________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૮૪
પ્રવચન નં. ૨૫
એક મુમુક્ષુ ભાઈના સ્વર્ગવાસનો ટાઈમ નજીક આવ્યો ‘તો તેણે રાજકોટ સંઘને કહ્યું કે-બધા સ્વાધ્યાય કરાવવા આવજો. તે સમયે અમારી સાથે ખીમચંદભાઈ પણ હતા. તે ભાઈને મેં કહ્યું, ભાઈ ! જ્યારે સ્ફટિકમણીની સામે લાલ ફૂલ છે ત્યારે સ્ફટિકમણીનું પરિણમન કેવું હોય છે?! આ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત હું આપને કહું છું-વિચાર કરજો ! આમાં માર્ગ મળી જશે બસ. આટલું કહીને હું બોમ્બે ગયો. બીજે દિવસે તો તેમનો સ્વર્ગવાસ થઈ ગયો. અંત સમયે તેના પરિણામ કૂણા હતા. પૂર્વનો પશ્ચાતાપ પણ તેને હતો. તે તો એક સમયની ભૂલ છે. બધાને અજ્ઞાની...મિથ્યાદષ્ટિ છે તેમ ન જુઓ! પરિણામને ગૌણ કરી, બધા ભગવાન છે તેમ જુઓ. મિથ્યાત્વના પરિણામનો ભગવાન આત્મા સ્વામી છે? ભગવાન આત્મા તેનો સ્વામી નથી. પરિણામનો સ્વામી પરિણામ છે આગળ વધીને જુઓ તો પુદ્દગલ જ તેનો સ્વામી છે.
આહા ! લાલ પર્યાય થાય છે તેમાં સ્ફટિક ઉપાદાન કારણ તો નથી પરંતુ નિમિત્ત કારણ પણ એનું નથી. લાલ પર્યાયમાં નિમિત્તકા૨ણ ફૂલ છે. આહા...હા ! ફૂલને નિમિત્તપણે જો પણ સ્ફટિકમણીને નિમિત્તપણે ન જો. નહીંતર નિત્ય નિમિત્તકર્તાનો દોષ આવશે.
“(પોતે પોતાને લાલાશ-આદિરૂપ પરિણમનનું નિમિત્ત નહીં હોવાથી) પોતાની મેળે રાગાદિરૂપે પરિણમતો નથી, પરંતુ જે પોતાની મેળે રાગાદિભાવને પામતું હોવાથી સ્ફટિકમણીને રાગાદિનું નિમિત્ત થાય છે એવાં ૫૨દ્રવ્ય વડે જ; શુદ્ધસ્વભાવથી ચ્યુત થતો થકો જ, રાગાદિરૂપે પરિણમાવાય છે.” શુદ્ધ સ્વભાવથી પરિણતી જ્યારે ચ્યુત થાય છે ત્યારે ફૂલને નિમિત્ત કહેવાય છે-અને લાલ પર્યાયને નૈમિત્તિક કહેવાય છે. નિમિત્ત બળાત્કારે સ્ફટિકમણીને લાલરૂપે પરિણમાવતું નથી. સ્વયં પોતે સ્વચ્છ ભાવનો ત્યાગ કરે છે પર્યાય અને તે લાલાશરૂપે પરિણમે છે ત્યારે ફૂલને નિમિત્ત કહેવામાં આવે છે. એક સમય પૂરતું નિમિત્ત કહેવામાં આવે છે. આગળ પાછળ નિમિત્ત ન લેવું.
આહા! પહેલા સમયે નિમિત્ત થાય તો બીજા સમયે નિમિત્ત થશે તેમ નથી. કેમકે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સમયવર્તી છે. એ પણ પર્યાયાર્થિકનયે છે. દ્રવ્યાર્થિકનયે તો નિમિત્તનૈમિત્તિક સંબંધનો જ આત્મામાં ત્રિકાળ અભાવ છે.
શું કીધું!? રાગ હોવા છતાં રાગનું નિમિત્ત આત્મા નથી. આત્માની પર્યાયમાં રાગ હોવા છતાં-રાગનું કારણ આત્મા નથી. કર્તા નથી ને કા૨ણ પણ નથી. કર્તા અને કારણ બે શબ્દ આવે છે ને ? તેમાં કર્તા ઉપાદાનની વિવિક્ષાથી છે અને કારણ નિમિત્તની અપેક્ષાથી છે.
નવ તત્ત્વના પરિણામ થવાયોગ્ય અને કરનાર તે પાઠ ચાલે છે ને!? તેમાં આત્મા એકલો એકલો બંધ મોક્ષરૂપે પરિણમતો નથી. તેમાં નિમિત્ત અજીવ છે. અજીવથી પણ પરિણમતો નથી અને ત્રિકાળી દ્રવ્યથી પણ પરિણમતો નથી પરંતુ પરિણમે છે ત્યારે ત્રિકાળી દ્રવ્યને નિમિત્ત કહેવામાં આવે છે. સ્વતંત્ર પરિણમન થાય છે ત્યારે પરયોગને નિમિત્ત કહેવામાં આવે છે. આ વાતને આપણે સિદ્ધાંતમાં એપ્લાય કરવી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com