________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૭૯ છે...એ તો..પણ બહુ ખીલતા 'તા આંહીયાં...
અરે! એક વાર તું આત્માને નિહાળ તો ખરો..બધું જોયું-નિહાળ્યું તે પણ (નિજ) આત્માને જોયો નહીં. જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત’ -કર્મના ઉદયથી કોઈ દુ:ખી થતો નથી. પ્રતિકૂળ સંયોગ આવી પડે એનાથી દુ:ખ થતું નથી...તારા સ્વરૂપને તું ભૂલી જાય છે એ તને દુઃખનું કારણ તને થાય છે. આહા...હા !
(કહે છે કે, “અથ” “હવે “અથ” પદ દ્વારા બીજો પક્ષ બતાવે છે - તે જ જીવ-વસ્તુ દ્રવ્યરૂપ છે.” તે જ જીવવસ્તુ જે નવ તત્ત્વોરૂપે-પરિણમે છે (નવ તત્ત્વના) સ્વાંગ ધારણ કરે છે એથી ભિન્નદ્રવ્યરૂપ પણ તે જ જીવવસ્તુ છે. એકલી પર્યાયરૂપ જીવવસ્તુ છે..એમ છે નહીં. પોતાના ગુણ-પર્યાયે બિરાજમાન છે. –પોતાના ગુણો અને પોતાની પર્યાયે બિરાજમાન છે. “જો શુદ્ધદ્રવ્યસ્વરૂપ.જોવામાં આવે, પર્યાયસ્વરૂપ ન જોવામાં આવે તો તે કેવી છે, આત્મજ્યોતિ?”
પર્યાયનું લક્ષ છોડી દેવામાં આવે...પર્યાયને છોડવાની નથી. પર્યાયનું લક્ષ છૂટે છે.. દેહને છોડવો નથી..દેહનું લક્ષ છૂટી જાય છે-કુટુંબ-કબીલા હોય ભલે એનું લક્ષ, -મારાપણું... છૂટી જાય છે આ કોઈ મારી ચીજ નથી (–મારે કંઈ સંબંધ નથી.) પર્યાયરૂપ ન જોવામાં આવે તો કેવી છે? “સતત વિત્ત - નિરંતર નવ તત્વના વિકલ્પથી રહિત છે.” નવ પ્રકારનાં ભેદો જે પ્રગટ થાય છે એ થવાયોગ્ય થાય છે ને! એનો કોઈ કરનાર નથી. (અમે કહીએ છીએ કે) પર્યાયને તું નિરપેક્ષ તો જો–ભૂતાર્થનયથી જો. આહાહા ! પર્યાયનું કારણ પર્યાય છે, પર્યાયનું કારણ “પર” પણ નથી ને “સ્વ” પણ નથી. એમ.જેને ખ્યાલમાં આવે કે..થવાયોગ્ય થાય છે. આહાહા ! એની વિકલ્પમાંથી કર્તાબુદ્ધિ છૂટી જાય છે ને થવાયોગ્ય થાય છે ને જાણનારને જાણે તો...નિર્વિકલ્પ ધ્યાન આવી જાય..ને દ્રવ્યદષ્ટિ થઈ જાય છે. આહાહા ! પહેલો નિર્ણય થાય છે ને પછી અનુભવ થાય છે.
–થવાયોગ્ય થાય છે. પર્યાય....એવો પ્રથમ નિર્ણય થાય છે કે પરિણામ થવાયોગ્ય થાય છે...એ પરિણામને જોઈને જે થવાયોગ્ય થાય છે એમ જે કહ્યું –એવો પણ એક પ્રકાર અનુભવ પહેલાં આવી જાય..આહાહા ! પણ એટલા માત્રથી અનુભવ થાય નહીં..પછી થવાયોગ્ય થાય છે..એવું લક્ષપણ છૂટી જાય હું કરું છું” એવી બુદ્ધિ છુટી.ને થવાયોગ્ય થાય છે એમ હું જાણું છું. એ જાણવાનું બંધ થઈ જાય છે. એનાથી ભિન્ન ભગવાન આત્માના દર્શન થાય છે.
ત્યારે...ખરેખર થવાયોગ્ય થાય છે...એમ સાધક જ નવ તત્ત્વના યથાર્થ સ્વરૂપને જાણી શકે...(આત્મ) દ્રવ્યને જાણે તે જ પર્યાયને (યથાર્થ) જાણે....ઈ નવ તત્ત્વને સમ્યકપણે જ્ઞાની જાણે છે. મિથ્યાષ્ટિ, નવ તત્ત્વને સમ્યકરૂપે જાણતો નથી, કેમકે એ થવાયોગ્ય થાય છે એનો (અનુભવપૂર્વક) સ્વીકાર કરતો નથી. આહા! અકર્તાનો...સ્વીકાર કર્યો પણ પર્યાય મારાથી થાય છે...તો અનુભવ નહીં થાય.અકર્તાના સ્વીકારની સાથે-સાથે પર્યાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com