________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૭૭ એ રાગ...પણ કાયમ અંદરમાંથી આવે? ..અંદર રાગ નથી...પર્યાય (ઉત્પાદ) આવે અંદરથી અને રાગરૂપે પરિણમન થાય પર્યાયનું..પણ એવો આમ..અંદર દ્રવ્યસ્વભાવને જોવા જાય ને...અને જોઈ લ્ય તો કહું થોડોક ટાઈમ આહાહા ! રાગ, બહાર આવે છે-થોડા ભવ દેખાય છે, ઝાઝા ભાવ દેખાતા નથી..આહાહા ! ભવનું પણ ભાન થઈ જાય છે દ્રવ્યદષ્ટિવાળા (ધર્માત્મા–સાધકોને). આહાહા! શ્રીમદ્ રાજચંદ્રજીને ન થયું! (તેઓશ્રી પોતે કહે છે, “એક જ ભવ ધારીને જાશું...સ્વરૂપ સ્વદેશ...' લ્યો! છદ્મસ્થ હતા...આહાહા! એમ...જ્ઞાનીના જ્ઞાનમાં...ભવિષ્યના આંકડા પણ આવી જાય...અને મોક્ષની પર્યાયનો પણ પ્રતિભાસ (-ઝળકે) થાય..( સાધક) એટલે આમ (નિજ) દ્રવ્યને જુએ છે તો આમ આ થોડો સમય આવશે વિભાવભાવ..લાંબો ટાઈમ અંદરથી આવવાનો નથી. જેમ જ્યોતિષ જોઈ ઘેકે તને છે મહિના તકલીફ છે ત્યાં તો બળ આવી જાય.છમહિના તો કાલ કાઢી નાખશું-સાતમો મહિનો શરૂ થાય તો તારો પુન્યનો ઉદય જબરજસ્ત! (આજે) ચંપલ નહોતા ને (દક્ષિણાનો ) રૂપિયોય નહોતો દેવાનો..પણ કહે છે...છ મહિના પછી એવો ઉદય આવશે.કે તારે ઘેરે મોટા બંગલાને મોટા-મોટા ફ્લેટ..સમજી ગયા...મોટરું-ફોરેનની મોટરો....આ સાદી મોટર નહીં... અરે ! આહાહા! અને એના ઉપર વિશ્વાસ છે એને...એમ સર્વજ્ઞદેવ કહે છે કે તારી પર્યાયમાં લાંબો કાળ રાગ રહેવાનો નથી...તું અમારી પાસે આવ્યો છો...કહે છે-કુંદકુંદભગવાન કહે છે..... “જે ચિત્તની પ્રસન્નતાથી આત્માની વાત સાંભળે છે.ભાવિ નિર્વાણ ભાજનમ્” -મોટા
જ્યોતિષી છે ઈ. આહાહા! “પદ્મનંદિ પંચવિશંતિઃ' એમાં છે. આ પદ્મનંદિ આચાર્ય થઈ ગયા એમણે આ શ્લોક બનાવ્યો છે. તેમાં) “એકત્વસપ્તતિ' અધિકારમાં શ્લોક-ર૩ છે.
“ तत्प्रतिप्रीतिचितेन येन वार्तापि हि श्रुता।
निश्चंत स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम्।।” અનુવાદ:- તે આત્મ તેજ પ્રત્યે મનમાં પ્રેમ ધારણ કરીને જેણે તેની વાત પણ સાંભળી છે તે નિશ્ચયથી ભવ્ય છે અને ભવિષ્યમાં થનારી મુક્તિનું પાત્ર છે.
આ તત્ત્વને જે રુચિપૂર્વક સાંભળશે, એ ભાવિ નિર્વાણનું ભાજનમ-હું શુદ્ધ છું...અશુદ્ધ હું નથી. અશુદ્ધ થયો પણ નથી (છું નહીં ને) થવાનો પણ નથી. હું નહીં-હુતો નહીં ને થવાનો પણ નથી. જ્યાં શુદ્ધની દષ્ટિ થઈ...આહા ! તો હવે તો..આ..થોડો ટાઈમ છે હવે.... આહા ! ઓલા (જ્યોતિષીએ) છ મહિના કહ્યું ને! બે-ચાર-છ ભવ હો તો હો એમાં કાંઈ છે નહીં...એવું છે (જોર આત્માનુભવનું-આહાહા !)
અરે...તું સર્વજ્ઞભગવાનના...સંતો ઉપર વિશ્વાસ રાખ..વિશ્વાસ રાખ, તારા હિતની વાત કરે છે ભાઈ ? તારી પાસેથી કાંઈ લેવું નથી...અરે, માનકષાયે ય જોઈતો નથી કોઈ વદે કે કોઈ તિરસ્કાર કરે અમને કંઈ અપેક્ષા છે નહીં.ઉપેક્ષા છે...ચક્રી વંદે તો-પણ ન મળે માન જો ચક્રવર્તી નમસ્કાર કરે-વંદે.સમજી ગ્યા? એમને-સંતને કાંઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com