________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૨
પ્રવચન નં. ૨૫ છે. આવા શુદ્ધ પરમાત્માનું સ્વરૂપ શું છે? એવાં શુદ્ધાત્માનો અજ્ઞાનીએ આજ સુધી અનુભવ નથી કર્યો.
આ વાત અનાદિ મિથ્યાદષ્ટિની અપેક્ષાએ કહું છું. સાદિ મિથ્યાદષ્ટિ થઈ ગયો તેની વાત અલગ છે. અનાદિ મિથ્યાદષ્ટિ જીવે એક સમયમાત્ર પોતાના શુદ્ધાત્માને જાણ્યો નથી, ઓળખ્યો નથી, અને તેની શ્રદ્ધા પણ કરી નથી. –આવું નિજ પરમાત્મ દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે. થવું' તે આત્માનો સ્વભાવ નથી; “છે” તે આત્માનો સ્વભાવ છે. (આત્મામાં) કંઈ જ કરવાનું નથી, થવાનું નથીપરંતુ છે તે રહી ગયું. જયપુરમાં આ વાત કરી તો ગજાબેનની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. આપણા ડૉ. ભારિલજી-પંડિતજી બોલ્યા કે: આ તો સૂત્ર થઈ ગયું. “કરના નહીં હૈ, હોના નહીં હૈ, મગર હું રહું ગયા.
આ જે શુદ્ધાત્મા છે તે સૂક્ષ્મ છે. શુદ્ધાત્માનો અનુભવ જે અતીન્દ્રિયજ્ઞાનની પર્યાયમાં થાય છે તે પણ સૂક્ષ્મ છે. ઈન્દ્રિયજ્ઞાન સ્થળ છે. શાસ્ત્રજ્ઞાન સ્થૂળ છે અને આત્મજ્ઞાન સૂક્ષ્મ છે-આવા સૂક્ષ્મ જ્ઞાનથી શુદ્ધાત્માનો અનુભવ થાય છે-તે શુદ્ધાત્માની ચર્ચા આ તેર નંબરની ગાથામાં ચાલે છે.
થવા યોગ્ય અને કરનાર” એ તો ગુજરાતી, તમારે હિન્દીમાં “હોને યોગ્ય અને કરનાર” તે બે પ્રકારના પરિણામ છે તેમાં એક પરિણામનું નામ જીવ છે અને બીજા પરિણામનું નામ અજીવ છે. તો સંવર નિર્જરાનો આત્મા કર્તા અને તેનું કારણ પણ નથી.
તો હવે જરા સૂક્ષ્મ વાત લેવી છે. પરિણામમાં મોક્ષ થાય છે તે મોક્ષનો કર્તા ભગવાન આત્મા નથી. જો આત્મા મોક્ષનો કર્તા હોય તો મોક્ષ તો બંધના અભાવપૂર્વક જ થાય છે. જે આત્મદ્રવ્ય મોક્ષનો કરનાર હોય તો તે આપોઆપ બંધનો કર્તા થઈ જાય છે. માટે આત્મા મોક્ષનો કર્તા નથી પરંતુ મોક્ષનો જાણનાર છે. એટલું (વ્યવહારથી) કહો તો કહો-ખરેખર તો અભેદનો જાણનાર છે.
બીજી વાત-આત્મા મોક્ષનું કારણ પણ નથી. બે વાત આમાંથી લેવાની છે. શું લખ્યું છે? હુમણાં જે નવ તત્ત્વોની વાત કરી તેમાં “થવા યોગ્ય” અને “કરનાર એમ બતાવ્યું. તેમાં થવા યોગ્ય ક્ષણિક ઉપાદાન અને તે જ નિમિત્તની સાપેક્ષતાથી નૈમિત્તિક છે. હવે આ પરિણામનું કારણ કોણ છે તે વાત કરવી છે.
કારણ કે એક ને જ પોતાની મેળે પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ (સિદ્ધિ) બનતી નથી. એકલો આત્મા જ નવ તત્ત્વના ભેદનો, બંધ-મોક્ષનો કારણ બની જાય એવું કારણ આત્મામાં છે નહીં. આત્મા અકારણ પરમાત્મા છે. તે કોઈનું કારણ નથી. કર્મ નોકર્મ બંધાય તેનું કારણ તો આત્મા નથી, પરંતુ મિથ્યાત્વના પરિણામ થાય છે ત્યારે પણ મિથ્યાત્વના પરિણામનો આત્મા કર્તા નથી. કર્તા ન હો તો ન હો! પણ, તેનું કારણ પણ નથી.
પ્રશ્ન - તો એકાંત થઈ જશે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com