________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૩૭ અનુભવ કરવામાં આવતાં તેઓ અભૂતાર્થ છે” –અભેદમાં ભેદ દેખાતો નથી. આહાહા! પાછા (આચાર્યદવ) ત્રિકાળી ઉપર લઈ ગયા. આનું (નવ તત્ત્વોનું) જ્ઞાન કરાવી...જ્ઞાન કરાવીને પાછું આની કોર લઈ ગયા ત્રિકાળી ઉપર..સામાન્ય તરફ. વિશેષનું માત્ર જ્ઞાન કરાવે છે...વિશેષનું જ્ઞાન સાથે-સાથે કરાવતા આવે છે–પણ વિશેષમાંથી પાછું સામાન્યમાં લઈ જાય છે એમ ! અભૂતાર્થ ક્યારે કહેવાય કે એનું લક્ષ છૂટી જાય તો! અને ભૂતાર્થ કેમ કહેવાય એ “છે'... છે” માટે ભૂતાર્થ...એ (વિકાર) સસલાનાં શિંગડાં નથી. બંધ-મોક્ષનાં પરિણામ છે' ..પરંતુ મારામાં નથી.
એની-નવની અતિ પણ મારામાં એની નાસ્તિ ...એની અતિ છે...એ પરિણામ નથી એમ નહીં. પણ પરિણામનું લક્ષ છોડી દે-પરિણામમાંથી આત્મબુદ્ધિ છોડી દે..એ અનિત્ય છેસાપેક્ષ છે-નાશવાન છે (બદલે છે-ક્ષણિક છે) એમ નૈમિત્તિક છે. આંહીયા નૈમિત્તિક સિદ્ધ કરવું છે. એમાં પહેલાં ક્ષણિક ઉપાદાન સિદ્ધ કરવું હતું...થવાયોગ્યમાં થવાયોગ્યમાં બે વાત કરી 'તી સાત-અહેતુક ક્ષણિકઉપાદાન છે. અને પછી કરનાર-એ નિમિત્ત, એટલું લીધું 'તું આંહીયાં ચોખ્ખું નિમિત્ત-નૈમિત્તિક લીધું છે. આંહી ક્ષણિકઉપાદાન નથી લીધું. (છતાં પણ) છે તો ક્ષણિક ઉપાદાન જ છે. (પરંતુ) ઉપાદાનના સેન્સમાં નથી. નૈમિત્તિકના સેન્સમાં છે આ. હેતુ તો અજીવ છે ને! નિમિત્ત, તો આના બધાંના નામ નૈમિત્તિક થઈ ગયાં....સાપેક્ષ... આપણે વાત એક થઈ 'તી કે ઈ જ્ઞાની, (સાધક) પર્યાયને અભૂતાર્થનયે પણ જુએ છે ને ભૂતાર્થનયે પણ જુએ છે. નિમિત્તથી નિરપેક્ષ જુએ તો ભૂતાર્થનય દેખાય છે ક્ષણિકઉપાદાન. અને નિમિત્ત સાપેક્ષથી નૈમિત્તિક જુએ.તો વ્યવહાર થઈ ગયો.નિશ્ચયપૂર્વક વ્યવહાર થયો.
અહીંયાં વિકારના હેતુઓ અજીવ છે.. નૈમિત્તિક છે આ...ભલે ક્ષણિકઉપાદાન છે... સમજી ગયા.પણ એની અત્યારે અહીંયા પ્રધાનતા ન લીધી....(શ્રોતા ) ઈધર તો નિમિત્તનૈમિત્તિકકી મુખ્યતાસે બાત હૈ...(ઉત્તર) કાળને નિમિત્ત બે શબ્દ આવ્યા 'તા ને એ કાળ છે ને એ ક્ષણિક ઉપાદાન છે (કળશ ટીકામાં) કાળ નિમિત્ત સાપેક્ષ લ્ય એટલે નૈમિત્તિક થઈ ગયું.
આ જે અત્યારે ચાલે છે...એ એક નિમિત્ત છે ને બીજું નૈમિત્તિક છે. ક્ષણિક ઉપાદાનપણે તો છે પણ ઉપાદાનની પ્રધાનતા ન લેતાં.. નૈમિત્તિકની પ્રધાનતા લે છે. કેમ કે આ નવેય તત્ત્વો બહેન, વૈભાવિક છે..અગુરુલઘુની માફક સ્વાભાવિક નથી. એમાં નિમિત્ત સ્થાપે છે નહિતર સ્વભાવ થઈ જશે....આહા! નહિંતર કાયમી સ્વભાવ થઈ જશે..(એમ તો નથી તેથી) નિમિત્તનો યોગ છૂટે છે ને આંહી નૈમિત્તિકનો ય નાશ-અભાવ થઈ જાય છે. અને આત્મા સિદ્ધ-પરમાત્મા બની જાય છે.
આ જે કર્મની રચનાની સાથે સંકલન છે એ-પણ સમજવા જેવું છે. વા (કર્મપ્રકૃત્તિમાં) કર્મ છૂટી જાય છે (અર્થાત્ કર્મરૂપે પરિણમેલ પુદ્ગલ સામાન્યરૂપે પરિણમે છે) છેલ્લે છેલ્લે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com