________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૮૭ નથી પણ જાણવારૂપે પરિણમે છે-ઉપયોગ લક્ષણવાળો આત્મા; તે પરિણામી આત્મા પણ રાગના પરિણામનું કારણ થતો નથી. રાગરૂપે પરિણમવા છતાં કોઈપણ કાળે રાગના કારણરૂપે થતો નથી. એક સમય જો રાગનું કારણ થાય તો સૌ સમય રાગનું કારણ થયા કરે ને રાગ આવ્યા કરે અને કોઈ દિવસ વીતરાગદશા થાય નહીં.
આહાહા! કેવળ (એકલો) આત્મા પોતે પરિણમન સ્વભાવવાળો હોવા છતાં, બે વાત લીધી. દ્રવ્યદૃષ્ટિએ અપરિણામી તો છે અને પર્યાયનયે પરિણમન પણ છે. આહા.. જ્ઞાનરૂપે પરિણમે છે કે જે જ્ઞાનમાં આત્મા જણાય છે એવાં જ્ઞાનરૂપે પરિણમે છે. આબાળગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે. આમ “ના” હવે કહીશમાં! મને જણાતો નથી તેમ કહીશ માં!
એક અમિતગતિ આચાર્ય ભગવાન થયા છે–તેમણે યોગસારમાં એક બહુ સરસ વાત કરી છે. જેવી રીતે દીપક પ્રકાશક છે અને એનો પ્રકાશ પણ પ્રગટ થાય છે. પ્રકાશક એટલે દ્રવ્ય અને પ્રકાશ એટલે એના પરિણામ. એનાં પરિણામ પ્રકાશરૂપે હોય કે અંધકારરૂપે હોય? પ્રકાશરૂપ હોય છે. બે વાત થઈ દ્રવ્ય અને પર્યાય. હવે પ્રકાશ અને પ્રકાશ્ય તેના અસ્તિત્વમાં ઘડો છે, કપડાં છે, સોફાસેટ વગેરે છે. હવે આચાર્ય ભગવાન ફરમાવે છે કે આ પ્રકાશમાં આ જે ઘટપટ આદિ છે તે પ્રકાશક (દ્રવ્યથી) ભિન્ન છે અને પ્રકાશ પર્યાયથી પણ તે ભિન્ન છે. આ (ઘટપટ) વગેરે તને જાણવામાં આવે છે અને આ જે પ્રકાશ છે તેમાં પ્રકાશક કથંચિત્ અભિન્ન છે તે દિપક તને જાણવામાં નથી આવતો? અમને તો આશ્ચર્ય થાય છે. આ દષ્ટાંત થયું હવે સિદ્ધાંત.
આ જ્ઞાયક તત્ત્વ તો દ્રવ્ય છે. આ દ્રવ્ય-ગુણ-પર્યાયની ચર્ચા છે રાત્રે લીધી હતી ને!? આ દ્રવ્ય છે અને જ્ઞાયકનો ચૈતન્યઅનુવિધાયી પરિણામ તેનું નામ ઉપયોગ છે. ઉપયોગ આત્માનું લક્ષણ છે. લક્ષણ લક્ષ્યને સમયે સમયે પ્રસિદ્ધ કરે છે. તેથી જ તે લક્ષણ બન્યું છે નહીંતર લક્ષણ ન બને. ધ્યાન રાખજો વસંતભાઈ ! અમારા ટ્રસ્ટમાં તો બહુ ધ્યાન આપો છો, –ખરેખર ધ્યાન તો આમાં આ
આ આત્મા જ્ઞાયક છે-તેનાં પરિણામ જાણવું-દેખવું પ્રગટ થાય છે. પ્રગટ થાય છે તેથી તે સમયવર્તી છે. આ જ્ઞાયક છે, આ જ્ઞાન અને ત્રીજું શેય. આ રાગાદિ, શરીરાદિ, છે દ્રવ્ય, દેવ-ગુરુ-શાસ્ત્ર બધું શેય છે. તું એમ માને છે કે-આ (પર) જ્ઞાનમાં જાણવામાં આવે છે; જે જ્ઞાનથી ભિન્ન છે તેને હું જાણું છું; એવો વિશ્વાસ તને આવી ગયો છે. પરંતુ હું કહું છું જ્ઞાનથી જે જ્ઞાયક અભિન્ન છે સર્વથા ભિન્ન નથી એવો પાઠ છે. જ્ઞાનથી જ્ઞાયક સર્વથા ભિન્ન નથી, કથંચિત્ અભિન્ન છે એમ તારી જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જાણવામાં આવે છે તો પણ તું તેને જાણતો નથી અને જે સર્વથા ભિન્ન છે તેને તું જાણે છે તે તારું અજ્ઞાન છે જા !
તેમ ભગવાન આત્મા એ જ્ઞાયક તત્ત્વ જાણવું જાણવું જાણવું જાણવું જાણવું છે. જ્ઞાતા છે કર્તા નથી. કર્તા નથી કોઈનો અને કારણે નથી કોઈનો. આ પ્રતિષ્ઠા મહોત્સવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com