________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૨
પ્રવચન નં. ૧૭ પ્રવચન નં - ૧૭
તા. ૪-૯-૯૧ આ શ્રી સમયસારજી શાસ્ત્ર છે. તેનો જીવ નામનો પ્રથમ અધિકાર ચાલે છે. અનંત અનંત કાળથી આત્મા, કેવળ પોતાના અજ્ઞાનથી જ; બીજાના ઉપદેશથી અજ્ઞાની થયો જ નથી. અજ્ઞાનદશાની ઉત્પત્તિનું કારણ પોતે જ છે. પોતે પોતાના જ્ઞાતા સ્વભાવને ભૂલીને; પોતે સર્વથા જ્ઞાતા હોવા છતાં અર્થાત્ અકર્તા હોવા છતાં-હું પર ભાવનો અને પારદ્રવ્યોનો કર્તા છું તેમ અનંત અનંત કાળથી માનતો આવ્યો છે. અજ્ઞાન પોતાની અણસમજણથી ઉભું થયું છે. કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રથી અજ્ઞાન ઉત્પન્ન થતું નથી અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ તેની પર્યાય છે. અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ તેનો આત્મા નથી. અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ પર દ્રવ્ય પણ નથી. અજ્ઞાનને ભૂતાર્થનયથી તું જો-તો અજ્ઞાન ટળી જશે.
તું તો એમ માને છે કે આ અજ્ઞાન મારાથી ઉત્પન્ન થાય છે, મારાથી એટલે? અંદર પ્રભુ વિભુ શુદ્ધ ચૈન્તયમૂર્તિ આત્મા છે તે અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ નથી. આત્માનું અસ્તિત્વ-હોવાપણું જો અજ્ઞાનની ઉત્પત્તિનું કારણ થાય તો કોઈ કાળે અજ્ઞાનનો અભાવ ના થાય. માટે ત્રિકાળી શુદ્ધાત્મા ચૈતન્યમૂર્તિ આત્મા છે તે તો જ્ઞાનનો પુંજ છે. તેનામાં અજ્ઞાન ને ઉત્પન્ન કરવાની કોઈ શક્તિ જ નથી–અશક્ય છે.
આત્માએ અજ્ઞાન ઉત્પન્ન કર્યું નથી તેમ અજ્ઞાન જ્ઞાનાવરણ કર્મના ઉદયથી ઉત્પન્ન થયું નથી; તેમ તેને ખોટા દેવ-ગુરુ-શાસ્ત્ર મળ્યાં માટે અજ્ઞાની થયો તેમ નથી. તેની પાછળ લોજીક એ છે કે-તે અજ્ઞાનભાવે અનંતકાળ સુધી નિગોદમાં રહ્યો-ત્યાં તો તેને ખોટા દેવગુરુ-શાસ્ત્ર તો મળ્યાં ન હતાં–છતાં ત્યાં અજ્ઞાની રહ્યો. હવે તે અજ્ઞાન રહેવાનું કારણ પર તો નથી, કેમકે પરના નિમિત્તોનો તો ત્યાં અભાવ છે. અને દર્શનમોહના ઉદયથી તેને અજ્ઞાન થયું નથી. વળી તેની પાસે જે શુદ્ધાત્મા છે તે શુદ્ધાત્મા તો તેને જ્ઞાનમાં જણાયા કરે છે. નિગોદના જીવને પણ, બાળ-ગોપાળમાં બધા આવી ગયા. એટલે અજ્ઞાનનું કારણ ત્રિકાળી દ્રવ્ય પણ નથી, અને ત્રિકાળી દ્રવ્ય જેમાં જણાય છે તેનો ઉપયોગ પણ અજ્ઞાનનું કારણ નથી. આ...હા...હા..અજ્ઞાન થવા યોગ્ય થાય છે-તે પાઠ ચાલે છે.
આ..હા હા..પરિણામ અનાદિ અનંત થવા યોગ્ય થાય છે...અને તું માની રહ્યો છો કે-આ પરિણામને હું કરું છું. તે તારી ભૂલ છે. જો પરિણામનો ખરેખર આત્મા કર્તા હોય તો-દુઃખનું કારણ એવાં રાગને તે કરે નહીં. તો તો મોક્ષનું કારણ એવાં મોક્ષમાર્ગને જ કરી ઘે ને? તેનામાં જો પર્યાયને કરવાની શક્તિ હોય તો...! જેનાં ફળમાં દુઃખ આવે તેવું કાર્ય આત્મા કેમ કરે ? કોઈ જીવ દુઃખને ઈચ્છતો નથી. બધા જીવો સુખને ઈચ્છે છે. દુઃખ અને દુઃખના કારણનો ઉત્પાદ્ધ ભગવાન આત્મા નથી અને કર્મ અને નોકર્મ પણ તેનું કારણ નથી. પરિણામ થવા યોગ્ય થાય છે; કેમકે આ નવ તત્ત્વો મારાથી સર્વથા ભિન્ન છે માટે હું તેનો કર્તા નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com