________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૮૧
થવાયોગ્ય થાય છે એમ વિકલ્પાત્મકજ્ઞાનમાં આવીને રહ્યું...હવે કહે છે..થવાયોગ્ય થાય છે તો એની કર્તાબુદ્ધિ ગઈ...હવે મને થવાયોગ્ય થાય છે એવું ય જાણવામાં આવતું નથી પર્યાય મારું શેય ન બને, મારું (સ્વ) જ્ઞેય તો સામાન્ય સ્વભાવ છે. પર્યાયાર્થિકચક્ષુ બંધ થાય છે... દ્રવ્યાર્થિકચક્ષુ ઊઘડે છે ને અનુભવ થાય છે ને ડબલ એન્જિન લાગી ગયા છે હવે... પંચમકાળમાં ડબલએન્જિન લાગે છે! આહાહા! અમૃતચંદ્ર આચાર્યે દાંડી પીટીને કહ્યું-ભાવકનો ભાવ ને શેયભાવ, ફરીથી અમને મોહ ઉત્પન્ન કરી શકશે...નહીં...મોહનો મૂળથી નાશ કર્યો છે અમે...આ ડબલ એન્જિન લાગ્યાં છે. અકર્તા તો આત્મા સ્વભાવથી હતો...સમજી ગયા ? આત્મા રાગને કથંચિત્ કરે...એ લાકડું હતું...નીકળી ગયું થવાયોગ્ય થાય છે આહાહા ! કેવળજ્ઞાન થવાયોગ્ય થાય છે....સમ્યક્દર્શન થવાયોગ્ય થાય છે...કરવાથી થતું નથી. આહાહા ! કરે કોણ એને...થાય એને કોણ કરે! અને ‘થાય’ એને કોણ જાણે ? ‘છે' એને જાણ ને! ‘થાય ’ એને જાણવાનું નથી, કેમકે ( એ ) ૫૨દ્રવ્ય છે.
(શ્રોતાઃ ) ‘છે એને જાણ....આહાહા! (ઉત્તરઃ ) ‘છે’ એને જાણ!! પછી ઈ થાય એ જણાય જશે એય જણાવ તો જણાવ પણ લક્ષ વગ૨ જણાશે...પ્રતિભાસરૂપ જણાય છે...એપણ સવિકલ્પદશામાં.....અનુભવ કાળે પ્રતિભાસરૂપે પણ જ્ઞાન થતું નથી.
( શ્રોતાઃ ) કરના ગયા ઔર હોના ગયા ઔર હું રહ ગયા !
(ઉત્ત૨:) ‘હું’ રહ ગયા બસ! આહાહા! એવી ચીજ છે જયપુરમાં કહ્યું 'તું આ. ઓલા બે ’ન કેવા...(શ્રોતાઃ ) ગજ્જાબેન (ઉત્તર:) ગજ્જાબેનની આંખમાં પાણી આવી ગયા. આ વાત મેં કદી સાંભળી નહોતી...કરના ગયા...હોના ગયા...હું રહ ગયા. આ ત્રણ વાક્ય બોલ્યો બેનને હર્ષનાં આંસુ આવી ગયાં...પંડિતજી બોલ્યા, કે આ તો ‘સૂત્ર' નીકળ્યું છે. પંડિત હુકમચંદજી નરમ માણસ આમ...( કહે છે) સૂત્ર નીકળી ગયું છે. કરના ગયા-હું કરનાર છું, એ ગયું ‘હોના ’ ગયા ને ‘હું’ રહ ગયા, દૃષ્ટિ, દ્રવ્ય ઉપર આવી જાય છે.
“નિરંતર નવ તત્ત્વના વિકલ્પથી-ભેદથી રહિત છે. આત્મા...નિરંતર હો? સત્તત્ વિવિત્તમ્ -શુદ્ધ વસ્તુમાત્ર છે, ભાવાર્થ આમ છે કે શુદ્ધસ્વરૂપનો અનુભવ (સમ્યક્ત્વ)” શુદ્ધનો અનુભવ તેનું નામ સમ્યક્દર્શન છે.
પરિશિષ્ટ-૧ પ્રવચન નં. ૨૫ તા. ૫-૨-૮૯
આ શ્રી સમયસાર નામનું પરમાગમ શાસ્ત્ર છે. સમયસારનો અર્થ છે શુદ્ધાત્મા. આ શુદ્ધાત્મા અનાદિથી શુદ્ધ જ છે-અત્યારે પણ શુદ્ધ જ રહ્યો છે, અને આગામી અનંતકાળ શુદ્ધ જ રહેવાનો છે-તે ત્રિકાળી શુદ્ધ છે. અશુદ્ધતા થાય છે અને અશુદ્ધતા ટળે છે અને શુદ્ધ થાય છે તેવો આત્માનો સ્વભાવ નથી. પરિણામ અશુદ્ધ થાય છે ને પરિણામ શુદ્ધ થાય છે, તેનાથી પણ-નવ તત્ત્વોથી ભિન્ન શુદ્ધાત્મા જે દષ્ટિનો વિષય છે તે તો અનાદિઅનંત શુદ્ધ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com