________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૪૩ બસ! નિરપેક્ષ જો ! બાદમાં એ પરિણામ કોનું છે? કે માટીનું છે તો એ વ્યવહાર થઈ ગયો. -એમ બધામાં લગાવી લેવું. (-સમજવું).
આ જે અજીવના પરિણામ છે...એનું કારણ અજીવ છે, એમ નથી. જીવના આ પરિણામ થાય તો જીવ એમાં કારણ છે, એમ નથી. એટલે? પરિણામનું કારણ પરિણામ છે. પરિણામનો કર્તા પરિણામ છે. –આમાં ચોખ્ખી વાત છે. “પોતે અને પર જેમનાં કારણ છે.” -પર્યાયનું કારણ પોતે પર્યાય-ભાવપુણ્યનું કારણ પોતે ભાવપુર્ણ...( આત્મદ્રવ્ય) નહીં. એક પર્યાયને સપણે જોઈ લે ને તો તને આખું વિશ્વ સત્ દેખાશે. ઘડો મારાથી તો થતો નથી પણ માટીથી થાય છે એમ જુએ છે તેણે ઘટની પર્યાયને અભૂતાર્થનયે જોઈ, ભૂતાર્થનયે ન જોઈ..એટલે બેની (બે દ્રવ્યોની) એકતા થઈ ગઈ...એટલે બે સતનું ખૂન થઈ ગયું...બે સત્ એના જ્ઞાનમાં ન રહ્યા...એટલે પર્યાયનો કર્તા દ્રવ્ય...ત્યાં જોયું તો આંહીયાં પર્યાયનો કર્તા આત્મા થઈ ગયો (અભિપ્રાયમાં-શ્રદ્ધામાં) ત્યાં જોયું એવું અહીયાં જોયું (માન્યું!) ત્યાં નિરપેક્ષ જોયું જેણે તેવું આંહીયાં જોયું, એવું ત્યાં જોયું અરે! પરિણામનો કર્તા હું નથી....તો ત્યાં પણ એમ થઈ ગયું કે માટીથી ઘડો થતો નથી..( –એમ આખું વિશ્વ જોયું !)
આંહીયાં જેવું દેખાય છે ને! એવું જ સર્વ ઠેકાણે દેખાય છે...આંહીથી વિરુદ્ધ બીજું કાંઈ દેખાતું નથી. અહીયાં કાંઈ દેખાય અને બીજે કાંઈ દેખાય એમ છે નહીં. આ તો ગૂઢ મંત્રો છે. ઝેર ઉતરી જાય ને જ્ઞાતા થઈ જાય...( સ્વભાવે ) છે તો જ્ઞાતા પણ સાક્ષાત્ જ્ઞાતા (પર્યાયમાંય) થઈ જાય-જ્ઞાતા હોય તે જ જ્ઞાતા થાય. કર્તા હોય એ જ્ઞાતા થઈ શકે જ નહીં. એ તો (આત્મા તો) પ્રથમ થી જ (સ્વભાવથી જો જ્ઞાતા છે. આ હું જ્ઞાતા છું ને કર્તા નથી ત્યાં જ્ઞાતા થઈ જાય છે...દષ્ટિ વિપરીત ( હતી તે) મટી જાય છે.
(શું કહે છે?) “પોતે અને પર જેમનાં કારણ છે.” આત્મા તો એમાં...કારણ નથી. એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં” –જીવનાં પરિણામ ઈ એક દ્રવ્યનાં પરિણામ છે. અજીવના પરિણામ ઈ અજીવદ્રવ્યના પરિણામ છે. બેય દ્રવ્ય જુદાં જુદાં છે-બેયનાં પરિણામ જુદાં જુદાં છે. અને એ એક અપેક્ષાએ બેય ઉપાદાન છે..એક અપેક્ષાએ એક નિમિત્ત છે ને બીજું નૈમિત્તિક છે.
શું કહ્યું? કે જીવના જે પરિણામ છે એ એક અપેક્ષાએ ક્ષણિક ઉપાદાન છે અને અજીવ ના પરિણામ પણ નિરપેક્ષપણે ઉપાદાન છે-એક અપેક્ષાએ (બન્નેને) નિરપેક્ષથી જુઓ તો..અને સાપેક્ષથી જુઓ તો..જૂનાં કર્મને નિમિત્ત કહેવાય ને આ પરિણામ જે થયાભાવપુર્ણ વિગેરે એને નૈમિત્તિક કહેવામાં આવે છે. નિમિત્તથી જુઓ તો નૈમિત્તિક, વ્યવહાર થઈ ગયો, અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ વિના જુઓ, ઉપાદાન-નિરપેક્ષ એ સત્ થઈ ગયું. -પહેલાં (સર્વ) સંબંધથી તોડીને જો-કોઈને કોઈની હારે કોઈ સંબંધ નથી. માટીથી ઘડો થતો નથી...તો કર્મના ઉદયથી-અસતાવેદનીયથી જીવ દુઃખી થાય એ વાત ક્યાં રહી?
(કહે છે) “પોતે અને પર જેમનાં કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com