________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૭૮
માનની પડી નથી.
એક વખત દાખલો એવો બન્યો...(બનાવ ) બનેલો છે. ગુરુદેવને મેં આંહી ( હૃદયમાં ) સ્થાપ્યા ત્યારે પછી સોનગઢ નિરંતર-હંમેશાં જવા મંડયો...મગનલાલ સુંદરજી (મારા મિત્ર ને હું) સાથે અમે ઠલ્લે જાઈએ ને...ગુરુદેવની હારે-હારે કંઈક વાત નીકળે...આમ તો મૌન હોય ગુરુદેવ...પણ કોઈ વખતે કંઈક શબ્દ નીકળી જાય...પછી વળતાં આવે ને...પછી મગનભાઈ કહે હાલો, અંદર હાલો કહે કે–તો હું ગયો અંદર....સમજી ગ્યા! પછી ગુરુદેવનાં પગ ધોવા બેઠાં...પગ ધોયા મેં ત્યારે ગુરુદેવ કહે છે આહાહા! સમજવા જેવી વાત છે...આ કહે (ગુરુદેવ ) કે એક શિવાજી મહારાજ થઈ ગયા...મહારાષ્ટ્રમાં શિવાજીનું નામ પ્રખ્યાત છે... એને રામદાસ (સમર્થ સ્વામી) ગુરુ હતા. તો એ શિવાજી (મહારાજ) એનાં પગ ધોતા હતાં, ત્યારે એ રામદાસ સ્વામીએ કહ્યું...આહા...અમને આ કોઈ પગ ધુએ...ત્યારે જો કોઈ ન્યાય અંદરમાં આવી જાય...કોણ આ પગ ધૂએ છે કે નથી ધોતાં એ અમને ખબર પડતી નથીઅંદરમાં ધૂન ન્યાયની ચડી જાય છે! આહાહા! મને કહ્યું...એમ. ઈ મારા માટે કહ્યું...આહા ! સમજાણું કાંઈ...આમાં ?
પ્રવચન નં. ૨૪
અરે! એક-એક વાણી એની વચન માર્મિક હોય છે...કોઈ પગ ધુએ કે ન ધુએ...અમે અમારી ધૂનમાં છીએ...અમને આ જણાતું નથી...એમ ચક્રવર્તી વંદે પણ ન મળે માન જો.... આહાહા! નમસ્કાર કરે તોય ઠીક ને તિરસ્કાર કરે તોય ઠીક...એ વચન...એ વચન કહેતું નથી કે તું મને જાણ! ...અને અમારો આત્મા અમારા આત્માને જાણવાનું છોડી...એ વચનને જાણવા જતો નથી...આહાહા! એવી વાત અપૂર્વ...જામનગરમાં આવવાની છે. દશ ગાથા. સમયસારની લેવી છે....વિચાર તો એવો ( વર્તે છે) અપૂર્વ ખજાનો ભર્યો છે સમયસારમાં (-ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યાં.) કોહિનૂરના...હીરા ભર્યા છે, નિર્ધન ન રહે હવે...
(કહે છે કે) “વિભાવરૂપ રાગાદિ પરિણામશક્તિ જીવમાં છે”, યોગ્યતા પડી હોય તો બહાર આવે...આહાહા! કામચલાવ છે એ બધું...અંદરમાં તો કેવળજ્ઞાનનો કંદ પડયો છે કેવળજ્ઞાન આવવાનું છે. આહાહા! આ મતિ-શ્રુત પણ આવવાનું...નથી. એનાં...કાળ-ક્રમમાં થોડા સમય (−કાળ) મતિ-શ્રુત આવશે એમ પણ ખ્યાલમાં આવે પણ પછી તો એની પાછળ ( –ગર્ભમાં ) જોઈ લીધું (આત્મ ) દ્રવ્યને એણે ( સાધકે)...દ્રવ્યને જોયું...ઓહો આ તો કેવળજ્ઞાન આવે છે અંદરથી...આવતું દેખાય...આવતું દેખાય તેને પ્રગટ થયા વિના રહે નહીં. -આવતા ભાવને વર્તમાન દેખી લ્યે છે ઈ (ધર્માત્મા ) સાધક આત્મા...ગુરુદેવે વાત કરી 'તી આ...( શ્રોતાઃ ) પંચમકાળમાં ? ( ઉત્તરઃ) પંચમકાળમાં ગુરુદેવે કહેલી વાત છે આ એ કહું છું આહા! પણ લક્ષ જોઈએ ને એ વખતે અહીંયા રાજકોટમાં (ગુરુદેવ ) બહુ ખીલતા ’તા... રાજકોટમાં બહુ ખીલતા 'તા (સૂક્ષ્મ ન્યાયો આવતા 'તા ) ( શ્રોતાઃ ) સમયસાર સમજના હો તો રાજકોટ આઓ...લાલચંદભાઈ સમાજના રતન છે...(ઉત્તર:) ઠીક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com