________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૩૯ એ “જાણવાથી” છૂટયો ને “કરવામાં આવ્યો સંસાર છે..ખલાસ! મિથ્યાદષ્ટિ થઈ જાય છે. આ સમયસારજી શાસ્ત્ર, પરમાગમ.એનો જીવ નામનો અધિકાર એમાં તેર નંબરની ગાથા ચાલે છે. તેર નંબરની ગાથામાં અત્યારે ભગવાન (આચાર્યદવ ) ફરમાવે છે..“ આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થનયથી જાયે સમ્યક્રદર્શન જ છે.” -નવ તત્ત્વને જાણવાથી સમ્યકદર્શન છે...એમ ન લખતાં...ભૂતાર્થનયથી જ્યારે જાણે ત્યારે સમ્યક્દર્શન થાય. –આમાં અભૂતાર્થનથી તો નવ તત્ત્વને...સમ્યકદર્શનનું નિમિત્તકારણ જાણીને અનાદિથી વ્યવહારે નવા તત્ત્વના ભેદોને અનંતવાર જાણ્યા....પણ “ભૂતાર્થન' જાણ્યા નથી. એ ભૂતાર્થનયે જાણવાથી... આત્માને-એને જાણવાથી સમ્યકજ્ઞાન થાય છે એમ ન લખતાં...સમ્યકદર્શન જ છે (એમ આચાર્યદેવે ટીકામાં લખ્યું, નહિતર નવ તત્ત્વો, ભૂતાર્થનયે જાણે...તો-પણ સમ્યકજ્ઞાન થયું કહેવાય..જ્ઞાનનો વિષય છે એ...પણ...જ્યાં ભૂતાર્થ શબ્દ લગાડ્યો એ નિશ્ચયજ્ઞાનનો વિષય થઈ ગયો..નવેય (તત્ત્વો)...નિરપેક્ષ..એમ જાણે એટલે એનાં ફળમાં સમ્યકદર્શન થાય છે એમ (આચાર્યદવ) કહે છે.
જ્યાં સુધી અભૂતાર્થનયે નવ તત્ત્વને જાણે જીવ ત્યાં સુધી સમ્યક્દર્શન થતું નથી. કેમકે અભૂતાર્થનયે એટલે નવેય તત્ત્વો સાપેક્ષપણે જણાય...(એટલે કે) આ જીવનાં પરિણામ છે-આ પરિણામને જીવ કરે છે અથવા આ પરિણામ આના સંગે ઉત્પન્ન થાય છે-કર્મનો સભાવ અને અભાવ થતાં એ પરિણામનો જન્મ થાય છે એ બધું સાપેક્ષ કથન છે. –એમ (આચાર્યદવ) કહે છે કે એમ તો એણે અનંતવાર આ (નવ તત્ત્વો સાપેક્ષપણે જાણ્યા) દ્રવ્યલિંગી મુનિ થયો..ત્યારે સાપેક્ષ નવ તત્ત્વને તો જાણ્યા...પણ...નિરપેક્ષ નવ તત્ત્વને જાણ્યા નથી. એટલે નિરપેક્ષ આત્માને પણ જાણ્યો નથી. (જે) નિરપેક્ષ નવ તત્ત્વને જાણે છે એ જ જીવ નિરપેક્ષ ભગવાન આત્માને જાણી શકે છે. સમજમાં આવ્યું?
ત્યાં....અગિયારમી ગાથામાં તો સીધી વાત હતી..આંહીયા (આ તેરમી ગાથામાં) થોડી બુદ્ધિ ચલાવવાની વાત ચાલે છે. ત્યાં તો સીધું હતું કે નવ તત્ત્વનો શુદ્ધ આત્મામાં ત્રિકાળ અભાવ છે. રહિત છે-નવ તત્ત્વથી રહિત એવો શુદ્ધાત્મા એ જ ઉપાદેય છે. –એનું લક્ષ કરતાં સમ્યક્દર્શન-શાન થાય છે (આત્મ) અનુભવ થાય છે...કેમ કે એનો આશ્રય કરતાં વિકલ્પ ઉત્પન્ન થતો નથી...( નિર્વિકલ્પ તત્ત્વના લક્ષે) નિર્વિકલ્પ ધ્યાન આવે છે. ત્રિકાળ સામાન્યને જાણતાં...વિકલ્પની ઉત્પત્તિ ન થાય...નિર્વિકલ્પ ધ્યાનની ઉત્પત્તિ થઈ જાય! સમ્યક્દર્શન થાય !
અહીંયા એ જ વિષયને જુદી રીતે કહે છે (આચાર્યદિવ).નવને પણ તું ભૂતાર્થનયે જાણ....તો નિર્વિકલ્પ ધ્યાન આવશે...જો અભૂતાર્થન-સાપેક્ષથી જાણીશ તો...વિકલ્પ ઉત્પન્ન થશે... વિકલ્પ ઉત્પન્ન થશે તો (નિર્વિકલ્પ આત્માનો ) અનુભવ નહીં થાય..અનુભવ નહીં થાય તો સમ્યકદર્શન નહીં થાય-બેય બાજુથી નિશ્ચય (-નિરપેક્ષ) આવવો જોઈએ...એક બાજુથી નિશ્ચય ને બીજી બાજુથી વ્યવહાર...શું કહ્યું? કે ત્રિકાળીદ્રવ્ય છે તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com