________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૮૫ જ્ઞાયક ઉપર આવે છે અને ઉપયોગ અભિમુખ થઈ જાય છે. શ્રી સમયસાર દસમી ગાથામાં આવ્યું હતું ને!? “મિતિ ” ઉપયોગ અંતર્મુખ થાય છે. બહિર્મુખ ઉપયોગથી પર જણાય છે અને અંતર્મુખ ઉપયોગથી આત્મા જણાય છે.
અરે....રે! આ બહિર્મુખ ઉપયોગ બંધનું કારણ છે. પર સત્તાવલંબી જ્ઞાન બંધનું કારણ છે. અંતરમાં આવીને એ જાણે છે કે-હું તો જાણનાર છું. પહેલાં હું જાણનાર છું એવો પક્ષ આવ્યો, પછી એ જ જાણનાર આત્મા એને જણાઈ ગયો-ત્યારે એને પર્યાય દષ્ટિ છૂટીને અનુભવ થયો તેને સમ્યકદર્શન કહેવાય છે.
આ સમ્યક્દર્શનની ગાથા છે. નવ તત્ત્વોથી આત્મા સર્વથા ભિન્ન છે. કેમકે તે પરદ્રવ્ય છે ને!? એનો આત્મા કર્તા પણ નથી ને જ્ઞાતા પણ નથી. પરદ્રવ્યનો વ્યવહાર જ્ઞાતા છે. વ્યવહાર જ્ઞાતા છે એટલે શું? કોથળામાં પાંચ શેરી ન ચાલે...ચોખવટ કરવી જોઈએ.
કહે છે–સાધકને સવિકલ્પદશા આવે છે. શુક્લધ્યાનની શ્રેણી તો અત્યારે આવે તેવી યોગ્યતા નથી. કેમકે થવા યોગ્ય થાય છે ને! સાધકને ખ્યાલમાં આવી ગયું છે પણ, અત્યારે શ્રેણી થતી નથી. અને તેની આકુળતા પણ નથી–કેમકે થવા યોગ્ય થાય છે તેમ ખ્યાલમાં આવી ગયું છે.
સાધક અંતમાં જઈને શુદ્ધાત્માને અનુભવે છે ત્યારે પર્યાય શેય થતી નથી. દ્રવ્ય સામાન્ય જ્ઞય થાય છે. સામાન્યને અવલોકતો અને વિશેષને નહીં અવલોકતો-તેમાં દ્રવ્યદૃષ્ટિ થઈ જાય છે. એવી સમ્યફદર્શનની અપૂર્વ ગાથા ચાલે છે.
નવ તત્ત્વ (આત્માથી) અત્યંત ભિન્ન-સર્વથા ભિન્ન છે. કથંચિત્ ભિન્ન અભિન્ન તેમાં છે નહીં.
ટીકા- “આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનયથી જાણે સમ્યક્રદર્શન જ છે.” અભૂતાર્થ નથી જાણતાં મિથ્યાત્વ છે એમ આમાં લખ્યું નથી. છતાં પણ પ્રતિપક્ષ આમાં આવી ગયો. અભૂતાર્થનયથી જાણે તો મિથ્યાત્વ થાય છે અને ભૂતાર્થનાથી જાણે તો સમ્યફદર્શન થાય છે.
પર્યાયને ભૂતાર્થનયથી જાણે તો સમ્યકદર્શન થાય? તે તો પર્યાય છે ને? એક પર્યાયને જોવાની બે વિવિક્ષા છે. તું વ્યવહારનયથી પર્યાયને જાણીશ તો આત્મા કર્યા છે તેમ તને લાગશે. પર્યાય થવા યોગ્ય થાય છે એમ તને ભાસશે તો તું જ્ઞાતા થઈ જઈશ. હું પરિણામનો કર્તા નથી તેમ તારા જ્ઞાનમાં આવી જશે.
થવા યોગ્ય થાય છે તે મહામંત્ર છે. મિથ્યાત્વ ઉપરનો એટમ બોંબ છે. અરે! આ પરિણામ તો થવા યોગ્ય થાય છે પણ આ છએ દ્રવ્ય, જડ અને ચેતનના પરિણામ થવા યોગ્ય થાય છે. તે તે દ્રવ્ય તેના પરિણામનો કર્તા નથી. પુદ્ગલ દ્રવ્ય, તેના પરિણામ સ્પર્શ, રસ, ગંધ, વર્ણનો કર્તા નથી. પાણી ઉષ્ણ પર્યાયને તો કરે નહીં–કારણ કે તે વિજાતિ પર્યાય છે. નિર્મળ પર્યાયને પણ પાણી કરતું નથી. કુંભારતો ઘડાને કરે નહીં, માટી પણ ઘટની પર્યાયને કરતી નથી. કેમકે થવા યોગ્ય થાય છે. આ તો કોઈ અપૂર્વ નિધિ છે. વ્યવહારનયથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com