________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨
પ્રવચન નં. ૩ એટલે તેણે નવેય સને નિરપેક્ષ જાણી લીધાં....નવને જાણવા માટે એ નવમાં ઉપયોગ નથી ફેરવવો પડતો....તો વ્યવહાર થઈ જાય છે પાછો એક જ પર્યાયને નિરપેક્ષપણે જ્યારે જાણે ને સત્ છે પર્યાય...કોઈપણ પર્યાય..પર્યાયમાત્ર સત્ છે એક પર્યાય સત્ તો....અનંતગુણની અનંતપર્યાય પણ સત્ પણે ભાસે છે. આહાહા! સપણે ભાસતાકતંબુદ્ધિ છૂટી જાય છેઅકર્તા એવા...જ્ઞાયકમાં દષ્ટિ થાય છે ને નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ થાય છે. ઈ એકને નિરપેક્ષ જાણે તો..નવેયને નિરપેક્ષ.જાણે..આહાહા !
“આવાં આ નવ તત્ત્વો, જીવદ્રવ્યના સ્વભાવને છોડીને ”, એટલે કે નવ તત્ત્વો જે પ્રગટ થાય છે..એમાં...ત્રિકાળી ભગવાન આત્મા...જુદોને જુદો રહે છે. નવની ઉત્પત્તિમાં જીવ, કારણ નથી. શું કહે છે? નવ તત્ત્વો ઉત્પન્ન થાય છે, તે વાત સાચી છે. પણ જીવને...કારણે આ નવ તત્ત્વો ઉત્પન્ન થતા નથી. નવ તત્ત્વના ભેદો...ઉત્પન્ન થાય છે, પણ જીવદ્રવ્યના સ્વભાવને છોડીને...એટલે “જીવ” એમાં કારણ નથી..એનાં ઉત્પાદમાં (જીવ) કારણ નથી. એનો કર્તા તો નથી નવનો...પણ એનું કારણ પણ નથી. અકારણ છે પરમાત્મા તો...કોઈનું કાર્ય પણ નહીં ને કોઈનું કારણ પણ નહીં – (એવો અકાર્યકારણ છે.)
(ઓહોહો !) “જીવદ્રવ્યના સ્વભાવને છોડીને ”, હવે કારણ કોણ છે કાર્ય તો થાય છે જો કાર્ય થાય છે તો કારણ તો જોઈએ, કાર્ય થાય છે એનું કારણ પણ છે..પણ આત્મા કારણ નથી.તો બીજું કોઈ કારણ હોવું (જ) જોઈએ....તો એ કારણ બતાવે છે.
પોતાના પરિણામ, પરિણામનું કારણ છે. “પોતે અને પર જેમનાં કારણ છે”.. અજીવનાં પરિણામનું કારણ અજીવનાં પરિણામ છે...અજીવ (કારણ) નથી. જો..અજીવના પરિણામનું કારણ અજીવ કહેશો...તો જીવના પરિણામનું કારણ જીવ થઈ જશે...(આમ માનવાથી...) જીવ તો કારણ છે નહીં તારી દષ્ટિ વિપરિત થઈ ગઈ જા..આ શ્રવણ બેલગોલામાં આ વાત નીકળી 'તી...સમજ્યા? પર્યાયનું કારણ પર્યાય છે. પુદ્ગલના પરિણામનું કારણ પુદ્ગલ (દ્રવ્ય ) નથી. ઘડાનું કારણ કુંભાર તો નથી...પણ ઘડાની ઉત્પત્તિનું કારણ માટી (દ્રવ્યો નથી. માટીથી કોઈ ઘડો અત્યાર સુધીમાં ઉત્પન્ન થયો નથી! (કોઈ કહે..) માટીથી ન થયો તો કુંભારથી તો થયો ને? અરે, પ્રભુ! ક્યાં તું ચાલ્યો ગયો...(પ્રમાણની ય બહાર ચાલ્યો ગયો !) આંહીયાં તો તને..એરકન્ડીશનમાં-અંદરમાં લઈ જવો છે ભગવાન આત્મામાં અંદર જ્યાં (અતીન્દ્રિય આનંદને) શાંતિ...શાંતિ..શાંતિ...છે. નિરપેક્ષ જ ! ઘટની પયાર્યને કુંભારથી પણ નિરપેક્ષ અને માટીથી પણ નિરપેક્ષ..( જો તું જો!) માટી છે તો ઘડો થાય છે? તો માટી તો પ્રથમથી જ હતી...ઘડો કેમ થતો નથી? જો માટી કારણ હોય નિશ્ચયથી તો તો ઘડા...ઘડા...ઘડા જ થવા જોઈએ (બીજા ઘાટ ન થવા જોઈએ.) પણ... કુંભાર આવ્યો તો ઘડો બન્યો...એવું તો છે નહીં. માટી છે તો ઘડો થયો એવું પણ છે નહીં. નિરપેક્ષ ઘડાની પર્યાય છે તો પર્યાય પર્યાયથી છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com