________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૦
પ્રવચન નં. ૨૪
થવાયોગ્ય થાય છે.એમ જ્યારે જાણે..ત્યારે ડબલ જોર આવે છે ને અનુભવ થઈ જાય છે.
જેવી રીતે દેવલાલીને એ બાજુ જઈએ ને તો ત્યાં ચઢાવ હોય છે બહુ-ત્રણહજાર ફૂટ ઊંચે દેવલાલીને પુના ને એ બધાં સેન્ટરો છે ને (લોનાવલાને) અમુક જગ્યાએ જાય ગાડી.... મુંબઈથી ઈગતપુરી આવે, ત્યાંથી બીજું એન્જિન લાગે, એક એન્જિન ગાડીને ન ખેંચી શકે બીજું એન્જિન લગાડે પછવાડેથી, એક એન્જિન ખેચેને બીજું ધક્કો મારે....એવો અનુભવ છે કે નહીં? આહાહા !
એમ...જોર આવે છે ઓલું ધક્કો મારે છે એટલે જોર આવે છેઆગળને..અને ઉપર ચડે છે ગાડી...એમ આત્મા અકર્તા છે કેવળ, કેવળ જ્ઞાતા છે વાત તો સાચી છે...કોઈને એમાં અનુભવ પણ થઈ જાય..પણ પર્યાય થવા યોગ્ય થાય છે એ પડખું કાંચુ રહી ગયું હોય તો જોખમ છે...અને પર્યાય થવાયોગ્ય થાય છે એમ જાણીને અંદરમાં ગયો હોય તો ક્ષાયિકસમ્યદર્શન થઈ જાય છે. (શ્રોતા:) ગજબ વાત છે! (ઉત્તર) છે આ અપૂર્વ ચીજ છે. તેરમી ગાથા એટલે શું? થવાયોગ્ય થાય છે. નવે તત્ત્વ થવાયોગ્ય થાય છે એમ, કલમ ચલાવી ને કહ્યું) કોઈ તત્ત્વ મારાથી ને કોઈ તત્ત્વ પરથી, એવાં બે ભાગલા પાડ્યા નથી. –થવાયોગ્ય થાય છે. આહા.હા!
હોને યોગ્ય હોતા હૈ” –હિન્દીમાં...લખ્યું છે જયચંદ્રજી પંડિતે હોને યોગ્ય હોતા હૈ એડબલ એન્જિન લાગે છે. અકર્તા કેમ છું કે સ્વભાવથી જ અકર્તા છે. બીજી રીતે કાંઈ અકર્તાપણું દેખાય છે? કે-હા, હવે દેખાય છે...અત્યાર સુધી નહોતું દેખાતું પણ અમૃતચંદ્ર આચાર્ય (દેવ) મળ્યા, એણે એમ કહ્યું પરિણામ થવા યોગ્ય થાય છે, આહા! તો એન્જિન બીજું લાગી ગયું.....એ પાછો પડતો નથી. આહાહા! કાલાન્તરે પણ હું પર્યાયને કરું છું એવી બુદ્ધિ અને થતી નથી કેમકે બીજું પડખું પરિપક્વ થઈ ગયું છે એને..ડબલ એન્જિનનું કામ છે આમાં. એકલા અકર્તાથી અનુભવ તો થઈ જાય....પછી ઓલી અનાદિની પર્યાયની કર્તબુદ્ધિ છે ને...ઈ કાચું કામ હતું આમાં પાકું થાય છે, પછી કોઈ દિ' હું કર્તા છું એવું સ્વપ્નામાં પણ આવવાનું નથી. આહાહા!
એ તેરમી ગાથા પણ એવી ગઈ (સ્પષ્ટીકરણ આવ્યું) ને લોકોએ પણ પ્રેમથી ઝીલી દેખાણું ! પ્રેમથી ઝીલતા 'તા ઉત્સાહથી (લોકો બધા) એ રોજ-રોજ પ્રભાવના થતી, એનું કારણ શું? ઈ એનો ઉત્સાહુ દેખાડવાનું એક માધ્યમ છે અરે, આ ગુરુદેવના પ્રતાપે તો વાત એવી બહાર આવી ગઈ છે (-અધ્યાત્મરસનો પ્રવાહ વહ્યો છે) એની પાછળ પડવું જોઈએ થોડું 'ક આહાહા! તો કામ (-સ્વાનુભવ) થાય.
(કહે છે) “નવ તત્વના વિકલ્પથી રહિત છે” –ભેદથી રહિત છેઆત્મા, શુદ્ધ વસ્તુમાત્ર છે. આહાહા! આ પર્યાયના ભેદો હવે દેખાતા નથી. –થવાયોગ્ય થાય છે, એમ પણ દેખાતું નથી. હું કરું છું...એમ તો ગયું...સવિકલ્પમાં ગયું...અને નિર્વિકલ્પ અવસ્થા પહેલાં સવિકલ્પમાં એમ થયું કે...થવાયોગ્ય થાય છે. હું કરું છું એ ગયું (અભિપ્રાયમાંથી)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com