________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦
પ્રવચન નં. ૩
નિશ્ચયનયનો વિષય (-ધ્યય) છે એને નિશ્ચયનયથી જાણતો સમ્યફદર્શન થાય..અને નવા તત્ત્વોને વ્યવહારનયથી જાણ તો સમ્યકદર્શન થાય એમ નથી.બેયને (દ્રવ્ય અને પર્યાયને) બેય તત્ત્વો-અંત:તત્ત્વ અને બહિતત્ત્વ-બેયને નિશ્ચયથી જાણ નિશ્ચયથી એટલે નિરપેક્ષ !
પર્યાય, રાગની થાય છે અને આત્માનો આધાર નથી...આત્માના આધાર વિના... અદ્ધરથી થાય....અને એને ચારિત્રમોહના ઉદયનો આધાર નથી..કર્મને આધારે રાગ થતો નથી. જીવને આધારે રાગ થતો નથી...રાગ, થાય છે એ હકીકત છે. રાગ થાય.છતાં તેને કોઈનો આધાર નથી. એમ તું રાગને જાણ..પછી વીતરાગભાવને પણ એ રીતે જાણ.. સમ્યક્દર્શનને પણ તું એ રીતે જાણ..મોક્ષને પણ એ રીતે જાણ...(પર્યાયો બધીને) નિરપેક્ષ જાણ-સત -અહેતુક છે. એને નૈમિત્તિકભાવથી ન જાણ...એને ઉપાદાનથી જાણ...ત્રિકાળી સ્વભાવ તો ઉપાદાન પણ ક્ષણિકપર્યાય પણ ઉપાદાન...બેય પ્રકારનાં ઉપાદાન છે ને ઉપાદાન હોય છે અને કોઈ પ્રકારની અપેક્ષા ન હોય તે..નિરપેક્ષ હોય-ઉપાદાન નિરપેક્ષ હોય (છે.)
નૈમિત્તિક (ભાવ) હોય એમાં ( નિમિત્તની) અપેક્ષા આવે...નૈમિત્તિક ક્યાં શબ્દ કહો ત્યાં અપેક્ષા આવી જાય..પણ (એને જ) ક્ષણિકઉપાદાન કહો તો અપેક્ષા ન આવે... નિમિત્તના પકારકથી નિરપેક્ષ એવો પર્યાય પ્રગટ થાય છે. એ પર્યાયને તું નિરપેક્ષ જાણ... (ઓહો !) ત્રિકાળીદ્રવ્ય પણ નિરપેક્ષ અને પર્યાય પ્રગટ થાય છે એ પણ નિરપેક્ષ! ધ્રુવ પણ નિરપેક્ષ, ઉત્પાદ-વ્યય પણ નિરપેક્ષ....ઉત્પાદને ધ્રુવની અપેક્ષા નથી.ઉત્પાદને વ્યયની અપેક્ષા નથી..ઉત્પાદ, ઉત્પાદથી સ્વયં થાય છે. –એમ નવેય તત્ત્વો....સ્વયં ઉત્પન્ન થાય છે. (કોઈ પણ પર્યાય) કોઈના આધારે ઉત્પન્ન થતો નથી..એમ ભૂતાર્થનવે નવ તત્ત્વોને જાણે તો કર્તબુદ્ધિ છૂટી જાય છે...અને સાપેક્ષથી જાણે તો કર્તા બુદ્ધિ રહી જાય છે. અને (જીવે) સાપેક્ષથી જાણ્યે-અનંતકાળથી જાણ્યું-શાસ્ત્રથી જ્ઞાન થાય એમ જાણું, દેવ-ગુરુ-શાસ્ત્રનું શ્રદ્ધાન તે સમ્યકદર્શન, એમ જાણું, નવ તત્ત્વનું શ્રદ્ધાન તે સમ્યકદર્શન એમ જાણું, પણ.... સમ્યકદર્શનમાં નવ તત્ત્વો ય નિમિત્ત નથી ને આત્માય નિમિત્ત નથી. સમ્યક્દર્શનની પર્યાય નિરપેક્ષ છે. તેમ ક્યારેય જાણું નહીં કે સમ્યકદર્શન છે ઈ આત્માના પરિણામ છે એમ જાયું..પણ ઈ પરિણામ છે એમ ન જાણું! પર્યાયનો દ્રવ્યની સાથે સંબંધ રાખ્યો..(તેથી) સાપેક્ષ થઈ ગયું (શ્રોતા:) નિરપેક્ષ નહીં દેખા....(ઉત્તર) પહેલાં નિરપેક્ષપણે જાણ બાદમાં સાપેક્ષ કે આ પરિણામ કોનું છે કે આત્માનું છે. આ પરિણામમારી નિર્મળતાના પરિણામ છે...બસ! (શ્રોતા ) બાદમેં જાનના...(ઉત્તર) બાદમાં જણાય છે હા..પહેલાં નિરપેક્ષ પછી સાપેક્ષ...નિરપેક્ષને છોડીને સાપેક્ષમાં આવ્યો છે અનંતવાર આનાથી આ થાય ને આનાથી આ થાય..(જુઓ !) આ ચશ્મા છે ઈ આને (નાક-કાન ને) આધારે છે...(એ અભિપ્રાયવાળો) મિથ્યાષ્ટિ છે. સમજી ગ્યા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com