________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮
પ્રવચન નં. ૩ આવશે આપણે કર્તા-કર્મ અધિકારમાં આત્મા આત્મા ભવતિ...પુદ્ગલ પુદ્ગલ ભવતિ...એ ભાઈના પિતાજી બહુ બોલતા બહુ સરસ છે. જુઓ ! કર્તા-કર્મ અધિકાર, છેલ્લો નવાણુંમો શ્લોક છે. કર્તા-કર્મની પૂર્ણાહુતિ હો? પછી તો એનો અભાવ જ થાય છે ને; નિમિત્તનૈમિત્તિક ક્યાં રહ્યું? (જુઓ ! ૯૯ શ્લોકમાં શું કહે છે?) “જ્ઞાનં જ્ઞાનં ભવતિ વ યથા પુતિ પુનોfu'-થઈ રહ્યું, જ્ઞાન જ્ઞાનરૂપે રહે છે ને પુલ પુગલરૂપે થઈ જાય છે. (એટલે કે) નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નીકળી ગયો આખો...એટલે? એટલે નવ તત્ત્વ છે...એ જ્યાં સુધી સંસાર છે ત્યાંસુધી છે...ત્યાં સુધી કર્મનો ઉદય, અનુદય છે. પણ જ્યાં મોક્ષ થઈ ગયો ખલાસ! નિમિત્ત-નૈમિત્તિક સંબંધ (સઘળોય) છૂટી જાય છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એ સંસાર છે એક અપેક્ષાએ...ઓહોહો ! કોઈ અદભૂત રચના છે !
આ એક દ્રવ્યપણે જે આવ્યું ને....એ સમજવા જેવું છે. એમ ભલે કહ્યું એકદ્રવ્યપણે પણ બે દ્રવ્યોની વાત છે-બેયની ભિન્ન ભિન્ન પર્યાયો છે. જીવના વિશેષ કાર્યો ને અજીવના વિશેષ કાર્યો બેયના ભિન્ન ભિન્ન કાર્યો છે બેયને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે...જીવદ્રવ્યના
સ્વભાવથી જોવામાં આવે તો..એ (ભેદ) કાંઈ દેખાતા નથી....અંતર્દષ્ટિ વડે જોનારને જ્ઞાયકભાવ જીવ છે.
પ્રવચન નં. ૩
તા. ૨૬-૧-૮૯ સમયસારની અદભૂત રચના છે. (સમ્યક ) દષ્ટિની પ્રાપ્તિ અને જ્ઞાનની નિર્મળતા... (આ ગાથાથી તો) દૃષ્ટિની પ્રાપ્તિ ને જ્ઞાનની નિર્મળતા થાય છે. જ્ઞાન જેમ છે એમ જાણે છે. ક્ષણિક ઉપાદાનને એ રીતે. નૈમિત્તિકને એ રીતે...નિમિત્ત ને એ રીતે...ત્રિકાળને એ રીતે (જેમ છે તેમ જાણે ) ત્યારે જ જ્ઞાન કહેવાયને! જેમ છે તેમ જાણે તો જ્ઞાન કહેવાય ને! જ્ઞાન, આડું-અવળું ન જાણે....જેની જે સ્થિતિ હોય મર્યાદા, એ મર્યાદારૂપ જ જાણે પાછું જ્ઞાન..જેમ છે એમ જાણે.
પર્યાયને જાણે કે મેં પૂછયું 'તું...કે પર્યાયને જાણે તો પર્યાયદષ્ટિ કહેવાય? તો કહે નહીં. અહીંયા આ પર્યાયનું તો જ્ઞાન કરાવે છે. એમાં શું છે! અહં કરે તો ભૂલ..જાણે તો ક્યાં ભૂલ છે! અહં તો દ્રવ્યમાં છે ને પર્યાયને જેમ છે એમ જ્ઞાન જાણે. શિકોહાબાદમાં બહેનને પૂછયું તું મેં કહ્યું દ્રવ્ય દષ્ટિ, થયા પછી પર્યાયને જ્ઞાન જાણે...તો પર્યાયદષ્ટિ થવાય કે નહીં? ન થાય..નહીં સાહેબ! વૈસે તો પૂછને કી આદત મેરી નહીં હૈ–એમ કહ્યું તું. (શ્રોતા:) મેરી પૂછને કી આદત નહીં હૈ તો ભી પૂછતા હૂં...(ઉત્તર) દ્રવ્યદૃષ્ટિ વખતે પર્યાયનું જ્ઞાન થાય છે....થાય જ છે-જે પર્યાય જે રીતે છે અને એ રીતે જાણે..વિકારને વિકાર (રૂપ), અવિકારને અવિકાર (રૂપ )-આત્મિકસુખને આત્મિકસુખદુઃખને દુઃખ જેમ છે તેમ જાણે છે... જાણવું જ ધરમ છે. “કરવાનું” જ્ઞાનમાં કરવાનું છે જ નહીં. “કેવળ” “જાણનાર” છે...જ્ઞાતા છે... કેવળ જાણનાર..જ્ઞાનના ગર્ભમાં જાણવું છે.કરવું નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com