________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૭૬
પ્રવચન નં. ૨૪ જુઓ ! લક્ષ એક વખતે એક ઉ૫૨ જ હોય એમ બતાવે છે. પર્યાય ઉપર લક્ષ હોય ત્યારે દ્રવ્ય ઉ૫૨ લક્ષ હોતું નથી, ઉપયોગમાં દ્રવ્યનો પ્રતિભાસ છે ૫૨ ૫ણ પ્રતિભાસે છે શું કહ્યું?
કે ઉપયોગ પ્રગટ થાય છે ને (સમયે સમયે સૌ જીવને) જ્ઞાનનો એમાં આ રાગનો ય પ્રતિભાસ થાય છે અને જ્ઞાયકનો પણ પ્રતિભાસ થાય છે-સ્વ-પર પ્રકાશક નિરંતર છે, (એક સમય પણ ) છૂટે નહીં. આહાહા! એવી (જ્ઞાનોપયોગની ) સ્વચ્છતા છે. એનામાં જ્ઞાતૃતા છે. રાગમાં ને જ્ઞાયકમાં જ્ઞેયત્વ છે. તેઓ (શૈયો ) જ્ઞાનમાં પ્રતિભાસે ( -ઝળકે) છે. ત્યારે પ્રતિભાસના સમયે (જીવ) ભૂલે છે, રાગનો પ્રતિભાસ દેખીને હું રાગી (એમ માની લે છે. ) ખલાસ થઈ ગયું-અજ્ઞાની થઈ ગયો.
તો...જીવવસ્તુ નવ તત્ત્વોપણે પરિણમે છે, એમ દૃષ્ટિમાં આવે છે, રાગ, ઉ૫૨ દષ્ટિ કરો (-ભેદ ઉપર દષ્ટિ કરો) તો નવ તત્ત્વરૂપ દેખાય છે. નવ તત્ત્વો, દેખાય છે પર્યાયના લક્ષે...દ્રવ્યના લક્ષે એ નવ તત્ત્વના ભેદ દેખાતા નથી. કેમકે નવ તત્ત્વનો એમાં( આત્મદ્રવ્યમાં ) ત્રિકાળી અભાવ છે. આહાહા ! એક સમય પણ તાદાત્મય થતું નથી. એ બધા સાપેક્ષ ભાવો છે...ભગવાન આત્મા નિરપેક્ષ તત્ત્વ છે. અરે, નવેય તત્ત્વ નિરપેક્ષ છે. વ્યવહા૨થી સાપેક્ષ ને ભૂતાર્થનયથી જોવામાં આવે તો નિરપેક્ષ છે હવે પર્યાય નિરપેક્ષ છે તો દ્રવ્ય તો ત્રણેકાળ નિરપેક્ષ હોય, એમાં પ્રશ્ન તને શું થાય છે?
આવું પણ છે, સર્વથા જુઠું નથી-કેમ કે વિભાવરૂપ રાગાદિ પરિણમનશક્તિ જીવમાં છે. (શું કહે છે?) રાગાદિ (રૂપ ) પરિણમે એવી પર્યાયશક્તિ...જીવના પરિણામમાં છે. ‘અંતર્ગર્ભિત-પર્યાયરૂપ-પરિણમનશક્તિ' ....રાગ અંદર ( આત્મદ્રવ્યમાં) નથી. રાગ અંદર નથી, પણ પર્યાય પ્રગટ થાય...ત્યારે એમાં રાગ આવે એવી યોગ્યતા અંદરમાં પડી છે જે બહાર આવે છે–થવાયોગ્ય થાય છે. એને ‘અંતર્ગર્ભિત પર્યાયરૂપ પરિણમન શક્તિ' કહેવામાં આવે છે. અને નિમિત્ત કારણ એમાં દર્શનમોહ ને ચારિત્રમોહ, જે જેને લાગૂ પડે એ એને
હોય છે.
“વિભાવરૂપ રાગાદિ પરિણામશક્તિ જીવમાં છે.” રાગ જીવમાં નથી...રાગરૂપે... પરિણમે એવી પર્યાયની શક્તિઓ...અંદરમાં છે ત્યાં સુધી છે...નથી ત્યારે નથી. આહાહા ! પછી તો એ રાગનો ક્રમ આવતાં-આવતાં પછી...વીતરાગનો ક્રમ આવે...પછી યથાખ્યાત ચારિત્રનો ક્રમ આવે...પછી કેવળજ્ઞાનનો ક્રમ આવે...અંદરમાં હારમાળા છે પર્યાયોની..રાગરૂપે પરિણમે એ પર્યાયનો સ્વભાવ કાયમનો નથી...આહાહા ! શું કહ્યું ? દ્રવ્યસ્વભાવ આત્મા છે ને! એમાંથી અનાદિનો પ્રવાહ (પર્યાયો) બહાર આવે છે, પર્યાય આવે છે, એમ નથી કે રાગ અંદર હતો ને બહાર આવ્યો...અંદરમાં કોઈ નિમિત્ત નથી...કે નૈમિત્તિક થઈ જાય પર્યાય... નિમિત્ત બહારમાં છે...એ પર્યાય (સમયે-સમયે) ઉત્પાદ થાય છે ત્યારે સ્વમુખે થાય છે કે પ૨સન્મુખે થાય છે? જ્યારે પ૨સન્મુખ થાય ત્યારે એમાં રાગની યોગ્યતા પ્રગટ થાય છે. એને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવે છે. એ-પણ થવાયોગ્ય થાય છે. અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
*