________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૨૧
પછી, ‘વ્યવહાર જાણેલો (–જણાયેલો ) પ્રયોજનવાન' કહ્યો બારમી ગાથામાં એટલે કે પર્યાયો છે. અને પર્યાયોનો એ જ્ઞાતા પણ સાધક રહે છે સવિકલ્પદશામાં...નિર્વિકલ્પ ધ્યાનમાં તો પર્યાયનો જ્ઞાતા રહેતો નથી. પણ વિકલ્પદશામાં પર્યાયોનો જ્ઞાતા છે-પર્યાયો છે એમ કહ્યું બારમી ગાથામાં...એનાં અનુસંધાનમાં (આ) તેરમી ગાથામાં કહે છે કે-પર્યાયો તો છે, પણ એ પર્યાયનો આત્મા કર્તા નથી. એમાં-અગીયારમી (ગાથામાં) તો નથી એમ કહ્યું હતું (તેથી) કર્તા-અકર્તાનો પ્રશ્ન, એમાં રહેતો નથી.
પણ...કોઈ અન્યમતી એમ માને કે બારમી ગાથામાં જ (–જૈનદર્શનમાં ) પર્યાયો છે જ નહીં–અસ્તિપણે...તો એમ નથી. પર્યાયો છે, તેથી બારમી ગાથામાં જ વ્યવહા૨ જાણેલો પ્રયોજનવાન કહ્યો, તેરમી ગાથામાં...એ પર્યાયો છે. પણ...એ પર્યાયોનો કર્તા આત્મા નથી. થવા યોગ્ય થાય છે' –એમ જેનાં ખ્યાલમાં આવે પ્રથમ....કે નવ તત્ત્વો એ પોતાની યોગ્યતાથી થાય છે, હું એનો કરનાર નથી. એમાં (અગિયારમી ગાથામાં) તો નવ તત્ત્વનો અભાવ બતાવ્યો 'તો અગિયારમી ગાથામાં...આંહીયાં (તેરમી ગાથામાં) નવ તત્ત્વનો સદ્ભાવ બતાવ્યો...સદ્દભાવ બતાવીને પણ...પર્યાય નવપણે થાય છે પણ એનો કર્તાપણાનો સ્વભાવ આત્મામાં નથી. એમ કરીને (−કહીને ) કર્તા-બુદ્ધિ છોડાવે છે. અને એ નવ તત્ત્વ હોવા છતાં એ જ્ઞાનનું જ્ઞેય નથી. બારમી ગાથામાં સાધકને...સવિકલ્પદશામાં (એ નવ તત્ત્વ) જ્ઞાનનું શેય કહ્યું. સાધક થયા પછી જ્ઞાનનું જ્ઞેય સ્થાપ્યું છે ‘વ્યવહા૨ જાણેલો પ્રયોજનવાન '
તો...આંહીયાં કહે છે કે ભલે નવ તત્ત્વ છે. પણ...એ આત્મજ્ઞાન થવા માટે એ શેય થતું નથી. જો એ તને કર્મ-પણે જણાય-કર્તાનું કર્મ જણાય, તો એમાં (આત્માનો ) અનુભવ નહીં થાયને (અને) તેને જ્ઞાનનું જ્ઞેય તું માનીશ તો-પણ...અનુભવ નહીં થાય. પણ સાહેબ! બારમી ગાથામાં તો જ્ઞાનનું જ્ઞેય કહ્યું હતું ને..! એ વ્યવહાર કહ્યો હતો. શું કહ્યું? જ્ઞાનનું શેય અમે કહ્યું છે, અમે એમાંથી પાછા ફરતા નથી, અમારી કહેલી વાતમાં (થી) પણ એ નિશ્ચયપૂર્વકનો વ્યવહાર હતો. આ કહે છે પરિણામ થવાયોગ્ય થાય છે એનો (આત્મા) કરનાર નથી.
અને એવી રીતે અંતર્દષ્ટિથી, દ્રવ્યસ્વભાવની સમીપે જઈને જોવામાં આવે, ( ત્યારે ) એ પર્યાયના ભેદો, જ્ઞાનનું જ્ઞેય પણ થતું નથી-ધ્યાનનું ધ્યેય ન થાય, કર્તાનું કર્મ પણ ન થાય ને જ્ઞાનનું જ્ઞેય ન થાય-આ એમ જ્યારે..શિષ્ય વાત સાંભળી...બદિષ્ટિ હતો...શિષ્ય વાત (સદ્દગુરુ પાસેથી) આ અલૌકિક સાંભળી...સાંભળતાંવેંત અંદરમાં ચાલ્યો ગયો, અને અનુભવ થયો, પછી એ અંતર્દષ્ટથી જુએ છે સાધક તો...ઓલી કર્તાબુદ્ધિને જ્ઞાતાબુદ્ધિ ગઈ... મિથ્યાદષ્ટિને નવ તત્ત્વમાં કર્તાબુદ્ધિ ને જ્ઞાતાબુદ્ધિ હોય છે, એ (કર્તા બુદ્ધિ) ને જ્ઞાતાબુદ્ધિ કેમ કહી ? કે એને જ્ઞાયક, જ્ઞેય હોવા છતાં-આબાળ ગોપાળ, સૌને અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવતો હોવા છતાં, એનાં જ્ઞાનમાં એ જ્ઞાયક શેય નહોતો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com