભાવ થઈ જાય. માટે પુણ્ય પાપના પરિણામ થાય છે ખરા પણ તે થવા યોગ્ય થાય છે. તેનો કોઈ કરનાર નથી કેમકે તે ક્ષણિક ઉપાદાનથી થાય છે-એટલે તે પરિણામને ઉપાદાન પણે બીજો કોઈ કરનાર ન હોય. ઉપાદાન પોતે જ કરનાર, પણ...તે વિભાવ છે એટલે વિભાવમાં કોઈ નિમિત્ત હોય જ. (વિભાવમાં) ૫૨ નિમિત્ત હોય. ‘૫૨સંગÇ ’
૮૫
આત્માના નિમિત્તે પુણ્ય-પાપ ન થાય એટલે આત્મા તેમાં નિમિત્ત ન થાય-આમાં ત્રિકાળી દ્રવ્યને નિરપેક્ષ રાખ્યું. થવા યોગ્ય એ નિરપેક્ષ અને તેમાં નિમિત્ત કર્મનો ઉદય તે સાપેક્ષ રાખ્યું. આમાં ત્રણ વાત આવી.
(૧) પુણ્ય – પાપમાં, પુણ્ય પાપ થાય છે તે રાખ્યું, (૨) આત્માથી ( પુણ્ય – પાપ) થાય છે તે કાઢયું,
(૩) કર્મથી ( પુણ્ય – પાપ) થાય છે તે કાઢયું,
પાપમાં અત્યારે નિમિત્ત
( ૪ ) ( પુણ્ય પાપ) પોતાથી થાય છે તે રાખ્યું. પુણ્ય નૈમિત્તિક સિદ્ધ કરવું છે ને!? જો પુણ્ય-પાપને આત્મા કરતો હોય તો સ્વભાવ થઈ જાય-તો આત્મા અકર્તા ક્યાં રહ્યો. કર્તાબુદ્ધિવાળાએ તો ભૂતાર્થનયે ત્રિકાળી દ્રવ્યને જાણ્યું જ નથી. કર્તાબુદ્ધિવાળાને તો હાથમાંથી દ્રવ્યેય ગયું ને પર્યાયેય ગઈ. બન્ને ગયું-તેને કાંઈ ખબરનથી.
–
આત્મા જાણનાર છે બસ. છે એને જાણે, થાય એને જાણે, નિમિત્તને પણ જાણે, ત્રિકાળી ઉપાદાનને જાણે, ક્ષણિકઉપાદાનને જાણે, ક્ષણિકઉપાદાનને સાપેક્ષથી નૈમિત્તિકપણે જાણે, તેમાં કયુ નિમિત્ત તેને પણ જાણે...આમ જાણે...જાણે ને જાણે...તેમાં ક્યાંય કરવું વચ્ચે આવતું જ નથી. કરવાનુ છે નહીં તો ક્યાંથી આવે! ક૨વાનું નથી, ખાલી જાણવાનું છે, માત્ર જાણવાનું બસ. માત્ર ( ઓનલી ) જાણવું...જાણવું...જાણવું...જાણવું છે. જૈનદર્શનમાં કરવાની વાત નથી, બસ જાણવું છે. જાણવું....જાણવું છે. નવતત્ત્વને જાણવું, નિમિત્તને જાણવું, લોકાલોકને જાણવું. જે જાણવાથી બહાર કર્તૃત્વમાં ગયો સિદ્ધથી જુદો પડયો તે મિથ્યાદષ્ટિ થઈ ગયો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૮ પ્રવચન નં. ૮
તા. ૨૨-૭-૮૯ આ શ્રી સમયસાર પરમાગમ છે અને આ તેનો પ્રથમ જીવ નામનો અધિકાર છે. એટલે કે જીવનું યથાર્થ સ્વરૂપ શું છે તે બતાવનારો અધિકાર.
વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર”, પર્યાયમાં વિશેષ કાર્ય જે થાય છે, તે પરિણામ થવા યોગ્ય જ થયા છે. જે પરિણામ છે તે થવાયોગ્ય જ થયા છે. ન થવા યોગ્ય તેમ પણ નહીં કોઈ કરે તો થાય તેમ પણ નહીં. માટે “થવાયોગ્ય' જે શબ્દ છે તે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે.
થવા યોગ્ય' એટલે યોગ્યતા. પરિણામની યોગ્યતા જે પ્રકારની હોય તે પ્રકારે જ પરિણામ ઉત્પન્ન થાય. કેમકે પરિણામ સત્ છે–અને તેની જન્મક્ષણ છે. એ પર્યાયની જ્યારે જન્મક્ષણ છે ત્યારે જ તે પર્યાય તે પ્રકારની પ્રગટ થાય છે-તેનું નામ થવા યોગ્ય છે બસ.
ભૂતાર્થનયે નવને જાણવાનું જે કહ્યું, તેનો ધ્વનિ થવા યોગ્યમાં મૂકી દીધો. “થવા યોગ્ય થાય છે' આત્મા કરે છે કે પર કરે છે એમ નહીં. તેને કર્તા-કર્મ સંબંધ કોઈની સાથે નથી, કેમકે કર્તા-કર્મ પરિણામમાં પરિણામની સાથે હોય છે. કર્તા ય પરિણામ ને કર્મય પરિણામ-એટલે થવાયોગ્ય પરિણામ બસ. ત્યારે પર્યાયની સત્-અહેતુક ભૂતાર્થનયે સિદ્ધિ થાય.
હવે ભૂતાર્થનએ પર્યાયની જ્યારે સિદ્ધિ થાય એટલે કે નિશ્ચયનયે પર્યાયની સિદ્ધિ થાય–ત્યારે નિરપેક્ષ સિદ્ધિ થઈ. હવે નિશ્ચયનયનું જ્ઞાન થયું તે જ પરિણામને તું વ્યવહારનયથી જો. વ્યવહારનયથી જોઈશ તો એ પરિણામનો કરનાર-નિમિત્તકર્તા જૂનાં કર્મ છે તો એ પર્યાય નૈમિત્તિક-સાપેક્ષ થઈ ગઈ. એક જ પર્યાયને પ્રમાણજ્ઞાનથી જુઓ તો નિરપેક્ષ પણ દેખાય છે અને સાપેક્ષ પણ દેખાય છે.
પર્યાય એક, તેને જોનારું પ્રમાણજ્ઞાન-તેને પર્યાયનું પ્રમાણજ્ઞાન કહેવાય. પર્યાયને જાણનારા આ પ્રમાણજ્ઞાનમાં પર્યાય નિરપેક્ષપણે પણ દેખાય છે અને પર્યાય સાપેક્ષપણે પણ જણાય. હવે તે પર્યાય એકલી સાપેક્ષ દેખાય તો પણ અજ્ઞાન છે અને એકલી નિરપેક્ષ દેખાય તો પણ અજ્ઞાન છે.
સાંભળજો! જો પર્યાય એકલી નિરપેક્ષ દેખાય તો પુણ-પાપ-આસ્રવ-બંધ જે થયા તે આત્માઆશ્રિત સિદ્ધ થઈ જશે. પણ એમ નથી. ઘડીભર માની લ્યો કે-અત્યારે આપણે વ્યવહારને કાઢી નાખીએ-કે સાપેક્ષની જરૂર નથી...પર્યાય સાપેક્ષ છે જ નહીં ને?! પર્યાય તો એકલી નિરપેક્ષ છે તેમ લ્ય તો દોષ આવી જાય. તો આત્મા એકલો....એકલો પરિણમે છે તેમ આવશે. તો જે પરિણમન છે તે જ રહ્યા કરશે. -પરિણામ ફરશે નહીં. અશુભમાંથી શુભ અને આસ્રવમાંથી સંવર નહીં થાય, પરંતુ એમ નથી.
નિશ્ચયનયથી નિરપેક્ષ છે એટલે બીજીનય પ્રતિપક્ષ છે. નિશ્ચયનયનયે નિરપેક્ષ છે તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ વ્યવહારનયે સાપેક્ષપણાની ધ્વનિ આવી જાય છે. જો સાપેક્ષપણું ન લઈએ તો નિમિત્ત કર્તા આત્મા થઈ જાય છે. આ થોડી ગંભીર ચર્ચા છે.
જુઓ સમજો ! ઉપાદાન કર્તા તો પર્યાય, પણ નિમિત્ત કર્તા જૂનાં કર્મને ન લઈએ તોતેનો નિમિત્ત કર્તા કોણ? તો પર્યાય નો નિમિત્ત કર્તા આત્મા થઈ જશે. આત્મા તો નિમિત્તકર્તા છે નહીં. માટે એ નિમિત્તકર્તાની વાત કરી. નિમિત્તકર્તાની જે વાત કરી છે તે એકદમ યથાર્થ છે. અહીંયા આત્માનું નિમિત્તકર્તાપણું ઉડાડે છે અને નિમિત્તકર્તા-જૂનાં કર્મનો સદ્દભાવ કે અભાવ તેનું જ્ઞાન કરાવે છે.
જૈનદર્શન પરિપૂર્ણ દર્શન છે. જો સાપેક્ષને ન જાણે તો દોષ આવી જાય ને? ઘડીભર આપણે માની લઈએ કે-પર્યાય એકાંતે નિરપેક્ષ જ છે, સાપેક્ષ છે જ નહીં; તો પછી મિથ્યાત્વની પર્યાયનું ઉપાદાન કારણ મિથ્યાત્વની પર્યાય પણ તેનું નિમિત્ત કારણ કોણ? વિભાવમાં નિમિત્ત હોય, અગુસ્લઘુગુણની પર્યાયમાં નિમિત્ત ન હોય-કેમકે તે (સ્વાભાવિક પરિણામ છે.) તે વિભાવ નથી. માટે વિભાવમાં નિમિત્ત હોય છે. નિમિત્તકર્તા ત્યારે સિદ્ધ થાય જો તમે સાપેક્ષનું જ્ઞાન કરો તો !! તમે એકલા નિરપેક્ષમાં ચાલ્યા જાવ તો આત્મા કારણ થઈ જશે, અને તો કર્તબુદ્ધિ થશે, તો તેને સમ્યક્દર્શન નહીં થાય. માટે સાપેક્ષનું જ્ઞાન પણ યથાર્થ છે.
આચાર્યદવે જ આપણને સાપેક્ષનું જ્ઞાન કરાવ્યું છે ને!? પહેલી બે લીટીમાં નિશ્ચય અને બીજી લીટીમાં વ્યવહારનયથી જોવામાં આવે તો..આ નવ તત્ત્વો જીવ, અજીવ, આદિ છે. તેનો હવે ખુલાસો કરવા બે શબ્દો મૂક્યા; “ભૂતાર્થનય” અને “અભૂતાર્થનય.' તે બે શબ્દોનો જ આમાં ખુલાસો છે. “થવા યોગ્ય થાય છે” તે નિરપેક્ષ કહ્યું-નિશ્ચયનયથી કહ્યું. હવે જ્યારે નિશ્ચયનય હોય તો તેની પ્રતિપક્ષ નય હોય જ નહીંતર એકાંતનો દોષ આવી જાય. શાસ્ત્રમાં આવે છે કે “નિરપેક્ષનયા મિથ્યાનયા.'
આ નિરપેક્ષનય મિથ્યા થઈ ગઈ. તેથી એમ ન હોય. માટે નય સાપેક્ષ છે. સાપેક્ષના જ્ઞાનને ન સ્વીકારે તો મોટો દોષ આવી જાય. જૂનાં કર્મને નિમિત્ત કર્તા તમે ઉડાડશો તો આત્મા નિમિત્ત કર્તા થઈ ગયો. આ મૂળદોષ આવ્યો કે આત્મા કર્તા થઈ ગયો, આત્મા અકર્તા ન રહ્યો. પર્યાયના વ્યવહારને ઉડાડે તો આત્મા કર્તા થઈ જાય. (નિમિત્તકર્તા) એટલે વ્યવહારનું જ્ઞાન પણ આત્માને અકર્તા રાખવા માટે છે. આત્મા અકર્તાપણે ક્યારે સુરક્ષિત થાય? કે નિમિત્ત કર્તા બીજો છે માટે હું કર્તાએ નથી અને હું નિમિત્ત નથી-કારણ નથી.
વ્યવહારનય જાણવા યોગ્ય છે. જ્ઞાન કરવા યોગ્ય છે. આ આશ્રય કરવાની વાત નથી, પણ આવું પ્રમાણજ્ઞાન થાય જ છે. એકલી નય ન હોય, નિશ્ચયનય અને વ્યવહારનય બેયનું જ્ઞાન થાય. વિભાવમાં કોઈને કોઈ નિમિત્ત હોય જ છે. હવે પરદ્રવ્યને (નિમિત્ત કર્તા) ઉડાવી દીધું તો આત્મા નિમિત્ત કર્તા થઈ જશે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૮ પર્યાયનો ઉપાદાન કર્તા તો પર્યાયને કહ્યું પણ નિમિત્ત કર્તા કોણ? પરદ્રવ્યને નિમિત્તકર્તા કહ્યો એટલે આત્મા અકર્તા રહ્યો. તો જ આત્મા અકારણ સિદ્ધ થાય. અકર્તા તો સિદ્ધ થયો પણ અકારણે સિદ્ધ થવો જોઈએ ને!? નિમિત્તકર્તા બીજો બતાવ્યો એટલે આત્મા અકર્તા હાથમાં આવી ગયો. એમાં તો ફાયદો થઈ ગયો. તને નુકશાન ક્યાં થયું? !
આહા. હા! નુકશાન થયું નહીં અને પર્યાય પરાધીન થઈ નહીં. કેમકે નિશ્ચયથી તમારા જ્ઞાનમાં નિરપેક્ષ આવી ગયું છે હવે સાપેક્ષનું જ્ઞાન જ્યારે તમને થાય ત્યારે નિમિત્તકર્તા પેલો છે-હું નિમિત્તકર્તા નથી, તો અનુભવ થઈ જાય.
પર્યાયનું જ્યારે પ્રમાણજ્ઞાન થાય છે ત્યારે પર્યાયમાં બે નય ઉતારી. પર્યાય એક અને તેમાં બે નય ઉતારે છે. નિશ્ચયથી નિરપેક્ષ અને વ્યવહારથી સાપેક્ષ છે. પરિણામ એક, તે જ પર્યાય નિરપેક્ષરૂપે પણ જણાય છે અને સાપેક્ષરૂપે પણ જણાય છે. આ ૧૩ ગાથામ દષ્ટિનો વિષય બતાવ્યો. આત્મા નિમિત્તકર્તા નથી તેમાં ત્રિકાળી દ્રવ્ય બતાવ્યું. સાપેક્ષપણાને જાણવાની પણ કિંમત છે.
સાપેક્ષ જાણવાની કિંમત એ છે કે આત્મા અકર્તા દષ્ટિમાં આવી જાય છે. એકલા નિરપેક્ષથી દષ્ટિમાં નથી આવતો; પર્યાયને સાપેક્ષથી જો ત્યારે અકર્તા દષ્ટિમાં આવે છે. પર્યાયને નિરપેક્ષથી જુઓ ત્યારે તેનો ઉપાદાન કર્તા હું નથી તેમ આવે. (હવે સાપેક્ષનો ખ્યાલ ન હોય તો) તેનું કારણ હું છું–તેમ આવી જાય. હું કર્તાય નથી ને કારણેય નથી. ઉપાદાન કર્તા પણ નહીં અને નિમિત્ત કર્તાપણ નહીં. કર્તાની વ્યાખ્યા બે પ્રકારે આવે છે ને?
જો વ્યાય-વ્યાપકભાવે કર્તા હોય તો દ્રવ્યનો નાશ થાય. નિમિત્ત-નૈમિત્તિકભાવે જો કર્તા હોય તો નિત્યકર્તાપણાનો દોષ આવે. પણ એમ છે નહીં. દોષ કેમ નથી આવતો ? નિમિત્તકર્તા બીજો છે તે મારા જ્ઞાનમાં આવી ગયું છે. નિમિત્ત કર્તા કર્મ છે-હું નહીં. ઉપાદાન કર્તા પર્યાય અને નિમિત્તકર્તા કર્મ. હું તો કોઈ અપેક્ષાએ કર્તા નથી. હું તો જ્ઞાયક છું. આમાં ભાવો બ્રહ્માંડના ભર્યા છે. જેની જેટલી શક્તિ હોય તેટલું આમાંથી કાઢી શકે. આ તો સમુદ્ર છે.
બોલો ભાઈ ! જ્ઞાની નિશ્ચય-વ્યવહારને જાણે છે ને માને છે. અજ્ઞાની નિશ્ચય-વ્યવહાર બન્ને માંથી કોઈને જાણતો નથી. (પ્રશ્ન) તમે વ્યવહારને માનો છો? (ઉત્તર) હા, જો વ્યવહારને ન માનીએ તો આત્મા કર્તા થઈ જશે. આમાં એટલું બધું ભર્યું છે તું શાંતિથી સાંભળ!
“થવા યોગ્ય અને કરનાર' એ બે શબ્દોમાં માલ ભર્યો છે. “થવા યોગ્યમાં” આત્મા ઉપાદાન કર્તા નથી-અકર્તા આવી ગયું અને “કરનાર' બતાવ્યો તેમાં આત્મા નિમિત્તકર્તા નથી તે આવી ગયું. સર્વ પ્રકારે આત્મા જ્ઞાતા-જ્ઞાયક રહ્યો. સર્વ પ્રકારે આત્મા અકર્તા રહ્યો.
હવે જે જ્ઞાન પ્રગટ થયું તે સાપેક્ષ નિરપેક્ષને બન્નેને જાણે જ છે, પણ નય પક્ષ ગ્રહણ કરતું નથી. જાણવામાં નયપક્ષ નથી. જેમ છે તેમ જાણે છે. સાપેક્ષ પણ છે અને નિરપેક્ષ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૮૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ પણ છે. તો જ્ઞાતા સિદ્ધ થાય ને? નહીંતર તો નયપક્ષ છે. પક્ષમાં કાંઈ જ્ઞાતાપણું ન હોય. એક નયનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. આશ્રય એકનો જ્ઞાન નિશ્ચય-વ્યવહાર બન્નેનું.
આપણે તેમાં હેતુ આપ્યો ને? કે વ્યવહારનું જ્ઞાન શા માટે કરવું? વ્યવહારનું જ્ઞાન એટલા માટે કરવું કે આત્મા નિમિત્તકર્તા નથી. એમાં તને ફાયદો થયો, નુકશાન શું થયું? સાપેક્ષનું જ્ઞાન પણ જરૂરી છે નહીંતર આત્મા નિમિત્તકર્તા થઈ જાય. જો નિમિત્તકર્તા બીજો દેખાય તો આત્મા અકર્તા દેખાય; અકારણ દેખાય, જ્ઞાયક દેખાય.
એમ થાય છે કે આખી જિનવાણીને આત્મા જાણનાર છે એમ જ કહેવું છે. આખા સમયસારમાં આ જ સિદ્ધ કરવું છે. ચારેય અનુયોગને એક જ કહેવું છે–આત્મા જાણનાર છે. ખરેખર જાણનાર જણાય છે તેમાં સાધ્યની સિદ્ધિ થાય છે. કેમકે જાણનાર જેવો છે તેવો જણાય છે, ત્યારે જ સમ્યકદર્શન-સમ્યકજ્ઞાન થાય છે. અજ્ઞાની માને છે તેનાથી ઉલટો જણાય છે જાણનાર.
આ જે થવા યોગ્ય અને કરનાર બે શબ્દો આવે છે તેમાં અજ્ઞાનીને એમ લાગે કેથવા યોગ્ય અને કરનાર તેમાં (અજીવની સાથે ) કર્તાકર્મ સંબંધ નાખી દીધો. પરંતુ પર્યાયનું કર્તા કર્મ તો પર્યાયમાં છે. અહીં કરનાર કહ્યો એટલે નિમિત્તકર્તાની વાત છે. હેતુ શબ્દ વાપર્યો છે. હેતુ એટલે કારણ. નિમિત્તકારણ કર્મનો ઉદય છે. ચોખ્ખી વાત છે.
કરનારી હોય ત્યાં પોતાએ જ બે શબ્દ લગાડવા જોઈએ. ઉપાદાન કર્તા લખે છે કે નિમિત્તકર્તા લખે છે. –તેમ પોતાએ વિચારવું જોઈએ. ઉપાદાન કર્તા તો પર્યાયનો પર્યાય કહી દીધો. –થવા યોગ્ય થાય છે પછી બીજો ઉપાદાન કર્તા ક્યાંથી હોય? એક ઉપાદાન કર્તા હોય તો બીજો નિમિત્ત કર્યા હોય. કેમકે આ નવ તત્ત્વો છે તે વિભાવ-વિશેષ ભાવો છે. અગુરુલઘુગુણ કે અસ્તિત્વગુણની વાત નથી–એ તો પર્યાયનો સ્વભાવ જ છે. આ પર્યાયનો વિભાવ એટલે ઉપાધિ છે. નવેય છે તે ઉપાધિભાવો છે તેથી તેમાં નિમિત્ત હોય જ.
અકર્તા છે એટલે જાણનાર છે. અકર્તા શું કામ કહ્યું? કર્તબુદ્ધિ છોડાવવા માટે. અકારક અને અવેદક-અકર્તા એવો જ્ઞાયક એવો જ્ઞાનીઓ પ્રયોગ કરે છે. કર્તા છે એવો જ્ઞાયક એમ નથી લખ્યું.
ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર તે બન્ને પુણ્ય છે. એક ભાવ પુણ્ય અને એક દ્રવ્ય પુણ્ય-ભાવપુણ્ય છે તેને દ્રવ્યપુણ્યની અપેક્ષાએ નૈમિત્તિક કહેવાય. હવે આની અંદર પણ ગુરુદેવે એક ભેદ એવો લીધો છે કે-જ્યારે જીવના પરિણામમાં પુણ્ય પરિણામ હોય ત્યારે એને એ અઘાતિકર્મ નિમિત્ત ન હોય, ઘાતિકર્મ જ નિમિત્ત હોય. ઘાતિકર્મમાં પણ મોટું નામની પ્રકૃતિ એકલી પાપની જ હોય. ત્યાં પાપ પ્રકૃતિ છે અને છતાં અહીંયા ભાવ પુણ્ય અને ત્યાં (કર્મપ્રકૃતિને) દ્રવ્ય પુણ્ય કહ્યું. (કર્મમાં) દ્રવ્યપાપ હોવા છતાં દ્રવ્ય પુણ્ય કહ્યું. શું કામ? કેઅહીંયા જેવા પરિણામ છે તેનો આરોપ તેમાં (કર્મપ્રકૃતિ) ઉપર મૂક્યો. નૈમિત્તિકનો આરોપ નિમિત્તમાં ઉતાર્યો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૮
આપણે ચારિત્રમોહ લઈએ. ચારિત્રમોહની કર્મની પ્રકૃતિ છે તે ઘાતિ કર્મ છે. ચારે ઘાતિ કર્મમાં એકલા પાપની પ્રકૃતિ છે. તેમાં પુણ્ય-પાપના બે ભેદ નથી. અઘાતિમાં પુણ્યપાપના બે ભેદ છે. (૧) શાતાવેદનીય અને અશાતાવેદનીય. જ્યારે ઘાતિમાં તો એકલા પાપની પ્રકૃતિનો ઉદય છે. ઘાતિના ઉદયમાં જોડાય છે છતાં અહીંયા પુણ્ય થાય છે. કેમકે એ વખતે પોતાની પર્યાયશક્તિથી કષાયની મંદતારૂપે પરિણમે છે. ભગવાનની પૂજામાં બેઠો છે શુભભાવ થયો. હવે એ શુભભાવમાં નિમિત્ત તો ઘાતિકર્મની પાપની પ્રકૃતિ છે, છતાં પણ જીવના પરિણામમાં શુભભાવ થયો તો તેનો આરોપ નિમિત્ત ઉપર આવ્યો કે-તે દ્રવ્ય પુણ્ય છે.
૯૦
કર્મનાં ઉદયમાં નિમિત્ત તરીકે દ્રવ્ય પાપ અને અહીંયા એટલે નૈમિત્તિકમાં ભાવ પુણ્ય થાય તેમ નહીં. તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સિદ્ધ ન થાય. જેવી નૈમિત્તિક પર્યાય તેવું નિમિત્ત હોય. નિમિત્તમાં તમે પાપ પ્રકૃતિ લ્યો અને નૈમિત્તિકમાં પુણ્ય ઉભું થાય એમ ન
હોય.
વ્યવહારમાં કોઈ નિયમ નથી રહેતો એટલે વ્યવહા૨ અભૂતાર્થ છે. અહીંયા(નૈમિત્તિકમાં ) થાય છે ભાવ પુણ્ય અને ત્યાં જે શાતાવેદનીય કર્મની પ્રકૃતિ છે તેનો ઉદય એમાં નિમિત્ત નથી. અઘાતિકર્મ તેમાં નિમિત્ત નથી. ઘાતિકર્મ નિમિત્ત હોય. (શુભભાવમાં ) પાપની પ્રકૃતિ નિમિત્ત હોવા છતાં, અહીંયા કષાયની મંદતા થઈ ગઈ તો કર્મની પ્રકૃતિને દ્રવ્ય પુણ્ય કહી દીધું. અઘાતિકર્મ છે એ તો માત્ર સંયોગ આપે છે. તે જીવના અનુજીવી ગુણનો ઘાત કરતું નથી.
પ્રથમ ચાર ઘાતિકર્મ લીધા. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય ને અંતરાય એ ચાર પ્રકાર છે તે પાપની પ્રકૃતિનાં છે. તે પાપની પ્રકૃતિ કેમ? તે અનુજીવી ગુણોને ઘાતે છે. અને અઘાતિ કર્મની પ્રકૃતિ છે તે અનુજીવી ગુણોનો ઘાત કરતી નથી, માત્ર સંયોગ આપે છે. એટલે શુભભાવ વખતે તે જોડાય છે તો પાપની પ્રકૃતિમાં.
ભગવાનની પૂજા કરવાનો શુભભાવ છે તે ભાવપુણ્ય છે. હવે અહીંયા ( જીવના પરિણામમાં) ભાવ પુણ્ય તો નિમિત્તને દ્રવ્ય પુણ્ય કહી દીધું. ત્યારે પ્રકૃતિને પણ નિમિત્ત કહેવાય. જુઓ! અહીંયા ભાવપુણ્ય હોય અને ત્યાં તમે દ્રવ્ય પાપ કહો તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ન બને. એટલે વ્યવહારમાં કાંઈ નિયમ નથી. મારે તો તે કહેવું છે કે-વ્યવહારનો સદ્ભાવ હો કે અભાવ હો! ધર્મ તો આત્માને આશ્રયે થાય છે. આનો ખુલાસો ગુરુદેવે વ્યાખ્યાનમાં કર્યો છે.
(દ્રવ્યકર્મમાં) પાપ પ્રકૃતિનો ઉદય છે અને અહીંયા ભાવ પુણ્ય થાય છે-તે બરોબર છે. કેમકે (જીવની પર્યાય ) સ્વતંત્ર છે. નિમિત્તને આધીન ત્યાં પાપની પ્રકૃતિ છે તો ત્યાં પાપ જ થાય એમ નથી. તો તો આત્માના પરિણામ પરાધીન થઈ ગયા. એટલે પહેલાં થવા યોગ્ય-સ્વાધીન કહ્યું. પહેલાં નિરપેક્ષ લીધું અને પછી સાપેક્ષ. સાપેક્ષમાં કોઈ નિયમ ન રહ્યો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૯૧ એટલે વ્યવહાર ઉપર બહુ વિશ્વાસ કરવા જેવો નથી. કે-આવો વ્યવહાર હોય તો આમ થાયએમ નથી. નિમિત્ત આવું હોય તો આમ જ થાય તેમ ક્યાં રહ્યું?! એટલા માટે બહુ ખ્યાલ રાખવા જેવો છે.
જ્ઞાનીને પણ શુભભાવ આવે, હવે તે જોડાય છે તો ચારિત્ર મોહના ઉદયમાં ચારિત્રમોહની પ્રકૃતિ તો તેનેય પાપ પ્રકૃતિ છે. એને ધર્મ થયો માટે એની પ્રકૃતિ બદલાઈને પુણ્ય થઈ ગઈ તેમ નથી. ઘાતિમાં એકલું પાપ જ છે. (પુણ્ય-પાપ) તેવા બે ભેદ છે જ નહીં. સુડતાલીશ પ્રકૃતિ છે તે એકલી પાપ પ્રકૃતિ છે. જૈનદર્શન કોઈ અપૂર્વ દર્શન છે.
જો કોઈને વ્યવહારનો પક્ષ આવી જાય તો આ વાત ન સમજાય. આમાં રહસ્ય છે. (વ્યવહારના પક્ષવાળાને) એમ છે કે નિમિત્તના લક્ષે જ નૈમિત્તિક થાય છે. આ તેને જ સમજાય કે-જેને ક્ષણિક ઉપાદાન બેઠું હોય. તેને સમજાય કે પરિણતી નિમિત્તને આધીન થતી નથી-પરિણતી સ્વતંત્ર થાય છે. સ્વતંત્ર થાય છે તો ત્યાં જેવું નિમિત્ત છે તેવું નૈમિત્તિક કહેવાય. (શ્રોતા – આ તો એક બહુ મોટુ ઓપરેશન છે.)
જેને કરણાનુયોગનો બહુ અભ્યાસ હોય અને તેને આપણે આ વાત કરીએ તો ઘડીકમાં બેસે નહીં. અને બેસે તો કામ થઈ જાય. જો પક્ષ ન હોય અને સમજવાની જિજ્ઞાસા હોય તો આ ન્યાયથી સમજી જાય.
જીવને પુણ્યને પાપ બે પ્રકાર થાય છે કે-એક પાપ જ થાય છે? જો કોઈને એકલું પાપ થતું હોય તો કોઈને સ્વર્ગનું આયુષ્ય બંધાય નહીં. કોઈ દિવસ કોઈને એકલું પુણ્ય કે પાપ હોય જ નહીં. પુણ..પાપ, પુણ્ય...પાપ પલટના થયા જ કરે છે. નિગોદમાં પણ ભાવ પુણ્ય થયું તો બહાર નીકળી મનુષ્યમાં આવી ગયો. ઉદયમાં પ્રકૃતિ તો પાપની છે અને તે પાપની પ્રકૃતિમાં જોડાણો છે. તે પુણ્ય પ્રકૃતિમાં જોડાણો નથી. મારે એ કહેવું છે કે-પરિણામ, કેટલા નિરપેક્ષ છે. નિમિત્તને આધીન નથી. એટલે કહ્યું કે-અભૂતાર્થનયે નવ તત્ત્વને જાણ્યા અનંતકાળથી પણ હવે ભૂતાર્થનયે જાણ ત્યારે આ રહસ્ય ખ્યાલમાં આવે.
આ હવે ભૂતાર્થનો ખુલાસો છે. પહેલો ખુલાસો એમ આવ્યો કે-આત્મા કારણ નથી. બીજો ખુલાસો એ આવ્યો કે પરિણામ નિમિત્તથી નિરપેક્ષ થાય છે. સ્વતંત્ર થાય છે ને? થવા યોગ્ય કહ્યું ને!?
વ્યવહારના પક્ષવાળાને બધું સાપેક્ષ જ લાગે. તેણે નિરપેક્ષની વાતેય સાંભળી નથી. એક નિયમ કે-વ્યવહારના પક્ષવાળાને બધું સાપેક્ષ જ લાગે. આનાથી આમ થાય ને આનાથી આમ થાય. આ હોય તો આમ થાય. કેટલાય વર્ષ પહેલાં લગભગ નવની સાલમાં પૂછયું હતું, અત્યારે ૪૫ ની સાલ ચાલે છે ૩૬ વર્ષ પહેલાં પૂછયું “તું! ત્યારે મને આટલો અભ્યાસે નહીં ત્યારે અભ્યાસની શરૂઆત હતી. પંડિતજી આત્મા નિરપેક્ષ છે કે સાપેક્ષ?
આંહી કહે છે તું પર્યાયને ભૂતાર્થનયે નિરપેક્ષ તો જાણજે પણ અભૂતાર્થનયે સાપેક્ષ છે તેમ પણ જાણજે. જો એમ નહીં જાણે તો આત્મા કર્તા થઈ જશે. અને સાપેક્ષને જાણતાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૮ નિમિત્તમાં જેવું છે એવું જ અહીંયા થાય એટલે નિમિત્તના આશ્રયે નૈમિત્તિક એવી જ પર્યાય થાય (એમ માનીશ) તો દોષ આવી જશે. કેમકે નિમિત્તમાં પાપનો ઉદય છે તો નૈમિત્તિકમાં પાપ જ થવું જોઈએ. પણ અહીં પાપ તો થતું નથી, કેમકે પરિણામ નિરપેક્ષ જ છે.
(શ્રોતા – આમ બન્ને બાજુથી સમજવા જેવું છે. )
એકલું સર્વથા નિરપેક્ષ પણ નથી અને એકલું સર્વથા સાપેક્ષ પણ નથી. કથંચિત નિરપેક્ષ, કથંચિત્ સાપેક્ષ તેવા સ્યાદ્વાદમાં બધુ સિદ્ધ થઈ જાય છે. તારે સ્યાદવાદ જોઈતો હોય તો આવો છે. ઊંડાણનો અભ્યાસ જોઈએ.
એકબાજુથી એમ કહે કે-નિમિત્તને કારણે નહીં માને તો કબુદ્ધિ થઈ જશે. એક બાજુથી એમ કહે કે-જેવું નિમિત્ત છે તેવું જ નૈમિત્તિક થાય એમ પણ નથી. તો તો પર્યાય પરાધીન થઈ જાય. તો તો કોઈને પુણ્ય પણ ન થાય.
જે જીવ તીર્થકર થવાનો હોય તેને ત્રીજા ભવે તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય છે. કેમ બધા પામો એવો શુભભાવ છે. હવે તે જોડાયો છે તો ચારિત્રમોહની પાપ પ્રકૃતિમાં અને અહીં કરૂણાનો ભાવ આવે છે અને તેનાં નિમિત્તે પાછી પુણ્ય પ્રકૃતિ બંધાય છે. પાપ પ્રકૃતિનો ઉદય છે માટે પાપ પ્રકૃતિ જ બંધાય એમ નથી. પાપનો ઉદય છે અને બંધાય છે પુણ્યપ્રકૃતિ (કર્મ પ્રકૃતિમાં) પાપનો ઉદય છે તે સીધું નિમિત્ત નથી. નવાં કર્મ બંધમાં નિમિત્ત તો શુભભાવ છે. (શ્રોતા – કરણાનુયોગ પણ આપની પાસે ભણવા જેવું છે.)
વિકાર થવા યોગ્ય અને વિકાર કરનાર એમાં બે ચર્ચા જ થઈ છે. આત્મા નિમિત્તકર્તા નથી અકર્તા છે. અને પાપની પ્રકૃતિનો ઉદય હોવા છતાં અહીં પુણ્ય થાય છે. બે વાત છે. થવા યોગ્ય’ તેમાં પર્યાય સ્વતંત્ર થાય છે. શુભભાવ સ્વતંત્ર થાય છે–તે નિમિત્તને આધીન નથી તેમ આત્માને આધીન નથી. નિમિત્તને આધીન હોય તો પાપ જ થયા કરે. પર્યાય નિમિત્તને આધીન નથી માટે પાપના ઉદયમાં પણ પાપ થતું નથી-પુણ્ય થાય છે. પર્યાય - અહેતુક સ્વતંત્ર છે, તે કોઈને આધીન નથી. પરદ્રવ્યને આધીન નહીં અને સ્વદ્રવ્યને આધીન નહીં પર્યાય સ્વયં પોતે એનું નિરપેક્ષપણું સિદ્ધ કરે છે. વિભાવ છે માટે સાપેક્ષનું જ્ઞાન કરાવે છે.
(શ્રોતા - પરિણામ થાય છે તો નિરપેક્ષ જ.પરંતુ વિભાવમાં નિમિત્તનું જ્ઞાન કરાવે છે.) એટલે નિમિત્તકર્તાની વાત કરી. એકલો એકલો પોતે પરિણમતો નથી. પોતે અને પર એમાં બે કારણ છે એમ કહેશે. પર્યાય પોતે ઉપાદાન કારણ છે અને એક નિમિત્ત કારણ જૂનાં કર્મનો સદભાવ કે અભાવ. મોક્ષની પર્યાય પણ વિભાવ છે. કારણ કે તેમાં કર્મના અભાવની અપેક્ષા આવે છે. નવેય તત્ત્વો વિભાવ કહ્યાં ને ! ?
મોક્ષની પર્યાયનો નિમિત્ત કર્તા કર્મનો અભાવ છે એટલે આત્મા અકર્તા રહી ગયો મોક્ષનો. મોક્ષનું કારણ નહીં-અકારણ રહી ગયો. જૂનાકર્મના ઉદયને કારણ કહ્યું માટે અકારણ રહી ગયો. જૂનાકર્મનો કારણ કહેતાં જ આત્મા અકારણ થઈ ગયો. તેથી હું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૯૩ મોક્ષનું કારણ નહીં.
ક્ષાયિક સમ્યક્રદર્શનનું કારણ હું નહીં. તો કારણ કોણ છે? દર્શનમોહનો અભાવ હેતુ છે-હું નહીં. (શ્રોતા- કિતની સ્પષ્ટતા હૈ. આત્મા સાફ સિદ્ધ હો જાતા હૈ) આત્મા-જ્ઞાયક જુદો ને જુદો. જુદો ને જુદો-પર્યાયોની સાથે સાથે રહે છે પણ પર્યાયને અડતો નથી. તે પર્યાયની સાથે સંબંધ બાંધતો નથી-સંબંધ વિનાનો છે આત્મા (શ્રોતા-પર્યાય વિનાનો જ છે.) તે નિરપેક્ષ છે તેથી પર્યાય અડતી નથી.
પરિણામને બે રીતે જાણો. નિરપેક્ષ જાણો તો અકર્તા હાથમાં આવે છે. અને કર્મ સાપેક્ષ જાણો આત્માને તો અકારણ આત્મા હાથમાં આવે છે. તને ફાયદો ને ફાયદો જ છે. દિષ્ટિનો વિષય ક્યારે હાથમાં આવ્યો કે-અકર્તાને અકારણ બે શબ્દ તમે લ્યો ત્યારે દષ્ટિનો વિષય પૂરો થાય છે. નહીંતર દષ્ટિનો વિષય પૂરો થાતો નથી.
શ્રી નિયમસાર પરમાર્થ પ્રતિક્રમણમાં આચાર્યદવે પોતે કહ્યું છે-કર્તા નથી, કારયિતા નથી, અનુમોદક નથી અને કારણ નથી. ત્યાં પણ કર્તા નથી અને કારણ નથી બન્ને લીધું છે. સમયસાર ૩૨૦ ગાથામાં પણ કર્તા નથી અને કારણ નથી લીધું છે. ઘણી જગ્યાએ કારણ નથી તે વાત આવે છે.
મેં એક વિદ્વાનને પૂછ્યું 'તું કે-કર્તા નથી અને કારણ નથી બે શબ્દ આવે છે તો બન્નેનો અર્થ કાંઈ જુદો છે કે...સરખો છે? તે પંડિતે કહ્યું-એક જ અર્થ છે. અહીંથી (અંદરથી) ના આવે. બે શબ્દ છે તો કહેવાનો આશય-હેતુ હોવો જોઈએ. પછી તે વાતને ડીપોઝીટ રાખી હતી. અંદરથી હા આવવી જોઈએ ને !? એક જ અર્થ છે તો શબ્દ બે શું કામ વાપર્યા? “કર્તા' નથી તેમાં-ઉપાદાન કર્તા નથી. કારણ નથી તેમાં નિમિત્તકારણ નથી. એટલે હું અકર્તાને અકારણ. કર્તાના બે વિભાગ છે-ઉપાદાન અને નિમિત્ત. હું ઉપાદાન કર્તાય નથી અને નિમિત્તકર્તાય નથી. અકર્તાના બે પેટા ભેદ છે.
વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર-એ બન્ને પુણ્ય છે, તેમજ એ બન્ને પાપ છે”, પાપની પર્યાયનાં બે પ્રકાર (૧) ભાવપાપ અને (૨) દ્રવ્ય પાપ. આ સીધું છે કે-જ્યારે પાપના પરિણામ થાય છે, ત્યારે એ ચારિત્રમોહના ઉદયમાં જોડાણો છે અથવા દર્શનમોહના ઉદયમાં જોડાણો તે બન્ને પ્રકૃતિ પાપ છે ને? મિથ્યાત્વના પરિણામ પાપના છે-તેમાં દર્શનમોહ નિમિત્ત છે. હવે દર્શનમોહની પ્રકૃતિ પાપ અને અશુભભાવ થયો એ પણ પાપ, આમ બન્ને પાપ છે. સાધક છે તો તેને ચારિત્રમોહની પ્રકૃતિ, પાપના પરિણામમાં નિમિત્ત છે. બન્ને ને પાપ પ્રકૃતિ નિમિત્ત છે-દર્શનમોહ, ચારિત્રમોહ. હવે બન્ને ને નૈમિત્તિકમાં પણ પાપ છે (૧) મિથ્યાત્વનું પાપ (૨) ચારિત્રમોહનું પાપ હિંસા-જૂઠ આદિ તે પાપ અને સામે બન્ને પ્રકૃતિ પણ પાપની.
અધ્યાત્મમાં (યોગસારમાં) પુણ્યને પાપ બન્નેને પાપ જ કહ્યું છે કેમકે એ પરિણામ પાપના લક્ષે થાય છે માટે તે પાપ જ છે. તેથી ( પ્રવચનસારમાં કહ્યું છે કે, પુણ્ય-પાપનો ભેદ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૯૪
પ્રવચન નં. ૮ કરીશમાં, નહીંતર ઘોર-અપાર સંસારમાં રખડીશ. પુણ્ય-પાપમાં ભેદ કરે તો શું થાય છે? તો તેને પુણ્ય ઉપાદેય અને પાપ તૈય થઈ જાય છે. ભેદ કરે તો એમ થયા વગર રહે જ નહીં. હવે ભેદ ન કરે અને અભેદ કરે કે-એ બન્ને પાપ જ છે તો બન્ને ભાગ હેય થઈ જાય અને આત્મા ઉપાદેય થઈ જાય. પુણ્ય-પાપમાં ભેદ પાડો તો...એક ઉપાદેય અને એક ય. એક ઠીક અને એક અઠીક થયા વિના રહે જ નહીં.
66
આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનાર ” એ આસવના ચાર પ્રકાર છે-મિથ્યાત્વ, અવ્રત, કષાય ને યોગ. હવે જે યોગ આસ્રવ છે તે સકષાયરૂપેય હોય અને અકષાયરૂપેય હોય. એટલે આસ્રવના ચાર ભેદ બરોબર છે. આસવમાં પુણ્ય-પાપ બન્ને આવી ગયા તો પછી પુણ્ય-પાપના બીજા બે ભેદ કેમ કર્યા? કેમકે પુણ્ય-પાપમાં યોગ નથી આવતો માટે પુણ્ય-પાપના ભેદ જુદા કર્યા તે બરોબર છે. અને નિયમસારમાં એજ આચાર્યે સાત તત્ત્વોમાં પુણ્ય-પાપને અંતર્ગભિત કરીને સમાવી દીધું. બાકી પુણ્ય-પાપને અને આસવને જુદા પાડવાનું આ એક કારણ છે. એક સકષાય યોગ અને એક અકષાય યોગ.
જેમ પુણ્યને આસ્રવ કહેવાય તેમ તેરમે ગુણસ્થાને પણ હજુ યોગ નામનો આસવ છે. ત્યાં પુણ્ય-પાપરૂપ કષાય નથી પરંતુ પુણ્ય-પાપ કષાય વગરનો પણ યોગ હોય છે. પુણ્યપાપ અને આસવમાં આટલો ભેદ હોવાથી બન્નેને જુદા પાડયાં.
આસ્રવ થવા યોગ્ય થાય છે–તેમાં જૂનાં કર્મ નિમિત્ત છે. નવાં કર્મ આવે તેને આંહીયાં દ્રવ્યઆસ્રવ નથી કીધું. તે લેવાય નહીં-કેમકે નવાં કર્મ હવે આવતા જ નથી. નવાં કર્મનું આવાગમન બંધ થઈ ગયું. કેમકે એણે નિશ્ચય અને વ્યવહાર બે નયે સ્વરૂપ જાણી લીધું એટલે સમ્યક્દર્શન થઈ ગયું. આ ગાથા સમ્યક્દર્શનની છે. તેથી સાધકને નવો બંધ-આસ્રવ થતો નથી.
સામાન્ય રીતે ભાવાસ્રવ હોય ત્યારે દ્રવ્યાસવ નવાં આવે. જેમ વહાણમાં કાણું પડયું હોયને પાણી આવે તેમ અહીંયા ન લેવું. અહીં તો જૂનાંકર્મ; અને તેના ઉદયમાં જોડાય છે એટલે તેને દ્રવ્યાસવ કહ્યાં. અહીંયા ભાવાસવ એટલે જૂનાંની સાથે સંબંધ છે તેને નવાંની સાથે કાંઈ સંબંધ નથી. સમ્યક્દષ્ટિને (દૃષ્ટિ અપેક્ષાએ ) નવો બંધ જ થતો નથી. સમ્યક્દષ્ટિને બંધ ન થાય.
“સંવરૂપ થવા યોગ્ય (સંવાર્ય) અને સંવ૨ ક૨ના૨ (સંવા૨૬) -એ બન્ને સંવ૨ છે.” સંવર કરનાર આત્મા કે સંવર કરનાર નિમિત્ત ? પુણ્ય-પાપમાં તો ઠીક સમજ્યા, જાણ્યું, માન્યું કે દ્રવ્ય પુણ્ય-પાપ નિમિત્ત કર્તા, પણ સંવર તો આત્મા જ કરે ને? નહીં, સંવરનો કરના૨ આત્મા નથી. સંવરની પર્યાય પણ થવાયોગ્ય થાય છે, તેના ઉપાદાનથી થાય છે. એટલે કે તેનાં કર્તા કર્મ પર્યાયમાં છે, પણ જૂનાં કર્મનો થોડો ઉદય-અનુદય છે તેને દ્રવ્ય સંવર કહ્યો છે. નવાં કર્મ આવતાં અટકી ગયા તેને અહીં દ્રવ્ય સંવર કહ્યું નથી. એ લાઈન અહીંયા નથી. કર્મનો અનુદય જેટલો રહ્યો તેટલો દ્રવ્ય સંવર થયો. અને અહીંયા શુદ્ધાત્માની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
k
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૯૫ ઉપલબ્ધિ થઈ તેનું નામ ભાવ સંવર છે ભાવ સંવર થવા યોગ્ય થાય છે અને તેમાં કર્મનો અનુદય નિમિત્ત કારણ છે. અહીં તેને કરનાર અર્થાત્ હેતુ કહ્યો છે.
અહીંયા સંવર થયો એટલે નવાં કર્મ આવતા રોકાઈ ગયા એ વાત નથી. નવાં કર્મ તો આવતા જ નથી. (આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે) તે બધા જૂનાં કર્મની સાથે છે. આપણે આ ખુલાસો એટલા માટે કરીએ છીએ કે-કાંઈ ગોટાળો ન થાય. જૂનાંનો અનુદય છે. જેટલા અંશે ન જોડાય–તેને અનુદય કહેવાય બસ. આત્માને આશ્રયે સંવર થાય છે તેબરોબર છે.
“નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર-એ બને નિર્જરા છે” , નિર્જરા અર્થાત્ શુદ્ધિની વૃદ્ધિ. સંવરમાં શુદ્ધિની પ્રાપ્તિ. બે તત્ત્વમાં આટલો ફેર છે. સંવરમાં જેટલી શુદ્ધિ પ્રગટ થાય તેનું નામ સંવર પણ પૂર્વની અપેક્ષાએ સરખાવો તો એ જ પર્યાયનું નામ નિર્જરા છેકેમકે તેમાં (પૂર્વ પર્યાય કરતાં વર્તમાન પર્યાયમાં) શુદ્ધિની વૃદ્ધિ છે. પૂર્વ પર્યાયમાં ૪૮ ડીગ્રીની શુદ્ધિ હતી પછી ૪૯-૫૦ થઈ ગઈ તો તે અપેક્ષાએ તેને નિર્જરા કહેવામાં આવે છે. ૪૯ ડીગ્રી પર્યાયની અપેક્ષાએ ૪૮ ડીગ્રીને સંવર કહેવાય. અને ૪૮ ની અપેક્ષાએ ૪૯ ડીગ્રીની પર્યાયને નિર્જરા કહેવાય.
સંવર અને નિર્જરા શુદ્ધિની પ્રાપ્તિ અને શુદ્ધિની વૃદ્ધિ એ બે શબ્દ એક જ પર્યાયમાં લગાડો. “નિર્જરવા યોગ્ય ” એટલે શુદ્ધિની વૃદ્ધિ થઈ; જ્યારે શુદ્ધિની વૃદ્ધિ થાય ત્યારે એક દેશ કર્મની હાનિ થાય. સંવર કર્મનો અનુદય હતો. આમાં? નિર્જરામાં જૂનાં કર્મ ખરે છે. અહીં ભાવ નિર્જરા થઈ તો જૂનાં કર્મની દ્રવ્ય નિર્જરા થઈ ગઈ. જૂનાં કર્મને દ્રવ્ય નિર્જરા કહેવાયકારણ કે (સત્તામાંથી) પ્રદેશ ખરી ગયા. સંવરમાં કર્મનો અનુદય હતો અને આમાં ભાવ નિર્જરા માટે દ્રવ્ય નિર્જરા (કર્મમાં પણ નિર્જરા ) આટલો બેમાં ફેર છે. નિર્જરા શબ્દ છે ને?
એટલે ( સત્તામાંથી) દ્રવ્યકર્મના પ્રદેશ ખરી ગયા. અહીં શુદ્ધિની વૃદ્ધિ થઈ તો ત્યાં દ્રવ્ય નિર્જરા થાય જ-એમ નિયમ છે.
બંધાવા યોગ્ય અને બંધન કરનાર-તે બન્ને બંધ છે.” રાગમાં; પર્યાયમાં અટકવું તે ભાવબંધ. ભાવબંધમાં બધું લઈ લેવું. એકતાબુદ્ધિનો બંધ; અસ્થિરતાનો બંધ. અહીંયા જ્યારે ભાવબંધ થાય છે ત્યારે ત્યાં (જૂનાં) ને દ્રવ્યબંધ કહેવાય. નવો દ્રવ્યબંધ ન લેવો. જૂનાંનાં ઉદયમાં જોડાયો તો અહીંયા ભાવબંધ અને ઉદયને દ્રવ્ય બંધ કહેવાય. અહીં બધામાં જુના કર્મ લેવાના છે. થોડામાં (નૈમિત્તિકમાં) જૂનાં કર્મ અને થોડામાં નવાં કર્મ તેમ નથી. એનું કારણ શું છે કે-કરનાર શબ્દ છે. હવે આ વાતને આપણે ન્યાયથી વધારે સ્પષ્ટ કરી નાખીએ.
- પર્યાયમાં ભાવબંધ તો થયો ત્યારે ભાવબંધનો કરનાર કોણ? નવો બંધ થાય એ તો કરે નહીં. નવો બંધ તો તાજો થયો તે આ (નૈમિત્તિકભાવબંધને) ક્યાંથી કરે?! તેથી જૂનાંબંધ છે તે કરનાર છે-હેતુ છે.
ભાવબંધ તે એક સમયની પર્યાય થઈ, તેના નિમિત્તે નવું કર્મ બંધાણું તેનો ઉદય તો (ભવિષ્યમાં) ગમે ત્યારે આવશે. એ નવાકર્મ ભાવબંધનો હેતુ-કરનાર ક્યાંથી થાય? તેથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
પ્રવચન નં. ૮
ભાવબંધમાં નવાં કર્મ છે તે નિમિત્ત નથી. નવાં કર્મ નિમિત્ત ન થાય, જૂનાં કર્મ નિમિત્ત થાય. નવુ (કર્મ) તો કાર્ય થયું અને (ભાવબંધને) આને કારણ કહેવાય..પણ, નવાં કર્મનું કાર્ય છે તે કર્તા ન બને ને? એ કર્તા ક્યારે બનશે? ભવિષ્યમાં બનશે.
તો ભાવબંધનો નિમિત્ત કર્તા અત્યારે કોણ? જૂનાં કર્મનો ઉદય. આપણે મિથ્યાત્વનો પર્યાય લ્યો એટલે તરત જ સમજાય જાય. હવે જેને મિથ્યાત્વનો પર્યાય થાય છે તેને ભાવબંધ તો થઈ ગયો, હવે તેના નિમિત્તે (નવા) દર્શનમોહ કર્મ બંધાયા. ભાવબંધ નિમિત્ત અને નવાં કર્મ બંધાયા તે નૈમિત્તિક છે. (હવે નવાં કર્મ બંધાયા તે તો) નૈમિત્તિક છે તો (તે ભાવબંધનું) નિમિત્ત કેવી રીતે હોય? નિમિત્ત ન હોય. (નવાં કર્મ તે) નૈમિત્તિક તો નૈમિત્તિક જ હોય.
(શ્રોતા-આ ફરીથી જરા લ્યો.) મિથ્યાત્વના પરિણામને ભાવબંધને જ્યારે તમે નિમિત્ત કહો. ભાવબંધના નિમિત્તે જે નવ બંધાય તેનું નામ નિમિત્ત નથી. એનું નૈમિત્તિક છે. અને જૂનું બંધાયું છે તેનું નામ નૈમિત્તિક નથી–તેનું નામ તો નિમિત્ત જ છે. (નવો બંધ થયો તે) નૈમિત્તિક અને (ભાવબંધ છે) તે નિમિત્ત સમજી ગયા, હવે તમે ( જનાં કર્મ) એને નિમિત્ત કહો ત્યારે જ આ ભાવબંધનું નામ નૈમિત્તિક થાય. નૈમિત્તિક થયો-(ભાવબંધ) એટલે તે સાપેક્ષ થઈ ગયું. ન્યાયથી બેસી જાય તેવું છે. જરા અટપટુ છે. ગુરુદેવે તે સરસ બેસાડયું છે – (પ્રવચનમાં)
જુઓ ! મિથ્યાત્વની પર્યાય થઈ (તેના નિમિત્તે) દર્શન મોહ કર્મ બંધાયું તે નિમિત્ત છે કે નૈમિત્તિક ?! એ નૈમિત્તિક છે. જે સમયે બંધાયું તે સમયે ઉદયમાં ન આવે. ઉદય તો પછી (ભવિષ્યમાં) આવશે. તો આ (ભાવબંધ) નો તે કર્તા ક્યાંથી કહેવાય?! તો પછી અશુદ્ધ ઉપાદાન કર્તા પોતે છે અને તેનું નિમિત્તકર્તા જૂનાં કર્મ જ હોય. જૂનાં કર્મનું નામ નિમિત્ત છે. તે નિમિત્તના ઉદયમાં જોડાય છે. (ભાવબંધના) પરિણામ નવાં કર્મબંધમાં જોડાતાં નથી. નવાં તો હજુ અત્યારે બંધાણા છે તો તેના ઉદયમાં જોડાય ક્યાંથી ? એ નવાકર્મનું નામ હજુ નૈમિત્તિક જ છે-તેનું નામ નિમિત્ત નથી પડ્યું. ઉદયમાં આવે ત્યારે તેને નિમિત્ત કહેવાય, અને જે પરિણામ જોડાય તેને નૈમિત્તિક કહેવાય.
આપણે ચાલે છે બંધાવા યોગ્ય અને બંધન કરનાર. “બંધાવા યોગ્ય' તેમાં જીવ બંધાવા યોગ્ય છે કે પરિણામ બંધાવા યોગ્ય છે? શરૂઆત ત્યાંથી કરવી છે. કેમકે આ જે વાત છે (“બંધાવા યોગ્ય ') તે પરિણામની વાત છે.
આ જે પુણ્ય-પાપ-આસ્રવ-સંવર-નિર્જરા–બંધ અને મોક્ષ તે ભાવ અને દ્રવ્ય બબ્બે છે ને? તો હવે જીવ બંધાવા યોગ્ય છે કે પરિણામ બંધાવા યોગ્ય છે? પહેલી વાત તો એ લેવી જોઈએ કે-જીવ બંધાતો જ નથી. બંધાવાની એનામાં યોગ્યતા જ નથી. જીવ બંધાય જાય તેમ કોઈ કાળે બનતું જ નથી. કેમકે જીવ ત્રણેય કાળ મુક્ત જ છે. એ સ્વભાવથી જ મુક્ત છે. એક સમય માટે પણ તે બંધાય નહીં.
“બંધાવા યોગ્ય' તો કોણ બંધાય છે? એ પહેલાં નક્કી કરો પછી આગળ વધવું.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૯૭ બંધાવા યોગ્ય શબ્દ છે તો જીવ બંધાવા યોગ્ય છે કે પરિણામ બંધાવા યોગ્ય છે? કહેપરિણામ બંધાવા યોગ્ય છે. બેમાંથી પહેલી એક વાત નક્કી કરો અને પછી આગળ વધો.
હવે જીવ બંધાવા યોગ્ય નથી કેમકે જીવતો ત્રિકાળ મુક્ત છે. ત્રિકાળી દ્રવ્યને એક સમયમાત્ર પણ પર પદાર્થની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ લાગુ પડતો નથી. એ તો ત્રિકાળ મુક્ત છે માટે કદી બંધાતો જ નથી.
હવે “બંધાવા યોગ્ય’ શબ્દ વાપર્યો તો પરિણામ બંધાવા યોગ્ય છે. તો બંધાવા યોગ્ય છે તો કોણ બાંધે છે? બંધાવા યોગ્ય પરિણામ છે-જીવ બંધાવા યોગ્ય નથી. હવે તે પરિણામનો કોઈ બાંધનાર છે કે તે સ્વયં બંધાય છે? તેનો કોઈ બાંધનાર નથી. કેમકે બંધાવા યોગ્ય પરિણામની યોગ્યતાથી પરિણામમાં ભાવબંધ થાય છે. ભાવબંધનો કરનાર ત્રિકાળી દ્રવ્ય પણ નથી અને જડકર્મનો ઉદય પણ નથી.
પહેલા બંધતત્ત્વને ભૂતાર્થનયથી નિરપેક્ષ જાણો. મને અમદાવાદમાં પ્રશ્ન આવ્યો કેસાહેબ! આ તમે કહો છો ભૂતાર્થનવે નવ તત્ત્વને જાણતાં સમ્યકદર્શન થાય ? કહ્યું , થાય. (તો પ્રશ્ન થયો) કે-ભાવબંધને ભૂતાર્થનયે જાણતાં સમ્યકુદર્શન થાય ? મેં કહ્યું-હા, થાય. એ કેવી રીતે? આ જે ભાવબંધ છે તે બંધાવા યોગ્ય એની મેળે થાય છે. આત્મા એનો કર્તા નથી. ભાવબંધને આત્મા બાંધતો નથી. આહાહા! એવો નિરાળો આત્મા અકારકને અવેદક રહેલો છે. માટે એ બંધ તત્ત્વને પણ જો નિરપેક્ષ જાણે તો કર્તબુદ્ધિ છૂટીને અકર્તા જ્ઞાયકમાં આવે. સાક્ષાત્ જ્ઞાતા થઈ જાય.
ભાવબંધના બે પ્રકાર (૧) પરિણામમાં રાગ થાય તેને ભાવબંધ કહેવાય. (૨) રાગની એબુદ્ધિ તેને ભાવબંધ કહેવાય.
તો બંધાવા યોગ્ય કોણ છે? જીવ છે કે પરિણામ? જીવ તો બંધાતો જ નથી. એ વાત ચાલો કલોઝીંગ થઈ ગઈ. એ વાતને બંધ કરો. હવે પરિણામ બંધાવા યોગ્ય છે તો તેને જીવ બાંધે છે કે કર્મ બાંધે છે? એ ભાવબંધને બાંધે છે કોણ? કહે–નથી આત્મા બાંધતો કે નથી કર્મ બાંધતા. બંધાવા યોગ્ય તત્ સમયની યોગ્યતા તેની છે. એટલે તેની અંદર એ પ્રકારનો રાગ ઉત્પન્ન થયો છે, તેને તું નિરપેક્ષ જાણ ! તે સત્-અહેતુક છે.
વિભાવ સત-અહેતુક છે. મિથ્યાત્વના પરિણામ દર્શનમોહથી થતા નથી અને આત્માથી એ થતા નથી. એ ભાવબંધ બંધાવા યોગ્ય છે. મિથ્યાત્વના પરિણામ ભાવબંધ છે એ બંધાવા યોગ્ય તત્ સમયની યોગ્યતા છે બસ. એ ક્ષણિક ઉપાદાનથી થાય છે. “બંધાવા યોગ્ય તે પરિણામ છે તે નક્કી કર્યું.
“બંધન કરનાર' એ બીજો શબ્દ આવ્યો. જે કરનાર છે તે કરનાર છે. એ કરનાર અજીવતત્ત્વ છે-પુદ્ગલ તત્ત્વ છે-કર્મ તત્ત્વ છે. એને વ્યાપ્ય-વ્યાપક ભાવે બાંધે છે કે નિમિત્તનૈમિત્તિક ભાવે બાંધે છે? નિમિત્ત-નૈમિત્તિક ભાવે બાંધે છે એટલે નિમિત્ત કર્તા જૂનાંકર્મનો ઉદય અને ભાવબંધ ઉપાદાન કર્તા. ભાવબંધ સ્વયં ક્ષણિક ઉપાદાન કર્તા છે અને તેમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮
પ્રવચન નં. ૮ નિમિત્ત કર્તા જૂનાં કર્મનો ઉદય છે. નવાં કર્મ આને (નૈમિત્તિક ભાવબંધને) નિમિત્તે બંધાય છે. પણ એ નવા કર્મ (ક્ષણિક અશુદ્ધ ભાવબંધનો) તેનો કર્તા નથી; કેમકે તેનું નામ હજુ નૈમિત્તિક છે.
અહીંયા રાગ નિમિત્ત અને નવાં કર્મ બંધાય તે નૈમિત્તિક છે તે નવાંનો તો ઉદય આવતો નથી. જૂનાં કર્મનો ઉદય આવે છે-માટે ભાવબંધનું નિમિત્તકારણ જૂનાંકર્મ છે. બંધનો કરનાર-નિમિત્તકર્તા કોણ? કહે-જૂનાં કર્મનો ઉદય નિમિત્ત કર્તા.
હવે નિમિત્ત કર્તા બતાવ્યો તેમાં શું વીતરાગતા આવી ? કે-આત્મા અકર્તા છે એમ આવી ગયું-નિમિત્ત કર્તા નથી. ઉપાદાનપણે તો કર્તા નથી પણ નિમિત્ત કર્તાય નથી. કેમકે એકલો એકલો ભાવબંધરૂપે પરિણમતો નથી-તે પણ પરિણમન સ્વભાવવાળો હોવા છતાં એ ખૂબી છે. આત્માને પર્યાય અપેક્ષાએ જુઓ તો પરિણમન સ્વભાવ છે. પરિણમન સ્વભાવ છે માટે ભાવબંધ થાય છે એમ નથી. તો તો સિદ્ધને પણ થવો જોઈએ-પણ એમ નથી. તત સમયની યોગ્યતાથી ભાવો થાય છે–તેનો નિમિત્તકર્તા જૂનાંકર્મ છે. ભગવાન આત્મા નિમિત્તકર્તા નથી-એ તો જ્ઞાતા છે.
મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર-તે બન્નેમોક્ષ છે” “મોક્ષ થવા યોગ્ય' તે જીવ છે કે જીવના પરિણામ છે. કેમકે જીવતો ત્રિકાળ મુક્ત છે. “જીવ થવા યોગ્ય' તેમ ન હોય. પરિણામમાં થવા યોગ્ય હોય, દ્રવ્યમાં થવા યોગ્ય ન હોય. પરિણામે બંધ તથા પરિણામે મોક્ષતે બધું પરિણામમાં છે. થવાયોગ્ય, ઉપજને યોગ્ય તે બધા પરિણામના વિશેષણ છે, દ્રવ્યના વિશેષણ નથી. કેમકે દ્રવ્ય તો ત્રિકાળ મુક્ત છે.
આત્માનો મોક્ષ થયો! કેઃ ના, આત્માનો મોક્ષ થાય જ નહીં-તે ઉપચારનું કથન છે. હા, પરિણામનો મોક્ષ થાય છે. આત્મા તો ત્રિકાળ મુક્ત છે.
પ્રશ્ન - મોક્ષ થવા યોગ્ય જીવ છે કે જીવના પરિણામ ? ઉત્તર - જીવના પરિણામ. પ્રશ્ન - તો એ પરિણામ આત્મા એ કર્યા કે સ્વયં થયા? ઉત્તર - સ્વય થયા. પ્રશ્ન - એ તમે કોના આધારે કહો છો?
ઉત્તર – “થવાયોગ્ય’ શબ્દ વાંચ. કરવાથી થયા તેમ નથી લખ્યું. આત્મા કર્યા છે તેમ લખ્યું નથી. જેને જ્ઞાન ચક્ષુ ઉઘડી ગયા છે તે નવ તત્વને ભૂતાર્થનયે જાણે છે. અજ્ઞાની ભૂતાર્થનયે જાણી શકતો જ નથી. કેમકે કર્તા બુદ્ધિવાળો કે જ્ઞાતાબુદ્ધિવાળો ભૂતાર્થનયે જાણી શકે જ નહીં. તેને એકતાબુદ્ધિ છે સમજી ગયા. કર્તા બુદ્ધિમાં પણ એકતાબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિમાં પણ એકતાબુદ્ધિ છે. માટે મોક્ષ થવા યોગ્ય થાય છે-મોક્ષનો કરનાર આત્મા નથી.
હવે એ મોક્ષ થવા યોગ્ય થયો તેનું કાળ પરિમાણ છે. મોક્ષનું પણ કાળ પરિમાણ છે. એના સ્વકાળે મોક્ષ થાય છે. સ્વકાળે એટલે આ ત્રિકાળ દ્રવ્ય નહીં, પણ એની પર્યાયની જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૯૯ ક્ષણે ઉત્પત્તિ થાય તેને ભગવાન સ્વકાળ કહે છે. સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર, અકાળ અને સ્વભાવ. પરિણામનું નામ સ્વકાળ છે. એ થવા યોગ્ય થાય છે-તેના સ્વકાળે થાય છે. એનો કોઈ કરનાર નથી.
- હવે મોક્ષ છે તે વિભાવ છે. મોક્ષ પણ વિભાવ છે વિભાવમાં કોઈને કોઈ નિમિત્ત હોય. અગુસ્લઘુગુણની પર્યાય કે અસ્તિત્વગુણની પર્યાયમાં કોઈ નિમિત્ત નથી. કેમકે એ પર્યાય સ્વાભાવિક છે. ત્રિકાળ સ્વાભાવિક હોં!! અગુરુલઘુગુણની પર્યાયને કર્મનો સંબંધ થયો અને પછી કર્મનો સંબંધ છૂટયો તેવું લાગુ પડતું નથી. જ્યારે જ્ઞાન-દર્શન-ચારિત્રના જે પરિણામ થાય છે તે વિભાવ છે તેથી તેને કર્મનો સદભાવ નિમિત્ત છે. અને ત્રણેય પર્યાય ક્ષાયિક થઈ જાય તો તેને કર્મનો અભાવ નિમિત્ત છે. માટે અહીં નિમિત્તનું જ્ઞાન કરાવે છે.
આહા...હા! નિમિત્તનું જ્ઞાન કરાવ્યું તેમાં આત્મા અકર્તા (અકારણ) હાથમાં આવી ગયો. નિમિત્તકર્તાના જ્ઞાનમાં આત્મા અકર્તા દ્રષ્ટિમાં આવી ગયો. જ્યાં સુધી તમે નિમિત્તકર્તાને જ્ઞાનમાં નહીં લ્યો ત્યાં સુધી પોતાને નિમિત્તકર્તા માનશો કે આત્મજ્ઞાન આત્માથી થાય છે. આત્મજ્ઞાન સ્વયં થાય છે આત્મા તેમાં નિમિત્ત નથી તેમ તેને નહીં લાગે.
આહાહા ! મોક્ષ થવા યોગ્ય થાય છે. ધર્મના પરિણામ થવા યોગ્ય થાય છે. સમ્યકદર્શન થવા યોગ્ય થાય છે. આહાહા! તેનો કરનાર આત્મા નથી. શ્રી ગુરુ દાતા નથી તો પર તો ક્યાંથી દાતા હોય? ૧૩ મી ગાથા એટલે અધ્યાત્મની પરાકાષ્ટા.
થવા યોગ્યમાં જ્ઞાતા થઈ ગયો. હું જાણનાર છું હું કરનાર નથી. વર્તમાન વર્તતા જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે. બીજું કાંઈ જણાતું નથી. કરનાર એટલે કર્મનો અભાવ નિમિત્તકર્તા. મોક્ષ થતાં આઠેય કર્મનો અભાવ થઈ ગયો ને!? તેને કરનાર-હેતુ કહ્યો. તે બન્ને મોક્ષ છે.” એક ભાવમોક્ષ અને એક દ્રવ્ય મોક્ષ. એમાં પણ જૂનાં કર્મ આવ્યા. દ્રવ્યમોક્ષ જૂનાં કર્મનો થાય કે નવાંનો?! નિર્જરા જૂનાની થાય કે નવાંની? મોક્ષ થયો એટલે જૂનાં કર્મ બધા ખરી ગયા. મોક્ષમાં નિમિત્ત કોણ હોય ? જૂનાંકર્મ હોય કે નવાકર્મ? જુના કર્મ હોય નવાં કર્મ ન હોય.
પ્રવચન નં. ૯
ગાથા-૧૩ તા. ૧-૧૨-૮૯ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનો પૂર્વરંગ-જીવ અધિકાર છે. તેની તેરમી ગાથા છે. આ ગાથામાં આચાર્યભગવાન એમ કહે છે કે-શુદ્ધનયથી નવ તત્ત્વને જાણતાં સમ્યકદર્શન થાય છે. અશુદ્ધનયથી એટલે કે વ્યવહારનયથી નવ તત્ત્વને જાણતાં સમ્યક્દર્શન પ્રગટ થઇ શકતું નથી. એમાં નિયમ નથી, જ્યારે આમાં તો નિયમ છે.
આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનથી” એટલે શુદ્ધનયથી જાણે સમ્યકદર્શન જ છે. (એ નિયમ કહ્યો.) આ ત્રિકાળ અબાધિત નિયમ છે. નવ તત્ત્વને કેવળ જાણે તો સમ્યકદર્શન ન થાય. નવ તત્ત્વમાંથી શુદ્ધનયનો વિષય (કાઢે તેને સમ્યક્દર્શન થાય.) વ્યવહારનયના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧OO.
પ્રવચન નં. ૯ વિષયમાં જ નિશ્ચયનયનો વિષય ગર્ભિત રહેલો છે-તેને નિશ્ચયનય વડે જો કાઢે તો તેને જરૂર સમ્યફદર્શન થાય.
કારણકે તીર્થની (વ્યવહારધર્મની) પ્રવૃત્તિ અર્થે” એટલે કે નવના ભેદના જ્ઞાનની પ્રવૃત્તિ અર્થે, “અભૂતાર્થ (વ્યવહાર) નયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો ” “તત્ત્વો' એ બહુવચન છે. વ્યવહારનય નો વિષય તે બહુવચનનું વાક્ય છે એમાં, જ્યારે શુદ્ધનયનો વિષય તે એકવચન છે. તેનું (વાચ્ય) ત્રણેકાળ એકજ હોય તેમાં બે ન હોય. હવે તે નવ તત્ત્વોના નામ આવે છે કે....
જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંઘ અને મોક્ષ છે”—એમાં જે “જીવ” છે તે દસ પ્રકારના પ્રાણથી જીવે છે તેવ્યવહારજીવ લેવો. અહીં સામાન્ય જ્ઞાયકભાવ તે જીવ ન લેવો-તે ભૂતાર્થનયનો વિષય છે. અહીં તો જે અભૂતાર્થ નયનો વિષય છે-પર્યાય છે તે વ્યવહાર જીવ લેવો. વ્યવહારજીવમાં શું લેવું? જે દસ પ્રકારના પ્રાણથી જીવે તે વ્યવહાર જીવ છે. નર-નારક આદિ પર્યાયો થાય છે તે પણ વ્યવહાર જીવ છે. વ્યવહારનયના વિષયભૂત જે જીવ અને વ્યવહારનયના વિષયભૂત જે અજીવ (આદિ)-તેમ શાસ્ત્રમાં આવે છે.
અહીં આસ્રવ પછી સંવર લીધું તેનું કારણ ખૂબજ મહત્વનું છે. તત્ત્વાર્થસૂત્ર તે વ્યવહારનયનું શાસ્ત્ર છે તેથી તેમાં આસ્રવપૂર્વક બંધ આવે છે. વળી ત્યાં પદાર્થની સિદ્ધિ કરવી છે. પ્રયોજનની સિદ્ધિ કરવા માટે આસ્રવપૂર્વક બંધ ન થાય, પરંતુ આમ્રવના નિરોધપૂર્વક સંવર થાય છે. બન્ને વાતમાં; આટલો મોટો ફેર છે-શબ્દ રચનામાં.
આચાર્ય ભગવાને લખ્યું છે કે જે સમયસાર વાંચશે તેને આસ્રવપૂર્વક બંધ નહીં થાય; તેને આસવના-( મિથ્યાત્વના અભાવપૂર્વક સંવરની દશા થશે તેવું સમયસારમાં નિમિત્તપણું છે.
તત્ત્વાર્થસૂત્રમાં કામ શું છે કે-આસ્રવપૂર્વક બંધ થાય છે. કારણ કે તે વ્યવહારનયનું શાસ્ત્ર છે. તે પર્યાયનયની મુખ્યતાથી છે. તેમાં જાણવાનો વિષય છે–એટલે કે પરદ્રવ્યથી જુદું પાડવા માટે ત્યાં પદાર્થની સિદ્ધિ કરી છે. શુદ્ધાશુદ્ધ પર્યાયોનો પિંડ તેને જીવ દ્રવ્ય કહેવામાં આવે છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પણ આ પ્રકારે છે. જ્યારે અહીંયા અધ્યાત્મશાસ્ત્રમાં આસ્રવ અનાદિનો હોય, (તો પણ) આસ્રવના અભાવપૂર્વક સંવર થઇ જાય.
જે કોઇ આ તેરમી ગાથા વાંચશે તેને આસ્રવપૂર્વક બંધ નહીં થાય. તેને આસ્રવના અભાવપૂર્વક સંવર થશે. કેમકે નવ તત્ત્વમાંથી તે શુદ્ધનયવડ પોતાના નિજ શુદ્ધાત્માને અલગ તારવી લેશે અને સમ્યકદર્શન પ્રગટ કરી લેશે. સમ્યકદર્શન પ્રગટ થયું તો મિથ
મિથ્યાત્વ નામના આસવનો અભાવ થયો, અને મિથ્યાત્વના અભાવપૂર્વક સંવરની દશા પ્રગટ થઈ ગઈ –તે સમ્યકદર્શન છે. સમ્યક્દર્શન પૂર્વે તો મિથ્યાત્વ હતું-એટલે આસ્રવ હતો. તે આસવના નિરોધપૂર્વક સંવર પ્રગટ થાય છે. માટે (સમયસારમાં) નવ તત્ત્વોનો ક્રમ આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
રીતે કહ્યો.
૧૦૧
બીજું મિથ્યાત્વ, અવિરત, (અવિરમણ ) કષાય ને યોગ તેમ ચાર પ્રકારના આસ્રવો છે. હવે જે યોગ નામનો આસ્રવ છે તેમાં પુણ્ય પાપ આવતા નથી માટે બે શબ્દો જુદા લખ્યાં છે. પુણ્ય-પાપ જુદા કરે ત્યારે નવ તત્ત્વ સિદ્ધ થાય છે-તે બરાબર જ છે. કોઇ જગ્યાએ કુંદકુંદદેવે પોતે સાત તત્ત્વ કહ્યાં છે અને અહીં નવ તત્ત્વ કહ્યાં છે તે બરાબર છે. નવ તત્ત્વને નવપદાર્થમાં કાંઇ ફેર નથી. બન્ને એક જ વાત છે.
-
“સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે તેમનામાં એકપણું ” જુઓ ! આ છે વ્યવહારનયનો વિષય. તેમનામાં અનેકપણું તેમ નથી લખ્યું. અનેક પોતે સમ્યક્દર્શનનો વિષય નથી. અનેક છે તે જ્ઞાનનો વિષય છે. જાણવાનો વિષય છે. અનેકપણું તે પર્યાય છે, અને પર્યાય છે તે આશ્રય કરવા યોગ્ય નથી. પર્યાયમાં ઉત્પાદ-વ્યયની મધ્યમાં રહેલો ધ્રુવ પરમાત્મા તે આશ્રય કરવા યોગ્ય છે. માટે તેમનાંમાં એકપણું પ્રગટ કરનાર કહ્યું. વ્યવહારનય અનેકપણું પ્રગટ કરે છે, અને નિશ્ચયનય તો એક શુદ્ધાત્માને જ પ્રગટ કરે છે. નવના સ્વાંગ શુદ્ધાત્મામાં નથી. નવ તત્ત્વની અસ્તિ, પણ મારામાં તેની નાસ્તિ, તેવી મારી અસ્તિ, તેનો અનુભવ તેનું નામ મસ્તિ.
“તેમનામાં એકપણું પ્રગટ કરનાર, ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરી, ” એકપણું પ્રગટ કરનાર તેમજ એકપણું પ્રાપ્ત કરી તેમ ‘એકવાર’ બે વખત શબ્દ આવ્યો. હવે કહે છે –પ્રગટ કરનાર કોણ છે? કેઃ શુદ્ધનય. હવે જ્યારે શુદ્ધનય એકને પ્રગટ કરે છે ત્યારે એકપણું પ્રાપ્ત થઈ ગયું. તેમનામાં એટલે નવમાં એકપણું પ્રગટ કરનાર. એક છે તેને પ્રગટ કોણ કરે છે? –શુદ્ઘનય. જ્યાં શુદ્ધનયે એકને પ્રગટ કર્યો ત્યાં એકની પ્રાપ્તિ થઈ ગઈ. અભૂતાર્થનય નવને પ્રગટ કરતી હતી તો તેમાં એક શુદ્ધાત્માનો અનુભવ થતો ન હતો. પણ ભૂતાર્થનયે જ્યાં એકને પ્રગટ કર્યો ત્યાં શ્રદ્ધાએ તેને પકડી લીધો-ત્યાં આત્મા પ્રગટ થઇ ગયો બસ.
તેમનામાં એકપણું પ્રગટ કરનાર એમ! પ્રગટ થના૨ તો આત્મા છે. પ્રગટ કરનાર શુદ્ધનય છે. શું કહ્યું ? ફરીથી-પ્રગટ થનાર તો આત્મા છે અને તેને પ્રગટ કરનાર શુદ્ઘનય છે– ભૂતાર્થનય છે. હવે ભૂતાર્થનયે જ્યાં એક શુદ્ધાત્માને પ્રગટ કર્યો ત્યાં જ્ઞાન અને શ્રદ્ધાએ પકડી લીધો. શુદ્ધનયે એકને પ્રગટ કર્યો તો શ્રદ્ધાએ તેને ગ્રહણ કરી લીધો. જાણેલાનું શ્રદ્ધાન થઈ ગયું. શુદ્ધનયથી જાણ્યું કે આ હું છું તો-જ્ઞાયકમાં અહમ થયું અને તરત જ પ્રગટ કરી દીધો. પ્રગટ કરનાર શુદ્ઘનય, પ્રગટ થનાર શુદ્ધાત્મા; અને તેમાં એકપણું પ્રાપ્ત કરી– ‘એકો અહમ્.’
“શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ - કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે - તેની પ્રાપ્તિ હોય છે.” આહા! પાછું ફરીથી કહે છે જુઓ! શુદ્ધનયના વિષયભૂત શુદ્ધાત્મા તેની જે અનુભૂતિ; તેમાં સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય લઈ લેવા. અનુભૂતિમાં મુખ્ય સમ્યક્દર્શન છે કે-જેનું લક્ષણ આત્મખ્યાતિ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨
પ્રવચન નં. ૯ આ અનુભૂતિનું લક્ષણ શું છે? કહે આત્માની ખ્યાતિ. એટલે આત્માની ઉપલબ્ધિ તેની પ્રાપ્તિ છે. તેની એટલે એકની-શુદ્ધાત્માની પ્રાપ્તિ હોય છે.
(શુદ્ધનયથી નવ તત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ કહ્યો છે.) ઉપરમાં જે કૌંસમાં નિયમ કહ્યો છે - તેનો ખુલાસો કરે છે. અશુદ્ધનયથીવ્યવહારનયથી નવ તત્ત્વને જાણતાં અનંતકાળ ગયો, પણ શુદ્ધનયથી નવમાંથી એકને ન જાયો. જેમ સુવર્ણપાષાણ છે તેમાં જ સુવર્ણ છૂપાયેલું છે-તેમ આ નવ તત્ત્વો છે તે પાષાણની જગ્યાએ છે. તેમાં શુદ્ધાત્મા છૂપાયેલો છે-તેને શુદ્ધનય વડ બહાર કાઢે છે. છે..તો.. પ્રગટ, પણ નવના પ્રેમમાં પડેલો એકને જોઇ શકતો નથી, તેથી તેને તિરોભૂત થઈ ગયો છે. નવની રુચિવાળો આત્મા, એકની રુચિ કરી શકતો નથી. નવની રુચિ છોડીને જ્યાં એકની રુચિમાં જાય છે ત્યાં તેને શુદ્ધાત્માની પ્રાપ્તિ અવશ્ય થાય છે. નિયમ છે-“તે હેતુથી નિયમ કહ્યો.'
પ્રશ્ન - અશુદ્ધનયથી નવતત્ત્વને કેવી રીતે જાણે છે?
ઉત્તર - આ જીવ છે,આ અજીવ છે તેમ એક-એકને કર્મ જાણવાથી વિકલ્પની ઉત્પતિ થાય છે. તેમાં નિર્વિકલ્પ ધ્યાન કદી આવતું નથી. કેમકે આ જીવ છે-આ જીવનું લક્ષણ છે, આ અજીવ છે આ અજીવનું લક્ષણ છે, આ પુણ્ય-પાપ છે અને આ તેનું લક્ષણ છે, આ આસ્રવ છે અને તેનું લક્ષણ છે, આ સંવર છે અને આ તેનું લક્ષણ છે, આ નિર્જરા છે આ તેનું લક્ષણ છે, આ બંધ છે અને આ તેનું લક્ષણ છે, આ મોક્ષ છે અને આ તેનું લક્ષણ છે આમ ક્રમે ક્રમે જાણવાથી વિકલ્પની ઉત્પત્તિ થાય છે અને તે ઈન્દ્રિયજ્ઞાન છે. ઈન્દ્રિયજ્ઞાન છે તે નવને ક્રમથી જાણે છે. નવના આશ્રયથી નિયમથી રાગી પ્રાણીને રાગની ઉત્પત્તિ થાય છે. જ્યાં સુધી વિકલ્પની ઉત્પત્તિ થાય છે ત્યાં સુધી નિર્વિકલ્પ ધ્યાનની ઉત્પત્તિ થતી નથી. જ્યારે એકને જાણે છે ત્યારે વિકલ્પ ઉત્પન્ન થતો નથી. નિર્વિકલ્પ ધ્યાન ઉત્પન્ન થાય છે. અનેકને જાણવાથી રાગની પ્રગટતા થાય છે. એકને જાણવાથી વીતરાગ ભાવની પ્રગટતા થાય છે.
પ્રશ્ન - અશુદ્ધનયથી નવ તત્ત્વને જાણતાં એટલે પરિણામથી સહિત નવ તત્ત્વનું જાણવું થયું તે અશુદ્ધનયથી જાણવું છે. હવે શુદ્ધનયથી નવ તત્ત્વને જાણ્યા...તો, નવ તત્ત્વથી ભિન્ન શુદ્ધાત્માને જાણ્યો તેમ લઈ શકાય?
ઉત્તર: – લઈ શકાય, પરિણામીમાંથી અપરિણામીને કાઢયો તેમ. કારણકે જે પરિણામ છે. તે કથંચિત તે રૂપે પરિણમે છે – પરિણમે છે તો પરિણામી લઈ શકાય છે. પરિણામમાંથી પણ અપરિણામીને કાઢવો અને પરિણામીમાંથી પણ અપરિણામીને કાઢવો. પરિણામમાંથી કે પરિણામીમાંથી ત્રિકાળી જીવને કાઢવો. પરિણામ અને પરિણામી તે બન્ને અશુદ્ધનયનો વિષય છે. આત્મા કથંચિત્ નવરૂપે-બંધ-મોક્ષરૂપે પરિણમે છે તે પણ વ્યવહારનયનો વિષય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૦૩ પરિણામમાં શું છે? કહે – પરિણામની સાથે – સાથે અન્વયરૂપ આત્મા જ રહે છે. આસ્રવ-બંધરૂપ જે પર્યાયો છે – ઉત્પાદ્દવ્યયની સાથે-સાથે જ ધ્રુવ તત્ત્વ રહે છે. પરિણામીઅપરિણામી સાથે રહે છે. પ્રયોજન તો શુદ્ધનયથી અપરિણામીને કાઢવાનું છે.
જીવના સામાન્ય સ્વભાવથી જુઓ તો તે નવરૂપે પરિણમતો જ નથી. સોનું ભલે પાષાણના સંયોગમાં છે તો પણ તે પાષાણરૂપ પરિણમતું જ નથી. પોતાના નિજ ભાવને છોડતું નથી અને પરભાવને ગ્રહણ કરતું જ નથી. પણ, વ્યવહારનયથી એટલે પર્યાયનયની દષ્ટિથી જોવામાં આવે તો, પર્યાયની સાપેક્ષતાથી દ્રવ્યને જોવામાં આવે તો પરિણામી છે. હવે જે પરિણામી છે તેમાંથી અપરિણામીને કાઢવો. પરિણામ હો...કે પરિણામી હો....બન્નેમાંથી અપરિણામીને કાઢવો તે પ્રયોજન છે.
શુદ્ધનયથી નવ તત્ત્વને જાણવાથી સમ્યકદર્શન થાય છે તેથી આ નિયમ કહ્યો. આ વાત જગતના કોઈ જીવો જાણતાં નથી. નવ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યક્દર્શન તે વાતશ્વેતામ્બર-સ્થાનકવાસી અને દિગમ્બરોમાં બધું ચાલે છે.
નવ તત્ત્વ વ્યવહારનયનો વિષય છે તેથી અભૂતાર્થ છે. અભૂતાર્થ એટલે આત્માના સ્વભાવમાં તેનો અભાવ છે. નવ તત્ત્વનું તે ખરેખર મિથ્યાત્વ છે. કેમકે જે આત્મા નથી તેને આત્મા માન્યો તે મિથ્યાત્વ થઈ ગયું. બંધની પર્યાય આત્મા નથી અને મોક્ષની પર્યાય પણ આત્મા નથી. નવ તત્ત્વને જાણી તેનું શ્રદ્ધાન કરી લીધું તેથી મિથ્યાત્વનો દોષ આવ્યો.
નવ તત્ત્વને જાણીને તેમાંથી શુદ્ધનય વડે શુદ્ધાત્મા કાઢે તો તેને સમ્યકદર્શન થાય. હવે નવના યથાર્થ જ્ઞાનને વ્યવહાર કહેવાય. (એકને જાણવાનું છોડીને) નવને જાણતો હતો તો મિથ્યાત્વનો દોષ લાગતો હતો. (એકને જાણ્યા) પછી નવને જાણે તો વ્યવહાર છે.
એકને જાણે તે નિશ્ચય અને નવને જાણે તે વ્યવહાર. નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં આખું પ્રમાણજ્ઞાન પ્રગટ થાય છે. હવે પ્રમાણજ્ઞાનનો જે અંશ આત્માને જાણે છે તે નિશ્ચયનય છે. પ્રમાણજ્ઞાનનો બીજો અંશ પ્રગટ થયો તે નવના ભેદને; થવા યોગ્ય થાય છે – જેમ છે તેમ જાણે છે. નવને જાણવા છતાં તેમાં અહમ્ થતું નથી. આત્માને જાણે છે અને જાણેલાનું શ્રદ્ધાન થયા કરે છે. સમ્યક્દર્શન થયા પછી શ્રદ્ધાન એકનું અને જાણપણું બેનું - જાણવાના વિષયને જાણે છે.
- વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે પણ હવે તેને આદરેલો કદી પ્રયોજનવાન થતો નથી –આ વાતમાં મર્મ છે. અનુભવ પહેલાં જાણતો હતો (નવને) તે મિથ્યાત્વ હતું. અનુભવ પછી જાણે છે તો તે વ્યવહાર છે. કેમકે-આત્માને જાણતાં-જાણતાં જાણે છે. સ્વમાં અહંબુદ્ધિ છે માટે પરિણામમાં અહંબુદ્ધિ થતી નથી. હવે તે પરિણામને ભિન્નપણે જાણે છે. પરદ્રવ્ય પણે જાણે છે.
આહા ! આ પ્રગટ થતાં ભાવો મારા નથી. તેની સાથે સ્વ-સ્વામી સંબંધ છૂટી ગયો છે. નિશ્ચયનયે તો સમ્યક્દર્શનની સાથે પણ સ્વસ્વામી સંબંધનો અભાવ છે–કેમકે નાશવાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪
પ્રવચન નં. ૯ સાથે સ્વસ્વામી સંબંધ ન હોય. જો નાશવાન સાથે નિશ્ચયથી સ્વસ્વામી સંબંધ માને તો પોતાનો નાશ થઈ ગયો. બીજા સમયે પોતાનું અસ્તિત્વ જ ન રહ્યું! કેમકે જેને સ્વ માન્ય તેની સાથે એકત્ર થઈ ગયું. હવે પર્યાય નો તો નાશ થાય છે – તો સામાન્યનો પણ નાશ થઈ જશે. માટે નિશ્ચયનયે તો સ્વસ્વામી સંબંધ જ્ઞાયકની સાથે જ છે – તેમ શ્રદ્ધામાં કાયમ રાખવું. વ્યવહારનયે જોવામાં આવે તો નિશ્ચય રત્નત્રયના પરિણામની સાથે કથંચિત્ સ્વા
સ્વામી સંબંધ છે-તેમાં કોઈ દોષ આવતો નથી. વ્યવહાર શબ્દ લગાડયોને? વ્યવહારે છે અને નિશ્ચયે નથી.
સ્વસ્વામી સંબંધની વાત એકદમ અલૌકિક બહાર આવી છે. કાલાન્તરે પણ જીવ શ્રધ્ધાથી ચુત ન થાય, તેમાં ક્ષાયિક સમ્યફદર્શન થાય. મારું સ્વ તો જ્ઞાયક જ છે. આ જગતમાં બીજું કોઈ મને મારું સ્વ દેખાતું નથી. કહે-આ સમ્યક્રદર્શનની પર્યાય પ્રગટ થઈ ને તે ? આનંદની પર્યાય પ્રગટ થઈને તે ? તો કહે છે-જે પ્રગટ થાય છે તે મને પરદ્રવ્ય છે/જ્ઞાન કહે છે- હું અત્યારે શ્રદ્ધાની વકીલાત કરું છું.
જ્ઞાન અત્યારે શ્રદ્ધાના પક્ષમાં આવીને વાત કરે છે. આ પ્રગટ થતી પર્યાય મને પદ્રવ્ય છે. સમ્યક્દર્શન પરદ્રવ્ય છે. હવે જ્ઞાન જ્યારે વ્યવહારમાં આવીને વાત કરે છે ત્યારે કહે છે કે-જીવનાં પરિણામ જીવથી અનન્ય છે. આ અનુભૂતિ તે આત્મા છે. આ કોઇ અલૌકિક ચમત્કારીક વાત છે. જ્ઞાન જેમ છે તેમ જાણે છે. ચિત્તસ્વરૂપ જીવતો ચિત્તસ્વરૂપ જ છે. તે નવપક્ષ કરતું નથી.
કોર્ટમાં એક જ વકીલ જેણે બીજાનું ખૂન કર્યું છે તેને બચાવવા કેસ લડે. એજ વકીલ બીજા કેસમાં ખૂનીને જેલ અપાવવા લડે. એક જ દિવસે એક વકીલ પરસ્પર વિરુદ્ધ જુદા જુદા કેસમાં બન્ને દલીલ કરી શકે છે. એક જ વકીલ ખૂનીને બચાવવાનો કેસ લડે ત્યારે કહેસાહેબ! તે ખૂની છે તેથી તેને જન્મટીપની સજા થવી જોઈએ. બે કેસ જુદા જુદા, બે વ્યક્તિ જુદી જુદી, બન્નેના દોષ જુદા જુદા તેવા કેસ લડે છે.
તેમ અહીંયા જ્ઞાનની પર્યાય છે તે વકીલ છે. તે જ્યારે શ્રદ્ધાના પડખેથી દલીલ કરે છે. ત્યારે કહે છે–પર્યાય મારાથી સર્વથા ભિન્ન છે. પર્યાય મને અડતી જ નથી. હવે તે જ જ્ઞાન પ્રવચનસાર ૧૭ર ગાથાના વીસમાં બોલમાં-પર્યાય છે તેજ આત્મા છે. આ કામ જ્ઞાનનું છે-શ્રદ્ધાનું કામ નથી હોં !
જ્ઞાન વકીલાત કરે છે-જ્ઞાનની પર્યાય છે તે જ આત્મા છે, તેટલો જ આત્મા છે કેમકે જ્ઞાનથી અનન્ય છે. સમ્યકદર્શન આત્માથી ભિન્ન છે કે અભિન્ન? તો કહે છે
અભિન્ન છે. હવે જ્યારે શ્રદ્ધાના પક્ષમાં આવે છે તો કહે છે-આત્મા મોક્ષની પર્યાયથી ભિન્ન છે. જ્ઞાનમાં સમ્યકદર્શનથી અભિન્ન કહે અને શ્રદ્ધામાં મોક્ષથી આત્માને ભિન્ન કહેઆનું નામ સ્યાદ્વાદ છે.
સ્યાદ્વાદ કેવો છે? જેવું સ્વરૂપ છે તેવું જાણે છે. એવું જાણે અને જ્યારે તેને જે પ્રકારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૦૫
પ્રતિપાદન કરવું હોય ત્યારે એમ જ કરે. (શ્રોતા- ભાઈ ! તમે પણ હાથમાં જે કેસ આવે છે તેનું બરોબર પ્રતિપાદન કરો છો) એમ જ્ઞાન જેના પક્ષે વાત કરે છે ૧૦૦% તેમ છે તેમ કહે.
–
આહા! ધ્યેયપૂર્વક શેય થાય છે ને!? જ્ઞાન બધું જાણે છે- કથંચિત્ રહિત પણ છે અને કથંચિત્ સહિત પણ છે. જે જ્ઞાન સર્વથા રહિત કહે છે તે જ કહે છે કે – કચિત્ સહિત છે. જ્ઞાન કહે છે ધ્યાન દઇને સાંભળો બરાબર સર્વથા સહિત હું કહેતો નથી. કેમકે સમ્યગ્દર્શનથી સર્વથા સહિત હોય તો, તો...પર્યાયનો તો ઉત્પાદ-વ્યય, ઉત્પાદ-વ્યય થયા જ કરે છે – તો આત્માનો નાશ થઈ જાય. આહા..હા! આ જૈનદર્શન છે.
–
જો કથંચિત્ શબ્દ કાઢી નાખે તો ગોટાળો થઈ જાય-કંચિત્માં તો મર્મ છે. –શ્રદ્ધાના વિષયમાં સ્થંચિત્ લગાડે તો ગોટાળો થાય, અને જ્ઞાનના વિષયમાં કથંચિત્ ન લગાડે તો પણ ગોટાળો થાય. હવે એ સમજવું જોઈએ કે જ્ઞાન અત્યારે શ્રદ્ધાની બાજુથી વાત કરે છે કે જ્ઞાનની બાજુથી બોલે છે. તેના હાથમાં અત્યારે કયો કેસ છે તે સમજણમાં આવી જાય તો અવિરોધ વાત છે – તેમાં વિરોધ નથી.
હવે શ્રદ્ધાનો કેસ જ્યારે હાથમાં હોય ત્યારે પર્યાય અડતી નથી, સ્પર્શતી નથી, સર્વથા ભિન્ન છે-પર્યાયનો આત્મામાં અભાવ છે. પર્યાય પરદ્રવ્ય છે તેથી (ધ્રુવમાં) છે જ નહીં, તે અવિધમાન છે. જ્ઞાનના હાથમાં અત્યારે કયો કેસ છે-નિશ્ચયનો કે વ્યવહારનો બસ.
જ્ઞાન જ્યારે વ્યવહારની વાત કરે ત્યારે બરાબર કરે. પર્યાય દ્રવ્યથી અનન્ય છે. અનન્ય ન થાય તો અનુભૂતિ નહીં થાય. અનુભૂતિ નહીં થાય તો-શ્રદ્ધા નહીં થાય. અનુભૂતિના કાળમાં શ્રદ્ધા પ્રગટ થાય છે. અનન્યમાં અનુભૂતિ થાય છે અને અનુભૂતિમાં સમ્યગ્દર્શનનો જન્મ થાય છે. અન્ય વખતે જ અનન્ય થઈ જાય છે. અન્ય છે એમ શ્રદ્ધામાં આવતાં અનન્ય થઈ જાય છે. અનન્ય થાય છતાં અન્ય રહે છે- એ જૈનદર્શનનો મર્મ છે.
આહા..હા! જ્યારે (શુદ્ધ પર્યાયથી ) અનન્ય થાય છે ત્યારે અનુભૂતિ થાય છે. અન્ય રહે ત્યાં સુધી અનુભૂતિ થતી નથી. દ્રવ્ય અહીંયા અને પર્યાય ત્યાં એમ નથી. (બન્ને જુદાજુદા નથી ) એટલે કે અનન્યના કાળમાં અનુભૂતિ થાય છે; અને અનુભૂતિના કાળમાં શ્રદ્ધા પ્રગટ થાય છે-કે-હું પર્યાયથી અન્ય છું. આહાહા...! શ્રદ્ધા અન્યની છે જ્ઞાન અનન્યનું થઈ જાય છે. સમય એક છે.
અત્યારે જ્ઞાન કોનો કેસ હાથમાં લ્યે છે... શ્રદ્ધાનો કેસ ચાલે છે કે જ્ઞાનનો કેસ ચાલે છે–બસ તેમાં મર્મ છે. તેના હાથમાં જેનો કેસ છે તેને બરાબર લડે છે હોં!
જ્ઞાન શ્રદ્ધાને એમ કહે છે કે-તું સર્વથા ભિન્ન કહે છે તે બરાબર છે; પણ જો તું સર્વથા જ્ઞાનમાં લગાડીશ તો અનુભૂતિ નહીં થાય. શ્રદ્ધા કહે છે-હું તારા પક્ષમાં નથી આવતી. હું તો સર્વથા ભિન્નમાં જ રહું છું, અને તું તારામાં રહે બરાબર છે. જ્ઞાન શ્રદ્ધાને કહે છેતને મુબારક હો! પણ તું મારા વિષયમાં ડખલગીરી કરીશ નહીં. હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૦૬
પ્રવચન નં. ૯
અનન્ય કહું તો તું ડખલ કરીશમાં. જ્ઞાન કહે છે – તું મને ક્યાં નડે છે. જ્યારે હું અનન્યને કહીશ ત્યારે અનુભૂતિ થશે અને ત્યારે તારો (શ્રદ્ધાનો ) જન્મ થશે.
શ્રદ્ધા કહે છે- તારે જેમ કરવું હોય તેમ કર, મારાથી તો પર્યાય અન્ય જ છે. હું તેમાં એકની બે થવાની નથી. હું વિચલિત નહીં થાઉં; એમ શ્રદ્ધા કહે છે.
હવે જ્ઞાન શ્રદ્ધાને કહે છે – જ્યારે હું તારા પક્ષમાં તો આવું છું ને ત્યારે હું અન્ય જ કહીશ, પણ અત્યારે હું જ્ઞાનના પક્ષમાં છું- તારા પક્ષમાં તો ઉભો છું, તારા પક્ષમાંથી ખસી નથી ગયો; પણ તારા કરતાં મારો વિષય વધારે છે તેથી હું અનન્ય કહું છું.
આ બહુ સમજવા જેવી રહસ્ય ભરેલી વાત છે. જ્યારે જ્ઞાન કથંચિત્ અનન્ય કહે છે ત્યારે શ્રદ્ધા વચ્ચે આવતી નથી. અને જ્ઞાન પણ શ્રદ્ધાની પડખે ઉભું છે. તે કાયમ ટેકો આપે છે–તું સાચી છો; પણ જ્યારે હું આમ જોઉં છું–એટલે જ્ઞાનને જોઉં છું, તો અનન્યપણું કથંચિત સત્યાર્થ છે. ( શ્રદ્ધાને ) તને સર્વથા સત્યાર્થ કહું છું મને કથંચિત્ સત્યાર્થ કહું છું. તારી પડખે હું અડીખમ ઉભો છું પણ આ બાજુ જોઉં છું ત્યારે અનન્ય થાય છે-અનુભૂતિ થાય છે; તેથી હું લાચાર છું.
મારામાં જ્ઞાનમાં અન્યોન્ય છે. જ્ઞાનમાં અન્ય હોવા છતાં અનન્યપણે જ્ઞાન થાય છે, તેવું પણ મને જ્ઞાન જણાય છે, તેની હું ના કેવી રીતે પાડી શકું?! હું (અનન્યનો ) નિષેધ નહીં કરું. જો હું નિષેધ કરીશ (અનન્યનો ) તો અનુભૂતિ નહીં થાય.
આ રહસ્યમય અંદરની ઊંડી વાત છે. જ્ઞાન પ્રમાણિક છે જેમ છે તેમ કહે છે. તે ખોટું નથી કહેતું. ( અનુભૂતિના કાળે) અનન્યપણે જાણવામાં આવે છે તો તેની ના કેવી રીતે પાડે? અને સર્વથા અન્યમાં અનુભૂતિ ન થાય. કથંચિત્ અનન્ય તેમાં અનુભૂતિ થાય છે. શ્રી સમયસાર ૧૪ ગાથામાં કહ્યું કે શુદ્ધનય કહો – અનુભૂતિ કહો કે આત્મા કહો તે એક જ છે. અનુભૂતિ તે આત્મા જ છે. વસ્તુ એક જ છે. બે સત્ નથી એક જ સત્ લે! આ ઉત્પાદ્યયધ્રુવયુ ંસત્ આવ્યું. અધ્યાત્મપૂર્વક આગમનું જ્ઞાન થાય છે. અધ્યાત્મને છોડીને આગમની શ્રદ્ધા તે મિથ્યા શ્રદ્ધા થઈ જાય છે. આગમના નામે મિથ્યાત્વ પુષ્ટ થઈ જાય છે.
-
આગમ તો પર્યાયથી સહિતની જ વાત કરશે તેમાં પદાર્થની સિદ્ધિ થાય. આગમને કાંઇ પ્રયોજનની સિદ્ધિ નથી કરવી. તેને તો છ દ્રવ્યની સિદ્ધિ કરવી છે. છ દ્રવ્યની સિદ્ધિ કરે તો પર્યાય તેમાંથી બાદ થાય જ નહીં તો તો અન્યમતી થઈ ગયો. અને પર્યાયથી સહિતનું શ્રદ્ધાન કરે તો પણ તે અન્યમતી છે.
કોઇક જીવ પામે છે તેનું કારણ અટપટી વાત છે. એક્દમ સીધી વાત હોત ને તો તો બધા પામી જાત. પણ વાત થોડીક અટપટી છે. પણ તેમાંથી માર્ગ નીકળી શકે છે જો મધ્યસ્થ થઈને વિચારે તો! અત્યારે જ્ઞાન કોની વકીલાત કરે છે કોના પક્ષને રજૂ કરે છે એ સમજવું જોઈએ બસ, તો સમાધાન થઈ જાય.
(શ્રોતા – જેમ સુપ્રિમકોર્ટમાં જજ બેઠા હોયને તે વાત કરતા હોય તેમ આપ ન્યાયધીશ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
-
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૦૭ જેવા લાગો છો.) વકીલ ભલે પક્ષથી વાત કરે પણ ન્યાયધીશ તો પક્ષપાતથી રહિત મધ્યસ્થ છે. વકીલ લડે ત્યારે ન્યાયધીશ પક્ષ ન કરે.
શુદ્ધનયથી નવ તત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે હોં! પર્યાય સર્વથા ભિન્ન રહે તો અનુભૂતિ થાય કે ન થાય? આહા! બાબુભાઈ ઝવેરીએ પૂ. ગુરુદેવને કહ્યું કે - લાલુભાઈએ તો એમ કહ્યું કે – હાથ બળતો હોય તો બરફની પાટ ઉપર રાખી દે! બરફથી જુદો રાખીશ તો શાંતિ નહીં થાય. બરફની પાટ અંદર છે ત્યાં પર્યાયને જરાક અડાડી દે. પછી ગુરુદેવે બાબુભાઈને કહ્યું કે – લાલુભાઈએ આમ કહ્યું !? અમે તો લાલુભાઈને કોઈ દિવસ સાંભળ્યા નથી એમ કહી બાબુભાઈનો વાસો થાબડ્યો. કેમકે (દ્રવ્યદષ્ટિ પ્રકાશ વાંચીને) સર્વથા ભિન્નમાં ચડી ગ્યા તા ને!? એટલે કથંચિત અભિન્નનો પાઠ તેમને આપવો પડ્યો.
સર્વથા ભિન્ન છે તે વાત સાચી છે. પરંતુ કથંચિત્ અભિન્ન છે તે છોડાય નહીં. કથંચિત્ અભિન્ન એટલે વ્યવહાર અભિન્ન. આ તો નિશ્ચયપૂર્વક વ્યવહારની વાત ચાલે છે. સર્વથા અભિન્ન ક્યાં કહીએ છીએ. સર્વથા અભિન્ન કહીએ તો પર્યાયના નાશથી દ્રવ્યનો નાશ થાય. અને કથંચિત્ અભિન્ન ન કહે તો અનુભૂતિ ન થાય; શુદ્ધનયનો પક્ષ રહી જાય પણ પક્ષાતિક્રાંત ન થાય. કથંચિત્ અનન્યમાં મર્મ છે.
ત્યાં વિકારી થવા યોગ્ય”, હવે આ આવ્યો જ્ઞાનનો વિષય. નવ તત્ત્વમાંથી એકને તો કાઢયો અને અનુભૂતિ કરી લીધી તો હવે સમ્યકજ્ઞાન પ્રગટ થઈ ગયું. તે સમ્યકજ્ઞાન એક પડખાંને ઉપાદેયપણે જાણે છે અને બીજા પડખાંને હેયપણે જાણે છે. જુઓ જાણે છે પણ હેય પણે જાણે છે, ઉપાદેયપણે જાણતું નથી. સમ્યકજ્ઞાન પર્યાયને ઉપાદેયપણે ન જાણે પર્યાયને જાણે પણ ઉપેક્ષાપણે જાણે. અપેક્ષા એકની અને ઉપેક્ષા અનેકની. કોઈ ઉપજે કોઈ વિણસે મારે તેની અપેક્ષા નથી. અપેક્ષા નથી તેનો અર્થ જાણપણું આવી ગયું.
અપેક્ષારૂપ એકને અને ઉપેક્ષારૂપ નવને જાણું છું – તેનું નામ સમ્યકજ્ઞાન છે. ઉપજે વિણસે તેનાથી કાંઇ પ્રયોજન નહીં તેનું નામ જ ઉપેક્ષા. સમયસારતો સમયસાર છેઆંધળાની આંખ છે. ભારતનો ભગવાન છે. અદ્વિતિય-અજોડ ચક્ષુ છે. તેને જે ભાવથી ભણશે તેને સમ્યકદર્શન થશે. તેવું તેમાં નિમિત્તપણું છે. આમ તો ચારેય અનુયોગ નિમિત્ત છે, પણ તેમાં દ્રવ્યાનુયોગ અને તેમાં પણ આ સમયસાર.
આહા..હા! સર્વથા ભિન્નની સાથે કથંચિત્ અભિન્ન મળે છે ત્યારે પક્ષીતિક્રાંત થાય છે -તે ધ્યાન રાખજો. સર્વથા ભિન્ન શ્રદ્ધાની સાથે કથંચિત્ અભિન્ન તેવું જ્ઞાન થાય છે–ત્યારે અનુભૂતિ થાય છે.
પ્રશ્ન - કથંચિત્ અભિન્ન ન માને તો અનુભૂતિ થાય જ નહીં ને!?
ઉત્તર - તો અનુભૂતિ ન થાય. અનુભૂતિ ન થાય તો જાણેલાનું શ્રદ્ધાન ન હોય. જાણેલાનું શ્રદ્ધાન ન હોય તો આત્મા જાણવામાં નથી આવ્યો. અનુભવમાં જાણવામાં આવ્યું કે –“હું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮
પ્રવચન નં. ૧૦ જ્ઞાયક છું' – તો અનન્ય થઈને જાણી લીધું. શ્રદ્ધા એમ થઈ કે - હું અન્ય છું. અન્ય તો કાયમ રહે છે – શ્રદ્ધા ભેળસેળ કરતી નથી. શ્રદ્ધા પર્યાયની સામે પણ જતી નથી. અન્ય રહે તો અનન્યનું જ્ઞાન સાચું અને અનુભૂતિ ન થાય તો જ્ઞાયક લક્ષમાં ન આવે – તો પ્રતીતિ ક્યાંથી થાય ?
અનુભવના કાળમાં જાણેલાની પ્રતીતિ થાય છે. હવે જાણેલાની પ્રતીતિ કહી તો ક્યારે જાણે આત્માને? કે-અનન્ય થઈને જાણે. શ્રુતજ્ઞાન જુદું રહીને ન જાણી શકે. શ્રુતજ્ઞાન આત્મા થઈને આત્માને જાણે. શ્રુતજ્ઞાન હવે શ્રુતજ્ઞાન રહેતું નથી. શ્રુતજ્ઞાન આત્મા થઈને આત્માને જાણે છે. તે જુદું રહે – તેવો ભેદ પણ ન રહે, તે આત્મા થઈ જાય છે તેને કથંચિત્ અભેદ કહેવામાં આવે છે. નિર્વિકલ્પજ્ઞાનના કાળમાં સમ્યકદર્શનનો જન્મ થાય છે. અનન્યના કાળમાં જ સમ્યકદર્શનનો જન્મ થાય છે. જ્ઞાન અનન્યરૂપે પરિણમે છે ત્યારે શ્રદ્ધા અનન્યને સ્વીકારતી નથી, અન્યને સ્વીકારે છે. આહા...હા! અન્ય રહે ત્યાં સુધી જાણવામાં ન આવે તે પોઈન્ટ અગત્યનો હતો. એક સમયનું કામ છે – એક સમયમાં બધું થઈ જાય છે.
પ્રવચન નં - ૧૦
તા. ૨-૧૨-૮૯ શ્રી સમયસારજી શાસ્ત્ર છે તેની તેર નંબરની ગાથા છે. આ ગાથામાં ભૂતાર્થનયથી નવ તત્ત્વને જાણતાં સમ્યક્દર્શન થાય છે. આ ગાથા સમ્યક્દર્શનની છે. સમ્યક્દર્શન કેમ થાય અને સમ્યફદર્શન થયા પછી જ્ઞાન નવ તત્ત્વને જાણે છે તે બે વાત આ ગાથામાં બતાવવી છે.
અગિયાર નંબરની ગાથામાં એકલા ભૂતાર્થના આશ્રયે સમ્યકદર્શન થાય છે ત્યાં એટલું જ લેવાનું છે. અહીંયા વિષય તો એનો એ જ છે-ભૂતાર્થને આશ્રયે સમ્યકદર્શન થાય છે પણ સાથે-સાથે વિશેષતા એ છે કે ભૂતાર્થને આશ્રયે સમ્યફદર્શન તો થયું પણ સાથે સમ્યકજ્ઞાન પ્રગટ થયુ; તે અતીન્દ્રિયજ્ઞાન નવ તત્ત્વના ભેદને જેમ છે તેમ જાણે છે.
તેર નંબરની ગાથામાં બીજી એ વિશેષતા છે કે ભૂતાર્થનયથી નવ તત્ત્વને જાણતાં સમ્યક્દર્શન થાય છે. કેવળ નવ તત્ત્વને જાણતાં સમ્યક્દર્શન થાય છે તેમ ન લખતાં; (નવા તત્ત્વની) આગળ વિશેષણ મૂક્યું કે-ભૂતાર્થનયથી નવ તત્ત્વને જાણતાં એટલે કે નવ તત્ત્વથી ભિન્ન શુદ્ધાત્માને જાણતાં સમ્યક્દર્શન થાય છે. કેમકે ટીકામાં લખ્યું છે કે-કેવળ શુદ્ધનયથી શુદ્ધાત્માને જાણતાં. શુદ્ધનયનો વિષય એકલો શુદ્ધાત્મા છે. -તેનો આશ્રય કરતાં સમ્યકદર્શન થાય છે, તેની સાથે સમ્યકજ્ઞાન પણ થાય છે. તે અતીન્દ્રિયજ્ઞાન નવતત્ત્વને થવા યોગ્ય થાય છે તેમ જાણે છે. દ્રવ્યને જાણે છે અને પર્યાયને પણ જાણે છે. એટલે સાથે સાથે નવ તત્ત્વોનું જાણપણું પણ આ ગાથામાં ઉમેર્યું છે.
હવે શુદ્ધાત્માનો અનુભવ થયા પછીની વાત ચાલે છે. અનુભવ કેમ થાય તે વાત ઉપર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧/૯ આવી ગઈ. અનુભવ પછી શું થાય તે બીજો પાઠ ચાલે છે.
“ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બન્ને પુણ્ય તેમજ બન્ને પાપ છે.” વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એમ બબ્બે શબ્દ છે. વિકારી થવાયોગ્ય તે જીવની એક સમયની પર્યાયની યોગ્યતા છે. અને વિકાર કરનાર એ-જૂનાં કર્મનો ઉદય છે. વિકારી થવા યોગ્ય તે ક્ષણિક ઉપાદાનની યોગ્યતા છે-અને તેનું નિમિત્ત કારણ કર્મનો ઉદય આદિ છે. કહે છે કે-આ જે વિકારી થવા યોગ્ય શબ્દ છે તે આત્માનું અકર્તાપણું પ્રસિદ્ધ કરે છે.
આ સાધક થયા પછીની વાત ચાલે છે. સાધક થવા માટે તો નવ તત્ત્વથી ભિન્ન એકલા શુદ્ધાત્માને જાણ્યો. તે વખતે નવ તત્ત્વનું લક્ષ પણ નથી. જ્ઞાન નવ તત્ત્વને જાણતું પણ નથી. શુદ્ધનયનો વિષય એકલો શુદ્ધાત્મા છે અને તેમાં સમ્યકદર્શન પ્રગટ થાય છે. સમ્યકદર્શન થતાં સમ્યકજ્ઞાન પ્રગટ થાય છે તો પ્રમાણજ્ઞાન પ્રગટ થયું તે દ્રવ્યને પણ જાણે અને પર્યાયને પણ જાણે.
સાધક થયો તે પર્યાયને કેવી રીતે જાણે છે તે આમાં ખૂબી છે. પુણ્યના પરિણામ એટલે ભાવ પુણ્ય થવા યોગ્ય થાય છે. થવા યોગ્ય થાય છે તેનો અર્થ એ કે-તેનો કરનાર કોઈ નથી. આત્મા ઉપાદાનપણે પણ કરનાર નથી અને આત્મા નિમિત્તપણે પણ કરનાર નથી.
ઉપાદાનપણે પર્યાયનો કરનાર કોણ? ક્ષણિકઉપાદાન તે ઉપાદાન કર્તા છે. તે નૈસર્ગિક સ્વયમેવ ઉત્પન્ન થાય છે–તેને થવા યોગ્ય થાય છે તેમ કહેવાય. નવ તત્ત્વો નૈમિત્તિક પર્યાય છે. નૈમિત્તિક પર્યાય હોય તો તેમાં નિમિત્તકારણ હોવું જોઈએ. જો નિમિત્ત કારણ વિના પર્યાય થાય તો તે સ્વભાવ થઈ જાય-એટલે પારિણામિકભાવ થઈ જાય, પણ આ પર્યાયો પારિણામિક ભાવ નથી. આ ચારેય પર્યાય કર્મ સાપેક્ષ છે. કર્મ સાપેક્ષ હોય તો કર્મ નિમિત્ત હોય...હોયને હોય જ. ઉપાદાન કર્તા પર્યાય અને નિમિત્ત કર્તા કર્મ અને આત્મા કેવળ જાણનાર અકર્તા. કેવળ..જાણનાર. નૈમિત્તિકને પણ જાણે તથા નિમિત્તને પણ જાણે. નૈમિત્તિક હોવા છતાં તે પરાધીન નથી. થવા યોગ્ય થાય છે તે સ્વાધીનતા બતાવે છે.
અહીં આ જ્ઞાન પ્રધાન કથન છે. દષ્ટિ પ્રધાન કથનમાં વ્યાપ્ય-વ્યાપક પુદગલની સાથે છે. આમાં વ્યાપ્ય-વ્યાપક પુદગલની સાથે નથી. જ્ઞાન પ્રધાન કથનમાં થવા યોગ્ય થાય છે. ભાવ પુણ્ય સત્ અહેતુક થવા યોગ્ય થાય છે–તો જ ક્ષણિક ઉપાદાન સિદ્ધ થાય. ભાવ પુણ્ય ક્ષણિક ઉપાદાન હોવાથી આત્મા તેનો ત્રિકાળ ઉપાદાન કર્તા નથી. જો ત્રિકાળી ઉપાદાન કર્તા હોય તો તન્મયપણાનો દોષ આવે-અને પરમપરિણામિકભાવ નૈમિત્તિક રૂપ થઈ જાય, એમ તો બનતું નથી. તેથી ઉપાદાનકર્તા આત્મા નથી.
બીજું આત્મા નિમિત્તકર્તા હોય તો નિત્યકર્તાપણાનો દોષ આવે. તો તો પુણ્ય જ થયા કરે.પુણ્ય પલટીને પાપ પણ કોઈ દિવસ ન થાય–તેથી નિમિત્તકર્તા પણ નથી.
હવે બે પ્રશ્ન ઉભા થાય છે પરિણામનો ઉપાદાન કર્તા કોણ? અને નિમિત્તકર્તા કોણ? આ બે પ્રશ્ન ઉભા થયા. ઉપાદાન કર્તા કોણ તો કહે છે-ક્ષણિક ઉપાદાન. “થવા યોગ્ય’ શબ્દ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦
પ્રવચન નં. ૧૦ છે. તે ક્ષણિક ઉપાદાનનું દ્યોતક છે. જ્યાં ઉપાદાનની વાત આવે ત્યાં સર્વત્ર ત્રિકાળી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન તેમ લગાવવું. તો થવા યોગ્ય થાય છે તે પર્યાયની સ્વતંત્રતા છે, અને નૈમિત્તિક પર્યાય છે માટે તેમાં નિમિત્ત હોય. નિમિત્તનું જ્ઞાન કરાવે છે. નિમિત્તથી થતું નથી.
ભાવ પુર્ણ થાય છે તે-ત્રિકાળી ઉપાદાનથી પણ નહીં અને નિમિત્તથી પણ નહીં. નિમિત્ત જો ઉપાદાન કરે તો તો પર્યાય પરાધીન થઈ જાય. કર્મનો ઉદય નિમિત્તકર્તા છે, તે ઉપાદાન કર્તા નથી. જો ઉપાદાન કર્તા હોય તો થવા યોગ્ય થાય છે તે શબ્દ રહેતો નથીએટલે કે પર્યાય પરાધીન થઈ જાય. અને કર્મનો ઉદય નિમિત્ત કર્તા ન હોય તો સ્વભાવ થઈ જાય. જો તમે નિમિત્તકર્તા સિદ્ધ ન કરો તો ભાવ પુણ્ય આત્માનો સ્વભાવ થઈ જાય. થોડી રહસ્યવાળી વાત છે.
થવા યોગ્ય થાય છે તેમાં નિમિત્તકર્તા કર્મ છે. (કર્તા અને કારણ) બે શબ્દ વાપર્યા છે તેમાં થોડું રહસ્ય છે. થવા યોગ્ય થાય છે અને તેમાં નિમિત્ત કર્તા કર્મ છે. તેમાં ભગવાન આત્મા જે નિષ્ક્રિય છે એ તો ભાવ પુણ્યનો કર્તા નથી. હવે ઉપાદાનપણે આત્મા ક્યારે કરે !? કે-નિજભાવને છોડે અને પરભાવમાં જાય તો શુભભાવને કરે-પણ એમ તો બનતું નથી તો તો આત્મા જડ થઈ જાય. આત્મા ઉપાદાનપણે તો ન કરે, પણ એમાં (આત્મામાં) નિમિત્તપણું છે કે નથી? જો (આત્મામાં પુણ્યના પરિણામનું) નિમિત્તપણું હોય તો નિત્યકર્તાનો દોષ આવે, અને તો તો સ્વભાવ થઈ જાય. તો તો પુર્ણ થયા જ કરે, પુણ્ય પલટીને પાપ જ ન થાય. માટે ઉપાદાન કર્તા પણ નથી અને નિમિત્ત કર્તા પણ નથી.
તો હવે તેમાંથી બે પ્રશ્ન ઉભા થાય-ઉપાદાન કર્તા કોણ અને નિમિત્ત કર્તા કોણ? ભગવાન આત્મા ઉપાદાન કર્તા નથી અને નિમિત્ત કર્તા પણ નથી ! તો પછી કર્તા કોણ છે? કે અંતર્ગભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ તે ઉપાદાન છે તેનું, અને નિમિત્ત તો કર્મનો ઉદય, ઉપશમ, ક્ષય, આદિ. નિમિત્ત કારણ કર્મ છે અને ઉપાદાન કારણ ક્ષણિક પર્યાય છે.
હવે એ નિમિત્તને તમે ઉપાદાન કર્તા માનો તો થવા યોગ્ય રહેતું નથી. પર્યાય પરાધીન થઈ ગઈ, પર્યાય સત્ ન રહી. તો તો જેવો કર્મનો ઉદય તેવું પરિણમન થાય. કર્મના ઉદયને અમે નિમિત્તકર્તા કહીએ છીએ-ઉપાદાન કર્તા નહીં. કેમકે ઉપાદાન કર્તા બે ન હોય ઉપાદાન કર્તા એક હોય. માટે પર્યાયનો કર્તા ક્ષણિક ઉપાદાન છે અને નિમિત્તકર્તા કર્મ છે.
એક ઉપાદાન કર્તા અને એક નિમિત્ત કર્તા. ઉપાદાન કર્તા ત્રિકાળી દ્રવ્ય નથી અને કર્મ પણ નથી. તત્ સમયની યોગ્યતા તે ક્ષણિક ઉપાદાન છે. પર્યાયનો કર્તા પર્યાય છે-તેના પકારક તેમાં સ્વતંત્રરૂપે છે; થવા યોગ્ય થાય છે. “નૈસર્ગિક” શબ્દ મૂક્યો એટલે ખલાસ સત્-અહેતુક થઈ ગઈ–નિશ્ચયથી. વ્યવહારે તે પર્યાય સહેતુક-નૈમિત્તિક છે. આ તો ગૂઢ શાસ્ત્ર છે.
અત્યારે આપણે પાયાથી શરૂ કરીએ છીએ પછી બધામાં વિસ્તાર કરવાની જરૂર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૧૧ નહીં. બધામાં લાગુ થઈ જાય. અત્યારે અશુદ્ધ પર્યાયની વાત છે પછી શુદ્ધ પર્યાયમાં લેશું.
થવા યોગ્ય અને વિકાર કરનાર' તેમાં એક ઉપાદાન અને બીજું નિમિત્ત છે. એ બન્ને પુણ્ય છે-બન્નેનું નામ પુણ્ય છે. નૈમિત્તિક પણ પુણ્યભાવ અને નિમિત્તનું નામ પણ પુણ્યભાવ. અહીંયા (નૈમિત્તિકમાં) પુણતત્ત્વ છે તેથી તેને પુણ્ય કહેવાય.
- હવે ચારિત્રમોહની કર્મની પ્રકૃતિ તો પાપ પ્રકૃતિ છે, છતાં તેને પુણ્ય કેમ કહેવાય? શુભભાવ છે તે પુણ્ય તત્ત્વ છે. પુણ્ય તત્ત્વમાં નિમિત્તપણે ચારિત્રમોહનો ઉદય છે. ચારિત્ર મોનો ઉદય છે તે છે તો પાપ પ્રકૃતિ. ઘાતિકર્મ છે તે પુણ્ય પ્રકૃતિ નથી. છતાં નિમિત્તને પુણ્ય કેમ કહ્યું? એકને પુણ્ય કહો ને એકને પાપ કહો એમ નહીં બન્નેમાં “પુણ્ય' શબ્દ છે.
જુઓ શાસ્ત્રમાં લખેલું છે તે બન્ને પુણ્ય છે. બન્ને પુણ્ય એટલે કોણ ? એક ક્ષણિક ઉપાદાન-જે શુભભાવ થયો તે પુણ્યતત્ત્વ અને નિમિત્ત પણ પુણ્યતત્ત્વ. અહીંયા જેવા પરિણામ હોય તેનો આરોપ ત્યાં આપીને પુણ્ય તત્ત્વ કહ્યું. અશુભભાવ પાપતત્ત્વ હોવા છતાં- કાર્યનો કારણમાં આરોપ આપીને પુણ્ય કહ્યું. અહીંયા કાર્યમાં પુણ્ય છે તો કારણને પણ પુણ્ય કહ્યું. ઘાતિકર્મ પાપની પ્રકૃતિ છે અને શાતાવેદનીયકર્મ તે પુણ્યની પ્રકૃતિ છે. તેથી પુણ્ય તત્ત્વમાં) શતાવેદનીયકર્મની પ્રકૃતિ નિમિત્ત નથી. પાપમાં બેય ઘટશે દર્શનમોહ અને ચારિત્રમોહ બેયમાં ઘાતિકર્મ પણ પુણ્યમાં કેવી રીતે?
શ્રોતા – આ નવી વાત છે. (ઉત્તર) પણ...બન્ને પુણ્ય છે ને? નૈમિત્તિકને પુણ્ય અને નિમિત્તને પાપ પ્રકૃતિ ન લખી-તેને પણ પુણ્ય કીધું. અહીંયાનો (નૈમિત્તિકનો) આરોપ ત્યાં લગાવ્યો (નિમિત્તમાં) તો તેનું નામ પણ પુણ્ય. અત્યારે પુણ્ય પ્રકૃતિનો ઉદય છે બોલો! પુણ્ય અહીંયા થાય છે ને તો નિમિત્ત પણ પુણ્ય છે. પુણ્યમાં ચારિત્રમોહ જ હોય તેમાં દર્શનમોહ નિમિત્ત ન હોય. પુષ્ય તત્ત્વ જે પ્રગટ થાય શુભભાવ તેમાં દર્શનમોહ નિમિત્ત ન હોય. કેમકે દર્શનમોહ તો શ્રદ્ધાની પર્યાય સાથે સંબંધ રાખે છે. અને શ્રદ્ધાની પર્યાયમાં વિપરીતતા આવે તો પાપ જ હોય એમાં પુણ્ય તત્ત્વ નથી. ચારિત્રમાં પુણ્યને પાપ બે છે. કષાયની મંદતા કષાયની તીવ્રતા તે તો ચારિત્રનો દોષ છે.
પાંચ મહાવ્રત પુણ્યતત્ત્વ છે-પાપ તત્ત્વ નથી. કારણ કે મિથ્યાત્વ ગયું તો બન્ને પુણ્ય છે. એક પુણ્યતત્ત્વ (જીવની પર્યાયમાં) પાંચ મહાવ્રતના પરિણામ તે પુણતત્ત્વ, અને કર્મનો ઉદય પણ પુણ્ય તત્ત્વ, તેથી બન્ને પુણ્ય છે. પાપમાં મિથ્યાત્વનું પાપ અને ચારિત્રનું પાપ બન્ને લેશું. અને તેમાં બન્ને કર્મની પ્રકૃતિ પણ લેશું. પણ (નૈમિત્તિક) પુણ્ય છે ત્યારે (નિમિત્ત) માં શું છે? અહીંયા (ગાથામાં) લખેલું છે તેનો અર્થ તો કરવો જોઈએ ને? બન્નેને પુણ્ય કેમ કહ્યું?
હવે ચારિત્રમોહનો ઉદય તે તો ખરેખર પાપ પ્રકૃતિ છે તો તેને પુણ્ય શા માટે કહ્યું? કહે-નૈમિત્તિકનો આરોપ આપીને કહ્યું, તે આરોપિત કથન છે. નૈમિત્તિક જેવું નિમિત્ત એમ. અહીંયા કષાયની મંદતા છે તો (નિમિત્તમાં) ઓને પણ શુભ ઉદય છે–અત્યારે તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨
પ્રવચન નં. ૧૦ અશુભ ઉદય નથી. લૌકિકમાં કહે છે ને કે તેને પુણ્યનો ઉદય આવ્યો. કેમકે અહીં શુભભાવ છે માટે નૈમિત્તિકનો આરોપ લઈને નિમિત્ત એવું કહી દીધું બસ. આ પોઈન્ટ સમજવા જેવો છે. નિમિત્ત ને પુણ્ય કહ્યું તે-આરોપિત કથન છે. નૈમિત્તિકથી જ નિમિત્તની ખબર પડે છે. નિમિત્ત જેવું નૈમિત્તિક નથી હોતું પણ...નૈમિત્તિક જેવું નિમિત્ત હોય છે.
તેમ જ એ બન્ને પાપ છે”, જુઓ! વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર-તેમાં થવા યોગ્યમાં તો એમ જ લીધું તે બન્ને પુણ્ય છે તેમ જ એ બન્ને પાપ છે. વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર પણ પાપ છે. હવે એ જે પાપના પરિણામની જીવની પર્યાયમાં યોગ્યતા થઈ તેમાં બે પ્રકાર ભજે છે. મિથ્યાદષ્ટિને મિથ્યાત્વ હોય હવે આ તો સમ્યક્દષ્ટિ છે તેને તો કોઈ પ્રશ્ન જ નથી.
જ્ઞાની થયો તેને મિથ્યાત્વ ગયું છે, હવે ચારિત્રમોહની કર્મની પ્રકૃતિ છે-તે પાપના પરિણામ છે. આર્તધ્યાન થયું તે પાપના પરિણામ છે. પાપ ભાવમાં નિમિત્ત ચારિત્રમોહની કર્મની પ્રકૃતિનો ઉદય છે. જ્ઞાનીને પણ આર્તધ્યાન તો થાય; તો અહીંયા પાપના પરિણામ છે તો ત્યાં પણ પાપનો ઉદય છે. દર્શનમોહ તો ચાલ્યો ગયો છે એટલે સાધકમાં દર્શનમોહ નથી લેતા.
અહીંયા પાપના પરિણામ થયા, ખાવા-પીવાના-કમાવાના...તો (નિમિત્તમાં) ત્યાં પણ ૫ છે. બન્ને પ્રકારના પાપ-એક ભાવ પાપ અને એક દ્રવ્ય પાપ. એક નૈમિત્તિક પાપ અને એક નિમિત્તરૂપ પાપ-બન્ને જગ્યાએ પાપ થાય છે. અહીંયા જ્યારે પાપ થાય છે ત્યારે ત્યાં પણ પાપ થાય છે. અહીંયા પુણ્ય હોય તો ત્યાં પણ પુણ્ય હોય-એમ અહીંથી (નૈમિત્તિકથી) ત્યાં લેવું, ત્યાંથી (નિમિત્તથી) અહીં (નૈમિત્તિક) ન લેવું.
મિથ્યાદષ્ટિને પાપના પરિણામ થયા. હવે તેને બન્ને પ્રકારના પાપ થાય. મિથ્યાત્વનું પાપ થાય અને ચારિત્રનું પાપ-તીવ્ર કષાય ક્રોધ થઈ ગયો હોય તો બે પ્રકારના પાપ છે. તો સામે બે પ્રકારના નિમિત્ત છે. એક દર્શનમોહ અને બીજો ચારિત્રમોહ. મિથ્યાષ્ટિને માટે અહીંયા બે અને ત્યાં પણ છે. બન્ને પર્યાયમાં પાપ અને ત્યાં ઉદયમાં પણ પાપ. જ્યારે સમ્યક્રદૃષ્ટિ હોય તો તેને ચારિત્રમોહમાં પાપ અને નૈમિત્તિકમાં પાપ. સમ્યફદષ્ટિ અને મિથ્યાદષ્ટિમાં આટલો ફેર છે તે મર્મ છે.
ઘાતિકર્મની બધી પ્રકૃતિ પાપરૂપ છે છતાં અહીં પુણ્ય થાય છે તો ત્યાં પુણ્યનો આરોપ આપ્યો તેમ. કેમકે ઘાતિકર્મની પ્રકૃતિમાં પુણ્યને પાપ એવા બે ભેદ નથી. અઘાતિમાં બે ભેદ છે–શાતા-અશાતા. બીજી વાત એ છે કે-દર્શનમોહમાં પુણ્ય-પાપના બે ભેદ નથી. ચારિત્રમોહમાં અને અહીંયા કષાયની મંદતા–તીવ્રતા થાય છે તો સમકિતીને શુભભાવઅશુભભાવના ભેદ પડે છે અને (ચારિત્રમોહમાં) મંદ–તીવ્રનો આરોપ આવે.
બાકી મિથ્યાદષ્ટિને તો પાપની જ પ્રકૃતિ છે. તે મંદ હોય કે તીવ્ર હોય પાપ જ છે. મિથ્યાદષ્ટિને ગૃહિત મિથ્યાત્વ હોય કે અગૃહિતની મંદતા હોય તો પણ તે પાપ જ છે-કેમકે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૧૩ દર્શનમોહનીય કર્મની પ્રકૃતિ છે તેમાં આરોપપણે પણ પુણ્ય નથી. કેમકે એમાં નૈમિત્તિકમાં પાપ થાય છે. નૈમિત્તિકમાં પુણ્ય થતું નથી. મિથ્યાષ્ટિને તો પાપ જ છે જ્યારે સમ્યક્દષ્ટિને નૈમિત્તિકમાં પુણ્ય-પાપના પરિણામ છે–તો પણ નિમિત્તમાં બે ભેદ નથી. તેને (ચારિત્રમોહનો જ ઉદય છે.)
હવે શ્રદ્ધાગુણની પર્યાય કાં તો પાપરૂપ છે અને કાં તો ધર્મરૂપ છે એટલે અનંત સંસારનું કારણ મિથ્યાત્વનું પાપ પહેલાં જાય છે. મોટો યોદ્ધો જે મોહ છે તે જીતાય જાય છે પછી લશ્કર જીતાય છે. જિનાગમમાં પણ મિથ્યાત્વને મોટું પાપ કહ્યું છે. પૂ. ગુરુદેવનો ઉપદેશ મિથ્યાત્વના પાપનો કે પરિહાર થાય તે છે. લોકો ચારિત્રના પુણ્ય-પાપના ભેદમાં પડી ગયા છે. આ ખાવું ને આ ન ખાવું; પણ...ખાઈ શકતો જ નથી તે મૂળ વાતને લેને! આ વાતની જગતને ખબર નથી.
આ વસ્તુ પહેરવી ને આ ન પહેરવી, આનો ત્યાગ અને આનું ગ્રહણ. પૈસા રાખવાને પૈસા ન રાખવા, ચાર રોટલીને બદલે બે રોટલી ખાવી, રસનો ત્યાગ કરવો, ઘી-તેલ ન ખપે વગેરે. હવે એ વાતને પહેલાં લે કે –ઘી-તેલને ખાઈ શકતો જ નથી. આ તો બહુ અલૌકિક માર્ગ છે. આ માર્ગ ગુપ્ત હતો તે ગુરુદેવે શોધ્યો. શ્રદ્ધાનો ગુણ અને શ્રદ્ધાનો દોષ બન્ને વાત તેણે કરી.
આમ કરશો તો શ્રદ્ધાનો દોષ થશે અને આમ કરશો તો શ્રદ્ધાનો ગુણ પ્રગટ થશે. ચારિત્રની વાતને તેણે ગૌણ જ કરી છે. તેના ઉપર વજન નથી આપ્યું. સમ્યકદર્શન થશે એટલે બધી ખબર પડી જશે. -સહજ, એની મેળે. પૂ. ગુરુદેવને સમજી શકનારા ઓછા નીકળ્યા તેનું કારણ કે તેમણે ચારિત્રની (શુભભાવની) બહુ વાત કરી નહીં. તેમણે શ્રદ્ધાના દોષની જ વાત કરી. ગુરુદેવના રહસ્યને સમજનારા જે છે તે-શ્રદ્ધાનો દોષ કેમ ટળે અને શ્રદ્ધાનો ગુણ કેમ પ્રગટે તેનાં ઉપર તેનું વજન હોય છે. હવે તેમને ચારિત્રનો દોષ ન કરવો હોય તો પણ થઈ જાય છે.
ગૃહસ્થીનું આખું વીર્ય સમ્યકદર્શન કેમ પ્રગટ થાય તેના ઉપર તેનું જોર છે. આત્માનું સ્વરૂપ સમજવું અને આત્માનો અનુભવ કરવો તે બે વાત ઉપર જોર છે. આત્માનો સ્વભાવ શું? અને તેનો અનુભવ કેમ થાય ? તે બે વાત ઉપર જ તેનું વીર્ય જોર કરે છે. એ પુણ્યપાપની પ્રકૃતિમાં મંદતા કેમ થાય તેમાં એનું વીર્ય કામ કરતું નથી–તે નપુંસક થઈ ગયો છે. હવે આવું કોને કહેવું !?
આ કોઈ અલૌકિક વાત છે. પેલામાં ચારિત્રનો દોષ ટાળવામાં રહી ગયો તો કર્તા બુદ્ધિ પોષાય છે. અને મેઈન કામ જે છે તે રહી જાય છે. દુનિયા ભલે ટીકા કરે પણ...તું આ (આત્મા) બાજુ આવી જા. મારો સ્વભાવ શું અને તેનો અનુભવ કેમ થાય તે બે વાતમાં મંડી પડ બસ. દુનિયાની દરકાર કરીશ માં દુનિયા તો ટીકા કર્યા કરશે. તું લગ્ન કરી લેજે પણ મિથ્યાષ્ટિનો સંગ કરીશ માં! એટલે શું?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
પ્રવચન નં. ૧૦ બે બ્રહ્મચારી ભાવલિંગી સંત હતા. તેમને ખબર છે કે મુનિરાજે બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી છે. હું લગ્ન કરવાનું કહીશ તો તેમની પ્રતિજ્ઞાનો ભંગ થશે. છતાં આવી વાત શા માટે કરે છે? ભલે પ્રતિજ્ઞા તૂટી જાય પણ સમ્યકદર્શન ન જવું જોઈએ. સમ્યક્દર્શનની આટલી કિંમત છે. કારણ કે સમ્યફદર્શન હશે તો મોક્ષ તો થશે જ. પ્રતિજ્ઞા તૂટશે તો પાછો પ્રતિજ્ઞા લઈને ભાવલિંગી સંત થઈ જશે. કુંદકુંદભગવાન પોતે બાળબ્રહ્મચારી તેઓ મૂલાચારમાં લખે છે. તેનો અર્થ-જગતને સમ્યકદર્શનની શું કિંમત છે તે બતાવવું છે પરંતુ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાનો ભંગ નથી કરાવવો. તમને આત્માનો અનુભવ તો થયો નથી–તમારી એવી ઉપાદાનની શક્તિ નથી; હવે જો તમે મિથ્યાદષ્ટિના પરિચયમાં જશો તો મરી જશો-તેને બચાવવા માટે કહે છે.
આસ્રવ થવા યોગ્ય અને આસવ કરનાર” તે પણ આમાં સરખું લઈ લેવું. (૧) ભાવ આસ્રવ (૨) દ્રવ્ય આસવ (કરનારમાં) બધામાં જૂનાં કર્મ લેવા-નવાં કર્મની સાથે સંબંધ નથી. ભાવ આસ્રવ રાગ છે તે નૈમિત્તિક છે-તે હજુ નિમિત્ત નથી. જો તેને નિમિત્ત લેશો તો નવાકર્મનો બંધ દેખાશે. જો તેને નૈમિત્તિક લેશો તો તે ખરવા માટે આવે છે. ભાવ આસ્રવને એકલું નૈમિત્તિક જ લેવું-તે નવાં કર્મમાં નિમિત્ત નથી. તેનો જૂનાં કર્મની સાથે સંબંધ છે-તેથી નૈમિત્તિક છે, પણ નવાં કર્મની સાથે કાંઈ સંબંધ નથી. અહીંયા (જીવની પર્યાયમાં) એક સમયની યોગ્યતા અને સામે નિમિત્ત બસ એટલું.
નવાં કર્મ બંધમાં (ભાવાગ્નવ) નિમિત્ત થાય છે, તે વાત જ નથી. જૂનાં કર્મની સાથે નૈમિત્તિકને સંબંધ છે, પણ નવાં કર્મની સાથે નૈમિત્તિકને સંબંધ છે એમ નથી. કેમ? કે-આ જ્ઞાનીની વાત ચાલે છે તેથી.
જ્ઞાની તો થવા યોગ્ય થાય છે તેમ જાણે છે. હું (પરિણામને ) કરું છું તો તે (પરિણામ) નવાં કર્મ બંધમાં નિમિત્ત કારણ થાય. આ નૈમિત્તિક દોષ છે તેનો સ્વીકાર કરે છે. પણ આ દોષ મારો છે તો નવાકર્મ બંધમાં નિમિત્ત કારણ થાય. જ્ઞાનીને નવું કર્મ બંધાતું જ નથી. નૈમિત્તિક છે તે તો ખરી જાય છે.
આ વાત ગજાબેન સાથે નીકળી 'તી. ગજાબેને પ્રશ્ન કર્યો 'તો; રાગ છે તે નિમિત્ત પણ છે અને નૈમિત્તિક પણ છે ને? કહ્યું નહીં. તે એકલું નૈમિત્તિક છે નિમિત્ત નથી. બહુ માર્મિક વાત છે.
ગજાબેને-પ્રશ્ન બહુ સારો કર્યો હતો. નૈમિત્તિકને તમે જૂનાંકર્મની સાથે સંબંધ કહો છો તો તે નવાં કર્મમાં નિમિત્ત કેમ ન થાય? (ઉત્તર) નવાકર્મમાં (રાગ ) નિમિત્ત નથી, કારણ કે તે જ્ઞાની થઈ ગયો છે. હવે તે રાગનો સ્વામી નથી. રાગ થાય છે તે નિર્જરવા માટે આવે છે પણ નવાં કર્મ બંધ માટે રાગ આવતો નથી. સાધકને રાગના નિમિત્તે નવો બંધ થતો જ નથી જા ! રાગમાં એકત્વ હોય તો રાગ (નવાં કર્મ બંધમાં) નિમિત્ત થાય ને? પણ સાધક તો રાગનો જ્ઞાતા છે. નવાકર્મ બંધની પરંપરા તેને તૂટી ગઈ છે, નિર્જરાની પરંપરા ચાલુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૧૫ થઈ ગઈ છે. એ વિષય ત્યાં પુના ખૂબ સરસ આવી ગયો કુદરતી.
તેમણે પ્રશ્ન સારો કર્યો હતો...કે-રાગ નવાં કર્મબંધમાં નિમિત્ત થાય છે? કે-ના, (નિમિત્ત નથી થતો.) આ તો નૈમિત્તિક ભાવ છે. આનું (રાગનું) નામ નૈમિત્તિક છે. તે (રાગ) થવાયોગ્ય થાય છે અને કરનાર એટલી જ સંધિ છે. જૂનાકર્મમાં માત્ર “કરનાર' લીધું છે, ત્યાં “થનાર' બીજું છે–એમ નથી લીધું. જૂનાં કર્મને કરનાર લીધું છે. નવાં કર્મ આ (રાગના) નિમિત્તે થનાર છે તેમ નથી. એટલે કરનાર લીધું, થનાર ન લીધું. (જૂનાં કર્મને) નિમિત્ત લીધું; પણ નવાં કર્મને નૈમિત્તિક ન લીધું. અહીંયા જે (રાગ થયો) તે નિમિત્ત અને નવાકર્મ તે નૈમિત્તિક તેમ છે જ નહીં. જે એમ લ્યો તો તો નવાં કર્મ (બંધનની) પરંપરા ચાલુ જ રહે તો પછી જ્ઞાની શેનો? આ તો જ્ઞાનીની વાત છે. આ બહુ માર્મિક વાત છે.
અહીંયા તો આગ્નવના નિરોધપૂર્વક સંવરની વાત છે. આસ્રવપૂર્વક બંધની વાત નથી. આ તો છૂટવાની વાત છે. કોઈ કોઈ વખતે કુદરતી વાત નીકળી જાય છે, તેમાંય ગજાબેને પ્રશ્ન કર્યો અને એમાં આ વાત નીકળી.
સંવરરૂપ થવા યોગ્ય (સંવાર્ય) અને સંવર કરનાર (સંપાદક) –એ બન્ને સંવર છે.” અહીંયા સંવર થયો તો સામે કર્મનો અભાવ થઈ ગયો-એટલે કર્મ આવતાં રોકાઈ ગયા. ત્યાં દ્રવ્ય સંવર અને અહીંયા ભાવ સંવર, નૈમિત્તિકમાં સંવર અને નિમિત્તમાં શું થયું? કેનવાં કર્મ આવતાં અટકી ગયા-તે દ્રવ્ય સંવર થયો. તેને કર્મનો ઉપશમ, ક્ષય કહો. નવાં કર્મ આવ્યા જ નહીં.
નવાં કર્મ કેમ આવ્યા નહીં? કેમકે અહીં શુદ્ધતા થાય છે તે નૈમિત્તિક છે. તે શુદ્ધતાનું નિમિત્ત કારણ ભગવાન આત્મા પણ નથી. સંવર થવા યોગ્ય થાય છે–તેનો આત્મા કરનાર નથી. સમ્યકદર્શન થયું ત્યારે દર્શનમોહનો અભાવ છે તેનું નામ દ્રવ્ય સંવર. આ સંવરને જૂનાં કર્મની સાથે સંબંધ છે–પણ નવાં કર્મ સાથે કાંઈ જ સંબંધ નથી. જુઓ ! આસ્રવ પછી સંવર લીધું. આસ્રવ પછી બંધ ન લીધું. આ સમયસાર વાંચે તેને આસ્રવપૂર્વક બંધ થાય? ન થાય.
અકર્તા અને અકારણ પરમાત્મા તેને ખ્યાલમાં આવ્યો. બે શબ્દ લીધા અકર્તા અને અકારણ. કારણ પણ નહીં અને કર્તા પણ નહીં. થવા યોગ્ય થાય છે–તેનો અર્થ હું જાણનાર છું-હું કરનાર નથી. થવા યોગ્ય શબ્દમાં મર્મ છે.
પ્રશ્ન – (રાગાદિ ) થાય છે તેનો સ્વીકાર છે? ઉત્તર – હા, હું તેને જાણું છું. પ્રશ્ન - તો પર્યાયદષ્ટિ થશે ને?
ઉત્તર – ના, પર્યાયદષ્ટિ નહીં થાય. સાધક બે નયોના વિષયને કેવળ જાણે છે. અકર્તાની શ્રદ્ધાપૂર્વક કર્તાકર્મને જાણે છે. આ તેરમી ગાથા ખૂબ જ માર્મિક છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૧૦
પૂનામાં પ્રશ્ન થયો તો કે તમે જૂનાં કર્મને નિમિત્ત કહો છો પણ નવાં કર્મ બંધાય તો છે ને ? કહ્યું; ના-નથી બંધાતા. આસ્રવ તો જવા માટે આવે છે-નિમિત્ત થવા માટે નહીં. નવાં કર્મનાં નિમિત્ત થવા માટે નહીં. આસ્રવ નિર્જર્યો થકો નિર્જરે છે. મિથ્યાદષ્ટિને રાગ નિર્જરવા છતાં નિર્જરતો નથી-પરંતુ નવાં કર્મનો તેને બંધ થાય છે. તે રાગમાં એકત્વ કરે છે-માને છે, તેથી તેને નવો કર્મબંધ થાય છે-અહીંયા સમયસારમાં અસ્થિરતાનો રાગ થાય છે તે વાત અહીંયા ગૌણ છે. તે વાત અહીંયા લેવામાં આવી નથી.
૧૧૬
આ સમયસાર દષ્ટિપ્રધાન શાસ્ત્ર છે. આસ્રવ નિર્જર્વે થકો નિર્જરે છે. (જ્ઞાનીને ) રાગ ઉત્પન્ન થાય છે. તે થવા યોગ્ય થાય છે. હવે તે રાગ કર્મ બંધમાં નિમિત્ત થાય છે કે નહીં? ના, તે (કર્મબંધમાં નિમિત્ત થતો નથી દષ્ટિ અપેક્ષાએ) જ્ઞેય થઈને નિર્જરી જાય છે જો કર્મ બંધમાં નિમિત્ત થઈને નિર્જરે તો નિર્જરા ન કહેવાય. તો તો આસ્રવપૂર્વક બંધ થઈને નિર્જર્યો કહેવાય. આ તો આસ્રવ નિર્જરવા માટે આવે છે-તેને નવો બંધ થતો નથી. (સાધકને ) નવો બંધ થયા કરે તો–સંસાર કપાય કેવી રીતે ? સંસાર કપાય જ નહીં. માટે સમ્યક્દષ્ટિને સમયેસમયે નિર્જરા જ થાય છે.
સાધકને નવાં કર્મ બંધાતા જ નથી લે; અલ્પ બંધાય છે તે તો ગૌણ છે. સમકિતી સમયે-સમયે છૂટે છે તે બંધાતો નથી. તેને સમયે-સમયે મોક્ષ નજીક આવે છે. અથવા તે મોક્ષની નજીક જાય છે. તે સંસારથી દૂર વર્તે છે. મોક્ષથી નજીક જાય છે. એક સમય ગયો તો તેને મોક્ષ નજીક આવ્યો. બીજો સમય ગયો મોક્ષ નજીક આવ્યો. ભલે! આજનો દિવસ ગયો મોક્ષ નજીક આવ્યો. આ અલૌકિક વાત છે. સમયસાર તો સમયસાર છે. “ ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.”
“નિર્જરવા યોગ્ય અને નિર્જરા ક૨ના૨-એ બન્ને નિર્જરા છે.” રાગ આવીને નિર્જરી જાય છે-તે નિર્જરવા યોગ્ય, અથવા શુદ્ધિની વૃદ્ધિ થાય છે તો સામે જૂનાં કર્મ છે તે જૂનાં કર્મ નિર્જરી જાય છે. અહીંયા ભાવ નિર્જરાને ત્યાં દ્રવ્ય નિર્જરા તેમ. જેમ ભાવ સંવરને દ્રવ્ય સંવર ઉપ૨ કહ્યાં તો દ્રવ્ય સંવરમાં નવાં કર્મ આવતાં અટકે છે. જ્યારે નિર્જરામાં કર્મ સત્તામાં છે તે ખરી જાય છે. આટલો (બેમાં ) સંવર-નિર્જરામાં ફેર છે.
કર્મ પદ્ધતિમાં નવાં કર્મ આવતાં અટકે છે, અને આમાં જૂનાં કર્મ સત્તામાં પડેલા છે તે નિર્જરી જાય છે. ત્યાં દ્રવ્ય નિર્જરા છે અને અહીંયા શુદ્ધિની વૃદ્ધિ થાય છે માટે ભાવનિર્જરા છે. એ પણ નૈમિત્તિક છે-સ્વાભાવિક નથી. જો (નિર્જરા ) સ્વાભાવિક હોય તો આત્મા તેનો કર્તા બની જાય અને તે (આત્માનો) સ્વભાવ થઈ જાય. નિર્જરા સ્વભાવ હોય તો આત્મા કર્તા બની જાય; આત્મા નિર્જરાનો કર્તા નથી તે તો નિર્જરાનો જાણનાર છે. સમયસાર ૩૨૦ ગાથામાં આવે છે ને કે (સાધક) વિપાક-અવિપાક નિર્જરાને કેવળ જાણે છે-પણ કરતો નથી તે વાત છે.
(સાધક) શુદ્ધિની વૃદ્ધિ થાય છે તેને જાણે છે. તેને કરે છે? ન કરે. અકર્તા-જાણનાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૧૭
કેવી રીતે કરે ? તો તેનો કરનાર કોઈ છે!? હા, જૂનાંકર્મ ખરે છે તે તેનો કરનાર છે. માટે તો નિર્જરા નૈમિત્તિક છે. હું જો (નિર્જરાનો) કરનાર હોઉં તો આ નિર્જરા નૈમિત્તિક ન કહેવાય; તો તો મારો સ્વભાવ થઈ જાય. ઓલું (જૂનાં કર્મ ) કરનાર છે માટે નૈમિત્તિક છે. બહુ માર્મિક વાત છે.
જો હું ક૨ના૨ હોઉં તો કર્તાબુદ્ધિ થઈ જાય, તો તો નિર્જરા રહેતી નથી. થવા યોગ્ય થાય છે તે શબ્દ કાઢી નાખવો પડે. શુદ્ધિની વૃદ્ધિ થાય છે તેમ હું જાણું છું-હું કરું છું તેમ જણાતું નથી.
(નિર્જરાની ) પર્યાય છે તે સ્વાભાવિક પર્યાય છે કે તે નૈમિત્તિક છે?! તે નૈમિત્તિક પર્યાય છે તો હું નિમિત્ત નથી. મને નિમિત્ત કહેશોમાં. જો હું નિર્જરાનું નિમિત્ત થાઉં તો બંધનું પણ હું નિમિત્ત થઈ ગયો. નિર્જરામાં પણ કર્મ નિમિત્ત અને બંધમાં પણ કર્મ નિમિત્ત છે. હું નિમિત્ત નથી. નિમિત્તપણું રહેવા દેજો. હું તો તેનાથી અલગ ને અલગ છું. હું તો જાણનાર છું. થવા યોગ્ય થાય છે તેમ હું જાણું છું.
આહા...હા ! નિમિત્ત-નૈમિત્તિક બન્નેને જાણું છું-કરતો નથી. મને કોઈનો પક્ષ નથી. માત્ર જાણનાર છું. બે નયોના વિષયને કેવળ જાણું છું. નિશ્ચયનયથી મારે સ્વસ્વામી સંબંધ છૂટી ગયો છે. વ્યવહારથી ભલે કહે.
પ્રશ્ન - · શુદ્ધિની વૃદ્ધિ નૈમિત્તિક છે, સ્વાભાવિક નથી ?
ઉત્તર - સ્વાભાવિક હોવા છતાં સ્વાભાવિક નથી. હું તેનો કરવાવાળો નથી. તેનો કરવાવાળો જુદો છે. કર્મના (ઉપશમ-ક્ષયને) કારણે તે પર્યાય સાપેક્ષ છે. નૈમિત્તિક છે. આત્માને કારણે નિર્જરા થતી નથી. નિર્જરાને કારણે નિર્જરા થાય છે. નિર્જરા થાય છે તેનું કારણ હું નથી. હું કર્તા પણ નથી ને કારણ પણ નથી-હું તો જ્ઞાતા છું.
જ્ઞાતા છે તે-ઉપાદાન કર્તા પણ ન થાય અને નિમિત્તકર્તા પણ ન થાય. જ્ઞાતા માત્ર જાણે-કેવળ જાણનાર છે. “જાનું મેં જાનનહારા, દેખું મેં દેખનહારા.” આ ઉપજે વિણસે છે
તેની સાથે મારે કાંઈ પ્રયોજન નથી.
“પ્રભુ મેં શાયકરૂપ કેવલ જાણનહારા રે.” માત્ર જાણનાર તમે મને ક્યાંય પર્યાયમાં ન ભેળવશો-મને દૂર રાખજો. મને જાણતાં-જાણતાં થવા યોગ્ય થાય છે તેને જાણું છું. ન થવા યોગ્ય થાય છે તેમ પણ ન બને અને થવા યોગ્ય થયા જ કરે. મોક્ષ સુધીની દશા આમ થવા યોગ્ય થયા કરે છે. પર્યાય થવા યોગ્ય થાય છે તેમાં હું હસ્તક્ષેપ જ ન કરું. ઉત્પાદ્-વ્યય-ધ્રુવ ત્રણેય સત્ છે. મારી દરકાર રાખ્યા સિવાય નિર્જરા સ્વયં પ્રગટ થાય છે. મારાથી તો નિર્જરા ન થાય...પણ, હું તેને જાણું તે પણ વ્યવહાર છે. તો પછી કરવાની વાત તો નીકળી જ ગઈત્યારે તો જ્ઞાની થાય છે. એવું સ્વરૂપ છે.
66 બંધાવા યોગ્ય અને બંધન ક૨ના૨-એ બન્ને બંધ છે.” નૈમિત્તિક અને નિમિત્ત તે બન્નેથી હું તો જુદો ને જુદો છું. જ્ઞાની થયા પછી દશામાં થોડો ભાવબંધ થાય છે–તેનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૧૮
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૧૦ સ્વીકાર છે. કારણ કે હુજુ મોક્ષ નથી થયો ને!! થોડો પર્યાયમાં અટકે છે એટલે પર્યાયમાં અટકે છે. રાગ થાય છે તેનું નામ ભાવબંધ છે. ભાવબંધનું કારણ જૂનાં કર્મ છે. ભાવબંધથી હવે નવું કર્મ બંધાતું નથી.
ભાવબંધ પણ નિર્જરા માટે છે-રાગ નિર્જરવા માટે આવે છે. રાગ જવા માટે આવે છે. રાગ હવે કરજ (કર્જ) કરવા માટે આવતો નથી. રાગ થયો તેમાં જૂનાં કર્મનો ઉદય નિમિત્ત છે. ભાવ આસ્રવ તે આગંતુકભાવ છે અને આસવમાં અટકવું તે ભાવબંધ છે. પણ હવે તેને એકતાબુદ્ધિનો બંધ નથી. અસ્થિરતાનો બંધ છે. બંધ થયો તો છે-તે બંધ તત્ત્વ છે. હું તેનો કરનાર નથી હું તો જાણનાર છું. પર્યાયની યોગ્યતાથી બંધ થવા યોગ્ય થાય છે. હવે તે જ્ઞાતા થઈ ગયો-નાટકને જુએ છે. બંધને કરતો તો નથી પણ તેનું કારણ નથી તેથી નિર્જરી જાય છે. સમયસાર ૩૨૦ ગાથા સંવર, નિર્જરા, બંધ, મોક્ષને કેવળ જાણે છે. જાણતો થકો નિર્ભર છે. જાણે છે માટે નિર્જરે છે. તેનો સ્વામી નથી કારણકે-એકતાબુદ્ધિ તૂટી ગઈ છે. હવે તેને અસ્થિરતાનો (અલ્પ ) ભાવબંધ છે.
“અને મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર એ બને મોક્ષ છે;” મોક્ષ થવા યોગ્ય થાય છે. આત્મા મોક્ષનોય કરનાર નથી. મને ઉતાવળ નથી કે ક્યારે મારો મોક્ષ થશે. મોક્ષ થવા યોગ્ય થાય છે પછી મોક્ષ ક્યારે થશે તેવી જ્ઞાનીને અભિલાષા નથી. કેમકે મારો મોક્ષ થતો જ નથી, હું તો મોક્ષ સ્વરૂપ છું.” પર્યાયમાં મોક્ષ થવા કાળે થશે તેનો સમય ફરશે નહીં. જો સમય ફરે તો હું ઉતાવળ કરું ને !? મારા પુરુષાર્થથી મોક્ષ નજીક આવતો હોય તો હું ઉતાવળ કરું ને?! પુરુષાર્થ જાણવામાં છે-કરવામાં નથી.
આહા! શ્રીમદ્જીએ વાંદરાને કહ્યું ને!? ઉતાવળ કરીશ નહીં, તારે હુજુ મોક્ષ થવાને વાર છે. દિવ્યધ્વનિમાં આવ્યું ને કે મરિચિનો જીવ છે તે મહાવીરની ભૂમિકામાં આવશે ત્યારે મોક્ષ થશે. હવે (મહાવીરના જીવે) આ જાણ્યું પછી ઉતાવળ શું કરે ચોવીસમાં તીર્થકર. પર્યાયને વધારવાનો, ઘટાડવાનો, પૂર્ણ કરવાનો, ફેરવવાનો આત્માનો અધિકાર જ નથી. આત્મા તો જ્ઞાન સ્વરૂપ જ છે. તેથી તે માત્ર જાણે જ-કંઈ કરે નહીં. માત્ર જાણવાનો જ સ્વભાવ છે.
જેમ ચક્ષુ માત્ર દેખે તેમ જ્ઞાન માત્ર જાણે કે આ થવા યોગ્ય થાય છે બસ. જેનો મોક્ષ થવાનો કાળ આવે છે તેને-અકર્તાની દૃષ્ટિ પ્રગટ થઈ જાય છે. તેને દ્રવ્ય સ્વભાવની જ દૃષ્ટિ પ્રગટ થઈ જાય છે. હું તો અકર્તા છું. હું પર્યાયના મોક્ષનો કરવાવાળો નથી. કાળેય નહીં ફરે, ભાવેય નહીં ફરે અને નિમિત્તે નહીં ફરે. જે દ્રવ્ય, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે, જે નિમિત્તથી, જે ગામમાં, જ્યાંથી મોક્ષ થવાનો હશે ત્યાંથી મોક્ષ થશે. જ્યાંથી થવાનો હશે ત્યાંથી થશે ક્ષેત્રની સાથે મારે કંઈ જ નિસ્બત નથી.
મોક્ષ થવાનો હશે ત્યારે થશે; –થવા યોગ્ય થશે તેમ અમે જાણીએ છીએ-તે નિશ્ચય છે. હું મોક્ષને કરું છું અને મારા કરવાથી મોક્ષ થયો તેમ નથી. તો પછી મોક્ષનો પુરુષાર્થ કરવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૧૯ કે નહીં? કરવું તેનું નામ પુરુષાર્થ નથી. થવા યોગ્ય થાય છે એમ જે જાણે છે તેનું નામ પુરુષાર્થ છે, તો જ્ઞાનમાં રહી ગયો; જ્ઞાનની બહાર ન ગયો. દ્રવ્યમાં રહેતો રહેતો પર્યાયને ભિન્નપણે જાણે છે.
મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર,’ કર્મના અભાવથી મોક્ષ થાય છે આત્માથી થતો નથી. મોક્ષનો કરનાર કોણ છે ? મોક્ષનો ઉપાદાન કારણ આત્મા ખરો કે નહીં ?'
ત્મા ખરો કે નહીં ?! મોક્ષનું નિમિત્ત કારણ આત્મા ખરો કે નહીં ? (ઉત્તર) કહે-ના. ઉપાદાન બે ન હોય. કરનાર ઉપાદાન એક જ હોય, બે ઉપાદાન ન હોય. ઉપાદાનપણે પર્યાય પર્યાયને પણ કરે અને તેને ત્રિકાળી પણ કરે, એમ ન હોય. એક કાર્યમાં બે કારણ ન હોય-બે ઉપાદાન ન હોય. ઉપાદાન એક ક્ષણિક ઉપાદાન જ હોય.
પ્રશ્ન – ત્રિકાળી અને ક્ષણિક એમ બે મળીને મોક્ષ થાય ને?!
ઉત્તર – કહે-ના, એક ક્ષણિક ઉપાદાનથી જ કાર્ય થાય છે. ક્ષણિક ઉપાદાનથી કાર્ય થાય છે એટલે આત્મા કર્તા બનતો નથી–એટલે અકર્તાપણું સિદ્ધ થાય છે. મોક્ષને કરતો નથી માટે અકર્તા છે. અકર્તા છે માટે જ્ઞાતા છે. જ્ઞાતા છે માટે મોક્ષની પર્યાય થવા યોગ્ય થાય છે તેમ જણાય છે. હું કરું છું તેમ જાણવામાં આવતું નથી. કેવળજ્ઞાન થવા યોગ્ય થાય છે. જ્યારે થવાનું હશે ત્યારે થશે. -તેમ જ્ઞાનીએ અત્યારે જાણી લીધું છે-એટલે તેને આકુળતા નથી.
પ્રશ્ન - ઉપાદાન એક જ છે બે નથી ?
ઉત્તર – ઉપાદાન બે હોવા છતાં કાર્ય માટે એક જ ક્ષણિક ઉપાદાન છે. કાર્ય માટે એક ઉપાદાન છે માટે આત્મા અકર્તા છે–નિષ્ક્રિય છે. ઉપાદાન બે પણ કાર્ય માટે ક્ષણિક ઉપાદાન એક જ છે. જાણવા માટે બે ઉપાદાન છે.
આત્મા ઉપાદાન કર્તા એટલા માટે નથી કેમકે પર્યાય સ્વયં ઉપાદાન કર્તા છે. નિમિત્તા કર્તા આત્મા) એટલા માટે નથી કે કર્મનો ઉદય તેમાં નિમિત્ત છે. તેથી બે નિમિત્ત ન હોય. ઉપાદાન પણ એક જ અને નિમિત્ત પણ એક જ હોય. ત્રિકાળી આત્મા કાર્યમાં નિમિત્ત પણ નથી અને ઉપાદાન પણ નથી. બે નિમિત્ત નથી; નિમિત્ત એક છે. આત્મા જાણનાર છે-તે નિમિત્ત કર્તા ક્યાં છે? તે નિમિત્તકર્તા હોય તો નિત્યકર્તાપણાનો દોષ આવે. પરંતુ આત્મા નિમિત્ત કર્યા છે જ નહીં, બીજો નિમિત્ત કર્યા છે તે મને ખ્યાલમાં છે. પછી હું શું કામ નિમિત્ત થાઉં.
સમયસાર તો સમયસાર છે. આખી જિંદગી સમયસારનું અધ્યયન કરે તો પણ જિંદગી ઓછી પડે તેટલો માલ સમયસારમાં ભર્યો છે. અધ્યયનમાં સમય ઓછો પડે તેટલો માલ છે.
દષ્ટિ અપેક્ષાએ પર્યાયને સર્વથા ભિન્ન કહો તે તો બરાબર છે, પણ હવે જ્ઞાન અપેક્ષાએ વાત કરીએ છીએ. જો જ્ઞાન અપેક્ષાએ સર્વથા ભિન્ન કહેશો તો અનુભવ નહીં થાય. જ્ઞાનમાં સર્વથા પર જણાતું નથી એમ કહેશો તો બાધા નહીં આવે-તેમાં દોષ નહીં આવે. જ્યારે (સર્વથા ભિન્ન) માં તો દોષ આવશે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨)
પ્રવચન નં. ૧૦
જ્ઞાનની પર્યાયને તમે સર્વથા ભિન્ન રાખશો તેને તમે પડખે ચડવા જ નહીં ધો... તેને અડવા નહીં દ્યો તો અનુભવ નહીં થાય. પર્યાય પોતે આત્મા થઈને આત્માને જાણે છે. પર્યાય હવે પર્યાય રહેતી નથી. જેમ માટલામાં માટી વ્યાપે છે તે હવે માટલું નથી તે માટી જ છે.
જૈન દર્શનમાં તમે આ દષ્ટિ અપેક્ષાનું કથન અને આ જ્ઞાન અપેક્ષાનું કથન તેમ જુદા પાડીને જાણો તો જ સમજાશે. નહીંતર જો ખીચડો કરશો કે-આમાં આમ ને, આમાં આમ તો નહીં સમજાય. જ્ઞાનમાં ક્લીઅર (સ્પષ્ટ) જોઈએ. જાણી શકાય પણ કહેવાય નહીં એવી વાત છે. | તીર્થકર સાચા છે તે મૌન થઈ જાય છે તે મને બહુ ગમે છે. પછી દિવ્યધ્વનિ જોરદાર છૂટે છે. તેમાં દિવ્યધ્વનિ સાંભળીને બે મિત્રો બહાર નીકળ્યા; એક કહે-દ્રવ્યને પર્યાય અડતી નથી. બીજો કહે-દ્રવ્યને પર્યાય અનન્ય થાય ત્યારે અનુભવ થાય. બન્નેનો થયો ઝગડો. પેલો કહે મેં દિવ્યધ્વનિમાં સાંભળ્યું છે. બીજો કહે–મેં દિવ્યધ્વનિમાં સાંભળ્યું છે. હમણાં આપણે શ્રુતકેવળી પાસે જવું નથી. કારણ કે આવતીકાલે ઓમ ધ્વનિ છૂટશે ત્યારે આપણે બન્ને પ્રશ્ન કરશું. બન્નેમાંથી કોણ સાચું છે તે જવાબ આવી જશે.
બીજે દિવસે બન્નેએ એક સાથે પ્રશ્ન કર્યો, ઓમ ધ્વનિમાં જવાબ આવ્યો કે-કથંચિત્ તમે બન્ને સાચા છો. મધ્યસ્થ થઈ જાઓ. હાથ મિલાવો તો બન્નેને અનુભવ થશે. એમ દષ્ટિ અને જ્ઞાન હાથ મિલાવે ત્યારે અનુભવ થાય. આ વિષય બહુ ગંભીર છે. જાણવામાં બધું આવે, કહેવામાં બધું ન આવે. “કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જ્ઞાનીઓ ઈશારાથી વાત કરે છે.
અનાદિથી અનાદિ મિથ્યાદષ્ટિ જીવને દ્રવ્ય-પર્યાયનો ભેદ રહી ગયો છે. તેણે ઉપયોગ અને જ્ઞાયકને જુદા રાખ્યા છે તેથી મિથ્યાત્વ ઉત્પન્ન થયા કરે છે. અભેદ થઈ જાય તો મિથ્યાત્વનો ક્ષય થઈ જાય. દષ્ટિ અપેક્ષાએ સર્વથા ભિન્ન હોવા છતાં-જ્ઞાન અપેક્ષાએ અનન્યા થાય છે. આ ધ્યેયપૂર્વક જ્ઞય થાય છે–તે વિષયની આ ચર્ચા ચાલે છે. સમયસાર ૬ઠ્ઠી ગાથામાં બીજા પારામાં કર્તાકર્મનું અનન્યપણું કહ્યું છે ને!? પણ જ્યાં સુધી ભેદ રહેશે ત્યાં સુધી પુદ્ગલમાં મિથ્યાત્વનો રસ બંધાશે.
જ્યારે અહીં જ્ઞાન અને શાયકનો ભેદ રહેતો નથી-એવો ભેદ દેખાતો નથી, એટલે કે એક અભેદ ય જ્ઞાયક જ ભાસે છે; જ્ઞય પણ આત્મા અને જ્ઞાયક પણ આત્મા. શયજ્ઞાયકની અભેદતા તે આવે છે ૨૭૧ કળશમાં. (જ્યારે જ્ઞય જ્ઞાયકની અભેદતા દેખાય છે ) ત્યારે ત્યાં સ્વયમેવ મિથ્યાત્વનો વ્યય થઈ જાય છે. ત્યાં હોં (દ્રવ્યકર્મમાં) અહીં તો (પરિણામમાં) હવે મિથ્યાત્વ હતું જ નહીં. ત્યાં મિથ્યાત્વ આદિ એવા શબ્દ વાપર્યા. (એટલે મિથ્યાત્વ, અવિરત, કષાયને યોગ.) આ આખું કેવળજ્ઞાન થાય ત્યાં સુધી લઈ લીધું. જેમજેમ જ્ઞાન જ્ઞાયકથી અભેદ થતું જાય છે, તેમ તેમ ત્યાં કર્મ સ્વયં જ ખરી-નિર્જરીને સમાપ્ત થઈ જાય છે-એટલે કે આઠ કર્મોનો અભાવ થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૨૧ જેમ-જેમ આત્મા વિજ્ઞાનઘન થતો જાય છે તેમ-તેમ આસ્રવોથી નિર્વતતો જાય છે. આ અનુભવ પછીની પ્રક્રિયાની વાત છે. એકવાર અભેદ તો થયો પણ પર્યાય પૂરી અભેદ થઈ નથી. પૂરી અભેદ થાય તો કેવળજ્ઞાન થઈ જાય. પૂરી અભેદ થાય તો આઠ કર્મનો અભાવ થઈ જાય. સમ્યક્દર્શન પછી વારંવાર શુદ્ધોપયોગપૂર્વક અભેદ થાય છે-તેમ ત્યાં સ્વય જ કર્મ ખરીને સમાપ્ત થઈ જાય છે.
દષ્ટિના વિષયપૂર્વક અભેદ થાય છે તે સમ્યક છે. દષ્ટિના વિષયનો પક્ષ છે તે સમ્યક નથી. અભેદનો પક્ષ છે તે અભેદ નથી. ઉત્પાધ્યાયધુવયુક્તસત્ તે અભેદ છે તે એક સત્તા છે તે પક્ષ છે. તે પ્રમાણનો પક્ષ છે. અહીં પક્ષની વાત નથી જ્ઞાનની વાત છે. નવું અભેદ થાય છે તે વાત છે. દષ્ટિનો વિષય તો અનાદિ અનંત અભેદ છે. જ્ઞાનના વિષયમાં અભેદ થવું તે પુરુષાર્થ છે.
નિશ્ચય જ્ઞાનની પર્યાય કેમ પ્રગટ થાય? કે-વ્યવહારનો નિષેધ કરી નાખ ને કે હું પરને જાણતો જ નથી. પછી જોઈ લે અભેદ થાય છે કે નહીં. આ કાંઈ અમથો (નકામો) ધડાકો નથી કર્યો કે-જ્ઞાન પરને જાણતું જ નથી. આ ધડાકો અભેદ થવા માટે છે. મને પર જણાય છે તેમાં પર્યાય અભેદ નહીં થાય. પર જણાય છે તેમાં તો દ્રવ્ય પર્યાયનો ભેદ રહ્યો. જ્યારે દ્રવ્ય જ જણાય છે ત્યારે જ પર્યાય અભેદ થાય છે.
આ નેપકીનનું જ્ઞાન મને થાય છે તો જ્ઞાન જ નેપકીન થઈ ગયું. જે જેનું હોય તે તેજ હોય–તો ખલાસ થઈ ગયું જ્ઞાન ક્યાં રહ્યું?! જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે ત્યારે જ્ઞાન અને જ્ઞાયકનો ભેદ વિલય પામીને અભેદ અનુભૂતિ થાય છે ત્યારે આનંદ આવે છે. જ્ઞાયક જણાય છે તેનો સ્વીકાર કરવો જોઈએ કે મને જણાય જ છે. જાણનારો જ જણાય છે તેવો ભાવ તેને અંદરમાંથી આવવો જોઈએ ને !? અંદરમાંથી ક્યારે આવે? કે-પરને જાણવાનો નિષેધ કરે ત્યારે જ. આ મેઈન ચીજ છે.
જાણનારો જણાય છે તેમ કહો ને? પર જણાતું નથી તે કહેવાની શું જરૂર છે? પર જણાય એ તને શલ્ય છે તે શલ્ય કાઢવા માટે નિષેધ કરીએ છીએ. આ શલ્ય છે તેથી નિશ્ચય જ્ઞાન પ્રગટ થતું નથી. માટે વ્યવહારનો નિષેધ તે નિશ્ચયની પ્રાપ્તિનો ઉપાય છે લે! કેમકે એને શલ્ય છે હું પરને જાણું છું એ શલ્ય નીકળવું મુશ્કેલ છે.
પરને જાણવાનું શલ્ય જ્યાં સુધી રહે ત્યાં સુધી પર્યાય દ્રવ્યથી અભેદ થતી નથી. જ્યાં સુધી ભેદ છે ત્યાં સુધી ત્યાં મિથ્યાત્વ ઉભું થશે લે! ધ્યેયપૂર્વક જ્ઞય થાશે તે વાત યાદ રાખવા જેવી છે ભૂલવા જેવી નથી. આ વજનદાર અને મુદાની વાત છે. પરને જાણવાના નિષેધ વિના અંતર્મુખ થવાતું જ નથી. તે વિના કોઈ અંતર્મુખ થશે જ નહીં. ઈ...શલ્ય મોટું છે પર્યાય જ્યાં સુધી અભેદ નહીં થાય તો મિથ્યાત્વનો ક્ષય નહીં થાય. જેમ જેમ વિશેષ અભેદ થતો જાય છે તેમ તેમ સર્વ કર્મનો ક્ષય થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨
પ્રવચન નં. ૧૧
પ્રવચન નં - ૧૧
તા. ૩-૧૨-૮૯ શ્રી સમયસાર ગાથા - તેર છે. ભૂતાર્થનયથી નવ તત્ત્વને જાણતાં સમ્યકદર્શન થાય છે તે વિષય ચાલે છે. ટીકાનો પહેલો પારો પૂરો થયો હવે બીજો પારો.
બાહ્ય (ધૂળ) દૃષ્ટિથી જોઇએ તો: - જીવ-પુદ્ગલના અનાદિ બંઘ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે. સત્યાર્થ છે.”
બાહ્ય સ્થૂળ દષ્ટિ' એટલે મિથ્યાષ્ટિઅજ્ઞાની થઈને જોઈએ તો..; “જીવ પુદ્ગલના અનાદિ બંધ પર્યાય' –જીવ અને પુદ્ગલનાં બંધ પર્યાય એટલે એકમેક. જીવ અને પુદ્ગલ એક છે તેવો એકપણે અનુભવ કરતાં-આ નવે તત્ત્વો ભૂતાર્થને સત્યાર્થ છે. અજ્ઞાનદશામાં એકપણે અનુભવાય છે. આવી એક સ્થિતિ છે.
અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપે જઈને અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે.” આહાહા ! પહેલાં એમ લીધું કે-જીવ પુદ્ગલના અનાદિ બંધ પર્યાયની સમીપ એટલે કે પર્યાય દષ્ટિથી જોઈએ તો એકમેક દેખાય છે. ભેદજ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી બન્નેનાં પરિણામ એકમેક દેખાય છે. “એકમેકમાં' પર્યાયની સમીપે જઈને જતો 'તો-પર્યાય ઉપર લક્ષ રાખીને જોતો હતો.
હવે કહે છે-જીવદ્રવ્યના સ્વભાવની સમીપે એટલે તેની સન્મુખ થઈને જોવામાં આવે તો, એટલે કે પર્યાયાર્થિક ચક્ષુ બંધ કરીને દ્રવ્યાર્થિક ચક્ષુને ઉઘાડીને જુએ તો નવ તત્ત્વો અભૂતાર્થ છે. (અજ્ઞાનમાં) એકત્ત્વનો-મિથ્યાત્વનો અનુભવ હતો તેથી પર્યાયદષ્ટિ હતી. હવે અહીંયા વિભક્ત કરે છે. સ્વભાવની સમીપ જઈને જોતાં-અનુભવતાં બન્ને ભિન્ન-ભિન્ન છે બન્ને એક નથી. જીવ ભિન્ન છે અને પુગલ ભિન્ન છે. “તેઓ” એટલે કે જીવ અને પુદ્ગલની એકત્વબુદ્ધિ મિથ્યા છે-તેથી તેઓ અસત્યાર્થીને અભૂતાર્થ છે.
જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી.” જીવના એકાકાર સ્વરૂપમાં નવ તત્ત્વો નથી. જુઓ! આત્મા નવ તત્ત્વોથી ભિન્ન છે. જયસેન આચાર્ય ભગવાને સમયસાર ૧૫૫માં લીધું છે તે જ વાત કરે છે. કેમકે અહીંયા એ બેઈઝ (પાયો) છે કે ભૂતાર્થનયે નવતત્વને જાણતાં; એટલે નવ તત્ત્વથી ભિન્ન શુદ્ધાત્માને જાણતાં સમ્યકદર્શન થાય તે નિયમ છે. નવ તત્ત્વના લક્ષે સમ્યક્દર્શન ન થાય.
એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ જઈને-અંતર્મુખ થઈને, અતીન્દ્રિયજ્ઞાન વડે, ભગવાન આત્માનો અનુભવ કરતાં તેઓ એટલે કે-નવ તત્ત્વો અભૂતાર્થ છે. નવ તત્ત્વો જીવને પુદગલના સંબંધથી ઉત્પન્ન થયેલા ભાવો છે. તે નૈમિત્તિક ભાવ સ્વભાવમાં નથી. સ્વભાવને કારણે નવ ઉત્પન્ન થતા નથી. એ નવ તો જીવ અને પુદ્ગલના સંબંધથી જુઓ તો નવ દેખાય છે. સ્વભાવની સમીપ જતાં-આત્માના સ્વભાવમાં તેઓ નથી, તેનો આત્મામાં અભાવ છે. નવ તત્ત્વોનો સદ્ભાવ પણ મારામાં તેનો અભાવ એવો મારો સ્વભાવ.બસ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૨૩
જીવના એકાકાર સ્વરૂપમાં નવ તત્ત્વો નથી. અભેદમાં નવ તત્ત્વના ભેદો દેખાતા જ નથી, તેથી નવ તત્ત્વો અવિધમાન છે. છે જ નહીં. નવ તત્ત્વમાં નવ તત્ત્વ ભલે હો પણ એ મારામાં નથી. એકલા સામાન્ય ચિદાનંદ આત્માને જોઉં છું તો એ જ્ઞાનમાં હું જ જણાઉં છુંબીજું કંઇ જણાતું જ નથી. અભેદ-સામાન્ય ટંકોત્કીર્ણ એક પરમાત્મા જ જણાય છે. આહા..હા! જ્ઞાન એકને જ પ્રસિદ્ધ કરે છે–નવને પ્રસિદ્ધ નથી કરતું-કેમકે જીવના એકાકાર
સ્વરૂપમાં તેઓ નથી.
“તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવજ પ્રકાશમાન છે.” આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એટલે શુદ્ઘનયથી એટલે અંતર્મુખ સ્વભાવની સન્મુખ જઈને જોતાં; મૂળગાથાની વાત ફરીથી લ્યે છે-નવ તત્ત્વોને ભૃતાર્થનયથી જાણતાં સમ્યક્દર્શન તે વાત ફરીથી લ્યે છે. જે જ્ઞાનનો પર્યાય માત્ર અભેદને પ્રસિદ્ધ કરે-જ્ઞાયકને પ્રસિદ્ધ કરે તે જ્ઞાન નિશ્ચયજ્ઞાન છે. જે જ્ઞાન મને પ્રસિદ્ધ કરે તે નિશ્ચયજ્ઞાન છે.
ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. જુદાં જુદાં નવ તત્ત્વો હવે કાંઈ દેખાતાં નથી. એક જ–જીવ જ પ્રકાશમાન થાય છે. આમાં માલ ભર્યો છે. “ સામાન્યને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો”, કેમકે વિશેષ (સામાન્યમાં ) એમાં નથી, એટલે કેઃ સામાન્યની સન્મુખ થઈને જોઉં છું તો એકલો સામાન્ય ચિદાનંદ આત્મા મને જણાય છે, પરિણામ જણાતા નથી...કેમકે પરિણામ આત્મામાં નથી. સામાન્યમાં વિશેષની નાસ્તિ છે-તેથી વિશેષો મને જણાતાં નથી.
ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે-તેનું નામ સમ્યક્દર્શન અને સમ્યજ્ઞાન છે. જે જ્ઞાન મને જાણે તે જ્ઞાન નિશ્ચય. ભૂતાર્થનય મને જ પ્રસિદ્ધ કરે છે–તે નવના ભેદને પ્રસિદ્ધ કરતી નથી. કેમકે નવ તત્ત્વ ૫૨દ્રવ્ય છે, તેની મારામાં નાસ્તિ છે, એવી મારી અસ્તિ છે-તેનો અનુભવ તેનું નામ મસ્તિ છે.
ભૂતાર્થનયથી જોઈએ તો જીવ જ એક પ્રકાશમાન છે-સમ્યક્ એકાંત કર્યું. પહેલાં બાહ્ય-સ્થૂળ દષ્ટિ-મિથ્યાદષ્ટિ હતો અને તે સમ્યક્દષ્ટિ થઈ ગયો. મિથ્યાદષ્ટિ સમ્યક્દષ્ટિ કેમ થાય તેની વાત આમાં લીધી છે.
પહેલાં પારામાં મિથ્યાદષ્ટિ હતો. નવ તત્ત્વ અને જીવનો એકપણે અનુભવ કરતો 'તો ત્યાં સુધી એનું અજ્ઞાન હતું. પણ, હવે...ભેદજ્ઞાન કરીને-અંતરદષ્ટિથી જ્યારે એકલા જીવને જોવામાં આવ્યો ત્યારે...આ જે નવ તત્ત્વો...કે જે-જીવને અજીવના સંબંધથી ઉત્પન્ન થયેલા વ્યવહારીક ભાવો તેનો આત્મામાં અભાવ છે. તેથી એક જીવ જ પ્રકાશમાન છે-તેવો અનુભવ થઈ ગયો.
“ એવી રીતે અંતર્દિષ્ટથી જોઈએ તો:- શાયકભાવ જીવ છે અને જીવના વિકા૨નો હેતુ અજીવ છે.” વિકારનો એટલે વિશેષકાર્યનો હેતુ અજીવ છે. જીવ સામાન્યનો કોઈ હેતુ નથી–તે સત્ અહેતુક છે. જીવના વિકા૨નો એટલે વિશેષ કાર્યોના જે પરિણામ થાય છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
પ્રવચન નં. ૧૧ ઉત્પાદ-વ્યય તેનો હેતુ જીવ નથી અજીવ છે. પરિણામ જે પ્રગટ થાય છે. ઉત્પાદ-વ્યય તેનો હેતુ એટલે નિમિત્ત કારણ હું નથી. (કાર્યનું) ઉપાદાન કારણ તો હું નથી પણ હું નિમિત્તકારણે નથી. તેનું નિમિત્તકારણ અજીવ છે. આહા! ઉપાદાન તો હું નથી, પણ નિમિત્તે નથી-એવો જુદો ને જુદો રહ્યા કરું છું તે હું છું.
જીવના વિશેષ કાર્યનો હેતુ-કારણ કોણ છે? જીવના પરિણામનું ઉપાદાન કારણ તો પરિણામ છે પણ નિમિત્ત કારણ કોણ છે? (નિમિત્ત કારણ) અજીવ છે-હું નહીં. નિમિત્તનૈમિત્તિક ભાવથી જ્ઞાયકભાવ જુદો જ રહે છે-કાયમ માટે જુદો જ રહે છે, એકમેક થતો નથી.
શાસ્ત્રમાં એમ આવે છે ને કે-આ નવ તત્ત્વ કર્મકૃત છે. તે કર્મજનિત ઉપાધિ છે. તે નિમિત્તના સંબંધથી થાય છે તેનું નિમિત્ત પુદ્ગલ છે તો આ બધા પુદ્ગલના પરિણામ છે, મારા પરિણામ નથી. તે પરિણામનો કર્તા તો હું નથી પણ તેનો હેતુએ નથી. તેનો હેતુનિમિત્તકારણ અજીવ છે. તેનું ઉપાદાન કારણ હું નહીં અને અજીવ પણ નહીં. નિમિત્તકારણ હું નહીં, નિમિત્ત કારણ માત્ર અજીવ જ છે. કેમકે ઉપાદાન થવા યોગ્ય થાય છે–તે પર્યાયનું સત્ લેવું છે તે અપેક્ષાએ.
આ સોનેરી વાત છે કે-હું તો એક જ્ઞાયકભાવ છું, હું કોઈનો હેતુ બનતો નથી. જેમ અકર્તા છે તેમ અકારણ છે તેવો એક શાકભાવ છે. નવના ભેદનો અકર્તા છે ને અકારણ છે. તો પ્રશ્ન થાય કે નવના ભેદનો કર્તા કોણ છે? પરિણામનો કર્તા પરિણામ છે અને તેનું નિમિત્ત કારણ અજીવ છે. અજીવના પરિણામને અને જીવના પરિણામને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. જીવન અને અજીવને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી. આગળ કહે છે–પોતે અને પર જેમનાં કારણ છે.
દિગમ્બર સંતોના વચન માત્રથી જ્ઞાયક આત્મા જુદો ને જુદો દેખાય છે. દિગમ્બર સંતોના વચનો રામબાણ છે, હૃદયને છેદી ભેદીને અંદરમાં સોંસરવા ઉતરી જાય છે. જેમ સેવાળને દૂર કરીએ તો સ્વચ્છ પાણી મળે તેમ. ગાથાએ ગાથાએ લીટીએ-લીટીએ ભેદજ્ઞાન જ છે. ભેદજ્ઞાનથી અભેદની અનુભૂતિ થાય છે. ભેદજ્ઞાન વિના અભેદની અનુભૂતિ થતી નથી. ભેદજ્ઞાનનો અર્થ જ અભેદની અનુભૂતિ તેનું નામ ભેદજ્ઞાન છે. અરૂપી આત્મા કે જે અતીન્દ્રિયજ્ઞાનથી અનુભવી શકાય તેવો અરૂપી અમૂર્તિક આત્મા–તેને શબ્દમાં રજૂ કરે છે. આચાર્યદેવની શક્તિ કેવડી ? તેમના અનુભવને તો આપણા પ્રણામ છે, પણ એ જિનવાણીને પણ પ્રણામ છે. આપના વચનના યોગે મારા સ્વરૂપનો મને ભાસ થાય છે-હું આવો જ છું.
અંતરદૃષ્ટિથી જોતાં એક જીવ જ પ્રકાશમાન છે-નવ તત્ત્વો કંઈ દેખાતા નથી. અભેદમાં ભેદ નથી માટે દેખાતો નથી. તેથી એ નવતત્ત્વો અવિદ્યમાન છે. નવ તત્ત્વો છે જ નહીં ને ! જેટલું દેખાય છે તેટલી જ અસ્તિ છે. જેટલું દેખાતું નથી તેની અસ્તિ નથી. ભૂતાર્થનયથી જેટલું દેખાય છે તેટલું જ મારું સ્વરૂપ છે. જે નથી તે કેમ દેખાય?!
ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એક વાક્યમાં બધું જ સમાવી દીધું છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૨૫ જ્ઞાયક જ જણાય છે, જાણનાર જ જણાય છે. બીજું કાંઈ અમને જણાતું નથી.
પ્રશ્ન – જ્ઞાન મને જ જાણે છે? ઉત્તર – કહે–. પ્રશ્ન – જ્ઞાન બીજાને જાણે છે?
ઉત્તર – કહે-ના. જે જ્ઞાન મને પ્રસિદ્ધ કરે તે જ્ઞાનનું નામ ભૂતાર્થનય-શુદ્ધનય છે. જે પરને પ્રસિદ્ધ કરે તેનું નામ શુદ્ધનય નથી. ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એવી રીતે અંતરદૃષ્ટિથી જોઈએ તો જ્ઞાયકભાવ જીવ છે.
“જીવના વિશેષ કાર્યનો હેતુ અજીવ છે.” એટલે કે વિશેષ કાર્યનો હેતુ હું નથી એવી અલૌકિક વાત છે. શ્રી સમયસારની 100 નંબરની ગાથામાં-નવાં કર્મબંધનું નિમિત્ત કારણ અજ્ઞાનનો અંશ કહ્યો-જ્ઞાયક નહીં. જ્યારે નવાં કર્મ બંધાય છે ત્યારે અજ્ઞાનનો અંશ નિમિત્ત કારણ કહ્યો, એ વખતે જે જ્ઞાયકભાવ છે તે નિમિત્ત કારણ નહીં. એમ અહીંયા કહે છે કેસંવર-નિર્જરાના જે પરિણામ પ્રગટ થાય છે-તેનો હેતુ હું નથી, તેનો હેતુ કર્મ છે-અજીવ છે.
આગળના પારામાં આવી ગયું કે સંવર-નિર્જરા થવા યોગ્ય થાય છે અને તેનો કરનાર અજીવ છે. નિમિત્તપણે પણ તેનો કરનાર હું નથી. એમાં તો મોક્ષમાં તો કર્મના બંધમાં-નિમિત્તનો અભાવ કહ્યો, આંહીયા તો કહે છે–સંવર-નિર્જરામાં હું હેતુ નથી-તેનો હેતુ અજીવ છે. મોક્ષનો હેતુ હું નથી–મારા કારણે મોક્ષ થતો નથી. જો મારા કારણે મોક્ષ થતો હોય તો હું તો અનાદિનો છું, મોક્ષ કેમ ન થયો?
મોક્ષ કેમ થતો નથી? કે હું મોક્ષનું કારણ છું એમ માને છે માટે મોક્ષ થતો નથી. જ્યારે હું કારણ નથી એમ માનશે ત્યારે મોક્ષ થઈ જશે. સમ્યફદર્શન કેમ થતું નથી ? સમ્યકદર્શનનું કારણ હું છું, તેમ માને છે, માટે સમ્યકદર્શન થતું નથી.
કરવાના બે ભેદ છે. (૧) ઉપાદાન (૨) નિમિત્ત. બન્ને એક બાપના બેટા છે. બન્ને કર્તબુદ્ધિ છે. ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બન્નેમાં પર્યાયને પરાધીન બનાવી. તેણે પર્યાયને સ-અહેતુક સ્વતંત્ર ન રહેવા દીધી–માટે તેને સમ્યકુદર્શન પ્રગટ ન થાય.
જીવન વિકારનો હેતુ અજીવ છે હું નથી તેટલા શબ્દોમાં તો માલ ભર્યો છે. એટલે (પર્યાયની) ઉપેક્ષા આવી જાય છે. વસ્તુ જુદી પડી જાય છે-તેનાથી હું જુદો છું. પરિણામને જે હેતુ થાય તે અજીવ હોય, જે હું એનો હેતુ હોઉં તો હું અજીવપણાને પામી જાઉં. આટલો બધો માલ ભર્યો છે. આ શાંતિથી સાંભળવા જેવું છે.
જીવના વિકારના કાર્યનો હેતુ જીવ નથી અને અજીવ છે છતાં જો તું હેતુ માનતો હો તો તું અજીવ થઈ ગયો. કેમકે એના કાર્યનો હેતુ અજીવ જ હોય, જીવ ન જ હોય. આ એકદમ સૂક્ષ્મ વાત છે. જીવના વિકારનો હેતુ અજીવ છે, એટલો વિચાર ખાસ કરવો જોઈએ.
અજીવને હેતુ કેમ લખ્યો? હું હેતુ કેમ નહીં? પરિણામનો હેતુ આત્મા છે તેમ જાણીશ ને માનીશ તો તું અજીવ થઈશ. પરિણામનો હેતુ અજીવ જ હોય આત્મદ્રવ્ય ન હોય. જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૬
પ્રવચન નં. ૧૧ અંદરથી (સ્વભાવથી) એકદમ નિરાળો છે તેને નિરાળો જ રાખવો-તેની સાથે કોઈને જોડશો નહીં. જીવને કર્તાપણે કે કારણપણે ન જોડવો.
આ ભગવાન આત્મા જ્ઞાતા દ્રવ્ય છે તે (પરિણામનો) હેતુ કેમ થાય?! ઉત્પાવ્યયનો હેતુ ધ્રુવ નથી. નવ તત્ત્વ પ્રગટ થાય છે તેનો હેતુ અજીવ છે, જીવ નહીં. અને જો હું હેતુ થાઉં તેમ માનું તો તેની દષ્ટિમાં જીવ નહીં આવે. તેની દૃષ્ટિમાં જીવ ઓઝલ (અદશ્ય) થઈ ગયો.
નિયમસાર-પરમાર્થ પ્રતિક્રમણમાં કર્તા નથી, કારણ નથી તે બે શબ્દો છે. આત્મા કર્તા એ નથી કારણેય નથી. પરિણામનો કર્તા અજીવ છે એમ નથી લખ્યું. કર્તા તો પરિણામ પોતે જ છે. એમાં મર્મ છે. વધારે સૂક્ષ્મ વાત છે. કોઈ વખતે (દષ્ટિ અપેક્ષાએ) પરિણામનો કર્તા પુદગલ છે (કર્મકૃત છે) તેમ કહે. અહીંયા કહે છે પુદ્ગલ એનો કર્તા નથી એનો હેતુ અજીવ છે. –કેમકે પરિણામ થવા યોગ્ય થાય છે એટલે પરિણામ અજીવને આધીન નથી અને જીવને આધીનેય નથી. અજીવને આધીન કહો તો તે કર્તા થઈ જાય. અને (પર્યાયને) જીવને આધીન કહો તો મોક્ષ થઈ જવો જોઈએ, પણ મોક્ષ તો થતો નથી. જીવ તો જ્ઞાતા છે.
વિકારનો કર્તા અજીવ નથી લખ્યો-કારણકે વિશેષકાર્ય સંવર-નિર્જરા ને મોક્ષ તેનો કર્તા પરિણામ છે. પરિણામનો કર્તા પરિણામ છે-તે ક્ષણિક ઉપાદાન છે, અને તેનો હેતુ અજીવ એ નિમિત્તકારણ છે. અને ટીકામાં નવે બોલમાં થવા યોગ્ય અને કરનાર લીધું. “કરનાર' એટલે નિમિત્તકર્તા એમ લેવું છે. ઉપાદાનપણે જો કરે તો બે દ્રવ્યની એકતા થઈ જાય અને તો તો પુદ્ગલ જે પરિણામ કરે તે કર્યા જ કરે બીજા પરિણામ પણ ન કરી શકે એમ નથી.
પરિણામ સ્વાધીન છે–પરાધીન નથી. અજીવને આધીન પરિણામ નથી. જો પરિણામનો કર્તા અજીવને માનો તો પરિણામ અજીવને આધીન થઈ જાય, અને બીજું પરિણામ એક સરખા થવા જોઈએ. આસ્રવ થાય તો થયા જ કરે, તેનો (અભાવ) થઈને સંવર કોઈ દિવસ ન થાય. માટે (અજીવ ) આસવનો નિમિત્ત કર્તા છે-ઉપાદાનકર્તા નથી. અજીવને સંવરનો નિમિત્તકર્તા કહો-ઉપાદાન કર્તા નહીં. મોક્ષનો ઉપાદાન કર્તા તો મોક્ષની પર્યાય છે-નિમિત્તકર્તા કર્મનો અભાવ છે.
જીવના વિકારનો હેતુ અજીવ છે-એટલે કે હું કર્તા નથી, હું હેતુ નથી–તેનો નિષેધ આવી ગયો. બીજું અજીવ છે તે નિમિત્ત કર્યા છે, ઉપાદાન કર્તા નથી. ઉપાદાન કર્તાપણે અને નિમિત્ત કર્તાપણે પોતાનો નિષેધ કર્યો. પરિણામ સ્વતંત્ર રહ્યા; એનો કરનાર પરિણામ રહ્યો અને તેનો હેતુ નિમિત્ત કારણ અજીવ છે. અહીં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ લેવો છે, અહીં કર્તાકર્મ સંબંધ લેવો નથી. બે દ્રવ્યોના પરિણામની વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય, જો કર્તાકર્મ સંબંધ હોય તો પરિણામ પરાધીન થઈ ગયા-પરિણામ સ-અહેતુક ન રહ્યાં. પરિણામ થવા યોગ્ય થાય છે. જ્ઞાયક પણ અકર્તા છે અને અજીવ પણ અકર્તા છે. પરિણામનો કર્તા પરિણામ છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૨૭ અને તેનું નિમિત્ત કારણ-હેતુ અજીવ છે. ઉપાદાન કારણ પરિણામ અને નિમિત્ત કારણ અજીવ છે. આ વાત આપણે ૧૭૪–૧૭૫ કળશમાં લીધી હતી “અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ” તે ઉપાદાન કારણ છે !
ઘડાનું ઉપાદાન કારણ કોણ? માટી, કે-ના. ઘડાનું ઉપાદાન કારણ માટી? કહે-ના. તો ઉપાદાન કારણ કોણ? અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ, તેની વ્યક્તિ તે ઉપાદાન કારણ છે ઘડામાં નિમિત્ત કારણ કોણ? કહે-કુંભાર. નિમિત્ત કારણ ત્યાં કુંભારને લીધો છે. નિમિત્ત કારણ ત્યાં માટીને લીધી નથી. ઉપાદાન કારણે માટી નહીં અને નિમિત્ત કારણ પણ માટી નહીં.
તેમ અહીંયા સંવર-નિર્જરાનો ઉપાદાન કારણ હું નહીં અને નિમિત્ત કારણ પણ હું નહીં. આત્માને તો જુદો જ રાખો. વિશેષ કાર્યનો કર્તા અજીવ નથી લખ્યું. વિશેષ કાર્યનો કર્તા પરિણામ છે. આમાં તો બહુ સરસ માલ ભર્યો છે આહા..હા ! આત્માને અકર્તા ને અકારણ રાખ્યો. નિમિત્ત કારણ બીજું બતાવી નિમિત્તનું જ્ઞાન કરાવ્યું કેમકે નૈમિત્તિક છે તે નિમિત્તના સંબંધથી થાય છે. આત્માના સંબંધથી નવ ભેદ ઉત્પન્ન ન થાય. જો આત્માના સંબંધથી નવ ભેદ ઉત્પન્ન થઈ જાય તો નવ આત્માનો સ્વભાવ થઈ જાય. નવે પરિણામ સ્વભાવ ક્યાં છે? મોક્ષની પર્યાય પણ વિભાવ છે. તે વિશેષભાવ-નૈમિત્તિક છે પણ સ્વાભાવિક નથી. પરમપરિણામિકભાવ-જ્ઞાયકભાવ સ્વાભાવિક છે.
અજીવ (જીવના પરિણામનો) કર્તા નથી પણ નિમિત્તકર્તા છે. ઉપાદાન કર્તા પર્યાયની તસમયની યોગ્યતા તેનાં પકારકથી થાય છે-નિમિત્ત કારણ અજીવ છે. જૈનદર્શન ચોખું બહુ છે. આત્મા જોયા કરે છે બસ. જે જ્ઞાન મને જાણે છે તે જ્ઞાન પરિણામને જાણે છે, પરિણામને કરે નહીં બસ.
આત્મામાં કરવાની શક્તિ જ નથી. કરવાની શક્તિનો જ અભાવ છે. કારણ થવાની શક્તિનો અભાવ છે. આત્મામાં કારણ થવાની શક્તિનો અભાવ છે. આત્મામાં કારણ થવાની શક્તિનો અભાવ છે. આત્મા કારણ ક્યાંથી થાય? કારણ બીજુ છે. એક કાર્યમાં બે કારણ ન હોય. કાર્ય થવામાં કારણ એક જ હોય-એટલે નિમિત્તકારણ એક જ હોય.
“જીવના વિકારનો હેતુ અજીવ છે.” છે વ્યવહારની વાત..પણ, તેમાંથી કેટલું સ્પષ્ટીકરણ નીકળ્યું. કોઈ દિવસ આવું સ્પષ્ટીકરણ થયું નથી. તેરમી ગાથા એટલે શું? સમ્યકદર્શનની ગાથા. પુદ્ગલ કરનાર છે એમ નહીં, થવા યોગ્ય થાય છે તેમાં નિમિત્ત થાય છે. પુદ્ગલની સાથે વ્યાપ્ય વ્યાપક કહ્યું તે તો દૃષ્ટિની અપેક્ષાથી કહ્યું છે. જ્યારે અહીં તો જ્ઞાન અપેક્ષાએ વાત છે. વિષય ફરી જાય અને તમે પકડ કરો તો ન ચાલે. અહીંયા આપણે અજીવ ને નિમિત્ત કારણ સિદ્ધ કરવું છે-જો અજીવને ઉપાદાન કારણ સિદ્ધ કરો તો મેળ નહીં ખાય.
અહીં તો પરિણામનું જ્ઞાન કરાવવું છે. પરિણામ થાય છે પરિણામ થાય તો સાધક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
પ્રવચન નં. ૧૧ અવસ્થા, બાધક અવસ્થા, મોક્ષ અવસ્થા આદિ ચૌદ ગુણસ્થાન સિદ્ધ થાય. જીવનાં વિકારનો હેતુ અજીવ છે એટલે હું નહીં. હવે નિમિત્ત કારણ કોણ છે–અજીવ છે તેનું જ્ઞાન કરાવ્યું, એટલે હું નહીં બસ. હું તો આ બધાથી નિરાળોને નિરાળો જ્ઞાયક છું. ભૂતાર્થનયથી જોવામાં આવે તો એક જીવ જ પ્રકાશમાન છે. એ ફરી આવી ગયું.
હવે પરિણામની વાત કરે છે. પરિણામનો હેતુ કોણ છે? કહે-અજીવ છે. આ સમ્યક્દર્શન થયું તેનો હેતુ કોણ છે? અજીવ જ હેતુ છે–જીવ હેતુ નથી. આ તો લાયક જીવ જ સાંભળી શકે. જ્ઞાયકભાવ જીવ છે અને જીવન વિશેષ કાર્યો સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રના એટલે કે નિશ્ચય મોક્ષમાર્ગના પરિણામ તેનો હેતુ અજીવ છે-હું નહીં. દષ્ટિ આખી ફરી જાય છે. કારણ કે પર્યાયદષ્ટિ છોડાવીને દ્રવ્યદષ્ટિ કરાવવી છે. શાસ્ત્રનો હેત આ જ છે.
આત્મા છે તો સમ્યક્દર્શન થાય છે તે વાત જ ખોટી છે. આત્માની હૈયાતિ છે માટે સમ્યક્દર્શન થાય છે તેમ છે નહીં. પરિણામનો હેતુ જીવ નથી પછી વાત જ ક્યાં છે? હું તો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું. હું ઉપાદાન કર્તા એ નહીં અને નિમિત્ત કર્તા એ કોઈનો નહીં.
- જો સમ્યકદર્શનનો નિમિત્તકર્તા આત્માને માનો તો મિથ્યાદર્શનનો નિમિત્ત કર્તા આત્મા જ્ઞાયકભાવ થઈ જાય-તો અજીવપણાને પામે. જીવના વિકારનો હેતુ અજીવ છે. અને જો જીવને વિકારનો હેતુ માને તો જીવ અજીવને પામે. જીવ કોઈ દિવસ વિકારનો હેતુ બનતો નથી માટે પાછો ફરી જા કે હું હેતુ કોઈનો બનતો નથી.
આહા ! પરિણામનો જ્ઞાતા છું, પણ નિમિત્ત કારણ નથી. હવે અજીવપણાને પામવાનો ડર લાગતો હોય તો પાછો ફરી જા પરિણામનો હેતુ હું નથી. સર્વજ્ઞ ભગવાને હેતુ બતાવ્યો છે. જો તેમણે હેતુ ન બતાવ્યો હોત તો તો તને હેતુપણાની ભ્રાંતિ થાત, પણ આમાં કહે છે કે-જીવના વિકારનો હેતુ અજીવ છે દાંડી પીટીને આમાં કહે છે-ધ્યાન દઈને સાંભળો !
તમે જીવના વિશેષ કાર્યને માનો છો? હા, પણ તેનો હેતુ અજીવ છે, હું નહીં-ત્યાં તો જ્ઞાતા થઈ ગયો. જ્ઞાયકમાં દષ્ટિ આવી ગઈ. હું એમાં હસ્તક્ષેપ કરતો જ નથી ને! બીજાના ઉપાદાનમાં હસ્તક્ષેપ કરવું તે મહાપુરુષનું કામ નથી. સિદ્ધ ભગવાનને અરિહંત શું કરે છે? જોયા કરે છે. ક્યાંય કોઈના કાર્યમાં હસ્તક્ષેપ કરવાનો તેમનો સ્વભાવ જ નથી.
જીવના વિકારનો હેતુ અજીવ છે.” આ નિમિત્ત-નૈમિત્તિક ભાવ છે તેથી વ્યવહારનું વચન છે. જીવ જ્ઞાયકભાવે છે તેના વિકારનો હેતુ અજીવ છે એટલે કે-જીવના વિકારનો હેતુ જીવ નથી. એટલે હું હેતુ નથી તે કહેવું છે.
(નવ તત્ત્વને) જીવના પરિણામ કહો, પણ તેનું કારણ જીવને ન કહો. જીવ તેના કારણપણે કદી પરિણમતો નથી. જીવ પરિણમે છે, તે જીવના પરિણામ પણ છે, પરંતુ તેના કારણપણે જીવ કદી પરિણમતો નથી. કેમકે ઉપાદાન કારણ પરિણામ છે અને નિમિત્ત કારણ અજીવ છે હું નહીં. તેના કારણપણે પરિણમનાર બીજો છે-અજીવ છે. એક કાર્ય ના બે કારણ ન હોય. જીવના વિકારનો હેતુ અજીવ છે હું નહીં. આ બાહુબલી ભગવાનની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૨૯ અને ભદ્રબાહુ સ્વામીની ભૂમિ છે.
વળી પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ –એ જેમનાં લક્ષણ છે એવા તે કેવળ જીવના વિકારો છે.” કેવળ (Only) ઓનલી-ફક્ત-માત્ર તે જીવના પરિણામો છે તે અજીવના પરિણામ નથી. જેને દષ્ટિ અપેક્ષાએ પુદગલના પરિણામ કહે છે તેને જ્ઞાન અપેક્ષાએ જીવના પરિણામ કહે છે. છતાં તે પરિણામથી જ્ઞાયક ભિન્ન છે. તે ધ્યાન રાખવાનું છે.
તેને જીવના પરિણામ કહો પણ તે જીવ નથી. જીવનું વિશેષ કાર્ય છે તે જીવ નથી. જીવના વિકારો થાય ત્યારે જીવ તેનાથી જુદો જ રહે છે. એવા તો કેવળ જીવના વિકારો છે. કેમકે ક્ષણિક ઉપાદાન સિદ્ધ કરવું છે. (નવ તત્ત્વો) પુદ્ગલના પરિણામ નથી-જીવના પરિણામ છે, છતાં જીવ તેનાથી જુદો છે. એ પરિણામો જીવના કારણે થતાં નથી.
આમાં તો વિશાળ દૃષ્ટિથી અધ્યયન કરતાં દોષ ન લાગે. કોઈ પક્ષમાં ચડી જાય.... પુદ્ગલનાં પરિણામ, પુદ્ગલનાં પરિણામ. અહીંયા ચોખ્ખો પાઠ છે કે-“એવા તો કેવળ જીવના વિકારો છે.” એટલે પુદગલના વિકારો નથી. મારું વજન અત્યારે આ વાત ઉપર છે કે-તે સામાન્યનું વિશેષ છે, પુદ્ગલનું વિશેષ નથી પુદ્ગલ નિમિત્ત છે છતાં તે પુગલનું વિશેષ નથી. આ તો પક્ષપાત છોડીને જે ગાથામાં જે રીતે જે ભાવ હોય તે રીતે અધ્યયન કરવાની મજા આવે છે.
જીવના પરિણામમાં અન્ય (બીજો) નિમિત્ત હોય. અને તે જો પુદ્ગલના પરિણામ હોય તો પુદ્ગલ નિમિત્ત ન હોય. જો તેને પુદ્ગલનાં પરિણામ કહો તો-પુગલ ઉપાદાન થઈ ગયું, નિમિત્ત ક્યાં રહ્યું? એવું સ્વરૂપ નથી. કેવળ જીવના વિકારો પાઠ છે ને?! તે પુદ્ગલના પરિણામ નથી. પુદ્ગલ તો નિમિત્ત કારણ છે. પુદ્ગલ ઉપાદાન કારણ નથી.
આહાહા! સ્પર્શ, રસ, ગંધ, વર્ણનું ઉપાદાન કારણ પુદ્ગલ છે. નવ તત્ત્વનું ક્ષણિક ઉપાદાન કારણ તસમયની યોગ્યતા છે. નિમિત્ત કારણ અજીવ છે ત્યારે નિમિત્ત-નૈમિત્તિક બને. બે દ્રવ્યના પરિણામ વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આચાર્ય ભગવાને ચોખ્ખું લખ્યું છે. એક ક્ષણિક ઉપાદાન અને એક ત્રિકાળી ઉપાદાન. ત્રિકાળી ઉપાદાનને જુદું રાખ્યું છે, અને ક્ષણિક ઉપાદાનનું અને નિમિત્તનું જ્ઞાન કરાવે છે. તે કેવળ જીવના વિકારો છે–ભેળસેળ કરીશ માં. તે પુગલના પરિણામ નથી. આહા..હા! વિશેષ કાર્યોમાં પુણ્ય, પાપ, આસ્રવ, બંધ પણ આવી ગયા, તો તેનું શું કરવું? તો કહે છે-તે જીવના વિભાવ પરિણામ છે; તે પુદ્ગલના પરિણામ નથી. તે જીવ નથી પણ જીવના પરિણામ છે-તેનો હેતુ અજીવ છે અને જીવ તેનાથી જુદો છે. જીવ સ્વાધીન રહ્યો, પરિણામને સ્વાધીન રાખ્યાં, અને નિમિત્તનું જ્ઞાન કરાવી દીધું.
પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ જેમનાં લક્ષણ છે એવા તો કેવળ જીવના વિશેષ કાર્યો છે. આને તો જીવના પરિણામ કહ્યાં, પણ હવે હેતુ બતાવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૩૦
પ્રવચન નં. ૧૧
–એટલે અજીવના પરિણામ કહે છે. કહે છે-જે નામ જીવના પરિણામનું છે તેજ નામ અજીવના પરિણામનું છે. બન્ને સરખા જ હોય, બન્ને એક નામી જ હોય બે નામી ન હોય. જેવું નૈમિત્તિકનું નામ છે તેવું જ નિમિત્તનું નામ છે. તેમાં ક્યાંય શાયકનું નામ તો આવે જ નહીં.
પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ વિકાર હેતુઓ કેવળ અજીવ છે.” ઉ૫૨ એમ હતું કે-વિકારનો હેતુ, જ્યારે અહીંયા વિકાર હેતુઓ કહ્યું. કોઈ એમ કહે કે-નિમિત્ત કારણ બે છે. એક જીવપણ નિમિત્ત કારણ અને એક અજીવ પણ નિમિત્ત કારણ !? તો કહે–ના, નિમિત્ત કારણ બે ન હોય. નિમિત્ત કારણ એક જ હોય. એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. નિમિત્તકા૨ણ કેવળ અજીવ છે અને જીવ તેમાં કારણ નથી. ‘ કેવળ ’ શબ્દ મૂકીને; નવ તત્ત્વ ઉપાદાન અને તેનું નિમિત્ત કા૨ણ કેવળ અજીવ જ છે. જીવ પણ નિમિત્ત કારણ અને અજીવ પણ નિમિત્ત કારણ તેમ નથી. જીવના નિમિત્ત કારણનો નિષેધ કરવા ‘કેવળ ' શબ્દ મૂક્યો. ધ્યાન રાખજે, પરિણામનો હેતુ કેવળ અજીવ જ છે-જીવ નથી. નિમિત્ત કારણ એક જ રાખ્યું. વિકારનો હેતુ કેવળ અજીવ છે. ફક્ત અજીવ માત્ર જ નિમિત્ત છે–જીવ નહીં.
66
66
આવાં આ નવ તત્ત્વો, જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને ૫૨ જેમનાં કા૨ણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે.” સામાન્ય સ્વભાવને છોડીને, પારિણામિક સ્વભાવને છોડીને, પોતે એટલે જીવની પર્યાય અને ૫૨ એટલે અજીવની પર્યાય જેમનાં કારણ છે. પોતે એટલે જીવનાં પરિણામ, અને ૫૨ એટલે અજીવના પરિણામ, એ જેમનાં કારણ છે-એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૃતાર્થ છે. જીવના પરિણામ જીવના છે અને અજીવના પરિણામ અજીવના છે. એમાં એક દ્રવ્યના પર્યાયોપણે (જીવ દ્રવ્યના પર્યાયો અને અજીવદ્રવ્યના પર્યાયોપણે.)
અહીંયા જીવના પરિણામ પુણ્ય, પાપ, આસ્રવ, સંવ, નિર્જરા, બંધ, મોક્ષ. ત્યાં પુદ્દગલમાં–અજીવના પરિણામો પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ મોક્ષ. તે બે દ્રવ્યના પરિણામ છે. બન્ને સ્વતંત્રપણે જુદા-જુદા છે. એક નિમિત્ત છે બીજું નૈમિત્તિક છે. બે દ્રવ્યના પરિણામો અલગ અલગ છે. જુઓ! તો જ નિમિત્ત-નૈમિત્તિક સિદ્ધ થાય. બન્નેનો ખીચડો કરે તો તો એક થઈ જાય. એક દ્રવ્યના પર્યાયોપણે તે બુવચન છે.
તેઓ એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં એટલે જ્ઞાન કરવામાં આવતાં–અહીંવેદન નહીં. જ્ઞાન કરવામાં આવતાં તેઓ ભૂતાર્થ છે. આ જીવના પરિણામ છે અને પેલા પુદ્દગલના પરિણામ છે. પોતે અને ૫૨ જેમના કા૨ણ છે, આખો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ લીધો. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ સ્વતંત્ર છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ પરસ્પર અકર્તાપણું બતાવે છે.
સમયસાર-ગાથા-૮૦ જુઓ! નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પરાધીનતા બતાવતું નથી. બે વચ્ચે કર્તાકર્મ સંબંધ બતાવતું નથી. “જો કે જીવના પરિણામને અને પુદ્દગલના પરિણામને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૧
આત્મજ્યોતિ પરસ્પર માત્ર નિમિત્ત-નૈમિત્તિકપણું છે. તો પણ પરસ્પર કર્તાકર્મ ભાવ નથી.” બે વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવ્યો, પણ આનો આ કર્તા છે અને આનો આ કર્તા છે તેમ કર્તાકર્મ સંબંધ નથી. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પરસ્પર અકર્તાપણું બતાવે છે. આહાહા! જીવના પરિણામને અજીવ કરે અને અજીવના પરિણામને જીવ કરે-તેમ કર્તાકર્મ સંબંધ નથી. તો તો બે દ્રવ્યોની એકતા થઈ જાય.
બે દ્રવ્ય જુદા રહી જાય અને પર્યાય સ્વતંત્ર થયા કરે બસ. પર્યાયનું કારણ પર્યાય અને પર્યાયનું નિમિત્ત કારણ અજીવ બસ. આ ૮૦ નંબરની ગાથા બહુ સરસ છે. બેય વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે, કર્તાકર્મ સંબંધ નથી. નહીંતર તો ઈલેક્ટ્રીકથી પંખો ચાલે છે તેમાં બે દ્રવ્યોની ભિન્નતા ક્યાં રહી એકતા થઈ ગઈ તો બે દ્રવ્યો પૃથક ક્યાં રહ્યાં?!
કુંભારથી ઘડો ન થાય. કુંભાર અને ઘડા વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ કર્તાકર્મ સંબંધ નથી. નિમિત્ત-નૈમિત્તિકને કર્તાકર્મ માન્યું તે ભૂલ થઈ ગઈ. આ ભૂલ થવાનું કારણ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ દેખીને કર્તાકર્મની ભ્રાંતિ થઈ ગઈ કે-અગ્નિથી પાણી ઊનું થયું. પાણીની પર્યાયની ઉષ્ણ થવાની તે વખતની લાયકાત હતી, અગ્નિ તો તેમાં નિમિત્ત હતી. તેને એમ દેખાણું કે-અગ્નિથી પાણી ઉષ્ણ થાય છે-અગ્નિ ન હોય તો પાણી ઊનું ન થાય. તો તેને બે દ્રવ્યની એકતા થઈ ગઈ. જ્યારે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બે દ્રવ્યની ભિન્નતા બતાવે છે. બે દ્રવ્યની ભિન્નતા અને પર્યાયની સ્વતંત્રતા બતાવે છે.
બે દ્રવ્યની ભિન્નતા અને પર્યાયની સ્વતંત્રતા તેનું નામ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તો બે દ્રવ્ય ભિન્ન છે. પર્યાય સત્ છે તે કોઈ કોઈના કારણે નથી.
આને કારણે આ અને આને કારણે આ તો નિમિત્ત-નૈમિત્તિક રહેતું નથી. તો તો કર્તાકર્મ થઈ જાય તો બે દ્રવ્યની એકતા થઈ જાય. એમ તો કોઈ કાળે થતું નથી. નિમિત્તનૈમિત્તિક સંબંધ તો એક સમયનો છે, તે તો છૂટી જાય છે.
સમયસાર તો સમયસાર છે. તેરમી ગાથા જ્યારે લઈએ ત્યારે અલૌકિક અલૌકિક જ આવે. આ શાસ્ત્રનો અને જ્ઞાનનો બન્નેનો અતિશય છે. જ્ઞાન પણ વધારે સ્પષ્ટ થતું જાય છે.
(શ્રોતા – આપે એક વખત કહ્યું હતું કે એમ ન માનશો કે તેરમી ગાથા તો સાંભળી છે. કાળ ફરી ગયો છે, અને કહેનારની પરિણતી પણ ફરી ગઈ છે.)
ઉત્તર - હા, મેં દેવલાલીમાં કહ્યું હતું. આ મેં સાંભળ્યું છે તેવો ભાવ રાખીને સાંભળીશમાં, જો એમ માનીને સાંભળીશ તો આ ગાથામાંથી નવો ભાવ તને નહીં આવે. મેં સાંભળ્યું જ નથી, મેં સ્વાધ્યાય કર્યો જ નથી આ તો પહેલા-વહેલા સાંભળું છું એમ રાખવું.
શ્રોતા – હા, અત્યારે પણ એવું જ લાગે છે. આ તો એકદમ અલૌકિક વાત આવી.
બે દ્રવ્યની ભિન્નતા અને પર્યાયની સ્વતંત્રતા એનું નામ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બે દ્રવ્યની વચ્ચે કર્તાકર્મ નથી. અને દ્રવ્ય-પર્યાય વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક નથી. બે દ્રવ્યની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર
પ્રવચન નં. ૧૧ પર્યાય વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક છે.
અહીં તો નવ તત્ત્વની સાથે દ્રવ્યનો કર્તાકર્મ સંબંધ ઉડાડ્યો. જ્ઞાયકભાવ દ્રવ્ય તો નવ તત્ત્વથી ભિન્ન છે. શુદ્ધનયથી જોઈએ તો એક શુદ્ધાત્મા જ પ્રકાશમાન દેખાય છે, પર્યાય કંઈ દેખાતી નથી. દ્રવ્ય પર્યાયની વચ્ચે કર્તાકર્મ નથી તો કર્તાકર્મ કોની સાથે રાખ્યું !? પર્યાયનું કર્તા કર્મ પર્યાયમાં છે. અહીંયા દ્રવ્યને અકર્તા રાખ્યું. અહીંયા દ્રવ્યને અકર્તા કહો ત્યારે જ શુદ્ધનયનો વિષય સિદ્ધ થાય છે બેન! દ્રવ્યને પર્યાયનો કર્તા કહેશો, દ્રવ્ય-પર્યાય વચ્ચે વ્યાયવ્યાપક કહેશો તો શુદ્ધનયનો વિષય સિદ્ધ નહીં થાય.
ભૂતાર્થનયથી જીવને જાણવો. ભૂતાર્થનયથી જીવને જાણે ત્યારે પર્યાયનો અકર્તા જાણવો. ત્યારે જ ભૂતાર્થનયથી જીવ જાણ્યો કહેવાય. એટલે અહીં પર્યાયનો ઉપાદાન કર્તા એ નથી અને નિમિત્તકર્તાએ નથી. બે વાત કરી. પર્યાયમાં નિમિત્ત થતો નથી તો પછી કર્તા કેવી રીતે થાય? તો પર્યાયનો કર્તા પર્યાય છે અને નિમિત્ત કર્તા અજીવ છે. આમાં ભાવો બ્રહ્માંડનાં ભર્યા છે. એક લીટીમાં તો કલાક ચાલ્યો જાય.
અહીં પર્યાયોને સ્થાપે છે અને હમણાં પર્યાયોને ઉથાપી દેશે. એક દ્રવ્યના પર્યાયોપણે જોવામાં આવે તો ભૂતાર્થ-સત્યાર્થ છે.
અને સર્વ કાળે અસ્મલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપે જઈને અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ છે.” નવ તત્ત્વથી આત્મા ભિન્ન છે. તે જ વાત ખરી છે. ખરી વાત એટલી જ છે કે નવ તત્ત્વથી ભિન્ન જ્ઞાયકભાવ તેનું શ્રદ્ધાન, જ્ઞાન ને આચરણ કર બસ, જુઓ પર્યાયનું જ્ઞાન કરાવ્યું પણ તે છોડવા માટે કરાવ્યું. પર્યાયનું જ્ઞાન કેવું કરાવ્યું કે-પર્યાય મારાથી ભિન્ન છે એવું.
જે સર્વ કાળે અસ્મલિત છે, જેમાં કદી સ્કૂલના થતી નથી. એ...પારિણામિકભાવ કદી છૂટતો નથી. કોઈ કાળે દ્રવ્યથી જુદો ન પડે. ત્રણે કાળ અસ્મલિત છે. કોઈ કાળે સ્કૂલના ન થાય. એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને અનુભવ કરવામાં આવતાં તેઓ એટલે નવા તત્ત્વો અભૂતાર્થ છે. આત્માના નિજ સ્વભાવમાં તેઓ નથી. તેથી આ નવેય તત્ત્વમાં ભૂતાર્થનાથી એક જીવ જ પ્રકાશમાન છે.
ઉપર આવ્યું હતું ને કે-નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. અહીં નવ તત્ત્વોમાં બહુવચનમાં, નવમાં નવ જીવ નથી. નવમાં એક જ જીવ પ્રકાશમાન છે. નવમાં એક જીવ જુદો છે. કેમકે “એકપણે પ્રકાશતો, શુદ્ધનયપણે અનુભવાય છે.”
આમ સ્પષ્ટ જુદુ જુદુ કરીને, લીટીએ..લીટીમાં થોભી, શબ્દોમાં થોભી વાંચતો જાય, વિચાર કરતો જાય...અંદર ઉતરતો જાય..રસપીતો જાય અને પછી આગળ વધે તો આમ બધું સ્પષ્ટ છે. જરાક ધ્યાન દઈને સ્વાધ્યાય કરે તો કોઈને પૂછવું ન પડે એવું આમાં લખ્યું છે. છતાં પણ ક્યાંય એવું લાગે તો-ગુરુદેવના પ્રવચનો છે, તે વાંચી લેવા, જેથી વધારે સ્પષ્ટ થઈ જાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૩૩
પ્રવચન નં - ૧૨
તા. ૪-૧૨-૮૯ શ્રી સમયસાર ગાથા તેરની ટીકા ચાલે છે. ભૂતાર્થનયથી નવને જાણતાં સમ્યક્રદર્શન થાય છે-એ નિયમની ગાથા છે.
“જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને”, જે સામાન્ય એકરૂપ ત્રિકાળી સ્વભાવ છે તેને પરિણતિ છોડી દે છે–ત્યારે નવ તત્ત્વના ભેદો ઉત્પન્ન થાય છે. “પોતે અને પર જેમનાં કારણ છે એવાં એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતા ભૂતાર્થ છે.” પોતે એટલે જીવના વિકારો-વિશેષ કાર્યો, અને પર એટલે વિકારનો હેતુ અજીવ-જેમનાં કારણ છે. પોતે પોતાનું ઉપાદાન કારણ છે અને પર એટલે અજીવ તેનું નિમિત્ત કારણ છે.
અને સર્વ કાળે અસ્મલિત” ત્રણેકાળ અસ્મલિત છે. આત્મા પોતાના નિજભાવને છોડે નહીં અને નૈમિત્તિકભાવમાં નિમિત્ત પણ ન થાય, અને ઉપાદાન કારણ પણ ન થાય. એવાં નૈમિત્તિક ભાવને બિલકુલ ગ્રહણ કરતો નથી. કેમકે એ પોતાના સ્વભાવને છોડે તો તેને ગ્રહણ કરે, પણ પોતાના સ્વભાવનો કોઈપણ કાળે ત્યાગ કરતો નથી. સ્વભાવના ત્યાગ વિના નૈમિત્તિકનું ગ્રહણ થઈ શકતું જ નથી. પરમ પારિણામિક શુદ્ધ ચેતનાસ્વભાવ જે છે એને એક-સમયમાત્ર પણ તે છોડતો નથી, માટે નૈમિત્તિક ભાવને ગ્રહણ કરતો નથી. એટલે કે તેનું ઉપાદાન કારણ કે નિમિત્ત કારણ ભગવાન આત્મા થતો નથી.
“સર્વ કાળે અસ્મલિત” કોઈપણ કાળે આત્મા પોતાના નિજ ભાવને છોડતો નથી. એવાં એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપે જઈને અનુભવ કરતાં એટલે પર્યાયનું લક્ષ છોડીને, પર્યાયને જાણવાનું બંધ કરીને, આત્માને જોતાં ભગવાન આત્મા પરિણામ માત્રથી તદ્દન ભિન્ન છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી તદ્દન ભિન્ન છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ આત્માના
સ્વભાવને લાગુ પડતો નથી. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જીવનાં વિશેષ કાર્યોમાં હોય છે. જીવમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ત્રણકાળમાં એક સમયમાત્ર પણ હોતો નથી. કેમકે તે પોતાના સ્વભાવને છોડતો નથી અને પરિણામને ગ્રહતો નથી માટે.
સર્વકાળે અસ્મલિત એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપે એટલે પરમપરિણામિક સ્વભાવભાવ નિષ્ક્રિય પરમાત્મા તેની નજદીક જઈને-અંતર્મુખ થઈને અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ અને અસત્યાર્થ છે. તેઓ એટલે નવ તત્ત્વોના નૈમિત્તિક ભેદોઆત્માના સ્વભાવમાં દેખાતા નથી અભેદમાં ભેદ દેખાતો નથી. માટે ભેદને અભૂતાર્થઅસત્યાર્થને અવિદ્યમાન જ કહેવો જોઈએ.
તેથી આ નવે તત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે” હવે ટોટલ મારે છે. તેથી આ નવ તત્ત્વોમાં એટલે નવે પર્યાયોમાં એટલે ક્ષણિક ઉપાદાનમાં-કે જેને નિમિત્ત સાપેક્ષથી નૈમિત્તિક કહેવામાં આવે છે અને ઉપાદાનની અપેક્ષાએ ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. તેને ક્ષણિક ઉપાદાન પણ કહેવાય અને નિમિત્તની સાપેક્ષતાથી નૈમિત્તિક પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
પ્રવચન નં. ૧૨
કહેવાય. પરિણામને ઉપાદાન પણ કહેવાય અને નૈમિત્તિક પણ કહેવાય.
હવે પર્યાયને તમે નિમિત્તની અપેક્ષાથી કહો તો નૈમિત્તિક છે. નિમિત્તથી નિરપેક્ષ જુઓ તો ક્ષણિક ઉપાદાન છે, તે ત્રિકાળી ઉપાદાનથી ભિન્ન છે. અને નૈમિત્તિકભાવ પણ ત્રિકાળી ઉપાદાનથી ભિન્ન છે. કેમકે આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે. એટલે કે નવ તત્ત્વોને ન જોતાં, નવને જાણવાનું બંધ થાય છે ત્યારે, પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ થાય છે–ત્યારે એક જીવ જ પ્રકાશમાન છે. એ...સામાન્ય ચિન્માત્ર ભગવાન આત્મા જ દષ્ટિમાં આવે છે-અનુભવમાં આવે છે. આ જુદાં-જુદાં નવ તત્ત્વો દષ્ટિમાં દેખાતાં નથી. તે અવિદ્યમાન છે.
એમ તે, એકપણે પ્રકાશતો, શુદ્ધનયપણે અનુભવાય છે.” “એમ તે” એટલે શુદ્ધાત્માને એકપણે પ્રકાશતો અને નવપણે નહીં પ્રકાશતો. “શુદ્ધનયપણે અનુભવાય છે' એટલે શુદ્ધનયનો વિષયભૂત જે શુદ્ધાત્મા છે તે હું એક છું–તેમ અંતરદૃષ્ટિથી અનુભવમાં આવે છે.
“અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ (આત્માની ઓળખાણ ) જ છે”, એટલે કે-આત્મખ્યાતિ તે સમ્યકદર્શન જ છે. અનુભૂતિ તે આત્મખ્યાતિ છે. “ને આત્મખ્યાતિ તે સમ્યક્રદર્શન જ છે. આ રીતે સર્વ કથન નિર્દોષ છે-બાધા રહિત છે.”
નવ તત્ત્વમાંથી એકને જુદો તારવી લે. શુદ્ધાત્માને ઓળખી લે! નવ તત્ત્વથી ભિન્ન છે તેવા જ્ઞાયકની શ્રદ્ધા, નવ તત્ત્વથી ભિન્ન છે તેવા શાયકનું જ્ઞાન, અને નવ તત્ત્વથી ભિન્ન જ્ઞાયકની એકાગ્રતા તે ચારિત્ર એ જ મોક્ષમાર્ગની દશા છે. ત્યારે આવી દશા એકને આશ્રય પ્રગટ થાય છે. અને નવનું લક્ષ છોડે છે. હવે નિજભાવને છોડે નહીં અને પરભાવને ગ્રહે નહીં. ક્ષણિક ઉપાદાનને તે ગ્રહતો નથી. નિમિત્ત સાપેક્ષથી જુઓ તો નૈમિત્તિકરૂપ નવના ભેદો તેને એક સમયમાત્ર ગ્રહણ કરતો નથી.
પરભાવને ગ્રહણ ક્યારે કરે? કે પોતાના અસ્મલિત સ્વભાવને છોડ તો ગ્રહણ કરે ને?! પણ સ્વભાવ તો છૂટતો નથી તેથી નૈમિત્તિકભાવનું ગ્રહણ એક સમયમાત્ર પણ કરતો નથી. નૈમિત્તિક ભાવ તે આત્મા છે તેમ શ્રદ્ધા જ્ઞાનમાં આવતું નથી. હવે એક શુદ્ધાત્મા જ શ્રદ્ધા જ્ઞાનમાં બિરાજમાન છે.
ભાવાર્થ- “આ નવ તત્ત્વોમાં” આ નવ તત્ત્વોની મધ્યમાં રહેલો આત્મા છે. આ નવ તત્ત્વોમાં “શુદ્ધનયથી જોઈએ તો ” –જોતાં, એટલે નવને ન જોતાં એક અંતરમુખ સામાન્ય સ્વભાવને જોઈએ તો વિશેષને ન જોઈએ તો-નવ પ્રકારના વિકાર-વિશેષભાવ તેને ન જોઈએ તો! “જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે.” સામાન્ય ચિત્માત્ર પરમાત્મા–શુદ્ધાત્મા જ દેખાય છે.
આહા..હા! અંતરદૃષ્ટિથી જોનારને નિર્વિકલ્પ ધ્યાનમાં નવના ભેદો બિલકુલ દેખાતા નથી. નવના ભેદો દેખાય છે ત્યાં સુધી આત્માનો અનુભવ થતો નથી. અનુભવ થતો નથી માટે સમ્યકદર્શન થતું નથી. નવના ભેદોને દષ્ટિમાંથી–લક્ષમાંથી છોડીને, એટલે કે એને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૩૫ જાણવાનું સર્વથા બંધ કરીને..એનાથી ભિન્ન સામાન્ય ચિન્માત્રને અંતરમુખ થઈ અનુભવતાં સમ્યકદર્શન થાય છે. આહા! એક જીવ પ્રગટ પ્રકાશમાન થઈ રહ્યો છે.
“તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતાં નથી.” અભેદની દૃષ્ટિમાં બિલકુલ નવના ભેદો દેખાતા નથી. ઘણાં વર્ષો પહેલાની વાત છે–ગુરુદેવ સવારે જંગલ જતા હતા ત્યારે રસ્તામાં કહ્યું “અભેદમાં ભેદ દેખાતો નથી,” તે આ વાત છે. અભેદની દૃષ્ટિમાં ભેદ દેખાતો નથી અને ભેદની દ્રષ્ટિમાં અભેદ દેખાતો નથી. ભેદનો આશ્રય કરે તો-અભેદ દેખાતો નથી, અને અભેદનો આશ્રય કરે તો ભેદ દેખાતો નથી.
આહાહા ! નવ તત્ત્વો દેખાતા નથી, કેમકે એકમાં નવનો અભાવ છે. આ અતિનાસિત અનેકાંત છે. આ નવિભાગની યુક્તિ છે-કે સામાન્યમાં વિશેષની નાસ્તિ છે. ત્રણેકાળ વિશેષનો અભાવ છે.
આ રીતે જીવતત્ત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહાર દષ્ટિ છે.” આ રીતે એટલે ઉપર કહ્યું તે રીતે...નવ તત્ત્વમાંથી એક શુદ્ધાત્માને જાણે નહીં ત્યાં સુધી... વ્યવહાર દષ્ટિ છે. વ્યવહારદષ્ટિ એટલે પર્યાયદષ્ટિ છે. પર્યાયદષ્ટિ છે એટલે મિથ્યાદષ્ટિ છે.
જુદાં જુદાં નવ તત્ત્વોને માને છે. જીવ પુગલના બંધ પર્યાયરૂપ દષ્ટિથી આ પદાર્થો જુદા જુદા દેખાય છે;” શબ્દ છે “નવ તત્ત્વોને માને છે' , નવ તત્ત્વોને જાણે છે નહીં. આત્મા આવો પણ છે અને આત્મા આવો પણ છે..આત્મા આવો પણ છે, તેમ આત્માને એકરૂપ માને છે.
પણ જ્યારે શુદ્ધનયથી જીવ-પુગલનું નિજ સ્વરૂપ જુદું-જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી;” શુદ્ધનયથી જીવ-પુદ્ગલનું નિજ સ્વરૂપ એટલે બન્નેના સામાન્યને જોવામાં આવે ત્યારે. એ સામાન્યની દૃષ્ટિમાં નવ તત્ત્વ છે જ નહીં ને!! તેથી તે અવસ્તુ છે એટલે વસ્તુ નથી; વસ્તુ તો એક જ્ઞાયકભાવ છે. ટંકોત્કીર્ણ પરમાત્મા ઉપર દૃષ્ટિ પડતાં-આ જે નવ ભેદો છે તે અવસ્તુ છે–વસ્તુ નથી.
“નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં તે” , નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી તે દેખાતાં હતાં, હવે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છોડીને એકલા જ્ઞાનાનંદ પરમાત્માની જ્યાં દષ્ટિ થઈ ત્યાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ દેખાતો નથી. કારણ કે આત્મામાં નથી.
તે નિમિત્ત-નૈમિત્તિકભાવ જ્યારે મટી ગયો”, એટલે દષ્ટિમાંથી નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટી ગયો, પર્યાયમાં નિમિત્ત-નૈમિત્તિક ભલે રહી જાય...પણ, દષ્ટિના વિષયમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટી જાય છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હંમેશાં પર્યાયની સાથે હોય છે દ્રવ્યની સાથે ન હોય. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અજીવની પર્યાય અને જીવની પર્યાય વચ્ચે હોય છે. જીવ દ્રવ્યની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ન હોય. અર્થાત્ જીવના સ્વભાવને પર પદાર્થ નિમિત્ત થતું નથી અને જીવનો સ્વભાવ પરને નિમિત્ત થતો નથી. જ્ઞાયકભાવમાં નિમિત્તપણાનો ત્રિકાળ અભાવ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬
પ્રવચન નં. ૧૨ આહા...હા! નિમિત્તકર્તાપણું જીવદ્રવ્યના સ્વભાવમાં નથી. અને જીવના જ્ઞાનમાં પણ નિમિત્તપણું નથી. હું જ્ઞાયકભાવ નિમિત્ત નથી એમ, જે જ્ઞાન મને જાણે છે–એ જ્ઞાન પરમાં નિમિત્ત થતું નથી. આહા! ઉલ્ટી દશા થઈ ગઈ–પરયો જ્ઞાનમાં નિમિત્ત થઈ જાય છે. અજ્ઞાનીનો અજ્ઞાન અંશે કર્મના બંધમાં નિમિત્ત થાય છે...પણ અજ્ઞાનીનો જ્ઞાયક ભાવ કદી નિમિત્ત થતો નથી. અને જ્ઞાયકભાવ ઉપર દષ્ટિ ગઈ જ્ઞાનીની તે જ્ઞાનીનો જ્ઞાયકભાવ તથા જ્ઞાયકના લક્ષે થયેલો શુદ્ધોપયોગ પણ કર્મબંધમાં નિમિત્ત નથી.
ત્યારે જીવ-પુદ્ગલ જુદાં-જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ (પદાર્થ) સિદ્ધ થઈ શકતી નથી.” આ બાજુ જીવ દેખાય છે અને સામી બાજુએ પુદ્ગલ દેખાય છે બસ. વચ્ચેના બીજા કોઈભાવ દેખાતાં નથી. “વસ્તુ તો દ્રવ્ય છે અને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે.” પરમપરિણામિક ભાવ તે વસ્તુ છે. નવ તત્ત્વોને અવસ્તુ કહી. નવ તત્ત્વો-વિશેષ કાર્યોને
જ્યારે અવસ્તુ કહીએ ત્યારે સામાન્ય શુદ્ધાત્માને વસ્તુ કહેવાય. વસ્તુ તો દ્રવ્ય છે અને દ્રવ્યનો નિજભાવ એટલે પરમપરિણામિકભાવ, દ્રવ્યની સાથે એટલે આત્માના સ્વભાવની સાથે જ રહે છે. દ્રવ્ય સ્વભાવનો કોઈ દિવસ અભાવ ન થાય.
તથા નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે. લ્યો! સ્વભાવનો અભાવ ન થાય. નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે. “માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમ્યક્રદર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદાં જુદાં નવ પદાર્થોને જાણે, અને શુદ્ધનયથી આત્માને જાણે નહીં ત્યાં સુધી પર્યાયબુદ્ધિ છે.”
આ ભાવાર્થ બહુ સારો છે. નિમિત્ત-નૈમિત્તિકપણું મટી ગયું એટલે દષ્ટિમાંથી છૂટી ગયું. પરપદાર્થના પરિણમનમાં જીવ નિમિત્ત નથી. જ્ઞાયકભાવ નિમિત્ત નથી એટલે હું નિમિત્ત નથીએમ જ્યાં દષ્ટિ થઈ ત્યાં આત્માનો અનુભવ થાય છે. હવે જે અનુભવ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ તે પણ નિમિત્ત થતી નથી ઉછું તેના જ્ઞાનમાં સામેના પદાર્થો જ્ઞયરૂપ નિમિત્ત થાય છે.
- સાધકને અજ્ઞાની ટળી ગયું છે, જ્ઞાન પ્રગટ થયું છે. તેથી તેના જ્ઞાનમાં કર્મો અને રાગાદિભાવો શેયપણે નિમિત્ત થાય છે. પણ આ જ્ઞાયક આશ્રિત જે નિર્મળ જ્ઞાનનું પરિણમન થયું તે પણ નિમિત્ત થતું નથી. નિમિત્ત કર્તા કદાચિત્ અજ્ઞાન હતું, તે અજ્ઞાન ટળી ગયું અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટી ગયો. હવે જ્ઞાતા-જ્ઞયનો નવો સંબંધ પ્રગટ થયો.
પ્રશ્ન - નિમિત્ત-નૈમિત્તિક ભાવ મટી ગયો એટલે એની દષ્ટિ છૂટી ગઈ?
ઉત્તર - દષ્ટિમાંથી નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો અભાવ થઈ ગયો. હવે અસ્થિરતારૂપ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ રહ્યો તો રહ્યો! તેનો તે સ્વામી નથી. તેની જાણનાર છે. પરિણામમાં પર નિમિત્ત થાય છે. પરમાં પર નિમિત્ત થાય છે (પરિણામ પણ પર છે.) તેમાં અજીવ નિમિત્ત થાય છે. પરભાવમાં જૂનાંકર્મો નિમિત્ત થાય છે-હું નિમિત્ત થતો નથી. મારામાં તે નિમિત્ત થતા નથી. પરિણામ થાય છે–તેને હું નિમિત્ત થતો નથી. અને તે મને નિમિત્ત થતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૩૭ નથી. એટલે અજીવનું નિમિત્તપણું પરિણામની સાથે છે, મારી સાથે નથી.
(શ્રોતા – હું નિમિત્ત પણ નથી અને નૈમિત્તિક પણ નથી.) (ઉત્તર) હું નિમિત્ત પણ નહીં, નૈમિત્તિક પણ નહીં; હું તો જ્ઞાતા છું. હું નિમિત્ત નથી ત્યાં તો સમ્યકદર્શન થઈ જાય છે. એટલે હું કર્તા નથી–હું જ્ઞાતા છું.
સ્વભાવ દષ્ટિથી જોતાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ દેખાતો જ નથી. એ તો પર્યાયદષ્ટિથી દેખાય છે-વ્યવહારનયથી દેખાય છે. જે સ્વભાવ અસ્મલિત છે તેમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ
ક્યાં છે? “નાસ્તિ સર્વોડપિ સંબંધઃ ” હું કોઈ કાર્યનું નિમિત્ત નથી તેમાં એકતાબુદ્ધિ તૂટી જાય છે. હું નિમિત્ત છું તો પરિણામની સાથે એકતાબુદ્ધિ થાય છે-ભેદજ્ઞાન થતું નથી. હું નિમિત્ત નથી તો દ્રવ્યદૃષ્ટિ સિદ્ધ થઈ જાય છે.
આ ભજિયાંના કટકા થયા તેમાં ચમચો, હાથ નિમિત્ત કહો ! પણ (બાઈનો) જ્ઞાયકભાવ નિમિત્ત નથી. વિભાવ નિમિત્ત હોય, પણ સ્વભાવ નિમિત્ત ન હોય અને સ્વાભાવિક જ્ઞાન પણ નિમિત્ત ન હોય. કર્મ બંધાય છે તેમાં જ્ઞાયક નિમિત્ત નહીં અને જ્ઞાયક આશ્રિત જ્ઞાન થયું તે પણ નિમિત્ત નથી. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટયો એટલે જ્ઞાતા થઈ ગયો. માન્યતામાં નિમિત્ત બન્યો 'તો તે માન્યતા છૂટી ગઈ બસ.
આ ભદ્રબાહુ સ્વામીની ગુફા છે. આ બે હજાર વર્ષ પહેલાના પગલાં છે. વચ્ચે મોટા પગલાં છે ને ચારેબાજુ કમળ છે. ભદ્રબાહુ સ્વામી શ્રુતકેવળી અહીં ધ્યાનમાં બેઠા હશે. આ જગ્યા ઉપર સ્વાધ્યાય કરવાનો આપણને સુઅવસર મળ્યો.
શ્રોતા - પરિણામ ઉપર લક્ષ છે તેથી પરિણામથી ભિન્ન છું તેમ તેને ખ્યાલમાં આવતું નથી. ઉત્તર - જ્યાં સુધી પરિણામ ઉપર લક્ષ રહે છે ત્યાં સુધી પરિણામમાં અહંબુદ્ધિ થઈ જાય છે. પરિણામથી જુદો આત્મા દેખાય તો પરિણામનું લક્ષ છૂટી જાય, અને પરિણામનું જ્ઞાન થાય. જ્યારે પરિણામનું લક્ષ છૂટે છે ત્યારે અનુભવ થાય છે. અનુભવ થયા પછી પરિણામનું જ્ઞાન થાય છે–થવા યોગ્ય થાય છે બસ.
(શ્રોતા) પર્યાયથી એકત્વબુદ્ધિ છૂટે તો તેને થવા યોગ્ય થાય છે તેવું જ્ઞાન થાય છે.
(ઉત્તર) એકત્વ બુદ્ધિ છૂટે ક્યારે? કે-પરિણામમાત્રથી હું ભિન્ન છું. હું અકારકને અવેદક છે. આહા. હા! હું પરિણામનો કર્તા તો નથી પરંતુ હું પરિણામનો જ્ઞાતા પણ નથી. હું તો જ્ઞાયકનો જ્ઞાતા છું.
અજ્ઞાનના બે જ પ્રકાર છે-ત્રીજો પ્રકાર છે જ નહીં. કાં તો જીવ કર્તા બુદ્ધિમાં અટકે છે; કાં તો પરિણામને જાણવામાં રોકાઈ જાય છે–તે પણ કર્તા જ છે. બીજો ભેદ આપણે ન કરીએ તો તે કર્તા જ છે. એ પરિણામનો જાણનાર ક્યાં છે? પરિણામને જાણીને તો કર્તાબુદ્ધિ કરે છે–તો પછી જાણનાર ક્યાં રહ્યો?
જે જ્ઞાન મને જાણે તે જ્ઞાનમાં કર્તા બુદ્ધિ છૂટી જાય છે. જે જ્ઞાન મને જાણે તે વખતે તે જ્ઞાન પરિણામને જાણતું નથી. આહા ! જ્યારે અભેદ થઈને મને જાણે ત્યારે પરિણામને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮
પ્રવચન નં. ૧૨ જાણતું નથી. પછી સવિકલ્પદશામાં આવતાં-થવા યોગ્ય થાય છે એમ જ્ઞાન જાણે છે, હું એમ પણ જાણતો નથી.
જે જ્ઞાન મને જાણે છે તે જ્ઞાન પરિણામને જાણે છે; હું નહીં. હું તો પરિણામને જાણતો નથી. કેમકે મારામાં ક્રિયાનો અભાવ છે. આહાહા ! જેનામાં ક્રિયા થાય છે તે મને પણ જાણે છે અને પરને પણ જાણે છે. જાણે તો જાણો..હું તો જ્ઞાતા-દષ્ટા છું. હું ક્રિયા રૂપ નથી, હું તો નિષ્ક્રિય છું-પરમાત્મા છું.
આહા! એ સહજ જ્ઞાન મને જાણે છે અને પરને જાણે છે બસ. જ્યારે જ્ઞાનમાં હું જણાવ છું ત્યારે પરિણામ જણાતા નથી. એક વખત તો પરિણામને જાણવાનું સર્વથા બંધ થાય છે ત્યારે તો આત્માનું જ્ઞાન થાય છે, ત્યારે તો જ્ઞાન આત્માને જાણે છે. જ્યાં સુધી જ્ઞાન પરિણામને જાણે છે ત્યાં સુધી જ્ઞાન આત્માને ન જાણી શકે. પરને અને પરિણામને જાણવાનું બંધ થાય છે ત્યારે જ્ઞાન મને જાણે છે. છદ્મસ્થનો ઉપયોગ એક સાથે બેને ક્યાંથી જાણી શકે. છદ્મસ્થનો ઉપયોગ રાગનેય જાણે અને આત્માને જાણે તેમ ન બને. આ સમ્યકદર્શન થવા માટેની વાત છે. સાધક થયો પછી તેને રાગ સંબંધીનું જ્ઞાન થાય છે; અને કહેવું કે રાગને જાણે છે તે ઉપચાર છે.
યાકાર અવસ્થામાં શું છે? રાગને જાણે છે તે ઉપચાર છે. જાણે છે? જ્ઞાન જ્ઞાનને જાણે છે એમ કહેવું તે ભેદ છે....
જાણનાર જણાય છે તે વાત સંકોત્કીર્ણ છે. હર સમયે જાણનારો જણાય છે. સવિકલ્પદશામાં જ્ઞાન મને જાણતા પરને જાણે છે તે દશા સવિકલ્પ છે. બાકી જ્ઞાન મને જ જાણ્યા કરે છે. જેની રુચિ છે તેને જ જાણે છે.
આ સ્વભાવ જ્યાં ખ્યાલમાં આવે છે ત્યાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જે એક સમય પૂરતો હતો તે છૂટી જાય છે. રાગની પર્યાયની સાથે જ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હતો તે પણ બે સમય પૂરતો ન હતો, એક સમય પૂરતો હતો તે છૂટે છે. જો ભગવાન આત્મા સાથે એક સમય પૂરતો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થાય તો ખલાસ થઈ જાય. ઓહો! મારી સાથે એક સમય પૂરતો પણ નથી. અને જ્યાં સુધી આત્મભાન નથી ત્યાં સુધી સમયવર્તી પર્યાયની સાથે છે. જ્યાં આત્માનું ભાન થયું ત્યાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટી ગયો ને જ્ઞાતા-શયના સંબંધમાં આવી ગયો. (અંદરમાં) જ્ઞાતા-જ્ઞયનો નિશ્ચય પ્રગટ થયો તો (બહારમાં) જ્ઞાતા શેયનો વ્યવહાર (પ્રગટ) થયો.
શું કહ્યું? રાગની પર્યાયની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હતો, હવે દષ્ટિ અંદરમાં ગઈ, વીતરાગભાવ પ્રગટ થયો તો (નિશ્ચયથી) જ્ઞાતા શેયનો સંબંધ અહીંયા (અંદરમાં) થાય ત્યારે વીતરાગભાવ પ્રગટ થાય ને? જ્યાં અહીંયા (અંદરમાં) નિશ્ચયથી જ્ઞાતા શેયનું અભેદપણું થયું તો પરની સાથે પણ જ્ઞાતા શેય સંબંધ રહ્યો. હવે નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અભાવ થઈ ગયો. (શ્રોતા – એ રીતે અભાવ થાય છે.) હા, એ રીતે અભાવ થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૩૯ મારે પરની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય નહીં. કેમકે હું પૂર્ણ પરમાત્મા છું. પરમાત્મા (પરિણામમાં) નિમિત્તેય ન થાય અને બીજાનું નિમિત્તેય બને નહીં. પોતે બીજાનું નિમિત્ત ન થાય. પોતા માટે પર નિમિત્ત નહીં અને બીજા માટે સ્વ નિમિત્ત નહીં. સ્વભાવમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો જ અભાવ છે.
જ્ઞાયકભાવ જે સામાન્ય અપરિણામી છે તે પરિણમતો જ નથી, તો પછી તે નિમિત્ત ક્યાંથી થાય? પરિણમે તો નિમિત્ત થાય; પરંતુ અપરિણામી છે તે નિમિત્ત થાય? અને પરિણામ નિમિત્ત છે તે પણ એક સમય પૂરતા છે બીજા સમયે છૂટી જાય છે ને સંસારનો અભાવ થાય છે.
શું કહ્યું? નિમિત્ત નૈમિત્તિક સમયવર્તી છે, ત્રિકાળવર્તી નથી. પર્યાયની સાથે પણ સમયવર્તી છે તેથી બાજી હાથમાં છે. હું નિમિત્ત નથી (એમ દષ્ટિમાં આવ્યું, ત્યાં પર્યાયની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટી ગયો. એક વખત છૂટ્યો તે છૂટી જ ગયો. અંદરમાં એક જ્ઞાનાનંદ જ્ઞાયક આત્મા દેખાણો. આ રીતે નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો (પરિણામમાં) અભાવ થાય છે.
અહીંયા (અંદરમાં) જ્ઞાતા-જ્ઞયનો નિશ્ચય ઉભો થયો તો (પર સાથે) હવે જ્ઞાતાશેયનો વ્યવહાર ઉભો થયો. પર સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જ્યાં છૂટ્યો ત્યાં જ્ઞાન અંતરમુખ થયું અને અભેદ આત્માનું નિશ્ચયથી જ્ઞાન થયું. હવે પરની સાથે જ્ઞાતા શયનો વ્યવહાર ઉભો થાય છે. નિશ્ચયપૂર્વકનો વ્યવહાર ઉભો થયો.
જૂનાં કર્મ બંધાણા, તેનો ઉદય આવે, નવાં કર્મ બંધાય તે કર્મની સાથે કોઈ પણ કાળે ભગવાન આત્માને નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો નથી, અને થવાનો પણ નથી. અને જેની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો છે તે છૂટી જાય છે; કારણ કે પરિણામ સમયવર્તી છે. જો પર્યાય સમયવર્તી ન હોત તો પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ન છૂટત.
શ્રદ્ધાની પર્યાયમાં વિપરીતતા આવી એટલે કે એક સમય પૂરતી દર્શનમોહમાં જોડાણી અને મિથ્યાત્વ થયું. હવે બીજા સમયે (ભેદજ્ઞાન કરે) અરે ! હું નિમિત્ત નથી, હું તો જ્ઞાયક છું, (તો પછી પરિણામમાં પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છૂટી ગયો.)
નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ક્યાં સુધી હતો? આત્મા નિમિત્ત નથી છતાં આત્માને નિમિત્ત બનાવતો હતો. માનતો હતો ત્યાં સુધી મિથ્યાત્વ હતું. કોઈ પણ ક્રિયા થાય તેમાં હું નિમિત્ત નથી. પરને નિમિત્ત કહો તો કહો! પણ ભગવાન આત્મા નિમિત્ત નથી. જો આત્મા નિમિત્ત હોય તો શેયની સાથે એકતા થઈ જાય છે–તો આત્મા કર્તા બની જાય છે. જો કર્તા બની જાય તો આત્મા જડ થઈ જાય. આત્મા તો જ્ઞાતા છે.
આત્મામાં નિમિત્તપણાનો અભાવ છે. જૂનાં (કર્મ) માં તે જોડાતો નથી અને નવાં (કર્મ) માં નિમિત્ત થતો નથી તેવો સ્વભાવ બધાં આત્માનો છે. આવો આત્મા જેને દષ્ટિમાં આવે તેને અનુભવ થઈ જાય અને જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમયવર્તી છે તે છૂટી જાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૪૦
પ્રવચન નં. ૧૨
પરની સાથે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ સમયવર્તી અને સ્વની સાથે ત્રિકાળવર્તી થઈ જાય. ( શ્રોતા વાહ! પોતાની સાથે ત્રિકાળવર્તી –૫૨ સાથે સમયવર્તી જ્ઞાતાજ્ઞેયનો સંબંધ
છે. )
પરની સાથે નિમિત્ત-નૈમિત્તિક પણ સમયવર્તી અને જ્ઞાતાશેય પણ સમયવર્તી છે. આહા! મારી સાથે ત્રિકાળવર્તી છે જે કદી છૂટે નહીં. જ્ઞાન જ્ઞાયકને તન્મય થઈને જાણ્યા જ કરે છે. (શ્રોતા અમૃત વરસે છે.) હવે આખો આત્મા છૂટો ને જુદી પડી ગયો. અરે જુદો જ છે.
આ વિચાર આના ઉપરથી આવ્યો કે “ અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિત્તિક”, નૈમિત્તિક આત્માથી થતું નથી. નૈમિત્તિકથી આત્મા જુદો છે તેને તું એકરૂપ દેખ. અમૃતચંદ્ર આચાર્ય દેવના પેટમાં-અંદર જઈએ ત્યારે તેનું રહસ્ય ખ્યાલમાં આવે કે આપ શું કહેવા માગો છો !
આત્માને નિમિત્ત નૈમિત્તિક સંબંધ જૂનાં કે નવાંની સાથે નથી. નોકર્મની સાથેની તો વાત જ આખી અલગ છે. નોકર્મ તો ભિન્ન વસ્તુ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કેઆત્માને નોકર્મની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નિયમરૂપ નથી. કેમકે વિગ્રહગતિમાં નોકર્મ નથી તે ન્યાય આપ્યો. એ...નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે છે તે મારી સાથે નથી હોં! મને રહેવા દેજો ! હું તો જુદો જ છું. હું જ્ઞાનમય જ્ઞાયક છું. જ્ઞાનમય આત્મા કાંઈ કર્મમાં જોડાય ?! તે નવાંકર્મ બંધમાં નિમિત્ત થાય? ત્રણકાળમાં બને નહીં. (શ્રોતા – નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સમયવર્તી છે.) મારી સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એક સમય પૂરતોય નથી. એક સમય થાય તો સૌ (કાયમ ) સમય પૂરતો થઈ જાય. તો પછી કોઈ દિવસ કોઈને સમ્યક્દર્શન થાય જ નહીં. ઝીણી વાત છે.
(શ્રોતા – દેવલાલીમાં આપે કહ્યું હતું કે-પર્યાયની સાથે પણ કદાચિત્ છે કચિત્ નથી.) કદાચિત્ છે એટલે સમયવર્તી છે. સમયસાર ૧૦૦ ગાથામાં એમ લખ્યું છે– “ અનિત્ય યોગ અને ઉપયોગ ” ‘અનિત્ય’ શબ્દ વાપર્યો છે. એટલે કે એક સમયવર્તી છે. અને સમયવર્તી જે થાય છે તેને પોતાનું સ્વરૂપ માને છે–તો અજ્ઞાન. હું નિમિત્ત નથી તેમ માને છે તો સમયવર્તી નિમિત્ત નૈમિત્તિક છૂટી જાય છે અને જ્ઞાતા-શેયનો સંબંધ શરૂ થઈ જાય છે. કર્મની સાથે નિમિત્ત નૈમિત્તિકને બદલે જ્ઞાતાશેયનો વ્યવહાર ઉભો થયો.
અનુભવના કાળે અહીંયા (અંદરમાં ) નિશ્ચયજ્ઞાતા જ્ઞેય થઈ ગયો. હવે કર્મની સાથે નિમિત્ત-નૈમિત્તિક છે? કહે-ના, તો હવે શું થયું? હવે (કર્મની સાથે ) જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર ઉભો થયો. ( કર્મ ) હવે નિમિત્ત ક્યાં રહ્યું, તે તો જ્ઞેય થઈ ગયું. (સાધકને ) જૂનાંકર્મનો ઉદય હવે શેય છે પણ નિમિત્ત નથી. કારણ કે અહીં હવે નૈમિત્તિકનો અભાવ છે. અજ્ઞાનનો અભાવ એટલે નૈમિત્તિકનો અભાવ. અજ્ઞાનીને જ નિમિત્ત નૈમિત્તિક કહેવાય. અહીંયા અસ્થિરતાના રાગની, વાત નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૪૧
( શ્રોતા (૫૨ની સાથે ) નિમિત્ત-નૈમિત્તિક છૂટયો તો અંદરમાં જ્ઞાતા જ્ઞેય પ્રગટ થયું. નિશ્ચય જ્ઞાતા જ્ઞેય થયું તો (કર્મની) સાથે વ્યવહાર જ્ઞાતા જ્ઞેય થઈ ગયું.) હવે સંસારનો અભાવ થઈ ગયો. જેને ભગવાન દેખાય તેને સંસાર દેખાય જ નહીં.
પરિણામથી ભિન્ન આત્માને જોવો તે એક જ ચાવી છે બીજી કોઈ ચાવી છે નહીં. પરિણામથી ભિન્ન આત્માને જુઓ તો નિમિત્ત-નૈમિત્તિક છે જ નહીં. દ્દષ્ટિ અંદરમાં આવી, તે જ્ઞાયક ને જુએ છે તો, નિમિત્ત નૈમિત્તિક પર્યાયની સાથે પણ નથી. (જ્યાં સુધી ) બહિર્મુખ છે ત્યાં સુધી છે. સ્વમાં ગયો તો પર્યાયની સાથે પણ નિમિત્ત-નૈમિત્તિકપણું છૂટી ગયું. અને પર્યાયની સાથે અંદરમાં જ્ઞાતા જ્ઞેયનું અભેદપણું થયું. તો વ્યવહારે જ્ઞાતા જ્ઞેય પરની સાથે રહ્યું બસ...એ પણ પર્યાયમાં. પર્યાયમાં હો તો હો ! મને કોઈ કહેશો નહીં. મને તેમાં ભેળવતા નહીં.
હું તો નિષ્ક્રિય છું. મારામાં ક્રિયાનો જ અભાવ છે. હું પર્યાયનો વિષય બનું છું. પર્યાય મને વિષય બનાવે છે એટલે પર્યાયનો વિષય બનું છું. તેમ કહેવું પડે છે, બાકી હું તો જે છું તે છું.
આત્મા આંધળો છે, તેમાં જાણવાની ક્રિયાનો અભાવ છે. દ્રવ્યમાં રાગનો તો અભાવ પણ જાણવા દેખવાની ક્રિયાનો પણ અભાવ છે. નિષ્ક્રિય કોને કહેવાય? તમે જો ક્રિયાને સ્થાપો ( આત્મામાં ) તો પછી નિષ્ક્રિય ક્યાં રહ્યો ? તો તમે જ્ઞાનની પર્યાયથી સહિત આત્મા લીધો.
પર્યાયમાત્રથી ભિન્ન છે. કેવળજ્ઞાનથી ભિન્ન છે. મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય તેમાં નથી. ઉપયોગથી માંડીને કેવળજ્ઞાન સુધીની પર્યાયનો આત્મામાં અભાવ છે.
પ્રવચન નં - ૧૩
સમયસાર કળશ-૮ તા. ૨૪-૭-૮૯
"
‘વિરમિતિ ’ એટલે ઘણાં કાળથી, “ આ રીતે નવતત્ત્વોમાં ઘણાં કાળથી છુપાયેલી ” (આત્મ જ્યોતિ ) તિરોભૂત થઈ ગઈ છે. છૂપાયેલી છે તેનો અર્થ એ કે તેનો, અભાવ થયો નથી. વિશેષના સદ્દભાવમાં સામાન્ય અંદરમાં રહેલું છે આવે છે ને...સામાન્ય વિના વિશેષ નહીં અને વિશેષ વિના સામાન્ય નહીં. કહે છે કે-જે વિશેષ છે પર્યાયો તેની અંદર જ શુદ્ધાત્મા છૂપાયેલો છે–રહેલો છે. (વિશેષોની ) બહાર નથી...એમાને એમાં શોધ એમ કહે છે. અશુદ્ધ સુર્વણમાં સોનું છે–એમ કહે છે.
(નવતત્ત્વોમાં ) છૂપાયેલી આત્મજ્યોતિ છે-એટલે જ્ઞાયકભાવ છે ખરો. ઉત્પાદવ્યયની મધ્યમાં શાયકભાવ તો બિરાજમાન છે, તેનો અભાવ થયો નથી. છૂપાયેલી છે એટલે એનું અસ્તિત્વ છે, હૈયાતિ તો છે પણ તેને દેખાતું નથી. તેની દૃષ્ટિમાં દ્રવ્ય આવતું નથી એમ. પર્યાયની રુચિ થઈ છે એટલે દ્રવ્યની રુચિ થતી નથી. પર્યાયની રુચિ તે મિથ્યાત્વ છે.
66
“ આ રીતે આ નવતત્ત્વોમાં ઘણાં કાળથી છૂપાયેલી આ આત્મજ્યોતિને, ” વિધમાન છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૪૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૧૩ આત્મજ્યોતિ, હવે દષ્ટાંત દ્વારા સમજાવે છે. “જેમ વર્ગોના સમુહમાં” જ્યારે સુવર્ણને તપાવે ત્યારે ઘણાં પ્રકારના રાતા, પીળા વર્ગો થાય છે. “એ વર્ણોના સમુહમાં છૂપાયેલ એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ,” સોનાને જ્યારે તપાવે છે ત્યારે અનેક પ્રકારના રંગ-બેરંગ ઊઠે છે. એ રાતા..પળામાં સોનું એકરૂપ રહેલું છે. વર્ષો અનેક પ્રકારના છે પણ સોનું એકરૂપ રહેલું છે.
જેમ વર્ગોના સમુહમાં છુપાયેલું સુવર્ણ તેમ પર્યાયમાં છૂપાયેલ (આત્મજ્યોતિ). છૂપાયેલ કેમ કહ્યું? કે અનેક ઉપર નજર હતી ત્યારે એક દેખાતું ન હતું. સોનું અનેક પ્રકારના વર્ણાદિની મધ્યમાં રહેલું છે. દ્રવ્ય પર્યાયોની મધ્યમાં રહેલું છે. તેમાં (વર્ણોમાં) છૂપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ. પર્યાય અનેકાકાર હતી દ્રવ્ય એકાકાર એકરૂપ છે.
શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે” જુઓ! વ્યવહારનયથી આત્માના દર્શન થતા જ નથી. નિશ્ચયનયથી જ આત્માના દર્શન થાય છે–એ નિયમ છે. પ્રગટ કરવામાં આવી છે એટલે કે-હવે અમે તમને હથેળીમાં શુદ્ધાત્મા દેખાડીએ છીએ-તેમ કહે છે. અત્યાર સુધી પર્યાયને જ આત્મા માનીને તે પર્યાય દષ્ટિ હતો. નવ તત્ત્વોનું જ્ઞાન થયું એટલે તમને ભ્રમ થઈ ગયો કે તમને સમ્યકદર્શન થઈ ગયું. શાસ્ત્રનું જ્ઞાન પ્રગટ થયું એટલે તમને ભ્રમ થઈ ગયો કે તેમને જ્ઞાન પ્રગટ થઇ ગયું છે. અને તે વખતે થોડી કષાયની મંદતા હોય તો માન્યું કે ચારિત્ર પ્રગટ થઈ ગયું છે. નવતત્ત્વ જેમ છે તેમ શ્રદ્ધામાં આવ્યા, શાસ્ત્રનું જ્ઞાન થયું, કષાયની મંદતા તો એ વખતે હોય; (તેથી તેને એમ થયું કે ) શ્રદ્ધા-જ્ઞાનને-ચારિત્ર પ્રગટ થઇ ગયું ખોટી વાત છે એ સમ્યફદર્શન-જ્ઞાન ચારિત્ર છે જ નહીં.
માટે હે ભવ્ય જીવો!” હે લાયક-પાત્ર જીવો ! “ભવ્ય જીવો' બહુવચન છે ને? ભવ્ય જીવો એવી સંધિ છે. જ્ઞાની એમ કહે છે કે હે ભવ્ય જીવ તું સાંભળ! (પાત્ર જીવની ) હોનહાર સારી હોય, નહીંતર જ્ઞાનનો ઉદય જ ન થાય.
હે ભવ્ય જીવો! હંમેશાં આને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિત્તિક ભાવોથી ભિન્ન, એકરૂપ દેખો.” “હંમેશાં” એટલે ત્રણેકાળ, “આને” એટલે શુદ્ધાત્માને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિત્તિક (લખ્યું છે) આત્માથી (નૈમિત્તિક ભાવો) થતા નથી. એ નૈમિત્તિક ભાવોનું કારણ નિમિત્ત છે – નૈમિત્તિકનું કારણ આત્મા નથી. અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતાં અનેક નૈમિત્તિક ભાવોથી ભિન્ન એકરૂપ દેખો. આમ આદેશ આપે છે. દેખો...તમને દેખાશે. હે ભવ્ય આત્મા ! શુદ્ધનય વડે અમે તમને શુદ્ધાત્માને હથેળીમાં દેખાડીએ છીએ..તમે તેને એકરૂપ દેખો. નૈમિત્તિક ભાવોથી ભિન્ન રહિત, એકરૂપ દેખો.
આ (જ્યોતિ) પદે પદે અર્થાત્ પર્યાયે પર્યાયે એકરૂપ ચિન્ચમત્કારમાત્ર ઉદ્યોતમાન છે. પ્રત્યેક પર્યાયે.પર્યાય એટલે ઉત્પાદ્વ્ય યમાં ધ્રુવ દેખાય છે. ઉદ્યોતમાન છે એટલે પ્રગટ છે.
સમયસાર તો ભેદજ્ઞાનથી ભરેલું છે. ગાથાએ ગાથાએ કળશે કળશે ભેદજ્ઞાન છે. સામાન્ય તત્ત્વમાં વિશેષનો અભાવ છે એટલે વિશેષથી રહિત સામાન્ય છે. શબ્દો-ફેરવે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૪૩ છે વસ્તુ એકની એક રહે છે. અત્યારે શાસ્ત્ર વાંચતા એવો વિચાર આવ્યો કે જ્ઞાનીઓ સામાન્યનો ઉપદેશ આપે છે. જે ચીજનું એને ભાન નથી તેનું ભાન કરાવે છે. વિશેષનું જ્ઞાનને શ્રદ્ધાન તો તેને અનંતકાળથી વર્તે છે.
દેવ-ગુરુ-શાસ્ત્રનું (જ્ઞાન) આને દેવ કહેવાય, આને ગુરુ કહેવાય, આને શાસ્ત્ર કહેવાય તે ઉપદેશ જ નથી. કેમકે તે અપૂર્વ લબ્ધિ નથી. દેવ, ગુરુ, શાસ્ત્રનું જ્ઞાન શ્રદ્ધાન, નવ તત્ત્વનું શ્રદ્ધાન ને જ્ઞાન તેમજ કષાયની મંદતાનું આચરણ તે તો અનંતવાર કરી ચૂકયો છે. તેને એક શુદ્ધાત્માનો ઉપદેશ મળ્યો નથી. તેમજ તેને કહેનારા ય મળ્યા નહીં. અને કદાચિત્ કહેનારા મળ્યા તો તેના ઉપર તેનું ધ્યાન ખેંચાણું નહીં. આહા..હા! અમે તને જુદો દેખાડયો હથેળીમાં આત્મા હવે તો તેને દેખ. ઉપદેશની–આ જ પદ્ધતિ છે, બીજી કોઈ પદ્ધતિ નથી.
જ્ઞાનીનો ઉપદેશ આ જ છે. તેનાં ઉપદેશની પદ્ધતિ ઉપરથી ખ્યાલ આવી જાય છે કે – કાં તો સમ્યક્દષ્ટિ છે અને કાં તો પાત્ર જીવ છે. સાક્ષાત સમ્યફદષ્ટિ થઈ ગયો હોય તે તો શુદ્ધાત્માનો ઉપદેશ આપે જ..પણ જે પાત્ર જીવ હોય, જેને શુદ્ધાત્માની રુચિ થઈ છે –જે નિકટભવી છે એ પણ શુદ્ધાત્માનો જ ઉપદેશ આપે છે. (શ્રોતા ) એને ખબર છે કે શુદ્ધાત્મામાં જ હિત છે. જેમાં મારું હિત છે તેમાં જ બીજાનું હિત છે. જેમાં પોતાનું હિત લાગતું હોય તેને જ ઘૂંટેને? અને એની વાણીમાં એ જ આવે ને..બીજું શું આવે? જેને દષ્ટિમાં આવ્યો હોય તે જ આત્માની વાત કરે..તે બીજું શું કરે ? બીજા ઉપદેશ દેવા જેવો નથી.
જયચંદજી પંડિત બસો વર્ષ પહેલાં અગિયારમી ગાથામાં લખે છે – શુદ્ધનયનો ઉપદેશ વિરલ છે-શુદ્ધાત્માનો ઉપદેશ વિરલ છે. વિરલ એટલે ક્યાંક ક્યાંક..કોઇ કોઇ જગ્યાએ છે. કોઈક જ પુરુષ આત્માની વાત કરે છે, બાકી તો પરસ્પર આચાર્યપણું કરે છે–જીવ આવો છે...જીવ આવો છે, નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થાય તો જૂનાં કર્મની નિર્જરા થાય છે અને નવાં કર્મનો બંધ થાય છે. હવે જૂનાંની નિર્જરાએ થતી નથી અને નવાંનો બંધ થતો નથી, જરાક જો તો ખરો ! તે પરની સાથેના સંબંધવાળો (જીવન) જુએ છે. શુદ્ધનયનો ઉપદેશ વિરલ ક્યાંક ક્યાંક છે..તેનું ફળ મોક્ષ જાણી શ્રી ગુરુએ મુખ્યપણે શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો છે.
આજે દેવેન્દ્રકુમાર શાસ્ત્રીને મારા ઉપર એક પોસ્ટકાર્ડ આવ્યું છે. તેઓ ગામડામાં રહે છે અને સંપાદન કરે છે. લેખ બહુ સારો આવ્યો છે. (100) સો વર્ષથી સમયસાર છૂપાઈ ગયું તું આ પુરુષથી (ગુરુદેવથી) માંડ બહાર આવ્યું છે. તેમનો ઉપકાર માનવાને બદલે તેમનું તમે અપમાન કરો છો. અત્યારે સાધુ સમાજમાં જે સમયસાર વંચાય છે તે એમને કારણે વંચાય છે. નહીંતર સમયસારને કોઇ જાણતું ન હતું. એક પુરુષ પાકયો દિગમ્બર શાસ્ત્રો બહાર આવી ગયા. નહીંતર સમાજમાં શ્રાવક ચાર, તત્ત્વાર્થસૂત્ર, છઢાળા, મોક્ષમાર્ગ પ્રકાશક વગેરે ચાલતું 'તું. સમયસાર, પ્રવચનસાર, નિયમસારના નામે જાણતા ન હતા. સમયસાર બહાર આવ્યું તો શુદ્ધાત્મા બહાર આવ્યો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪
પ્રવચન નં. ૧૩ અનંતકાળથી અજ્ઞાની જે જાણે તેનો ઉપદેશ હોય નહીં. ઘીનો ઘડો તો તેને પરિચિત છે તેથી તેનો ઉપદેશ ન હોય ઘડો માટીમય છે અને ધીમય નથી તેવો ઉપદેશ હોય.
ભાવાર્થ: - “આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધિવિધરૂપે દેખાતો હતો” પર્યાય વિધ-વિધરૂપે દેખાતી નહોતી પરંતુ આત્મા અનેકરૂપ દેખાતો હતો તે મિથ્યાત્વ છે. પર્યાય અનેકરૂપ દેખાય અને આત્મા એકરૂપ દેખાય તે તો પ્રમાણજ્ઞાન સાચું જ્ઞાન થઇ ગયું. એ જ્ઞાન તો અનુભવ પછી થાય.
આ હાહા! મિથ્યાદષ્ટિને શું હતું? આત્મા જ અનેકરૂપ દેખાતો હતો બેન! આત્મા મનુષ્ય, આત્મા તિર્યંચ, આત્મા એકેન્દ્રિય, આત્મા બે ઇન્દ્રિય, આત્મા રાગી, આત્મા દ્વષી, આત્મા લોભી એવું વસ્તુનું સ્વરૂપ જ નથી.
તેને શુદ્ધનયે એક ચૈતન્ય ચમત્કાર માત્ર દેખાડયો છે; તેથી હવે સદા એકાકાર જઅનુભવ કરો. આદેશ છે હો ! પર્યાય બુદ્ધિનું એકાંત ન રાખો - એમ શ્રી ગુરુનો ઉપદેશ
છે. ”
ટીકા: - “હવે, જેમ નવ તત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો,” જુઓ! નવતત્ત્વોને જાણવાનું ભૂતાર્થ કહ્યું નહીં. નવતત્ત્વોમાં એક જીવને જ, દ્રવ્ય-પર્યાય બે ને નહીં. એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો. “તેમ એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે.”
શુદ્ધાત્મા તો એક જ છે પણ તેને જાણવાના સાધનો અધિગમ એટલે જાણવાના ઉપાય, આત્માના અનુભવનો ઉપાય નથી લખ્યો. આમાં સમજાણું? કાંઇ ખ્યાલ આવ્યો? આત્માના અનુભવનો ઉપાય નથી લખ્યો, જાણવાનો ઉપાય..કે જેથી કરીને બધી વિપરીતતા ટળી જાય. તેના જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ સ્પષ્ટ આવે તેમ.
આ ઉપાયો ત્રણ પ્રકારના છે. પ્રમાણ, નય ને નિક્ષેપ છે. ઉપાયના ત્રણ પ્રકાર છે. પ્રમાણથી આત્માનું સ્વરૂપ જાણવું, નયથી જાણવું અને નિક્ષેપથી પણ જાણવું. આત્મા એક છે એના અધિગમના એટલે જાણવાના ઉપાયો ત્રણ છે- પ્રમાણ, નય ને નિક્ષેપ.
તેઓ પણ નિશ્ચયથી અભુતાર્થ છે. તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે.” ત્રણ પ્રકારના પરિણામો એટલે પ્રમાણ જ્ઞાનની પર્યાય, નયજ્ઞાનની પર્યાય, અને નિક્ષેપની પર્યાય એ ત્રણેય જ્ઞાનના પ્રકારો ભેદો છે. અનુભવના કાળે તે ત્રણેય અભૂતાર્થ છે.
આ પ્રમાણજ્ઞાનનો વિષય છે, આ નયનો વિષય છે, અને આ નિક્ષેપ એ બધા વિકલ્પો સમાઇ જાય છે. “જ્ઞાયક નય સે પાર' તેમાં આ ત્રણેય આવી જાય છે. પ્રમાણ, નય અને નિક્ષેપને અભૂતાર્થ કહેવાનું કારણ શું છે? એ વાત પંડિતજી કૌંસમાં કહે છે. પ્રમાણ, નય, નિક્ષેપની ઉત્પત્તિ કેમ થઇ? પ્રમાણનો જન્મ કેવી રીતે થાય છે? નયનો જન્મ કેમ થાય છે? નિક્ષેપ કેમ (દેખાય છે, તેનો ખુલાસો કરે છે.
(કારણ કે શેય અને વચનના ભેદોથી પ્રમાણાદિ અનેક ભેદરૂપ થાય છે.)” શેયના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૪૫ લક્ષવાળું જે જ્ઞાન થાય છે તે આત્માના લક્ષવાળુ નહીં- તે શેયના સંબંધવાળુ જે જ્ઞાન છે. વચનના ભેદોથી પ્રમાણ આદિરૂપ અનેક ભેદરૂપ થાય છે–એટલે કે સવિકલ્પ પ્રમાણ, સવિકલ્પ નય, અને સવિકલ્પ નિક્ષેપ તે માનસિક જ્ઞાન છે – તે અતીન્દ્રિયજ્ઞાન નથી આ અનુભવ પહેલાની વાત છે. તત્ત્વાર્થસૂત્ર વગેરે શાસ્ત્રો વાંચીને આત્માના અધિગમના ઉપાયોનો વિચાર
તેમાં પહેલાં પ્રમાણ બે પ્રકારે છે - પરોક્ષ અને પ્રત્યક્ષ. આ સમ્યક પ્રમાણ નથી હજુ. હવે તેની વ્યાખ્યા કરે છે. “ઉપાત્ત અને અનુપાત્ત પર (પદાર્થો) દ્વારા પ્રવર્તે છે તે પરોક્ષ છે.” ઉપાત્તનો અર્થ મેળવેલા. (ઇન્દ્રિય, મન વગેરે ઉપાત્ત પર પદાર્થો છે.) અનુપાત્તનો અર્થ- અણમેળવેલા. (પ્રકાશ, ઉપદેશ વગેરે અનુપાત્ત પર પદાર્થો છે.) બન્ને પર પદાર્થ છેપરોક્ષ અને પ્રત્યક્ષ. એમાં પહેલાં પરોક્ષની વાત કરે છે. જુઓ ! “પર પદાર્થ દ્વારા ' એટલે પર પદાર્થના સંબંધથી પ્રવર્તે છે તે પરોક્ષ છે.
હવે પ્રત્યક્ષની વ્યાખ્યા કરે છે – “અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે છે તે પ્રત્યક્ષ છે.” આ છે તેના મૂળ મુદ્દા પરોક્ષ અને પ્રત્યક્ષ કહી દીધા. કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. મતિ-શ્રુત પરોક્ષ છે. અવધિ, મન: પર્યય અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. સકલ અને વિકલ એ પછીના ભેદો છે. આત્મા સીધો આત્માથી જાણે એમ; તેને બહારનું મનનું, પ્રકાશનું કે ઉપદેશનું અવલંબન ન હોય. જે સીધો આત્માની સન્મુખ થઇને જાણે તેનું નામ પ્રત્યક્ષ જ્ઞાન છે. અને જેમાં પર પદાર્થોનું અવલંબન હોય, લક્ષ હોય અને જે જ્ઞાનની પ્રવૃત્તિ થાય તેને પરોક્ષ કહેવાય. આટલી વાત કર્યા પછી પંડિતજી કૉસ કરે છે. આ વાત તેઓ ઉપરથી કરે છે, સંસ્કૃતમાં નથી.
(પ્રમાણજ્ઞાન છે, તે જ્ઞાન પાંચ પ્રકારનું છે - મતિ, શ્રુત, અવધિ, મન: પર્યયને કેવળ. તેમાં મતિ અને શ્રત એ બે જ્ઞાન પરોક્ષ છે, અવધિ અને મન:પર્યય તે બે વિકલ - પ્રત્યક્ષ છે. અને કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. તેથી એ બે પ્રકારના પ્રમાણ છે.)
પરોક્ષ પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણ આવા જ્ઞાનો પ્રગટ થાય છે. એમ અનુભવ થતાં આવા જ્ઞાનો પ્રગટ થાય છે જીવને એમ. “તે બન્ને પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયના ભેદને અનુભવતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે;” પ્રમાતા એટલે જ્ઞાતા, પ્રમાણ એટલે જ્ઞાન અને પ્રમેય એટલે જ્ઞય. જ્ઞાતા, જ્ઞાન, ને જ્ઞયના ભેદને અનુભવતાં તો ભૂતાર્થ છે. આવા ત્રણ ભેદ પડે છે સત્યાર્થ પણ છે.
“અને જેમાં સર્વ ભેદો ગૌણ થઇ ગયા છે. આ બધા જે પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદો છે તે ગૌણ થઇ ગયા છે. “એવાં એક જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.” આત્માના સ્વભાવમાં છે તેમ દેખાતું નથી. પરોક્ષ અને પ્રત્યક્ષ તે બે પ્રકારના જ્ઞાન અથવા પર્યાયના પાંચ ભેદ. એ પર્યાયોને ભેદથી જુઓ તો તે સત્યાર્થને ભૂતાર્થ છે પરંતુ એકાકાર જીવના સ્વભાવની સમીપે જઇને અનુભવ કરતાં આ ભેદો અભૂતાર્થ છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬
પ્રવચન નં. ૧૩ એટલે કે આત્માના સ્વભાવમાં ન હોવારૂપ છે – અવિદ્યમાન છે.
એક જ વાત છે બેન ! વિશેષનું જ્ઞાન કરાવતા આવે છે અને વિશેષનો નિષેધ કરાવતા આવે છે. આલંબન તો એકલા સામાન્યનું છે, સાથે વિશેષનું જ્ઞાન શું કામ કરાવીએ છીએ..ખબર છે? નિષેધ કરવા માટે.
આ બધું સમયસારમાં લખેલું છે. ભેદથી જુઓ તો આ બધુ ભૂતાર્થને સત્યાર્થ છે. વ્યવહાર સ્થાપ્યો પણ તેનો નિષેધ કરવા માટે એકલા જીવ સ્વભાવના એકાકાર સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ ને અસત્યાર્થ છે-જૂઠા છે. વ્યવહાર શા માટે મૂકે છે? નિષેધ માટે. બહુ માલ ભર્યો છે. શ્રદ્ધાના વિષયમાં કોઇ પરિણામ છે જ નહીં. શ્રદ્ધાનું શ્રદ્ધેય આ પાંચ પર્યાયથી રહિત છે.
આહાહા..! શ્રદ્ધાનો (વિષય) શ્રદ્ધય છે તેમાં કુમતિ આદિ ભેદ તો કાઢી નાખ્યા, કેમકે એ તો જ્ઞાન જ નથી. કુમતિ, કુશ્રુત, કુઅવધિ એ તો જ્ઞાન જ નથી. અમે એને જ્ઞાન જ કહેતા નથી. માટે પરોક્ષ અને પ્રત્યક્ષમાં તે આવતું નથી. અહીં પરોક્ષમાંથી પણ આ ત્રણેને કાઢી નાખ્યા. જ્ઞાનના એટલે સમ્યકજ્ઞાનના પાંચ ભેદ હોય, આઠ ભેદ ન હોય.
આહા! સમ્યકજ્ઞાનના જે પાંચ ભેદ છે તેનો આત્મામાં અભાવ છે. કેવળજ્ઞાનનો આત્મામાં અભાવ છે – આ જ્ઞાનનો ઉપદેશ છે. જ્ઞાનીનો જન્મ સામાન્ય પડખું બતાવવા માટે હોય છે. અને વિશેષોને જણાવે તો તેના નિષેધ માટે. કદાચિત વિશેષ જણાવે..જણાવતા જાય ખરા. અજ્ઞાનીને જ્ઞાનીના પ્રતિપાદનમાં પૂર્વ પશ્ચિમ જેટલો મોટો ફેર છે.
આત્માને જાણવાના ઉપાયો આત્માનો અનુભવ કરતાં એ ઉપાયો દેખાતો નથી. સ્વરૂપમાં એવું છે નહીં. સ્વરૂપમાં પરિણામ જ નથી ને! પ્રમાણની પર્યાય, નયની પર્યાય કે નિક્ષેપની પર્યાય દેખાતી નથી. કેમકે તેની ઉત્પત્તિ શેયના સંબંધથી થાય છે. જ્ઞાયકના સંબંધથી આવી ઉત્પત્તિ થતી જ નથી એમ કહેવા માગે છે. ઉપર કહ્યું ને! શેયને વચનના ભેદથી આ પ્રકાર પડે છે.
જ્યારે દસ નંબરનો કળશ આવશે ને...ત્યારે તેમાં પણ આ લખશે. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ તેમાં જે આત્મબુદ્ધિ તે સંકલ્પ છે અને જ્ઞયના સંબંધથી જ્ઞાનમાં જે ભેદ દેખાય તે વિકલ્પ છે. સંકલ્પ – વિકલ્પની વ્યાખ્યા તે પંચાધ્યાયના આધારે આવશે.
આખી જિંદગી એક સમયસાર બસ છે. વારંવાર વારંવાર...જ્યાં સુધી જીવો ત્યાં સુધી અથવા મોક્ષ ન થાય ત્યાં સુધી (તેનું અધ્યયન કરવું.) સમયસારમાં ભાવો બ્રહ્માંડના ભર્યા છે. આહા ! જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદો, પાંચ પર્યાયના ભેદો, અભેદ સામાન્યમાં છે નહીં-એ દષ્ટિનો વિષય છે. તે ઉપાદેય તત્ત્વ છે, તે ગાહ્ય છે.
હું કહેતો કે – વ્યવહારનું પ્રતિપાદન કરે છે પણ નિષેધ માટે, પણ આ તો ઠેકઠેકાણે એજ આવે છે. વ્યવહારની વાત કરી, હું! ફટ નિષેધ કરી નાખે. જણાવે બધું..આ પર્યાયો છે તે નિષેધ કરવા માટે છે. આત્મામાં નથી તેનો નિષેધ શા માટે કરાવ્યો? કે જીવ તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૪૭ આત્મા માની બેઠો છે માટે. આ બધા પરિણામ આત્મામાં થાય છે, તેને આત્મા કરે છે.. એવી જે માન્યતા, પર્યાયની સાથે દ્રવ્યની એકતા કરી છે તે વિભક્ત માટે બતાવે છે. એકત્વ વિભક્ત આત્માની વાત કરીશ..તે પ્રતિજ્ઞા ચાલુ છે હોં ! મહાપુરુષો પ્રતિજ્ઞાનો ભંગ ન કરે. આ પ્રમાણ, નય, નિક્ષેપથી વિભક્ત-જુદા કરાવ્યા.
જીવના સ્વભાવનો અનુભવ કરતા તેઓ અભૂતાર્થને અસત્યાર્થ છે. આહા..હા ! જુઓ! પાંત્રીસ નંબરનાં પેજમાં બીજી લીટીમાં છે...“નવસ્વભાવસ્થાનુભૂયમાનતાયામ ભૂતાર્થન” બીજી લીટીમાં છે ને? આત્માનો અનુભવ કરતાં તેઓ દેખાતા નથી – એટલે અભૂતાર્થ છે. તે આત્માપણે નથી. આત્મા તો એક જ હોય. આત્મા અનેકરૂપ છે જ નહીં. “પ્રતિપમ્ રુપ” આત્માને એકરૂપ દેખો. અનેકરૂપ ન દેખો. તે બધા સ્વાંગ છે.
નય બે પ્રકારે છે” – ઉપર પ્રમાણની વાત કરી કે યુગપદ – એકસાથે અનેક ધર્મોને ગ્રહણ કરે જાણે તેનું નામ પ્રમાણજ્ઞાન છે અને કોઈ એક ધર્મને ગ્રહણ કરે તેનું નામ નય છે. પ્રમાણની વ્યાખ્યામાં યુગપદ અનેક ધર્મોનો ગ્રાહક તે પ્રમાણજ્ઞાન કહેવાય, અને એક એક ધર્મને ગ્રહણ કરે તેનું નામ નય છે.
નય પણ બે પ્રકારે છે. એક એક અંશને ગ્રહણ કરે છે તે નય. પ્રમાણ એક સાથે બે અંશને ગ્રહણ કરે દ્રવ્ય ને-પર્યાયને. નયનો ધર્મ બે ને ન જાણે.તે એક ધર્મને જાણે. પ્રમાણજ્ઞાનના બે પ્રકાર પરોક્ષ અને પ્રત્યક્ષ “તેમ નયના બે પ્રકાર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક.”
આખી વસ્તુને પ્રમાણથી જુઓ તો વસ્તુ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે. તે દ્રવ્ય-પર્યાયને એક સાથે-યુગપદ જાણે તો એ પ્રમાણ જ્ઞાનની વ્યાખ્યા થઈ. હવે નયની વ્યાખ્યા શરૂ થઈ.
ત્યાં દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિકનય.” અહીં અનુભવ એટલે જ્ઞાન કરાવે. “અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાયાર્થિક નય.” એક મુખ્ય થાય ત્યારે બીજું ગૌણ થાય. એ બન્ને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી (ભેદથી, દમથી) અનુભવ કરતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે;
આહાહા! બેન! જુઓ આ કોહીનૂરનો હીરો આવ્યો. તે બન્ને નયો-દ્રવ્યનો ને પર્યાયનો; પર્યાયથી એટલે ભેદથી-ક્રમથી કે આને દ્રવ્ય કહેવાય અને પર્યાય કહેવાય-તેમ ક્રમે ક્રમે અનુભવ કરતાં તો તે ભૂતાર્થ છે, બન્ને નય સત્યાર્થ છે.
હવે “અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહીં આલિંગીત કરાયેલા એવાં શુદ્ધવસ્તુમાત્ર જીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.” એ ક્રમ નીકળી ગયો. હવે શુદ્ધાત્માનો અનુભવ કરતાં એને જે મુખ્ય ગૌણ કરવાનો વિકલ્પ ઊઠતો હતો તે છૂટી ગયો અને એક સાથે નયપૂર્વક પ્રમાણજ્ઞાન થઈ ગયું. એક સાથે બધુ જાણવામાં આવી ગયું. ક્રમે જાણે છે ત્યાં સુધી વિકલ્પ છે, પણ.... જીવમાત્રવસ્તુનો જ્યાં અનુભવ કરવામાં આવ્યો. સામાન્ય ઉપર દષ્ટિ ગઈ ત્યારે સામાન્ય વિશેષને મુખ્ય-ગૌણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮
પ્રવચન નં. ૧૪ કરીને તેને જાણનારો જે નય હતો વિકલ્પાત્મક તે છૂટી જાય છે, અને નયપૂર્વક પ્રમાણ થાય છે. ત્યારે દ્રવ્યપર્યાય સ્વરૂપ આખી વસ્તુનો શેયપણે અનુભવ થાય છે. શેયનો પણ અક્રમે અનુભવ થાય છે.
આમાં થોડો માલ છે. આ વિષય ઉપર થોડી ચર્ચા કરવા જેવી છે. થોડું વિચારવા જેવું. હોય તેમ લાગે છે. આપણે મૂળ પાઠ પ્રમાણે વિચારીએ.
જુઓદ્રવ્ય-પર્યાયનો ભેદથી; આ દ્રવ્ય કહેવાય ને આ પર્યાય કહેવાય. એકને મુખ્ય કરે અને એકને ગૌણ કરે તો ક્રમ પડે છે ને? વિકલ્પાત્મક નયમાં ક્રમ પડે છે. એ તરફથી જોવામાં આવે તો આ નવો સત્યાર્થને ભૂતાર્થ છે.
હવે દ્રવ્ય તથા પર્યાય પક્ષીતિક્રાંત થાય છે ત્યારે શું થાય છે? કોઈ પક્ષ રહેતો નથી. દ્રવ્ય અને પર્યાય એ બન્નેથી નહીં આલિંગીત કરાયેલા-એટલે દ્રવ્ય તરફના લક્ષવાળો વિકલ્પ ગયો અને પર્યાયના લક્ષવાળો વિકલ્પ પણ ગયો. બન્નેમાંથી કોઈને સ્પર્શ કરતો નથી.
(અનુભવ) પહેલા આલંબન હતું-આ દ્રવ્ય કહેવાય અને આ પર્યાય કહેવાય. હવે જ્યારે શુદ્ધ જીવવસ્તુમાત્રનો અનુભવ કરવા જાય છે ત્યારે એ બન્નેથી નહીં આલિંગીત એટલે જે ક્રમે ક્રમે લક્ષ થતું હતું તે છૂટી ગયું. વિકલ્પાત્મક નય છૂટી ગઈ. હવે શું થયું?
શુદ્ધ વસ્તુમાત્ર જીવના સ્વભાવનો અનુભવ કરતાં...આમાં ત્રિકાળી દ્રવ્ય જ લેવું. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવનો અનુભવ કરતાં પહેલા જે ક્રમે ક્રમે જાણપણું હતું દ્રવ્ય-પર્યાયનું તે છૂટી ગયું ને હવે એક અભેદજ્ઞયને જાણી લીધું. દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ જાણવામાં આવી. વિકલ્પમાં ક્રમ પડતો 'તો, નિર્વિકલ્પ ધ્યાનમાં હવે કમ નથી. દ્રવ્ય-પર્યાય સ્વરૂપ આખી વસ્તુ ખ્યાલમાં આવી ગઈ.
પ્રવચન નં-૧૪
કળશ નં - ૭ તા. ૧-૯-૯૧ હવે, “ત્યાર પછી શુદ્ધનયને આધીન, સર્વ દ્રવ્યોથી ભિન્ન, આત્મ જ્યોતિ પ્રગટ થઈ જાય છે.' એમ આ શ્લોકમાં ટીકાકાર આચાર્ય કહે છે:
શ્લોકનો અર્થ – “ત્યારબાદ શુદ્ધનયને આધીન જે ભિન્ન આત્મ જ્યોતિ છે તે પ્રગટ થાય છે.” શુદ્ધનયને આધીન એટલે કે આત્મજ્ઞાનને આધીન-આત્માની સન્મુખ થયેલું જે જ્ઞાન છે, તેમાં આત્માના દર્શન થઈ જાય છે. પરસમ્મુખ ઈન્દ્રિયજ્ઞાન છે તેમાં આત્માના દર્શન થતાં નથી તેમાં વિભાવના દર્શન થાય છે, પરના દર્શન થાય છે, તેથી સંસાર ઉભો થાય છે. આત્મજ્યોતિ છે તે અનાદિ અનંત નવ તત્ત્વોથી ભિન્ન છે. નવ તત્ત્વોના પરિણામ જે પ્રગટ થાય છે તેનાથી આત્મજ્યોતિ અનાદિ અનંત ભિન્ન છે. તેમાં એકત્ર થતું નથી. દ્રવ્યને પર્યાયનું એકત્ર થતું નથી અને ભિન્નત્વ છૂટતું નથી. શું કહ્યું પ્રકાશ? નવ તત્ત્વો છે ભગવાને કહ્યાં છે. -નવ તત્ત્વો નથી તેમ નથી. પરંતુ એ નવ તત્ત્વોથી મારો આત્મા ભિન્ન છે, હું નવ તત્ત્વોમાં જતો નથી. નિજભાવને છોડે નહીં અને પરભાવને ગ્રહે નહીં.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૪૯ આહાહા! આ નવ તત્ત્વોથી આત્મજ્યોતિ અનાદિ અનંત ભિન્ન છે. પરિણામમાત્રથી આત્મા જુદો છે. સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય” – (શ્રીમદ્જીનું પદ છે ને)!? “સદા ન્યારો જુદો છે તેમ નથી કહ્યું !? “ન્યારો સદા જણાય” એમ લીધું છે ને!? (ખાલી) ન્યારો છે ન્યારો છે તેમ નહીં. ન્યારો જણાય ત્યારે ન્યારો જામ્યો કહેવાય ને!? ચકાતિ” એટલે પ્રગટ થાય છે. દષ્ટિમાં આત્મા તિરોભૂત થઈ ગયો હતો તે પ્રગટ થાય છે.
(શ્રી સમયસારજીની) ૧૧ નંબરની ગાથામાં એમ આવ્યું કે શુદ્ધાત્મા તિરોભૂત હતો તે આવિર્ભત થાય છે-એટલે પ્રગટ થાય છે. ૧૫ નંબરની ગાથામાં જ્ઞાનની પર્યાય તિરોભૂત થાય છે અને આવિર્ભત થાય છે. બન્ને ગાથામાં મોટો ફેર છે. ૧૧ ગાથામાં એમ કહ્યું કેદષ્ટિમાં દ્રવ્ય નહોતું આવતું-એટલે દષ્ટિમાં દ્રવ્ય ઓજલ (ઢંકાય જવું) થઈ ગયું હતું. જ્ઞાયકઆત્મા છે તો ખરો પણ દેખાતો નહોતો-એટલે તિરોભૂત થયો છે તેમ કહ્યું. ત્યાં દ્રવ્યનું
ણ તિરોભાવ અને આવિર્ભાવ કહ્યું. ૧૫ નંબરની ગાથામાં કહેશે કે-જ્ઞાનની પર્યાય તિરોભૂત થઈ છે તે સામાન્યજ્ઞાનની પર્યાય આવિર્ભત થાય છે. ૧૧ ગાથામાં દ્રવ્ય પ્રગટ થાય છે, ૧૫ ગાથામાં જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે.
પ્રશ્ન- જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે તે પણ ઊંચી વાત છે. ઉત્તર- હા, તે પણ ઊંચી વાત છે.
૧૧ મી ગાથામાં પણ સમ્યક્રદર્શનનો વિષય કહ્યો હતો, અને ૧૩ મી ગાથા આવશે તેમાં પણ સમ્યકદર્શન કેમ થાય? તેની કળા અને વિધિ બતાવશે. આ તો કળશમાં “પ્રગટ થાય છે તે શબ્દ ઉપર વાત કરી. ૧૧ ગાથામાં દ્રવ્ય તિરોભૂત હતું, ત્યાં તે પ્રગટ થયું-એટલે દષ્ટિમાં દ્રવ્ય આવ્યું. અહીં પણ નવ તત્ત્વોમાંથી આત્મા પ્રગટ થાય છે એટલે દષ્ટિમાં આવી જાય છે.
કે જે નવ તત્ત્વોમાં પ્રાપ્ત થવા છતાં (નવ-તત્ત્વ-તત્વે-9િ) પોતાના એકપણાને છોડતી નથી.” નવ તત્ત્વોની અંદર રહેલો હોવા છતાં પણ તે નવ તત્ત્વોરૂપે થતો નથી. સોનું નવ ઘાટ રૂપે પરિણમે છે, તો પણ નવ ઘાટ રૂપે થતું નથી. ઘાટ ઘાટરૂપે છે અને સોનું સોનારૂપે છે.
ભાવાર્થ – “નવ તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે”, પર્યાય ઉપર નજર રાખશો તો આત્મા અનેક રૂપે દેખાય છે. આ મનુષ્ય થયો, તિર્યંચ થયો, દેવ થયો, સ્ત્રી થયો, પુરુષ થયો, આ ત્રસ થયો, આ સ્થાવર થયો-તેમ પર્યાય ધર્મથી જોતાં આત્મા અનેકરૂપે દેખાય છે. હવે પર્યાયનું લક્ષ છોડીને, પર્યાયની દૃષ્ટિ છોડીને, એકલા શુદ્ધાત્માને જોતાં તે અનેકરૂપે દેખાતો નથી. જ્યારે એકરૂપે દેખાય છે ત્યારે વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ ધ્યાનમાં આવતાં અનુભવ થાય છે. જ્યાં સુધી આત્માને અનેકરૂપે જુએ છે ત્યાં સુધી સમ્યક્દર્શન થતું નથી. પરિણામ અનેકરૂપે થાય છે, દ્રવ્ય અનેકરૂપે થતું નથી. તે પોતાનું એકપણું છોડતું નથી. આ તો દ્રવ્યને પર્યાય વચ્ચેના ભેદજ્ઞાનની વાત છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦
પ્રવચન નં. ૧૪ આ પરપદાર્થ, દુકાન, લક્ષ્મી, કુટુંબ પરિવાર, ભાઈ, ભગિની, ભાર્યા, તે તો ક્યાંયનું ક્યાંય દૂર-લાખો યોજન દૂર રહ્યું. એ બધું તો પ્રમાણની બહાર છે. તે તો (જીવના) દ્રવ્યગુણ-પર્યાયમાં પણ નથી. જ્યારે નવ તત્ત્વો તો પર્યાયમાં છે પણ દ્રવ્યમાં નથી. પર્યાયમાં હો તો હો! પર્યાયમાં-પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ તે પર્યાયના ધર્મો છે. પર્યાયમાં છે પણ દ્રવ્યમાં નથી. દ્રવ્યમાં જે આ પર્યાયો નથી, તેવા દ્રવ્યનું લક્ષ કરી-અનુભવ કરવો તેનું નામ સમ્યક્દર્શન છે.
પર્યાય દષ્ટિથી આત્મા અનેકરૂપ દેખાય છે. ઘડીકમાં વીંટીરૂપ દેખાય છે, ઘડીકમાં સાંકળી, ઘડીકમાં પોચી, ઘડીકમાં મંગલસૂત્ર, તો પણ સોનું એકરૂપ છે. સોની સોનાને જુએ છે, ગ્રાહક ઘાટને જુએ છે. આ ઘાટ સારો-આ ઘાટ ખરાબ. સોની મનમાં હસે છે. સોનું સારું નથી અને સોનું ખરાબેય નથી. સોનાના બે પ્રકાર હોય તો સોનાને સારું-ખરાબ કહું ને?
શું કહ્યું? ફરીને સોનું જે દ્રવ્ય છે તેમાં જો બેપણું હોય તો મને સારું ને ખરાબ લાગે. પણ સોનું તો એકરૂપ છે. તો ક્યા સોનાને હું સારું ને ખરાબ કહું? જે સોનાની દષ્ટિ છોડીને; ઘાટને જુએ છે તેને ઘાટ ગમે છે. આ ઘાટ મનોહર છે આ ઘાટ અમનોહર છે. આ ઘાટ મનોજ્ઞ અને આ ઘાટ અમનોજ્ઞ. આ મનને ગમે તેમ છે. અને આમાં અણગમો છે. ગમે તેમાં રાગ થાય છે અને અણગમામાં વૈષ થાય છે. ઘરાકને રાગ-દ્વેષ થાય જ છે–સોનીને રાગ-દ્વેષ થતા નથી. તેને ઘાટની કોઈ જ કિંમત નથી. તેને તો સોનાની કિંમત છે.
- એક બહેને સોનાનો હાર લીધો. પાંચ તોલાનો હાર તેની કિંમત ૧૫000 રૂપિયા, અને 1000 રૂપિયા ઘડાઈના. હવે આ સોનું વેચવું હોય ત્યારે જે ભાવ ચાલુ હોય તે ભાવે (સોની લઈ લેશે) હું લઈ લઈશ. સોનીએ એમ ન કહ્યું કે રૂપિયા ૧૬000 હું તમને આપીશ. તેણે તો એમ કહ્યું કે જે ભાવ હશે તે ભાવે લઈ લઈશ. છ મહિના થયા, ભાવમાં કાંઈ જ વધઘટ ન થઈ. ઘાટ તો નવો નીકળ્યો-તો બહેન નવો ઘાટ લેવા ગયા. સોનીએ જોયું કે-આ સોનું મારું ઘડેલું છે. બીલમાં ૧૫000 સોનાનો ભાવ અને એક હજાર ઘડાઈના લખેલા હતા. સોનીએ કહ્યું-તમને ૧૫000 રૂપિયા મળશે-એક હજાર રૂપિયા નહીં મળે. અરે ! તમે મને ૧૬000નું બીલ આપ્યું હતું ને!? આ તમારું બીલ જોઈ લ્યો! તમને ૧૫000 જ મળશે, એક હજાર નહીં મળે. બેન હોશિંયાર, તે કહે–૫૦૦ રૂા. તમારા ગયા અને પ00 રૂા. મારા ગયા. તેથી ૧૫૫OO આપો. સોની ક–બહુ ઝાઝી વાત કરશો તો આ સોનાને શોધવાના પણ હું પૈસા લઈશ. તમને એમ લાગતું હોય કે આ હારના પૈસા બીજા પાસેથી લઈ લેશે તો તમારી નજર સામે હાર ઉપર હથોડો મારું છું. અમને ઘાટની કિંમત કાંઈ જ નથી અમને સોનાની કિંમત હોય.
તેમ દ્રવ્યદષ્ટિવંતને દ્રવ્યની કિંમત છે, પર્યાયની ઉપેક્ષા છે. પર્યાયનું સાધકને જ્ઞાન છે. પણ પર્યાયની ઉપેક્ષા છે, પર્યાયની તેને અપેક્ષા નથી. આવી અલૌકિક વાત છે. “જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય-ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૫૧ (રત્વે ન મુખ્યતિ), અનાદિથી દ્રવ્ય સ્વભાવ ત્રસ અને સ્થાવરમાં ઘૂમતો ઘૂમતો... ઘુમતો..ઘૂમતો આવે છે. ફરતો-ફરતો, રખડતો-રખડતો આવે છે તો પણ આત્માએ પોતાનું એકપણું કદી છોડ્યું નથી–અને તે અનેકરૂપે થયો નથી.
સમયસાર ગાથા - ૧૩ હવે ૧૩ મી ગાથાનું મથાળું આવે છે- “એ પ્રમાણે જ શુદ્ધનયથી જાણવું તે સમ્યકત્વ છે. એમ સૂત્રકાર ગાથામાં કહે છે:-”
શ્રી સમયસારની ૧૧ મી ગાથામાં એમ કહ્યું હતું કે-શુદ્ધનયથી આત્માને જાણવો. દ્રવ્યને જાણવું તે સમ્યકદર્શન છે. અહીંયાં કહે છે કે-શુદ્ધનયથી નવ તત્ત્વોને જાણવા તે સમ્યકદર્શન છે. અરે ! (નવ તત્ત્વો) વ્યવહારનયનો વિષય છે ને? ! વ્યવહારનયનો વિષય છે તે અમને ખબર છે. પર્યાયમાત્ર વ્યવહારનયનો વિષય છે તે વાત બરાબર છે. પણ અમે જે કહીએ છીએ તે જરા જુદું છે. તે તું સાંભળજે !! તેં પર્યાયને અનંતકાળથી સાપેક્ષદષ્ટિથી જોઈ છે, નવ તત્ત્વોના ભેદને સાપેક્ષ દૃષ્ટિથી જોયા છે.
તને પ્રશ્ન થશે કે સાપેક્ષ દષ્ટિ એટલે શું? નવ તત્ત્વો કાં તો પરથી થાય છે અને કાં તો મારાથી થાય છે. પરથી પણ નવ તત્ત્વો થતાં નથી અને તારાથી પણ નવ તત્ત્વો થતા નથી. આમ ભૂતાર્થનયથી નવ તત્ત્વોને જોઈશને તો તને સમ્યકદર્શન થઈ જશે. પર્યાય થવા યોગ્ય થાય છે. તે કર્મથી પણ થતી નથી અને જીવથી પણ થતી નથી. પર સાપેક્ષે નહીં અને સ્વ સાપશે નહીં. પરથી પણ નિરપેક્ષ, અને સ્વથી પણ નિરપેક્ષ. અને સ્વપરથી પણ નિરપેક્ષ છે.
પ્રશ્ન- પરથી થાય તેમાંય એકાંત થાય, અને આત્માથી થાય તેમાંય એકાન્ત થાય; તેનાં કરતાં સ્વપર સાપેક્ષ લ્યો ને!? બે થાય ત્યારે આ એક પર્યાય પ્રગટ થાય. જડ કર્મ અને આત્મા ભેગા થાય તો મિથ્યાત્વ થાય, અને જડ કર્મ અને આત્મા જુદા પડી જાય તો સંવર થાય. તો પછી રૂપર સાપેક્ષ છે? કે એમ નથી.
ઉત્તર – ભાઈ ! ઝીણી વાત છે સમજવા જેવી છે. આનાથી આ થાય ને આનાથી આ થાય તેવું લાકડું ગરી ગયું છે ને!? લાકડું એટલે મિથ્યાત્વનું લાકડું કોઈ પણ પર્યાય હો, તે પરથી થતી નથી ને સ્વથી પણ થતી નથી. સંવર-નિર્જરા-મોક્ષ તે સ્વથી થતાં નથી અને મિથ્યાત્વ-આસ્રવ બંધ તે પરથી થતાં નથી. (શ્રોતા-સ્વભાવ થઈ જશે!?) થવા યોગ્ય થાય છે તે એનો પર્યાય સ્વભાવ છે તેમ જ્ઞાનીને જણાય છે. મારાથી થાય છે તેમ જ્ઞાની જાણતો નથી અને પરથી થાય છે તેમ જ્ઞાની જાણતો નથી. સાપેક્ષ કથનને ગૌણ કરી અને પર્યાયને નિરપેક્ષથી જુએ છે. ૧૧ મી ગાથામાં દ્રવ્યને નિરપેક્ષ જુઓ-પર્યાયથી સાપેક્ષ ન જુઓ. અહીં પર્યાયને સ્વથી અને પરથી નિરપેક્ષ જુઓ. તેનું નામ ભૂતાર્થનવે નવ તત્ત્વોને જાણતાં સમ્યફદર્શન થયું તેમ કહેવામાં આવે છે.
આ વાત કોઈ શાસ્ત્રોમાં નથી નવ તત્ત્વોને જાણતાં સમ્યકદર્શન થાય છે તે વાત ચારે બાજુ છે. પણ આ ગાથામાં “ભૂતાર્થનયે” વિશેષણ લગાડ્યું છે. આ કુંદકુંદાચાર્યની કોઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨
પ્રવચન નં. ૧૪ વિશેષતા છે. તે એમ બતાવે છે કે સીમંધર ભગવાન પાસેથી આવીને આ શાસ્ત્ર લખ્યું લાગે છે. એક વખત પૂ. ગુરુદેવ ગૌહાટી ગયેલા, હું પણ ગયેલો ત્યારે શ્રી ફૂલચંદ્ર સિદ્ધાંત શાસ્ત્રીને પૂછયું હતું કે-પંડિતજી! શ્રી સમયસારની ૧૩ મી ગાથામાં ભૂતાર્થનયથી નવ તત્ત્વોને જાણતાં સમ્યક્દર્શન થાય છે એમ કહ્યું; વિકલ્પ થાય છે તેમ ન કહ્યું. નહીંતર પરંપરા એ છે કે-ભેદના લક્ષે વિકલ્પ થાય. પરંતુ આમાં ભેદનું લક્ષ નથી. ભેદનું યથાર્થ જ્ઞાન થતાં અભેદનું જ્ઞાન થઈ જાય છે. પછી શાસ્ત્રીજીએ કહ્યું-આવી ગાથા બીજા કોઈ શાસ્ત્રોમાં જોવામાં આવી નથી.
આહા...હા! ભેદને (પર્યાયને) પરાધીન જોતાં આત્મા દષ્ટિમાં આવતો નથી. મારાથી પર્યાય થાય છે તો પણ પર્યાયને પરાધીન માની, અને પરથી થાય છે તો પણ પર્યાયને પરાધીન માની. દેશનાલબ્ધિથી સમ્યક્દર્શન થાય છે તો પણ પર્યાયને પરાધીન માની. દેશના લબ્ધિથી સમ્યકદર્શન થાય છે તેમ છે નહીં. જિનવાણીથી સમ્યક્દર્શન-સમ્યકજ્ઞાન થાય છે તે બધા વ્યવહારના કથનો છે. એ બધાં સાપેક્ષ કથનો છે. સમજાવવા માટે વ્યવહાર સાપેક્ષ કથન હોય છે. પણ સમજવાના કાળે તું નિરપેક્ષ કથનને લક્ષમાં રાખજે. પર્યાય તેના પકારકથી, થવાયોગ્ય થાય છે, તેનો આ જગતમાં કોઈ કરનાર નથી. પરથી તો પરિણામ ન થાય પણ પોતાના આત્માથી પણ પરિણામ ન થાય. પરિણામ સ્વયંમેવ થાય છે.
પરિણામના બે પ્રકાર છે. રાગ અને વીતરાગભાવ. રાગ ને માટે એમ કહ્યું કે તે નિસર્ગજ થાય છે. પૂ. ગુરુદેવે કહ્યું કે રાગ અધ્ધરથી ઉત્પન્ન થાય છે. રાગને આત્માનો આધાર નથી. આત્મા અને રાગની વચ્ચે આધાર-આધેય સંબંધ નથી. એક વસ્તુની બીજી વસ્તુ નથી–માટે પ્રદેશભેદ છે. આહા ! આત્માને આધારે રાગ ન થાય અને આત્મા તેનો કર્તા નથી. અજ્ઞાનીને ભાસે છે કે-હું રાગને કરું છું દ્રષ્ટિ પર્યાય ઉપર પડી છે પર્યાયમાં ક્રિયા થાય છે એ ક્રિયા જ્ઞાનની સ્વચ્છતામાં જણાય છે જાણવાના કાળે જાણનારને ભૂલીને હું કરું છું તેમ અજ્ઞાનીને કર્તા પ્રતિભાસે છે પણ કર્તા થતો નથી. અકર્તાપણું છોડીને કર્તા ન થાય. પર્યાયનો કર્તા પર્યાય છે તેમ જ્ઞાનમાં જણાય છે. પણ જો જ્ઞાયકને જાણે તો હું કરું છું તેમ ન જણાય, થવા યોગ્ય થાય છે તેમ જણાય છે. હું કરું છું પર્યાયને–તેવું મિથ્યાત્વનું લાકડું નીકળી જાય તેવી ગાથા છે.
રાગની પર્યાયને ન કરે એ તો ઠીક; પણ સમ્યકદર્શનની પર્યાયને તો આત્મા કરે કે નહીં ? પેલામાં તો રાગને કરે તો આત્મા દુઃખી થાય. તો હવે દ:ખી થવું નથી. હવેથી હું રાગને કરીશ નહીં. તો પછી અત્યાર સુધી રાગને કરતો હતો તે પણ ખોટું છે. અત્યાર સુધી રાગને કરતો ન હતો પણ માનતો હતો. સમજી ગયા! અત્યાર સુધી અજ્ઞાની જીવ પણ રાગને કરતો ન હતો-પણ હું રાગને કરું છું. તે માન્યતા અજ્ઞાન છે. અરે! ઉપશમ સમ્યક્દર્શન કે ક્ષાયિક સમ્યફદર્શન કર્મના અભાવથી થતું નથી તેમ આત્માથી પણ થતું નથી. તેના સ્વઅવસરે-સ્વકાળે “થવા યોગ્ય થાય છે; અને જાણનારો જણાય છે.' હવે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
થવા યોગ્ય થાય છે તેમાં આવી જાને !
થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે' તેમ જાણતાં તેની દષ્ટિ પર્યાય ઉપર નહીં રહે. મારાથી પર્યાય થાય છે તો દષ્ટિ પર્યાય ઉપર રહે છે. અને ૫૨થી થાય છે તો દષ્ટિ ૫૨ ઉપર રહે. પણ બધું જ થવા યોગ્ય થાય છે. ચૌદગુણસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન સમ્યક્દર્શનની દશા થવા યોગ્ય થાય છે. ક્ષપકશ્રેણી થવા યોગ્ય થાય છે. ક્ષપકશ્રેણીને આત્મા કરતો નથી. અરિહંતદશા–કેવળજ્ઞાન થવાયોગ્ય થાય છે. થવા યોગ્ય થાય છે તો તેની દૃષ્ટિ અકર્તા જ્ઞાયક ઉપર આવતાં સમ્યક્દર્શન થઈ જાય છે.
૧૫૩
અહીં એક પણ પર્યાયને તું સાપેક્ષથી ન જો. પરસાપેક્ષથી ન જો અને સ્વસાપેક્ષથી ન જો. એટલે કે પર્યાય પરથી થાય છે તેમ ન જો, પર્યાય મારાથી થાય છે તેમ ન જો. થવા યોગ્ય થાય છે તેમ પર્યાયને નિરપેક્ષ પણે જોવે તો-કર્તબુદ્ધિ છૂટીને, અકર્તા જ્ઞાયકમાં દષ્ટિ આવી જાય છે. પર્યાય ક્રમબદ્ધ છે ને? તો ક્રમબદ્ધ પર્યાયને જાણતાં આત્મા અકર્તા થઈ જાય છે. પર્યાયને ક્રમબદ્ધ જાણે તો પર્યાય ઉપર નજર ન રહે–અને પર્યાયના લક્ષે ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન ન થાય. તેમ પર્યાય થવા યોગ્ય થાય છે તે પર્યાયના લક્ષે ન જણાય.
શું કહ્યું ? ફરીને-પહેલાં વિચારમાં આવે છે કે-પરિણામ થવા યોગ્ય થાય છે, હું કરું છું તેવી માન્યતા મારી ખોટી છે. આમ વિકલ્પ દશામાં પર્યાયના (સતપણાનો ) નિર્ણય કરે. પણ જ્યાં થવાયોગ્ય થાય છે તેમ સમ્યક્ પ્રકારે જાણવામાં આવે છે–ત્યારે દષ્ટિ દ્રવ્ય ઉપર આવીને સાક્ષાત અકર્તા થાય છે, ત્યારે સમ્યક્ પ્રકારે થવા યોગ્ય થાય છે તેમ જ્ઞાની તેને જાણે છે. મારાથી થાય છે તેમ જ્ઞાની જાણતાં નથી. આ સમ્યક્દર્શન મારા પુરુષાર્થથી થયું તેમ જાણતાં નથી. પર્યાયના પુરુષાર્થથી પર્યાય થાય છે. દ્રવ્યનો પુરુષાર્થ નિષ્ક્રિય છે, પર્યાયનો પુરુષાર્થ સક્રિય છે. પર્યાયનું વીર્ય પર્યાયમાં છે તેથી પર્યાયની રચના પર્યાય કરે છે. પર્યાયની રચના દ્રવ્યથી થતી નથી.
આ બધી ગાથાઓ તો પરમાત્મા થવાની છે. છઠ્ઠી ગાથા બહુ ઊંચી ગઈ, અગિયારમી ગાથા બહુ ઊંચી ગઈ. હવે આ તેરમી ગાથા ઊંચી આવે છે. આમ તો ચારસો પંદરે ગાથા ઊંચી છે. પણ આ ગાથાઓમાં કોહીનૂરના હીરા ભર્યા છે. અંદર માલ ભર્યો છે. ટીકામાં ટીકાકાર પોતે કહે છે-ગાથા આવશે ત્યારે વધારે ખુલશે અત્યારે તો ઉ૫૨થી વાત કરીએ છીએ. ‘થવા યોગ્ય થાય છે' તેમ કહે છે.
કહે-પર્યાયને નિરપેક્ષ જો!! તો અજ્ઞાની પ્રાણી કહે-પર્યાય કોઈ દિવસ નિરપેક્ષ ન હોય. જ્ઞાની કહે–ત્રણેકાળ નિરપેક્ષ હોય. અજ્ઞાનીની દલિલ-કોઈના કર્યા વિના થઈ જાય?! કર્તા વિના કર્મ ન હોય! એમ અનેક પ્રકારની વિપરીત દલિલ તો કરે ને!?
પર્યાયને નિરપેક્ષ જો તો પર્યાય પર્યાયથી થાય છે તેમ તને ખ્યાલમાં આવશે. પછી પર્યાય મારાથી થાય છે તેમ નહીં આવે. પર્યાયમાંથી મમત્વ અને કર્તૃત્વબુદ્ધિ છૂટી જશે. પર્યાયમાં મમત્વ રાખ્યું એટલે કર્તાબુદ્ધિ રહી ગઈ. પર્યાય પર્યાયથી થાય છે–હું તો જ્ઞાતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪
પ્રવચન નં. ૧૪
છું....આહા... ત્યાં તો દૃષ્ટિમાં દ્રવ્ય આવી જાય છે–અને અનુભવ થાય છે. નવને ભૂતાર્થનથી જાણતાં નિયમથી સમ્યફદર્શન આવી રીતે છે.
અગિયાર અંગ ભણી ગયો પણ વ્યવહારનયથી અભૂતાર્થનયથી નવ તત્ત્વોને જાણ્યાં. એટલે કાં તો પોતાને કર્તા માન્યો અને કાં તો પરથી થાય છે તેમ માન્યું. એવા સાપેક્ષ કથન સમજાવવા માટે આવે પણ શ્રદ્ધા કરને કે કાબિલ નહીં હૈ.
કુંદકુંદભગવાને નવ તત્ત્વની આગળ એક વિશેષણ મૂક્યું. નવ તત્ત્વોને તો અનંતકાળથી જાણ્યાં, જૈનનો સાધુ થયો અને નવમી રૈવેયક સુધી ગયો. નવ તત્ત્વોનું જ્ઞાન હતું પણ તેને વ્યવહારનયથી તે જાણતો હતો. પર્યાયને તે વ્યવહારનયથી જાણતો હતો. કે
પ્રશ્ન - પર્યાય તો વ્યવહારનયનો વિષય છે ને?
ઉત્તર - પર્યાય પણ એકાંતે વ્યવહારનયનો વિષય નથી. પર્યાય કથંચિત્ નિશ્ચયનયનો વિષય પણ છે.
પ્રશ્ન - આ શું કહો છો? પર્યાય ભેદ તેથી તે વ્યવહારનયનો વિષય હોય ને? ઉત્તર - ના, એ..પણ નિશ્ચયનયનો વિષય છે. પ્રશ્ન - પણ...
નિશ્ચયનયનો વિષય તો ધ્રુવ હોય ને!? ઉત્તર - ભણ્યા પછી આ બધું સમજવું જરા કઠણ પડે. સમજે તો સહેલું થઈ જાય.
ભૂતાર્થનથી એટલે નિશ્ચયનયથી તું પર્યાયને જો. પર્યાયને વ્યવહારનયથી જોતાં તે અનંતકાળ કાઢયો. જૈનનો સાધુ પણ થયો એ કાંઈ નવી વાત નથી. નવ તત્ત્વોને અભૂતાર્થનયથી જાણવાં તે કોઈ અપૂર્વ ચીજ નથી. નવ તત્ત્વોને અભૂતાર્થનથી જાણતાં સ્વર્ગમાં જાય પણ એનો મોક્ષ ન થાય. વાત અપૂર્વ છે. એકની એક વાત બે-પાંચ વખત ઘૂંટશે ને ત્યારે ખ્યાલમાં આવશે. કેમકે સાપેક્ષ-નિરપેક્ષ તેવા શબ્દો પણ કાન ઉપર ન આવ્યા હોય. નવતત્ત્વના નામ આવડે પણ તેને આપણે પૂછીએ કે તેને તમે સાપેક્ષથી જોવો છો કે નિરપેક્ષથી!? તો કહે–એ કાંઈ અમારા ગુરુએ કહ્યું નથી. જૈન થયા તો નવ તત્ત્વના નામ તો આવડે. જૈનનો સાધુ થયો પણ નવ તત્ત્વોને તેણે વ્યવહારનયથી જાણ્યાં.
વ્યવહારનયથી જાણ્યાં એટલે? એટલે તેને પરાધીન પણે જાણ્યાં. પર્યાયને સત્અહેતુક-સ્વાધીન ન જાણી. પર્યાય પર્યાયથી છે શ્રીગુરુથી પણ નથી.
અમિતગતિ આચાર્યદવે કલમ ચલાવી કે આ સમ્યક્દર્શનની પર્યાય છે ને!? એનો દાતા શ્રીગુરુ તો નથી. શ્રીગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુ હોં! ગુરુ એટલે આપણા ભગવાન સ્વામી-ભવિષ્યના તીર્થકર. તે સમ્યક્રદર્શનના દાતા નથી. અરે! ગુરુ દાતા નથી? ચાલો તે તો અવિરત સમ્યક્દષ્ટિ હતાં, પરંતુ કુંદકુંદભગવાન તો દાતા ખરા કે નહીં!? કહેના, કુંદકુંદભગવાન પણ દાતા નથી. ઠીક છે, એ તો છમસ્થ છે પણ સર્વજ્ઞ ભગવાન તો દાતા ખરા કે નહીં ? કહે-તે પણ દાતા નથી. દાતા નથી એટલે કર્તા નથી. દાતા નથી એટલે સમ્યક્દર્શનનું દાન દેનાર નથી. આહા! એ તો ઠીક છે કે શ્રીગુરુ દાતા નથી, પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૫
આત્મજ્યોતિ આત્મા પણ તેનો દાતા નથી. જીયાલાલજી!
કર્તા બુદ્ધિ છૂટતાં અકર્તા એવાં જ્ઞાયક ઉપર દૃષ્ટિ આવતાં તેને અનુભવ થાય છે. અનુભવમાંથી નીકળ્યા પછી તેને જ્ઞાનમાં જણાય છે કે-બધું થવા યોગ્ય થાય છે, હું કોઈનો કરનાર નથી. અભિમાન છૂટી જાય છે-મમતા છૂટી જાય છે. મિથ્યાત્વ ચાલ્યું જાય છે. અલ્પકાળમાં તેની મુક્તિ થાય છે.
સમ્યકદર્શન થયા પછી મોક્ષ થવામાં અનંત સમય ન જાય. અસંખ્ય સમયથી વધારે ન લાગે. બે-ચાર-પાંચ ભવ. કો'કને વધારેમાં વધારે પંદર ભવ હોય, કો'કને અસંખ્ય સમયમાં તેત્રીસ સાગરોપમ જાય ને પછી તીર્થકર કે કેવળી થાય; તો પણ કાળ અસંખ્ય સમયની અંદર જ આવે છે. તેને અનંત સમય લાગતા નથી.
એક વખત જેણે શુદ્ધાત્માના દર્શન કર્યા–સ્પર્શ થયો, તેને અલ્પકાળમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય છે. તેને અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંતસુખ અને અનંતવીર્ય પ્રગટ થાય છે. તે સાદિ અનંતકાળ રહે છે. જે સિદ્ધ થયા તે ફરીથી સંસારમાં આવતા નથી. માખણનું ઘી થાય પણ ઘીનું માખણ ન થાય.
કોઈ વખત અંદરથી એવી કરુણા આવી જાય તો એવાં ભાવ આવી જાય કેસ્થાનકવાસી અને શ્વેતામ્બરના હજારો માણસોની વચ્ચે આ નવ તત્ત્વોની વાત કરું. ઘણાંનું કામ થઈ જાય એવી વાત છે. આ રીતે નવ તત્ત્વ કોઈ સમજતું જ નથી.
“ભૂતાર્થનયે', નવ તત્ત્વો તે તો ભેદ છે ને!? તે વ્યવહારનયનો વિષય છે ને? વ્યવહારનયના વિષયને તું નિશ્ચયનયથી જાણ! એ કોઈ અપૂર્વ વાત છે. કુંદકુંદભગવાનનું નામ ત્રીજું છે તે યથાર્થ છે.
મંગલમ્ ભગવાન વીરો, મંગલમ્ ગૌતમો ગણી
મંગલમ્ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ્.” આહાહા! પર્યાયને નિશ્ચયનયથી જાણ! પર્યાયને નિરપેક્ષ જાણ ! આનાથી આ પરિણામ થાય અને આનાથી આ થાય તેમ ન જો ! અગ્નિથી પાણી ગરમ થાય અને પાણીની પર્યાય ઠંડી થાય તે પાણીથી થાય? પાણીની પર્યાય ઉષ્ણ થઈ તે અગ્નિથી થતી નથી અને ઠંડી પડી જાય તે તેનાં દ્રવ્યથી પણ થતી નથી. આમાં નવ તત્ત્વ આવી ગયા. સમજાણું કાંઈ !? વજુભાઈ ! આમાં નવતત્વ ગોઠવાય ગયા. પાણીની પર્યાય ગરમ થાય તે તેના અકાળે થવાયોગ્ય થાય છે. ત્યારે તેને ઉચિત (અનુકૂળ) નિમિત્ત હોય છે. અગ્નિ. પણ હવે તેને નિમિત્તથી નિરપેક્ષ જો! પર્યાયનો થવાયોગ્ય સ્વકાળ હતો ને, એટલે પાણીની પર્યાય ગરમ થઈ છે.
આમાં પુણ્ય-પાપ-આસ્રવ-બંધ ચાર તત્ત્વ સમાય ગયા. અને પછી તેની યોગ્યતાથી પૂર્વ પર્યાયનો વ્યય થાય છે. અગ્નિ ખસી ગઈ માટે ઠંડી પર્યાય થઈ તેમ નથી. અને પાણી ઠંડું હતું માટે પાણીની પર્યાય ઠંડી થઈ ગઈ તેમ પણ નથી. જ્યારે પર્યાયનો સ્વકાળ ઉષ્ણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬
પ્રવચન નં. ૧૫ થવાનો હતો ત્યારે અગ્નિનું તેમાં નિમિત્ત ન હતું. પાણીની પર્યાય કાયમ તો ગરમ રહે નહીં. ઠંડી તો થાય; ઠંડી પર્યાય થઈ તેમાં પાણી કારણ ખરું કે નહીં? કહે કારણ નથી. પાણી ઠંડી પર્યાયનું કર્તા એ નથી ને કારણેય નથી. તો પછી તેમાં અગ્નિનો અભાવ કારણ ખરું કે નહીં? નહીં, અભાવ કારણ ન હોય. સભાવ કારણ નથી તો અભાવ પણ કારણ ન હોય.
જરાક-થોડોક આ પાણીના દષ્ટાંતને સમજે ને તો તેને નવ તત્ત્વોનું સ્વરૂપ સમજાય જાય. પાણી અગ્નિથી ગરમ થયું નથી ? કહે, ના જેટલાં પાણી ગરમ થાય છે એ કોઈ પણ પાણી અત્યાર સુધી અગ્નિથી ગરમ થયું જ નથી. અગ્નિથી ગરમ થયું છે તેમ માને છે તે પર્યાયની સ્વતંત્રતાનો નાશ કરે છે. આહાહા ! તેને પર્યાયસત્ દેખાતી નથી. જો પાણીમાં ઉષ્ણ થવાની (યોગ્યતા) શક્તિ ન હોય તો અગ્નિ આપી શકે નહીં. અને ઉષ્ણ થવાની શક્તિ સ્વયમેવ હોય તો અગ્નિથી થઈ શકે નહીં. ગરમ પર્યાયને અગ્નિની અપેક્ષા નથી.
સર્વજ્ઞ ભગવાનની વાત લોજીકથી, ન્યાયથી, આગમથી યુક્તિથી અને છેવટ અનુભવથી સિદ્ધ થાય તેવી છે. છેવટે તો અનુભવ સિવાય પ્રમાણ થાય તેવું નથી.
પ્રશ્ન થાય કે-અગ્નિથી ન થાય તો કાંઈ નહીં, પણ અગ્નિ નિમિત્ત તો હોય ને!? આહા ! જોઈ લેજો નિમિત્ત કર્તાનો દાખલો. પણ પાણીની ઉષ્ણ પર્યાયને નિમિત્તની અપેક્ષા જ નથી.
પ્રશ્ન - તો પછી ઉષ્ણ પર્યાય તેનો સ્વભાવ થઈ જશે?
ઉત્તર - હા, એ વિભાવ સ્વભાવ થઈ ગયો. એ બરાબર છે. વિભાવ પણ એનો સ્વભાવ છે. ઉષ્ણ થવું એ પણ એનો સ્વભાવ છે. પર્યાયનો સ્વભાવ હોં !! અગ્નિથી નહીં, અગ્નિના નિમિત્તથી નહીં, અને પાણીથી પણ નહીં, એવી ભૂતાર્થનયથી તું પાણીની ઉષ્ણ પર્યાયને જો! ઉષ્ણને ભૂતાર્થનયથી જો અને પછી ઠંડી થઈ તે પર્યાયને પણ તું નિશ્ચયથી જો. પર્યાય તેના સ્વકાળે ગરમ થઈ છે-પર્યાય તેના અકાળે ઠંડી થઈ જાય છે. આ સર્વજ્ઞનું વીતરાગ વિજ્ઞાન છે. તે તો વિજ્ઞાનનું પણ વિજ્ઞાન છે.
પ્રવચન નં - ૧૫
તા. ૨-૯-૯૧ આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. સમયસાર એટલે શુદ્ધાત્મા ને જે બતાવે એવી જિનેન્દ્ર ભગવાનની વાણી છે. બાર અંગ રૂપ વાણીનો સાર એ છે કે: આત્મા ત્રણે કાળ શુદ્ધ છે. શુદ્ધ થાય છે એ તો પરિણામ છે. જ્યારે દ્રવ્ય સ્વભાવ તો અનાદિ અનંત શુદ્ધ છેતેમ જ નિરપેક્ષ છે. પર્યાય શુદ્ધ થાય તો દ્રવ્યને શુદ્ધ કહેવાય એમ નથી. પર્યાય શુદ્ધ હો કે પર્યાય અશુદ્ધ હો..પણ દ્રવ્યસ્વભાવ તેનાથી અનાદિ અનંત નિરપેક્ષ છે.
આહા...! સમ્યકદર્શન થાય તો આત્મા શુદ્ધ થાય તેમ નથી. મિથ્યાત્વની અવસ્થામાં પણ આત્મા ત્રણેકાળ શુદ્ધ છે. શુદ્ધાત્માને મિથ્યાદર્શન કે સમ્યકદર્શનની અપેક્ષા નથી. તે ત્રિકાળી સત્-અહેતુક સામાન્ય સ્વભાવ છે. એવી જ રીતે નવ તત્ત્વના પરિણામો થાય છે તેને પરની કે સ્વની અપેક્ષા નથી. તે પણ સ-અહેતુક-નિરપેક્ષ તત્ત્વ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૫૭
શ્રી સમયસાર ગાથા-૧૧ માં જેમ દ્રવ્યને નિરપેક્ષ કહીને અનુભવ કરાવ્યો, વ્યવહા૨ સઘળોય અભૂતાર્થ છે. ભૃતાર્થને આશ્રયે સમ્યક્દર્શન થાય છે. અગિયારમી ગાથામાં– પરિણામથી નિરપેક્ષ દ્રવ્ય છે અને તેનો અનુભવ તે સમ્યક્દર્શન છે. અહીં તેરમી ગાથામાં કહે છે કે-આ જે નવ તત્ત્વો છે તે નિરપેક્ષ છે.
જેમ અગિયાર ગાથામાં દ્રવ્યને પર્યાયની અપેક્ષા નથી-દ્રવ્ય નિરપેક્ષ છે. તેમ તેરમી ગાથામાં–નવના ભેદો પ્રગટ થાય છે તેને આત્માની અપેક્ષા નથી. એ પરિણામને તું આત્માની અપેક્ષા વિના નિશ્ચયનયથી જો. કર્મનો સદ્દભાવ કે અભાવ એવી પણ સતને અપેક્ષા લાગુ પડતી નથી. અને આત્મા કરે તો થાય-એમ પણ તેને લાગુ પડતું નથી. તે પર્યાય સ્વયં સિદ્ધ સત્-અહેતુક છે. હેતુ એટલે કારણ. પર્યાયનું કોઈ ( સ્વ કે ૫૨ ) કારણ નથી-પર્યાય અકારણીય છે. જેમ દ્રવ્ય અકારણીયરૂપ છે, તેમ પર્યાય પણ અકારણીય છે-તેને કોઈ કારણની અપેક્ષા નથી. કેમકે પર્યાય પોતે જ કારણરૂપે છે અને પર્યાય પોતે જ કાર્યરૂપે છે. કારણને કાર્ય બેય ધર્મ પર્યાયમાં છે.
પર્યાય કાર્યરૂપે છે અને તેનું કારણ ૫૨૫દાર્થ કે આત્મદ્રવ્ય છે તેમ છે નહીં. પર્યાય બે સ્વરૂપે નથી પણ તેની કથનપદ્ધતિ બે પ્રકારે છે. જેમ મોક્ષમાર્ગ તો એક જ છે, પણ મોક્ષમાર્ગના કથનના બે પ્રકાર છે-તેથી મોક્ષમાર્ગ બે પ્રકારે થઈ જાય છે તેમ નથી. એમ પર્યાય ત્રણેકાળ સત્ અહેતુક છે, તેને સહેતુકથી સમજાવવામાં આવે છે. હવે તેને સહેતુકથી સમજાવવામાં આવતાં તે પરિણામ સહેતુક થઈ જાય છે તેમ છે નહીં-એ તો નિરપેક્ષ જ રહે છે. જે પરિણામને સમજતો નથી તેને નિમિત્તની મુખ્યતાથી સમજાવ્યું છે. તો અજ્ઞાની પ્રાણીને ) રાગ નિમિત્તથી થાય તેવું શલ્ય થઈ ગયું. જ્ઞાનીઓ અજ્ઞાનની સિદ્ધિ કરવા એમ પણ કહે-કે ભેદજ્ઞાનનો અભાવ છે ત્યાં સુધી આત્મા જ રાગને કરે છે. આ સાપેક્ષ કથનને અજ્ઞાનીએ ૫૨માર્થ જાણી લીધું તેથી તેનું અજ્ઞાન દૂર થતું નથી.
અહીં ભૃતાર્થનયથી નવ તત્ત્વને જાણવાની વાત ચાલે છે. પર્યાય એક છે-તેને જાણવાની દૃષ્ટિ બે છે. જે જીવ પર્યાયને જાણતો-સમજતો નથી તેને બે પ્રકારથી સમજાવે છે. હવે બે પ્રકારથી સમજાવતાં પર્યાયમાં બે પ્રકાર આવી જાય છે તેમ નથી. પર્યાય તો એક જ પ્રકારે સત્-અહેતુક રહેલી છે. આમ જે જાણે તેની કર્તાબુદ્ધિ-પર્યાયદષ્ટિ છૂટીને આત્મજ્ઞાન થાય છે. આત્મજ્ઞાન એટલે આત્મદર્શન. ધર્મની શરૂઆત આત્મદર્શનથી સમ્યક્દર્શનથી થાય છે. તે કોઈ વ્રત-તપ-પૂજા-ભક્તિ-દાનને શિયળ એવાં શુભભાવથી ધર્મની શરૂઆત થતી નથી.
આજથી લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય ભગવાન સદેહે મહા વિદેહક્ષેત્રે પધાર્યાં હતા. અને તે વખતે આપણા ગુરુદેવ અને બે બહેનો પણ ત્યાં હતાં. ચંપાબેનને જાતિસ્મરણ થયેલું તેમાં આ બધું આવેલ છે. જાતિસ્મરણ તો અત્યારે ઘણાં અન્યમતીને પણ થાય છે. અમેરીકાના રેકર્ડ ઉપર આજથી દસ વર્ષ પહેલાં એક હજાર કેસ હતા. (અમેરીકાના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૮
પ્રવચન નં. ૧૫ રીચર્સ કરનાર) તે લોકો પૂર્વભવને પહેલાં માનતાં ન હતાં. તેઓ આ વિષયમાં ઊંડા ઊતર્યા, અને ઊંડા ઉતરતાં નક્કી થયું કે-પૂર્વભવ પણ છે. અને આ ભવ પછી પણ બીજા ભવ જીવોને થાય છે.
શ્રી દેવસેન આચાર્ય ભાવલિંગી સંત થઈ ગયા-આજથી ૧000 વર્ષ પહેલાં. નિત્ય આનંદનું ભોજન કરનારા, અતિ આન્નભવ્ય ધર્માત્મા, હવે અલ્પકાળમાં તો પરમાત્મા થવાના છે-તેઓશ્રી ફરમાવે છે કે જો આ કુંદકુંદાચાર્ય ભગવાન મહાવિહેદ ક્ષેત્રમાં જઈ ત્યાંથી આવી અને આ સમયસાર આદિ શાસ્ત્રોની રચના ન કરી હોત તો અમારા જેવા મુનિઓનું શું થાત? આ એવું અપૂર્વ દૈવી ભાગવતી શાસ્ત્ર છે. આ શાસ્ત્રનું જે બહુમાન કરશે તેને કાં તો વર્તમાનમાં સમ્યફદર્શન થશે અને કાં એની પરંપરામાં તેને અપૂર્વ જિનવાણીનો યોગ થશે. –એવું આ અલૌકિક શાસ્ત્ર છે. તેનું બહુમાન કરવા જેવું છે. આ શાસ્ત્રનું બહુમાન એટલે કે આત્માનું બહુમાન. આત્માનું નામ પણ સમયસાર છે અને આ જિનવાણીનું નામ પણ સમયસાર છે.
જિનવાણી કહે છે મારી પાસે આવો..મારી પાસે આવો. મારી પાસે એટલે આત્માની પાસે. બધાએ ક્યાં જવાનું છે? છે તો આત્મા. પણ તે આત્માથી ખસી ગયો છે ને બહારચલ્લો થઈ ગયો છે. જિનવાણીમાતા કહે છે–આવો...આવો..આત્માઓ આવો! આ પદ તમારું છે. તમે માનેલું આ પદ એટલે દેહુ મારો, કુટુંબ મારું, રાગ મારો એ પદ તમારું નથી.
જેમ આ શાસ્ત્રની મહિમા કરવા માટે કોઈ શબ્દો નથી. તેમ આ ગાથા છે તેનો મહિમા કરવા માટે કોઈ શબ્દ નથી–એટલો આમાં માલ ભર્યો છે. “હું ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા છે.” અગિયારમી ગાથા સમ્યક્દર્શનની, અને તેરમી ગાથા પણ સમ્યક્દર્શનની છે. અગિયારમી ગાથાના સ્વાધ્યાય પછી કોઈ 'ક જીવ સમ્યક્દર્શન વિનાનો રહી ગયો હોય, સમ્યકદર્શન ન થયું હોય; ન થયું તેની યોગ્યતાથી; તો તેને માટે આ તેરમી ગાથા લખી.
આચાર્યદેવનો આ તેરમી ગાથા લખવાનો હેતુ છે. અગિયાર ગાથામાં આત્મા અકર્તા છે, તેમ પરિણામથી ભિન્ન દષ્ટિમાં આવી જાય છે. અહીં તેર ગાથામાં નવ તત્ત્વો દર્શાવ્યા. પરિણામ છે, પરિણામ નથી તેમ નથી. અનાદિથી તેની બુદ્ધિ, પરિણામને દેખીને-હું પરિણામનો કર્તા છું તેવી મિથ્યાબુદ્ધિ થઈ ગઈ છે. એટલે આ ગાથામાં પરિણામને ભૂતાર્થનયથી જાણવાનું કહે છે. આત્મા (પરિણામને) કરે તો નવતત્ત્વો થાય તેમ છે નહીં.
જ્ઞાની ધર્માત્મા લખે છે-આ નવ તત્ત્વના ભેદો-પરિણામ જે થાય છે તે મારા કર્યા વિના થયા કરે છે. ઉત્પાદ્ર-વ્યય તે મારા કર્યા વિના થયાં કરે છે તેમ મારું જ્ઞાન જાણે છે. હે! ભવ્ય આત્માઓ! તમે પણ આમ જાણો. કે-પરિણામ મારા કર્યા વિના થયા કરે છે તેમ તમે જાણો; તો તમને સમ્યકદર્શન થશે. પરિણામ થાય તે રાખ્યું પણ કર્તા બુદ્ધિ ઊડી ગઈ.
પાઠમાં આવશે-પરિણામ થવા યોગ્ય થાય છે. તેનો અર્થ આત્મા તેનો કર્તા નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૫૯ પરથી થતાં નથી અને સ્વથી પણ થતાં નથી. સાધક સવિકલ્પ દશામાં લખે છે પરિણામ મારા કર્યા વિના થયા કરે છે, અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં પરિણામી (લક્ષવિના) જણાય છે.
- સાધકને સવિકલ્પ દશામાં પરિણામ જણાય છે, પણ તે મારા જાણ્યા વિના જણાય જાય છે–એટલે પરિણામનું લક્ષ કર્યા વિના પરિણામ જણાય જાય છે. આત્મામાં સ્વચ્છત્વ નામની શક્તિ છે–જેમાં સ્વપરનો પ્રતિભાસ થયા કરે છે. પરિણામ જણાય જાય છે અને એમ કહે કે-પરિણામને હું કરું છું તો મિથ્યાત્વ છે. અને પરિણામને હું જાણું છું–તો આત્મા જણાતો ( જ્ઞય થતો) નથી. પરિણામ ભાવેન્દ્રિયનો વિષય છે તેથી તેને ભાવેન્દ્રિય જાણે છે. પરિણામ (ભેદ) આત્મજ્ઞાનનો વિષય નથી. જેનું લક્ષ હોય તે જણાય, જેનું લક્ષ ન હોય તે જણાવા છતાં ન જણાય.
સાધક આત્મા ! સવિકલ્પ દશામાં પરદ્રવ્યથી પરાડમુખ છે. પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે તે સવિકલ્પદશા છે. પરિણામી મારા જાણ્યા વિના જણાય છે કેનિર્વિકલ્પ ધ્યાન છે. નિર્વિકલ્પ ધ્યાન કાળે પરિણામી જણાય અને સવિકલ્પદશા આવે ત્યારે પરિણામ જાણ્યા વિના જણાય. પરિણામનું લક્ષ રહેતું નથી અને દ્રવ્યનું લક્ષ છૂટતું નથી.
અનાદિથી આત્મામાં એક એવું જ્ઞાન પ્રગટ થાય છે કે જેમાં નિરંતર આત્મા જણાયા કરે છે. બાળગોપાળ સૌને જણાયા કરે છે તેવું આત્મજ્ઞાન પ્રગટ થાય છે અને તેની સાથે સાથે બીજું ઈન્દ્રિયજ્ઞાન પણ અનાદિથી પ્રગટ થઈ રહ્યું છે. ઈન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિય જ્ઞાનમયી આત્મા તે બે વચ્ચેનું ભેદજ્ઞાન કરી અંદરમાં જાય તો અનુભવ થાય તેવી વાતો છે.
પરિણામ છે તે વ્યવહારનયનો વિષય છે. દ્રવ્ય છે એ નિશ્ચયનયનો વિષય છે. એ વાત આપણે બધાએ સાંભળી છે. અગિયારમી ગાથામાં કોઈ કોઈને અનુભવ પણ થઈ જાય છે. હવે આ જે પરિણામ પ્રગટ થાય છે તેને સાપેક્ષપણે જોયા કરે છે. કાં મારાથી થાય અને કાં પરથી થાય. પરથી ન થાય તો પરનિમિત્તપણે હોય છે તેમ રાખે છે. અને પરિણામ મારાથી ન થાય, પણ મારું નિમિત્તપણું હોય છે તેમ રાખે છે.
શું કહ્યું? ફરીથી; પુણ્ય-પાપ, આસ્રવ, બંધના વિકારી કષાયરૂપ વિભાવભાવ તે મારાથી ભલે ન થાય પણ તે નિમિત્તથી થાય મારાથી થાય તો મિથ્યાત્વ અને નિમિત્તથી થાય તેમ સાપેક્ષ માને પર્યાયને તો પણ મિથ્યાત્વ છે. તો તેણે પરિણામને અભૂતાર્થનયથી જોયા.
મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાનની પર્યાય આત્માથી તો થતી નથી, કેમકે તેને આત્માનું લક્ષ નથી. તેને આત્માનો આશ્રય નથી માટે થતી નથી એ તો ઠીક; પણ તે પર્યાયો દર્શનમોહના ઉદયથી થાય છે એમ પણ નથી. દર્શનમોહનો ઉદય નિમિત્તમાત્ર છે-નિમિત્ત છે તેમ ન જો. પર્યાય સ્વયં થવા યોગ્ય-મિથ્યાત્વના પરિણામ થાય છે એમ જાણે તો મિથ્યાત્વ છૂટી જાય. આહા..હા! ક્યાંય ને ક્યાંય તેણે પર્યાયને વ્યવહારનયે જોઈ છે. વ્યવહારનય એટલે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૧૫
૧૬૦
કોઈને કોઈની અપેક્ષાથી.
મિથ્યાત્વની પર્યાય આત્માથી નિરપેક્ષ છે અને દર્શનમોહનાં ઉદયથી પણ નિરપેક્ષ છે. તે પર્યાયને દર્શનમોહના ઉદયનો આશ્રય કે અવલંબન નથી. હાય...હાય ! તો તો સ્વભાવ થઈ જશે. હા, તે પર્યાય સ્વભાવ થશે. પર્યાયને પર્યાયના સ્વભાવથી જોઈશ તો પર્યાય તને સત્ અહેતુક જણાશે. તારી સાપેક્ષબુદ્ધિ છૂટી જશે, પછી સાપેક્ષનું જ્ઞાન થઈ જશે. સાપેક્ષ દૃષ્ટિ તે મિથ્યાદષ્ટિ અને સાપેક્ષનું જ્ઞાન તે વ્યવહારદષ્ટિ છે. સાપેક્ષ જ્ઞાનનું કથન તે વ્યવહારનયનું છે. માટે પહેલાં પર્યાયને નિરપેક્ષ જો પછી વ્યવહારનું કથન આવે.
પર્યાય એક તેને જોવાની વિવિક્ષા બે છે. જો પર્યાયને તું વ્યવહારનયથી જોઈશ તોપર્યાય મારાથી થાય છે અથવા પર્યાય પરથી થાય છે તેમ લાગશે. એટલે તેં પર્યાયને સત્– અહેતુક ન માની, પર્યાયને પરાધીન માની તો જ્ઞાતા થઈ શકશે નહીં.
ભૂતાર્થનય શબ્દથી ભડકવું નહીં. ભૃતાર્થનયથી જાણ્યે સમ્યક્દર્શન કેમ થાય? નવને ભૂતાર્થનયથી કેમ જાણવાં ? ભૃતાર્થનય એટલે કે પર્યાયનું જેવું અસલી સ્વરૂપ છે સત્-અહેતુક તેમ જોવી. તેને ભૂતાર્થનયથી નિશ્ચયનયથી જોઈ તેમ કહેવામાં આવે છે. પર્યાયને નિશ્ચયનયથી જોતાં દષ્ટિ દ્રવ્ય ઉપર આવી જાય છે, અને પર્યાયને વ્યવહારનયથી જોતાં કર્તબુદ્ધિ રહી જાય છે. અને કર્તબુદ્ધિ ઓગળી હોય તો જ્ઞાતાબુદ્ઘિ રહી જાય છે. પ્રકાશ! સમજાણું ! ? ( શ્રોતા-હા, જી! બરાબર.)
ગુરુદેવના ઉપદેશથી કદાચ કર્તાબુદ્ધિ ઓગળી હોય તો...જ્ઞાતાબુદ્ઘિ રહી જાય છે. બારમી ગાથામાં ચોખ્ખું લખ્યું છે-વ્યવહાર જાણેલો પ્રયોજનવાન. એ ખરેખર જણાયેલો પ્રયોજનવાન છે, જાણેલો પ્રયોજનવાન નથી. જ્ઞાનનું લક્ષ ત્યાં (ભેદ ) પર્યાય ઉપર નથી. જ્ઞાનનું લક્ષ હંમેશાં દ્રવ્ય ઉપર હોય. એક સમય પણ સાધકનું લક્ષ પરિણામના ભેદ ઉપ૨ ન જાય તો પછી પ૨ ઉપ૨ તો જાય જ ક્યાંથી ?
ભૂતાર્થનયથી એટલે તેના અસલ-ખરા સ્વરૂપથી, નિરપેક્ષ ભાવને તું. ‘જીવ’ જે દસ પ્રકારના પ્રાણથી જીવે તેને વ્યવહારજીવ કહેવામાં આવે છે. નવ તત્ત્વોમાં પહેલું જીવ તત્ત્વ છે-તે પરિણામનો ધર્મ છે. આ જીવ દશ પ્રકારના પ્રાણથી જીવે છે. પાંચ ઈન્દ્રિયોનો ઉઘાડ, મનબળ, વચનબળ અને કાયબળ, શ્વાચ્છોશ્વાસ અને આયુ-આ દશ પ્રકારના જે પરિણામ
થાય તેને નિ૨પેક્ષથી જો. એ પરિણામ જીવથી થતા નથી અને જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી પણ થતા નથી. આયુકર્મથી જીવ જીવતો નથી. પરિણામ તેની યોગ્યતા પ્રમાણે થયા કરે છે.
હવે ‘ અજીવ’, આ અજીવ છે એવો વિકલ્પ ઉત્પન્ન થાય તેને ભગવાન અજીવ તત્ત્વ કહે છે. આ અજીવ છે તે પણ જીવના પરિણામ છે, પણ તે જીવ નથી જીવના પરિણામથી જીવ જુદો છે, અને અજીવથી પણ જીવ જુદો છે જીવના પરિણામ એટલે પાંચ ઈન્દ્રિયનો ઉઘાડ એ જીવથી પણ જીવ જુદો છે. વ્યવહાર પ્રાણથી નિશ્ચયપ્રાણ ભિન્ન છે. તે જીવત્વ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૬૧ શક્તિથી જીવે છે તે કાંઈ આયુથી જીવતો નથી.
એમ વળી “પુણ્ય', પુણ્યના પરિણામ થાય કષાયની મંદતા વ્રત, તપ, ભક્તિ, જાત્રાનો ભાવ આદિ, સ્વાધ્યાયનો વિકલ્પ તેવો શુભભાવ થાય છે તેને તું ભૂતાર્થનયથી જાણ. ભગવાનની પ્રતિમા જોઈ માટે મને શુભભાવ થયો છે તેમ છે નહીં, અને આત્મા એ પુણ્ય તત્ત્વને કરે છે–એમ પણ છે નહીં. પુણ્યના પરિણામ એના અકાળે તેની જન્મક્ષણે થાય છે, સ્વયમેવ પ્રગટ થાય છે. તે મારાથી પ્રગટ થતા નથી. અને તેને જિનબિંબની પણ અપેક્ષા નથી. જિનબિંબના આશ્રયે શુભભાવ ન થાય. અને આત્માના આશ્રયે પણ શુભભાવ ન થાય. શુભભાવ થાય તેમાં આત્મા હેતુ પણ નથી, અને જિનપ્રતિમા પણ તેમાં હેતુ-નિમિત્ત નથી. આ રીતે પુણ્ય તત્ત્વને ભૂતાર્થનયથી જાણ.
આહા..એક એક તત્ત્વને તું ભૂતાર્થનયથી જો. ભૂતાર્થને આધ: દીપક કહેવાય. એક વ્યવહાર જીવ તત્ત્વને જ્યાં ભૂતાર્થનયથી જાણ્યું. ત્યાં બધા તત્ત્વોને ભૂતાર્થનથી જાણ્યા. જ્યાં સુધી વ્યવહારનયથી જાણે છે ત્યાં સુધી મિથ્યાદષ્ટિ છે.
પ્રાથમિક ભૂમિકામાં છ દ્રવ્યો, નવ તત્ત્વો તે અભ્યાસક્રમમાં આવે છે...પણ, તેને વ્યવહારનયે જાણતાં મિથ્યાત્વનો દોષ લાગે છે. નવ તત્ત્વને ગરબડ કરીને જાણે એ તો અન્યમતી છે. આ નવ તત્ત્વો તો એક જૈનમતમાં છે-અન્યમતમાં તો છે નહીં. અહીંયા અન્યમતને તો કાઢી નાખ્યો છે. અન્યમતમાં નવ તત્ત્વો નથી પછી તેની શું વાત કરવી ? અહીંયાં તો જૈનમતમાં સર્વજ્ઞ-વીતરાગ-પરમાત્માની દિવ્યધ્વનિમાં નવ તત્ત્વો પરિણામના ધર્મો છે. થવા યોગ્ય થાય છે–તે પરથી પણ થતા નથી ને સ્વથી પણ થતા નથી. સ્વયંસિદ્ધ છે, તે સ્વયં પ્રગટ થાય છે.
એમ “પાપ” તત્ત્વ, આ શ્રદ્ધાનો દોષ જે મિથ્યાત્વ તે દર્શનમોહના ઉદયથી થતું નથી. તેના ઉદયની અપેક્ષા હમણાં છોડી દે ! અને આત્માથી તો થાય જ નહીં એ વાતનો તો હવે પ્રશ્ન જ નથી. તે આત્માથી નથી થતાં, મારાથી નથી થતાં. પુણ્ય-પાપ એ કર્મકૃત છે—માટે કર્મથી થાય છે. તેને વ્યાપ્ય-વ્યાપક પણ કર્તાબુદ્ધિ છોડાવવા કહે છે. નિમિત્ત-નૈમિત્તિક પણ કહે, પણ જેમ કર્તાકર્મ પરની સાથે નથી તેમ નિમિત્ત-નૈમિત્તિક પણ પરની સાથે નથી. પરિણામનો કર્તા પરિણામ છે. પરિણામનું કાર્ય (કર્મ) પર્યાય છે, અને પર્યાયનું કારણ પર્યાય છે. જેમ પર્યાયનો કર્તા, પર્યાયનું કાર્ય બીજું ન હોઈ શકે તેમ પર્યાયનું કારણ પણ બીજું ના હોઈ શકે. આ પુણ્ય-પાપ તત્ત્વની વાત ચાલે છે.
આહા હા ! તું પરિણામને નિરપેક્ષથી જાણ તો નિમિત્તાધીન દષ્ટિ છૂટી જશે. કર્મના ઉદયથી પુણ્ય થાય છે તેથી જો નિમિત્તને હું છોડું તો નૈમિત્તિકનો પણ અભાવ થશે. આવી નિમિત્તાધીન દષ્ટિ થઈ ગઈ છે. હવે તે નિમિત્તથી નિરપેક્ષ, પર્યાય તેના અકાળે થવા યોગ્ય થાય છે. આહા....અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ છે. તે એના સ્વકાળે પ્રગટ થાય છે. આવી રીતે પુણ્ય-પાપના પરિણામને તું નિરપેક્ષ જાણ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર
પ્રવચન નં. ૧૫ આસવ' સકષાય અને અકષાય બે ભેગા મળીને આસ્રવ, પુણ્ય-પાપને જુદા પાડીને આસ્રવ. પુણ્ય-પાપને જુદા પાડીને આસ્રવ કેમ કહ્યું? કહે–આસ્રવના બે પ્રકાર છે- (૧) સકષાય (૨) અકષાય. મિથ્યાત્વ, અવિરત અને કષાય તે આગ્નવો સકષાય યુક્ત છે. અને તેરમે ગુણસ્થાને યોગ આસ્રવ છે, ત્યાં પુણ્ય-પાપ તો છે નહીં. પુણ્ય પાપનો અભાવ થાય તો પણ આસ્રવ તો રહી જાય છે. માટે નવ તત્ત્વના ભેદ કર્યા છે તે પણ બરોબર છે. કોઈ આચાર્ય ભગવાને આસ્રવ તત્ત્વમાં પુણ્ય-પાપને ગર્ભિત કરી સાત તત્ત્વ કહ્યાં તો તે પણ બરોબર છે. નવ તત્ત્વ કહે તો પણ બરોબર છે.
એ જ કુંદકુંદભગવાને નિયમસારની ૩૮ ગાથામાં મૂળમાં સાત તત્ત્વો કહ્યા. અને તે જ કુંદકુંદાચાર્યે અહીં આ ગાથામાં નવ તત્ત્વો કહ્યા-તે યથાર્થ છે. પણ આ નવ તત્ત્વો સ્વથી કે પરથી થતાં નથી. આહા..! સ્વયમેવ થવા યોગ્ય પરિણામ થાય છે તેમ અનુભવી પુરુષો કહે છે.
થવા યોગ્ય થાય છે તેમ અમે જાણી લીધું છે. અમારાં ગુરુએ એમ કહ્યું કે-થવા યોગ્ય થાય છે, ત્યારે અમારી કર્તબુદ્ધિ અને સાપેક્ષબુદ્ધિ છૂટી ગઈ. કર્તાબુદ્ધિ છૂટી અને સાપેક્ષ બુદ્ધિ પણ છૂટી.
કહ્યું? હું પરિણામને કરું છું તેવી કર્તાબુદ્ધિ છૂટી, અને આ પરિણામમાં આ નિમિત્ત થાય છે તેવી સાપેક્ષ બુદ્ધિ પણ છૂટી ગઈ. પરિણામ પરિણામથી થાય છે. પરિણામ પરથી નહીં અને સ્વથી પણ નહીં; આમ જ્યારે મને જાણવામાં આવ્યું ત્યારે મને આત્માનો અનુભવ થઈ ગયો-તેમ આચાર્ય ભગવાન લખે છે. આહા..! અમે અનુભવથી જાણ્યું કે પરિણામ થવા યોગ્ય થાય છે.
અનુભવ પહેલાં થવા યોગ્ય થાય છે એવો નિર્ણયકાળે નિર્ણય કરવો જોઈએ. નિર્ણયના કાળે આવો નિર્ણય જીવોને આવે છે. નિર્ણયનો પણ કાળ છે અને અનુભવનો પણ કાળ છે. થવા યોગ્ય થાય છે કે નહીં? આત્મા કરે છે તો થાય છે? પર્યાયનો આવો નિર્ણય પણ આત્મા કરતો નથી.
આહા ! આત્મા અનુભવની પર્યાયનો પણ આત્મા કર્તા નથી. બીજું સમ્યક્દર્શન થાય તેને દર્શનમોહના અભાવની અપેક્ષા નથી. પછી તે ઉપશમ હો, ક્ષયોપશમ હો, કે ક્ષાયિક હો. તેને દર્શનમોહના ઉપશમ ક્ષયોપશમ કે ક્ષયની અપેક્ષા નથી. દર્શનમોહનો અભાવ થયો માટે સમ્યકદર્શન થયું તે-સાપેક્ષની વાતને જાણીને, હવે તેનું લક્ષ છોડી દે. કર્મનો અભાવ થયો છે માટે સમ્યકદર્શન થયું છે એમ તો નથી, પરંતુ આત્માએ પુરુષાર્થ કરીને સમ્યક્દર્શનની પર્યાયને ઉત્પન્ન કરી છે તેમ પણ નથી.
પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે. આ મહામંત્ર છે. અત્યારે ઓમકાર ધ્વનિમાં આ આવે છે. સ્તુતિમાં આવે છે ને....સીમંધર મુખથી ફૂલડાં ખરે એની કુંદકુંદ ગૂંથે માળ રે.જિનજીની વાણી ભલી રે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩
આત્મજ્યોતિ
વિદેહમાં ઓમકાર ધ્વનિ છૂટે છે ત્યાં આઠ દિવસ કુંદકુંદાચાર્ય રહ્યાં હતાં. ઓમકાર ધ્વનિમાં આવ્યું કે-પરિણામ થવા યોગ્ય થયા કરે છે અને જાણનારો જણાયા કરે છે. પરિણામ થવા યોગ્ય થાય છે અને જાણનાર જણાય છે તેમાં અનુભવ અને જાણનારો જણાયા કરે છે તો ચારિત્ર. જાણનાર જણાય છે તે સમયે સમ્યક્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે. અને પછી નિરંતર જણાયા કરે તે ચારિત્રની વિવિક્ષા છે. પહેલાં જણાયો તો સંવર અને પછી જણાયા કરે તો સંવરપૂર્વક નિર્જરા થયા કરે છે.
આ ગુરુદેવનો મહિમા જેને આવશે અને અંતરમાં સ્થાપશે તેનો મોક્ષ થઈ જશે. ગુરુદેવનો મહિમા આવશે એનો હોં! તો પછી કુંદકુંદાચાર્યની તો શું વાત કરવી ? તે તો ગુરુ ના ગુરુ. આપણા ગુરુ-કાનજી સ્વામી અને તેમના ગુરુ કુંદકુંદાચાર્ય અને કુંદકુંદના ગુરુ સીમંધર ભગવાન-આમ લીંક (પ્રવાહ) ચાલુ છે અને આ લીંક ચાલુ રહેવાની છે.
શ્રી સોગાનીજીની વાણીમાં આવ્યું છે ને? કે-આ ગુરુદેવની વાણી ઠેઠ પંચમઆરાના છેડા સુધી જીવોને નિમિત્ત થશે. નિમિત્ત થશે તે વ્યવહારનું કથન છે. એ થવા યોગ્ય થાય છે ત્યારે કોણ નિમિત્ત છે? તેનું માત્ર જ્ઞાન કરાવે છે. તું સાપેક્ષની બુદ્ધિ રાખીશ મા. નિરપેક્ષની દિષ્ટિપૂર્વક સાપેક્ષનું જ્ઞાન રહી જાય છે. સાપેક્ષની દૃષ્ટિ છૂટી જાય છે, કારણ કે-સાપેક્ષની દૃષ્ટિ તે મિથ્યાદષ્ટિ છે.
આહા...! આનાથી આ થાય અને આ હોય તો આ થાય, એવું કાંઈ છે નહીં. દ્રવ્ય સ–ગુણ સત્ન-પર્યાય સત્ છે. ત્રણેય ત્રિકાળ સત્ છે. આહા ! એ દ્રવ્યના પરિણામ નિરપેક્ષ થયા કરે છે. આહા...! કેવળજ્ઞાનની પર્યાય જ્ઞાનગુણથી નથી અને દ્રવ્યથી પણ નથી, અને ચાર ઘાતિકર્મના અભાવથી પણ નથી. આહા..પરિણામ થવા યોગ્ય થાય છે. (શ્રોતાબહુ સરસ )
આ ગાથા અપૂર્વ છે-પર્યાયને તે વ્યવહારથી જોઈ છે પણ હવે તું પર્યાયને નિશ્ચયથી જો. અનંતકાળથી દ્રવ્યને તે વ્યવહારથી જોયું. દ્રવ્ય પરિણમે છે ને દ્રવ્ય પરિણામી છે એમ દ્રવ્યને નિરપેક્ષ જો કે-પરિણામથી રહિત અપરિણામી છે.
તેમ પરિણામને પણ તે સાપેક્ષબુદ્ધિથી જોયા છે. આનાથી આ થાય અને આનાથી આ થાય-તેમ જોનાર સતનું ખૂન કરે છે. અહીં કહે છે કે-પરિણામ થવા યોગ્ય થયા કરે છે એમ જે જાણે તેની કર્તબુદ્ધિ છૂટી અકર્તા એવા જ્ઞાયક ઉપર દષ્ટિ આવતાં અનુભવ થાય છે. અનુભવમાંથી બહાર આવીને કલમ ચલાવી કે-પરિણામ થવા યોગ્ય થાય છે.
મિથ્યાષ્ટિના મિથ્યાત્વના પરિણામનો કર્તા આત્મા નથી. હાય..હાય ! તો સંસારનો અભાવ થઈ જશે. જ્ઞાની કહે-અમને ઈષ્ટ છે. એમાં જ સંસારનો અભાવ થાય છે. આત્મા મિથ્યાત્વનો કર્તા છે તેમાં સંસારનો અભાવ થતો નથી. સાંભળતો ખરો! આ સાંભળતો
ખરો ! એ શબ્દ મુરબ્બી રામજીભાઈ-જે સોનગઢના સ્થંભ હુતા તેમનો છે. અજ્ઞાનીને પરાધીન દિષ્ટિ ગમે છે, તેને સ્વાધીન થવું ગમતું નથી. અનંત કાળથી પરાધીનતા અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
પ્રવચન નં. ૧૫ પામરતા સેવી...સેવીને દુઃખી થાય છે. ભગવાન આત્મા! સર્વજ્ઞ પરમાત્મા છે તેને પામરતાપરાધીનતા શોભે નહીં. તું પર્યાયને નિરપેક્ષ જાણ અપેક્ષા છોડી ને.
હવે આસ્રવ પછી “સંવર', સંવરની પર્યાય એટલે શુદ્ધોપયોગ. સમ્યકદર્શન-જ્ઞાનચારિત્રના નિર્વિકારી, અકષાયી વીતરાગી પરિણામ જે થાય છે તેને સંવર તત્વ કહે છે. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ તેનું નામ સંવર છે. ઉપલબ્ધિ એટલે પ્રાપ્તિ.
શુદ્ધાત્મા જેવો છે તેવો અંતરમાં જઈને જાણવામાં આવ્યો પ્રત્યક્ષ અને આનંદ આવ્યો. એ આનંદની પર્યાય પ્રગટ થઈ અને દુઃખની પર્યાયની સાથે એકતાબુદ્ધિ તૂટી તેનું નામ સંવર તત્ત્વ છે. એ સંવરના પરિણામ આસ્રવના નિરોધપૂર્વક થાય છે. મિથ્યાત્વ નામના આસવનો નિરોધ થાય માટે સંવર થાય તેમ છે નહીં. અને તે કથન છે વ્યવહારનયનું છે. આનાથી આ થાય તેમ બીજાની અપેક્ષા લેવા જાય તો પર્યાય સત્ રહેતી નથી. પણ...જ્યારે સંવર થાય છે ત્યારે આમ થાય છે.
શું કહ્યું? સંવર થાય છે ત્યારે એમ થાય છે. ત્યારે શું થાય છે? કે-મિથ્યાત્વના પરિણામ હોતા નથી. આહા..હા ! પણ એ મિથ્યાત્વના પરિણામનો નિરોધ થયો માટે સંવર થાય છે એવાં મિથ્યાત્વના પરિણમના અભાવની અપેક્ષા પણ જેને નથી-તેવું સત્ સમ્યકુદર્શન છે. પહેલાં ત્યાંથી ( કર્મના ઉદયથી ) નિરપેક્ષ કહ્યું, અને પછી અહીંથી (સ્વથી) નિરપેક્ષ કહ્યું. બન્નેથી નિરપેક્ષ કહ્યું.
અહીંયા ત્રિકાળી ઉપાદાનથી ક્ષણિક ઉપાદાન નિરપેક્ષ છે. વજુભાઈ ! સમ્યકદર્શનની પર્યાય ક્ષણિક ઉપાદાન છે ને!? ઉપાદાનનો અર્થ સ્વશક્તિ. સ્વશક્તિને પરની અપેક્ષા હોય? ન હોય. જો સ્વશક્તિને પરની અપેક્ષા લાગુ કરો તો તે ઉપાદાન રહેતું નથી.
આહા! સમ્યકદર્શનની પર્યાયનું નામ સંવર છે. આસવનો નિરોધ તે સંવર તે નાસ્તિથી કથન છે. નિરોધ કેમ કહ્યું? આમ્રવનો અભાવ કેમ ન કહ્યો? આમ્રવનો નિરોધ તેને સંવર કહ્યું. આસ્રવનો અભાવ તેને સંવર ન કહ્યું. કેમકે ચોથા ગુણસ્થાને આસ્રવનો અભાવ કોઈને થાય અને કોઈને અભાવ ન થાય-માટે નિરોધ કહ્યું. મિથ્યાત્વ ઉપશમ થાય છે ઉપશમના કાળમાં..તેનો અભાવ થતો નથી-તેને ઉપશમ સમ્યકદર્શન કહેવાય, અને તેને સંવર પણ કહેવાય. તેમાં મિથ્યાત્વ ભાવકર્મની ઉપશમ અવસ્થા છે, જડકર્મની પણ ઉપશમ અવસ્થા છે, અને ક્ષયોપશમમાં તથા પ્રકારની અવસ્થા છે, અને ક્ષાયિકમાં તેનો અભાવ છે.
અત્યારે ક્ષાયિક નથી, પણ...ક્ષાયિકવત્ અપ્રતિહત સમ્યકદર્શન થઈ શકે છે. તે સંવરની પર્યાય આત્માથી થઈ છે? આત્માનું અવલંબન ત્યે તો સંવર થાય છે? કે-સંવર થાય ત્યારે તેને આત્મા તરફનું લક્ષ હોય. આત્માથી સંવર ન થાય, પણ એનો સંવર થવાનો કાળ હોય ત્યારે તેનું લક્ષ આત્મા ઉપર આવી જાય છે–તો ઉપચારથી કહેવાય કે આત્માના આશ્રયે સંવર થાય છે. આત્માના આશ્રયે સંવર થયો તે કથન સાપેક્ષનું છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૬૫ નિરપેક્ષનું કથન તો આત્માના આશ્રયે સંવર થતો નથી–સંવર સંવરથી થાય છે. ગાથા ઘણી ઊંચી છે શશીભાઈ !
આ નિરપેક્ષ તત્ત્વ ઉપર એનું ધ્યાન ખેંચાતુ નથી. આત્મા તો નિરપેક્ષ છે એ તો સાંભળ્યું; પર્યાય પણ નિરપેક્ષ છે...મોદી સાહેબ! (શ્રોતા-એ મુખ્ય વાત જ આવે છે.) આત્મા નિરપેક્ષ છે તે વાત તો ગુરુ પ્રતાપે બહાર આવી અને આ પર્યાય પણ નિરપેક્ષ છે. એ વાત પણ આવી ગઈ છે પણ એના ઉપર ધ્યાન ખેંચાણું નહીં. એટલે આપણે ગુરુદેવે કહેલી વાતને વધારે ઘંટીએ છીએ. આ કોઈ નવી વાત નથી.
બે સત્ છે (૧) ત્રિકાળ સત (૨) ક્ષણિક સત. ત્રિકાળ ઉપાદાનને ક્ષણિક ઉપાદાન. ઉપાદાન એટલે સ્વશક્તિ, જેને પરની કોઈ અપેક્ષા ન હોય. આત્માના આશ્રયે સંવર થાય છે તે વ્યવહારનું કથન છે. સંવર સંવરથી થાય છે તે નિશ્ચયનું કથન છે. પર્યાય છે એ પોતે વ્યવહારનયનો વિષય છે-તેને નિશ્ચયનયથી જાણવું? કહું–હા, તેને નિશ્ચયનયથી જાણ ત્યારે દ્રવ્યદૃષ્ટિ થશે.
આશે ૧૭-૧૮ ની સાલની વાત છે. અત્યારે ૪૭ ની સાલ ચાલે છે એટલે ૨૯ ૩૦ વર્ષ પહેલાની વાત છે. ત્યારે બે વર્ષ માટે હું સોનગઢ રહેવા ગયો હતો. ત્યારે સોગાનીજી મારે ઘરે આહાર કરવા માટે પધાર્યા હતા. એની મસ્તીની તો શું વાત કરવી! ગુરુદેવ તેના બે મોઢે વખાણ કરે. રસ્તામાં ચાલતાં-ચાલતાં સોગાનીજી મને કહે-લાલુભાઈ ! આત્માના આશ્રયે સમ્યકદર્શન થાય છે એ વાત મને ખટકે છે. તેમની કેટલી નિરપેક્ષ દષ્ટિ જુઓ. આ સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રના વીતરાગી પરિણામ હો ! તે આત્માના આશ્રયે થાય છે તે મને ખટકે છે. તેમની પાસેથી વધારે નીકળે એટલે મેં કહ્યું કે-સમયસારમાં તો આવે છે કે
વ્યવહારનય એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચયનય થકી;
નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ૨૭૨ નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. આત્માના આશ્રયે જ નિર્વાણ થાય છે. તેમણે કહ્યું; લાલચંદભાઈ ! એ વાત સાચી છે. તે શાસનની પદ્ધતિ છે-બરોબર છે, પણ... એવું છે નહીં. તે વાત મેં ડીપોઝીટ રાખેલી. કોઈને કરેલી નહીં.
એક વખત પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવ્યું કે-આત્માના આશ્રયે મોક્ષ થતો નથી. હું પ્રવચનમાં બેઠો હતો. આત્માના આશ્રયે સમ્યક્દર્શન થતું નથી. સમ્યદર્શન તેનાં સ્વકાળે થાય છે–ત્યારે તેનું લક્ષ આત્મા ઉપર છે. તો ઉપચારથી આત્માના આશ્રયે થયું તેમ કહેવામાં આવે છે. આત્માનાં આશ્રયે થાય તો પર્યાય પરાધીન થઈ જાય-તો પર્યાય સત્ રહેતી નથી. આવી વાણી ગુરુદેવની આવી મને પ્રમોદનો પાર નહીં. કેમકે સોગાનીજીની વાતની અહીં શ્રદ્ધા બેઠી 'તી.
પ્રવચન પુરું થયું. હું પૂ. ગુરુદેવશ્રીની પાછળ-પાછળ રૂમમાં ગયો. મેં કહ્યું સાહેબ, આ વાત આટલા વર્ષો પહેલાં સોગાનીજીએ કરી હતી. બરોબર છે સોગાનીજીની વાત.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૧૫
આહા...હા ! તેણે પર્યાયને નિરપેક્ષ નથી જોઈ. અહીં પર્યાયને નિરપેક્ષ જોવાની વાત છે. આત્માના આશ્રયે સંવર થાય તે વ્યવહારનું ક્થન છે. વ્યવહારથી કર્યુ, પણ...જ્ઞાનીને વ્યવહારનો પક્ષ હોતો નથી. શું કહ્યું? કહેનારને વ્યવહારનોપક્ષ નથી. વ્યવહારથી પરમાર્થ સમજાવે છે–તો તેને સત્ય માની લીધું. કે–આત્માના આશ્રયે જ ધર્મ થાય. એ તો વીતરાગી પર્યાયનું લક્ષ ત્યાં છે એટલે આત્માના આશ્રયે થાય છે તેમ કહ્યું છે. તે વાત યથાર્થ છે. તેથી કરીને પર્યાય પરાધીન થઈ ગઈ તેમ નથી. પર્યાય તેના સ્વકાળે પ્રગટ થાય છે-આઘી-પાછી પ્રગટ થતી નથી. ક્રમબદ્ધ પર્યાયનો નિયમ અફર છે. જે ક્રમબદ્ધને જાણે તે અકર્તામાં આવી જાય છે–એટલે અકર્તાપણે પરિણમી જાય છે પછી...પર્યાયને હું કરું છું તેમ રહેતું નથી.
૧૬૬
આ ગાથા એવી છે ને કે આગળ એક લીટી પણ ચાલતી નથી-મોદી સાહેબ ! (શ્રોતા-બરોબર છે. ) આ કાંઈ કથા નથી કે વાંચી જઈએ. (શ્રોતા-અંદર બહુ ભર્યું છે. ) આપણે ક્યાં ઉતાવળ છે, આપણે શાંતિથી સ્વાધ્યાય કરીએ બસ.
હવે ‘નિર્જરા તત્ત્વ', એકવાર જાણ્યું તો સંવર અને જાણ્યા કરે તો નિર્જરા. નિર્જરામાં જાણ્યા કરે છે. આત્માને એક વખત જાણે તો સંવર અને પછી સંવરપૂર્વક તેને નિર્જરા થાય. તેને સંવરપૂર્વક નિર્જરા કેમ કીધું? દષ્ટિમાં આત્મા આવ્યો, તો હવે પરિણતી ત્યાં ને ત્યાં ફરી ફરી જાય છે. પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ થઈ તે તેના સ્વકાળે થઈ ત્યારે તેનું લક્ષ આત્મા ઉપર હોય છે તો આત્માના આશ્રયે શુદ્ધિની વૃદ્ધિ થાય છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે એ ઉપચારનું કથન છે તેમ ખ્યાલમાં રાખજે. આત્મા સંવ૨, નિર્જરાને કરે છે તે ઉપચારનું કથન છે.
જયપુરના પંચકલ્યાણકમાં જ્યારે ગોદીકાજીએ રૂા. સોળ લાખ ખર્ચ્યા હતા, તે વખતની વાત છે. ત્યારે ગુરુદેવે વ્યાખ્યાનમાં કહ્યું હતું કે-નિર્મળ પર્યાયનો આત્મા ઉપચારથી પણ કર્તા નથી. એટલે વ્યવહારથી પણ કર્તા નથી. કેમકે જે સ્વયં થાય તેને કોઈ કારણ હોઈ શકે નહીં. ગુરુદેવે આ વાત કરી ત્યારે અંદરમાં અમૃત લાગ્યું. ગુરુદેવ ગજબની વાત કરી ને! સાધકને સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રના પરિણામ પ્રગટ થાય છે-તે પરિણામને સાધક ઉપચારથી પણ કરતો નથી. મારા કર્તાપણાની અપેક્ષા વિના એ નિરપેક્ષ પ્રગટ થાય છે.
જ્ઞાનીને નિરપેક્ષ તત્ત્વથી અનુભવ થયો હોય તેથી તેના શ્રદ્ધા-જ્ઞાનમાં નિરપેક્ષ રહી જાય છે. પણ જગતના જીવો ને વ્યવહારથી સમજાવે છે બીજો કોઈ ઉપાય નથી. વ્યવહા૨ ૫૨માર્થનો પ્રતિપાદક છે. કેમકે નિશ્ચયનય તો વચનાતીત છે-અનુભવગમ્ય છે માત્ર. આ સ્વરૂપને. ધીમે..ધીમે...ધીમે..ધીમે સમજાવે છે પરિણામ પરનું અવલંબન લ્યે છે તો રાગ થાય છે–તેથી ૫૨નું અવલંબન છોડી દે. સ્વના અવલંબને તને વીતરાગભાવ થશે. આમ તેને પરનું લક્ષ છોડાવીને સ્વનું લક્ષ કરાવવું છે. ઉપાય તો આ છે. બીજો કોઈ ઉપાય નથી.
નિર્જરા તે શુદ્ધિની વૃદ્ધિ. હવે અશુદ્ધિની હાનિ થાય છે માટે નિર્જરા થાય છે? એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૬૭ નથી. આ ગણેશ ના પાડે છે. (શ્રોતા-નિર્જરા સત છે તો તેને પરાધીનતા હોય નહીં.) વર્ષોથી ગુરુદેવના અનુયાયી છે. અશુદ્ધિની હાનિ થાય તેટલા પ્રમાણમાં અહીં શુદ્ધિની વૃદ્ધિ થાય તેમ છે નહીં. અને જેટલી માત્રામાં આત્મામાં એકાગ્રતા થાય તેટલી માત્રામાં નિર્જરા થાય તેમ છે નહીં. હાય..હાય ! આ તો અમારું બધું વયું જશે. તમારું મિથ્યાત્વ વયું જશે અને તમને સમ્યકદર્શન થઈ જશે. અજ્ઞાની જે રીતે તત્ત્વને માને છે તે રીતે તત્ત્વ છે નહીં.
એ પ્રકારે જ્યારે નિર્જરા થાય છે, શુદ્ધિની વૃદ્ધિનો કાળ હોય છે; જુઓ! સાધક જીવને જ સંવર-નિર્જરા હોય છે. મોક્ષ કેવળી પરમાત્માને હોય છે. શુદ્ધિની વૃદ્ધિ થાય છે તે નિર્જરાનું જ્ઞાન કરાવે છે. જેટલી માત્રામાં અશુદ્ધિની હાનિ થાય છે તેટલી માત્રામાં અહીં શુદ્ધિની વૃદ્ધિ થાય છે. જેમ-જેમ વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે તેમ-તેમ આસ્રવોથી નિવૃર્તતો જાય છે. જેમ જેમ આસ્રવોથી નિવૃર્ત છે, તેમ તેમ વિજ્ઞાનઘન થતો જાય છે. એમ સાપેક્ષથી સમજાવે છે પણ સમજવું નિરપેક્ષ. સમજાવવા માટે સાપેક્ષ કથન છે અને અનુભવવા માટે નિરપેક્ષ કથન છે. (શ્રોતા-સનું જોર આવે એવી વાત છે.) સત્ સ્થાપાયા છે ત્યારે નિરપેક્ષની ધૂન લાગી જાય છે. આ પરમહિતનું કારણ છે મોદી સાહેબ! આ વાત લક્ષમાં લેવા જેવી છે. અનંતકાળથી લક્ષમાં લીધી નથી.
પરિણામને તેણે સાપેક્ષથી જોયા છે, અને દ્રવ્યને પણ સાપેક્ષથી જોયું છે-બેય દૃષ્ટિ વિપરીત છે. ત્રિકાળી દ્રવ્ય પણ નિરપેક્ષ છે, બંધ-મોક્ષની તેને અપેક્ષા નથી. અને બંધ-મોક્ષ ને પણ દ્રવ્યની અપેક્ષા નથી, તેમ તેને કર્મના સભાવ-અભાવની અપેક્ષા નથી. બંધ ને મોક્ષ બન્ને થવા યોગ્ય થાય છે. આવી વાત સાંભળીને લાયક જીવ ડોલે છે. દેવશીભાઈ ! રૂડો જીવ હતો, તેઓ ગાતા- “કા” ન તારી બંસીમાં ડોલે નરનાર..ડોલે નરનાર.”
અહીં કહે છે-નિર્જરા તત્ત્વ, તેને નિરપેક્ષથી જો. નિરપેક્ષથી જોયા પછી સાપેક્ષથી જો તો કાંઈ વાંધો નથી. નિરપેક્ષ દૃષ્ટિ આવ્યા પછી સાપેક્ષનું જ્ઞાન હોય છે, સાપેક્ષની દષ્ટિ હોતી નથી. નિરપેક્ષનું ભાન હોય છે અને સાપેક્ષનું જ્ઞાન હોય છે.
- જ્યારે નિર્જરા થાય છે ત્યારે તે આત્મામાં જેમ-જેમ લીન થાય છે તેમ-તેમ શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને અશુદ્ધિની હાનિ થાય છે-તે સાપેક્ષનું કથન છે, તે વ્યવહાર છે. એ વ્યવહાર અભૂતાર્થ છે તેમ જાણજે. (શ્રોતા-આ ઓમકાર ધ્વનિમાંથી આવેલી વાત છે.) પરમ સત્ય છે હોં ! કોઈ માનો કે ન માનો આ સીમંધર પ્રભુની સીધી વાણી છે. કુંદકુંદ ભગવાને સમયસારમાં ગૂંથી છે.
હવે “બંધ તત્ત્વ”, મિથ્યાત્વના રાગના યોગને બંધતત્ત્વ કહેવામાં આવે છે. રાગ છે તે આસ્રવ છે. અને રાગ છે તે મારો તેમ માને તેને બંધતત્ત્વ કહેવામાં આવે છે. આસ્રવથી બંધને જુદો પાડયો છે. શું કહ્યું? જીયાલાલજી ! આસ્રવતત્ત્વથી બંધ તત્ત્વ જુદુ છે.
(શ્રોતા-પણ આ નિર્જરાતત્ત્વ પછી બંધ તત્ત્વ કેમ આવ્યું? સંવરપૂર્વક નિર્જરા થાય છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮
પ્રવચન નં. ૧૫ પછી બંધનું કામ છે?)
(ઉત્તર – ) આ બંધતત્ત્વનો અભાવ થાય ત્યારે મોક્ષ થાય છે એટલા માટે બંધ છેલ્લે લખ્યું. જેને સંવર-નિર્જરા થાય છે તેને બંધ રહેતો નથી. બંધના અભાવપૂર્વક મોક્ષ થાય છે. એટલા માટે છેલ્લે બંધ અને મોક્ષ બે શબ્દો છે. આખી લાઈન ફરી ગઈ.
એક બહુ મોટા પંડિત છે ઈન્દોરના, અત્યારે તેમની ઉંમર લગભગ ૮૦ વર્ષની હશે. તેઓ બહુ સજ્જન અને નમ્ર. તત્ત્વ સમજવાની જિજ્ઞાસાવાળા. રતલામથી ટ્રેઈનમાં બેસવાનું હતું મારે. તેમને ખબર પડી, તો કહે-લાલચંદભાઈ ! મારે તમારી સાથે મોટરમાં રતલામ આવવું છે. મેં કહ્યું-ખુશીથી પધારો. તો ઘણાં બધા શાસ્ત્રો લઈને મોટરમાં બેઠા.
તેઓ મને કહે મને એક વિચાર આવે છે કે આ તત્ત્વાર્થસૂત્રમાં સાત તત્ત્વોનો ક્રમ આમ છે-જીવ, અજીવ, આસ્રવ, બંધ, છેલ્લે સંવર, નિર્જરા, મોક્ષ તેવો ક્રમ છે. અને સમયસારમાં આ ક્રમને ફેરવ્યો. જીવ, અજીવ, આસવ, પછી બંધ ન લખ્યો. પરંતુ આગ્નવ પછી સંવર લખ્યો, અને સંવર નિર્જરા પછી બંધ લખ્યો. બાકી આસ્રવપૂર્વક બંધ થાય. પછી મેં કહ્યું-આસ્રવના નિરોધપૂર્વક સંવર થાય. સમયસાર ભણે તેને આસ્રવપૂર્વક બંધ ન થાય. તેઓ ખુશ થઈ ગયા, ઓહો! આમ વાત છે!
તત્ત્વાર્થસૂત્ર વ્યવહારનયની પ્રધાનતાથી શાસ્ત્ર લખાણું છે, અને સમયસાર શુદ્ધનયની પ્રધાનતાથી લખાણું છે–તેથી તેમાં આસ્રવ પછી બંધ આવે જ નહીં. જે આસ્રવને નિરપેક્ષ જાણે તેને બંધ ન થાય, પણ તેને સંવર થાય. અને જે આસ્રવને સાપેક્ષ જાણે તેને આગ્નવપૂર્વક બંધ થયા વિના રહે નહીં.
આ એકલી અંદરની રમત છે. પર્યાયને સાપેક્ષ જોવી કે પર્યાયને નિરપેક્ષ જોવી. આમાં જરા ઊંડા ઉતરવું પડશે હોં! પ્રવિણભાઈ ! કોઠારી, ચોટીલાના છે. ત્યાં મંદિર બંધાવ્યું છે તેમના પિતાજીએ. ગુરુદેવ પધાર્યા હતા. ત્યારે અમે પણ ગયા હતા.
પ્રભુતે પર્યાયને નિરપેક્ષથી નથી જોઈ–તેથી તારી દષ્ટિ પરાધીન છે. તે સત ને અસત્ માન્યું છે. અને સત્ માને તે મિથ્યાષ્ટિ છે. સને અસત્ માને તે મિથ્યાદષ્ટિ છે.
બંધ' , ભાવબંધ-આસ્રવની સાથે એકત્વબુદ્ધિ કરે તેને ભાવબંધ કહેવાય રાગ તે આસ્રવ છે. રાગનો યોગ તેને બંધ કહેવાય. જે રાગની અંદર એકત્વબુદ્ધિ કરે ? તેને ભાવબંધ થઈ ગયો.
બંધ અધિકારમાં પાઠ છે. બંધ તત્ત્વની વ્યાખ્યા કરતાં આચાર્યદવ ફરમાવે છે કેરાગનો યોગ તેને બંધ કહેવામાં આવે છે. યોગ એટલે કે તેમાં જોડાઈ જવું એટલે કે રાગને પોતાનો માનવો, એટલે કે રાગની સાથે એકત્વબુદ્ધિ કરવી. રાગમાં એકબુદ્ધિ કરે તો બંધ, એત્વબુદ્ધિ છોડ તો આસ્રવ થાય પણ તેને બંધ ન થાય. રાગમાં એકતાબુદ્ધિ તૂટી પણ રાગ રહી ગયો માટે અસ્થિરતાનો આસ્રવ થાય. પણ હવે તેને આસ્રવપૂર્વક બંધ ન થાય.
રાગનો યોગ તેને બંધ, મિથ્યાત્વ કહે છે. આ બધું શાસ્ત્રમાં છે. પણ રૂપિયા કમાવામાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૬૯
પડી ગયો હોય પછી...૨મણીકલાલ! આ તો રમણીકલાલનું નામ (બાકી બધાને લાગુ પડે છે.) જગદીશ ! જેને દુઃખ ન લાગે તેનું નામ લેવાય. જે સત્તા પ્રિય જીવ હોય તેનું નામ પણ ન લેવાય-નવીનભાઈ !
નવ તત્ત્વમાં આસ્રવ અને બંધ બે તત્ત્વને જુદા પાડયા છે. આમાં (શાસ્ત્રમાં) લખેલું છે કે નહીં? આસ્રવ જુદું અને બંધતત્ત્વ જુદું, તો તેમાં હેતુ છે. તેરમે ગુણસ્થાને આસ્રવ પણ બંધ નથી. જ્યારે ચોથે ગુણસ્થાને અવ્રત-કષાય અને યોગ તેમ ત્રણ પ્રકારનો આસ્રવ છે. ત્રણ પ્રકારના આસ્રવ છે કે નહીં? જીયાલાલજી! તો પણ..( ચોથે ) બંધ નથી.
આ તેરમી ગાથા ચાલે છે-નવ તત્ત્વનું સ્વરૂપ છે. એવો વિચાર આવે છે કે-જગતના બધા જીવો આ તત્ત્વ સમજે. તેરમી ગાથા અપૂર્વ છે. આસ્રવને નિરપેક્ષથી જુએ તો બંધ જ
નહીં થાય. પ્રકાશ! છે ને? આસ્રવને નિરપેક્ષથી જોશે તો બંધ નહીં થાય સંવર જ થશે. તે પણ થવા યોગ્ય થાય છે–મેં કર્યો છે એમ નથી.
‘મોક્ષ ’ – મોક્ષની પર્યાયને નિરપેક્ષ-થવાયોગ્ય જો. ઘાતિ કર્મનો અભાવ થયો માટે કેવળજ્ઞાન થયું તેમ ન જો. કર્મનો અભાવ થયો માટે મોક્ષ થયો તેમ ન જો. તે પર્યાય આત્માનું પૂર્ણ અવલંબન લીધું માટે મોક્ષ થયો તેમ પણ ન જો. મોક્ષ થવા યોગ્ય તેના સ્વકાળે થાય છે, ત્યારે તેનું લક્ષ આત્મા ઉપર હોય છે, તો આત્માના આશ્રયે મોક્ષ થયો તેમ સાપેક્ષતાથી કહેવામાં આવે છે. પણ સાપેક્ષની દૃષ્ટિ રાખીશ નહીં. પ્રથમ નિરપેક્ષથી શ્રદ્ધામાં લઈને સાપેક્ષથી જોઈશ તો મિથ્યાત્વનો દોષ નહીં લાગે...પણ...સાપેક્ષના કથનને તું નિશ્ચયનું કથન માનીશ તો તને દોષ લાગી જશે.
ઓહો ! વખત થઈ ગયો...પાંચ મિનિટ આગળ થઈ ગઈ. આમાં કાંઈ ખબર ન પડે. શાસ્ત્રમાં આવે છે કે–દેવો તેત્રીસ સાગરોપમ સુધી ચર્ચા કરે છે. અહીંના અગિયાર અંગના ધારક મુનિરાજ, ત્યાં ગયા હોય. ત્યાં એકાવત્તારી પુરુષ જ જાય. ત્યાંથી નીકળીને પછી બધાનો મોક્ષ જ થાય. તેત્રીસ સાગરોપમ ચર્ચા કરે છે...અને આયુષ્ય પૂરુ થયું અને ચર્ચા અધુરી રહી ગઈ ! હૈં? તમે તેત્રીસ સાગરોપમ સુધી ચર્ચા કરી છતાં ચર્ચા અધુરી?! હા, અધુરી આ ચર્ચા તો સમુદ્રમાં બિંદુ છે. આત્મા તો અનંતગુણનો સાગર છે.
હિન્દીભાષી ભાઈઓ તો પ્રેમથી એમ કહે છે-તમે આખો દિવસ ચર્ચા કરો છો તેથી તમે બધા સર્વાર્થ સિદ્ધિમાં જવાના. તમારે તો આખો દિવસ ચર્ચા....ચર્ચાને ચર્ચા. તમારી પાસે બીજું કાંઈ કામ નથી. આત્માની જ ચર્ચા-તેથી એમ લાગે છે કે તમે બધા સર્વાર્થસિદ્ધિમાં જશો. સોનગઢવાળા બધા-મોક્ષની મંડળી છે.
ગુરુદેવના શબ્દો છે—આ બધી મોક્ષની મંડળી છે. તમે બધા ભગવાન છો અને ભગવાન થાવ. એવાં આશીર્વાદ આપણને આપતા હતા. તેમને બહુ પ્રમોદ આવતો હતો. તેમના જ્ઞાનમાં આવી ગયું કે વર્તમાનમાં ઘણાં જીવો નિકટભવી છે. આહાહા. ૧૩ મી ગાથા અદભૂત છે ચમત્કારિક ગાથા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭)
પ્રવચન નં. ૧૬
પ્રવચન નં - ૧૬
તા. ૩-૯-૯૧ આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેનો જીવનામનો પ્રથમ અધિકાર છે. તેની ૧૩ નંબરની ગાથા ચાલે છે. આ અધિકાર શુદ્ધાત્માનું ખરું સ્વરૂપ બતાવનારો છે.
આ ગાથામાં આચાર્ય ભગવાને ભૂતાર્થનયથી નવ તત્ત્વને જાણતાં સમ્યકદર્શન એમ કહ્યું. અભૂતાર્થનયથી-વ્યવહારનયથી નવ તત્ત્વને જાણે તો મિથ્યાદષ્ટિ રહી જાય છે. ભૂતાર્થનાથી નવ તત્ત્વને જાણે તો સમ્યક્દષ્ટિ થઈ જાય છે. મિથ્યાદષ્ટિ રહી જાય છે તેમ કેમ કહ્યું? કે-અનંતકાળથી મિથ્યાદષ્ટિ તો છે. હજુ પણ વ્યવહારનયથી જોયા કરે તો તેને સમ્યકદર્શન નહીં થાય. આ કોઈ અપૂર્વ દિવ્ય દષ્ટિ છે.
પર્યાય એક છે તેને જોવાની દૃષ્ટિ બે પ્રકારે છે. એક વ્યવહાર દષ્ટિ અને એક નિશ્ચય દિષ્ટિ. અનંતકાળથી તે પર્યાયને વ્યવહારનયથી તો જોતો આવ્યો છે કે-પરિણામનો કર્તા આત્મા છે અને તેમાં નિમિત્તકર્તા પરદ્રવ્ય છે.
જો સાંખ્યમતી–અન્યમતી હોય તો કર્મથી રાગ થાય છે તેમ માને. કાં પરિણામને પોતાથી થાય તેમ માને, કાં પરથી થાય તેનું નામ વ્યવહારદષ્ટિ કહેવાય છે. તે દૃષ્ટિથી જીવને મિથ્યાત્વનો દોષ આવી જાય છે. કેમકે અહીંયા પર્યાય સ-અહેતુક છે-અકારણીય છે. પર્યાયને પોતાનું (આત્માનું) કારણપણું નથી. આત્મા પણ કારણ નથી અને પર પણ કારણ નથી. પછી તે મિથ્યાત્વ હો, સમ્યક્દર્શન હો, કે વીતરાગી પર્યાય હો, કે રાગની પર્યાય હો, અતીન્દ્રિયજ્ઞાનની પર્યાય હો કે, ઈન્દ્રિયજ્ઞાનની પર્યાય હો. પરિણામ માત્રને તું સ્વની કે પરની અપેક્ષા લીધા વિના નિશ્ચયનયથી જો.
પરિણામ થવા યોગ્ય થાય છે તેમ જો ! મારાથી થાય છે તેમ હવે ન જો! અત્યાર સુધી જોયું કે પરિણામ મારાથી થાય. હવે હું તો અકર્તા છું તેથી મારાથી ન થાય પણ પરથી થાય. પરિણામ સ્વથી કે પરથી થતા નથી. મિથ્યાત્વનો પર્યાય આત્માથી થતો નથી અને તે પર્યાય દર્શનમોહથી પણ થતો નથી. આત્મા મિથ્યાત્વનો કર્તા નથી ને આત્મા એનું નિમિત્ત નથી. તેમ દર્શનમોહથી મિથ્યાત્વ ન થાય, પણ મિથ્યાત્વ થાય તેમાં દર્શનમોહ નિમિત્ત પણ નથી.
કહ્યું!? આ એક દિવ્યદૃષ્ટિ છે-જે ઓમકાર ધ્વનિમાં આવ્યું છે ને તે છે. “થવા યોગ્ય થાય છે ને જાણનારો જણાય છે” આ તેરમી ગાથા ત્યાંથી આવીને લખવામાં આવી છે. તેરમી ગાથાનું રહસ્ય છે કે થવા યોગ્ય થાય છે ને જાણનારો જણાય છે. આ..હા...હા ! અદ્દભૂત ગાથા છે.
પર્યાય એક જ રાખવી. પર્યાયને બદલવી નહીં. નવ તત્ત્વમાંથી કોઈ પણ પર્યાય લ્યો ! બંધની પર્યાય લ્યો કે મોક્ષની પર્યાય લ્યો, કાંઈ વાંધો નહીં પર્યાય એક લ્યો તેને બે દષ્ટિકોણથી જોવાની દૃષ્ટિ છે. (૧) તેને વ્યવહારથી જોઈશ તો તે નવ તત્ત્વો મિથ્યાત્વમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
- ૧૭૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ નિમિત્ત થશે. એક પર્યાયને સાપેક્ષથી જોતાં નવે પર્યાયને તેણે સાપેક્ષતાથી જોઈ, સાપેક્ષ દૃષ્ટિ તે મિથ્યાષ્ટિ છે. મિથ્યાત્વ થાય છે તેના અકાળે તેમાં નવ તત્ત્વ નિમિત્ત પડી જાય છે. એ નવ તત્ત્વો મિથ્યાત્વમાં ક્યારે નિમિત્ત કહેવાય!? કહે-પર્યાયને સાપેક્ષ જો તો !!
હવે (૨) એ પર્યાયને તું નિરપેક્ષ જો. કે-પર્યાય સ્વયંસિદ્ધ છે. તે પોતાના કાળે, પોતાના ભાવે, પોતાના કારણે થાય છે. તેમાં કાળે ફરે નહીં અને ભાવ પણ ફરે નહીં. સ્વયં સિદ્ધ પર્યાય છે તે તેના જન્મક્ષણે પ્રગટ થાય છે. એ એની જન્મક્ષણ છે. એના પકારકક્રિયાના કારક એનામાં છે. તેથી એના સ્વકાળે પર્યાય પ્રગટ થાય છે.
પર્યાયનો સ્વકાળ ન માનવામાં આવે તો અથવા જે પર્યાયના અકાળને માનતો નથી અને પર્યાય આત્માથી થાય છે તેમ માને છે તે સર્વજ્ઞને માનતો નથી. કેમકે તેવી પર્યાયનો સ્વકાળ હોય તો જ કેવળીએ જાણ્યું કે આટલા કાળ પછી આ જીવનો મોક્ષ થશે. એમ કેવળજ્ઞાનમાં નોંધ છે. નહીંતર તો કેવળજ્ઞાન ખોટું ઠરે પર્યાય સ્વયંથી ન થતી હોય તો પર્યાય સંયોગથી ફરી જાય અને કાં આત્માથી ફરે. પર્યાયને ફેરવવી તે પુરુષાર્થ નથી, પર્યાયને ઉત્પન્ન કરવી તે પુરુષાર્થ નથી, પર્યાયને ટાળવી તે પુરુષાર્થ નથી. પર્યાય થવા યોગ્ય થાય છે તેમ જાણવું તેમાં અનંતો પુરુષાર્થ છે. થવાયોગ્ય થાય છે તે–મહાસિદ્ધાંત છે.
સર્વશે જેમ જોયું તેમ અહીંયા જ્ઞાનમાં આવી જાય છે. સર્વજ્ઞના જ્ઞાનમાં અને અંતર્મુખજ્ઞાનમાં કાંઈ ફેર નથી. શું કહ્યું? સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જોયા છે. ભૂત-ભવિષ્યને વર્તમાનની જે સમયે જે પર્યાય થવાની છે તે થાય છે–તેમ અત્યારે વર્તમાનવત્ જણાય જાય છે. તેથી તેને ભવિષ્યવેત્તા કહેવામાં આવે છે. આટલા કાળ પછી જ આ જીવનો મોક્ષ થશે પછી તે જીવ ગમે તેટલો પુરુષાર્થ કરે, પણ સર્વજ્ઞની વાણીમાં આવ્યું તેમ જ થાય.
સર્વજ્ઞ ભગવાન કહે કે-આ જીવ તીર્થકર થશે અને ચોથાભવે મોક્ષ જશે. તો પેલો કહેં–નહીં, હું આજે જ મોક્ષ કરી દઉં ચોથોકાળ છે, મહાવિદેહક્ષેત્ર છે અને પુરુષાર્થ કરીને વહેલો મોક્ષે જાઉં. આહા..હા! કરવું તે પુરુષાર્થ નથી. અરે! એક અપેક્ષાએ તો પર્યાયને લક્ષપૂર્વક જાણવું તે પણ પુરુષાર્થ નથી–અજ્ઞાન છે.
પર્યાયનાં લક્ષે પર્યાયનું જ્ઞાન ન થાય કેમકે પર્યાયમાં જ્ઞાન નથી તો તેને જાણનારને જ્ઞાન પ્રગટ ન થાય. ઈન્દ્રિયજ્ઞાન તેનું લક્ષ કરીને ભલે જાણે. રાગ મારા કર્તાનું કર્મ તો નથી પણ રાગ મારા જ્ઞાનનું જ્ઞય પણ નથી. એ તો દૂર રહો..પણ સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રના નિર્વિકારી અકષાયી પરિણામ પ્રગટ થાય તે કર્તાનું કર્મ નથી ને જ્ઞાનનું ઝેય પણ નથી. કેમકે તે મારા જ્ઞાનનું ય ક્યારે થાય કે-હું તેનું લક્ષ કરું તો? હું તેનું લક્ષ કરતો નથી. લક્ષ દ્રવ્ય ઉપર પડયું છે તે ફરતું નથી. આહા...હા ! એટલે જ્ઞાન સ્વપ્રકાશક જ છે પરપ્રકાશક છે નહીં. સાધ્યની સિદ્ધિ સ્વપ્રકાશકમાં છે, પરપ્રકાશકમાં સાધ્યની સિદ્ધિ થતી નથી. પૂ. ગુરુદેવશ્રીનું વાક્ય છે- “ભગવાન તું પરને જાણતો જ નથી.” આ ઈન્દ્રિયજ્ઞાન...જ્ઞાન...
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭ર
પ્રવચન નં. ૧૬ નથી તેમાં આવી ગયું છે.
આ તેરમી ગાથાની પ્રશંસા (મહિમા) બહુ ચાલે છે. એટલે પૂરેપૂરી સાંભળી લેવી. અરે! વીતરાગની વાણી કાન ઉપર આવે ને તો કામ થઈ જાય. થવા યોગ્ય થાય છે તેનો વિચાર કરે તો અભિમાન ઉતરી જાય. હું પરિણામને કરું છું તે નીકળી જાય છે. આહાહા !
અભિમાન રહેતું નથી ને પરિણામ થવાકાળે થયા જ કરે. તે કર્તાનું કર્મ તો નથી પણ મારા જ્ઞાનનું શેય પણ નથી. મારું જ્ઞય તો સામાન્ય શુદ્ધાત્મા છે. પર્યાયાર્થિક ચક્ષુ બંધ કરી દે! પર્યાય શેય નથી. આહાહા! પર્યાયને જ્ઞય બનાવીશ તો તે કર્તાનું કર્મ થશે પણ ય નહીં થાય. જાણેલાનું શ્રદ્ધાન થઈ જશે. આ અભૂતથી અદ્દભૂત વાતો છે.
બંધની વાત તો ગઈકાલે થઈ ગઈ છે છતાં ફરીથી–અહીંયા નવ તત્ત્વ નિરપેક્ષ છે તે સિદ્ધ કરવું છે. બંધતત્ત્વ એટલે અહીંયા મિથ્યાત્વને મુખ્યપણે બંધ કહેવામાં આવે છે. સમયસારમાં આસ્રવ અને બંધ બે તત્ત્વને જુદા પાડ્યા છે. એક આસ્રવ તત્ત્વ છે અને એક બંધ તત્ત્વ છે. આસ્રવ છે તે બંધ નથી ને બંધ છે તે આસ્રવ નથી–ત્યારે બે તત્ત્વ સિદ્ધ થાય છે. કેમકે આસ્રવ તો છેક તેરમાં ગુણસ્થાન સુધી રહે છે. બંધની સ્થિતિ તો પહેલા ગુણસ્થાનમાં છે. ચોથા ગુણસ્થાને બંધ નથી–ભાવબંધ એટલે મિથ્યાત્વનો અભાવ થઈ ગયો. માટે આસ્રવ તત્વ અને બંધ તત્ત્વ બર્ન ભિન્ન છે. આસ્રવનો સદ્દભાવ તે બંધનું કારણ નથી. આમ્રવનો સભાવ જો બંધનું કારણ હોય તો આસ્રવ તો ચોથ, પાંચમે, છકે, સાતમે, આઠમે ઠેઠ તેરમે પણ આસ્રવ છે. આસ્રવ બે પ્રકારે છે–સકષાય યોગ અને અકષાયયોગ.
પ્રભુ શું કહ્યું સાંભળ! ભગવાને આસ્રવ અને બંધ બે તત્ત્વ ભિન્ન-ભિન્ન કહ્યાં છેનવ તત્ત્વમાં. સાત તત્ત્વો લ્યો તો પણ આસ્રવ અને બંધ બે તત્ત્વ જુદા-જુદા છે. આસ્રવ છે તે બંધનું કારણ નથી. આસ્રવ જો બંધનું કારણ થઈ જાય તો-ચોથાગુણસ્થાને ત્રણ કષાયનો સભાવ છે એટલે આસ્રવ તો છે. પાંચમે આસ્રવ છે. છટ્ટે આસ્રવ છે. તેરમે કંપન છે તે યોગ આસ્રવ છે. તેથી આસ્રવ તત્ત્વ બંધ નથી અને બંધ તત્ત્વ આસ્રવ નથી. તો આસ્રવના સદ્ભાવમાં કોને બંધ થાય છે અને કોને બંધ થતો નથી! તેનું કારણ શું છે? તેનું સૂક્ષ્મપણે ચિંતવન કરો. રાગ પોતે આસ્રવ છે પણ રાગ પોતે બંધ નથી. ત્યારે રાગનો યોગ અથવા રાગમાં મમત્વભાવ તેને બંધ કહેવામાં આવે છે. રાગનો રાગ તે બંધ છે. રાગ તે આસ્રવ છે. રાગનો સદ્દભાવ હોય અને મમત્વભાવ છૂટી જાય છે–તો મિથ્યાત્વ ગયું અને આસ્રવ રહી ગયો.
બંધ તત્ત્વ નિરપેક્ષ છે. મિથ્યાત્વનો પર્યાય નિરપેક્ષ એના અકાળે પ્રગટ થાય છે–ત્યારે તેની બુદ્ધિ બગડી જાય છે. રાગ મારો તેમ તેને થઈ જાય છે. ત્યારે એ મિથ્યાત્વનો પર્યાય પણ સ-અહેતુક છે. જો રાગના કારણે મિથ્યાત્વ થતું હોય તો બધાને થવું જોઈએ, પણ બધાને મિથ્યાત્વ થતું નથી માટે તે મિથ્યાત્વનો પર્યાય પણ નિરપેક્ષ છે. દર્શનમોહનો ઉદય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૭૩ છે માટે મિથ્યાત્વ થાય છે તેમ પણ નથી, અને આત્મા છે માટે મિથ્યાત્વ છે તેમ પણ નથી. થવા યોગ્ય થવાનું હતું તે થયું જે થવાનું હતું તે થયું અને હવે ગયું, તેના સ્થાને હવે સમ્યક્દર્શન થવાયોગ્ય થાય છે. આસ્રવ રહી ગયો અને બંધ નીકળી ગયો. બંધ એટલે ભાવ બંધ હો! અહીં દ્રવ્યબંધની વાત નથી.
ભાવબંધમાં આત્મા કારણ નથી–અને દર્શનમોહનો ઉદય કારણ નથી. જે એમ જાણે છે કે બંધ થવા યોગ્ય થાય છે તેને સમ્યક્દર્શન થઈ જાય છે. આ પ્રશ્ન અમદાવાદમાં આવ્યો 'તો !? બંધને ભૂતાર્થનયથી જાણે તો સમ્યકદર્શન થાય!? મેં કહ્યું-હા, સમ્યકદર્શન થઈ જાય. આત્માને ભૂતાર્થનયે જાણે તો તો સમ્યદર્શન થાય જ તે તો બરાબર છે. પણ મિથ્યાત્વની પર્યાયને નિશ્ચયનયથી-ભૂતાર્થનયથી જુએ કે થવા યોગ્ય થાય છે, ત્યાં તો સમ્યકદર્શન થઈ જાય છે. થવાયોગ્ય થાય છે તેમ ખ્યાલમાં લેતાવંત સમ્યકદર્શન થઈ જાય છે-હું તેનો કરનાર નથી. મારાથી સમ્યકદર્શને થતું નથી અને મિથ્યાત્વ પણ થતું નથી. તે એના સ્વકાળે થયું. ક્ષણિક ઉપાદાનને સત્ અહેતુક નિરપેક્ષ છે. આનાથી થાય છે ને આનાથી થાય છે તેમ ન જો.
મિથ્યાત્વ આત્માથી થતું નથી અને કર્મથી થતું નથી. હાય! હાય! તો તો સ્વભાવ થઈ જશે? કે-ના, તેનો અભાવ થઈ જશે. મિથ્યાત્વની ઉત્પત્તિ માટે આ શાસ્ત્ર નથી. મિથ્યાત્વને ભૂતાર્થનયથી જાણીશ તો સમ્યકદર્શન થઈ જશે. આજ સુધી મિથ્યાત્વને તે ભૂતાર્થનથી જાણ્યું નથી. એ જે આચાર્ય ભગવાન કહે છે–તું મિથ્યાત્વને ભૂતાર્થનયથી જાણીશ તો મિથ્યાષ્ટિ નહીં રહે. (અજ્ઞાનીની દલીલ) કાં તો મારાથી થાય અને કાં તો દર્શનમોહના ઉદયથી થાય. કહેના, થવાયોગ્ય જ થાય છે. ગાથા બહુ અપૂર્વ છે. શુદ્ધાત્મા અશુદ્ધ પર્યાયને પ્રગટ કરે ? રચના કરે ? ન કરે. અને દ્રવ્યકર્મ તો ભિન્ન છે તે ભાવ મિથ્યાત્વને કેમ ઉત્પન્ન કરી શકે ? અને શુદ્ધ દ્રવ્ય છે તે કેવી રીતે અશુદ્ધ પર્યાયને ઉત્પન્ન કરી શકે ? અશુદ્ધ પર્યાય પણ તેના કાળે થાય છે તેમ જાણતાં સમ્યક્દર્શન થઈ જાય છે. આ દષ્ટિ જ કોઈ જુદી છે. નવ તત્ત્વને નિહાળવાની આ દિવ્યદષ્ટિ છે.
સાપેક્ષદષ્ટિ તે મિથ્યાદષ્ટિ અને નિરપેક્ષદષ્ટિ તે સમ્યક્દષ્ટિ થવા યોગ્ય થાય છે એમ જાણે તો કર્તાબુદ્ધિ છૂટી જાય છે અને સમ્યકદર્શન થાય છે. સમ્યફદર્શન થતાં તેની દષ્ટિ દ્રવ્ય ઉપર રહે છે તો દ્રવ્યથી સમ્યક્દર્શન થયું-આત્માએ સમ્યકદર્શન કર્યું તેમ ઉપચારથી કર્તા કહેવામાં આવે છે. ખરેખર ઉપચારથી કર્તા નથી. કેમકે તેનો કર્તા આત્મા નથી. જો આત્મા સમ્યક્દર્શનનો કર્તા છે તો વ્યવહાર થઈ ગયો. અને પર્યાયનો કર્તા પર્યાય છે તો નિશ્ચય થઈ ગયું-આ પર્યાયનો નિશ્ચય છે. પર્યાય તેના અકાળે થવા યોગ્ય થયા જ કરે છે. પરિણામ મારા કર્યા વિના થયા કરે છે અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે.” પરિણામ ઉપર જ્ઞાનનું લક્ષ ન હોય. આત્મજ્ઞાનનું લક્ષ પરિણામ ઉપર નથી માટે તે પરિણામને જાણતો નથી. એ પરિણામનો પ્રતિભાસ દેખીને પરિણામને જાણે છે તેવો ઉપચાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૭૪
પ્રવચન નં. ૧૬ આવે છે. અથવા ઈન્દ્રિયજ્ઞાન તેને જાણે છે-તેથી આત્મા તેને જાણે છે તેવા બે પ્રકારના ઉપચાર આવે છે.
એક પ્રતિભાસ દેખીને ઉપચાર આવે છે અને કાં તો ઈન્દ્રિયજ્ઞાન તેને જાણે છે–તો જાણેલો પ્રયોજનવાન. આત્મા તેને જાણે છે તેમ કહેવામાં આવે છે. કેમકે જેના ઉ૫૨ લક્ષ હોય તેને જ જાણી શકે. જેના ઉ૫૨ લક્ષ નથી તેને જાણી શકે નહીં. જેમકે કેવળી ભગવાનનું લોકાલોક ઉપર લક્ષ નથી, લક્ષ તો આત્મા ઉપર છે, પણ તેનો પ્રતિભાસ દેખીને કેવળી ભગવાન લોકાલોકને જાણે છે તેમ કહેવાય. ઈન્દ્રિયજ્ઞાનનું લક્ષ પર ઉપર છે તે આત્માને જાણતું નથી. અને આત્મજ્ઞાનનું લક્ષ સ્વ ઉપર છે તે ૫૨ને જાણતું નથી. વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન કરી શકાતો નથી અને વસ્તુ સ્વભાવ ૫૨ને ઉત્પન્ન કરી શકતો નથી. એટલે ?
આહા...હા ! જ્ઞેયથી જ્ઞાન થયું નથી અને જ્ઞેયનું જ્ઞાન થતું નથી. જો જ્ઞેયનું જ્ઞાન થાય તો જ્ઞાયકનું જ્ઞાન તિરોભૂત થઈ જાય છે. આ અંતરની વાતો છે. જરા શાંતિથી સાંભળવા સમજવા જેવી છે. જ્ઞેયનું જ્ઞાન થયું તને! તો શાયકનું જ્ઞાન નહીં થાય! જો ૫૨ને જ્ઞેય બનાવે તો અહીંથી જ્ઞાન બહાર નીકળી જાય છે–તો આત્મદર્શન નહીં થાય. રાગ મારા કર્તાનું કર્મ તો નહીં પણ રાગ મારા જ્ઞાનનું જ્ઞેય પણ નહીં. મારા જ્ઞાનનું શૈય તો ત્રિકાળી સામાન્ય શુદ્ધાત્મા છે–બીજું કોઈ જ્ઞેય નથી. જ્ઞાતાય હું, શેયપણ હું, જ્ઞાનપણ હું–ત્રણેયની અભેદ સ્થિતિ છે. પરિણામની કાં તો કર્તાબુદ્ધિ અને કાં તો જ્ઞાતાબુદ્ધિ તેમાં અટક્યો છે.
હવે ‘મોક્ષ ' તત્ત્વને નિરપેક્ષ કહે છે. મોક્ષ એટલે પરિપૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટ થઈ
પરમાત્માને તે મોક્ષતત્ત્વને નિરપેક્ષથી જો! આઠ કર્મનો અભાવ થયો માટે મોક્ષની પર્યાય પ્રગટ થઈ છે તો તે તેને વ્યવહારથી જોયું. નિશ્ચયથી તે પર્યાયને ન જોઈ. ચાલો આઠકર્મના અભાવથી તો ન થાય પણ આત્માને આશ્રયે તો થાય ને? આત્માને આશ્રયે થાય છે તેમ ન જો ક્ષણિક ઉપાદાન-સ્વશક્તિથી થાય છે તેને આત્માનો આશ્રય નથી. આત્માને આશ્રયે થાય તે તું વ્યવહાર નયથી જોવે છે. થવાયોગ્ય થાય છે તે નિશ્ચયનય છે હોં!
પર્યાયનો વ્યવહાર અને પર્યાયનો નિશ્ચય એટલે શું?
(૧) આત્માની પર્યાય થાય છે તે પર્યાયનો વ્યવહા૨.
(૨) આઠકર્મના અભાવથી મોક્ષ થાય છે તે પર્યાયનો વ્યવહાર.
(૩) મોક્ષની પર્યાય થવા યોગ્ય થાય છે તે પર્યાયનો નિશ્ચય.
પર્યાયને નિરપેક્ષથી જોતાં મોક્ષ માટે કરવો છે એવી અભિલાષા નીકળી જાય છે-અને મોક્ષ થઈ જાય છે. જેને મોક્ષ કરવો છે તેને મોક્ષ થતો નથી.
પ્રશ્ન - તારે મોક્ષ કરવો છે?
ઉત્ત૨ - હા, મોક્ષ તો કરવો છે.
તો મોક્ષ તો બંધના અભાવપૂર્વક થાય છે-તો પાછલા બારણેથી બંધનો કર્તા તું થઈ ગયો. પાછલા બારણેથી કર્તાપણું આવી ગયું. મોક્ષના કરવાના બ્હાને પણ મિથ્યાત્વ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૭૫
મોક્ષની પર્યાય થવા યોગ્ય થશે તેમ જાણને!? હું કરું તો થાય તો તેણે બે સતનું ખૂન કર્યું. એક તો પર્યાયને સત્ ન માની અને આત્મા અકર્તા છે તેને કર્તા માન્યો.
આત્મા અકર્તા–જ્ઞાતા છે. તેને મોક્ષની પર્યાયનો કર્તા માન્યો. પરંતુ મોક્ષની પર્યાયને આત્માના કર્તાપણાની અપેક્ષા પણ નથી. તે થવા યોગ્ય થાય છે. આત્મા કરે તો થાય તેમ છે નહીં. તો તો અત્યારે આપણે કર્તાબુદ્ધિવાળાએ અહીંથી અપીલ કરી.
હે! સીમંધર પ્રભુ! આપને અનંતવીર્ય પ્રગટ થઈ ગયું છે તો આપ મોક્ષની પર્યાય પ્રગટ કરી ધો. અમે આપને સારું કામ સોંપીએ છીએ-રાગ કરો તેમ તો કહેતા નથી. મોક્ષની પર્યાય કરી ધો! આપને અનંતવીર્ય પ્રગટ થયું છે એટલે આપ મોક્ષ તો તરત જ કરી શકો. અનંતવીર્યના ધણી ભગવાન કહે-તારી બુદ્ધિ બગડી ગઈ છે. તારા આત્માને તો તું કર્તા માની રહ્યો છો અને તારી આ કર્તબુદ્ધિને ઠેઠ અમારા સુધી પહોંચાડી. પર્યાય થવા યોગ્ય થાય છે તેમ તું જાણ! અમે પણ તેમ જાણીએ છીએ.
ભરતક્ષેત્રમાં તેરમાં તીર્થકર થશે ત્યારે અમારો મોક્ષ થશે તેમ જ્ઞાનમાં પહેલેથી જ આવી ગયું છે. કેવળજ્ઞાન થયું એટલે તો આવી જ ગયું, પણ ચોથા ગુણસ્થાનથી આવી ગયું છે. થવા યોગ્ય થાય છે તેની કાળે ફરતો નથી ને ભાવે ફરતો નથી. થવા યોગ્ય થાય છે તેમ પર્યાયને નિરપેક્ષથી જુએ છે તેને સમ્યકદર્શન થઈ જાય છે. પર્યાયને નિરપેક્ષ જોવા પહેલાં એક દષ્ટાંત આપે છે.
દ્રવ્ય છે તેને પર્યાયથી સહિત જોવું તે મિથ્યાત્વ છે, અને તેને પર્યાયથી રહિત જોવું તે સમ્યકત્વ છે. દ્રવ્યને ઉત્પાદુ વ્યયથી જોઈને, શ્રદ્ધામાં ભે કે-ઉત્પાદું વ્યયથી સહિત છે તેવો ભાવ આવે છે ત્યારે એનાથી મિથ્યાત્વ થાય નહીં પણ, મિથ્યાત્વનો કાળ હોય ત્યારે તેને આવો ઊંધો વિચાર આવે છે.
શું કહ્યું? એને મિથ્યાત્વ પ્રગટ થવાનો કાળ હોયને ત્યારે તેને ઉંધો વિચાર આવે છે કે દ્રવ્ય તો પર્યાયથી સહિત જ હોય ને!? નહીં તો નિશ્ચયાભાસ થઈ જશે, એકાંત થઈ જશે. માટે જે દ્રવ્યને પર્યાયથી સહિત જુએ છે તે મિથ્યાદષ્ટિ છે તે વ્યવહાર નથી. વ્યવહાર પહેલાં ન હોય; મિથ્યાત્વ આવે, મિથ્યાત્વ જાય, પછી નિશ્ચય આવે, નિશ્ચય આવ્યા પછી વ્યવહાર નિષેધ માટે આવે.
કહ્યું? ફરીને-દ્રવ્યને તું નવ તત્ત્વથી ભિન્ન જો. પર્યાયમાત્ર અભૂતાર્થ હોવાથી તે આત્માના સ્વભાવમાં નથી. પ્રમત્ત-અપ્રમત્ત આત્મામાં નથી. બંધ-મોક્ષ આત્મામાં નથી. એવાં નિરપેક્ષ દ્રવ્યને જુએ તો સમ્યક્દર્શન થાય. અહીંયા પર્યાયને નિરપેક્ષ જુએ તો સમ્યકદર્શન થાય તે નિયમથી લખ્યું. અપૂર્વ વાત છે. આ સીધી વાત છે, તારી કર્તબુદ્ધિ છોડાવવા માટે છે આ.
આત્મા અકર્તા છે અને માને છે કર્તા. કેમકે થવા યોગ્ય થાય તેને કોણ કરે? અને ન થાય તેને કોણ કરે? થાય તેને કોણ કરે? ન થાય તેને કોણ કરે? ભાવનામની શક્તિને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૧૬
૧૭૬
કારણે પર્યાય તેના સ્વકાળે થાય છે તારી કર્તબુદ્ધિ છોડી દે.
આ તેરમી ગાથામાં કહેવું છે-પર્યાયને તું નિરપેક્ષથી જો. પર્યાયને સાપેક્ષથી જોઈ છે. કાં પરથી પર્યાય થાય ને કાં તો સ્વથી પર્યાય થાય, પણ...પર્યાય પર્યાયથી જ થાય તે તેના લક્ષમાં જ આવતું નથી. કેટલી કર્તાબુદ્ધિ છે. હજુ તો બે પદાર્થોની એકતાબુદ્ધિ પડી છે.
થવા યોગ્ય થાય છે અને આત્મા નહીં કરે તો પુરુષાર્થ ઉડી જશે (તેમ અજ્ઞાનીને લાગે છે). અરે! થવા યોગ્યમાં પુરુષાર્થ ઉપડશે. હું કર્તા નથી તેનું નામ પુરુષાર્થ છે. હું કર્તા છું તેનું નામ પુરુષાર્થ નથી. અરે! પર્યાય થવા યોગ્ય થાય છે તેને જાણવું તેનું નામ પણ પુરુષાર્થ નથી. સાંભળ તો ખરો! પર્યાયથી ભિન્ન આત્માને જાણવો તે પુરૂષાર્થ છે. દ્રવ્યથી ભિન્ન પર્યાયને જોવી તે પુરુષાર્થ છે. દ્રવ્ય પર્યાય પરસ્પર નિરપેક્ષ છે. પરસ્પર નિરપેક્ષ છે તે નિશ્ચય છે. પરસ્પર સાપેક્ષ તે વ્યવહાર છે. એક સમાં બીજા સત્નો અભાવ છે. ત્રિકાળી સમાં પર્યાય સત્નો અભાવ છે. આ અસ્તિ-નાસ્તિ અનેકાંત છે.
.
આ મોક્ષની પર્યાય સ્વયં થાય છે. સોગાનીજીને મસ્તી હતી. ‘મેરે કો મોક્ષ કરના નહીં હૈ” આ વાક્ય તેઓ મોટા અવાજે બોલ્યા, બાજુમાં મુમુક્ષુનુ મકાન હતું-તેમણે સાંભળ્યું કેઃ ‘મોક્ષ કરના નહીં હૈ', તો શું સંસાર કરવા જેવો છે? સમજે નહીં કે આ શું કહેવા માગે છે. જો તેને રતીભાર પણ કર્તાબુદ્ધિ ગળી હોય તો તેને એમ લાગે કે-આ વાત કાંઈક સમજવા જેવી લાગે છે. એટલું તો બસ છે. કહે–મારે મોક્ષ કરવો નથી હું તો મોક્ષ સ્વરૂપ જ છું. મોક્ષ તો થવા યોગ્ય થઈ જશે. જ્ઞાનીની એક એક વાતમાં મર્મ હોય છે.
99 6
ટીકાઃ- “ આ જીવાદિ નવ તત્ત્વોને ભૂતાર્થનયથી જાણ્યે સમ્યક્દર્શન જ છે. જાણ્યે ' તેમ કહ્યું-માને તેમ નથી કહ્યું. માનવાની વાત નથી એટલે પર્યાયમાં અહમ્ કરવાની વાત નથી. પર્યાયનું જેવું સ્વરૂપ છે એવું જાણતાં તેની કર્તાબુદ્ધિ છૂટી જાય છે. અકર્તા થઈ જાય છે તેમ નહીં; કર્તાબુદ્ધિ છૂટી જાય છે. જ્યાં કર્તાબુદ્ધિ છૂટી ગઈ ત્યાં જ્ઞાન પ્રગટ થઈ જાય છે. વિશેષ અપેક્ષાએ તે જ્ઞાતા થઈ જાય છે. “ નવ તત્ત્વોને ભૂતાર્થનયથી જાણ્યે સમ્યક્દર્શન જ છે.” ‘જ’ લગાડીને સમ્યકએકાંત કર્યું. ‘જ' નો અર્થ કૌંસમાં કર્યો-‘એ નિયમ જ કહ્યો.' પ્રેમચંદજી કહે–સમ્યગ્દર્શન ‘જ’ છે. ‘ જ’ ઉ૫૨ વજન છે. એ ‘જ’ માંથી જયચંદજી પંડિતે શું કાઢયું ? ( એ નિયમ કહ્યો ); તેમ કૌંસમાં કહ્યું. ‘જ’ એક અક્ષરમાંથી ત્રણ શબ્દ કાઢયા.
ભૂતાર્થનયથી પર્યાયને જાણતાં પર્યાયની કર્તાબુદ્ધિ તેમજ જ્ઞાતાબુદ્ધિ છૂટી જાય છે. થવા યોગ્ય થાય છે ત્યાં તો સમ્યક્દર્શન થયું. એ સમ્યક્દર્શનનું લક્ષ આત્મા ઉપર છે તો ઉપચારથી કર્તા કહ્યો. અનુપચારે પર્યાયનો કર્તા પર્યાય છે. ઉપચારથી પર્યાયનો કર્તા આત્મા છે તેમ ઉપચારથી કથન કરવામાં આવે છે. ખરેખર ઉપચારથી પણ સમ્યક્દર્શનનો કર્તા નથી. કેમકે કર્તાકર્મપણું પર્યાયનું પર્યાયમાં છે મારામાં છે નહીં. મારા ઉપર શા માટે આરોપ આપો છો?
આહા...હા ! સમ્યક્દર્શનને તો મેં કર્યું નથી અને સમ્યક્દર્શન ને મેં જાણ્યું પણ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૭૭
હું તો મારા સામાન્યને જાણનારો છું. નવ તત્ત્વ પદ્રવ્ય છે તેનાથી જ્ઞાન પરાઙમુખ છે. સવિકલ્પદશામાં સાધક પર્યાયને લક્ષ પૂર્વક જાણતાં નથી. પર્યાય લક્ષ વગ૨ જણાય જાય છે. એક નિયમ છે કે–જેનાં ઉપર લક્ષ હોય તે જણાય. જેના ઉપર લક્ષ ન હોય તે ન જણાય. ઈન્દ્રિયજ્ઞાનનું લક્ષ ૫૨ ઉપ૨ છે તો તેને પ૨ જણાય છે. અતીન્દ્રિયજ્ઞાનનું લક્ષ આત્મા ઉપર છે તો તેને આત્મા જણાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો આત્મા જણાય છે, પણ શેયાકા અવસ્થામાં જ્ઞાયક જ જણાય છે. જ્ઞાનનો વિષય ફરતો નથી. જ્ઞાનનો વિષય જ્ઞાયક થયો તે થયો. અહીંથી શરૂ થયું તે મોક્ષ સુધી તેમજ રહેશે. જ્ઞાનનો વિષય ફરે નહીં. મોક્ષ સુધી તેનો વિષય જ્ઞાયક રહે છે. અને જે જ્ઞાન વિષય બદલાવે તે આત્માનું જ્ઞાન નથી-તે ઈન્દ્રિયજ્ઞાન છે–તેનાથી આત્મા સર્વથા ભિન્ન છે.
હવે આ પચાસ વર્ષ પછી તો સૂક્ષ્મ જ વાત હોય ને? એક દ્રવ્ય બીજા દ્રવ્યને ન કરે તે જુદી વાત છે. અહીંયા તો આત્મા પર્યાયને કરતો નથી. આત્માથી પર્યાય થતી નથી. પર્યાય પર્યાયથી થાય છે. થવા યોગ્ય થાય છે એમ જાણે તો વીતરાગતા પ્રગટ થઈ જાય છે.
કા૨ણ કે તીર્થની (વ્યવહા૨ ધર્મની ) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ (વ્યવહા૨ ) નયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો-જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા બંધ અને મોક્ષ છે. ”
દ
י
વ્યવહારનયથી નવ તત્ત્વને જાણે છે ત્યારે તેને મિથ્યાત્વ પ્રગટ થાય છે, અને નિશ્ચયનયથી જાણે નવ તત્ત્વને ત્યારે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. વ્યવહારનયથી જાણે એટલે પર્યાયને સાપેક્ષ જોવે છે–કાં જીવથી થાય ને કાં અજીવથી થાય. કાં મારાથી થાય ને કાં કર્મથી થાય. અનંતકાળથી વ્યવહારનયથી નવ તત્ત્વને જાણ્યા. જીવ વસ્તુ નવ તત્ત્વ સ્વરૂપ પરિણમી છે તેમ માને છે તે મિથ્યાદષ્ટિ છે-કળશટીકામાં કહ્યું છે.
તીર્થની પ્રવૃત્તિ અર્થે એટલે શું ? કહે-નવ તત્ત્વને સાપેક્ષથી જોવું તેનું નામ વ્યવહારનય છે. અભ્યાસક્રમમાં પહેલાં એમ આવે. વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે-વિકલ્પની ભૂમિકામાં એક-એક ધર્મને જુદા-જુદા જાણે, એનાં લક્ષણ પણ જાણે, એના કાર્ય કારણ પણ જાણે. એમાં તેને થવા યોગ્ય થાય છે તેમ ન આવે. ૫૨થી થતું નથી માટે આત્મા જ એકલો કરે છે ને આત્મા જ એક્લો ભોગવે છે એનું નામ વ્યવહાર દષ્ટિ છે. એકલો કરે ને એકલો ભોગવે છે, એકલો જન્મે ને એકલો મરે, સમજ્યા! એમ પર્યાયની સાથે કર્તાકર્મનો સંબંધ રાખીને તે પર્યાયને આત્માથી સાપેક્ષ જુએ છે-અને આત્માને પર્યાયથી સાપેક્ષ જુએ છે. આત્માને પર્યાયથી સાપેક્ષ જુએ તો દ્રવ્ય ખોટું અને પર્યાયને દ્રવ્યથી સાપેક્ષ જુએ તો પર્યાય ખોટી-એટલે દષ્ટિ ખોટી છે.
આહાહા...દ્રવ્ય-પર્યાય પરસ્પર નિરપેક્ષ છે. દ્રવ્યને પર્યાયની અપેક્ષા નથી અને પર્યાયને દ્રવ્યની અપેક્ષા નથી. પર્યાય અદ્ધરથી થાય છે. આત્માને આધારે પર્યાય થતી નથી. આહા...હા ! સત્ છે કે નહીં? સતને કોઈનો આધાર ન હોય. બીજાનો આધા૨
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૮
પ્રવચન નં. ૧૬ કહો તો સત્ રહેતું નથી. સત્ તો સત રહેશે પણ તમારી દષ્ટિ વિપરીત થઈ જશે. આધાર માનશો તો પણ (પર્યાયને ) દ્રવ્ય આધાર આપશે નહીં અને પર્યાય આધાર લેશે નહીં. સત્ નહીં છૂટે.
કહ્યું? આત્માને આધારે પરિણામ થાય તેમ કોઈ માને તો આત્મા તેને આધાર આપે ? અને પર્યાય તેનો આધાર ત્યે !? વસ્તુ સ્વભાવ ફરતો નથી તેની દષ્ટિ વિપરીત થઈ જાય છે. ભરતભાઈ ! તે ભલે માને કે હું કરું છું; પર્યાય મારા આધારે થાય છે તેમ ભલે માને; પણ પર્યાય દ્રવ્યનો આધાર ત્યે નહીં અને દ્રવ્ય પર્યાયને આધાર આપે નહીં. બે સત્ અલગ-અલગ છે.
આહા...હા! અનંતકાળથી સાપેક્ષથી જોયું હવે નિરપેક્ષ જ. અરે ! સાપેક્ષના કથન તો ઢગલાબંધ છે. આવી ગાથા તો ક્યાંય કોઈ વખતે આવે.
કારણ કે તીર્થની એટલે વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે”, આ જીવ છે આ અજીવ છે અને તેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોવાથી આત્માને પરિણામ સાથે કર્તા કર્મ સંબંધ છે પરિણામ સાથે કર્તાકર્મ સંબંધ અને પરની સાથે નિમિત્તનૈમિત્તિક સંબંધ છે-આ રીતે નવ તત્ત્વને વ્યવહારથી જોવા તે ખોટી વાત છે? ૧૦૦% ખોટી વાત છે. અને આ રીતે જ્યાં સુધી જોઈશ ત્યાં સુધી સમ્યક્દર્શન થવાનું નથી. શાસ્ત્રમાં તો આવે છે ને ! આ નિમિત્ત છે, આ નૈમિત્તિક છે. આત્મા તેનો કર્તા ભોક્તા છે. અરે, તે
વ્યવહારનયના સઘળાય કથન અભૂતાર્થ છે. વ્યવહારનયનું કથન સાચું લાગે છે તેનું નામ મિથ્યાદષ્ટિ છે. પ્રરૂપણા પણ વ્યવહારનયથી પ્રધાનતાથી કરે એટલે પર્યાય નિરપેક્ષ છે તે તેનાં ખ્યાલમાં આવે નહીં.
જેને દ્રવ્ય નિરપેક્ષ ખ્યાલમાં આવે તેને જ પર્યાય નિરપેક્ષ ખ્યાલમાં આવે-સમય એક છે. બેના નિરપેક્ષ ને જાણવાનો કાળ એક છે. વિચાર કોટીમાં જાણવામાં વાર લાગે. શું કહ્યું? દ્રવ્ય પર્યાયથી રહિત છે અને પર્યાય દ્રવ્યથી રહિત છે-આવું વસ્તુનું સ્વરૂપ છે-કોઈએ કર્યું નથી. ઉપરોક્ત પ્રકારે જાણવા લાગે, અને તેને ખ્યાલ આવવા લાગે ત્યારે તેની દષ્ટિ નિરપેક્ષ થઈ જાય છે. બન્ને પ્રકારે નિરપેક્ષ થાય છે.
આહા...હા! સમ્યફદર્શન થાય છે ત્યારે તેણે દ્રવ્યને તેમજ પર્યાયને બન્નેને નિરપેક્ષ જોયા. પર્યાયને હું કરું છું તેમ જાણવામાં આવ્યું નહીં, અને દ્રવ્ય પર્યાય સહિત છે તેમ નિશ્ચય જ્ઞાનમાં જાણવામાં આવ્યું નહીં. દ્રવ્ય પર્યાયથી રહિત છે તેથી દ્રવ્ય પર્યાયથી સહિત છે તેમ જાણવામાં આવ્યું નહીં. દ્રવ્ય પર્યાયથી રહિત છે તેથી દ્રવ્ય પર્યાયનો કર્તા નથી, ને પર્યાય દ્રવ્યથી રહિત છે માટે પર્યાયનો કોઈ કર્તા હોઈ શકે નહીં તેમ જાણતાં તેને અનુભવ થાય છે–સમ્યક્દર્શન-જ્ઞાન પ્રગટ થાય છે. કર્તા બુદ્ધિ છૂટી જાય છે. કર્તા બુદ્ધિ છૂટવાનો એનો કાળ છે ત્યારે એની વિચાર કોટી સત્ય આવી જાય છે-તે નિરપેક્ષથી જોવા માંડે છે.
હવે સાપેક્ષની વાત કોઈ કરે ને તો તે મૌન રહે છે. કારણ કે કેટલાનો નિષેધ કરવો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૭૯
સાપેક્ષની વાત કરવાવાળાના ઢગલા પડ્યા છે. કોઈની સાથે તકરાર ન થાય. તે કહે કે-કેમ તમારું ધ્યાન (સાપેક્ષ ઉપર) ખેંચાતું નથી ?! તો તે કહે-હું જરા બીજા વિચારમાં હતો. તેને કહું નહીં કે-તમે સાપેક્ષની વાત કરતા હતા ત્યારે હું નિરપેક્ષનો વિચાર કરતો હતો. તો ફરી તે કહે–અમે કહીએ છીએ તે ખોટું છે? આ શાસ્ત્રમાં સાપેક્ષની વાત આવે છે-કર્મના ઉદયથી રાગ થાય છે. આત્મા સ્વયં રાગને કરે છે. રાગને ન કરે તો કાંઈ નહીં પણ સમ્યક્દર્શન તો કરે ને ? ત્યારે આપણે મૌન થઈ જવું બીજું શું થાય.
આ શાસ્ત્ર તો અલૌકિક છે. તેરમી ગાથા ઘૂંટાય તો આમાં દિવ્યદૃષ્ટિ થાય. “થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે.” આ તેરમી ગાથા બોલે છે. થવા યોગ્ય થાય છે ત્યાં પૂર્ણવિરામ નથી, ત્યાં અલ્પ વિરામ છે. જાણનારો જણાય છે ત્યાં પૂર્ણવિરામ છે. આમાં પૂર્વાધ અને ઉતરાર્ધ છે. થવા યોગ્ય થાય છે તેમ જાણે છે તે સાક્ષાત જ્ઞાતા થઈ જાય છે. સામાન્ય અપેક્ષાએ તો બધા જ્ઞાતા છે, પણ વિશેષ અપેક્ષાએ કો'ક જ્ઞાતા થઈ જાય છે. થવા યોગ્ય થાય છે તેમ જાણે તે જ્ઞાતા થઈ જાય છે. આ રહસ્યવાળી ગાથા છે.
વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે એટલે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જેને બતાવે તેને વ્યવહાર કહેવાય. સાપેક્ષથી કથન કરવું તેનું નામ વ્યવહાર છે. કથન પદ્ધતિ સાપેક્ષથી હોય છે. સાપેક્ષથી જોઈને હવે તેને જોવાનું બંધ કર. અનંતકાળથી આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તેમ જોયું. આત્મા તેમાં નિમિત્ત નથી અને પર પણ તેમાં નિમિત્ત નથી. સત અતુક પર્યાય થવાકાળે થાય છે. નવેય તત્ત્વ થવા કાળે થાય છે મારાથી થતા નથી. અને પરથી પણ થતા નથી.
થવા યોગ્ય થાય છે તેમ જે જાણે છે તેની દષ્ટિ થવા યોગ્ય થાય છે તેના પર ન હોય. થવા યોગ્ય થાય છે એમ જ્યાં જાણવામાં આવ્યું ત્યાં સમ્યકદર્શન-જ્ઞાન-પ્રગટ થયું,
ત્યારે તેની દૃષ્ટિ દ્રવ્ય ઉપર છે–તો આત્માથી થયું તેવું સાપેક્ષનું કથન વ્યાજબી છે. નિરપેક્ષપૂર્વક સાપેક્ષ તેને વ્યવહાર કહેવામાં આવે છે.
સમ્યકદર્શન-જ્ઞાનની પર્યાય તો પોતાથી જ થઈ, પછી સાપેક્ષનું કથન કરવામાં આવે કે-પર્યાયે દ્રવ્યનું અવલંબન લીધું. દષ્ટિમાં નિરપેક્ષ છે પછી જ્ઞાનમાં સાપેક્ષપણું આવે છે. નિરપેક્ષ તે નિશ્ચય છે અને સાપેક્ષ તે વ્યવહાર છે. પ્રેમચંદજી, સવારે આવ્યા, તેમને કહ્યું તેરમી ગાથા ચાલે છે.
તેમને દષ્ટાંત આપ્યું કે દ્રવ્ય જેમ નિરપેક્ષ છે તેને પર્યાયથી રહિત એમ જાણે તેને દ્રવ્યદૃષ્ટિ થાય. એમ પર્યાયને નિરપેક્ષથી જો સાપેક્ષથી ન જો. પર્યાય-રાગ-વીતરાગભાવ સત્ અહેતુક છે. તે સહેતુક નથી. અરે ! રાગ પણ પારિણામિકભાવે છે-તેને કર્મના ઉદયથી અપેક્ષા નથી.
વર્ણીજી સંવત ૧૦ ની સાલમાં પધાર્યા ત્યારે ગુરુદેવની સાથે વાત નીકળી-કેઃ રાગ કર્મના ઉદયને કારણે થતો નથી, કર્મના ઉદય વિના થાય છે. તો તે-કહે પકડાઈ ગયા, નવાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮)
પ્રવચન નં. ૧૬ દિગમ્બર છે ને ! વર્ણીજીએ કહ્યું કે તો પછી સ્વભાવ થઈ જશે! અમને ઈષ્ટ છે. રાગ છે તે પર્યાયનો વિભાવ સ્વભાવ છે. પૂ. ગુરુદેવશ્રીએ નિરપેક્ષથી વાત કરી. આ બધાની સાપેક્ષની દષ્ટિ તો છે જ, તે ક્યાં નવું લેવા જવું છે.
કર્મના ઉદયથી જ રાગ થાય. કર્મના ઉદય વિના રાગ થાય તો તે આત્માનો સ્વભાવ થઈ જશે? તે વિભાવ સ્વભાવ છે. એક સમય પૂરતો તે વિભાવ પણ પર્યાયનો તે સમયે થવાનો સ્વકાળ હતો તેથી થયો છે. કર્મનો ઉદય આવે છે માટે રાગ થયો છે તેમ છે નહીં. જ્યારે રાગ થાય છે ત્યારે તેનું લક્ષ કર્મ ઉપર છે તેથી કર્મના ઉદયથી થયો તેમ વ્યવહાર વ્યવહારીજનોને સમજાવવામાં આવે છે.
હવે વ્યવહારીજનોને કહે છે–તને નિશ્ચયથી કહું છું તેનો ખ્યાલ કર. વ્યવહારથી નવા તત્ત્વોને જાણતાં અનંતકાળ ગયો-સાધુપણ થયો, અગિયાર અંગ ભણ્યો અને નવમી રૈવેયક પણ ગયો. તેણે નવ તત્ત્વને કદી નિરપેક્ષથી જોયા નથી. ભૂતાર્થનયથી ન જોયા. તત્ત્વાર્થસૂત્રમાં પણ એમ આવે છે કે-નવ તત્ત્વ સમ્યક્રદર્શનનું કારણ છે.
આ તો કોઈ અલૌકિક વાતો છે. “ભૂતાર્થનય' એક શબ્દ આગળ લગાયો-તે કોહીનૂરનો હીરો છે. પોતે ટીકાકાર કહેશે-એક બહિદૃષ્ટિ અને એક અંતષ્ટિ તેવા બે ભાગ પાડશે. બહિષ્ટિ કેમ થાય છે? કે-સાપેક્ષ દષ્ટિ છે માટે બહિષ્ટિ છે. તે વિષય હુમણાં આવશે.
આ વિષય એવો છે ને કે એક વાત અનેક વખત કહેવામાં આવે ત્યારે સમજાય તેવી છે. સાપેક્ષ એટલે શું? અને નિરપેક્ષ એટલે શું? સાપેક્ષ એટલે કોઈની મદદથી કાંઈ થાય તેનું નામ સાપેક્ષ. અગ્નિની મદદથી પાણી ઊનું થાય તેનું નામ સાપેક્ષ છે. અને અગ્નિના નિમિત્ત વિના પાણીની પર્યાય ગરમ થાય તેનું નામ નિરપેક્ષ છે. જો પાણીને સાપેક્ષ લેવા જાવ તો પાણી તો શીતળ છે. અને અગ્નિને જ સાપેક્ષ લેવા જાવ તો પર્યાય પરાધીન થઈ ગઈ. પહેલાં કહ્યું હતું કે પાણીની પર્યાયને સાપેક્ષ અને નિરપેક્ષથી જો તો નવ તત્ત્વ સમજાય જાય.
પાણીથી પર્યાય જે છે તે તત સમયની યોગ્યતાથી એટલે ગરમપાણીની પર્યાયનો સ્વકાળ છે. થવાકાળે થાય છે કાળ ફરતો નથી. આહા..હા ! પાણીની પર્યાય થવા યોગ્ય થઈ છે, ત્યારે સંયોગી દષ્ટિવાળાને એમ લાગે છે કે અગ્નિથી થઈ છે. અગ્નિથી થઈ છે એમ તો અમે કહેતા નથી. તો તો બે દ્રવ્યની એકતા થઈ જાય.
પ્રશ્ન – કર્તા કર્મ અગ્નિ અને પાણી વચ્ચે નથી પણ નિમિત્ત-નૈમિત્તિક છે કે નહીં?
ઉત્તર - અગ્નિનિમિત્ત અને પાણીની પર્યાય નૈમિત્તિક એમ છે નહીં તે તો નિમિત્તથી નિરપેક્ષ છે. પાણીની ગરમ પર્યાય સાથે કર્તાકર્મ તો નથી પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી.
એક વખત વ્યાખ્યાનમાં કહ્યું હતું કે આ જગતમાં કોઈ નિમિત્ત નથી. તેમાં મોદી સાહેબે પૂછયું કે-આ તમે શું કહ્યું? મેં કહ્યું કે-તે બરાબર છે. જગતમાં કોઈ નિમિત્ત નથી. આઠ કર્મ નિમિત્ત નથી એ તો અજ્ઞાનીએ નામ બગાડયું છે. એ તો જ્ઞય છે અને તે પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ વ્યવહારે ય છે. વ્યવહારે જ્ઞય છે એટલે ? તે પ્રતિભાસરૂપ જ્ઞય છે લક્ષ રૂપ ય નથી. વાત બહુ ઊંડી અને ઝીણી છે. લાભ બહુ મોટો છે. ઝીણી છે એટલે ન સમજાય તેમ નહીં. પરંતુ ઉપયોગને જરા એકાગ્ર કરીને અહીં જે વાત ચાલે છે તેને સમજવાનો પ્રયત્ન કરો. અહીંથી ઊઠીને ઉઘરાણી કરવા આદિ કામે જવું છે તેવો વિચાર આવે તો આ સમજાશે નહીં. અત્યારે આપણને જે આચાર્ય ભગવાન સમજાવતા હોય તેને જ સમજવાનો પ્રયત્ન કરવો તે વિનય છે. ઉપયોગને આડે અવળે લગાવવો નહીં.
“કારણ કે તીર્થની-વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે -વ્યવહાર ધર્મ એટલે સાપેક્ષપણું. આ નિમિત્ત છે ને આ નૈમિત્તિક છે-તેનું આ ફળ છે, આનાથી આમ થયું કે આનાથી આમ થયું તે અભૂતાર્થનયથી કહેવામાં આવે છે. વ્યવહારનયથી નવ તત્ત્વોને જાણે તો મિથ્યાત્વનું નિમિત્ત અને નિશ્ચયનયથી ભૂતાર્થનયથી નવ તત્ત્વને જાણે ત્યારે તેને સમ્યક્દર્શનનું નિમિત્ત કહેવામાં આવે છે. ઉપાદાન તો સમ્યક્દર્શનની પોતાની પર્યાય છે. પણ સમ્યક્દર્શન થયું તેની પૂર્વે તેણે શું જાણું? કે–થવા યોગ્ય થાય છે તેમ જાણ્યું તો સમ્યક્દર્શન થઈ ગયું તો ભૂત નૈગમનયે તેને નિમિત્ત કહેવામાં આવે છે. ઉપાદાન તો સમ્યક્દર્શનની પર્યાય છે. અને નિમિત્ત થવા યોગ્ય થાય છે તે ભૂતનૈગમનયે છે. કેમકે જ્યાં સુધી થવા યોગ્ય થાય છે તેના ઉપર લક્ષ રહે ત્યાં સુધી સમ્યકદર્શન ન થાય. લક્ષ ત્યાંથી છટકી જાય છે.
પર્યાયમાં પણ રાગનું કરવું છે નહીં. અને પર્યાય જ્ઞાનને કરે છે તેમ છે નહીં. જ્ઞાન સહજ પ્રગટ થઈ જાય છે. (શ્રોતા-અદ્ભૂત થી અભૂત અસલ વાત આવી સાહેબ!) (ઉત્તર) આ અસલ વાત જ છે હોં. આ ગાથામાં બ્રહ્માંડના ભાવો ભર્યા છે. આપણે ક્યાં ઉતાવળ છે.
“વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો”, પર્યાયને નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી જોવી તેનું નામ વ્યવહાર છે. પર્યાયને નિમિત્તની નિરપેક્ષ ક્ષણિક ઉપાદાનથી જોવી તે નિશ્ચય છે. પર્યાયને જોવાની બે દષ્ટિ છે-કાં ક્ષણિક ઉપાદાનથી જો અને કાં તો નૈમિત્તિકથી જ. હવે તેને નૈમિત્તિકથી જોવાનું બંધ કરી દે; થવા યોગ્ય થાય છે તેમ ક્ષણિક ઉપાદાનથી જો; તો તારી દષ્ટિ સમ્યફ થઈ જશે.
અમે જે વ્યવહારનયથી નવ તત્ત્વ કહ્યાં, હવે તું એ નવ તત્ત્વનું લક્ષ છોડીને આત્માનું લક્ષ કર તો તને આત્માની પ્રાપ્તિ થશે. થવા યોગ્ય થાય છે–એમ જાણી દ્રવ્ય ઉપર દૃષ્ટિ આવતાં સમ્યક્દર્શન થશે. સમ્યક્રદર્શન તો પોતાથી થયું છે પણ તે વખતે તેનું લક્ષ આત્મા ઉપર છે-તેથી આત્માના આશ્રયથી સમ્યકદર્શન થયું તેવો ઉપચાર કરવામાં આવે છે. અનુપચારે તો પર્યાય પર્યાયથી થાય છે. ઉપચારનું કારણ એ કે તેનું લક્ષ આત્મા ઉપર છેમાટે આત્માથી થયું તેમ કહેવામાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨
પ્રવચન નં. ૧૭ પ્રવચન નં - ૧૭
તા. ૪-૯-૯૧ આ શ્રી સમયસારજી શાસ્ત્ર છે. તેનો જીવ નામનો પ્રથમ અધિકાર ચાલે છે. અનંત અનંત કાળથી આત્મા, કેવળ પોતાના અજ્ઞાનથી જ; બીજાના ઉપદેશથી અજ્ઞાની થયો જ નથી. અજ્ઞાનદશાની ઉત્પત્તિનું કારણ પોતે જ છે. પોતે પોતાના જ્ઞાતા સ્વભાવને ભૂલીને; પોતે સર્વથા જ્ઞાતા હોવા છતાં અર્થાત્ અકર્તા હોવા છતાં-હું પર ભાવનો અને પારદ્રવ્યોનો કર્તા છું તેમ અનંત અનંત કાળથી માનતો આવ્યો છે. અજ્ઞાન પોતાની અણસમજણથી ઉભું થયું છે. કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રથી અજ્ઞાન ઉત્પન્ન થતું નથી અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ તેની પર્યાય છે. અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ તેનો આત્મા નથી. અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ પર દ્રવ્ય પણ નથી. અજ્ઞાનને ભૂતાર્થનયથી તું જો-તો અજ્ઞાન ટળી જશે.
તું તો એમ માને છે કે આ અજ્ઞાન મારાથી ઉત્પન્ન થાય છે, મારાથી એટલે? અંદર પ્રભુ વિભુ શુદ્ધ ચૈન્તયમૂર્તિ આત્મા છે તે અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ નથી. આત્માનું અસ્તિત્વ-હોવાપણું જો અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ થાય તો કોઈ કાળે અજ્ઞાનનો અભાવ ના થાય. માટે ત્રિકાળી શુદ્ધાત્મા ચૈતન્યમૂર્તિ આત્મા છે તે તો જ્ઞાનનો પુંજ છે. તેનામાં અજ્ઞાન ને ઉત્પન્ન કરવાની કોઈ શક્તિ જ નથી–અશક્ય છે.
આત્માએ અજ્ઞાન ઉત્પન્ન કર્યું નથી તેમ અજ્ઞાન જ્ઞાનાવરણ કર્મના ઉદયથી ઉત્પન્ન થયું નથી; તેમ તેને ખોટા દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યાં માટે અજ્ઞાની થયો તેમ નથી. તેની પાછળ લોજીક એ છે કે-તે અજ્ઞાનભાવે અનંતકાળ સુધી નિગોદમાં રહ્યો-ત્યાં તો તેને ખોટા દેવગુરુ-શાસ્ત્ર તો મળ્યાં ન હતાં–છતાં ત્યાં અજ્ઞાની રહ્યો. હવે તે અજ્ઞાન રહેવાનું કારણ પર તો નથી, કેમકે પરના નિમિત્તોનો તો ત્યાં અભાવ છે. અને દર્શનમોહના ઉદયથી તેને અજ્ઞાન થયું નથી. વળી તેની પાસે જે શુદ્ધાત્મા છે તે શુદ્ધાત્મા તો તેને જ્ઞાનમાં જણાયા કરે છે. નિગોદના જીવને પણ, બાળ-ગોપાળમાં બધા આવી ગયા. એટલે અજ્ઞાનનું કારણ ત્રિકાળી દ્રવ્ય પણ નથી, અને ત્રિકાળી દ્રવ્ય જેમાં જણાય છે તેનો ઉપયોગ પણ અજ્ઞાનનું કારણ નથી. આ...હા...હા..અજ્ઞાન થવા યોગ્ય થાય છે-તે પાઠ ચાલે છે.
આ..હા હા..પરિણામ અનાદિ અનંત થવા યોગ્ય થાય છે...અને તું માની રહ્યો છો કે-આ પરિણામને હું કરું છું. તે તારી ભૂલ છે. જો પરિણામનો ખરેખર આત્મા કર્તા હોય તો-દુઃખનું કારણ એવાં રાગને તે કરે નહીં. તો તો મોક્ષનું કારણ એવાં મોક્ષમાર્ગને જ કરી ઘે ને? તેનામાં જો પર્યાયને કરવાની શક્તિ હોય તો...! જેનાં ફળમાં દુઃખ આવે તેવું કાર્ય આત્મા કેમ કરે ? કોઈ જીવ દુઃખને ઈચ્છતો નથી. બધા જીવો સુખને ઈચ્છે છે. દુઃખ અને દુઃખના કારણનો ઉત્પાદ્ધ ભગવાન આત્મા નથી અને કર્મ અને નોકર્મ પણ તેનું કારણ નથી. પરિણામ થવા યોગ્ય થાય છે; કેમકે આ નવ તત્ત્વો મારાથી સર્વથા ભિન્ન છે માટે હું તેનો કર્તા નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૮૩ અહીંયાં તે પાઠ ચાલે છે. નવ તત્ત્વોને તેણે વ્યવહારનયથી જોયા છે માટે તેને કર્તબુદ્ધિ છે. હવે તે જ પરિણામને તું ભૂતાર્થનયથી નિશ્ચયનયથી જોઈશ તો પરિણામની કર્તાબુદ્ધિ નીકળી જશે. કેમકે પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે. પરિણામ થવા યોગ્ય થાય છે, હું અકર્તા છું–માટે હું પરિણામનો કર્તા નથી. પરિણામ મારી અપેક્ષા રાખ્યા વિના પ્રગટ થાય છે– માટે હું કર્તા નથી. એ તો ઊંઘતો હોય અને પરિણામ તો પ્રગટ થયા કરે છે–ત્યારે તેની પરિણામ પ્રત્યે સાવધાની તો નથી-છતાં પ્રગટ થાય છે. આમ પરિણામ થવા યોગ્ય થાય છે-માટે હું તેનો કર્તા નથી. બીજું પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે માટે કરતો નથી.
પરિણામ થવા યોગ્ય થાય છે માટે તેનો હું કર્તા નથી, તેમ જીવ પ્રથમ અકર્તાના પક્ષમાં આવે છે. એક વખત જયપુરમાં કહ્યું હતું કે-બે પાઠ છે. વધારેમાં વધારે છ મહિના આત્માના લક્ષે અભ્યાસ કરે, આમ તો પ્રમાદી માટે છ મહિના બાકી (પુરુષાર્થી) માટે તો અંતર્મુહૂર્તનો કાળ છે. આ બહુ આકરું (કઠિન ) લાગતું હોય તો તેના બે ભાગ કરી નાખવા. પહેલા ત્રણ મહિનાનો કોર્ષ-હું અકર્તા છું કે કર્તા છું? તેનો નિર્ણય કરવાનો. તો અંદરમાંથી જવાબ આવશે કે ભગવાન આત્મા અકર્તા-જ્ઞાતા છે, કર્તા નથી.
ઓમકાર ધ્વનિમાં એમ આવ્યું કે – “પરિણામ થવા યોગ્ય થાય છે.” ઓમકાર. ધ્વનિમાં આવ્યું તે શાસ્ત્રમાં લખ્યું છે. બોર્ડમાં શું લખ્યું છે તે તો જુઓ. “થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે.”
પરિણામ થવા યોગ્ય થાય છે તેમાં કર્તાબુદ્ધિ જાય છે-અકર્તાના પક્ષમાં આવી જાય છે-એટલે જ્ઞાતાના પક્ષમાં આવી જાય છે. જ્ઞાતાના પક્ષમાં આવવા છતાં પણ અનુભવ થતો નથી–હુજુ પક્ષ છે. તેણે એમ નિર્ણય કર્યો કે પરિણામ મારા કર્યા વિના થયા કરે છે–એટલે થવા યોગ્ય થાય છે ત્યારે અકર્તા-જ્ઞાતાના પક્ષમાં આવે છે.
પરિણામ થવા યોગ્ય થાય છે-હવે પરિણામ કર્તાનું કર્મ ગયું. આ અનુભવ પહેલા નિર્ણયની ભૂમિકાની વાત ચાલે છે. હું કર્તા અને આ નવ તત્ત્વના ભેદ કર્મ તે બુદ્ધિગમ્યથી ગયું-મનમાંથી ગયું. હમણાં જ્ઞાનમાંથી પણ વયું જશે. પહેલાં મનમાંથી જાય પછી જ્ઞાનમાંથી જાય. મનમાં જ્યાં સુધી એમ છે કે-હું પરિણામને કરું છું ત્યાં સુધી કર્તબુદ્ધિ છૂટતી નથીઅથવા અકર્તાનો નિર્ણય થતો નથી ત્યાં સુધી એમ છે કે-પરિણામને તો આત્મા જ કરે છે. ' અરે! પરિણામને આત્મા કરતો જ નથી. પરિણામ થવા યોગ્ય થાય છે. હવે કર્તબુદ્ધિના અભિમાનને છોડે છે. ત્યાર બાદ હું અકર્તા છું તેવા જ્ઞાતાના પક્ષમાં આવી જાય છે. જ્ઞાતાના પક્ષમાં આવવા છતાં હજુ તે સાક્ષાત જ્ઞાતા થતો નથી. કર્તાનો પક્ષ દોષ છે; જ્ઞાતાનો પક્ષ પણ દોષ છે-તે ગુણ નથી. પરંતુ અનુભવ પહેલાં અંતર્મુહુર્તમાં આવા બે વિભાગ પડી જાય છે.
આહા ! પરિણામ થવા યોગ્ય થાય છે તેનો હું કરનાર નથી, હું તો જ્ઞાતા છું. હવે આ પહેલો પાઠ જ્યારે પાકો થયો. આમ તો લેસન-પાઠ બે જ છે. ત્રીજો પાઠ તો છે જ નહીં.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૮૪
પ્રવચન નં. ૧૭
વધારે છે નહીં. સી. એ. નું ભણવામાં કેટલાક તો ૩૦-૪૦ વર્ષ કાઢી નાખે છે. જ્યાં સુધી પાસ ન થાય ત્યાં સુધી પરીક્ષા આપ્યા કરે છે. પણ અહીં તો છ મહિનાનો જ ટાઈમ કહ્યો છે. મનુભાઈ ! તને છ મહિનાનો ટાઈમ નથી મળતો. ઘર છોડીને ભાગી જા ક્યાંક જંગલમાં– એકાંત જગ્યાએ. ગીરનારની ગુફામાં કે ગમે ત્યાં, પણ જ્યાં દાળ-રોટલી મળે ત્યાં રૂમ લઈ નિવૃત્તિમાં બેસી જા. છ મહિના જો તો ખરો! નક્કી કર કે-પરિણામ મારા કર્યાથી થાય છે કે મારા કર્યા વિના પરિણામ થાય છે. મધ્યસ્થ થઈને, આત્માનાં લક્ષે; આત્માના અનુભવની મુખ્યતા રાખીને વિચાર કર તો અંદરથી જવાબ મળશે કે-પરિણામ થવા યોગ્ય થાય છે, મારાં કર્યા થતાં નથી.
તેણે ઘણાં ઘણાં ઉધામા નાખ્યા, કે–આનું આમ કરી નાખું ને તેનું તેમ કરી નાખું. આહા...હા ! શ્રીમદ્દજી કહે છે કે-સડેલા તરણાંના બે કટકા કરવાની શક્તિ આત્મામાં નથી. તેમાં અકર્તાની ધ્વનિ છે. અકર્તા એટલે જ્ઞાતાનું સ્થાપન કર્યું છે. અહીંયા અંદરની વાતું કરે છે–ત્યાં તરણાંની વાત કરી છે.
આ તો દ્રવ્યાનુયોગ ઉત્કૃષ્ટમાં-ઉત્કૃષ્ટ શાસ્ત્ર છે. મહાભાગ્ય હોય તો અને ચક્રવર્તી કરતા પુણ્ય વધી જાય મનુભાઈ ત્યારે તો એને કુંદકુંદની વાણી કાન ઉ૫૨ આવે-તે સાંભળીને નિર્ણય કરે તો તે પહેલા જ્ઞાતાના પક્ષમાં આવી જાય છે. પછી પરિણામ થવા યોગ્ય થાય છે એમ જાણીને જાણતાં જાણતાં પરિણામ સ્વભાવની સન્મુખ થઈ જાય છે. ત્યારે પરિણામ જ્ઞાનનું જ્ઞેય થતું બંધ થઈ જાય છે.
પહેલાં કર્તાનું કર્મ બંધ થયું. હું કર્તા અને પરિણામ શુભાશુભ મારું કર્મ, વગેરે નવ તત્ત્વો લઈ લેવાં-તેનો કર્મપણે નિષેધ કર્યો, કે હું તો અકર્તા છું; મારું કર્મ આ (પરિણામ ) નથી. થવા યોગ્ય છે થાય છે તેને જાણવું; તે મારું કર્મ થોડીકવાર માટે છે. પરિણામ મારા જ્ઞાનનું જ્ઞેય થાય છે ત્યાં સુધી અનુભવ થતો નથી. પરિણામ મારા જ્ઞાનનું જ્ઞેય નથી તેમ જાણીને, થવા યોગ્ય થાય છે તેમ જાણીને; તેને જાણવાના ભાવને પણ છોડે છે. દ્રવ્ય સ્વભાવની સન્મુખ થઈને સાક્ષાત જ્ઞાતા થાય છે ત્યારે જ્ઞાતાનો પક્ષ છૂટી જાય છે.
પહેલાં કર્તાનો પક્ષ છૂટયો એટલે જ્ઞાતાના પક્ષમાં આવ્યો પછી દ્રવ્ય સ્વભાવની સન્મુખ થઈને જ્યાં અનુભવ કરે છે આત્મા નિર્વિકલ્પ ધ્યાનમાં ત્યાં એ જ્ઞાતાનો પક્ષ છૂટે છે. કર્તાનો પક્ષ ગયો પછી જ્ઞાતાનો પક્ષ આવ્યો. હવે પર્યાય જ્ઞેય ન થાય ને જ્ઞાયક જ્ઞેય થાય તો જ્ઞાતાનો પક્ષ છૂટીને સાક્ષાત જ્ઞાતા થાય છે.
આહા! સાક્ષાત જ્ઞાતા થાય ત્યારે પર્યાયને નથી જાણતો પણ દ્રવ્ય સામાન્યને જાણે છે. હવે પર્યાય જ્ઞેય નથી થતી. તેને પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ થઈ ગઈ છે. જ્યાં પર્યાયને જાણવાનું બંધ થાય છે ત્યાં એને જોર આવે છે કે–જાણનાર જણાય છે. થવા યોગ્ય થાય છે તેને આત્મા જાણે છે તેમ લખ્યું નથી.
આહા...હા ! થવા યોગ્ય થાય છે એમ જેને ખ્યાલમાં આવે છે તેની દૃષ્ટિ સામાન્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૮૫ જ્ઞાયક ઉપર આવે છે અને ઉપયોગ અભિમુખ થઈ જાય છે. શ્રી સમયસાર દસમી ગાથામાં આવ્યું હતું ને!? “મિતિ ” ઉપયોગ અંતર્મુખ થાય છે. બહિર્મુખ ઉપયોગથી પર જણાય છે અને અંતર્મુખ ઉપયોગથી આત્મા જણાય છે.
અરે....રે! આ બહિર્મુખ ઉપયોગ બંધનું કારણ છે. પર સત્તાવલંબી જ્ઞાન બંધનું કારણ છે. અંતરમાં આવીને એ જાણે છે કે-હું તો જાણનાર છું. પહેલાં હું જાણનાર છું એવો પક્ષ આવ્યો, પછી એ જ જાણનાર આત્મા એને જણાઈ ગયો-ત્યારે એને પર્યાય દષ્ટિ છૂટીને અનુભવ થયો તેને સમ્યકદર્શન કહેવાય છે.
આ સમ્યક્દર્શનની ગાથા છે. નવ તત્ત્વોથી આત્મા સર્વથા ભિન્ન છે. કેમકે તે પરદ્રવ્ય છે ને!? એનો આત્મા કર્તા પણ નથી ને જ્ઞાતા પણ નથી. પરદ્રવ્યનો વ્યવહાર જ્ઞાતા છે. વ્યવહાર જ્ઞાતા છે એટલે શું? કોથળામાં પાંચ શેરી ન ચાલે...ચોખવટ કરવી જોઈએ.
કહે છે–સાધકને સવિકલ્પદશા આવે છે. શુક્લધ્યાનની શ્રેણી તો અત્યારે આવે તેવી યોગ્યતા નથી. કેમકે થવા યોગ્ય થાય છે ને! સાધકને ખ્યાલમાં આવી ગયું છે પણ, અત્યારે શ્રેણી થતી નથી. અને તેની આકુળતા પણ નથી–કેમકે થવા યોગ્ય થાય છે તેમ ખ્યાલમાં આવી ગયું છે.
સાધક અંતમાં જઈને શુદ્ધાત્માને અનુભવે છે ત્યારે પર્યાય શેય થતી નથી. દ્રવ્ય સામાન્ય જ્ઞય થાય છે. સામાન્યને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો-તેમાં દ્રવ્યદૃષ્ટિ થઈ જાય છે. એવી સમ્યફદર્શનની અપૂર્વ ગાથા ચાલે છે.
નવ તત્ત્વ (આત્માથી) અત્યંત ભિન્ન-સર્વથા ભિન્ન છે. કથંચિત્ ભિન્ન અભિન્ન તેમાં છે નહીં.
ટીકા- “આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનયથી જાણે સમ્યક્રદર્શન જ છે.” અભૂતાર્થ નથી જાણતાં મિથ્યાત્વ છે એમ આમાં લખ્યું નથી. છતાં પણ પ્રતિપક્ષ આમાં આવી ગયો. અભૂતાર્થનયથી જાણે તો મિથ્યાત્વ થાય છે અને ભૂતાર્થનાથી જાણે તો સમ્યફદર્શન થાય છે.
પર્યાયને ભૂતાર્થનયથી જાણે તો સમ્યકદર્શન થાય? તે તો પર્યાય છે ને? એક પર્યાયને જોવાની બે વિવિક્ષા છે. તું વ્યવહારનયથી પર્યાયને જાણીશ તો આત્મા કર્યા છે તેમ તને લાગશે. પર્યાય થવા યોગ્ય થાય છે એમ તને ભાસશે તો તું જ્ઞાતા થઈ જઈશ. હું પરિણામનો કર્તા નથી તેમ તારા જ્ઞાનમાં આવી જશે.
થવા યોગ્ય થાય છે તે મહામંત્ર છે. મિથ્યાત્વ ઉપરનો એટમ બોંબ છે. અરે! આ પરિણામ તો થવા યોગ્ય થાય છે પણ આ છએ દ્રવ્ય, જડ અને ચેતનના પરિણામ થવા યોગ્ય થાય છે. તે તે દ્રવ્ય તેના પરિણામનો કર્તા નથી. પુદ્ગલ દ્રવ્ય, તેના પરિણામ સ્પર્શ, રસ, ગંધ, વર્ણનો કર્તા નથી. પાણી ઉષ્ણ પર્યાયને તો કરે નહીં–કારણ કે તે વિજાતિ પર્યાય છે. નિર્મળ પર્યાયને પણ પાણી કરતું નથી. કુંભારતો ઘડાને કરે નહીં, માટી પણ ઘટની પર્યાયને કરતી નથી. કેમકે થવા યોગ્ય થાય છે. આ તો કોઈ અપૂર્વ નિધિ છે. વ્યવહારનયથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬
પ્રવચન નં. ૧૭ નવ તત્ત્વને જાણતાં કર્તબુદ્ધિ છૂટતી નથી. નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી તેને નવ તત્ત્વ દેખાય છે. ક્ષણિક ઉપાદાનથી જોતાં નવ તત્ત્વ દેખાતાં નથી. અને પછી ક્ષણિક ઉપાદાન પણ દેખાતું નથી, પછી ત્રિકાળી ઉપાદાન દેખાય જાય છે.
જીવાદિ નવ તત્ત્વોને ભૂતાર્થનયથી, શુદ્ધનયથી, નિશ્ચયનયથી એટલે પર્યાયને પર્યાયના સ્વભાવથી જ. એ પર્યાયને ત્રિકાળી દ્રવ્યથી પણ ન જ અને નિમિત્તથી પણ ન જે. પર્યાયને પર્યાયના સ્વભાવથી જો. પર્યાયનો પણ વિભાવ સ્વભાવ છે. પર્યાયનો પણ વિશેષ સ્વભાવ છે.
પર્યાયને પણ પર્યાયના સ્વભાવથી જો. કોઈ વખતે રાગ થાય, વૈષ થાય, માન થાય, ક્રોધ થાય ભિન્ન-ભિન્ન ભાવો પર્યાયમાં પ્રગટ થાય છે. કોઈ વખતે મિથ્યાત્વ થાય છે, કોઈ વખતે સમ્યકદર્શન થાય છે, કોઈ વખતે નિશ્ચય ચારિત્રના પરિણામ પ્રગટ થાય છે, પછી સિદ્ધ અવસ્થા પ્રગટ થાય છે. પ્રગટ થાય છે તે પર્યાયના ધર્મથી પ્રગટ થાય છે હું તેનો કરનારો નથી. કર્તાની વાત આવે ત્યાં ઉપચાર સમજવું. “વ્યવહારનય વડે જેટલું નિરૂપણ આવ્યું હોય શાસ્ત્રમાં તેને અસત્યાર્થ અભૂતાર્થ જાણી તેનું શ્રદ્ધાન છોડવું અને નિશ્ચયનય વડ જેટલું કથન આગમમાં આવ્યું હોય તેને સત્યાર્થ-બૂતાર્થ જાણી તેનું શ્રદ્ધાન અંગીકાર કરવું.” આ બધા મંત્રો છે-સિદ્ધાંતો છે.
“કારણ કે તીર્થની વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો” આ નવ તત્ત્વો જ્યારે નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી ઉત્પન્ન થાય છે ત્યારે આત્મા તેનો નૈમિત્તિકનો કર્તા બની જાય છે તેવું વસ્તુનું સ્વરૂપ નથી. એ નિમિત્તનૈમિત્તિક સંબંધ થોડા ટાઈમ માટે છે. ક્ષણિક ઉપાદાનમાં આવતાં નૈમિત્તિક સંબંધ જાય છે, અને ત્રિકાળી ઉપાદાનમાં આવતાં અનુભવ થાય છે.
(૧) ક્ષણિક ઉપાદાન નિમિત્ત-નૈમિત્તિકનો નિષેધ કરે છે.
(૨) ત્રિકાળી ઉપાદાન જ્ઞાતા-શયનો નિષેધ કરે છે (પરશેયનો). ક્ષણિક ઉપાદાન મારા જ્ઞાનનું જ્ઞય નથી. ગાથા બહુ ઊંચી છે-માર્મિક છે. સમજાય એવું છે ન સમજાય એવું નથી.
આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે. આપણા ગુરુદેવ સમજાવી ગયા. “તમે બધા ભગવાન છો અને બધા ભગવાન થાઓ.” ભગવાન કહેનારો તો એક પુરુષ મળ્યો. બાકી તો તમે પામર છો ને, અજ્ઞાની છો ને; મિથ્યાદષ્ટિ છો ને! વળી કોઈ કહે–આ ક્રિયા કરો ને, દાન કરીને, તપ કરોને; પણ આત્માનું જ્ઞાન કરો તેમ કહેનારો આ એક પુરુષ મળ્યો. તેણે કહ્યું-પ્રથમ આત્માને જાણ ! પહેલાંમાં પહેલું એને જાણવું-સીધું જાણવું? કહું–હા અંગૂઠા છાપ હોયને તોપણ !? ક–હા. તેમાં ભણતરની શું કિંમત છે. ભાવેન્દ્રિયના સહારે અનુભવ થતો નથી. કેમકે ભાવઈન્દ્રિય જડ-અચેતન છે. નિમિત્ત-નૈમિત્તિક વ્યવહારથી કહેવામાં આવે છે-અને તેની દૃષ્ટિથી મિથ્યાત્વ થાય છે.
“આ નવ તત્વો-જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુષ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૮૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
બંધ અને મોક્ષ છે.” જૂનાં કર્મનો સદભાવ અને જૂનાં કર્મનો અભાવ તેના નિમિત્તે નવનાં ભેદો પર્યાયમાં ઉત્પન્ન થતાં હતાં. હવે તે નિમિત્તનું લક્ષ છોડે છે, નૈમિત્તિકનું લક્ષ છોડે છે. (નવ) તે તો થવા યોગ્ય થાય છે તેમ જાણીને અંદરમાં ચાલ્યો જાય છે.
તેમનામાં એકપણે પ્રગટ કરનાર”, આ નવ તો અનેક હતા. પર્યાયધર્મથી જીવ અનેકપણે દેખાતો હતો. આ પાપી છે, આ પુણ્યવાળો છે, આ ચોથાગુણસ્થાનવાળો, પાંચમા, છઠ્ઠી, ગુણસ્થાનવાળો દેખાતો હતો. આહા..હા! આ ગુણસ્થાનોનો આત્મામાં અભાવ છે. એટલે ગુણસ્થાનની પર્યાયનો આત્મા કર્તા નથી એ ગુણસ્થાન પરદ્રવ્ય છે માટે આત્મા તેનો જ્ઞાતા થતો નથી. (ગુણસ્થાન) એનાથી ભિન્ન જ્ઞાયકનો જ્ઞાતા થઈ ને અનુભવ કરી લ્ય છે. તેમનામાં એકપણું એટલે કે” –નવના ભેદો જે છે તેમાં અવયરૂપે એક રહેલો છે.
જેમ કે સોનું છે, સોનાના નવઘાટ થયા હોય; નવઘાટ ભલે થાય; પરિણામ ભલે ફર્યા; પરિણામ એકરૂપ નથી. પરિણામ ચિત્ર-વિચિત્ર છે પણ તેની અંદર અન્વયરૂપ સોનું તો કાયમી છે. સોનીની દૃષ્ટિ તો સોના ઉપર છે. અને ગ્રાહકની દષ્ટિ તો પર્યાય ઉપર પડી છે. આ ઘાટ સારોને આ ઘાટ ખરાબ તેમ ઈષ્ટ-અનિષ્ટની કલ્પના કરે છે.
- અહીં કહે છે- “તેમનામાં એકપણું પ્રગટ કરનાર' એટલે અનેકને જાણે-નવના ભેદને જાણે તો ઈન્દ્રિયજ્ઞાન છે–તે આત્મજ્ઞાન નથી. નવ આત્મજ્ઞાનનો વિષય નથી. વ્યવહારની જેટલી વાત છે તે આડીઅવળી વાત છે. વિપરીત અને આડી-અવળી વાતનું તે પ્રતિપાદન કરે છે, તે વ્યવહારનયને અસત્ય જાણીને, નિશ્ચયનયના કથનને સત્યજાણી ને અપનાવી લે. નવ તત્ત્વોને આત્મા જાણતો નથી ને આત્માનું જ્ઞાનેય જાણતું નથી. નવ તત્ત્વને જાણનાર જ્ઞાન બીજું છે. મારું જ્ઞાન તેને ન જાણે. મારું જ્ઞાન મને જાણે છે અને નવના ભેદને ઈન્દ્રિયજ્ઞાન જાણે છે-હું તેને જાણતો નથી.
લગ્ન હોય ને ત્યારે મીઠાઈ મળે બાકી રોટલા તો રોજ મળતા હોય છે. તેમ અત્યારે આ અવસર છે. સમયસારની અગિયારમી ગાથામાં એમ કહ્યું કે-ભૂતાર્થનયથી તું દ્રવ્યને જાણ; અને અહીંયા એ જ પુરુષ કહે છે-ભૂતાર્થનયથી તું નવ તત્ત્વને જાણ. સાહેબ! નવ તત્ત્વ તો વ્યવહારનયનો વિષય છે ને !? એકાંતે તે વ્યવહારનયનો વિષય નથી, નિશ્ચયનયનો વિષય પણ છે. આ વાત તને મળી નથી.
નવ તત્ત્વને તું વ્યવહારનયથી જાણી રહ્યા છો, હું તને કહું છું કે તેને તું હવે નિશ્ચયનયથી જાણ. પર્યાયને નિશ્ચયનયથી કેમ જાણવી? પર્યાય થવા યોગ્ય થાય છે તેનું કારણ આત્મા પણ નથી અને પર પણ નથી તેમ નિરપેક્ષ જાણ. સાપેક્ષ તો જાણ્યું કેઆનાથી આ થાય ને, આનાથી આ થાય. આ હોય તો આ થાય ને આ હોય તો આ થાય.
કુંભાર હોય તો ઘડો થાય! કહેના, એ તો નિમિત્ત છે-કુંભારતો ભિન્ન દ્રવ્ય છે. કુંભારથી તો ન થાય પણ માટીથી જ થાય. હવે માટીથી જ થાય–તેમાં “ જ' કાઢી નાખ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
પ્રવચન નં. ૧૭ માટીથી થાય અને માટીથી ન થાય-ઘડો ઘડાથી જ થાય. માટીથી “જ' થાય તેમાંથી “જ' કાઢી નાખજે. જો માટીથી જ થાય તો ઘડા બધા સરખા થવા જોઈએ. કોઈ આડા અવળા થાય નહીં. કોઈ ઘડાનો કે અન્ય વાસણનો એક સરખો ઘાટ જોવામાં આવતો નથી. માટે પરિણામ સત્-અહેતુક છે. કુંભારથી ન થાય અને માટીથી પણ ન થાય.
તેમ ભગવાન આત્માથી સમ્યકદર્શન ન થાય, અને દર્શનમોહના ક્ષયથી પણ ન થાય. સમ્યકદર્શન એના થવા કાળે થાય છે, ત્યારે તેનું લક્ષ આત્મા ઉપર હોય છે તો આત્માથી સમ્યકદર્શન થયું તેમ ઉપચાર કરવામાં આવે છે. અનુપચારે તો પર્યાયનો કર્તા પર્યાય છેપર્યાય તેના પારકથી થાય છે. ઉત્પાદ પૂર્વ પર્યાયની પણ અપેક્ષા નથી તેમજ ઉત્પાદને ધ્રુવની પણ અપેક્ષા નથી. ઉત્પા–ઉત્પાથી છે, વ્યય-વ્યયથી છે, અને ધ્રુવ-ધ્રુવથી છે. હવે આવી વાત આવે એટલે વ્યવહારના પક્ષવાળાને એમ થાય કે એકલી નિશ્ચયની વાત આવે છે. આવી સૂક્ષ્મવાત કોણ સમજશે? ' અરે! ભગવાન આત્મા ન જાણે !? સંજ્ઞી પંચેન્દ્રિય ન જાણે? કોઈ નહીં જાણે (સમજે) એટલે તેરમી ગાથા લખી છે. કુંદકુંદ ભગવાનને ખબર હતી કે-આ વાતને જાણશે ને અપનાવશે. અહીં અત્યારે સંખ્યાની વાત નથી. સંખ્યા થોડી-ઝાઝી હોય તેની વાત નથી.
કુંદકુંદ ભગવાનને ખબર છે કે મારી વાત સાંભળશે. અને તેને જ અપનાવશે તેનું કામ થઈ જશે-માટે લખી છે. કોઈ નહીં સમજે માટે લખી છે? આ લખાણ આવ્યું છે તેનો અર્થ એ છે કે-ઘણાં જીવોનું કામ થવાનું હોય ત્યારે લખાણ આવે છે, તે વિના શાસ્ત્ર લખાતા નથી. જ્ઞાનીનો જન્મ થાય છે તો તે ઘણાં જીવો માટે થાય છે-તે એક બે જીવો માટે અહીંયા ધક્કો ખાય નહીં.
આહાહા ! કુંભારથી તો ઘડો ન થાય, પણ માટીથી “જથાય; તેમાં હવે “જ' કાઢી નાખ. અરે! “જ' કાઢી નાખું તો કુંભારથી જ થઈ જશે. અહીં કુંભારથી થાય છે તે વાત તો છે જ નહીં. કુંભાર તો અત્યંત ભિન્ન છે-બે દ્રવ્યની ભિન્નતા છે તેથી (કુંભાર-માટી) વચ્ચે કર્તા-કર્મ સંબંધ હોઈ શકે નહીં. માટી અને ઘડા વચ્ચે કર્તા-કર્મનો જે વ્યવહાર છે તે અભૂતાર્થ છે. માટી કર્તા છે અને ઘટની પર્યાય કર્મ છે એવો જે અંદરનો વ્યવહાર છે તે વ્યવહાર અભૂતાર્થ છે.
જો માટીથી ઘડો થતો હોય તો; ઘડા જ થયા કરે, પછી સંકોરું ન થાય. છ એ દ્રવ્યના પરિણામ થવા યોગ્ય થયા કરે છે એમ સર્વજ્ઞ ભગવાને જાણ્યું છે. તેની પરંપરામાં આચાર્ય ભગવાને જાણું અને પછી શાસ્ત્ર લખ્યાં છે. “થવા યોગ્ય થાય છે ' તે –મહા સિદ્ધાંત છે.
“ભૂતાર્થ' નો અર્થ કરે છે કે બધું થવા યોગ્ય થાય છે. મારાથી થતું નથી તો પછી પરથી તો ક્યાંથી થાય. હજુ તો પેલાએ આમ કહ્યું માટે ક્રોધ આવ્યો તેમ માને છે. બીજાના કહેવાથી ક્રોધ આવતો નથી. તેમજ બીજાના ઉપદેશથી સમ્યકદર્શન પણ થતું નથી. તે (શ્રીગુરુ) તો નિમિત્તમાત્ર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૮૯ પ્રશ્ન- તમે બધો વ્યવહાર કાઢી નાખશો તો...?
ઉત્તર- બધો વ્યવહાર કાઢી નાખશે તો પરમાત્મા થઈ જશે, તેમાં તને વાંધો શું છે. તેમાં તને વાંધો શું આવ્યો? વ્યવહારનય કહે છે-તેવું તો તારું સ્વરૂપ છે નહીં. હા, વ્યવહારનય કહે છે તેવું તારું સ્વરૂપ હોય અને અમે તારો નિષેધ કરતા હોઈએ તો તો તને દુઃખ થાય. વ્યવહારનય કહે છે કે-આ શરીર છે તે આત્મા છે, પણ તે વાત ખોટી છે. અમે કહીએ છીએ કે વ્યવહારનય કહે છે તે ખોટી વાત છે તેમાં તને નુકશાન શું છે!?
વ્યવહારનય કહે છે-આત્મા કર્મથી બંધાણો છે. અમે કહીએ છીએ બંધાણો નથી, તને આમાં લાભ છે, નુકશાન નથી. વ્યવહારના પક્ષે ચડીને મરી ગયો, પણ અનુભવ થયો નહીં. અને નિશ્ચયના પક્ષમાં આવતાં કો'ક ને અંતર્મુહૂર્તમાં અને કો'કને મહિના બે મહિનામાં અનુભવ થાય થાય ને થાય જ. વર્ષો તો થાય જ નહીં. દિવસો થાય કાં તો થોડા મહિનાઓ થાય. છ મહિનાની અંદર, તેને સાતમો મહિનો ન થાય. આવી અપૂર્વ વાતો શાસ્ત્રમાં આપણા માટે આવી ગઈ છે. આ આપણા ઉપર ધર્મપિતાના પત્રો આવ્યા છે. તેમાં ઉપર આપણું નામ લખ્યું છે. જે વાંચ-સ્વાધ્યાય કરે તેનું નામ આમાં લખેલું છે.
“તેમનામાં એકપણું પ્રગટ કરનાર”, અનેક પર્યાયને જોવાનું બંધ કરી દે. કરવાનું બંધ કરી દે! પહેલાં કરતો હતો અને હવે કરવાનું છોડું છું એમ નથી. પહેલાં પણ કરતો નહોતો. પહેલાં પણ થવા યોગ્ય પરિણામ થયાં હતાં. પરિણામને હું કરું છું તેવી મિથ્યા માન્યતા કરતો હતો. હવે તે મિથ્યા માન્યતા છોડી દે. પરિણામ તો થવા યોગ્ય થયા કરે છે અને પછી તેને જાણવાનું બંધ કરી દે.
જાણવાનું બંધ ક્યારે થાય? જાણનારને જાણે ત્યારે જાણવાનું બંધ થાય. આ પર્યાય છે તેને મારે જાણવી નથી, તેમ જાણવાનું બંધ નહીં થાય. આહા..હા ! પરિણામથી ભિન્ન સામાન્ય ચિદાનંદ આત્મા ઉપર દષ્ટિ પડતાં, પરિણામ જ્ઞાનનું શેય નહીં થાય. દ્રવ્ય સામાન્ય અભેદપણે જ્ઞાનનું શય થઈ જશે. -અંદર ભેદ રહેશે નહીં.
“તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરી, શુદ્ધનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ” શુદ્ધનય એટલે અંતર્મુખ થયેલું જે જ્ઞાન, જે જ્ઞાનનો વિષય એકલો શુદ્ધાત્મા છે; પર્યાય જ્ઞાનનો વિષય થતી જ નથી તો પછી પર તો વિષય ક્યાંથી થાય. શુદ્ધનય-અંતર્મુખી એવું જે જ્ઞાન; આહા..હા ! એ અંતર્મુખી જ્ઞાનથી આત્મા જણાય છે, પછી પ્રત્યક્ષ થઈ જાય છે.
- જ્ઞાનની પર્યાય એક છે, તેમાં બે ભાગ છે. એક ભાગ અનાદિથી ઈન્દ્રિયજ્ઞાન રૂપે પ્રગટ થઈ રહ્યો છે-અને પરને પ્રસિદ્ધ કરી રહ્યો છે. એક અંશ આત્માને પ્રસિદ્ધ કરતો પ્રગટ થાય છે. તેનું નામ એ કે-બાળ-ગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. (જે અનુભવમાં આત્મા) આવે છે તે આ અંશમાં અનુભવમાં આવે છે. ઈન્દ્રિયજ્ઞાન પરાડ઼મુખ છે તેથી તેમાં આત્મા જણાતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૯૦
પ્રવચન નં. ૧૭
અંતર્મુખ થયેલું જે જ્ઞાન આત્માને જાણે છે. એટલે કે શુદ્ઘનય વડે આવા આત્માની અનુભૂતિ થાય છે. શ્રીમજીમાં ત્રણ શબ્દો આવે છે- ‘અનુભવ, લક્ષ, પ્રતીત.' અનુભવ એટલે ચારિત્ર, લક્ષ એટલે જ્ઞાન, પ્રતીત એટલે શ્રદ્ધા.
હવે કહે છે– “ આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે તેની પ્રાપ્તિ હોય છે.” આત્મખ્યાતિ એટલે આત્માની પ્રસિદ્ધિ. જે જ્ઞાનમાં રાગની પ્રસિદ્ધિ થતી હતી; રાગની પ્રસિદ્ધિ તે પરની પ્રસિદ્ધિ હતી, તે જ્ઞાનનો વ્યાપાર ત્યાં બંધ થઈ જાય છે તે જ્ઞાન અંતર્મુખ થતું નથી. રાગને જાણનારું, સાચા દેવ-ગુરુ-શાસ્ત્રને જાણનારું. જ્ઞાન, સમયસારની તેરમી ગાથાને જાણનારો જ્ઞાનનો વ્યાપાર ક્ષણભર માટે બંધ થઈ જાય છે. એ વ્યાપાર બંધ કેમ થાય ? કે–હું પ૨ને જાણતો જ નથી; તેવો પ્રબળ અંદરથી નિષેધ આવે છે. પ્રબળ નિષેધ આવે કે હું ૫૨ને જાણતો જ નથી, ત્યાં તો એ ઈન્દ્રિયજ્ઞાન શિથિલ થઈને...,શિથિલ થતું..થતું...તે ઉપયોગનો વ્યાપાર બંધ થઈ જાય છે-લબ્ધરૂપ થઈ જાય છે. ત્યારે અંદરમાં જે ઉપયોગમાં ઉપયોગ હતો, એ જ ઉપયોગ અતીન્દ્રિયજ્ઞાનરૂપે પરિણમી જાય છે. જે ઉપયોગમાં ઉપયોગ જણાતો હતો પરોક્ષપણે તે શુદ્ધોપયોગ થઈને પ્રત્યક્ષ થઈ જાય છે.
આહા...હા ! ઉપયોગમાં ઉપયોગ તો જણાતો હતો બધાને. બાળ-ગોપાળ સૌને જણાય છે. પણ તેને આ જણાય, આ જણાય, આ જણાય...એવો એને અજ્ઞાનથી વિશ્વાસ આવ્યો છે. જ્ઞાનીનો યોગ નહીં અને તેની યોગ્યતા નહીં. શુદ્ધનયનો ઉપદેશ વિરલ છે. નિશ્ચયનયનો ઉપદેશ મળવો કઠણ છે. આ સમયસારમાં લખ્યું છે હોં! ! ગુરુદેવે પણ કહ્યું છે-શુદ્ધાત્માનું જે મૂળ સ્વરૂપ છે તેનો ઉપદેશ મળવો વિરલ છે.
જીવ રાગને કરે, કર્મને બાંધે, પાછો કર્મનો ઉદય આવે, તે કર્મમાં જોડાય પાછો રાગ દ્વેષ કરે તેનું ફળ દુ:ખ ભોગવે. એવો અજ્ઞાનમય વ્યવહારનો ઉપદેશ કહેનારા ઘણાં છે. આ બધાથી ભિન્ન પરમાત્મા છે તેનું લક્ષ કર તો તને અનુભવ થશે એવો ઉપદેશ તો ક્યાંકક્યાંક છે.
શુદ્ઘનયનો વિરલ ઉપદેશ સોનગઢના એરિયામાં છે. આ કુંદકુંદભગવાનનો એરિયા છે.
આપણો જન્મ ક્યાં થયો છે!? આપણો જન્મ સોનગઢમાં થયો છે. આપણો જન્મ આપણા
ગામમાં થયો નથી. કેમકે આ શુદ્ધાત્માની વાત આપણને ત્યાંથી મળી છે-એટલે સોનગઢ આપણી જન્મભૂમિ છે.
ભાઈ! પંચમકાળના જીવોની યોગ્યતા એવી હોય છે...પ્રભુ! કોઈને આદર ન કરતો કાંઈ નહીં, પણ કોઈનો તિરસ્કાર ન કર; બધા આત્મા ભગવાન છે. આપણને ગુરુદેવ કહી ગયા છે કે તિરસ્કાર કોઈનો કરીશ નહીં.
એક વખતનો બનેલો બનાવ કહું છું. ગુરુદેવશ્રીના શ્રીમુખેથી કાનોકાન સાંભળેલી વાત છે. વાયા..વાયા નહીં. ગુરુદેવે હજુ સ્થાનકવાસીમાં દિક્ષા નહોતી લીધી. તેઓ હજુ ગુરુની શોધમાં હતા. એકવાર અમરેલી ગયેલા, ત્યાં સાધુ-સાધ્વીઓ હોય; ચોમાસું તેઓનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૧
આત્મજ્યોતિ
ત્યાં હતું તો બહારગામથી જે શ્રાવકો તેમને સાંભળવા આવ્યા હોય તેને સારી રીતે જમાડે... માનથી ઉતારે..
વિગેરે. ત્યારે ગુરુદેવની નાની ઊંમર. બધા જમવા લાઈનમાં બેઠા હતા, ત્યાં પ્રેમચંદભાઈ ખારા પોતે પીરસવા નીકળ્યા. જ્યાં ગુરુદેવના ભાણા પાસે આવ્યા, ત્યાં એમની વાણી નીકળી, કે-આ મુમુક્ષુઓમાં કોઈ તીર્થંકર પણ હોય એમ કહીને ગુરુદેવની થાળીમાં પીરસ્યું. આ વાત ખાનગી નથી. ગુરુદેવે બધાને કહેલી વાત છે. આવો બનાવ બની ગયો.
ગુરુદેવને ત્યારે તો નહોતી ખબર-(કે-હું તીર્થકર થઈશ) પણ પછી આવ્યું. પછી જ્યારે આવ્યું ત્યારે આ વાતનું અનુસંધાન આવે કે નહીં ? આવે...આવે. અરે ! અજ્ઞાની પણ જાણતો ન હોય તેવી સમ્યક (સાચી) વાણી આવી જાય છે. કોઈ વખતે અંદરથી એવી જ્ઞાનની સ્કૂરણા આવી જાય છે. કષાયની મંદતાનો એવો પ્રકાર ભજી જાય તો અજ્ઞાનીના જ્ઞાનમાં પણ આવી ફૂરણા આવીને....વાણી નીકળી જાય.
મારો કહેવાનો આશય એ છે કે-કોઈ જીવનું તું મન દુભાવીશમાં, કોઈનો તિરસ્કાર કરીશમાં. કોઈ જીવ (ભવિષ્યનો) સામાન્ય કેવળી હોય, કોઈ તીર્થકર હોય, કોઈ ગણધર હોય, કોઈ ચક્રવર્તી હોય, કોઈ ત્રેસઠ સલાકા પુરુષોમાંના હોય, ક્રમે કરીને મોક્ષ જનારા હોય, તેથી કોઈ જીવનો તિરસ્કાર કરીશ નહીં. તેની પર્યાયને જોઈશ નહીં. તેના આત્માને જોજે. બધા ભગવાન આત્મા છે તો તેને તેના પ્રત્યે દ્વેષ નહીં થાય.
મારો કહેવાનો મતલબ એ છે કે-કોઈની ઈર્ષા કરીશ નહીં. તેમાં તારી ઈર્ષા થઈ જશે. એમાં બીજાને તો લાગતું-વળગતું નથી. તે બેઠો-બેઠો વિકલ્પ કર્યા કરે..તો તને કર્મ બંધ થશે. તું જેનો વિચાર કરે છે તે ક્યાં તારી વાત સાંભળે છે. તે તો લંડનમાં કે અમેરીકામાં બેઠો હોય-તું તેની ટીકા-ઈર્ષા કર્યા કરે છે. તેને ક્યાં ખબર છે કે આ મારી ઈર્ષા કરે છે-તે તો બેઠો-બેઠો સ્વાધ્યાય કરતો હોય. આ અહીંયા કષાય કરતો હોય; તેનાં ફળ માઠા આવશે. પરિણામ છોડશે નહીં.
અષ્ટપાહુડમાં આવે છે કે “પરિણામે બંધ અને પરિણામે મોક્ષ.” ઘણાં વર્ષો પહેલાં હું વડવા ગયેલો. ત્યાં પોપટભાઈ રહેતા હતા ત્યાં મોટા અક્ષરે શ્રીમદ્જીનું વાક્ય લખ્યું હતું.
પરિણામે બંધ અને પરિણામે મોક્ષ.” જેવાં પરિણામ તેવું ફળ આવે. ચારગતિના પરિણામ કરે તો ચારગતિ મળે. આત્માના પરિણામ કરે તો મોક્ષગતિ-પંચમગતિ પ્રાપ્ત થાય; પરિણામનું ફળ આવે..આવે ને..આવે.
એ પરિણામને સુધારવાની રીત પણ જુદી છે. પરિણામના લક્ષને પરિણામ સુધારતા નથી. એને સુધારવાની રીત એ છે કે-હું તો જાણનાર છું, આ પરિણામનો કરનાર પણ નથી–તેમાં પરિણામ સુધાર્યા વિના સુધરી જાય છે. કર્તબુદ્ધિ આવે નહીં અને પરિણામ સુધરી જાય. પરિણામને સુધારો ! શું પરિણામના લક્ષે પરિણામ સુધરે? તે તો પ્રાયઃ બમણા (ખરાબ) થાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૨
પ્રવચન નં. ૧૭ “આત્માની અનુભૂતિ-તેનું નામ આત્મખ્યાતિ તેની પ્રાપ્તિ હોય છે. શુદ્ધનયથી નવ તત્ત્વને જાણવા એટલે-પર્યાયને તું નિરપેક્ષ જાણ; મારાથી થાય છે તે શલ્ય કાઢી નાખ.
(૧) પરિણામ મારા કર્યા વિના થયા કરે છે, અને પરિણામ મારા જાણ્યા વિના જણાયા કરે છે.
(૨) અંદરમાં જતાં પરિણામી મારા જાણ્યા વિના જણાયા કરે છે.
બહારમાં પરિણામ જાણ્યા વિના જણાયા કરે છે. અંદરમાં જાય તો પરિણામી ઉપર લક્ષ નથી–શય ઉપર લક્ષ નથી. પરિણામી જ્ઞય છે, અપરિણામી ધ્યેય છે. ધ્યેયના લક્ષ પરિણામીનું જ્ઞાન પરિણામીના લક્ષ વગર હેજે થઈ જાય છે જેમ દર્પણમાં સ્વચ્છતા હોય તેમ જ્ઞાન દર્પણમાં છે.
ચાર-પાંચ દિવસ થયા આપણે “થવા યોગ્ય” ઉપરથી લેતાં હતાં. હવે આ પાઠ પ્રમાણે આવ્યું. “ત્યાં વિકારી થવા યોગ્ય”, આત્મા વિકાર કરે તો થાય છે, પુણ્ય-પાપના પરિણામ કરે છે આત્મા, તો થાય છે. જો પુણ્ય-પાપનું કર્તાપણું ઉડાડશો તો ચારગતિ સિદ્ધ નહીં થાય? અમારે ચારગતિ સિદ્ધ કરવી જ નથી–આત્મા પુણ્ય-પાપનો કર્તા નથી તો એ કહેવું છે. અજ્ઞાની કહે છે તેવું જ્ઞાનીનું વચન ન હોય. અજ્ઞાની માને છે કે પુણ્ય-પાપને આત્મા કરે છે. જ્ઞાની કહે છે-આત્મજ્ઞાનને પણ આત્મા કથંચિત કરે છે લે! સર્વથા આત્મજ્ઞાનને પણ ન કરે લે ! તેં આ નિરપેક્ષ તત્ત્વની વાત સાંભળી નથી. પ્રેમચંદજી!
(શ્રોતા-આપનું અફર ફરમાન છે કે અંદર જતાં પરિણામ જાણ્યા વિના જણાય જાય છે.) (ઉત્તર) પરિણામ પર લક્ષ નથી અને પરિણામી ઉપર પણ લક્ષ નથી; અને અપરિણામીનું લક્ષ છૂટતું નથી. નિર્વિકલ્પ ધ્યાન હોય કે સવિકલ્પ જ્ઞાન હોય. આ...હા...હા ! શાયકનું લક્ષ છૂટતું જ નથી.
ત્યાં વિકારી થવા યોગ્ય' આ પુણ્ય-પાપ, કષાયના પરિણામ છે ને તે થવા યોગ્ય થાય છે. કર્મના ઉદયથી પણ થતા નથી કેમકે કર્મનો ઉદય સર્વથા ભિન્ન છે. જ્યારે આ પરિણામ તો તેની પર્યાયમાં થાય છે તો પણ આત્મા તેનો કર્તા થતો નથી. કષાયની મંદતા તેને પુણ્ય તત્ત્વ કહેવાય. કષાયની તીવ્રતા તેને પાપ તત્ત્વ કહેવાય. બે પ્રકાર છે-એક ભાવ પુણ્ય અને એક દ્રવ્ય પુણ્ય. ભાવ પાપ અને દ્રવ્ય પાપ. એક બહિર્મુખ પર્યાયમાં-ક્ષણિક અશુદ્ધ ઉપાદાનમાં પુણ્ય-પાપ થાય અને તેમાં કરનાર એટલે નિમિત્તમાત્ર જડકર્મનો ઉદય છે. નિમિત્ત હોય તો અહીંયા નૈમિત્તિક થઈ જશે-ક્ષણિક ઉપાદાન રહેશે નહીં. ઝીણી વાત છે જરા.
કહ્યું? (જડકર્મને) નિમિત્ત સ્થાપીશ તો તો પર્યાય સાપેક્ષ થઈ ગઈ. અનંતકાળથી તેમ તો જોયું છે. કર્મના ઉદયની અપેક્ષા વિના પુણ્યને પાપના પરિણામ થવા યોગ્ય થાય છે તેનો હું કર્તા નથી અને તે કર્મથી પણ થતા નથી. કર્મથી થાય તો પરિણામ પરાધીન થઈ ગયા. અને આત્મા કરતો હોય તો નિત્યકર્તાપણાનો દોષ આવી જાય. એક સમયમાં થવાયોગ્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૯૩ થાય છે, બીજે સમયે પરિણામ પલટી જાય છે.
ન્યાય-જો આત્મા પુણ્યના પરિણામને કરે તો પુણ્યના જ પરિણામ થયા કરે. અને પાપના પરિણામનો જ કર્તા હોય તો પાપના જ પરિણામ થયા કરે-તો પછી પાપ પલટીને પુણ્ય આવે નહીં, પુણ્ય પલટીને પાપ થાય નહીં. આ તો લોજીકથી વાત છે.
તે મંદિરે બેઠો છે, ભાવથી ભગવાનની પૂજા કરે છે; પૂજા કરતાં...કરતાં દુકાને જાવું છે,...પેલાને કાગળ લખવો છે તેમ વિચાર આવી જાય. આ તો દષ્ટાંત. એમ આ સ્વાધ્યાય કરવાનો શુભભાવ છે-તે શુભ ભાવનો આત્મા કર્તા હોય તો શુભભાવ થયા જ કરે, અહીં બેઠાં-બેઠાં દુકાનનો (પાપનો) વિચાર આવે નહીં. ઘરમાં કોઈ બિમાર હોય તો તેના વિચાર આવી જાય છે-અહીંથી જઈને ડૉક્ટરને બોલાવવા જવાનું છે, સારવાર કરવાની છે.વગેરે પાપના પરિણામ છે.
થવા યોગ્ય પરિણામ થાય છે તેનો તું કરનાર નથી, હુઠી જા. તારી કર્તા બુદ્ધિ હઠાવી દઈશ તો પણ પરિણામ તો થયા જ કરશે. કર્તા બુદ્ધિ છૂટી જશે પણ પરિણામ પરિણામને કરવાનું નહીં છોડે થોડો ટાઈમ.
શું કહ્યું? ખ્યાલ આવે છે કાંઈ? પરિણામની કર્તા બુદ્ધિ છૂટી જાય છે પણ પુણ્ય-પાપના પરિણામ તો થયા કરે છે. જે સમયે અકર્તા દષ્ટિમાં આવ્યો તો દ્રવ્યદષ્ટિ થઈ અને અનુભવ થયો તે વખતે પુણ્યના પરિણામ બુદ્ધિપૂર્વક ઉત્પન્ન થતાં નથી. સવિકલ્પ દશા વખતે પુણ્યપાપના પરિણામ ઉત્પન્ન થયા કરે છે અને આત્મા અકર્તા રહ્યા કરે છે. પુણ્ય-પાપના પરિણામનો અભાવ થયો તેનું નામ અકર્તા નથી. અભાવ થયો તો અકર્તા કહેવાય તેમ છે નહીં. પુણ્ય-પાપના પરિણામ યોગ્યતાનુસાર થોડો ટાઈમ થશે. લાંબો ટાઈમ તો હવે પુણ્યપાપના પરિણામ થવાના નથી. મતિશ્રુતના પરિણામ પણ થોડો ટાઈમ રહેવાના છે, પછી મતિશ્રુતનો અભાવ થઈને કેવળજ્ઞાન થવાનું છે તો પુણ્ય-પાપના પરિણામ તો ઝાઝો ટાઈમ ક્યાંથી રહે. સાતમું આવશે ત્યારે બુદ્ધિપૂર્વક ચાલ્યા જશે, શ્રેણી આવી ક્ષય થઈ જશે પછી પરમાત્મા થશે પરિણામનું અસ્તિત્વ છે માટે આત્મા કર્તા છે તેમ નથી.
આ હાથ-પગ હલે છે માટે આત્મા કર્તા થઈ જાય છે તેમ નથી. ભાષા નીકળે છે માટે તે શબ્દનો આત્મા કર્તા થાય છે એમ નથી. ભાષાની કર્તબુદ્ધિ છૂટી, હાથની કર્તાબુદ્ધિ છૂટી, અનુભવ થયો, પછી હાથ તો હુલ્યા કરે, ભાષા નીકળ્યા કરે, જમતી વખતે રોટલીના ટૂકડા થયા કરે છે તેમ જાણે છે-હું કરું છું તેમ જાણતો નથી.
પર પદાર્થની જ્ઞાતાબુદ્ધિ તેને છૂટી અને સાક્ષાત જ્ઞાતા થયો, હવે પ્રતિમાના દર્શન કરવાનો ભાવ તેને આવ્યો છું! તો ઈન્દ્રિયજ્ઞાનનો ક્ષય થયો નથી. અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય ત્યારે ઈન્દ્રિયજ્ઞાનનો ક્ષય થાય એમ છે નહીં. ક્ષય થતાં થોડો ટાઈમ લાગે છે. સ્વરૂપમાં લીન થતાં ચારિત્ર અને પછી યથાખ્યાત ચારિત્ર થતાં કષાય જાય અને કેવળજ્ઞાન થાય ત્યારે ઈન્દ્રિયજ્ઞાનનો અભાવ થાય છે. દ્રવ્યઈન્દ્રિય રહી જાય છે. દ્રવ્ય ઈન્દ્રિય મોજુદ હોવા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૯૪
પ્રવચન નં. ૧૮
છતાં તે ભાવઈન્દ્રિયનું કારણ નથી. જો દ્રવ્યઈન્દ્રિય કારણ હોય તો કેવળીને પણ ભાવઈન્દ્રિય હોવી જોઈએ. કેવળીને ભાવમન ગયું છે દ્રવ્યમન રહી ગયું. દ્રવ્યમનના આશ્રયે ભાવમન નથી થતું ભાવમન નિરપેક્ષ થાય ત્યારે દ્રવ્ય મનને નિમિત્તમાત્ર કહેવામાં આવે છે. આ પાઠ ચાલે છે ને-પરિણામને તું ભૂતાર્થનયથી જો; નિરપેક્ષ જો–સાપેક્ષ ન જો.
ભાવ પુણ્ય એટલે વિકારી પર્યાય અને દ્રવ્ય પુણ્ય એટલે નિમિત્ત જૂનાં કર્મ. નવે તત્ત્વમાં જૂનાં કર્મ નિમિત્ત છે. નિમિત્ત નથી પણ નિમિત્તમાત્ર છે. નિમિત્ત કહેશો તો નૈમિત્તિક થાય; તો ક્ષણિક ઉપાદાન રહેતું નથી. આહા...હા ! અહીં તો ક્ષણિક ઉપાદાનને સિદ્ધ કરવું છે. દ્રવ્યકર્મ સંયોગમાં હજુ છે પણ તેનાથી પુણ્ય-પાપ થતા નથી માટે તેને નિમિત્તમાત્ર કહેવાય. કુંભારનો દાખલો આપીએ તો ખ્યાલ આવે.
કુંભાર પહેલાં મિથ્યાદષ્ટિ હતો અને હું ઘડાને કરું છું તેવું અહમ હતું-તેવી ઈચ્છા હતી. હવે તેને શ્રીગુરુનો ઉપદેશ મળ્યો તો કુંભાર સમ્યક્દષ્ટ થઈ ગયો. તેનો વ્યવસાય તો રહી ગયો. વ્યવસાયનો અભાવ નથી થતો તથા પ્રકારનો વ્યવસાય તો ચાલુ છે. ઘડાની પર્યાયમાં નિમિત્ત કોણ થાય છે કે-કર્તબુદ્ધિવાળો થાય છે. ખ્યાલ રાખજો કે-જેની કર્તૃત્વબુદ્ધિ છે તે કર્મના બંધમાં નિમિત્ત થાય છે. કેમકે તે પર્યાયનો હું કર્તા છું ત્યારે તે પર્યાય (બંધમાં) નિમિત્ત થાય. હવે પોતે જ્ઞાતા થઈ ગયો અને રાગ તો રહી ગયો તો હવે કર્મબંધમાં જ્ઞાની નિમિત્ત કર્તા થતો નથી-તે તો નિમિત્તમાત્ર છે.
તેમ કુંભારના સંયોગની હાજરીમાં ઘડાની પર્યાય ઘડાની પર્યાયને કરે છે. કુંભારની માત્ર હાજરી છે. કુંભારની હાજરીમાં ઉપાદાન કાર્ય કરે છે. કયા નિમિત્તની હાજરીમાં ઉપાદાને કામ કર્યું-એવાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કુંભાર નિમિત્તમાત્ર છે. જ્ઞાની કુંભાર હવે નિમિત્ત થતો નથી. કર્મબંધમાં અજ્ઞાન નિમિત્ત થાય. જ્ઞાનીને કર્મ બંધાય તો પણ તે નિમિત્ત થતો નથી-જ્ઞાની નિમિત્ત ન થાય. જો નિમિત્ત થાય તો સંસાર ઉભો રહે. હવે તે વ્યવહારે જ્ઞાતા થાય છે–ઘટ પર્યાયનો, નિશ્ચયે તો શાયકનો જ જ્ઞાતા છે.
આહાહા...થવા યોગ્ય કષાયની મંદતા અને તીવ્રતા એવાં પ્રકાર છે. ભાવપુણ્યને દ્રવ્યપુણ્ય. ભાવપાપ અને દ્રવ્યપાપ. બન્ને પ્રકારે એક જ સમયે બન્ને જગ્યાએ ભાવ થાય છે. ત્યાં જડકર્મમાં પાપના પરિણામનો અનુભાગ છે. અહીંયા પર્યાયની યોગ્યતામાં પાપના પરિણામ છે. અહીંયા પુણ્યના પરિણામ થાય છે ત્યારે ત્યાં પુણ્યના પરિણામનો આરોપ આવે છે. એવાં બન્નેમાં થનાર અને કરનારનો એક સમયમાં યોગ થાય છે તે નિમિત્તનૈમિત્તિક છે.
પ્રવચન નં - ૧૮
તા. ૫-૯-૯૧
આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે? અને શુદ્ધાત્માનો અનુભવ કેમ થાય ? તે બે વાતથી ભરેલું આ શાસ્ત્ર છે. તેમાં આ તેર નંબરની ગાથા ચાલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૯૫
છે. તેમાં ‘ત્યાં’ વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર' તે બોલ ચાલે છે. તેમાં એક ઉપાદાન છે અને એક નિમિત્ત છે.
થવા યોગ્ય શુભભાવ થયો છે. એ શુભભાવ થવાનો હતો તેનો અર્થ-શુભભાવ થવા યોગ્ય થયો છે. એનો સ્વકાળ હતો તો થયો છે. એ શુભભાવનો કરનાર સામે સંયોગ છે-તેને નિમિત્ત કહેવામાં આવે છે.
જેમકે દષ્ટાંત લઈએ તો વધારે ખ્યાલમાં આવે. જ્યારે તમે ભગવાનની પ્રતિમાની સામે જઈને ઉભા છો ત્યારે તમને જિનેન્દ્ર ભગવાન પ્રત્યે શુભભાવ આવે. હવે એ અરિહંતના પ્રતિમાજી એ શુભભાવના ઉપાદાન પણે તો કર્તા નથી. એ અરિહંત પરમાત્મા સાક્ષાત બિરાજે છે- ‘જિન પ્રતિમા જિન સારખી.' તેની સામે આપણે ઉભા છીએ, અહીંયા શુભભાવ થાય છે ત્યારે પ્રતિમાને નિમિત્તમાત્ર કહેવાય-તેને નિમિત્ત ન કહેવાય.
હવે અહીંયા શુભભાવ થયો અને તેમાં પ્રતિમાને નિમિત્ત માનશો તો-બે પ્રકારના દોષ આવ્યા. (૧) તમે અરિહંતની પ્રતિમાને વીતરાગી પ્રતિમા ન માની. જે રાગવાળો-ઇચ્છાવાળો પદાર્થ હોય તેને નિમિત્તકર્તા કહેવાય. જેનામાં રાગ ન હોય તેને નિમિત્ત કર્તા ન કહેવાય.
(૨) અહીં શુભભાવ તો થવા યોગ્ય થાય છે. પ્રતિમા સામે જોયું તેથી શુભભાવ થયો છે અને શુભભાવ થવામાં તે નિમિત્ત કર્તા છે (તેમ નથી) ક્ષણિક ઉપાદાને કાર્ય કર્યું છે અને પ્રતિમા તેમાં નિમિત્ત તેમ નથી. ક્યા સંયોગમાં શુભભાવ થયો-તેટલું જ્ઞાન કરવું તેને નિમિત્તનું જ્ઞાન કર્યું કહેવામાં આવે છે. કોઈ પણ કાર્ય ઉપાદાનમાં થાય તેમાં નિમિત્ત અકિંચિત્કર છે. સંયોગની હાજરી હોય તે વખતે કાર્ય તો પર્યાયમાં થવા યોગ્ય એની સ્વતંત્ર થવાની શક્તિથી થયું છે, તેમાં–શુભભાવમાં તે નિમિત્તે નથી.
પ્રતિમાના દર્શન કરતી વખતે બે ભાવ થયા. એક પ્રતિમાને જાણનારું ઈન્દ્રિયજ્ઞાન થયું અને એક શુભ રાગ થયો. એ શુભરાગ થવા યોગ્ય થાય છે અને તેને જાણનારું ઈન્દ્રિયજ્ઞાન પણ થવા યોગ્ય થાય છે. એ ઈન્દ્રિયજ્ઞાનમાં તથા શુભરાગમાં ભગવાનની પ્રતિમા નિમિત્ત નથી.
પરિણામ સ્વતંત્રપણે થવા યોગ્ય થાય તો અહીંયા કરનાર કેમ લખ્યું ? તો કહે છેઉપાદાને કયા સંયોગમાં કાર્ય કર્યું તેનું જ્ઞાન માત્ર કરાવ્યું છે. હવે જ્યાં સંયોગનું જ્ઞાન કરાવ્યું તો તેનાથી થાય છે તેવી વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે.
એમ અંદરમાં ચારિત્રમોહકર્મનો ઉદય લ્યો હવે. ચારિત્રમોહનો ઉદય એ વખતે એના કાળે એની સત્તામાં થાય છે. અહીં એ પ્રકારનો શુભરાગ થયો, તે અજ્ઞાનનું નિમિત્ત પામીને તેવો અનુભાગ કર્મમાં ભૂતકાળમાં બંધાણો હતો. હવે જ્યારે તે ઉદયમાં આવીને ખરે છે–ત્યારે કર્મનો ઉદય શુભભાવ કરાવતો તો નથી પણ શુભભાવમાં નિમિત્ત પણ થતો નથી. જો નિમિત્ત થાય તો નવો બંધ થઈને નિર્જરે-અને નિમિત્ત થયા વિના નિર્જરે તો નિર્જરી ગયું. નિમિત્ત અકિંચિત્કર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬
પ્રવચન નં. ૧૮
ય
જ્યારે શુભભાવ થાય છે ત્યારે બાહ્ય સંયોગ કેવા હોય છે? તો કહે છે–ચારિત્રમોહનો ઉદય તેને બહારમાં હોય છે. હવે તે ઉદયને જો નિમિત્તકર્તા માને તો એ પર્યાય નૈમિત્તિક થઈ જાય અને થવા યોગ્ય થાય છે-ક્ષણિક ઉપાદાનથી તો (કર્મનો ઉદય) નિમિત્તમાત્ર થઈને ખરી જાય.
પહેલાં નોકર્મનો દષ્ટાંત આપ્યો, અહીં કર્મનો દષ્ટાંત આપ્યો. જયસેન આચાર્ય ભગવાને સમયસારમાં ૧OO નંબરની ગાથામાં લીધું છે કે-જો ચારિત્રમોહના ઉદયથી રાગ થતો હોય તો કોઈ દિવસ રાગની-નિવૃત્તિ ન થાય. તો અજ્ઞાની એવી દલિલ કરે છે કે રાગ (ચારિત્ર મોહના ઉદયથી) થાય છે એમ અમે નથી કહેતા, પણ નિમિત્ત વિના થાય જ નહીં ! તેને અમે કહીએ છીએ કે નિમિત્ત વિના જ થવા યોગ્ય થાય છે. તું પહેલા નિરપેક્ષ લે પછી સાપેક્ષનું જ્ઞાન તે વ્યવહાર છે. નિરપેક્ષને ઉડાડીશ તો (કર્મનો ઉદય) નિમિત્ત નહીં રહે પરંતુ કર્તાકર્મ થઈ જશે. આ થનાર અને કરનારની ચોખવટ ચાલે છે.
પુણ્ય થવા યોગ્ય થાય છે. શુભભાવ તેના કાળ ક્રમે આવે છે ને જાય છે. એ શુભભાવ થવાનું કારણ કોણ છે? આત્મા પણ નથીને કર્મ પણ નથી. પહેલાં તું તત્ત્વને નિરપેક્ષ જો. નિરપેક્ષ એટલે નિશ્ચય, પછી જ્ઞાનીઓ સાપેક્ષનું જ્ઞાન કરાવે છે. ક્યા સંયોગમાં ઉપાદાને કામ કર્યું એટલું જ. સંયોગથી કાર્ય થતું નથી.
કોઈ સગાવહાલાંની તમારી ઉપર ચીઠ્ઠી આવી, તે વાંચીને ક્રોધ થયો છે કે-ક્રોધનો કાળ હતો ને ક્રોધ થયો છે. માટે એ ચીઠ્ઠીએ ક્રોધ કરાવ્યો નથી એ ચીઠ્ઠી ક્રોધમાં નિમિત્ત પણ નથી. પહેલાં નિરપેક્ષ નક્કી કરી લે. નિરપેક્ષ એટલે સને કોઈ હેતુ ન હોય. ક્રોધની પર્યાય સત્-અહેતુક તે થવાકાળે થઈ છે. કોઈએ અપમાન કર્યું અને અહીંયા ક્રોધ થયો તો.. અપમાનના શબ્દો આવ્યા માટે ક્રોધ થયો છે તેમ છે નહીં. અપમાનના શબ્દો આવ્યા માટે ક્રોધ થયો? તો અહીંયા ક્રોધ થયો એટલે તેને તેના ઉપર ક્રોધ થઈ ગયો? શું કહ્યું? અહીંયા ક્રોધ થાય અને તેના ઉપર ક્રોધ ન થાય અને ક્રોધ નિર્જરી જાય.
ફરીથી–કોઈએ અપમાનનો શબ્દો કહ્યો તો ક્રોધ થઈ જાય. પ્રવિણભાઈ ! ક્રોધ થયો તે ફેકટ-હકીકત છે. તે વખતે ક્ષમાનો ભાવ નથી પણ, ક્રોધનો ભાવ જે થાય છે તે શબ્દથી થયો નથી. શબ્દ કર્તા અને ક્રોધને અહીંયા કાર્ય થયું એમ નથી. શબ્દ ક્રોધનો કર્તા તો નથી પણ નિમિત્તકર્તા એ નથી. શબ્દને ક્રોધનો જો તું નિમિત્તકર્તા માનીશ તો તને નિમિત્ત ઉપર ગુસ્સો આવશે અને ક્રોધની પરંપરા જળવાશે.
ક્રોધ થવા યોગ્ય થાય છે. પેલા શબ્દથી અહીંયા ક્રોધની ઉત્પત્તિ થઈ નથી, તો પેલો પદાર્થ વ્યવહારે જ્ઞાનનું ઝેય બની જશે અને આ ક્રોધની નિર્જરા થઈ જશે. શબ્દ નિમિત્ત નહીં લાગે તો ક્રોધ તો ખરી જશે. જો (શબ્દથી થયો) એનાથી થયો...એનાથી થયો તેમ લાગશે તો સંસારની પરંપરા ચાલુ રહેશે. આત્માથી થાય તો ક્રોધ ટળે નહીં, અને (શબ્દથી) એનાથી થાય તો ક્રોધ પરાધીન થઈ જાય તો થવા યોગ્ય સત્ત રહેતું નથી. સર્વજ્ઞની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૯૭ વાણીમાં માલ બહુ હોય છે. પ્રેમચંદજી!
સમજુ જીવ હોય તેને બીજો ગમે તે રીતે ઉશ્કરે તો પણ તે ક્રોધ કરે નહીં. સામેવાળો ક્રોધ ન કરે તે પણ પેલાને ગમે નહીં. ક્રોધ કરાવવા માટે તો સાસુ વહુને ગમે તેવા શબ્દો બોલે. વહુ સમજુ, હું તો જાણનાર છું ને! આ તો દાખલો છે હોં ! ! આ તો ક્ષણિક ક્રોધ આવ્યો, થવા યોગ્ય થાય છે તેનું કારણ મારો આત્મા નથી. જો આત્મા કારણ હોય તો નિત્યકર્તાપણાનો દોષ આવે-તન્મયપણાનો દોષ આવે. મારો આત્મા ક્રોધમાં નિમિત્તકર્તા હોય તો ક્રોધ કોઈ દિવસ છૂટે નહીં. ત્યારે ક્રોધ થાય છે તે હકીકત છે.
પુણ્યને પાપ તે બે તત્ત્વ છે ને ? આ બે તત્ત્વમાં કોઈ વખતે શુભભાવ થાય અને કોઈ વખતે અશુભભાવ થાય. તેના માટે દષ્ટાંત દેવાય છે. ભાવ ક્રોધ થયો તો તેના શબ્દોથી ક્રોધ થતો નથી. એ શબ્દ એમાં નિમિત્ત પણ નથી. જો શબ્દને તું નિમિત્ત બનાવીશ તો અહીંયા ક્રોધ તો થઈ ગયો. ક્રોધનો વ્યય થઈને નવું કર્મ બંધાશે. અરે ! હું તેમાં નિમિત્ત પણ નથી–હું તો જ્ઞાતા છું, એ તો વ્યવહારે જ્ઞય છે. તો અહીંયા ક્રોધની નિર્જરા થશે નવું કર્મ બંધાશે નહીં અને નિમિત્ત ઉપર ગુસ્સો આવશે નહીં. એને ક્ષમા આપવાનોય ભાવ નથી છતાં ક્ષમા થઈ ગઈ. તેના પ્રત્યે ક્રોધ ન થયો તે તેના પ્રત્યેની ક્ષમા પ્રદાન થઈ ગઈ.
તું મારી સામે ગમે તેવો ક્રોધ કર પણ તારા કારણે મને ક્રોધ થતો નથી. પરિણતિ મારા સ્વભાવમાં ટકતી નથી ને એટલે પરિણતિમાં કષાયનો ભાવ આવે છે. જો પરિણતિ અંદર ટકી જાય તો તેના કાળ ક્રમમાં કષાય ન આવે તેના કાળક્રમમાં વીતરાગભાવ જ હોય.
આ નિરપેક્ષ તત્ત્વ પહેલાં સમજે તે નિશ્ચય અને પછી સાપેક્ષનું જ્ઞાન કરે તો વ્યવહાર કહેવાય. નિરપેક્ષને છોડીને સાપેક્ષનું જ્ઞાન કરે તો તે વ્યવહાર, નિશ્ચય થઈ જાય. ચારિત્રમોહના ઉદયથી રાગ થયો નથી અને આત્માથી પણ રાગ થતો નથી. પર્યાયમાં થવા યોગ્ય થાય છે તેની હા છે પણ બીજાથી થાય છે તેની ના છે.
બીજો કોઈ ચીઠ્ઠી લખે એટલે અહીંયા ઉલ્કાપાત થાય તેમ બિલકુલ નથી. એ શબ્દોને હું જાણતો નથી તેને ચીઠ્ઠી લખનાર પર ગુસ્સો આવે જ નહીં. કદાચિત્ થોડો થઈ આવે તો તે પર્યાયની નબળાઈથી થાય છે. જો તેનાથી ગુસ્સો આવે તો ક્રોધની પરંપરા થઈને કર્મ બંધાય. અહીંયા ક્રોધ ન આવે તો ક્રોધ આવીને નિર્જરી જાય. નિર્જર્યો થકો નિર્જરે છે. તેને જ્ઞાનીને નવો બંધ થતો નથી. ક્રોધના કાળે પણ નવો બંધ ન થાય.
પરિણામ નિરપેક્ષ થવા યોગ્ય થાય છે એમ જે જાણે તેની દષ્ટિ સ્વભાવ ઉપર જાય છે. થવા યોગ્ય થાય છે પરિણામનો હું કરનાર નહીં. પર પદાર્થ પણ તેનો કર્તા નહીં. પર તો ભિન્ન છે ભિન્ન પદાર્થ તારી પર્યાયમાં ઘૂસતા નથી તો કેવી રીતે કરે? મારો જ્ઞાયક ચિદાનંદ આત્મા પણ તેમાં પ્રવેશતો નથી “તરૂપો ન ભવતી” માટે મારો આત્મા ક્રોધને કરનારો નથી. હું ક્રોધમય થઈ જાઉં ને તો તો હું ક્રોધને કરું. સંયોગ-પરપદાર્થ, ચારિત્ર મોહકર્મ કે નોકર્મ તે પર્યાયમાં આવી જાય તો તો કર્તાપણું લાગુ પડે. પણ બિચારા! એ તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮
પ્રવચન નં. ૧૮ બહાર છે. તે તેના ભાવે પરિણમે છે, મારો આત્મા જ્ઞાનરૂપે પરિણમે છે તેમ તેને! હું તો મારા આત્માને જાણતો પરિણમું છું-ક્રોધ આવે છે તેને ઈન્દ્રિયજ્ઞાન જાણે છે. જ્યાં હું ક્રોધને જાણતો નથી તો મારાથી ક્રોધ થયો તે વાત રહેતી નથી.
પર્યુષણના દિવસ આવે છે ને. પ્રથમ ઉત્તમ ક્ષમા થવા યોગ્ય થાય છે તેને ઉત્તમ ક્ષમા વર્તી જાય છે. પરિણામ થવા યોગ્ય થાય છે, મારાથી પણ નહીં ને પરથી પણ નહીં. જેને ઉત્તમક્ષમા-વીતરાગી ક્ષમા પ્રગટ જાય છે-તેની દષ્ટિ દ્રવ્ય ઉપર આવે છે. તેની દષ્ટિ પર્યાય ઉપર રહેતી નથી. થવા યોગ્ય થાય છે તે પર્યાયનાં લક્ષ ન થાય. શરૂઆત ભલે અહીંથી કરી કે-થવા યોગ્ય થાય છે, તે નિમિત્ત છે, અને સમ્યકદર્શન થાય છે તે તેનું ઉપાદાન છે. એ ક્યારે ? કે-દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે થવા યોગ્ય થાય છે તેનો હું કર્તા નથી.
ત્યાં, વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર”, રહસ્યવાળી વાત છે. સમાજમાં તો બધું બને છે ને? કોઈ માન આપે ત્યાં તો ખુશી-ખુશી થઈ જાય. હવે ખુશીના જે પરિણામ થયા તેમાં પેલા શબ્દ નિમિત્ત નથી. પેલી વ્યક્તિ તો ક્યાંયની ક્યાંય રહી–અહીં તો એમાં શબ્દ પણ નિમિત્ત નથી, આત્મા પણ કારણ નથી. હર્ષનું કારણ આત્મા નથી અને શબ્દો પણ નથી. બીજા માન આપે-પધારો! પધારો...! આપે બહું મોટું કામ કર્યું. તું જે મને કહે છે ને તેને હું સાંભળતો નથી. જે સાંભળનાર છે તે હું નથી. કર્ણન્દ્રિય તે હું નથી. તારી શબ્દ મારા સુધી આવતો નથી. એ શબ્દને આડે ઢાલ છે-કર્ણેન્દ્રિય તેને ઝીલી લ્ય છે. ઈન્દ્રિયજ્ઞાન કહે છે રૂક (થોભી) જાવ ! મારા સ્વામી પાસે જવાનો તમને અધિકાર નથી. કન્દ્રિય કહે છે મારો જે સ્વામી છે-ચિદાનંદ પરમાત્મા ત્યાં તારે જવાનો અધિકાર નથી. ઈન્દ્રિયજ્ઞાન કહે છે–આ હું આડો ઉભો છું. શબ્દ મારો વિષય છે પણ મારા પરમાત્માનો વિષય નથી. મારા પરમાત્માનો વિષય પરમાત્મા છે.
આહાહા! શબ્દને ઈન્દ્રિયજ્ઞાન ગ્રહે છે–જાણે છે. શબ્દને જાણવું તેવો જ્ઞાતા-શયનો વ્યવહાર અંદરમાં આવતો નથી. જ્ઞાતા-જ્ઞયનો વ્યવહાર પણ અંદર અને નિશ્ચય પણ અંદર છે. હું જ્ઞાતા ને હું શેય તે વ્યવહાર પણ અંદર છે, અને હું જ્ઞાતા ને હું જ્ઞયની અભેદતા તે પણ અંદરમાં છે. બહારમાં ક્યાં કોઈ છે?
કર્મેન્દ્રિય શબ્દને કહે છે–રૂક જાવ ! મારા સ્વામીનું તું જ્ઞય જ નથી. મારું જ્ઞય છે તે વાત સાચી છે. મારું અસ્તિત્વ પણ થોડો ટાઈમ રહેવાનું છે-કેવળજ્ઞાન થશે પછી મારું અસ્તિત્વ રહેશે નહીં, કેમકે સ્વામીએ ઈન્દ્રિયજ્ઞાનથી ભેદજ્ઞાન કરી લીધું છે. ઈન્દ્રિયજ્ઞાન મારું નથી પછી ઈન્દ્રિયજ્ઞાન રહેશે ક્યાંથી.
આહાહાહા! ઈન્દ્રિયજ્ઞાન...જ્ઞાન નથી. તે પુસ્તક બહુ ઊંચું છે. ઈન્દ્રિયજ્ઞાન છે તે આત્મજ્ઞાન છે તેવી ભ્રાંતિ થઈ ગઈ છે. આત્મા કર્ણેન્દ્રિય વડે સાંભળે છે, ચક્ષુઈન્દ્રિય વડે જાણે છે, રસઈન્દ્રિય વડે ચાખે છે સીધી વાત છે. સીધી વાત નથી. વિપરીત વાત છે. ઈન્દ્રિયજ્ઞાન તેનાં વિષયોને જાણે છે તેને છૂટ છે પણ હું તેને જાણું છું તે સખત મનાઈ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૯૯
કેમકે જ્ઞાન પર લક્ષ અભાવાત્ છે. ૫૨ના લક્ષે આકુળતા થાય. આત્મા ૫૨ને જાણે નહીં તે તો જાણનારને જાણતો પરિણમી જાય છે. અરે! સાધકનું જ્ઞાન તો આત્માને જાણે છે, પણ બાધક-મિથ્યાદષ્ટિનું જ્ઞાન પણ આત્માને જાણતું પ્રગટ થાય છે.
આહા...હા...બાળગોપાળ સૌને ભગવાન આત્મા જણાય છે પણ તેનો તેને નકાર આવે છે. હકાર આવે ને તો કામ થાય. આહા...હા ! થવા યોગ્ય થાય છે અને આ (સંયોગ) એમાં નિમિત્તમાત્ર છે-નિમિત્ત કર્તા નથી. નિમિત્ત એટલે સંયોગ. ઉપાદાન તો સ્વશક્તિ છે અને પરયોગ તેનું નામ નિમિત્ત છે. નિમિત્ત હોય છે બસ. અહીંયા જ્યારે ક્રોધ હોય છે ત્યારે એ પ્રકારે ત્યાં નિમિત્ત હોય છે. અહીંયા જ્યારે ક્ષમા હોય છે ત્યારે ત્યાં કષાયની મંદત્તા કર્મમાં હોય છે. બસ હોય છે એટલું. તે હો તો હો! અરે! મારે શબ્દની સાથે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ નથી. ડાયરેક્ટ (સીધો ) તો નથી પણ ઈનડાયરેક્ટ પણ નથી. ડાયરેક્ટનાં હું શબ્દને જાણતો નથી પણ ઈનડાયરેક્ટ પણ જાણતો નથી. ઈન્દ્રિયજ્ઞાન જાણે એટલે મારે તેને જાણવું પડે તેમ છે નહીં.
શું કહ્યું ? ઈન્દ્રિયજ્ઞાન જાણે માટે મારે ઈનડાયરેક શબ્દને જાણવું પડે એમ નથી. ડાયરેક્ટ તો હું શબ્દને જાણતો નથી, ઈનડાયરેક પણ શબ્દને જાણતો નથી. શબ્દને જાણનારું જ્ઞાન કર્ણઈન્દ્રિય છે તેને હું જાણીને શબ્દને જાણી લઉં તેમ નથી. હું ઈન્દ્રિયજ્ઞાનને જાણતો નથી તેથી શબ્દને પણ જાણતો નથી. હું તો જાણનારને જાણું છું. હું સીધો તો શબ્દને જાણતો નથી પણ ઈનડાયરેક્ટ જે કર્ણઈન્દ્રિય છે-જે કાનનો ઉઘાડ તેના દ્વારા પણ શબ્દને જાણતો નથી. તે ઉઘાડ શબ્દને દિવ્યધ્વનિને જાણે છે. આ વાત અંદર જવાની છે.
વ્યવહારનો પક્ષ બહુ છે-કે દિવ્ય ધ્વનિ સાંભળે તો સમ્યક્દર્શન થાય. એ બધા વ્યવહાર–ઉપચારના કથનો છે. આહા...હા ! ત્યારે સાંભળવું નહીં ! અરે ! સાંભળવું કે સાંભળવું નહીં તે તારા અધિકારની વાત નથી. તારા અધિકારની વાત તો જાણનારને જાણી લે તે અધિકાર છે-એટલો તારો અધિકાર છે.
તે શબ્દને ડાયરેક્ટ તો જાણું નહીં, પણ શબ્દને જે જાણે છે કર્ણઈન્દ્રિયનો ઉઘાડ એને હું જાણું? કહે “ના, કેમકે તે મારા જ્ઞાનનું જ્ઞેય ઈન્દ્રિયજ્ઞાન પણ નથી–તો શબ્દ એ તો દૂર થઈ ગયો. અમારા પરિણામમાં ક્ષયોપશમ ભાવઈન્દ્રિય પ્રગટ થાય છે તેને હું જાણતો નથી. તે મારા જ્ઞાનનું જ્ઞેય નથી. પર્યાય મારા જ્ઞાનનું જ્ઞેય નથી. મારા જ્ઞાનનું જ્ઞેય તો ચિદાનંદ જ્ઞાયક આત્મા તે એક જ જ્ઞાનનું શેય છે-તેનું લક્ષ કરતાં અનુભવ થાય છે.
વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બન્ને પુણ્ય અને પાપ છે. લ્યો! બન્ને લઈ લીધા આપણે. આ શુભને અશુભ ક્રોધ, આનાથી આ થાય ને આનાથી આ થાય તેવી રીતે વ્યવહાર દષ્ટિથી તત્ત્વને જોયા છે. પણ પરિણામ થવા યોગ્ય થાય છે અને કોઈથી
(સ્વ-૫૨થી ) થતા નથી તેવી નિરપેક્ષ દષ્ટિથી પરિણામને જોયા નથી. નિરપેક્ષ જુએ તોપર્યાયદષ્ટિ છૂટીને દ્રવ્ય દષ્ટિ થઈ જાય છે. કર્તાબુદ્ધિ છૂટી જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨OO
પ્રવચન નં. ૧૮ એ બન્ને પુણ્ય છે તેમજ એ બન્ને પાપ છે.” પાપ બે જગ્યાએ થાય છે. એક જીવમાં થાય છે અને એક ત્યાં પાપ પ્રકૃતિ છે. અહીંયા ભાવ પુણ્ય ત્યાં દ્રવ્યકર્મમાં જૂના પુણ્ય. અહીંયા ભાવ પાપ થાય અને ત્યાં દ્રવ્યકર્મમાં કર્મની પ્રકૃતિનો અનુભાગ એ પ્રકારે છે તો તેને દ્રવ્યપાપ કહેવાય. ભાવપાપ અને દ્રવ્યપાપ. દ્રવ્યપાપ તો સર્વથા અચેતન છે અને ભાવપાપ પણ અચેતન જ છે–તે ચેતન નથી. આ ભાવ અચેતન છે પેલું દ્રવ્ય અચેતન છે. પુણ્યપાપના પરિણામ ભાવ ચેતન નથી. પુણ્ય-પાપના પરિણામ તે તો જડ છે–આંધળા છે. પોતાને ય જાણે નહીં ને પરને ય જાણે નહીં. તેમાં સ્વપર પ્રકાશક શક્તિનો અભાવ છે.
“આસ્રવ થવા યોગ્ય અને આસવ કરનાર” આમ્રવના ચાર ભેદ છે. મિથ્યાત્વ, અવિરત, કષાય ને યોગ તે લઈ લેવા. પછી ચોથા ગુણસ્થાને આવતાં મિથ્યાત્વ નામના આસવનો અભાવ થઈ જાય છે. ત્યારે ત્રણ પ્રકારના આસ્રવ રહે. પછી એ રહે. પછી એક રહું છે-તેરમે ગુણસ્થાને યોગ આસ્રવ છે. પછી તેનો પણ અભાવ થઈ જાય છે–ભાવ આસ્રવમાં અહીંયા ભાવ લેવો અને દ્રવ્ય આસ્રવમાં નવાં કર્મો આવે તેવો અહીંયા દ્રવ્યઆસ્રવ ન લેવો. કર્મનું આવાગમન થાય તેવો આસ્રવ અહીંયા ન લેવો. જૂનાંકર્મનો ઉદય આવે છે અને તે ખરી જાય છે. નવો આસ્રવ એટલે નવાંકર્મ ન આવે એવી અપૂર્વ વાત છે.
આ ગાથામાં નવો બંધ થાય તેવી વાત જ નથી. જૂનો બંધ છે ઉદયમાં આવીને ખરે છે, તે નવો બંધ થઈને ખરતો નથી. આ ગાથા કોઈ અપૂર્વ છે. જૂનાં કર્મ નિમિત્ત છે અને તત્ સમયની યોગ્યતા નૈમિત્તિક છે એથી કરીને પરંપરા ચાલે તેમ નથી. જે થવા યોગ્ય થાય છે તેમ નિરપેક્ષ તત્ત્વને જાણે છે તેને (બંધની) પરંપરા તૂટી જાય છે. જડકર્મ અને ભાવકર્મ બને નિર્જરા માટે આવે છે. તેને નવાકર્મનો બંધ થતો નથી. જે થવા યોગ્ય થાય છે તેમ જાણીને જે જાણનારને જાણે છે એને નવો બંધ અટકી જાય છે. નવાં બંધની આખી પરંપરા સમ્યક્દર્શન થતાં તૂટે છે. આ ગાથા સમ્યકદર્શનની છે. આહા...હા..! આમ જાણે તેને સમ્યક્દર્શન થઈ જાય છે.
શું કહ્યું? જરા સૂક્ષ્મ વાત છે. મિથ્યાત્વ ગયું પણ અવિરત, કષાયનો, યોગ એ ત્રણ પ્રકારના આસવો તો છે. સાધકને પણ હોય છે. નવા બંધ માટે ભાવકર્મ ઉત્પન્ન થતું નથી-તે નિર્જરા માટે છે. જરા સૂક્ષ્મ છે માટે આધાર આપીએ. નવાં કર્મ બંધાય તેમાં હું નિમિત્ત. આહા...હા ! સાંભળતો ખરો તું નિમિત્ત નથી. નિમિત્તને તો ઉડાવવું છે. હું તેનો જ્ઞાતા પણ નથી તો નિમિત્ત તો ક્યાંથી થા તું? છે...આ કાચો પારો હોં !! જરા ધ્યાન રાખજો, ઊંધુ નહીં મારતા. સમજે તો કામ થઈ જાય.
ગાથા ૧૯૩–“સમ્યફદષ્ટિ જીવ જે ઈન્દ્રિયો વડે અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે,” એકલો ભોગ નથી લખ્યો. ઉપભોગ વારંવાર, “ઈન્દ્રિયો વડે” તેમ શબ્દ છે. આત્મા વડે નહીં અને અતીન્દ્રિયજ્ઞાન વડે પણ નહીં. આત્મા ભોગવતો નથી ઈન્દ્રિયો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૦૧ ભોગવે છે. આ તો સમયસાર છે ભાવો બ્રહ્માંડના ભર્યા છે.
ચેતન તથા અચેતન દ્રવ્યનો ઉપભોગ વારંવાર” , દરરોજ રોટલી ખાય તે ભોગ અને (કપડાંને વારંવાર પહેરે તે ઉપભોગ) ભોગ અને ઉપભોગ કરે તો પણ સાધક કર્મથી બંધાતો નથી. તેને સર્વ નિર્જરાનું નિમિત્ત છે.
સમ્યક્દષ્ટિનો ભોગ નિર્જરાનો હેતુ છે. બંધનો હેતુ થતો નથી. કેમકે તેનું સ્વામીપણું છૂટી ગયું છે-ભેદજ્ઞાન વર્તે છે. ઈન્દ્રિયજ્ઞાન મારું નથી અને આ પરિણામ થવા યોગ્ય થાય છે એ પણ મારા નથી. મમતા છૂટી ગઈ છે તેથી એકતાબુદ્ધિ થતી નથી. તેની એકતાબુદ્ધિ જ્ઞાયકમાં થઈ ગઈ છે. આ સમ્યકદર્શનના બળની–તાકાતની વાત છે. સ્વચ્છેદ થવા માટેની વાત નથી-નીચે ઊતરવાની વાત નથી.
અરે! જ્યાં અન્યમતી પાપનો ઉપદેશ ન આપે...તે પાપનો ઉપદેશ આપે તો તેની દુકાન બંધ થઈ જાય. પુષ્યનો ઉપદેશ આપે તો તેની દુકાન ચાલે પણ પાપનો ઉપદેશ અન્યમતી કોઈ આપે નહીં, તો પછી સર્વજ્ઞ પરમાત્મા અને વીતરાગી સંતો પાપનો ઉપદેશ આપે કોઈ દિવસ !? આમ હેતુ સમજવો જોઈએ. વિવિક્ષા સમજવી જોઈએ. એટલું શ્રદ્ધાનું બળ અંદર વર્તે છે કે-તે સર્વ નિર્જરાનું નિમિત્ત છે.
ગાથા ૧૯૩, ટીકા-વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે. વિરાગી એટલે જેની દૃષ્ટિ રાગ રહિત થઈ ગઈ છે તેનો ઉપભોગ નિર્જરા માટે છે–પણ બંધ માટે નથી. રાગ થાય છે તે હકીકત છે પણ તે નિર્જરી જાય છે. નવો બંધ થયા વિના નિર્જરે છે. નવા બંધમાં નિમિત્ત થાય તેવી ચીકાશ રાગમાં નથી. પરિણામ લુખ્ખા થઈ ગયા છે. રાગાદિભાવનો સદ્દભાવ છે પણ રાગનો રાગ નથી.
મિથ્યાદષ્ટિને અચેતન તથા ચેતનદ્રવ્યનો ભોગ બંધનું જ નિમિત્ત થાય છે.” તેને નિર્જરાનો હેતુ થતો નથી. બંધનું “જ” નિમિત્ત થાય છે. “જ” લખ્યો છે. મિથ્યાષ્ટિને એકાંતે નવાં કર્મનો બંધ થાય.થાયને થાય જ છે-તેને નિર્જરા ન થાય.
“તે જ ઉપભોગ રાગાદિભાવોના અભાવથી સમ્યક્દષ્ટિને નિર્જરાનું નિમિત્ત થાય છે. આથી (આ કથનથી) દ્રવ્ય નિર્જરાનું સ્વરૂપ કહ્યું.”
હવે ગાથા ૧૯૪ માં અંદરની ભાવનિર્જરાની સૂક્ષ્મવાત કરે છે. “વસ્તુ ભોગવવામાં આવતાં; સુખ અથવા દુઃખ નિયમથી ઉત્પન્ન થાય છે.” સુખની પર્યાય અથવા દુ:ખની પર્યાય પ્રગટ થાય છે. સમ્યક્દષ્ટિને ભાવમાં સુખ-દુ:ખ થાય છે. એ પર્યાય તેને વેદે છે આત્મા તેને વેદતો નથી. પર્યાયમાં જે સુખ-દુઃખનું વેદન છે તેની મર્યાદા પર્યાય સુધી જ છે. તે સુખ-દુઃખ આત્માના સ્વભાવમાં પ્રવેશતું નથી.
સુખ-દુઃખના પરિણામ સમ્મદષ્ટિને થાય છે, નથી થતા તેમ નથી. પણ એ દુઃખ વેદાયને નિર્જરી જાય છે તે કહેશે. “નિયમથી ઉત્પન્ન થાય છે' કોઈ કહે કે-ઉત્પન્ન થાય જ નહીં સુખ દુઃખના પરિણામ સમ્યફદ્દષ્ટિને તો એમ નથી. પર્યાયમાં થાય છે અને દ્રવ્યમાં થતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨
પ્રવચન નં. ૧૮ નથી. પર્યાયમાં થતા હોવા છતા તે થવા યોગ્ય થાય છે-આત્મા તેનો કરનાર નથી. અને જૂનાંકર્મ છે તે નવાકર્મનું કારણ થતું નથી. બહુ ઊંડાણની વાતો છે. આત્મા સૂક્ષ્મ છે ને!?
હવે કહે છે- “ઉદયથી થયેલા અર્થાત્ ઉત્પન્ન થયેલા તે સુખ દુઃખને વેદે છે-અનુભવે છે.” વેદે છે તો પર્યાય. કારણ કે-પર્યાયમાં એક ભોક્તા નામનો ધર્મ છે, જ્યારે દ્રવ્ય ત્રિકાળ અભોક્તા સ્વભાવી છે. પર્યાય દુઃખને સુખને વેદે છે તેવો ભોક્તા નામનો ધર્મ પર્યાયમાં છે. દ્રવ્યમાં ભોક્તા નામનો ધર્મ નથી.
કહે છે-પર્યાય સુખ-દુઃખને ભોગવે છે તે વાત સાચી છે, છતાં આત્મા તેને ભોગવતો નથી. કેમકે હું ભોગવું છું તેવી એકતાબુદ્ધિ તૂટી ગઈ છે. સાધકને હવે હું ભોગવું છું તેવી બુદ્ધિ રહેતી નથી. બીજો બીજાને જાણે છે અને બીજો બીજાને ભોગવે છે, આત્મા આત્માને જાણતો પરિણમી જાય છે. જ્યાં સુધી પરમાત્મા ન થાય ત્યાં સુધી ગૃહસ્થ અવસ્થામાં પણ એ પ્રકારના હરખ-શોકના ભાવ અનેક પ્રકારના સુખ-દુઃખના ભાવ આવે છે-તેને વેદે છે, પછી તે નિર્જરી જાય છે. નવો કર્મનો બંધ થયા વિના દુઃખના પરિણામ નિર્ભર છે.
અત્યારે શ્રેણિક મહારાજાને પર્યાયમાં દુ:ખ છે. એ દુ:ખ થવા યોગ્ય થાય છે. એ દુઃખનો કરનાર શ્રેણિક મહારાજાનો આત્મા નથી. ભાવિ તીર્થકર થવાના છે. પહેલાં ભરતખંડમાં અહીંયા ચોથા કાળમાં અવતાર લેશે. એ અત્યારે દુ:ખને ભોગવે છે પણ તેને નિર્જરી જાય છે. તે દુ:ખને ભિન્નપણે જાણે છે. તેથી તેમને એકતાબુદ્ધિનું દુઃખ નથી. અને આનંદથી એકત્વ થઈને આનંદને ભોગવે છે. એ વખતે એક કષાયનો અભાવ થઈ ગયો છે.
તે ધર્માત્મા ક્ષાયિક સમ્યકત્વ લઈને (નરકમાં) ગયા છે. પૂર્વે એવો અપરાધ થઈ ગયેલો તેથી નારકીનો બંધ થઈ ગયેલો. નરકની ભૂમિ ફરે નહીં પણ એની સ્થિતિ ઘટી ગઈ. પહેલાં તેત્રીસ સાગરોપમનો બંધ થઈ ગયો હતો પણ જ્યાં સમ્યકદર્શન થયું ત્યાં તેની સ્થિતિ અને અનુભાગ બન્ને ઘટી ગયા. અનુભાગ એટલે સાતમાં નરકમાં જે દુ:ખની તીવ્રતા હોય, એટલી તીવ્રતા પહેલી નરકમાં નથી. ૮૪ હજાર વર્ષ એટલે કાંઈ નહીં. તે આમ (ઝડપથી) પુરુ થઈ જશે–અને કાલ પરમાત્મા થશે.
સૌધર્મ ઇન્દ્ર આવશે, શચી ઇન્દ્રાણી પણ આવશે, તે બાળકને રમાડશે તે આપણે પંચકલ્યાણકમાં જોઈએ છીએ. શું એ દૃશ્ય !? પરમાત્માનો અવતાર એટલે !? દેવો ઉપરથી કલ્યાણ કરવા માટે આવે, પછી ઐરાવત હાથી ઉપર મેરુપર્વત લઈ જાય. ત્યાં દેવો ૧OO૮ કળશથી અભિષેક કરે. કળશ કેવડા? કે-મોટા દરિયા જેવડા ધોધ પડે તેમાંથી.
બાળક મહાવીરનો અભિષેક થતો ત્યારે કોઈ દેવને શંકા પડી ! આમ જરા અંગૂઠો કર્યો !? અંગૂઠામાં તો આખો પર્વત હચમચી ગયો. તીર્થંકરના દેવની શું વાત કરવી. આ તો શરીરના બળની વાત છે તો પછી આત્માના બળની વાત તો કોઈ જુદી જ છે.
એવાં અનંત તીર્થંકરો આ ક્ષેત્રમાં થયા. વર્તમાનમાં થઈ રહ્યાં છે મહાવિદેહક્ષેત્રમાં અને ભાવિકાળે પણ થવાના છે. સૂર્યકીર્તિ મહારાજાની ધોધમાર વાણી ખરશે. અહીંના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૦૩
કેટલાક જીવો તેના સમવશરણમાંથી મોક્ષ જવાના છે. આ નિશ્ચિત વાત છે-ફરે તેમ નથી. કેટલાક રહી જશે તે પછી જશે. આ પરંપરા છે-વસ્તુની સ્થિતિ છે. તેને કોઈએ બનાવી નથી.
કોઈ કહે કે-મારે તીર્થંકર થવું છે તો થાય!? ગુરુદેવ કહેતા હતા, અરે! ભાઈ થવાની વાત નથી. તીર્થંકરનું દ્રવ્ય તો ત્રિકાળ મંગળ હોય. અત્યારે અનંત તીર્થંકરો ( ભાવિના ) નિગોદમાં છે. તે નિગોદમાં નથી તે તો આત્મામાં છે. સંયોગની મુખ્યતાથી નિગોદની વાત આવે પણ સંયોગમાં સ્વભાવ ન હોય. સંયોગમાં સ્વભાવ ન હોય. એની પર્યાયમાં પણ ન હોય એ તો એના ત્રિકાળી પારિણામિકભાવ સ્વરૂપે છે. એ...દ્રવ્યમાં દ્રવ્ય બિરાજમાન છે.
ટીકાઃ- ૫૨દ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે”, અર્થાત્ ઉત્પન્ન થાય છે. “કારણ કે વેદન શાતા અને અશાતા-એ બે પ્રકારોને અતિક્રમતું નથી.” મારે જે કહેવું છે તે હવે આ આવ્યું. “શાતા અને અશાતારૂપ જ્યારે તે સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવે વેદાય છે.” સાધકની વાત છે-વેદાય છે. બિલકુલ વેદાતો નથી એમ નથી.
66
જેમ કર્તાનામનો એક ધર્મ છે તેમ ભોક્તા નામનો એક ધર્મ છે એ ભોક્તા નામના ધર્મથી પર્યાયમાં જેટલું સુખ-દુઃખ હોય તેટલું તે પર્યાય વેઠે છે. હવે ત્યારે અભોક્તા નામનો ધર્મ સાથે હોવાથી સુખ-દુઃખના વેદનમાં એકતા થતી નથી.
જેમ કર્તાનય છે તેમ અકર્તાનય છે. ભોક્તા નય છે તેમ અભોક્તા નય છે. ભોક્તાનયે ભોગવે છે અને અભોક્તા નયે સાક્ષી છે. બે ભાવ એક સાથે છે લે! સાધકસુખ-દુઃખને ભોગવે છે!? કહે-હા, સાધક તેને નથી ભોગવતો? કહે–ના, નથી ભોગવતો તેનો સાક્ષી છે. બે વિરોધી ધર્મો એક સાથે યુગપદ છે.
આહા...હા ! બે વિરોધી ધર્મો એક સાથે છે, સાક્ષીભાવ પ્રગટ થઈ ગયો છે, અને પરમાત્મા થયો નથી એટલે દુઃખ વેદાય પણ છે. પર્યાયમાં તેનો હકાર છે પણ એકતાબુદ્ધિ થતી નથી. કેમકે-તે વખતે સાક્ષીભાવે છે. જ્ઞાતાભાવ પણ પ્રગટ થાય છે અને વેદનભાવ પણ પ્રગટ થાય છે. જ્ઞાતાભાવ હોવાથી તેને વેદનમાં એકતા થતી નથી-એનો સ્વામી થતો નથી. એટલે જ્યાં તેને જાણવારૂપે પરિણમે છે ત્યાં નિર્જરા થાય છે નવો બંધ થતો નથી. તે આમાં કહે છે. આ અગત્યની વાત છે.
સુખ અથવા દુઃખરૂપ ભાવ જ્ઞાનીને વેદાય છે હોં! તેને જ્ઞાની વેદતો નથી તેમ નથી. શરીરમાં રોગ આવે તેના પ્રત્યે થોડી આસક્તિ પણ છે. મિથ્યાત્વ ગયું છે પણ હજુ રાગ ગયો નથી. રાગનો પર્યાયમાં સદ્દભાવ છે પણ મારામાં અભાવ છે તેવું ભેદજ્ઞાન વર્તે છે. સ્વભાવમાં ઠરાતું નથી એટલે પરિણામમાં થવા યોગ્ય રાગ થઈ જાય છે. રાગ થઈ જાય છે હું તેને કરતો નથી. જ્ઞાનીની વાત જ્ઞાની જાણે. અજ્ઞાની તેની વાતને શું જાણે ! અલૌકિક વાત છે બેન!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૦૪
પ્રવચન નં. ૧૮
જે અંતરદષ્ટિથી જુએ તે જ્ઞાનીના હૃદયને પારખી શકે છે. બનેલો બનાવ છેસોગાનીજીના ધર્મપત્નિ સોગાનીજીને ઓળખી ન શક્યા. કેમકે ઉદયભાવો અનેક પ્રકારના આવે, તે ઉદયભાવોને જોઈને આ જ્ઞાની ન હોય તેમ જાણે અને બીજા તેને જ્ઞાની કહે, બહારનાને ઉદયભાવોનો પરિચય ન હોય પણ ઘરનાં બૈરાને તો પરિચય હોય ને!? સોગાનીજીના પત્નિ ચોધાર આંસુએ રડતાં હતાં. અમારાં ઘરમાં ભગવાન બિરાજતા હતા અમે ઓળખી ન શક્યા.
જ્ઞાનીની અંદરની સ્થિતિ બે ધારી તલવાર જેવી છે. એક અંતર્મુખી જ્ઞાન અને એક બહિર્મુખી જ્ઞાન. અંતર્મુખી પરિણામમાં જેટલી શુદ્ધતા છે તેટલી વીતરાગતા છે-અને થોડો મચકનો રાગ પણ તેને આવે છે. હજુ ૫૨માત્મા થયા નથી. થવાનું નિશ્ચિંત થઈ ગયું છે પણ થવાતું નથી. કેમકે પરિણામ થવા યોગ્ય થાય છે આત્માનો અધિકાર તેના ઉપર નથી. મોક્ષ કરે તેવું કર્તાપણું આત્માના સ્વભાવમાં નથી તો રાગ કરે તેની વાત તો છે જ નહીં.
મિથ્યાદષ્ટિને રાગાદિ ભાવોના સદ્દભાવથી એટલે રાગની એકતા. રાગ મા તે રાગ છે. રાગના સદ્ભાવથી બંધનું નિમિત્ત થઈને, મિથ્યાદષ્ટિનું દુઃખ નવાં બંધનું નિમિત્ત થઈને નિર્જરે છે. સમ્યક્દષ્ટિનું દુ:ખ નવાં બંધમાં નિમિત્ત થયા વિના નિર્જરે છે. નિર્જરા બન્નેને થાય છે. એકને સંવ૨પૂર્વક થાય છે અને એકને બંધપૂર્વક થાય છે. બન્નેમાં મોટો ફેર છે.
રાગાદિભાવોના સદ્દભાવથી મિથ્યાદષ્ટિને બંધનું નિમિત્ત થઈને તે ભાવ નિર્જર્યા થકા, ખરેખર નહીં નિર્જર્યો થકો નિર્જરે તો છે પણ તેને સંવપૂર્વક નિર્જરા થતી નથી માટે નિર્જર્યો થકો નિર્જરે છે તેમ કહેતા નથી. નિર્જર્વે થકો બંધ આપીને નિર્જરે છે. નવાં બંધને આપીને નવું કર્જ કરીને તે જાય છે. અને જ્ઞાનીનો રાગ નવું કર્જ કર્યા વિના નિર્જરી જાય છે. જૂનું કર્જ ચૂકવે છે અને નવું કર્જ થતું નથી. એક દષ્ટાંત આપીએ તો ખ્યાલ આવે.
કોઈ માણસને લાખ રૂપિયાનું કર્જ થઈ ગયું હોય, અશાતાનો ઉદય હોય તો તેમ થાય. હવે તેને ધીમે-ધીમે સવળુ પળવા માંડયું. તે ધંધો કરવા માંડયો જેમ-જેમ ધંધો થાય તેમ તેમ હજાર, હજાર, પાંચ-દસહજાર ચૂકવતો જાય. જો જો! વ્યાપાર ચાલુ છે. કમાવાનો વિકલ્પ ચાલુ છે. હવે તેને નવું કર્જ થતું નથી. અને જૂનું કર્જ ચૂકવતો જાય છે. આ સજ્જનની વાત છે હોં! આ દેવાળિયાની વાત નથી. દુર્જન હોય તો એમ કહે–તારાથી થાય તે કરી લે!! તેને ખબર છે કે કોર્ટમાં કંઈ થવાનું નથી. કેસ ચાલે તો સાહેબ ને કહે મહિને દસ રૂપિયા ચૂકવીશ. જજ કહે–બહુ ગરીબ છે તો દસને બદલે પચ્ચીસ ચૂકવો. લાખ રૂપિયા ક્યારે ચૂકવે તે!? સજ્જન તો દૂધમાં ધોઈને ચૂકવી છે.
29
કહે છે– “ નહીં નિર્જર્વે થકો બંધ જ થાય છે જ ” કહ્યું. એટલે જરા પણ નિર્જરા થતી નથી. કોડીમાત્રની નિર્જરા થતી નથી. એકલો નવો બંધ થાય છે. સુખ-દુઃખને એકત્વ કરીને ભોગવે છે એટલે રાગના સદ્દભાવને કારણે, અજ્ઞાનના સદ્દભાવને કારણે, એ ભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૦૫ તો ભોગવાયને નિર્જરી જાય છે, પણ તેને નવો કર્મબંધ થાય છે.
પરંતુ સમ્યક્દષ્ટિને રાગાદિ ભાવોના અભાવથી” , હવે સવળું કહે છે. શ્રેણિક મહારાજા આપણે લ્યો ને !? ક્યારેક તો એમ થઈ જાય કે-ત્રણલોકના નાથની આ સ્થિતિ. ભાવિ તીર્થકરની આ સ્થિતિ. પ્રથમાનુયોગમાં તો એવાં કેટલાક દાખલા આવે છે કે-નરકમાં સીતાજી લક્ષ્મણને અને રાવણને લેવા જાય છે. કેમકે તેને ખબર છે કે રાવણ તીર્થકરનો જીવ થશે ત્યારે અમે તેના ગણધર થવાના છીએ. સીતાજીને કરુણા આવી તે કણાના ભાવના કર્તા સીતાજી છે નહીં. કરુણા-કણામાં રહી જાય છે. કરુણા સામા જીવને કાંઈ સુખી કરી શકે નહીં. અને સામા જીવનો કષાય ભાવ એને દુઃખી કરી શકે નહીં. સુખ-દુ:ખ તેનાં કર્મથી થાય છે. ભાવકર્મ ઉપાદાન છે અને તે પ્રકારનું નિમિત્ત બહારમાં હોય છે. શ્રેણિક મહારાજાને રાગનો રાગ નથી. બંધમાં નિમિત્ત થતું નથી તેથી નવાકર્મનો બંધ થતો નથી. અહીંયા ૪૧ કર્મ પ્રકૃતિને જ બંધ ગણવામાં આવે છે. ૨૫+૧૬ઃ૪૧ કર્મપ્રકૃતિ સમ્યફદષ્ટિને બંધાતી નથી.
બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્ભર્યો થકો હોવાથી, નિર્જ થકો નિર્જરા થાય છે. ત્રણ શબ્દ છે. (૧) નિર્જરતો હોવાથી (૨) નિર્ભર્યો થકો (૩) નિર્જરા જ થાય છે. તેને બંધ કિંચિતમાત્ર થતો નથી. આ અપૂર્વ શાસ્ત્ર છે. આના ઉપરના વ્યાખ્યાન ગુરુદેવના થઈ ગયા છે ઘેર જઈને ટાઈમ હોય તો વાંચી લેવા સમ્યક્દષ્ટિનો મહિમા કોઈ અલૌકિક છે. સમ્યકત્વ થયું તો પરમાત્મા થયો ખલાસ. બીજો તેની ઈર્ષા કરે, આનો મોક્ષ થઈ જાય અને પેલો રખડી મરે.
શ્રોતા-પછી તેની પ્રતિમાના પંચકલ્યાણક કરે.
ઉત્તર - ઈર્ષા કરનારની પર્યાય પલટે છે ને!? આજે તેના પ્રત્યે દ્વેષ હોય કાલે તેના પ્રત્યે રાગ પણ થાય-એવું તો જોવામાં આવે છે ને!? એટલે કહે છે કે-અજ્ઞાનીનો તું બહુ ભરોસો કરીશ નહીં. આજે માનપાત્ર આપે અને તેનો તે કાલે તારું અપમાન કરશે. ઠીક છે. આ બધું જાણજે...બહુ પ્રશંસા કરીશ નહીં. કાલે ફરી જશે. ઘણાં માથા ફરી ગયા. ફરી ગઈ તે પર્યાય છે. તેનો આત્મા તો એવો ને એવો છે. એનો કરનાર તે નથી તેમ તું જાણજે.
બહારનો જાણવાનો જેટલો વિષય છે તે તું ઈન્દ્રિયજ્ઞાનને સોંપી દે. એ જાણી લેશે, મારો વિષય તે નથી. શું કહ્યું!? આ બહારનો જાણવાનો વિષય ઈન્દ્રિયજ્ઞાનનો છે–તેની ઉપર છોડી દે ! એ જાણશે. મારો જાણવાનો વિષય નથી. હું તો જાણનારને જાણું છું. બધું થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે.
આહાહા ! આ અતીન્દ્રિયજ્ઞાન ઈન્દ્રિયજ્ઞાનની સામે જોતું નથી. પોતાને જાણવાનું છોડે નહીં અને પરને જાણવા જાય નહીં. ગાથા કાઢો ૩૭૩ થી ૩૮૨ માં છે. કુંદકુંદભગવાનની મૂળ ગાથા છે – “અશુભ અથવા શુભ શબ્દ' , માનનો અથવા અપમાનનો કોઈ બોલે, તે તને એમ નથી કહેતું કે – “તું મને સાંભળ.” અને આત્મા પણ પોતાને જાણવાનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬
પ્રવચન નં. ૧૯ છોડી શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને જાણવા જતો નથી. શબ્દને જાણવાનું કામ શ્રોતેન્દ્રિયનું છે. જો હું શબ્દને જાણવા જાઉં તો-એનું લક્ષ કરું તો, મારું લક્ષ છૂટી જાય છે. લક્ષ એક જગ્યાએ હોય. જ્યારે શબ્દ ઉપર લક્ષ હોય ત્યારે આત્મા ઉપર ન હોય. જેનું લક્ષ આત્મા ઉપર છે તેનું લક્ષ શબ્દ ઉપર ન હોય.
આ શબ્દ તો પ્રગટ થાય છે તો કોણ જાણે? કે શ્રોતેન્દ્રિય ઉપર છોડી દઉં છું. આ તીર્થકરના જીવની સાથે ૮ થી ૧૦ જીવો ૮-૧૦ ભવથી સાથે જ હોય છે-તેને જાણવાનું હું ઈન્દ્રિયજ્ઞાનને સોંપી દઉં છું. તે મારો જાણવાનો વિષય નથી. મારો જાણવાનો વિષય ચિદાનંદ એક શુદ્ધાત્મા છે. હું ઈન્દ્રિયજ્ઞાનના વિષય જાણું કે મને જાણું !? આ બધો જાણવાનો વિષય ઈન્દ્રિયજ્ઞાનને સોંપી દે ને!? તે તેને જાણ્યા કરશે. એ એનો ધર્મ અને ધંધો છે. મારો ધરમ તો મને જાણવાનો છે. તેથી ઈન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાન વચ્ચે એવું જુદાપણું રહેલું છે. જેમ રાગ અને આત્મા ભિન્ન છે તેમ ઈન્દ્રિયજ્ઞાન અને આત્મા બન્ને ભિન્ન-ભિન્ન છે. બેયનો વિષય ભિન્ન-ભિન્ન છે. બેયનાં ભાવ તથાં કારણ-કાર્ય ભિન્ન-ભિન્ન છે.
પ્રવચન નં - ૧૯
તા. ૬-૯-૯૧ આ ભવઅંતકારી પરમાગમ શાસ્ત્ર છે. આ સમયસાર શાસ્ત્રના મૂળકર્તા ભગવાન કુંદકુંદાચાર્ય (દેવ) તો બે હજાર વર્ષ પહેલાં થયા. તેઓશ્રીએ મદ્રાસથી એસી માઈલ દૂર, એક પો—રહીલ છેતપોભૂમિ એમની હતી ત્યાં આ શાસ્ત્રની રચના કરી, એમના પછી એક હજાર વર્ષે અમૃતચંદ્ર આચાર્ય (દેવ) થયા, સમર્થ આચાર્ય ભારતનાં થયા, “આત્મખ્યાતિ” નામની (સમયસાર ગ્રંથની) ટીકાની રચના કરી.
આ ટીકા ઉપર (પૂ.) ગુરુદેવ (શ્રી કાનજી સ્વામી) પ્રશંસા કરવા અવાર-નવાર કહેતાં-ફરમાવતાં હતાં કેઆવી અધ્યાત્મ (શાસ્ત્રની) ટીકા.. “ન ભૂતો ન ભવિષ્યતિ'ભૂતકાળમાં થયેલી દેખાતી નથી ને ભવિષ્યમાં થશે કે નહીં થાય, એ તો પરમાત્મા જાણે. નહિ થાય-એમ ન કહેવાય, થશે કે નહીં થાય એ તો પરમાત્મા જાણે એમ કહેવાય ને! ન ભૂતો ન ભવિષ્યતિ આમ અવાર-નવાર ગુરુદેવનાં શ્રીમુખેથી વાણી નીકળતી હતી, એણે કેટલો માલ જોયો હશે આ અમૃતચંદ્ર આચાર્યની ટીકામાં? કે અંદરથી એમનાં ઉદ્ગાર નીકળ્યાં આ. ઘણો માલ ભર્યો છે. ટીકામાં, ગુરુદેવ ફરમાવતાં હતાં, ભેંસના આવમાં (આંચળમાં) દૂધ હોય તો બળુકી બાઈ એને ખેંચીને દૂધને કાઢે છે. એમ કુંદકુંદાચાર્યદવ માત્ર બે લીટી લખીને ગયા, એમાંથી આ વિસ્તાર, ટીકા (લખીને ) કાઢી.
એ બે લીટીમાં (મૂળગ્રંથકર્તા આચાર્ય શ્રી કુંદકુંદદેવની ગાથાઓ) માં ન સમજ્યા તો, એક હજાર વર્ષ પછી (થએલા આ) અમૃતચંદ્ર આચાર્યદેવને થયું કે આ બે લીટીમાં કોઈ સમજશે નહીં, તો કરૂણા આવી એને આખી ટીકા લખી, આ ટીકા જયચંદ્રજી પંડિતજીના હાથમાં આવી ને એને થયું કે (કાળદોષથી સંસ્કૃત ભાષાનો પરિચય ઓછો થયો) ને તેમણે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૦૭
(વિચાર્યું કે) આ સંસ્કૃત ટીકા કોઈ સમજશે નહીં અને એનાં ભાવ (જ્ઞાન ) શાસ્ત્રમાં રહી જશે (તેથી ) એનો અનુવાદ ઢુંઢારીભાષામાં કર્યો, એ અનુવાદ થયેલી હિન્દી ટીકા (પૂજ્યશ્રી ) ગુરુદેવનાં હાથમાં આવી, એમણે જોયું....કે ભલે હિન્દી અનુવાદ થયો, પણ રહસ્ય કોઈ જાણશે નહીં, (તેથી એમણે ) એ ટીકાનો વિસ્તાર કર્યો, ટીકાની ટીકા નહીં પણ ટીકાનો વિસ્તાર... પીસતાલીસ વરસ સુધી કર્યો. એ તો કદાચ પાંચસો કે હજાર વર્ષનું આયુષ્ય હોત જો એમનું...તો ત્યાં સુધી એ આ સમયસાર તો એક વખત તો લેત જ...આયુષ્ય ઓછું હતું આહાહા ! આ કાળમાં આયુષ્ય ઓછા છે સો વરસની આસપાસના આયુષ્ય છે.
એમણે આ પીસતાલીસ વરસમાં (આ સમયસાર ગ્રંથાધિરાજ) ઉપ૨ ઓગણીસ વાર તો જાહેર સભામાં વ્યાખ્યાન આપ્યાં. અંદરમાં તો સેંકડોં વખત (સમયસારનું ઘોલન ) પોતે બોલતા હતા કે સેંકડો વખત અંદરમાં અમે અધ્યયન કર્યું છે, એવું અપૂર્વ આ શાસ્ત્ર ને અપૂર્વ આ ટીકા, એની તેરમી આ ગાથા છે, સમ્યક્દર્શન થવા માટેની (આ) ગાથા છે.ભૂતાર્થનયથી આ નવ (તત્ત્વને) જાણે, એની કર્તાબુદ્ધિ છૂટી જાય-અકર્તા એવાં જ્ઞાતામાં દષ્ટિ આવતાં (નિજાત્માનો ) અનુભવ થાય...એમાં–ટીકામાં ચાલે છે.
“સંવર થવા યોગ્ય સંવાર્ય અને સંવ૨ ક૨ના૨ એ ભાવ સંવર છે.” એ જીવનાં પરિણામ છે. જીવનાં પરિણામ પણ જીવ નથી. જીવ એ પરિણામથી ભિન્ન છે. આહા...હા ! જીવનાં પરિણામ કહેતાં; જાણે એ જ જીવ છે (એમ ) પર્યાયદષ્ટિવાળા ને પર્યાયમાં જીવની ભ્રાન્તિ થાય છે. દેહમાંથી ને પ૨માંથી તો ભ્રાન્તિ છૂટે, પણ પર્યાયમાંથી પર્યાયને જીવ માનવાની ભ્રાન્તિ છૂટવી બહુ મુશ્કેલ છે. કેમકે દેહ-મન-વાણી એ તો એનાં ( જીવનાં ) પરિણામની સત્તામાંય નથી, પણ આ નવ તત્ત્વનાં પર્યાયો જે પ્રગટ થાય છે, એ તો પ્રમાણ જ્ઞાનથી જોઈએ તો એની સત્તામાં છે. શુદ્ઘનયથી જોઈએ તો એની સત્તાની બહાર છે. એની સત્તામાં પણ ઈ પરિણામ આવતાં નથી.
આહાહા ! પ્રમાણજ્ઞાનની વિવક્ષાથી એ જોઈએ, તો એ આખું દ્રવ્ય-પર્યાય પ્રમાણસ્વરૂપ ( હોવાથી ) તે એની સત્તામાં થાય છે એમ કહેવાય, પણ એ ત્રિકાળીસામાન્યસ્વભાવને લક્ષમાં લેતાં, એ ત્રિકાળી સ્વભાવ-દ્રવ્યસ્વભાવમાં, આ નવ તત્ત્વનું અસ્તિત્વ દેખાતું નથી એમ અહીંયા કહે છે કે, આ ભાવસંવર છે, જીવનાં પરિણામ કહો પણ તે જીવ નથી. જીવની સત્તામાં (એ) પ્રતિષ્ઠા પામતાં નથી, (એ) પરિણામ, ઉપર-ઉપર તરે છે. જેમ પાણીમાં તેલનું ટીપું ઉપર ઉપર તરે પણ એ પાણી ન થાય, પાણીમય ન થાય, પાણીમાં પ્રવેશી ન શકે એમ અનિત્ય-સાપેક્ષ-નાશવાન જે ભાવો છે નવ તત્ત્વ, એ અવિનાશી તત્ત્વની બહાર છે. એ અંદરમાં પ્રવેશ કરતાં નથી, એટલી અંદરમાં અત્યંત ભિન્નતા છે. દ્રવ્ય પર્યાય વચ્ચે સર્વથા ભિન્નતા છે.
જીવ અધિકા૨ પૂરો કરતાં...આચાર્યદેવ ફરમાવે છે કે...સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમેલો આત્મા, એ આ નવ તત્ત્વને ભિન્નપણે જાણે છે. સર્વથા-અત્યંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮
પ્રવચન નં. ૧૯ ભિન્નપણે જાણે છે. એથી. આત્મા શુદ્ધ છે એમ અમે જાણીએ છીએ. પરિણામ ભિન્ન છે માટે આત્મા શુદ્ધ છે. એમ મોક્ષમાર્ગરૂપે પરિણમેલા ધર્માત્મા ફરમાવે છે.
તો...કહે છે કે આ ભાવસંવર પર્યાયમાં થાય, (પરંતુ) એ પર્યાય દ્રવ્યમાં પ્રવેશ પામતી નથી. અને દ્રવ્યસ્વરૂપે વર્તતાં એ જૂનાં કર્મ, એનું નવાકર્મનું આવાગમન અટક્યું કેમકે તીર્થંકર પ્રકૃતિ કે જે કર્મની પ્રકૃતિ છે એ આવતી નથી, બીજી ઘણી કર્મની પ્રકૃતિઓ આવતી નથી તો તેને સંવર તત્ત્વ કહેવામાં આવે છે. એ નિર્જરા જે જૂનાં કર્મનો ક્ષય-અભાવ થાય, પરિણામ આવે એનો પણ ક્ષય થાય, એને નિર્જરાતત્ત્વ કહેવામાં આવે છે.
“નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર-એ બને નિર્જરા છે.” બંધાવા યોગ્ય અને બંધન કરનાર-ભાવ બંધ એ જીવની પર્યાયમાં ને બંધ નામ નિમિત્તભૂત જૂનાં કર્મનો ઉદયદર્શનમોહેં–ચારિત્રમોહ આદિ એ બન્ને બંધ છે, એક ભાવબંધ અને એક દ્રવ્યબંધ. ભાવબંધ ને દ્રવ્યબંધથી ભિન્ન, આત્મા છે, ત્રિકાળ મુક્ત સ્વભાવી-ત્રણેકાળ મુક્તસ્વભાવી આત્મા, (આ આત્મ) દ્રવ્યને ભાવબંધ લાગૂ પડતો નથી. તો દ્રવ્યબંધ તો ક્યાંથી લાગૂ પડે? આહાહા! ભાવ બંધ અત્યંત ભિન્ન છે. ત્રિકાળ મુક્તસ્વરૂપી જે આત્મા દષ્ટિનો વિષય (–ધ્યેય) છે, એનાથી આ મિથ્યાત્વ આદિ ભાવો અત્યંત ભિન્ન છે.
મોક્ષ થવા યોગ્ય (અને મોક્ષ કરનાર) ” , મોક્ષનો આત્મા કરનાર નથી, કેમકે મોક્ષની પર્યાય, આત્માથી (–આત્મદ્રવ્યથી) સર્વથા ભિન્ન છે. એ ભેદથી જુઓ તો એ પદ્રવ્ય છે. વર્તમાન મોક્ષ નથી (આ ક્ષેત્રે ને આ કાળે) પણ વર્તમાન વિચાર કરે મોક્ષનો કોઈ જીવ, આ દ્રવ્ય છે ને આ મોક્ષની પર્યાય થાય છે, આઠ કર્મના અભાવપૂર્વક એવો વિચાર કરે તો એ જે ભેદ છે, એ આત્માથી સર્વથા ભિન્ન દેખાય છે. એનું નામ ભાવમોક્ષ છે આઠ કર્મનો અભાવ થવો તેનું નામ દ્રવ્યમોક્ષ છે. -ભાવમોક્ષ પણ સ્વતંત્ર અને દ્રવ્યમોક્ષ પણ સ્વતંત્ર! આહા....હા !
કથંચિત અજ્ઞાનદશાથી અજ્ઞાનીઓ, અથવા જ્ઞાનીઓ એને સમજાવે છે ત્યારે... નિમિત્ત-નૈમિત્તિક (સંબંધથી) એને સમજાવે છે પછી...કહે છે કે નિમિત્ત-નૈમિત્તિકનો પણ અભાવ છે, ભૂતાર્થનયથી એ જાણે...જ્યારે મોક્ષની પર્યાયનો હું વિચાર કરું છું...તો એ થવાયોગ્ય થાય છે. એ કર્મના અભાવથી પણ થતી નથી, એ સત અહેતુક છે, કર્મનો અભાવ થાય ત્યારે મોક્ષ થાય એ તો શિષ્યોને સમજાવવા માટે છે કેમકે શિષ્યો, વ્યવહાર દ્વારા જ પરમાર્થને સમજી શકે છે. એટલે નાસ્તિથી સમજાવે એને..અસ્તિથી સમજાવતાં થવાયોગ્ય થાય છે. આહાહા! કર્મનાં અભાવની અપેક્ષા, એમાંથી કાઢી નાખ તું હવે....સને અપેક્ષાની જરૂર નથી, પર્યાયને નિરપેક્ષ જાણ તું.
પર્યાયને નિરપેક્ષ જાણવી...એ અપૂર્વ ચીજ છે. પર્યાયને સાપેક્ષ જાણતાં, કર્તબુદ્ધિ રહી ગઈ...નિરપેક્ષપણે જાણતાં....થવા યોગ્ય થાય છે, એમ જાણ્યું. જ્યાં થવાયોગ્ય થાય છે, એમ જાણે ત્યાં કર્તા બુદ્ધિ છુટી જાય છે. (અ) અકર્તા એવો દ્રવ્યસ્વભાવ દૃષ્ટિમાં આવી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૦૯
જાય છે–તેને અનુભવ થઈ જાય છે. મોક્ષ થવા યોગ્ય થાય છે, આહા...હા! અત્યાર સુધી જેટલાં સિદ્ધ-પરમાત્મા થયા ને, એણે મોક્ષ કર્યો નથી...તેમ એનો મોક્ષ થયો નથી...એની પર્યાયનો મોક્ષ થયો ! એમ જાણવામાં આવે છે. આહાહા !
એ આઠ કર્મથી મોક્ષ થયો, એમ જાણવામાં આવતું નથી...આત્માએ મોક્ષ કર્યો, એમ પણ જાણવામાં આવતું નથી...‘મોક્ષ થયો’ એમ જાણવામાં આવે. પણ...એ (મોક્ષ ) મેં કર્યો, એમ છે નહીં...કેમ કે મોક્ષની પર્યાયને પણ...તું ભૂતાર્થનયથી જાણ ! પર્યાયને પર્યાયસ્વભાવથી જાણ. પર્યાયને એનાં તત્ સમયનાં સ્વભાવથી જાણ. તત્સમયનો એ મોક્ષપર્યાય થવાનો કાળ છે, અને પરિપૂર્ણ મોક્ષ અવસ્થા કેવળજ્ઞાનની થઈ ગઈ છે. -એમ જાણીશ તો તને કર્તાબુદ્ધિ (પર્યાયની ) છૂટી જશે ને આત્મ અનુભવ થશે, જ્યાં સુધી પર્યાયને હું કરું છું, હજી તો આઠ કર્મનેય કરું છું ને શરીરને ય (શરીરની ક્રિયાઓને ) કરું છું ને આ સમાજનાં કામ હું કરું છું ને, દુકાન હું ચલાવું છું ને આહા...હા ! મારી બુદ્ધિથી હું પૈસા કમાઉં છું...શું કહ્યું આ ?
પ્રભુ! તું તો જાણનાર છો ને! તું ક્યાં કરનાર છો ? શું કહ્યું પ્રભુ! તું જાણનાર છો... ચક્ષુ જેમ જાણે દશ્યપદાર્થ ને તે કાંઈ કરે નહીં...એ જ્ઞાનચક્ષુ આત્માની...એ આત્માને જાણે ને જાણતાં-જાણતાં એ જણાય...આહા...! એવી વસ્તુની સ્થિતિ છે. અહીં શું કહે છે-મોક્ષ થવા યોગ્ય થાય છે. અને એનું કર્તાપણું આત્મામાં નથી, નિમિત્ત કરતું નથી-કર્મનો અભાવ થયો માટે મોક્ષ થયો, એટલું નિરપેક્ષપૂર્વક સાપેક્ષનું જ્ઞાન કરાવ્યું. પહેલાં નિરપેક્ષથી જાણ...કે આત્માથી પણ ન થાય, આત્મા એમાં નિમિત્ત પણ નથી...કર્મથી ન થાય અને કર્મ એમાં નિમિત્ત પણ નથી. એમ ( મોક્ષની ) પર્યાયને સત-અહેતુક-નિરપેક્ષ જાણ, અને નિરપેક્ષ જાણ્યા પછી...એને સાપેક્ષનું જ્ઞાન પણ થાય છે-નિરપેક્ષ જાણવું તે નિશ્ચય છે, સાપેક્ષથી જાણવું તે વ્યવહાર છે. કર્મનો અભાવ થયો, એમ પણ કહેવાય. આત્મા પરિણમે છે માટે આત્માનું લક્ષ કર્યું માટે આત્માએ પરિણામ કર્યાં એમ પણ વ્યવહાર કહેવાય...પણ પહેલું નિશ્ચયથી જાણ. આહા...હા ! ‘શુદ્ધનય તજે બંધ, શુદ્ધનય ગ્રહે મોક્ષ, એહી નિચોડ આ ગ્રંથકા એમ આવે છે ને! સમયસારનો આ સાર કહ્યો સાર...બનારસીદાસ થયાં ચારસો વરસ પહેલાં...આગ્રામા આહા...હા! એ સમયસાર વાંચીને શૃંગારી થઈ ગયા હતા, (સદ્દ) ગુરુ મળ્યા નહિ, એ વખતે એની પર્યાયની યોગ્યતા પાકી નહિ, એટલે શૃંગારી થઈ ગ્યા'તા તે. સમજી ગયા ? અને પછી તો...ભાન થયું-(આત્મ ) જ્ઞાન થયું-સમ્યક્દષ્ટ થઈ ગયા, એણે સમયસાર નાટકમાં આ લખ્યું છે. એમ કહે છે કે મોક્ષ થવાયોગ્ય થાય છે, મોક્ષનો હું કરનાર નથી. કેમકે આત્મા અકર્તા છે. નિષ્ક્રિય આત્મા, સક્રિય પરિણામને કરે નહીં-પરિણામ સક્રિય છે ને દ્રવ્ય નિષ્ક્રિય છે.
(સમયસાર ) ત્રણસો વીસ ગાથામાં વાત લીધી છે. કે આ આત્મા, પરિણામનો કેમ કર્તા નથી ? એનું કારણ કહો...આહા ! કે ‘ તદ્દરૂપો ન ભવતિ ' –એ રૂપે આત્મા, પર્યાયરૂપે
,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦
પ્રવચન નં. ૧૯ રાગરૂપે, વીતરાગરૂપે કે મોક્ષરૂપે આત્મા થતો નથી. તે-રૂપે થાય તો તો તેને કરે, પણ તે-રૂપે થતો નથી...માટે આત્મામાં કર્તાપણાનો ત્રિકાળ અભાવ છે.
(કહે છે કે) – “ એ બન્ને મોક્ષ છે; કા૨ણ કે એકને જ ” –એકને જ એટલે એકલો આત્મા અને એકલું અજીવ, એ એકલા-એકલાં (હોય ત્યાં સુધી) નવ તત્ત્વની ઉત્પત્તિ ન થાય. બેયનો સંબંધ થાય-સદ્ભાવ સંબંધ રહે તો પુણ્યપાપ આસવ બંધ ઊભા થાય. એ બેનો અભાવ થાય (સંબંધનો અભાવ ) ખ્યાલમાં આવ્યો તો (સંવ-નિર્જરા ) ને મોક્ષ થાય. એલો-એકલો આત્મા પોતે...પરિણામ સ્વભાવવાળો હોવા છતાં, પણ એ આત્મા નવ તત્ત્વમાં નિમિત્ત થતો નથી. એકલો-એકલો આત્મા, નવ તત્ત્વરૂપે પરિણમતો નથી...તેમ જ અજીવતત્ત્વ નિમિત્તપણે જે છે, એનાં નામ પણ આ નામ છે એવાં જ નામ એનાં છે. અહીંયા ભાવપુણ્ય તો ઓલાં દ્રવ્ય પુણ્ય આંહીયાં ભાવ સંવર તો ઓલાં દ્રવ્યસંવર છે. એ બે પ્રકારનાં પરિણામો જે જીવને અજીવનાં થાય છે, એ (બન્નેનાં ) સંબંધથી થાય છે. થાય છે પોતાની યોગ્યતાથી...પણ એ વખતે સદભાવ (સંબંધ) ને અભાવ એમાં નિમિત્ત હોય છે.
અહીંયા કહે છે કે...“ કા૨ણ કે એકને જ પોતાની મેળે પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ (સિદ્ધિ) બનતી નથી.” એક દષ્ટાંત આપ્યો છે બંધ અધિકારમાં કે સ્ફટિકમણિનો...સ્ફટિકમણિ પોતે ( સ્વભાવથી) સ્વચ્છ છે. અને પરિણમન સ્વભાવવાળું દ્રવ્ય છે, કૂટસ્થ નથી. તો-પણ એકલો-એકલો રાતા ( પીળા ) રંગ-રૂપે પરિણમતો નથી. પણ એમાં ફૂલ આદિની નિમિત્તપણે એમાં ઝાંય પડે છે, પરિણમે છે ( સ્ફટિકમણિ ) એની યોગ્યતાથી...પણ (એ ફૂલ આદિ) નિમિત્ત છે, સ્ફટિકમણિનો સ્વભાવ એમાં નિમિત્ત નથી, એમાં નિમિત્ત પરદ્રવ્ય જ હોય.
66
એવી રીતે...જીવ અને અજીવ (આ) બે તત્ત્વો, બે દ્રવ્ય એકલા-એકલા પોતે પોતાની મેળે નવ તત્ત્વરૂપે પરિણમે નહીં. બેનો સંબંધ થાય, તો નવભેદરૂપે પરિણમે...છે કારણ કે એને જ પોતાની મેળે-જીવ ને અજીવ...પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષની સિદ્ધિ બનતી નથી.”
આ ભેદો....આહાહા! ભેદનો ઉત્પાદક ( આત્મા કે પુદ્દગલ ) દ્રવ્ય તો નથી પણ એ ભેદો ઉત્પન્ન થવામાં આત્મા નિમિત્ત કારણ-પણે પણ નથી. જો મોક્ષમાં નિમિત્ત હોય તો આત્મા તો અનાદિ-અનંત છે, કેમ મોક્ષ થતો નથી? આહાહા! એ (આત્મા) એકલો-એકલો મોક્ષરૂપે પરિણમતો નથી. એ ૫૨નો સંગ કે અસંગ, સદ્ભાવ કે અભાવ...એના કારણે નવના ભેદ ઉત્પન્ન થાય છે. “તે બન્નેમાં જીવ અને અજીવ છે”, એટલે એ બન્નેના પરિણામ છે. એક જીવનાં ને એક અજીવનાં. તે બન્ને જીવ છે એટલે નવેય તત્ત્વ જીવ છે એમ અર્થ ન કરવો પરંતુ આમ સમજવું ‘તે બન્ને જીવનાં પરિણામ છે' ને (તેમાં) એક જીવનાં પરિણામને એક અજીવનાં પરિણામ છે. એક જીવનાં પરિણામ નવ, નવેય આંહીયાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૧૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ ઉત્પન્ન થાય છે અને નવ બીજે ઉત્પન્ન થાય છે. બહાર-આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયથી બહાર ઉત્પન્ન થાય છે. અને આ નવેય તત્ત્વો આત્માના દ્રવ્યસ્વભાવથી બહાર, પર્યાયસ્વભાવમાં ઉત્પન્ન થાય છે. આત્મામાં નવ (તત્ત્વનાં ) ભેદ ઉત્પન્ન થતાં નથી.
આ નવના જે ભેદો ઉત્પન્ન થાય છે ને, આત્માના..દ્રવ્યસ્વભાવમાં...ઉત્પન્ન થતાં નથી, દ્રવ્યસ્વભાવની બહાર પર્યાય સ્વભાવ છે, આ પર્યાયસ્વભાવમાં નવનાં ભેદો (નવ તત્ત્વોના ભેદો) ઉત્પન્ન થાય, એ થાય છે નિરપેક્ષ-એની યોગ્યતાથી..એની યોગ્યતાથી...પણ એમાં નિમિત્ત કારણ અજીવ છે. એ અજીવમાંય પુર્ણ થાય ને જીવમાં ય પુણ્ય થાય... અજીવમાંય પાપ થાય ને જીવમાંય પણ પાપ થાય.થાય ત્યાં સુધી હોં ! થાય જ એવો નિયમ નહીં, સ્વભાવને છોડીને (એનું) લક્ષ કરે તો....
તે બને જીવ અને અજીવ છે.” પરિણામને (જીવ અને અજીવ) કહ્યા, એ જીવના પરિણામને ઉપચારથી જીવ કહેવાય અને અજીવના પરિણામને ઉપચારથી અજીવ કહેવામાં આવે છે. અર્થાત્ તે બન્નેમાં એક જીવ છે ને બીજું અજીવ છે. લ્યો !
આ “થવાયોગ્ય ” અને “કરનાર'... “થવાયોગ્ય” અને “કરનાર' એ બેનો પાઠ પૂરો થયો.
હવે મિથ્યાદષ્ટિ અને સમ્યક્રદૃષ્ટિ, એ બેની વાત કરે છે. જુઓ! આ બીજો પારો શરૂ થયો હવે, એક પારો પૂરો થયો ટીકામાં.
બાહ્ય સ્થલ દષ્ટિથી જોઈએ તો ” :- એને અંતર આત્માની દષ્ટિથી ન જોઈએ કર્મના સંબંધથી જોઈએ તો-દેહદૃષ્ટિથી જોઈએ તો (પર્યાયદષ્ટિથી જોઈએ તો), રાગની દૃષ્ટિથી જોઈએ તો..એકત્વબુદ્ધિ કરીને જોઈએ તો....સ્વભાવને છોડીને.વિભાવને પોતાનો માનીને પરિણમે તો..( આવી આવી) સ્થૂલ દષ્ટિથી જોઈએ તો...“જીવ-પુગલનાં અનાદિ બંધ૫ર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં” –આ કર્મનો સંબંધ આત્માને અનાદિનો છે......પણ સંયોગ-સંબંધ છે. તાદાભ્ય-સંબંધ નથી. નિમિત્તરૂપ સંબંધ છે. પર્યાયની સાથે પુદ્ગલનો-આઠ ( પ્રકારનાં) કર્મનો અનાદિ નિમિત્તરૂપ સંબંધ છે. પર્યાય, ક્ષણિક ઉપાદાન છે, આત્મા ત્રિકાળી ઉપાદાન છે. પર્યાય ક્ષણિક ઉપાદાન છે ને જડકર્મ એ નિમિત્ત છે. એવો સંબંધ અનાદિનો છે, જેમ ખાણમાંથી...સોનું મેલું (અશુદ્ધ) નીકળે છે પછી એને શોધે છે, તો સુવર્ણ શુદ્ધ થઈ જાય છે. એમ આ આત્મા...અનાદિનો પોતાના સ્વભાવને ભૂલીને..પરદ્રવ્ય ને પરભાવને મારું-મારું માની–માનીને...અજ્ઞાની થયો થકો...અજ્ઞાનના નિમિત્તે...આત્માના નિમિત્તે નહીં, અજ્ઞાનના નિમિત્તે કર્મનો બંધ થાય છે, એ વખતે જ્ઞાયકતત્ત્વ મૌજુદ છે, અજ્ઞાનભાવના કાળે પણ...અજ્ઞાનની પર્યાયથી...જીવતત્ત્વ-સામાન્ય ભિન્ન રહેલું છે. એ કર્મોના બંધમાં નિમિત્ત થતું નથી.
અજ્ઞાનીને પણ એક સમયનો અજ્ઞાનભાવ.જડકર્મ બંધાય એમાં (એ ભાવ) નિમિત્ત થાય છે...(પણ એને ય) ભગવાન આત્મા નિમિત્ત થતો નથી. –એ ઉપરથી સિદ્ધ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨
પ્રવચન નં. ૧૯ થાય છે કે આત્મા અને આસ્રવ ભિન્ન છે. આહાહા ! એટલો વિચાર કરે તોય ભેદજ્ઞાન થઈ જાય. શું કહ્યું? કે અજ્ઞાનીનો, અજ્ઞાનભાવ કર્મબંધમાં નિમિત્ત થાય છે...ઉપાદાનપણે કર્તા તો કર્મ છે-એમાં એ પ્રવેશીને-(જીવનું પરિણામ) કર્મને બાંધે છે કે કર્મને બોલાવે છે એમ છે નહીં. એ-પણ આંહીયાં (જીવનાં પરિણામમાં) અજ્ઞાનભાવ પ્રગટ થાય છે, યોગાનુયોગ કર્મની પ્રકૃતિનો આસ્રવ થઈને બંધાય જાય છે. એવા કાળે પણ ભગવાન આત્મા તો..એનો નિમિત્તકર્તા પણ બનતો નથી. જો એક સમય પણ નિમિત્તકર્તા બને તો નિત્ય નિમિત્ત કર્તાપણાનો દોષ આવતાં...કોઈ કાળે પણ નિમિત્તકર્તાપણું છૂટે નહીં. એટલે નિમિત્તકર્તા પણ નથી અજ્ઞાનીનો આત્મા ! જ્ઞાનીનો આત્મા તો.કર્મબંધનું કારણ જ નથી, જ્ઞાનીના આત્માના પરિણામ પણ કર્મબંધના નિમિત્તકારણ નથી પણ અજ્ઞાનીના આત્માના પરિણામ જે છે, પરભાવને પોતાના માને છે એ અજ્ઞાનભાવ નવાં કર્મના બંધમાં નિમિત્ત થાય છે.
“જીવ-પુગલના અનાદિ બંધાર્યાયની સમીપ જઈને ” –પર્યાયની સમીપ જઈને એની અવસ્થાની સમીપ જઈને-જીવનાં પરિણામ...એનાં પરિણામ ઉપર દષ્ટિ રાખીને જોઈએ તો...કર્મનો સંબંધ અનાદિનો છે. એ કર્મનો સંબંધ છે તે અપેક્ષાએ અવસ્થા-દષ્ટિએ જોઈએ. “એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે” એમ. “એકપણે” અનુભવ કરતાં અહીંયાં છે-એ જીવ અને પુગલનો એકપણે અનુભવ કરે આત્મા, ત્યારે આ નવ તત્ત્વમાં કર્તાબુદ્ધિ થઈ જાય છે એની (અજ્ઞાનીની)...એકપણે” એ અનુભવે ત્યારે હું કર્તાહું કર્તા ને આ..પરિણામ મારું કર્મ, એવી એની મિથ્થાબુદ્ધિ થઈ જાય છે.
અને હું જ્ઞાતા અને આ પરિણામ મારું શેય, એવી જ્ઞાતાબુદ્ધિ થઈ જાય છે-બેય મિથ્યા દષ્ટિ છે-બેય ભાવ મિથ્યાત્વનાં છે. આ પરિણામ જે થાય છે એનો હું કર્તા -એકપણે અનુભવે છે એમ લખ્યું છે ! ભેદજ્ઞાનનો અભાવ છે-ભેદજ્ઞાનની શક્તિ બિડાય ગઈ છે.
પરિણામ અને અપરિણામી આ બે તત્ત્વ ભિન્ન છે, એ ખ્યાલમાં આવતું નથી... એકપણે અનુભવે છે. (એને એમ લાગે છે કે) આત્મા અને આત્માના પરિણામ જુદા ક્યાંથી હોય! શરીરને જુદું કહો તો ઠીક છે સમજાય એવી વાત છે પણ આ તો આત્મા અને આત્મામાં થતાં પરિણામ-એટલે કે પ્રમાણના દ્રવ્યથી જોવામાં આવે તો એ (પરિણામ ) આત્મામાં થાય છે, શુદ્ધનયથી જોઈએ તો એ આત્મામાં થતા નથી. નયજ્ઞાનથી જોતાં એની સત્તામાં નથી. અને નયજ્ઞાનને છોડીને..આગમપદ્ધતિના પ્રમાણથી જોવે તો એની સત્તામાં છે, અધ્યાત્મપદ્ધત્તિથી તો રાગપણ એમાં થતો નથી.
આ બે છે ને–બાહ્ય સ્થલ દષ્ટિ અને એનાં પછી અંતરદૃષ્ટિ (થી જોઈએ તો કહ્યું છે ને!) એમાં માલ નીકળશે માલ. “માલ” ભર્યો છે આમાં. માલામાલ છે આખી ગાથામાં. આ આખી ગાથા માલથી (અધ્યાત્મના રહસ્યથી) ભરી છે. પણ..ગુરુદેવ ફરમાવતાં હતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૩
આત્મજ્યોતિ (વારંવાર કે) આ વેપારી (ઓને) પાપના (ધંધા) આડે, કાંઈ એને સૂઝતું નથી, કે મારું શું થશે? આંહીથી જાઈશ તો માસી (બા) ના ઘર ક્યાંય નથી. કોઈ આવો એમેય નહીં કહે, દ્રવ્ય જુદું, ક્ષેત્ર જુદું, કાળ-ભાવ અજાણું..અજાણ્યું, અજાણ્યા ક્ષેત્રમાં જાય, કોઈ “આવો' ના કહેરશિયા કે અમેરિકામાં (આપણે જઈએ) તો કોઈ “આવો” કહે આપણને? આ દાખલો..સમજી ગ્યા? એમ.તને મનુષ્યભવ (મહામૂલો) મળ્યો છે કામ કરી લે (-પોતાને
ઓળખી લે!) નહીંતર આ તક ચાલી જશે..પાછો મનુષ્યભવ મળવો, સાચાં દેવ-ગુરુશાસ્ત્રનો યોગ મળવો...કોઈ દુર્લભ વાત છે.
શું કહે છે? કે આ આત્મા ને રાગ, એકપણાની બુદ્ધિથી જોવામાં આવે તો આત્મા ને શરીર એક છે એવી મિથ્થાબુદ્ધિ અજ્ઞાનભાવે જોવામાં આવે તો આ નવેય તત્ત્વો ભૂતાર્થને સત્યાર્થ છે, કે હું એને કરું છું હું એને ભોગવું છું, એવું અજ્ઞાન સાચું છે એનું...એનું અજ્ઞાન જે થયું-એ અજ્ઞાનભાવ પણ એકસમયનું સત્ છે. અજ્ઞાન કાંઈ સસલાના શીંગડાં જેવું નથી. અભાવ થાય ત્યારે અવડુ થાય..ભાવરૂપ છે ત્યાં સુધી છે. અજ્ઞાન, અવસુ એમ નથી. સત્યાર્થ ને ભૂતાર્થ કહ્યું, અજ્ઞાન પણ છે. ભલે એકસમયનું..પણ..અજ્ઞાન પણ છે. એ અજ્ઞાનનું કારણ આપ્યું કે જીવ અને અજીવની એકપણાની માન્યતા....આત્માને રાગ ભિન્ન હોવા છતાં રાગને આત્મા એક છે એવી ભ્રાન્તિ (મિથ્યાબુદ્ધિ) થઈ ગઈ છે. રાગનો હું કર્તા છું એવી કર્તબુદ્ધિ અને રાગનો હું જ્ઞાતા છું એવી જ્ઞાતાબુદ્ધિ, એ અજ્ઞાનમાંથી જન્મેલા... કર્તબુદ્ધિને જ્ઞાતા બુદ્ધિના બે દોષ ઉત્પન્ન થાય છે. અજ્ઞાન એક છે-અજ્ઞાનચેતના એક છે, એનાં પેટાભેદ બે છે. કર્તબુદ્ધિથી મિથ્યાત્વ છે જ્ઞાતાબુદ્ધિથી જ્ઞાનનો દોષ-મિથ્યાજ્ઞાન છે.
કહે છે કે અનાદિ કાળનું અજ્ઞાન છે. અજ્ઞાન એટલે શું? કે સ્વ અને પરની ભિન્નતા હોવા છતાં પણ એક ભાસે છે, એક થતું નથી. એક જેવું લાગે છે-દેહ અને આત્મા-પર્યાય અને આત્મા એ એક જેવું લાગે છે. અને રાગ અને આત્મા પણ એક જેવું લાગે છે. એ “એકપણે અનુભવ કરવામાં આવે"..(તેથી) અજ્ઞાન ઊભું થાય છે. અજ્ઞાન, અજ્ઞાનપણે છે તું અજ્ઞાનને, જ્ઞાન માનીશ તો તારી ભૂલ છે. અને અજ્ઞાનને સ્વભાવ માનીશ તો-પણ તારી ભૂલ છે. અજ્ઞાન છે..આહાહા ! એમ જાણજે...( જેમ કે) શરીરમાં તાવ આવ્યો હોય તો એમ જાણજે કે તાવ છે (મને અત્યારે રોગ છે) જો એમ માને તો તાવને ઊતારવાના ઉપાય કરે, ઔષધ (દવા) લઈને..એમ આ સમયસાર વાંચીને (માત્ર વાંચીને) આત્મા શુદ્ધ છે-અભેદ છે-એક છે-(નિષ્ક્રિય છે.) એ છે (પણ) કઈ નથી કહ્યું છે? આહાહા! ઈ.... સ્વભાવદષ્ટિથી કહ્યું છે. પર્યાયદષ્ટિથી-પર્યાય ઉપર લક્ષ રાખે, એકત્વ કરે ત્યાં સુધી એની પર્યાયમાં અજ્ઞાન મિથ્યાદર્શન ને મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર (વર્ત) છે. પણ..એ વિભાવ છે માટે ટળી શકે છે.
અજ્ઞાનનું જ્ઞાન કરાવીને..અજ્ઞાનનો અભાવ કેમ થાય? અજ્ઞાનનું જ્ઞાન કરાવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
પ્રવચન નં. ૧૯ અજ્ઞાનનો અભાવ કેમ થાય..આ અજ્ઞાન કેમ થાય છે? એ બતાવ્યું.....કે તારે અજ્ઞાન કેમ થાય છે કે દેહને આત્મા ભિન્ન છે ને એકપણે માને છે, પરિણામ અને આત્મદ્રવ્ય ભિન્ન છે, પરિણામ થવાયોગ્ય થાય છે અને માની રહ્યો છો તું મારાથી થાય છે. આહાહા! પરિણામનો જ્ઞાતા ન હોવા છતાં..હું પરિણામનો જ્ઞાતા છું એમ માને છે, એ તો અજ્ઞાન છે.
(કહે છે?) “એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે. સત્યાર્થ છે.” એક સમય પૂરતું-એક સમય પૂરતું એ સત્ છે એ અજ્ઞાન છે એ-પણ થવાયોગ્ય થયું છે. અજ્ઞાનનો આત્મા કર્તા નથી. શું કહ્યું આ? પાછું જો અજ્ઞાન થયું એમ કહીને...તો અજ્ઞાનનો તો આત્મા કર્તા ખરો છે કે નહીં ? આ ગાથાનું રહસ્ય...મૂળમાં...એટલે જ્ઞાનમાં આવવું... કઠિન છે. કેમકે વ્યવહારનયથી નવ તત્ત્વનું નિરૂપણ...દિગમ્બર શાસ્ત્રોમાં-હજ્જારો શાસ્ત્રોમાં છે...પણ નિરપેક્ષનયથી-ભૂતાથનથી આહાહા! નવ તત્ત્વ...કોઈ પરની અપેક્ષા નહીં ને સ્વની અપેક્ષા પણ નહીં તો અજ્ઞાન કોણે કર્યું? કે આત્માએ કર્યું, (એમ નથી બાપા !) અજ્ઞાનનો કર્તા આત્મા નથી. તો અજ્ઞાનનો કર્તા આત્મા નથી તો પછી એનો ભોક્તા આત્મા નહીં થાય..કે અમને એ ઈષ્ટ છે. અમને એ વાત...મંજૂર છે. આહાહા !
અજ્ઞાન થાય છે...એ અજ્ઞાન પર્યાયમાં જ્યાં સુધી થાય છે ત્યાં સુધી થાય છે જ્યારે થાય ત્યારે થાય છે, ન થાય તો ન થાય....થાય તો થાય ને ન થાય તો..નથી થતું–થાય ત્યાં
થાય. ન થાય તો કોઈ દિ'ન થાય. ન થાય તો.. કોઈ દિ'ન થાય. એક સમય નહીં થાય તો કોઈ દિ નહીં થાય. અજ્ઞાન છે...સત્યાર્થ ને ભૂતાર્થ છે લખ્યો છે શબ્દ (ટીકામાં આચાર્ય દેવે) આહાહા ! એ કાંઈ સસલાનાં શીંગડાં નથી. પર્યાયમાં પર્યાયમાં થાય છે, પરથી પણ નહીં ને આત્માથી પણ નહીં. અહાહા ! અજ્ઞાનનો કર્તા અજ્ઞાન છે, અજ્ઞાનનો કર્તા આત્મા નથી. –એ થવાયોગ્ય થાય છે, બધામાં લાગૂ પાડી દેવું.
આ નવ તત્ત્વો ભૂતાર્થ ને સત્યાર્થ છે એવું અજ્ઞાન, થાય છે જીવને (જીવન પરિણામમાં) એ વિભાવ છે ને એટલે ટળી જાય છે. કેમ ટળે અજ્ઞાન? આ કર્તબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિ પર્યાય ઉપર (દષ્ટિ) રાખી છે ને! કર્તા બુદ્ધિ કેમ ટળે ને એની જ્ઞાતાબુદ્ધિ કેમ ટળે? એનો હવે ઉપાય બતાવે છે. (આચાર્યદેવ!) (પહેલાં) અજ્ઞાન સિદ્ધ કર્યું હવે એ અજ્ઞાનના નાશનો ઉપાય બતાવે છે. અહીંથી આપણા એક મુમુક્ષુ ગયા હતા નૈરોબી, તે ત્યાં મુમુક્ષુમંડળ છે ને...આપણું ચર્ચા થઈ (એક મુમુક્ષુ કહે) કે આત્મા જ રાગને કરે છે, તો જ સંસાર સિદ્ધ થાય કહે, આપની વાત બરાબર છે, ઠીક છે કે સંસાર સિદ્ધ થાય ઈ બરાબર... પણ..એ સંસારનો અભાવ શી રીતે થાય એ કાંઈ વાતનો તમને ખ્યાલ છે? કે ઈ ખબર નથી. બોલો, ક્યાં ગયા આવ્યા છે કે નહીં એ ભાઈ? આ રહ્યા....બેઠા છે નવીનભાઈ બેઠા છે, નવીનભાઈ ગયા હતા. વાર્તાલાપ થયો એની હારે..કે આત્મા સ્વતંત્રપણે રાગને કરે છે, રાગને આત્મા નથી કરતો એમ કોઈ કહે તો ખોટી વાત છે. કહે નવીનભાઈ કહે, વાત તમારી સાચી છે, રાગ થાય છે એટલે સંસાર ઊભો થાય છે પણ એ સંસાર ટળે કેમ? કે ઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
કાંઈ ખબર નથી અમને...બોલો !
૨૧૫
આ...અજ્ઞાન થાય છે ત્યાં અલ્પવિરામ છે, અને એ અજ્ઞાન કેમ ટળે ? એ શીખવા જેવું છે. એ તો એને અનાદિકાળથી ગળસુલીમા છે રાગ કેમ કરવો એ તો અનાદિકાળથી એકત્વનો અભ્યાસ છે એને...(એનાથી ) વિમુક્ત થઈને આત્માનો અનુભવ કેમ થાય, એની વાત એણે સાંભળી પણ નથી...એ એકત્વ-વિભક્તની વાત સંભળાવીશ ( એમ સમયસારમાં આચાર્યદેવ કહે છે.) કામ-ભોગ-બંધનની કથા તો સાંભળી છે બધાંએ અને ઉપદેશક પણ એને એવાં મળ્યા...કે આત્મા જ રાગને કરે છે, એથી સંસાર અજ્ઞાન સિદ્ધ થયું પણ અજ્ઞાન ટળે કેમ ? કે એ કંઈ ખ્યાલ નથી આવતો...આહા...હા! આંહીયાં સુધી તો અભ્યાસ છે એનો...આ એકત્વપણાની બુદ્ધિ તો છે કે દેહ મારો છે, દિકરા મારાં, દિકરી મારી શું ભાઈ-ભગિની-ભાર્યા એ બધું મારું (રાગ મારો-દ્વેષ મારો ) મારું (મારું) કરે છે ને મરે છે ભાવમરણે...પણ એનું થતું નથી...પાછું એનું (એ કોઈ પણ ) ન થાય. આહા...હા ! અજ્ઞાન સિદ્ધ કર્યું પણ હવે કહે છે કે અજ્ઞાન ટળે કેમ? ભૂતાર્થ ને સત્યાર્થ કહ્યું. એ પ્રકારનું– સ્વભાવને ભૂલીને ૫૨ને પોતાનું માને છે, ત્યાં સુધી અજ્ઞાન છે ને એ પર્યાયમાં દુઃખ પણ ભોગવે છે. ઈ કર્મ, નથી ભોગવતું દુ:ખ, (અને) ભગવાન આત્મા પણ ભોગવતો નથી... એટલી તો...દુ:ખ અને આત્માને જુદાઈ છે. (આવું ભેદજ્ઞાન ન હોવાથી ) અજ્ઞાનીને એ જુદાઈનો ખ્યાલ આવતો નથી, માટે હું જ (આ ) દુઃખને ભોગવું છું...
વળી, કો'ક એવો મગજનો હોય ને ગાંડો, (એ બોલ ) કે તું દુઃખ નથી ભોગવતો તે તારો બાપ ભોગવે છે, એમ બોલવા લાગે. અરે, ભાઈ સાંભળતો ખરો તું...આ વાત કોઈ અપૂર્વ છે...દુ:ખનું ભોક્તાપણું (એક સમયનું) અમે સિદ્ધ કરીએ છીએ...દુ:ખ, અજ્ઞાની અજ્ઞાનભાવમાં, પર્યાયમાં જ્યાં સુધી રાગની કર્તાબુદ્ધિ છે ત્યાં સુધી એનાં ફ્ળમાં એકાંત દુઃખ ભોગવે છે...સુખનો છાંટો પણ એને પ્રગટ થતો નથી પણ...એ દુઃખ ભોગવે છે ત્યારે.... આત્મા દુઃખનો અભોક્તા રહી ગયો છે. નિગોદનાં જીવમાં પણ અનંતુ દુ:ખ છે પર્યાયમાં... પણ દ્રવ્યમાં અનંતુ સુખ છે. એ સુખસ્વભાવી ભગવાન આત્મા દુઃખને ભોગવી શકતો નથી, અશક્ય છે. આહા...હા! અશક્ય છે. કથંચિત્ ભોગવે ને ચિત્ આ નયે ન ભોગવે...પરંતુ સ્વભાવમાં નય ન હોય, આહાહા! નયથી સિદ્ધિ નહીં થાય, સ્વભાવથી સિદ્ધિ થશે. નયમાં મર્યાદિત છે બધી વાત એ આવશે આમાં ઘણું બધું આવશે આમાં...આપણે નયનો પ્રયોગ કરશું...પછી નયનો પ્રયોગ છોડી દેશું હોં! નયનો પ્રયોગ, નયને છોડવા માટે છે (–નયાતિક્રાન્ત થવા માટે છે.) નયને વળગી રહેવા માટે નથી.
એ ‘દ્રવ્યસ્વભાવ-પર્યાયસ્વભાવ' પુસ્તક બહાર પડયું છે, એક અભ્યાસી જીવ, મુંબઈવાળા, સાત-આઠ કલાકનો રોજનો અભ્યાસ કરે છે. અહીં આવ્યા 'તા એક દિવસ વાંચનમાં પછી ઘેરે આવ્યાતા સારો અભ્યાસ છે. ઈ કહે આ, આંહીયાં સુધી આવીએ છીએ, હજી અંદ૨માં જવાતું નથી, એનું શું? મેં કહ્યું, મેં આજે આ જે પુસ્તક આપ્યું છે એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬
પ્રવચન નં. ૧૯ વાંચજો એમાં છે બધું લખેલું.
નય છે ને એ સાપેક્ષ છે. અને આત્માનો સ્વભાવ છે તે નિરપેક્ષ છે. નય હંમેશાં સાપેક્ષ જ હોય. નહિતર શું કહેવાય “નિરપેક્ષ નયાઃ મિથ્યા નયા નય હંમેશાં સાપેક્ષ હોય, નિરપેક્ષ ન હોય, સાપેક્ષ હોય અને આત્માનો સ્વભાવ...ત્રણે કાળે નિરપેક્ષ અને એને નયની અપેક્ષા લાગૂ પડતી નથી. નયથી અનુમાન થાય છે, અને જ્ઞાનથી અનુભવ થાય છે. જ્ઞાન, નયજ્ઞાનથી જુદું છે. આહાહા ! નયજ્ઞાન સુધી તો..દ્રવ્યલિંગી મુનિ આવ્યો અનંત વાર એ નવમી રૈવેયક સુધી ગયો...આપણે નયનો પ્રયોગ કરશું હમણાં આહાહા !
આંહીયાં કર્તબુદ્ધિથી સત્યાર્થ છે એ અજ્ઞાન, અને હવે જોજો ! આ અજ્ઞાનનો નાશ કેમ થાય? અને પછી સમ્યક્દષ્ટિ થાય, એ સમ્યક્રદૃષ્ટિ નવ તત્ત્વને કેવી રીતે જાણે છે, એ બેય વાત આમાં આવશે હુમણાં...આહાહા ! કહ્યું?
એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપે જઈને અનુભવ કરતાં” , ઓમાં એકપણે અનુભવ કરતાં, એમ હતું ને! બંધ પર્યાયની એકત્વબુદ્ધિએ (એકપણે) અનુભવ કરતાં અજ્ઞાન ઊભું થાય છે-મિથ્યાત્વ ઊભું થાય છે એ વાત સાચી છે. એ હવે એને ટાળવું હોય તો અજ્ઞાનને ટાળવું હોય તો ઉપાય શું? ઉપાય તારી પાસે જ છે. અને એક જીવદ્રવ્યના-એક જ્ઞાયકભાવ..એક જ્ઞાયકભાવ...એક જ્ઞાયકભાવ, જ્ઞાયકભાવને ‘એક’ વિશેષણ લગાડ્યું છે. અને એક જીવદ્રવ્યના સ્વભાવ, એક પર્યાયનો વિભાગ અને દ્રવ્યનો સ્વભાવ-પર્યાયમાત્ર વિભાવરૂપ છે, મોક્ષ પણ વિભાવરૂપ છે વિભાવ એટલે વિશેષભાવ. એક સામાન્યતત્ત્વ છે. એક વિભાવભાવ છે ને બીજો એક સ્વભાવભાવ છે. એમાં વિભાવભાવો તો ઉત્પન્ન થયાઅજ્ઞાન, એ કેમ ટળે ને સમ્યકદર્શન કેમ થાય, એની વિધિ બતાવે છે.
એક જીવદ્રવ્યના સ્વભાવની નજદિક (સમીપ) જઈને અનુભવ કરતાં” –જે જ્ઞાન, પર્યાયને લક્ષ કરીને, પર્યાયને જાણતું હતું-પછી પર્યાયનું જ્ઞાન તો થશે પણ લક્ષ છૂટી જશે. અપૂર્વ છે ગાથા. જે જ્ઞાન પર્યાયનું લક્ષ કરીને, રાગાદિને અને ઉત્પાદ-વ્યયને જાણતું હતું... હવે ( અનુભવ થતાં) પર્યાયનું લક્ષ છૂટી જાય છે. દ્રવ્યસ્વભાવનું લક્ષ આવે છે. એનું જ્ઞાન, વિષય બદલાવી નાખે છે. પરની વાત તો દૂર રહો, પરને તો જ્ઞાન જાણતું જ નથી, આહા ! એવી કોઈ ચક્ષુ નથી (આત્મા પાસે) કે પરને જાણે, બેજ ચક્ષુ છે-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. આહા..હાં !
એ કહે છે કે “અને એક જીવદ્રવ્યના સ્વભાવની-શાયકસ્વભાવની નજદિકસમીપે જઈને જોવામાં આવે”...જ્ઞાન વિષય બદલાવી નાખે છે (જે જ્ઞાન) પર્યાયને જ વિષય કરતું 'તું ભેદને વિષય કરતું તું-આને હું જાણું છું ને આને હું કરું છું ને આને....પર્યાય ઉપર લક્ષ (પર્યાયનું) હતું. (સ્વસમ્મુખ થતાં) પર્યાયો રહી જાય છે ને લક્ષ ફરી જાય છે. (શું કહ્યું?) પર્યાયો, રહી જાય છે ને “લક્ષ” ફરી જાય છે. એનું લક્ષ, ભેદ ઉપરથી અભેદસામાન્ય ઉપર આવે છે. વિશેષને જાણવાની ચક્ષુ બંધ થઈ જાય છે. જ્યારે કાળ પાકે છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૧૭ એનો...એ પણ થવાયોગ્ય થાય છે. -એમ જાણવામાં આવે ત્યારે દષ્ટિ, દ્રવ્ય ઉપર આવી જાય છે. મારાથી કંઈ થતું નથી. “એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપે (-નજદિક) જઈને અનુભવ કરતાં, ઓમાં (અજ્ઞાનમાં) એકપણે અનુભવ કરતાં, આમાં (જ્ઞાનમાં) ભિન્નપણે અનુભવ કરે છે બેય ભિન્ન છે. અનુભવ કરતાં “તેઓ અભૂતાર્થ છે. અસત્યાર્થ છે.” તેઓ” એટલે નવ તત્ત્વો ! નવ તત્ત્વો, આત્માના સ્વભાવમાં દેખાતા નથી. પહેલા આ હતા નવ તત્ત્વો એ પર્યાયના ધર્મો, અને માનતો 'તો આત્માનો ધરમ. સ્વભાવ ને વિભાવ હુતા તો, ભિન્ન-ભિન્ન, પણ એની એકત્વપણાની બુદ્ધિ થઈ ગઈ હતી, એ બન્ને ભિન્ન-ભિન્ન છે એવું ભેદજ્ઞાન ઉદય નહોતું થયું, દ્રવ્યને પર્યાયમાં એ–બુદ્ધિ હતી, એ જ્યાં પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્ય-સામાન્યનું લક્ષ કરે છે જીવ, ત્યારે તે નવના ભેદો, કોઈ દેખાતા નથી, અભેદમાં ભેદ દષ્ટિગોચર થતા નથી. ભિન્ના ભાવા નો દરાઃ આહા! મન્ના માવા નો દD: અભેદ ઉપર દષ્ટિ ગઈ જ્યાં ત્યાં ભેદ દેખાતો નથી. ઈ સોનાની પર્યાય ઉપર દષ્ટિ હોય ત્યાં સુધી ભેદ દેખાય, ઘાટ-જુદા જુદા, પણ એ ઘાટનું લક્ષ છોડી અને એ જ વખતે ઘાટ પણ છે અને ઘાટનું લક્ષ છૂટી જાય છે. પહેલાં સોનું હતું એ સોનાનું લક્ષ છૂટીને ઘાટ ઉપર લક્ષ હતું, હવે.. સોનું તો હતું, હવે ઘાટ પણ રહેશે..પણ ઘાટનું લક્ષ છૂટીને સોનાનું લક્ષ આવી ગયું, સોનું તો સોનું છે સોનામાં અનેક ઘાટ દેખાતા નથી, ઘાટ હોવા છતાંઘાટનું લક્ષ નથી એટલે (ઘાટ) દેખાતાં નથી.
જેનું લક્ષ છે ઈ દેખાય છે. જેનું લક્ષ નથી દેખે છતાં નહીં દેખતો' ગાથા બહુ ઊંચી છે. આહા! માલ ભર્યો છે. પણ નવ તત્ત્વના ભેદો છે...પણ ભેદ ઉપરથી....લક્ષ છૂટી જાય છે, અને એક સામાન્ય-જ્ઞાનાનંદમૂર્તિ ચૈતન્યમૂર્તિ-પરમાત્મા (અભેદ) અંદર આત્મા ( જ્ઞાયકદેવ) બિરાજમાન છે. એના ઉપર (વર્તમાન) ઉપયોગ ઢળી જાય છે નમી જાય છે-અંદર આવી જાય છે, ત્યારે...એની સમીપે જઈને અનુભવ કરતાં...” એ નવ (તત્ત્વનાં) ભેદો (હોવા છતાં દેખાતા નથી ) સામાન્યમાં વિશેષની નાસ્તિ છે. આ સામાન્ય છે તેટલો આત્મા છે. પહેલાં જેટલું વિશેષ છે તેને આત્મા માનતો હતો...હવે જેટલું સામાન્ય છે તેટલો આત્મા છે, સામાન્ય-વિશેષ બે થઈને આત્મા છે એમ છે નહીં.
શું કહ્યું? અજ્ઞાની હતો ક્યાં સુધી ? કે જ્યાં સુધી પર્યાય ઉપર લક્ષ હતું પર્યાયનું અસ્તિત્વ, અજ્ઞાનનું કારણ નહોતું.પણ આ પર્યાય મારી છે આ હું કરું છું એમ પર્યાય ઉપર દષ્ટિ લક્ષ રાખતો અનાદિકાળથી સ્વભાવને ભૂલી ગયો હતો.
હવે...એ જ આત્મા, પર્યાયનું લક્ષ છોડી દે છે, અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપે જઈને, જ્ઞાનાનંદ પરમાત્માને (-નિજાત્માને) લક્ષમાં લ્ય છે, ત્યારે એ અનુભવ કરતાં.આ પર્યાયના ભેદો દેખાતાં નથી, એટલે પર્યાય તે આત્મા એવી બુદ્ધિ હતી એ નીકળી ગઈ..હવે દ્રવ્યસામાન્ય તે જ હું છું એવી બુદ્ધિ થઈ ગઈ. પણ...દ્રવ્યસામાન્યને જાણનાર જે પર્યાય છે એવો સામાન્ય-વિશેષ આત્મા, તેવો હું છું એવું તેમાં આવતું નથી,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮
પ્રવચન નં. ૧૯ પર્યાય જેને પ્રસિદ્ધ કરે છે એ પણ મારો ભેદ હું તો ત્રિકાળ અભેદ સામાન્ય છું. -એમ વિશેષની દષ્ટિ ગઈ, સામાન્ય-વિશેષની દૃષ્ટિ ગઈ, સામાન્યની દષ્ટિ થઈ....આહા! સામાન્યની દષ્ટિ થતાં.એક નિર્મળપર્યાય એવી પ્રગટ થાય છે કે સામાન્ય-વિશેષને એક સમયમાં જાણે છે, એને જ્ઞાનનું શય થયું એમ કહેવામાં આવે છે. આહા....હા !
કહે છે, અભૂતાર્થ ને અસત્યાર્થ છે, નવનાં ભેદ મને દેખાતાં નથી. એકુટુંબ-પરિવાર તો દેખાતું નથી..દેવ-ગુરુ-શાસ્ત્ર પણ દેખાતાં નથી. પંચપરમેષ્ઠિય દેખાતાં નથી...પણ પરિણામનાં ભેદો પણ દેખાતાં નથી. સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રનાં પરિણામ (નિર્મળ ) પ્રગટ થયાં...એ-પણ ભેદો દેખાતા નથી...જ્ઞાનમાં એકલો-અભેદ-સામાન્ય દેખાય છે, જ્ઞાનમાં એકલો સામાન્ય દેખાય છે. એટલે કે-સામાન્ય તે હું છું...એમ જ્ઞાનમાં પ્રતિભાસે છે. આ વિશેષને... સામાન્ય-વિશેષ..હું છું એમ હવે દેખાતું નથી.
“જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી.” -જીવનું એકાકાર જે સ્વરૂપ છે, સામાન્ય. સામાન્ય જ્ઞાનાનંદ પરમાત્મા જેમાં અનંતગુણનો પિંડ છે (-અભેદાત્મા-) છે, (વર્તમાન) પર્યાયનો જેમાં અભાવ છે..ગુણોનો સદ્દભાવ છે પણ એમાં પર્યાયનો અભાવ છે..એકાકારસ્વરૂપમાં..ગુણીને જોતાં...એ ગુણ-ભેદ દેખાતો નથી ને ગુણની પર્યાય પણ દેખાતી નથી. એકાકાર...શુદ્ધ આત્મા દેખાય છે નિર્વિકલ્પ ધ્યાનમાં બીજું કાંઈ દેખાતું નથી.. એમાં સમ્યકદર્શન થઈ ગયું. નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યકદર્શન-જ્ઞાન પ્રગટ થયું-શુદ્ધઉપયોગમાં સમ્યક્દર્શન પ્રગટ થયું...પણ એ શુદ્ધોપયોગ કાયમ ટકતો નથી...જ્ઞાની થયો...જ્ઞાની તો થયો.. જ્ઞાની રહ્યો...પણ શુદ્ધોપયોગ (માં) અંદર ટકાણું નહીં (-ચારિત્રની સ્થિરતા રહી નહીં).
તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે એવી રીતે અંતરષ્ટિથી જોઈએ તો! –અંતરદૃષ્ટિથી જોનારને સાધક થઈ ગયો, પહેલાં અજ્ઞાની હતો... દ્રવ્યસ્વભાવ ઉપર લક્ષ ગયું....જ્ઞાની થઈ ગયો...હવે જ્ઞાની થઈ ગયા પછી આહાહા ! પહેલાં કર્તબુદ્ધિ હતી પરિણામમાં, હવે અકર્તા થયો, અકર્તા થયો...તો નિર્મળપર્યાયનો..એ ઉપચારથી કર્તા થયો. અને રાગાદિનો કર્તાનયે પણ કર્તા થયો....એમ નવ તત્ત્વને જાણે છે..એમ લેશે અંદરમાં જુઓ ! આ ઉપરથી કહ્યું.
ઓમાં (પહેલાં અજ્ઞાનદશામાં) કર્તબુદ્ધિ હતી, આમાં કર્તાનય આવશે, કર્તબુદ્ધિ નહીં આવે (કેમકે આ તો જ્ઞાની માટેનું કથન છે.) જુઓ આમાં જ લખેલું છે બધું..આમાં છે, એ તો ઉપરથી કહ્યું “અંતર્દષ્ટિથી જોઈએ તો...” એટલે કે પર્યાય ઉપરથી લક્ષ છોડી ભગવાન આત્માનું લક્ષ કરીને ને એની દૃષ્ટિથી જોઈએ તો...અનુભવથી જોઈએ તો...જ્ઞાની થયો, નવતત્ત્વનો આત્મામાં અભાવ છે તેમ જાણું હવે? નવ તત્ત્વ તો રહ્યા. અને તે કેવી રીતે જાણે છે ઈ ( જ્ઞાની) એ કહેશે.
જ્ઞાયકભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. લ્યો ! નવ તત્ત્વનું અસ્તિત્વ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #257
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૧૯ તે મિથ્યાત્વનું કારણ નથી, નવ તત્ત્વમાં-પર્યાયમાં આત્મબુદ્ધિ કરી, અને દ્રવ્યસ્વભાવની આત્મબુદ્ધિ છોડી દેવી તેનું નામ અજ્ઞાન છે. હવે, જ્ઞાની થયા પછી નવ તત્ત્વ તો એને છે. થવાયોગ્ય થાય છે એમ જાણે. પહેલાં (અજ્ઞાનદશામાં) હું કરું છું એમ જાણતો 'તો ત્યાં સુધી અજ્ઞાની-મિથ્યાદષ્ટિ હતો. “થવાયોગ્ય થાય છે.' –એમ જાણીને દ્રવ્યસ્વભાવમાં ગયો. આહાહા! તો કહે છે કે અકર્તા એવો ( જ્ઞાતા) આત્મા..જેને જાણે છે તે કર્તા થાય છે...જણાય છે તે તેનું કર્મ થાય છે.
શું કહ્યું? અંતરદૃષ્ટિ વડે અનુભવ થયો એ આત્માને તો એ પોતાનો આત્મા... પોતાના જ્ઞાનમાં જણાયો..રાગમાં કે ઈન્દ્રિયજ્ઞાનમાં આત્મા જણાતો નહોતો...( હવે ) અંતરષ્ટિ વડે, એક સામાન્યજ્ઞાન જે હતું કે જેનો બાળ-ગોપાળ સર્વને (સર્વદા) પ્રતિભાસ થતો હતો... એને પ્રત્યક્ષ થઈને શુદ્ધ ઉપયોગ થઈને.ઉપયોગ અતીન્દ્રિયજ્ઞાનમાં કન્વર્ટ (બદલાઈને), સામાન્ય ઉપયોગ કન્વર્ટ થાય છે, વિશેષ ઈન્દ્રિયજ્ઞાનનો ઉપયોગ તો રોકાઈ જાય છે ઈ કન્વર્ટ થતો નથી.
બાળ-ગોપાળ સૌને એ જણાય છે ને જ્ઞાનમાં!? કે નથી જણાતો? બધાય ને જણાય છે. ઈન્દ્રિયજ્ઞાનમાં તો જણાતો જ નથી આત્મા, ઈન્દ્રિયજ્ઞાનનો તો એ વિષય જ નથી. એમાં જે જણાતો 'તો કે જાણનાર જણાય છે, એવાં પક્ષમાં આવતાં....પર્યાયનું લક્ષ છૂટયું...અનુભવ થયો...થઈ, આત્મદ્રવ્ય સ્વભાવની અંતર્દષ્ટિ પ્રગટ થઈ..એણે આત્માને જાણ્યો. તો જે જાણે તે કર્તા અને જણાય તે કર્મ. રાગની પર્યાય તો કર્મ થતી નથી એને...પણ જ્ઞાનની પર્યાય કર્મ થતી નથી...જાણે તે કર્તા ન જણાય તે કર્મ, તો શું જણાયું અનુભવના કાળમાં?
આત્મા જણાણો કે પર્યાય જણાણી? રાગ જણાણો કે વીતરાગીપર્યાય જણાણી? આત્મા જણાણો, પર્યાય જણાતી નથી માટે પર્યાય નિર્વિકલ્પ ધ્યાનનું કર્મ થતું નથી. એ બધી સવિકલ્પદશાની વાત છે (ક) આત્મા કર્તા ને આત્માનું જ્ઞાન કર્મ, એ વ્યવહારની વાત છે. એનાં કરતાં ઉપરની આ વાત ચાલે છે.
જે જાણે તે કર્તા ને જણાય તે (કર્મ). શું જણાયું? દેહ જણાયો? કે નહીં. ગુણસ્થાન જણાયા? કહે નહીં. આઠ કર્મ જણાયા? કહેનહીં. છે ઈ નથી જણાતું? “છે” ઈ જણાય છે. લે ! અમને “છે” ઈ જણાય છે. મોદી સાહેબ ! આ અપૂર્વ વાત છે. આવું એણે કર્યું નથીઆવું એણે કર્યું...નથી. (અજ્ઞાની કહે) છે ઈ નથી જણાતું? જ્ઞાની કહે કે “છે” ઈ જણાય છે બરાબર..૧છે” એને જાણીએ છીએ ને “છે” ઈ જ જણાય છે. જે નથી..એને હું જાણતો નથી. મારામાં એ નથી, તો હું એને જાણતો...નથી. આહા....હા ! વજુભાઈ ! અંદર જાવાની વાત છે.
આહા! જે જાણે તે કર્તા અને જણાય તે કર્મ! આહાહા ! એક વખત તો.. આહાહા! એક વખત તો નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જા...પછી સવિકલ્પમાં આવતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૨૦ નિર્મળ-પર્યાયનો ઉપચારથી કર્તા અને પર્યાયનો જ્ઞાતા ઉપચારથી આવશે પણ અનુપચાર વિના, ઉપચાર લાગૂ પડતો નથી. (એક વાર તો) અનુપચારમાં આવી જા કે (હું તો ) પર્યાયનો કર્તાય નથી ને પર્યાયનો જ્ઞાતાય નથી. પર્યાય મારું કર્મ નથી કેમ કે હું એને જાણતો નથી. પર્યાયને હું જાણું તો એ મારું કર્મ થઈ જાય. શાયકને જાણું છું તો જ્ઞાયક મારું કર્મ થાય છે હવે પર્યાય મારું કર્મ થતું નથી.
૨૨૦
‘આત્મા જાણનાર છે' બસ! જાણનાર છે...તો કર્તા છે, જાણનારને કર્તા કહેવાયજાણનાર...ને, તો કર્તા અને એમાં જણાય શું? જો રાગ જણાય...તો અજ્ઞાન કર્મ થઈ ગયુંરાગ જણાય તો કર્તાનું કર્મ અજ્ઞાન-રાગ થઈ ગયું, એ તો સંસાર છે. એવી કર્તા કર્મની પ્રવૃત્તિ તો અનાદિથી જીવ કરે છે. રાગ, કર્મ થતું નથી...
હવે નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે-અંદરમાં પ્રવેશ કરે છે ઉપયોગ ત્યારે કહે છે કે જાણનારો માટે કર્તા અને જણાયું શું? પોતે જ જણાયો! જાણનાર કર્તા ને જાણ્યો પોતે, એ કર્મ...એ પણ નથી...એમ પણ...નથી. એવું છે છતાં નથી...ઓલું તો છે જ નહીં હું કર્તાને રાગ મારું કર્મ, એ તો છે જ નહીં. એમ માને તો ઈ તો અજ્ઞાની થઈ ગયો-થઈ ચૂક્યો...
આ તો...અંદરમાં...જાણનારો પોતે કર્તા અને જણાયો, જે જણાય તે કર્મ થાય... સામાન્ય સ્વભાવ જણાયો આહા! જ્ઞાયક જણાયો-એવું કર્તા ને જણાય છે તે કર્મ...એવું છે... પણ એવું નથી તેમાં અનુભવ થાય છે, એવું છે ત્યાં સુધી અનુભવ ન થાય...ઓલું છે ત્યાં સુધી તો દિલ્હી દૂર છે. એની તો વાત શું કરવી...ઈ તો અજ્ઞાન ઉત્પન્ન કર્યું એણે તો... !
પ્રવચન નં - ૨૦ તા. ૭-૯-૯૧
આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. એની તેર નંબરની ગાથા ચાલે છે, સમ્યગ્દર્શન કેમ થાય ? એ સમ્યગ્દર્શન શુદ્ધઆત્માને આશ્રયે જ થાય છે, એ તો અનાદિઅનંત નિયમ છે. (આ) નિયમમાં કોઈ ફેરફાર થતો નથી. પણ...હવે તેના બે પ્રકારથી સમજાવે છે. –એક તો આત્મામાં આ નવ તત્ત્વોનો...અભાવ છે. એવાં શુદ્ધ આત્માનું લક્ષ કરતાં-આશ્રય કરતાં-અવલંબન કરતાં, નિયમથી સમ્યક્દર્શન થાય છે. એ ( સમયસાર ) અગિયારમી ગાથામાં કહ્યું, હવે આંહીયાં પણ કહેવું તો એ જ છે. પણ ત્યાં (૧૧ મી ગાથામાં) નવ તત્ત્વથી ભિન્ન કહ્યું હતું...તો કોઈ એમ ન સમજે કે નવ તત્ત્વ જેવી કોઈ વસ્તુ જ જગતમાં નથી. અને નવ તત્ત્વ છે માટે એનો કર્તા આત્મા છે એમ પણ નથી. –બેય ગાથામાં તફાવત છે. અગિયારમી ગાથામાં એમ કહ્યું: કે વ્યવહાર સઘળો ય અભૂતાર્થ છે, એટલે આત્માના સ્વભાવમાં, પર્યાયો નથી. હોય તો કર્તા-અકર્તાનો પ્રશ્ન થાય, જ્યાં (પર્યાયો ) છે જ નહીં આત્મામાં...તો પછી એવાં દ્રવ્યસ્વભાવની દૃષ્ટિ કરતાં એને અનુભવ થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૨૧
પછી, ‘વ્યવહાર જાણેલો (–જણાયેલો ) પ્રયોજનવાન' કહ્યો બારમી ગાથામાં એટલે કે પર્યાયો છે. અને પર્યાયોનો એ જ્ઞાતા પણ સાધક રહે છે સવિકલ્પદશામાં...નિર્વિકલ્પ ધ્યાનમાં તો પર્યાયનો જ્ઞાતા રહેતો નથી. પણ વિકલ્પદશામાં પર્યાયોનો જ્ઞાતા છે-પર્યાયો છે એમ કહ્યું બારમી ગાથામાં...એનાં અનુસંધાનમાં (આ) તેરમી ગાથામાં કહે છે કે-પર્યાયો તો છે, પણ એ પર્યાયનો આત્મા કર્તા નથી. એમાં-અગીયારમી (ગાથામાં) તો નથી એમ કહ્યું હતું (તેથી) કર્તા-અકર્તાનો પ્રશ્ન, એમાં રહેતો નથી.
પણ...કોઈ અન્યમતી એમ માને કે બારમી ગાથામાં જ (–જૈનદર્શનમાં ) પર્યાયો છે જ નહીં–અસ્તિપણે...તો એમ નથી. પર્યાયો છે, તેથી બારમી ગાથામાં જ વ્યવહા૨ જાણેલો પ્રયોજનવાન કહ્યો, તેરમી ગાથામાં...એ પર્યાયો છે. પણ...એ પર્યાયોનો કર્તા આત્મા નથી. થવા યોગ્ય થાય છે' –એમ જેનાં ખ્યાલમાં આવે પ્રથમ....કે નવ તત્ત્વો એ પોતાની યોગ્યતાથી થાય છે, હું એનો કરનાર નથી. એમાં (અગિયારમી ગાથામાં) તો નવ તત્ત્વનો અભાવ બતાવ્યો 'તો અગિયારમી ગાથામાં...આંહીયાં (તેરમી ગાથામાં) નવ તત્ત્વનો સદ્ભાવ બતાવ્યો...સદ્દભાવ બતાવીને પણ...પર્યાય નવપણે થાય છે પણ એનો કર્તાપણાનો સ્વભાવ આત્મામાં નથી. એમ કરીને (−કહીને ) કર્તા-બુદ્ધિ છોડાવે છે. અને એ નવ તત્ત્વ હોવા છતાં એ જ્ઞાનનું જ્ઞેય નથી. બારમી ગાથામાં સાધકને...સવિકલ્પદશામાં (એ નવ તત્ત્વ) જ્ઞાનનું શેય કહ્યું. સાધક થયા પછી જ્ઞાનનું જ્ઞેય સ્થાપ્યું છે ‘વ્યવહા૨ જાણેલો પ્રયોજનવાન '
તો...આંહીયાં કહે છે કે ભલે નવ તત્ત્વ છે. પણ...એ આત્મજ્ઞાન થવા માટે એ શેય થતું નથી. જો એ તને કર્મ-પણે જણાય-કર્તાનું કર્મ જણાય, તો એમાં (આત્માનો ) અનુભવ નહીં થાયને (અને) તેને જ્ઞાનનું જ્ઞેય તું માનીશ તો-પણ...અનુભવ નહીં થાય. પણ સાહેબ! બારમી ગાથામાં તો જ્ઞાનનું જ્ઞેય કહ્યું હતું ને..! એ વ્યવહાર કહ્યો હતો. શું કહ્યું? જ્ઞાનનું શેય અમે કહ્યું છે, અમે એમાંથી પાછા ફરતા નથી, અમારી કહેલી વાતમાં (થી) પણ એ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર હતો. આ કહે છે પરિણામ થવાયોગ્ય થાય છે એનો (આત્મા) કરનાર નથી.
અને એવી રીતે અંતર્દષ્ટિથી, દ્રવ્યસ્વભાવની સમીપે જઈને જોવામાં આવે, ( ત્યારે ) એ પર્યાયના ભેદો, જ્ઞાનનું જ્ઞેય પણ થતું નથી-ધ્યાનનું ધ્યેય ન થાય, કર્તાનું કર્મ પણ ન થાય ને જ્ઞાનનું જ્ઞેય ન થાય-આ એમ જ્યારે..શિષ્ય વાત સાંભળી...બદિષ્ટિ હતો...શિષ્ય વાત (સદ્દગુરુ પાસેથી) આ અલૌકિક સાંભળી...સાંભળતાંવેંત અંદરમાં ચાલ્યો ગયો, અને અનુભવ થયો, પછી એ અંતર્દષ્ટથી જુએ છે સાધક તો...ઓલી કર્તાબુદ્ધિને જ્ઞાતાબુદ્ધિ ગઈ... મિથ્યાદષ્ટિને નવ તત્ત્વમાં કર્તાબુદ્ધિ ને જ્ઞાતાબુદ્ધિ હોય છે, એ (કર્તા બુદ્ધિ) ને જ્ઞાતાબુદ્ધિ કેમ કહી ? કે એને જ્ઞાયક, જ્ઞેય હોવા છતાં-આબાળ ગોપાળ, સૌને અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવતો હોવા છતાં, એનાં જ્ઞાનમાં એ જ્ઞાયક શેય નહોતો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨
પ્રવચન નં. ૨૦ થતો, ઈન્દ્રિયજ્ઞાનમાં ભેદને જાણતો 'તો, ભેદને જાણીને એ મારાં.જ્ઞાનનું શેય છે એવી તેને ભ્રાંતિ થતી હતી, આહાહા ! અને જે જ્ઞય થાય ઈ કર્મ થઈ જાય...પર્યાય શેય થતી 'તી ને.... અજ્ઞાન અવસ્થામાં..પર્યાય છે, પર્યાયો નથી એમ નથી, પણ એ જ્ઞાનનું ય નથી, એટલે કર્તાનું કર્મ પણ નથી...રાગ જણાય તો કર્તાનું કર્મ થાય..પણ રાગ જણાતો જ નથી.. જાણનારો જણાય છે જ્યારે...ત્યારે ઉપશમ સમ્યક્દર્શન થાય છે પ્રથમ..આહાહા ! અનાદિ મિથ્યાષ્ટિ હોય એને ઉપશમ (સમકિત) થાય, સાદિ મિથ્યાદષ્ટિ હોય એને આ કાળમાં પણ ઉપશમ ન થાય પણ ક્ષયોપશમ સમ્યક્દર્શન થાય. કેમ કે બીજી વખતે ઉપશમ થવાનો કાળ તો બહુ લાંબો છે વચ્ચે ગાળો...
એ વાત કરે છે કે જ્યારે શ્રી ગુરુ પાસેથી....સદ્દગુરુ પાસેથી સાંભળ્યું જો ગુરુની સમીપે સાંભળે તો એ રીતે સદ્ગુરુ હોય નિમિત્ત...અને નહિતર સુપાત્ર જીવને જિનવાણી નિમિત્ત થાય છે. આપણા ગુરુદેવને વર્તમાનમાં કોઈ ગુરુ નહોતા, સુપાત્ર જીવ હતા તેને સમયસાર આદિ શાસ્ત્ર નિમિત્ત થયાં. પૂર્વે દેશનાલબ્ધિ સાંભળી હોય તો એ કારણે જિનવાણીના નિમિત્તથી પણ અંતર્મુખ થઈને અનુભવ થઈ જાય...જિનવાણીનાં એકવાર તો સંસ્કાર હોય છે અંદરમાં, સત્યવાણી હો? જ્ઞાનીની વાણી સાચી વાણી છે. અજ્ઞાનીની વાણી... નિમિત્ત પણ થતી નથી.
એ જ્યારે અંતરદૃષ્ટિ એણે જોયું; ભગવાન આત્મા એ નવ તત્ત્વનો કર્તા નથી...અને એ મારા જ્ઞાનનું ઝેય નથી, એ જ્ઞાનનું ઝેય હતું (કે જે) ઈન્દ્રિય જ્ઞાનનું ઝેય હતું ને હું માનતો 'તો એ મારું જ્ઞય છે એ મારી ભૂલ હતી. મારું જ્ઞય તો ભગવાન આત્મા સામાન્યત્રિકાળી (એક જ) શેય, એમ આત્મા પોતે જાણનારો માટે પોતે કર્તા, અને પોતે જણાયો માટે પોતે કર્મ છે. –આમ કર્તા-કર્મ હોવા છતાં તેટલો ભેદ નથી. કાલ આવ્યું હતું (એમ) એટલો ભેદ નીકળી જાય છે. એટલો ભેદ હું કર્તા ને આ મને જ્ઞાયક જણાયો એ મારું કર્મ તેવો ભેદ નીકળી જાય છે કર્તા-કર્મનો. એમ આ પરિણામ મારું શેય, ત્યાં સુધી એ જ્ઞાતાદષ્ટાની બુદ્ધિ એની ખોટી હતી. પરિણામનો જ્ઞાતા નથી આત્મા, પરિણામનો જ્ઞાતા હોય અને પરિણામને જો પરિણામ જાણે અને પરિણામ શેયર હોય તો તો બધાને (આત્માનો ) અનુભવ થવો જોઈએ પણ....પરિણામ જ્ઞય થવા છતાં, આત્માનો અનુભવ થતો નથી. એટલે શેયની ભૂલ” છે. આહાહા ! શેય, વિષે મોટી ભ્રાન્તિ છે.
પરિણામ, જ્ઞાનનું શેય નથી આહાહા! આત્મજ્ઞાનનું જ્ઞય નથી. (એ તો) ઈન્દ્રિયજ્ઞાનનું શેય છે. આત્મજ્ઞાનનું શેય તો..ત્રિકાળી જ્ઞાયક ભગવાન એકરૂપ સામાન્ય (સદશ જ્ઞાયકભાવ) એ એકરૂપ ભગવાન આત્મા એક જ જ્ઞાનનું જ્ઞય છે. આહા...હા ! તો... આત્માને આત્મા વડે અથવા આત્માથી આત્માને જાણો! જાણો..પણ..નથી જાણ્યો! આત્મા, પરને જાણે છે ને રાગને જાણે છે એ દિલ્હી બહુ દૂર રહી ગઈ.એ મારું ય નહીં, છ દ્રવ્ય મારાં ય નહીં, દેવ-ગુરુ-શાસ્ત્ર મારું ય નહીં, સાક્ષાત્ તીર્થકર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #261
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૨૩ પરમાત્મા એ પણ (મારા) જ્ઞાનનું શેય નથી. આહાહા! એ તો બધા બાહ્ય-તત્ત્વ છે, બહિતત્ત્વ પ્રમાણની બહાર. આ તો પ્રમાણની અંદર એક અંશ પર્યાય પ્રગટ થાય છે એ પણ મારા જ્ઞાનનું જ્ઞય નથી. મારા જ્ઞાનનું જ્ઞય તો પર્યાયમાત્રથી ભિન્ન જે ભગવાન આત્મા, જે દષ્ટિનો વિષય છે તે જ જ્ઞાનનું જ્ઞય થાય છે. આહાહા !
-એમ જાણીને, આત્મા...આત્માને જાણે છે. હું પરને જાણું છું ને પર્યાયને જાણું છું એનો નિષેધ આવ્યો હવે અંદર વિધિમાં આવ્યો વિધિમાં....આત્માને આત્માથી જાણું છું-મારો જાણવાનો વિષય-મારું ય તો મારો જ્ઞાયકદેવ છે. આ નવ તત્ત્વના ભેદ મારા જ્ઞાનનું શેય નથી. એ બીજાનું જ્ઞય છે, જો મારું જ્ઞય હોત તો તો, મને આત્મઅનુભવ થવો જોઈએ...(એ તો નથી.) પર્યાયની કર્તાબુદ્ધિમાં અનંતકાળ ગયો-પર્યાયને જાણું છું એવી મિથ્થાબુદ્ધિમાં અનંતકાળ ગયો (-આવી મિથ્યા કર્તબુદ્ધિને જ્ઞાતાબુદ્ધિમાંથી) હવે એ આત્મા પાછો ફરે છે કે (અભિપ્રાય બદલે છે કે) એ જ્ઞાનનું શેય નથી પર્યાયનો ભેદ, એ પરદ્રવ્ય છે. પરદ્રવ્ય, જ્ઞાનનું જ્ઞય થતાં (સ્વદ્રવ્ય ) આત્મા (સ્વ) શેય છૂટી જાય છે. એથી (આત્માનો) અનુભવ થતો નથી.
હવે, આત્મા આત્માને આત્મા જાણે છે. આ આત્માને આત્મા જાણે છે, આ આત્મા પરિણામને જાણતો નથી. બહારની-પ્રમાણની બહારની વાત તો દૂર રહો, પણ પ્રમાણની અંદર એક અંશ છેપર્યાયનો...એને પણ જાણવાનું બંધ કરું છું...મારા જ્ઞાનનો વિષય જ નથી ને! પણ બારમી ગાથામાં કહ્યું: “ જાણેલો પ્રયોજનવાન'...એ વ્યવહારની વાત છે. અત્યારે અહીં ચાલે છે, એ વ્યવહારનો નિષેધ કરીને, નિશ્ચય કેમ પ્રગટ થાય-એની વાત ચાલે છે. ઓલું એ તો સાધક થયા પછી સવિકલ્પ દશાના દોષની વાત હતી, સાધકના દોષને તે ગુણ માન્યો, કે સાધક પણ આત્મપરિણામને તો જાણે છે, તો હું પરિણામને જાણે એમાં શું દોષ?
કે એને તું પૂછ તો ખરો કે એને તે આત્માનું જ્ઞાન જાણે છે કે બીજું જ્ઞાન જાણે છે? આહાહા! આત્માનું જ્ઞાન આત્માને છોડીને, ભેદને જાણવા જતું જ નથી. ઉપયોગ છૂટતો નથી આત્મામાં ચોંટેલો છે. (-એકાગ્ર થયેલો ) આહા...હા !
કોઈ અલૌકિક, અપૂર્વ, નહીં સાંભળેલી વાત હું તને કહીશ. તે કામ-ભોગ-બંધનની કથા તો સાંભળી છે, કે પરિણામને આત્મા કરે ને પરિણામને આત્મા ભોગવે. અને બહુ આગળ વધે તો...પરિણામને જાણે !..આહાહા ! એ પરિણામ, કર્મ પણ નથી આત્માનું ને જ્ઞાનનું જ્ઞય પણ નથી. આહા..હા ! કોઈ અલૌકિક વાત છે. સદ્ગુરુ પાસેથી શિષ્ય વાત સાંભળી..અને એ અંદરમાં જઈ...કર્મ બનાવવાનું છોડે છે ને શેય બનાવવાનું છોડી દે છે અને તો “જાણનારો જણાય છે, પર મને જણાતું નથી.” પરદ્રવ્ય મને જણાતા નથી, આ પરદ્રવ્યનવ તત્ત્વોના ભેદો એ પરદ્રવ્ય છે. એ સ્વદ્રવ્ય નથી..એનાથી પરાફમુખ થાય છે. આત્મા, પરામુખ થઈને જ્યાં અંતરમાં ગયો...સાક્ષાત આત્માના દર્શન થયાં..ત્યારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪
પ્રવચન નં. ૨૦ સમ્યકર્દષ્ટિ થયો..પછી...કર્તા બુદ્ધિને જ્ઞાતા બુદ્ધિ તો ગઈ, પણ કર્તાનો ઉપચાર ને જ્ઞાતાનો ઉપચાર એ સવિકલ્પદશામાં રહી જાય છે...એને ઓળંગીને પાછો અંદરમાં ચાલ્યો જાય છે, બે તબક્કા ધરમના છે. પ્રથમ ગૃહસ્થ અવસ્થામાં સમ્યક્દર્શનરૂપ ધરમ પહેલો- ઈ એકડો-પાયો અને પછી..( નિજ) સ્વરૂપમાં લીન થઈ ચારિત્ર પ્રગટ કરવું એ બીજો (તબક્કો) ધરમનો બીજો પ્રકાર છે. ધર્મના આ બે પ્રકાર છે એક ગૃહસ્થધર્મ-શ્રાવકધર્મ અને (બીજો) મુનિરાજનો ધર્મ તે ચારિત્ર, આહા...હા! અલૌકિક વાતો બહાર આવી છે. (પરમ પૂજ્ય ) ગુરુદેવના-પ્રતાપે...(એમની) અનંતો ઉપકાર છે, આ વાત..ક્યાંય જગતમાં હતી નહીં.
બીજાં જ્ઞાનીઓ પણ થયા ઘણાં..અને પોતાનું કરીને ચાલ્યા ગયા મોક્ષમાર્ગમાં બીજાં પણ મોક્ષપંથે જશે પંચમકાળમાં પણ...પણ જે આ પ્રકારની તત્ત્વની જ ચોખવટ આ પ્રકારનું
સ્પષ્ટીકરણ-એક મોવાળાની (-વાળની) ચાર ચીર નથી કહેતાં આપણામાં, કહેવત છે ને બધું તાણા-વાણા જુદાં જુદાં-કરીને સમજાવ્યું છે.
કહે છે બહિર્દષ્ટિ વડે જોવામાં આવતાં નવ તત્વ છે.” અને પરિણામો થાય છે. એવો કર્તાપણાનો ઉપચાર-કર્તબુદ્ધિ ગઈને કર્તાપણાનો ઉપચારસવિકલ્પ દશામાં ( સાધકને) રહ્યો. નિર્વિકલ્પ ધ્યાનમાં તો કર્તાનો ઉપચાર પણ ચાલ્યો જાય છે. અને પરિણામ છે....એનો ઉપચારથી જ્ઞાતા પણ (સાધક ) થાય છે. જે ૧૨ મી ગાથામાં કહ્યું છે. પણ...એ એક જ્ઞાતાના ઉપચારને પણ ઓળંગી અને ફરીથી એ જ્ઞાયકને ઉપયોગાત્મક જ્ઞય બનાવે છે. પરિણતિમાં શેય ચાલુ છે. અને ઈન્દ્રિયજ્ઞાનના ઉપયોગમાં ભેદ જ્ઞય થાય છે. અને શુદ્ધઉપયોગમાં પાછો અભેદઆત્મા શેય થઈ જાય છે. –આ સાધકની સ્થિતિ છે.
એ વાત કરે છે, “અંતરદૃષ્ટિ વડે જોનારને જ્ઞાયકભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ” -વિકાર એટલે વિશેષ ભાવ, ઉત્પાદ-વ્યય પર્યાય થાય છે ને-નવ તત્ત્વ થાય છે. એ નવ તત્ત્વનો પોતે ઉલ્લેખ કરે છે અંતરદૃષ્ટિવાળો...એ પણ કહે છે કે નવ તત્ત્વ છે. પર્યાય નથી એમ નથી...મારામાં નથી...પણ એનામાં તો એની અસ્તિ છે. પર્યાયની... અસ્તિ ...એની મારામાં નાસ્તિ...એવી મારી અસ્તિ ...એનો અનુભવ-એનું નામ મસ્તિ!
હવે કહે છે, કે સવિકલ્પ દશામાં “વળી પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ જેમના લક્ષણ છે એવાં તો કેવળ જીવના વિકારો છે”, વિકારો છે એટલે એ વિશેષભાવો છે. ઉપચારથી કર્તા પણ છે રાગનો, કર્તાનયે કર્તા છે ને અકર્તાનયે સાક્ષી છે, નિર્મળ પર્યાયનો કર્તાન-એ-પણ ઉપચારથી કર્તા છે, અને એ ભેદો, જ્ઞાનમાં જે જણાય છે, એ સાધકને પર્યાયના ભેદો જણાય છે, એ વ્યવહારે એનું જ્ઞય થાય છે. નિશ્ચયે તો જ્ઞાયક જ શેય રહે છે.
અજ્ઞાનીએ એ ભેદને નિશ્ચયે જ્ઞય માન્યું, નિશ્ચયે જ્ઞાયક જ્ઞય થાય નહીં તો વ્યવહાર શેય કહી શકાતું નથી. એ માટે પ્રથમમાં પ્રથમ..આત્માને જાણવો. પ્રથમ.ભેદને જાણી,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૨૫ ભેદનું લક્ષ છોડી-નવ તત્ત્વનું લક્ષ છોડી અને જ્યાં આત્મદર્શન થાય છે તો એ નવ તત્ત્વો એમાં દેખાતા નથી. અંદર જાય છે તો નવ તત્ત્વ દેખાતા નથી. અને બહાર આવે તો નવા તત્ત્વ...છે એમ જણાય છે, અને હું જાણતો નથી. - જણાય પણ જાણે નહીં.
(જો...) એને જાણે તો પર્યાયદષ્ટિ, અને એ જણાય જ નહીં તો (સાધકની) સવિકલ્પ દશા સિદ્ધ થતી નથી, (એ પર્યાય ભેદો) જણાય છે પણ જાણતો નથી, “દેખે છતાં નહીં દેખતો' – પ્રતિમાને દેખે છે ઈન્દ્રિયજ્ઞાન...કોણ પ્રતિમાના દર્શન કરે છે? ઓહોહો! આ વાત જરા ઊંચા પ્રકારની છે, આ તેરમી ગાથા સમ્યગદર્શનની છે. આહાહા ! પ્રતિમાની સામે (ઊભા રહીને) કોણ દર્શન કરે છે ? કે બહિરખજ્ઞાન એનાં દર્શન કરે છે–જાણે છે એ જ સમયે અંતરમુખજ્ઞાન ભગવાન આત્માનાં દર્શન કરે છે. એ જ્ઞાનચેતના પણ છે ને કર્મચતના પણ સાથે સાથે છે...ઈ ભાવન્દ્રિય છે એ કર્મચેતનામાં જાય છે, જ્ઞાનચેતનામાં નથી જતું. (પૂજ્ય) ગુરુદેવે તો ત્યાં સુધી કહ્યું, ગણધરને બાર અંગનો ઉઘાડ, ગણધર પ્રભુ હો? એ ભવે તો મોક્ષ છે (જેમનો) ગણધરને બીજા ભવ ન થાય, તે ભવે જ મોક્ષ, ગૌતમ ગણધર..એનું બાર અંગનું જ્ઞાનનો (જે) ઉઘાડ છે ને.... ઈ પરસત્તાવલંબી જ્ઞાન, એને બંધનું કારણ છે. આહાહા ! હવે, આ તારા જ્ઞાનનો ઉઘાડ તો કાંઇ નથી અત્યારે તો ! મામૂલી છે, શું અભિમાન કરી રહ્યો છો, ઈ તારું જ્ઞાન જ નથી, તું એને જ્ઞાન માને છે એ (તારી) ભ્રાન્તિ છે. આહા ! એ જ્ઞયનું જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નથી. એ શેયભાવ છે, –એક ભાવકભાવ-રાગ અને આ જ્ઞાનનો ઉઘાડ છે ઈ, શયનો ભાવ છે. આહા..હા ! એમ આગમ પોકાર કરે છે હો? અને એ ભાવ ઈન્દ્રિય છે તે અસદ્દભૂત વ્યવહાર છે. આહાહા! જેમ કુમતિ-કુશ્રુત ઉઘાડ છે ને! એમ રાગ છે ને એ અસદભૂત વ્યવહારમાં જાય છે. ઓહોહો! એ જ્ઞાન, મારું નહીં. જે જ્ઞાન. મને પ્રસિદ્ધ ન કરે, અને એકાંત પરને પ્રસિદ્ધ કરે એ જ્ઞાન આત્માનું ન હોય, એનો સ્વામી આત્મા નથી.
આહા! અંતરદૃષ્ટિ વડ જોનારને આ નવ તત્ત્વો...સવિકલ્પ દશામાં છે એમ (સાધકને) જણાય છે. આહાહા ! જાણે છે બીજો ને એ જ્ઞાનમાં જણાય છે, અતીન્દ્રિયજ્ઞાનમાં એનો પ્રતિભાસ થાય છે, ઈન્દ્રિયજ્ઞાન અને ઈન્દ્રિયજ્ઞાનના વિષય બન્ને ઈન્દ્રિયજ્ઞાનનો વિષય બન્ને અતિન્દ્રિયજ્ઞાનમાં પ્રતિભાસરૂપે જણાય છે લક્ષ વગર જણાય જાય છે, લક્ષ નથી. પદ્રવ્યથી પરામુખ છે સવિકલ્પ દશામાં હો? પરદ્રવ્ય એટલે સાત તત્ત્વોને સમૂહ પર છે નિયમસારમાં કહ્યું.
હું પરને જાણું છું, હું પરને જાણું છું-હું એટલે કોણ? એ અતીન્દ્રિયજ્ઞાનમય ભગવાન આત્મા એ પરને જાણતો નથી. (તું માને છે કે, હું પરને જાણું છું તો જાણે તો ઈન્યિદ્રજ્ઞાન, તો ઈન્દ્રિયજ્ઞાનમાં એને અહમ્ થઈ ગયું, એટલે સામાન્યજ્ઞાનનો તિરોભાવ થાય છે (અને ) વિશેષ શેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થાય છે ને અજ્ઞાની થઈ જાય છે ને (તેથી) ચારગતિમાં રખડે છે. (શ્રોતા ) અટકી ગયું (ઉત્તર) અટકી ગયો...આહાહા! હવે અટક્યો હોય છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #264
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૬
પ્રવચન નં. ૨૦ પાછો ફરીને (પોતે પોતાને) પ્રાપ્ત થાય, એવી ગાથા અહીં ચાલે છે.
- “એ વિકાર હેતુઓ કેવળ અજીવ છે. આવાં આ નવ તત્ત્વો, જીવદ્રવ્યના સ્વભાવને છોડીને” '. ભગવાન જે ત્રિકાળી જ્ઞાયક (નિજાત્મા), એમાં નવ તત્ત્વો નથી. એ નવ તત્ત્વોની ઉત્પત્તિનું કારણ પણ તે આત્મા નથી. આત્માથી નવ તત્ત્વો ઉત્પન્ન થતા નથી. અને કર્મથી પણ (તે) ઉત્પન્ન થતા....નથી. “થવાયોગ્ય થાય છે” –એમ સાધક જાણે છે. અજ્ઞાની એમ માને છે કે હું કરું છું. હું કરું છું ને હું જાણું છું-જાણું છું માટે હું કરું છું (તેથી એ ) શેય બને માટે કર્મ થઈ જાય છે.
ઈ શેય બંધ થઈ જાય...જ્ઞાયક જ્ઞય થાય, તો પર્યાય કર્મ નહીં બને. આહાહા ! જીવદ્રવ્યના સ્વભાવને છોડીને ત્રિકાળી પરમપરિણામિકભાવ સ્વભાવ જેનો છે–નિષ્ક્રિય પરમાત્મા અંદર બિરાજમાન છે, એને “છોડીને '...આહાહા ! “પોતે અને પર જેમનાં કારણ છે” –પોતે એટલે પર્યાય, પર્યાયનું કારણ પર્યાય છે એ ઉપાદાન છે-ક્ષણિક (ઉપાદાન), એને ક્ષણિક ઉપાદાન કહેવાય...ક્ષણિક ઉપાદાનના બે ભેદ-એક અશુદ્ધ ને એક શુદ્ધ, નવ તત્ત્વમાં બે ભેદ છે. પાપ-પુણ્ય-આસ્રવ-બંધ ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે, અને સંવર-નિર્જરા ને મોક્ષ એ ક્ષણિક શુદ્ધ ઉપાદાન છે. –એ પોતે પોતાનું કારણ છે. પર્યાયનું કારણ પર્યાય છે. અશુદ્ધ હો કે શુદ્ધ હો...એનો રચનારો ભગવાન આત્મા નથી.
ન્યાય જો મોક્ષને રચે તો બંધને રચવાનો દોષ (આત્માને) આવી જાય...સંવરને રચે તો આસ્રવને રચવાનો દોષ આવી જાય. (માટે આત્મા) રચનારો નથી. રચાય જાય છે એને કોણ રચે ! સ્વયં થાય છે અને કોણ કરે ! આહા...હા ! “થવાયોગ્ય થાય છે” –આ મહાસિદ્ધાંત છે. ક્ષણિક ઉપાદાનને કોઈ કારણ લાગૂ પડતું નથી. નૈમિત્તિકમાં નિમિત્ત હોય, ક્ષણિક ઉપાદાનમાં કોઈ નિમિત્ત નથી....સ્વ કે પર કોઈ કારણ નથી.
આ નવ તત્ત્વોમાં આત્મા ય કારણ નથી ને કર્મ પણ કારણ નથી. સ્વયં...આહા ! ઉત્પન્ન થાય છે. એમાં રાગાદિની ઉત્પત્તિમાં, અજીવ અધિકારમાં એમ કહ્યું: નિસર્ગજમિથ્યાત્વ આદિ જે ભાવ કર્મ ઉત્પન્ન થાય છે એ “નિસર્ગજ' (થાય છે) આ શબ્દ સંસ્કૃત (ભાષાનો) શબ્દ છે. સ્વયં જ ઉત્પન્ન થાય છે નિસર્ગજ એટલે સ્વયમેવ ઉત્પન્ન થાય છે એનો ઉત્પાદક આત્મા નથી, માને તો મિથ્યાદષ્ટિ થાય....એનો ઉત્પાદક કર્મથી થાય તેમ માને તોય મિથ્યાષ્ટિ, સાંખ્યમતી થઈ ગયો !
આહાહા! સ્વયમેવ થાય છે (પર્યાયો) નિસર્ગજ શબ્દ છે. સંસ્કૃતમાં આમાં છે ને કાઢોને (પુસ્તકમાં) જોઈ લઈએ, બધાંને બતાવી દઈએ (જેથી શંકા મટી જાય!) અજીવ અધિકારમાં છે. હા, તેંતાલીસ ગાથા છે.
ટીકાઃ- “આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ, એટલે ઉપયોગ લક્ષણ નહિ... જાણવાને લીધે ” –હું જ્ઞાનમય આત્મા છું એમ જાણતો નથી. હું રાગી છું ને હું દ્વેષી છું ને હું દુઃખી છું ને..(શ્રોતાનેઃ) આ આવી છે? (ઉત્તર) ભગવાન આત્મા છે બધાય આપણે એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #265
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૭
આત્મજ્યોતિ રાજકોટમાં તો એક વિશેષતા છે, રાજકોટના સંઘમાં....બધી જાતનાં જીવો આવે...વ્હોરા આવે, વાણંદ આવે, દરજી આવે, કોળી આવે (કડિયા આવે, લોહાણા આવે, નાગર આવે) બધાંય આવે! આ ભગવાનનાં દરબારમાં (સમોસરણમાં) તો બધાંય જાય દિવ્યધ્વનિ છૂટતી હોય તે, કોઈને મનાઈ ન હોય અહીંયાં! પ્રભુ! એક વાર સાંભળ તું તારી વાત, તારી વાત તેં સાંભળી નથી–હું તો જ્ઞાનમય છું આ અસાધારણ લક્ષણ મારું છે, એનો તને ખ્યાલ નથી આવતો કે હું તો જાણનાર....જાણનાર....જાણનાર....જાણનાર.પણ કોનો જાણનાર ?
જાણનાર છે એનો જાણનાર...ત્યારે જ્ઞાન પ્રગટ થાય...આનો (દુનિયાનો) જાણનાર આત્મા નથી. જ્ઞાન જેનું હોય એને જાણે-સૂર્યનો પ્રકાશ સૂર્યને પ્રસિદ્ધ કરે, મકાન (આદિને) પ્રસિદ્ધ ન કરે. આહાહા! (શ્રોતાઃ) આ જ ભૂલ! (ઉત્તર) મોટામાં મોટી ભૂલ છે , દરબાર? જૂનાં છે ગુરુદેવનાં! ખાનગીમાં ગુરુદેવ પાસે જાય ને ગુરુદેવ એને ખૂબ સાંભળે. આહાહા !
કહે છે કે પ્રભુ! એક વાર સાંભળ કે આત્મા જ્ઞાનમય છે. અને ઈ...જ્ઞાન દ્વારા સદાઆત્માને જાણે છે, એવું જ્ઞાન પ્રગટ થાય છે બધાંયને–બાળ-ગોપાળ સૌને (નિરંતર) એવું એક જ્ઞાન પ્રગટ થાય છે કે જેમાં આત્મા (જ) જણાય. પરાવલંબી ઈન્દ્રિયજ્ઞાન અનાદિથી પ્રગટ થાય છે કે એ પરને પ્રસિદ્ધ કરે એ ઈન્દ્રિયજ્ઞાનથી ભેદજ્ઞાન કરે તો અનુભવ થઈ જાય. આંહીયાં નિસર્ગજ (કહ્યું છે ) જુઓ ! આત્માનું અસાધારણ લક્ષણ જ્ઞાન લક્ષણ છે. ઉપયોગ લક્ષણ છે જેમ ગોળનું લક્ષણ ગળપણ, લીંબુનું લક્ષણ ખટાશ, અસાધારણ લક્ષણ હોય ને પદાર્થનું. આહાહા! લક્ષણ હોય ને લક્ષણ....એવાં અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે... નપુંસકપણે આહાહા ! પુરુષાર્થહીન થઈ ગયો છે બિલકુલ! હું રાગી છું ને હું દ્વેષી છું ને હું દુઃખી છું ને..મને કર્મનો બંધ થયો છે ને...કર્મનો ઉદય આવે છે ને હું એમાં જોડાઉં છું ને પાછો રાગ થાય છે, અને પાછો કર્મનો બંધ થાય છે..એમ વસ્તુના સ્વભાવમાં નથી. તને ભાસે છે એવો આત્મા નથી. એકલો જ્ઞાનીને જ્ઞાનમાં-અનુભવમાં આવે છે, એવો આત્મા છે.
(શું કહે છે?) “નપુંસકપણે....અત્યંત વિમૂઢ થયા થકા” –મૂઢ થઈ ગયો તેમ નહીં. જ્ઞાન બિડાય ગયું છે, હું કોણ છું ને મારું (અસાધારણ) લક્ષણ શું છે, એ જાણતો નથી. એ લક્ષને તો જાણતો નથી...પણ આત્માના અસાધારણ લક્ષણને પણ જાણતો નથી.
જરા, સાંકડ મુકડ બેસો, સજ્જનથી સંકડાશેય સારી છે. સજ્જનની સાંકડ પણ સારી છે.
(અજ્ઞાની-વિમૂઢ થયો થકો) અસાધારણ લક્ષણને ય જાણતો નથી. આત્માને તો જાણતો નથી પણ આત્માના લક્ષણનેય જાણતો નથી. સાકરને તો જાણતો નથી પણ સાકર ગળી હોય, એમ પણ જાણતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #266
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮
પ્રવચન નં. ૨૦ આઠમો કળશ છે. વળી આત્મજ્યોતિ કેવી છે? જ્યોતિ કેમ? કે જ્ઞાનસ્વભાવ છે ને ! અને એમાં સ્વપરનો પ્રતિભાસ થાય છે એટલે સ્વપર પ્રકાશક પણ કહેવાય છે. પણ સ્વપરનું લક્ષ હોય નહીં, લક્ષ એકનું જ હોય. આત્માના લક્ષવાળાને...પરનું લક્ષ છૂટી ગયું છે. આહાહાહા ! અને જેને આત્માનું લક્ષ નથી...એને એકાંત પરનું જ લક્ષ હોય છે. આત્મજ્યોતિ કેવી છે? ‘હનીયમન' –સંસ્કૃતમાં શબ્દ છે. ચેતના લક્ષણથી જણાય છે. જ્ઞાન લક્ષણથી જણાય છે, “ જણાશે' લખ્યું નથી... “ જણાય છે'..તેથી અનુમાનગોચર પણ છે...લક્ષણને જાણીને...આ લક્ષણ કોનું છે...એમ વિચાર કરવા જાય, પ્રકાશને જાણતાં...વિચાર કરે કે પ્રકાશ કોનો છે? કે આ તો સૂર્યનો પ્રકાશ છે તો સૂર્ય પ્રત્યક્ષ દષ્ટિગોચર થઈ જાય એમ અનુમાનગોચર છે, હવે બીજો પક્ષ...‘દ્યોતમાનં' -પ્રત્યક્ષ તો જ્ઞાનગોચર છે. ઓલું અનુમાનગોચર છે, અનુભવ પહેલાં..અનુમાનમાં આવી જાય છે આત્મા! એકલો પ્રતિભાસ નથી...પ્રતિભાસથી કંઈક વિશેષ પણ છે. આહા...હા ! એને પરોક્ષ અનુભૂતિ થાય છે, અને સવિકલ્પ સ્વસંવેદન કહેવાય છે. આહાહા..કે...જાણનારો જણાય છે....જાણનારો જણાય છે ત્યાં પરોક્ષમાં આવી જાય છે. આ (દશ્યપદાર્થો) જણાય છેએમાં પરોક્ષય ગયું ને પ્રત્યક્ષ પણ ગયું અજ્ઞાન ઊભું થયું, આ જણાય છે આ જણાય છે.આ જણાય છે. આહાહા !
એના જ્ઞાનમાં જણાય છે. આત્મા (પોતે) અને આ જણાય છે (-પર) એમ માને છે મોટી ભ્રાન્તિ છે. આહા...હા!
“વળી કેવી છે આત્મજ્યોતિ? આ ત્રીજી વખત આવ્યું વળી કેવી છે આત્મજ્યોતિ. “નીયમાન ચેતના લક્ષણથી જણાય છે, તેથી અનુમાનગોચર પણ છે.” જુઓ બેન ! જીવ બિલકુલ અનુમાનગોચર જ ન હોય તો કોઈપણ જીવને નિશ્ચયનયનો પક્ષ જ ન આવે. નિશ્ચયનયનો પક્ષ કહો કે અનુમાનગોચર કહો. અનુભવ પહેલા આવું દરેકને આવે છે પછી અંતર્મુહૂર્તમાં એ અનુભવ કરે છે હું જ્ઞાયક છું. હું જાણનાર છું...એવું આવી જ જાય છે તેનું નામ અનુમાનગોચર છે.
અનુમાનગોચર પણ છે એમ લખ્યું છે. “પણ” શબ્દ છે. જો બિલકુલ અનુમાનગોચર થતો નથી તો કોઈને સમ્યક્દર્શન પ્રગટ થતું નથી. તેથી બરોબર છે. અનુમાનગોચર છે તે અનુમાનગોચર છે તે આમાં લખ્યું છે. આ આગમનું વાક્ય છે. આગમમાં લખ્યું છે કે અનુમાનગોચર પણ છે.
અનુમાનગોચર પણ છે તેમ આગમમાં લખ્યું છે એટલું નથી, અનુભવ પહેલા જ્ઞાનીઓને અનુમાનમાં આવે છે. એટલા માટે આ લખ્યું છે કે-અનુમાનગોચર પણ છે. બેન! શાસ્ત્ર તો નિમિત્તમાત્ર છે, જ્યારે અનુભવ અને અનુમાન એ તો જીવના પરિણામ છે. અનુમાન એટલે માનસિક જ્ઞાન.
શ્રી પ્રવચનસારજીની ૮૦ ગાથામાં છે કે-ત્રિકાળીને મન વડે કળી લે છે, એટલે જાણી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #267
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૨૯
લ્યે છે. પોતાના ત્રિકાળી સામાન્ય સ્વભાવને મન વડે કળી લ્યે છે. મન વડે અનુભવ ન થાય આ (ભાવ) માં જ તે અર્થ છે અને પછી અનુભવની પ્રોસેસ ( રીત ) બતાવે છે.
આપણને આઠ કળશના ટેકામાં આચાર્ય ભગવાનનો આધાર છે.
અનુભવ પહેલાં બિલકુલ અનુમાનગોચરે આત્મા થતો નથી તેમ નથી. અનુમાન ગોચર પણ છે. પૂર્વ ભૂમિકાની સ્થિતિનું જ્ઞાન કરાવ્યું કે-પૂર્વે આટલો વ્યવહાર છે પણ તેમાં અટકવાનું નથી.
હવે બીજો પક્ષ-પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. એક પક્ષથી અનુમાન ગોચર કહ્યો, બીજા પ્રકારથી જુઓ તો પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. ( અનુમાનમાં ) પરોક્ષ જ્ઞાન હતું-હવે આ અતીન્દ્રિયજ્ઞાન પ્રત્યક્ષ થયું. માનસિકજ્ઞાન એટલે ઈન્દ્રિયજ્ઞાન ભાવમન એટલે પરોક્ષજ્ઞાન.
“ હવે બીજો પક્ષ “ ઉદ્યોત્તમાનન્” પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે.” અતીન્દ્રિયજ્ઞાનથી આત્મા અનુભવમાં આવે છે-આ પ્રત્યક્ષ જ્ઞાન થયું. ઓમાં (અનુમાનમાં ) પરોક્ષ હતો-તે ભાવમન હતું. તે ઈન્દ્રિયજ્ઞાન હતું આ અતીન્દ્રિયજ્ઞાન છે.
“ભાવાર્થ આમ છે કે-ભેદબુદ્ધિ ક૨તાં જીવવસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે.” રાગાદિને નહીં. ભેદબુદ્ધિ કરો ત્યારે પણ...( જીવને જાણે છે). આ એકદમ નિકટવર્તીની વાત છે. જે એકદમ સમ્યક્ સન્મુખ થઈ ગયો છે, તેના મનમાં આત્મા આવી ગયો છે. મનમાં ભગવાન આત્માની સ્થાપ્ના થઈ ગઈ છે. એવો આ એક જીવ છે. ઉ૫૨ બે વાત મૂળ ( અગત્યની ) કરી. એક અનુમાનગોચર અને બીજી ( અનુભવ ) –પ્રત્યક્ષ જ્ઞાનગોચર. હવે તેનો જ ભાવાર્થ કરે છે.
એનો જ એટલે ભાવાર્થ આમ છે કે-ભેદબુદ્ધિ કરતાં, ગુણ-ગુણીનો ભેદ કરતાં જીવવસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. જીવ જીવને જાણે છે. ક્યા લક્ષણ વડે ? કહે-ચેતના લક્ષણથી. લક્ષ અને લક્ષણનો ભેદ કર્યો-જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. આમાં બધુ જ કાઢી નાખ્યું બેન! અનુમાનમાં એટલે સવિકલ્પમાં સ્વપ્રકાશક જ છે બોલો ! સવિકલ્પમાં સ્વપ્રકાશક આવે પછી નિર્વિકલ્પમાં સ્વપ્રકાશક થઈ જાય છે બસ. આ વાત અનુભવી હોય તે જ કહી શકે છે. બેન! અનુભવી સિવાય કોઈ લખી શકે નહીં. આ કેવળ શાસ્ત્રપાઠીનો વિષય નથી. આ પુરુષને અનુભવ થઈ ગયો છે તે લખે છે.
ભેદબુદ્ધિ કરતાં શું જણાય છે? રાગને દેવ...શાસ્ત્ર...ગુરુ જણાય છે? કે-નહીં. અનુભવમાં અભેદ આત્મા જણાય છે અનુભવમાં બીજું કાંઈ જણાતું નથી. પણ...જ્યારે સવિકલ્પમાં ઉભો છે અને ભેદબુદ્ધિ કરે છે...મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે...જ્ઞાનમાં જાણનારો જણાય રહ્યો છે, જ્ઞાનમાં મને શુદ્ધાત્મા જણાય છે એમ ભેદબુદ્ધિ કરતાં જીવવસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે.
66
વસ્તુ વિચારતાં એટલો વિકલ્પ પણ જૂઠો છે, હવે એટલો ભેદપણ નીકળી જાય છે. આહા...હા ! ‘· એટલો વિકલ્પ પણ જૂઠો છે' એમ. બેન! આત્મા રાગને કરે છે એ તો દૂર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #268
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩)
પ્રવચન નં. ૨૦ રહો પણ રાગને જાણે છે એ પૂર્વ ભૂમિકાનો વિકલ્પ નથી. પૂર્વ ભૂમિકામાં જાણનાર જણાય છે એટલું જ આવે છે. વસ્તુ વિચારતાં એટલો વિકલ્પ પણ જૂઠો છે. આ જ્ઞાનથી આત્મા જણાય છે. મને અનુભવમાં આવે છે એ ભેદ છે તે જૂઠો છે.
શુદ્ધવસ્તુમાત્ર છે. આવો અનુભવ સમ્યકત્વ છે.” પછી જીવવસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે એ (ભેદ) છૂટી ગયો. અનુભવ માટે આ જ (રીત ) છે અને અનુભવ પછી પણ આ જ આવે છે. સાધકને વારંવાર શુદ્ધોપયોગ થાય છે તેની પહેલા પણ તેને આ જાતનું પડખું આવે છે.
શુદ્ધોપયોગી ધર્માત્માએ (ધર્મકીર્તિ મુનિરાજે) કહ્યું ને-જાણનારો જણાય છે. સવિકલ્પમાં એટલો ભેદ આવ્યો કે જાણનારો જણાય છે પછી તો જાણનારો છે અને જણાય છે તેવું બેપણું નીકળી જાય છે...પછી જ્ઞાયક તો જ્ઞાયક જ છે.
જ્ઞાનની પર્યાયનો વ્યવહાર શું અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય શું? જ્ઞાન રાગને જાણે...જ્ઞાન પરને જાણે તે જ્ઞાનની પર્યાયનો નજદીકનો વ્યવહાર નથી-તે દરવર્તી વ્યવહાર છે. જ્ઞાનની પર્યાયનો અનુભવ પહેલાં નજદીકનો વ્યવહાર જાણનાર જણાય છે. મારા જ્ઞાનમાં તો ભગવાન આત્મા જણાય છે તે જુઓ નજદીકનો વ્યવહાર આવ્યો ને! (હવે આત્માનો) અનુભવ કરતાં આટલો વ્યવહાર પણ જતો રહે છે. રાગને જાણે છે તે ઉપચરિત સદ્દભૂત વ્યવહાર લીધો. જાણનાર જણાય છે તે અનુપચરિત સભૂત વ્યવહાર છે.
જ્ઞાન આત્માને જાણે છે તે અનુપચરિત સદભૂત વ્યવહાર એનો અભાવ થઈ જાય છે. વ્યવહારના બે પ્રકાર પાડ્યા છે. (૧) દૂરવર્તી વ્યવહાર (૨) નિકટવર્તી વ્યવહાર. અહીં નિકટવર્તી વ્યવહારની વાત કરી. પછી તે વ્યવહારને ઓળંગી જઈને અનુભવ કરે છે તો શુદ્ધોપયોગ થાય છે. અહીંયા જે ગાથા છે એ મિથ્યાષ્ટિ સમ્યકપ્તિ થાય તેની ગાથા છે. શુદ્ધોપયોગ થાય તેની ગાથા નથી. નહીંતર તો ચારિત્રની વાત લખે; પણ આ તો સમ્યકત્વ થાય છે તેની વાત છે. ખ્યાલ આવ્યો બેન!
આહાહા! અજ્ઞાની ઉપર જ્ઞાનીઓને ઘણી કરૂણા હોય છે. જ્ઞાની નિષ્કારણ કરૂણામૂર્તિ હોય છે. “વદે ચક્રી છતાં પણ ન મળે માન જો.” એ તો પ્રથમાનુયોગમાં બહુ આવે દષ્ટાંતો...અત્યારે ચક્રવર્તીઓ છે ને મહાવિદેહમાં, તે સાધુ સંતોને નમસ્કાર કરે છે પણ તેને માન નથી.
નિકટવર્તી જીવ દૂરવર્તી વ્યવહાર-નિકટવર્તી વ્યવહાર તેને ઓળંગીને અંદર ચાલ્યો જાય છે. આ એક પ્રોસેસ (રીત) છે બીજું કાંઈ નથી. મિથ્યાષ્ટિને જ્યારે અનુભવ થવાનો કાળ આવે...અનાદિનો મિથ્યાદષ્ટિ હોય તો ઉપશમ થાય અને સાદિ મિથ્યાષ્ટિ હોય તો ક્ષયોપશમ થાય, પરંતુ અનુભવ થવાની આ પ્રોસેસ છે-જાણનારો જણાય છે અને પર જણાતું નથી.
“ભાવાર્થ આમ છે કે ભેદબુદ્ધિ કરતાં જીવવસ્તુ”, જેમાં જ્ઞાનને આનંદ ભર્યો છે એવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #269
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૩૧ ભગવાન આત્મા ભેદબુદ્ધિ કરતાં એટલે ગુણ અને ગુણી...એનો ભેદ કરીને જોતાં...
જીવવસ્તુ, ચેતનાલક્ષણથી જીવને જાણે છે.” –ઉપયોગ લક્ષણથી એ જીવને જાણે છે. એ રાગ અને દેહને ઉપયોગ, જાણતું નથી. આ એવું લક્ષણ નથી કે એ પરને પ્રસિદ્ધ કરે. એવું લક્ષણ નથી કે એ સ્વને...પ્રસિદ્ધ કર્યા વિના રહે..આબાળ-ગોપાળ સૌને...એનાં પ્રત્યક્ષ લક્ષણમાં ભગવાન આત્મા જણાય રહ્યો છે, અનુભવમાં આવી રહ્યો છે. પણ વિશ્વાસ નથી આહા..હા! ભેદબુદ્ધિ કરતાં-ગુણ-ગુણીનો ભેદ કર્યો ને, કે આ લક્ષણ છે ને આ લક્ષ્ય છે. એટલે ભેદ પાડયો ને...એમ કરતા જીવવસ્તુ ચેતના લક્ષણથી “જીવને' જાણે છે એકાંતે
સ્વપ્રકાશક છે...પરપ્રકાશક નથી ને...સ્વપરપ્રકાશકનો વ્યવહાર, વ્યવહારનાં ઘરમાં જાય છે. નિશ્ચય, આત્મામાં આવી જાય છે.
આહાહા ! ચેતનાલક્ષણથી...જીવને જાણે છે” એમ (કહ્યું છે) “ જાણશે નહીં જાણ્યા જ કરે છે. એવો એક ઉપયોગ (નિરંતર) પ્રગટ થાય છે જેમાં આત્મા (જ) બધાની વાત ચાલે છે હો? જ્ઞાનમાં-લક્ષણમાં-( ઉપયોગમાં) આત્મા જણાયા કરે છે. કેમકે લક્ષણ અને લક્ષ્ય, નામભેદે ભેદ છે, લક્ષણભેદે ભેદ છે, પ્રયોજનભેદે ભેદ છે પણ વસ્તુ તો એક છે. પ્રકાશ અને પ્રકાશક સૂર્ય તો એક જ છે. આહાહા...હા !
અરે ! જ્ઞાનની પર્યાયનાં સ્વપ્રકાશકનાં પક્ષમાં જો (કોઈ જીવ) આવશે...તો (તે) સ્વપ્રકાશક થઈ જશે ! એક દ્રવ્યસ્વભાવનો પક્ષ અને એક જ્ઞાનની પર્યાયનો પક્ષ, પક્ષના બે પ્રકાર છે. શું કહ્યું? આ જ્ઞાનની પર્યાયનો ધર્મ કેવળ આત્માને જાણવાનો છે ને...પરને જાણવાનો નથી. કેમ કે “પર લક્ષ અભાવાત્' -પરલક્ષે...આત્મજ્ઞાન કદી...ત્રણકાળમાં પ્રગટ ન થાય. આહા....હા!
અરે! અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થવા પહેલાં જે ઉપયોગ થાય છે એને પણ પરનું લક્ષ નથી. અને સ્વમાં અભેદ થઈને હજુ (શુદ્ધોપયોગરૂપ) લક્ષણ થયું નથી, હુજી વાર છે તે થઈ જશે. આહા...હા ! જીવવસ્તુ, ચેતનાલક્ષણથી જીવને જાણે છે હોં ! “વસ્તુ વિચારતાં” આહા ! અભેદની...નજર...કરવામાં આવે, તો આટલો ભેદ એટલે વિકલ્પ જૂઠો છે.
જ્ઞાનથી આત્મા જણાય (તેટલો ભેદ જૂઠો છે.) જ્ઞાન વડે પરને જાણે છે તે તો જ્ઞાનનો સ્વભાવ જ નથી જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવાનો છે. પણ, આત્મા પ્રત્યક્ષ થઈને ન જણાય...તેની પહેલાં જ્ઞાન પરોક્ષપણે આત્માને જાણતું જ પ્રગટ થાય છે અંદરમાં! આહાહા ! એટલો વિકલ્પ પણ જૂઠો છે. જ્ઞાન, આત્માને જાણે છે એટલો ભેદ પણ જૂઠો છે, એટલે કે એમાં અનુભૂતિ થતી નથી.
શુદ્ધ વસ્તુમાત્ર છે. આવો અનુભવ સમ્યકત્ત્વ છે. - હું તો જાણનાર છું! જાણનારને જાણું છું એમ પણ નથી. પરને જાણું છું એ વાત તો..જ્ઞાનમાં છે જ નહીં, અજ્ઞાનમાં ગઈ શું કહ્યું! જ્ઞાન, પરને જાણે છે એ વાત અજ્ઞાનમાં ગઇ...અને જ્ઞાનમાં આત્મા (-પોતે)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #270
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૩૨
પ્રવચન નં. ૨૦
જણાય છે, તે (વાત) પરોક્ષમાં રહી, પછી અભેદ થયો તો પ્રત્યક્ષ...માં આવી જાય છે. આહા ! એકાંત થઈ જશે...(કોઈ કહે તો તેને કહીએ કે) સમ્યક્-એકાંત થશે. તને અનુભવ થશે- “જ્ઞાયક નથી ૫૨ તણો ” જેમ સેટિકા, ભીંતને સફેદ કરતી નથી...એમ ‘ જાણનાર ’ ...૫૨ને જાણતો નથી.
(૫૨ને હું જાણું છું) એ શલ્ય મોટું છે, અમને ખબર છે બધી...આહા...હા ! બહુ ઉહાપોહ થયો આઠ વર્ષ પહેલાં...‘ આત્મા ૫રને જાણતો નથી જાણનાર જણાય છે' એક મુમુક્ષુ ઘેરે આવીને કહે...ભાઈ! આ તમારી હિંમત કેમ ચાલી! એને પ્રમોદ બતાવ્યો, એને ગમ્યું... ભાઈ, આ તમારી હિંમત કેમ ચાલી !
કેમકે એમાં અનુભવ થાય છે માટે હિમ્મત ચાલી લે ! આહાહા! બેન હતા, આંહી બેઠા છે નામ નહિ લઉં ( –જણાવું). એક આઠ વર્ષ પહેલાં એક એવો બનાવ બની ગયો. એટમ ફેંક્યો અજ્ઞાન ઉ૫૨ હોં?! આ એક મોટી ભૂલ-હું પરને જાણું છું...૫૨ને જાણું છું...જાણતો જ નથી તું...એને જાણનારો તું નથી ’...એને જાણનારો બીજો છે, બીજો બીજાને જાણે છે. હું મને જાણું છું આ લઈ લે ઝટ, બે ભાગ પાડી નાખને ઝટ! છે તો બે ભાગ, હું તો મને જ જાણું છું. આહા...આહા ! જ્ઞાન આત્માને જાણે છે-એટલો ભેદ-એ પણ પોસાતું નથી તો જ્ઞાન ૫૨ને જાણે છે, એમાં અનુભવ તો ન થાય...પણ સમ્યક્ત્વની સન્મુખ પણ ન થાય, એ તો પ્યોર અજ્ઞાન છે. ચોખ્ખું અજ્ઞાન. આહા...હા !
એ જ્ઞાની છે કે અજ્ઞાની...પૂછી લેવું. કે-ભાઈ! આત્મા ૫૨ને તો જાણે ને, તો કહે-હા, ૫૨ને તો ચોક્કસ જાણે છે...બહાર નીકળી જાય...સમજાય ગયું બધું. પરીક્ષા થઈ ગઈ. આ તો આત્માનો પ્રત્યક્ષ અનુભવ થઈ-સમ્યક્દર્શન-સમ્યજ્ઞાન કેમ થાય, એની (વિધિની ) આ ગાથા છે. અને જ્યારે નિશ્ચયનું પ્રતિપાદન થતું હોય ને ત્યારે નિશ્ચયનય, વ્યવહારનો નિષેધ કર્યા વિના રહેતી નથી. -એમ આચાર્ય ભગવાને કહ્યું છે કે તું નિશ્ચયનય વડે વ્યવહા૨નો નિષેધ કરજે. આહા ! આચાર્ય ભગવાન લખે છે જેમ પરાશ્રિત અધ્યવસાન છોડાવ્યું છે, તેના ઉ૫૨થી અમે એમ જાણીએ છીએ, પરાશ્રિત વ્યવહાર સઘળોય છોડાવ્યો છે.
(ગાથા-૪૩ નું) રહી ગયું ને પાછું હજી થોડું'ક બાકી રહી ગયું. “તાત્ત્વિક૫૨માર્થભૂત આત્માને નહિ જાણતા એવાં ઘણા અજ્ઞાનીજનો-ઘણા અજ્ઞાનીજનો બહુ પ્રકારે ૫૨ને પણ આત્મા કહે છે, બકે છે.” -બકે છે, જેમ ઓલો દારૂ પીધો હોય ને (બોલવામાં) કાંઈ ન હોય ઠેકાણું કોઈ વાર મા ને મા કહે, કોઈ વા૨ વહુ કહે, આ મારી પત્ની એમ કહી ધે...કાંઈ (બોલવાનું) ઠેકાણું ન હોય, એમ બકે છે.
એને ક્યાં ફાળો કરવો છે સંતોને! નગ્ન દિગમ્બર મુનિ! એક કપડાંનો ટૂકડો પણ જોતો નથી એ ભાવિલિંગી સંત, સત્યનું પ્રતિપાદન કરે છે કરુણા આવી છે ને! એ દોષમાં આવે ને આપણને ફાયદો થઈ જાય! આપણને ફાયદો થાય એ નિર્વિકલ્પ ધ્યાન માંથી સવિકલ્પમાં આવે-અંતર્જલ્પ અને બહિર્જલ્પનો વ્યવહાર આવે ને!?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #271
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૩૩ કોઈ તો એમ કહે છે કે સ્વાભાવિક – “નૈસર્ગિક” (શબ્દ છે) મૂળમાં સંસ્કૃતમાં, “સ્વાભાવિક અર્થાત્ સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગદ્વેષ વડે” –આત્મા વડે રાગદ્વેષ ઉત્પન્ન થતા નથી. ચોખ્ખો પાઠ છે (આચાર્યદેવનો) (શ્રોતા ) પરમ સત્ય છે. હું રાગને કરું છું... (હું ષને કરું છું ) –શું કે રાગને હું કરું છું ( એમ નહિ માને) તો સ્વચ્છંદી થઈ જશે(આમ) વ્યવહારના પક્ષવાળા મૂઢ-અજ્ઞાની જનો બને છે. આહાહા! બકવાસ છે એનો ! એની (આવી) વાત સાંભળવા જેવી નથી. ઓલા ગણેશ પટેલ કહે અરે ! પરમાત્મા! આ રાગને કરે ? આ ક્યાંથી આવ્યું કહે. બોલો! ગણેશ હો? વેપારી છે બકાલાનો, કેરીનો મોટો વેપારી, ખૂબ સુખી-પૈસાવાળો-પૈસાપાત્ર! એ (કહે) અરે ! આ પરમાત્મા! અંદર બિરાજમાન છે, એ રાગને કરે? શોભતું નથી. કહે, આહા ! સ્વ પરનું અત્યંત બૂરું કરનારી એ વાણી છે.
અરે ! જ્ઞાનને કરે એ પણ કથંચિત છે (એટલો ભેદય) પોસાતો નથી. આહાહા ! રાગ સ્વયં થાય છે, આ ગાથા છે તેંતાલીસમી. (ગાથામાં ચોખ્ખો પાઠ છે.) તેંતાલીસ નંબરની ગાથા સમયસારની હોં? “સ્વયમેવ” ઉત્પન્ન થાય છે આહાહા! “સ્વયમેવ ઉત્પન્ન થયેલા રાગ દ્વેષ વડે મેલું જે અધ્યવસાન...” તે જ જીવ છે. એમ માને છે રાગને જ જીવ માને છે. જે સ્વયં ઉત્પન્ન થાય છે. આત્મા રાગને કરતો હોય તો તે જીવ થઈ જાય, આત્મા રાગને કરતો નથી માટે તે અજીવપણે રહે છે, જીવ થતો નથી. આહા...હા!
શું કહે છે? અંતર્દષ્ટિ વડે જુએ છે-સાધક જુએ છે, નવ તત્ત્વ છે. “આવા આ નવા તત્ત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને ” – (એટલે કે) આત્માના આશ્રયે થતા નથી, એ નવ તત્ત્વો, આત્મા એનો કર્તા પણ નથી ને આત્મા એનો નિમિત્ત પણ નથી. કારણ પણ નથી ને કર્તા પણ નથી. કર્તા એ..તન્મય થાય તો કરે, નિમિત્તકર્તા હોય તો નિત્યનિમિત્તકર્તાનો દોષ આવે ને નિત્યનો અભાવ કદી ન થાય, કોઈ કાળે એનો અભાવ ન થાય...
અરે! જ્ઞાતાય નથી ત્યાં કર્તાની વાત તો ક્યાં રહી. પ્રભુ! તું સાંભળ તો ખરો સર્વજ્ઞની વાત...રાગને જાણે તો કર્તા-અકર્તાનો પ્રશ્ન આવે, રાગ જ્ઞાનનું ય થતું નથી, જ્ઞાનનું જ્ઞય તો આત્મા થાય છે. આહા...હા ! તો..પછી હું કરું છું એ વાત રહેતી નથી. આ હાથ હલે છે, હલાવતો નથી પોતે હલે છે સ્વયં અને કોઈ...કહે કે આ હાથને હું હલાવું છું. હાથ (મારા ) જ્ઞાનનું જ્ઞય થતું નથી..તો આ હાથ હુલાવું ને આ હુલતા હાથને રોકું એ વાત રહેતી નથી કે આ ક્યાંની વાત છે કે શું આ કરો છો કે અંદર જવા માટેની વાત આ છેકર્તબુદ્ધિ છૂટી જાય છે ને જ્ઞાતાબુદ્ધિ છૂટી જાય છે ને જ્ઞાયકનો જ્ઞાતા-અભેદ થઈને અનુભવ થઈ જાય છે. લે! આહાહા !
“આવા નવ તત્ત્વો જેવદ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેમનાં કારણ છે” -પર્યાયનું કારણ પર્યાય ઉપાદાન, ક્ષણિક ઉપાદાન કહ્યું ને! બે પ્રકારના એ ઉપાદાન કારણ છે, પર્યાયનું કારણ પર્યાય (છે.) એ પોતે અને પર (એટલે) પરપદાર્થ જેમનાં કારણ છે, સ્વ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #272
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૪
પ્રવચન નં. ૨૦ તો કારણ નથી. આત્મા એનો નિમિત્ત કારણ નથી...એનો નિષેધ કરવા માટે, પર કારણ છે એમ કહેવું પડે છે. ખરેખર, કારણની અપેક્ષા એને છે નહીં. એ સને કારણની અપેક્ષા ન હોય. નિરપેક્ષ તત્ત્વ છે એ તો “એવાં એક દ્રવ્યના પર્યાયોપણે” –જીવ દ્રવ્યના પર્યાયો પણ ને અજીવ-દ્રવ્યના પર્યાયો પણે અનુભવ કરતાં એટલે કે જાણતા “એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે ને..... આહાહા ! પર્યાયો છે. પણ એ મારામાં નથી. હવે કહે છે આગળ વધે છે. આ જ્ઞાનના જ્ઞયમાંથી કાઢે છે, જ્ઞાનનું જ્ઞય નવ તત્વ નથી.
સર્વ કાળે અસ્મલિત...” આહાહા! અસ્મલિત એટલે સ્કૂલના થતી નથી, આત્માનું ચેતનપણું-પોતાના સ્વભાવને છોડતું નથી. એ કોઈ કાળે રાગરૂપે કે અચેતનરૂપે (આત્મા) થતો નથી. એને અલના કહે છે, (ચેતનપણાથી ) અલના કદી ન થાય- “જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ..કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ' -ચેતનભાવ આત્માના સ્વભાવને છોડતું નથી. સર્વ કાળ-સર્વ કાળ લીધો હોં, અનાદિ-અનંત..એ જ્ઞાયક, શુભાશુભભાવે થતો નથી.
જ્ઞાયકભાવ જ છે...સદાકાળ, કોઈ કાળે શુભાશુભ-રૂપે થતો નથી. દુઃખ રૂપે થતો નથી ને દુઃખને ભોગવતો નથી. એ આજ સુધી ભગવાન આત્માએ દુઃખ ભોગવ્યું નથી. અત્યારે શ્રેણિક મહારાજા, નરકના ક્ષેત્રમાં છે-બાહ્યક્ષેત્ર નરકનું, અંતરક્ષેત્ર, અસંખ્યાતપ્રદેશ આત્મામાં છે એ તો..અને (નર્કનું) દુઃખ બહાર છે એને ભોગવતા નથી, ભોગવતા તો નથી પણ એને જાણતાય નથી-એમ સાધક જાણે છે આંહી બેઠા-બેઠા. અમારા શ્રેણિક મહારાજા, દુઃખને ભોગવતાં તો નથી, પણ દુઃખને જાણતા નથી, કેમ કે આત્માને જાણવારૂપે પરિણમી ગયા છે એ. ભલે, એનો પ્રતિભાસ થાય પણ એનું લક્ષ નથી. લક્ષ નથી માટે ખરેખર જાણતા નથી. લક્ષવાળાને જાણતા કહો; ત્યાં બીજાં મિથ્યાષ્ટિ (જીવો) છે. એ બધાં દુઃખને ભોગવે છે ને દુઃખને જાણે છે કેમ કે લક્ષ ન્યાં છે એનું. આ ભાવિ ભગવાન, તીર્થંકર પરમાત્મા મહાપદ્મપ્રભુ થવાના છે. પહેલા તીર્થકર હોં! અમારા પરમાત્મા ( એ ક્ષેત્રે પણ) દુઃખને ભોગવતા નથી, એ દુ:ખને જાણતા ય નથી.એની પાસે એવું જ્ઞાન નથી કે એ દુઃખને જાણે ! એક જ્ઞાન એવું છે કે તે દુ:ખને જાણે એ જ્ઞાન એનું નથી. જે જ્ઞાનમાં આત્મા જણાય છે ને જાણે છે, ઈ અમારા પ્રભુ છે-એ સમ્યક્દષ્ટિ છે, ચોથા ગુણસ્થાને છે હજી.
આ તો ભેદજ્ઞાનની વાત છે. એ જ્ઞાની જ્ઞાનમાં જ છે નરકમાં છે નહીં. એ તો સંયોગનું જ્ઞાન કરાવ્યું છે બાકી કાંઈ છે નહીં. આયુષ્ય બંધાઈ ગયું” તે પૂર્વે દોષ થયો” તો આયુષ્ય બંધાણું પછી એને ત્યાં ચોરાશી હજાર વરસનું આયુષ્ય છે અત્યારે ત્યાંનું. -ત્યાંથી નીકળીને પરમાત્મા (તીર્થકર) થશે, દિવ્યધ્વનિ છૂટશે, લાખો જીવ પામી જશે એમનાં નિમિત્તે, લાખો પામવાના છે. આહા હા ! આંહીના (ભરતક્ષેત્રના) ચોવીસ તીર્થકરમાં પહેલાં તીર્થકર (થશે) આંહીયાં. સમતભદ્રસ્વામી થયા છે મુનિરાજ, એ ત્રેવીસમા તીર્થંકર થવાના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #273
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૩૫
છે આંહીયાં આ ભરતક્ષેત્રમાં, એ ભરતક્ષેત્રનાં તીર્થંકર છે. -આમ પરંપરા ચાલ્યા જ કરે છે. અનંત ચોવીસી ગઈ એવી.
.
“સર્વ કાળે અસ્ખલિત ” –ચેતન પોતાના નિજભાવને છોડતો નથી ને પરભાવરૂપે થતો નથી. · એક જીવદ્રવ્યના (સ્વભાવની) સમીપ જઈને જોવામાં આવે' પર્યાયનું લક્ષ છોડીને...દ્રવ્યસ્વભાવનું લક્ષ કરીને જોવામાં આવે તો....તો શું છે? ‘અનુભવ ક૨વામાં આવતા તેઓ અભૂતાર્થ ને અસત્યાર્થ છે.' આ આત્માના એકાકાર સ્વરૂપમાં નવ ભેદ દેખાતા નથી. ગુણ–ગુણીનો ભેદ દેખાતો નથી-દ્વૈત ભાસતું નથી તો નયના ભેદ તો...ક્યાંથી ભાસે ?...આહા...હા !
પ્રતિભાસ છે પણ લક્ષ નથી, લક્ષ નથી-માટે જણાતા નથી. આહા...હા ! લોકાલોક પ્રતિભાસે છે જ્ઞાનમાં...સાધકને પણ-દેડકાને પણ...એનું લક્ષ લોકાલોક ઉ૫૨ નથી. પ્રતિભાસ દેખીને કહે કે...એને જાણે છે...એવો ઉપચાર પણ આવે છે. આહા! એ ઉપચારના કથનવ્યવહારના કથન, સાચાં લાગે છે ત્યાં સુધી નિશ્ચયમાં એ આવી શકે નહીં.
“તેથી આ નવેય તત્ત્વો...માં”, માં છે ને માં... માં' શબ્દ પડયો છે. પર્યાયો...માં... દ્રવ્ય રહેલું છે. એ પર્યાયો...માં દ્રવ્ય રહેલું છે પણ પર્યાયથી ભિન્ન રહેલું છે. એ પર્યાયરૂપ, દ્રવ્ય થતું નથી. (જેમ કે) સોનાનાં નવ ઘાટ હોય, સોનાનાં નવ ઘાટમાં સોનું ૨હેલું છે પણ સોનું એ નવ ઘાટરૂપે થતું નથી. જો (સોનું) ઘાટ-રૂપે થાય તો, ઘાટનો નાશ થતાં સોનાનો ય નાશ થઈ જાય, પણ એમ તો અનુભવમાં આવતું નથી.
“તેથી આ નવેય તત્ત્વો...માં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે.” –એમ
પારિણામિક ભાવના ત્રણ પ્રકાર કહેશે એમાં પણ એક...જીવતત્ત્વ વિધમાન છે એમ આવશે. એમાં પણ ‘માં’ આવશે. આહા...હા! નવ તત્ત્વો...માં એટલે નવ પર્યાયોમાં, પર્યાય એટલે હાલતમાં–અવસ્થામાં-પરિણામમાં તેને પર્યાય કહેવાય, નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી-ભૂતાર્થનય એટલે અંતરમાં જઈને, દ્રવ્યસામાન્ય...જ્ઞેય થાય છે જ્ઞાનનું જ્યારે...જ્ઞાનનું જ્ઞેય અભેદપણે જ્ઞાયક થાય છે જ્યારે...ત્યારે...ત્યારે શું છે? “ એક જીવ જ પ્રકાશમાન છે.” નવ તત્ત્વ દેખાતા નથી. દેખાતા નથી કેમકે એનું લક્ષ નથી. પ્રતિભાસનો અભાવ નથી, લક્ષનો અભાવ છે. આહાહા! પ્રતિભાસ તો લોકાલોકનો થાય છે બધાંને-જ્ઞાનીને અજ્ઞાની બેયને ( સૌને આબાળગોપાળને ) પણ અજ્ઞાનીનું લક્ષ પરના પ્રતિભાસ ઉપર જાય છે, અને જ્ઞાની થાયથવાનો હોય...તો જ્ઞાયકના પ્રતિભાસ ઉ૫૨ એનું લક્ષ જતા આવિર્ભાવ થઈને અનુભવ (નિજનો ) થઈ જાય છે.
(
( શ્રોતાઃ ) ઝીણું તો લાગે ઝીણું પડે!
(ઉત્ત૨:) આત્મા જ ઝીણો છે દરબાર! ગુરુદેવ કહેતા 'તા આત્મા જ સૂક્ષ્મ છે. તો ઉપયોગને જરા સૂક્ષ્મ કરે તો સમજાય. ઉપયોગ ક્યાંક રોકાયો હોય ને બહાર તે સ્થૂળ થઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #274
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૨૦
૨૩૬
જાય. શું કીધું દરબાર, ઉપયોગ ક્યાંક બહાર રોકાતો હોય-બધાની વાત છે હોં! દરબારનું તો નામ, ઉ૫યોગ બહાર રોકાતો હોય, જગદીશ! કપડામાં રોકાતો હોય તો સ્થૂળ થઈ જાય, પણ એ કપડાંનું લક્ષ છોડીને...આહા ! આ ઉપયોગમાં તો આત્મા (જ્ઞાયક જ) જણાય રહ્યો છે... આત્મા જ જણાય રહ્યો છે...જાણનાર જણાય છે...જાણનાર જણાય રહ્યો છે એમ થોડી 'ક વાર...થોડી'ક વાર જ...પ્રવીણભાઈ! ઝાઝી વાર નહીં, થોડી'ક વાર (આમ) થવા માંડે તો ઉપયોગ સૂક્ષ્મ થવા માંડે! સૂક્ષ્મ ઉપયોગ થતો...થતો...થતો...સૂક્ષ્મ થઈને સૂક્ષ્મને પકડી લ્યે, ત્રિકાળી દ્રવ્યને પકડી લ્યે છે ઉપયોગ; બહેન ! કહે છે સાચી વાત છે.
આહાહા! આ તો સમયસાર તો સમયસાર છે! અદ્ભુત...કોઈ રચના થઈ ગઈ છે અમે રચના કરી નથી હોં! મોહી-પ્રાણી એમ ન માનશો કે અમૃતચંદ્રાચાર્યે ટીકા કરી છે એમ ન માનતાં...આ થવા યોગ્ય થયું છે. –એમ તમે જાણજો. મેં કર્યું છે-મારા ઉપર કર્તાનો આરોપ મૂકશો...તો તમે કર્તા બની જશો, મને કંઈ વાંધો નથી હું તો કર્તા થવાનો જ નથી. હું કર્તા...થવાનો જ નથી પણ તમે મને કર્તા-પણે દેખશો...એકપણ દ્રવ્યને કર્તાપણે દેખશો તો તમારી કર્તાબુદ્ધિ છૂટશે નહીં. ભાઈસા'બ દિલ્હીવાળા ખ્યાલમાં આયા કુછ ? (શ્રોતાઃ ) હા, જી (ઉત્ત૨:) ખ્યાલ મેં આ ગયા!
આહા...! એક દ્રવ્ય પણ...પરદ્રવ્યના પરિણામને કરે છે-પુદ્દગલની રચના કરે છે... એક આત્મા પણ એને કરે છે, એમ જો તેં લક્ષમાં લીધું તો કર્તાબુદ્ધિ તારી થશે, એ તો જ્ઞાતા થઈને ચાલ્યા જશે, પણ એનું નામ લઈને તું કર્તા થઈશ..આહા! અમૃતચંદ્ર આચાર્યે કેવી ટીકા કરી...ઈ તો વ્યવહારના વચનો છે.
કરે કોણ...? એને જાણતા 'ય નથી ( જ્ઞાની ) તો કરે ક્યાંથી? અદ્દભૂત વાતો છે ( અધ્યાત્મની ).
( કહે છે) “ તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે.”
k
એક જીવ સિવાય...બીજા નવ તત્ત્વોનાં ભેદ દેખાતા નથી.” આ પુણ્ય તત્ત્વને આ સંવર ને આ નિર્જરા ને કાંઈ...ભેદ દેખાતા નથી સંવરના ભેદને જો દેખે...તો આસ્રવની ઉત્પત્તિ થાય... શું કહ્યું? અને સંવર આત્મારૂપે...અનુભવમાં આવે તો આસ્રવની ઉત્પત્તિ થતી નથી. સંવરના ભેદને જુએ ને સાધક તોય પણ એને શુભભાવ થાય.
7)
'
ભેદને જાણતાં રાગી પ્રાણીને રાગ થયા વિનાં રહેતો નથી. અભેદને જાણ તું-તો વીતરાગી દષ્ટિ થશે. અને થોડા ટાઈમમાં વીતરાગ (સાક્ષાત) થઈ જશે. “એમ તે એકપણે પ્રકાશતો ’ ‘ એકોમ ' એકપણે પ્રકાશતો, “શુદ્ધનયપણે અનુભવાય છે, અને જે આ અનુભૂતિ તે આત્મખ્યાતિ જ છે ” –આત્માની ઓળખાણ (છે. ) –આવો જે અનુભવ થાય ને ઉપયોગ અંદરમાં ગયો ને જ્ઞાયક-દ્રવ્યસ્વભાવની સમીપે ગયો...પર્યાયના ભેદથી ખસી ગયો... વાંથી લક્ષ છૂટયું-લક્ષ ફરે છે, પર્યાય પર્યાયમાં રહી ગઇ-પર્યાય, પર્યાયમાં રહી ગઈ લક્ષ ફરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #275
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૩૭ જાય છે, પર્યાયને ટાળવી નથી લક્ષને ય ફેરવવું નથી, ફરી જાય છે એમ કહ્યું. “જાણનાર જણાય છે ત્યાં લક્ષ ફરી જાય છે” –ફેરવે કોણ લક્ષને! પછી ઉપદેશ બોધમાં એમ આવે કે પર તરફ લક્ષ છે એને અંદરમાં વાળ એ બધું ઉપદેશના કથનો (છે.) સિદ્ધાંત બોધ જુદો ને ઉપદેશ બોધ જુદો છે.
તે આત્મખ્યાતિ તે જ સમ્યક્દર્શન છે” –આત્માની જે પ્રસિદ્ધિ થઈ અંદરમાંઅનુભવ થયો-આનંદ આવ્યો આહાહા ! આત્માને નિહાળ્યો-ભગવાનનાં દર્શન થયાંપરમાત્માનાં દર્શન કર્યા. –બાળકને ન કહે, જો તું ભગવાનના દર્શન કરવા (દેરાસર) જાઈશ ને તો તને ધરમ થશે, એમ બાળકોને કહે ને (વડિલો !) જો તું ભગવાનના દર્શન કરીશ ને તો તને ધરમ થશે...પણ આ નિજ ભગવાનનાં દર્શન કરીશ ને તો ધરમ થશે..આહાહા ! ઈ ઓલાં ભગવાનનાં દર્શન તો નિમિત્તમાત્ર છે (તેથી શુભભાવ થશે.) પણ એ દર્શન કરવા જાય તો....ઓહો! આ ભગવાન! હું ય તમારા જેવો છું-હું પણ તમારા જેવો છું તમને મારું ) વિસ્મરણ થઈ ગયું હતું તમારી પ્રતિમાનાં દર્શન કરતાં મારું મને સ્મરણ આવે છે. તમારા
અમે દર્શન કરવા આવીએ તમે તો અમારી સામું ય જોતાં જ નથી. છતાં અમે અમારાં લોભને ખાતર, શું લાભ? કે આત્મા વિસ્મરણ થઈ ગયો તો ચોવીસ કલાક વેપારમાં જ (મશગૂલ) રહેતો....અને દર્શન કરવા ગયો અહોહો ! પરમાત્મા અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાય ને જાણતાં..(ઓહો !) મારું સ્વરૂપ પણ એવું છે. વિસ્મરણ થયેલ આત્માનું સ્મરણ આવે છે ને સ્મરણ આવતાં ત્યાંથી લક્ષ છૂટી જાય છે ને એનાં દ્રવ્ય-ગુણ-પર્યાય જેવો હું છું ને એવો ભેદ નીકળી જાય છે ને અભદાત્માનો અનુભવ થઈ જાય છે, માટે પ્રતિમા બરાબર છે. પ્રતિમાનો વ્યવહાર પણ યથાસ્થાને છે. આત્માના સ્મરણ માટે છે. ત્યાં જાય તો શુભભાવ થાય ને પુણ્ય બંધાય ને (તેથી) પૈસા મળે..એવું કાંઈ છે નહીં એ તો અજ્ઞાનમાં જાય છે. “તે આત્મખ્યાતિ તે સમ્યગ્દર્શન છે. આ રીતે આ સર્વ કથન નિર્દોષ છે બાધા રહિત છે.” લ્યો, ટીકા પૂરી થઈ. ભાવાર્થ કાલ આવશે.
પ્રવચન નં - ૨૧
તા. ૮-૯-૯૧ એ પરિણામને પરની અપેક્ષાથી સમજાવે ત્યારે પણ...એ પરિણામને પરની અપેક્ષા વિના જાણ. સમજાવવામાં પરની અપેક્ષા આવે; કે રાગ થાય છે ને-એ આત્મા કરે તો થાય, ને રાગ થાય ત્યારે, એને કર્મનું અવલંબન હોય ત્યારે થાય. એ બેય વાત ખોટી છે. આત્મા રાગને કરતોય નથી-સ્વયં થાય છે. અને એ રાગને કર્મનું અવલંબન પણ નથી, મિથ્યાત્વને દર્શનમોહનું અવલંબન નથી..અને રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયાના પરિણામ થાય, એ પરનાં અવલંબન વિના થાય છે...થવાયોગ્ય થાય છે. થવાયોગ્ય થાય છે ત્યારે હું તેનો કર્તા છું એ વિપરિત દષ્ટિ ચાલી જાય છે. એ સ્વયંકૃત છે. પર્યાયનો...કર્તા..પર્યાય છે, પર્યાયનો કર્તા આત્મા નથી. એને ઉપાદાનને પણ નિમિત્તની અપેક્ષા ન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #276
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮
પ્રવચન નં. ૨૧ હોય, પર્યાય, ક્ષણિક ઉપાદાન છે ને ! આહા...હા !
એ પરિણામને કર્તા-કર્મથી જુએ ને કાં નિમિત્ત-નૈમિત્તિકથી જુએ છે. કાં...આત્મા કરે તો થાય..એમ પરિણામ ઉપર લક્ષ રાખીને..અજ્ઞાની રહી ગયો. અને કાં..એ પરિણામ, પરનું અવલંબન લે ત્યારે થાય, એવી પરાધીન દષ્ટિથી અજ્ઞાની રહી ગયો. પરિણામ રાગનાં થાય સ્વયં ત્યારે એનું લક્ષ પર ઉપર હોય છે...એટલી વાત સાચી..પણ પરનું લક્ષ કરે તો થાય... એમ છે નહીં થાય ત્યારે એનું લક્ષ કર્મ ઉપર હોય છે. આત્મા ઉપર હોતું નથી, ત્યારે એમાં કહેવાણુંકે કર્મના આશ્રયે રાગ થાય...આત્માના આશ્રયે ન થાય એટલું બતાવવા માટે કર્મના
યે થાય એમ કહ્યું... અને જ્યારે સંવર-નિર્જરા ને મોક્ષનાં પરિણામ થાય.. થાય પોતાથી... એ વખતે એનું લક્ષ આત્મા ઉપર છે-આત્માથી થાય એવો વ્યવહાર બતાવ્યો, એ વ્યવહારને નિશ્ચય માન્યો..થવાયોગ્ય થાય છે એમ ન માન્યું - (આત્મા) કરે તો થાય અને કાં પર નિમિત્ત હોય તો થાય.( પરિણામ ને તો) નિમિત્તની–પરની પણ અપેક્ષા નથી ને (આત્માની) સ્વની પણ અપેક્ષા નથી એમ ભૂતાર્થનયે તું નવ તત્ત્વને જાણભૂતાર્થનયે એટલે, કે પરિણામ સ્વથી પણ નથી (થતાં) ને પરથી પણ નથી (થતાં) પરિણામ તો પરિણામની શક્તિથી (સ્વયં) પ્રગટ થાય છે. –થવાયોગ્ય થાય છે, એમ ભૂતાર્થનયે જે નવ તત્ત્વને જાણે છે...એની દષ્ટિ અકર્તા-જ્ઞાયક ઉપર આવે છે, ને એ આવતાં એક શુદ્ધનય પ્રગટ થાય છે. એમાં આત્માનો અનુભવ થાય છે.
(ભાવાર્થ-) “આ નવ તત્ત્વોમાં”, ભૂતાર્થનયથી જે નવ તત્ત્વોને જાણે, એટલે હું કર્તા છું એમ પણ નહીં, અને પરનાં કારણે આ ક્રોધ થયો.એમ પણ નહીં. મને કટુ વચન આપ્યું માટે મને ક્રોધ થયો, એમ નથી. અને પરમાત્મા ક્રોધને કરે છે એમ પણ નથી. ક્રોધ થાય છે; ક્રોધ થતો જ નથી એમ નથી. થાય ત્યારે આત્મા ન કરે અને થાય... ત્યારે કર્મની અપેક્ષા ન હોય. આહા ! એવી રીતે તું ભૂતાર્થનયથી પરિણામને જાણ.....તો બધું થવાયોગ્ય થાય છે એમ તને ભાસે છે. આમ બધું થવાયોગ્ય થાય છે એમ ભાસે જ્યારે ત્યારે એની દષ્ટિ પરિણામ ઉપર રહેતી નથી. એની દષ્ટિ જ્ઞાયક ઉપર-જ્ઞાતા ઉપર આવે છે...અનુભવ થાય છે.
પહેલાં સવિકલ્પમાં થવાયોગ્ય થાય છે. એમ લીધું...પછી નિર્વિકલ્પમાં પરિણામ થવાયોગ્ય થાય છે એવો વિકલ્પ પણ છૂટયો...અને જાણનાર-જ્ઞાયકમાં દષ્ટિ આવતાં અનુભવ થયો! એ તો અનુભવ થયા પછી..થવાયોગ્ય થાય છે... એને સમ્યક પ્રકારે જાણ્યું એમ કહેવામાં આવે છે. કેવળ વિકલ્પથી થવાયોગ્ય થાય છે (એમ વિકલ્પ કરે તો) પ્રતીતમાં આવતું નથી. આહા...હા! ભલે, પહેલાં થવાયોગ્ય થાય છે-હું કર્તા નથી, એવો સદગુરુએ ઉપદેશ આપ્યો..પોતાને (આ) ઉપદેશ બેઠો (રુચ્યો), મારી ઇચ્છાથી કંઈ થતું નથી. હું તો ભગવાનની પૂજામાં બેઠો હોઉં છું ને...(ક્યારે 'ક) પાપનાં વિચાર આવી જાય છે, આત્મા એનો કર્તા હોય તો એ વખતે પાપનાં વિચાર આવવા ન જોઈએ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #277
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૩૯ આહા ! અને દુકાને બેઠો હોય ને વેપાર કરતો હોય કાપડનો ને આત્મતત્ત્વનો વિચાર આવે તો શુભભાવ થઈ જાય, આમ ગ્રાહક બેઠાં હોય ને...ભાવ કહેતો હોય એ વખતે પાપનાં પરિણામ (ને વૃત્તિ બદલીને ) અંદરમાં આવે કે હું તો જાણનાર છું એટલે એ વખતે શુભભાવ થઈ ગયો! એ અશુભનય કર્તા નહોતા ને શુભનો ય કર્તા છે નહીં. અશુભના કાળે અશુભ થયું ને શુભના કાળે શુભ થયું. -એમ થવાયોગ્ય થાય છે એની દષ્ટિજ્ઞાયક ઉપર આવતાં. અનુભવ થાય છે.
તો...ભૂતાર્થનયથી જો નવ (તત્ત્વોને ) જાણે-એટલે કે થવાયોગ્ય થાય છે...એમ જાણે... એને શુદ્ધનય પ્રગટ થાય છે અને એ શુદ્ધનય પ્રગટ થતાં તેને પોતાનો આત્મા....શુદ્ધનયથી જોઈએ તો-અંતર્મુખથી જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કારરૂપ-પ્રકાશમાત્ર પ્રગટ થઈ રહ્યો છે. એ આત્મા શેય થાય છે. હવે...નવ તત્ત્વો કર્મ પણ થતા નથી અને નવ તત્ત્વો જ્ઞય પણ થતાં નથી....હવે
એમ (અહીંયાં) કહે છે જુઓ ! “તે સિવાય” .... શુદ્ધનયથી શુદ્ધઆત્મા જ જણાય છે તે આત્મા સિવાય – “તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતા નથી” એટલે...જ્ઞાનનું શય થતા નથી. જ્યાં સુધી એ જ્ઞાનનું જ્ઞય થાય છે પર્યાય ત્યાં સુધી પર્યાય, કર્મ બની જાય છે. જે જ્ઞય થાય એ કર્મ બને.
પહેલાં સવિકલ્પ દશામાં જેમ છે એમ વિચારે નિર્ણય કરે..પણ પછી એની દૃષ્ટિ (આત્મ) દ્રવ્ય ઉપર આવે છે. તો કહે છે કે...આહાહા ! સ્વપ્રકાશક લક્ષણથી. આત્મા લક્ષિત થાય છે–એટલે અનુભૂતી થાય છે. જ્યાં સુધી પર્યાય ઉપર લક્ષ છે, ત્યાં સુધી એનું લક્ષ સામાન્ય ઉપર આવ્યું નથી. અને સામાન્યજ્ઞાયક ઉપર લક્ષ ન આવે..ત્યાં સુધી અનુભવ થઈ શકે નહીં. આહાહા ! એ નવ તત્ત્વો કર્તાના કર્મ નથી હું કરનાર નથી પણ હું તો થવાયોગ્ય થાય છે એમ એને જાણું છું. એને જાણે ત્યાં સુધી જાણનાર ન જણાય, એને હું કરું છું. ત્યાં સુધી જાણનાર ન જણાય અને એને હું જાણું છું પરિણામના ભેદને ત્યાં સુધી આત્મદર્શન ન થાય !
ધરમની શરૂઆતની..એકડાની આ વાત ચાલે છે. સમયસાર શાસ્ત્ર, અપ્રતિબુદ્ધ માટે લખ્યું છે આચાર્ય ભગવાને (-કુંદકુંદદેવે) અનાદિનો...અપ્રતિબુદ્ધ-અજ્ઞાની (–આત્માનો અજાણ ) જીવ છે. એને માટે આ શાસ્ત્રની રચના કરી છે. કેટલાક દિગમ્બરો કહે કે આ તો મુનિને વાંચવાનું છે, મુનિ માટે છે આ શાસ્ત્ર કે ના, ભાઈ ! અજ્ઞાની માટે આ (સમયસાર) શાસ્ત્ર છે.
શું કહ્યું કે..થવાયોગ્ય થાય છે, એમાં કર્તબુદ્ધિની નિવૃત્તિ થાય, અને હવે....અંતરથી જોઈએ તો સામાન્ય ( જ્ઞાયક) જણાય છે ત્યારે નવ તત્ત્વોના ભેદ-વિશેષ જણાતા નથી, તો એમાં શયની બુદ્ધિ ગઈએ જ્ઞય ને હું એનો જ્ઞાતા-પરિણામ ય, શૈય એટલે જાણવાલાયક, જાણવાલાયક પરિણામને બનાવ્યું ને “જાણનાર” (સ્વને) આંહીયાં રાખ્યો! કહે છે કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #278
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪)
પ્રવચન નં. ૨૧ અનુભવ નહીં થાય.
પરિણામનો કર્તા છું એવી માન્યતા છે ત્યાં સુધી તો જીવને સમ્યકદર્શન નહીં થાય.. કેમ કે (પરિણામ) થવાયોગ્ય થાય છે. પછી..થવાયોગ્ય થાય છે...થવાયોગ્ય થાય છે એમ તો જાણું ને? હું કરનાર છું એમ જાણવું મટયું હું આ પરિણામનો કરનાર છું એમ તો પોતાની યોગ્યતા અને સદગુરુનો ઉપદેશ (યથાર્થ સ્વીકારવાથી) કર્તાબુદ્ધિ તો ગઈ...ટળી નથી હુજી... ગઈ કે પરિણામ થવાયોગ્ય થાય છે, પણ....પરિણામ થવાયોગ્ય થાય છે એમ એને હું જાણું છું (નજર પરિણામ ઉપર છે). તો કહે છે કે એ ક્યાં સુધી જ્ઞાનનું ઝેય થાય છે, ત્યાં સુધી અજ્ઞાન છે, અનુભવ થતો નથી. બે લીટીમાં સાર ભરી દીધો છે ભાવાર્થમાં!
(અહીં કહે છે કે:) “આ નવ તત્ત્વોમાં શુદ્ધનયથી” નવ તત્ત્વોમાં એટલે ભૂતાર્થનયથી કહેવામાં આવેલા એ નવ તત્ત્વો એમ. “એમાં શુદ્ધનયથી” એટલે અંતરમુખ જ્ઞાનથી. જે જ્ઞાન બહિરમુખ હતું...તે-જ્ઞાન અંતરમુખ થાય છે. એ જ જ્ઞાન અંતરમુખ નથી થતું પણ ઉપદેશમાં તો બીજો શું ઉપાય! એ જાત્યાંતર જ્ઞાન નવું પ્રગટ થાય છે. એવા તે એક જ્ઞાનમાં આ જ્ઞાયક જણાય છે એવું જે સામાન્યજ્ઞાન અનાદિનું પ્રગટ હતું, તેમાં પરોક્ષઅનુભૂતિ હતી, હવે પ્રત્યક્ષ અનુભૂતિ થાય ત્યારે તેને શુદ્ધઉપયોગ કહેવામાં આવે છે. એનું નામ શુદ્ધનય છે. એનું નામ શુદ્ધનય-સમ્યકજ્ઞાન-અતીન્દ્રિય જ્ઞાન...તેમાં “જીવ જ એક ચૈતન્ય ચમત્કાર માત્ર પ્રકાશમાન થઈ રહ્યો છે.” એ જ્ઞાનમાં, જ્ઞાયક ય થઈ જાય છે.
કર્તાનું કર્મ ગયું..જ્ઞાતાનું જ્ઞય પણ ગયું. જુઓ! લખે છે, તે સિવાય..મારા શુદ્ધાત્મા સિવાય મને બીજું કઈ પણ જણાતું નથી. આહા...હા ! મારા શુદ્ધાત્મા સિવાય...મને મારા ઉપકારી ગુરુ જણાતા નથી. સાક્ષાત્ સીમંધર પ્રભુ જણાતા નથી. આહાહા ! મને બીજું કાંઈ જણાતું નથી, બીજું તો દૂર રહો પણ પરિણામ જે પ્રગટ થઈ રહ્યા છે અભેદની દષ્ટિમાં ભેદ હવે દેખાતો નથી. સામાન્યનું અવલોકન કરું છું ત્યારે વિશેષ હોવા છતાં, વિશેષ જણાતા નથી કેમકે વિશેષનું લક્ષ છૂટી ગયું છે. જ્યાં સુધી પર્યાય ઉપર લક્ષ હતું ત્યાંસુધી પર્યાય જણાતી હતી...પણ જ્યારે અનુભવનો કાળ આવે છે જીવને ત્યારે પર ઉપરથી તો લક્ષ છૂટે છે પણ પરિણામ ઉપરથી પણ લક્ષ છૂટી જાય છે. અને લક્ષ આખું સામાન્ય-ઉપર, શુદ્ધાત્મા ઉપરપરમાત્મા ઉપર-અભેદમાં લક્ષ આવે છે. ત્યારે કહે છે એક સામાન્યને અવલોકતો..વિશેષને નહિ અવલોકતો...એવાં સ્વપ્રકાશક લક્ષણથી...આત્માની...અનુભૂતિ થાય છે. પરપ્રકાશકમાં નહીં ને..સ્વપરપ્રકાશકમાં પણ નહીં. સ્વપ્રકાશક નિશ્ચય છે ને સ્વપરપ્રકાશક...વ્યવહાર છે તે પણ અનુભવ પછી...અનુભવ પછી સ્વપરપ્રકાશક વ્યવહાર છે. અનુભવ પહેલા સ્વપરપ્રકાશક અજ્ઞાન છે, કેમકે આવું સ્વપરપ્રકાશક એકેન્દ્રિયમાં પણ છે–એવી જ્ઞપ્તિ અને પરનો પ્રતિભાસ થયા કરે એવી જ્ઞપ્તિ એટલે જ્ઞાનની ક્રિયા, એ મિથ્યાજ્ઞાન છે, એ સમ્યકજ્ઞાન નથી, અને વ્યવહારજ્ઞાન પણ નથી..પણ એક વખત ઉપયોગ જ્યાં અંતરમુખ થઈને જ્યાં એકલા સ્વપ્રકાશકથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #279
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૪૧ એકલો શુદ્ધ આત્મા અનુભવમાં આવ્યો, એ સ્વપ્રકાશક લક્ષણથી આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. આનંદ આવે છે તે વખતે...એ પછી સવિકલ્પ દશામાં આવે તો સ્વપરપ્રકાશક કહેવાય. એક બીજું સ્વપરપ્રકાશક અંદર થાય છે નિશ્ચયથી એ નહીં “એ તો આપણે ગૌણ કરીએ છીએ. આતો સ્વપ્રકાશકપૂર્વક સ્વપરપ્રકાશકનો વ્યવહાર સાધકને હોય છે. આહા..હા! પણ...સ્વપરપ્રકાશક એ લક્ષણથી આત્મા સિદ્ધ થતો નથી, અનુભવમાં આવતો નથી.
આહાહા ! એ સ્વપરપ્રકાશકમાં પણ વિધિ-નિષેધ કર કે પરને જાણતો નથી, મારાં જ્ઞાનમાં ભલે સ્વ-પરનો પ્રતિભાસ થાય...પણ પરના પ્રતિભાસને હું જાણતો નથી. પરને તો જાણતો નથી. શું કહ્યું? પરને તો જ્ઞાન જાણતું નથી પણ પર જેમાં જણાય છે, એવો જે પ્રતિભાસ થાય છે, એવું જે જ્ઞયાકારજ્ઞાન-જ્ઞયાકાર પણ જ્ઞાન છે ઈ...એ જ્ઞાન પણ જણાતું નથી. આહાહાહા! નવ તત્ત્વો તો જણાતા નથી સીધા...ડાયરેક્ટ તો નવ તત્ત્વો પર લક્ષ જતું નથી..પણ નવ તત્ત્વો જેમાં જણાય છે એવી જ્ઞાનની પર્યાય પણ જણાતી નથી...મને તો એકલો ( જ્ઞાયક ભગવાન) ચિદાનંદ પરમાત્મા ભગવાન ( જ્ઞાયકદેવ જ) જણાય છે. ત્યારે.. નવ તત્ત્વો, નવ તત્ત્વના ભેદો, નવ તત્ત્વો જેમાં ઝળકે એ શેયાકારજ્ઞાન-એ બધું કાંઈ.... જણાતું નથી અલોપ થઈ જાય છે-અદૃશ્ય થઈ જાય છે.
એકલા પરમાત્મા (-નિજાત્મા) ના દર્શન થાય છે, એનું નામ “સમ્યકદર્શન-જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગઃ” છે. આહાહા ! (શ્રોતાઃ) મૂળ સ્થિતિ! (ઉત્તર) મૂળસ્થિતિ છે આ દરબાર. આ દરબાર....દરબાર આંહી (ભર્યો-પડયો) છે. દરબાર! અનંતગુણથી ભરેલો દરબાર આંહીયાં છે.
આહા..હા! આમાં છે બે લીટીમાં જ આ. થવાયોગ્ય થાય છે એટલે કર્તાપણું કાઢયું, અને પરિણામ જણાતા નથી માટે જ્ઞાતાપણું પણ કાઢયું અને જ્ઞાતા રહી ગયો-જ્ઞાતા થઈ ગયો. -જ્ઞાયક પરમાત્મા જણાય છે એમ કહે છે ને જુઓ !
“જીવ જ એક ચૈતન્યચમત્કારમાત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે.” -પ્રગટ થઈ રહ્યો છે મારા જ્ઞાનમાં તો એક ચૈતન્યચમત્કારમાત્ર આત્મા જ દેખાય છે. મને બીજું કાંઈ જણાતું નથી. નવના ભેદ જણાતા નથી. “તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો દેખાતાં નથી.” તે જ્ઞાનમાં ય થતા નથી જ્ઞાનમાં જ્ઞય તો એકલો સામાન્ય ને અવલોકતો ને વિશેષને નહિ અવલોકતો...એનું નામ નિર્વિકલ્પ ધ્યાન અવસ્થા છે. અને ધ્યાનમાં જ સમ્યકદર્શન પ્રગટ થાય, સવિકલ્પમાં સમ્યકદર્શન પ્રગટ ન થાય. નિર્વિકલ્પમાં પ્રગટ થાય, અને સવિકલ્પમાં (આવતાં) સમ્યકદર્શન રહી જાય, શુદ્ધોપયોગ જાય–શુદ્ધપરિણતિ રહે અને શુદ્ધપરિણતિમાં ભગવાન આત્મા જણાયા કરે.
આહાહા! સમ્યકદર્શન, સવિકલ્પદશામાં (ઉપયોગ) આવતાં વહ્યું ન જાય...એ તો રહે “તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો દેખાતા નથી...” કાંઈ જણાતા નથી મને..આહાહા!
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #280
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૨૧
૨૪૨
સાધકની સ્થિતિનું...પોતે વર્ણન કરે છે.
',
“જ્યાં સુધી આ રીતે જીવતત્ત્વનું જાણપણું ” –ભૂતાર્થનયથી નવ (તત્ત્વોને ) ન જાણે, અને કર્તાબુદ્ધિ ન છોડે, તેમજ નવની જ્ઞાતાબુદ્ધિ ન છોડે અને એકલા જીવને ન જાણે... ત્યાં સુધી તેને...ધરમની શરૂઆત થતી નથી. આહા ! માટે ‘ જાણનાર જણાય છે, ખરેખર ૫૨ જણાતું નથી.' -એ ૫૨માં, નવ તત્ત્વો પર છે, પદ્રવ્ય છે એ સ્વદ્રવ્ય નથી. આ રીતે જીવતત્ત્વનું જાણપણું જીવને નથી. ત્યાં સુધી તે વ્યવહારદષ્ટિ-મિથ્યાદષ્ટિ છે. વ્યવહારદષ્ટિ એટલે મિથ્યાદષ્ટિ છે, “ જુદાં-જુદાં નવ તત્ત્વોને માને છે.” આ આત્મા આવો છે ને આત્મા આવો છે ને આત્મા પુન્યવાળો ને આત્મા પાપવાળો ને આત્મા ચોથાગુણસ્થાનવાળોપાંચમાગુણસ્થાનવાળો...ગુણસ્થાનો આત્મામાં નથી ને અનુભવના કાળમાં ગુણસ્થાનનાં ભેદ જણાતા નથી.
આહા !
આ તો કોઈ અપૂર્વ અપૂર્વ ગાથા છે...શાસ્ત્ર (શ્રીસમયસારજી) આહાહા! જુદાં-જુદાં નવ તત્ત્વને માને છે-આ પુણ્ય છે-પાપ છે, આસ્રવ છે, સંવર છે, નિર્જરા છે, બંધ છે–એમ એનાં લક્ષણથી જુદાં-જુદાં માને છે. “જીવ-પુદ્ગલનાં બંધપર્યાયરૂપ દષ્ટિથી આ પદાર્થો જુદા-જુદા દેખાય છે.” જીવનાં પરિણામ જીવમાં ન આવતાં જીવને ન જાણે, જીવને જાણવાનું છોડી ઘે અને પુદ્દગલનાં લક્ષે પરિણમે તો આ નવ તત્ત્વો ઊભાં થાય છે. પણ... જ્યારે...શુદ્ઘનયથી એટલે અંતર્મુખ જ્ઞાન વડે, આત્મજ્ઞાન વર્ડ, અતીન્દ્રિયજ્ઞાન વર્ડ...“ જીવપુદ્ગલનું નિજસ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ” –આ જ્ઞાયકને પુદ્દગલથી જુદો જોવામાં આવે ત્યારે શાયક (તત્ત્વ) જુદું જ દેખાય છે, પુદ્દગલની સાથે સંબંધ છે તેમ દેખાતું નથી, અને જીવને જાણવાનું છોડે તો પુદ્દગલની સાથે સંબંધ છે એવી ભ્રાન્તિ થાય છે. –ત્યારે નવ તત્ત્વો ઊભાં થાય છે. તેને મિથ્યાદષ્ટિ કહેવામાં આવે છે.
અંતરષ્ટિ ( થયો ) પછી...નવ તત્ત્વને જાણે...તો એને શ્રદ્ધાનો દોષ લાગતો નથી... ચારિત્રનો દોષ તો એને પણ લાગે છે પછી (સાધક અવસ્થામાં )“ ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી.”
અંતરષ્ટિથી પોતાના શુદ્ધાત્માને અવલોકે છે-નિહાળે છે-અવલોકે છે, ત્યારે જુદાં-જુદાં કાંઈ નવ તત્ત્વો દેખાતા નથી. આહા...હા !
એક જામનગરમાં દષ્ટાંત આપ્યું હતું. કે એક બ્રાહ્મણને જમવાનું કહ્યું-અગાઉના કાળમાં કહેતા 'તા. ( મહારાજ!) રવિવારે જમવાનું કહી આવ્યા. તો શુક્ર ને શિન બે વાર જમ્યા નહીં ગોર 'બાપા. છોકરાવ કહે જમી લ્યો...તને કાંઈ ખબર ન પડે...લાડવા જમવા જવું છે રવિવારે તો મારે...રવિવારે ને? તો કહે હા રવિવારે, તને ખબર ન પડે, રોટલા તો રોજ મળે છે, લાડવા તો કો'ક દિ મળે. રવિવારે જમવા મહારાજ (યજમાનને ત્યાં ગયા ), એટલે લાડવા પહેલાં બે પીરસ્યા, હારે નવ ચીજો બીજી મૂકી (થાળીમાં), લાડવા સિવાય હો ? સમજાણું ? (યજમાને કીધું) પણ આમાં સુરતથી પાપડી મંગાવીને ઊંધિયું કર્યું છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #281
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૪૩ ગોરબાપા! (ગોરબાપાએ ઘીરેથી કહ્યું) ઊંધિયું કર્યું છે કે ઠીક, (યજમાન કહે ) કચોરી બનાવી છે, આ પત્તરવેલિયાં છે, આ ભજીયાં-મરચાંના લોટથી ભરેલાં (મસાલા ખૂબ ખૂબ નાખીને) લાંબા મરચાં છે, સમજી ગયા, અને આ શાકમાં ઊંધિયું છે, (ચટણી-પાપડ વગેરે) નવ ચીજો આમ મૂકીને લાડવા ય બે મૂક્યા....તો એ તો લાડવા ઉપર હાથ ગયો સીધો (ગોરબાપાનો) બીજું હોવા છતાં (બીજું કાંઈ ) જણાતું નથી. થાળ ભર્યો છે નવનો હો? સુનિલભાઈ ? થાળમાં છે..પણ દષ્ટિમાં નથી. આહાહા ! ઈ તો બે લાડવા તો આમ ચટણી કરીને ખાઈ ગ્યા પહેલાં, કારણ કે બે દિ' થયા ભૂખ્યા હતા ને! લાડવાય મોટા હુતા પહેલાંના કાળમાં, દરબાર! તમને ખબર હોય, તમને ખબર હોય, નાની-નાની લાડુડી નહીં અત્યારની જેમ, કારણ કે અત્યારે કોઈ ખાય શકતું નથી. મૂળ તો ખાય શકતા નથી, (હવે, લોકોના ખોરાક ઘટી ગયા. ઈ બે લાડવા ખાધા પછી (યજમાન કહે) ગોરબાપા, પણ આ હવે (ઊંધીયું ને કચોરી) (ગોરબાપા) કહે, લાડવા લાવને તું હુવે (યજમાન કહે) લાડવા તો લાવું છું પણ જુઓ આ બધી વસ્તુઓ છે..જુઓ તો ખરા નજર તો નાખો ! (ગોરબાપા કહે ) નજર નાખું કહે.આમ જોયું (થાળી સામું) એમ જોઈને પછી આમ-આમ કરવા માંડ્યા (ડોકું ના ના પાડીને ધૂણાવ્યું), આમ આમ કેમ કરો છો (જમવાનું) નથી ? (ગોરબાપા કહે) છે, છતાં મારા માટે નથી કે મારી રુચિ લાડવા ઉપર છે, બીજી રુચિ કાંઈ મારી છે નહીં. પછી લાડવા ખાતા-ખાતાં એનું મોટું ભાંગી ગયું જરા 'ક...લાડવા ખાવા માટે બે ભજીયાં મોઢામાં મૂક્યાં. ભજીયાં પેટ ભરવા માટે નહીં, વધારે લાડવા ખાવા માટે (બે ભજીયાં લીધાં ), મોટું ભાંગી જાય ને (વધારે ગળપણથી) એટલે બે'ક ભજિયા મોઢામાં મૂક્યાં ઓલો (યજમાનનો) છોકરો કહે હવે આ ભજીયાં ઉપર તરાપ મારશે, ભજીયાં ગરમા-ગરમ હું લાવું તો કહે ના..મારી રુચિ નથી એમાં તને ખબર ન પડે મેં વધારે લાડવા ખાવા માટે ભજીયું ખાધું તું પેટ ભરવા માટે ભજીયું ખાધું નથી.
એમ (સાધક) નવ તત્ત્વને જાણે છે, સવિકલ્પ દશામાં...છતાં જાણતા નથી. ફરીફરીને શુદ્ધઉપયોગ દ્વારા આત્મામાં જામી જાય છે. આહાહા! નિર્વિકલ્પ ધ્યાનમાં રહેવાતું નથી...સવિકલ્પ દશામાં આવે ને એને ભજીયું ખાધું કહેવામાં આવે છે...આહાહા ! આ જામનગર દાખલો આપ્યો હતો...પછી એક કેવી બે'ન છે આપણી (શ્રોતા ) શોભનાબેન (ઉત્તર) હું, હા શોભનાબેન છે. બ્રહ્મચારી છે ઈ અભ્યાસી છે. ઈ શોભનાબહેનને એની બેન જમવા ગયા, મોટું જમણવાર હતું...નવકારશી... નવકારશી નવકાર મંત્રના ગણનારા બધાં દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી બધાંય... તો ઈ બહેનને..છોકરો..પાંચ- છ વરસનો છોકરો... બેઠો 'તો એની મા પાસે ને એ જમતો તો...સેવ ને લાડવા ને બધું હતું. (એની મા કહે ) તું આ લાડવા કેમ ખાશને આ સેવ કેમ ખાતો નથી? (છોકરો કહે) મમ્મી, મને એ (સેવ કે બીજું ) કંઈ દેખાતું નથી કહે, પણ શું કહે છે આ હું જોઉં છું ને (માએ કહ્યું, તને સેવ દેખાય છે મને લાડવા દેખાય છે (બાળકે કહ્યું)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #282
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪
પ્રવચન નં. ૨૧ છોકરો છ વરસનો એની માને કહે છે હોં ! એ બાજુમાં બેઠેલ શોભનાબહેન સાંભળે છે આહા.હા! જુઓ! છે છતાં દેખાતું નથી. ભરત મહારાજાને છ ખંડનું રાજ હતું-છે છતાં એને દેખતા નહોતા. આ એને દેખનારો જુદો ને આત્માને દેખનારો જુદો છે. -એ ઈન્દ્રિયજ્ઞાનનો વિષય છે, મારો વિષય નથી આહા...હા!
અંતરષ્ટિથી જોતાં...નિર્વિકલ્પ ધ્યાનમાં ભેદ દેખાતો નથી. અને સવિકલ્પ દશામાં...એ ભેદ આવે છે....એને જાણતા નથી..પણ જણાય જાય છે. (સાધક એને) જાણતા નથી કેમકે ભેદ ઉપર લક્ષ રહેતું નથી. –અભેદથી લક્ષ છૂટતું નથી ને ભેદનું લક્ષ થતું નથી. એવી અંતરદૃષ્ટિવાળાને પણ સવિકલ્પ દશામાં નવ તત્ત્વો ઊભાં થાય છે. રાગાદિ અસ્થિરતા સંવરનિર્જરા પણ છે. કેમકે જ્ઞાનચેતના ને કર્મચેતના બેય સાથે રહે છે. -જ્ઞાનચેતનામાં આત્મા જણાય છે, કર્મચેતનાથી આ બધું છે એમ એને જણાય છે. કર્મચેતનાથી બંધ થાય છે ને જ્ઞાનચેતનાથી નિર્જરા થાય છે.
આહાહા! “પણ જ્યારે શુદ્ધનયથી જીવ-પુગલનું નિજસ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી.” અવસ્તુ છે. આહાહા ! ગોરબાપાને લાડવા છે એ વસ્તુ ને (થાળીમાં) એ નવપદાર્થ છે એ...અવસ્તુ છે. અવસ્તુ એટલે એ વિધમાન છે પણ લક્ષ એનું નથી.
(શ્રોતા ) વસ્તુ તરીકે અવસ્તુ નહીં પણ લક્ષમાં અવસ્તુ છે.
(ઉત્તર) એ વસ્તુ લક્ષમાં આવતી જ નથી, એને હું જાણતો જ નથી. મારા જ્ઞાનનું શય નથી...મારા જ્ઞાનનું જ્ઞય તો એકલો પરમાત્મા (નિજજ્ઞાયકદેવ) છે. આહા...હા ! અરે, નિયમસારમાં એક ગાથા છે આચાર્ય ભગવાન કહે છે કે આ સાત તત્ત્વો જે છે એ પરદ્રવ્યનો સમૂહુ છે, એનાથી અમારી દષ્ટિ પરાભુખ છે સવિકલ્પ દશામાં અમે એ નવ તત્ત્વોના ભેદને જાણતા નથી. જાણનાર જણાય છે. બીજું કાંઈ જણાતું નથી. –આવી કોઈ સાધકની અપૂર્વ દશા હોય છે, અજ્ઞાનીને ખ્યાલ ન આવે.
(કહે છે કે, “નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયાં હતાં” આ નવ તત્ત્વો-નિમિત્તથી એટલે સંબંધથી, પુગલના (વશ થવાથી) પર્યાયો આવી નવ થતી હતી, તે “નિમિત્તનૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો” અંતરમાં જઈને શુદ્ધ આત્માના દર્શન કરે છે ને પરનું લક્ષ છૂટી જાય છે, ત્યારે પરના લક્ષે નૈમિત્તિકભાવ થતો” તો જે રાગાદિભાવ કે સંવર-નિર્જરાના ભેદ, એ પણ નૈમિત્તિક છે. આવી ગયું છે સ્વાભાવિકને નૈમિત્તિક બેય પર્યાયથી રહિત એ આવી ગયું છે. અગાઉ. “ત્યારે જીવ-પુગલ જુદા જુદા હોવાથી..બીજી કોઈ...વસ્તુ એટલે પદાર્થ સિદ્ધ થઈ શકતી નથી.” –એક સામાન્યને અવલોકે છે..વિશેષનું અવલોકન રોકાય ગયું...પરનું લક્ષ છૂટી ગયું, એકલો સામાન્ય-ચિદાનંદ આત્મા દષ્ટિમાં અનુભવમાં આવે છે, બીજું કાંઈ દેખાતું નથી. આહા...હા !
એવી એક સાધકની અંતર્મુખ દષ્ટિ થાય છે...( કહે છે) “વસ્તુ તો દ્રવ્ય છે” –વસ્તુ જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #283
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૪૫ છે આત્મા એ તો દ્રવ્ય છે. ને “દ્રવ્યનો....નિજભાવ” –પરિણામિકભાવ-શુદ્ધભાવ-જ્ઞાનમય ભાવ એ તો “દ્રવ્યની સાથે જ રહે છે”, એ તો છૂટતો જ નથી. “તથા..નિમિત્ત-નૈમિત્તિક ભાવોને અભાવ જ થાય છે.”
સમયસાર કળશ – ૮ આહાહા! આ રીતે કુંદકુંદઆચાર્ય ભગવાને જે (મૂળ ગાથામાં) કહ્યું અને અમે જે રીતે ટીકામાં વિસ્તાર કર્યો આ રીતે...આ જે નવ ભેદો છે પર્યાયના એ નવ તત્ત્વોમાં એમાં
એ નવ તત્ત્વો પોતે આત્મા નથી, નવ તત્ત્વથી આત્મા ભિન્ન છે. અને આત્માથી નવ તત્ત્વો ભિન્ન છે. “નવ તત્વોમાં ઘણા કાળથી...લાંબા કાળથી-અનાદિથી છુપાએલી” –એમાં રહેલી, નવ તત્ત્વીરૂપ વિશેષમાં સામાન્ય રહેલું છે. નવ તત્ત્વને પર્યાય કહેવાય, દશા કહેવાય, હાલત કહેવાય, પરિણામ કહેવાય એ પરિણામમાં ધ્રુવતત્ત્વ-અપરિણામી (સામાન્ય) તત્ત્વ રહેલું છે. દાખલો આપશે (આચાર્યદેવ) હમણાં કે જેમ સુવર્ણ છે એને શોધે ત્યારે કુલડીમાં નાખે સોનાને પછી એને અગ્નિના તાપમાં તપાવે ને એને (સુવર્ણને) ફેરવે કે જેથી એને ખૂબ અગ્નિ લાગે, (સોનું પીગળે) ત્યારે એમાં લાલ-પીળો ને વાદળી રંગ પણ દેખાયલાલ-પીળોને વાદળી આદિ અનેક રંગ દેખાય એમાં અનેક વર્ણમાલા અનેક વર્ણ. પર્યાય છે એની-સોનાની, એ અનેકવર્ણ દેખાવા છતાં, સોનું તો એકાકાર-એક જ છે. એ સોનું અનેક વર્ણોરૂપે થતું નથી. અહીં દાખલો આપ્યો છે જુઓ! “જેમ વર્ષોના સમૂહમાં” આહાહા! એ વર્ણો એટલે સોનાની અવસ્થાઓ લાલ-પીળીને વાદળી..એ જે અવસ્થાઓ થાય છે, એ અવસ્થાઓમાં સોનું રહેલું છે જુદું એનાથી-કુલડીમાં સોનું નથી અગ્નિમાં સોનું નથી–સોનીમાં સોનું નથી–તો. સોનું ક્યાં છે? કે એની અવસ્થાઓ થાય છે એમાં સોનું છે. છતાં અવસ્થા પોતે સોનું નથી. સોનું જે છે તે અવસ્થારૂપ થતું નથી. સોનું જુદું ને એની અવસ્થા જુદી. અવસ્થા તો નાશવાન છે (ક્ષણિક-એકસમય છે) સોનું તો અવિનાશી છે.
જેમ વર્ષોના સમૂહમાં” , સમૂહમાં-લાલ-પીળો-વાદળી અનેકરૂપે થાય ને દેખાય “એમાં છુપાએલા એકાકાર સુવર્ણને ” –એ વર્ષોમાં સોનું છે છુપાએલું, છુપાએલું કેમ? વર્ણોની-એની જ્યાં સુધી દષ્ટિ છે ત્યાં સુધી સોનું દેખાતું નથી. છુપાએલું છે તો એમાં..પણ પર્યાયના પ્રેમવાળાને ભગવાન આત્મા દેખતો નથી. પુણના પ્રેમ ( રુચિ) આડે..આત્મા એમાં અંદર હોવા છતાં...ઢંકાઈ ગયો છે. અથવા શાસ્ત્રજ્ઞાનનાં ઉઘાડ જે છે એના પ્રેમમાં પડેલો પંડિત એને ભગવાન આત્મા અંદર જ્ઞાનાનંદ પરમાત્મા છે એ દેખાતો નથી.
એક બનાવ એવો બન્યો..ઘણાં વરસ પહેલાંની વાત છે....ત્રીસ વરસ પહેલાની વાત છે. એથી ય કદાચ વધારે હોય... મગનલાલ સુંદરજી અમારા મિત્ર, તેમના એક મિત્ર હતા... વિદ્વાન એ જતા એમની પાસે, (જતા-આવતાં વારંવાર) તો એ મને કહે તમે પણ આવો.. વિદ્વાન છે તે બે દિ' ચાર દિ' આઠ દિ' ગયો ને પછી હું તો બંધ થઈ ગયો. મેં જવાનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #284
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬
પ્રવચન નં. ૨૧ બંધ કર્યું એ કહે, કેમ, ભાઈ ! તમે આવતા નથી? મારા મિત્ર, મેં કહ્યું મગનભાઈ એ વિદ્વાન તો છે પણ જ્ઞાની નથી. આટલું કહ્યું. અવાર-નવાર પછી મને સંભળાવતા હતા, તે મને કે ગજબ કરી તમે.(તમે કહ્યું) એ વિદ્વાન તો છે પણ જ્ઞાની નથી, એની પાસે માલ (આત્માનુભવ) નથી.
એમ, કહે છે કે આ વર્ણના સમૂહ દેખાય છે અનેક રંગે એમાં સોનું જુદું છે એનાથી, તેમ આ નવ તત્ત્વોમાં આત્મા છુપાએલો છે, છે એમાં, બહાર શોધીશ તો નહીં મળે ! માર્ગણા
સ્થાન ચૌદ છે એમાં આત્મા રહેલો છે. -નવ તત્ત્વોમાં આત્મા રહેલો છે. છતાં પણ નવા તત્ત્વોથી ભિન્ન રહેલો છે. નવ તત્ત્વોને, આત્મા કદી એકમેક-તાદાભ્ય સંબંધ ધરતા નથી. એ સંયોગ સંબંધ છે નવની સાથે તાદાભ્ય સંબંધ સમજ્યા? સાકરને ગળપણને તાદાભ્ય સંબંધ છે, એમાં જે મેલ છે એ તો સંયોગસંબંધ છે. ખાંડને ઉકાળે ને પછી મેલ કાઢીને પતાસા કરે ને સફેદ ! એમ.
એમ વર્ગોના સમૂહમાં છુપાએલા એકાકાર સુવર્ણને બહાર કાઢે, તેમ,” નવા તત્ત્વોમાં ઘણાં કાળથી છુપાએલી (આત્મજ્યોતિ) –પર્યાયના પ્રેમમાં એને (આત્મ) દ્રવ્ય દેખાણું નહીં. ભગવાન આત્મા એની મધ્યમાં રહેલો હોવા છતાં એની દષ્ટિમાં આવતો નથી આત્મા તિરોભૂત થઈ ગયો છે. નવ તત્ત્વોનો આવિર્ભાવ થાય છે, ત્યારે દ્રવ્ય તિરોભૂત થાય છે, નવ તત્ત્વો દેખાય છે ત્યારે આત્મા દેખાતો નથી, અને એક દેખાય ત્યારે નવનાં ભેદ દેખાતા નથી.
(પ્રમાણના પક્ષવાળા કહે..) પણ દ્રવ્ય-પર્યાય બેનું જ્ઞાન તો થાય ને! પ્રમાણ જ્ઞાન તો થાય છે ને ભાઈ ? એ પ્રમાણની વાત પછી છે....શુદ્ધનયની વાત પહેલી છે. અહીયાં શું કહે છે? અરે! જ્યારે નવ તત્ત્વમાં જ આત્મા છે-નવ તત્ત્વોમાં જ છુપાએલી આત્મજ્યોતિ છે...એને અંતરમુખથી...નવનું-ભેદનું લક્ષ, છોડી દઈને સામાન્યનું લક્ષ આવે છે, ત્યારે નવના ભેદો છે પણ એ દષ્ટિગોચર થતા નથી. અરે, પણ સાહેબ! દ્રવ્ય ને પર્યાય-બનું તો જ્ઞાન થાય ને પણ એ જ્ઞાનીને? આહા...હા!
જ્ઞાની થવા પહેલાં એકનું જ્ઞાન તો થયું નહીં..અને એનું તો જ્ઞાન થાય ને? કેમ! જ્ઞાનીને બેયનું જ્ઞાન થાય છે–પ્રમાણજ્ઞાન તો થાય છે. એ જ્ઞાનીની વાત છે....તું તો અજ્ઞાની છો; તને એકેયનું જ્ઞાન નથી લે! તને દ્રવ્યનું જ્ઞાન નથી ને પર્યાયનું પણ જ્ઞાન નથી. જે... હવે તારે દ્રવ્ય-પર્યાય બેયનું જ્ઞાન જોઈતું હોય...તો ‘એક’ નું જ્ઞાન કર..તો બેનું જ્ઞાન થઈ જશે. વગર પુરુષાર્થે ? સહજ !
અનેક પ્રકારનાં લાકડાં રાખીને બેઠો છે. આ પ્રમાણનો પક્ષ છે એને....અનુભવ પછી તો બેય જણાય કે નહીં ? બે નયનો જ્ઞાતા થયો લખ્યું છે સમયસારમાં...આહા.હા ! એ કોઈ નયપક્ષને ગ્રહતો નથી (નયાતિકાન્ત ) થાય છે એ બે નયનો જ્ઞાતા થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #285
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૪૭
પ્રવચન નં - ૨૨ સમયસાર કળશ-૮ તથા તેની ટીકા
તા. ૯-૯-૯૧ સમયસારજી, પરમાગમ શાસ્ત્ર છે, એનો છે પૂર્વરંગ અધિકાર, ગાથા-૧૩ પછીના કળશ ચાલે છે. સમયસાર એટલે શુદ્ધ આત્મા, શુદ્ધ આત્મા એટલે આત્માનો મૂળસ્વભાવ, જ્ઞાતાપણું છે. કર્તાપણું આત્માનો સ્વભાવ નથી. છતાં અનાદિકાળથી અજ્ઞાની, પોતાના અજ્ઞાનથી પોતે સ્વભાવે જ્ઞાતા હોવા છતાં, તેને પોતાને..શુભાશુભ ભાવકર્મનો હું કર્તા છુંએમ માનતો આવ્યો છે. અને આત્મા પોતે કર્તા છે એવાં ઉપદેશ પણ તેને મળતાં આવ્યાં છે અનંતકાળથી.પણ આત્મા, શુભાશુભભાવ થાય ત્યારેય એનો કર્તા નથી. ન થાય ત્યારે તો કર્તા નથી, સિદ્ધભગવાન થઈ જાય ત્યારે તો એમની દશામાં શુભાશુભભાવ છે નહીં, એટલે કર્તા નથી. એ વાત તો બેસી જાય. બેસે એવું જ છે કેમકે જેની દશામાં સંકલ્પ-વિકલ્પ નથીવિકાર નથી-ક્રોધ નથી તો એ કર્તા નથી, એ વ્યાજબી છે.
પણ...અનાદિ કાળથી પોતાના અજ્ઞાનભાવથી પર્યાયમાં શુભાશુભભાવ થાય છે, ત્યારે શુભાશુભભાવની સામે નજર રાખીને, હું આ વિભાવભાવનો કર્તા છું એમ માનીને અનાદિથી એ ભગવાન આત્માએ મિથ્યાષ્ટિપણું ઉત્પન્ન કર્યું છે. છે જ્ઞાતા...માને છે કર્તા. અને કર્તાનો ઉપદેશ તો એને ઠામ-ઠામ જ્યાં જાય ત્યાં મળશે પણ આત્મા કેવળ જ્ઞાતા છે, સર્વથા જ્ઞાતા છે-એ ઉપદેશ તો ક્યાંક-ક્યાંક વિરલ છે.
(અનાદિકાળથી) કર્તાપણું પોતાને ગોઠયું છે ને, એટલે કર્તાનો ઉપદેશ એને સત્ય લાગે છે. અને આત્મા જ્ઞાતા છે, એટલે કે શુભાશુભ થાય ત્યારે પણ એનાથી થાય છે, પરિણામ, પરિણામથી થાય છે. આત્મા જ્ઞાતા હોવાથી એનો કર્તા થઈ શકતો નથી, અશક્ય છે. શુભાશુભ ભાવ થાય ત્યારે...આત્મા એને કરે એ વાત આત્માના સ્વભાવમાં નથી. -અજ્ઞાનીનાં અજ્ઞાનમાંથી ઉત્પન્ન થએલી એ વાત છે...એ સર્વજ્ઞ સ્વીકાર કરતા નથી..અને સર્વજ્ઞની પરંપરામાં જે સંતો થયા...એ પણ સ્વીકાર કરતા નથી.
એનો ઉપદેશ તો એકલો એવો છે કે તું જ્ઞાતા છો. તું....કર્તા...નથી. આહાહા! સ્વભાવને જ્યારે જોશે (–દેખશે) ત્યારે ટળી જશે...વિભાવને જોવાથી વિભાવ ટળવાનો નથી..આહા ! સ્વભાવને જોતાં...વિભાવની-અજ્ઞાનની-મિથ્યાત્વની ઉત્પત્તિ જ ન થાય.
માટે.. પ્રથમમાં પ્રથમ કર્તવ્ય હોય તો... પોતાના સ્વભાવને જાણવાનો છે. વિભાવને જાણવાનો પણ નથી, વિભાવને જાણવા રોકાતાં...દોષને જાણતાં દોષ તો પ્રાયઃ બમણો થઈ જશે. દોષને જો તારે ટાળવો હોય... દુઃખથી નિવૃત્ત થવું હોય..તને દુઃખથી હવે દુ:ખ લાગ્યું હોય-દુ:ખનું દુ:ખ લાગ્યું હોય....તો એ દુ:ખને ટાળવાનો ઉપાય તો...(નિજ) સ્વભાવ છે. (નિજ) સ્વભાવનું અવલંબન લેતાં વિભાવ ટળી જાય છે.
(નિજ) સ્વભાવનું સ્મરણ કરતાં. વિભાવ ગળે છે...અને સ્વભાવનું અવલંબન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #286
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૪૮
પ્રવચન નં. ૨૨
લેતાં વિભાવ ટળી જાય છે. એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આમ પણ છે ને... આમ પણ છે ને...આમ પણ છે ને, એમ છે નહીં. ‘એક હોય ત્રણકાળમાં પ૨મા૨થનો પંથ' –પરમાર્થનો એટલે સુખનો પંથ-મોક્ષનો પંથ-મોક્ષનો માર્ગ એક જ પ્રકારનો છે.
કે...તને વિભાવનું દુઃખ ભાસ્યું હોય...અને એ દુ:ખની તારે નિવૃત્તિ કરવી હોય... તો.......તારા...સ્વભાવનું સ્મરણ કર! એનું જ અવલંબન લે...તો અલ્પ પ્રયાસે વિભાવ ટળી જશે...પહેલાં એકતાબુદ્ધિનું-મિથ્યાત્વનું દુઃખ ટળશે એક સમયમાં, અને પછી જેમ જેમ તું (નિજ) સ્વભાવનું વધારે-વિશેષ, ઉગ્ર અવલંબન લઈને...એમાં ઠરતો જાઈશ (સ્થિર થતો જઈશ) ત્યારે વિભાવ જે શુભાશુભ ભાવ દુઃખનાં કારણો છે... એ ટાળ્યા વિનાં ટળી જશે... ટાળવાનો પ્રયત્ન આત્મા કરતો નથી, આહા ! એ તો ટળે જ છે. પણ એ મૂળસ્વભાવ જે છે એનાં પક્ષમાં હજુ એ આવતો નથી. (હું) કેવળજ્ઞાતા છું-સર્વથા જ્ઞાતા છું, એમાં એને એકાંતની દુર્ગંધ લાગે છે. ચિત્ જ્ઞાતા ને કથંચિત્ કર્તા કહો રાગનો...તો એને ઠીક લાગે છે.
જ્ઞાની પાસે એવી આશા રાખીશ નહીં જ્ઞાની, તો જ્ઞાતા જ કહેશે, આત્માનો સ્વભાવ બતાવશે. (જ્ઞાની ) વિભાવ છે એમ જણાવશે, અને વિભાવ કેમ ટળે એ-પણ જણાવશે (શી રીતે ટળશે ?) કે સ્વભાવનું અવલંબન લેતાં હું જ્ઞાતા છું, કર્તા નથી.
'
એક ‘ આત્મધર્મ ' ( અંક ) આવ્યો 'તો ( પૂજ્ય ગુરુદેવશ્રીની ) જન્મજયંતિ વખતે સોનગઢથી, એમાં એકસો ચોપન કે પંચાવન જેટલાં બોલ હતાં, એમાં ચોથો બોલ છે. ‘કે જેમ સિદ્ધપરમાત્મા છે ને સિદ્ધ, સિદ્ધની તો શ્રદ્ધા બધાને છે જ આહાહા! નમો અરિહંતાણં ને નમો સિદ્ધાણં ( નમો આયરિયાણં... નમો ઉવજ્ઝાયાણં... નમો લોએ સવ્વ સાહૂણં) એ રોજ નમસ્કાર મંત્ર તો...સવારે ઊઠતાં...સાંજે સૂતા...બેસતાં નમસ્કાર મંત્ર તો (જૈન માત્ર) બોલે છે, એમાં નમો સિદ્ધાણં જે છે (તેનો અર્થ આ છે) હું સિદ્ધભગવાનને નમસ્કાર કરું છું, એમાં ‘ ધવલ ' માં તો એવો પાઠ છે...કે ‘નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણં' –હું નમસ્કાર કરું છું સર્વ લોકને વિષે, ભૂત-ભવિષ્ય ને વર્તમાન (ત્રિકાળવર્તી) એવાં અરિહંતોને નમસ્કાર કરું છું. ભૂત ( કાળમાં) થઈ ગયા એમને, વર્તમાનમાં જે જે બિરાજમાન છે એમને અને ભવિષ્યકાળે જે અરિહંત થશે, કેવળી ૫રમાત્મા થયા નથી ભલે, નિગોદમાં પણ છે જે કાળક્રમે કરી...અને એ કેવળી થશે, એવાં ( ત્રિકાળવર્તી ) અરિહંતોને હું અત્યારે નમસ્કાર કરું છું.
એમ નમો લોએ સવ્વ ત્રિકાળવર્તી-ભૂત, ભવિષ્યને વર્તમાનના સિદ્ધોને હું નમસ્કાર કરું છું-એમ ગુરુદેવે કહ્યું- ‘જેમ સિદ્ધપ૨માત્મા જાણનાર–દેખનાર છે તેમ, જેમ પછી તેમ– જેમ સિદ્ધપરમાત્મા જાણનાર–દેખનાર છે તેમ ’ ...તેમ આવ્યું ને...એમ તું પણ આહાહા! કોને કહે છે? અજ્ઞાની જીવ બેઠો છે એને કહે છે. તેમ...તું પણ...જાણના૨-દેખના૨ છો. જેમ સિદ્ધભગવાન જાણનાર–દેખનાર એની જ હરોળમાં મૂકી દીધા બધાંને સાહેબ, અમે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #287
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૪૯
તો સંસારી જીવ છીએ...(તો ભગવાન કહે છે કે) તું સંસારી પ્રાણી નથી તું તો જ્ઞાનમય આત્મા છો આહાહા! સંસારને યાદ ( કર્યા ) કરીશ તો સંસાર લંબાય જશે, અને (નિજ) સ્વભાવને યાદ કરીશ (વારંવા૨) તો સંસાર ટૂંકાય જશે. ને નિજસ્વભાવનું અવલંબન લઈશ તો સંસારનો અભાવ થઈ જશે.
જેમ સિદ્ધભગવાન ‘જાણનાર-દેખનાર’ છે, એમ તું પણ ‘જાણનાર–દેખનાર’ છો... અધૂરા-પૂરાનો પ્રશ્ન કરીશ નહિ–એમને કેવળજ્ઞાન છે ને મારી પાસે તો અલ્પજ્ઞાન છે-ઉઘાડ એવો અધૂરા-પૂરાનો પ્રશ્ન કરીશ નહિ...અને સિદ્ધથી જરા 'ક જાણવા-દેખવાથી જુદો પડયો...અને...જો હું કર્તા છું એવું શલ્ય આવ્યું...તો ભાઈ, તું મિથ્યાદષ્ટિ થઈ જઈશ, એમ કહ્યું. તું...મિથ્યાદષ્ટિ છો-એમ ન કહ્યું. મિથ્યાત્વની ઉત્પત્તિનું કારણ બતાવ્યું, ઉપકારી (શ્રી સદ) ગુરુએ...એમને ખબર તો છે કે મિથ્યાદષ્ટિ જીવો છે...(છતાં પણ કહ્યું કે) મિથ્યાદષ્ટિ થઈ જાઈશ તું (એમ કહ્યું ) મિથ્યાત્વની ઉત્પત્તિનું કારણ બતાવ્યું. કે કેમ મિથ્યાદષ્ટિ-વિપરીત દષ્ટિ થાય છે જીવને ?...કે...છો તો તું જ્ઞાતા...સિદ્ધ (ભગવાન ) જેવો...ક્યારે ? કે ત્રણે કાળ... જ્ઞાતા છે...આત્મા જ્ઞાતા છે...એ...જ્ઞાતાના પક્ષમાં તો આવ તું તો...તને માનસિક શાંતિ થાશે... એ (કોઈ જીવ ) જ્ઞાતાના પક્ષમાં આવે ને... તો (એને) માનસિક શાંતિ થાય...અને જ્ઞાતાનું સાક્ષાત્ અવલંબન લ્યે તો આત્મિક શાંતિ પ્રગટ થઈ જાય. -આ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. આહાહા ! શું થાય! ગુરુદેવ, ફરમાવતા હતા કે અત્યારે...કેવળી ભગવાનનો (આ ક્ષેત્રે) વિરહ છે. આહા ! ચૌદ પૂર્વધારી કોઈ આત્માઓ નથી-ગણધર આદિ નથી.. ભાવલિંગી સંતનો લગભગ વિરહ (વર્તે છે એવો આ કાળ) કોણ પાછા વાળે જીવોને! કે તું જ્ઞાતા છો ને કર્તા નથી.
પણ એમાં (આવર્તમાન કાળે) એક પુરુષ પાડ્યો, સિંહગર્જના કરી ( સોનગઢથી ) કે તમે મિથ્યાદષ્ટિ છો, એમ ન કહ્યું (પરંતુ દાંડી પીટી કહ્યું કે) તમે સિદ્ધની માફક અત્યારે તમે જ્ઞાતા-દષ્ટા છો, તમે જાણનાર-દેખનાર છો, તમે કરનાર નથી...કર્તાના પક્ષને છોડી દે!
અને જાણના૨–દેખનારને છોડીને હું કર્તા છું; એમ જો તું માનીશ...તો મિથ્યાદષ્ટિ થઈ જાઈશ, તું મિથ્યાદષ્ટિ છો એમ ન કહ્યું, તું આવા તારા સ્વભાવને છોડી રહ્યો છે; જ્ઞાતાભાવને છોડીશ...( તો ) મિથ્યાદષ્ટિ થઈ જાઈશ. એનો અર્થ: કે તું જ્ઞાતાભાવને અંગીકાર કરીશ...તો તું સમ્યકષ્ટિ થઈ જાઈશ. -સહેલામાં સહેલો ઉપાય કહ્યો. ‘ આત્મધર્મ' માં આવેલી વાત છે.
આહા...! આત્મા જ્ઞાતા છે, એ વાત...એને સ્વયં તો ઊગી નહીં, કર્તા છું એ તો સ્વયં અનાદિનું અગૃહિત મિથ્યાત્વ છે. કર્તાબુદ્ધિવાળાને...કર્તાનો ઉપદેશ ન અપાય... શું કહ્યું આ... ? ખ્યાલ આવે છે કાંઈ...? કર્તાબુદ્ધિ તો છે એને ભરતભાઈ! -આ શુભાશુભને કરું છે ને દુઃખને (હું જ) વેદું છું, એવી મિથ્યાબુદ્ધિ તો...અનાદિની છે. અગૃતિ એટલે...ઉપદેશ આપ્યા વિનાનું...એને ઉપદેશની જરૂર છે નહીં, તમે કર્તા છો (–કરનાર છો એને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #288
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૦
પ્રવચન નં. ૨૨ (આવા) ઉપદેશ જરૂર નથી, એ તો કર્તબુદ્ધિ રાખીને જ અનાદિ કાળથી...રખડે છે, એને ઉપદેશ ન અપાય (કે) તું કર્તા છો. (-કરનારો છો !) એ કર્તા છે, એવો ઉપદેશ સ્વ-પર ઘાતક છે. આહા..હા ! એ તો-આત્મા તો જ્ઞાતા છે. (કેટલાક ) કહે છે ને! આવી મોટીમોટી વાતો !..મોટી નથી ભાઈ ? આ એકડાની છે વાત-આ એકડા એકની વાત છે બગડાની તો પછી આવે ચારિત્રની (આ તો સમ્યક્દર્શન પ્રગટ કરવાની વાત છે.).
સમયસાર ત્રણસો વીસ ગાથા ઉપર પ્રવચન ગુરુદેવે આપ્યા, (પુસ્તકરૂપે છપાયા) અધ્યાત્મ-પ્રવચનરત્નત્રય” તેર વ્યાખ્યાન છે– (જો યથાર્થ સમજે તો) તેરમું ગુણસ્થાન આવે એમ. –એમાં ગુરુદેવ (શ્રી) એમ ફરમાવે છે, ૧૨૧ પાનાં ઉપર, ઘરે જઈને વાંચી લેજો. કે આત્મા, કેવળ જ્ઞાતા છે. કથંચિત્ કર્તા ને કથંચિત્ જ્ઞાતા સ્વભાવમાં ન હોય ભાઈ ! સ્વભાવમાં કથંચિત્ ન હોય. આહા..હા! અગ્નિ, સ્વભાવથી ઉષ્ણ છે, પાણી, સ્વભાવથી શિતળ (–ઠંડુ) છે. આહાહા ! એ કથંચિત્ શીતળ ને કથંચિત્ ઉષ્ણ-એવાં બે પડખા ત્રિકાળ સ્વભાવમાં નથી. આહાહા! એમ જેમ ચક્ષુ છે (-આંખ છે) એ કેવળ દૃશ્ય-પદાર્થ ને દૂરથી દખે પણ ચક્ષુ કાંઇ કરે નહીં ને વેદે પણ નહીં....એમ આ ભગવાનની અંતર જ્ઞાન-ચક્ષુ છેજ્ઞાનમયી આત્મા છે, તેનો જ્ઞાતા સ્વભાવ છે ભાઈ ? એનો “કરવું” એ સ્વભાવ નથી (વળી વિશ્વમાં) થવાયોગ્ય થાય છે અને તું શું કરું? (–કરી શકે ?) આહાહા ! પણ....આ જ્ઞાતાનો ઉપદેશ પણ લગભગ ચાલ્યો ગયો, આહાહા ! લગભગ શું થાય?
હવે, આપણે તેર નંબરની ગાથા પછીનો આઠમો શ્લોક ચાલ્યો આપણે, એનો ત્રણ લીટીનો ભાવાર્થ ફરીને (લઈએ છીએ.)
ભાવાર્થ:- આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિવિધરૂપે દેખાતો હતો તેને શુદ્ધનયે એક ચૈતન્ય-ચમત્કારમાત્ર દેખાડ્યો છે; તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો, પર્યાયબુદ્ધિનો એકાંત ન રાખો-એમ શ્રીગુરુઓનો ઉપદેશ છે.
આ...શાસ્ત્ર છે ને! એ સ્વભાવનું પ્રતિપાદન કરે છે (શ્રીસમયસારજી) એનેસ્વભાવને યાદ કરીશ તો વિભાવ ટળી જશે, વિભાવને ચોવીસ કલાક યાદ કરીશ, કે પર્યાયમાં આમ તો છે ને-પર્યાયમાં તો થાય છે ને-પર્યાય આમ, આમ-પર્યાયમાં તો ક્રોધ થાય છે ને-પર્યાયમાં તો થાય છે ને-પર્યાયમાં તો છે ને, આહાહા ! (પર્યાય-પર્યાય ઉપર જ નજર રાખ મા) એ આત્મામાં એ નથી-એ પરદ્રવ્ય છે એને જાણતા તને આત્મ-દર્શન થશે નહીં. આહા ! એ વાત આમાં આવી છે. કે નવ તત્ત્વોનું લક્ષ છોડીને, એક શુદ્ધ આત્માનું લક્ષ કર, આ કળશમાં પણ એ આવ્યું.
(જુઓ! શું કહે છે?) આ આત્મા સર્વ અવસ્થાઓમાં નવ તત્ત્વો કહ્યા ને..એ બધી દશાઓ છે, હાલત છે, એ વિધવિધરૂપે દેખાતો હતો (ક) ભિન્નભિન્નરૂપે, આ આસ્રવ છે, આ બંધ છે, આ સંવર છે, આ નિર્જરા છે એમ આત્મા અનેકરૂપે દેખાતો હતો, આત્મા તો અનેકરૂપે હતો નહીં, પણ એને એક ઉપરની દષ્ટિ છૂટી (ગઈ ) છે ને અનેકરૂપ ઉપર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #289
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૫૧
દૃષ્ટિ છે. ( તેથી ) આત્માને અનેકરૂપે જાણી લ્યે છે ને શ્રદ્ધા પણ કરી લ્યે છે. એનું નામ મિથ્યાત્વ છે. અજ્ઞાન છે, આત્મા, એવો છે નહીં.
વિવિધરૂપે દેખાતો હતો તેને...વિવિધરૂપે એટલે અનેકરૂપે (આત્મા ) દેખાતો હતો... આ પહેલા ગુણસ્થાનવાળો ને બીજાને-ત્રીજાને, ચૌદમા ગુણસ્થાનવાળો તેરમાગુણસ્થાનવાળો આત્મા,...એવું છે નહીં ગુણસ્થાન આત્મામાં છે નહીં.
ને...
અરે! સ્વભાવનું શરણ લેશે ત્યારે જ વિભાવ ટળશે એનો...સ્વભાવના શરણ વિના બીજી કોઈ વિધિ વિભાવને ટાળવાની છે નહીં. આ એક જ વિધિ છે–બીજી વિધિ નથી.
આહાહા ! વિવિધરૂપે-અનેકરૂપે દેખાતો હતો, તેને...એમ, તેને શુદ્ઘનયે એટલે અંતર્મુખ જે જ્ઞાન છે જેમાં જ્ઞાયક જણાય રહ્યો છે-જેમાં એક જ જણાય રહ્યો છે-જેમાં જે નયથી એક જ જણાય છે, એ નયથી અનેકરૂપે જણાતો નથી. અને જે નયથી અનેકરૂપે જણાય છે એ નયથી એકરૂપે જણાતો નથી. -વ્યવહારનયથી અનેકરૂપે જણાય છે, નિશ્ચયનયેશુદ્ઘનયે જુએ તો આત્મા એકરૂપ-એક જ છે અનાદિ-અનંત, અનેકરૂપે થયો નથી, અનેકરૂપ તો (નવ તત્ત્વ તો ) સ્વાંગ છે, આત્માનો સ્વભાવ નથી. સ્વાંગ કહ્યા, સ્વભાવ નથી કહ્યો.
શુદ્ઘનયે એટલે અંતર્મુખ થયેલા-વળેલા જ્ઞાન વડે, ‘એક’, ઓલામાં અનેક વિધવિધ દેખાતો હતો-વિધવિધ એટલે સંકલ્પને વિકલ્પની જાળ ઊભી થતી હતી, હવે એક ચૈતન્યચમત્કારમાત્ર દેખાડયો છે. એ શુદ્ઘનયે દેખાડયો છે એમ. આહા...હા ! એટલે કે અંતર્મુખજ્ઞાને, આત્માનું આવું સ્વરૂપ જોયું છે, એ બહાર આવીને સાધક કહે છે -શુદ્ધનયથી આત્મામાં એકપણું છે અનેકપણું દેખાતું નથી. તેથી હવે...અત્યાર સુધી તમે વ્યવહારનયથી નવને ભિન્ન ભિન્ન જાણતા હતા, અને એ...આત્મા છે એમ શ્રદ્ઘા કરતા 'તા...કે વિધવિધ દેખાય છે આત્માનું સ્વરૂપ નથી. વિધવિધ એટલે ભિન્ન-ભિન્ન પ્રકારે...એનાં પ્રકારો અનેક નથી એનો તો એક જ પ્રકાર છે-એક જ્ઞાયકભાવ, આહા ! એક જ્ઞાયકભાવ! જ્ઞાયકની આગળ ‘એક’ વિશેષણ મૂક્યું છે.
તેથી હવે...એમ. અત્યાર સુધી તો તમને વ્યવહા૨નો ઉપદેશ મળ્યો હતો, વ્યવહારનાં પક્ષમાં એટલે કર્તાનાં પક્ષમાં તમે હતા...હવે...તો તમે જ્ઞાતા છો. પણ સર્વથા જ્ઞાતા કે કચિત્ કર્તા ? સર્વથા જ્ઞાતા. સ્વભાવમાં સર્વથા હોય. “તેથી હવે સદા એકાકાર જ અનુભવ કરો ” એકાકાર અનુભવ દેખાડયો છે તેથી હવે સદા-આજથી માંડીને હંમેશાં-સદા (નિરંતર), સદા એકાકાર એટલે એકરૂપે દેખાય છે આત્મા અંતરમાં અંદ૨માં જઈને જુએ ચૈતન્ય-ચમત્કારમાત્ર એકરૂપે દેખાય છે. નવ તત્ત્વો એમાં દેખાતા નથી. ધ્રુવની દૃષ્ટિમાં ઉત્પાદ-વ્યય દેખાતો નથી. આહા...હા !
-આ દૃષ્ટિનો વિષય દષ્ટિમાં આવ્યા વિનાં, આત્માને આત્માનો અનુભવ થતો નથી. અને આત્માના અનુભવ વિનાં વિભાવ ટળી શકતો નથી. આહા...હા! સ્વભાવ...દ્વારા જ... વિભાવ...ટળે ! વિભાવને ટાળવા જાય...તો વિભાવ (વિભાવના લક્ષ ) ટળવાનો...
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #290
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૨
પ્રવચન નં. ૨૨ નથી. પ્રાય:બમણો થાય. કહે દોષને તો જોવો જોઇએ ને! દોષને જોઇને, દોષને ટાળવા જોઇએ...પ્રભુ! તું દોષનું લક્ષ છોડી દે! એ ભલે છે..(પણ) તેને ટાળવાનો ઉપાય કંઈક જુદો છે. દોષ ટળે એનો ઉપાય દોષનાં લક્ષે દોષ નહીં ટળે, નિર્દોષ-પરમાત્માના લક્ષ...એ દોષ સહુજમાં ટળી જશે. એટલે કે-એ ઉત્પન્ન થશે જ નહીં. મિથ્યાત્વ ઉત્પન્ન નહીં થાય-અજ્ઞાન ઉત્પન્ન નહીં થાય-અનંતાનુબંધી કષાય, ઉત્પન્ન નહીં થાય, તને.
“એકાકાર જ અનુભવ કર્યો, પર્યાયબુદ્ધિનો એકાંત ન રાખો” , એ તો મિથ્યા એકાંત છે. પર્યાયને જ આત્મા માને છે, પર્યાય કંઈ આત્મા નથી. વિભાવ છે, સ્વભાવ નથી. એમાં પારિણામિકભાવનું લક્ષણ નથી. આહા! એકાંત ન રાખો-એમ શ્રીગુરુઓનો ઉપદેશ છે. ઉપદેશ તો જ્ઞાતાનો છે (કે તું જ્ઞાતા જ છો !) કર્તા તો તું તને અનાદિથી માની રહ્યો છો, અગૃહિત-મિથ્યાત્વથી..અગૃહિત એટલે કે કોઈના ઉપદેશ વિના. અનાદિનો આત્મા (પોતાના) અજ્ઞાનભાવથી, જ્ઞાતા હોવા છતાં સમયે-સમયે જ્ઞાતા-દષ્ટાની ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરે છે સમયે-સમયે અને હું ક્રોધાદિનો કર્તા છું. એમ (માની) એ મિથ્યાષ્ટિ થઈ જાય છે..એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
કળશ - ૮ પછીની ટીકા હવે ટીકા, આના પછીની, કળશ પછીની ટીકા, કુંદકુંદભગવાનની ટીકા નહીં, ટીકાકાર (અમૃતચંદ્ર આચાર્ય ભગવાનને) જે કહેવું છે, નવ તત્ત્વોમાં એક આત્મા ઉપાદેય છે, એ નવા તત્ત્વો ઉપાદેય નથી. એક આત્માના જાણવાના ઉપાયો પ્રમાણ, નય ને નિક્ષેપ છે. જાણવાનો (ઉપાય) એટલે માનસિકજ્ઞાન દ્વારા..જેવો આત્મા છે, એવો નિર્ણય કરવાનું સાધન, પ્રમાણનયને નિક્ષેપ છે. પ્રમાણ-નય-નિક્ષેપથી આત્માનો અનુભવ થતો નથી. પણ આત્માનો એનાથી નિર્ણય થાય છે એટલે અન્યમતીનું એમાં ખંડન થઈ જાય છે, અન્યમતીઓ જેવો આત્મા કહે છે એવો આત્મા નથી. પરંતુ સર્વજ્ઞભગવાનના જ્ઞાનમાં પ્રમાણ, નય ને નિક્ષેપ દ્વારા આત્માનું જેવું સ્વરૂપ છે એવું અનુમાનજ્ઞાન દ્વારા-માનસિકજ્ઞાન દ્વારા, એને ખ્યાલ આવે છે કે હું આવો છું એમ એ પહેલાં ખ્યાલમાં લ્ય છે, એમાં આ વિકલ્પાત્મક પ્રમાણ ને વિકલ્પાત્મક નય ને વિકલ્પાત્મક નિક્ષેપ, કે જ્યારે આત્માનો અનુભવ કરે છે આત્મા ત્યારે જેને (આ ત્રણને) સાધન કહ્યું, એ સાધન રહેતું નથી. એનો અભાવ થાય છે, દષ્ટિમાં એ કાંઈ દેખાતા નથી...કહેશે. જેમ નવ તત્ત્વો દેખાતા નથી, અંતરદૃષ્ટિ વડે નવ તત્ત્વો દેખાતા નથી, એમ આ પ્રમાણ, નય, નિક્ષેપ છે એ આત્માને સમજવાના કાળ–અનુભવ પહેલાં-પહેલાં સમજવાનો કાળ હોય છે, એ કાળે એને સાધન કહેવાય, વ્યવહારે એને સાધન કહેવાય..પણ જ્યાં અંતરમાં દષ્ટિ કરે છે. ત્યાં પ્રમાણ-નય-નિક્ષેપ જતા રહે છે–દેખાતા નથી. આહાહા !
ટીકાઃ- હવે, જેમ નવ તત્ત્વોમાં” એમ કહ્યું નવ તત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો-નવને જાણવાં ભૂતાર્થ નહીં..નવ તત્ત્વોમાં પણ...પોતાનો શુદ્ધાત્મા-જ્ઞાનાનંદ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #291
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૫૩ પરમાત્માને જ- “જીવને “જ” એમ કહ્યું (એકાંત કીધું) જાણવો અનુભવવો એ ભૂતાર્થ ને સત્યાર્થ કહ્યું..તેમ એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો” –એક આત્માને જ જાણવાના ઉપાયો, શું કહ્યું? પ્રમાણ ને નય-નિક્ષેપ દ્વારા પણ, એ સવિકલ્પ નય-નિક્ષેપને પ્રમાણ દ્વારા પણ એક આત્માને જ જાણવાના આ ઉપાય છે. એ અનેક જાણવાના ઉપાયો એ નથી. જેનો અનુભવ કરવાનો છે-જેનો પ્રત્યક્ષ અનુભવ થવાનો છે અને પરોક્ષપણે, વિચાર કોટીમાં લ્ય છે કે આત્મા પ્રમાણથી આવો કે નથી આવો કે નિક્ષેપથી આવો..(છતાં પણ ) એકપણે પ્રકાશમાન હો! આત્મા અનેકપણે છે જ નહીં અનાદિ-અનંત એક છે. “આત્માના અધિગમ” એટલે જાણવાના ઉપાયો-અધિગમ એટલે આત્માના સ્વરૂપને જાણવાના ઉપાય (સાધન), એમાં અન્યમતીનું ખંડન થાય છે-ગમે તેમ કોઈ પ્રતિપાદન કરે આત્માનું, તો એનો પરિહાર થઈ ને જેમ સર્વજ્ઞભગવાનના જ્ઞાનમાં આવ્યું એ પ્રમાણ-નય-નિક્ષેપ દ્વારા, એ (સ્વરૂપ) જાણવામાં આવે છે ને અનુમાનમાં પ્રથમ આવી જાય છે ને પછી અનુભવ થાય છે.
અધિગમના-જાણવાના ઉપાયો, અધિગમના ઉપાયો કહ્યાં આ, અનુભવના ઉપાયો નથી આ. અધિગમ એટલે જાણવાનો ઉપાય, અનુભવવા માટે પ્રમાણ-નયને નિક્ષેપ નથી. –આ પહેલો (પ્રથમ) એકડાનો જ ઉપદેશ છે આ, બગડાનો નથી. આહાહા ! કહે, (કોઈ લોકો ) કે સમયસારનો ઉપદેશ આપશો તો બધાં સ્વચ્છંદી થઈ જશે...(તું સાંભળ તો ખરો!) સ્વતંત્ર થઈ જશે ભાઈ..! કર્તા બુદ્ધિવાળાને, કર્તાનો ઉપદેશ અપાય જ નહીં.એને જ્ઞાતાનો ઉપદેશ આપવો જોઈએ (કે ભાઈ ! તું જાણનાર જ છો !) આ ઉપદેશની પદ્ધતિ છે. કર્તાનો ઉપદેશ દેવાય જ નહીં.
કેટલાક, કેટલાક નહીં પણ કોક-કોક કહે કે ભઈ અત્યારે ચાલે છે આ (સમયસારની) તેરમી ગાથા ઘણી સૂક્ષ્મ પડે છે. તેરમી ગાથા ચાલી ગઈ ને! સૂક્ષ્મ (પડે છે તેનું) કારણ શું છે, ખબર છે? કર્તબુદ્ધિ છે. કર્તબુદ્ધિમાં ઉપયોગ સ્થૂળ થઈ જાય છે. અને જ્ઞાતાના પક્ષમાં ય આવતાં (નિજનો) અનુભવ તો દૂર રહો. સ્વાનુભવ તો પછી.. થોડો ટાઈમ લાગે અનુભવમાં તો...પણ હું જ્ઞાતા છું આહા! એક ટંકાર તો કર, પછી ઉપયોગ... સૂક્ષ્મ ન થાય તો જ્ઞાનીઓ કહે કે અમારી પાસેથી લઈ જાજે. આહા...હા !
કર્તા બુદ્ધિનું ઝેર એટલું બધું છે જીવને...અનાદિકાળનું છે, આજનું નથી. એ અભિમાન છે એક જાતનું. પરનો કર્તા નથી તો કાંઈ નહીં..પણ શુભાશુભ (ભાવ) નો તો કર્તા કહો.. શુભાશુભનો કર્તા નહીં કહો...તો સંસાર નહીં રહે!
(તેને કહે છે સંતો) કે આ સંસાર રાખવાનો ઉપદેશ નથી, સંસાર ટાળવાનો ઉપદેશ છે. જ્ઞાનીઓ, સંસાર રહે ને વૃદ્ધિ થાય..એવો ઉપદેશ આપે જ્ઞાની? જેની દષ્ટિમાંથી સંસારનો અભાવ થયો-અનુભવ થયો...અલ્પકાળમાં તો જેને...મોક્ષ થવાનો નિશ્ચિત થઈ ગયો છે કાળ એનો...આહાહા ! એવા જ્ઞાની-ધર્મી જીવ, રાગને આત્મા કરે (એમનો)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #292
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪
પ્રવચન નં. ૨૨ એવો ઉપદેશ હોતો નથી. રાગ, આવે ને જાય-એને વ્યવહારથી જાણે, એમ કહે પણ રાગને આત્મા કરે (એવો તો ઉપદેશ જ્ઞાનીનો હોતો નથી.) આહાહા ! આત્મા રાગને કરે-એવાં અભિપ્રાયવાળાને...આત્મા રાગને કરે...શું કહીએ પ્રભુ ! જીભ નહીં મળે જ્ઞાતા છે આત્મા તો.. કર્તા...નથી. આહાહા !
વિભાવનો હુજી, કર્તાનો પક્ષ છે, જ્ઞાનનો કર્તા કહે તો હુજી તો ઠીક છે કથંચિત્ ! આહા ! એવી ગળે વળગી છે કíબુદ્ધિ..એ તેરમી ગાથા, ઝેર ઊતારનારી હતી... “થવાયોગ્ય થાય છે, (હું તો જાણનાર છું, કરનાર નથી.) ' થવાયોગ્ય થાય છે એને ય જાણવા રોકાતો નથી, એનાથી ભિન્ન આત્માને જાણતાં.થવાયોગ્ય થાય છે એમ સમ્યક પ્રકારે અનુભવ પછી
ખ્યાલમાં આવી જાય છે. આહા..! અંદર અરે, એક જ્ઞાતાના પક્ષમાં તો આવો, મનમાં એમ નિર્ણય તો કરો કે હું જ્ઞાતા છું એમ મનમાં લ્યો કે હું કર્તા નથી, હું તો જ્ઞાતા છું.
અને આ મંત્ર કોઈને કહેવા જેવો નથી, કોઈને કહેવા જેવો નથી એટલે? કોઈ લાયક પ્રાણી હોય તો કહેજે ખાનગીમાં....બાકી તો...ઢંઢેરો પીટીશ ને તો તને ઉખેડી નાખશે સમાજ... સમાજને ક્યાં કાંઈ ખબર છે કે જ્ઞાતા છે કે કર્તા છે આત્મા..આંધળે-આંધળું ચાલે છે એમ અનંતકાળથી.
(આત્મા) કેવળ જ્ઞાતા છે, કથંચિત્ જ્ઞાતા ને કથંચિત્ કર્તા એમ નથી. (અધ્યાત્મપ્રવચનરત્નત્રયમાં) એકસો એકવીસ પાના ઉપર આ ગુરુદેવે ફરમાવ્યું છે અધ્યાત્મ-પ્રવચન રત્નત્રય, તેર વ્યાખ્યાન (પૂજ્યગુરુદેવશ્રીનાં) બહાર પડી ગયાં છે, (ગાથા-૩૨૦) ચક્ષુના દષ્ટાંતે, અકારક ને અવેદક!
(જીવ અંદરથી-અંતરથી) એક વાર જ્ઞાતાના પક્ષમાં આવશે ને તો જરૂર સાક્ષાત્ જ્ઞાતા થઈ જશે, જ્ઞાતાના પક્ષમાં આવતાં ઉપયોગ સૂક્ષ્મ થશે, સ્થૂળ નહીં રહે હવે, (ઉપયોગ સૂક્ષ્મ થતાં થતાં સૂક્ષ્મને પકડી લેશે.) આહા...હા !
એક ભાઈ છે, અમદાવાદમાં એને આ વાત કરી 'તી, વાંચનમાં....અને એ નમસ્કારમંત્રની માળા તો એ રોજ ગણતા 'તા એ, પછી એક માળા ગણવા માંડયા રોજ, સાથે-સાથે
હું જ્ઞાતા છું–કર્તા નથી' (આ મહામંત્રની) એ હુજી ગણે છે (આ માળા રોજ ) હજી ચાલુ જ છે. અરે, શાતાના પક્ષમાં આવ્યા–એટલે જ્ઞાતા છું એ તો વિકલ્પ છે, એમ કરીને જ્ઞાતા છું—એ ગમતું નથી એને (એ તો વિકલ્પ છે, વિકલ્પ છે કર્યા કરે!) જ્ઞાતાના પક્ષનો વિકલ્પ કરે ને (કોઈ તો એ કહે) એમાં શું છે એ તો વિકલ્પ છે–એ વિકલ્પ ટાળવાની વિધિ છે, સાંભળતો ખરો ! વિકલ્પનો અનુભાગ એમાં ગળવા માંડે છે આહાહા! એકત્વનો વિકલ્પ ગળવા લાગે છે જો તો ખરો તું..આ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ કહેલી વાત છે..બધાં આત્મા જ્ઞાતા છે એ કર્તા નથી. (આત્માનો) કર્તા સ્વભાવ હોય ને શુભાશુભ (ભાવને) કરે તો...કોઈનો મોક્ષ કોઈ દિ' થાય જ નહીં. આહાહા! તો તો સિદ્ધ ભગવાનને ય શુભા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #293
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૫
આત્મજ્યોતિ શુભભાવ કરવા પડે, એમ છે નહીં. એ તો અજ્ઞાનથી એણે માન્યું 'તું અજ્ઞાન ટળતાં જ્ઞાતા થઈ જાય છે સાક્ષાત્ પછી (સાધકદશામાં) શુભાશુભ રહે છે એનો પણ જ્ઞાતા રહે છે, પણ હું કરું છું એમ એનાં અભિપ્રાયમાં આવતું નથી. આહાહા ! એ..જ્ઞાતાના પક્ષમાં તો આવ..તારું કાંઈ નહીં જાય” ...તારું જશે તો અજ્ઞાન જશે પણ બીજું તો કંઈ જવાનું નથી, તારું જ્ઞાન નહીં જાય, જશે તો અજ્ઞાન જશે.ઈ તો ઈષ્ટ છે.
આહા...! (કહે છે) “એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે-એવાં વિકલ્પો, તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે”, એટલે આત્માના સ્વભાવમાં એ નથી. સ્વભાવનો અનુભવ કરતાં.એ વિકલ્પ ઉત્પન્ન થતાં નથી. પણ, આત્મા એક જ ભૂતાર્થ છે”, આશ્રય કરવાયોગ્ય હોય તો એકલો આત્મા છે, પ્રમાણ નય-નિક્ષેપ આશ્રય કરવા યોગ્ય નથી-અવલંબન કરવા યોગ્ય નથી-લક્ષ કરવાયોગ્ય નથી.
આહા! “કારણ કે શેય અને વચનના ભેદોથી પ્રમાણાદિ અનેક ભેદરૂપ થાય છે.” નીચે બધો ખુલાસો આવશે.
તેમાં....” હવે એક-એક (ની વાત છે, તેમાં પ્રમાણ, તેનો આચાર્ય ભગવાન પોતે એક-એક બોલનો ખુલાસો કરે છે, તેમાં–ત્રણ હતાં ને..(તેથી) તેમાં કહેવાય એક હોય (તેથી) તેમાં ન કહેવાય, જ્ઞાયકભાવ એક છે એમાં...ત્રણ હોય? પ્રમાણ, નય ને નિક્ષેપ તો ત્રણ છે, તેમાં પહેલાં, હવે પ્રમાણની વ્યાખ્યા કરે છે.
તેમાં...પહેલાં, પ્રમાણ બે પ્રકારે છે-પરોક્ષ અને પ્રત્યક્ષ” , આનો વિસ્તાર તો તત્ત્વાર્થસૂત્ર” માં વિશેષ છે, આ અધ્યાત્મશાસ્ત્ર છે એટલે ટૂંકાણમાં આચાર્ય ભગવાન વર્ણન કરે છે. પ્રમાણ બે પ્રકારે છે-પરોક્ષ અને પ્રત્યક્ષ. આ પ્રમાણજ્ઞાન છે ને એ સમ્યક જ્ઞાન છે. આ સમ્યકજ્ઞાનના ભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય ને કેવળ, એ સમ્યકજ્ઞાનના ભેદ છે.
પરોક્ષ અને પ્રત્યક્ષ, પરોક્ષ કેમ ઉત્પન્ન થાય છે. એનાં કારણ આપે છે. ““ઉપાર અને અનુપાત્ત” -નીચે ( ફુટનોટમાં છે ) જુઓ! પરોક્ષ હોવાના કારણમાં ઉપાત્ત એટલે મેળવેલા-દ્રવ્ય ઈન્દ્રિય, દ્રવ્યમન વગેરે ઉપાત્ત-મેળવેલા છે, દ્રવ્યમાન છે ને આંહીયા (છાતીમાં હૃદયમાં), દ્રવ્યઈન્દ્રિયો છે ને, એ પરપદાર્થો છે. એનાં લક્ષ–એનાં આશ્રય, પરોક્ષજ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્ઞાન થાય છે એ તો એની તત્ સમયની યોગ્યતાથી-જ્ઞાન થાય, એની યોગ્યતાથીથવા યોગ્ય થાય છે એ સિદ્ધાંત તો અબાધિત છે. પણ...એ વખતે એને નિમિત્ત શું છે એનું જ્ઞાન કરાવ્યું. એમાં દ્રવ્યઈન્દ્રિય નિમિત્ત છે અને કાં દ્રવ્યમન નિમિત્ત છે. (એવા જ્ઞાનને ) પરોક્ષ કહેવાય, અનુપાત્ત, નીચે છે (અર્થ) અણમેળવેલા, પ્રકાશ-ઉપદેશ વગેરે અનુપાત્ત પરપદાર્થો
૧. ઉપાત્તકમેળવેલા (ઇન્દ્રિય, મન વગેરે ઉપાત્ત છે, પર પદાર્થો છે. )
બણમેળવેલા ( પ્રકાશ, ઉપદેશ વગેરે અનુપાત્ત છે, પર પદાર્થો છે.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #294
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬
પ્રવચન નં. ૨૨ છે. એ પરપદાર્થો દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે. પરપદાર્થનું અવલંબન લઈને જે જ્ઞાનનો અંશ પ્રવર્ત-કામ કરે તેને પરોક્ષ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે.
“અને કેવળ આત્માથી જ” –જેને પરનું અવલંબન નથી (પ્રત્યક્ષજ્ઞાનને) દ્રવ્ય ઈન્દ્રિય અને મનનું આલંબન ન હોય. “એ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે.” “આ પ્રમાણજ્ઞાન છે.” તેના હવે ભેદ કહે છે, “તે જ્ઞાન પાંચ પ્રકારનું છે” –પ્રમાણજ્ઞાન જે છે તેમાં પાંચ પ્રકારના ભેદો તેમાં રહેલા છે – “મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય ને કેવળ.” હવે એનાં એક-એકનાં બોલ કહેશે. “તેમાં મતિ ને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે” – “આધ પરોક્ષમ્” -તત્ત્વાર્થમાં આવે છે. અવધિ ને મન:પર્યય એ બે વિકલ-પ્રત્યક્ષ, એકદેશ પ્રત્યક્ષ છે. સર્વથા પ્રત્યક્ષ તો કેવળજ્ઞાન હોય, આ સાધકને હોય અવધિજ્ઞાન અને મન:પર્યય હોય છે, મન:પર્યય જ્ઞાન તો એ ગણધરઆદિને હોય છે તભવ મોક્ષ જનારા જીવોને જ મન:પર્યય જ્ઞાન હોય છે, અત્યારે (આ ક્ષેત્રે, આ કાળે ) અહીં મન:પર્યયજ્ઞાન નથી. અત્યારે અવધિજ્ઞાનનો નિષેધ પણ નથી, અને મતિ, શ્રુતજ્ઞાન તો બધાની પાસે હોય છે. તેમાં મતિ ને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે. અવધિને મન:પર્યય એ બે વિકલપ્રત્યક્ષ છે, અને કેવળજ્ઞાન સકલપ્રત્યક્ષ” સર્વથા પ્રત્યક્ષ છે. આ એને કોઈનું અવલંબન ન હોય, પૂર્ણપણે ઊઘડી ગયું કેવળજ્ઞાન, તેથી એ બે પ્રકારનાં પ્રમાણ છે. -પરોક્ષ અને પ્રત્યક્ષ.
(કહે છે, “તે બન્ને પ્રમાતા, પ્રમાણ, પ્રમેયના ભેદને અનુભવતાં તો ભૂતાર્થ છે”, સત્યાર્થ છે, પોતે જાણનાર છે, પોતે પોતાને જણાય છે ને પોતે પોતાને જાણે છે-ભેદને અનુભવતાં તો ભૂતાર્થ ને સત્યાર્થ છે;
“સર્વ ભેદો જેમાં ગૌણ થઈ ગયા છે......એવાં...એક જીવના સ્વભાવનો અનુભવ...કરતાં” –પ્રત્યક્ષ અંતરમુખ થઈને અનુભવ કરતાં, આ બધા વિકલ્પો છે નહીં આત્મામાં, તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. –આ પ્રમાણની વાત છે.
નય બે પ્રકારે છે.” જેમ પ્રમાણનાં બે પ્રકાર કહ્યા ને પરોક્ષ અને પ્રત્યક્ષ, એમ નયના બે પ્રકાર, “દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક” –આ આત્માને સમજવાના ઉપાયો છે. એ પ્રાથમિક ભૂમિકામાં.. નય ને પ્રમાણથી આત્માનું સ્વરૂપ જેમ છે તેમ (જેવું છે તેવું) જાણે તો એમાં વિપરીતતાનો અભાવ થઈ જાય એમાં, સર્વજ્ઞભગવાને જેવો આત્મા કહ્યો (-તથા અન્ય પાંચ પદાર્થો કહ્યા) એ જાણવાના ઉપાયો પ્રમાણ, નય ને નિક્ષેપ છે. (એ જાણવાથી વિપરીતતા ન આવે) માટે પ્રાથમિક ભૂમિકામાં, વચ્ચે એને (પદાર્થોનો) નિર્ણય કરવા માટે એને આવે છે.
નય બે પ્રકારે છે, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક” એ બે નય છે, જેમ પરોક્ષ ને પ્રત્યક્ષ એ બે પ્રકારે પ્રમાણ કહ્યાં એમ નયના બે પ્રકાર કહે છે, “ત્યાં દ્રવ્ય-પર્યાય-સ્વરૂપ વસ્તુમાં”, આખી વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ છે પ્રમાણજ્ઞાનનો વિષય, એ પ્રમાણ જ્ઞાનના વિષયમાં...એકને ગૌણ કરીને ને એકને મુખ્ય કરીને જાણે, તેને નય કહેવામાં આવે છે. “જે મુખ્યપણે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #295
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૫૭ દ્રવ્યનો અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિકનય છે” અને પર્યાયને મુખ્યપણે જાણવાનો વિચાર હોય તો તેને પર્યાયાર્થિકનય કહેવામાં આવે છે.
ત્યાં દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે, મુખ્ય-ગૌણ હોય નયમાં, નયમાં મુખ્ય-ગૌણ હોય, અતીન્દ્રિયજ્ઞાનમાં મુખ્ય-ગૌણ ન હોય, “વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે” –અનુભવ કરાવે એટલે જેવું સ્વરૂપ છે એવું જાણવામાં આવે, તે દ્રવ્યાર્થિકાય છે. દ્રવ્ય, અર્થ ને નય (તે દ્રવ્યાર્થિક નય) નય એટલે જ્ઞાનનો અંશ, અર્થ
એટલે પ્રયોજન, દ્રવ્ય એટલે (વસ્તુ-દ્રવ્ય), દ્રવ્યને જાણવાનું જે જ્ઞાનનું પ્રયોજન હોય, તેને દ્રવ્યાર્થિકનય કહેવામાં આવે છે. દ્રવ્ય, અર્થ ને નય, અર્થ એટલે પ્રયોજન, જે જ્ઞાનમાં દ્રવ્યને જાણવાનું પ્રયોજન પડતું હોય, એવાં જ્ઞાનના અંશને દ્રવ્યાર્થિકનય કહેવામાં આવે છે. અને
પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે-અનુભવ એટલે જ્ઞાન કરાવે, તેને પર્યાયાર્થિકનય કહેવામાં આવે છે.” પર્યાય, અર્થ ને નય જે જ્ઞાનનો વિષય, પર્યાયનો ભેદ છે જાણવા માટે, એને પર્યાયાર્થિકનય કહેવામાં આવે છે.
તે બંને નયો..દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી એટલે ભેદથી, દમથી અનુભવ કરતાં તો ભૂતાર્થ છે.” આહાહા! આ મુખ્યપણે દ્રવ્ય છે એને દ્રવ્ય કહેવાય.આને પર્યાય કહેવાય. પર્યાય તરફ ઉપયોગ હોય ત્યારે દ્રવ્ય તરફ ઉપયોગ ન હોય, દ્રવ્યને જાણવા ઉપયોગ લાગેલો હોય ત્યારે પર્યાયને જાણવા માટે ઉપયોગ લગાવતો ન હોય, તો એમાં ક્રમ પડે છે–દ્રવ્ય જ્ઞાનમાં, ઉપયોગાત્મક જ્ઞાનમાં આવે ત્યારે પર્યાય ઉપયોગાત્મક જ્ઞાનમાં ન આવે, લબ્ધમાં ભલે રહે. અને જ્યારે પર્યાય તરફનો ઉપયોગ હોય, ત્યારે દ્રવ્ય તરફનો ઉપયોગ રહેતો નથી. (ઉપયોગના રહેવામાં) ક્રમ પડે છે અને ક્રમ પડતાં એમાં વિકલ્પ ઉત્પન્ન થાય છે, એમાં (નિર્વિકલ્પ ) અનુભવ થતો નથી. આ મુદ્દાની એક વાત છે આમાં.
અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહિ આલિંગન (-આલિંગિત) કરાયેલા”, બોલો!
આહાહા! બેયનું જ્ઞાન છૂટી જાય છે એમ (આચાર્યદિવ) કહેતા નથી. ક્રમે..જાણતાં જે વિકલ્પ ઉત્પન્ન થતાં 'તા, એ છૂટી જાય છે. અને યુગપ૬ અક્રમે દ્રવ્યપર્યાયને જ્ઞાન જાણી લ્ય છે...થોડોક અભ્યાસ તો જોઈએ..અને જો કર્તાબુદ્ધિ છૂટી જશે અને જ્ઞાતાના પક્ષમાં આવશે. તો આજે ઓછું સમજાવ્યું હશે, કાલે વધારે સમજાશે...ગેરન્ટી! જ્ઞાન ઊઘડે...આત્માને સમજવા માટે ને આત્માને અનુભવવા માટે, બે વાત કરી, બે..આત્માનું જ સ્વરૂપ છે...તેને સમજવા માટેનો ઊઘાડ જે અત્યારે નથી (બચુભાઈ ?) જો એ જ્ઞાતાના પક્ષમાં આવશે...એ બધુંય સરળ થઈ ગયું છે. મારું ધાર્યું-મારું કર્યું કાંઈ થતું નથી. આહાહા !
-એમ જો જ્ઞાતાના પક્ષમાં આવશે...તો એનો ઈન્દ્રિયજ્ઞાનનો જે ઉપયોગ સ્થળ છે. માનસિક...એ ઉપયોગ સૂક્ષ્મ થાશે...અને સૂક્ષ્મઉપયોગ આત્માનું સ્વરૂપ છે...અનુમાનમાં ગ્રહણ કરી લેશે...સૂક્ષ્માતીત થશે તો અનુભવ થઈ જશે ! આહાહા ! પ્રશ્ન તો થાય...અમને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #296
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮
પ્રવચન નં. ૨૨ યાદ રહેતું નથી અમને આમ (સૂક્ષ્મ પડે છે!) ગુરુદેવ કહેતા 'તા કે ચોપડામાં કેટલી ઉઘરાણી છે (કોની-કોની પાસે કેટલા-કેટલા રૂપિયા લેવાના છે.) એ તો યાદ રહે છે કે નહીં ? પ્રવિણભાઈ ? વેપારીને તો ઉઘરાણી યાદ ન રહે? જાઓ..ઉઘરાણી કરી આવો, માણસને કહું ને! એ તો યાદ રહે છે.
એમ આ પોતાના આત્માની વાત યાદ રહેતી નથી ! તને રુચી નથી. આહા...હા ! ચી હોય તો આત્માના સ્વરૂપનો ખ્યાલ આવી જાય. અરે, યાદ રહે ને કોઈને કહેતાં આવડતું ન હોય..તો જ્ઞાનમાં તો આવી જાય. આહા..હા! પણ...જ્ઞાતાના પક્ષમાં આવવાની જરૂર બહુ છે. આત્મા કર્તા છે–એવી વાત કોઈની સાંભળશો નહીં હો! આહાહા ! કથંચિત્ કર્તા છે, ઈ રહેવા દે, રહેવા દે સર્વથા જ્ઞાતા છે. દાંડી પીટીને કહ્યું છે.
આહાહા! આ ચક્ષુ છે-ચક્ષુ....એ દશ્યપદાર્થને દૂરથી દેખે (એટલું જ કાર્ય કરે. આંખ) દેખનાર છે આ (આંખ)...( જગતનાં) પદાર્થો આ (જણાવાયોગ્ય) અને આ દેખનાર છે (આ ચક્ષુ-આંખ) સર્વથા હશે કે કથંચિત્ હશે? ચક્ષુ, ચક્ષુનું દષ્ટાંત..( આંખ) ઈ સર્વથા દેખનાર હશે કે કો'ક દિ કાંઈક કરનાર હશે? કોઈને એવો અનુભવ નથી (આંખ કોઈનું કાર્ય કરે !) લાવો, એક જીવ કે જેને અનુભવ એવો હોય! આંખ, કેવળ દેખવાનું કામ કરે એમ આ જ્ઞાનચક્ષુ-આત્માનું કેવળ જ્ઞાતા છે, કર્તા-હર્તા છે નહીં. એ કર્તા ધર્મને જાણે પણ કર્તા ધર્મને કરે નહીં. આહાહા! પર્યાયમાં, કર્તાધર્મ હોય ભલે (પર્યાય પરિણમે ) પણ પર્યાયને કરે-કર્તાબુદ્ધિ થાય, એમ છે નહીં.
અરે, જ્ઞાતાના પક્ષમાં આવીશ તો તને માનસિક શાંતિ થશે, માનસિક શાંતિ થઈ જશે..દિકરાને દિકરાની વહુને કોઈ માનતું ન હોય.અરે! હું તો જ્ઞાતા છું, એને જેમ..જેમ ઠીક પડે એમ કરવા ધો..મારું લક્ષ ન્યાં નથી, આહાહા ! કાંઈક તો કહેવું જોઈએ ને, કહીશું તો સુધરશે...મારે એને સુધારવા નથી. મારે તો મારા આત્માને, સુધારવો છે હવે કાળ આવ્યો છે...હું તો જ્ઞાતા છું.હું કર્તા...નથી.
અમે ગયા હતા જાત્રા કરવા સોનાગિરિ–સોનાગિરિ..એ બે'ન પણ સાથે હતા તે ડોળીવાળા પણ હારે હોય ને તે પછી ડોળીમાં બેઠા, બેઠા એને (ડોળીવાળાને) મંત્ર આપ્યો... કે તમે જાણનાર છો કરનાર નથી હો? ઓલા ડોળીવાળા (ગોખવા માંડયા કે) હું જાણનાર છું કરનાર નથી...હું જાણનાર છું કરનાર નથી..પછી કહે, આ ડોળી કોણ ચલાવે છે? (એ કહે) હું ચલાવતો નથી સ્વયં ચાલે છે હું તો જાણનાર છું...અરે ! આ શું થયું!
પણ સત્ય વાત..મળવી દુર્લભ...એની યોગ્યતા હોય તો એ પ્રકારનું નિમિત્ત એને મળી જાય..એ નિમિત્તથી કાંઈ થતું નથી, એની યોગ્યતા હોય ત્યારે કોઈ કહેનાર (આપોઆ૫) મળી જાય ને સત્યવાત ગ્રહણ કરી લ્ય છે કે અરે, હું તો જ્ઞાતા છું, કર્તા નથી. આહાહા ! એક જ્ઞાતાનો મંત્ર....એને જીવનદાન...આપશે..એ મરશે નહીં હવે...
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #297
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
ચારગતિનું દુઃખ ટળી જશે. આહા...હા !
(શ્રોતાઃ) ડોલી નીચે આઈ તો આપકો નમસ્કાર કરકે શ્લોક બોલતે થે કી બહોત શાંતિ હુઈ...( ઉત્તર: ) હુમકો તો થાક હી નહીં લગા આજ-એમ કહ્યું મારી પાસે આવ્યા 'તા.
૨૫૯
આજે થાક લાગ્યો નથી, રોજ અમને થાક લાગતો'તો, આજે થાક ન લાગ્યો, શું થયું આ ચમત્કાર...( એમ ડોળીવાળો બોલ્યો ) ( મેં કહ્યું) તમે કર્તબુદ્ધિ છોડીને તમે જ્ઞાતા છો ને...એ સ્વભાવ યાદ આવ્યો ત્યાં થાક ઊતરવા મંડયો...૨મણિકલાલ ? આ છે, આ મંત્ર સર્વજ્ઞભગવાનનો છે...સંતોએ કહેલી વાત...ગુરુદેવે ફરમાવેલી વાત...( આ છે.) આહાહા ! થવાયોગ્ય થાય છે...જાણનાર જણાય છે.' બોર્ડ ગયું છે ભાવનગર...લાલ અક્ષર કરવા માટે. આહાહા! કેટલી વાર એમાં લખ્યું છે-ઘૂંટાવ્યું છે...જાણનાર જણાય છે થવાયોગ્ય થાય છે... થવાયોગ્ય થાય છે જાણનાર જણાય છે (એમાં અનેક વાર લખાયું છે.) આહા...હા !
અરે...સાક્ષાત્ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવેલી વાત આ છે...જ્ઞાતા છું-જ્ઞાતાના પક્ષમાં તો આવીજા, વિકલ્પમાં તો આવી જા...સાક્ષાત્ જ્ઞાતા તો પછી...સાક્ષાત્ જ્ઞાતા તો પછી પણ પહેલાં જ્ઞાતા ખ્યાલમાં આવે છે કે હું કરનાર નથી. (જ્ઞાતાનો પક્ષ આવ્યા વિનાં પક્ષાતિક્રાન્ત ક્યાંથી થવાશે.)
(શ્રોતાઃ ) આ સાક્ષાત્ સીમંધર ભગવાનનો મંત્ર?
(ઉત્ત૨:) આ તો અનંત તીર્થંકરોનો મંત્ર છે. ભૂતકાળમાં અનંત તીર્થંકરો થઈ ગયાં એમણે ‘ આ ' કહ્યું...વર્તમાનમાં સાક્ષાત તીર્થંકર (ભગવાન) કહી રહ્યા છે અત્યારે... ભગવાનની વાણીમાં આવ્યું'તું આહા ! ‘ થવાયોગ્ય થાય છે ને જાણનાર જણાય છે' અને ભવિષ્યમાં પણ સૂર્યકીર્તિ ભગવાન ( અરિહંત) થવાના છે એમની વાણીમાં પણ આ જ આવવાનું છે. કાંઈ ફેર છે નહીં.
સર્વ તીર્થંકર પરમાત્માઓ (ત્રિકાળવર્તી) કહે છે, હું! ભવ્યાત્માઓ, તમે જ્ઞાતા છો હોં, તમે કર્તા નથી.
( હૈ જીવો ! ) કર્તાના ભૂતનો વળગાડ વળગ્યો છે, કર્તા છું...એ ભૂતડું...આવે છેશાસ્ત્રમાં છે સુખચેનથી ન રહેવા ધે કર્તાબુદ્ધિવાળાને...આમ કરું...આમ કરું...આમ કરું (કંઈક કરવું તો ઇચ્છા કર્યા જ કરે!) ગાંડો થયો ગાંડો...ઈ ગાંડા જ કહેવાય-અજ્ઞાની બધા ય ગાંડા...( કંઈક) કરવાનું ભૂત...! થાય છે સ્વયં...થવાયોગ્ય...થાય છે...અને ભાગ્યાનુસાર લક્ષ્મી આવે...તો આવો ન આવે તો...ન આવો...મારે લક્ષ્મીની હારે સંબંધ...છે નહીં કાંઈ... જ્ઞાનલક્ષ્મીની હારે સંબંધ (મારે તો ) થઈ ગયો છે હવે. આહા...હા !
66
(કહે છે કેઃ) “ નય બે પ્રકારે છે-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક”, મૂળ મુદ્દાની વાત હવે (છે) “તે બંને નયો દ્રવ્ય અને પર્યાયથી ” –ક્રમે ક્રમે જાણતો' તો ને આ દ્રવ્ય ને આ પર્યાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #298
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૦
પ્રવચન નં. ૨૩ અને આ પર્યાય ને આ દ્રવ્ય, “એવાં ભેદથી-કમથી અનુભવ કરતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે.” અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહિ આલિંગિત “( આલિંગન) કરાયેલા એવાં શુદ્ધવસ્તુમાત્ર જીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.”
પ્રવચન નં - ૨૩
તા. ૨૬-૭-૮૯ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે તેનો જીવ નામનો અધિકાર છે. તેની તેર નંબરની ગાથા પછી આઠમો કળશ ત્યારપછી આ ટીકા છે.
જેવી રીતે નવ તત્ત્વોમાં એક શુદ્ધાત્મા જ ભૂતાર્થ છે. તેના આશ્રયે જ સમ્યકદર્શન થાય છે, એવાં શુદ્ધ આત્માના અધિગમના ઉપાયો એટલે આત્માના સ્વરૂપને અનુભવ પહેલાં જાણવાના ઉપાયો. આગમ, યુક્તિ, અનુમાન, તર્ક એ બધાથી આત્માનું સ્વરૂપ પહેલાં ખ્યાલમાં લેવું – માનસિક જ્ઞાનમાં લેવું અને પછી અનુભવ થાય.
“આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે.” આત્માના સ્વરૂપને જાણવાના ઉપાય તેના ત્રણ પ્રકાર છે. પ્રમાણથી આત્માના સ્વરૂપને જાણવું, નયથી જાણવું, અને નિક્ષેપથી જાણવું,
હવે પ્રમાણનાં બે ભેદ કહે છે. “પરોક્ષ અને પ્રત્યક્ષ.” તેના પણ પાંચભેદ કહ્યાં તે બધાં ભેદો ભેદની અપેક્ષાએ સત્યાર્થ અને ભૂતાર્થ છે – પણ આત્માના સ્વભાવમાં તેનો અભાવ છે એટલે સ્વભાવની દષ્ટિ દેતાં એ પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષજ્ઞાન એ ભેદો, કોઈ દેખાતા નથી. માટે તે અપેક્ષાએ અનુભવના કાળમાં તે અભૂતાર્થ છે.
અનુભવના કાળમાં (ભેદો) અભૂતાર્થ છે. અથવા શ્રદ્ધાના વિષયમાં કાયમ માટે અભૂતાર્થ છે – અહીં અનુભવના કાળમાં અભૂતાર્થ છે દેખાતા નથી. શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવે છે દષ્ટિનો વિષય દષ્ટિમાં આવે છે ત્યારે શ્રદ્ધા અપેક્ષાએ કાયમ માટે તેનો આત્માના સ્વભાવમાં અભાવ છે એમ એવી પ્રતીત -શ્રદ્ધા થઇ જાય છે.
હવે નયના બે પ્રકાર પાડે છે. નયના બે પ્રકારમાં માલ છે. આત્માને જાણવાના ઉપાય છે તે નય બે પ્રકારે છે. ગુરુદેવ આમાં એમ ફરમાવે છે કે -જેવી રીતે તમે કોઈ મીઠાઇવાળાની દુકાને જાવ મીઠાઈ લેવા માટે તો તેના તોલા, ત્રાજવા, માપ અર્થો કીલો છે – કીલો છે. ત્રાજવું બરાબર છે તે જોઇને પછી માલને એક બાજુ મૂકે અને બીજી બાજુ તોલા મૂકે. તેવી રીતે આ આત્માનો જે સ્વભાવ છે તેને જાણવાના સાધનો છે.
ગુરુદેવ કહે છે કે – (ગ્રાહક ) જ્યારે પૈડા લ્ય ત્યારે પૈડાનો ભાવ પૂછે છે, વજન કરે, તોલા જુએ.અર્ધો કિલો માલ લીધો તો અર્ધો કીલો છે કે નહીં એ બધી તપાસ ખરીદતી વખતે હોય છે. પણ પેંડા લઈને જમવા બેઠો અને મોઢામાં ઈંડા મૂકે ત્યારે તોલા...ત્રાજવાકે પંડા શું ભાવે લીધા છે વગેરે કાંઇ યાદ આવતું નથી. તે તો એકલો મીઠાશનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #299
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૬૧ અનુભવ લ્ય છે. એમ જ્યાં સુધી આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી સર્વજ્ઞ ભગવાને કહેલા સાધનો તેના દ્વારા આત્માને જાણવો જેથી બાકીનો બીજો બધો કચરો નીકળી જાય.
તેમાં નય બે પ્રકારે છે એ પણ આત્માને સમજવા માટે એક ઉપાય છે. અનુભવના કાળે કોઇ નય હોતી નથી નયાતીત છે. પરંતુ અનુભવ પહેલા મિથ્યાષ્ટિને એ જ્ઞાનદ્વારા જ આત્માનો નિર્ણય થાય છે – આ જ્ઞાનનો વિષય છે. પ્રમાણ, નય કે નિક્ષેપ તે બધા જ્ઞાનના જ પ્રકારો છે તેના દ્વારા આત્માને ખ્યાલમાં લ્ય છે.
નય બે પ્રકારે છે – દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક.” હવે દ્રવ્યાર્થિકનય કોને કહેવાય અને પર્યાયાર્થિકનય કોને કહેવાય. સમજવા માટે જીવો બન્નેનો પ્રયોગ કરે છે. “ત્યાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિકનય છે.” દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ તે આખો પદાર્થ છે, નય તેમાં મુખ્ય ગૌણ કરે છે. નયમાં હંમેશાં મુખ્ય – ગૌણ હોય. જ્યારે ત્રિકાળી સામાન્યનો વિચાર ચાલતો હોય ત્યારે વિશેષ પર્યાયનો વિચાર ન હોય એમ દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે એટલે જ્ઞાન કરાવે. અનુભવનો અર્થ અહીંયા અનુમાનજ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન એટલે અનુભૂતિની વાત નથી.
દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય છે. દ્રવ્ય સ્વભાવ જેવો છે તેનું જ્ઞાન થાય – એ જ્ઞાનની પર્યાયનું નામ દ્રવ્યાર્થિકાય છે. દ્રવ્ય અર્થને નય જેનું પ્રયોજન છે. અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે...અને જ્યારે પર્યાયનો વિચાર ચાલતો હોય ત્યારે આ મતિજ્ઞાન કહેવાય, આ શ્રુતજ્ઞાન કહેવાય, આ સમ્યક્દર્શન કહેવાય, આ ચારિત્ર કહેવાય. વગેરે વિશેષનો જ્યારે જીવ વિચાર કરે છે...આમ પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તેનું નામ પર્યાયાર્થિકનય છે. હવે તે સવિકલ્પ દશામાં વિચાર કરતાં-કરતાં આગળ વધે છે.
તે બને નયો દ્રવ્યને પર્યાયનો પર્યાયથી,” પર્યાયથી તેનો અર્થ કરે છે. (ભેદથી, ક્રમથી) આ દ્રવ્યને આ પર્યાય એમ ક્રમે ક્રમે આ મુખ્ય ગૌણ..મુખ્ય ગૌણ કરતો જાય તો તે ભેદમાં ક્રમ જ પડે છે. જ્યારે દ્રવ્ય ઉપરનો ઉપયોગ (વિચાર) હોય ત્યારે પર્યાય નો ( વિચાર) ઉપયોગ ન હોય. પર્યાય જ્યારે જ્ઞાન કરે ત્યારે દ્રવ્ય ઉપર ઉપયોગ ન હોય, ઉપયોગ બન્ને જગ્યાએ લાગતો નથી, એક જગ્યાએ લાગે છે. બે સત્ છે ને એટલે. કેમકે
જ્યારે દ્રવ્યનો વિચાર હોય ત્યારે પર્યાયનો વિચાર ન હોય એનું નામ ક્રમ છે – તે અનુભવ કરતાં તો ભૂતાર્થ છે – સત્યાર્થ છે. આ સવિકલ્પનય છે, સવિકલ્પનય ભગવાનની વાણીમાં આવી છે.
પરોક્ષજ્ઞાનમાં ન હોય, પ્રત્યક્ષ જ્ઞાનમાં નય ન હોય. અનુભવજ્ઞાન પ્રત્યક્ષ થાય છે. એક તો શ્રુતજ્ઞાનમાં ન હોય. મતિ, અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાનમાં નય નથી. ચાર જ્ઞાનમાં નય નથી, શ્રુતજ્ઞાનમાં નય હોય.
શ્રુતનયા વિકલ્પો તેવું આગમનું વચન છે. એટલે મુખ્ય-ગૌણ કરી ને જ્યારે વિચાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #300
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૨
પ્રવચન નં. ૨૩ કરે છે ત્યારે તે અપેક્ષાએ તે ભૂતાર્થ છે. સત્યાર્થ છે. અને એનો અનુભવનો કાળ આવે છે ત્યારે (અભૂતાર્થ છે). (નય) ભૂતાર્થ ક્યાં સુધી છે? જ્યાં સુધી પ્રત્યક્ષ અનુભવ નથી અને પરોક્ષ છે ત્યાં સુધી પરોક્ષમાં આત્માનો સ્વાદ્ ન આવે..આનંદ ન આવે. પરોક્ષમાં પરોક્ષપણે જ્ઞાન થાય છે અનુમાનથી તેમાં અનુભવ નથી. કેમકે તે ઉપયોગની સાથે રાગ ઉત્પન્ન થાય છે ભેગો.
અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહીં આલિંગીત કરાયેલા” , નયમાં જ્ઞાનની ચંચળતા હતી, એ ચંચળતા ઓછી થવા માંડે છે, ઓછી થતાં થતાં એ ચંચળતાનો અભાવ થઇ જાય છે. સવિકલ્પનય ચાલી જાય છે અને નયજ્ઞાનથી જુદું જ્ઞાન (પ્રગટ થાય છે). કળશ ટીકામાં આવે છે ને..“નય જ્ઞાનથી જુદું જ્ઞાન” તે આ (બન્નેથી નહીં આલિંગીત)
હવે જ્યારે આ દ્રવ્ય અને આ પર્યાય એમ ક્રમે ક્રમે ચંચળતા હતી નિર્ણય વખતે... આ દ્રવ્યનું લક્ષણ...આ પર્યાયનું લક્ષણ વગેરે. આ સાપેક્ષ અને આ નિરપેક્ષ વગેરે એ બધું ગયું. હવે દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહીં આલિંગીત કરાયેલા એવાં શુદ્ધ વસ્તુમાત્ર જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થને અસત્યાર્થ છે. વિકલ્પ છૂટી જાય છે. અને દ્રવ્ય પર્યાયનું જ્ઞાન રહી જાય છે. (ક્રમથી જાણતો તો) તેમાં દ્રવ્ય પર્યાયનું જ્ઞાન નહોતું પણ ખરેખર અજ્ઞાન હતું, ઇન્દ્રિયજ્ઞાન હતું, અથવા પરોક્ષજ્ઞાન હતું. તે અજ્ઞાનમાં (આનંદનો ) સ્વાદ ન હતો
હવે “દ્રવ્ય પર્યાય બન્નેને નહીં આલિંગીત' કેવા શબ્દ મૂકયા છે..કારણ કે હવે જ્ઞાન અક્રમમાં આવી ગયું. (નયમાં) જ્ઞાન ક્રમે આવતું ને? એકને જાણે અને બીજાનું જાણવું રહી જતું હતું, તેને વિષયનો પ્રતિબંધ હતો. જ્યારે દ્રવ્યનો વિચાર કરે છે ત્યારે પર્યાયનું જ્ઞાન એ વખતે ઉપયોગાત્મક નહોતું. અને પર્યાયને ઉપયોગાત્મક લ્ય છે જ્ઞાનમાં ત્યારે દ્રવ્ય ઉપયોગાત્મક રહેતું નથી.
હવે શું કરવું? આ નયાના વિકલ્પ કેમ છૂટે? આહા...હા! એક શાયકભાવ તે જ હું છું એમાં જ્યાં ઉપયોગ લાગ્યો ત્યાં દ્રવ્યનું જ્ઞાન થયું અને આનંદની પર્યાય જે પ્રગટ થઈ તેનું જ્ઞાન પણ થયું. જ્ઞાન એક સમયમાં અક્રમે બન્નેને જાણે છે. એટલે વિષયનો પ્રતિબંધ રહેતો નથી. બધું જણાઇ ગયું. શેય પૂર્ણ થઇ ગયું (નયમાં) ઓમાં શેય અધુરૂં રહેતું હતું - તેમાં શેયના બે કટકા થતાં હતાં. કેમ કે ક્રમે ક્રમે જાણવું થતું હતું એટલે હવે અનુભવના કાળમાં શુદ્ધ વસ્તુમાત્રનો જ્યાં અનુભવ થયો ત્યાં તમામ પ્રકારના નયોના વિકલ્પો શાંત થાય છેપ્રત્યક્ષ અનુભવ થાય છે. ઓમાં (નમાં) પરોક્ષ હતું આમાં (અનુભવમાં) પ્રત્યક્ષ છે. નયમાં ઈન્દ્રિયજ્ઞાન હતું આમાં અતીન્દ્રિયજ્ઞાન છે – આનંદ આવે છે.
“શુદ્ધ વસ્તુમાત્ર જીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.” અનુભવ કરતાં અસત્યાર્થીને અભૂતાર્થ થયું. બન્ને વિકલ્પ ગયા. મનનાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #301
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૬૩ સંગે બન્નેના વિકલ્પ જાણવાના જે થતા હતાં તે શાંત થઇ ગયા. વિકલ્પ અસ્ત થઇ ગયા અને એકલું જ્ઞાન પ્રગટ થયું. (નયમાં) ઓલું વિકલ્પ સાથેનું જ્ઞાન હતું. વિકલ્પ ઉત્પન્ન થતો હતો જ્ઞાન પણ પ્રગટ થતું હતું, એ ઇન્દ્રિયજ્ઞાનનો ધર્મ હતો. અતીન્દ્રિયજ્ઞાનના ધર્મમાં વિકલ્પ શાંત થઇ જાય છે. “સ્વયં શાંત મોહા” વિકલ્પ કોઈ રહેતો નથી.
કળશટીકામાં કહે છે – અનુભવના કાળમાં બધા વિકલ્પો છૂટે છે. કાંઇ બાકી રહે છે? બધા જ વિકલ્પો છૂટી જાય છે તેવો પાઠ છે, એટલે સ્વરૂપનાં વિચાર વિલીન પામે છે. દ્રવ્ય પર્યાય પોતાનું સ્વરૂપ છે ને તેનો વિચાર વિલીન થાય છે. “મન પાવે વિશ્રામ” (અનુભવના કાળે) મન મરી જાય છે. મનનું કામ તો માત્ર આંગણા સુધી લઈ જવાનું છે. તે અંગુલીનિર્દેશ કરે છે પરંતુ પછી મન કામ કરતું નથી. અનુભવ મનાતીત થાય છે. આત્માનો અનુભવ કરતાં (વિકલ્પો) અસત્યાર્થીને અભૂતાર્થ છે. અભેદમાં ભેદ દેખાતો નથી.
જુઓ! વ્યવહાર સ્થાપીને વ્યવહારનો નિષેધ કરાવતા જાય છે.અને નિશ્ચય તરફ લઇ જાય છે. આ એક જ પદ્ધતિ છે. વ્યવહાર સ્થાપે છે ઉથાપવા માટે વ્યવહારનયનું જ્ઞાન કરાવે છે તે પણ નિષેધ કરવા માટે ત્યાં રોકવા માટે નહીં અને એ (વ્યવહારનય) સત્યાર્થ છે, તે આત્મા છે તેમ જ ચોંટી જાય તો મરી જાય-પર્યાયદષ્ટિ થઇ જાય. જીવો જાણવાના ભેદપ્રભેદના વિષયમાં અટકી જાય તો દ્રવ્ય સુધી પહોંચી શકે નહીં. કેમ કે તેને ભેદનો નિષેધ નથી આવતો.
જ્ઞાયકને જાણતો નથી તેને એમ સમજાવે છે કે- જ્ઞયને જાણે છે માટે આત્માને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. તો ચોંટી ગયો કે શયને જાણે તો જ્ઞાયક. આ હા..હા! તે બહિર્મુખ રહી ગયો. તેનું શેય બદલ્યું નહીં.
(શ્રોતા-શયને જાણે છે માટે જ્ઞાયક તેની મનાઇ નથી પણ તેનું જ્ઞય બદલાવું જોઇએને ?) શેય બદલવા માટે જ કહ્યું “તું, એ શેયને જાણે માટે આત્મા એમ કહ્યું નથી, પણ જે જ્ઞાયકને સમજતો નથી તેને કોઇને કોઇ વ્યવહાર દ્વારા સમજાવે છે. જ્ઞયને જાણે છે તે આત્મા તેમ એને સમજાવવું નથી. જ્ઞયને ન જાણે તે આત્મા એમ સમજાવવું છે. જ્ઞાયકને જાણે તે આત્મા એમ તેને કહેવું છે.
વ્યવહારનય માત્ર પરમાર્થનું પ્રતિપાદન કરે છે, પણ તેથી વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી, શયને જાણે છે તે આત્મા તો ત્યાં ચોંટી ગયો. આહા..હા ! લાકડાને બાળે તે અગ્નિ તેવું લાકડું ગરી ગયું.....નિશ્ચય વિના સ્વરૂપને પામતો નથી. નિશ્ચય વિના તે અગ્નિના સ્વરૂપને દેખી શકતો નથી. અગ્નિ નિરપેક્ષ છે. લાકડાને બાળવાના કાળે પણ અગ્નિ તો અગ્નિથી જ છે, અને લાકડાને ન બાળતી હોય ત્યારે પણ અગ્નિ અગ્નિથી જ છે. એમ જ્ઞાયક પરમાત્મા પરને જાણતો હોય તો પણ જ્ઞાયક છે અને સ્વને જાણતો હોય તો પણ જ્ઞાયક છે. જ્ઞાયક તો જ્ઞાયક છે. આ વસ્તુની સ્થિતિ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #302
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૬૪
પ્રવચન નં. ૨૩
આ..વ્યવહાર દ્વારા પરમાર્થનું પ્રતિપાદન કરવાની જે શૈલી છે- કારણ કે અનાર્યજીવને અનાર્ય ભાષા વિના સમજાવી શકાતું નથી બીજો ઉપાય નથી. જ્ઞાન તે આત્મા તે અનાર્યભાષા છે, તે આર્ય ભાષા નથી, કેમ કે તેણે અભેદમાં ભેદ કર્યો માટે. ભેદ પાડીને સમજાવે છે બીજો ઉપાય નથી પછી કહે છે જ્ઞાન નથી, દર્શન નથી, ચારિત્ર નથી શાયક એક ભાવ છે. આ જ પદ્ધતિ છે બીજો કોઇ ઉપાય નથી.
–
જે કોઇ આત્માના સ્વરૂપને સમજતો નથી તેને તું આત્મા છો...તું શુદ્ધાત્મા છો...તું જ્ઞાયક છો...તેમાં સમજે નહીં એટલે આટલો વ્યવહાર તો આવી જ જાય છે. પ્રેરે તે ૫૨માર્થને તે વ્યવહાર સંમત. જ્ઞાન તે આત્મા આટલો જ વ્યવહાર છે. રાગ તે આત્મા તેમ નથી લખ્યું કેમકે તે અભેદનો ભેદ જ નથી.
‘દ્રવ્ય અને પર્યાય એ બન્નેથી નહીં આલિંગીત' એટલે દ્રવ્યનો વિચાર નહીં, પર્યાયનો વિચાર નહીં, બન્ને વિચાર છૂટી ગયા અને જ્ઞાન થઇ ગયું. વિચાર છૂટયો અને જ્ઞાન થઇ ગયું. વિચાર તે તો અજ્ઞાન ઇન્દ્રિયજ્ઞાન હતું- માનસિક જ્ઞાન હતું, તે આકુળતાને ઉત્પન્ન કરનારા વિકલ્પો હતા. તેમાં ‘સાક્ષાત અમૃત પિબન્તિ' ન આવ્યું. તેમાં અમૃતનો સ્વાદ નહોતો આવતો.
જ્યારે દ્રવ્ય અને પર્યાય બન્નેથી નહીં આલિંગીત કરાયેલ બન્નેમાંથી કોઇ વિકલ્પ નહીં. શુદ્ધ વસ્તુમાત્ર જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ (વિભાવો-વિકલ્પો ) બધા અભૃતાર્થ ને અસત્યાર્થ છે. હવે વિભાવ ઉત્પન્ન થતો નથી. વિકલ્પ નામ વિભાવ ઉત્પન્ન થતો હતો. તે ટળી ગયો.
શેયના ભેદને નિક્ષેપ કહેવામાં આવે છે, જ્ઞાનના ભેદને નય કહેવાય. શેયના ભેદનું નામ નિક્ષેપ અને જ્ઞાનના ભેદનું નામ નય અને નયનો વિષય તે નિક્ષેપ છે. નિક્ષેપના ચાર પ્રકારના ભેદ છે તેમાં (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) ભાવ હવે એકેકનો ખુલાસો કરે છે.
(૧) નામ નિક્ષેપ કોને કહેવાય ? “ વસ્તુમાં જે ગુણ ન હોય તે ગુણના નામથી વસ્તુની સંજ્ઞા કરવી તે નામ નિક્ષેપ છે.” જેમકે લાકડાના સફરજનને દાડમ આવે છે તે આબેહૂબ લાગે. ટેબલ ઉપર પડયું હોય તો તમને એમ લાગે કે -આ દાડમ છે. લાકડાની કેરી
બનાવેલી હોય તેને નામ નિક્ષેપ કહેવાય.
નામ નિક્ષેપ એટલે કેરીનો ગુણ તેમાં નથી. પદાર્થમાં (લાકડામાં કેરીનો ) ગુણ ન હોય અને તે નામથી પ્રતિપાદન કરવું તેને નામ નિક્ષેપ કહેવાય. છોકરાનું નામ મહાવી૨ પાડયું હોય અને બિલાડી આવે તો ભાગી જાય, એ નામ નિક્ષેપ છે. (એમાં મહાવીરનો ગુણ નથી.)
નામ નિક્ષેપ એટલે જેમાં (વસ્તુમાં) એ ગુણ ન હોય છતાં એજ નામથી તેને બોલાવવો
તેનું નામ
નામ નિક્ષેપ છે. જયપુર તરફ બાળકોના નામ રાજા સાહેબ એવાં રાખે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
=
Page #303
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૬૫
રાજા સાહેબ તે નામ નિક્ષેપે છે તે કોઇ ગામનો રાજા નથી. અમે શેઠીને ત્યાં ગયા હતાં તેના
છોકરાનું નામ રાજા સાહેબ છે. આ જાણવાનો વિષય છે.
(૨) સ્થાપના “ ‘આ તે છે’ અન્ય વસ્તુનું અન્ય વસ્તુમાં પ્રતિનિધિત્વ સ્થાપવું ” કે આ તે જ છે તે સ્થાપના નિક્ષેપ છે. પ્રતિમાનું સ્થાપન કરવું તે સ્થાપના નિક્ષેપ છે. જેમકે સીમંધર ભગવાનની પ્રતિમા છે તેમાં આ સીમંધર ભગવાન બિરાજમાન છે તેમ સ્થાપવું તેનું નામ સ્થાપના નિક્ષેપ છે.
(૩) દ્રવ્ય નિક્ષેપ વર્તમાનથી અન્ય એટલે કે અતીત અથવા અનાગત - ભૂતકાળ અને ભાવિકાળની “પર્યાયોથી વસ્તુ ને વર્તમાનમાં કહેવી તે દ્રવ્ય નિક્ષેપ છે.” જુઓ! આ દ્રવ્ય નિક્ષેપ છે. તે વર્તમાન પર્યાયને વિષય કરતું નથી. તે ભૂત પર્યાય અને ભાવિ પર્યાયને વિષય કરે છે. જેમકે રાજાનો છોકરો હોય તેને રાજા કહેવો તો એ ભાવિ પર્યાયનો આરોપ વર્તમાનમાં આપી અને તેને રાજા કહેવો. એમ મુનિરાજે દીક્ષા અંગીકાર કરી હોય અને કહેવું કે આ ચક્રવર્તી રાજા અહીં બિરાજમાન છે તો એ તો ભૂતની પર્યાયનો આરોપ કર્યો. ભૂતને ભવિષ્યની પર્યાયનો આરોપ કરીને વર્તમાનમાં તે પદાર્થને કહેવો તેનું નામ દ્રવ્ય નિક્ષેપ છે. આ ગુરુદેવ તીર્થંકર છે, થશે નહીં ભાવિ પર્યાયને વર્તમાનમાં આરોપ કરીને કહેવું તે દ્રવ્ય નિક્ષેપ છે.
(૪) ભાવ નિક્ષેપ “ વર્તમાન પર્યાયને વર્તમાન પર્યાયથી વસ્તુને વર્તમાનમાં કહેવી તે ભાવ નિક્ષેપ ” જેવી પર્યાય હોય તેવો જ આરોપ દ્રવ્ય ઉપર આપવો તે ભાવ નિક્ષેપ છે. પૂજારીને વર્તમાનમાં પૂજારી કહેવો તે ભાવ નિક્ષેપ છે. વર્તમાનમાં રાજા છે. તેને રાજા કહેવો તે ભાવ નિક્ષેપ છે. ભાવનિક્ષેપ એટલે વર્તમાન પર્યાય પરિણત દ્રવ્ય. દ્રવ્ય નિક્ષેપમાં ભૂત ભવિષ્ય પરિણત દ્રવ્ય લીધું છે. દ્રવ્ય નિક્ષેપ અને ભાવનિક્ષેપમાં આટલો ફેર છે.
“ એ ચારેય નિક્ષેપોનો પોતપોતાના લક્ષણભેદથી (વિલક્ષણરૂપે- જુદા-જુદા રૂપે) અનુભવ ક૨વામાં આવતાં તેઓ ભૂતાર્થ છે, સત્યાર્થ છે.” અહીં અનુભવ કરવામાં આવતાં એટલે જ્ઞાન કરવામાં આવતાં આ ભિન્ન લક્ષણથી રહિત પોતાના ચૈતન્ય લક્ષણરૂપ જીવ સ્વભાવનો અનુભવ કરતાં તે ચારેય અભૂતાર્થ છે. અનુભવ કરતાં બધું અભૂતાર્થ નિક્ષેપ દેખાતા નથી – તેથી અસત્યાર્થ છે.
66
આ રીતે પ્રમાણ - નય નિક્ષેપમાં ભૂતાર્થપણે એક જીવ જ પ્રકાશમાન છે.” જેમ નવ તત્ત્વોમાં એક જીવ જ પ્રકાશમાન છે એમ પ્રમાણ નય- નિક્ષેપના ભેદોમાં પણ એક જીવ
જ પ્રકાશમાન છે. આ બધા વિશેષો શુદ્ધાત્મામાં નથી.
k
ભાવાર્થ: આ પ્રમાણ, નય, નિક્ષેપોનું વિસ્તા૨થી વ્યાખ્યાન તે વિષયના ગ્રંથોમાંથી જાણવું, તેમનાથી દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુની સિદ્ધિ થાય છે.” સિદ્ધિ થાય છે. એટલે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું તેના ખ્યાલમાં આવે છે. કોઇ પણ કાર્ય કરવા પહેલા તેનું અનુમાન આવી જાય છે. જેમ મકાન બનાવવું હોય તો નકશો બનાવે..તેના વિચારો આવે ( આમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #304
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૬
પ્રવચન નં. ૨૩ બનાવવું તેમ બનાવવું.)
“તેઓ સાધક અવસ્થામાં તો સત્યાર્થ જ છે કારણ કે તે જ્ઞાનના જ વિશેષો છે.” સાધક એટલે સમ્યકદર્શન થયું નથી, તેની પહેલાં પણ સાધક જ કહેવાય. સમ્યકદર્શન માટે એ સાધક કહેવાય, અને સાધક થઇ ગયા પછી પણ આવા વિચારો આવે, જ્ઞાનીને પણ આવા વિચારો આવે. સાધક અવસ્થામાં તો તે સત્યાર્થ છે, કેમકે તે જ્ઞાનના જ વિષયરૂપ છે.
પ્રમાણ, નય અને નિક્ષેપ તે જ્ઞાનનાં જ પ્રકારો છે. વિશેષ એટલે પ્રકારો. તે આત્માના પ્રકારો નથી. આત્મા પ્રમાણરૂપ-નયરૂપ છે નહીં. “તેમના વિના વસ્તુને ગમે તેમ સાધવામાં આવે તો વિપર્યય થઈ જાય છે” –વિપરીતતા આવી જાય છે. એ સાધન વિના અનુમાન જ્ઞાનમાં યથાર્થ ખ્યાલ નથી આવતો એમ!
હવે કહે છે – “અવસ્થા અનુસાર વ્યવહારના અભાવની ત્રણ રીતિ છે.” જુઓ! વ્યવહાર વધતો જાય છે તેમ નથી લખ્યું, વ્યવહારનો અભાવ થતો જાય છે. વ્યવહારના અભાવની ત્રણ રીતિ છે – ત્રણ સ્ટેજ આવે છે. પહેલો વ્યવહારનો અભાવ થાય, બીજો થાય, ત્રીજો થાય. પહેલી અવસ્થામાં પ્રમાણ આદિથી યથાર્થ વસ્તુને જાણી; જ્ઞાન શ્રદ્ધાની સિદ્ધિ કરવી આ પહેલો પ્રકાર છે. વસ્તુને યથાર્થ જાણે, પ્રત્યક્ષ અનુભવ કરે ત્યારે પહેલા વ્યવહારનો અભાવ થઈ જાય.
હવે સાધક થઇ ગયો, ચોથું ગુણસ્થાન આવી ગયું, શ્રદ્ધાન થયા પછી પ્રમાણ આદિની કાંઇ જરૂર નથી. શ્રદ્ધા માટે પ્રમાણ – નય નિક્ષેપની જરૂર નથી. સમ્યકદર્શન ટકવા માટે કે સમ્યક્રદર્શનની નિર્મળતા માટે તેની કોઇ જરૂરત નથી. કેમકે પ્રમાણ, નય, નિક્ષેપ સમ્યક્દર્શનનો વિષય જ નથી. શ્રદ્ધાનું શ્રદ્ધેય એકલો આત્મા છે. શ્રદ્ધાનું શ્રદ્ધય પ્રમાણ, નય, નિક્ષેપ નથી. હવે શ્રદ્ધા તો નિર્વિકલ્પ થઇ ગઇ માટે શ્રદ્ધા માટે (નયાદિ સાધનોની) કાંઇ જરૂર નથી.
પહેલાની જેમ હવે જ્ઞાન માટે – ચારિત્ર માટે હવે બીજી અવસ્થામાં પ્રમાણ આદિના આલંબન દ્વારા વિશેષ જ્ઞાન થાય છે. રાગ-દ્વેષ મોહકર્મનો સર્વથા અભાવ થતાં યથાખ્યાત ચારિત્ર પ્રગટે છે. તેથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ બીજી અવસ્થા માટે આટલું છે.
ત્રીજી અવસ્થા કેવળજ્ઞાન થયા પછી તેને પ્રમાણ આદિનું આલંબન રહેતું નથી. કેમકે કેવળજ્ઞાન પ્રત્યક્ષ થઇ ગયું છે. પરોક્ષ હતું ત્યાં સુધી પ્રમાણ-નય અને નિક્ષેપોના વિચારો ચાલતા હતા. કેવળજ્ઞાનતો પ્રત્યક્ષ થઈ ગયું. આ શ્રુતજ્ઞાન પરોક્ષના ભેદ છે. પ્રમાણ, નય ને નિક્ષેપ તે કેવળજ્ઞાનના ભેદો નથી. કેવળજ્ઞાન થયા પછી પ્રમાણ આદિનું આલંબન રહેતું નથી.
ત્યાર પછી સાક્ષાત સિદ્ધ અવસ્થા છે. ત્યાં પણ કાંઈ આલંબન નથી. અતને નથી તેમ સિદ્ધને પણ નથી. એ રીતે સિદ્ધ અવસ્થામાં પ્રમાણ-નય-નિક્ષેપોનો અભાવ જ થાય છે. અરિહંતમાં પણ અભાવ-કેવળજ્ઞાનમાં પ્રમાણ નય, નિક્ષેપોનો અભાવ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #305
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
ર૬૭ શ્લોક નં-૯ શ્લોકાર્થ: - “આચાર્ય શુદ્ધનયનો અનુભવ કરીને કહે છે,” શુદ્ધનય દ્વારા શુદ્ધાત્માનો અનુભવ કરીને હવે કહે છે. “આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધનયનો વિષયભૂત ચૈતન્ય-ચમકારમાત્ર તેજ:પુંજ આત્મા, તેનો અનુભવ થતાં,” શું કહે છે..અંતરમુખ ઉપયોગ થયો અને આ જ્ઞાયક તે હું એવું જ્યારે પરિણમન થાય છે ત્યારે આ બધા ભેદો ગૌણ થાય છે. – એટલે એનું લક્ષ છૂટી જાય છે. શુદ્ધનયનો વિષયભૂત તેજ: પુંજ આત્મા તેનો અનુભવ થતાં, નયોની લક્ષ્મી ઉદય પામતી નથી.
આ કળશમાં સ્પષ્ટ કર્યું છે કે જે નયો હતા એ વિકલ્પાત્મક હતા તેમ આમાંથી નીકળે છે. નયોથી લક્ષ્મી હવે ઉદય પામતી નથી નયો તો ઇન્દ્રજાળ છે.
પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે એટલે પ્રમાણજ્ઞાન રહેતું નથી એવું છે બેન! જેમ કેવળજ્ઞાનમાં અને સિદ્ધ પરમાત્મામાં પ્રમાણ, નય, નિક્ષેપનો અભાવ છે તેમ અનુભવના કાળમાં (અભાવ છે) પ્રમાણ, નય નિક્ષેપ તે બધું સવિકલ્પમાં એટલે સાધક થતાં પહેલાં હોય અને ચોથ, પાંચમે, છઠે આવે ત્યારે પણ હોય છે.
નયો ક્રમ-ક્રમે જાણે છે. કોઇને સમજાવે, શાસ્ત્ર લખે એવું હોય ત્યારે.પરંતુ સાધક આત્મા જ્યારે સ્વરૂપમાં ડૂબી જાય છે ત્યારે કેવળી જેવો છે. જેમ કેવળી નયાતીત છે તેમ અનુભવી નયાતીત છે. “જ્ઞાયક નયોંસે પાર' (તે વાત છે.)
જ્ઞાયક પરકો નહીં જાનતા, જ્ઞાયક જ્ઞાયક કો હી જાનતા;
યે દોંનો તો નયપક્ષ હૈ, જ્ઞાયક નયોં સે પાર..” નયો તો માત્ર સ્વરૂપનો નિર્ણય કરવા માટે હતી. અનુભવ કરવા માટે નય કામ નથી આવતી. જે અધિગમના ઉપાયો છે એ બધા અનુભવ થતાં અભૂતાર્થ છે. હવે ઉપાય ન રહ્યો. કેમકે ઉપાયનું ફળ આવી ગયું ને! ઉપાયનું ફળ તો આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરવો તે હુતો. પ્રત્યક્ષ આત્માનો અનુભવ થઇ ગયા પછી આ આત્મા આવો છે ને આ આત્મા આવો એમ ન હોય. જ્યાં સુધી સાકર જીભ ઉપર મૂકી ન હોય ત્યાં સુધી સાકર સંબંધીના વિચારો હોય. કે-આને દ્રવ્ય કહેવાય, આને પર્યાય કહેવાય તેવું સાકરનું સ્વરૂપ વિચારે..પણ જ્યાં સાકર જીભ ઉપર મૂકી એટલે જે અનુભવ પહેલાનાં સાકર સંબંધીના વિચારો હતા, પરોક્ષ અનુમાન હતું તે છૂટી જાય છે અને એકલો સાકરનો સ્વાદ રહી જાય છે.
પ્રવચન નં - ૨૪
કળશ ટીકાશ્લોક-૮ તા. ૧૦-૯-૯૧ આપણે સમયસારમાંથી જે આઠમો કળશ ચાલ્યો ને, એ જ આઠમો કળશ હવે આજે એક “કળશટીકા” છે, ચારસો વરસ પહેલાં (પંડિતશ્રી) રાજમલ્લજી થઈ ગયા, એમણે આ કળશ ઉપર ટીકા કરી છે. એનો આઠ નંબરનો કળશ છે. બોલો, ભાઈ....વિરમતિ'....
આ શ્રી સમયસારનો આઠ નંબરનો કળશ છે, એની ટીકા, ટીકા એટલે વિસ્તાર.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #306
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૮
પ્રવચન નં. ૨૪ “ખંડાન્વય સહિત અર્થ, આ આત્મજ્યોતિ છે” –જાણનાર-દેખનાર, ઝળહળ જ્યોતિ અંદરમાં બિરાજમાન છે. એમાં કોઈ કાળે પણ..અંધારું થતું નથી. એ સદા પ્રકાશમાન જ્યોતિ છે. કોઈ કાળે પણ એ પ્રકાશનો અભાવ ન થાય. જેમ કોઈ એક મણિ-રતન હોય, જંગલમાં પડયું હોય..એનો કાયમ પ્રકાશ રહ્યા કરે...ગમે તેટલો માથે ધોધમાર વરસાદ પડે..તોય પણ એ બૂઝાય નહીં-ઠરે નહીં અને ગમે તેવા પવનનાં વાવાઝોડાં આવે, તોપણ એ જ્યોતિ, એમ ને એમ રહે છે (જરી પણ હુલતી-ચલતી નથી.)
એવી રીતે ભગવાન આત્મા (-આત્મજ્યોતિ) અંદરમાં દેહદેવળથી ભિન્ન ( પ્રગટ છે, પરંતુ એને પોતાના પ્રમાદથી દેખાતો નથી આત્મા (–પોતે), વર્તમાન છે. જેમ આ વર્તમાન છે (દશ્ય પદાર્થો) એ ઈન્દ્રિયજ્ઞાનથી જણાય છે આનું અસ્તિત્વ...આ છે. બધાંને પૂછો કે આ છે તો (સૌ કોઈ ) કહેશે હા, આ લાકડી છે (તેમ જગત છે.) કોઈ ના પાડે? કોઈ ના ન પાડી શકે. આનું હોવાપણું છે..એમ લાકડીને જાણનારું જે જ્ઞાન, એ જ્ઞાનથી પણ જૂદું એક અંતરમાં જ્ઞાન (સત્તા ) છે, જેમાં ઝળહળ જ્યોતિ સ્વરૂપ ) આત્મા જણાય રહ્યો છે.
બહિર્મુખ જ્ઞાનમાં જેમ લાકડી જણાય છે, એમ અંતરમુખ જ્ઞાન દ્વારા...આત્મા (–પોતે) જણાય રહ્યો છે. પણ....જણાવા છતાં-પણ....આ (લાકડી) જણાય છે, એમાં એને આત્મજ્ઞાન ઉદય થતું નથી. આત્માનાં દર્શન થતાં નથી. -પરનાં દર્શનમાં રોકાયેલો આત્મા. એનાં (પોતાનાં) જ્ઞાનમાં ભગવાન આત્મા (-પોતાનો) પ્રતિભાસ થવા છતાં પણ....એ સ્વચ્છ જ્ઞાનમાં (-વર્તમાનજ્ઞાનમાં ) જેમ દર્પણમાં; પર્યાયમાં જે દર્પણનું દળ જણાય-પ્રતિભાસે, એમ બાહ્યના પદાર્થો પણ એમાં (–દર્પણની વર્તમાન સ્વચ્છપર્યાયમાં) પ્રતિભાસે છે. એમાં એ અરીસામાં (–દર્પણમાં) એ પદાર્થ (કાંઈ ) આવતા નથી.એમ આ બહિરમુખ જ્ઞાનમાં જેમ લાકડી જણાય છે (–પ્રતિભાસે છે) એનાં દર્શન કરવા રોકાય ગયો પરનાં (લક્ષપૂર્વક એમાં એને (આત્મા જણાતો હોવા છતાં) આત્માનું જ્ઞાન ઉદય થતું નથી. જ્યારે આનો (દશ્યપદાર્થનો) નિષેધ કરે કે આને હું જાણતો નથી, અને આને જાણનારું જ્ઞાન તે મારું (મારા સ્વભાવરૂપ) નથી. શું કહ્યું? મારે પરપદાર્થની સાથે જ્ઞાતા-શયનો સંબંધ નથી. સંબંધ થાય છે ને એ છૂટે છે એમ નથી. હું જ્ઞાતા ને...પરપદાર્થ મારું શેય એમ છે જ નહીં. પણ પરપદાર્થ જ્ઞય છે–જણાવાલાયક પદાર્થ અને શેય કહેવાય અને “જાણે” એને જ્ઞાતા કહેવાય. તો આ જે લાકડી જણાય છે...અને લાકડીને એકાંતે જે જાણે છે (તેમાં) લાકડી પણ આત્મા નથી ને તે લાકડીનું જ્ઞાન પણ, આત્માનું જ્ઞાન નથી. એ શયનું જ્ઞાન થયું-જ્ઞાનનું જ્ઞાન પણ ગયું ને જ્ઞાયકનું પણ ગયું. એને દષ્ટિમાં જ્ઞાયક આવતો નથી.
પરદર્શનના સદભાવમાં સ્વદર્શનનો અભાવ થઈ ગયો છે અનંતકાળથી...આંહીયાં તો આત્માના દર્શન કરવાની વાત છે, બીજી કોઈ ક્રિયા છે નહીં. ‘જ્ઞાનદ્રિાચીન મોક્ષ - આત્માને અંતરમાં જઈ, કેવળ જ્ઞાનાનંદ પરમાત્મા છે-તેવું જ્ઞાનમાં જાણવું-અનુભવવું એનું નામ જ્ઞાન છે અને એમાં અંશે ઠરવું સ્થિર થવું તેનું નામ ક્રિયા છે “જ્ઞાનક્રિયાભ્યામ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #307
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
મોક્ષ ’ ( છે. )
વરસો પહેલાંની વાત છે, (પૂજ્ય ) ગુરુદેવ પધાર્યા'તા પો૨બંદ૨માં જ્યારે, ત્યાં મંદિર થયું ને! ત્યારે...(ત્યાં ) પ્રાણભાઈ દેશાઈ છે મુંબઈમાં રહે છે, મોટી ઉંમરના છે હવે અત્યારે તો ઘણી ઉંમર થઈ ગઈ...એનાં બે દિકરા...એનો પણ સ્વર્ગવાસ થયો, એક રતિભાઈ ઘીયા ના વેવાઈ થયા, આહાહા ! ત્યાં ( એમને ત્યાં) ઊતર્યા'તા અમે, એમણે પ્રશ્ન કર્યો કે લાલચંદભાઈ ? જ્ઞાનક્રિયાભ્યામ મોક્ષ તો છે, મેં કહ્યું બરાબર છે. જગત શું કહે છે કે-શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન...અને વ્રતને-તપને એ બધાં કષાયની મંદતાના ભાવો તે ક્રિયા, મે કહ્યું એ જ્ઞાન પણ નથી ને એ (શુભભાવો ) તે આત્માની ક્રિયા પણ નથી. –એ બેય જડભાવ છે. એમાં ચૈતન્ય-ચમત્કારનો અભાવ છે.
૨૬૯
તો...શું છે? કે જે જ્ઞાન આત્માને અંતરમાં જઈ અને પ્રત્યક્ષ નિહાળે-અનુભવેઅવલોકે એવાં જ્ઞાનને-જ્ઞાનની પર્યાયને, પરમાત્મા સમ્યક-જ્ઞાન કહે છે, એ જ્ઞાન છે. અને એમાં અંશે રમણતા-લીનતા-સ્થિરતા (-એકાગ્રતા ) એને...ચારિત્રની ક્રિયા કહેવામાં આવે છે, રાગ કરવો ચારિત્રની ક્રિયા નથી. પાંચ મહાવ્રતનાં પરિણામ, એ ચારિત્રનો મળ ને મેલ છે. તો હવે એને ચારિત્રનો મળ-મેલ કહે તો તારે દેવ-ગુરુ-શાસ્ત્રનો જે રાગ આવે એ તો મેલ થઈ (જ) ગયો. ત્યારે કહે કે (પ્રતિમાના) દર્શન ન કરવા? કરવા ન કરવાનો પ્રશ્ન નથી ને થવાયોગ્ય થાય છે ને જાણનાર જણાય છે, એમ લે ને!
આહા...હા! એ પરમાત્મા કહે છે કે તને આ લાકડીના અસ્તિત્વનો ભરોસો છે...પણ આનાથી એક ભિન્ન અંદરમાં...જ્ઞાનઉપયોગ છે...અનાદિ-અનંત એ લક્ષણ છે જીવનું. લક્ષણનો કોઈ દિ (ક્યારેય ) અભાવ ન હોય (–ન થાય) અને એ ( ઉપયોગ ) લક્ષણ હોવાથી...એમાં આત્મા જણાયા જ કરે છે. તને વિશ્વાસ નથી (ત્યાં નજર કરતો નથી ) એ તો તારી ભૂલ છે. બાકી એ જ્ઞાનમાં બાળ-ગોપાળ સૌને (સદાકાળ-સ્વયં) ભગવાન આત્મા, અનુભવમાં આવે છે. અનુભવમાં આવે છે એટલે જણાય રહ્યો છે. એનો પ્રતિભાસ એમાં થઈ રહ્યો છે. એવી આ ઝળહળ જ્ઞાનજ્યોતિ (સૌમાં વિરાજમાન છે.) તેમાં કોઈ દિ' અંધારું થાય નહીં બોલો!
આહાહા! આમાં તો યૂઝ જાય તો ઈલેકટ્રીક જાય તો અંધારું થઈ જાય. આ જડ પ્રકાશનો અભાવ થાય પણ ચૈતન્યપ્રકાશનો કોઈ દિ' અભાવ થાય નહીં. ન જ થાય એ પ્રકાશનો પૂંજ છે. એને આત્મજ્યોતિ કહી. આહાહા! આ જ્યોતિની વાત ચાલે છે જ્યોતિ એટલે પ્રકાશનો પુંજ, જ્ઞાનમય આત્મા છે. આત્મામાં જ્ઞાનગુણ છે ત્રિકાળી. અને એ ત્રિકાળીજ્ઞાનગુણ, એવો ગુણી અભેદ અનંતગુણનો પિંડ આત્મા...આત્મા (જ) જેમાં જણાયા કરે એવું એક જ્ઞાનપણ ( સદા-સ્વયં ) પ્રગટ થયા કરે છે, બધાને સમયે-સમયે...એમાં ભગવાન આત્મા જણાયા કરે છે. આહા !
ઈન્દ્રિયજ્ઞાનમાં પ૨ જણાય છે ને સ્વસંવેદનમાં આત્મા (–પોતે ) જણાય છે. ઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #308
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૭૦
પ્રવચન નં. ૨૪
સ્વસંવેદનના બે પ્રકાર છે...એક સવિકલ્પ સ્વસંવેદન અને એક નિર્વિકલ્પ સ્વસંવેદન, જ્યાં સુધી સમ્યક્દર્શન (–આત્મદર્શન) ન થાય ત્યાં સુધી પણ એનાં જ્ઞાનમાં આત્મા જણાય છે, બધાને–બાળગોપાળ સૌને આત્મા જ અનુભવમાં આવે છે આહા ! એને સવિકલ્પ સ્વસંવેદન કહેવાય, પોતાના જ્ઞાનમાં જ્ઞાનાનંદ ૫રમાત્મા છે, અરે! તાદાત્મ્ય છે. આ બધા સમયસારના વાક્યો છે.
સર્વજ્ઞ ભગવાનનાં શ્રીમુખેથી નીકળેલી વાણી...કુંદકુંદભગવાને ઝીલી...અને અમૃતચંદ્ર આચાર્ય ભગવાને એની ટીકા કરી (વિસ્તાર કર્યો) ‘આત્મખ્યાતિ' એટલે કે આત્મજ્યોતિ એમાં કોઈ દિ' અંધારું થાય નહીં.
અંધારું થયું છે તારી પર્યાયમાં થયું છે, ઝળહળજ્યોતને જાણ તો પર્યાયમાં જ પ્રકાશ પ્રગટ થશે.
(કહે છે) “ આત્મજ્યોતિ અર્થાત્ જીવદ્રવ્યનું શુદ્ધજ્ઞાનમાત્ર” –આ આત્મજ્યોતિનો અર્થ કર્યો. જીવ દ્રવ્યનું...શુદ્ધ...જ્ઞાનમાત્ર, એ જીવતત્ત્વ છે. પર્યાયની વાત નથી. આ, ત્રિકાળી દ્રવ્યની વાત છે. સર્વથા અનુભવરૂપ હો...મને તો...મારો જ્ઞાનાનંદ ૫રમાત્મા અંતરમાં... અનુભવરૂપ હો. આહાહા! મને એ જ અનુભવમાં આવે છે, બીજું કાંઈ અનુભવમાં આવતું નથી. કે બીજું જણાય છે ને? બીજો, બીજાને જાણે છે હું મને જાણું છું. બીજો...કોણ...બીજાને જાણે છે? ઈન્દ્રિયજ્ઞાન, એ બીજી ચીજ છે, એ આત્માના ખરેખર પરિણામ...નથી-સામાન્યનું વિશેષ નથી, જેમ રાગ સામાન્યનું વિશેષ નથી-અણમળતો ભાવ છે...એમ પરાવલંબી૫૨સન્મુખ થયેલો ઉપયોગ એ જ્ઞાન નથી, ઈન્દ્રિયજ્ઞાન છે, જડ-અચેતન છે એ. એ જ્ઞાનને તું મારું માની બેઠો છો મારાપણાની બુદ્ધિ છે-એટલે હું પરને જાણું છું એમ બુદ્ધિ ( –અભિપ્રાય ) થઈ ગઈ, પણ આંહીયાં કહે છે કે હું તો ચૈતન્ય-ચમત્કારમાત્રને નિરંતર અનુભવું છું.
“ કેવી છે આત્મજ્યોતિ ? આ અવસરે એટલે-આ કળશની અપેક્ષાએ, નાટય૨સની પેઠે એક જીવવસ્તુ આશ્ચર્યકારી અનેક ભાવરૂપ એક જ સમયે દેખાય છે. ” –જેમ નાટકમાં... પાત્ર એક હોય, પણ સ્વાંગ અનેક પ્રકારનાં એ ધારણ કરીને નાચે...તો ઘડિકમાં સ્ત્રી ચક્રવર્તીનો પાઠ લ્યે ને ઘડિકમાં ભિખારીનો...ઘડિકમાં દારૂડિયાનો પાઠ લ્યે, ઘડિકમાં સ્ત્રી બનીને પણ આવે-એ બધાં એનાં સ્વાંગ છે. (-પાત્રતો એક જ છે.)
એમ એક જ જીવવસ્તુ, પર્યાય અપેક્ષાએ જોવામાં આવે તો...અનેક સ્વાંગ ધારણ કરે છે. પણ એ જીવનું ઓરિજીનલ-મૂળસ્વરૂપ નથી. આહા...હા ! એક વખત નાટકમાં...રોજ એક વાણંદ એક શેઠની દાઢી કરવા આવે સવારમાં, એનું નામ માવલો, રોજ દાઢી કરવા આવે ને સાંજે એ નાટકમાં જાય (પાત્ર ભજવે) એક દિ' શેઠને કહે આ જ તો તમે નાટક જોવા આવજો (−બહુ સારું છે) શેઠ ગયા, નાટક જોવા...તે માવલો વાણંદ આબેહૂબ પાઠ ભજવતો હતો, ત્યાં શેઠ તો એને ઓળખી ગયા, એટલે એણે શેઠને ઈશારો કર્યો કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #309
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૭૧
આજે તમે મારો વેષ (–સ્વાંગ) ખુલ્લો ન કરતા કે હું (માવલો ) વાણંદ છું એમ ન કહેજો... અત્યારે તો હું રાજાપાઠમાં છું આહાહા! ભરતખંડનો રાજા છું...મારું નામ ભરત ચક્રવર્તી છે. સમજી ગ્યા ?
તો (નાટકમાં ) જેણે સ્વાંગ જોયો એને એનાં સ્વાંગ ઉપર આહા ! (અહોભાવ !) ન આવે, અરે આ તો (માવલો ) વાણંદ છે રોજ સવારે દાઢી કરવા આવે છે, અગાઉના કાળમાં તો એમ હતું ને!?
એમ આ કહે છે, જેમ નાટકમાં જેમ અનેક પ્રકારનાં સ્વાંગ ધારણ કરે છે, એમ આત્મા, અનંતકાળથી અનેક પ્રકારનાં સ્વાંગ ધારણ કરે છે ને એ સ્વાંગને...જોઈને અજ્ઞાની આત્મા છેતરાય છે કે આ જીવ છે-મનુષ્ય તે જીવ, દેવ તે જીવ, એકેન્દ્રિય તે જીવ, આ સ્થાવર તે જીવ, ત્રસ તે જીવ (એમ અનેક પ્રકારે જીવ જણાય છે) એ બધાં સ્વાંગ છે એ જીવનું મૂળસ્વરૂપ નથી. આહા! વેષ છે એ તો. વેષ તો નીકળી જાય છે “ એક જીવવસ્તુ આશ્ચર્યકારી ” એમ. ‘નિયમસાર’૨૬ કળશમાં કહે છે, કવચિત્ આ આત્મા શુદ્ધગુણરૂપે વિલસે છે, કવચિત્...કવચિત્ (કહ્યું છે) કચિત્ નહીં, બેયનાં અર્થમાં ફેર છે કચિત્ એટલે કોઈ વખતે...( આત્મા ) કેવળજ્ઞાનરૂપે દેખાય છે ને કોઈવખતે શ્રુતજ્ઞાનરૂપે દેખાય છે. અને કવચિત્–કોઈ વખતે મનુષ્યપર્યાયરૂપે દેખાવ દે છે, કવચિત્ અશુદ્ધપર્યાયરૂપે પરિણમે છે એમ પણ દેખાવ દે છે અને કવચિત્ અગુરુલઘુગુણની પર્યાયરૂપે પરિણમે છે એમ પણ દેખાવ દે છેઆ બધાં સ્વાંગથી સહિત હોવા છતાં, એ સ્વાંગથી રહિત જે પરમાત્મા છે એને હું નિત્ય ભજું છું. આચાર્ય ભગવાન કહે છે હું સ્વાંગનું ભજન કરતો નથી. હું તો (નિજ) સ્વભાવનું ભજન કરું છું. ભલે ને એ સ્વાંગ રહ્યો...તને શું નડે આત્મદર્શનમાં! આ મનુષ્યપર્યાય આત્મદર્શનમાં નડતી નથી...આઠ કર્મનો સંબંધ નડતો નથી...પરાવલંબી રાગ નડતો નથી... (પરસત્તાવલંબી ) ઈન્દ્રિયજ્ઞાન...તને અંદરમાં જવા નડતું નથી...એ બધું તો બહાર રહી જાય છે.
ઉપયોગ ત્યાંથી ખસી જાય છે અને ઉપયોગ સામાન્યસ્વભાવની સન્મુખ આવે છે ત્યારે દર્શન થાય છે આત્માના કર્તાના પક્ષને છોડી અને જ્ઞાતાના પક્ષમાં આવશે...તો એને જ્ઞાતાના દર્શન થઈ જશે. ‘શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મા મેળવે' –હું જ્ઞાતા છું એમ જે જાણે...એને શાતાના દર્શન થાય...હું કર્તા છું..કર્તાછું...કર્તા છું-આહાહા! એ તો રાગી, અશુદ્ધ અને સમયે, સમયે એ મિથ્યાત્વને પોષે છે . ‘ કરવું ’-કર્તાપણું આત્માનું સ્વરૂપ નથી. વ્યવહારનય કહે છે એવું આત્માનું સ્વરૂપ નથી..નિશ્ચયનય, કહે છે એવું આત્માનું સ્વરૂપ છે.
แ
(કહે છે કે) “ આશ્ચર્યકારી અનેક ભાવરૂપ એક જ સમયે દેખાય છે...એ જ કારણથી આ શાસ્ત્રનું નામ નાટક સમયસાર છે. ” · કળશટીકા' છે ને એનું નામ નાટકસમયસાર હું રાખું છું એમ. કેમ કે ઘણાં સ્વાંગો પ્રગટ થાય છે ને માર્ગણાસ્થાનમાં તો એક જ જીવ એક જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #310
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૨
પ્રવચન નં. ૨૪ વખતે પણ અનેકરૂપે અનેકપર્યાયરૂપે પણ છે. આહાહા! યોગ, વેદ, કષાય ઘણાં પ્રકારનાં ભાવો એક જ સમયે જીવની પર્યાયમાં પ્રગટ થાય છે. કહે છે, “એટલે શાસ્ત્રનું નામ નાટક સમયસાર છે.”
તે જ કહે છે-અમર્યાદ કાળથી”, ભૂતકાળની કોઈ મર્યાદા નથી, અમર્યાદ કાળથી અમર્યાદ એટલે અનાદિ કાળથી..“જો વિભાવરૂપ રાગાદિ પરિણામ-પર્યાયમાત્ર વિચારવામાં આવે...તો જ્ઞાનવસ્તુ પૂર્વોક્ત જીવાદિ નવ તસ્વરૂપે આચ્છાદિત છે.” –સ્વભાવ ઉપરથી દષ્ટિ છોડી...એકસમયની પર્યાય પ્રગટ થાય છે રાગની, એનાં પર દષ્ટિ દઈને...જો જોવામાં આવે તો આત્મા...નવ તત્ત્વરૂપે પરિણમે છે એ વાત સાચી છે. પર્યાયદષ્ટિએ પર્યાયનું અસ્તિત્વ છે. અને પર્યાયના લક્ષ, પર્યાય છે એમ જણાય છે. પણ જો..એ લક્ષ ફરે....અને દ્રવ્યનું (આત્મદ્રવ્યનું) લક્ષ કરે, તો નવ તત્ત્વો હોવા છતાં એ નવ તત્ત્વો દેખાતા નથી. લક્ષ, એક ઉપર હોય, લક્ષ બે ઉપર ન રહી શકે, પર્યાય ઉપર લક્ષ રાખે ને દ્રવ્ય ઉપર (પણ) લક્ષ આવી જાય, અને દ્રવ્ય ઉપર લક્ષ આવે ત્યારે પર્યાયનું પણ લક્ષ હોય, એમ ત્રણકાળેય બનતું નથી. –પ્રતિભાસ બેનો ને લક્ષ એકનું (જ) હોય છે. ભલે પછી તે પરમાત્મા હોય, સાધક હોય કે નિગોદનો જીવ હોય (બધાંયને) પ્રતિભાસ બેનો છે આહા ! પણ લક્ષ, એકનું જ હોય છે. લક્ષ બેયનું કોઈપણ જીવન હોતું નથી. આહાહા !
આ સ્વ-પર પ્રકાશકની ગૂંચ એવી છે કે જાણે જ્ઞાન, બેયને જાણે છે, બેયને જાણી શકે નહીં.એકને જાણે ને બીજાનો પ્રતિભાસ રહી જાય અંદરમાં (જ્ઞાનપર્યાયમાં ), કેવળી ભગવાન પોતાના આત્માને જાણે (-આત્મજ્ઞ છે.) લક્ષપૂર્વક, અને લોકાલોક એમાં જણાય જાય, પણ એમાં લક્ષ છે નહીં. આહા ! જણાયા વગર રહે નહીં ને લક્ષ થાય નહીં..બોલો ! (કવું અલૌકિક !) આ એવી વસ્તુ છે.
દર્પણની સામે ઊભા હોય, મોટું (મુખ) એનો એમાં (દર્પણમાં) દેખાતું હોય પ્રતિભાસ, મોટું દેખાય છે એમ એને ભાસ્યું, પછી કહે (વિચારે કે) ગુરુદેવે કહ્યું છે કે (દર્પણમાં) તારું મોઢું દેખાતું નથી-અરીસાની સ્વચ્છતા તને દેખાય છે-ને થોડો આગળ જા તો અરીસો દેખાય છે, દળ...તો એણે કર્યો પ્રયોગમોઢું હુઠાવ્યું નહીં, મોઢાનો ત્યાં પ્રતિભાસ થયો છે તે મોટું એણે ફેરવ્યુંય નહીં, પ્રતિભાસ નેય કાંઈ કર્યું નહીં એણે અને મોટું ને મોઢાંનો પ્રતિભાસ બેય ગૌણ થઈ ગયા ને અરીસો જણાય ગયો તેને એ વખતે પ્રતિભાસ નડતો નથી. લક્ષ, નડે છે. -જ્યાં સુધી મોઢા ઉપર લક્ષ છે અને મોટું જ જણાય છે, દર્પણ જણાતું નથી. આહા...હા !
એક વાર મંદિરમાં દર્શન કરવા જાય તે બધાં ચાલ્લો કરે ને (ચંદનને), તે (દર્શન કરી-કરીને) એક એક નીકળતા ગયા, કે તમને અરીસામાં શું દેખાણું? કહે કે મારું મોટું, કોઈ કહે મારું કપાળ. જે દેખાણું હોય ઈ કહે, એમ કરતાં-કરતાં બધાય નાપાસ..(રહી-રહીને) એક નીકળ્યા ભાઈ, કે હું તો અરીસાને જોતો તો (દર્પણ દેખતો 'તો) (અરીસામાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #311
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૭૩ બીજું કંઈ ) દેખાતું નહોતું, એ પાસ થઈ ગયો બાકી બધાં નાપાસ.
(જુઓ!) મોટું (જ્યાં છે ત્યાં) રહી ગયું, પ્રતિભાસ રહી ગયો એનો તિરોભાવ થઈને દર્પણાકારનો આવિર્ભાવ થઈને દર્પણ દેખાય ગયું! લ્યો! એવો આ સહેલો ઉપાય છે આ (-સ્વાનુભવનો!) અનુભવ માટે સહેલો ઉપાય (-વિધિ) દર્પણનું દષ્ટાંત શાસ્ત્રમાં પણ આવે, સ્વ-પરને પ્રતિભાસ કરનારી સ્વચ્છતા છે. અને એમ જ્ઞાનમાં...સ્વ-પરને જાણનારી જ્ઞાતૃતા પણ છે એવો પણ પાઠ આવે....(છે. )
આંહીયાં કહે છે કે એ પર્યાયને વિચારતા પર્યાય દેખાય છે, પૂર્વોક્ત એ પ્રમાણે નવ તત્ત્વો રૂપે પરિણમ્યો છે આત્મા, પર્યાયદષ્ટિથી-પર્યાય જુએ ત્યારે-દ્રવ્યને ન જુએ તો..! (આત્મ) દ્રવ્યને ન જુએ સામાન્ય અને એકલા વિશેષને જોયા કરે, પર્યાયને.તો એમ દેખાય છે. - “નવ તત્ત્વો રૂપે આચ્છાદિત છે.” આત્મજ્યોતિએ નવ તત્ત્વના લક્ષમાં એ આત્મજ્યોતિ આચ્છાદિત થઈ ગઈ છે. તિરોભૂત થઈ ગયું છે (આત્મદ્રવ્ય) દેખાતું નથી. જેમ સૂર્યગ્રહણ થાય...તો એ રાહૂ આડો આવે, પ્રકાશ એ વખતે ન દેખાય, નીચેના માણસને..પ્રકાશ (સૂર્યનો) ન દેખાય, ઈ પ્રકાશનો તિરોભાવ કર્યો એણે (રાહૂએ) સૂર્ય તો એમને એમ રહ્યો છે, એની પાછળ સૂર્ય તો એવો ને એવો છે. કોઈ પ્લેન (કે રોકેટ) લઈને જાય...(તો તે કહે ) મને ગ્રહણ દેખાતું નથી.
એમ આ (ચૈતન્યસૂર્ય) નવ તત્ત્વોરૂપે આચ્છાદિત છે-નવ તત્ત્વના પ્રેમમાં પક્ષમાંવ્યવહારના પક્ષમાં (-પર્યાયદષ્ટિની રુચિમાં), એને નવ તત્ત્વોથી ભિન્ન આત્મજ્યોતિ વિદ્યમાન હોવા છતાં એને દેખાતી નથી. એ (આત્મજ્યોતિ) એનાં જ્ઞાનમાં તિરોભૂત થઈ ગઈ છે. એનો (ચૈતન્યજ્યોતિ-સર્યનો) અભાવ થતો નથી. ભગવાન જ્ઞાયક (પ્રગટ હોવા છતાં) તને ન દેખાય માટે એનું અસ્તિત્વ નથી..એમ છે નહીં. ઈ...એનું હોવાપણું તો ત્રણે કાળે છે. જીવતત્ત્વનું અસ્તિત્વ કે' દિ ન હોય? એ તો અનાદિ-અનંત જીવ છે, છે ને છે. એમ...(અજ્ઞાનીના જ્ઞાનમાં) આચ્છાદિત છે. પર્યાયષ્ટિના પ્રેમમાં પડ્યો છે (એટલે કે વર્તમાનપર્યાયને જ આત્મા માને છે.) પર્યાયનો જ સ્વામી થઈને બેઠો છે. પર્યાયને ય બનાવે છે એટલે પર્યાય કર્મ થઈ જાય છે આહા! પર્યાય જણાય છે માત્ર તેથી તેને કર્તાનું કર્મ પર્યાય થઈ ગઈ...પર્યાય જણાતી જ નથી, આત્મા જણાય છે...તો જે જણાય તે કર્મને જે જાણે તે કર્તા થઈ ગયો ! કર્મ એટલે કાર્ય જે જણાયો તેને કર્મ કહેવાય (ને જાણે તે કર્તા કહેવાય) –એ પણ ભેદથી છે, અભેદથી તો..કર્તાને કર્મ, એક આત્માના બે નામ છે. કર્તાય આત્માને કર્મપણ આત્મા...એનો પરિણામી આત્મા થાય છે.
ભાવાર્થ આમ છે કે જીવવતુ અનાદિકાળથી, નવ તત્ત્વોથી આચ્છાદિત છે” નવા તત્ત્વની આડમાં ભગવાન આત્મા દેખાતો નથી. જેમ રાહૂની આડમાં સૂર્ય દેખાતો નથી તેમ. એ દિવસેન આચાર્ય થઈ ગયા છે એક હજાર વર્ષ પહેલાં, એણે એક “નયચક્ર' બનાવ્યું છે એમાં આ દાખલો આપ્યો છે એ (સૂર્યગ્રહણ વખતે) રાહૂ આડો આવે છે અને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #312
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધાત અને
૨૭૪
પ્રવચન નં. ૨૪ એમાં સૂર્ય દેખાતો નથી..તિરોભૂત થાય છે, હોવા છતાં દેખાતો નથી, કવલિત થાય છે એવો શબ્દ છે, કવલિતું થાય છે. એટલે આચ્છાદિત....
હવે દષ્ટાંત આપે છે. “ભાવાર્થ આમ છે કે જીવવસ્તુ અનાદિકાળથી..ધાતુ અને પાષાણના સંયોગની પેઠે (કર્મ-પર્યાય સાથે મળેલી જ ચાલી આવે છે.) * ધાતુ એટલે સોનું. ખાણમાંથી નીકળે છે ત્યારે એની સાથે સંયોગ સંબંધ છે પથ્થરનો પથ્થરની અંદર એની (સોનાની) રજકણો પથ્થરમાં સાથે રહેલી હોય છે. આહાહા ! એક પાષાણ અંધપાષાણને કહેવાય કે જેમાં સોનાની રજકણ ન હોય, અને બીજા પાષાણને એમાં સોનું હોય (તેથી સુવર્ણ પાષાણ કહેવાય) તેમાંથી સોનું નીકળે-હોય એમાંથી મળે, તો “ધાતુ પાષાણના સંયોગની પેઠે” -તાદાભ્ય થતા નથી, પથ્થરને સોનું એક થતા નથી. જો (તાદાભ્ય થાય-એકરૂપ થાય ) તો તો સોનું નીકળી જ ન શકે, સંયોગસંબંધ જુદો ને તાદાભ્ય સંબંધ જુદો છે–સોનું અને સોનાની પીળાશ એને તાદામ્ય સંબંધ કહેવાય, ( સોનામાંથી) પીળાશ કોઈદિ' એમાંથી છૂટી પડે નહીં અને પથ્થરનો સંગ છે એ તો સની શોધે ત્યારે જદો પડી જાય છે અને સંયોગસંબંધ કહેવાય છે. “એ સંયોગની પેઠે. કર્મપર્યાય સાથે મળેલી જ ચાલી આવે છે.” આત્મજ્યોતિ, આહાહા ! રાગ ઉપર દષ્ટિ છે. ભાવકર્મ ને આત્મા જાણે એક જ છે, એમ એકમેક એને દેખાય છે. ભેદજ્ઞાન વડ (બન્ને) ભિન્ન, ભિન્ન દેખાય છે. ભેદજ્ઞાન કરે તો..આત્મજ્યોતિ રાગથી ભિન્ન છે સદાય સદાય ભિન્ન છે એવું એકસમયમાં જ્ઞાન થાય..તો ભૂતકાળમાં પણ ભિન્ન હતી એવું પ્રતિક્રમણ ' થાય... તમાનમાં ય ભિન્ન છે એમ ભાસ ( જ્ઞાન ) થાય એને “ આલોચના' કહેવામાં આવે છે અને ભાવિકાળે-કોઈ કાળે પણ રાગથી, આત્મા એકમેક થવાનો નથી એને “પ્રત્યાખ્યાન” કહેવામાં આવે છે.
આહાહા ! વર્તમાન ભેદજ્ઞાન થયું તો ત્રણેકાળનું ભેદજ્ઞાન થઈ ગયું. –મારી ભ્રાન્તિ હતી રાગને હું એક છું, એકતાની ભ્રાન્તિ આજે ગઈ (એકતા બુદ્ધિ ટળી) ભૂતકાળની ભ્રાન્તિ આજે ગઈ અને વર્તમાનની ભ્રાન્તિ પણ આજે (અત્યારે) ગઈ ભાવિ-કોઈ કાળે પણ રાગને આત્મા એકમેક થવાનો નથી, એવી પ્રતીતિ એને જ્ઞાનમાં આવી જાય છે.
(કહે છે કે, “ધાતુ અને પાષાણના સંયોગની પેઠે કર્મ-પર્યાયની સાથે મળેલી જ આવી છે” (તેમાં) નિમિત્તરૂપ જડકર્મ છે (કાર્મણવર્ગણા) ને ક્ષણિક અશુદ્ધ ઉપાદાનરૂપ પર્યાયમાં રાગ છે એથી એકમેક મળેલી દેખાય છે, સોનું અને માટી (પાષાણ ) એકમેક દેખાય છે. “અને મળી થકી તે રાગાદિ વિભાવ-પરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપે સ્વયં પરિણમે છે.” -હું કરું છું એમ પ્રતિભાસે છે, ભાસે છે ઈ એનું અજ્ઞાન છે. એનો જે પ્રતિભાસ છે તે સાચો લાગે છે-રાગને હું કરું છું એમ માને ત્યારે (જ) અજ્ઞાની થાય, અજ્ઞાની છે માટે રાગને કરે છે-મિથ્યાત્વને કરે છે એમ છે નહીં. ભગવાન આત્મામાં (અનંત શક્તિઓમાં) કોઈ એવી એક પણ શક્તિ નથી કે રાગને કરે, આહા..! આ ( સ ) ગુરુનાં વચન છે. ગુરુદેવના આ વચનો છે. આહાહા! ભગવાન આત્મામાં એવી કોઈ શક્તિ નથી. –ઉપરમ સ્વરૂપ છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #313
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૭૫
રાગને ન કરે એવી શક્તિઓ છે આત્મામાં...રાગને કરે એવી (એકપણ) શક્તિ નથી.
ત્યારે કોણ કરે છે? પરિણામ, પરિણામને કરે છે, થવાયોગ્ય થાય છે, આત્મા કર્તા છે નહીં “અરે ! થવાયોગ્ય થાય છે ને જાણનાર જણાય છે મહામંત્ર છે.” આહા! હા ! એ અષ્ટાન્ડિકા પર્વ હતું આપણું....આઠ દિ'ની અષ્ટાન્ડિકા હોય ને! આહા...હા!
(શ્રોતા ) દશલક્ષણી થઈ જશે. (ઉત્તર) હવે દશલક્ષણી આવશે, (શ્રોતા ) એ તો આવશે, પણ આજે અને કાલે થઈને દશ દિવસ થઈ જશે.
આહાહા! ઊંડાણથી...જો અભ્યાસ કરે...સાંભળવાના ભાવ કરતાં પણ વિચારવાની વધારે કિંમત છે આમાં (-મનન થવું જોઈએ.) “કર વિચાર તો....પામ”, “શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન પરમ જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું...કર વિચારતો..પામ” વિચારનો વિષય (-ધ્યેય) આપ્યો..કે તારો આત્મા તો શુદ્ધ-બુદ્ધ-ચૈતન્યન છે, રાગી તો તું થયો નથી, આહાહા ! (કેટલાક બોલે છે ને!) અજ્ઞાની જીવ રાગી થયો છે જીવ...રાગી થયો નથી, પર્યાયમાં રાગ આવ્યો છે, એ પર્યાયનો રાગ..પણ એક સમય પૂરતો છે. વિભાવ, કાયમ ટકતો નથી ને આત્માનો સ્વભાવ કોઈ દિ' છૂટતો નથી.
આહાહા ! “કર્મ-પર્યાય સાથે મળેલી જ છે અને મળી થકી તે રાગાદિ વિભાવપરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપે સ્વયં પરિણમે છે, એ એક સમય પૂરતો પરિણમે છે”, ખરેખર તો એ દ્રવ્યની સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપે નથી. પર્યાયમાં ઉદયભાવ છે, ઉદયભાવ ને અને રાગને-પર્યાયને વ્યાપ્ય-વ્યાપક સંબંધ (એટલે કે) કર્તા-કર્મ સંબંધ છે. ત્રિકાળી દ્રવ્ય કર્તા અને રાગ એનું કર્મ, એમ છે નહીં. પર્યાયની સાથે ઉદયભાવનું તન્મયપણું છે. પર્યાયની સાથે ઉપશમનું તન્મયપણું, ક્ષયોપશમ ને ક્ષાયિકનું તન્મયપણું પર્યાયની સાથે છે. દ્રવ્યની સાથે તન્મય થતું નથી. એ મોક્ષની પર્યાયનું ક્ષાયિકભાવનું તન્મયપણું..પર્યાયમાં છે, એ ક્ષાયિકભાવ, પારિણામિક (ભાવમાં) આવતો નથી. -એ (આત્મ) દ્રવ્ય તો પરિણામિક ભાવે જ તન્મય છે. અને પર્યાય, ચાર ભાવે તન્મય છે. આહાહા! અલૌકિક વાત બહાર આવી ગઈ છે !
(એની જ) પાછળ પડી જવા જેવું છે. વન વે ટ્રાફીક છે આમાં..એકલો નફાનો વેપાર....આહા! નુકસાન કરીએ નહીં, સેલટેક્સ લાગે નહીં...ઈન્કમટેક્સ લાગે નહીંને ભાયું” ભાગ માગે નહીં, આહા...હા! કરવાનું હુતું કાંઈ...અને કરી રહ્યો છે કાંઈ...પૂર્વે ભાવના ભાવી 'તી કે મનુષ્ય પર્યાય મળે તોહું આત્મ-સાધના કરીશ, સમજી ગ્યા? પણ વચન લઈને આવ્યો પણ વચનનું પાલન કરતો નથી...આહાહા ! ન કરવાનું કરે છે અને કરવાનું ભૂલી જાય છે. કાલે..આયુષ્ય પૂરું થઈ જશે...આહાહા ! સો વરસે પૂરું તો એ કાલે જ પૂરું થયું કદ્વાય.
(કહે છે) “તે રાગાદિ વિભાવ પરિણામો સાથે વ્યાપ્ય-વ્યાપકરૂપે સ્વયં પરિણમે છે, તે પરિણમન જોવામાં આવે” –રાગને જોવામાં આવે, જીવનું સ્વરૂપ ન જોવામાં આવે-આહાહા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #314
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૭૬
પ્રવચન નં. ૨૪ જુઓ ! લક્ષ એક વખતે એક ઉ૫૨ જ હોય એમ બતાવે છે. પર્યાય ઉપર લક્ષ હોય ત્યારે દ્રવ્ય ઉ૫૨ લક્ષ હોતું નથી, ઉપયોગમાં દ્રવ્યનો પ્રતિભાસ છે ૫૨ ૫ણ પ્રતિભાસે છે શું કહ્યું?
કે ઉપયોગ પ્રગટ થાય છે ને (સમયે સમયે સૌ જીવને) જ્ઞાનનો એમાં આ રાગનો ય પ્રતિભાસ થાય છે અને જ્ઞાયકનો પણ પ્રતિભાસ થાય છે-સ્વ-પર પ્રકાશક નિરંતર છે, (એક સમય પણ ) છૂટે નહીં. આહાહા! એવી (જ્ઞાનોપયોગની ) સ્વચ્છતા છે. એનામાં જ્ઞાતૃતા છે. રાગમાં ને જ્ઞાયકમાં જ્ઞેયત્વ છે. તેઓ (શૈયો ) જ્ઞાનમાં પ્રતિભાસે ( -ઝળકે) છે. ત્યારે પ્રતિભાસના સમયે (જીવ) ભૂલે છે, રાગનો પ્રતિભાસ દેખીને હું રાગી (એમ માની લે છે. ) ખલાસ થઈ ગયું-અજ્ઞાની થઈ ગયો.
તો...જીવવસ્તુ નવ તત્ત્વોપણે પરિણમે છે, એમ દૃષ્ટિમાં આવે છે, રાગ, ઉ૫૨ દષ્ટિ કરો (-ભેદ ઉપર દષ્ટિ કરો) તો નવ તત્ત્વરૂપ દેખાય છે. નવ તત્ત્વો, દેખાય છે પર્યાયના લક્ષે...દ્રવ્યના લક્ષે એ નવ તત્ત્વના ભેદ દેખાતા નથી. કેમકે નવ તત્ત્વનો એમાં( આત્મદ્રવ્યમાં ) ત્રિકાળી અભાવ છે. આહાહા ! એક સમય પણ તાદાત્મય થતું નથી. એ બધા સાપેક્ષ ભાવો છે...ભગવાન આત્મા નિરપેક્ષ તત્ત્વ છે. અરે, નવેય તત્ત્વ નિરપેક્ષ છે. વ્યવહા૨થી સાપેક્ષ ને ભૂતાર્થનયથી જોવામાં આવે તો નિરપેક્ષ છે હવે પર્યાય નિરપેક્ષ છે તો દ્રવ્ય તો ત્રણેકાળ નિરપેક્ષ હોય, એમાં પ્રશ્ન તને શું થાય છે?
આવું પણ છે, સર્વથા જુઠું નથી-કેમ કે વિભાવરૂપ રાગાદિ પરિણમનશક્તિ જીવમાં છે. (શું કહે છે?) રાગાદિ (રૂપ ) પરિણમે એવી પર્યાયશક્તિ...જીવના પરિણામમાં છે. ‘અંતર્ગર્ભિત-પર્યાયરૂપ-પરિણમનશક્તિ' ....રાગ અંદર ( આત્મદ્રવ્યમાં) નથી. રાગ અંદર નથી, પણ પર્યાય પ્રગટ થાય...ત્યારે એમાં રાગ આવે એવી યોગ્યતા અંદરમાં પડી છે જે બહાર આવે છે–થવાયોગ્ય થાય છે. એને ‘અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ' કહેવામાં આવે છે. અને નિમિત્ત કારણ એમાં દર્શનમોહ ને ચારિત્રમોહ, જે જેને લાગૂ પડે એ એને
હોય છે.
“વિભાવરૂપ રાગાદિ પરિણામશક્તિ જીવમાં છે.” રાગ જીવમાં નથી...રાગરૂપે... પરિણમે એવી પર્યાયની શક્તિઓ...અંદરમાં છે ત્યાં સુધી છે...નથી ત્યારે નથી. આહાહા ! પછી તો એ રાગનો ક્રમ આવતાં-આવતાં પછી...વીતરાગનો ક્રમ આવે...પછી યથાખ્યાત ચારિત્રનો ક્રમ આવે...પછી કેવળજ્ઞાનનો ક્રમ આવે...અંદરમાં હારમાળા છે પર્યાયોની..રાગરૂપે પરિણમે એ પર્યાયનો સ્વભાવ કાયમનો નથી...આહાહા ! શું કહ્યું ? દ્રવ્યસ્વભાવ આત્મા છે ને! એમાંથી અનાદિનો પ્રવાહ (પર્યાયો) બહાર આવે છે, પર્યાય આવે છે, એમ નથી કે રાગ અંદર હતો ને બહાર આવ્યો...અંદરમાં કોઈ નિમિત્ત નથી...કે નૈમિત્તિક થઈ જાય પર્યાય... નિમિત્ત બહારમાં છે...એ પર્યાય (સમયે-સમયે) ઉત્પાદ થાય છે ત્યારે સ્વમુખે થાય છે કે પ૨સન્મુખે થાય છે? જ્યારે પ૨સન્મુખ થાય ત્યારે એમાં રાગની યોગ્યતા પ્રગટ થાય છે. એને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. એ-પણ થવાયોગ્ય થાય છે. અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
*
Page #315
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૭૭ એ રાગ...પણ કાયમ અંદરમાંથી આવે? ..અંદર રાગ નથી...પર્યાય (ઉત્પાદ) આવે અંદરથી અને રાગરૂપે પરિણમન થાય પર્યાયનું..પણ એવો આમ..અંદર દ્રવ્યસ્વભાવને જોવા જાય ને...અને જોઈ લ્ય તો કહું થોડોક ટાઈમ આહાહા ! રાગ, બહાર આવે છે-થોડા ભવ દેખાય છે, ઝાઝા ભાવ દેખાતા નથી..આહાહા ! ભવનું પણ ભાન થઈ જાય છે દ્રવ્યદષ્ટિવાળા (ધર્માત્મા–સાધકોને). આહાહા! શ્રીમદ્ રાજચંદ્રજીને ન થયું! (તેઓશ્રી પોતે કહે છે, “એક જ ભવ ધારીને જાશું...સ્વરૂપ સ્વદેશ...' લ્યો! છદ્મસ્થ હતા...આહાહા! એમ...જ્ઞાનીના જ્ઞાનમાં...ભવિષ્યના આંકડા પણ આવી જાય...અને મોક્ષની પર્યાયનો પણ પ્રતિભાસ (-ઝળકે) થાય..( સાધક) એટલે આમ (નિજ) દ્રવ્યને જુએ છે તો આમ આ થોડો સમય આવશે વિભાવભાવ..લાંબો ટાઈમ અંદરથી આવવાનો નથી. જેમ જ્યોતિષ જોઈ ઘેકે તને છે મહિના તકલીફ છે ત્યાં તો બળ આવી જાય.છમહિના તો કાલ કાઢી નાખશું-સાતમો મહિનો શરૂ થાય તો તારો પુન્યનો ઉદય જબરજસ્ત! (આજે) ચંપલ નહોતા ને (દક્ષિણાનો ) રૂપિયોય નહોતો દેવાનો..પણ કહે છે...છ મહિના પછી એવો ઉદય આવશે.કે તારે ઘેરે મોટા બંગલાને મોટા-મોટા ફ્લેટ..સમજી ગયા...મોટરું-ફોરેનની મોટરો....આ સાદી મોટર નહીં... અરે ! આહાહા! અને એના ઉપર વિશ્વાસ છે એને...એમ સર્વજ્ઞદેવ કહે છે કે તારી પર્યાયમાં લાંબો કાળ રાગ રહેવાનો નથી...તું અમારી પાસે આવ્યો છો...કહે છે-કુંદકુંદભગવાન કહે છે..... “જે ચિત્તની પ્રસન્નતાથી આત્માની વાત સાંભળે છે.ભાવિ નિર્વાણ ભાજનમ્” -મોટા
જ્યોતિષી છે ઈ. આહાહા! “પદ્મનંદિ પંચવિશંતિઃ' એમાં છે. આ પદ્મનંદિ આચાર્ય થઈ ગયા એમણે આ શ્લોક બનાવ્યો છે. તેમાં) “એકત્વસપ્તતિ' અધિકારમાં શ્લોક-ર૩ છે.
“ तत्प्रतिप्रीतिचितेन येन वार्तापि हि श्रुता।
निश्चंत स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम्।।” અનુવાદ:- તે આત્મ તેજ પ્રત્યે મનમાં પ્રેમ ધારણ કરીને જેણે તેની વાત પણ સાંભળી છે તે નિશ્ચયથી ભવ્ય છે અને ભવિષ્યમાં થનારી મુક્તિનું પાત્ર છે.
આ તત્ત્વને જે રુચિપૂર્વક સાંભળશે, એ ભાવિ નિર્વાણનું ભાજનમ-હું શુદ્ધ છું...અશુદ્ધ હું નથી. અશુદ્ધ થયો પણ નથી (છું નહીં ને) થવાનો પણ નથી. હું નહીં-હુતો નહીં ને થવાનો પણ નથી. જ્યાં શુદ્ધની દષ્ટિ થઈ...આહા ! તો હવે તો..આ..થોડો ટાઈમ છે હવે.... આહા ! ઓલા (જ્યોતિષીએ) છ મહિના કહ્યું ને! બે-ચાર-છ ભવ હો તો હો એમાં કાંઈ છે નહીં...એવું છે (જોર આત્માનુભવનું-આહાહા !)
અરે...તું સર્વજ્ઞભગવાનના...સંતો ઉપર વિશ્વાસ રાખ..વિશ્વાસ રાખ, તારા હિતની વાત કરે છે ભાઈ ? તારી પાસેથી કાંઈ લેવું નથી...અરે, માનકષાયે ય જોઈતો નથી કોઈ વદે કે કોઈ તિરસ્કાર કરે અમને કંઈ અપેક્ષા છે નહીં.ઉપેક્ષા છે...ચક્રી વંદે તો-પણ ન મળે માન જો ચક્રવર્તી નમસ્કાર કરે-વંદે.સમજી ગ્યા? એમને-સંતને કાંઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #316
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૭૮
માનની પડી નથી.
એક વખત દાખલો એવો બન્યો...(બનાવ ) બનેલો છે. ગુરુદેવને મેં આંહી ( હૃદયમાં ) સ્થાપ્યા ત્યારે પછી સોનગઢ નિરંતર-હંમેશાં જવા મંડયો...મગનલાલ સુંદરજી (મારા મિત્ર ને હું) સાથે અમે ઠલ્લે જાઈએ ને...ગુરુદેવની હારે-હારે કંઈક વાત નીકળે...આમ તો મૌન હોય ગુરુદેવ...પણ કોઈ વખતે કંઈક શબ્દ નીકળી જાય...પછી વળતાં આવે ને...પછી મગનભાઈ કહે હાલો, અંદર હાલો કહે કે–તો હું ગયો અંદર....સમજી ગ્યા! પછી ગુરુદેવનાં પગ ધોવા બેઠાં...પગ ધોયા મેં ત્યારે ગુરુદેવ કહે છે આહાહા! સમજવા જેવી વાત છે...આ કહે (ગુરુદેવ ) કે એક શિવાજી મહારાજ થઈ ગયા...મહારાષ્ટ્રમાં શિવાજીનું નામ પ્રખ્યાત છે... એને રામદાસ (સમર્થ સ્વામી) ગુરુ હતા. તો એ શિવાજી (મહારાજ) એનાં પગ ધોતા હતાં, ત્યારે એ રામદાસ સ્વામીએ કહ્યું...આહા...અમને આ કોઈ પગ ધુએ...ત્યારે જો કોઈ ન્યાય અંદરમાં આવી જાય...કોણ આ પગ ધૂએ છે કે નથી ધોતાં એ અમને ખબર પડતી નથીઅંદરમાં ધૂન ન્યાયની ચડી જાય છે! આહાહા! મને કહ્યું...એમ. ઈ મારા માટે કહ્યું...આહા ! સમજાણું કાંઈ...આમાં ?
પ્રવચન નં. ૨૪
અરે! એક-એક વાણી એની વચન માર્મિક હોય છે...કોઈ પગ ધુએ કે ન ધુએ...અમે અમારી ધૂનમાં છીએ...અમને આ જણાતું નથી...એમ ચક્રવર્તી વંદે પણ ન મળે માન જો.... આહાહા! નમસ્કાર કરે તોય ઠીક ને તિરસ્કાર કરે તોય ઠીક...એ વચન...એ વચન કહેતું નથી કે તું મને જાણ! ...અને અમારો આત્મા અમારા આત્માને જાણવાનું છોડી...એ વચનને જાણવા જતો નથી...આહાહા! એવી વાત અપૂર્વ...જામનગરમાં આવવાની છે. દશ ગાથા. સમયસારની લેવી છે....વિચાર તો એવો ( વર્તે છે) અપૂર્વ ખજાનો ભર્યો છે સમયસારમાં (-ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યાં.) કોહિનૂરના...હીરા ભર્યા છે, નિર્ધન ન રહે હવે...
(કહે છે કે) “વિભાવરૂપ રાગાદિ પરિણામશક્તિ જીવમાં છે”, યોગ્યતા પડી હોય તો બહાર આવે...આહાહા! કામચલાવ છે એ બધું...અંદરમાં તો કેવળજ્ઞાનનો કંદ પડયો છે કેવળજ્ઞાન આવવાનું છે. આહાહા! આ મતિ-શ્રુત પણ આવવાનું...નથી. એનાં...કાળ-ક્રમમાં થોડા સમય (−કાળ) મતિ-શ્રુત આવશે એમ પણ ખ્યાલમાં આવે પણ પછી તો એની પાછળ ( –ગર્ભમાં ) જોઈ લીધું (આત્મ ) દ્રવ્યને એણે ( સાધકે)...દ્રવ્યને જોયું...ઓહો આ તો કેવળજ્ઞાન આવે છે અંદરથી...આવતું દેખાય...આવતું દેખાય તેને પ્રગટ થયા વિના રહે નહીં. -આવતા ભાવને વર્તમાન દેખી લ્યે છે ઈ (ધર્માત્મા ) સાધક આત્મા...ગુરુદેવે વાત કરી 'તી આ...( શ્રોતાઃ ) પંચમકાળમાં ? ( ઉત્તરઃ) પંચમકાળમાં ગુરુદેવે કહેલી વાત છે આ એ કહું છું આહા! પણ લક્ષ જોઈએ ને એ વખતે અહીંયા રાજકોટમાં (ગુરુદેવ ) બહુ ખીલતા ’તા... રાજકોટમાં બહુ ખીલતા 'તા (સૂક્ષ્મ ન્યાયો આવતા 'તા ) ( શ્રોતાઃ ) સમયસાર સમજના હો તો રાજકોટ આઓ...લાલચંદભાઈ સમાજના રતન છે...(ઉત્તર:) ઠીક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #317
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૭૯ છે...એ તો..પણ બહુ ખીલતા 'તા આંહીયાં...
અરે! એક વાર તું આત્માને નિહાળ તો ખરો..બધું જોયું-નિહાળ્યું તે પણ (નિજ) આત્માને જોયો નહીં. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત’ -કર્મના ઉદયથી કોઈ દુ:ખી થતો નથી. પ્રતિકૂળ સંયોગ આવી પડે એનાથી દુ:ખ થતું નથી...તારા સ્વરૂપને તું ભૂલી જાય છે એ તને દુઃખનું કારણ તને થાય છે. આહા...હા !
(કહે છે કે, “અથ” “હવે “અથ” પદ દ્વારા બીજો પક્ષ બતાવે છે - તે જ જીવ-વસ્તુ દ્રવ્યરૂપ છે.” તે જ જીવવસ્તુ જે નવ તત્ત્વોરૂપે-પરિણમે છે (નવ તત્ત્વના) સ્વાંગ ધારણ કરે છે એથી ભિન્નદ્રવ્યરૂપ પણ તે જ જીવવસ્તુ છે. એકલી પર્યાયરૂપ જીવવસ્તુ છે..એમ છે નહીં. પોતાના ગુણ-પર્યાયે બિરાજમાન છે. –પોતાના ગુણો અને પોતાની પર્યાયે બિરાજમાન છે. “જો શુદ્ધદ્રવ્યસ્વરૂપ.જોવામાં આવે, પર્યાયસ્વરૂપ ન જોવામાં આવે તો તે કેવી છે, આત્મજ્યોતિ?”
પર્યાયનું લક્ષ છોડી દેવામાં આવે...પર્યાયને છોડવાની નથી. પર્યાયનું લક્ષ છૂટે છે.. દેહને છોડવો નથી..દેહનું લક્ષ છૂટી જાય છે-કુટુંબ-કબીલા હોય ભલે એનું લક્ષ, -મારાપણું... છૂટી જાય છે આ કોઈ મારી ચીજ નથી (–મારે કંઈ સંબંધ નથી.) પર્યાયરૂપ ન જોવામાં આવે તો કેવી છે? “સતત વિત્ત - નિરંતર નવ તત્વના વિકલ્પથી રહિત છે.” નવ પ્રકારનાં ભેદો જે પ્રગટ થાય છે એ થવાયોગ્ય થાય છે ને! એનો કોઈ કરનાર નથી. (અમે કહીએ છીએ કે) પર્યાયને તું નિરપેક્ષ તો જો–ભૂતાર્થનયથી જો. આહાહા ! પર્યાયનું કારણ પર્યાય છે, પર્યાયનું કારણ “પર” પણ નથી ને “સ્વ” પણ નથી. એમ.જેને ખ્યાલમાં આવે કે..થવાયોગ્ય થાય છે. આહાહા ! એની વિકલ્પમાંથી કર્તાબુદ્ધિ છૂટી જાય છે ને થવાયોગ્ય થાય છે ને જાણનારને જાણે તો...નિર્વિકલ્પ ધ્યાન આવી જાય..ને દ્રવ્યદષ્ટિ થઈ જાય છે. આહાહા ! પહેલો નિર્ણય થાય છે ને પછી અનુભવ થાય છે.
–થવાયોગ્ય થાય છે. પર્યાય....એવો પ્રથમ નિર્ણય થાય છે કે પરિણામ થવાયોગ્ય થાય છે...એ પરિણામને જોઈને જે થવાયોગ્ય થાય છે એમ જે કહ્યું –એવો પણ એક પ્રકાર અનુભવ પહેલાં આવી જાય..આહાહા ! પણ એટલા માત્રથી અનુભવ થાય નહીં..પછી થવાયોગ્ય થાય છે..એવું લક્ષપણ છૂટી જાય હું કરું છું” એવી બુદ્ધિ છુટી.ને થવાયોગ્ય થાય છે એમ હું જાણું છું. એ જાણવાનું બંધ થઈ જાય છે. એનાથી ભિન્ન ભગવાન આત્માના દર્શન થાય છે.
ત્યારે...ખરેખર થવાયોગ્ય થાય છે...એમ સાધક જ નવ તત્ત્વના યથાર્થ સ્વરૂપને જાણી શકે...(આત્મ) દ્રવ્યને જાણે તે જ પર્યાયને (યથાર્થ) જાણે....ઈ નવ તત્ત્વને સમ્યકપણે જ્ઞાની જાણે છે. મિથ્યાષ્ટિ, નવ તત્ત્વને સમ્યકરૂપે જાણતો નથી, કેમકે એ થવાયોગ્ય થાય છે એનો (અનુભવપૂર્વક) સ્વીકાર કરતો નથી. આહા! અકર્તાનો...સ્વીકાર કર્યો પણ પર્યાય મારાથી થાય છે...તો અનુભવ નહીં થાય.અકર્તાના સ્વીકારની સાથે-સાથે પર્યાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #318
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૦
પ્રવચન નં. ૨૪
થવાયોગ્ય થાય છે.એમ જ્યારે જાણે..ત્યારે ડબલ જોર આવે છે ને અનુભવ થઈ જાય છે.
જેવી રીતે દેવલાલીને એ બાજુ જઈએ ને તો ત્યાં ચઢાવ હોય છે બહુ-ત્રણહજાર ફૂટ ઊંચે દેવલાલીને પુના ને એ બધાં સેન્ટરો છે ને (લોનાવલાને) અમુક જગ્યાએ જાય ગાડી.... મુંબઈથી ઈગતપુરી આવે, ત્યાંથી બીજું એન્જિન લાગે, એક એન્જિન ગાડીને ન ખેંચી શકે બીજું એન્જિન લગાડે પછવાડેથી, એક એન્જિન ખેચેને બીજું ધક્કો મારે....એવો અનુભવ છે કે નહીં? આહાહા !
એમ...જોર આવે છે ઓલું ધક્કો મારે છે એટલે જોર આવે છેઆગળને..અને ઉપર ચડે છે ગાડી...એમ આત્મા અકર્તા છે કેવળ, કેવળ જ્ઞાતા છે વાત તો સાચી છે...કોઈને એમાં અનુભવ પણ થઈ જાય..પણ પર્યાય થવા યોગ્ય થાય છે એ પડખું કાંચુ રહી ગયું હોય તો જોખમ છે...અને પર્યાય થવાયોગ્ય થાય છે એમ જાણીને અંદરમાં ગયો હોય તો ક્ષાયિકસમ્યદર્શન થઈ જાય છે. (શ્રોતા:) ગજબ વાત છે! (ઉત્તર) છે આ અપૂર્વ ચીજ છે. તેરમી ગાથા એટલે શું? થવાયોગ્ય થાય છે. નવે તત્ત્વ થવાયોગ્ય થાય છે એમ, કલમ ચલાવી ને કહ્યું) કોઈ તત્ત્વ મારાથી ને કોઈ તત્ત્વ પરથી, એવાં બે ભાગલા પાડ્યા નથી. –થવાયોગ્ય થાય છે. આહા.હા!
હોને યોગ્ય હોતા હૈ” –હિન્દીમાં...લખ્યું છે જયચંદ્રજી પંડિતે હોને યોગ્ય હોતા હૈ એડબલ એન્જિન લાગે છે. અકર્તા કેમ છું કે સ્વભાવથી જ અકર્તા છે. બીજી રીતે કાંઈ અકર્તાપણું દેખાય છે? કે-હા, હવે દેખાય છે...અત્યાર સુધી નહોતું દેખાતું પણ અમૃતચંદ્ર આચાર્ય (દેવ) મળ્યા, એણે એમ કહ્યું પરિણામ થવા યોગ્ય થાય છે, આહા! તો એન્જિન બીજું લાગી ગયું.....એ પાછો પડતો નથી. આહાહા! કાલાન્તરે પણ હું પર્યાયને કરું છું એવી બુદ્ધિ અને થતી નથી કેમકે બીજું પડખું પરિપક્વ થઈ ગયું છે એને..ડબલ એન્જિનનું કામ છે આમાં. એકલા અકર્તાથી અનુભવ તો થઈ જાય....પછી ઓલી અનાદિની પર્યાયની કર્તબુદ્ધિ છે ને...ઈ કાચું કામ હતું આમાં પાકું થાય છે, પછી કોઈ દિ' હું કર્તા છું એવું સ્વપ્નામાં પણ આવવાનું નથી. આહાહા!
એ તેરમી ગાથા પણ એવી ગઈ (સ્પષ્ટીકરણ આવ્યું) ને લોકોએ પણ પ્રેમથી ઝીલી દેખાણું ! પ્રેમથી ઝીલતા 'તા ઉત્સાહથી (લોકો બધા) એ રોજ-રોજ પ્રભાવના થતી, એનું કારણ શું? ઈ એનો ઉત્સાહુ દેખાડવાનું એક માધ્યમ છે અરે, આ ગુરુદેવના પ્રતાપે તો વાત એવી બહાર આવી ગઈ છે (-અધ્યાત્મરસનો પ્રવાહ વહ્યો છે) એની પાછળ પડવું જોઈએ થોડું 'ક આહાહા! તો કામ (-સ્વાનુભવ) થાય.
(કહે છે) “નવ તત્વના વિકલ્પથી રહિત છે” –ભેદથી રહિત છેઆત્મા, શુદ્ધ વસ્તુમાત્ર છે. આહાહા! આ પર્યાયના ભેદો હવે દેખાતા નથી. –થવાયોગ્ય થાય છે, એમ પણ દેખાતું નથી. હું કરું છું...એમ તો ગયું...સવિકલ્પમાં ગયું...અને નિર્વિકલ્પ અવસ્થા પહેલાં સવિકલ્પમાં એમ થયું કે...થવાયોગ્ય થાય છે. હું કરું છું એ ગયું (અભિપ્રાયમાંથી)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #319
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૮૧
થવાયોગ્ય થાય છે એમ વિકલ્પાત્મકજ્ઞાનમાં આવીને રહ્યું...હવે કહે છે..થવાયોગ્ય થાય છે તો એની કર્તાબુદ્ધિ ગઈ...હવે મને થવાયોગ્ય થાય છે એવું ય જાણવામાં આવતું નથી પર્યાય મારું શેય ન બને, મારું (સ્વ) જ્ઞેય તો સામાન્ય સ્વભાવ છે. પર્યાયાર્થિકચક્ષુ બંધ થાય છે... દ્રવ્યાર્થિકચક્ષુ ઊઘડે છે ને અનુભવ થાય છે ને ડબલ એન્જિન લાગી ગયા છે હવે... પંચમકાળમાં ડબલએન્જિન લાગે છે! આહાહા! અમૃતચંદ્ર આચાર્યે દાંડી પીટીને કહ્યું-ભાવકનો ભાવ ને શેયભાવ, ફરીથી અમને મોહ ઉત્પન્ન કરી શકશે...નહીં...મોહનો મૂળથી નાશ કર્યો છે અમે...આ ડબલ એન્જિન લાગ્યાં છે. અકર્તા તો આત્મા સ્વભાવથી હતો...સમજી ગયા ? આત્મા રાગને કથંચિત્ કરે...એ લાકડું હતું...નીકળી ગયું થવાયોગ્ય થાય છે આહાહા ! કેવળજ્ઞાન થવાયોગ્ય થાય છે....સમ્યક્દર્શન થવાયોગ્ય થાય છે...કરવાથી થતું નથી. આહાહા ! કરે કોણ એને...થાય એને કોણ કરે! અને ‘થાય’ એને કોણ જાણે ? ‘છે' એને જાણ ને! ‘થાય ’ એને જાણવાનું નથી, કેમકે ( એ ) ૫૨દ્રવ્ય છે.
(શ્રોતાઃ ) ‘છે એને જાણ....આહાહા! (ઉત્તરઃ ) ‘છે’ એને જાણ!! પછી ઈ થાય એ જણાય જશે એય જણાવ તો જણાવ પણ લક્ષ વગ૨ જણાશે...પ્રતિભાસરૂપ જણાય છે...એપણ સવિકલ્પદશામાં.....અનુભવ કાળે પ્રતિભાસરૂપે પણ જ્ઞાન થતું નથી.
( શ્રોતાઃ ) કરના ગયા ઔર હોના ગયા ઔર હું રહ ગયા !
(ઉત્ત૨:) ‘હું’ રહ ગયા બસ! આહાહા! એવી ચીજ છે જયપુરમાં કહ્યું 'તું આ. ઓલા બે ’ન કેવા...(શ્રોતાઃ ) ગજ્જાબેન (ઉત્તર:) ગજ્જાબેનની આંખમાં પાણી આવી ગયા. આ વાત મેં કદી સાંભળી નહોતી...કરના ગયા...હોના ગયા...હું રહ ગયા. આ ત્રણ વાક્ય બોલ્યો બેનને હર્ષનાં આંસુ આવી ગયાં...પંડિતજી બોલ્યા, કે આ તો ‘સૂત્ર' નીકળ્યું છે. પંડિત હુકમચંદજી નરમ માણસ આમ...( કહે છે) સૂત્ર નીકળી ગયું છે. કરના ગયા-હું કરનાર છું, એ ગયું ‘હોના ’ ગયા ને ‘હું’ રહ ગયા, દૃષ્ટિ, દ્રવ્ય ઉપર આવી જાય છે.
“નિરંતર નવ તત્ત્વના વિકલ્પથી-ભેદથી રહિત છે. આત્મા...નિરંતર હો? સત્તત્ વિવિત્તમ્ -શુદ્ધ વસ્તુમાત્ર છે, ભાવાર્થ આમ છે કે શુદ્ધસ્વરૂપનો અનુભવ (સમ્યક્ત્વ)” શુદ્ધનો અનુભવ તેનું નામ સમ્યક્દર્શન છે.
પરિશિષ્ટ-૧ પ્રવચન નં. ૨૫ તા. ૫-૨-૮૯
આ શ્રી સમયસાર નામનું પરમાગમ શાસ્ત્ર છે. સમયસારનો અર્થ છે શુદ્ધાત્મા. આ શુદ્ધાત્મા અનાદિથી શુદ્ધ જ છે-અત્યારે પણ શુદ્ધ જ રહ્યો છે, અને આગામી અનંતકાળ શુદ્ધ જ રહેવાનો છે-તે ત્રિકાળી શુદ્ધ છે. અશુદ્ધતા થાય છે અને અશુદ્ધતા ટળે છે અને શુદ્ધ થાય છે તેવો આત્માનો સ્વભાવ નથી. પરિણામ અશુદ્ધ થાય છે ને પરિણામ શુદ્ધ થાય છે, તેનાથી પણ-નવ તત્ત્વોથી ભિન્ન શુદ્ધાત્મા જે દષ્ટિનો વિષય છે તે તો અનાદિઅનંત શુદ્ધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #320
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૨
પ્રવચન નં. ૨૫ છે. આવા શુદ્ધ પરમાત્માનું સ્વરૂપ શું છે? એવાં શુદ્ધાત્માનો અજ્ઞાનીએ આજ સુધી અનુભવ નથી કર્યો.
આ વાત અનાદિ મિથ્યાદષ્ટિની અપેક્ષાએ કહું છું. સાદિ મિથ્યાદષ્ટિ થઈ ગયો તેની વાત અલગ છે. અનાદિ મિથ્યાદષ્ટિ જીવે એક સમયમાત્ર પોતાના શુદ્ધાત્માને જાણ્યો નથી, ઓળખ્યો નથી, અને તેની શ્રદ્ધા પણ કરી નથી. –આવું નિજ પરમાત્મ દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે. થવું' તે આત્માનો સ્વભાવ નથી; “છે” તે આત્માનો સ્વભાવ છે. (આત્મામાં) કંઈ જ કરવાનું નથી, થવાનું નથીપરંતુ છે તે રહી ગયું. જયપુરમાં આ વાત કરી તો ગજાબેનની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. આપણા ડૉ. ભારિલજી-પંડિતજી બોલ્યા કે: આ તો સૂત્ર થઈ ગયું. “કરના નહીં હૈ, હોના નહીં હૈ, મગર હું રહું ગયા.
આ જે શુદ્ધાત્મા છે તે સૂક્ષ્મ છે. શુદ્ધાત્માનો અનુભવ જે અતીન્દ્રિયજ્ઞાનની પર્યાયમાં થાય છે તે પણ સૂક્ષ્મ છે. ઈન્દ્રિયજ્ઞાન સ્થળ છે. શાસ્ત્રજ્ઞાન સ્થૂળ છે અને આત્મજ્ઞાન સૂક્ષ્મ છે-આવા સૂક્ષ્મ જ્ઞાનથી શુદ્ધાત્માનો અનુભવ થાય છે-તે શુદ્ધાત્માની ચર્ચા આ તેર નંબરની ગાથામાં ચાલે છે.
થવા યોગ્ય અને કરનાર” એ તો ગુજરાતી, તમારે હિન્દીમાં “હોને યોગ્ય અને કરનાર” તે બે પ્રકારના પરિણામ છે તેમાં એક પરિણામનું નામ જીવ છે અને બીજા પરિણામનું નામ અજીવ છે. તો સંવર નિર્જરાનો આત્મા કર્તા અને તેનું કારણ પણ નથી.
તો હવે જરા સૂક્ષ્મ વાત લેવી છે. પરિણામમાં મોક્ષ થાય છે તે મોક્ષનો કર્તા ભગવાન આત્મા નથી. જો આત્મા મોક્ષનો કર્તા હોય તો મોક્ષ તો બંધના અભાવપૂર્વક જ થાય છે. જે આત્મદ્રવ્ય મોક્ષનો કરનાર હોય તો તે આપોઆપ બંધનો કર્તા થઈ જાય છે. માટે આત્મા મોક્ષનો કર્તા નથી પરંતુ મોક્ષનો જાણનાર છે. એટલું (વ્યવહારથી) કહો તો કહો-ખરેખર તો અભેદનો જાણનાર છે.
બીજી વાત-આત્મા મોક્ષનું કારણ પણ નથી. બે વાત આમાંથી લેવાની છે. શું લખ્યું છે? હુમણાં જે નવ તત્ત્વોની વાત કરી તેમાં “થવા યોગ્ય” અને “કરનાર એમ બતાવ્યું. તેમાં થવા યોગ્ય ક્ષણિક ઉપાદાન અને તે જ નિમિત્તની સાપેક્ષતાથી નૈમિત્તિક છે. હવે આ પરિણામનું કારણ કોણ છે તે વાત કરવી છે.
કારણ કે એક ને જ પોતાની મેળે પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ (સિદ્ધિ) બનતી નથી. એકલો આત્મા જ નવ તત્ત્વના ભેદનો, બંધ-મોક્ષનો કારણ બની જાય એવું કારણ આત્મામાં છે નહીં. આત્મા અકારણ પરમાત્મા છે. તે કોઈનું કારણ નથી. કર્મ નોકર્મ બંધાય તેનું કારણ તો આત્મા નથી, પરંતુ મિથ્યાત્વના પરિણામ થાય છે ત્યારે પણ મિથ્યાત્વના પરિણામનો આત્મા કર્તા નથી. કર્તા ન હો તો ન હો! પણ, તેનું કારણ પણ નથી.
પ્રશ્ન - તો એકાંત થઈ જશે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #321
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૩
આત્મજ્યોતિ
ઉત્તર - સમ્યફ એકાંત થશે ભાઈ ! તારું તો કામ થઈ જશે. તારી જે માન્યતા છે તેને ડીપોઝીટ કરીને, આચાર્ય ભગવાન એક નવી વાત ફરમાવે છે તેને સાંભળતો ખરો! વ્યવહારનો ઉપદેશ તો ઠામ ઠામ મળશે પણ શુદ્ધનયનો ઉપદેશ વિરલ છે. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને તેનો ઉપદેશ પણ વિરલ છે. શુદ્ધનયનો ઉપદેશ સુવર્ણપૂરી જેવા ક્ષેત્રમાં, ક્યાંક-ક્યાંક થાય છે.
આહા...! હા! આ આત્મા છે તે એકલો...એકલો...એકલો...બંધ-મોક્ષના કારણ પણે પરિણમે-તેવું કારણ પણું આત્મામાં નથી. જે બંધના કારણપણે પરિણમે આત્મા તો, તો આત્મા કારણ થઈ જાય અને મિથ્યાત્વ-બંધ કાર્ય થઈ જાય. તો તો આત્મા મિથ્યાત્વના પરિણામનું અનાદિ અનંત કારણ બની જાય તો મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યક્દર્શન થાય નહીં. સૂક્ષ્મ વાત છે. તેના માટે બંધ અધિકારની ગાથાનો આધાર આપું તો ખ્યાલ આવી જશે.
આ જે ભગવાન આત્મા દષ્ટિનો વિષય છે, તેને દૃષ્ટિનો વિષય કહો, ઉપાદેય તત્ત્વ કહો, જ્ઞાયક તત્ત્વ કહો, નિજાનંદ પરમાત્મ તત્ત્વ કહો—તે એકલો એકલો પરિણામી સ્વભાવનું (કારણ નથી.) (દ્રવ્યનો) પરિણામ સ્વભાવ હોવા છતાં પણ તે પરિણામનો કર્તા નથી ને પરિણામનું કારણ નથી. આત્મા એકલો એકલો, પોતાની મેળે રાગરૂપે પરિણમે અને પોતાની મેળે વીતરાગરૂપે પરિણમે તેમાં આત્મા કારણ બને તેવો આત્માનો સ્વભાવ નથી. આત્મા અકારણીય છે, તે કોઈનું કારણ નથી.
શ્રી સમયસારજી બંધ અધિકારની ગાથા ૨૭૮-૨૭૯ છે. આપણો જે વિષય ચાલે છે તેના અનુસંધાનમાં. આત્મા એકલો એકલો નવ પરિણામનું કારણ થતો નથી. તેમાં કારણ કહેવું હોય તો અજીવ નિમિત્ત છે. અજીવને નિમિત્ત કારણ કહો, પણ મને નિમિત્ત કારણ ન કહો. ઉપાદાન કારણ તો ક્ષણિક પર્યાય છે. (૨૭૮-ર૭૯ ગાથા) ટીકા – “જેવી રીતે ખરેખર કેવળ” કેવળનો અર્થ શું? એકલો. “સ્ફટિકમણી, પોતે પરિણમન સ્વભાવવાળો હોવા છતાં”, સ્ફટિકમણી અપરિણામી તો છે અને પ્લસ પોતાનામાં સ્વચ્છતાના પરિણામ થાય છે. “પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે ” સ્ફટિકમણી છે તે શુદ્ધસ્વભાવવાળો જ છે-તેનો સ્વભાવ શુદ્ધ છે. “રાગાદિનું નિમિત્તપણું નહીં હોવાથી” ત્રિકાળી સ્ફટિકમણી લાલ પર્યાયનું નિમિત્ત થતો નથી, અને તેનું જે પરિણમન છે (સ્વચ્છ) તે પણ લાલ (પર્યાયનું) કારણ થતું નથી. સ્ફટિકમણી એકલો એકલો લાલ પર્યાયરૂપે પરિણમતો નથી. અહીં ભાવબંધની સિદ્ધિ કરવી છે. આ વ્યવહારનું કથન છે. જરા શાંતિથી સાંભળજો.
“રાગાદિનું નિમિત્તપણું નહીં હોવાથી (અર્થાત્ પોતે પોતાને લાલાશ-આદિરૂપ પરિણમનનું નિમિત્ત નહીં હોવાથી) ” લાલ પર્યાય થાય છે તે નૈમિત્તિક, ફૂલ નિમિત્ત છે. (લાલ પર્યાય) થાય છે તેવું અપરિક્ષકને ખ્યાલમાં આવે છે, પરિક્ષક તો કહે છે-લાલ (પર્યાય) થતી જ નથી. આહા...હા! પરિણામ દષ્ટિથી જુઓ તો પરિણામ લાલ થયા છે, દ્રવ્યદૃષ્ટિથી જુઓ તો-ફૂલના નિમિત્તના સભાવના કાળે પણ સ્ફટિકમણીનું પરિણમન તો સ્વચ્છ જ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #322
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૮૪
પ્રવચન નં. ૨૫
એક મુમુક્ષુ ભાઈના સ્વર્ગવાસનો ટાઈમ નજીક આવ્યો ‘તો તેણે રાજકોટ સંઘને કહ્યું કે-બધા સ્વાધ્યાય કરાવવા આવજો. તે સમયે અમારી સાથે ખીમચંદભાઈ પણ હતા. તે ભાઈને મેં કહ્યું, ભાઈ ! જ્યારે સ્ફટિકમણીની સામે લાલ ફૂલ છે ત્યારે સ્ફટિકમણીનું પરિણમન કેવું હોય છે?! આ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત હું આપને કહું છું-વિચાર કરજો ! આમાં માર્ગ મળી જશે બસ. આટલું કહીને હું બોમ્બે ગયો. બીજે દિવસે તો તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. અંત સમયે તેના પરિણામ કૂણા હતા. પૂર્વનો પશ્ચાતાપ પણ તેને હતો. તે તો એક સમયની ભૂલ છે. બધાને અજ્ઞાની...મિથ્યાદષ્ટિ છે તેમ ન જુઓ! પરિણામને ગૌણ કરી, બધા ભગવાન છે તેમ જુઓ. મિથ્યાત્વના પરિણામનો ભગવાન આત્મા સ્વામી છે? ભગવાન આત્મા તેનો સ્વામી નથી. પરિણામનો સ્વામી પરિણામ છે આગળ વધીને જુઓ તો પુદ્દગલ જ તેનો સ્વામી છે.
આહા ! લાલ પર્યાય થાય છે તેમાં સ્ફટિક ઉપાદાન કારણ તો નથી પરંતુ નિમિત્ત કારણ પણ એનું નથી. લાલ પર્યાયમાં નિમિત્તકા૨ણ ફૂલ છે. આહા...હા ! ફૂલને નિમિત્તપણે જો પણ સ્ફટિકમણીને નિમિત્તપણે ન જો. નહીંતર નિત્ય નિમિત્તકર્તાનો દોષ આવશે.
“(પોતે પોતાને લાલાશ-આદિરૂપ પરિણમનનું નિમિત્ત નહીં હોવાથી) પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું હોવાથી સ્ફટિકમણીને રાગાદિનું નિમિત્ત થાય છે એવાં ૫૨દ્રવ્ય વડે જ; શુદ્ધસ્વભાવથી ચ્યુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે.” શુદ્ધ સ્વભાવથી પરિણતી જ્યારે ચ્યુત થાય છે ત્યારે ફૂલને નિમિત્ત કહેવાય છે-અને લાલ પર્યાયને નૈમિત્તિક કહેવાય છે. નિમિત્ત બળાત્કારે સ્ફટિકમણીને લાલરૂપે પરિણમાવતું નથી. સ્વયં પોતે સ્વચ્છ ભાવનો ત્યાગ કરે છે પર્યાય અને તે લાલાશરૂપે પરિણમે છે ત્યારે ફૂલને નિમિત્ત કહેવામાં આવે છે. એક સમય પૂરતું નિમિત્ત કહેવામાં આવે છે. આગળ પાછળ નિમિત્ત ન લેવું.
આહા! પહેલા સમયે નિમિત્ત થાય તો બીજા સમયે નિમિત્ત થશે તેમ નથી. કેમકે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સમયવર્તી છે. એ પણ પર્યાયાર્થિકનયે છે. દ્રવ્યાર્થિકનયે તો નિમિત્તનૈમિત્તિક સંબંધનો જ આત્મામાં ત્રિકાળ અભાવ છે.
શું કીધું!? રાગ હોવા છતાં રાગનું નિમિત્ત આત્મા નથી. આત્માની પર્યાયમાં રાગ હોવા છતાં-રાગનું કારણ આત્મા નથી. કર્તા નથી ને કા૨ણ પણ નથી. કર્તા અને કારણ બે શબ્દ આવે છે ને ? તેમાં કર્તા ઉપાદાનની વિવિક્ષાથી છે અને કારણ નિમિત્તની અપેક્ષાથી છે.
નવ તત્ત્વના પરિણામ થવાયોગ્ય અને કરનાર તે પાઠ ચાલે છે ને!? તેમાં આત્મા એકલો એકલો બંધ મોક્ષરૂપે પરિણમતો નથી. તેમાં નિમિત્ત અજીવ છે. અજીવથી પણ પરિણમતો નથી અને ત્રિકાળી દ્રવ્યથી પણ પરિણમતો નથી પરંતુ પરિણમે છે ત્યારે ત્રિકાળી દ્રવ્યને નિમિત્ત કહેવામાં આવે છે. સ્વતંત્ર પરિણમન થાય છે ત્યારે પરયોગને નિમિત્ત કહેવામાં આવે છે. આ વાતને આપણે સિદ્ધાંતમાં એપ્લાય કરવી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #323
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૮૫ “તેવી રીતે ખરેખર કેવળ (એકલો) આત્મા” આહા ! “જોઉં' તે એકનો બે થતો નથી–તો પછી એકનો નવ પણે તો ક્યાંથી થાય? કોઈનો ઝગડો થયો હોય તો સમાધાનકાર નીમે છે–પછી તે ખૂબ સમજાવે, પણ પેલો ન સમજે. તો તે કહે છે-તેને ખૂબ સમજાવ્યો પણ તે એકનો બે થતો નથી. તેમ ભગવાન આત્મા એકનો બે થતો નથી તો એકનો નવ કેમ થાય ? પોતાનો ત્રિકાળ એકત્વ સ્વભાવ છોડતો નથી તે નવરૂપ થતો નથી. વ્યવહારની કેટલીયે વાતો કરે-પણ જ્યાં જ્યાં વ્યવહાર આવે ત્યાં ત્યાં લગાડવું કેવ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે.
આહા ! રાગ પરિણામનો ધર્મ છે અને વ્યવહારનય શું કહે છે? આત્મા રાગી થઈ ગયો આત્માએ રાગ કર્યો. આત્માએ જ્ઞાન કર્યું કે આત્માએ રાગ કર્યો? આહા...હા! શું તે રાગનો આત્મા કર્તા બની ગયો? આત્મા રાગનો કારણ બની ગયો? કર્તા પણ નથી ને કારણ પણ નથી. આત્મા રાગરૂપે પરિણમવા છતાં તે રાગના કારણપણે કદી પરિણમતો નથી. એવો પાઠ છે. આહાહા! કદાચિત્ સ્વભાવથી શ્રુત થઈને થોડો ટાઈમ રાગાદિરૂપે પરિણમે છે, તે કાયમ માટે તો છે જ નહીં. તો પણ રાગના કારણપણે કદાપિ પરિણમતો નથી. કળશટીકામાં આ વાત છે.
અહીં – “ખરેખર કેવળ (એકલો) આત્મા પોતે પરિણમન સ્વભાવવાળો હોવા છતાં”, કોઈને એમ લાગે કે-અપરિણામી તો રાગનું કારણ ન બને, પણ જ્યારે પરિણામી છે ત્યારે તો રાગનો કર્તા અને રાગનું કારણ બને કે નહીં? કહે છે–પરિણમન સ્વભાવવાળો હોવા છતાં તે રાગનો કર્તા બનતો નથી અને રાગનું કારણ થતો નથી.
શ્રી સમયસાર ૩૨૦ ગાથામાં લીધું છે કે શુદ્ધજ્ઞાન અને શુદ્ધજ્ઞાન પરિણત જીવ પણ બંધ-મોક્ષનો કર્તા નથી. ઉદયનો કર્તા નથી, નિર્જરાનો કર્તા નથી–તે કેવળ જાણે જ છે. ત્રિકાળી દ્રવ્ય તો રાગનું કારણ નથી પણ તેનું લક્ષણ ઉપયોગ છે, જે ઉપયોગમાં આત્મા જણાય છે તેવા પરિણમન સ્વભાવવાળો હોવા છતાં પણ તે ત્રિકાળી દ્રવ્ય કે જ્ઞાનપરિણત જીવ રાગનો કર્તા થતો નથી, રાગનું કારણ બનતો નથી.
પ્રભુ! આત્મા જ્ઞાતા હોવા છતાં તેને કર્તા માને છે ને એટલા માટે સમયસારમાંથી મર્મ કાઢવાની તારી બુદ્ધિ સ્થૂળ થઈ ગઈ છે. જાહેર થાવ કે બધા આત્મા જ્ઞાતા છે-કોઈ આત્મા કર્તા નથી. આ શ્રી સર્વજ્ઞ ભગવાનની દિવ્યધ્વનિમાં વાણીમાં આવ્યું છે અને સંતોએ શાસ્ત્રોમાં લખી દીધું છે. આહા...હા! આત્મા કર્તા તો નહીં પણ અહીં તો કારણ પણ નથી. આત્મા અકાર્ય કારણ પરમાત્મા છે તે કોઈનું કારણ અને કોઈનું કાર્ય નથી.
શ્રી સમયસારજી કર્તાકર્મ અધિકારમાં લીધું છે કે આત્મા દુઃખનું અકારણ છે. જો તે દુઃખનું કારણ નથી તો તે અતીન્દ્રિયસુખનું કારણ પણ નથી. ધીરજથી, શાંતિથી સાંભળતો ખરો ! ખરેખર કેવળ (એકલો) આત્મા, પોતે પરિણમન સ્વભાવવાળો હોવા છતાં; આમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #324
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬
પ્રવચન . ૨૫ બે વાત લીધી. અપરિણામી તો છે જ પરંતુ આત્મા જ્ઞાનરૂપે પરિણમે છે તો તે રાગનું કારણ બની જાય છે ને!? બિલકુલ બનતો નથી, તે તો જાણવાવાળો છે. “પરિણમન સ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહીં હોવાથી; –ભગવાન આત્માની પર્યાયમાં રાગ થાય છે ત્યારની વાત છે. મોક્ષ થાય છે ત્યારે તો રાગ થતો જ નથી. મોક્ષ જ્યારે થઈ ગયો ત્યારે રાગ તો પર્યાયમાં છે જ નહીં-તો પર્યાયનું કારણ છે નહીં. તો તેની ચર્ચા નથી. પરંતુ રાગના સભાવના કાળે રાગનું કારણ આત્મા નથી. કર્તા પણ નથી અને કારણ પણ નથી. ઉપાદાન કર્તા નથી ને નિમિત્તકારણ આત્મા નથી. આત્મામાં રાગના નિમિત્તકારણનો અભાવ છે.
જ્યારે મિથ્યાત્વના પરિણામ થાય છે ત્યારે મિથ્યાત્વના પરિણામનો આત્મા કર્તા નથી. આત્માના અસ્તિત્વના કારણથી, આત્માની મોજુદગી છે એટલે મિથ્યાત્વના પરિણામ થાય છે? આત્મા તેમાં કારણ થતો જ નથી. આત્મા તો જ્ઞાતા છે. સૂક્ષ્મ વાત છે. “એકલો એકલો..' ૧૩ મી ગાથાનો પાઠ આવ્યો છે ને!? આત્મા એકલો...એકલો નવ તત્ત્વરૂપે પરિણમતો નથી તેની ચર્ચા છે, તેના આધારરૂપે આ ૨૭૮-૨૭૯ ગાથા આવી છે.
આહા..હા ! “પરિણમન સ્વભાવવાળો હોવા છતાં” , ઉપયોગ લક્ષણ તો બધામાં છે અને બધા જાણવારૂપે પરિણમે છે. પરિણમે છે કે નથી પરિણમતા !? આ જડ છે તે જાણવારૂપે ન પરિણમે; પણ આત્મા તો જાનન ક્રિયારૂપે પરિણમે છે કે નથી પરિણમતો !? પણ જાણનક્રિયારૂપે પરિણમે છે તે જ સમયે તે રાગનું કારણ નથી. ત્રિકાળી દ્રવ્ય તો કારણ છે જ નહીં તે તો-અલૌકિક વાત છે. સૂક્ષ્મ રહસ્ય છે પ્રભુ!
ભગવાનના શ્રીમુખેથી આવેલી વાત આ સમયસારમાં આવી ગઈ. ત્યાં આઠ દિવસ રહ્યા હતા ને તેઓએ સાક્ષાત વાણી સાંભળી હતી. કોઈ માનો કે ન માનો !! તો કુંદકુંદ ભગવાન કેમ લખીને ન ગયા !? કતર્કવાળા અજ્ઞાની જીવોને આત્માની શું શક્તિ છે. તેની પર્યાયની શું શક્તિ છે તેની ખબર હોતી નથી. તો કેમ લખી ન ગયા? અરે! લખી ગયા કે ન લખી ગયા-વાત સો ટકા સાચી છે. સાક્ષાત કહી ગયા તો પણ તેને માનતા નથી. આહા..હા..! ગુરુદેવના શ્રીમુખેથી સાંભળેલી વાત છે. તમે આ વાત કેમ કરો છો ? તત્ત્વની વાત કરોને? આ તત્ત્વની વાત છે–ગુરુ ઉપર તને શ્રદ્ધા નથી. તું ચલિત થયો છે પણ ચલિત થઈશ મા. ગુરુદેવની વાણી ટેપમાં છે તેમાં કહે છે–અમે ત્યાં હુતા રાજકુમાર તરીકે, કુંદકુંદઆચાર્ય ભગવાન ત્યાં પધાર્યા હતા, આઠ દિવસ રહ્યા હતા. કેવળી અને શ્રુતકેવળી પાસે વિશેષ ખુલાસા કર્યા હતા. મલાડમાં તો એમ કહ્યું કે-સીમંધર ભગવાને
[ મોકલ્યા છે. આવા સમર્થ પુરુષનો જન્મ એક જીવ માટે થાય ? અનેક જીવ સમ્યક્દર્શનની તૈયારીવાળા પાકી ગયા હતા-એટલે આપણા માટે અહીં પધાર્યા હતા. આપણને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો.
આહા! રાગના સદ્ભાવ વખતે શુદ્ધાત્મા રાગનું કારણ નથી. ત્રિકાળી દ્રવ્ય તો કારણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #325
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૮૭ નથી પણ જાણવારૂપે પરિણમે છે-ઉપયોગ લક્ષણવાળો આત્મા; તે પરિણામી આત્મા પણ રાગના પરિણામનું કારણ થતો નથી. રાગરૂપે પરિણમવા છતાં કોઈપણ કાળે રાગના કારણરૂપે થતો નથી. એક સમય જો રાગનું કારણ થાય તો સૌ સમય રાગનું કારણ થયા કરે ને રાગ આવ્યા કરે અને કોઈ દિવસ વીતરાગદશા થાય નહીં.
આહાહા! કેવળ (એકલો) આત્મા પોતે પરિણમન સ્વભાવવાળો હોવા છતાં, બે વાત લીધી. દ્રવ્યદૃષ્ટિએ અપરિણામી તો છે અને પર્યાયનયે પરિણમન પણ છે. આહા.. જ્ઞાનરૂપે પરિણમે છે કે જે જ્ઞાનમાં આત્મા જણાય છે એવાં જ્ઞાનરૂપે પરિણમે છે. આબાળગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. આમ “ના” હવે કહીશમાં! મને જણાતો નથી તેમ કહીશ માં!
એક અમિતગતિ આચાર્ય ભગવાન થયા છે–તેમણે યોગસારમાં એક બહુ સરસ વાત કરી છે. જેવી રીતે દીપક પ્રકાશક છે અને એનો પ્રકાશ પણ પ્રગટ થાય છે. પ્રકાશક એટલે દ્રવ્ય અને પ્રકાશ એટલે એના પરિણામ. એનાં પરિણામ પ્રકાશરૂપે હોય કે અંધકારરૂપે હોય? પ્રકાશરૂપ હોય છે. બે વાત થઈ દ્રવ્ય અને પર્યાય. હવે પ્રકાશ અને પ્રકાશ્ય તેના અસ્તિત્વમાં ઘડો છે, કપડાં છે, સોફાસેટ વગેરે છે. હવે આચાર્ય ભગવાન ફરમાવે છે કે આ પ્રકાશમાં આ જે ઘટપટ આદિ છે તે પ્રકાશક (દ્રવ્યથી) ભિન્ન છે અને પ્રકાશ પર્યાયથી પણ તે ભિન્ન છે. આ (ઘટપટ) વગેરે તને જાણવામાં આવે છે અને આ જે પ્રકાશ છે તેમાં પ્રકાશક કથંચિત્ અભિન્ન છે તે દિપક તને જાણવામાં નથી આવતો? અમને તો આશ્ચર્ય થાય છે. આ દષ્ટાંત થયું હવે સિદ્ધાંત.
આ જ્ઞાયક તત્ત્વ તો દ્રવ્ય છે. આ દ્રવ્ય-ગુણ-પર્યાયની ચર્ચા છે રાત્રે લીધી હતી ને!? આ દ્રવ્ય છે અને જ્ઞાયકનો ચૈતન્યઅનુવિધાયી પરિણામ તેનું નામ ઉપયોગ છે. ઉપયોગ આત્માનું લક્ષણ છે. લક્ષણ લક્ષ્યને સમયે સમયે પ્રસિદ્ધ કરે છે. તેથી જ તે લક્ષણ બન્યું છે નહીંતર લક્ષણ ન બને. ધ્યાન રાખજો વસંતભાઈ ! અમારા ટ્રસ્ટમાં તો બહુ ધ્યાન આપો છો, –ખરેખર ધ્યાન તો આમાં આ
આ આત્મા જ્ઞાયક છે-તેનાં પરિણામ જાણવું-દેખવું પ્રગટ થાય છે. પ્રગટ થાય છે તેથી તે સમયવર્તી છે. આ જ્ઞાયક છે, આ જ્ઞાન અને ત્રીજું શેય. આ રાગાદિ, શરીરાદિ, છે દ્રવ્ય, દેવ-ગુરુ-શાસ્ત્ર બધું શેય છે. તું એમ માને છે કે-આ (પર) જ્ઞાનમાં જાણવામાં આવે છે; જે જ્ઞાનથી ભિન્ન છે તેને હું જાણું છું; એવો વિશ્વાસ તને આવી ગયો છે. પરંતુ હું કહું છું જ્ઞાનથી જે જ્ઞાયક અભિન્ન છે સર્વથા ભિન્ન નથી એવો પાઠ છે. જ્ઞાનથી જ્ઞાયક સર્વથા ભિન્ન નથી, કથંચિત્ અભિન્ન છે એમ તારી જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જાણવામાં આવે છે તો પણ તું તેને જાણતો નથી અને જે સર્વથા ભિન્ન છે તેને તું જાણે છે તે તારું અજ્ઞાન છે જા !
તેમ ભગવાન આત્મા એ જ્ઞાયક તત્ત્વ જાણવું જાણવું જાણવું જાણવું જાણવું છે. જ્ઞાતા છે કર્તા નથી. કર્તા નથી કોઈનો અને કારણે નથી કોઈનો. આ પ્રતિષ્ઠા મહોત્સવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #326
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૮
પ્રવચન નં. ૨૫ થાય તેનો કર્તા કોણ? તો કહે-કર્તા તો, સ્વયંથી કાર્ય થાય છે. પણ કારણપણે પ્રમુખ અને સેક્રેટરી છે ને? એ કારણ છે જ નહીં. એમ માનવું પણ નહીં. મારી ઉપસ્થિતિ છે તો સારું કામ થાય છે તે બિલકુલ ખોટી વાત છે. જ્ઞાનમાં જ્ઞાયકની સ્થાપ્ના તે મહોત્સવ છે. એવો મહોત્સવ દરેકે કરવાનો છે. ઓલો તો તેનાં કાળ ક્રમમાં આવવાનો હોય તે સમયે આવી જાય છે. શું કહ્યું!? તેનો કોઈ કર્તા અને તેનું કોઈ કારણ પણ નથી.
આહા ! આ પરમાણુની પર્યાય થાય ટાઢી-ઊની થાય કે ન થાય ? તો, ટાઢી-ઊની પર્યાયનો કર્તા સામાન્ય પરમાણું નથી અને કારણ પણ નથી. ટાઢી-ઊની પર્યાયનો કર્તાપર્યાય અને કારણ પણ પર્યાય છે. કારણ-કાર્ય પર્યાયમાં છે. આહા! આવું આપણને ગુરુદેવે બતાવી દીધું છે. આપણે તો તેમણે જે કહ્યું. તેનો સ્વાધ્યાય કરવાનો છે કે-ગુરુદેવ આપણને આવું કહી ગયા છે. ક્યારેક ભૂલ થઈ જાય, વિસ્મરણ થઈ જાય તો સ્મરણ કરવાનું છે. જ્ઞાનીના વચનનું સ્મરણ કરીને, આત્માનું સ્મરણ કરી અંદરમાં ચાલ્યા જવું બસ આટલું જ કામ છે.
પોતે પરિણમન સ્વભાવવાળો હોવા છતાં પોતાના શુદ્ધ સ્વભાવપણાને લીધે, આત્માનો શુદ્ધ સ્વભાવ છે-અને જ્ઞાનનો પરિણમન સ્વભાવ પણ છે જ્ઞાન વિનાનો કોઈ જીવા ન હોય, રાગ વિનાનો તો જીવ હોય. જ્ઞાન વિનાનો એકપણ જીવ હોય તો મને બતાવો? રાગ નથી તેવા અનંત સિદ્ધ પરમાત્મા હું તમને બતાવું છું. તેમાં રાગ નથી છતાં જીવે છે કે નહીં? અને જીવનું જ્ઞાન તેને થાય છે કે નથી થતું?! કે રાગ હોય તો જીવનું જ્ઞાન થાય? એવું છે નહીં થાય છે તો જ્ઞાનનું જ્ઞાન, અને પરનું જ્ઞાન આપોઆપ થઈ જાય છે-તેમાં પુરુષાર્થની જરૂર નથી. આત્માના અનુભવમાં પુરુષાર્થની જરૂર છે. સ્વપ્રકાશકમાં પુરુષાર્થ છે. પર પ્રકાશક અને અપર પ્રકાશકમાં પુરુષાર્થની જરૂરત નથી–તે તો સહજ થઈ જાય છે. તે તેનો સ્વભાવ છે.
“શુદ્ધ સ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહીં હોવાથી” ભગવાન આત્માને રાગનું કારણ ન કહો. અરે! તે વીતરાગ ભાવનું પણ કારણ નથી. બંધનું કે મોક્ષનું પણ કારણ નથી આત્મા, સૂક્ષ્મ વાત છે. (અર્થાત્ પોત-પોતાને રાગાદિરૂપ પરિણમનનું નિમિત્ત નહીં હોવાથી) પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી.
રાગરૂપે પરિણમે છે ત્યારે આત્મા નિમિત્ત નથી તો રાગરૂપે પરિણમે છે તેમાં બીજું કોઈ નિમિત્ત છે કે નહીં !? હા; બીજું નિમિત્ત છે, હું નિમિત્ત નથી. આ તો મારું આવ્યું!? અરે ! આત્મા નિમિત્ત નથી એ બતાવવું છે તે નિમિત્ત છે તે ક્યાં બતાવવું છે!? તારી નજર ક્યાંની ક્યાં ચાલી જાય છે. યુગલજી સાહેબ!
જ્યારે રાગરૂપે પરિણમે છે ત્યારે પર પદાર્થ નિમિત્ત છે કે નહીં? અમારું આવ્યું કે નહીં? તે પરપદાર્થ નિમિત્ત છે તે બતાવવાનો આશય નથી. પણ હું નિમિત્ત નથી તે બતાવવાનો આશય છે. આત્માને કર્તા માન્યો અને કારણ પણ માન્યું તેથી તેની દષ્ટિ પલટતી નથી. આહા..! આત્મા કેવળ જ્ઞાતા છે. જાણવું-દેખવું તેનો સ્વભાવ છે. ભવિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #327
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૮૯ હો કે અભવિ હો ! જ્ઞાન સ્વભાવી આત્મા છે. સહજ જ્ઞાન થાય છે. જ્ઞાનને કરે તો જ્ઞાન થાય તેવું છે નહીં. આત્માનું જ્ઞાન થાય છે તો ઉપચારથી જ્ઞાનનો કર્તા, સમ્યકદર્શનનો કર્તા ઉપચારમાત્રથી કહેવામાં આવે છે. પહેલાં અનુપચાર સમજ પછી ઉપચારની વાત કર.
જે પોતાની મેળે રાગાદિ ભાવને પામતું હોવાથી” –જે મોહ નામનું કર્મ છે તેમાં રાગનો એક અનુભાગ છે-તેમાં રાગનો રસ છે. રાગ થાય છે ત્યાં સુધી બે જગ્યાએ થાય છે. નથી થતો ત્યારે એક પણ જગ્યાએ નથી થતો. “રાગાદિ ભાવને પામતું હોવાથી આત્માને રાગાદિનું નિમિત્ત થાય છે.” એટલે કે આત્મા નિમિત્ત થતો નથી. રાગનો ઉત્પાદુ થાય છે તો તેમાં નિમિત્તકારણ કોણ છે!? “પર સંગ એવ” મોહનો ઉદય તેમાં નિમિત્ત થાય છે. ભગવાન આત્મા તેમાં નિમિત્ત કારણ નથી.
એવાં પરદ્રવ્ય વડે જ શુદ્ધ સ્વભાવથી યુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે.-આવો વસ્તુનો સ્વભાવ છે.” “પરિણમાવાય છે' તો જાણે (આત્મા) નિમિત્ત કર્તા એવી વાત કરી. “જાણે” શબ્દમાં કર્તાકર્મની ભ્રાંતિ થઈ જાય છે “જાણે ' શબ્દનો અર્થ એવો નથી. આ તો ભાના કાગળ છે સમયસારનો ઉકેલ સમ્યક્દષ્ટિ જ કરે છે. બાકી એની ચાંચ ડૂબતી નથી.
આ ભાગવત કથા છે-આત્મકથા છે. સૂક્ષ્મ તો છે, પરંતુ હું જ્ઞાતા છું ને કર્તા નથી તો તારું જ્ઞાન પણ સૂક્ષ્મ થઈ જશે. હું કર્તા છું તેમાં સ્થૂળ થઈ જશે. સ્થૂળ થતાં થતાં પરિણામમાં શું થશે તે પરમાત્મા જાણે. આ ભગવાન આત્મા છે તે તેના નવ તત્ત્વના પરિણામ થાય છે. નવ તત્ત્વ છે. નવ તત્ત્વ નથી તેમ નથી. નવ તત્ત્વનો ઉત્પાદ હોવા છતાં તેનું કારણભગવાન આત્મા નથી. આત્માને તેનું કારણ ન કહો.
આ કર્મ બંધાય તેનું કારણ હું છું; હાથ-પગ હાલે છે તેનું કારણ હું છું કર્તા તો નથી પણ હાથ હાલે છે તેનું કારણ હું છું. કર્તા તો નથી પરંતુ હાથ હાલે ત્યારે નિમિત્ત કારણ હું છું. હાથ હાલે છે ને પગ ચાલે છે તેનો હું કર્તા તો નથી; રમણભાઈ ! પરંતુ હુલતા હાથનો હું નિમિત્ત છું. તો ગયો દુનિયામાંથી. આ પગ ચાલે છે તે આપ મેળે ચાલે છે, હું ચલાવતો તો નથી; પરંતુ ચાલે છે ત્યારે હું તેમાં નિમિત્ત છું? અરે ! ભગવાન તારી દષ્ટિ ક્યાં ગઈ !? આ સ્થૂળ દષ્ટાંત આપ્યું. હવે સૂક્ષ્મ પરિણામની વાત આવે છે.
રાગ ઉત્પન્ન થાય છે! થાય છે ને! તેની કોણ ના પાડે છે!? જ્યાં સુધી વીતરાગી પરમાત્મા ન થાય ત્યાં સુધી સાધકની દશામાં પરાશ્રિત રાગ પોતાની યોગ્યતા અને તેમાં નિમિત્ત કારણ ચારિત્રમોહનો ઉદય થાય છે. તો જે રાગ થાય છે તેનું કારણ હું છું. આહા ! તું કારણ નથી-કારણ ચારિત્રમોહનો ઉદય છે. તો પછી (રાગનું) ઉપાદાન કારણ કોણ?
શ્રી કળશટીકા કળશ ૧૭૪-૧૭પમાં એવો પ્રશ્ન કર્યો કે આત્મા રાગનું કારણ નથી તો રાગનું કારણ કોણ છે !? તો તેના ઉત્તરમાં કહે છે-કારણ બે પ્રકારના છે–એક ઉપાદાન કારણ અને એક નિમિત્ત કારણ. નિમિત્તને તમે માનો છો કે નહીં!? આ નિમિત્ત કારણની જ વાત ચાલે છે પણ તું નિમિત્તને કર્તા માને તેવું અમે માનતા નથી. અને નિમિત્તને અકર્તા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #328
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯)
પ્રવચન નં. ર૬
માનીએ છીએ. ઉપાદાનને કર્તા માનીએ છીએ. કળશમાં પ્રશ્ન ઉઠયો કે એક કાર્યમાં બે કારણ હોય છે!? હા, ભાઈ ! બરાબર બે કારણ હોય છે એક ઉપાદાન કારણ હોય છે અને એક નિમિત્તકારણ હોય છે.
ઉપાદાન કારણ કોણ? (કળશમાં) માટીનું દષ્ટાંત આપ્યું છે. ઘડો થાય છે ને! ઘડાની પર્યાય છે ને!? તે અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ પરિણમતી પરિણમતી ઘટરૂપ પર્યાય પ્રગટ થાય છે. આ જે ઘડો થયો ને તેનું ઉપાદાન કારણ ઘટની પર્યાય છે અને નિમિત્ત કારણ કુંભાર છે. માટી છે તો ઘડો થાય છે તેવું છે નહીં, અને ઘડો થાય છે ત્યારે નિમિત્ત કારણ પણ છે. એકલી એકલી માટી ઘટરૂપે પરિણમતી નથી. એ માટી ઘટની પર્યાયનો કર્તા પણ નથી ને કારણ પણ નથી.
એકવખત મુંબઈમાં વાંચનમાં આ વાત કરી, કે કુંભારથી તો ઘડો થતો નથી પણ માટીથી પણ ઘડો થતો નથી. તો યુગરાજજીના દીકરા મીઠુભાઈ બેઠા હતા તેણે કહ્યું ભાઈ ! આ શું કહો છો !? ઘટની પર્યાય થાય છે તે નક્કી વાત છે. તે સસલાના શીંગડા નથી. ભલે તેની અતિ એક સમયની છે. તેનો કર્તા કુંભાર તો નથી પણ તેનો કર્તા માટી પણ નથી. કર્તા, કર્મ, ક્રિયા બધું તેમાં થાય છે તે તેના પકારકથી-ક્ષણિક ઉપાદાનથી થાય છે.
એક નિમિત્ત-ઉપાદાનની ચર્ચાનું પુસ્તક નીકળ્યું છે. તેમાં ડૉ. ભારિલજીની પૂત્રીએ લેખ લખ્યો છે. કાર્યની ઉત્પત્તિમાં નિયમ કારણ યોગ્યતા જ છે.' કાર્યની ઉત્પત્તિમાં નિયમથી કાર્ય હોય તો તત્ સમયની યોગ્યતા છે. ત્રિકાળી સ્વદ્રવ્ય પણ નહીં અને પર દ્રવ્ય પણ નહીં. તો પરિણામ પરથી દષ્ટિ છૂટીને ત્રિકાળી દ્રવ્ય ઉપર આવી જશે. અને આત્મા સાક્ષાત જ્ઞાતા થઈ જશે. આ કરવા જેવું છે.
પરિશિષ્ટ-૨ પ્રવચન નં. ૨૬
તા. ૨૩-૧૨-૮૯ આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેમાં પ્રથમ જીવ નામનો અધિકાર છે. સમયસારનો અર્થ છે – પ્રત્યેક આત્માઓ રાગાદિ ભાવકર્મથી રહિત છે. અનાદિ અનંત રહિત છે. એક સમય પણ ભગવાન આત્મા રાગથી સહિત થઈ શકતો નથી. તેમ આઠ પ્રકારના કર્મ, શરીરાદિથી પણ ભિન્ન છે.
મંગલાચરણમાં આ વાત કરી છે. – નમઃ સમયસારમાં શુદ્ધાત્માને નમસ્કાર કરું છું. તે શુદ્ધાત્મા કેવો છે?! નમસ્કાર કરવા યોગ્ય જે શુદ્ધાત્મા છે તે શુદ્ધ શા માટે છે?! તે અનાદિ અનંત શુદ્ધ શા માટે રહી ગયો ?
અનાદિ અનંત વસ્તુનો જે સ્વભાવ છે, જ્ઞાનાનંદ પરમાત્મા શુદ્ધાત્મા તે – ભાવકર્મ, દ્રવ્યકર્મ, નોકર્મથી રહિત છે. રહિત થશે તેમ નહી. માત્ર તેની સાથે સંયોગ સંબંધ છેતાદામ્ય સંબંધનો અભાવ છે. શુદ્ધાત્મા જ્ઞાન ને આનંદથી તાદાભ્ય છે. પુણ્યને પાપના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #329
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૯૧ જે પરિણામ બહિર્મુખ દશામાં ઉત્પન્ન થાય છે – તેનાથી આત્મા ભિન્ન છે.
- આ આત્મા, શુભાશુભ ભાવોથી રહિત હોવાથી તે પ્રમત્ત – અપ્રમત્ત તેવી બે પ્રકારની દશા અને વિસ્તાર કરોતો ચૌદ ગુણસ્થાન તેનાથી પણ રહિત છે. પોતાના જ્ઞાનાદિ ગુણોથી સહિત છે તેવો જે શુદ્ધાત્મા તેને દૃષ્ટિમાં લેતાં – અનુભવમાં લેતાં, તેના સંસારનો અંત આવે છે. અથવા મોક્ષમાર્ગ શરૂ થાય છે. “સમ્યકદર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાર્ગ' તે શુદ્ધાત્માના લક્ષે-આશ્રયે પ્રગટ થાય છે.
અગિયારમી ગાથામાં - ભૂતાર્થને આશ્રયે સમ્યક્દર્શન કહ્યું. ભૂતાર્થને આશ્રયે જીવ સમ્યક્દર્શન પામે છે વ્યવહારના સઘળોય અભૂતાર્થ છે તેમ ૧૧મી ગાથામાં ફરમાવ્યું. ૧૧ગાથા જૈન દર્શનનો પ્રાણ છે.
વ્યવહારનય અભૂતાર્થ એટલે શું? જેટલી પર્યાયો ઉત્પન્ન થાય છે કે વ્યય થાય છે. તેનો આત્માના ત્રિકાળી સ્વભાવમાં અભાવ છે. પર્યાય પર્યાયમાં છે પણ પર્યાય દ્રવ્યમાં નથી. આવું ભેદજ્ઞાન કરતાં તેનું લક્ષ પર્યાય ઉપરથી ખસી જાય છે, અને સામાન્ય ત્રિકાળી જ્ઞાયક ભાવમાં ઉપયોગ લાગે છે - ત્યારે શુદ્ધાત્માનો સાક્ષાત અનુભવ થાય છે. અનુભવથી ધર્મ થાય છે. કોઈ ક્રિયાકાંડ કે દેહ, મન, વાણી કે શુભાશુભ ભાવ તે કોઈ આત્માના હિતનું કારણ નથી.
૧૧ મી ગાથામાં ભૂતાર્થના આશ્રયથી સમ્યક્દર્શન કર્યું. ૧૨ મી ગાથામાં સમ્યકદર્શન થતાં, સવિકલ્પ દશામાં જ્યારે જીવ આવે છે ત્યારે કોઈ કોઈને...કોઈ વખતે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન કહ્યો. દ્રવ્યને જાણ્યા પછી જ પર્યાયનું જાણવું એ સમ્યકજ્ઞાન છે. દ્રવ્ય સ્વભાવને છોડીને પર્યાયને જાણે તો પર્યાય દષ્ટિ-મિથ્યા દષ્ટિ થઈ જાય છે. માટે પ્રથમ દ્રવ્યની સન્મુખ થઈને જ્ઞાયકને જાણો અનુભવ્યો.
પોતાના સ્વસંવેદન જ્ઞાનથી આત્માને જાણો. ઈન્દ્રિયજ્ઞાનથી આત્મા જાણી શકાતો નથી. ( અનુભવના કાળે) એક નવું જાત્યાંતર જ્ઞાન ઉત્પન્ન થાય છે. ઉપયોગ તો બધાની પાસે છે. હવે ઉપયોગનો દૂર ઉપયોગ કરે છે તો - ઈન્દ્રિયજ્ઞાન થાય છે. ઉપયોગનો સઉપયોગ કરે તો અંતર્મુખ થાય. જે જણાય છે તેને હું જાણું છું. જ્ઞાયકભાવ સદા બાળગોપાળ બધાને આત્મા જણાય રહ્યો છે. એટલો તો તેણે જ્ઞાનીઓ પર જિનવાણી ઉપર વિશ્વાસ રાખવો પડશે. આહા...હા..! એવો આત્મા જ્યારે જણાય છે – અનુભવાય છે ત્યારે તે નિર્વિકલ્પમાં લાંબો ટાઈમ રહી શકતો નથી. અનાદિ મિથ્યાષ્ટિ જીવને પ્રથમ અનુભવ થાય ત્યારે લાંબો સમય આત્મામાં રહેવાતું નથી. સવિકલ્પદશામાં આવે છે, પરિણતી ચાલુ રહે છે. અને શુદ્ધોપયોગ છૂટી જાય છે ત્યારે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન ટેમ્પરરી –કામ ચલાવે છે.
હવે તે સાધક આત્મા, ફરીને પરિણામને જાણવાનું બંધ કરીને આત્મામાં ફરીફરી (વારંવાર) સ્થિર થાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #330
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૨
પ્રવચન નં. ર૬ હવે આપણે તેર નંબરની ગાથા લેવાની છે. તેમાં ભૂર્તાથનયે નવ તત્ત્વને જાણ તો સમ્યકદર્શન થશે. તેનો અર્થ એમ થયો કે અભૂતાર્થનયે નવ તત્ત્વનું શ્રદ્ધાન તો જીવે અનંતવાર કર્યું છે, જ્ઞાન પણ કર્યું છે – જે અનાદિથી ચાલતો પ્રવાહ છે.
શ્રી તત્ત્વાર્થસૂત્રમાં આવે કે - સાત તત્ત્વનું અથવા નવ પદાર્થનું શ્રદ્ધાન તેને સમ્યક્દર્શન કહેવાય. હવે આમાં આગળ જો “ભૂતાર્થ” શબ્દ ન લગાડવામાં આવે તો તે (સાત તત્ત્વોનું જ્ઞાન) સમ્યકદર્શનમાં નિમિત્ત પણ થતું નથી. જો ભૂતાર્થન નવ તત્ત્વને જાણે તો તે આત્માની સન્મુખ થતાં આત્માનો અનુભવ થાય–ત્યારે નવ તત્ત્વને નિમિત્ત કહેવામાં આવે છે. એવું અદભૂત સ્વરૂપ છે.
“ભૂતાર્થનયે નવ તત્ત્વોને જાણવાં' તેમાં નવ તત્ત્વની આગળ વિશેષણ ભૂતાર્થ મૂક્યું છે. આ “ભૂતાર્થ', વિશેષણ દિગમ્બર શાસ્ત્રોમાં પણ ક્યાંય જોવામાં આવતું નથી. ઘણાં શાસ્ત્રોનું મેં અધ્યયન કર્યું છે. વયોવૃદ્ધ પંડિતજી ફૂલચંદ સિદ્ધાંત શાસ્ત્રીને મેં પૂછેલું કેભૂતાર્થનયે નવ તત્ત્વને જાણતાં સમ્યક્દર્શન થાય છે. એવી રીતે “ભૂતાર્થ' શબ્દ બીજે ક્યાંય છે? તેઓએ કહ્યું-એક સમયસારની ૧૩ મી ગાથામાં જ છે.
તેણે ભૂતાર્થનયે બંધ તત્ત્વને પણ જાણ્યું નથી. ભૂતાર્થનયે સંવર, નિર્જરા, મોક્ષને તો તેણે જાણ્યા નથી. પણ રાગને પણ તેણે ભૂતાર્થનયે જાણ્યો નથી. નવ તત્ત્વને ભૂતાર્થનયે જાણવાં, તેમાં પુણ્ય-પાપ-બંધમાં ભૂતાર્થનય લગાડી દેવું. “ભૂતાર્થનય’ શબ્દ આધઃ દીપક છે.
આ સમયસાર શાસ્ત્ર નવ તત્ત્વોનું વર્ણન કરનારું શાસ્ત્ર છે. ૧૨ ગાથા સુધી પીઠિકા કહી. ૧ર ગાથા સુધીમાં કોઈ સંક્ષેપ સચિવાળો જીવ! નિકટભવી આત્મા, સમ્યકત્વને પામી જાય છે. કદાચિત્ બાર ગાથા સુધીમાં સમ્યકત્વને ન પામ્યો હોય તો તેનો વિસ્તાર કરતાં ૪૧૫ ગાથા કહી. હવે જે ૪૧૫ ગાથામાં નવ તત્ત્વોનું સ્વરૂપ આવવાનું છે એના નામ કરણની વિધિ તેરમી ગાથામાં છે. તેર ગાથામાં નવ તત્ત્વના નામ કહ્યાં.
હવે કહે છે કે-એ નવ તત્ત્વોને તું સાપેક્ષથી જોઈ રહ્યો છે, તેને નિરપેક્ષથી જો. નવ તત્ત્વ પર્યાય છે. પર્યાય હોવા છતાં સત્ છે. સત્ છે તેથી અહેતુક છે. પહેલાં સને અહેતુક જાણ! નિરપેક્ષ જાણ. નિરપેક્ષ જાણ્યા પછી સાપેક્ષનું જ્ઞાન થાય તેને વ્યવહાર કહેવામાં આવે છે.
આચાર્ય દેવ કહે છે-નવ તત્ત્વનો વિસ્તાર હું કરીશ આસવ, બંધનું સ્વરૂપ પણ કહીશ. તેથી આસવ-બંધને પ્રથમ નિરપેક્ષ જાણજે. જો નિરપેક્ષ નહીં જાણ તો આત્મા આસ્રવ-બંધનો કર્તા છે તેવી મિથ્યાબુદ્ધિ થઈ જશે. અદ્દભૂત ગાથા છે.
નવ તત્ત્વોને ભૂતાર્થનયથી જાણ! તેમ કહ્યું. તો નવ તત્ત્વો તો વ્યવહારનયનો વિષયછે-ભેદ છે. તેને વળી ભૂતાર્થન-પરમાર્થન-નિશ્ચયનયે કેમ જાણવાં તે પ્રશ્ન ઉભો થાય. આ નવ તત્ત્વના ભેદ પોતે વ્યવહારનયનો વિષય છે. તે વ્યવહારનયના વિષયને એટલે એકએક પરિણામને સત્-અહેતુક જાણ. તેનો આત્મા કર્તા નથી. નવની કર્તા બુદ્ધિ છોડવા જેવી છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #331
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૯૩ કેમકે સ્વયં થાય છે તેનો કોઈ ઉત્પાદક ન હોય. અને ન થાય તેને કોઈ કરી શકે પણ નહીં.
આખું જગત-છ દ્રવ્ય તેનાં ગુણ-પર્યાય બધું સત્ છે. દ્રવ્ય સત્-ગુણ સત્-પર્યાય સત્ છે. જે પર્યાયને સત જાણે છે તેની કર્તાબદ્ધિ છુટે છે, તેની દષ્ટિ અકર્તા એવાં જ્ઞાયક ઉપર પડ છે-અને તેને અનુભવ થાય છે.
ટીકામાં શબ્દ છે- “આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનયથી જાણે સમ્યકદર્શન જ છે.” (એ નિયમ કહ્યો.) ભૂતાર્થનયે જાણે સમ્યકત્વ “જ' છે. તેમણે સમ્યક એકાંત કર્યું. ર00 વર્ષ પહેલાં જયચંદજી પંડિત થયા તેઓ કૌંસમાં કહે છે “એ નિયમ કહ્યો.' નિયમ..નિયમ... એટલે નવ તત્ત્વને અભૂતાર્થનયે જાણતાં સમ્યકત્વ થાય જ નહીં. જે નવને ભૂતાર્થનયે જાણે છે તેની દૃષ્ટિ આત્મા ઉપર જાય છે. નવના ભેદ ઉપર દૃષ્ટિ જતી નથી. આવા અપૂર્વ ભાવો સમયસારમાં બ્રહ્માંડના ભર્યા છે. જેની જેટલી શક્તિ તેટલું કાઢે.
ગણધર પ્રભુ ભગવાન બાર અંગના ધણી એ પણ કહે છે કે-ક્યાં કેવળજ્ઞાન અને ક્યાં મારું જ્ઞાન ! સમુદ્રમાં બિંદુ છે. તો પછી આપણા જેવાની તો શું વાત કરવી.
જુઓ તત્ત્વાર્થસૂત્રનો ક્રમ અને સમયસારના ક્રમના નામમાં ફેર છે. ભાવ બરાબર છે. ભાવમાં ક્યાંય ફેર ન હોય. બધા દિગમ્બર શાસ્ત્રોમાં ભાવ બરાબર હોય.
એક વખત આજથી વીસ વર્ષ પહેલાં ઇંદોર ગયો હતો ત્યારે એક બહારગામના પંડિત પૂછયું હતું. ભાઈ ! તત્ત્વાર્થસૂત્રમાં સાતતત્ત્વના નામમાં એમ આવે છે કે જીવ, અજીવ, આગ્નવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. જ્યારે સમયસારમાં એમ આવે છે-જીવ, અજીવ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. તત્ત્વાર્થસૂત્રમાં આસ્રવ પછી બંધ અને સમયસારમાં આસ્રવ પછી સંવર; આટલો ક્રમ ફેરવ્યો તેનો શું આશય છે !
મેં કહ્યું-સમયસાર ભેદજ્ઞાનથી ભરેલું શાસ્ત્ર છે. અને જે ભેદજ્ઞાન કરીને આત્માનુભવ કરે છે તેને આસ્રવ પછી બંધ ન થાય. તેને આસ્રવના નિરોધપૂર્વક સંવર જ થાય. પર્યાયાર્થિકનયનું કથન.દ્રવ્યાર્થિકનયનું કથન, જ્ઞાન પ્રધાન શૈલી, દષ્ટિપ્રધાન શૈલી કોઈ જુદા પ્રકારની હોય છે.
અહીંયા ક્રમ ફર્યો તેનું કારણ એ છે કે-આસ્રવ પછી બંધ ન થાય. શું કહ્યું?! આસ્રવ પછી બંધ થાય તેમ જાણે તો સંવર ન થાય. આત્મા આસવથી ભિન્ન છે તેવું જેને ભેદજ્ઞાન થાય તેને અનુભવ થાય, પછી આગ્નવનો નિરોધ થાય અને સંવર થાય. સંવર એટલે શુદ્ધાત્માની પ્રાપ્તિ. શુદ્ધાત્માનો અનુભવ ચતુર્થ ગુણસ્થાને શુદ્ધોપયોગમાં થાય છે.
આજથી ૩૫ વર્ષ પહેલાં એક ત્યાગીને પૂછ્યું હતું. તે પ્રસિદ્ધ હતા–નામની કોઈ જરૂર નથી. અનાદિ મિથ્યાદષ્ટિ જીવ જ્યારે આત્માનો અનુભવ કરે છે ત્યારે તેને સવિકલ્પદશા હોય કે નિર્વિકલ્પ ધ્યાન હોય છે? તે કહે મૈયા મિશ્રદશા હોય છે. આહા...હા..! બિનઅનુભવીને તે કાંઈ ખ્યાલ આવતો નથી. નિર્વિકલ્પ ધ્યાનમાં-શુદ્ધોપયોગના કાળમાં જ તેને સમ્યફદર્શન થાય છે. પછી સવિકલ્પદશા ભલે આવી જાય પણ શુદ્ધ પરિણતિ છૂટતી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #332
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૨૬
૨૯૪
નથી. શુદ્ધોપયોગ ભલે છૂટી ગયો.
તો અહીં કહે છે–આ નવ તત્ત્વો જે છે, તેને ભૂતાર્થથી જાણે આગળ શબ્દ છે ભૂતાર્થથી જાણેલ. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષ તે સમ્યક્ત્વ છે. તત્ત્વાર્થસૂત્રમાં એ રહસ્ય છે કે–એકવચન કહીને, તેમાંથી શુદ્ઘનયથી શુદ્ધાત્માને કાઢ તો અનુભવ થાય પણ આમાં તો એકદમ ખુલ્લુ કરી નાખ્યું છે.
ભૂતાર્થથી આત્માને જાણે તો તો સમ્યક્દર્શન થાય તે તો બરાબર છે. પણ આ નવ તત્ત્વને ભૂતાર્થથી જાણતાં સમ્યક્દર્શન થાય એ શું!? તે નવ તત્ત્વનો વિસ્તાર આવવાનો છે. જીવ અનાદિકાળથી ભૂલ્યો છે કે-આત્મા સ્વભાવને ભૂલીને પુણ્ય-પાપ, આસવ, બંધને કરે. અને આત્માને ભેદજ્ઞાન થાય તો સંવ૨-નિર્જરા-મોક્ષને કરે. પરંતુ આત્મા અકારક-અવેદક જ્ઞાયક જ્ઞાતા છે તે એને લક્ષમાં આવતું નથી.
અશુદ્ધ નિશ્ચયનયે રાગને કરે, અને એદેશશુદ્ધનિશ્ચયનયે સંવ-નિર્જરાને કરે, સર્વદેશ શુદ્ધ નિશ્ચયનયે મોક્ષને કરે. આમ તેણે કરવું રાખ્યું; તેને આત્માનું જાણવું છૂટી જાય છે. પ્રથમ આત્માને જાણ કે આત્મા અકારકને અવૈદક અકર્તા છે.
આત્મા અકર્તા શા માટે છે!? તો કહે-પર્યાય સ્વયં ઉત્પન્ન થાય છે. પર્યાય તેનાં સ્વકાળે પ્રગટ થાય છે. તેના ષટ્કારકથી તે પ્રગટ થાય છે-આત્મા તેનો કરનાર નથી. તું તેને કર્તાપણે ન દેખ! બે પ્રકારની ભૂલ એ થાય છે કે-છે અકર્તા ને માન્યો કર્તા તો જીવ તત્ત્વ સંબંધી તે ભૂલ છે. જ્ઞાયક કર્તા નથી શાયક તો જ્ઞાતા છે, તે પ્રથમથી જ જ્ઞાતા છે. પોતે જ ભૂલી ગયો છે કોઈના ઉપદેશથી નહીં. પોતે પોતાની મેળે જ્ઞાતા હોવા છતાં, શાયક હોવા છતાં, પોતાને રાગાદિનો હું કર્તા છું–એમ બીજાના ઉપદેશ વિના માને છે. બીજાના ઉપદેશથી માને તો તો ગૃહિત મિથ્યાત્વ આવે. ગૃહિત મિથ્યાત્વ તો જ્ઞાની ગુરુના ઉપદેશથી નીકળી જાય છે. આ તો અગૃતિ મિથ્યાત્વ છે અને તે તો અનુભવથી જાય છે-તે શાસ્ત્ર વાંચવાથી, દેશનાલબ્ધિ સાંભળવાથી જાય નહીં. ભલે નિમિત્તપણે શાસ્ત્ર હો કે ગુરુની વાણી હો! પણ વાણીના લક્ષે અનુભૂતિ ન થાય. તેનું લક્ષ છૂટે અંદરમાં જાય તો અનુભવ થાય-ત્યારે ભૂતનૈગમનયે જ્ઞાની ગુરુના ઉપદેશને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તનું લક્ષ છે ત્યાં સુધી લક્ષ અંદરમાં આવે નહીં.
આહા! પરને જાણતાં-જાણતાં એ કે ‘દિ આત્માને જાણશે. એકવખત તો તેણે અનુભવ કરવા માટે ૫૨ને જાણવાનું સર્વથા બંધ કરવું પડશે.
ટીકાકાર ટીકા કરતાં કહે છે-આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનયથી, ૫૨માર્થનયથી, નિશ્ચયનયથી નવે તત્ત્વ સત્ અહેતુક છે. કર્મથી પણ પરિણામ થતા નથી અને આત્માથી પણ પરિણામ થતા નથી. કર્મકૃત પરિણામ કહીને નિમિત્ત સાપેક્ષથી વાત કરવામાં આવી છે. છે તો પર્યાયકૃત, તે આત્માકૃત નથી. નવ તત્ત્વો પર્યાયનાં કાર્યો છે તે જીવથી કરવામાં આવ્યા નથી. પર્યાય કરે છે તેવા કર્તા ધર્મને આત્મા જાણે છે. આત્માને જાણતાં-જાણતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #333
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૫
આત્મજ્યોતિ ભોક્તા ધર્મને પણ આત્મા જાણે છે કર્તા ધર્મ અને ભોક્તા ધર્મ છે પણ તે પર્યાયના ધર્મો છે. દ્રવ્યનો સ્વભાવ કર્તા-ભોક્તાપણું નથી તે તો જ્ઞાતા છે પ્રભુ!
જીવાદિ નવ તત્ત્વોને ભૂતાર્થનાથી જાણેલ” એટલે અંતર્મુખ થઈને એક વખત જ્ઞાયકને જાણ કે-હું જ્ઞાયક છું. પરિણામ જે થાય છે તે સ્વયંથી થાય છે, મારાથી થતા નથી. એક વખત અનુભવ પહેલાં જ્ઞાતાના પક્ષમાં તો આવી જા ! વ્યવહારનો પક્ષ તો જીવને અનાદિકાળથી છે તેમ પંડિતજી ભાવાર્થમાં લખી ગયા છે.
અનાદિકાળથી જીવને વ્યવહારનો પક્ષ તો છે. વ્યવહારનો પક્ષ હજુ કેમ રહી જાય છે? તે નિશ્ચયનયનો નિષેધ કરે છે એટલે નિશ્ચયના નિષેધ વિના વ્યવહારનો પક્ષ ઉભો થતો નથી. તેને ખબર નથી પડતી કે હું નિશ્ચયનયનો નિષેધ કરું છું. પણ જ્યાં નિશ્ચયની વાત આવે ત્યાં...આ...તો નિશ્ચયની વાત છે. આહાહા ! તેજ તારો નિષેધ કર્યો. સત્યનો નિષેધ કર્યો છે માટે સંસારમાં રખડે છે. તેને અસત્યનો આગ્રહ થઈ ગયો છે. આહા...હા ! નિશ્ચયનયનો નિષેધ કરે છે એટલે કે તે સ્વભાવનો નિષેધ કરે છે. તેને સનો આગ્રહ આવતો નથી અને અસતનો આગ્રહ છૂટતો નથી.
શું પર્યાય એકલી અદ્ધરથી આમ થાતી હશે!? શાસ્ત્રમાં તો ઠેક-ઠેકાણે આવે છે-અમે વાંચ્યું છે કે, પર્યાય દ્રવ્યને આધારે છે. દ્રવ્ય અને પર્યાયનો આધાર-આધેય સંબંધ છે, કર્તાકર્મ સંબંધ છે. વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે. એ બધું છે તેની ના નથી, પણ આ કઈ નયનું કથન છે, પ્રયોજન કેટલું લિમીટેડ છે, અને શું સિદ્ધ કરવું છે, તે સમજવું જોઈએ. વાક્યમાં કઈ નયનું કથન છે, અને શું અહીં પ્રયોજન સિદ્ધ કરવું છે! બસ, એટલી વાતને સમજે તો તેને જિનાગમનો સાર ખ્યાલમાં આવી જાય. પછી તે જ્ઞાતા રહે પણ કર્તા બુદ્ધિ થતી નથી.
શાસ્ત્રમાં તો પાર વગરની વાત આવે. પરથી જુદા પાડવા માટે, પ્રમાણમાં લાવવા માટે-કર્તાકર્મ એક દ્રવ્યમાં છે. બે દ્રવ્યની પર્યાયો વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. આવા વ્યવહારના અનેક કથન આવે. પણ પર્યાયથી નિરપેક્ષ ભગવાન આત્મા છે, પ્રમત્ત-અપ્રમત્તથી રહિત જ્ઞાયકભાવ ભગવાન આત્મા છે-તે એને લક્ષમાં આવતું નથી. છઠ્ઠી ગાથા તેને લક્ષમાં આવતી નથી.
આહા...હા! ભગવાન આત્મા-જ્ઞાયક પરમાત્મા છે તે પરિણામ માત્રથી ભિન્ન છે. બંધ-મોક્ષથી રહિત છે. તો એમાં એક પ્રશ્ન ઉભો થઈ શકે છે જો પરિણામ માત્રથી ભિન્ન છે, તો તેમાં મિથ્યા એકાંત તો નહીં થતું હોય ને? તેમાં અનેકાન્ત તો રહ્યું નહીં. અનેકાન્ત એટલે શું? અનેકાન્ત તો અમૃત છે. અનેકાન્ત ત્રણ પ્રકારના છે.
(૧) અનેકાન્ત એવું છે કે સ્વ ચતુષ્ટયમાં પર ચતુષ્ટયની નાસ્તિ છે. દ્રવ્ય-ગુણપર્યાય તે આખો પદાર્થ છે. ઉત્પાદું વ્યયને ધ્રુવ તેવો અહીંયા પદાર્થ લેવો છે. તેમાં બીજા છે દ્રવ્યની નાસ્તિ છે એવી પદાર્થની અસ્તિ છે. આવા પદાર્થને પ્રમાણજ્ઞાનનો વિષય કહેવામાં આવે છે. આ પહેલું અનેકાન્ત છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #334
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬
પ્રવચન નં. ૨૬
(૨) બીજું અનેકાન્ત જે છે તેમાં, દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ છે. જ્ઞાયકભાવમાં પ્રમત્તઅપ્રમત્તની નાસ્તિ છે. જે જેમાં ન હોય તેને કરે ને ભોગવે તેમ કેમ બને પ્રભુ! આહા! જ્યાં દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ છે એવી મારી અસ્તિ છે; તો જ્ઞાયક ઉપર દષ્ટિ જતાં અનુભવ થાય છે. અનુભવના કાળમાં તે આત્મા અનુભૂતિથી સહિત છે-તેવું જ્ઞાન થાય છે. રહિતનું શ્રદ્ધાન ને સહિતનું જ્ઞાન થાય છે.
(૩) આ ત્રીજા પ્રકારનું અનેકાન્ત છે તે-અનંતા અનંત ધર્મોને જ્ઞાન એક સમયમાં જાણી લ્ય છે. બે પ્રકારના અનેકાન્ત પછી આ ત્રીજા પ્રકારનું પ્રમાણરૂપ અનેકાન્ત પ્રગટ થાય છે. આ અનેકાન્ત ભેદજ્ઞાન પરક છે.
ભેદજ્ઞાનથી અનુભવ થતાં, અનુભવના કાળમાં એક જ સમયમાં શ્રુતજ્ઞાન આત્માને જાણે છે, અનંતગુણને જાણે છે, અનંત પર્યાયને જાણે છે, અને અનંત અપેક્ષિત ધર્મને પણ જાણે છે. જેટલું કેવળી જાણે તેટલું એક સમયમાં હરણિયું ને દેડકું જાણે છે. અનુભવના કાળમાં જાણવાનું કાંઈ બાકી રહેતું નથી. એટલે સમ્યક એકાન્તપૂર્વક સમ્યક અનેકાન્ત થાય.. થાયને થાય જ છે. એકલું એકાન્ત રહેતું નથી અને એકાન્ત પ્રગટ થયા સિવાય અનેકાન્ત પ્રમાણ થતું નથી. “અનેકાન્તિક જ્ઞાન પણ સમ્યક એકાંત એવાં નિજ પદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી.”
ઉત્પાદ-વ્યય ધ્રુવ યુક્ત સત્.” “ગુણ પર્યાયવત્ દ્રવ્યમ્” તે તો પદાર્થની સિદ્ધિ કરી. આમાં પરની નાસ્તિ છે. એક પરમાણુમાં બીજા પરમાણુનો અભાવ છે. તે પ્રમાણ સુધી આવ્યો પણ પ્રમાણની બહાર જવા જેવું નથી–કેમકે બહારના પદાર્થના પરિણામને તો કોઈ આત્મા કરી શકતો નથી.
એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી–તે વાત તો બરાબર છે. પણ અંદર પ્રમાણમાં અટકી જાય તો પ્રમાણનો પક્ષ થાય છે. તે વ્યવહારનો પક્ષ છે. વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે, વસ્તુ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે ને તમે પર્યાયને કેમ બાદ કરો છો? પર્યાયની નાસ્તિ કેમ કહો છો !? જો પર્યાયથી આત્મા રહિત હોય તો સાંખ્યમત થઈ જશે. આમ વ્યવહારના પક્ષવાળાની (દલીલો અનેક પ્રકારની છે). તે નિશ્ચયનો નિષેધ કરી ( પ્રમાણમાં) રોકાય જાય છે. તે અંદરમાં ભેદજ્ઞાન કરતો નથી. ખરું ભેદજ્ઞાન તો અંદરમાં છે. બહારનું તો બહારમાં તે કાંઈ આત્માને આધીન નથી.
શ્રી સમયસારની છઠ્ઠી ગાથામાં અંદરનું ભેદજ્ઞાન બતાવ્યું છે. આત્મા જ્ઞાયક છે ને પ્રમત્ત-અપ્રમત્ત નથી. નથીનું પણ કારણ કહ્યું કે સંસાર અવસ્થામાં એટલે કે સ્વભાવને ભૂલીને અજ્ઞાની હોય ત્યાં સુધી તેની દશામાં શુભાશુભભાવ થાય છે ખરા. જૂનાં કર્મ નિમિત્ત અને ભાવ પુણ્ય નવાં કર્મબંધનું કારણ-નિમિત્ત થાય, પણ તે શુભાશુભભાવના સ્વભાવે આત્મા થતો નથી. નિજ ભાવને છોડે નહીં અને પરભાવમાં જાય નહીં એટલી જુદાઈ તો સ્વભાવથી અંદરમાં રહેલી છે. આવા સ્વભાવને સ્વીકારે તો અનુભવ થાય,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #335
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૯૭ એકતા કરે તો મિથ્યાત્વ ઉભું થાય છે.
આહા! દષ્ટિ અપેક્ષાએ, સ્વભાવથી જ ઉત્પાદું વ્યયથી ભિન્નતા છે. હવે જ્યારે દષ્ટિ પ્રગટ થાય ત્યારે અનુભૂતિથી સહિત છે તેવું પણ જ્ઞાન થાય છે.
પંડિતજીએ પ્રવચનમાં કહ્યું હતું કે-રાગથી આત્મા સર્વથા ભિન્ન છે. અને અનંતગુણથી સર્વથા અભિન્ન છે. બન્નેમાં સર્વથા' લેવું. પછી શું કરવું!? કે-રાગથી મારો આત્મા સર્વથા ભિન્ન છે એમ જ્યાં દષ્ટિમાં આવ્યું, ત્યાં નિર્મળ પર્યાયથી કથંચિત્ ભિન્ન કથંચિત્ અભિન્ન થાય છે. રહિતપૂર્વક સહિતનું જ્ઞાન થાય થાય ને થાય જ છે. જો સહિતનું જ્ઞાન નથી તો મિથ્યાદષ્ટિ-સાંખ્યમતી છે. અને રહિતના શ્રદ્ધાનમાં ન આવે અને સહિતમાં રોકાય જાય તો તે અજૈન છે-મિથ્યાષ્ટિ છે. આ બહુ સૂક્ષ્મ વાત છે.
નવ તત્ત્વને ભૂતાર્થનયથી જાણ તું. મારાથી થાય છે અને હું તેને કરું છું તે રહેવા દે! હવે એકવાર પરિણામને જાણવાનું બંધ કરી દે! જો તું એ પર્યાયને જાણવા રોકાઈશ તો પર્યાયમાં આત્મબુદ્ધિ થયા વિના રહેશે નહીં–કેમકે જાણેલાનું શ્રદ્ધાન થઈ જશે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે-ઈન્દ્રિયજ્ઞાન જેને જાણે છે તેમાં મમતા કર્યા વગર રહેતું નથી ઈન્દ્રિયજ્ઞાન એકતા કરે છે. ભાવઈન્દ્રિયમાં ભેદજ્ઞાન કરવાની શક્તિનો અભાવ છે. એ તો જે આત્મજ્ઞાન પ્રગટ થાય છે તે જ ઈન્દ્રિયજ્ઞાનથી તેમજ રાગાદિથી ભિન્ન આત્માનો અનુભવ કરે છે. માટે પર્યાયને એકવાર જાણવાનું બંધ કરી દે! એકવાર જાણીશ તો પોતાનું માની લઈશ. અનુભવ પછી પર્યાય જણાય તેને વ્યવહાર કહેવામાં આવે છે. તે પણ પર્યાયના લક્ષ પર્યાયનું જ્ઞાન થતું નથી. “પર લક્ષ અભાવાત્ ચંચલતા રહિતમ્ અચલમ્ જ્ઞાનમ્”
- ભૂતાર્થનયથી જાણેલ સમ્યકત્વ જ છે–તે નિયમ કહ્યો. તેમાં મૂળમાં કુંદકુંદાચાર્ય ભગવાને જે વાત કહી તેને ટીકાકારે એક લીટીમાં મૂકી દીધી. અભૂતાર્થનયે નવને જાણવા તેમ મૂળમાં હતું નહીં, પણ ટીકાકારની એ વિશેષતા છે કે જ્યાં નિશ્ચયની વાત હોય ત્યાં સાથે સાથે વ્યવહારની વાત બતાવે. જ્યાં આચાર્ય ભગવાન વ્યવહારની વાત કરે ત્યાં તે નિશ્ચયની વાત પણ બતાવતા જાય. આમ આ સર્વાંગી શાસ્ત્ર છે. આમાં ક્યાંય એકાંતનો દોષ લાગે તેમ છે નહીં. હવે આચાર્ય ભગવાન વ્યવહારની વાત કરે છે.
તીર્થની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનથી” , અભૂતાર્થનથી એટલે વ્યવહારનયથી કહેવામાં આવે છે તેવા આ નવ તત્ત્વો-પર્યાયની સાથે આત્માનો સંબંધ રાખો તો વ્યવહારનય થઈ જાય છે. પર્યાયથી રહિત જાણો તો નિશ્ચય થાય છે. દ્રવ્યનો પણ નિશ્ચય થાય છે અને પર્યાયનો પણ નિશ્ચય થાય છે.
દ્રવ્યનો નિશ્ચય શું થયો કે-પર્યાયમાત્રથી મારો આત્મા ભિન્ન છે-તે દ્રવ્યનો નિશ્ચય કહેવાય-દષ્ટિનો વિષય કહેવાય. પર્યાયનો નિશ્ચય શું!? જ્ઞાનની પર્યાય જે ભેદને જાણવા રોકાતી હતી અને પરને જાણવા જતી હતી–તે જ્ઞાનની પર્યાયનો વ્યવહાર હતો. તે જ્ઞાનની પર્યાય પરને જાણવાનું બંધ કરી, ભેદને જાણવાનું બંધ કરી, રાગને જાણવાનું બંધ કરી; તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #336
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૯૮
પ્રવચન નં. ૨૬ એક અભેદ સામાન્યની સન્મુખ થાય છે ત્યારે જ્ઞાનની પર્યાયનો નિશ્ચય પ્રગટ થયો. કહેવામાં ક્રમ પડે છે, અનુભવના કાળે દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય બે એક સમયમાં, એક સાથે પ્રગટ થાય તેનું નામ અનુભૂતિ છે.
આહા ! દ્રવ્યનો નિશ્ચય તો ઠીકઠેક-ઠેકાણે શાસ્ત્રમાં આવે છે. પર્યાયનો નિશ્ચય ક્યાં છે? કહે-સમયસારમાં છે. જ્ઞાનની-દર્શનની ચારિત્રની પર્યાયનો ત્રણ પ્રકારનો નિશ્ચય અને ત્રણ પ્રકારનો વ્યવહાર સેટિકાની ગાથામાં છે. સેટિકાની ગાથામાં એમ કહ્યું કે-જે જ્ઞાન પરને જાણે છે–એટલે ‘હું પરને જાણું છું–તેને વ્યવહાર ન કહેતાં; આત્માનો નાશ થઈ ગયો તેમ કહ્યું. તે નાસ્તિક થઈ ગયો.
અજ્ઞાની કહે–પરને જાણવાનો મારો સ્વભાવ છે ને? સાંભળ! પરને જાણવાનો તારો સ્વભાવ હોય તો આનંદ આવ્યો ? ના, આનંદ તો નથી આવ્યો. પરને જાણતાં ત્રણકાળમાં તેને આત્માનો અનુભવ થઈ શકતો નથી. માટે પરને જાણવાનું સર્વથા બંધ કરી દે.
પ્રશ્ન - સર્વથા બંધ કરું કે કથંચિત?
ઉત્તર - તેના માટેની પ્રવચનસારની ૧૧૪ ગાથાના પ્રવચનો બહાર પડી ગયા છેઅદ્વિતિય ચક્ષુ', તેમાં ગુરુદેવે તો ત્યાં સુધી ફરમાવ્યું કે-તેને બે જ આંખ છે. પરને જાણનારી ત્રીજી આંખ જ નથી.
મૂળ દિગમ્બરોની ઇંદોરમાં સભા ભરાણી. સભામાં ઠરાવ થયો કે એક દ્રવ્ય, બીજા દ્રવ્યને કરે ને કરે. અને જો કોઈ એમ જાહેર કરે કે-એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરતું નથી તેમ કોઈ પ્રતિપાદન કરે તો તે દિગમ્બર જૈન નથી. તેના ઉત્તરમાં પૂ. ગુરુદેવે વ્યાખ્યાનમાં કહ્યું-તું આ શું કરી રહ્યો છે? અહીંયા તો આચાર્ય ભગવાન એમ કહે છે કે-પરને જાણવાની કોઈ ચક્ષુ જ નથી. છતાં આત્મા પરને જાણે છે એમ જે કોઈ માને છે તે દિગમ્બર જૈન નથી. ગુરુ ઉપર શ્રદ્ધા હોય તો આ વાત બેસે તેવી છે. તેમની વાણી સર્વાગી હતી.
એની વાણીમાં ક્યાંય ફેરફાર નથી. અને કોઈને શંકા પડે તો, જાઓ સીમંધર ભગવાન પાસે, અને કહો કે-સોનગઢના સંતે આમ વાત કરી છે. સીમંધર ભગવાન કહેઅહીંયા શું કામ ધક્કો ખાધો !? એ જે કર્યું છે તે બરાબર જ છે. તેમણે અનુભવથી પ્રમાણ
ને એમ શાસ્ત્ર વાંચીને સ્થાનકવાસીમાંથી દિગમ્બર નથી થયા. તે સાધારણ પુરુષ ન હતો.
પરને જાણે એમ માને, પરને જાણે તે દિગમ્બર નથી તેમ નહીં. પરને જાણે એમ પોતાને માને, પરને પોતાનું માને તે દિગમ્બર નથી–એટલે મિથ્યાષ્ટિ છે. ટૂંકમાં જેને જાણે તેનું શ્રદ્ધાન કરશે. દેહને જાણે તો દેહ મારો, રાગને જાણે તો રાગ મારો, ગુરુને જાણે તો ગુરુ મારા. તમે એમ કરો ગુરુને બાદ રાખો. કહે ના, સમાં કોઈ છૂટછાટ ન હોય. પંડિતજી! સમાં છૂટછાટ હોય?
ગુરુદેવ કહે છે-પરને જાણવાની તો કોઈ ચક્ષુ નથી. બે ચક્ષુ છે. (૧) દ્રવ્યાર્થિકનય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #337
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૯૯ અને (૨) પર્યાયાર્થિકનય. દ્રવ્યાર્થિક નય એટલે શું? પોતાનું દ્રવ્ય જે સામાન્ય શુદ્ધાત્મા છે, તેની સન્મુખ થઈને જે જ્ઞાન જાણે તેને દ્રવ્યાર્થિકનાં કહેવામાં આવે છે.
દ્રવ્ય–અર્થને નય. નય એટલે જ્ઞાન, અર્થ એટલે પ્રયોજન જે જ્ઞાનનું પ્રયોજન શુદ્ધાત્માને જાણવાનું છે-તે જ્ઞાનના અંશને ભગવાન દ્રવ્યાર્થિકનય કહે છે. તે આંખ તો અનાદિથી બંધ છે; ખુલી નથી. આ વાત અનાદિ મિથ્યાષ્ટિની કરું છું. કોઈ સાદિ મિથ્યાદષ્ટિ બેઠા હોય તો તેને ન ગણવા.
ઘણાં વખતથી એવું લાગી આવ્યું છે, ગુરુદેવના સમાગમમાં આવ્યો ત્યારે એમ થયું કે-આ સભામાં બધા અનાદિ મિથ્યાદષ્ટિ ન હોય. કેમકે આ તત્ત્વની કોઈ સાધારણ વાત નથી. અસાધારણ વાત છે. ગુરુની વાતનો જેને અંદરમાંથી હુકાર આવે..તેમાં બે પ્રકારના સંસ્કારી જીવો સોનગઢમાં તેમની પાસે આવતાં હતાં. એક તો પૂર્વે અનુભવ થઈને છૂટી ગયો હોય એટલે સાદિ મિથ્યાષ્ટિ જીવ. આમ હોઈ શકે છે! બાકી તો આ બધું કેવળી ગમ્ય છે. -કોઈ કહી શકતું નથી. બીજું સત્ના તેને ઊંડા સંસ્કાર હોય અને પૂર્વે પામવાનું રહી ગયું હોય, અહીં આવીને પામી શકે છે. એમાં શું! મારે તેની તલવાર છે.
તું તારા પરિણામને જાણવા રોકાઈ રહ્યો છો ? તે કહે-સાહેબ, પરિણામને તો જાણવા જોઈએ ને ? બારમી ગાથામાં ચોખ્ખું લખ્યું છે—જાણેલો પ્રયોજનવાન, અને વળી કેવળી ભગવાન લોકાલોકને જાણે, અને અમે થોડા પદાર્થોને જાણીએ છીએ ક્ષયોપશમ અનુસાર. એ વાત તો કદાચ જવા ધો બહારના પદાર્થની, પણ પરિણામને તો જાણવા જોઈએ ને? દોષને જાણે તો દોષ ટળે ને? તેના માટે પ્રવચન રત્નાકરનો આ પહેલો ભાગ છે. આ રમણભાઈએ તેનું સંકલન કર્યું છે. તેમાં પહેલાં ભાગમાં શું કહ્યું છે? એક કર્તાબુદ્ધિ અને એક જ્ઞાતાબુદ્ધિ તેમાં જ્ઞાયક જણાતો નથી.
આધાર-પ્રવચન રત્નાકર ભાગ-૧, પેજ નં-૧૪૬-સાંભળજો! આ જાણવાના ન્હાના નીચે મિથ્યાત્વ કેવી રીતે ઉત્પન્ન થાય છે. અને મિથ્યાત્વ પુષ્ટ થાય છે તેનો આધાર. જ્ઞાનીઓ ઉપર વિશ્વાસ રાખ વિશ્વાસ રાખ પ્રભુ ! વ્યવહાર શ્રદ્ધાથી જે ભ્રષ્ટ છે તે સમ્યની સન્મુખ પણ નથી.
“વળી કોઈ એમ પણ કહેતા હોય છે.” વળી કોઈ, એટલે બધાય નહીં. કોઈ એમ કહેતા હોય છે-પર્યાય છે, એનું જ્ઞાન કરવું તો જોઈએ ને? પર્યાયને જાણવી તો જોઈએ ને? પર્યાયને વિષય બનાવવો તો જોઈએ ને? અન્યથા એકાંત થઈ જાય. પર્યાયપણ વસ્તુ છે, અવસ્તુ નથી. એમ શાસ્ત્રમાં પણ કહ્યું છે. પર્યાય વસ્તુ છે, પર્યાય જ્ઞાનનું ગેય થાય છે એટલે વસ્તુ છે. કાર્ય તો પર્યાયમાં થાય છે ને? પર્યાય વિના કોઈ કાર્ય થાય? એક પછી એક પોંઈન્ટ થી વાત ઉપાડે છે. આમ પર્યાયનો પક્ષ કરીને પરસ્પર વ્યવહારનો ઉપદેશ કરીને-હું માં હા મેળવે છે.
ભલે પરને ન જાણે તો કાંઈ નહીં; પર્યાયને તો જાણે છે ને? જાણેલો પ્રયોજનવાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #338
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OO
પ્રવચન નં. ૨૬ ચોખ્ખું લખ્યું છે. પણ દ્રવ્યને જાણ્યા પછી લખ્યું છે તે જો તો ખરો તું! આત્માના અનુભવ પછી લખ્યું છે અને તું પહેલું માની રહ્યો છે. આમ પર્યાયનો પક્ષ કરીને, વ્યવહારનો પક્ષ ઉપદેશ કરીને-મિથ્યાત્વ પુષ્ટ કરી રહ્યો છે. એક કર્તાના ન્હાના નીચે, અને એક પર્યાયને જાણવાના-જ્ઞાતાના ન્હાના નીચે મિથ્યાત્વ ઉભું કરે છે.
પર્યાયનો જ્ઞાતા નથી તો એકાંત....એકાંત થયું! આત્માને જાણ્યા પછી વ્યવહાર આવે તે વાત જુદી છે. અરે! પહેલાં અનુભવ કેમ થાય તે શીખવું જોઈએ. તેને બદલે અનુભવ થયા પછીની વાત પહેલી ઉપાડી. કહે-જ્ઞાની પણ પાંચમહાવ્રતને કરે છે, જાણે છે.
ભાઈ ! તેઓ પાંચ મહાવ્રતને કરતા નથી. ખરેખર પાંચ મહાવ્રતને જાણતાં પણ નથી. તે જ્ઞયાકાર અવસ્થામાં જ્ઞાયકને જાણે છે લે! તને કાંઈ ખબર છે!? પાંચ મહાવ્રત જ્ઞાનમાં શેય થાય ત્યારે જ્ઞાયક જણાય છે. સવિકલ્પદશામાં જ્ઞાયક જણાય છે. નિર્વિકલ્પ ધ્યાનનો તો કોઈ પ્રશ્ન નથી.
તીર્થની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનથી”, કર્તકર્મ સંબંધને લઈને આ ભાવને કરે, અશુદ્ધ નિશ્ચયનયે રાગને કરે, શુદ્ધનિશ્ચયનયે વીતરાગભાવને કરે. આમ કરે...કરે...કરે....અને થોડો આગળ જાય તો જાણે ને કરે, જાણે ને કરે, જાણે ને કરે. તેમાં જાણનાર રહી ગયો.
જાણવાના લોભમાં સઘળો સંસાર છે.” આ અનંતાનુબંધીનો લોભ છે. આહા... હા ! ગજબની વાત છે. તેને એમ લાગે કે-પરને જાણવું તો સ્વભાવ છે. દસ વર્ષ પહેલાં મારા પુત્રએ મને પૂછ્યું કે ભાઈ ! તમે વાત કરો છો કે આત્મા પરને જાણતો નથી તો તમારી પાસે કોઈ આધાર છે? હોય તો મને બતાવો !? હા, ન્યાય છે, સાંભળ! હું તને શાસ્ત્રનો આધાર આપતો નથી. તારી ઉંમર અત્યારે ૫૦ વર્ષની છે, અત્યાર સુધી તું પરને જાણતો આવ્યો છે, તો કોઈ દિવસ તને આનંદ આવ્યો? આનંદ નથી આવતો તો તું પરને જાણવું બંધ કર; પરને જાણવાનું બંધ કરીને આત્માને જાણ. જો તને આનંદ જોતો હોય, સમ્યકદર્શન જોતું હોય, મોક્ષમાર્ગ જોતો હોય તો આટલું કર.
સાવ સહેલું છે. તમે જાણતાં તો આવડે. જાણવાની ક્રિયાબંધ તો થતી નથી. પણ તે ઉપયોગનો દૂર ઉપયોગ કરીને પરને જાણવા રોકાઈ ગયો, તે ઉપયોગને અંતર્મુખ કરીને, પરને જાણવું બંધ કરીને-પરનું લક્ષ કરવાનું બંધ કરીને, એક અભેદ ટંકોત્કીર્ણ આત્મા ને તું જાણ. ખરેખર તો એને જાણી રહ્યો છો તેને જાણી લે! આ..હાહા! જે જણાય રહ્યો છે તેને જાણ!
જણાય તો રહ્યો છે બધાય ને; બાળ-ગોપાળ સૌને ચોખ્ખો પાઠ છે-અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. અનુભવમાં આવે છે એટલે!? પ્રતિભાસ થાય છે. અનુભવ એટલે આનંદ આવે છે એમ નહીં.
બે પ્રકારનો જ્ઞાનમાં પ્રતિભાસ છે. સ્વપરપ્રકાશક શક્તિ છે. સ્વનો પ્રતિભાસ થાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #339
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૩૦૧ અને પરનો પણ પ્રતિભાસ થાય. બે પ્રકારના પ્રતિભાસમાં તે અનંતકાળથી તે સામાન્યના પ્રતિભાસને તિરોભૂત કરે છે કે-જ્ઞાયક નથી જણાતો. પરનો પ્રતિભાસને ઉપયોગાત્મક કરીને...આ જણાય છે...આ જણાય છે...તેથી જ્ઞાનનું સમય સમયે અજ્ઞાન કરી નાખે છે. આ વાત સમયસાર-૯૨-૯૩ ગાથામાં છે.
આહાહા! તેની બે પ્રકારની ભૂલ છે. પરની કર્તાબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિ. આત્મા અકર્તા છે. તેને કર્તા માને છે. અને છે જ્ઞાયકનો જ્ઞાતા અને પરનો જ્ઞાતા માને છે તેથી બહિર્મુખ અશુદ્ધોપયોગ થાય છે.
હવે વ્યવહારનયથી કહેવામાં આવે છે તે આ નવ તત્ત્વો” વ્યવહારનય છે. તે સાપેક્ષ છે. તે આત્માની સાથે સંબંધ રાખે ત્યારે નવ તત્ત્વ દેખાય છે. નવ તત્ત્વને આત્માની સાથેના સંબંધથી જુઓ તો વ્યવહાર છે. હવે પર્યાયને સત્ તરીકે જુઓ તો આત્માની સાથે તેને કાંઈ સંબંધ નથી. તો કર્તાબુદ્ધિ છૂટી જશે અને એનું જ્ઞાતાપણું છૂટીને પણ જ્ઞાયક ઉપર દષ્ટિ આવશે ત્યારે પછી પર્યાયને જાણે તેને વ્યવહાર કહેવામાં આવે છે.
પરિશિષ્ટ-૩ પ્રવચન નં. ૨૭
તા. ૨૯-૧૨-૮૯ આજનો દિવસ પંચકલ્યાણકનો છે તે એક અપેક્ષાએ માંગલિક દિવસ છે. ભગવાનનો મોક્ષ થયો અને પ્રત્યેક જીવનો મોક્ષ થાય તેવું અનુમોદન કરવા યોગ્ય છે. પ્રભુ! અરિહંત હતા ત્યાં સુધી તો દિવ્યધ્વની મળતી હતી, પરંતુ હવે પ્રભુ મોક્ષ પધાર્યા તેથી દિવ્યધ્વની મળશે નહીં. વાણી દ્વારા પોતાના સ્વરૂપનું સ્મરણ મળતું હતું. એટલે લાયક જીવને એક આંખમાંહર્ષ અને એક આંખમાં આસું આવે તેવો આજનો દિવસ છે. ભગવાન નિર્વાણપદને પામ્યા, મૃત્યુ નથી થયું. અહીંથી કોઈ પણ ચારગતિમાં જન્મ લ્ય તેને મૃત્યુ કહેવાય. મોક્ષ થઈ ગયો તે ફરીથી જન્મ લેતા નથી. મરતા નથી ને જન્મ લેતા નથી. મરે તો જન્મ લ્ય ને?
આ ભગવાન આત્મા મોક્ષ સ્વરૂપ છે. અનાદિ અનંત સ્વભાવમાં જન્મ-મરણનો ભાવ નથી. અને જન્મ-મરણ નિમિત્તનું જે કારણ વિભાવ ભાવ તે પણ સ્વભાવમાં નથી પરમાત્મા ત્રિકાળ મુક્ત છે. જેને મુક્તની દષ્ટિ થાય છે તો દષ્ટિ મોક્ષ ગૃહસ્થદશામાં થઈ જાય છે. દષ્ટિ અપેક્ષાથી તે આત્માનો મોક્ષ થઈ જાય છે – અને દશા અપેક્ષાથી તેની મુક્તિ પછીથી થાય છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ છૂટી જાય છે અને મુક્ત સ્વરૂપ થઈ જાય છે. ભાવકર્મ સ્વભાવમાં ન હતા, તે તો સંયોગ છે. તેથી સંયોગનો અભાવ થાય છે પણ સ્વભાવનો ત્રણકાળમાં અભાવ થતો નથી.
તેથી આજનો દિવસ, એક આંખમાં આંસુ વહે છે અને બીજી આંખમાં (હર્ષ-આનંદ છે) મારા પ્રભુ મોક્ષ પધ્ધયા તે સારી વાત છે. બે આંખ છે ને? એક આંખમાં અશ્રુ છે ને એક આંખમાં હર્ષ છે. અમે પણ થોડા વખતમાં આપની પાસે આવીશું, આપે જે ઉપદેશ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #340
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૨૭ આપ્યો છે તે (અમને રુચ્યો છે, તેથી લાંબો કાળ નથી. ભવ પણ અલ્પ છે અને કાળ પણ અલ્પ છે. કેમકે આત્મામાં બંધ-મોક્ષનો અભાવ છે. એવી દષ્ટિ જ્યારે દ્રવ્ય ઉપર પડે છે તો તેને આત્માનો અનુભવ થાય છે.
આ હા..હા ! અનુભવના કાળમાં ત્રિકાળ સ્વભાવ તો મુક્તસ્વરૂપ જ દૃષ્ટિમાં આવી ગયો, પરંતુ તેની સાથે અતીન્દ્રિય ભાવશ્રુતજ્ઞાન સ્વસંવેદન સમ્યકજ્ઞાન પ્રગટ થાય છે. તે જ્ઞાનની પર્યાય ભાવિની પર્યાયોને વર્તમાનમાં જાણી લ્ય છે. આ હા...હા ! વાત કઠિન છે અમને ખબર છે બધી, પણ શું કરીએ? જે ભાવશ્રુતજ્ઞાન દ્રવ્ય સ્વભાવને જાણે છે તે ભાવિની મુક્ત પર્યાયને અત્યારે જાણી લ્ય છે. અલ્પ કાળમાં સ્થિરતા થતાં મોક્ષ થાય છે.
મોક્ષની પર્યાયને નાસ્તિથી જુઓ તો આઠ કર્મનો અભાવ અને અસ્તિથી પૂર્ણઆનંદ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્ય પ્રગટ થઈ ગયું છે. હવે તે ભવિષ્યમાં કોઈ કાળે સંસારમાં આવવાવાળો નથી. સંસારમાં કેમ આવતો નથી ? કે દષ્ટિનું બળ છે એટલે આવતો નથી. જેમ દષ્ટિ બળવાન છે. તેમ જ્ઞાન બળવાન નથી. જ્ઞાન સવિકલ્પ છે દષ્ટિ નિર્વિકલ્પ છે. દષ્ટિનો વિષય એકજ છે. જ્ઞાનનો વિષય પણ ઉપાદેયની વિવિક્ષાથી એક જ છે, પરંતુ જાણવાની અપેક્ષાથી ભેદભેદ છે. તેથી દષ્ટિ બળવાન છે-જ્ઞાન બળવાન નથી. આવું આત્માનું સ્વરૂપ છે.
આ તેર નંબરની ગાથા ચાલે છે. આમાં સમ્યક્દર્શનનો વિષય છે. આ આત્મા છે ને આત્મા, દેહથી સહિત દેખાય છે. દેહ પરની જેની દષ્ટિ છે તેને આત્મા દેહી લાગે છે, મનુષ્ય લાગે છે, શરીરવાળો લાગે છે. શરીર જ આત્મા હોય તેમ લાગે છે તે ભ્રાંતિ છે. અત્યારે આત્મા દેહથી રહિત છે. અત્યારે આત્માને કર્મ અડતા નથી. દેહથી ભિન્ન આવું નિરાલંબી તત્ત્વ પરમાત્મા, અંદરમાં બિરાજમાન છે તેની દષ્ટિ કર; દેહની દષ્ટિ–લક્ષ છોડી દે!! દેહને છોડવો નથી, દેહને છોડવાની તાકાત પરમાત્માની નથી–કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકતું નથી. તે તો મહા સિદ્ધાંત છે.
આઠ પ્રકારના કર્મ છે તે અત્યારે સંયોગરૂપ છે. તે પણ આત્માથી અત્યારે ભિન્ન છે. કથંચિત્ ભિન્ન કથંચિત્ અભિન્ન છે જ નહીં. સર્વથા ભિન્ન છે. વાત વાતમાં કથંચિત્ શા માટે લગાડે છે? જ્યાં ન લગાડવું જોઈએ ત્યાં કથંચિત્ લગાડે છે. જ્યાં જરૂરત નથી ત્યાં લગાવે છે તો તેના હાથમાં દષ્ટિનો વિષય આવતો નથી.
તેવી જ રીતે ભાવકર્મ-જે વ્રત-અવ્રત, પુણ્ય-પાપના ભાવ. તે શુભાશુભ ભાવકર્મની વૃતિ ઉઠે છે ને? વિકૃત ભાવકર્મ બંધ નો કષાય છે. શુભરાગ પણ કષાય છે. જે ભાવે તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય તે પણ ભાવકર્મ છે–તે જીવના પરિણામ નથી. તે ભાવકનો ભાવ છે, તે હેય છે. (શુભભાવ) ઉપાદેયવાળાને (તીર્થકર) કર્મની પ્રકૃતિનો બંધ થતો જ નથી. જ્ઞાનીને આત્મા ઉપાદેય અને રાગ હેય થઈ ગયો.
સોળસ કારણ ભાવનામાં આવે છે ને જગતના જીવો આ સ્વરૂપને પામો. પામો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #341
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૩૦૩ તેવા શુભભાવમાં (તીર્થકર) કર્મની પ્રકૃતિનો બંધ થઈ જાય છે. કર્મની પ્રકૃતિના બંધમાં કેવળ રાગ નિમિત્ત છે. રાગની સાથે...બાજુમાં અન્વયરૂપ જે જ્ઞાનાનંદ પરમાત્મા છે તે કર્મબંધમાં કારણ થતો નથી. એક સમય પણ કારણ નથી. જ્યારે રાગ કારણ થાય છે ત્યારે અકારણ પરમાત્મા એવો ને એવો જ રહે છે. આવું ભેદજ્ઞાન કરવું જોઈએ.
(બંધમાં) આત્મા નિમિત્ત થઈ ગયો? ત્રણ કાળમાં આત્મા નિમિત્ત થતો નથીપરાશ્રિત રાગ નિમિત્ત થાય છે. સ્વાશ્રિત સંવર નિર્જરા પણ બંધમાં નિમિત્ત થતા નથી–તો ભગવાન આત્મા તો નિમિત્ત ક્યાંથી થાય!
રાગથી આત્મા ભિન્ન છે. પુણ્ય-પાપનું લક્ષ છોડી દેવું. કર્મનું લક્ષ છોડવું, પુણ્યપાપની વૃતિ ઉઠે છે તેનું લક્ષ છોડવું. પુણ્ય પાપને છોડવાની વાત નથી-તાકાત નથી. કેમકે ગ્રહણ જ કર્યા નથી તો આત્માએ છોડ્યા ક્યાંથી. પુણ્ય-પાપ સંયોગ છે, તે આવે છે ને જાય છે. તે સંયોગનું લક્ષ છોડી, અંદરમાં ચિદાનંદ પરમાત્મા બિરાજમાન છે તેને દષ્ટિમાં લેવાથી આત્માનો અનુભવ થાય છે. આત્માના અનુભવનું નામ સમ્યફદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ છે.
નવ તત્ત્વોનું વિકલ્પમાં, જેમ છે તેમ લક્ષ કરે તો પણ સમ્યક્દર્શન થતું નથી. છ દ્રવ્યનું જ્ઞાન એટલે છ દ્રવ્યો જેવાં છે તેવાં જાણવાં તેનું નામ સમ્યકજ્ઞાન નથી. નવ તત્ત્વથી આત્મા ભિન્ન છે, નવ તત્ત્વ તો પરિણામરૂપ છે, આત્મા તો દ્રવ્યરૂપ છે. નવ તત્ત્વમાં મોક્ષની પર્યાય લઈ લ્યો! તેમાં અનંતગુણ છે નહીં તેથી તે જીવતત્ત્વ નથી. મોક્ષ તત્ત્વની જીવતત્ત્વમાં નાસ્તિ છે–તેવી અતિ ભગવાનની અંદરમાં છે. પરિણામમાત્રનું લક્ષ છોડીને અંદર ભગવાન આત્મા બિરાજમાન છે તેને જો !! તે દેખાય રહ્યો છે, નિરંતર જણાય રહ્યો છે, સ્વીકાર કર.... સ્વીકાર કર.
શ્રી કળશટીકાના ૮ નંબરના કળશમાં એમ આવ્યું છે કે-જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને નિરંતર જાણે છે. આત્મા પોતાના ઉપયોગથી પોતાના આત્માને નિરંતર જાણે છે. રાગ આત્માને જાણતો નથી, દેહુ આત્માને જાણતો નથી, પરંતુ જે ઉપયોગ લક્ષણ છે આત્માનું તેમાં આત્માના નિરંતર દર્શન થાય છે. દર્શન આત્મા દઈ રહ્યો છે પણ તે દર્શન લેતો નથી.
એક વખત રાજકોટમાં રતીભાઈ ધીયાએ પ્રશ્ન કર્યો હતો કે-ગુરુદેવ આત્માની આટલી પ્રશંસા કરે છે, પ્રશંસા કરતા થાકતા નથી, તો આવો આત્મા ચોવીસ કલાક શું કરતો હશે? મેં કહ્યું કે તે દર્શન દેવાનું કાર્ય નિરંતર કરે છે. એક સમય પણ દર્શન ન આપે તેમ થતું નથી. તો અમને તો દેખાતો નથી ? કે-દર્શન તો તે આપે છે પણ તું દર્શન લેતો નથી. આ ભગવાન છે, તેનાં દર્શન કરવા છે તો...ભગવાનની પ્રતિમા અહીં આવશે? કે આપણે દર્શન કરવા જવું પડે છે? ભગવાન અહીંયા આવતા નથી.
પ્રત્યેક જીવને, પ્રત્યેક સમયે ઉપયોગ લક્ષણ પ્રગટ થાય છે. જેમાં આત્મા નિરંતર જાણવામાં આવે છે. જણાય તો રહ્યો છે પણ તેની દૃષ્ટિ પર ઉપર છે તો ઈન્દ્રિયજ્ઞાન પ્રગટ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #342
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૩૦૪
પ્રવચન નં. ૨૭
થાય છે. ઈન્દ્રિયજ્ઞાન ૫૨ની પ્રસિદ્ધિ કરે છે-અને સ્વને તિરોભૂત કરે છે. ઈન્દ્રિયજ્ઞાન તે જ્ઞાન નથી. શાસ્ત્રજ્ઞાન જ્ઞાન જ નથી. તે તો જ્ઞેય છે અને તેં માની લીધું છે જ્ઞાન. મોહરાજાએ કહ્યું અને તેણે માની લીધું, પણ સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવ્યું કે-તે જ્ઞાન નથી જ્ઞેય છે. જેમ પૈસાનો ઢગલો હોય છે તેમ શાસ્ત્રજ્ઞાન જ્ઞેયનો ઢગલો છે. પ્રભુ! શાસ્ત્રજ્ઞાન તે આત્મજ્ઞાન નથી. તો શું શાસ્ત્ર ન વાંચવા? શું કરવું? શાસ્ત્ર એમ બતાવે છે કે-મારી સન્મુખતાવાળું જ્ઞાન તે જ્ઞાન નથી. તારા આત્માની સન્મુખ થઈને પ્રગટે તે જ્ઞાન છે. શાસ્ત્ર શા માટે વાંચવા ? કે-ઈન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી તેમ બતાવે છે માટે વારંવાર શાસ્ત્ર વાંચવું.
એક વખત સુરેન્દ્રનગરના એક ભાઈ તેમને કોઈએ કહ્યું કે-નિમિત્ત કાંઈ કરતું નથી તો તમે સોનગઢ શા માટે જાવ છો! ભાઈએ કહ્યું કે-નિમિત્તથી કાર્ય થાય છે તેવો (અનાદિથી ) ભ્રમ થઈ ગયો છે ને! તેથી નિમિત્તથી કાર્ય થતું નથી કાર્ય ઉપાદાનથી થાય છે તે વારંવાર સાંભળવા જાઉં છું. નિમિત્ત છે તે બીજી વાત છે. નિમિત્તનું નામ અકર્તા છે અથવા ( ક્ષણિક ) ઉપાદાનનું નામ કર્તા છે. ઉપાદાન-નિમિત્ત બે છે, છતાં કાર્ય એકલા ઉપાદાનથી થાય છે–તે આ ગાથાનો મર્મ છે.
મિથ્યાત્વની પર્યાય દર્શનમોથી ઉત્પન્ન થતી નથી, અને આત્માથી ઉત્પન્ન થતી નથી. પર્યાય નિરપેક્ષ પ્રગટ થાય છે તેમાં કર્તાબુદ્ધિ છૂટે છે. કર્તાબુદ્ધિ છૂટવાથી આત્મા અકર્તા છે તેવી આત્માની દષ્ટિ થાય છે–તો મિથ્યાત્વની જગ્યાએ આપોઆપ સમ્યક્દર્શન થઈ જાય છે. કર્તાબુદ્ધિ કર્યા વિના સમ્યદર્શન આપોઆપ થઈ જાય છે, તો ઉપચારથી કર્તા છે તેમ કહેવાય છે. જ્ઞાનીને ઉપચાર પણ ખટકે છે.
૧૩ મી ગાથામાં આચાર્ય ભગવાન ફરમાવે છે કે-નવ તત્ત્વને નિરપેક્ષ, ભૂતાર્થનયથી જાણ! વ્યવહારનયથી તો જાણ્યા, એટલે કર્મના ઉદયથી રાગ થાય છે, રાગના ઉદયથી કર્મ બંધાય છે; તેમ જાણ્યું પરંતુ તેનાથી ભિન્ન આત્મા શું છે તે ન જાણું!? આત્મા દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન છે પરંતુ ભગવાનની ભક્તિથી તો ભિન્ન નથી ને? ભાવકર્મમાં ભક્તિ આવી ગઈ કે નહીં? તો શું ભક્તિ છોડી દેવી ? ભક્તિ છોડી દેવાની વાત નથી-પરંતુ ભક્તિમાં આત્મબુદ્ધિ છોડી દે!! સમ્યક્દર્શન પછી ભક્તિ તો વધારે વધે છે-ભક્તિ છૂટતી નથી. સ્વરુપમાં લીન થયા વિના શુભભાવ છૂટતો નથી. છે તો છૂટો પરંતુ પર્યાય (નું એકત્વ) છૂટતું નથી. દ્રવ્યમાં તો છે જ નહીં, પણ પર્યાયમાં જેટલી સ્થિરતા થાય છે તેટલો રાગ ઓછો થઈ જાય છે. જેમ જેમ વિજ્ઞાનઘન સ્વભાવ થાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃતે છે.
હવે બીજો પારો –આખું સમયસાર ભેદજ્ઞાનથી ભરેલું છે. કોઈ પણ ગાથા કે શ્લોક લઈ લ્યો...તો દરેકમાં ભેદજ્ઞાન છે. આ...હા...હા ! જેટલા સિદ્ધ ૫રમાત્મા થયા તે ભેદવિજ્ઞાનથી થયા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #343
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૩૦૫ भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। “બાહ્ય સ્થૂળ દષ્ટિથી જોઈએ તો - જીવ પુગલના અનાદિ બંધ પર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે, સત્યાર્થ છે.” બાહ્ય સ્થૂળ દષ્ટિથી જોવામાં આવે તો !! અંતરદૃષ્ટિથી ન જુએ તો શું થાય છે! નવ તત્ત્વ ભૂતાર્થ ક્યારે લાગે છે? જ્યારે જીવ અને અજીવની એકત્વબુદ્ધિ થાય છે ત્યારે ભૂતાર્થ લાગે છે. અજીવનું લક્ષ છોડીને જીવનું લક્ષ થાય છે તો નવ તત્ત્વ અભૂતાર્થ છે-તે આત્માના સ્વભાવમાં છે નહીં. પર્યાયમાં ભલે હોય પણ તે પર્યાય આત્મામાં નથી. તે પર્યાય આત્મામાં હોય તો સામાન્યનું અવલંબન લેતાં રાગનું અવલંબન આવવું જોઈએ. પરંતુ સામાન્યના અવલંબન સમયે રાગનું અવલંબન આવતું નથી, અને દુઃખનું વેદન આવતું નથી, તેથી દુઃખનું વેદન ભગવાન આત્માથી ભિન્ન છે. સામાન્યમાં વિશેષની નાસ્તિ છે તેવું અસ્તિ-નાસ્તિ અનેકાંત છે. તે અનેકાન્તનું જ્ઞાન પણ બીજી ચીજના અસ્તિનાસ્તિ અનેકાન્તના ભેદજ્ઞાન પછી થાય છે.
બંધ પર્યાયની સમીપ જઈને અનુભવ કરતાં, આત્માને અનાત્મા એક છે તેવો જે ( સંબંધ) –અનુભવ કરે છે તે દષ્ટિથી નવ તત્ત્વોના ભેદ દેખાય છે. પણ (નવ તત્ત્વ) થી એટલે જીવ અને અજીવના ભેદથી ભિન્ન આત્માની સન્મુખ જ્ઞાન થાય છે, ત્યારે અજીવનું લક્ષ છૂટી જાય છે–તો નવનાં ભેદ અભેદમાં દેખાતા નથી. પર્યાયનો ભેદ હો તો હો-હું તો અભેદ છું. અભેદની કોની સાથે અભેદતા છે? અનંતગુણમયી આત્માના એકત્વથી અભેદ છું. તેવા અનંતગુણથી અભેદ એકત્વ થતાં, અંદરમાં પરિણતી જાય છે-દષ્ટિ જાય છે તો પરિણામમાં ક્ષણિક અભેદ થઈ જાય છે.
ત્રિકાળની સાથે ક્ષણિક અભેદ થયું તેનું નામ ધ્યેયપૂર્વક જ્ઞય થાય છે. એટલે કે સમયસાર પણ આવી ગયું અને પ્રવચનસાર, તત્ત્વાર્થસૂત્ર પણ આવી ગયું. ધવલ-મહાધવલ પણ તેમાં આવી ગયા. કેવી રીતે આવી ગયા?
જુઓ ! પરિણામ છે-નવ તત્ત્વ છે અને આત્મા-જીવ પણ છે. નવ તત્ત્વરૂપ પરિણામ નથી તેમ નથી. સસલાના શિંગડાની જેમ નથી. ધ્રુવ પણ છે ને ઉત્પા–વ્યય પણ છે. પરંતુ ઉત્પાદ્વ્ય યનું લક્ષ છૂટે છે, નવ ભેદનું લક્ષ છૂટે છે અને અભેદ સામાન્ય ઉપર દષ્ટિ આવે છે તો! ...દષ્ટિના વિષયમાં દષ્ટિ આવે છે તો! ...શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવતાં જ નિર્વિકલ્પ અનુભવ થાય છે. તે સમયે જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાન પ્રગટ થતાં જ તે સમયે તે આત્મા સમ્યક-દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે છે. વીતરાગી ભાવરૂપ પરિણમે છે તો તે નિર્મળ પર્યાયથી કથંચિત્ આત્મા અભિન્ન છે. રહિત હોવા છતાં સહિતનું જ્ઞાન થઈ જાય છે.
પર્યાયથી રહિતનું શ્રદ્ધાન, નિર્મળ પર્યાયથી સહિતનું જ્ઞાન થઈ જાય છે. ઉત્પાદુવ્યયથી રહિત ધ્રુવનું ધ્યાન થતાં જ ઉત્પાદ્વ્ય યથી સહિત ધ્રુવ છે તેવો ધ્યાતા થઈ જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #344
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩/૬
પ્રવચન નં. ર૭ એક સમયનું કામ છે. જેમ કેવળી ભગવાન એક સમયમાં ઉત્પાદ-વ્યય-ધ્રુવને જાણે છે તેમ છમસ્થ હરણિયાને દેડકાને અનુભવનાં કાળમાં એક સમયમાં, ધ્રુવનું અવલંબન કરતાં; ઉત્પાદ્દવ્યયધુવયુક્ત સનું જ્ઞાન થઈ જાય છે. જંગલનું હરણિયું પ્રવચનસાર ભણી લ્ય છે.
આહા..હા ! એક આત્માના આશ્રયથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. જેને આત્માનો અનુભવ થયો તે સર્વ જિનશાસનનો અનુભવી થઈ ગયો. આત્માની અનુભૂતિ કહો કે જિનશાસન કહો. જિનશાસન ક્યાં છે? જિનશાસન બહારમાં નથી આત્માની અનુભૂતિ અર્થાત્ અતીન્દ્રિય-સમ્યક્દર્શન-જ્ઞાનના અંતર્મુખ જે પરિણામ થાય છે તે આત્માની અનુભૂતિ છે–તેમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આ અતીન્દ્રિય આનંદનો જે સ્વાદ પર્યાયમાં આવ્યો તેનું નામ જિનશાસન છે. રાગનો અનુભવ થાય છે તે જિનશાસન નથી.
પહેલાં તો જયપુર જતો હતો ને ? હવે શારીરિક અવસ્થાને લઈને નથી જતો. હું જતો ત્યારે વિદ્યાર્થીઓ કહે-રહિતપૂર્વક સહિતની રમતવાળા પંડિતજી આવ્યા છે. એકાંતે રહિત પણ નથી અને એકાંતે સહિત પણ નથી, તે ધ્યાન રાખવું.
આત્મા પરિણામમાત્રથી રહિત છે. પ્રમત્ત-અપ્રમત્તથી રહિત લખ્યું છે કે નહીં? ચૌદગુણસ્થાનથી રહિત છે કે નહીં!? રહિત છે-તેવા દ્રવ્ય સ્વભાવનું અવલંબન કરવાથી અનુભૂતિ થાય છે. તે અનુભવથી આત્મા સહિત છે તો અનુભૂતિ આત્મા છે કે અનાત્મા છે? અનુભૂતિ તો આત્મા છે પરંતુ તે જ્ઞય છે ધ્યેય નથી-તે ધ્યાન રાખવું.
તો કોઈ કહે કે પર્યાયથી સહિત તો અમે પહેલેથી જ કહીએ છીએ, તમે તો પછી કહ્યું ! તો શું અમે ખોટા છીએ? પર્યાયથી સહિત તો અમે પહેલેથી જ કહીએ છીએ. તમે ઉત્પાવ્યયધ્રુવમાં બે કટકા શા માટે કરો છો? ભાઈ ! કટકા કરીને પછી અમે સાંધી લઈએ છીએ. કટકા ને કટકારૂપે રાખતા નથી. સાંધીએ છીએ તો પણ સામાન્ય તો સામાન્ય અને વિશેષ તો વિશેષ જ રહે છે. જ્ઞાનપ્રધાનથી જુઓ તો એક સત્તા છે અને નય પ્રધાનથી જુઓ તો બે સત્તા છે. અત્યારે નયથી પણ ન જુઓ અને પ્રમાણથી પણ ન જુઓ. જેવું છે તેવું જ્ઞાનમાં આવી જાય છે-નયપક્ષ રહેતો નથી.
અમારી પાસે તો ઘણાં પ્રશ્નો આવે છે કે-ઉત્પાદુવ્યયધ્રુવયુક્તસતુ તે એક સત્તા છે, તો તેના બે ટૂકડા શા માટે કરો છો ? બે ટૂકડા કર્યા પછી હું તેને સાધુ છું બે ટૂકડા છૂટા રહે તેમ રહેતું નથી. કહે-પર્યાયને અલોકમાં મોકલી આપી અને દ્રવ્ય અહીંયા પડયું રહે તેમ નથી. તો શું છે? કેઃ એક દષ્ટાંત આપું. દષ્ટાંત સાદો છે પણ સમજમાં આવી જાય તેવો છે.
મુંબઈ નગરી અને તેમાં ઝવેરી બજાર તેમાં ભીડ ઘણી હોય છે. એક માણસ બજારમાં નીકળ્યો, ઝભ્ભો સીવડાવવો છે. ઝભ્ભાની સિલાઈ સો રૂપિયા થઈ ગઈ છે. તેને તો સો રૂપિયા સિલાઈના નથી આપવા. સિલાઈ કર્યા વગરનું બે મીટરનું કપડું ઓઢી લીધું. પાઘડી ગઈ, ટોપી ગઈ ઉઘાડું માથું તો છે જ. તે બજારમાં નીકળ્યો, ભાઈ સાહેબ! કોણ ગૂજરી ગયું છે? વળી થોડા આગળ ગયા તો બીજા-ત્રીજો સંબંધી મળ્યો તેણે પણ એમ જ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #345
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૩૦૭ પૂછયું કેઃ કોણ મરી ગયું છે? બધાએ એમ જ પૂછયું. હવે તેને વિચાર આવ્યો કે ઝભ્ભાની સિલાઈના સો રૂપિયા ખર્ચા વિના ચાલશે નહીં. કપડું લઈને તે દરજીની પાસે ગયો-દરજીએ હાથમાં કાતર લીધી! તે ભાઈ ક–અરેરે ! કપડાંને કાપશો નહીં. તો તારે શું કરવું છે આ કપડાંનું? મારે ઝભ્ભો સીવડાવવો છે. ઝભ્ભો તો કટકા કર્યા વિના સીવાશે નહીં. સારું તો હું હવે સમજી ગયો કે-કપડાંને કાપવું તો પડશે. દરજી કહું–હું તને કટકા નહીં આપું. સાંધી આપીશ. તે સિલાઈ એટલી ઝીણી કરીશ કે સાંધો દેખાશે નહીં. સિલાઈ કરવાથી બે જુદા દેખાતા નથી, એક દેખાય છે. એક છે નહીં, ટૂકડો થયા પછી સર્વથા ભિન્ન નથી રહેતો અને સર્વથા અભિન્ન પણ થતો નથી. જો સર્વથા ભિન્ન હોય તો તે ઝભ્ભો નથી.
હવે સિદ્ધાંત-તેમ જ્ઞાયક ઉપર દષ્ટિ જાય છે તો દષ્ટિ અને દૃષ્ટિનો વિષય ભિન્ન હોવા છતાં કથંચિત્ અભિન્ન જ્ઞય થાય છે-તેનું નામ ઉત્પાવ્યયબ્રુવયુક્ત સત્ છે. આહા! ત્રિકાળ સત્ ને ક્ષણિક સત્ છે તો સત્ બે, તો પણ એટલું અનુસંધાન થઈ જાય છે કે પદાર્થની અપેક્ષાએ એક જ સત્ છે. નયની અપેક્ષાથી બે સત્ જુદા-જુદા છે, તેવું જ્ઞાનમાં એક સમયમાં અક્રમે આવી જાય છે. રહિતપૂર્વક સહિતનું જ્ઞાન થઈ જાય છે. એકાંતે રહિત છે તો સાંખ્યમતી છે. સર્વથા સહિત કહે તો પણ એવું સ્વરૂપ નથી. પરંતુ કથંચિત્ રહિત સહિતનું જ્ઞાન અનુભવ પછી થાય છે. પહેલાં તો સર્વથા લેવું. પરિણામ માત્રથી મારો આત્મા સર્વથા ભિન્ન છે.
એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ”, ત્યાંથી શરૂઆત થઈ છે. આત્મા અનંતગુણથી એકરૂપ અને પરિણામ માત્રથી જુદો છે-તેવું દષ્ટિમાં આવવાથી દષ્ટિ દ્રવ્યમાં વ્યાપી જાય છે. ફેલાય જાય છે. દષ્ટિ અને દષ્ટિનો વિષય ભિન્ન હોવા છતાં એક શેયની અપેક્ષાથી અભિન્ન છે. એક શેયની અપેક્ષાથી તે પરિણામ દ્રવ્યથી અભિન્ન છે. ધ્યેયની અપેક્ષાએ ભિન્ન છે. શેયની અપેક્ષાએ અભિન્ન છે. ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. ભિન્નનો વિકલ્પ ગયો અભિન્નનો વિકલ્પ ગયો-જેમ છે તેમ શ્રુતજ્ઞાનમાં આવી જાય છે. અનુભવની આ પ્રોસેસ છે.
અનાદિ બંધ પર્યાયની દૃષ્ટિથી જુઓ તો નવના ભેદ દેખાય છે. જીવનું લક્ષ કરવાથી નવનો ભેદ દેખાતો નથી. આમાં લખ્યું છે તેનો અર્થ ચાલે છે. જ્યારે પરિણામ આત્માથી વિમુખ થઈને અજીવની સન્મુખ થાય છે ત્યારે નવ તત્ત્વો ભૂતાર્થ ને સત્યાર્થ છે. પર્યાયમાં નવ તત્ત્વ છે, પરંતુ નવ તત્ત્વનાં ભેદનો જન્મ પરનાં લક્ષથી થાય છે. સ્વના લક્ષથી થતો નથી.
આહા..હા ! “એક જીવદ્રવ્યના સ્વભાવની સન્મુખ” ભેદજ્ઞાનની બંસરી વાગે છે. પરિણામમાત્રથી ભિન્ન, નવ તત્ત્વથી ભિન્ન એવાં એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપ એટલે અંતર્મુખ થઈને, જ્ઞાયકની સન્મુખ જ્યારે પરિણામ જાય છે ત્યારે આત્માનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે. અભેદમાં ભેદ દેખાતો નથી. કેમકે ભેદ છે જ નહીં. અને અનંતગુણ તો છે, તો પણ અનંતગુણનો ગુણભેદ દેખાતો નથી. પર્યાય તો છે જ નહીં તેથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #346
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮
પ્રવચન નં. ૨૭ દેખાતી નથી. અનંતગુણ તો છે, પરંતુ એક-એકગુણ ઉપર દષ્ટિ નથી. ગુણી ઉપર દષ્ટિ છે તો ભેદ દેખાતો નથી. અંદરમાં પર્યાય તો છે જ નહીં અને ગુણભેદ પણ લક્ષમાં આવતો નથી. લક્ષમાં ક્યાંથી આવે..સ્વભાવની સમીપ જઈને અનુભવ કરે છે.
વિકલ્પની વાત નથી, ભાષાની વાત નથી, તે માનસિક જ્ઞાનનો વિષય નથી. માનસિક જ્ઞાનમાં નિર્ણય થાય છે પરંતુ માનસિક જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવતો નથી. પરોક્ષ અનુભૂતિ મનમાં થાય છે, પ્રત્યક્ષ અનુભૂતિ જ્ઞાનમાં થાય છે.
અજીવના સંબંધથી આત્માને દેખતો હતો તો, આત્મા કર્મના સંબંધવાળો દેખાતો હતો, દેહના સંબંધવાળો દેખાતો હતો, આ રીતે નવ તત્ત્વના ભેદ દેખાતા હતા. હવે ઉપયોગ અંતર્મુખ થઈ આત્મામાં જાય છે-લક્ષ અંદરમાં જાય છે; લક્ષ હવે ફરી ગયું-લક્ષ ફરે ફેર છે. લક્ષ ફરે છે તો શેય ફરી ગયું. જ્યાં સુધી નવ તત્ત્વ જ્ઞાનનું શેય થતાં હતાં ત્યાં સુધી ઈન્દ્રિયજ્ઞાનનો જન્મ થતો હતો. ક્રમ-ક્રમથી નવ તત્ત્વનું જ્ઞાન થતું હતું તેનું લક્ષ છૂટી ગયું, શેય બદલી ગયું પહેલાં પર્યાય જે જ્ઞય હતી, હવે ઉપયોગમાં સામાન્ય ધ્રુવ શેય બને છે. જ્યાં સુધી પર્યાય શેય થતી હતી ત્યાં સુધી ઈન્દ્રિયજ્ઞાન હતું-તે આકુળતાનું કારણ હતું. તે તો હવે જ્ઞય બદલી ગયું.
આહા...હા! શેય બદલ્યું તો ધ્યેય પણ બદલ્યું. અને ધ્યેય બદલ્યું તો ધ્યાન પણ બદલ્યું એટલે ધર્મધ્યાન પ્રગટ થાય છે. આ જ્ઞય બદલવાની વાત છે. આ પર શેય જાણવામાં આવતું નથી. જગતમાં એક જ જ્ઞય છે. આત્મા જ જ્ઞય છે. આજથી ૨૦ વર્ષ પહેલા કહ્યું 'તું આ જગતમાં કોઈ નિમિત્ત નથી, બધા ઉપાદાન છે. તેમ અધ્યાત્મની પરાકાષ્ટાનો જેણે અનુભવ કરવો હોય તો, શરત આટલી છે-જગતમાં એક જ જ્ઞય છે, બીજું શંય છે જ નહીં. એક વખત તો આવી જા આમાં.
અકર્તા “જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી.” જયપુરમાં જયચંદજી પંડિત થઈ ગયા. તેમણે ટૂંઢારી ભાષામાં અનુવાદ કર્યો પછી હિન્દી અને પછી ગુજરાતી થયો. જીવના એકાકાર સ્વરૂપમાં તે પરિણામ છે નહીં. અનેકાકાર જ્ઞાન હોવા છતાં તે એકાકાર રહે છે. અનેકાકાર જ્ઞાન થાય છે તો શું આત્મા અનેકાકાર થાય છે? ત્રણકાળમાં અનેકાકાર થતો નથી. અનેકાકારનું જ્ઞાન તો થાય છે પરંતુ તે એકાકાર રહે છે. ભાવાર્થમાં કહેશે કે નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે, નવ તત્ત્વ કાંઈ દેખાતા નથી. ભાવાર્થ કાઢો.
ભાવાર્થ- “આ નવ તત્ત્વોમાં, શુદ્ધનયથી જોઈએ તો, જીવ જ એક ચૈતન્ય ચમત્કારમાત્ર પ્રકાશરૂપ પ્રગટ થઈ રહ્યો છે. તે સિવાય જુદાં-જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતાં નથી.”
“જ્યારે શુદ્ધનયથી જીવ-પુદ્ગલનું નિજ સ્વરૂપ જુદું-જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય, પાપ આદિ સાત તત્ત્વો કાંઈ પણ વસ્તુ નથી;” જીવ-પુદ્ગલનું નિજ સ્વરૂપ જુદું-જુદું જોવામાં આવે ત્યારે શું છે? પુદ્ગલથી ભિન્ન એકલા જીવને જોવામાં આવે ત્યારે શું છે? ત્યારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #347
--------------------------------------------------------------------------
________________ 3/9 Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ પુણ-પાપ આદિ સાત તત્ત્વ કાંઈ પણ વસ્તુ નથી-અવસ્તુ છે. જ્યારે (નવ તત્ત્વો) વસ્તુપણે જણાય છે ત્યાં સુધી આ વસ્તુ દેખાતી નથી. પ્રભુ! વિચાર તો કર કે આ શું વાત છે? આ વ્યવહારનો નિષેધ કરે છે. વ્યવહારનો નિષેધ કરે છે ત્યારે જ વ્યવહારનો જન્મ થાય છે. કોણ વ્યવહારનો નિષેધ કરે છે જ્ઞાની અને તું નિશ્ચયનો નિષેધ કરે છે-વ્યવહારનો નિષેધ કરતો નથી. જ્ઞાનીને વ્યવહારનું જ્ઞાન હોય છે પણ વ્યવહારનો પક્ષ હોતો નથી. નિશ્ચયનું જ્ઞાન થાય છે તો વ્યવહારનું જ્ઞાન થઈ જાય છે. પરંતુ તેનો ઉપયોગ નવ તત્ત્વની સન્મુખ નથી. આહાહા! સાધક સવિકલ્પ દશામાં પરદ્રવ્યથી પરામુખ રહે છે. નિર્વિકલ્પ ધ્યાનની દશામાં તો પરામુખ છે જ. નવ તત્ત્વો પરદ્રવ્ય છે તેનાથી જ્ઞાન પરામુખ રહે છેસવિકલ્પદશામાં પણ. કેમકે યાકાર અવસ્થામાં પણ જ્ઞાયક જાણવામાં આવે છે. ભેદનું લક્ષ નથી તેથી ભેદ જાણવામાં આવતા નથી. તે જણાય જાય છે પણ તેને જાણતો નથી. “નિમિત્ત નૈમિત્તિક ભાવથી થયાં હતાં તે નિમિત્ત-નૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો ત્યારે જીવ-પુગલ જુદાં-જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે અને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે. તથા નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમ્યક્રદર્શનની પ્રાપ્તિ થઈ શકે છે.” નિમિત્ત-નૈમિત્તિક ભાવ મટી જાય તો વસ્તુ તો દ્રવ્ય છે. વસ્તુનો નિજભાવપરિણામિકભાવ વસ્તુની સાથે જ રહે છે. તેનો વિયોગ થતો નથી. નિમિત્ત-નૈમિત્તિકભાવ અંતરદૃષ્ટિથી તો નથી. નિમિત્તના લક્ષથી નૈમિત્તિક થતો હતો. સ્વભાવના લક્ષે ત્રણકાળમાં (રાગ) નૈમિત્તિકભાવ ક્યારેય થતો નથી. એટલે નિમિત્ત-નૈમિત્તિક ભાવનો અભાવ થઈ ગયો. પંડિતજીએ લખ્યું છે. જ્યાં સુધી જુદા-જુદા નવ પદાર્થોને જાણે કે-આ જીવ છે, અજીવ છે, આસ્રવ છે, તેનું લક્ષણ તેનું કારણ-કાર્ય, તેનું ફળ તેને છોડી દે! ભેદમાં ચોંટી ગયો છે, ભેદથી ઉખડતો નથી. ભેદનું જ્ઞાન ઘણું હોવાથી પંડિત થાય છે જ્ઞાની થતો નથી. ભેદનું ભલે થોડું જ્ઞાન હોય, અભેદનું જ્ઞાન થાય છે તો સમ્યકદર્શન થતાં પ્રસન્નચિત્ત થઈ જાય છે. માટે શુદ્ધનયથી જીવને જાણવાથી સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય છે. આહા...! તેનો મતલબ એવો નથી કે આપણી મહાવિદ્યાલય બંધ કરી દેવી, તે વાત નથી. જે ભેદમાં અટકે છે તેને ભેદની દૃષ્ટિ છોડાવી અભેદમાં લાવવાનું પ્રયોજન છે. માટે શુદ્ધનયથી જીવને જાણવાથી સમ્યક્રદર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદા-જુદા નવ પદાર્થોને જાણે અને શુદ્ધનયથી આત્માને જાણે નહીં ત્યાં સુધી પર્યાયબુદ્ધિ-મિથ્યાદષ્ટિ અજ્ઞાની છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com