________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૮૩ અહીંયાં તે પાઠ ચાલે છે. નવ તત્ત્વોને તેણે વ્યવહારનયથી જોયા છે માટે તેને કર્તબુદ્ધિ છે. હવે તે જ પરિણામને તું ભૂતાર્થનયથી નિશ્ચયનયથી જોઈશ તો પરિણામની કર્તાબુદ્ધિ નીકળી જશે. કેમકે પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે. પરિણામ થવા યોગ્ય થાય છે, હું અકર્તા છું–માટે હું પરિણામનો કર્તા નથી. પરિણામ મારી અપેક્ષા રાખ્યા વિના પ્રગટ થાય છે– માટે હું કર્તા નથી. એ તો ઊંઘતો હોય અને પરિણામ તો પ્રગટ થયા કરે છે–ત્યારે તેની પરિણામ પ્રત્યે સાવધાની તો નથી-છતાં પ્રગટ થાય છે. આમ પરિણામ થવા યોગ્ય થાય છે-માટે હું તેનો કર્તા નથી. બીજું પરિણામ મારાથી સર્વથા ભિન્ન છે માટે કરતો નથી.
પરિણામ થવા યોગ્ય થાય છે માટે તેનો હું કર્તા નથી, તેમ જીવ પ્રથમ અકર્તાના પક્ષમાં આવે છે. એક વખત જયપુરમાં કહ્યું હતું કે-બે પાઠ છે. વધારેમાં વધારે છ મહિના આત્માના લક્ષે અભ્યાસ કરે, આમ તો પ્રમાદી માટે છ મહિના બાકી (પુરુષાર્થી) માટે તો અંતર્મુહૂર્તનો કાળ છે. આ બહુ આકરું (કઠિન ) લાગતું હોય તો તેના બે ભાગ કરી નાખવા. પહેલા ત્રણ મહિનાનો કોર્ષ-હું અકર્તા છું કે કર્તા છું? તેનો નિર્ણય કરવાનો. તો અંદરમાંથી જવાબ આવશે કે ભગવાન આત્મા અકર્તા-જ્ઞાતા છે, કર્તા નથી.
ઓમકાર ધ્વનિમાં એમ આવ્યું કે – “પરિણામ થવા યોગ્ય થાય છે.” ઓમકાર. ધ્વનિમાં આવ્યું તે શાસ્ત્રમાં લખ્યું છે. બોર્ડમાં શું લખ્યું છે તે તો જુઓ. “થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે.”
પરિણામ થવા યોગ્ય થાય છે તેમાં કર્તાબુદ્ધિ જાય છે-અકર્તાના પક્ષમાં આવી જાય છે-એટલે જ્ઞાતાના પક્ષમાં આવી જાય છે. જ્ઞાતાના પક્ષમાં આવવા છતાં પણ અનુભવ થતો નથી–હુજુ પક્ષ છે. તેણે એમ નિર્ણય કર્યો કે પરિણામ મારા કર્યા વિના થયા કરે છે–એટલે થવા યોગ્ય થાય છે ત્યારે અકર્તા-જ્ઞાતાના પક્ષમાં આવે છે.
પરિણામ થવા યોગ્ય થાય છે-હવે પરિણામ કર્તાનું કર્મ ગયું. આ અનુભવ પહેલા નિર્ણયની ભૂમિકાની વાત ચાલે છે. હું કર્તા અને આ નવ તત્ત્વના ભેદ કર્મ તે બુદ્ધિગમ્યથી ગયું-મનમાંથી ગયું. હમણાં જ્ઞાનમાંથી પણ વયું જશે. પહેલાં મનમાંથી જાય પછી જ્ઞાનમાંથી જાય. મનમાં જ્યાં સુધી એમ છે કે-હું પરિણામને કરું છું ત્યાં સુધી કર્તબુદ્ધિ છૂટતી નથીઅથવા અકર્તાનો નિર્ણય થતો નથી ત્યાં સુધી એમ છે કે-પરિણામને તો આત્મા જ કરે છે. ' અરે! પરિણામને આત્મા કરતો જ નથી. પરિણામ થવા યોગ્ય થાય છે. હવે કર્તબુદ્ધિના અભિમાનને છોડે છે. ત્યાર બાદ હું અકર્તા છું તેવા જ્ઞાતાના પક્ષમાં આવી જાય છે. જ્ઞાતાના પક્ષમાં આવવા છતાં હજુ તે સાક્ષાત જ્ઞાતા થતો નથી. કર્તાનો પક્ષ દોષ છે; જ્ઞાતાનો પક્ષ પણ દોષ છે-તે ગુણ નથી. પરંતુ અનુભવ પહેલાં અંતર્મુહુર્તમાં આવા બે વિભાગ પડી જાય છે.
આહા ! પરિણામ થવા યોગ્ય થાય છે તેનો હું કરનાર નથી, હું તો જ્ઞાતા છું. હવે આ પહેલો પાઠ જ્યારે પાકો થયો. આમ તો લેસન-પાઠ બે જ છે. ત્રીજો પાઠ તો છે જ નહીં.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com