________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૮૫ “તેવી રીતે ખરેખર કેવળ (એકલો) આત્મા” આહા ! “જોઉં' તે એકનો બે થતો નથી–તો પછી એકનો નવ પણે તો ક્યાંથી થાય? કોઈનો ઝગડો થયો હોય તો સમાધાનકાર નીમે છે–પછી તે ખૂબ સમજાવે, પણ પેલો ન સમજે. તો તે કહે છે-તેને ખૂબ સમજાવ્યો પણ તે એકનો બે થતો નથી. તેમ ભગવાન આત્મા એકનો બે થતો નથી તો એકનો નવ કેમ થાય ? પોતાનો ત્રિકાળ એકત્વ સ્વભાવ છોડતો નથી તે નવરૂપ થતો નથી. વ્યવહારની કેટલીયે વાતો કરે-પણ જ્યાં જ્યાં વ્યવહાર આવે ત્યાં ત્યાં લગાડવું કેવ્યવહારનય બીજાના ભાવને બીજાનો કહે છે.
આહા ! રાગ પરિણામનો ધર્મ છે અને વ્યવહારનય શું કહે છે? આત્મા રાગી થઈ ગયો આત્માએ રાગ કર્યો. આત્માએ જ્ઞાન કર્યું કે આત્માએ રાગ કર્યો? આહા...હા! શું તે રાગનો આત્મા કર્તા બની ગયો? આત્મા રાગનો કારણ બની ગયો? કર્તા પણ નથી ને કારણ પણ નથી. આત્મા રાગરૂપે પરિણમવા છતાં તે રાગના કારણપણે કદી પરિણમતો નથી. એવો પાઠ છે. આહાહા! કદાચિત્ સ્વભાવથી શ્રુત થઈને થોડો ટાઈમ રાગાદિરૂપે પરિણમે છે, તે કાયમ માટે તો છે જ નહીં. તો પણ રાગના કારણપણે કદાપિ પરિણમતો નથી. કળશટીકામાં આ વાત છે.
અહીં – “ખરેખર કેવળ (એકલો) આત્મા પોતે પરિણમન સ્વભાવવાળો હોવા છતાં”, કોઈને એમ લાગે કે-અપરિણામી તો રાગનું કારણ ન બને, પણ જ્યારે પરિણામી છે ત્યારે તો રાગનો કર્તા અને રાગનું કારણ બને કે નહીં? કહે છે–પરિણમન સ્વભાવવાળો હોવા છતાં તે રાગનો કર્તા બનતો નથી અને રાગનું કારણ થતો નથી.
શ્રી સમયસાર ૩૨૦ ગાથામાં લીધું છે કે શુદ્ધજ્ઞાન અને શુદ્ધજ્ઞાન પરિણત જીવ પણ બંધ-મોક્ષનો કર્તા નથી. ઉદયનો કર્તા નથી, નિર્જરાનો કર્તા નથી–તે કેવળ જાણે જ છે. ત્રિકાળી દ્રવ્ય તો રાગનું કારણ નથી પણ તેનું લક્ષણ ઉપયોગ છે, જે ઉપયોગમાં આત્મા જણાય છે તેવા પરિણમન સ્વભાવવાળો હોવા છતાં પણ તે ત્રિકાળી દ્રવ્ય કે જ્ઞાનપરિણત જીવ રાગનો કર્તા થતો નથી, રાગનું કારણ બનતો નથી.
પ્રભુ! આત્મા જ્ઞાતા હોવા છતાં તેને કર્તા માને છે ને એટલા માટે સમયસારમાંથી મર્મ કાઢવાની તારી બુદ્ધિ સ્થૂળ થઈ ગઈ છે. જાહેર થાવ કે બધા આત્મા જ્ઞાતા છે-કોઈ આત્મા કર્તા નથી. આ શ્રી સર્વજ્ઞ ભગવાનની દિવ્યધ્વનિમાં વાણીમાં આવ્યું છે અને સંતોએ શાસ્ત્રોમાં લખી દીધું છે. આહા...હા! આત્મા કર્તા તો નહીં પણ અહીં તો કારણ પણ નથી. આત્મા અકાર્ય કારણ પરમાત્મા છે તે કોઈનું કારણ અને કોઈનું કાર્ય નથી.
શ્રી સમયસારજી કર્તાકર્મ અધિકારમાં લીધું છે કે આત્મા દુઃખનું અકારણ છે. જો તે દુઃખનું કારણ નથી તો તે અતીન્દ્રિયસુખનું કારણ પણ નથી. ધીરજથી, શાંતિથી સાંભળતો ખરો ! ખરેખર કેવળ (એકલો) આત્મા, પોતે પરિણમન સ્વભાવવાળો હોવા છતાં; આમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com