________________
૪૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
આ ચશ્મા એને આધારે રહ્યા જ નથી. ( શ્રોતા ) ચશ્મા, ચશ્માને આધારે છે. (ઉત્તર) કેમકે નાક-કાનનો આધાર એને નથી..જ્યાં સુધી રહેલ છે ત્યાં સુધી તો એનો આધાર છે ને નહિતર પડી જાય...( એમ લોકો માને છે.) એમ છે નહીં...(કેમ છે?) આધાર નામની દરેક પરમાણુમાં શક્તિ છે.આને આધાર કોઈનો છે જ નહીં..આધાર લીધો (–માન્યો) તો બે દ્રવ્યોની એકતા થઈ ગઈ...( અભિપ્રાયમાં)...ક્રોધ, ક્રોધ છે તો ક્રોધનું જ્ઞાન થયું..તો બેય ભાવની એકતા થઈ ગઈ શું કહ્યું? ક્રોધ છે-ક્રોધ આવ્યો તો ક્રોધનું જ્ઞાન થયું, માન આવ્યું તો માનનું જ્ઞાન થાય છે. દુઃખ આવ્યું તો દુઃખનું જ્ઞાન થાય છે, નેમિનાથ ભગવાન સામે છે તો નેમિનાથ ભગવાન છે સામે એવું જ્ઞાન થયું...સીમંધર ભગવાન હો તો સીમંધર ભગવાન છે એવું જ્ઞાન થયું એવું છે નહીં.જ્ઞાન, જ્ઞાનથી થાય છે. તેપણ નિરપેક્ષ થાય છે, બાદમાં સાપેક્ષ કહો-વ્યવહારનયે...શું કહ્યું? ભાઈ ? સમજ્યા!
- આ એક વાત એણે (આચાર્યદવે) કરી છે..તે અજબ ગજબની કરી છે વાત.. ભૂતાર્થનયે નવને જાણ...ભૂતાર્થનયે એકને જાણ ને...નવને પણ ભૂતાર્થનથી જાણ (ભૂતાર્થનયે એટલે ) નિરપેક્ષ જાણ ! સાપેક્ષની વાત કરે તો વ્યવહાર કહેવાય..નિરપેક્ષ છોડી અને સાપેક્ષમાં ગયો...અજ્ઞાની બની ગયો ! જીભ ઉપર લીંબુ આવ્યું તો ખટાશનું જ્ઞાન થયું....શક્કર આવી તો ગળપણ (મીઠાશનું) જ્ઞાન થયું એવું છે જ નહીં. (શ્રોતા ) ઐસા હૈ હી નહીં (ઉત્તર) અરે! જીભ ઉપર લીંબુ છે ત્યારે પણ લીંબુ (કે ખટાશનું) જ્ઞાન થતું નથી, લીંબુ છે તો-પણ લીંબુનું જ્ઞાન નથી. જ્ઞાન તો નિરપેક્ષ જ્ઞાનનું જ્ઞાન થાય છે. લીંબુથી નિરપેક્ષ જ્ઞાનનું જ્ઞાન થાય છે. એ નિરપેક્ષ (જ જ્ઞાન છે.) બાદમાં કહો કે આ લીંબુ નિમિત્ત છે તો નિમિત્ત લીંબુનું જ્ઞાન કહેવામાં આવે છે.
જ્ઞયથી જ્ઞાન થતું નથી ને જ્ઞયનું જ્ઞાન થતું નથી..આત્માનું જ્ઞાન નથી થતું જ્ઞાનતો જ્ઞાનનું થાય છે...આ વિષય પંચાધ્યાયીએ લીધો છે બહુ સારો છે...પંચાધ્યાયીએ. આહાહા! ઊંડાણ..ઊંડાણ...ઊંડાણ...ઊંડાણ...દરિયાના (તળિયે) પાતાળમાં જાય ત્યારે રત્નો હાથમાં આવે...એમ આ કુંદકુંદભગવાનનું નામ (મંગલાચરણમાં) ત્રીજું છે એ યથાર્થ છે. અગિયારમી ગાથામાં કહ્યું ભૂતાર્થને આશ્રયે સમ્યકદર્શન થાય...ત્રિકાળી દ્રવ્યને આશ્રયે...જિ. એ તો બરાબર છે-એ નિશ્ચય છે...અને વ્યવહારે નવનું જ્ઞાન થાય-નિશ્ચયે એકનું જ્ઞાનને વ્યવહારે....નવનું તેમ નહીં.નિશ્ચયે નવનું જ્ઞાન થવું જોઈએ.
જેમ દષ્ટિનો...દષ્ટિનો વિષય નિરપેક્ષ છે એમ જ્ઞાનનો વિષય નિરપેક્ષ છે. -બે.. નિરપેક્ષ એકસમયમાં ભેગાં થાય છે ત્યારે અનુભવ થાય છે. એકમાં નિરપેક્ષ અને બીજામાં સાપેક્ષ (કરવાથી) પહેલું નિરપેક્ષ ખોટું થઈ ગયું. આહા! દ્રવ્ય ય સત્ ને પર્યાય પણ સત દ્રવ્ય સત, ગુણ સત, ને પર્યાય સ-ઈ આ..કે નિરપેક્ષ જો તું નિરપેક્ષ તે નિશ્ચય છે, સાપેક્ષ તે વ્યવહાર છે. (ઓહોહો !) દષ્ટિનો વિષય તો નિરપેક્ષ પણ જ્ઞાનનો વિષય પણ નિરપેક્ષ (જ છે.) જ્ઞાનના નવ વિષય છતાં નિરપેક્ષ...કેમકે એક સને જાણે છે નિરપેક્ષ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com