________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૩
આત્મજ્યોતિ
ઉત્તર - સમ્યફ એકાંત થશે ભાઈ ! તારું તો કામ થઈ જશે. તારી જે માન્યતા છે તેને ડીપોઝીટ કરીને, આચાર્ય ભગવાન એક નવી વાત ફરમાવે છે તેને સાંભળતો ખરો! વ્યવહારનો ઉપદેશ તો ઠામ ઠામ મળશે પણ શુદ્ધનયનો ઉપદેશ વિરલ છે. શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી અને તેનો ઉપદેશ પણ વિરલ છે. શુદ્ધનયનો ઉપદેશ સુવર્ણપૂરી જેવા ક્ષેત્રમાં, ક્યાંક-ક્યાંક થાય છે.
આહા...! હા! આ આત્મા છે તે એકલો...એકલો...એકલો...બંધ-મોક્ષના કારણ પણે પરિણમે-તેવું કારણ પણું આત્મામાં નથી. જે બંધના કારણપણે પરિણમે આત્મા તો, તો આત્મા કારણ થઈ જાય અને મિથ્યાત્વ-બંધ કાર્ય થઈ જાય. તો તો આત્મા મિથ્યાત્વના પરિણામનું અનાદિ અનંત કારણ બની જાય તો મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યક્દર્શન થાય નહીં. સૂક્ષ્મ વાત છે. તેના માટે બંધ અધિકારની ગાથાનો આધાર આપું તો ખ્યાલ આવી જશે.
આ જે ભગવાન આત્મા દષ્ટિનો વિષય છે, તેને દૃષ્ટિનો વિષય કહો, ઉપાદેય તત્ત્વ કહો, જ્ઞાયક તત્ત્વ કહો, નિજાનંદ પરમાત્મ તત્ત્વ કહો—તે એકલો એકલો પરિણામી સ્વભાવનું (કારણ નથી.) (દ્રવ્યનો) પરિણામ સ્વભાવ હોવા છતાં પણ તે પરિણામનો કર્તા નથી ને પરિણામનું કારણ નથી. આત્મા એકલો એકલો, પોતાની મેળે રાગરૂપે પરિણમે અને પોતાની મેળે વીતરાગરૂપે પરિણમે તેમાં આત્મા કારણ બને તેવો આત્માનો સ્વભાવ નથી. આત્મા અકારણીય છે, તે કોઈનું કારણ નથી.
શ્રી સમયસારજી બંધ અધિકારની ગાથા ૨૭૮-૨૭૯ છે. આપણો જે વિષય ચાલે છે તેના અનુસંધાનમાં. આત્મા એકલો એકલો નવ પરિણામનું કારણ થતો નથી. તેમાં કારણ કહેવું હોય તો અજીવ નિમિત્ત છે. અજીવને નિમિત્ત કારણ કહો, પણ મને નિમિત્ત કારણ ન કહો. ઉપાદાન કારણ તો ક્ષણિક પર્યાય છે. (૨૭૮-ર૭૯ ગાથા) ટીકા – “જેવી રીતે ખરેખર કેવળ” કેવળનો અર્થ શું? એકલો. “સ્ફટિકમણી, પોતે પરિણમન સ્વભાવવાળો હોવા છતાં”, સ્ફટિકમણી અપરિણામી તો છે અને પ્લસ પોતાનામાં સ્વચ્છતાના પરિણામ થાય છે. “પોતાને શુદ્ધસ્વભાવપણાને લીધે ” સ્ફટિકમણી છે તે શુદ્ધસ્વભાવવાળો જ છે-તેનો સ્વભાવ શુદ્ધ છે. “રાગાદિનું નિમિત્તપણું નહીં હોવાથી” ત્રિકાળી સ્ફટિકમણી લાલ પર્યાયનું નિમિત્ત થતો નથી, અને તેનું જે પરિણમન છે (સ્વચ્છ) તે પણ લાલ (પર્યાયનું) કારણ થતું નથી. સ્ફટિકમણી એકલો એકલો લાલ પર્યાયરૂપે પરિણમતો નથી. અહીં ભાવબંધની સિદ્ધિ કરવી છે. આ વ્યવહારનું કથન છે. જરા શાંતિથી સાંભળજો.
“રાગાદિનું નિમિત્તપણું નહીં હોવાથી (અર્થાત્ પોતે પોતાને લાલાશ-આદિરૂપ પરિણમનનું નિમિત્ત નહીં હોવાથી) ” લાલ પર્યાય થાય છે તે નૈમિત્તિક, ફૂલ નિમિત્ત છે. (લાલ પર્યાય) થાય છે તેવું અપરિક્ષકને ખ્યાલમાં આવે છે, પરિક્ષક તો કહે છે-લાલ (પર્યાય) થતી જ નથી. આહા...હા! પરિણામ દષ્ટિથી જુઓ તો પરિણામ લાલ થયા છે, દ્રવ્યદૃષ્ટિથી જુઓ તો-ફૂલના નિમિત્તના સભાવના કાળે પણ સ્ફટિકમણીનું પરિણમન તો સ્વચ્છ જ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com