________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬
પ્રવચન . ૨૫ બે વાત લીધી. અપરિણામી તો છે જ પરંતુ આત્મા જ્ઞાનરૂપે પરિણમે છે તો તે રાગનું કારણ બની જાય છે ને!? બિલકુલ બનતો નથી, તે તો જાણવાવાળો છે. “પરિણમન સ્વભાવવાળો હોવા છતાં, પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે રાગાદિનું નિમિત્તપણું નહીં હોવાથી; –ભગવાન આત્માની પર્યાયમાં રાગ થાય છે ત્યારની વાત છે. મોક્ષ થાય છે ત્યારે તો રાગ થતો જ નથી. મોક્ષ જ્યારે થઈ ગયો ત્યારે રાગ તો પર્યાયમાં છે જ નહીં-તો પર્યાયનું કારણ છે નહીં. તો તેની ચર્ચા નથી. પરંતુ રાગના સભાવના કાળે રાગનું કારણ આત્મા નથી. કર્તા પણ નથી અને કારણ પણ નથી. ઉપાદાન કર્તા નથી ને નિમિત્તકારણ આત્મા નથી. આત્મામાં રાગના નિમિત્તકારણનો અભાવ છે.
જ્યારે મિથ્યાત્વના પરિણામ થાય છે ત્યારે મિથ્યાત્વના પરિણામનો આત્મા કર્તા નથી. આત્માના અસ્તિત્વના કારણથી, આત્માની મોજુદગી છે એટલે મિથ્યાત્વના પરિણામ થાય છે? આત્મા તેમાં કારણ થતો જ નથી. આત્મા તો જ્ઞાતા છે. સૂક્ષ્મ વાત છે. “એકલો એકલો..' ૧૩ મી ગાથાનો પાઠ આવ્યો છે ને!? આત્મા એકલો...એકલો નવ તત્ત્વરૂપે પરિણમતો નથી તેની ચર્ચા છે, તેના આધારરૂપે આ ૨૭૮-૨૭૯ ગાથા આવી છે.
આહા..હા ! “પરિણમન સ્વભાવવાળો હોવા છતાં” , ઉપયોગ લક્ષણ તો બધામાં છે અને બધા જાણવારૂપે પરિણમે છે. પરિણમે છે કે નથી પરિણમતા !? આ જડ છે તે જાણવારૂપે ન પરિણમે; પણ આત્મા તો જાનન ક્રિયારૂપે પરિણમે છે કે નથી પરિણમતો !? પણ જાણનક્રિયારૂપે પરિણમે છે તે જ સમયે તે રાગનું કારણ નથી. ત્રિકાળી દ્રવ્ય તો કારણ છે જ નહીં તે તો-અલૌકિક વાત છે. સૂક્ષ્મ રહસ્ય છે પ્રભુ!
ભગવાનના શ્રીમુખેથી આવેલી વાત આ સમયસારમાં આવી ગઈ. ત્યાં આઠ દિવસ રહ્યા હતા ને તેઓએ સાક્ષાત વાણી સાંભળી હતી. કોઈ માનો કે ન માનો !! તો કુંદકુંદ ભગવાન કેમ લખીને ન ગયા !? કતર્કવાળા અજ્ઞાની જીવોને આત્માની શું શક્તિ છે. તેની પર્યાયની શું શક્તિ છે તેની ખબર હોતી નથી. તો કેમ લખી ન ગયા? અરે! લખી ગયા કે ન લખી ગયા-વાત સો ટકા સાચી છે. સાક્ષાત કહી ગયા તો પણ તેને માનતા નથી. આહા..હા..! ગુરુદેવના શ્રીમુખેથી સાંભળેલી વાત છે. તમે આ વાત કેમ કરો છો ? તત્ત્વની વાત કરોને? આ તત્ત્વની વાત છે–ગુરુ ઉપર તને શ્રદ્ધા નથી. તું ચલિત થયો છે પણ ચલિત થઈશ મા. ગુરુદેવની વાણી ટેપમાં છે તેમાં કહે છે–અમે ત્યાં હુતા રાજકુમાર તરીકે, કુંદકુંદઆચાર્ય ભગવાન ત્યાં પધાર્યા હતા, આઠ દિવસ રહ્યા હતા. કેવળી અને શ્રુતકેવળી પાસે વિશેષ ખુલાસા કર્યા હતા. મલાડમાં તો એમ કહ્યું કે-સીમંધર ભગવાને
[ મોકલ્યા છે. આવા સમર્થ પુરુષનો જન્મ એક જીવ માટે થાય ? અનેક જીવ સમ્યક્દર્શનની તૈયારીવાળા પાકી ગયા હતા-એટલે આપણા માટે અહીં પધાર્યા હતા. આપણને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો.
આહા! રાગના સદ્ભાવ વખતે શુદ્ધાત્મા રાગનું કારણ નથી. ત્રિકાળી દ્રવ્ય તો કારણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com