________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૮૪
પ્રવચન નં. ૧૭
વધારે છે નહીં. સી. એ. નું ભણવામાં કેટલાક તો ૩૦-૪૦ વર્ષ કાઢી નાખે છે. જ્યાં સુધી પાસ ન થાય ત્યાં સુધી પરીક્ષા આપ્યા કરે છે. પણ અહીં તો છ મહિનાનો જ ટાઈમ કહ્યો છે. મનુભાઈ ! તને છ મહિનાનો ટાઈમ નથી મળતો. ઘર છોડીને ભાગી જા ક્યાંક જંગલમાં– એકાંત જગ્યાએ. ગીરનારની ગુફામાં કે ગમે ત્યાં, પણ જ્યાં દાળ-રોટલી મળે ત્યાં રૂમ લઈ નિવૃત્તિમાં બેસી જા. છ મહિના જો તો ખરો! નક્કી કર કે-પરિણામ મારા કર્યાથી થાય છે કે મારા કર્યા વિના પરિણામ થાય છે. મધ્યસ્થ થઈને, આત્માનાં લક્ષે; આત્માના અનુભવની મુખ્યતા રાખીને વિચાર કર તો અંદરથી જવાબ મળશે કે-પરિણામ થવા યોગ્ય થાય છે, મારાં કર્યા થતાં નથી.
તેણે ઘણાં ઘણાં ઉધામા નાખ્યા, કે–આનું આમ કરી નાખું ને તેનું તેમ કરી નાખું. આહા...હા ! શ્રીમદ્દજી કહે છે કે-સડેલા તરણાંના બે કટકા કરવાની શક્તિ આત્મામાં નથી. તેમાં અકર્તાની ધ્વનિ છે. અકર્તા એટલે જ્ઞાતાનું સ્થાપન કર્યું છે. અહીંયા અંદરની વાતું કરે છે–ત્યાં તરણાંની વાત કરી છે.
આ તો દ્રવ્યાનુયોગ ઉત્કૃષ્ટમાં-ઉત્કૃષ્ટ શાસ્ત્ર છે. મહાભાગ્ય હોય તો અને ચક્રવર્તી કરતા પુણ્ય વધી જાય મનુભાઈ ત્યારે તો એને કુંદકુંદની વાણી કાન ઉ૫૨ આવે-તે સાંભળીને નિર્ણય કરે તો તે પહેલા જ્ઞાતાના પક્ષમાં આવી જાય છે. પછી પરિણામ થવા યોગ્ય થાય છે એમ જાણીને જાણતાં જાણતાં પરિણામ સ્વભાવની સન્મુખ થઈ જાય છે. ત્યારે પરિણામ જ્ઞાનનું જ્ઞેય થતું બંધ થઈ જાય છે.
પહેલાં કર્તાનું કર્મ બંધ થયું. હું કર્તા અને પરિણામ શુભાશુભ મારું કર્મ, વગેરે નવ તત્ત્વો લઈ લેવાં-તેનો કર્મપણે નિષેધ કર્યો, કે હું તો અકર્તા છું; મારું કર્મ આ (પરિણામ ) નથી. થવા યોગ્ય છે થાય છે તેને જાણવું; તે મારું કર્મ થોડીકવાર માટે છે. પરિણામ મારા જ્ઞાનનું જ્ઞેય થાય છે ત્યાં સુધી અનુભવ થતો નથી. પરિણામ મારા જ્ઞાનનું જ્ઞેય નથી તેમ જાણીને, થવા યોગ્ય થાય છે તેમ જાણીને; તેને જાણવાના ભાવને પણ છોડે છે. દ્રવ્ય સ્વભાવની સન્મુખ થઈને સાક્ષાત જ્ઞાતા થાય છે ત્યારે જ્ઞાતાનો પક્ષ છૂટી જાય છે.
પહેલાં કર્તાનો પક્ષ છૂટયો એટલે જ્ઞાતાના પક્ષમાં આવ્યો પછી દ્રવ્ય સ્વભાવની સન્મુખ થઈને જ્યાં અનુભવ કરે છે આત્મા નિર્વિકલ્પ ધ્યાનમાં ત્યાં એ જ્ઞાતાનો પક્ષ છૂટે છે. કર્તાનો પક્ષ ગયો પછી જ્ઞાતાનો પક્ષ આવ્યો. હવે પર્યાય જ્ઞેય ન થાય ને જ્ઞાયક જ્ઞેય થાય તો જ્ઞાતાનો પક્ષ છૂટીને સાક્ષાત જ્ઞાતા થાય છે.
આહા! સાક્ષાત જ્ઞાતા થાય ત્યારે પર્યાયને નથી જાણતો પણ દ્રવ્ય સામાન્યને જાણે છે. હવે પર્યાય જ્ઞેય નથી થતી. તેને પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ થઈ ગઈ છે. જ્યાં પર્યાયને જાણવાનું બંધ થાય છે ત્યાં એને જોર આવે છે કે–જાણનાર જણાય છે. થવા યોગ્ય થાય છે તેને આત્મા જાણે છે તેમ લખ્યું નથી.
આહા...હા ! થવા યોગ્ય થાય છે એમ જેને ખ્યાલમાં આવે છે તેની દૃષ્ટિ સામાન્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com